________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૩૫
૯૫
જ હોય છે તેમાં કોઈ સંશય નથી હોતો. અનેકાન્તવાદ સત્ય માટે એટલો સભાન હોય છે કે તે પોતાની વાત રજૂ કરતાં પહેલાં સ્પષ્ટ કરી લે છે કે તેણે રજૂ કરેલો વિચાર અમુક અપેક્ષાએ, અમુક સંદર્ભમાં જ કરેલો છે, તેથી તે અપેક્ષાએ તે અંશમાં તો તેની વાત નિશ્ચિત જ હોય છે, તેથી જ આગળના શ્લોકમાં ગ્રંથકારશ્રીએ કહ્યું હતું કે નયોનું એકાત્તિક કથન પણ એક અંશથી તો યોગ્ય જ છે. તેમાં સંશયને જરા પણ અવકાશ રહેતો નથી.
સંશય તો ત્યારે ઉત્પન્ન થાય કે જ્યારે એક જ વસ્તુ સંબંધી બે વિરોધી વિકલ્પો (alternatives) સામે હોય અને તે બન્ને વિકલ્પો સંબંધી કોઈ હકારાત્મક (positive) કે નકારાત્મક (negative) નિશ્ચય ન થઈ શક્યો હોય. જેમકે રાત્રિના ધુંધળા પ્રકાશમાં સામે કોઈ સ્થિર વસ્તુને જોઈ “આ માણસ છે કે ટૂંઠું ?” એવો સંશય ઊભો થઈ શકે છે, કેમ કે અહીં બે વિકલ્પો ઉભા થયા છે અને તે માણસ કે ટૂંઠાંમાંથી કોઈપણ વિકલ્પ સંબંધી નિશ્ચય થઈ શક્યો નથી. જ્યારે નયોના વિષયમાં આવું ક્યારેય બનતું નથી, કેમ કે નયો હંમેશા નિશ્ચિતરૂપે એક જ વાતનું કથન કરે છે, તેથી નયોના કારણે ક્યારેય પણ સંશય ઊભો થતો નથી.'
દ્રવ્યાર્થિક નય આત્માને સ્પષ્ટપણે નિત્ય જ કહે છે. પર્યાયાર્થિક નય આત્માને સ્પષ્ટપણે અનિત્ય જ જણાવે છે. અનેકાન્તના અંગભૂત આ બન્ને નયોનું કથન એકબીજાથી વિરુદ્ધ હોવા છતાં પણ અપેક્ષાપૂર્વકનું હોવાથી તેમાં પરસ્પર લેશ પણ વિરોધ રહેતો નથી અને અપેક્ષા સહિત/સંદર્ભથી નિશ્ચિત કથન કરતા હોવાને કારણે તેમાં સંશય પણ રહેતો નથી. જ્યારે નયના અભિપ્રાયમાં લેશ પણ સંશય ન હોય તો તે જ નયોના સમૂહરૂપ અનેકાન્તવાદમાં સ્યાદ્વાદમાં) સંશય ક્યાંથી રહે ? Il૩૫ll અવતરણિકા:
પૂર્વ શ્લોકમાં જણાવ્યું કે નયોના સમૂહમાંના એક એક નયનું કથન નિશ્ચયાત્મક હોય છે, તેમાં બે વિરોધી વિકલ્પ હોતા નથી, તેથી તે સંશયરૂપ ન કહેવાય. આ વાત નયની બાબતમાં તો બરાબર છે. પરંતુ સમગ્ર વસ્તુને સામે રાખીને સર્વ નયોથી વિચારણા કરીએ તો બુદ્ધિમાં બે વિરોધી વિકલ્પો ઊભા થાય જ, કેમકે દ્રવ્યાર્થિક નય “આત્મા નિત્ય છે એવું કથન કરે તો પર્યાયાર્થિક નય “આત્મા અનિત્ય છે' તેમ કહે, તેથી આત્માની વિચારણા કરનાર વ્યક્તિને આ બન્ને કથનો સાંભળી સંશય તો થાય જ કે, ખરેખર આત્મા નિત્ય હશે કે અનિત્ય ? તેથી સર્વ નયના આધારે ચાલતી વિચારસરણીમાં સંપૂર્ણ પદાર્થવિષયક જે જ્ઞાન થાય તે તો સંશયાત્મક જ બને. આવી શંકાનું નિરાકરણ કરતાં કહે છે
1. સાધવાથપ્રમUTHવીનવસ્થિતાડનેસ્કોટિસંશજ્ઞાન સંશય: ITI यथाऽयं स्थाणुर्वा पुरुषो वा ।।१२।।
- પ્રમUTનયતત્ત્વીવો | 2. મયં ન સંશય:, ટેરેવાનું | टीका - अयं नयात्मको बोधः संशयो न, कृतः ? कोटेः प्रकारस्य ऐक्यात्, संशयस्य विरुद्धोभयप्रकारकज्ञानस्वरूपत्वात् ।
- નોપશે, II. ૮ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org