________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૩૯
૭
પદાર્થની રજૂઆત કરે છે તે રીતે પદાર્થને જોવા પ્રયત્ન કરવામાં આવે તો શંકા તો થતી જ નથી; પરંતુ પદાર્થવિષયક પૂર્ણ અને યથાર્થ બોધ થઈ શકે છે.
આથી જ ગ્રંથકારશ્રી કહે છે, નયોના આધારે કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરવામાં આવે તો એક જ વસ્તુવિષયક અનેક અભિપ્રાયો પ્રાપ્ત થાય છે. તેમાંના કેટલાક અભિપ્રાયો પરસ્પર વિરોધી જેવા પણ લાગે,
લયો જે અપેક્ષાથી વસ્ત સ્વરૂપનું કથન કરે છે તે અપેક્ષાથી પદાર્થ જોવા પ્રયત્ન કરવામાં આવે તો તેમાં ક્યાંય વિરોધ આવતો નથી. પરિણામે જુદા જુદા સર્વ અભિપ્રાયોનો સંગ્રહ કરી શકાય છે અને તેના આધારે વસ્તુનો સંપૂર્ણ અને વાસ્તવિક બોધ કરી શકાય છે. આમ, વસ્તુના સ્વરૂપ સંબંધી બે વિરોધી અભિપ્રાયો પ્રાપ્ત થવા છતાં અપેક્ષાભેદ હોવાને કારણે કોઈ સંશય ઊભો થતો નથી.
વસ્તુના વિષયમાં પ્રાપ્ત થયેલા જુદા જુદા અભિપ્રાયોને જો આ રીતે અપેક્ષાભેદથી વિચારવામાં ન આવે તો બન્ને અભિપ્રાયો પરસ્પર વિરોધી બની જાય, કેમ કે ત્યારે “આત્મા આ અપેક્ષાએ (from this point of view) નિત્ય છે કે “આ અપેક્ષાએ અનિત્ય છે એવું કહેવાતું નથી, પરંતુ આત્મા નિત્ય જ છે કે અનિત્ય જ છે એવું એકાત્તે કથન કરવામાં આવે છે.
આ રીતે અપેક્ષા વિના એકાત્તે કથન કરાય ત્યારે બન્ને વિરોધી અભિપ્રાયો એક બીજાનું ખંડન કરનારા બની જાય છે. એક બીજાને ખંડન કરનારા અભિપ્રાયો સુનયન સ્વરૂપ રહેતા નથી; પરંતુ દુર્નયરૂપ બની જાય છે કેમ કે, નિરપેક્ષપણે પ્રવૃત્તિ એ જ દુર્નયપણાનું બીજ છે અને સાપેક્ષભાવે રજૂઆત કરવામાં સુનયપણું છે.
સુનય પોતાની માન્યતાને પ્રધાનપણે રજૂ કરવા માટે જ એક દેશથી પદાર્થનું સ્વરૂપ બતાવે છે, પરંતુ બીજા નયના અભિપ્રાયનું તે ક્યારેય ખંડન કરતો નથી. તે અન્ય નયની માન્યતા પ્રત્યે સદા ઉદાસીન રહે છે, એટલે કે તે અન્ય નયોની વાતોને ગૌણપણે સ્વીકારે છે, પણ પોતાના અભિપ્રાયોમાં એને સ્થાન આપતો નથી. જો તે અન્યના અભિપ્રાય પ્રત્યે ઉદાસીન ન રહેતાં, અન્યની માન્યતાનું ખંડન કરવા લાગે તો તે દુર્નય બની જાય છે.
1. સ્વાર્થ પ્રાદી ડૂતરાંશ પ્રતિક્ષેપી સુનય: | સ્વાર્થ પ્રદી રૂતરાંશપ્રતિક્ષેપ ટુર્નય: |
- સમ્મતિતર્ક – દ્રવ્ય-ગુણ પર્યાયનો રાસ. સુનય એટલે એક એવા પ્રકારનો અભિપ્રાય જે વસ્તુના એક ધર્મને આગળ કરી આ વસ્તુ આવી છે-તેમ જણાવે, પરંતુ તે વખતે પણ તે વસ્તુના બીજા ધર્મોનો અપલાપ-નિષેધ ન કરે.
જ્યારે દુર્નય વસ્તુના એક ધર્મને પકડી આ વસ્તુ આવી જ છે, તેમ સંપૂર્ણ વસ્તુવિષયક એકાંતે કથન કરે અને વસ્તુના બીજા ધર્મોનો અપલોપ-નિષેધ કરે. જેમ સુનય વસ્તુના એક અંશને ગ્રહણ કરી વસ્તુનો બોધ કરાવે તેવો વિશેષ પ્રકારનો અભિપ્રાય છે, તેમ પ્રમાણ પણ એક એવા પ્રકારનો અભિપ્રાય છે જે વસ્તુના સર્વ પાસાંનો બોધ કરાવે. પ્રમાણ સર્વ સુનયોના સમૂહસ્વરૂપ છે. નીચેનાં કેટલાક દષ્ટાંતો દ્વારા આ ત્રણે પ્રકારના અભિપ્રાયોને સમજવા સુલભ બનશે. 1. • ગવું સવ - “આ વસ્તુ સત્ જ છે' - આવું કહેનાર દુર્નય છે.
• મયં સત્ - “આ વસ્તુ સત્ છે' - આવું કહેનાર સુનય છે.
• ગયે થાત્ સત્ - “આ વસ્તુ અપેક્ષાએ સતુ છે' - આવું કહેનાર પ્રમાણ છે. II. સતું એટલે કે દ્રવ્યનું લક્ષણ કરતાં કહેવામાં આવ્યું છે કે, दव्वं पज्जवविउयं दव्वविउत्ता य पज्जवा णत्थि । उप्पाय-ट्ठिइ-भंगा हंदि दवियलक्खणं एयं ।।१२।। - સમ્પતિત-પ્રથમ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org