________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર પણ પૂર્વે એક અવચ્છેદકના આધારે જે ધર્મનો નિર્ણય થઈ ગયો હોય અને પછી કોઈ અન્ય અવચ્છેદકના આધારે તે ધર્મના વિરોધી ધર્મનો નિર્ણય થાય તોપણ નિર્ણયથી પરાવૃત્તિ થતી નથી એટલે કે પૂર્વના નિર્ણયમાં ફે૨ફા૨ થઈ જતો નથી, કેમ કે ધર્મની વિદ્યમાનતા અને ધર્મનો અભાવ બન્ને નિર્ણયો જુદા જુદા અવચ્છેદકથી થયા હતા. આમ, ‘અવચ્છેદકના આધારે કરેલા નિર્ણયમાં ફે૨ફા૨ થતો નથી એ વાત ‘વસ્તુ સ્વ-રૂપે પણ છે અને ૫૨-રૂપે પણ છે' એવા અનેકાન્તના વિષયમાં પણ તે પ્રકારે છે તેમ તું કેમ જોતો નથી ?”
૧૦૪
ટૂંકમાં, જેમ નૈયાયિકો અવચ્છેદકના આધારે એક જ પદાર્થમાં વિરોધી ધર્મનો નિર્ણય કરે છે અને તે નિર્ણયમાં ફેરફાર પણ થતો નથી, તેમ અનેકાન્તમાં પણ અપેક્ષાભેદથી વિરોધી ધર્મનો નિર્ણય પણ થાય અને તેના આધારે વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય પણ થઈ શકે છે.
વિશેષાર્થ :
ન્યાયદર્શનનો સ્વીકાર કરનાર પૂર્વપક્ષી પ્રશ્નકાર કહે છે કે, “અનેકાન્તનો સિદ્ધાંત વ્યાપક હોવાને કારણે, પદાર્થમાં જેમ નિત્યતા અને અનિત્યતાનો અનેકાન્ત પ્રાપ્ત થાય છે, તેમ પદાર્થમાં સ્વ-રૂપ અને પર-રૂપનો અનેકાન્ત પણ પ્રાપ્ત થાય, એટલે કે સામે કોઈ ઘટ પડ્યો હોય તો તે ઘટ સ્વ-રૂપે પણ હોઈ શકે અને તે કોઈ અન્યરૂપે પણ હોઈ શકે; આવો અનેકાન્ત પણ પ્રાપ્ત થાય, કેમકે અનેકાન્તવાદને માનનારા એવું તો ક્યારેય કહેતા નથી કે આ ઘટ જ છે. તેઓ તો એવું કહેતા હોય છે કે આ વસ્તુ અપેક્ષાએ ઘટ છે અને અપેક્ષાએ કાંઈક બીજું પણ છે. સ્યાદ્વાદની આવી વાતોના આધારે પદાર્થના સ્વરૂપ સંબંધી કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં થઈ શકે. પદાર્થના વિષયમાં નિર્ણય તો ત્યારે જ થઈ શકે કે જ્યારે સ્પષ્ટ કહેવામાં આવે કે ‘આ ઘટ છે, બીજું કાંઈ નથી.’ આથી સ્યાદ્વાદના આધારે કોઈ વ્યવહાર થઈ શકે નહીં.” પૂર્વપક્ષીની આવી શંકાને પહેલા શ્લોકમાં ૨જુ ક૨ી બીજા શ્લોકમાં ગ્રન્થકારશ્રી તે જ નૈયાયિકની પરિભાષાનો સહારો લઈ તેનું સમાધાન આપે છે.
નૈયાયિકો એવું માને છે કે, સંયોગ અને સંયોગના અભાવ જેવા કેટલાક વિરુદ્ધ ધર્મો એવા છે કે જે એક જ વસ્તુમાં એક જ સમયે હાજર હોઈ શકે છે. આવા ધર્મો સંપૂર્ણ વસ્તુમાં રહેતા નથી, તે વસ્તુના એક ભાગમાં જ રહેતા હોય છે. ન્યાયની ભાષામાં આવા ધર્મોને અવ્યાપ્યવૃત્તિધર્મો કહેવાય છે.
વસ્તુમાં આવા અવ્યાપ્યવૃત્તિ ધર્મો રહેલા છે કે નહીં તેનો નિર્ણય નૈયાયિકો અવચ્છેદકના આધારે કરે છે. જેમકે કોઈ એક વૃક્ષની શાખા ઉપર એક વાંદરો બેઠો હોય; પરંતુ વૃક્ષના મૂળમાં વાંદરો ન બેઠો હોય તો પ્રશ્ન થાય કે, ‘વૃક્ષ કપિસંયોગી છે કે નથી ?' મતલબ કે વૃક્ષ વાંદરાના સંયોગવાળું છે કે વાંદરાના સંયોગ વિનાનું છે ? આ પ્રશ્નમાં બે વિકલ્પો ઊભા થવાને કારણે તે એક સંશય સ્વરૂપ બની શકે. આમ છતાં નૈયાયિકો આવા 1. સ્વરૂપ એટલે પોતાનું રૂપ અને પરરૂપ એટલે બીજાનું રૂપ. ઘટ માટે ઘટનું રૂપ એ સ્વરૂપ છે અને પટનું રૂપ કે જગતના બીજા કોઈ પણ પદાર્થનું રૂપ એ ૫૨રૂપ છે. સ્વરૂપ અને પરરૂપનો અનેકાન્ત હોવો એટલે ઘટમાં ઘટરૂપ પણ હોવું અને પટરૂપ પણ હોવું.
2. અવ્યાપ્યવૃત્તિ એટલે વસ્તુમાં સર્વત્ર વ્યાપીને ન રહેવું; પરંતુ વસ્તુના એક ભાગમાં રહેવું, વસ્તુના અમુક પ્રદેશમાં રહેવું. જ્યાં પોતાનો અભાવ હાજ૨ હોય તે જ અધિકરણમાં પોતે પણ રહેવું અથવા સાવચ્છિન્નરૂપે રહેવું = મર્યાદિતરૂપે રહેવું પણ નિરવચ્છિન્નરૂપે એટલે કે સંપૂર્ણતયા ન રહેવું.
अव्याप्यवृत्तित्वम् = स्वसमानाधिकरणाभावप्रतियोगित्वम्, यथा वृक्षे कपिसंयोगाभावः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org