________________
અધ્યાત્મના અધિકારી - ગાથા-૫
અધ્યાત્મના અધિકારી
ગાથા-પ
અવતરણિકા :
અધિકારી આત્મા જ યોગ્ય ઉપાયો દ્વારા પ્રારબ્ધ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેથી અધ્યાત્મની વ્યાખ્યા કર્યા પછી, હવે ગ્રંથકારશ્રી અધ્યાત્મના અધિકારી કોણ છે તે બતાવે છે
શ્લોક :
गलन्नयकृतभ्रान्तिर्यैः स्याद्विश्रान्तिसम्मुखः । स्याद्वादविशदालोकः, स एवाध्यात्मभाजनम् ॥५॥
૩૧
શબ્દાર્થ :
9. ય: - જે ૨. ન્નયતપ્રાન્તિઃ - નાશ પામતી નયકૃત ભ્રાન્તિવાળો છે, રૂ. વિશ્રાન્તિસમ્ભુવઃ - વિશ્રાન્તિને સન્મુખ છે, ૪. સ્યાદ્વાવિશવા-છો: - સ્યાદ્વાદરૂપ વિશદ (સ્પષ્ટ-નિર્મળ) દૃષ્ટિવાળો છે, ૬. સઃ - તે ૬. વૈં - જ ૭. અધ્યાત્મમાનનમ્ - અધ્યાત્મનો અધિકા૨ી ૮. ચાત્ - થાય.
શ્લોકાર્થ :
એક જ નયથી = એક જ દૃષ્ટિકોણથી; પદાર્થને જોતાં ઉત્પન્ન થયેલી ભ્રમણાઓ જેની નાશ પામી રહી હોય, જે વિશ્રાન્તિને સન્મુખ બન્યો હોય અને જેનામાં સ્યાદ્વાદની નિર્મળ વિશાળ દૃષ્ટિ એટલે કે સર્વ દૃષ્ટિકોણથી પદાર્થને જોવાની ક્ષમતા પ્રગટી હોય તે જ વ્યક્તિ અધ્યાત્મનો અધિકારી બને.
ભાવાર્થ :
Jain Education International
અધ્યાત્મનો માર્ગ એક વિશિષ્ટ માર્ગ છે. તેના ઉપર ચાલવા માટે સાધકમાં કેટલીક પ્રાથમિક યોગ્યતાઓ હોવી આવશ્યક છે. તેમાં સૌ પ્રથમ આવશ્યકતા એ છે કે,
(૧) એક જ નયને આશ્રયીને ચાલતી વિચારણાઓના કારણે સાધકના મનમાં આત્મા, સુખ આદિ વિષયક જે ભ્રમણા ઉત્પન્ન થઈ હોય તે તત્ત્વની વિચારણા કરવાના કારણે ધીમે ધીમે નાશ પામી રહી હોય.
(૨) વળી, બીજી જરૂરીયાત એ છે કે, ‘બાહ્ય પદાર્થોથી સુખ મળે છે' એવો ભ્રમ ટળવાને કારણે સાધકનું ચિત્ત બહાર ભટકવાથી કંટાળી આત્મામાં સ્થિર થવા માટે તત્પર બન્યું હોય.
(૩) આ ઉપરાંત જેનામાં આત્મસ્વરૂપનો બોધ અને વાસ્તવિક સુખ કેવી રીતે પ્રાપ્ત થશે તે સંબંધી અનેક દૃષ્ટિકોણથી વિચારવાની ક્ષમતા ખીલી હોય અર્થાત્ જે સાધકની દૃષ્ટિ સ્યાદ્વાદના નિર્મળ પ્રકાશથી યુક્ત હોય તે સાધક અધ્યાત્મનું ભાજન બની શકે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org