________________
અધ્યાત્મનું લક્ષણ - ગાથા-૨
જ્ઞાન દ્વારા આત્માને ઓળખી, દર્શન દ્વારા તેના પ્રત્યેની શ્રદ્ધાને દઢ કરી, ચારિત્ર દ્વારા કર્મના આગમનને અટકાવ્યા પછી અનેક ભવોથી એકઠાં કરેલાં સર્વ પ્રકારના કર્મનો નાશ ક૨વા તપાચારની આવશ્યક્તા રહે છે. તપાચાર દ્વારા સાધક આત્મશુદ્ધિનું કાર્ય કરવા સમર્થ બને છે, આથી જ અધ્યાત્મને ઇચ્છતા સાધક માટે તપાચારને પણ સમ્યગ્ પ્રકારે સેવવો જરૂરી છે.
વીર્યાચાર :
૧૯
જીવનું સામર્થ્ય, બળ, શક્તિ, ઉત્સાહ કે પરાક્રમને વીર્ય કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના સર્વ આચારોને વિષે પોતાના બાહ્ય-અત્યંતર સામર્થ્યને ગોપવ્યા-છુપાવ્યા વગર પૂર્ણ શક્તિનો ઉપયોગ કરી પોતાના આત્માને યથાશક્તિ તેમાં જોડવાના પ્રયત્નને વીર્યાચાર કહેવાય છે. તે સામાન્યથી ૩ પ્રકારનો છે.
વીર્યાચાર દ્વારા આત્મામાં રહેલી અમાપ શક્તિને પ્રગટ કરી શકાય છે, તેથી જ્ઞાનાદિ ગુણોને પ્રગટ કરવા સાધકે એક વીર યોદ્ધાની અદાથી પરિશ્રમ કરવો જોઈએ. કેમ કે જો પ્રમાદને આધીન થયા વિના વીર્ય ફોરવાય તો જ પોતાના દોષોને કાઢી કર્મના બંધનોથી મુક્ત બની શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરી શકાય છે.
કર્મ અને દોષોથી મલિન બનેલા આત્માને સ્વચ્છ કરવા આ પાંચેય આચારો આવશ્યક છે. જેમ ધૂળથી ભરેલા ઘરને સાફ કરવા માટે; ધૂળ જોઈ શકાય તેવો પ્રકાશ, તે પ્રકાશ દ્વારા દેખાયેલી ધૂળને ધૂળ માની તેને કાઢવાનો ઉત્સાહ, ધૂળને સાફ કરનાર સાવરણી અને ધૂળના આગમનને અટકાવવા બારી-બારણા બંધ કરવા જરૂરી છે. તે જ રીતે કર્મથી વ્યાપ્ત આત્માને શુદ્ધ ક૨વા જ્ઞાનરૂપી પ્રકાશ†, કર્મરજને કચરારૂપ સમજી તેને આત્મા ઉપ૨થી દૂર કરવાનો ઉત્સાહ, તપરૂપ સાવરણી, કર્મના આગમનને રોકનાર સંયમ અને આત્મા ઉપ૨થી કર્મનો કચરો દૂર કરવાનો સુદૃઢ પ્રયત્ન અત્યંત જરૂરી છે. અપેક્ષાએ જ્ઞાનાચાર અને દર્શનાચાર પ્રકાશનું કાર્ય કરે છે, ચારિત્રાચાર કર્મના આગમનને અટકાવે છે તો તપાચાર સાવરણીનું કાર્ય કરે છે, જ્યારે વીર્યાચા૨ ચારેયમાં શક્તિનો સંચાર કરે છે. આ સર્વનો યોગ થાય તો જ શુદ્ધ આત્મસ્વરૂપની અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે.
પંચાચારના પાલનમાં જેમ જેમ સૂક્ષ્મતા અને શુદ્ધતા વધતી જાય છે તેમ તેમ આત્માની શુદ્ધિ અને ગુણવૃદ્ધિ થતી જાય છે. આ જ રીતે સાધનાની ઉત્તરોત્તર ભૂમિકા પ્રાપ્ત થતી જાય છે અને અધ્યાત્મ પણ ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચતર કક્ષાનું પ્રાપ્ત થાય છે, તેમા પ્રારંભિક કક્ષામાં પંચાચારનું પાલન બાહ્ય આચારોના પાલન દ્વારા આંતરિક પરિણતિ તરફ ઢળતું હોય છે. ત્યારે આત્મભાવમાં સ્થિર થવાનું લક્ષ્ય હોવા છતાં સાધક સર્વથા આત્મભાવમાં રહી શકતો નથી. કાષાયિકભાવો તેને પૌદ્ગલિકભાવમાં ઘસડી જાય છે. સાધના આગળ વધતાં પંચાચારનું સૌષ્ઠવ અત્યંત પરિણતિરૂપ બનતું જાય છે. સાધક ત્યારે સમતાની ઉપ૨ ઉપ૨ની ભૂમિકાનો સ્પર્શ કરતો જાય છે, ત્યારે તે તૃણ-મણિ, શત્રુ-મિત્ર, સુખ-દુ:ખ વગેરે પૌદ્ગલિક સર્વ ભાવો પ્રત્યે ઉદાસીન (indifferent / impassive) બને છે. આગળ વધી જ્યારે તે સંસાર અને મોક્ષનો પણ ભેદ ભૂલી જાય છે અને તેને મોક્ષની પણ ઇચ્છા રહેતી નથી, ત્યારે તે માત્ર આત્મભાવમાં ઠ૨વારૂપ શ્રેષ્ઠ પંચાચારનું 4. नाणं पयासयं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिण्हंपि समाओगे मुक्खो जिणसासणे भणिओ । त्ति । ।११६१ । । विशेषावश्यकभाष्ये ।। જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ ગુપ્તિકર છે. ત્રણેનો પણ સમાયોગ થયે છતે જિનશાસનમાં મોક્ષ કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.airtelitary.org