________________
૩૪
અધ્યાત્મ ઉપનિષદ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
શાસ્ત્ર પરીક્ષાની વિધિ
ગાથા-૧૭
અવતરણિકા :
આ જગતમાં અનેક મતો-દર્શનો છે અને સર્વ મતનાં શાસ્ત્રો પણ અલગ-અલગ છે. વળી સૌ કોઈ એમ માને છે કે, અમારાં શાસ્ત્રો સર્વજ્ઞકથિત છે અને શાસન તથા ત્રાણ શક્તિથી યુક્ત છે, પણ તે દરેક શાસ્ત્રો ભિન્ન-ભિન્ન પ્રવૃત્તિને બતાવનાર છે, માટે હિતેચ્છને મૂંઝવણ થાય કે કયા શાસ્ત્રના આધારે પ્રવૃત્તિ કરવી? આ મૂંઝવણમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
परीक्षन्ते कषच्छेदतापै: स्वर्णं यथा' जनाः ।
શડ િવશુદ્ધિ પરસન્ત તથા વધાઃ j[૨૭]. શબ્દાર્થ :
9.યથા - જે પ્રમાણે ૨. નના: - લોકો રૂ. પચ્છેદ્રતાપે - કષ, છેદ અને તાપ વડે ૪. સ્વ" - સોનાની છે. પરીક્ષત્તે - પરીક્ષા કરે છે. ૬/૭. તથા વધા: - તે પ્રકારે વિદ્વાનોએ ૮, શાસ્ત્ર - શાસ્ત્રવિષયક છે. ૩પ - પણ ૧૦. વર્ષાશુદ્ધિ - વર્ણિકાશુદ્ધિની 99.પરીક્ષન્તા - પરીક્ષા કરવી જોઈએ. શ્લોકાર્થ :
જે પ્રકારે લોકો કષ, છેદ અને તાપ વડે સુવર્ણની પરીક્ષા કરે છે, તે પ્રકારે વિદ્વાન પુરુષો શાસ્ત્રવિષયક પણ વર્ણિકાશુદ્ધિ'ની પરીક્ષા કરે. ભાવાર્થ : કિંમતી સુવર્ણને ખરીદતાં પહેલાં તેમાં ઠગાઈ ન જવાય તે માટે તેની કષ, છેદ અને તાપથી પરીક્ષા કરાય છે. તે જ પ્રકારે જે શાસ્ત્રના આધારે મોક્ષરૂપ પરમતત્ત્વને પ્રાપ્ત કરવાનું છે, તે શાસ્ત્રમાં પણ ક્યાંય ઠગાઈ ન જવાય તે માટે બુધ પુરુષોએ શાસ્ત્રવિષયક પણ વર્ણિકાશુદ્ધિની કષ, છેદ અને તાપથી પરીક્ષા કરવી જોઈએ. વિશેષાર્થ :
સુવર્ણની કિંમત જેમને સમજાઈ છે, તેવા લોકો સુવર્ણની ખરીદી કરતાં પહેલાં સુવર્ણની ત્રણ રીતે પરીક્ષા કરે છે. સૌ પ્રથમ કસોટીના પત્થર ઉપર સુવર્ણને ઘસવામાં આવે છે, ઘસતાં જો શુદ્ધ રેખા દેખાય તો તે કષશુદ્ધ સુવર્ણ કહેવાય છે. ઉપરથી શુદ્ધ છતાં સોનું અંદરથી શુદ્ધ છે કે નહિ, તેની તપાસ માટે સુવર્ણને છીણીથી
1. વર્ણિકા=શબ્દરચના અને તેની શુદ્ધિ=શબ્દરચનાથી બનેલાં શાસ્ત્રો મોક્ષમાર્ગ માટે ઉપકારક છે કે નહિ ? તેની તપાસ
કરવી તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org