________________
૩૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
અધ્યાત્મની સાધના એ જગતનું સર્વોત્કૃષ્ટ કાર્ય છે, તે ૫૨માત્માની શ્રેષ્ઠ ઉપાસના છે, તેની આરાધનાથી શાશ્વત સુખના ભોક્તા બની શકાય છે અને પોતાનું પરમ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકાય છે. આવી સાધના કોણ કરી શકે ? કોણ તેનું ભાજન બની શકે ? કોનામાં ૫૨મ શુદ્ધ આત્મભાવને પામવાની યોગ્યતા પ્રગટી કહેવાય ? આ સર્વ જિજ્ઞાસાઓને સંતોષવાનું કાર્ય આ શ્લોક કરે છે. જોવા જઈએ તો અધ્યાત્મના અધિકારીનું વર્ણન અનેક ગ્રંથોમાં અનેક રીતે કરવામાં આવ્યું છે, પણ તે સર્વનો સાર એ છે કે, જ્યારે આત્મા ઉપરથી મોહનો અધિકાર ઘટે છે અને તે પોતાના ગુણોને પ્રગટ કરવા સ્વયં પ્રયત્નશીલ બને છે, ત્યારે જ તે અધ્યાત્મનો અધિકારી બને છે. પ્રશ્ન એ થાય કે જીવ આવો પ્રયત્ન ક્યારે કરી શકે ?
અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં જીવ અનંતા પુદ્ગલપરાવર્તો પસાર કરે છે, તેમ કરતાં કરતાં જીવ જ્યારે ચ૨માવર્તકાળમાંટે આવે છે એટલે કે, મોક્ષમાં જવા પહેલાંના એક ચોક્કસ કાળખંડમાં પ્રવેશ કરે છે, ત્યારે તેના ઉપરની મોહની પક્કડ કાંઈક ઢીલી પડે છે. આત્મા ઉપર ‘પર’ની અર્થાત્ જડની કે પુદ્ગલની પક્કડ જેટલી વધુ તેટલી તેની ભૂમિકા નીચી અને એ પક્કડમાંથી તે જેટલે અંશે મુક્ત થાય તેટલી તેની ભૂમિકા ઊંચી. આત્મા ઉપરથી જ્યારે જડની પક્કડ ઓછી થાય ત્યારે જ તે પોતાની જાતને શુદ્ધ કરવાનો આંશિક પ્રયાસ ચાલુ કરી શકે છે.
ચરમાવર્તકાળમાં આવતાં જીવનો અમુક પ્રકારનો ભાવમળ નાશ પામે છે. ભાવમળ કે કર્મમળ એટલે જીવમાં રહેલી કર્મબંધ કરવાની યોગ્યતા. આ યોગ્યતા ગાઢ મિથ્યાત્વ મોહનીયાદિ કર્મસ્વરૂપ છે. જ્યાં સુધી મિથ્યાત્વ ગાઢ હોય છે અર્થાત્ જ્યાં સુધી ભાવમલની તીવ્રતા હોય છે ત્યાં સુધી જીવ સંસારના યથાર્થ સ્વરૂપને સમજી શકતો નથી. ચરમાવર્તમાં? આવતાં જ્યારે ભાવમળનો હ્રાસ-ઘટાડો થાય છે, ત્યારે જ જીવમાં સંસારના વાસ્તવિક સ્વરૂપની વિચારણા ક૨વાની, વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજવાની કાંઈક ક્ષમતા પ્રગટે છે. આ જ કારણથી તેને આત્મા આદિ પદાર્થવિષયક પણ જિજ્ઞાસા જાગૃત થાય છે, ‘હું કોણ છું ? મારો સ્વભાવ શું ? મને કયા કારણે સુખ કે દુઃખ થાય છે ? દુઃખનાં કારણોને કઈ રીતે નાબુદ કરી શકાય ? અને સંપૂર્ણ સુખ કઈ રીતે પ્રાપ્ત થાય ?' આવી અનેક પ્રકારની આત્મા આદિ અતીન્દ્રિય પદાર્થવિષયક વિચારધારાઓ ચાલુ થાય છે. આવી અવસ્થામાં જ જીવ અધ્યાત્મનો અધિકારી બને છે.
આ જ વાતને ગ્રંથકારશ્રી એક આગવી શૈલીથી રજૂ કરતાં જણાવે છે કે,
૧. નયના કારણે ઉત્પન્ન થયેલી ભ્રાન્તિઓ જેની નાશ પામી રહી હોય,
૨. જે વિશ્રાન્તિસ્વરૂપ મોક્ષની અર્થાત્ પોતાના શુદ્ધ સ્વભાવની સન્મુખ થયો હોય અને
૩. જેને સ્યાદ્વાદરૂપ નિર્મળ દૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય, તે વ્યક્તિ અધ્યાત્મનો અધિકારી બને છે.
અધ્યાત્મસારે।।
1. गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा, तदध्यात्मं जगुर्जिनाः || २ / २ ॥
2. ચરમાવર્ત કાળ : ચ૨માવર્ત કાળ એટલે મોક્ષમાં જવા પૂર્વેનો છેલ્લો પુદ્ગલપરાવર્તકાળ : જીવ જ્યારે વાસ્તવિક ચ૨માવર્તકાળમાં આવે છે, ત્યારે તેનામાં દુ:ખી પ્રત્યેની અત્યંત દયા, ગુણવાનમાં અદ્વેષ અને સર્વત્ર ઔચિત્યસેવન વગેરે ગુણો પ્રગટે છે. दुःखितेषु दयात्यन्त-मद्वेषो गुणवत्सु च । औचित्यासेवनं चैव सर्वत्रैवाविशेषतः ।। ३२ ।।
योगदृष्टिसमुच्चये ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org