________________
૭૩
છેદશુદ્ધિ – ગાથા-૨૩ અહિંસાનું પાલન થાય તે રીતે કરવા, તે શાસ્ત્ર શાસનની રક્ષા કે ઉપસ્થિત થયેલ શાસનની પ્રભાવના જેવા મોટા કાર્યો અને ધ્યાન, અધ્યયન, અધ્યાપન, આવશ્યક ક્રિયા, વિહાર, લોચ, કાયક્લેશ આદિ સંયમ પોષક દૈનિક કે ક્યારેક ક્યારેક થતાં કાર્યો વગેરેને તો વિશેષ પ્રકારે સમિતિ-ગુપ્તિના ઉપયોગપૂર્વક કરવાનું કહે એમાં નવાઈ શું ? આથી જ જૈનશાસ્ત્રોમાં નાનાથી-મોટા પ્રત્યેક વ્યવહારોમાં સમિતિ-ગુપ્તિનું પાલન કેટલી કાળજીપૂર્વક કેટલા ઉપયોગપૂર્વકનું હોવું જોઈએ તેની વાતો અતિ સૂક્ષ્મતાથી અને પૂરા વિસ્તારથી કરવામાં આવી છે.
સમિતિ-ગુપ્તિના વર્ણન દ્વારા જૈન શાસ્ત્રોમાં સૂક્ષ્મથી બાદર અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તમામ જીવોની દ્રવ્ય-ભાવ અહિંસા કેવી રીતે આરાધવી અને ખુદ પોતાના આત્માની પણ ભાવ અહિંસા કઈ રીતે આરાધવી એનું સૂક્ષ્મતમ અને વિશદ વર્ણન કરવામાં આવ્યું હોવાથી જ જૈનશાસ્ત્ર છેદશુદ્ધિમાં સર્વથા ઉત્તીર્ણ થાય છે. રરો અવતરણિકા :
હવે વ્યતિરેક દૃષ્ટાંતથી છેદશુદ્ધિને જણાવતાં કહે છે – શ્લોક :
अन्यार्थं किञ्चिदुत्सृष्टं, यत्रान्यार्थमपोद्य(ह्य)ते ।
સુવિધિપ્રતિષં તત્, શાશં છેશુદ્ધિમત્ત" ૨૩ II શબ્દાર્થ : ' '
9. યત્ર - જેમાં = જે શાસ્ત્રમાં ર/રૂ. ક્રિશ્ચિ ન્યાર્થ - કોઈક અન્ય ઉદ્દેશથી ૪. ઉત્કૃષ્ટ - ઉત્સર્ગનું કથન હોય છે. (શિશ્ચિત) અન્યાર્થ- (અને કોઈક) અન્ય ઉદ્દેશથી ૬. કપોદ્યતે - અપવાદનું કથન હોય ૭. તદ્ - તે ૮. કુર્વિધિપ્રતિરેલ્વે - કુત્સિત વિધિનિષેધવાળું 8. શાસ્ત્ર - શાસ્ત્ર ૧૦/99. છેશુદ્ધિમતુ ન - છે શુદ્ધિવાળું નથી. શ્લોકાર્થ :
જ્યાં કાંઈક અન્યને ઉદ્દેશીને ઉત્સર્ગમાર્ગથી કથન હોય અને કાંઈક અન્ય વિષયને ઉદ્દેશીને અપવાદમાર્ગથી કથન હોય તે કુત્સિત વિધિ-નિષેધવાળું શાસ્ત્ર છેદશુદ્ધિવાળું નથી. ભાવાર્થ :
જે શાસ્ત્રમાં મોક્ષના ઉદ્દેશથી જૈસર્ગિક કથન કર્યું કે, “કોઈ જીવને હણવો નહિ” અને વળી બીજું આપવાદિક વિધાન કર્યું કે, “સ્વર્ગાદિની ઈચ્છાવાળાએ યજ્ઞ કરવો જોઈએ.” આમ મોક્ષાર્થક હિંસાનો નિષેધ કર્યા પછી પણ યજ્ઞ વિષયક હિંસાની જેમાં છૂટ હોય, તેવું કુત્સિત વિધિ-નિષેધવાળું શાસ્ત્ર છેદ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકતું નથી, પરંતુ જે શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદ બંને મોક્ષાર્થક હોય તે શાસ્ત્ર છેદથી શુદ્ધ બની શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org