________________
અધ્યાત્મનું લક્ષણ - ગાથા-૨
અધ્યાત્મનું લક્ષણ
ગાથા-૨-૩-૪
અવતરણિકા :
મંગલાચરણ આદિનું વર્ણન કર્યા પછી હવે ગ્રંથકારશ્રી ગ્રંથના વિષયભૂત “અધ્યાત્મની ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી વ્યાખ્યા કરતાં ગાથા ૨,૩,૪માં જણાવે છે
શ્લોક :
आत्मानमधिकृत्य स्याद्यः पञ्चाचारचारिमा । शब्दयोगार्थनिपुणास्तदध्यात्म प्रचक्षते ||२||
શબ્દાર્થ :
9. શોર્થનિપુII: - શબ્દનો યોગાર્થ કરવામાં નિપુણ (વિદ્વાનો) ૨. માત્માન ધન્ય - આત્માને આશ્રયીને રૂ. ય: - જે ૪. પાવારવરિHT - પંચાચારનો પ્રકર્ષ છે. ચાતુ - થાય છે) ૬/૭, તધ્યાત્મ - તેને અધ્યાત્મ ૮. પ્રવક્ષતે - કહે છે.
શ્લોકાર્થ :
શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને અર્થ કરવામાં કુશળ વિદ્વાનો આત્માને આશ્રયીને (આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષ્ય બનાવીને) પંચાચારનો જે પ્રકર્ષ પ્રાપ્ત થાય છે તેને અધ્યાત્મ કહે છે. ભાવાર્થ :
સામાન્યથી આત્માને આશ્રયીને, આત્મહિતને લક્ષ્યમાં રાખીને જે ક્રિયા કરાય તેને અધ્યાત્મ કહેવાય છે, પરંતુ શબ્દનો યોગાથે કરવામાં નિપુણ વિદ્વાનો અર્થાત્ નિશ્ચયનયને પ્રાધાન્ય આપનારા વિદ્વાનો આત્માને આશ્રયીને થતી સર્વ ક્રિયાને અધ્યાત્મ કહેતા નથી. તેઓ તો માત્ર આત્મહિતના ઉદ્દેશથી સર્વ શ્રેષ્ઠ કક્ષાના પંચાચારને જ અધ્યાત્મ કહે છે.
વિશેષાર્થ :
આત્મશુદ્ધિના લક્ષ્યપૂર્વક કરાતી મન-વચન-કાયાની કોઈપણ પ્રવૃત્તિને સામાન્યથી “અધ્યાત્મ' કહેવાય છે. તેમાં પણ વિષય-કષાયથી પર થઈને આંશિક પણ આત્મામાં સ્થિર થવું તે પ્રારંભિક કોટિનું અધ્યાત્મ' છે અને કષાયોનો સર્વથા નાશ કરી સર્વાશે આત્મભાવને પ્રગટ કરવો તે શ્રેષ્ઠ કક્ષાનું અધ્યાત્મ છે, આમ ભૂમિકાના ભેદથી અધ્યાત્મના અનેક પ્રકારો હોય છે. આમ છતાં મહામહોપાધ્યાયજી ભગવંતને સાધક પાસે અધ્યાત્મનું એક ઊંચું લક્ષ્ય બંધાવવું છે, તેથી તેઓ સૌ પ્રથમ અધ્યાત્મની અન્ય વ્યાખ્યાઓને ગૌણ કરી, તત્કાળ આત્માને પરમાત્મા બનાવી દે તેવી અધ્યાત્મની ઊંચી ભૂમિકાને દર્શાવતી શબ્દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org