________________
વેદોની છેદ પરીક્ષા – ગાથા-૨૯
શ્લોકાર્થ :
વેદોક્ત હોવાથી કર્મયજ્ઞ પણ મનશુદ્ધિ દ્વારા બ્રહ્મયજ્ઞ સ્વરૂપ જ બને છે.” એવું માનતા (વેદાન્તી) યોગીઓ શ્યનયાગને શું કામ ત્યજે છે? ભાવાર્થ :
વેદાન્તીની એવી માન્યતા છે કે, “વેદમાં બતાવેલાં સર્વ અનુષ્ઠાનોથી મનની શુદ્ધિ થાય છે, તેથી વેદોક્ત એવા કર્મયજ્ઞથી પણ મનશુદ્ધિ થાય છે. આમ કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞનું ફળ આપતો હોવાથી કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ જ કહેવાય. આવી માન્યતાવાળા વેદાન્તીને ગ્રંથકારશ્રી સામો પ્રશ્ન કરે છે કે, જો વેદમાં કહેલાં સર્વ અનુષ્ઠાનો તમને સ્વીકાર્ય જ હોય તો તમારા યોગીઓ યેનયાગનો' શા માટે નિષેધ કરે છે ?
વિશેષાર્થ :
વેદાન્તીઓ કોઈપણ રીતે યજ્ઞગત હિંસાને નિર્દોષ સિદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, તેથી ગ્રન્થકારશ્રીએ જ્યારે સુખની ઇચ્છાથી જ કરાતા યજ્ઞમાં થતી હિંસામાં ભાવદોષ છે એવો આરોપ મુક્યો, ત્યારે વેદાન્તીઓ તે હિંસા વેદવિહિત છે માટે નિર્દોષ છે એવું સાબિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
વેદાન્તીઓનું કહેવું છે કે, જે કોઈ અનુષ્ઠાન વેદમાં જણાવેલું હોય તે મનની શુદ્ધિનું કારણ બને છે, આથી સમૃદ્ધિની ઇચ્છાથી કરાતા યજ્ઞમાં ભલે હિંસા હોય, પણ આવા યજ્ઞો પણ વેદમાં બતાવેલા છે, તેથી તે મનશુદ્ધિનું કારણ બને છે. મનશુદ્ધિનું કારણ થતું હોવાથી તે કર્મયજ્ઞો પણ બ્રહ્મયજ્ઞરૂપ બની શકે છે, તેથી આ યજ્ઞમાં થતી હિંસા પણ દોષયુક્ત રહેતી નથી.
વેદાન્તીના આવા ભાવને સમજીને, ગ્રંથકારશ્રી તેમને કહે છે કે, “જો તમારા માટે વેદમાં વિધાન કરેલી સાવદ્ય એવી પણ યજ્ઞાદિની ક્રિયા ચિત્તશુદ્ધિ કરતી હોવાથી ઉપાદેય અને આદરણીય બનતી હોય, તો પછી શત્રુઓના વધ માટે કરાતા શ્યનયાગને તમારા યોગીઓએ દુર્ગતિની પરંપરાનું કારણ કહી, હેયરૂપે શા માટે વર્ણવ્યો છે ?
ગ્રંથકારશ્રી આવો પ્રશ્ન કરી વેદાન્તીને એવું જણાવવા માંગે છે કે, જેમ વેદોક્ત એવો પણ શ્યનયાગ મનની શુદ્ધિ કરતો નથી, માટે જ યોગીઓ તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે, તેમ સ્વર્ગાદિ સમૃદ્ધિની કામનાથી કરાતા વેદોક્ત એવા અન્ય કર્મયજ્ઞો પણ મનની શુદ્ધિ કરે છે તેમ કહી શકાય નહીં. આથી સ્પષ્ટ છે કે, આવા યજ્ઞોમાં થતી હિંસા નિર્દોષ છે તેવું પુરવાર થતું નથી, તેથી જે શાસ્ત્ર આવી હિંસાનું વિધાન કરે તે છેદશુદ્ધ ગણાય નહીં. //રડા
1. શ્યનયાગ = શત્રુના વધ માટે કરાતો એક પ્રકારનો યજ્ઞ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org