________________
૧૨.
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી મોક્ષમાર્ગનો વિકાસ સાધે છે. કોઈક સ્થાનમાં એવું જણાય કે, અરિહંત પરમાત્માએ ગુરુ ઉપદેશથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ આદિ ગુણો મેળવ્યા છે, આમ છતાં જ્યાં એવું દેખાય છે ત્યાં પણ ગુરુનો ઉપદેશ ગૌણ હોય છે અને તેઓશ્રીના આત્માની તેવા પ્રકારની યોગ્યતા જ પ્રધાન હોય છે.
આ ત્રણ વિશેષણો દ્વારા ગ્રંથકારે ઇન્દ્રોના સમૂહથી નમાયેલા પરમાત્મા અનંત સુખના સ્વામી છે, રાગાદિ સર્વદોષથી રહિત છે, અને જ્ઞાનાદિ સર્વગુણથી યુક્ત છે, તેમ જણાવ્યું છે. આવી સુંદર ઓળખ દ્વારા અરિહંત પરમાત્મા સાથે પોતાનું અનુસંધાન કરી ભાવપૂર્ણ હૃદયે મહામહોપાધ્યાયજી ભગવંતે પરમાત્માને નમસ્કાર કર્યો છે.
નમસ્કાર કરતાં તેઓએ એવી ભાવના રાખી છે કે, “પ્રભુ ! અતીન્દ્રિય એવો અધ્યાત્મનો માર્ગ તારા શાસ્ત્રના સહારે હું સારી રીતે સમજ્યો છું, ગીતાર્થ ગુરુવર્યોની પરંપરાથી મેં તેને જાણ્યો છે અને અનુભૂતિના સ્તરે સ્વસંવેદનથી તેને માણ્યો છે સૌ કોઈ આ માર્ગે ચાલી શાશ્વત સુખને પામે તેવી અભિલાષાથી હું આ ગ્રંથની રચના કરું છું; પરંતુ મેં આ માર્ગને પ્રત્યક્ષપણે પૂર્ણ જોયો નથી, તેથી તેની રજૂઆતમાં મારાથી તારા વચન વિરુદ્ધ કાંઈપણ ન કહેવાઈ જાય, તેવી શક્તિની આપ પાસે પ્રાર્થના કરું છું. સાથોસાથ હું પણ આ માર્ગે ચાલી તારા જેવા શુદ્ધ સ્વરૂપને શીધ્ર પામું તે જ અભિલાષાથી આપને નમસ્કાર કરું છું'. . '
આ ત્રણ વિશેષણો દ્વારા જેમ પોતાના અનંત ઉપકારી અરિહંત પરમાત્માને પ્રણામ કર્યો છે તે જ રીતે ગ્રંથનો પ્રારંભ “' શબ્દથી કરી, પોતાની ઉપર કૃપાવર્ષા કરનાર શ્રુતદેવી “મા સરસ્વતીને પણ પ્રણામ કર્યા છે.
” શબ્દ સરસ્વતીનો બીજ મંત્ર છે. ગ્રંથરચના વગેરે વિશિષ્ટકાર્યમાં સહાય મળે તેવા શુભાશયથી એકવાર મહામહોપાધ્યાયજી ભગવંતે ગંગા નદીના કિનારે મા સરસ્વતીની જપ યોગથી સાધના કરી હતી. જપ યોગથી પ્રસન્ન થયેલા “મા શારદાએ” પૂ. ઉપાધ્યાયજી ભગવંતને કવિત્વ અને વિદ્વત્ત્વનું વરદાન આપ્યું હતું. આ ઉપકારના સ્મરણાર્થે કૃતજ્ઞભાવે મહામહોપાધ્યાયજી ભગવંતે પ્રત્યેક ગ્રંથનો પ્રારંભ “' શબ્દથી કર્યો છે.
આવા ઉત્તમ ગ્રંથની રચના કરવી એ એક શુભ કાર્ય છે. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં એકઠાં કરેલાં પાપકર્મો શુભકાર્યોમાં વિઘ્ન ઊભાં કરે છે. લોકમાં પણ કહેવાય છે કે, “શ્રેર્યાસિ વવMનિ. શ્રેયકાર્ય ઘણાં વિપ્નવાળાં હોય છે. આ વિદ્ગોને દૂર કરવા જ ગ્રંથનો પ્રારંભ કરતાં મંગલાચરણ કરવામાં આવે છે. તેનાથી ઉત્પન્ન થયેલો શુભભાવ પાપકર્મોનો નાશ કરે છે અથવા પાપકર્મને એટલા દૂર હડસેલે છે કે તે પાપકર્મો વિઘ્નરૂપ નથી બનતાં અને કાર્ય નિર્વિઘ્ન સમાપ્ત થઈ શકે છે.
મંગલાચરણ કર્યા પછી ગ્રંથકારશ્રીજીએ શ્લોકના ઉત્તરાર્ધમાં ‘મધ્યાત્મોપનિષના પ્રથોડwfમર્વિઘી' - આ “અધ્યાત્મ ઉપનિષદ્ નામનો ગ્રંથ અમારા વડે રચાય છે એમ જણાવી ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી છે.
5. शास्त्रात्परिचितां सम्यक्, सम्प्रदायाच्च धीमताम् । इहानुभवयोगाच्च प्रक्रियां कामपि ब्रुवे ।।१/७।।
श्रुताम्भोधेरधिगम्य, सम्प्रदायाञ्च सद्गुरोः स्वसंवेदनतश्चापि योगशास्त्रं विरच्यते ।।१/४ ।। 6. श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ।।
- અધ્યાત્મસારે |
- યોજાશાસ્ત્ર |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org