Page #1
--------------------------------------------------------------------------
________________
આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં
દાદા ભગવાન રૂપિત
The world is the puzzle itself.
આ તો ઓરીજીનલ ટેપરેકોર્ડર છે.
વાણીની સિળતeo
આ માલિકીભાવ વિનાની વાણી છે !
બન્યું એ જ ન્યાય !
ભોગવે એની ભૂલ ! .
વાણીનો સિલ૦૦
God has not created this world at all.
અમારી વાણી ચેતનને સ્પર્શીને નીકળેલી પ્રત્યક્ષ સરસ્વતી છે !
ISBN 978-81-
31 -
9788189033463
Page #2
--------------------------------------------------------------------------
________________
ખંડ-૧
વાણીતી સૈદ્ધાંતિક સમજ
[૧] ઓરિજિનલ ટેપરેકર્ડ !
બોલતારો, તે ‘હું' તથી !
આ કોણ બોલે છે આપની જોડે, એ કહો જોઈએ. તમને જે સમજણ પડે, એ બોલોને !
પ્રશ્નકર્તા : ખબર નથી.
દાદાશ્રી : એવું ચાલતું હશે ?
આ તમે રૂબરૂ જુઓ છો, અહીં બેઠાં છો, તો પછી ? અહીં ના બેઠાં હોય, તેના મનમાં એમ થાય કે નથી ખબર. પણ આ તો સાધારણ પૂછું છું, કે કોણ બોલે છે ? આપને શું લાગે છે ? આપણે અહીં આગળ ઓછું કંઈ પાસ-નાપાસ થવા બેઠાં છીએ ? આ તો સમજવાની વાતો છે. સમજવાની તો જરૂર છે ને ? તો જે લાગે, એ કહો ને !
પ્રશ્નકર્તા : એ તો આપણે બે વાતો કરીએ છીએ.
દાદાશ્રી : પણ તમે જુદા ને હું જુદો, એવું નથી દેખાતું તમને ? પ્રશ્નકર્તા : હા, એવું જ ભાસે છે.
નથી કોઈ દહાડો ય.
પછી !
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તો આપની સાથે આ કોણ વાત કરે છે ?
પ્રશ્નકર્તા : આપ બોલો છો.
દાદાશ્રી : આમ ઉઘાડી આંખે આ જ દેખાય. પણ હું બોલ્યો જ
પ્રશ્નકર્તા : અત્યારે ય નહીં ?
દાદાશ્રી : હું બોલતો હોઉં તો મારા હાથમાં સત્તા આવી ગઈ કહેવાય. તો આટલી બધી હું બોલવાની શક્તિ ધરાવું છું ? આ બધાને પૂછી જુઓ, હું કંઈ બોલ્યો છું ?
પ્રશ્નકર્તા : તમે જો કાંઈ બોલ્યા નથી, તો મેં કંઈ સાંભળ્યું નથી
દાદાશ્રી : પણ અમે જો બોલ્યા હોય ને તમે સાંભળ્યું હોય તો હું બોલ્યો છું કે કેમ, એ પૂછી જુઓ ને, આ બધાને.
ત કરે વાત દેહ કદિ !
પ્રશ્નકર્તા : હું તો તમારા શરીરને જોઉં છું, કે તમારું શરીર મારી સાથે વાત કરે છે.
ને ?
દાદાશ્રી : શરી૨ વાત નથી કરતું. શરીર જો વાત કરતું હોય ને, તો માણસ મરી ગયા પછી એનું શરીર આપણી જોડે વાત કરે. શરીર તો બોલતું હશે ?!
પ્રશ્નકર્તા ઃ તો માણસ બોલે છે. માણસે બોલવાનો તો પુરુષાર્થ કર્યો
:
દાદાશ્રી : આ વર્લ્ડમાં કોઈ માણસ બોલી શકે જ નહીં ! જે બોલે
છે, એ એમ કહે છે ‘હું બોલ્યો.’ પણ એ ભ્રાંતિ છે. બોલી શકે નહીં વર્લ્ડમાં કોઈ માણસ ! આવું જ્યારે કહું છું ત્યારે સાયન્ટિસ્ટોને સમજમાં ના આવ્યું, એક વાર તો સાયન્ટિસ્ટો ગૂંચવાડામાં પડી ગયા !
Page #3
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
માણસ બોલી શકે ખરો ? એવી ખાત્રી ખરી તમને ? પ્રશ્નકર્તા : આ બોલે જ છે ને ? સ્પષ્ટ જ છે ને ! દાદાશ્રી : એ તો આ ગાડી ય બોલે છે. ભોં.... ભો.... ભોં.... પ્રશ્નકર્તા સંભળાય છે એટલે બોલે છે, એ વાત તો ચોક્કસ ને ?
દાદાશ્રી : ના. પણ ગાડીઓ બોલે છે ને ? ગાડીઓ ? તે ગાડી એ માણસ છે, જીવ છે ?
પ્રશ્નકર્તા : એ બરાબર પણ આ સજીવ સૃષ્ટિ બોલે છે, એ વાત ખરીને ? માનવ સૃષ્ટિ બોલે છે, એ વાત તો ચોક્કસને ?
દાદાશ્રી : “બોલ્ય' કોનું નામ કહેવાય કે, પોતાને જેવું બોલવું હોય અને જેટલું બોલવું હોય એટલું જ બોલાય. પણ એવું બોલે છે ખરું ? બને છે ખરું આખો દહાડામાં, તમારે બોલવું હોય શું ને શું બોલી જવાય એવું બને ?
પ્રશ્નકર્તા : વધારે બોલી જવાય જરૂર કરતાં કાં તો ના ય બોલાય !
દાદાશ્રી : શું બોલવું હોય અને એને બદલે કેવું બોલી જવાય, એવું બને ખરું ?
પ્રશ્નકર્તા : હા, એવું બને જ છે. દાદાશ્રી : રોજ ? પ્રશ્નકર્તા : હા, રોજ !
દાદાશ્રી : તો પછી આ બોલનારો માણસ હોય તો એક વાક્ય ય જુદું ના હોય. કોઈ ફેરો બોલ્યા પછી મનમાં એવું થયેલું કે આ ભૂલથી બોલાઈ જવાયું, એવી ખબર પડેલી ? ત્યારે તમે બોલનારા ને વળી પાછો બોલ અવળો શી રીતે નીકળ્યો? માટે તમે બોલનાર બોલતા નથી, એની મેળે નીકળ્યા કરે.
નથી કોઈની !
પ્રશ્નકર્તા : પોતે જો બોલતો હોય તો ધારે તેવું બોલી શકેને !
દાદાશ્રી : હા. પણ આ પોતે બોલતો જ નથી. વાણી બોલવાની ય હાથમાં નથી. નહીં તો ક્યારની ય તમે બંધ કરી દીધી હોત. પણ હાથમાં નહીં ને.
પ્રશ્નકર્તા : મહાપુરુષોને તો વાણી પર અધિકાર હોય ને ?
દાદાશ્રી : મહાપુરુષોને વાણી પર બિલકુલે ય અધિકાર ના હોય. એ તો મનમાં અહંકાર કરે કે હું બોલ્યો.' “મૈને બોલા !” આપણે પૂછીએ “હેર ઈઝ હૈં ?” તો એને સમજણ ના પડે. તારું “મેં ક્યાં છે, મને બતાડ. આ તો મૈને બોલવાવાળા આવ્યા ! સંડાસ જવાની શક્તિ નહીં ને વગર કામનો કૂદાકૂદ કરે છે !
કેટલાંક લોકો મારી અવળી વાત કરતાં હોય તો પછી હું તેને થોડીવાર પછી કહ્યું, તું બોલ્યો, તે ફરી બોલી જા જોઈએ !” ત્યારે એ કહે, “એ તો ના ફાવે.’ ત્યારે શું જોઈને બોલે છે ? ભમરડો છે કે શું છે તું ? તને અક્ષરે ય ભાન નથી, તે શું બોલ બોલ કરે છે ? લે, જેટલું બોલ્યા એવું ફરી બોલતા નહીં આવડે ? એવું અક્ષરે ય બોલાય નહીં ! કોણ બોલે છે એનું ભાન જ નથી !
તો ભગવાન બોલે ખરો ? પ્રશ્નકર્તા : તો ભગવાન બોલે છે ?
દાદાશ્રી : ભગવાન કંઈ વ્હિસલ નથી. આ તો હિલ હોય, તે વાગે. જો ભગવાન બોલે ને, ત્યારે તો એ ભૂંગળું જ કહેવાય, બેન્ડ-વાજું જ કહેવાય ને ? ભગવાન એક અક્ષરે ય બોલી શકે નહીં. એક અક્ષરે ય બોલી શકવાની શક્તિ નથી એમનામાં. ભગવાન તો ભગવાન જ છે.
પ્રશ્નકર્તા : તો ભગવાન બોલાવે છે? દાદાશ્રી : તો ગરજ એમને ને ? એ ગરજવાળો થયો. એટલે પછી
અમે પણ એક અક્ષરે ય બોલ્યા નથી અને બોલવાની શક્તિ જ
Page #4
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
કામનો શું ? એને ભગવાન કેમ કહેવાય ?! ગરજુ તો આ લોક હોય, જે દુઃખી હોય તે. ભગવાનને શી ગરજ બોલાવવાની, પીપૂડીઓ વગાડવાની ? એટલે જે ભગવાન છે, એ બોલે ય નહીં ને બોલાવે ય નહીં.
તો વીતરાગ તા કહેવાય !
પ્રશ્નકર્તા ઃ તો વીતરાગ બોલે છે ? એવું કહી શકાય ?
દાદાશ્રી : વીતરાગ જો બોલે ને, તો વીતરાગ રાગી કહેવાય. પ્રશ્નકર્તા : નિઃસ્પૃહ બોલે છે.
દાદાશ્રી : નિઃસ્પૃહ બોલે તો હાવાળા છે એ, એવું લાગે. એ તો સ્પૃહાવાળો હોય તે બોલે.
૫
પ્રશ્નકર્તા : આત્મા પ્રાપ્ત હોય, તે પુરુષ બોલે છે.
દાદાશ્રી : તે ય રાગી કહેવાય. શું રાગથી આ બોલી રહ્યા છો ? અત્યારે તમારો રાગ છે, તો તમે સરાગી છો અને સરાગી છો, તો વીતરાગ શી રીતે કહેવાય ?
એને જ્ઞાતી ના કહેવાય !
પ્રશ્નકર્તા : તો જ્ઞાની જ વાત કરે છે, એ નક્કી !
દાદાશ્રી : તો તો પછી હું ઊઠીશ ને, એટલે આ ય (ટેપ મશીને ૫) આવી વાત કરશે. હું ઊઠીશ એટલે આ ય એવી વાત કરે કે ના કરે ? મારા જેવી વાત કરે ને ? તો તો એ ય જ્ઞાની જ કહેવાય ને ?!
દાદા ભગવાત બોલે નહીં !
દાદાશ્રી : અંધારામાં બેસનાર તો એવું જ જાણે ને, કે દાદા ભગવાન બોલી રહ્યા છે ? અગર તો જોડેવાળાની રૂમવાળાને તો એમ જ લાગે ને, કે આ દાદા ભગવાન બોલી રહ્યા છે ?
પ્રશ્નકર્તા : હા.
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તો આ ટેપરેકર્ડ બે હજારનું અને દાદા ભગવાન બે હજારના(!) ?! દાદા ભગવાનની બે હજારની કિંમત જ થઈ ગઈ ને ? દાદા ભગવાનની કિંમત કરી નાખીને, લોકોએ ?
પ્રશ્નકર્તા : દાદા ભગવાન બે હજારના નહીં.
