________________
તાપશુદ્ધિ - ગાથા-૩૦-૩૧
અવતરણિકા :
સર્વનયોને આધારે વિચાર-વિમર્શ કરતાં પણ જે શાસ્ત્રના પદાર્થો મોક્ષસાધક જ બની રહે તે શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય તેવું જણાવ્યા પછી ગ્રન્થકારશ્રી હવેના બે શ્લોકોમાં તાપશુદ્ધિનું એક ઉત્તમ ઉદાહરણ આપતાં, જૈન આગમનો એક પાઠ પ્રસ્તુત કરે છે
શ્લોક :
यथाऽऽह' सोमिलप्र ने, जिन: स्याद्वादसिद्धये । द्रव्यार्थादहमेकोऽस्मि, दृग्ज्ञानार्थादुभावपि ॥३०॥
..
अक्षयथाव्ययथास्मि', प्रदेशार्थविचारतः ।
અને ભૂતભાવાત્મા'', પર્યાવાર્થપયિહાત્° ||૩૨ II
.
શબ્દાર્થ :
૧. યથા - જેમ કે, ૨. સોમિષ્ર તે - સોમિલનો પ્રશ્ન થયો ત્યારે રૂ. સ્વાáાસિદ્ધયે - સ્યાદ્વાદની સિદ્ધિ માટે ૪/૫. બિન: આદ- જિનેશ્વર ભગવાને કહ્યું કે ૬. દ્રવ્યાર્થાત્ અહમ્ !: સ્મિ - ‘દ્રવ્યાર્થથી હું એક છું, ૭. વૃજ્ઞાનાર્થાત્ ૩મો વિ - (તો) દર્શન અને જ્ઞાનરૂપ અર્થથી = પરિણામથી (હું) ઉભયરૂપ પણ છું, ૮/૧. પ્રવેશાર્થવિવારત: અક્ષય: ૪ અવ્યયઃ ૪ સ્મિ - પ્રદેશાર્થની વિચારણાથી (હું) અક્ષય અને અવ્યય છું. ૧૦/૧૧. પર્યાયાર્થપરિપ્રાર્ અને મૂતમાવાત્મા - (તો) પર્યાયાર્થનો સ્વીકા૨ ક૨વાથી (હું) અનેક ભૂતકાળના ભાવો સ્વરૂપ (પણ) છું.
શ્લોકાર્થ :
Jain Education International
૮૭
જેમ કે સોમિલે પ્રશ્ન પૂછ્યો ત્યારે, સ્યાદ્વાદના સિદ્ધાંતની સિદ્ધિ કરવા માટે જિનેશ્વર ભગવાને કહ્યું કે, ‘દ્રવ્યાર્થથી વિચારો તો હું એક છું, દર્શન તથા જ્ઞાનના પરિણામથી વિચારો તો હું ઉભયરૂપ છું, પ્રદેશાર્થથી વિચારણા કરતાં હું અક્ષય અને અવ્યય છું અને પર્યાયાર્થનો સ્વીકાર કરી વિચાર કરીએ તો હું અતીતકાળના અનેક ભાવો-પર્યાયો સ્વરૂપ છું. ઉપલક્ષણથી વર્તમાનના અને ભવિષ્યના અનેક પર્યાયસ્વરૂપ છું'. ભાવાર્થ :
સોમિલ નામના બ્રાહ્મણે જ્યારે ૫૨માત્માને પ્રશ્ન કર્યો કે, ‘પ્રભુ ! આપ કેવા છો ?' ત્યારે પ્રભુએ પ્રત્યુત્તર આપ્યો કે, ‘દ્રવ્યથી હું એક છું, તો દર્શન-જ્ઞાનના પરિણામથી હું ઉભય છું. આત્મપ્રદેશોની અપેક્ષાએ હું અક્ષય અને અવ્યય છું, જ્યારે પર્યાયોની અપેક્ષાએ વિચારો તો હું ભૂતકાળમાં થયેલા અનેક જુદા જુદા ભાવ સ્વરૂપ છું. ઉપલક્ષણથી વર્તમાનના અને ભવિષ્યના પણ અનેક પર્યાયોસ્વરૂપ છું’ સ્યાદ્વાદના સિદ્ધાંતને પુષ્ટ કરનારો પરમાત્માનો આ પ્રત્યુત્તર જૈનશાસ્ત્રોની અનેકાન્તદૃષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે. આવી દૃષ્ટિથી પદાર્થોની વિચારણા કરવામાં આવે તો જ મોક્ષાદિ સંગત થાય, આથી જ આ ઉત્તર દ્વારા એવું નક્કી કરી શકાય કે જૈનશાસ્ત્રો તાપશુદ્ધ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org