________________
અતીન્દ્રિયમાર્ગમાં આગમની મહત્તા અને મર્યાદા - ગાથા-૧૧
४८
અવતરણિકા :
કેવળજ્ઞાન વિના આત્મદર્શન થતું નથી છતાં પણ શાસ્ત્રજ્ઞાન નિરર્થક નથી. કારણ કે શાસ્ત્રજ્ઞાન જ આત્મહિતની દિશા બતાવી શકે છે. તેવું જણાવી શાસ્ત્રજ્ઞાનની મહત્તા સ્થાપન કરતાં જણાવે છેશ્લોક :
शुद्धोञ्छांद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् ।
મતદgઈથ' તી પલ્પનિષેધનમ્ શબ્દાર્થ :
9. યથા - જે પ્રમાણે ૨. મૌતદન્ત: - ભૌત ગુરુને હણનાર વ્યક્તિનો રૂ/૪. તચ વસ્પર્શનિવેદનમ્ - તેના = ભૌત ગુરુને પગથી સ્પર્શ કરવાનો નિષેધ ૧/૬. હિતમ નો - હિતકારી નથી ૭. (તથા) શાસ્ત્રીજ્ઞાનિરપેક્ષસ્થ - (તેવી રીતે) શાસ્ત્રાજ્ઞા નિરપેક્ષ વ્યક્તિની ૮/૬. શુદ્ધોચ્છાદ્યરે - શુદ્ધ ભિક્ષાદિ પણ (નો રિતમ્) (હિતકારી નથી.) શ્લોકાર્થ :
ભૌતગુરુની હત્યા કરનાર વ્યક્તિનો ભોત ગુરુને પગથી સ્પર્શ કરવાનો નિષેધ જેમ હિતકારી નથી, તેમ શાસ્ત્રની આજ્ઞાને બાજુ ઉપર મૂકી શુદ્ધ ભિક્ષા આદિનો આગ્રહ રાખવો પણ હિતકારી નથી. ભાવાર્થ :
એક ભીલ રાજાએ મોરપીંછનું છત્ર મેળવવા માટે પોતાના ગુરુ એવા ભૌતાચાર્યની હત્યા કરાવી; પરંતુ તે વખતે પણ તેણે પોતાના સૈનિકોને સૂચના આપેલી કે, “ગુરુની આશાતનાથી બચવા, ગુરુને પગ ન લાગી જાય તેની ખૂબ કાળજી રાખજો.” તેનો આવો આશાતનાથી બચવાનો સારો ભાવ પણ હિતકારક બનતો નથી, કેમ કે “ગુરુને પગ લગાડવો' એ નાનું પાપ છે, જ્યારે “ગુરુને મારી નાંખવા' તે મોટું પાપ છે. તેની જેમ કોઈ વિવેક વિહોણો સાધક શાસ્ત્રાજ્ઞાને બાજુ પર મૂકી, આત્મહિત સાધવા માટે જો શુદ્ધ ભિક્ષાદિ ઉત્તમ સાધ્વાચારનું પાલન કરે તો તે પણ હિતકારી બનતું નથી, કેમ કે “અશુદ્ધ ભિક્ષા-એ નાનું પાપ છે અને શાસ્ત્ર-આજ્ઞાની ઉપેક્ષા કરવી” – એ મોટું પાપ છે. વિશેષાર્થ :
શુદ્ધ આત્મતત્ત્વનું દર્શન કેવળજ્ઞાનથી જ થઈ શકે છે અને શાસ્ત્રજ્ઞાન ભલે તેવું આત્મદર્શન કરાવવા સમર્થ ન હોય, છતાં પણ તે શુદ્ધ આત્માને પ્રગટ કરવાની ઇચ્છાવાળા સાધક માટે તો જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તે શાસ્ત્રજ્ઞાન જ ઉપયોગી બનવાનું છે, તેથી ગ્રંથકારશ્રી સાધકને આત્મહિતની સાચી દિશાનો બોધ કરાવવા અલગ અલગ દૃષ્ટિકોણથી શાસ્ત્રનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. પહેલા તેઓશ્રીએ જણાવ્યું કે માત્ર
એમ ત્રણ ઉપાયો દ્વારા બુદ્ધિને કસવાની વાત કરી છે. અપેક્ષાભેદે બન્ને વાતો યોગ્ય છે. આત્મા વિદ્યમાન છે અને તેનું સ્વરૂપ કેવું છે તેટલો માત્ર બોધ કરવા માટે આગમ અને અનુમાન એ બે જ ઉપાયો જરૂરી છે, પણ આત્માના સુખમય સ્વરૂપનો અનુભવ કે સાક્ષાત્કાર કરવા આ બે ઉપાયો ઉપરાંત યોગાભ્યાસ પણ અનિવાર્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org