________________
અતીન્દ્રિયમાર્ગમાં આગમની મહત્તા અને મર્યાદા - ગાથા-૯
આત્મા આદિ પદાર્થને જુએ ત્યારે તેણે પદાર્થને સંપૂર્ણ દૃષ્ટિથી જોયો તેમ કહેવાય છે; પરંતુ જ્યારે બે સાધનોમાંથી કોઈ એક જ સાધનનો ઉપયોગ કરાય ત્યારે તેની દૃષ્ટિ અપૂર્ણ છે તેમ કહેવાય છે, તેથી જે વસ્તુ તર્કસંગત દેખાય પણ આગમ તેમાં સાખ ન પૂરે અથવા જે વસ્તુ તર્કસંગત ન હોય અને કોઈક કહેવાતું શાસ્ત્ર એમાં સાખ પૂરે તો તેનાથી પદાર્થનો નિર્ણય થઈ શકે નહીં.
‘આત્મા’નો યથાર્થબોધ કરવા ઉપયોગી બનનારાં બન્ને સાધનો આ પ્રમાણે છે
૧ આગમ :
રાગ, દ્વેષ અને મોહ-અજ્ઞાનનો નાશ કરી જેઓ સર્વજ્ઞ વીતરાગ બને છે, તેમને આપ્તપુરુષ કહેવાય છે. આવા આપ્ત પુરુષો પોતાના કેવળજ્ઞાનમાં જે પદાર્થો જેવા છે, તેવા જુએ છે અને જગતના હિત માટે, જેવા જુએ છે તેવા યથાર્થ જ કહે છે. આવા આપ્તપુરુષના વચનમાં ક્યારેય ક્યાંય અસત્યની છાંટ હોતી નથી. આથી આવા આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે. આગમરૂપી આપ્તપુરુષના વચનના આધારે આત્માદિ પદાર્થોના અસ્તિત્વ અને સ્વરૂપનો નિર્ણય જરૂ૨ થઈ શકે છે.
૨ ઉપપત્તિ :
ઉપપત્તિનો અર્થ છે - અનુમાન. લિંગ દ્વારા થતા લિંગીના જ્ઞાનને અનુમાન કહેવાય છે. જેમ ધુમાડારૂપ લિંગને જોઈ પર્વતાદિ સ્થળોમાં અગ્નિસ્વરૂપ લિંગી છે, તેવું અનુમાન થાય છે. તે રીતે જડ એવા શ૨ી૨માં થતી ચેષ્ટાઓ (movement)કે વિવિધતાથી ભરેલા વિશ્વને જોઈ આત્મા, પુણ્ય, પાપ આદિ વિષયક અનુમાન પણ થઈ શકે છે. આવા અનુમાનને ઉપપત્તિ પ્રમાણ કહેવાય છે.
૪૫
આ ઉપપત્તિના પણ બે પ્રકાર છે : ૧. તથોપપત્તિ અને ૨. અન્યથા અનુપપત્તિ. તથોપપત્તિ એટલે જેના કાર્ય-કારણભાવ દેખાતા હોય, જેમ કે અગ્નિથી ધુમાડાની ઉપપત્તિ થાય છે, તેવું અનેક સ્થળે જોવા મળે છે; તેના કારણે ધુમાડો જોતાં અહીં અગ્નિ હોવો જોઈએ, તેવું અનુમાન કરી શકાય છે, આને તથોપત્તિ કહેવાય છે.
જ્યારે દશ્ય પદાર્થની બીજી રીતે સંગતિ ન થતી હોય ત્યારે અદશ્યની કલ્પના કરવી તે અન્યથા અનુપપત્તિ છે. ઘણાં એવાં કાર્યો હોય છે કે જેનાં કોઈ સ્પષ્ટ કારણો પ્રત્યક્ષ દેખાતાં ન હોય, તોપણ તે કાર્યનું કોઈક કા૨ણ તો માનવું જ પડે છે. જેમ કે, ‘પીનો વેવવત્તઃ વિવા ન મુત્ત્ત” દેવદત્ત નામનો કોઈક માણસ રુષ્ટ-પુષ્ટ દેખાય છે, પણ તેને કોઈએ દિવસે કદી ખાતાં જોયો નથી. ત્યાં અનુમાન કરવું પડે છે કે, એ રાત્રે ખાતો હોવો જોઈએ. આવા અનુમાનને અન્યથા અનુપપત્તિ કહેવાય છે.
ખાવું, પીવું, હાલવું, ચાલવું આદિ ક્રિયાઓ શરીરમાં દેખાય છે, આથી સ્થૂલદૃષ્ટિએ વિચારીએ તો આ બધી ક્રિયાઓનો સંચાલક શરીર જ લાગે, પણ મૃત શરીરમાં આ બધી ક્રિયાઓ થતી નથી, કેમકે તે જડ છે. તો પછી પૂર્વે જડ એવા પણ શરીરમાં ક્રિયાઓ કેવી રીતે થતી હતી ? આવો પ્રશ્ન ઉદ્ભવે ત્યારે માનવું જ પડે કે ચોક્કસ પ્રકારની ક્રિયાઓનો સંચાલક શરીરથી અન્ય કોઈક છે એટલે કે આત્મા છે.
શાસ્ત્રવચનનો આધાર લઈ જો આ પદાર્થ વિચા૨વામાં આવે તોપણ સ્પષ્ટ સમજાય કે, તે સંચાલક તત્ત્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org