________________
૪૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર અવતરણિકા :
જાતિપ્રાય: યુક્તિઓ અનર્થ માટે થાય છે' - તેવું જાણ્યા પછી કોઈને એવી શંકા થઈ શકે છે કે – કુયુક્તિથી આત્માદિ પદાર્થનો સમ્યગુ બોધ ન થઈ શકે એ વાત બરાબર, પરંતુ સમુચિત યુક્તિનો આશ્રય કરવામાં આવે તો, આત્માદિ પદાર્થનો નિર્ણય થઈ શકે ને ? – આવી શંકાનું સમાધાન કરતાં કહે છેશ્લોક :
ज्ञायेरन् हेतुवादेन' पदार्था यद्यतीन्द्रियाः ।
कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निष्टायः ||८|| શબ્દાર્થ :
9. વઢિ . જો ૨. દેતુવાન - હેતુવાદથી – યુક્તિવાદથી રૂ. અતીન્દ્રિયા: - અતીન્દ્રિય ૪. પાથ: - પદાર્થો છે. જ્ઞારનું - જણાય (જાણી શકાય) ૬. Uતવિતા - (તો) આટલા ૭. હાર્ટન - કાળથી ૮, પ્રાજ્ઞ: - પ્રાજ્ઞો દ્વારા ૧. તેવુ - તેના = અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં ૧૦, નિદ: - નિશ્ચય 99/૧૨. કૃત: ચાતુ - કરાયો હોત.
શ્લોકાર્થ :
જો હેતુવાદથી એટલે કે અનુમાન (યુક્તિ) અને તર્ક દ્વારા અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા હોત તો આટલા કાળ સુધી બુદ્ધિમાન પુરુષો દ્વારા અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં નિશ્ચય કરાઈ જ ગયો હોત. ભાવાર્થ :
આત્મા પુણ્ય, પાપ આદિ અતીન્દ્રિય પદાર્થો માત્ર તર્ક-વિતર્ક કરવાથી જાણી શકાતા નથી. જો તર્ક દ્વારા આ પદાર્થોનો નિર્ણય થતો હોત તો આજ સુધીમાં દુનિયામાં જે અનેક વિદ્વાનો થઈ ગયા છે તેમના દ્વારા આ વિષયમાં જરૂર નિર્ણય થઈ ગયો હોત, પરંતુ તેવું થયું નથી તે જ સૂચવે છે કે અતીન્દ્રિય પદાર્થો માત્ર તર્કનો વિષય નથી. વિશેષાર્થ :
જગતમાં પદાર્થો બે પ્રકારના છેઃ ૧. ઈન્દ્રિયગમ્ય એટલે ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા અને ૨. ઈન્દ્રિય-અગમ્ય એટલે ઇન્દ્રિયો દ્વારા ન જાણી શકાય તેવા. આત્મા-પુણ્ય-પાપ આદિ પદાર્થો ઈન્દ્રિયથી અગમ્ય છે એટલે અતીન્દ્રિય છે. અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય માત્ર યુક્તિથી કદી થઈ શકતો નથી.
યુક્તિવાદના આધારે એટલે કે તર્ક શક્તિના આધારે (logicaly) જ પદાર્થના અસ્તિત્વ અને સ્વરૂપનો નિર્ણય કરવાનો આગ્રહ રાખનારે એ ધ્યાનમાં લેવું જોઈએ કે, યુક્તિવાદની ક્ષમતા ઘણી જ મર્યાદિત છે. તેના આધારે ક્યારે પણ જગતના બધા જ પદાર્થોના અસ્તિત્વ અને તેના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી શકાતો નથી. જો યુક્તિવાદથી જ જગતના તમામ પદાર્થોના અસ્તિત્વ અને સ્વરૂપનો યથાર્થ નિર્ણય થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org