________________
૮૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
યજ્ઞ વેદોક્ત છે, તેથી તેમાં થતી હિંસા નિર્દોષ છે, તેમ પુરવાર કરવા પ્રયત્ન કરી રહેલા પૂર્વપક્ષીના મૂળમાં જ ઘા કરતા ગ્રન્થકારશ્રી ‘કર્મવિધિને વેદાન્તની વાતોને પુષ્ટ કરનારી મનાય નહીં.' તેમ જણાવે છેશ્લોક :
वेदान्तविधिशेषत्वमतः कर्मविधैर्हतम् ।
મિનાત્મ : શેષ, વેઢાન્તા પર્વ શર્મા": [૨૭]. શબ્દાર્થ :
9.ત: - આ કારણથી ૨. મૈવિધ: - કર્મવિધિનું રૂ. વેઢાન્તવિધિપત્વમ્ - વેદાન્તવિધિનું અંગપણું ૪, હૃતમ્ - હણાયેલું છે. બ/૬, fr: ભિન્નભિદ્રા : - કર્મથી ભિન્ન એવાં આત્માને બતાવનારાં ૭/૮, વેન્તી ઈવ - વેદવાક્યો જ છે. શેષા: - (વેદાન્તવિધિનાં) અંગો (કહેવાય)
શ્લોકાર્થ :
આથી કરીને = શ્યનયાગની જેમ કર્મયજ્ઞ મનશુદ્ધિનું કારણ નથી એથી કરીને, કર્મવિધિને વેદાંત વિધિનું અંગ મનાય નહીં, પરંતુ) કર્મયજ્ઞથી જુદા જ સ્વરૂપવાળા આત્માને ઓળખાવનારાં વેદ વાક્યો જ વેદાન્ત વિધિનાં અંગ કહેવાય. ભાવાર્થ :
વેદોક્ત હોવા છતાં વેદાન્તીઓ યેનયાગનો ત્યાગ કરવા જણાવે છે, તેના આધારે શ્લોક ૨૬માં સિદ્ધ કર્યું કે વેદોક્ત એવો પણ શ્યનયાગ જેમ મનશુદ્ધિનું કારણ બનતો નથી તેમ ભૌતિક સુખ મેળવવાની ઇચ્છાથી કરાતા અન્ય કર્મયજ્ઞો પણ વેદોક્ત હોવા માત્રથી કાંઈ મનશુદ્ધિનું કારણ બનતા નથી. આ જ કારણથી કર્મવિધિને એટલે કે કર્મયજ્ઞને (વેદ નિર્દિષ્ટ ક્રિયાકાંડને) જણાવનારાં વેદ વાક્યોને વેદાન્તવિધિનું અંગ ન મનાય. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી કોને વેદાન્તવિધિનું અંગ માનવું? તેના ઉત્તરમાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે, કર્મથી એટલે કે કર્મવિધિ કે કર્મયજ્ઞને જણાવનારાં વાક્યોથી જૂદા જ સ્વરૂપવાળાં આત્માને ઓળખાવનારા અને આત્મસ્વરૂપને પામવાનો માર્ગ બતાવનારાં વેદ વાક્યો જ વેદાન્તવિધિનાં અંગ તરીકે સ્વીકારી શકાય.
વિશેષાર્થ :
જે લોકોની એવી માન્યતા છે કે, ભૂતિ એટલે આબાદિ-સમૃદ્ધિ માટે કરાતાં યજ્ઞ આદિ વિષયક વાક્યો વેદના જ એક અંગભૂત છે, તેમની માન્યતા યોગ્ય ન કહેવાય, કેમ કે જ્યારે બે વસ્તુ એક ફળને આપનારી હોય ત્યારે જ એ બેમાં અંગ-અંગી ભાવ બને. જો કોઈ વિધિ-વાક્યો વેદાન્તના ફળ કરતાં જુદા ફળને આપનારા હોય તો તે વેદાન્તનું અંગ ન કહેવાય, તેથી વેદાન્તની મુખ્ય વાતને જે સિદ્ધ કરે તેવાં વાક્યોને જ વેદના અંગ તરીકે સ્વીકારી શકાય. વેદાન્તનું ફળ છે- આત્મબોધ, જ્યારે કર્મવિધિનું ફળ છે. ભૌતિક સુખ સંપત્તિ. તેથી વેદાન્ત અને કર્મવિધિ વચ્ચે એકલકત્વ નથી. આ જ કારણે કર્મવિધિ એટલે કે સ્વર્ગાદિનાં સુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org