દાદાશ્રી : હા, ભગવાનની કિંમત હોય નહીં. આખી દુનિયા વેચીને પૈસા ભરીએ તો ય ભગવાનનો એક આંકડો પૂરો ના થાય ને જેનું વેલ્યુએશન થઈ જાય, એ ચેતન હોય.
એટલે આ તમારી સાથે બોલી રહ્યા છે, એ દાદા ભગવાને ય નથી બોલતા અને હું ય નથી બોલતો.
બોલે, તે પરમાત્મા ત હોય !
પ્રશ્નકર્તા : એક દોહામાં એવું આપ્યું છે કે બોલે એ પરમાત્મા પોતે જ, બીજો નહીં.
દાદાશ્રી : તો તો સારું બોલે તે ય એ ? અને ગાળો બોલે તે ય એ હોય, તો એ બોલે એનો તમને માર શાનો પડે ?! બોલે એ ને લોક તમને મારવા ફરી વળે. ‘કેમ મને ગાળો દે છે ?' એ બોલતો હોય તો એને માર પડે.
આવી ઊંધી સમજણ, આ આનું આ જ બધું ગા ગા કર્યું છે ! એ તો સહુ સહુની સમજણ પ્રમાણે દોહા આપે. ત્યાં આગળ સર્ટિફાઈડ કરેલો છે એકુંય શબ્દ ? સર્ટિફાઈડ કરેલો હોવો જોઈએ શબ્દ. બધા બોલ્યા, એ સર્ટિફાઈડ થઈ ગયું ? એટલે આપણો આત્મા કબૂલ કરવો જોઈએ. એમ પોલંપોલ ચાલતું હશે ?
હોય તહીં, આત્માતે અવાજ !
પ્રશ્નકર્તા : આત્માના અવાજ ઉપરથી બધું ચાલે છે, એવું જે કહે છે, એ શું છે ?
દાદાશ્રી : આત્માનો અવાજ કેવો હોય ? જાડો હોય કે ઝીણો ?
Page #5
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
કહે છે, એ પ્રમાણે હું કરું છું.” અને એ પ્રમાણે એ કરવાનો આગ્રહ રાખે તે શું ?
દાદાશ્રી : એ અંતરાત્મા કહેતો જ નથી ને ! એટલે આ વાતને ગમે તેમ બોલવી એનો અર્થ જ નથી. આ તો હિન્દુસ્તાનમાં મોટા માણસો ઝાલી પડ્યા છે કે ‘મને મહીંથી બોલે છે એ પ્રમાણે કરું છું.’ તે પછી બીજા બધા ય ઝાલી પડ્યા. વળી મહીં કોણ બોલનારા છે ?
‘આત્મા મારો બોલે છે, આત્માનો અવાજ છે (!)' લે અને એ અવાજ પછી કહેશે, “ના, આને આમ જ કરવું જોઈએ, આમ કરવું જોઈએ.’ એ પછી ઊંધે રસ્તે ય લઈ જાય. તો બીજા લોકો તરત એનો વાંધો ઉઠાવે. જગત એ સત્ય સ્વીકાર ના કરે ને ! એ તો ચોરે ય કહે કે “મારો આત્માનો અવાજ કહે છે, તેથી હું ચોરી કરું છું.'
પ્રશ્નકર્તા : તો અંતરમાં આવે છે એ અવાજ કોનો, આત્માનો નહીં તો ?
આત્માનો અવાજ આવે તો એ કયે ગામથી આવે છે ? કઈ બાજુએથી આવે છે ? રેડિયો પર આવે છે તે ?
પ્રશ્નકર્તા : ના. અંદરથી અવાજ આવે, એવું કહે છે.
દાદાશ્રી : એ ન હોય આત્માનો અવાજ ! આત્મા બોલતો હશે ? આત્મા બોલી શકે જ નહીં. આત્મા બોલતો હોય ને, તો તો ત્યાં સિદ્ધ ગતિમાં જઈને ય બોલ્યા કરે, ગાયનો ગાય !
પ્રશ્નકર્તા: હા, એ તો જે સિદ્ધ થઈ ગયા છે, જે મોક્ષમાં ગયા છે, એ તો જડથી મુક્ત થઈ ગયા છે. એને કંઈ વાચા ના હોય.
દાદાશ્રી : ત્યાં તો પુદ્ગલ છે જ નહીં. એ તો ચોખ્ખો, નિવળ આત્મા !
પ્રશ્નકર્તા : મૂળ આત્માને વાણી છે જ નહીં. દાદાશ્રી : હા, અવાજો નથી.
આત્માનો અવાજ હોય, તો તો ગધેડો બોલે તો ય આત્માનો અવાજ ! એને આપણે કહેવું પડે, “ભગવાન બોલ્યા, ભગવાન બોલ્યા !” આપણે આનંદ (!) પામવું જોઈએ. ગધેડો બોલે એ ભગવાન જ બોલ્યા ને ?! એટલે આત્માનો અવાજ હોય છે. પણ હવે લોકોને શી રીતે ખબર હોય ?!
અને આત્માનો અવાજ આવે તો તો એ ઘંટ કહેવાય. એ આત્મા આવો વાગે છે ? આત્મા બોલે તો જડ થઈ જાય. પછી ઘંટમાં ને આત્મામાં ફેર શો રહ્યો ? તમને સમજાય છે આ ?
પ્રશ્નકર્તા : હું સમજવા પ્રયત્ન કરું છું. દાદાશ્રી : બરાબર છે. સમજવાની જ જરૂર છે.
એ વાતો બધી ભ્રાંતિતી ! પ્રશ્નકર્તા: આ વ્યવહારમાં કેટલાક કહે છે ને, કે “મારો અંતરાત્મા
દાદાશ્રી : એ ત્યાં જ ભ્રાંતિ છે. આંટી ત્યાં જ પડેલી છે. લોકોને ભ્રમણા પડી કે આ બોલે છે, તે જ આત્મા હોવો જોઈએ. એવી આંટી પડી ગઈ પણ એ બધું ઉદયકર્મ બોલે છે. એ પ્રેરણી કરનારું ઉદયકર્મ. અને એ પોતાના કર્મના પરિણામ રૂપકમાં આવે છે. ચોરી કરવાના ભાવ કર્યા છે એટલે પછી મહીં અવાજ થાય ચોરી કરવાનો અને એને કહે છે, મારો આત્માનો અવાજ છે.’ આ તો આપણા લોક અમસ્તા બોલે ગામઠી ભાષામાં કે “મારો આત્માનો અવાજ, આત્માનો અવાજ.’ આપણી સાદી ભાષામાં ગમે તેમ બોલે. કોઈ એને પૂછનાર નથી ને ! આમને કોઈ દાવો માંડનાર નહીં ને ! પણ એ તો ગામઠી ભાષા કહેવાય. એ વિદ્વાનોની ભાષા ન હોય.
સાચું, પણ વ્યુ પોઈન્ટથી ! પ્રશ્નકર્તા: કેટલાક મોટા માણસો એમ કહેતા કે “મારા આત્માનો અવાજ આવ્યો એટલે હું આ ઉપવાસ કરું છું.’ તો એ આત્માનો અવાજ કહેવાય ?
Page #6
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : એ કહેતા'તા એ જ બરાબર છે. એમનો જે માનેલો આત્મા છે, તેનો જ અવાજ છે. એમનો માનેલો આત્મા એટલે કલ્પેલો આત્મા. એટલે આ બધા ય કહે છે “મારો આત્માનો અવાજ.’ એ ખોટું નથી એમની દ્રષ્ટિએ. પણ યથાર્થ દ્રષ્ટિએ આત્માનો અવાજ હોય નહીં.
હકીકતમાં, ‘મારા આત્માનો અવાજ છે' એ બધી ખોટી વાતો છે, સમજ્યા વગરની વાત છે. આત્માનો અવાજ હોતો હશે ? શું કરવા આત્માને ફજેત કરો છો ? આત્માને વાણી ના હોય. આત્મા બોલી શકવાની શક્તિ ધરાવતો નથી. અને આપણા લોકો આવું ગાંડું શું કરવા બોલતા હશે ? શું કરવા બિચારા આત્માને વગોવો છો વગર કામના ? તમને સમજણ ના પડે તો એમ કહો કે “ભઈ, મને તો આવું સમજણ પડે છે.’ સમજીને બોલવું જોઈએ કે ગપ્પાં મારવા જોઈએ ?
પ્રશ્નકર્તા સમજીને બોલવું જોઈએ.
દાદાશ્રી : પણ આપણા લોક તો સમજણ વગર બોલે. એ સંસારિક વાત છે, જ્ઞાનીની વાત ન હોય. એ વાતો બધી ભ્રાંતિ છે અને ભ્રાંતિને સત્ય માનીએ તો ક્યાં દહાડો વળે ?! એમાં ભલીવાર આવે નહીં. પણ એ લોકો તો આત્માને સમજતા નથી. આત્મા જેવું ભાન જ નથી ને ! એટલું ભાન હોત તો કલ્યાણ થઈ જાત.
પ્રશ્નકર્તા : કોઈ વખત માણસને ફુરણા થાય, એ બાબતમાં આપનો શું અભિપ્રાય છે ?
દાદાશ્રી : આત્મામાં ફુરણા નામનો ગુણ નથી. આત્મામાં આવો કશો ડખો છે જ નહીં. આત્મા તો આત્મા જ છે, પરમાત્મા જ છે, વીતરાગ જ છે.
હા, બીજી એક વાત છે. અહીં પ્રકૃતિની પ્રેરણા સિવાય બીજી એક વાત છે ખરી અંદર, જે કવિઓ પણ સમજે છે. જ્યારે બહુ ગૂંચાય ને, તો આમ બેસી રહે ત્યારે અંદર સુઝ પડે છે, જેને હૈયાસુઝ કહે છે. હૈયાસૂઝ એ સાચી વાત છે. તે ય ભગવાનની આપેલી વસ્તુ નથી. ભગવાનની આપેલી નથી, છતાં પ્રકૃતિની નથી. પ્રકૃતિથી બહારની વસ્તુ છે.
નહીં શાશ્વતતા, શબ્દની કદિ ! પ્રશ્નકર્તા : તો શબ્દ કોને કહેવાય ? શબ્દ શાશ્વત છે કે નહીં ? દાદાશ્રી : શાશ્વત શબ્દ જ નથી આ દુનિયામાં કોઈ. પ્રશ્નકર્તા : ‘શબ્દ સનાતન છે, મરતો નથી” એવું કહેવાય છે ને ?
દાદાશ્રી : દુનિયામાં ‘શબ્દ’ એ સનાતન વસ્તુ હોય નહીં. સનાતન વસ્તુ સંભળાય નહીં, સનાતન વસ્તુ દેખાય નહીં, સનાતન વસ્તુ ખાય નહીં. કોઈ પણ સનાતન વસ્તુ, જે આ જગતમાં છે એ ઈન્દ્રિયગમ્ય નથી.
પ્રશ્નકર્તા : હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓએ જે અંદન કરેલાં, તે સ્પંદન આજે પણ આપણને મળે એમ છે. તો પ્રશ્ન એ છે કે શબ્દ નિત્ય છે કે અનિત્ય ?
દાદાશ્રી : શબ્દ અનિત્ય છે. શબ્દ નિત્ય નથી. નિત્ય વસ્તુ કેવી હોય ? જે વસ્તુ નિત્ય છે, એ બીજી વસ્તુઓની બનાવટથી ના હોય, સ્વાભાવિક હોય.
પ્રશ્નકર્તા : આત્મા તો નિત્ય છે, અમર છે ને ?
દાદાશ્રી : હા. આત્મા અમર છે અને બોલનારનું ઠેકાણું નથી. આત્મા અમર છે એમ જે બોલે છે, તેનું ઠેકાણું નથી.
