________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
કષશુદ્ધિ ગાથા-૧૮-૧૦-૨૦
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં કષ, છેદ અને તાપ વડે શાસ્ત્રની પરીક્ષા કરવાનું જણાવ્યું, તેમાં શાસ્ત્રવિષયક કષ-શુદ્ધિ શું છે તે બતાવતાં કહે છેશ્લોક :
विधयः प्रतिषेधाष्टों, भूयांसो यत्र वर्णिताः ।
અધિBIRT દ્રશ્યને શુદ્ધ *િ તાJ૨૮]] શબ્દાર્થ :
9. યત્ર - જે (શાસ્ત્રોમાં ૨. વતા: - વર્ણન કરાયેલા રૂ. મૂય: - ઘણાં ૪/૬ વિધય: પ્રતિવેધાણા - વિધિ અને પ્રતિષધો ૬. પ્રાથિજારા: - એક અધિકારવાળા ૭. ડ્રયન્ત - દેખાય છે ૮, તામ્ - તેને (વિદ્વાનો) ૧. પશુદ્ધિ - (શાસ્ત્ર વિષયક) કષશુદ્ધિ ૭૦, વનિ - કહે છે.
શ્લોકાર્થ :
જે શાસ્ત્રમાં વર્ણન કરાયેલા ઘણાં વિધિ અને પ્રતિષધો (મોક્ષરૂ૫) એક અધિકારવાળા દેખાય છે, તેને શાસ્ત્રકારો શાસ્ત્ર સંબંધી કષ-શુદ્ધિ કહે છે.
ભાવાર્થ :
જે શાસ્ત્રમાં વર્ણન કરાયેલ ઘણાં વિધિવાક્યો અને નિષેધવાક્યો પરમહિતરૂપ જે મોક્ષ છે, તે રૂપ એક અધિકારવાળા અર્થાત્ મોક્ષનું કારણ બને તેવાં દેખાય તે શાસ્ત્ર કષથી શુદ્ધ ગણાય છે. વિશેષાર્થ :
સુવર્ણની પરીક્ષા માટે જેમ પ્રથમ તેની કષ પરીક્ષા થાય છે, તેમ આ શાસ્ત્ર કષથી શુદ્ધ છે કે નહિ ? તેની તપાસ માટે શાસ્ત્રમાં બતાવેલા વિધાનો-વિધિવાક્યો અને નિષેધો-નિષેધવાક્યો આત્માના સુખરૂપ મોક્ષના કારણભૂત છે કે નહિ ? તે અત્યંત સૂક્ષ્મતાથી તપાસવું જોઈએ. તેમાં જે વાક્યમાં મોક્ષ મેળવવા માટે અમુક વસ્તુ કરવી જોઈએ એવું વિધાન કર્યું હોય એટલે કે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, તત્ત્વની શ્રદ્ધા આદિ ધર્મોનું સેવન કરવું જોઈએ - એવું કહ્યું હોય, તે વિધિ વાક્ય કહેવાય છે અને જે વાક્યોમાં મોક્ષ મેળવવા માટે કોઈ અધર્મ આદિ અમુક વસ્તુ ન કરવી જોઈએ એવો નિષેધ કર્યો હોય એટલે કે; હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ, ક્રોધ, માન, માયા, લોભ, તત્ત્વની અશ્રદ્ધા આદિનો ત્યાગ કરવો જોઈએ - એવું કહ્યું હોય, તેને પ્રતિષેધ વાક્યો કહેવાય છે. દા.ત. ‘૩પયશ સંવરઃ' એ વિધિ વાક્ય છે અને “માશ્રવ: સર્વથા દેવઃ' એ નિષેધ વાક્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org