________________
શાસ્ત્રની વ્યાખ્યા અને સ્વરૂપ – ગાથા-૧૨
પ૩
શાસ્ત્રની વ્યાખ્યા અને સ્વરૂપ
ગાથા-૧૨-૧૩-૧૪-૧૫-૧૬ અવતરણિકા :
શાસ્ત્રની મહત્તા સાંભળ્યા પછી આત્મહિતના ઇચ્છુક શિષ્યને અવશ્ય જિજ્ઞાસા થાય કે – “શાસ્ત્ર કોને કહેવાય ? અને કોના વચનને શાસ્ત્ર માની શકાય ?” તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક :
शासनात् त्राणशक्तेष्टो, बुधै': शास्त्रं निरुच्यते ।
वचनं वीतरागस्यं, तत्तु नान्यस्य कस्यचित् ||१२|| શબ્દાર્થ :
9. શાસનાતુ - શાસન કરતું હોવાથી ૨. ત્રાવિક્તઃ ઘ - અને રક્ષણ કરવાની શક્તિ હોવાથી રૂ. ૩ઃ - બુધો વડે ૪. શાસ્ત્ર - શાસ્ત્ર છે. નિરુતે - કહેવાય છે. ૬/૭. તતુ તુ - તે (શાસ્ત્ર) તો ૮/૧. વીતરા0િ વરનં - વીતરાગનું વચન છે ૧૦/૧૧/૧૨. સચચ વર્ચાવિ ન - અન્ય કોઈનું (વચન) નહીં. શ્લોકાર્થ :
(શાસ્ત્ર) શાસન અને રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે છે, તેથી જ બુદ્ધિશાળી પુરુષો તેને “શાસ્ત્ર' કહે છે. તે શાસ્ત્ર તો વીતરાગનું વચન જ છે; અન્ય કોઈનું વચન નહીં. ભાવાર્થ : "
શાસ્ત્ર' શબ્દ બે ધાતુથી બનેલો છે, શાસ્ અને 2. તેમાં ‘શાસ્' ધાતુનો અર્થ છે શાસન કરવું અર્થાત્ હિતનો માર્ગ બતાવવો અને 2' ધાતુનો અર્થ છે રક્ષણ કરવું. જે વચન હિતનો માર્ગ બતાવવાનું અને દુ:ખ-દુર્ગતિથી પ્રાણીની રક્ષા કરવાનું સામર્થ્ય ધરાવે છે, તે વચનના સંગ્રહને શાસ્ત્ર કહેવાય છે. આવું સામર્થ્ય માત્ર વીતરાગના વચનમાં જ હોય છે, અન્ય કોઈના વચનમાં નહીં, તેથી વીતરાગનું વચન એ જ શાસ્ત્ર છે. વિશેષાર્થ :
શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાની ઇચ્છાવાળા સાધકોને માટે આત્મા વગેરે અતીન્દ્રિય પદાર્થોનો બોધ મેળવવા કે આત્મશુદ્ધિના ઉપાયસ્વરૂપ સાધ્વાચારનું પાલન કરવા એક શાસ્ત્ર જ આલંબન છે. પરંતુ જગતમાં અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર વગેરે અનેક ભૌતિક શાસ્ત્રો પણ છે અને આત્માની વાતો કરનારા અનેક ધર્મશાસ્ત્રો પણ છે. આમાંથી ક્યા શાસ્ત્રોનો સહારો લઈ સાધનાના માર્ગે આગળ વધવું ? તે એક મોટી મૂંઝવણ છે, જેને સૂલઝાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે, જે વચનના આધારે ચાલવાથી આત્માનું હિત સુનિશ્ચિત હોય અને જે વચનનો સહારો લેવાથી દુ:ખ અને દુર્ગતિથી રક્ષણ થઈ શકતું હોય, તેવા વચનના સંગ્રહને જ શાસ્ત્રી 1. શાસ્ = શાસન કરવું + ઐ = 2 = રક્ષણ કરવું = શાસ્ત્ર. શબ્દની આવી વ્યુત્પત્તિ કેવળ પ્રત્યય અને પ્રકૃતિના વિભાગને
લક્ષ્યમાં રાખીને નથી કરેલી, પરંતુ આ એક પારિભાષિક વ્યુત્પત્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org