________________
૮૩
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
તેની જેમ જે શાસ્ત્રમાં મોક્ષના ઉદ્દેશને અનુરૂપ જ વિધિ-નિષેધ અને તેના નિર્વાહ માટે ઉત્સર્ગ કે અપવાદ જણાવાયા હોય તે શાસ્ત્ર કષ અને છેદ પરીક્ષામાં ઉતીર્ણ થયેલું કહેવાય, આમ છતાં પણ શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલા પદાર્થોને જ્યારે સર્વ નયના આલંબનપૂર્વક ચાલતી વિચારસરણીરૂપ પ્રબળ અગ્નિથી તપાસવામાં આવે ત્યારે જ શાસ્ત્રની શુદ્ધતાનો અંતિમ નિશ્ચય થાય છે. તે વખતે જો શાસ્ત્રમાં જણાવેલા પદાર્થો દ્વારા મોક્ષ અસંભવ ન બની જતો હોય અને તેની પ્રાપ્તિના ઉપાયો વ્યર્થ પણ ન ઠરતા હોય, તો તે શાસ્ત્ર “તાપશુદ્ધ' કહેવાય. કેમકે, શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન મુક્તિમાર્ગ સમજાવવાનું છે, તેથી શાસ્ત્ર દ્વારા મુક્તિમાર્ગનું અવતરણ જે આત્મામાં થવાનું છે તે આત્માનું સ્વરૂપ કેવું છે તેનો યોગ્ય નિશ્ચય થવો પણ અતિ જરૂરી છે.
શાસ્ત્રમાં આત્માને જો એકાત્તે નિત્ય કે એકાન્ત અનિત્યરૂપે વર્ણવ્યો હોય, તો શાસ્ત્રમાં બતાવેલા વિધિ-નિષેધનું જે મોક્ષસ્વરૂપ તાત્પર્ય છે તે મલિન બની જાય, કેમ કે જો આત્માને અપ્રચુત-અનુત્પન્નસ્થિર એકરૂપ માનવામાં આવે તો મનુષ્યભવ આદિ પર્યાયો, આત્મા સાથે થતો કર્મનો બંધ, કર્મના કારણે થતાં જુદાં જુદાં પરિણામો આ બધુ કઈ રીતે ઘટી શકે ? અને જ્યારે આ બધું ન ઘટે ત્યારે તે શાસ્ત્રોનું મોક્ષરૂપી તાત્પર્ય અસંગત થાય અને મોક્ષની પ્રાપ્તિ માટે શાસ્ત્રમાં જણાવેલો સાધનામાર્ગ પણ વ્યર્થ જાય. વળી એકાન્ત નિત્ય પક્ષમાં આત્માની વર્તમાન અવસ્થામાં જો કોઈ ફેરફાર થવાનો જ ન હોય તો સાધકને શાસ્ત્રમાં જણાવેલા ઉપાયો સેવવાનો ઉત્સાહ ક્યાંથી જાગે ? તેથી આત્માને એકાન્ત નિત્ય માનનારાં શાસ્ત્ર તાપશુદ્ધ ન કહેવાય.
વળી, જો આત્માને એકાન્ત અનિત્ય માનવામાં આવે તોપણ મોક્ષરૂપ તાત્પર્ય સંગત ન થાય, કેમકે સાધનાની બીજી જ ક્ષણે જો સાધના કરનાર વ્યક્તિનું અસ્તિત્વ જ ન હોય તો સાધનાનું ફળ કોને મળે ? તેથી આત્માને એકાત્તે અનિત્ય કહેનારાં શાસ્ત્રો પણ તાપશુદ્ધ ન મનાય.
જે શાસ્ત્રોમાં આત્માને દ્રવ્યથી નિત્યસ્વરૂપે અને પર્યાયથી અનિત્યસ્વરૂપે વર્ણવ્યો હોય, તે અનેકાન્તદૃષ્ટિવાળાં શાસ્ત્રો સર્વનયોને આશ્રયીને થતા વિચારરૂપી પ્રબળ અગ્નિના તાપ દ્વારા પણ પરિપૂર્ણ શુદ્ધ સોનાની જેમ ચમકે છે એટલે તેના સહારે સાધક મોક્ષ સુખને-પરમાત્મ અવસ્થાને પામી શકે છે. રા .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org