________________
શાસ્ત્રની વ્યાખ્યા અને સ્વરૂપ - ગાથા-૧૭
અવતરણિકા :
પૂર્વમાં કહ્યું છે, શાસ્ત્રનો આદર સર્વ સિદ્ધિનું કારણ છે. શાસ્ત્રનો આદર કરવો એટલે શાસ્ત્રરૂપ ચક્ષુથી પદાર્થનું અવલોકન કરીને તેને અનુસારે ત્રણેય યોગોને અને આત્મપરિણતિને પ્રવર્તાવવા. ત્યાં પ્રશ્ન થાય કે, આવી શાસ્ત્રરૂપ ચક્ષુ કોને હોય છે ? અને જેની પાસે આ શાસ્ત્રરૂપી ચક્ષુ હોતી નથી તેમની પાસે કઈ ચક્ષુ હોય છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
શ્લોક :
મ
चर्मचक्षुर्भृतः सर्वे देवाद्यावधिचक्षुषः " । સર્વતરાક્ષુષ: સિદ્ધા, યોશિનઃ ચક્ષુષ: IIII
શબ્દાર્થ :
૧. સર્વે - સર્વ ૨. વર્મવક્ષુષ્કૃતઃ - ચર્મચક્ષુને (ચામડાની આંખને) ધારણ કરનારા છે. રૂ. તેવાઃ હૈં - અને દેવો ૪. વધઘક્ષુષ: - અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે. ૬. સિદ્ધાઃ - સિદ્ધો ૬. સર્વતઃ ચક્ષુષ - સર્વ ત૨ફથી (આત્મપ્રદેશથી ઉપયોગરૂપ) ચક્ષુવાળા છે. ૭. યોશિન: - યોગીઓ ૮. શાસ્ત્રવક્ષુષ: - શાસ્ત્રરૂપી ચક્ષુવાળા છે.
શ્લોકાર્થ :
૬૧
જગતના સર્વજીવો ચર્મચક્ષુને ધારણ કરનારા છે, દેવતાઓ અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે, સિદ્ધભગવંતો ચોમેર (ઉપયોગરૂપ) ચક્ષુવાળા છે અને યોગીઓ શાસ્ત્રરૂપી ચક્ષુવાળા છે.
ભાવાર્થ :
વ્યવહા૨થી આકાર કે નિલ, પિત આદિ વર્ણ વગેરે સ્વરૂપ રૂપને જોવાના ઉપયોગમાં આવતી ચક્ષુરિન્દ્રિયને જ જગત ચક્ષુ તરીકે જણાવે છે, પરંતુ પરમાર્થની દૃષ્ટિએ જોઈએ તો જે જે સાધનો પદાર્થનો બોધ કરાવવામાં સમર્થ હોય તે સર્વ સાધનોને ચક્ષુ કહી શકાય, અને તે સર્વે ઇન્દ્રિયો ચામડાથી બનેલી હોવાથી તેને ચર્મચક્ષુ કહેવાય છે. જગતના જીવો ચામડાની આંખથી જગતવર્તી પદાર્થોનું જ્ઞાન કરી, ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ કરે છે. દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુથી જુએ છે; સિદ્ધભગવંતો સર્વતઃ ઇં સર્વ આત્મપ્રદેશોથી પદાર્થને જોનારા છે અને યોગીપુરુષો શાસ્ત્રરૂપી ચક્ષુથી પદાર્થોનો બોધ કરી પ્રવૃત્તિ કરે છે, માટે તેઓ શાસ્ત્રરૂપી ચક્ષુવાળા છે. આથી અધ્યાત્મની પ્રાપ્તિના અર્થીએ યોગીની જેમ શાસ્ત્રરૂપ ચક્ષુથી જોવાનો યત્ન કરવો જોઈએ.
વિશેષાર્થ :
Jain Education International
આત્માનો સ્વભાવ અનંત જ્ઞાનમય છે, આમ છતાં કર્મના આવરણને કારણે દરેક આત્માઓ સર્વ પદાર્થને આત્મસાક્ષાત્પણે જોઈ શકતા નથી. તેથી પદાર્થનું દર્શન ક૨વા મનુષ્ય અને તિર્યંચો પોતાને પ્રાપ્ત થયેલી ચામડાની આંખોનો ઉપયોગ કરે છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો આંખ સાથે પાંચે ઇન્દ્રિયોથી પદાર્થો સંબંધી જ્ઞાન કરી શકે છે. જ્યારે તે સિવાયના તિર્યંચો પોતાને જે જે ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ છે તેનાથી પદાર્થો
For Personal & Private Use Only
www.jainelibrary.org