________________
૩૭
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર આવું સ્વરૂપ કેમ થયું છે તેનો યથાર્થ બોધ થાય છે. સ્પષ્ટ છે કે જ્યારે આ રીતે સ્યાદાદની દૃષ્ટિ ખીલે ત્યારે જ સાધક અધ્યાત્મના માર્ગે ચાલવા સમર્થ બને છે.
સ્યાદ્વાદ એટલે કથંચિતુવાદ, અનેકાન્તવાદ કે સાપેક્ષવાદ કોઈક એક દૃષ્ટિથી વસ્તુ એકસ્વરૂપવાળી છે અને અન્ય કોઈક દૃષ્ટિથી વસ્તુ અન્યસ્વરૂપવાળી છે. કોઈ વસ્તુ એકાન્ત એક જ સ્વરૂપવાળી હોતી નથી; દરેક વસ્તુ અનંત ધર્મોથી યુક્ત હોય છે. અનંત ધર્માત્મક વસ્તુને અનેક દૃષ્ટિકોણથી જોવી તે જ અનેકાન્તવાદ, સ્યાદ્વાદ કે કથંચિવાદ છે.
કોઈપણ વસ્તુને અનેક પાસાંથી નિહાળવામાં આવે તો જ તે પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ સમજી, તેમાં થતા રાગ-દ્વેષથી પર રહી શકાય છે; પરંતુ જ્યારે કોઈપણ વસ્તુને માત્ર એક દૃષ્ટિકોણથી જોવામાં આવે છે, ત્યારે તેમાં રાગ-દ્વેષના પરિણામો થાય છે. જેમ કે, સ્ત્રીના રૂપને જોવાથી ભોગીને રાગ થાય છે અને તે જ સ્ત્રીના સ્વભાવની વિચિત્રતા આદિનો વિચાર કરતી વ્યક્તિને તેમાં દ્વેષ થાય છે. આ બંને વ્યક્તિઓ એક-એક દૃષ્ટિકોણથી જ સ્ત્રીને જોઈ રહી છે, તેથી તેમને રાગ-દ્વેષના વિકલ્પો થાય છે. જ્યારે સ્યાદ્વાદના વિશાળ પ્રકાશથી જે વ્યક્તિ સ્ત્રીને જુએ છે, તેને આ સર્વ ભાવો કર્મકૃત છેઅસ્થિર છે, અનિત્ય છે એવું સમજાય છે. તે જાણે છે કે, સ્ત્રીના શરીરમાં રહેલું આત્મદ્રવ્ય જ સ્થિર, નિત્ય, સર્વદોષ રહિત અને સર્વગુણસંપન્ન છે. આવી વિચારણાને કારણે તેને સ્ત્રીના સુંદર રૂપને જોઈને રાગ કે વિચિત્ર સ્વભાવને જોઈને દ્વેષ પણ થતો નથી, પરંતુ અનેકાન્તવાદથી પ્રગટેલી તેને બુદ્ધિની વિશાળતાને કારણે સ્ત્રીને જોઈ માધ્યચ્ય ભાવ પ્રગટે છે.
આ રીતે જેઓ એક નયથી - એક દૃષ્ટિકોણથી સંકુચિત વૃત્તિ (narrow minded aproach) રાખી જગતવર્તી સર્વ પદાર્થોને જોતાં નથી પણ સ્યાદ્વાદની વિશાળ દૃષ્ટિથી (considering all aspectsglobal out look રાખી) જગતને જુએ છે એટલે કે, કોઈપણ પ્રસંગ, પરિસ્થિતિ કે વ્યક્તિને સર્વ દૃષ્ટિકોણથી વિચારે છે (global minded બને છે.), તેઓનું મન વિરુદ્ધ વિચારસરણીને પણ સહન કરી શકે છે. કેમ કે, તેઓ સમજે છે કે અન્ય નયથી આ વાત આમ પણ હોઈ શકે, તેથી તેમનામાં કોઈપણ પદાર્થ પ્રત્યેનો કોઈ પૂર્વગ્રહ કે કદાગ્રહ રહેતો નથી. કોઈપણ નિમિત્તનો ગમો કે અણગમો પણ રહેતો નથી.
પરિણામે તેઓ શાંત ઉપશાંત વિશ્રાન્ત બને છે. આવા સ્વસ્થ ચિત્ત અને નિર્મળ દૃષ્ટિવાળા વ્યક્તિઓ જ આત્મવિષયક યથાર્થ વિચારણાઓ કરી શકે છે. તેથી જ ગ્રંથકારશ્રી જણાવે છે કે જેનામાં અનેક દૃષ્ટિઓને વિચારવાની ક્ષમતા ખીલી હોય તે જ અધ્યાત્મનું ભાજન બની શકે.
સ્યાદ્વાદના સિદ્ધાન્તથી સર્વ પદાર્થો કે સર્વ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાને કારણે સાધકમાં જ્ઞાન કે ક્રિયા,
3. સાપેક્ષવાદ એટલે અપેક્ષા સહિતનો મત. સામાન્ય વ્યવહારમાં “અપેક્ષા’ શબ્દ આશા, ઇચ્છા કે આકાંક્ષા એવા અર્થમાં વપરાય
છે. પરંતુ, સ્યાદ્વાદના સંબંધમાં “અપેક્ષા” શબ્દનો ઉપયોગ ચોક્કસ અર્થમાં કરાય છે. અમુકના સંબંધમાં, અમુક દૃષ્ટિકોણથી, અમુકને લક્ષ્યમાં લઈને, અમુકના આધારે કે અમુકના સંદર્ભમાં; આવા જુદા જુદા પર્યાયવાચી શબ્દપ્રયોગો માટે શાસ્ત્રમાં
અપેક્ષા' શબ્દનો પ્રયોગ થાય છે. અંગ્રેજીમાં એને માટે 'with reference to certain context' અથવા 'from a certain point of view' કે 'in certain respect' કે 'in relation to' અથવા 'relatively' એવા પ્રયોગ કરી શકાય, તેથી અપેક્ષાએ “આ વસ્તુ આમ છે” એટલે 'from this point of view" આ વસ્તુ આમ છે' એવું કહેવાય, સ્યાદ્વાદી હંમેશા આ રીતે અપેક્ષાથી કથન કરે છે, માટે સ્યાદ્વાદને સાપેક્ષવાદ પણ કહેવાય છે. (આ વિષયની વધુ વિગતો પરિશિષ્ટ-૧માં પણ છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org