બોલનારો ટેમ્પરરી હશે કે નહીં ? પ્રશ્નકર્તા : હા. એ ટેમ્પરરી જ !
દાદાશ્રી : હા. બોલનારો ટેમ્પરરી છે, એટલું જ કંઈક સમજાય તો વીતરાગનો કંઈ અક્ષરે ય જાણ્યો કહેવાય. બોલનારો ટેમ્પરરી, તો શબ્દ ય ટેમ્પરરી છે !
સ્વર : ઈશ્વર પ્રશ્નકર્તા કહેવાય છે એવું કે સ્વર એ જ ઈશ્વર છે. તો આમાં
Page #7
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૨
વાણીનો સિદ્ધાંત
સત્ય શું છે ?
દાદાશ્રી : સ્વર તો, એ કવિનો સ્વર જુદો. અને પેલું હોર્ન દબાવો તે ઘડીએ બોલે છે, સ્વર કરે છે કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, એ ય અવાજ છે.
દાદાશ્રી : એ સ્વર. આમાંથી, મૂંગળામાંથી નીકળ્યું એટલે આવું અને કવિના મોઢેથી નીકળે એટલે આવું. બેઉ સ્વર છે. સ્વરને જાણનારો ભગવાન છે. એ નોંધ કરે છે સ્વરની, કે કેવું નીકળે છે ? એટલે સ્વર એ જાણવાની ચીજ છે અને ઈશ્વર એ જાણનારો જુદો છે.
નથી. કોઈ માણસ એવો શક્તિશાળી પાક્યો નથી કે જે ગાઈ શકે. બક્ષિશ છે આ, કુદરતી બક્ષિશ ! એ બધાને ના હોય.
અને એવું છે ને, સ્વરના માધ્યમથી બધા બહુ લોકોએ ગાયેલું. પણ જે ભગતમાં વિત્ત હોય ને, તેની કિંમત ! વિત્ત ના હોય તેને શું કરવાનું? જે ભક્તોમાં હેમ્પિંગ થાય એવું એનું જ્ઞાનને એ સ્વર બધું હોય, તો લોકો સાંભળે. નહીં તો પછી એ પોતે ગાયા જ કરે, એના પોતાનાં તાનને માટે. એમાં ગાનારો પોતે ને સાંભળનારો પોતે. પછી મનની મસ્તીમાં રહે !
એમાં આત્મા કર્તા જ નહીં !
પ્રશ્નકર્તા : શબ્દ જે ઉત્પન્ન થયો, તે આત્માની શક્તિ હોય તો જ ઉત્પન્ન થાય ને ?
તમે ઘણું ય બોલો, પણ જાણનાર હોય ત્યારે કિંમત થાય. એ જ સ્વરને લોક કાન દઈને સાંભળ્યા કરતા હોય. અને એ જ સ્વરને લોકો પાછા કહેશે, “શું બોંગ્રેડે છે આ ?!” તે પાછા સ્વરને બાંગડે કહે. એટલે સ્વર એની જગ્યાએ હોય ત્યાં સુધી એ સ્વર છે. એની જગ્યાએ શોભાયમાન હોય ત્યાં સુધી એ સ્વર છે અને એનો જાણનાર તે ભગવાન ! આટલું સમજવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : ‘આ બહુ સુંદર ગાય છે' એ જાણનાર ભગવાન, એ પણ બરોબર અને “આ તો બોંગડ્યા કરે છે એ જાણનાર પણ ભગવાન જ ને ?
દાદાશ્રી : જાણનાર છે એ ભગવાન.
દાદાશ્રી : શબ્દ છે એ શાનો ગુણ છે ? એ નથી પુદ્ગલનો ગુણ કે નથી આત્માનો ગુણ. ‘આત્મામાં અવાજ કરવાની શક્તિ છે કે બોલવાની શક્તિ છે.” એવું જો કોઈ શાસ્ત્ર કહેતું હોય તો એ શાસ્ત્ર તદન ખોટું છે, મૂળમાંથી જ ખોટું છે.
આ જે બધું કરવામાં આવે છે, શાસ્ત્ર વાંચો, ભક્તિ કરો, ચોરી કરો, મારીએ, તો ય એમાં આત્મા નથી. આત્મા ખાલી “જોયા’ કરે છે. આત્માની હાજરીથી બધું થઈ રહ્યું છે. એની હાજરી ના હોય તો ના થાય. આત્માની હાજરી ના હોય, તો આ શબ્દરૂપે-વાણીરૂપે ના નીકળે. અવાજ થાય, પણ વાણીરૂપે ના નીકળે. આ તો વિગતવાર વાણી નીકળે છે. પોતાને બધી વાત કરવી હોય તે ટાઈમે સંજ્ઞા હાજર થઈ જાય. બાકી આત્મા માં હાથ ઘાલતો જ નથી.
હવે જે ચેતન બોલી શકે છે, એમ કહે છે એ મિશ્ર ચેતન છે. એટલે નવું ઊભું થયેલું. જેમ તમે અને તમારો પડછાયો બે જુદા જ હોય ને. એટલે પડછાયો બોલે છે આ. મૂળ ચેતન તો ભગવાન જ છે, એ બોલે નહીં. એ અક્રિય છે, કોઈ ચીજના કર્તા પોતે નથી. જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રૂપે છે અને તમારામાં પણ બેઠેલાં છે.
પ્રશ્નકર્તા : સ્વર, શબ્દ અને ભાવ એમાં સર્વોપરી કોણ ?
દાદાશ્રી : એમાં ભાવ સર્વોપરી. ભાવ બધાની માતા છે, આ સ્વર અને શબ્દની માતા કોણ ? એ ભાવ.
પ્રશ્નકર્તા : સ્વરનાં માધ્યમથી નરસિંહ-મીરાંએ ગાયું. એમને ‘ઇશ્વરનાં ભગત છે” એમ જગતે જાણ્યું. પણ એ સિવાય જેનો સ્વર સારો નહોતો એનું શું ?
દાદાશ્રી : ‘ગાવું' એ તો બક્ષિશ છે. બાકી એમાં એની કોઈ શક્તિ
Page #8
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તેમાં આત્માની જરૂર છે ?
પ્રશ્નકર્તા : ના.
અથડાયું ત્યાં ઊગે અવાજ ! જુઓને, આને ઠોક્યું તો અવાજ ઉત્પન્ન થયો ને ? પ્રશ્નકર્તા : હા, આ વાગ્યું.
દાદાશ્રી : એટલે અવાજ એ તો ભૌતિક વસ્તુ છે, અનાત્મ વસ્તુ છે. એ આત્મ વસ્તુ નથી. ભગવાન તો ચેતન ભાગને જ આવરીને રહ્યા છે, અચેતનમાં નથી રહ્યા. આ તો સમજણ પડતી નથી કે આ આત્માના ગુણ છે કે પુદ્ગલના ગુણ છે !
પ્રશ્નકર્તા : પણ કોઈ પણ વસ્તુ ચેતનના સહારા વગર બનતી નથી. શબ્દ પણ ચેતનના સહારાથી નીકળે છે.
દાદાશ્રી : ચેતનની હાજરી વગર બનતી નથી, પણ એનો અર્થ જુદો છે, અવાજ ચેતનની હાજરી વગર બની શકે છે. પવન આવ્યો ને એક વાસણ બીજા વાસણ પર પડે, તો અવાજ થાય. એક વસ્તુ બીજી વસ્તુને ઘસાય એટલે અવાજ બધો થયા કરે. માટે જડ વસ્તુ સામસામી અથડાય એટલે બૂમ પડે..
આપણે અહીંથી વાસણ નીચે ફેંકીએ તો વાસણ બૂમ પાડે જ. આપણે એને ‘ખખડ્યા’ કહીએ છીએ. પણ જ્ઞાનીઓને એમની બૂમ સંભળાય, ‘વાયું', એવી બુમ પાડે જ ! અને આ થાળી છે, પ્યાલો છે, તપેલી છે, એ નીચે ફેંકીએ તો બૂમાબૂમ કરે કે ના કરે ? આ રકાબીઓ નીચે પડી જાય તો બૂમ પાડે કે ના પાડે પોતે ? અવાજ કરે કે ના કરે ?
પ્રશ્નકર્તા : હા, અવાજ કરે.
દાદાશ્રી : દરેક વસ્તુ નીચે પડી જાય તો બૂમ પાડે. તો આ અવાજ અહીં આગળ આમ અથડાઈ અથડાઈને આવે છે.
વાદળો ગાજે ત્યાં ક્યાં છે આત્મા ?! અને આ બે વાદળાં ઘસાય ત્યારે શું થાય છે ? પ્રશ્નકર્તા : અવાજ થાય છે.
દાદાશ્રી : ત્યાં આગળ શો હિસાબ છે ? આ વાદળાં અથડાય છે, હવે એમાં મોટું કંઈ પથરા જેવું હોતું નથી. આપણે પ્લેનમાં જઈએ છીએ, તે જોઈએ છીએ ને ? ત્યાં કંઈ પથરા હોય છે ? આ તો ખાલી વરાળના બાચકાં આવવાના. પણ એ સામસામી ઘસાય છે, તેનો આટલો બધો અવાજ થાય છે, ધડાકા-ભડાકા બધું માર-તોફાન કરી મેલે. હવે વાદળો ઘસાય એટલે અવાજ થાય અને વધુ ઘસાય એટલે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય. અને બીજાં વાદળાં ભેગાં થાય ત્યારે ધડાકા-ભડાકા કરે, ને એકબે વાદળાં હોય તો ના કરે. એ એવી અવસ્થા ઊભી થાય.
માણસો બૂમો પાડતા હોય અને વાદળો કડડાટ કરતાં હોય. અને આ વાદળાં બોલે છે, એને આપણા લોક શું કહે છે ? વાદળાં ગાજે છે કે ?
પ્રશ્નકર્તા : હા. ગાજે છે, કહે છે.
દાદાશ્રી : ગાજવું એટલે શું ? ગર્જના કરે છે. આપણા લોકોને ગર્જના શબ્દ લાંબો પડે, બોલતાં ના ફાવે, એટલે ‘ગાજે, ગાજે' કર્યા કરે, અને સિંહ બોલતો હોય તેને ‘ગાજે ના બોલે. ‘એ ગર્જના કરે છે, કહેશે. આ વાદળો એ સિંહના જેવું નથી બોલતા ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને સિંહે ય તે ઘડીએ ચમકે છે કે ‘આ વળી કોણ મારાથી મોટો ?” તે ઘડીએ બૂમાબૂમ કરે.
હોર્ન, ત્યાં ક્યાં ચેતત ? પ્રશ્નકર્તા: તો આ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ ?
દાદાશ્રી : એ તમને સમજાવું. આપણે ત્યાં પેલા જૂના જમાનાની ગાડીમાં રબ્બરના ગોળાવાળાં હોર્ન હતાં ને ? એવું જોયેલું છે ને ? એ હોર્ન તમે વગાડી જોયેલું કે નહીં વગાડી જોયેલું ? વગાડી જોયેલું ?
Page #9
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
કહેવાય ?
પ્રશ્નકર્તા : હા, જી.
દાદાશ્રી : અત્યારે શાંતિ હોય, પણ પછી આપણે હોર્નના ગોળાને આમ દબાવીએ ત્યારે શું થાય છે ? આમ દબાવીએ એટલે ભોં.... બોલે ને ?
પ્રશ્નકર્તા : હા, અવાજ આવે. દાદાશ્રી : તો શાથી અવાજ થતો હશે ? પ્રશ્નકર્તા : હવાથી.
દાદાશ્રી : પણ તે હવા તો આ અહીં બધે પડી છે. લે, આમ થશે અવાજ ?
