________________
કષશુદ્ધિ - ગાથા-૨૦
વિશેષાર્થ :
આત્માને હિતકારી માર્ગમાં પ્રવર્તાવે અને અહિતકારી માર્ગમાંથી ઉગારે, તેવા વિધાનો જે શાસ્ત્રમાં હોય તે શાસ્ત્ર કષશુદ્ધ શાસ્ત્ર કહેવાય છે; પરંતુ જે શાસ્ત્રોમાં અર્થ અને કામ પુરુષાર્થની વાતો ભરેલી હોય, ધનોપાર્જન માટે અથવા ભૌતિક સુખ સામગ્રી મેળવવા માટે અનેક વિધિ-વિધાનો બતાવ્યા હોય, કામુક ભાવ પેદા થાય કે ઇચ્છિત ઇન્દ્રિયોનું સુખ મેળવવા શું કરવું જોઈએ તે જણાવ્યું હોય, શૃંગા૨૨સ આદિની વાતોથી જે શાસ્ત્રો લોકરંજન કરતા હોય, આ ઉપરાંત જે શાસ્ત્રોમાં તે તે દર્શનની મિથ્યા માન્યતાઓના પ્રચાર માટે કે અપસિદ્ધાંતોને વહેતા મૂકવા માટે અનેક પ્રકારની અસંભવિત હોય તેવી ઉપજાવી કાઢેલી કાલ્પનિક કથાઓ (કતૃપ્ત કથાઓ) ભરેલી હોય તે શાસ્ત્રો કષશુદ્ધ શાસ્ત્રો નથી.
વળી જે શાસ્ત્રોમાં તપાદિ અનુષ્ઠાનોના ફળરૂપે મોક્ષની વાત માત્ર પ્રાસંગિક રીતે જણાવી હોય, પણ મોક્ષનું કેટલું મહત્ત્વ છે, આત્માનું સુખ જ મેળવવા જેવું છે, તેવું પ્રધાનરૂપે સ્થાપિત ન કર્યું હોય, તે શાસ્ત્રો પણ કશુદ્ધ કહેવાતા નથી. આ ઉપરાંત જે શાસ્ત્રોમાં (ઉપદેશમાં) સંસારમાં શાંતિથી જીવી શકાય તે માટે સંતોષાદિ ગુણો કેળવવા, સંપ રાખવો, શિસ્ત જાળવવી, પ્રામાણિક રહેવું, સ્વચ્છતા જાળવવી, આર્ય સંસ્કૃતિ જીવંત રાખવી વગેરે વાતો મુખ્યપણે કરવામાં આવી હોય અને આનુષંગિક રીતે મોક્ષની વાતો હોય, તેવા શાસ્ત્ર (ઉપદેશ)ને કશુદ્ધ શાસ્ત્ર કહેવાતું નથી. અર્થ-કામની વાતો કે કાલ્પનિક કથાઓથી યુક્ત આવાં શાસ્ત્રો વાંચતાં, ‘એક માત્ર મોક્ષ પુરુષાર્થ કે તેના માટે જ ધર્મ પુરુષાર્થ આદરવા જેવો છે', તેવી બુદ્ધિ ઉત્પન્ન થતી નથી; પરંતુ જીવનમાં અર્થ-કામ પુરુષાર્થ જ કરવા જેવા લાગે છે. સ્વર્ગના ભૌતિક સુખોમાં ઉપાદેય બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી જ અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય ક૨વા કે અતીન્દ્રિય સુખ મેળવવા માટે આ શાસ્ત્ર કોઈ કામનું નથી.
૬૯
જ્યારે જૈન શાસ્ત્રોમાં મોક્ષ પુરુષાર્થ અને તેના માટે થતાં ધર્મ પુરુષાર્થની' સાથે સાથે અવસર પ્રાપ્ત અર્થકામ પુરુષાર્થનું અનુવાદરૂપે વર્ણન છે, તેથી ચારે પુરુષાર્થ અંતર્ગત અર્થ અને કામનું વર્ણન ત્યાં જોવા તો મળે છે, પરંતુ આત્મા માટે તે કેટલા અહિતકારી છે અને ત્યજવા યોગ્ય છે; તેમ જણાવવા માટે જ તે વાતો ક૨વામાં આવી છે. બાકી મુખ્યપણે તો મોક્ષની અને તેના કારણરૂપ ધર્મની જ વાત ક૨વામાં આવી છે, આથી જૈનદર્શનના શાસ્ત્રોને અર્થ-કામથી મિશ્ર ન કહેવાય. વળી જૈન શાસ્ત્રમાં જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જ સદ્ગતિ અને સત્સામગ્રી માટે પુણ્યબંધ આદિની વાતો પણ આનુષંગિક રીતે જ ક૨વામાં આવી છે અને તેને માત્ર મોક્ષની પ્રાપ્તિ માટેની સહાયક સામગ્રી તરીકે જ વર્ણવી છે, મુખ્ય ઉદ્દેશરૂપે નહીં. તેથી જૈનશાસ્ત્રો કષશુદ્ધ શાસ્ત્ર કહેવાય છે. જ્યારે પુરાણ આદિમાં કાલ્પનિક કથાઓ, અર્થ-કામની વાતો અને પ્રાસંગિક રીતે જ મોક્ષનું વર્ણન છે તેથી તે કશુદ્ધ કહેવાતા નથી.
ટૂંકમાં જે શાસ્ત્રમાં મોક્ષને પ્રધાન બનાવી, મોક્ષપ્રાપ્તિના એકમાત્ર ઉદ્દેશથી મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય અને તેની પ્રગતિ સરળ બને એવા આશયથી કથા કે હિતકારી ઉપદેશ કહેવાયા હોય તે જ શાસ્ત્ર કષશુદ્ધ બને છે; અન્ય નહીં. ૨૦॥
1. પુમર્યા હ્ર વત્તાર: જામાŽ તત્ર નમિનામ્। અર્થપૂતો નામધેયાવના પરમાર્થતઃ ।।૪૦।। अर्थस्तु मोक्ष एवैको धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः संसाराम्भोधितारणः ।।४१ ।।
Jain Education International
For Personal & Private Use Only
श्री हेमाचार्यकृत दीपोत्सवकल्पे ।।
www.jainelibrary.org