________________
४०
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
-
અતીન્દ્રિયમાર્ગમાં તર્કની મર્યાદા
ગાથા-૭-૮
અવતરણિકા :
નયકૃત ભ્રાંતિ ન ટળવાના કારણે એકાન્ત દૃષ્ટિમાં અટવાયેલો મધ્યસ્થભાવ વગરનો પુરુષ તુચ્છ આગ્રહવશ યુક્તિને પોતાની તરફ ખેંચે છે, તે જોયા પછી હવે તેની તે કુયુક્તિઓ કેવી હોય છે અને કેવા અનર્થનું કારણ બને છે, તે દૃષ્ટાંત દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે
શ્લોક :
Jain Education International
.
अनर्थायैव ं नार्थाय ं, जातिप्रायाथयुक्तयः ।
हस्ती हन्तीति' वचने', प्राप्ताप्राप्तविकल्पवत् ॥७॥
શબ્દાર્થ :
૧/૨.૪ હસ્તી ઇન્તીતિ - અને વળી ‘હાથી મારે છે' એ પ્રકારના રૂ. વઘને - વચનમાં ૪. પ્રાપ્તાપ્રાપ્તવિવત્ - પ્રાપ્ત - અપ્રાપ્તના વિકલ્પની જેમ /૬. નાતિપ્રાયાઃ યુવત્તયઃ - જાતિપ્રાય: યુક્તિઓ ૭. નર્થાય - અનર્થને માટે ૮. વૅ - જ (થાય છે.) ૧. નાર્થાય - અર્થ (પ્રયોજનની સિદ્ધિ) માટે નહીં.
શ્લોકાર્થ :
‘હાથી મારે છે’ – આવું વચન સાંભળતાં ‘તે પ્રાપ્તને મારે કે અપ્રાપ્તને મારે' (અડેલાને મારે કે, નહિ અડેલાને મારે ?) - એવા વિકલ્પની જેમ જાતિપ્રાય: (દોષવાળી) યુક્તિઓ અનર્થકારી જ થાય છે, તેનાથી કોઈ લાભ થતો નથી.
ભાવાર્થ :
ગાંડો હાથી પાછળ પડ્યો હોય અને તેનો મહાવત ખસી જવા બૂમો પાડતો હોય ત્યારે કોઈ મૂર્ખ દલીલ ક૨વા બેસે કે, આ હાથી તેને અડેલાને મારે કે ન અડેલાને મારે તો અવસર ચુકાઈ જાય અને તે મૂર્ખ હાથીનો ભોગ બની જાય. તેવી જ રીતે આત્મા આદિ અતીન્દ્રિય પદાર્થોને જાણ્યા વિના તેના સંબંધી માત્ર તર્ક-વિતર્ક કરવાથી કાંઈ વળતું નથી. ઊલટાનું આવા તર્કો ક૨વામાં અટવાઈ જવાથી જીવન વેડફાઈ જાય છે અને અનાદિકાળનો ભ્રમ અકબંધ રહે છે, તેથી જ કહ્યું છે કે, કુયુક્તિઓથી પ્રયોજનની સિદ્ધિ તો થતી જ નથી, પણ ઘણો અનર્થ થાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org