પ્રશ્નકર્તા : હવા નેરો એરિયામાંથી જાય છે, એટલે અવાજ થાય
દાદાશ્રી : હા, એટલે આમ ઘસાઈને નીકળી છે એટલે અવાજ થાય છે. અહીં કોણ બોલે છે એ ? એ આત્માનો અવાજ નીકળ્યો ? ત્યાં ક્યાં ચેતન છે ? મહીં કોઈ જીવતો માણસ નથી, તો શાથી અવાજ થાય છે ? તે ઘડીએ આમાં શું સાયન્સ થયું ? એ વિચારવા જેવું છે ને ?
જ્યાં આકાશ છે, ત્યાં પરમાણુ છે. વેક્યુમ હંમેશાં ખાલી ના હોય. એમાં બધા પરમાણુઓ ભરાઈ જાય. એ જડ પરમાણુ હોય. એટલે પેલા ગોળામાં જે આકાશ છે, તેની મહીં પરમાણુ ભરાઈ રહ્યા હતા, સૂક્ષ્મ પરમાણુ આંખે ન દેખાય એવા. હવે એ ગોળો આપણે આમ દબાવીએ ને, એની સાથે પરમાણુઓ ફોર્સથી બહાર નીકળે છે, તે ઘસાઈ ઘસાઈને નીકળે એટલે અવાજ થાય છે, તે એવું આ મહીં ય હોર્ન મૂકેલાં છે. એ આમ દબાય છે ને અવાજ નીકળે છે, દબાય છે ને અવાજ નીકળે છે. આ પરમાણુ મહીં જે અંદર હોય છે, તે બધા ઘસાતા ઘસાતા ઘસાતા બહાર નીકળે છે. કંઠસ્થ ને તાળુ0 ને આ બધામાંથી, એ અવાજ શબ્દરૂપે થાય છે.
પ્રશ્નકર્તા ઃ આપણે જે બોલીએ છીએ, એ પણ એવું જ? હોર્ન જેવું
દાદાશ્રી : ભૂંગળું જ છે આ. મહીં ભૂંગળું વાગે છે. પણ આ મશીનરી જે ગોઠવાયેલી છે ને, કંઠસ્થ ને તાળુ0, એ મશીનરીને લીધે આ શબ્દો નીકળે છે. આ બધા શબ્દો છે, તે હોઠ-ગળું-જીભ એ બધાને લઈને વાણી રૂપે નીકળી જાય છે અને એ નીકળતી વખતે અવાજ થાય છે, તે આમ વાજિંત્ર વાગે એવી રીતે વાગે છે. એ બધા અવાજ પુદ્ગલ ઘસાવાથી થાય છે. તેમાં આત્માની જરૂર જ નથી. એટલે આ અવાજ માત્ર અનાત્મ વિભાગનો છે. એ બધો અજીવ તત્ત્વનો વિભાગ છે, જીવ તત્ત્વનો વિભાગ નથી.
હોય એ ગુણધર્મ આત્માનો ! પ્રશ્નકર્તા : વાણીને સ્વાભાવિક ના કહેવાય ?
દાદાશ્રી : સ્વાભાવિક ના કહેવાય. સ્વાભાવિક એટલે પોતાના ગુણધર્મોમાં આવે છે. આત્માના ગુણધર્મમાં વાણી છે જ નહીં ને ! લોકો “આત્માનો અવાજ, આત્માનો અવાજ” એમ બોલે છે, તે આ લાઈટ અંધારું, અંધારું' બોલે એના જેવું છે. આત્મામાં અવાજ નામનો ગુણ જ નથી. જેનામાં જે ગુણ ના હોય તે ગુણ આવે ખરો ? કોઈ મને કહે કે “મારી શુદ્ધ સોનાની વીંટી છે, એને કાટ ચઢી ગયો.” તો હું માનું નહીં. એ વાત માન્યામાં આવે ? એનો કાટનો ધર્મ જ નથી ને ! એટલે આપણા લોકો જે કહે છે કે “આત્મા બોલે છે.” તે આત્માના ગુણધર્મ જાણ્યા વગર કહે છે.
આત્મામાંથી પાણી નીકળી જ નથી, શબ્દ ય નીકળ્યો નથી કોઈ દહાડો ય. અને શબ્દ નીકળે તો એ આત્મા ન હોય. આત્મા બોલે તો એ આત્મા જ ન્હોય. કારણ કે આત્મા બોલી શકે એવી સ્થિતિમાં જ નથી. આત્મા અક્રિય છે, અવાજ વગરનો છે. આત્મામાં ચાલવાની શક્તિ નથી, બોલવાની શક્તિ નથી. આત્માની જે શક્તિ છે, એમાંનો અંશ લોક જો જાણતું હોય ને, તો લોકનું કલ્યાણ ના થઈ ગયું હોત ?! લોકને તો દાળભાત ને રોટલી આવડે. બીજું કશું આવડે નહીં. થોડું ઘણું સમજવું જોઈએ કે ન સમજવું જોઈએ ? વિચાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ ?
Page #10
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૭
પ્રશ્નકર્તા : કરવો જોઈએ.
દાદાશ્રી : આવું ગ`ગપ્પે ચાલે ? આત્માનો એકે ય ગુણ અહીં દુનિયામાં જોવામાં આવતો નથી. તો એના મૂળ ગુણધર્મ જાણવા પડે ને ? આત્મા ખાઈ શકે નહીં, આત્મા પી શકે નહીં, આત્મા નાકથી શ્વાસ લઈ શકે નહીં, એ બધો આત્માનો કામધંધો નથી. આત્માના ગુણધર્મ જુદા છે. આત્મા પરમાનંદ સ્વરૂપી છે, અનંત જ્ઞાનવાળો છે, અનંત દર્શનવાળો છે, અનંત શક્તિવાળો છે, અનંત સુખનું ધામ છે, અવ્યાબાધ સ્વરૂપ છે, અવિનાશી છે, એવા અનંત ગુણનું ધામ છે આત્મા તો ! આ ભીંતોની આરપાર જતો રહે હડહડાટ, મોટા મોટા ડુંગરોની આરપાર જતો રહે એવો આત્મા છે. એને કોઈ બાધા-પીડા કરે નહીં. ગમે એટલો દેવતા નાખો ને, તો એને કશું થાય નહીં. કારણ કે એ દેવતા સ્થૂળ છે અને આત્મા સૂક્ષ્મતમ છે. એ બેને મેળ પડે નહીં.
વાણી એ આત્માનો ગુણ નથી ને આત્માની અવસ્થા ય નથી, આત્માનો સ્વભાવે ય નથી. જોવું અને જાણવું એ જ આત્માનો સ્વભાવ
છે.
તથી વાણીતો ગુણ પુદ્ગલતો પણ !
પ્રશ્નકર્તા : વાણીને તો જડ કહી છે ને, શાસ્ત્રમાં ?
દાદાશ્રી : એવું છે ને, વાણી એ પુદ્ગલનો પણ ગુણધર્મ નથી. એનો ગુણ હોય તો કાયમનો હોય. પુદ્ગલનો સ્વભાવ હોત, તો આખી રાત ભીંતો બૂમાબૂમ કરી મૂકે. એટલે મૂળ પુદ્ગલનો સ્વભાવ નથી, કે શબ્દ થવો જોઈએ. કોઈ પણ વસ્તુ એવી નથી કે જેની મહીં શબ્દનો ગુણ હોય, ચોખ્ખા પરમાણુ હોય એનામાં એ શબ્દનો ગુણ નથી. શબ્દ છે એ શાના ગુણ છે ? એ નથી પુદ્ગલનો ગુણ કે નથી આત્માનો ગુણ. પુદ્ગલના ગુણ તો અમુક જ છે. એના કાયમના ગુણ તો રૂપ-૨સ-ગંધ અને સ્પર્શ એ જ છે. આ શરીર ગોરું હોય, કાળું હોય, એ ગુણધર્મ કહેવાય. સુગંધ આવે, દુર્ગંધ આવે, એ બધું ગુણધર્મ કહેવાય. એ બધા ગુણો સ્વાભાવિક છે બધા. એ અન્વય ગુણો છે અને આ અવાજ તો
વાણીનો સિદ્ધાંત
વ્યતિરેક ગુણે ય હોય. અવાજ છે તે અમુક દશામાં ઉત્પન્ન થાય છે. એ કંઈ કાયમનું નથી. એ તો અમુક દશામાં જ્યારે સામસામી પુદ્ગલ પરમાણુઓ અથડાય ત્યારે જ ઉત્પન્ન થાય, નહીં તો નહીં. અને આ તો સંજોગવશાત્ પુદ્ગલ અથડાય તો જ એ અવાજ થાય.
અનંત કાળતી અજોડ શોધ, અક્રમજ્ઞાતીતી !
કશી વાતચીત કરજો. ફરી ફરી આ તાલ બેસે નહીં આવો. આ ચા-પાણી-નાસ્તા તો ફરી ય આવશે. છતાં ય એને દાદ-ફરિયાદ આપવી
જોઈએ. પાછું એકપક્ષી ય નહીં થઈ જવું જોઈએ કે આ એકલું જ સાંભળ સાંભળ કરવાનું. એને ય દાદ-ફરિયાદ આપવાની.
૧૮
આપણા લોક તો મૂળથી અક્કલવાળાને, એટલે પોતે ‘હું બોલ્યો’ કહે. પછી આપણે કહીએ, ‘કેમ આજે બોલતા નથી ? ત્યારે કહે, ‘ગળું બેસી ગયું છે.’ અરે, હમણે બોલતા’તા ને ?! ‘પણ આ ગળું બેસી ગયું તે શી રીતે બોલું ?' કહેશે.
હું જાતે નથી બોલતો. મારી બોલવાની શક્તિ જ નથી ને ! અને તમને તો એમ જ છે ને, કે હું જાતે બોલું છું ? ‘જાતે બોલે છે' એટલે એ પઝલમાં છે અને હું પઝલને સોલ્વ કરીને બેઠો છું.
પ્રશ્નકર્તા : તો તમારી અંદર કઈ શક્તિ છે, જે વાણી સ્વરૂપે બહાર આવે છે ?
દાદાશ્રી : મારામાં બોલવાની શક્તિ જ નથી. આ અવાજ કહાં સે આયા ? એ જ્ઞાની પુરુષ જાણે. જે જ્ઞાની પુરુષ ભગવાનનાં પ્રતિનિધિ છે. એ એકલા જ જાણે, બીજું કોઈ જાણી શકે નહીં !!
પ્રશ્નકર્તા : તો આ કોણ બોલે છે ? એ કહો ને, એ જડતું નથી. વાસ્તવિક શું છે ?
દાદાશ્રી : વાસ્તવિક તો, ‘આ કોણ બોલે છે’ એ હું તમને કહી
પ્રશ્નકર્તા : હા, કહો.
દઉં ?
Page #11
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૯
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : કોર્ટમાં જજ તો એમ જ કહે કે ‘હું જ બોલું છું. ત્યારે મારે ય કહેવું પડે કે ‘હું બોલું છું.’ પણ જ્યાં એ જજ નથી, જ્યાં હું
સ્વતંત્ર છું, ત્યાં આગળ હું સાચી હકીકત કહી દઉં, છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન કહી દઉં તમને, કે આ કોણ બોલે છે તે ? જેની આગળ નવી વાત જ ના હોય. આ ઓરિજિનલ ટેપરેકર્ડ આપની સાથે વાત કરે છે !
