________________
૯૬
શ્લોક :
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
सामग्र्येण' द्वयालम्बेऽप्यँविरोधै समुच्चयः । વિશેષ' ટુર્નયત્રાત: સ્વાસ્થેળે સ્વયં હતાઃ ||૩૬//
९
શબ્દાર્થ :
9. સામઘ્યેળ - સમગ્રતયા ૨. સૈંયાન્વેઽપિ - બે (ધર્મનું) આલમ્બન હોવા છતાં પણ રૂ. વિરોધે - અવિરોધ હોય ત્યારે ૪. સમુર્વ્યયઃ - સંગ્રહ થાય . વિરોઘે - વિરોધ હોય તો ૬. દુર્રયવ્રાતા: - દુર્રયોના સમૂહો ૭. સ્વશત્રેī - સ્વશસ્ત્રથી ૮/૧. સ્વયં હતા: - સ્વયં હણાયેલા છે.
શ્લોકાર્થ :
સમગ્રરૂપે બે (ધર્મનું) આલંબન હોવા છતાં પણ જો તે બન્નેમાં વિરોધ ન આવતો હોય તો બન્નેનો સંગ્રહ થાય છે અને જો વિરોધ આવતો હોય તો દુર્રયોના સમૂહો પોતાના શસ્ત્રથી પોતે જ હણાયેલા છે.
ભાવાર્થ :
એક નય જો કે નિશ્ચિતપણે એક અંશમાં એક ધર્મનું જ કથન કરે છે, તેથી એક નયમાં સંશય થઈ શકે નહીં, પરંતુ સમગ્રતયા જ્યારે બન્ને નયોને ગ્રહણ કરવામાં આવે ત્યારે બે જુદા જુદા ધર્મોનું આલંબન પ્રાપ્ત થાય છે. જેમકે એક નય કહે કે આત્મા નિત્ય છે તો બીજો નય કહે કે, આત્મા અનિત્ય છે. આ રીતે હ્રયાલમ્બ પ્રાપ્ત થાય ત્યારે અપેક્ષાભેદથી વિચારતાં, એટલે કે દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે, એમ વિચારતાં જો વિરોધ ન આવતો હોય, તો બન્નેના અભિપ્રાયોનો સંગ્રહ કરીને વસ્તુનો સંપૂર્ણપણે બોધ કરી શકાય છે. જો અપેક્ષાભેદ વિચારવામાં ન આવે અને નયાત્મક કથનને સર્વાંશે ગ્રહણ કરવામાં આવે તો નક્કી વિરોધ આવે. ત્યારે તે નયાત્મક કથન દુર્નય બની જાય છે. દુર્રયોના સમૂહો વસ્તુને એકાન્તે નિત્ય કે એકાન્તે અનિત્ય માની પોતાની માન્યતાની રજૂઆત કરવા જાય ત્યારે તે પોતે જ પોતાની માન્યતામાં ટકી શકતા નથી.
વિશેષાર્થ :
Jain Education International
કોઈપણ પદાર્થને સર્વાંશથી જોઈએ તો તેના સંબંધી અનેક જુદા જુદા ધર્મોનો બોધ થાય. કોઈક રીતે પદાર્થ નિત્ય લાગે તો કોઈક રીતે અનિત્ય લાગે, કોઈ ધર્મથી સત્ દેખાય તો કોઈ ધર્મથી અસત્ દેખાય. આ રીતે ભિન્ન ભિન્ન ધર્મોનો બોધ થવાથી વિચા૨ભૂમિકામાં તે પદાર્થ સંબંધી બે વિરોધી ધર્મોનું આલમ્બન પ્રાપ્ત થાય. જેમકે, આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. અપેક્ષાને લક્ષ્યમાં લીધા વિના ઉપરછલ્લી દૃષ્ટિએ જોતાં આવા બે વિકલ્પોવાળા કથનથી બુદ્ધિમાં સંશય ઊભો થાય કે ‘આત્મા નિત્ય હશે કે અનિત્ય ?’ આમ છતાં અપેક્ષાને લક્ષ્યમાં રાખી જો આ વાતને ગંભીરતાથી વિચા૨વામાં આવે તો જરૂ૨ સમજાય કે આત્મદ્રવ્ય કાયમ રહેનાર છે, તેનો નાશ કદી થવાનો નથી, માટે દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે. વળી બાલ્ય, યુવા, વૃદ્ધાદિ અનેક અવસ્થા તથા મનુષ્યત્વ આદિ અનેક પર્યાયો નજ૨ સામે પલટાતા દેખાય છે, માટે પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. આથી નયો જે રીતે જુદી-જુદી અપેક્ષાથી (different perspectivesથી)
For Personal & Private Use Only
www.jainelibrary.org