________________
આધ્યાત્મિકની મનોદશા - ગાથા-૭
૩૯
અનુસરતા વાછરડાની ઉપમા આપી છે. જેમ વાછરડું સતત પોતાની મા ગાયને અનુસરે, તેમ મધ્યસ્થ વ્યક્તિ હંમેશા શાસ્ત્રને અનુસરે છે, તેઓ જ્યારે કોઈપણ પદાર્થની વિચારણા કરે ત્યારે જ્ઞાની પુરુષના વચનનો સહારો લે છે. શાસ્ત્રમાં તે પદાર્થને સમજાવવા જે વ્યક્તિઓ આપી હોય એટલે કે જે તક કે અનુમાનનો પ્રયોગ કર્યો હોય, તે પ્રમાણે પદાર્થને સમજવા મહેનત કરે છે, પરંતુ પોતાના બદ્ધ અભિપ્રાયોથી વાસિત બની શાસ્ત્રોની યુક્તિઓ પ્રત્યે બેદરકાર બનતાં નથી. તેઓ તો પોતાના અભિપ્રાયો બાજુ ઉપર મૂકી, ખુલ્લા દિલે (open minded બની) શાસ્ત્રની શૈલિ પ્રમાણે પદાર્થને સમજવા પ્રયત્ન કરે છે. આમ મધ્યસ્થ વ્યક્તિ શાસ્ત્રમાં જણાવેલ તર્ક અને અનુમાનોને સમજવા પોતાની બુદ્ધિને દોડાવે છે, તેથી તેઓ અંતે પદાર્થની વાસ્તવિકતા સુધી પણ પહોંચી શકે છે.
આનાથી વિપરીત જેઓના મનમાંથી હજુ નયકૃત ભ્રાંતિ ટળી ન હોય અને તેથી જ જેઓનું મન હજુ સ્યાદ્વાદથી રંગાયું ન હોય તેઓના મનમાં તત્ત્વનો પક્ષપાત પ્રગટ્યો હોતો નથી, તેથી આવા વ્યક્તિઓ માત્ર પોતાના પક્ષનો કે પોતે બાંધેલા અભિપ્રાયોનો જ આગ્રહ રાખે છે. તેઓ કદાચ સુંદર સંયમધર્મનું પાલન કરતા હોય, તપ-ત્યાગ કરતા હોય કે ક્યારેક વળી આગમનો અભ્યાસ કરતા પણ દેખાતા હોય, તોપણ તેઓ કદાગ્રહનો ત્યાગ કરી શકતા નથી. તેઓ “સાચું તે મારું” તેવું માનવાને બદલે “મારું તે સાચું” એવી વૃત્તિવાળા હોય છે. તેઓ પહેલેથી પદાર્થનો નિર્ણય કરી રાખે છે અને પછી પોતાના આ પૂર્વગ્રહને - કદાગ્રહને સિદ્ધ કરવા માટે શાસ્ત્રની યુક્તિઓ શોધે છે. જે તર્ક કે અનુમાન શાસ્ત્રમાં જોવામાં આવે, તેને મારી મચડીને પણ પોતાની વાતને સિદ્ધ કરવા ઉપયોગમાં લે છે, આથી જ તેમના મનને એટલે કે તેમની બુદ્ધિને ગ્રંથકારશ્રીએ વાંદરાની ઉપમા આપી છે. જેમ વાંદરો ગાયને પૂંછડાથી ખેંચે છે તેમ આ કદાગ્રહી લોકો શાસ્ત્રની યુક્તિઓને પોતાની વાત સિદ્ધ કરવા ખેંચે છે, પણ તે યુક્તિઓ ક્યા પદાર્થને સમજાવે છે તે જોવા પ્રયત્ન પણ કરતા નથી. પરિણામે તેઓ પદાર્થની વાસ્તવિકતા સુધી પહોંચી શકતા નથી. આવા લોકોને તત્ત્વની પ્રાપ્તિ ક્યારેય થતી નથી.
આમ જોઈએ તો તત્ત્વને પામવાના બે ઉપાયો છે ઉક્તિ અને યુક્તિ અર્થાત્ આગમ વચન પ્રત્યેની શ્રદ્ધા અને તર્ક. આમ છતાં યથાસ્થાને આ બન્નેનો ઉપયોગ થાય તો સત્ય તત્ત્વ સમજાય છે. જે આગમિક પદાર્થો શ્રદ્ધાગમ્ય હોય તેને આગમ વચનથી ગ્રહણ કરવા અને જે યુક્તિગમ્ય હોય તેને યુક્તિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે સિવાય યુક્તિથી આગમિક વચનોને તોડવાનો પ્રયાસ કરવો એ તો આગમની વિરાધના છે. મધ્યસ્થવૃત્તિવાળો સાધક આવી ભૂલ ક્યારેય કરતો નથી. કા.
1. તુલના : માઝયા માનાં, યોવિક્તાનાં જ યુવિતત: | ન થાને યોનવત્વે ચેન્ન તવા જ્ઞાનમાર્ણતા Tદ્દ/૨૮૫ અધ્યાત્મસારે |
આગમિક અર્થોને આજ્ઞા વડે અને યુક્તિવાળા અર્થોને યુક્તિથી ગ્રહણ કરવા; આ પ્રકારે યોગ્ય સ્થાનમાં જેની બુદ્ધિનું જોડાણ ન થયું હોય તેના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી એટલે કે તેનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org