________________
પ્રવેશિકા
જીવ જ્યારે એવી કક્ષાએ પહોંચે કે જ્યાં મિથ્યાત્વ મોહનીય કર્મની ૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા જ નાશ પામી જાય ત્યારે તે જીવમાં શાસ્ત્ર સાથે જોડાણ કરવાની ક્ષમતા પ્રગટે છે. શાસ્ત્રીય ભાષામાં જીવની આ કક્ષાને અપુનબંધક કક્ષા કહેવાય છે.
અપનબંધક કક્ષામાં આવેલા જીવને જ્યારે આત્મા સંબંધી જિજ્ઞાસા જાગે અને તે જ્યારે પોતાની આત્મા સંબંધી જિજ્ઞાસાને સંતોષવા માટે ગુરુની શોધ ચાલુ કરે ત્યારે ઔપચારિક રીતે શાસ્ત્રયોગશુદ્ધિનો પ્રારંભ થયો કહેવાય છે. પરંતુ, વાસ્તવિક રીતે શાસ્ત્રયોગ પ્રારંભ તો ત્યારે જ થાય કે, જ્યારે મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમ રૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય અને શાસ્ત્ર પ્રત્યે અડગ શ્રદ્ધા પ્રગટે.
વળી જ્યારે વચનાનુષ્ઠાન કાળમાં અપ્રમત્ત મુનિની સંપૂર્ણતયા શાસ્ત્રાનુસાર પ્રવૃત્તિઓ થાય છે ત્યારે તેમને શાસ્ત્ર યોગશુદ્ધિની ફળશ્રુતિ પ્રાપ્ત થઈ છે, તેમ કહેવાય છે. વિશેષ ફળને આશ્રયીને વિચારીએ તો અસંગદશા, નિર્વિકલ્પ અવસ્થા કે અયોગીપણું તે સર્વે શાસ્ત્રયોગનું જ ફળ છે. તેથી ત્યાં પણ શાસ્ત્રયોગશુદ્ધિ માનીએ તો અપેક્ષાએ બાધ જણાતો નથી. શ્લોક અંતર્ગત વિષયાનુક્રમઃ
આ અધિકારના પ્રથમ શ્લોક દ્વારા ગ્રંથકારશ્રીએ મંગલાચરણ કરી ગ્રંથનું શુભ મંડાણ કર્યું છે. બીજા, ત્રીજા અને ચોથા શ્લોકમાં વિવિધ દૃષ્ટિકોણથી અધ્યાત્મની વ્યાખ્યા કરી છે. ત્યાર બાદ પાંચમા શ્લોકમાં અધ્યાત્મના અધિકારી કોણ બની શકે તે જણાવતાં અનેક દૃષ્ટિકોણથી પદાર્થની મધ્યસ્થભાવે વિચારણા કરવાની ક્ષમતાને અધ્યાત્મના સાધકની મૂળભૂત યોગ્યતા તરીકે વર્ણવી છે. આવી યોગ્યતા ધરાવનાર અધ્યાત્મ સાધક અને સામાન્ય વિચારકોની બૌદ્ધિક વિચારસરણીમાં કેટલો ભેદ હોય છે તે છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે.
આટલે સુધી સંપૂર્ણ ગ્રંથને અનુસરતી અધ્યાત્મ સંબંધી વાતો કર્યા પછી અધ્યાત્મનો માર્ગ અતીન્દ્રિય હોવાથી તેનો નિર્ણય બુદ્ધિ કે તર્કથી શક્ય નથી એવું શ્લોક સાત અને આઠમાં જણાવીને શાસ્ત્રયોગશુદ્ધિ સંબંધી કથનોનો પ્રારંભ કર્યો છે. તાર્કિક વિચારણાઓથી અકળ અને અગમ્ય જ રહેતા અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવામાં આગમ શાસ્ત્ર અત્યંત ઉપયોગી છે અને તદનુસાર પ્રયત્ન કરવામાં આવે તો જ આત્મશુદ્ધિ થઈ શકે છે; તેમ શ્લોક નવથી અગીયાર સુધી સ્પષ્ટ કર્યું છે.
બારમા શ્લોકમાં શાસ્ત્રની વ્યાખ્યા કરીને, શાસ્ત્ર વીતરાગના વચન સ્વરૂપ છે માટે તે જ વિશ્વાસપાત્ર છે તેમ શ્લોક તેરમાં દૃઢપણે જણાવ્યું છે.
શાસ્ત્રને જ આગળ કરીને ચાલવાની મનોવૃત્તિ' - તે શાસ્ત્રયોગશુદ્ધિ છે. આવી મનોવૃત્તિથી કેવું અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે, તે ચોદમા શ્લોકમાં દર્શાવ્યું છે. તે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org