________________
૩૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર આધ્યાત્મિકની મનોદશા
ગાથા-૩
અવતરણિકા :
અધ્યાત્મના અધિકારી કોણ છે તે જણાવી હવે નયકૃતભ્રાન્તિ વિનાના સાધાદના બોધવાળા મધ્યસ્થવૃત્તિવાળા સાધકની મનોદશા અને ખોટા આગ્રહવાળા આત્માની મનોદશા વચ્ચે કેટલો ભેદ છે, તેને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
मनोवत्सो युक्तिंगवी मध्यस्थस्यानुधावति ।
तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनःकपिः ||६|| શબ્દાર્થ :
9, મધ્યસ્થી - મધ્યસ્થ વ્યક્તિનું ૨. મનોવ7: - મનરૂપી વાછરડું રૂ. પુત્તિ વ - યુક્તિરૂપી ગાયની ૪. મનુધાત - પાછળ દોડે છે. ૬. તુચ્છાદનન:પ: - તુચ્છ આગ્રહવાળા વ્યક્તિનું મનરૂપી વાંદરું ૬. તામ્ - તેને = યુક્તિરૂપી ગાયને ૭. પુન - પૂંછડાથી ૮, વર્ષતિ ખેંચે છે. શ્લોકાર્થ :
મધ્યસ્થ વ્યક્તિનું મનરૂપી વાંછરડું યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. જ્યારે તુચ્છ આગ્રહવાળા વ્યક્તિનું મનરૂપી વાંદરું યુક્તિરૂપી ગાયને પૂંછડાથી ખેંચે છે. ભાવાર્થ :
સ્યાદ્વાદના સિદ્ધાંત પ્રમાણે વિચાર કરવાની ક્ષમતાને કારણે સાધકમાં મધ્યસ્થતા પ્રગટે છે. આ મધ્યસ્થતા પ્રગટ થાય પછી સાધક શાસ્ત્ર સમજવા યોગ્ય બને છે. કેમ કે, શાસ્ત્ર જે રીતે દરેક પદાર્થોનું પ્રરૂપણ કરે અને તેને સમજાવવા જે યુક્તિઓ રજૂ કરે, તે સર્વને ઊંડાણથી ગ્રહણ કરવા મધ્યસ્થ વ્યક્તિ પૂર્વગ્રહ છોડીને મુક્ત મને વિચાર કરી શકે છે, તેથી જ શાસ્ત્રોક્ત યુક્તિને અનુસરતાં મનને ગાયને અનુસરતાં વાછરડાં જેવું કહ્યું છે. તેનાથી વિપરીત તુચ્છ આગ્રહને પકડી રાખનાર વ્યક્તિઓ પોતાની મનઘડંત વાતોને સિદ્ધ કરવા શાસ્ત્રની યુક્તિઓ શોધે છે. શાસ્ત્રોક્ત તર્કોને મારી-મચડીને પણ પોતાની વાત સાથે સંમત બનાવવા પ્રયત્ન કરે છે. આવા લોકોના મનને ગાયની પૂંછડી ખેંચીને ગાયને પોતાની તરફ વાળવા પ્રયત્ન કરનારા વાંદરા સાથે સરખાવ્યું છે. વિશેષાર્થ :
નયોની ભ્રાન્તિઓ ટળતાં જેના હૃદયમાં સ્યાદ્વાદ પરિણામ પામે છે તેવી વ્યક્તિઓને ક્યારેય અસત્ આગ્રહ હોતો નથી. તેઓ માધ્યસ્થ વૃત્તિને વરેલા હોય છે. ગ્રંથકારશ્રીએ આવી વ્યક્તિઓને ગાયને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org