વાસ્તવિક વાતો બોંબ જેવી હું જે વાત કરું છું, ને એ વાસ્તવિક વાત કરું છું બધી. વાસ્તવિક તમને સાંભળવાનું ગમે છે, નહીં તો પેલી વાત કરું મને પેલી વાતે ય આવડે છે. તમે ઓડીટર છો, મારે બીજી વાત ના કરવી જોઈએ. તમને ખોટું ગૂંચવવા ના જોઈએ. તમને વાસ્તવિક વાત કરવી જોઈએ મારે.
પ્રશ્નકર્તા : અત્યાર સુધી પેલી બધી વાત સાંભળેલી હોય અને એમાં જ અભ્યાસ કરેલો હોય અને આ એકદમ તો એટમ બોમ્બ પડે એવી વાત.
દાદાશ્રી : પણ તમે એ ઓડીટર છો, એટલે સહન કરી શકો. નહીં તો ના કરું. ઓડીટર એટલે તરત એ પકડી શકે છે. આ મારી કંઈક ભૂલ થાય છે ? એવું તરત સમજાય. અને બીજા તો કહે કે “ના, મને નથી આ સમજાતું.’ તો હું વાત બીજી રીતે બદલી નાખું તરત. હું સમજી જઉં કે સામે પહોંચી શકતા નથી. મારી વાત વિચારજો બરોબર. હું જે વાત કરું છું ને, કારણ કે બુદ્ધિ વગરના માણસની વાત છે. બુદ્ધિવાળાની વાતો તો બહુ દહાડા સાંભળી અને આ બુદ્ધિ વગરની વાત એટલે શું ? ઓરીજીનલ ટેપરેકર્ડ. એટલે માલિકી વગરની વાણી. માટે એ તમારું હિત કરશે.
આપને શું લાગે છે, વાસ્તવિક જાણવું જોઈએ કે ના જાણવું ? અનંત અવતારથી આપણે વાસ્તવિકને માટે જ ભટકીએ છીએ, એની જ બાધા રાખ રાખ કરી છે કે વાસ્તવિક સાર્થક થાય.
પ્રશ્નકર્તા : તમે બોલતા હોય ત્યારે ‘જ્ઞાની પુરુષ' તમારા દ્વારા બોલતા હોય છે કે ‘એ. એમ. પટેલ” બોલતા હોય છે. કે ક્યારેક આ ને ક્યારેક આ એવું કંઈ હોય છે ?
દાદાશ્રી : હું ય નથી બોલતો અને જ્ઞાની પુરુષે ય બોલતા નથી. ધીસ ઈઝ ઓન્લી ધી ટેપરેકર્ડ. હા, ઓન્લી ધી ટેપરેકર્ડ બોલે છે આ.
પ્રશ્નકર્તા : જે વાણીનો પ્રવાહ આવે છે, એનું કંઈ મૂળ તો હશેને ?
દાદાશ્રી : મૂળની અત્યારે જરૂર નથી. અત્યારે તો કોણ બોલે છે? તો આ ટેપરેકર્ડ બોલે છે અને આપણા લોકો કહે છે, ‘હું બોલ્યો.” પણ એ ભ્રાંતિ છે.
પ્રશ્નકર્તા : અમારે બધાને ‘હું બોલું છું’ એ ભ્રાંતિ છે, પણ આપ જે બોલો છો તે, એના માટે પૂછું છું.
દાદાશ્રી : હું બોલું છું, પણ આ ટેપરેકર્ડ જ છે. ભ્રાંતિ કોનું નામ કહેવાય કે જે પોતે નથી કરતો, ત્યાં કહે, ‘હું બોલ્યો' ! એટલે ‘હું બોલ્યો” એ બ્રાંતિ છે ને જો ‘ટેપરેકર્ડ’ કહું તો એ જ્ઞાન સાચું. નહીં તો બીજી બધી ભ્રાંતિ.
પ્રશ્નકર્તા : આ બધી જ વસ્તુ ભ્રાંતિ છે, તો આપની વાણી પણ ભ્રાંતિ ખરી કે નહીં ?!.
દાદાશ્રી : વાણી બે પ્રકારની હોય. એક રિલેટિવ વાણી, જે સંપૂર્ણ ભ્રાંતિ હોય અને બીજી રિયલ-રિલેટિવ હોય, એ પાતળા પ્રકારની ભ્રાંતિ, અબ્રાંતદશાને પ્રાપ્ત કરાવે એવી હોય. એ રિયલ તરફ લઈ જનારી રિલેટિવ, બાકી વાણી એ રિલેટિવ તો છે જ, પછી બધી ભ્રાંતિ જ છે.
પ્રશ્નકર્તા : વિકલ્પ સિવાય વાણીનું ઉદ્ભવસ્થાન જ નથી, એવું એક જગ્યાએ સાંભળેલું. તો આપ જે વાણી બોલો છો, એમાં પણ સંકલ્પવિકલ્પ જ કહેવાય ?
દાદાશ્રી : ના. આ વાણી એ ટેપરેકર્ડ છે. એટલે ટેપરેકર્ડમાં સંકલ્પવિકલ્પ હોય જ નહીં ને ! આ તો સંકલ્પ-વિકલ્પમાંથી ટેપ થઈ ગયેલી છે આ. આજ એ ઈફેક્ટ છે, આ ઇફેક્ટિવ ચીજ છે, આ કૉઝીઝ નથી. કૉઝીઝ હોય તો સંકલ્પ-વિકલ્પ હોય જ.
Page #12
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
અંતે તો વાત એકતી એક જ ! પ્રશ્નકર્તા : આ તીર્થંકરોને અભિવ્યક્તિ હશે, તે જુદી હશે ? તેઓ અકર્તાપણું કહેતા હશે ? આપ ટેપરેકર્ડ શબ્દ વાપરો છો, એ લોકો અકર્તાપણું કહે, એવું નહીં ?
દાદાશ્રી : જેવી પબ્લિકને જરૂરિયાત હતી, તેવી એમની પાસેથી વાણી નીકળતી હતી. એ પોતે જાણે કે આ વાણી એ મારું સ્વરૂપ ન હોય. વીર ભગવાનને એક ક્ષણ પણ એવું નથી લાગ્યું કે આ હું બોલું છું. બાકી વીર ભગવાન બોલ્યા છે, તે ય ટેપરેકર્ડ જ બોલી છે. મેં ટેપરેકર્ડ કહ્યું, કારણ કે આ કાળમાં ટેપરેકર્ડ નીકળ્યાં છે. એટલે ‘ટેપરેકર્ડ' તમને બતાડું છું, અંગુલિનિર્દેશ કરું છું. પણ તે દહાડે ટેપરેકર્ડ હતું જ નહીં ને !
સિદ્ધાંત સાયન્સતો ! પ્રશ્નકર્તા : પણ ટેપરેકર્ડનો સોર્સ, એનું મૂળ અંદર હોય કે બહાર હોય
કોઈ પણ વસ્તુ ઓરિજિનલ વગર હોય નહીં. એ સાયન્સના રિવાજ પ્રમાણે તમને સમજાય ? કે ના સમજાય ? સાયન્સનો રિવાજ તો ખરો ને ?
આ ટેપરેકર્ડ જ બોલી શકે. આત્માની વાણી હોય ને, તો ટેપરેકર્ડ ના ઊતરે. આ ટેપરેકર્ડની વાણી છે, માટે ટેપરેકર્ડ ઊતરે છે.
ટેપ(વાણી) : ટેપ (મશીત) અહીં આ ટેપરેકર્ડ (મશીન) કોણ વગાડે છે ? પ્રશ્નકર્તા: આ તો વિજ્ઞાન છે.
દાદાશ્રી : આ ય વિજ્ઞાન જ છે. બધું અંદર આખું ય વિજ્ઞાન જ છે. પહેલું સાયન્સ અહીં આ બોડીમાં જ છે. એના પરથી આ બહાર બધું સાયન્સ ઊભું થયું છે.
પ્રશ્નકર્તા : વાણીના માલિક નથી, તો પછી આ બોલાય કેવી રીતે ?
દાદાશ્રી : આ ટેપરેકર્ડ (મશીન) એનો માલિક નથી હોતો, તો ય બોલે જ છે ને ! આ જેમ ટેપરેકર્ડ (મશીન) બોલે ને, એવી રીતે આ ઓરિજિનલ ટેપરેકર્ડ પણ બોલે છે. એમાં બીજો ફેર નથી જરા ય..
પ્રશ્નકર્તા : પણ આ ટેપરેકર્ડ (મશીન) તો ‘મેનમેડ મશીન છે.
દાદાશ્રી : ત્યારે મશીન સિવાય તો કોઈ બોલી શકે જ નહીં ને ! મશીન જ બોલી શકે. બોલે એ મિકેનિકલ વસ્તુ છે.
પ્રશ્નકર્તા: આ ટેપરેકર્ડ (મશીન) એ તો ‘મેન મેડ’ મશીન છે. તો આ મહીંનું કોણે બનાવ્યું ?
દાદાશ્રી : આ ઓરિજિનલ ટેપરેકર્ડ કુદરતી છે.
પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડ (મશીન)માં વાત કરવાની સ્વતંત્રતા નથી, આ તો યાંત્રિક છે.
દાદાશ્રી : એવું આ ય યંત્ર જ બોલી રહ્યું છે. આ તમે ભણ્યા, તે
દાદાશ્રી : અંદર જ ટેપરેકર્ડ છે. ટેપરેકર્ડ અંદર થાય છે અને પછી બહાર પ્રગટ થાય છે. અંદર ઓરિજિનલ ટેપરેકર્ડ છે.
પ્રશ્નકર્તા : આ ઓરિજિનલ ટેપરેકર્ડ એ શબ્દ વાપરો છો, એમાં ઓરિજિનલ’ શા માટે કહો છો ?
દાદાશ્રી : આ ટેપરેકર્ડ (મશીન)ને જગતનાં લોકો ઓરિજિનલ ટેપરેકર્ડ કહે છે. પણ ધિસ ઈઝ નોટ ઓરિજિનલ ટેપરેકર્ડ. આ બોલે છે, તે ઓરિજિનલ ટેપરેકર્ડ છે ને આ ટેપરેકર્ડ (મશીન) એ સેકન્ડરી ટેપરેકર્ડ છે. ઓરિજિનલ ટેપરેકર્ડ એ સૂક્ષ્મ છે અને આગળ બધી સ્થળ છે. આના પરથી બીજી ઊતરે છે. એટલે આ ઓરિજિનલ ટેપરેકર્ડ છે, એવું કહેવા માંગું છું. જો આ બીજી ના ઊતરત, તો આપણે ઓરિજિનલ ટેપરેકર્ડ જ ના કહી શકીએ. અને આ તો બીજી ઊતરે છે, એની પરથી ત્રીજી ઊતરે છે, જેટલી ઉતારવી હોય એટલી ઊતરે. એટલે આ બોલે છે, તે જ ઓરિજિનલ ટેપરેકર્ડ છે. આની પહેલાં ટેપરેકર્ડ જ નહીં.
Page #13
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૨૪
વાણીનો સિદ્ધાંત
એ ભાંભરડે તો ય એ બોલે જ છે. એ આપણને સમજણ ના પડે. એક કૂતરું ભસે તો એને સામું કૂતરું સમજી જાય. ‘હમણે આલી દઈશ” કહે ને, એટલે પેલું પાછું જતું રહે.
પ્રશ્નકર્તા : એટલે બે કૂતરા એકબીજા વાત કરી લે. દાદાશ્રી : એ સમજી લે, બધું પહોંચી જાય. સહુ સહુની ભાષા હોય
ય યંત્ર જ ભર્યું છે. આમાં ચેતને કશું કાર્ય કર્યું નથી. એટલે મિકેનિકલ જ બોલે છે એ. મશીનરી છે એ.
પ્રશ્નકર્તા : આ બધું મશીનરી જ છે, તે સિવાય બીજું કશું છે જ નહીં ?
