________________
તો હું એક આભમન
૮૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ :
તાપશુદ્ધ શાસ્ત્રનું એક દૃષ્ટાંત આપવા ગ્રન્થકારશ્રી જૈન આગમ “ભગવતી સૂત્ર'ના એક પાઠનું સ્મરણ કરાવે છે.'
સોમિલ નામના બ્રાહ્મણે એકવાર ભગવાનને પ્રશ્ન કર્યો કે, “હે ભગવાન ! શું આપ એક છો ? શું આપ ઉભય છો ? આપ અક્ષય છો ? અવ્યય છો ? અવસ્થિત છો ? અનેક ભૂત-ભાવી પર્યાયમય છો ?”
સોમિલના આવા પ્રશ્નના જવાબમાં ભગવાને જણાવ્યું કે, “હે સોમિલ ! હું એક પણ છું, ઉભય પણ છું, અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત પણ છું અને અનવસ્થિત પણ છું.” આવો ઉત્તર જેમ આપણને સમજવો અઘરો પડે તેમ સોમિલ બ્રાહ્મણને પણ ન સમજાયો. તેથી તેણે ભગવાનને પુન: તે સમજાવવા માટે વિનંતિ કરી, ત્યારે ભગવાને સ્યાદ્વાદની સિદ્ધિ માટે જણાવ્યું કે “હે સોમિલ ! દ્રવ્યાર્થિક નયથી વિચારીએ
ક આત્મદ્રવ્યસ્વરૂપ છું અને પર્યાયાર્થિક નયથી વિચારીએ તો હું જ્ઞાન અને દર્શન ઉભયરૂપ છું. કારણ કે, દર્શન પણ મારો પર્યાય છે અને જ્ઞાન પણ મારો પર્યાય છે, તેથી હું જ્ઞાનસ્વરૂપ પણ છું અને દર્શનસ્વરૂપ પણ છું. આ અપેક્ષાએ હું ઉભય-બે સ્વરૂપ પણ છું. જીવદ્રવ્યના પ્રદેશો ક્યારેય નાશ પામતા નથી અને ઓછા પણ થતાં નથી, માટે હું અક્ષય પણ છું અને અવ્યય પણ છું અને તેથી હું અવસ્થિત પણ છું. વળી, જો આત્માના વિવિધ પર્યાયોની અપેક્ષાએ વિચારીએ તો ભૂતકાળમાં મારા જે મનુષ્ય, દેવ વગેરે જુદા જુદા ભાવો થયા તે સ્વરૂપે હું અનેક પણ છું અને તેથી હું અનવસ્થિત પણ છું.”
ભગવાનની આ જવાબથી નક્કી કરી શકાય છે કે એક જ ધર્મીમાં એકત્વ, દ્ધિત્વ, અનેકત્વ વગેરે અનેક વિરોધી ધર્મો એકસાથે પણ હોઈ શકે છે. ભગવાનની આ જવાબો જ અનેકાન્તને સિદ્ધ કરે છે, અને જીવાદિ દરેક પદાર્થનું સ્યાદ્વાદસ્વરૂપ બતાવે છે.
અનેકાન્તને માન્યા વિના આત્મા વગેરે પદાર્થોનું આવું વાસ્તવિક પરિપૂર્ણ સ્વરૂપ બતાવી શકાતું નથી. સાવાદી જ પદાર્થને દ્રવ્યાસ્તિક નયથી એક અને પર્યાયાસ્તિક નયથી અનેકરૂપે જોઈ-જાણી શકે છે. આત્મદ્રવ્યના કોઈ પ્રદેશોનો એક અંશથી કે સર્વાશથી ક્યારે પણ નાશ થતો નથી, તેથી સ્વાદુવાદનો સ્વીકાર કરનાર વ્યક્તિ આત્માને અક્ષય અને અવ્યય પણ માની શકે છે. વળી, આત્મા જ્યારે મનુષ્ય બને કે દેવ બને ત્યારે તે રૂપે પરિણામ પામતાં આત્માના એક પર્યાયનો ક્ષય અને બીજાની ઉત્પત્તિ થતી હોવાથી તે આત્માને ક્ષય પામવાના સ્વભાવવાળો પણ સ્વીકારી શકે છે. અનેકાન્તને અપનાવ્યા વિના પદાર્થનું આવું વાસ્તવિક સ્વરૂપ જાણી શકાતું જ નથી, અને તે વિના મોક્ષ આદિની સંગતિ પણ થઈ શકતી નથી. અનેકાન્તને અપનાવવાથી જ શાસ્ત્રીય પદાર્થોનું તાત્પર્ય સુસ્થિત રહે છે, તેથી જ જે શાસ્ત્રમાં અનેકાન્તદષ્ટિનું નિરૂપણ હોય તે જ શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય, જેમકે જૈનશાસ્ત્ર. ૩૦-૩૧// 1. भंते एगे भवं ? दुवे भवं? अक्खए भवं? अव्वए भवं? अवट्ठिए भवं? अणेगभूयभावभविए भवं?
सोमिल ! एगे वि अहं जाव अणेगभूयभावभविए वि अहं से केणतुणं भंते ! एवं वुच्चइ-जाव 'भविए वि अहं' सोमिला ! दव्वट्ठयाए एगे अहं, णाणदंसणट्ठयाए दुविहे अहं, पएसट्ठयाए अक्खए वि अहं, अव्वए वि अहं, अवट्ठिए वि अहं, उवयोगट्ठयाए अणेगभूयभावभविए वि अहं । से तेणतुणं जाव... भविए वि अहं इत्येवं प्रोक्तवान् ।
- भगवतीसूत्रे ૨૨-૨૮. ૨૦-સૂત્ર ૬૪૮TT
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org