________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૩૨
સ્યાદ્વાદની સિદ્ધિ
ગાથા-૩૨ થી ૪૪
અવતરણિકા :
જે શાસ્ત્રમાં સ્યાદ્વાદદ્દષ્ટિથી કથન કરાયું હોય તે શાસ્ત્ર તાત્પર્યશુદ્ધ છે અને તેથી તાપશુદ્ધ પણ છે, જેમ કે જૈન શાસ્ત્રો; પરંતુ જે શાસ્ત્રોમાં એકાન્તદૃષ્ટિથી કથન કરાયું હોય તે તાત્પર્યશુદ્ધ નથી અને તેથી તાપશુદ્ધ પણ નથી. ત્યાં કોઈને શંકા થાય કે, જૈનશાસ્ત્રોમાં પણ જ્યારે એક નયથી પદાર્થનું નિરૂપણ કરવામાં આવે ત્યારે નયોનું એકાંતિક કથન જોવા મળે છે. તો પછી આ રીતે એકાંતિક કથન કરનારાં જૈન શાસ્ત્રો તાપશુદ્ધ કેવી રીતે કહેવાય ? આવી શંકાનું સમાધાન કરતાં હવે ગ્રંથકારશ્રી જણાવે છે
શ્લોક :
ઢોરે ત્વવાળપ થયા' દ્વિત્યુંન તિ' | પેાધિયાપ્લેવમનેાનો નેતિ ||૩૨||
११
શબ્દાર્થ :
द्वित्वं
૧. યથા - જે પ્રમાણે ૨. હ્રયો: - બે વસ્તુમાં રૂ. વનુપિ - એકત્વ બુદ્ધિથી પણ ૪. દ્વિત્વ ૬. ન પતિ - નાશ પામતું નથી. ૭. વમ્ - એ પ્રમાણે ૮. નર્યાન્નધિયા - નયની એકાન્ત પિ બુદ્ધિથી પણ ૬. અનેાન્ત: - અનેકાન્ત ૧૦/99. ન પઘ્ધતિ - નાશ પામતો નથી.
શ્લોકાર્થ :
Jain Education International
૮૯
-
જેમ સામે રહેલા બે પદાર્થોમાં અપેક્ષાએ એકપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે પણ તે બન્ને પદાર્થમાં રહેલું દ્વિત્વ નાશ પામતું નથી. એ પ્રમાણે નયની એકાન્તબુદ્ધિથી પણ અનેકાન્ત નાશ પામતું નથી.
ભાવાર્થ :
સામે રહેલા બે પદાર્થોમાંથી એક-એકને જ જોવાનો દૃષ્ટિકોણ અપનાવી, કોઈ એમ કહે કે ‘આ એક છે' અને ‘આ એક છે’ તો તેનું કથન કાંઈ ખોટું નથી અર્થાત્ બંનેમાં રહેલા ‘એકત્વ’ ધર્મને આગળ કરીને બંનેમાં અલગ રીતે નિર્દેશ કરવામાં આવે તો કોઈ દોષ નથી. વળી તે જ વખતે એ બે પદાર્થો હોવાને કારણે તે બન્નેમાં દ્વિત્વ ઇં ‘બે પણા’ની બુદ્ધિ પણ નાશ પામતી નથી. કેમ કે, ‘દ્વિત્વ’ ઉભયમાં રહે છે. આમ એકત્વ અને દ્વિત્વ વિરોધી હોવા છતાં અપેક્ષાવિશેષથી જેમ સાથે પણ રહે છે, તેમ જૈનદર્શનમાં પણ કોઈ એક નયની એકાન્તબુદ્ધિથી કોઈ કથન કર્યું હોય તોપણ તેની અનેકાન્તતા નાશ પામતી નથી; કેમકે સ્યાદ્વાદને સ્વીકારનાર જૈનદર્શનવાળા માને છે કે, આ નયની અપેક્ષાએ જ આ વસ્તુ આવી છે, પરંતુ સર્વથા આમ જ છે એવું નથી. આથી જૈનદર્શનમાં તે તે નયની એકાન્તબુદ્ધિથી કથન હોય તોપણ અનેકાન્તપણું નાશ પામતું નથી, તેથી તાત્પર્યશ્યામિકા પણ થતી નથી અને પરિણામે જૈનદર્શન સ્વયં તાપશુદ્ધ સિદ્ધ થાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org