________________
૭૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ :
પૂર્વ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ દૃષ્ટાંત દ્વારા એક વાતની રજુઆત કરી કે, “જેમ સવૈદ્ય ભલે રોગનાશ માટે દાહની સલાહ આપે તો પણ દાહ વખતે પીડા તો થાય જ છે. તેમ સ્વર્ગની ઈચ્છાથી ભલે વેદવિહિત એવો યજ્ઞ કરાય તો પણ તે યજ્ઞમાં થતી હિંસા દોષરૂપ તો છે જ.”
આ વાત સાંભળી વેદાન્તી શંકા કરે કે, “તમે જે દૃષ્ટાંત આપ્યું છે, તે વિસંગતિવાળું છે. કેમ કે હિંસા એ ભાવથી કરાયેલો દોષ છે એટલે જ્યાં અશુભ ભાવ હોય ત્યાં હિંસારૂપ દોષ લાગે છે જ્યાં અશુભ ભાવ નથી, પરંતુ કાંઈક પ્રાપ્ત કરવા જ અનિવાર્ય સંયોગમાં જ્યાં હિંસા કરવી પડે છે, ત્યાં હિંસાકૃત કર્મબંધ થતો નથી.
જ્યારે રોગાદિ અવસ્થામાં રોગનાશ માટે પણ જે દાહનો (અગ્નિનો) ઉપયોગ કરવામાં આવે છે તેમાં પણ દાહજન્ય પીડા તો દર્દીને થાય જ છે.”
આ રીતે વેદાન્તીઓ એમ જણાવે છે કે, ગ્રંથકારશ્રીએ આપેલા દૃષ્ટાંતમાં જ વિષમતા છે. હિંસામાં અશુભ ભાવ હોય તો હિંસાકૃત દોષ છે. અશુભ ભાવ ન હોય તો હિંસામાં દોષ નથી. જ્યારે દાહ વખતે તો શુભભાવ હોય કે ન હોય તો પણ દાહજન્ય પીડા તો થાય જ છે
આ રીતે વેદાન્તીએ જ્યારે દૃષ્ટાંતમાં વિસંગતિ બતાવી, ત્યારે તેનું ખંડન કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે, તું ભલે હિંસામાં અશુભ ભાવ ભળે તો જ દોષ છે, તેમ કહે છે, તોપણ જેઓ સાંસારિક સમૃદ્ધિની ઈચ્છાથી જ યજ્ઞગત હિંસા કરે છે, તેમાં પોતાનાં બાહ્ય સુખો માટે અન્યનાં સુખ-દુ:ખની ઉપેક્ષાનો પરિણામ છે. આ અશુભભાવ છે અને તે અવશ્ય કર્મબંધનું કારણ બને છે. પોતાનાં સુખ માટે અન્યની હિંસાની પ્રવૃત્તિમાં ભાવની મલિનતા કોઈ રીતે નષ્ટ થઈ જતી નથી. તેથી આવા યજ્ઞમાં ભાવકૃત દોષ કઈ રીતે દૂર થઈ શકે ? તેથી યજ્ઞગત હિંસામાં પણ ભાવકૃત દોષ જતો નથી પણ ઉભો જ રહે છે. આપણા
અવતરણિકા :
“વેદવિહિત હોવાને કારણે જ યજ્ઞગત હિંસા નિર્દોષ છે' - તેમ કહી હિંસામાં ભાવદોષનું નિરાકરણ કરવા પ્રયત્ન કરી રહેલા વેદાન્તીને ગ્રન્થકારશ્રી એવું માનવામાં બીજી શું આપત્તિ આવશે તે જણાવતાં
કહે છે
શ્લોક :
वेदोक्तत्वान्मनःशुल्या कर्मयज्ञोऽपि योगिनः । બ્રહ્મયજ્ઞ તીજીન્ત, ગ્રેના ? ર૬JI
શબ્દાર્થ : 9. વેરોક્તત્વનું - વેદમાં જણાવેલો હોવાને કારણે ૨. વર્મયજ્ઞોપ - કર્મયજ્ઞ પણ રૂ. મન:શુદ્ધયા - મનની શુદ્ધિ દ્વારા
મયજ્ઞ (સ્વરૂપ બને છે). ૧/૬. તિ રૂછન્ત: - એ પ્રમાણે ઇચ્છતા (માનતા) ૭. યોગિન: - (વેદાન્તી) યોગીઓ ૮. શ્યના - (વદોક્ત એવા પણ) શ્યનયાગને ૨/૧૦. વુિં ત્યર્નાન્તિ - શું કામ છોડે છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org