દાદાશ્રી : બધું મશીનરી જ છે. આ દાળ-ભાત-રોટલી મહીં નાખશો તો આ ચાલશે. નહીં તો બે-ચાર દહાડા બંધ કરી દો જોઈએ. એક કલાક નાક બંધ કરી દો જોઈએ.
પ્રશ્નકર્તા : મશીનરી બંધ થઈ જાય.
દાદાશ્રી : ત્યારે આ મશીનરી છે. સમજાય છે થોડું ઘણું, હું શું કહેવા માગું છું તે ? તમને સમજાય એવું, તો આગળ વાતચીત કરીએ.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : આટલી વારમાં સમજાઈ ગયું ? આ વાણી એ ‘ટેપરેકર્ડ” છે એવું જ્યારે સમજાય ને, ત્યારે કલ્યાણ થઈ જાય.
બોલે ટેપરેકર્ડ, જીવમાત્રમાં ! આ ઓરિજિનલ ટેપરેકર્ડ મારા એકલામાં હશે કે તમારા બધામાં ? પ્રશ્નકર્તા : બધામાં.
દાદાશ્રી : હા, બધામાં હાજર છે. આ માણસો ગીત ગાય છે, તે ય ટેપરેકર્ડ છે.
પ્રશ્નકર્તા : જન્મ વખતે બાળક રડે છે, તે શું કહેવાય ?
દાદાશ્રી : એ ય ટેપરેકર્ડ છે. હવે, આ માણસો એકલામાં જ ટેપરેકર્ડ હશે કે આ જાનવરમાં હઉ ? જાનવરમાં પણ ઓરિજિનલ ટેપરેકર્ડ છે. આ ગાયો-ભેંસો બોલે છે તે ય ટેપરેકર્ડ છે. નહીં તો ત્યાં એને કોણ શીખવાડવા ગયું હતું ? એની મા શીખવાડતી હશે એવું ? ના. ટેપરેકર્ડ જ છે. એક ફેરો સાંભળી એટલે ટેપરેકર્ડ એની ચાલુ થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે બધાં પ્રાણીઓ પોતપોતાની ભાષા વ્યક્ત કરીને પહોંચાડી દે ?
દાદાશ્રી : સમજે જ બધા. એનાં બચ્ચાં જોડે ય વ્યવહાર ચાલે ને ! આ વાંદરીનાં બચ્ચાં હોય, તે વાંદરી બોલે એટલે પેલા સમજી જાય બધા. આપણે બોલીએ ને સામો માણસ સમજી જાય, એવું એ સમજે. આપણે કહીએ ‘બાબા અહીં આવ.' તો એ બીજું કહે, એ પ્રમાણે.
આ કૂતરું ભસે છે ને, તે ય ટેપરેકર્ડ છે. નહીં તો આવડા નાના બચ્ચાને ભસતા ક્યાંથી આવડે ? એટલે કુરકુરિયાનું ય ટેપ થયેલું. કુરકુરિયું એની મા ભસે ત્યારે ભસે. મા ભસે છે તે ઘડીએ ગાળો ભાંડે છે, એટલે કુરકુરિયું હઉ ગાળો ભાંડે. હવે એ આપણને સમજાય નહીં. એટલે આપણે એમ જાણીએ કે આ ભસે છે. પણ એ તો ગાળો ભાંડતું હોય. કો'ક ફેરો ખુશમાં આવ્યો હોય ત્યારે ‘ટીટ, ટીટ’ બોલ્યા કરે. ભસે ખરું, પણ ખુશમાં બોલે, મસ્તીમાં બોલે. એટલે પ્રેમનું ભસે છે, તે ય આપણને ખબર પડે કે આ આવું પ્રેમનું ભસે છે. પછી ગુસ્સાનું ભસે, તે ય ખબર પડે, નહીં ?
પ્રશ્નકર્તા : હા, ખરું.
દાદાશ્રી : કૂતરું ભસવાનું શરૂઆત કરે, ત્યાંથી એન્ડ થાય ત્યાં સુધી મેઝર જોવામાં આવે તો જુદી જુદી જાતનું હોય. ડાઉન આવે, ઉપર ચઢે, જુદી જાતનું હોય. એ કંઈ કહી રહ્યો છે. હસતો જાય ને ભસે, એવું ય બને. ચીઢાયો હોય ને ભસે, તે ય જુદું. દુ:ખમાં હોય ને ભસે તે ય જુદું હોય. આંખમાં પાણી નીકળતું હોય ને ભસે, તે ય જુદું હોય. શું કરે
Page #14
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૨૫
વાણીનો સિદ્ધાંત
પણ ? કોને કહેવા જાય બિચારાં ?! મહીં દુઃખ થતું હોય, તે કોને કહેવા
જાય ?
આપણે રસ્તામાં જતા હોય તો એ બૂમ પાડે છે “જતા રહો અહીંથી.’ પણ આ હવે ભાષા ન જાણતા હોય ત્યાં સુધી તો શું સમજાય ? આપણી ભાષાને આ જાનવરો શું માને કે આ કંઈક ખખડયું. આપણે કોઈની જોડે લડીએ ને તો એ ખખડ્યું માને. પણ ના, આપણે બોલીએ છીએ એવું એ ય પણ બોલે છે. આપણે એમની ભાષા નથી જાણતા ને એ આપણી ભાષા નથી જાણતા.
આ કૂતરાની ભાષા જ જુદી જુદી નથી લાગતી ? કોક ફેરો જુદું ભસે છે, કો'ક ફેરો જુદી જાતનું ભસે છે. તે દરેક વખતે અવાજ જુદી જુદી પ્રકારનો એટલે ભાષા જુદી હોય. કેટલાંક તો કહે “નાલાયક લોકો, કેમ આવ્યા છો અહીં આગળ ?” એમે ય બોલે કૂતરાઓ.
પ્રશ્નકર્તા : પણ એ ટેપ થયેલું જ બોલાય છે ?
દાદાશ્રી : હા, ટેપ થયેલું જ છે. આપણે જાણીએ કે આ કૂતરું આ જાતનું ભસે છે, માટે આવું કંઈ કારણ છે. પણ એ ભસે છે ને, એ ય ટેપરેકર્ડ બોલે છે. આ ગધેડું બોલે છે, તે ય ઓરિજિનલ ટેપરેકર્ડ છે. ઘરમાં બેઠા હોય આપણે, તો આપણને સમજણ પડે કે લંબકર્ણ બોલી રહ્યા છે. લંબકર્ણ તમે જોયેલા કે નહીં ?
પ્રશ્નકર્તા : જોયેલા.
દાદાશ્રી : એ બોલી રહ્યા છે આમ, રોફથી બોલે પાછાં. કોઈ ડર કશો ય નહીં. આ મારો અવાજ થશે, કોઈને બીક લાગશે, દુઃખ થશે, એવું કશું નહીં એમને. એ તો રોફથી બોલે. શેરી વચ્ચે રાજાનું ઘર હોય તો ય બોલે. “આ તો મોટા રાજા છે, મારાથી કેમ બોલાય ?” એવું એને કશું છે નહીં. એ તો એની ટેપરેકર્ડ જ્યારે વાગી ત્યારે ખરી અને આપણી ટેપરેકર્ડ વિવેકપૂર્વકની હોય, રાજા આવે તે ઘડીએ અમુક વાગે નહીં. હવે પહેરગીર હોય ને, તે ય આપણે બોલીએ તો આપણને બૂમાબૂમ કરે ને આ લંબકર્ણને બોલવા દે !
આ કરામત તો જુઓ ! આ દુનિયામાં કોઈ પણ જીવ કંઈ પણ બોલી શકે નહીં, આત્મા તરીકે. ચેતન બોલી શકે એમ નથી. જીવ માત્ર ટેપરેકર્ડના આધારે જ બોલે છે. બધાને ટેપરેકર્ડ છે. મારી એકલાની નહીં, બધાની. ગધેડાની ય ટેપરેકર્ડ છે. નહીં તો હોંચી હોંચી, એ જ સ્વરૂપમાં હોંચી હોંચી બોલી ના શકે, એકનો એક જાતનો સૂર ના નીકળે. અને ઓરિજિનલ ટેપરેકર્ડ ના હોય તો ગધેડું ફરીવાર બોલે ત્યારે જુદી જ જાતનું બોલે, ત્રીજી વખત બોલે ત્યારે જુદી જાતનું બોલે, અવાજ બદલાયા કરે. પણ આ તો આપણે જ્યારે સાંભળીએ ને, ત્યારે એ જ જાતનો અવાજ, જરા ય ફેર નહીં, એક જ ક્વોલિટી હોય. કાલે જેવું બોલતો હોય એવું જ એક્કેક્ટ બોલે. ભૂલચૂક ના થાય ? ગધેડું ગયે વખતે ભૂંક્યું હતું ને અત્યારે ભૂક્યું, એમાં કેમ ફેર નથી પડતો ? અક્કલવાળું છે એ ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ ટેપરેકર્ડ જ છે. એવું ને એવું જ વાગ્યા કરે. જ્યારે જુઓ, ત્યારે ટેપરેકર્ડ એવી જ વાગતી હોય. જાણે ટેપરેકર્ડ ચાલું થઈ ગઈ ! અને કો'ક ફેરો માંદો હોય ને, તો ય એવું જ બોલે છે.
પ્રશ્નકર્તા : કોઈ પણ બોલે, ગધેડું કે કૂતરું પણ તેમાં એનો ભાવ અંદર ઉમેરાય ?
દાદાશ્રી : કશો જ ભાવ-ભાવ નહિ. ટેપરેકર્ડ જ ગાય છે આ. અને તે પાછો ઉદય આવે ત્યારે ગાય. આ કર્મનો ઉદય જ ગવડાવે છે.
પ્રશ્નકર્તા : ગયા ભવમાં પશુ હોય, તો કેવી રીતે ભાવ કરે ?
દાદાશ્રી : ના, એને ભાવ હોય નહીં. પણ એ જાનવર થતાં પહેલાં જે મનુષ્યપણું હતું, તેના ચાર્જ થયા પ્રમાણે ડીસ્ચાર્જ થયા કરે.
ગધેડો ભૂકે છે, તેની હું તપાસ કરું. ત્યાં થોડી વાર ઊભો રહું. આ ગધેડો જે બોલે, તેનું જ થર્મોમીટર રાખીએ ને, જેમ આ હાર્ટના સ્પંદનો માપવા કાર્ડિયોગ્રામ કાઢે છે ને, એવું આનું કાર્ડિયોગ્રામ જેવું કાઢે
Page #15
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
ગુજરાતી ભાષા આવડે, બીજી ભાષા શીખે એટલે બીજી ભાષા આવડે. મુસ્લિમોની લેંગ્વજ, હિન્દુઓની લેંગ્વજ ! કૂતરા ભસે છે, ગધેડા ભૂકે છે, એ ય ભાષા છે. આ બધા જાનવર બોંગ્રેડે છે તે ય ભાષા. એટલે ભેંસની ભાષા, પોપટની ભાષા, ગાયની ભાષા, એ બધું ભાષા કહેવાય. સહુ સહુની જુદી જુદી ભાષા ! એટલે ભાષા સામાન્ય હોય અને વાણી મનુષ્ય મનુષ્ય જુદી જુદી હોય. વાણી એ પોતાની વસ્તુ છે.
પ્રશ્નકર્તા તો આ વાણી અને ભાષા, એ બે વચ્ચે શું સંબંધ છે?
દાદાશ્રી : એવું છે ને, એકડો લખેલો હોય તો જ આપણે એકડો કહીએ ને ? એને બગડો ના કહીએ ?
