________________
અધ્યાત્મનું લક્ષણ – ગાથા-૩
મૈત્રી ભાવના : “પરે હિતમતિર્મેત્રી'
સામાન્ય લોકો “એક બીજા પ્રત્યેના સ્નેહભાવને કે પરસ્પર અનુભવાતી અનુકૂળતાને મૈત્રી કહે છે. જ્યારે વિશાળ હૃદયવાળા જૈન શાસ્ત્રકારો મૈત્રીની એક આગવી વ્યાખ્યા કરે છે. તેઓ જણાવે છે કે, “પરહિવત્તા મૈત્રી' કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના કે કોઈ સંબંધની અપેક્ષા રાખ્યા વિના જગતના જીવમાત્રના હિતની ચિંતા, તેમનું ભલું કરવાની ભાવના કે તેમને સાચું સુખ પમાડવાની વિચારણા એ મૈત્રી ભાવના છે.
આ ભાવનાના પરિણામે જગતના જીવમાત્ર મિત્ર જેવા લાગે છે. તેમાં સામી વ્યક્તિ મને અનુકૂળ છે કે પ્રતિકૂળ તેવો વિચાર હોતો નથી. મારા અને પરાયાનો ભેદ હોતો નથી. માત્ર સૌનું ભલું કરવાનો, સૌને આત્મિક સુખ પમાડવાનો તલસાટ હોય છે. “આ મારું કુટુંબ, આટલા જ મારાં સગાં કે સ્વજન, મારે આટલાંનું જ જોવાનું કે વિચારવાનું' આવી સ્વાર્થ કે સંકુચિત વૃત્તિ મૈત્રી ભાવનાના પ્રભાવે નાશ પામે છે. વસુધેવ કુટુમ્'ની અતિ ઉમદા વૃત્તિ પ્રગટે છે. જેના કારણે સહિષ્ણુતા, કૃતજ્ઞતા, પરોપકારિતા, આદિ અનેક સગુણો સહજ ખીલી ઉઠે છે. આ સર્વે ગુણોના કારણે સાધકની બાહ્ય પ્રવૃત્તિમાં સ્વાભાવિક રીતે જ કોઈ જીવને પીડા ન થાય તેવું ઔચિત્યયુક્ત વર્તન જોવા મળે છે. આ ભાવનાથી કષાયની માત્રા ઘટે છે. રાગ, દ્વેષના સંસ્કારો નાશ પામે છે. સૌ કોઈને સુખી, સારા અને સ્વાધીન જોવાનું મન થાય છે. અશુભ સંકલ્પ-વિકલ્પોની હારમાળા અટકે છે. હૃદયની સંકુચિતતા નાશ પામે છે, વિશાળતા પ્રગટે છે. જેના પરિણામે આત્મભાવમાં સ્થિર થવા માટેની ઉચ્ચ-ઉચ્ચતર ભૂમિકાઓનું સર્જન થાય છે, આથી જ રૂઢિ અર્થને અનુસરનારા વિદ્વાનો મૈત્રી આદિ ભાવથી વાસિત ચિત્તને અધ્યાત્મ કહે છે. પ્રમોદ ભાવના: “અવિતા કુળનોન'
પ્રમોદ એટલે પ્રકૃષ્ટ આનંદ, સંતોષ. કોઈની સારી સ્થિતિ, કોઈના ગુણો કે આધ્યાત્મિક ઉન્નતિ જોઈને હર્ષિત થવું કે ચિત્તમાં આનંદ ધારણ કરવો તે પ્રમોદભાવના છે.
આ ભાવનાથી ભાવિત થયેલો સાધક ગુણવાનને જોઈ રોમાંચિત બને છે, તેની આંખોમાં હર્ષના આંસુ ઊભરાઈ આવે છે, તેના કાન ગુણવાનની કથા સાંભળવા આતુર અને ઉત્સુક રહેતા હોય છે, ગુણ કે ગુણીનું સન્માન કરવા, તેમની સ્તુતિ કરવા તે સદા ઉત્સાહિત હોય છે. .
ગુણવાન પ્રત્યેનો આવો પ્રમોદ ગુણ પ્રત્યેની રુચિ પ્રગટાવે છે. આ રુચિ ગુણપ્રાપ્તિમાં વિઘ્ન કરનારા કર્મોને વિદારી ગુણપ્રાપ્તિને સુલભ બનાવે છે. તથા ગુણવાન પ્રત્યે થતી ઇર્ષ્યા, અસૂયા, પ્રદ્વેષ, અભાવ, દુર્ભાવ, અણગમો વગેરે દોષોથી મનને દૂર રાખી દોષોના સંસ્કારોનો સમૂળ નાશ કરે છે.
સર્વદોષોનો નાશ કરી ગુણસમૃદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવવાની ઇચ્છા ધરાવતા સર્વ સાધકોએ આ પ્રમોદ ભાવનાથી ચિત્તને ભાવિત કરવું જોઈએ. કેમ કે, ગુણના પક્ષપાત વિના ઉત્તમ એવી બાહ્ય આચરણા કે અધ્યાત્મની વિચારણા પણ ગુણો પ્રગટ કરવામાં સહાયક બનતી નથી, માટે જ ગુણના પ્રકૃષ્ટ પક્ષપાતવાળી આ પ્રમોદભાવનાથી વાસિત ચિત્તને જ રૂઢિને અનુસરતા વિદ્વાનો અધ્યાત્મ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org