________________
છેદશુદ્ધિ - ગાથા-૨૩
૭૫
વળી આ શ્લોકના પરમાર્થને વિચારતાં એક વાત એ પણ સ્પષ્ટ થાય છે કે, શાસ્ત્રના ઉત્સર્ગ અને અપવાદ જેમ એકાર્થક હોવા જોઈએ, તેમ એક જ પ્રયોજનના પોષક પણ હોવા જોઈએ. એટલે કે, જે શાસ્ત્રનાં પ્રત્યેક વિધાનો મોક્ષમાર્ગ અને મોક્ષના અનન્ય ઉપાયરૂપ સમાધિભાવનાં પોષક હોય તો જ તે શાસ્ત્ર છેદપરીક્ષાથી શુદ્ધ ગણાય તે સિવાય નહીં. મોક્ષમાર્ગને, મોક્ષમાર્ગને અનુરૂપ પરિણતિને કે સમતાને ઘાતક બને તેવા ઉત્સર્ગ કે અપવાદના આચારો ક્યારે પણ મોક્ષાર્થક બની શકે નહીં. જેમ કે દિગંબરના શાસ્ત્રમાં ઉત્સર્ગ-અપવાદનાં અનેક કથનો મોક્ષ માટે જ બતાવ્યાં છે. મોક્ષરૂપ એક જ ઉદ્દેશથી સમગ્ર વિધાનો હોઈ ઉપરછલ્લી દૃષ્ટિથી તો તેઓનું શાસ્ત્ર છેદથી શુદ્ધ લાગે. આમ છતાં ભગવાન દ્વારા પ્રરૂપિત સાપેક્ષ યતિધર્મ અને નિરપેક્ષ યતિધર્મના કથનોની ઉપેક્ષા કરીને, “નિષ્પરિગ્રહી સાધુએ વસ્ત્ર, પાત્ર રાખવાં નહિ” – એવું તેમનું મોક્ષાર્થક વિધાન પણ મોક્ષના કારણભૂત સમાધિભાવ આદિનું પોષક બનતું નથી. કેમ કે જેમની પાસે વસ્ત્રલબ્ધિ છે, તેવા સત્ત્વશાળી મુનિની વાત જુદી છે. બાકી સામાન્ય સાધુ જો વસ્ત્રનો ત્યાગ કરે તો તેમની બ્રહ્મચર્યની ગુપ્તિ જળવાતી નથી, અતિ ઠંડી આદિના સમયમાં સમાધિભાવ ટકતો નથી, માટે મોક્ષના ઉપાયભૂત ધ્યાનાદિમાં અંતરાય થાય છે. વળી પાત્રલબ્ધિવિહીનસાધુ પાત્ર ન રાખે તો આહાર નીચે પડતાં કીડી આદિ જીવોની કિલામણા થવાની સંભાવના રહે છે. આ રીતે આવી પ્રવૃત્તિઓ અહિંસક ભાવની પોષક બનતી નથી, માટે મોક્ષાર્થક પણ આ કથન શાસ્ત્રોક્ત વિધિ-નિષેધનું પોષક બનતું નથી, તેથી જ આવાં કથનવાળું દિગંબરોનું શાસ્ત્ર છેદશુદ્ધ શાસ્ત્ર કહેવાતું નથી. ll૧૩.
3. વસ્ત્રલબ્ધિ - સાધુની એક એવી લબ્ધિ કે જેના કારણે વસ્ત્ર ન હોય છતાં તેને જોઈ લોકોને જુગુપ્સા ન થાય કે) તે લોકમાં
નગ્ન ન દેખાય. 4. પાત્રલબ્ધિ - હાથમાં રાખેલ આહા૨ પાણીનો ઊંચો ઢગ થાય છતાં તેમાંથી એક ટીપું પણ નીચે ન પડે તેને પાત્રલબ્ધિ
કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org