તો ગયે ફેર બોલ્યો હતો એવું એક્કેક્ટ એમાં આવી જાય. કશું ફેર ના પડે. હર સંજોગોમાં ફેરફાર હોવા છતાં એઝેક્ટ તે જ કાર્ડિયોગ્રામ આવી જાય. અને આપણા લોક કહે છે કે આ ભૂક્યો. અલ્યા જુઓ, વિચાર તો કરો, એની કળા તો જુઓ. બધાં જ અવયવો એવાં ગોઠવાયેલાં છે કે ભૂકે છે તે આવું જ નીકળે. અને એ અવયવો સારાં ગોઠવાયાં હોય તો આપણા જેવું નીકળે, પણ એ ટેપ થયેલું જ અત્યારે ભૂકવામાં આવે છે અને એક જ જાતનું સંગીત વાગે, હોંચી હોંચી ! ધ્યાન રાખીને સાંભળજો, જો એક જ જાતનું હોય છે.
આવડી આવડી ગાયની વાછરડી હોય તે મેં મેં કરે, તે એવી ને એવી જ વાગ્યા કરે, એની એ જ ભાષા, એને કોણે શિખવાડયું ? શિખવાડવા જવું ના પડે. ભેંસ બૉગડે છે ને, તે ય એક જ જાતનો અવાજ. બકરી બેં બેં કરે છે, ચકલી ચું ચે કરે છે, તે ય એક જ જાતનો અવાજ ! અને વાંદરા ચિચિયારીઓ કરે ને, તે એવી ને એવી જ ચિચિયારીઓ, શરદી થઈ હોય તો ય એવું ને એવું જ બોલે ને ! એનું કારણ છે, કે આ ટેપરેકર્ડ છે. તમને સમજાય છે ?
પ્રશ્નકર્તા : હા, સમજાયું.
દાદાશ્રી : કૂતરું જેવું હમણાં ભર્યું હતું કે, તેના તે જ ટોનમાં ફરી ભસશે. હાઉ ઈઝ ઈટ પોસિબલ ? માટે એ તો ટેપરેકર્ડ થઈ ગઈ.
ભેદજ્ઞાતીએ ભાખ્યાં ભેદ, ભાષાને વાણી તણાં ! પ્રશ્નકર્તા : વાણી અને ભાષામાં તફાવત શું ?
દાદાશ્રી : જેટલું ભસવામાં આવે છે, એ બધી ભાષા કહેવાય અને મનુષ્યોને વાણી હોય છે. બીજા લોકોને વાણી નથી હોતી, ભાષા હોય છે.
પ્રશ્નકર્તા: મનુષ્યોને ભાષા ના હોય ?
દાદાશ્રી : ભાષા બધાની. પણ વાણી મનુષ્યોની એકલાની હોય. જાનવરને વાણી ના હોય. બાકી ભાષા તો, સહુ સહુની ભાષા હોય. જ્યાં જન્મ્યા હોય ને, ત્યાં એની ભાષા એને આવડે. ગુજરાતમાં જન્મ્યો તો
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : બગડો લખેલો હોય તો ? પ્રશ્નકર્તા : બગડો જ કહેવો પડે.
દાદાશ્રી : એને અનુસરીને છે આ. એટલે આ બોલવું છે, એના આશયને અનુસરીને જ આ ભાષા હોય છે. વાણી શું છે, એ પ્રોજેક્ટ કરે છે એ ભાષા.
પ્રશ્નકર્તા : ભાષા એનું આખું પ્રોજેક્ટ કરે છે ?
દાદાશ્રી : હા.
આ જાણેલું કામતું જગતમાં જીવવા ? તમને આ બધી વાતો ગમે છે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આમાં કંઈ પૈસા કમાવાની વાત નથી. તો આ બધી વાતમાં તમને શું ઈન્ટરેસ્ટ પડી ગયો ? પૈસા કમાવાની વાત હોય તો ઈન્ટરેસ્ટ પડે, તો તો આપણે જાણીએ કે પૈસા કમાવાની દરેકને ઇચ્છા જ હોય ને !
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૯ પ્રશ્નકર્તા : પણ અહીં જ્ઞાનની બધી વાતો જાણવાની મળે ને !
દાદાશ્રી : આ જાણો તો જ જગતમાં જીવેલા કામનું છે. નહીં તો જીવેલો , મરેલા બરાબર છે. આ બહાર જે બધા જીવતા ફરે છે ને, એ મરેલા જેવા છે. આખો દહાડો મહીં મુંઝાયા કરે ને અકળાયા કરે. જેમ શક્કરિયું ભરહાડમાં મૂકે તો કેટલી બાજુ બફાય ?
પ્રશ્નકર્તા : બધી બાજુથી જ બફાય. દાદાશ્રી : તેમ મનુષ્ય બધા બફાઈ રહ્યા છે.
ત બદલો વ્યવહાર બદલો બિલિફ ! આ બધા મનુષ્યમાત્ર જે બોલે છે કે જીવમાત્ર જે બોલે છે, એ ટેપરેકર્ડ બોલે છે. તમારી ય ઓરિજિનલ ટેપરેકર્ડ છે. પણ તમે તો એના માલિક છો ને ? તમે એમ બોલો કે આ ટેપરેકર્ડ છે ? ના બોલો. કારણ કે તમને અહંકાર હોય કે ‘હું બોલ્યો.” અને આખું જગત ઈગોઈઝમવાળું છે. એટલે કહેશે, “હમ બોલતા હૈ, હમ બોલતા હૈ.' અરે ક્યા, હમ બોલતા હૈ? આ ‘હમ'થી તો બંધાયા છે. એના કરતાં આ બિચારી ગાયો-ભેંસો સારી, ગધેસીંગ દરબારે ય સારા. બોલે પણ કહે નહીં કે હું બોલ્યો. આ કતરો પોતે અહંકાર કરતો નથી કે હું બોલ્યો.” એટલે આ જાનવર છે તે ભલે ‘ટેપરેકર્ડ” નથી બોલતા, ત્યારે “માય સ્પીચ’ ય નથી બોલતા બિચારા (!) જ્યારે આ લોકો તો બધા એવું કહે કે “અમે બોલીએ છીએ.” ‘બોલ્યો ને મેં આમ કર્યું, તેમ કર્યું.’ એ જ બધા છમકલા કર્યા કરે.
પ્રશ્નકર્તા : પણ તે સિવાય વ્યવહાર જ કેમ થઈ શકે એમ છે ?'
દાદાશ્રી : વ્યવહારથી ‘હું બોલ્યો’ બોલે, તેનો વાંધો નથી. વ્યવહારમાં તો કહેવું જ પડે ને ! વ્યવહારમાં બોલાય એવું. પણ એવી બિલિફ ના હોવી જોઈએ. અમે ‘અમારી વાણી’ એવું બોલીએ છીએ, તે ખાલી ડ્રામેટિક બોલીએ છીએ. બિલિફમાં એવું નથી અમારું. ખાલી વ્યવહારમાં દેખાવ માટે અમારે બોલવું પડે કે ‘હું બોલ્યો.” અને તમે જે બોલો છો, તે બિલિફમાં પણ તમને એ જ છે કે ‘હું જ બોલ્યો.”
ત્યારે બોલતારો ક્યાં ગયો ? જગત આખું ય એવું જ કહે કે ‘હું બોલ્યો”. “ઓહોહો ! મોટા બોલવાવાળા આવ્યા !' આ દુનિયામાં કોઈ બોલી શકતો હશે ? આ દુનિયામાં કોઈ માણસ એવો જભ્યો નથી કે જે સ્વતંત્ર એક શબ્દ પણ બોલી શકે. કોઈ પણ જીવ, ગધેડું કે કૂતરું પણ ના બોલી શકે. કારણ કે બોલવાનું કોઈના હાથમાં નથી.
છેલ્વે સ્ટેશને જતી વખતે, ઉતરતી વખતે, આપણે કહીએ કે, ‘કાકા, કંઈક બોલો, કંઈ કહેતા જાવ.’ તો આંખો દેખાડે ખરા, આમ આમે ય કરે. હજુ કશું કહેવું છે, પણ શી રીતે બોલે ? કાકાને બોલવું છે પણ બોલાતું નથી. તો બોલવાનું રહી ગયું ? ‘હા, વાત કરવી છે, તે રહી ગઈ.” જીભ છે ને ? “ના, જીભનો લવો થઈ ગયો.' તે લડ્વો થાય ત્યારે બોલે શું ? એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને ને !
દાદાશ્રી : મહીં વાણી બધી ખલાસ થઈ ગઈ. પછી શું બોલે કાકા ? રોજ બોલે કે ‘હું બોલું છું, હું બોલું છું.’ લે, બોલ ને ! તારે બોલવું છે, તો બોલ ને ! જીવતો છે ને ? કેમ નથી બોલાતું ? બોલનારા હતા ને ? તું બોલનારો બંધ શી રીતે થયો ? તું જો બોલનારો હોય તો તું છે, ત્યાં સુધી તો બોલ ને ? એ ઘરમાં છે ત્યાં સુધી ના બોલે ?
પ્રશ્નકર્તા : બોલે. દાદાશ્રી : પણ બોલાતું તો નથી. પ્રશ્નકર્તા : પોતાની સત્તા નથી.
દાદાશ્રી : ત્યારે એમ જ કહો ને ! માટે એ આપણી સત્તા નથી. આપણી સત્તા બોલવાની નથી. આ તો ટેપરેકર્ડ ઉતરી ગયેલી છે, તેટલું જ બોલાય છે.
આ તો બોલ્યાનો અહંકાર કરે છે. બોલે છે બીજો અને પોતે કહે છે ‘હું બોલું છું.’ અહંકાર શાથી છે ? ‘બોલે છે કોણ? એ જાણતો નથી એટલે.
Page #17
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
- ૩૧
વાણીનો સિદ્ધાંત
જો બોલનારાને જાણી જાવને, તો તમારો અહંકાર ના રહે. આ તો ટેપરેકર્ડ બધી અંદર ગોઠવાયેલી છે. પણ મનમાં આમ ‘હું બોલ્યો’ એમ માને છે. હા, એનું નામ ભ્રાંતિ અને ભ્રાંતિથી ઊભું રહ્યું છે આ જગત.
અને હાર્યા ત્યારે... ‘આ હું બોલું છું, હું આ કરું છું,’ એ તો ખાલી ‘હું'નો વળગાડ છે, ભૂતનો વળગાડ પેઠો એટલું જ છે. ‘તમે સારું બોલ્યા” એવું સાંભળતાંની સાથે જ ‘હું, હું ચોંટી પડે. ‘હું કેવું સરસ બોલ્યો !” તે સારું બોલે, તેનો જશ ખાય. ત્યારે અલ્યા, ખરાબ બોલતા હશો, માટે તમે સરસ બોલ્યા ને ? તો ખરાબ લાગે, તે ઘડીએ કોણ બોલતું હશે ?
આ વકીલો ય કોર્ટમાં બોલીને પેલા અસીલને જિતાડે ને પછી પાછા કહે, “મેં કેવું પ્લીડિંગ કર્યું હતું ! તે સાંભળ્યું હતું ને ?” ત્યારે પેલો કહેશે, ‘હા, સાહેબ. બહુ સરસ પ્લીડિંગ કર્યું હતું.’ એટલે વકીલે યા ગર્વરસ લે. પણ આ ટેપરેકર્ડ બોલે છે, તેમાં શું રોફ મારે છે ?!
તે એક વકીલ એના અસીલને કહે છે, “મેં તને આજે જિતાડ્યો.” ત્યારે અસીલ કહે છે, “સાહેબ, થેંકસ.' ત્યારે વકીલ કહે છે, “ખાલી થેંકસ ?!' ત્યારે પેલાએ ત્રણસો રૂપિયા વધારે આપ્યા. અને પછી બીજો કેસ હતો ને, તેમાં હારી ગયા. હારીને પાછા આવ્યા ત્યારે પેલા અસીલ કહ્યું કે, “સાહેબ, હવે થેંકસ આપવાનું કે તમને ?” ત્યારે વકીલ કહે છે, ના. તું હારી ગયો. તારું નસીબ વાંકું છે.'
