________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૩૩
૯૧
કે જે માત્ર દ્રવ્યહિંસા જ છે, ભાવહિંસા નથી જ, તે અપનાવાઈ હોય તો તે ધર્મ પણ બને છે, તોપણ જ્યાં સુધી સૂક્ષ્મદ્રષ્ટિથી પદાર્થને જોવાની ક્ષમતા ન આવે ત્યાં સુધી શિષ્યને આવો ભેદ જણાવાતો નથી. તેને તો સામાન્યથી “અહિંસા જ ધર્મ છે અને હિંસા અધર્મ જ છે' તેમ કહેવામાં આવે છે. આવું કથન કરતી વખતે પણ સ્યાદ્વાદને સમજનારા સદ્ગુરુ ભગવંતોના મગજમાં અન્ય અપેક્ષા બેઠેલી જ હોય છે, તેઓ માત્ર શિષ્યની બુદ્ધિ પરિપક્વ બને તેની રાહ જોતા હોય છે. તેથી સંજોગને અનુરૂપ કરેલી એક નયની પ્રરૂપણા પણ પરમાર્થથી શુદ્ધ જ છે. તે અનેકાન્તનો નાશ પણ કરતી નથી કે તેના કારણે શાસ્ત્રની તાપશુદ્ધિને બાધ પણ આવતો નથી. li૩૨ા. અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં સ્થાપન કર્યું કે નયની એકાન્ત બુદ્ધિથી પણ અનેકાન્ત નાશ પામતો નથી, ત્યાં પ્રશ્ન થાય કે તો શું નયની એકાન્તબુદ્ધિ પ્રમાણભૂત છે ? તેનો ઉત્તર આપતાં જણાવે છેશ્લોક :
सामग्र्येण न मानं स्याद्, द्वयोरेकत्वधीर्यथा' ।
तथा वस्तुनि वस्त्वंशबुद्धि यो नयात्मिका |॥३३॥ શબ્દાર્થ :
9. યથા - જે પ્રકારે ૨. યોઃ - (સામે રહેલી) બે વસ્તુમાં રૂ. વધ: - એકત્વની બુદ્ધિ ૪. સામા - સમગ્રપણાથી /૬/૭. મi ન થાતુ - પ્રમાણભૂત ન થાય ૮, તથા - તે પ્રકારે ૨. વસ્તુનિ - વસ્તુમાં ૧૦/૧૧, નયત્મિક્કા વધ્વંશવૃદ્ધિ: - નયાત્મિકા એવી વસ્તુ-અંશની બુદ્ધિ (સમગ્રપણાથી પ્રમાણભૂત ન થાય તેમ) ૧૨. રોયા - જાણવું. શ્લોકાર્થ :
જે પ્રમાણે સામે રહેલી બે વસ્તુમાં એકત્વની બુદ્ધિ સમગ્રતયા પ્રમાણભૂત થતી નથી તે પ્રમાણે (અનંતધર્મવાળી) વસ્તુના વિષયમાં (તેના એક ધર્મને સામે રાખીને) વસ્તુ-અંશની નયાત્મિકા બુદ્ધિ પણ સમગ્રતયા પ્રમાણભૂત નથી તેમ જાણવું. ભાવાર્થ :
સામે પડેલી બે વસ્તુમાંથી એકને જ લક્ષ્ય બનાવી ‘આ એક છે' એવું કથન તે એક પદાર્થની અપેક્ષાએ બોલવામાં આવે તો સાચું છેપણ જો બન્નેના સમુદાયની અપેક્ષાએ આવું કહેવામાં આવે, તો તે સાચું નથી. એટલે કે બે પદાર્થમાં (બન્નેને આશ્રયીને) સમગ્રતયા એકપણાની બુદ્ધિ પ્રમાણભૂત ન કહેવાય. તેની જેમ અનંત ધર્માત્મક વસ્તુના વિષયમાં પણ તેના માત્ર એકાદ ધર્મને આગળ કરીને વસ્તુના અંશનું નયાત્મક કથન તે અંશ માટે સાચું હોવા છતાં, સમગ્ર વસ્તુવિષયક એવું કથન અયોગ્ય-અસત્ય કહેવાય, તેથી નયની એકાન્ત બુદ્ધિ સમગ્રતયા પ્રમાણભૂત ન કહેવાય.
Jain Education International
For Personal Private Use Only
www jainelibrary.org