________________
૧–શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
ऐं नमः મંગલાચરણ,
ગાથા-૧
અવતરણિકા :
અધ્યાત્મોપનિષદ્રનામના આ ગ્રંથના પ્રથમ અધિકારનો પ્રારંભ કરતાં ગ્રંથકાર મહર્ષિ પ.પૂ. ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા મંગલાચરણપૂર્વક ગ્રંથના પ્રથમ શ્લોકની રચના કરે છે
શ્લોક :
ऐन्द्रवृन्दनतं नत्वा, वीतरागं स्वयम्भुवम् ।
अध्यात्मोपनिषन्नामा, ग्रन्थोऽस्माभिर्विधीयते ॥१॥ શબ્દાર્થ :
9 દ્રવૃન્દ્રનતં - ઇન્દ્રોના સમૂહ દ્વારા નિમાયેલા ૨. વીતરા - વીતરાગ રૂ. સ્વયમુવમ્ - સર્વજ્ઞને ૪, નત્વા - નમીને ૬. અસ્માપ: - અમારા વડે ૬. અધ્યાત્મોનિપન્નામા - અધ્યાત્મ ઉપનિષદ્ નામનો ૭. ગ્રન્થઃ - ગ્રન્થ ૮. વિઘીયતે - બનાવાય છે. શ્લોકાર્થ :
ઇન્દ્રોનો સમૂહ જેઓશ્રીને નમસ્કાર કરે છે, અને જેઓશ્રી સ્વયં પોતાના સામર્થ્યથી સર્વજ્ઞ બન્યા છે તે વીતરાગ પરમાત્માને નમીને અમે “અધ્યાત્મ ઉપનિષદ્' નામના ગ્રન્થની રચના કરીએ છીએ. ભાવાર્થ :
પ.પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા “અધ્યાત્મ ઉપનિષદુ’ નામના શ્રેયકારી ગ્રંથનો શુભારંભ કરતાં શિષ્ટ પુરુષોની પરંપરા અનુસાર સૌ પ્રથમ નરેન્દ્રો અને મહેન્દ્રોને પણ વંદનીય એવા શ્રી વીતરાગ પરમાત્મા કે જેઓ સ્વસામર્થ્યથી સર્વજ્ઞ બન્યા છે તેઓને વંદન કરીને, ગ્રંથના નામનો નિર્દેશ કરવાપૂર્વક તેનાં વિષય આદિનું નિરૂપણ કરે છે. આ ગ્રંથનું “અધ્યાત્મોપનિષદ્' એવું નામ જ તેના વિષય આદિને જણાવનારું છે. “અધ્યાત્મ' એટલે આત્મવિષયક અને ઉપનિષદ્' એટલે રહસ્ય. તેથી “અધ્યાત્મોપનિષદ્' એટલે આત્મવિષયક રહસ્ય. બહારની દુનિયામાં ભટકીને આનંદ મેળવવાનો વ્યર્થ પ્રયાસ છોડી આત્મામાં સ્થિર થઈને આનંદ કેવી રીતે પામવો તેની ચાવી આ ગ્રંથ પૂરી પાડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org