________________
શાસ્ત્રની વ્યાખ્યા અને સ્વરૂપ - ગાથા-૧૩
ભાવાર્થ :
રાગ-દ્વેષ અને મોહ (અજ્ઞાન), આ ત્રણ અસત્ય ભાષણનાં કારણો છે. વીતરાગમાં આ ત્રણેય કારણોનો સર્વથા અભાવ હોવાથી તેઓ કદી પણ અસત્ય બોલતા નથી. આવા વીતરાગ ભગવંતના હિતકારી સન્માર્ગને બતાવનાર વચન ઉપર જે અવિશ્વાસ થાય છે, તે ખરેખર મહામોહનો વિલાસ છે. મોહની બલવત્તા વિના વીતરાગના વચન ઉપર ક્યારેય અશ્રદ્ધા-અવિશ્વાસ થતો નથી.
વિશેષાર્થ :
અસત્ય બોલવાનાં મુખ્ય ત્રણ કારણો છે : રાગ, દ્વેષ અને અજ્ઞાન. જીવ જ્યારે પણ અયથાર્થ બોલે છે, અયોગ્ય વચન ઉચ્ચારે છે, આત્માના હિતાહિતનો વિચાર કર્યા વિના જેમ તેમ કથન કરે છે, ત્યારે તેના મૂળમાં આ ત્રણ પૈકીના કોઈપણ એક, બે કે ત્રણેય દોષો જ કારણભૂત હોય છે.
તેમાં સૌ પ્રથમ છે - રાગ.
૫૫
કોઈપણ વસ્તુ કે સંયોગોમાં રંગાવું, તેમાં આસક્તિ કરવી, મનનું તે તરફ ખેંચાવું, તેમાં ગમો કે રુચિ પ્રગટવી તેનું નામ રાગ છે. કોઈપણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે વિચારધારા પ્રત્યેનો રાગ કે ખેંચાણ વ્યક્તિને અસત્ય બોલવા પ્રેરિત કરે છે. સ્વમતનો રાગ, પોતાની માન્યતાની રુચિ અને પોતાની ગણાતી વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની લાગણી, તેને તે વસ્તુના સંરક્ષણ, પાલન અને સંવર્ધનાદિ માટે અસત્યના માર્ગે લઈ જાય છે.
અસત્ય 'કથનનું બીજું કારણ છે - દ્વેષ.
કોઈપણ વસ્તુ, વ્યક્તિ પરિસ્થિતિ કે વિચારધારા પ્રત્યેનો અણગમો, અરુચિ, તેનાથી દૂર થવાની કે તેને દૂર કરવાની ભાવના તે દ્વેષ છે. દ્વેષવાન વ્યક્તિ કે વસ્તુ આવી ન જાય, ન ગમતા મતો કે માન્યતાઓ ફાવી ન જાય, તે માટે જીવો અનેક રીતે જૂઠનો આશ્રય લેતા હોય છે.
અસત્ય કથનનું ત્રીજું કારણ છે અજ્ઞાન.
એ જ રીતે કોઈપણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે વિચારધારાનું અજ્ઞાન અસત્ય બોલવામાં નિમિત્ત બને છે. આ અજ્ઞાન પણ ત્રણ પ્રકારનું છે.
૧-અનધ્યવસાય- વસ્તુ વગેરેનાં અસ્તિત્વ કે સ્વરૂપ વગેરેનો ખ્યાલ ન હોવો.
૨-સંશય- વસ્તુ વગેરેના અસ્તિત્વ કે સ્વરૂપ વગેરેની બાબતમાં આમ હશે કે તેમ હશે તેવી શંકા હોવી.
૩-વિપર્યય- વસ્તુ વગેરેની અસ્તિત્વ અને સ્વરૂપની બાબતમાં તે જેવું હોય તેના કરતાં ઊંધી સમજ-બોધ હોવો. આ રીતે ત્રણ પૈકી કોઈપણ પ્રકારના અજ્ઞાનના કારણે પણ અસત્ય બોલવાનું થાય છે અને ઘણીવા૨ તો આ અજ્ઞાનના કા૨ણે જીવો અનિચ્છાથી પણ અસત્ય બોલે છે.
રાગી, દ્વેષી અને અજ્ઞાની જીવો; ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે, અનિષ્ટ વસ્તુથી છૂટવા માટે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org