________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર નિત્ય છે તો અન્ય અપેક્ષાએ આત્મા અનિત્ય છે. સામાન્યથી એવું લાગે કે પદાર્થ નિત્ય પણ હોય અને અનિત્ય પણ હોય તેવું કઈ રીતે બને ? પણ વસ્તુનું સ્વરૂપ જ જુદા જુદા દૃષ્ટિકોણથી જુદું જુદું હોય છે, તેથી બે વચ્ચે વિરોધાભાસ હોતો નથી, પણ જોવાનો દૃષ્ટિકોણ જુદો હોય છે. આ જુદા જુદા દૃષ્ટિકોણથી વસ્તુને જોવાથી વસ્તુનો-વસ્તુના સ્વરૂપનો સંપૂર્ણ બોધ થઈ શકે છે.
૨૮
પદાર્થનો સંપૂર્ણ બોધ કરવા માટે અપનાવાતા આવા વિવિધ દૃષ્ટિકોણને જ શાસ્ત્રીય ભાષામાં ‘નય’ કહેવાય છે. ‘નય’ અનેક ધર્મોવાળી વસ્તુના કોઈ એક ધર્મને મુખ્ય બનાવી ‘આ વસ્તુ આ પ્રકારે છે' એમ જણાવે છે. તે જ્યારે વસ્તુના એક ધર્મનું પ્રતિપાદન કરે છે ત્યારે વસ્તુના અન્ય ધર્મનો વિરોધ કે અપલાપ કરતો નથી, માત્ર તેની દૃષ્ટિમાં જે ધર્મનું મહત્ત્વ હોય તેને વિશેષ પ્રકારે ૨જૂ કરે છે, અને વસ્તુના અન્ય ધર્મોની રજૂઆત કરવામાં ઉદાસીન રહે છે.
વસ્તુના અનેક ધર્મ હોવાને કા૨ણે તેને જોનારા-૨જૂ ક૨ના૨ા નયો પણ અનેક છે, છતાં સમજવા સરલ બને તે માટે શાસ્ત્રકારોએ તે સર્વનો સંગ્રહ કરી સાત નયો બતાવ્યા છે. વળી, આ સાત નયોને નિશ્ચયનય કે વ્યવહારનય, દ્રવ્યાસ્તિકનય કે પર્યાયાસ્તિકનય, જ્ઞાનનય કે ક્રિયાનય એવા બે બેના વિભાગમાં પણ સમાવિષ્ટ કર્યા છે.
અધ્યાત્મનો પૂર્ણ બોધ કરાવવા ગ્રન્થકારશ્રીજીએ પણ બે અલગ-અલગ નયોનો આશ્રય કરનાર અલગઅલગ વિદ્વાનોએ કરેલી અધ્યાત્મની વ્યાખ્યા ૨જૂ કરી છે. બીજા શ્લોકમાં વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરનારા યોગાર્થ-નિપુણ વિદ્વાનોએ ‘આત્માને ઉદ્દેશીને જે શ્રેષ્ઠ પંચાચા૨નું પાલન થાય' તેને અધ્યાત્મ કહ્યું. તેમની આ વ્યાખ્યા એવંભૂતનય પ્રમાણે છે.
એવંભૂતનયનું માનવું છે કે, શબ્દ પોતાનાથી વાચ્ય (પોતે જે પદાર્થનું સ્વરૂપ કહેવા માંગે છે તે) પદાર્થમાં જે ક્રિયા જણાવતો હોય, તે પદાર્થમાં જ્યારે તે ક્રિયા વર્તતી હોય ત્યારે જ તે પદાર્થમાં તે શબ્દનો પ્રયોગ થઈ શકે, અન્યથા નહિ. એટલે જ્યારે પદાર્થ શબ્દ દ્વારા જણાવાતી ક્રિયાથી રહિત હોય ત્યારે તે પદાર્થ માટે તે શબ્દનો પ્રયોગ ન કરાય. જેમ કે, ‘રાજા’ શબ્દ રાજવું - શોભવું વગેરે ક્રિયાને જણાવે છે. તેથી ચામર, છત્ર, સિંહાસન આદિ વિભૂતિઓથી વ્યક્તિ જ્યારે રાજતી હોય ત્યારે જ તે વ્યક્તિ માટે ‘રાજા’ શબ્દનો પ્રયોગ કરાય; પરંતુ રાજ્ય કરનાર વ્યક્તિ જો ભોજન સ્નાન વગેરે ક્રિયા કરતી હોય તો ત્યારે તે શોભવાની કે રાજ્ય કરવાની ક્રિયાથી રહિત છે, તેથી ત્યારે તેના માટે ‘રાજા' શબ્દનો પ્રયોગ ન કરાય, ત્યારે તેને રાજા ન કહેવાય. આમ એવંભૂતનય શબ્દનો અર્થ કરતી વખતે પદાર્થમાં ક્રિયાનો વિશેષ પ્રકારે આગ્રહ રાખે છે.
યોગાર્થ-નિપુણો પણ આત્માને આશ્રયીને પંચાચારનો પ્રકર્ષ જ્યારે જ્યાં થતો હોય ત્યારે જ અને ત્યાં જ અધ્યાત્મ સ્વીકારે છે, તેથી તેઓ એવંભૂતનયની માન્યતાવાળા કહેવાય. તેઓ પંચાચારનો પ્રકર્ષ ન હોય તો ત્યાં 1. प्रकृतवस्त्वंशग्राही तदितरांशाऽप्रतिक्षेपी अध्यवसायविशेषो नयः । - નયરહસ્સે ।। નય સાત પ્રકારના હોય છે ઃ ૧. નૈગમ, ૨. સંગ્રહ, ૩. વ્યવહાર, ૪. ઋજુસૂત્ર, ૫. શબ્દ, ૬. સમભિરૂઢ, ૭. એવંભૂત. આ સર્વે નયોની ટૂંકી સમજ પાછળ પરિશિષ્ટ-૧ પાના નં.-૧૭૯ ઉ૫૨થી જોઈ શકાશે તથા વિશેષ સમજ ગુરુગમથી તત્ત્વાર્થ આદિ ગ્રંથોમાંથી જાણી શકાશે. આ પરિશિષ્ટ વાંચ્યા પછી ગ્રંથનો અભ્યાસ વધુ લાભદાયક બનશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org