લે ! અવળું પ્લીડિંગ થાય ત્યારે આવું કહેશે. અને સારું પ્લીડિંગ થાય ત્યારે “મેં કર્યું. હું બોલ્યો’ કહેશે. જશ ખાવાની ભાવના ! અપજશના કામી થવું નથી. જશના કામી !! જીતે ત્યારે ગર્વ લઈ લે અને હારે ત્યારે આવું અવળું બોલે.
અને સાહેબ, તે દહાડે તમારું નસીબ સારું હતું, તે ત્રણસો મળી ગયા (!) અને આજે મારું નસીબ વાંકું થઈ ગયું ? હારે ત્યારે ‘તમારું નસીબ ફૂટલું છે' એવું વાંકું બોલે કે ના બોલે ?
પ્રશ્નકર્તા : બોલે.
દાદાશ્રી : જો વિરોધાભાસ વર્તન ! આને જીવન જ કેમ કહેવાય ?! અને નસીબ જ હોય તો વકીલ ક્યાં ગયા ? જીતવામાં વકીલ હતા અને હારવામાં વકીલ નહીં ? કે નસીબ ? મોટાં જિતાડનારા આવ્યા ! જિતાડનારા તો ફરી હરાવે નહીં ને ! તો અલ્યા, તું બોલતો હતો કે બીજો કોઈ બોલતો હતો ? અને નસીબને શું કરવા જુએ છે ? આ તો ટેપરેકર્ડ છે. પણ બિચારાને ખબર નથી કે આ જીત્યો હતો તે ય ઓરિજિનલ ટેપરેકર્ડથી અને હાર્યો તે ય ઓરિજિનલ ટેપરેકર્ડથી.
સાચી-ખોટી બેઉ ટેપમાં, જ્ઞાતી તિર્લેપ ! પ્રશ્નકર્તા : આપ બહુ સુંદર દ્રષ્ટાંત આપો છો.
દાદાશ્રી : મેં નથી આપ્યા. આ તો ટેપરેકર્ડ આપે છે. આ ઈનામ મને ના આપતા. આ ટેપરેકર્ડ બોલે છે. હું ય ખુશ થઈ જાઉં છું કે ઓહોહો ! આજ ટેપરેકર્ડ સરસ વાગી.
પ્રશ્નકર્તા : આ ટેપમાં અજાયબ ભર્યું છે.
દાદાશ્રી : પણ એવું નીકળે તો લોકો પ્રેઝેન્ટ મને આપે. આ જવાબ અંબાલાલભાઈ આપતા નથી, આ ટેપરેકર્ડ આપે છે. અમે આનો ગર્વ લઈએ નહીં કે ‘કેવું સારું બોલ્યો” ને એવું તેવું. કારણ કે મારી વાણી નથી, પછી મારાથી બોલાય જ કેમ કરીને ? એટલે રેકર્ડ સારી વાગે તો ય એનો હું માલિક થતો નથી. અને આ રેકર્ડ તો લોક વખાણ કરે એવી જ હોય ને ? પણ એના માલિક ના થઈએ અમે. માલિક થઉં તો પોઈઝન થઈ જાય. અમે તો જવાબદારી જ નથી લેતાં ને, એની.
ઘણાં ફેરા તો આ ટેપરેકર્ડ સાંભળીને હું પણ ખુશી થઈ જાઉં અને બીજું સાંભળીએ તો ય અમે નાખુશ ના થઈએ અને તમે બધા નાખુશ થઈ જાવ. તે આમ નાખુશ તો તમે થતા નથી પણ જરા કાચું પડી જાય. પછી સમું કરો. ત્યારે સાંભળો તે ઘડીએ પહેલાં તો કાચું પડી જાય. તે ઘડીએ કહે કે દાદા, કેમ આવું બોલ્યા ? એટલે અમારે કહેવું પડે કે આ ટેપરેકર્ડ બોલે છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા: અત્યારે તો પ્રમાણ પણ નહીં જાળવે, એવી રીતે બોલે
દાદાશ્રી : હા, એવું બોલે છે. પણ વકીલો કોર્ટમાં જવાબદારીવાળું વાક્ય બોલતા હશે કે બિનજવાબદારીવાળું વાક્ય ?
પ્રશ્નકર્તા : કેસને જીતવા માટે જે બોલવું પડે એ બોલે અને એ તો જેને જેવો પ્રસંગ.
દાદાશ્રી : હા, પણ કોર્ટમાં જવાબદારીવાળા વાક્યો બોલવા પડે ને ? બેજવાબદારીવાળા ના ચાલે ને ?
પ્રશ્નકર્તા : જવાબદારી તો ખરી જ ને ! ઘણી જ જવાબદારીવાળી જગ્યા.
આ તો ટેપરેકર્ડ એમ ને એમ જ નીકળ્યા કરે. અને અમે તો “આ ટેપરેકર્ડ શું બોલે છે' એ જોયા કરીએ ને જાણ્યા કરીએ, બસ ! ખરાબ બોલાય તો ય અમે જાણીએ અને સારું બોલાય તો ય અમે જાણીએ. બેઉના જાણકાર અમે. એમાં ખરાં-ખોટાની ય પછી જોખમદારી નહીં. કારણ કે ટેપરેકર્ડ બોલે છે, “તો ‘જાણનાર’ છું. ‘હું જુદો છું.
અમારે સારી વાણી સાથે લેવાદેવા નથી અને અમારે ખરાબ વાણી સાથે ય લેવાદેવા નથી. વાણી સારી નીકળે તો ય મારી નહીં ને ખરાબ નીકળે તો ય મારી નહીં. અમે તો સારી હોય તો ય ‘મારી” ના કહીએ ને ખરાબ હોય તો ય “મારી’ ના કહીએ. જે નીકળે એ સાચી, કરેક્ટ ! એનું માલિકીપણું નહીં. સાચો જવાબ હોય કે ભૂલવાળો હોય, પણ ટેપરેકર્ડનો. વખાણતો હોય કે ખરાબ કહેતો હોય, તો ય ઓરિજિનલ ટેપરેકર્ડનું. તેથી તમે જશ આપો તો એની અમને જરૂર નથી. કારણ કે આ ટેપરેકર્ડ બોલે છે, એમાં અમારે શું લેવા દેવા ? અને અપજશ આપો તો ય અમને લેવાદેવા નથી.
આ સમજવું જ રહ્યું ! એક વકીલ હતો. તે કહે છે, “આ વાણી એ ટેપરેકર્ડ હોય, તો શું અમે બધા ટેપરેકર્ડ બોલીએ છીએ ?” ત્યારે મેં કહ્યું, ‘હા, બીજું કોણ બોલે ત્યારે ? તારામાં વળી કઈ શક્તિ છે તે ? મોટો બોલવાવાળો આવ્યો !” મને કહે છે, “સાધારણ કંઈ સમજાવો. આ તો બહુ ભારે કહેવાય.’ મેં કહ્યું, ‘ભારે જ કહું છું. તો જ તમને સમજાય. સોનો જેટલો ધક્કો મારું, તો પચાસ-સાઈઠ જેટલું થાય ને ? પણ ધક્કો પાંચનો મારું તો ? મારે તમને વારે ઘડીએ ટલ્લે ચઢાવવા પડે. એના કરતાં એક ફેરો જરા કડવું પહેલું લાગે. પણ પછી મીઠું લાગે કે “ના, ખરું છે.”
શું વાક્યોના વેલ્ડીંગ કરીને બોલાય? આ વકીલો ત્યાં કોર્ટમાં જઈને મોટા કેસ લઢે છે, તો એ વકીલો બોલે છે એ વિચાર કરીને બોલતા હશે કે એમ ને એમ જ ઠોકાઠોક કરે
દાદાશ્રી : પોતે બ્લિડિંગ કરે તો જવાબદારી તો ખરી જ ! તો શેનાં આધારે બોલે છે ? આ જવાબદારીવાળા વાક્યો શી રીતે ફેંકે છે ? વકીલો બોલે છે કે ફેંક્ય રાખે છે ? એકદમ ઝપાટાબંધ બોલે છે ને ? એક ઉપર એક, એક ઉપર એક, જાણે મશીન ચાલ્યું. ક્યાંથી આવ્યાં એ વાક્યો ? તે આ તપેલીમાં ભરીને લાવેલા હશે વકીલ ઘેરથી ? શામાં ભરી લાવ્યા હશે ? અને પાછું કાયદેસરનું હોય એક એક વાક્ય. નીકળે છે સાચું. બધું જૂઠું નીકળતું નથી. એક્ઝક્ટ નીકળે છે, પુસ્તકમાં લખાય એવું. અને આ એક મિનિટમાં કેટલા શબ્દો બોલાય છે ?
પ્રશ્નકર્તા : પંદર-વીસ શબ્દો નીકળી જાય.
દાદાશ્રી : અરે, કેટલાંય ! ટાઈપે ય એટલું ઝડપથી ના થાય. માણસ જવાબદારીવાળા વાક્યો હોય, તે એટ-એ-ટાઈમ સો-સવાસો તો ન બોલી જાય ને ? આ તો એક સાથે સો-સવાસો વાક્યો બોલે છે, એક કલાક સુધી બોલ્યા જ કરે છે. વકીલો એટલા બધાં વાક્યો બોલ્યા, તે
ક્યારે વિચાર કરી નાખ્યા બધા ? ક્યારે કર્યા કહો. એક વાક્ય જવાબદારીવાળું બોલવું, એ વિચાર કર્યા વગર બોલી શકાય ખરું ? તો શેના આધારે બોલે છે આ ?
Page #19
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૫
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : વિચાર કરવાની પ્રક્રિયા એટલી બધી ઝડપી થઈ જાય
દાદાશ્રી : ના. એ તમારી ભૂલ છે. ત્યાં વિચારવાનું ના હોય. નહીં તો બફાઈ જાય, બધો આખો કેસ જ બફાઈ જાય. વિચારવાનો ટાઈમ જ ના મળે ને. વિચારીને બોલાતું હોય તો કામ શી રીતે થાય ?
એટલે એવું છે ને, બોલતી વખતે વિચાર હોય જ નહીં માણસને, નહીં તો કોઈ એક જ વાક્ય બોલવું હોય, તો એની પાછળ કલાક કલાક વિચાર્યા પછી બોલાય. માણસ જો કદી બોલી શકતો હોય, માણસને જો જાતે બોલવું હોય, તો વિચારીને બોલવું જોઈએ. અને વિચારીને બોલે તો એક વાક્ય એક કલાક વિચાર કર્યા પછી જ બોલાય.
પ્રશ્નકર્તા : પણ બધી વખતે ના થાય. શરૂઆતમાં થાય. પછીથી કલાક ના થાય.
દાદાશ્રી : ના. એ ના બની શકે. આ તો મહીં રચના શું છે, તે એ રચના હું જાતે જોઈને કહું છું. વિચારીને એક વાક્ય બોલીએ ને, તો એક કલાક થાય. પછી પાછું બીજું વાક્ય કલાક પછી બોલે. ત્યારે આપણે જાણીએ કે વિચારીને બોલે છે આ. એટલે એક એક શબ્દ વિચાર કરી કરીને પછી ત્યાં આગળ વેલ્ડિંગ કરતો કરતો પછી આખું વાક્ય બોલે એ. એટલે આપણે ત્યાં એની જોડે કલાક થાય, ત્યારે એક વાક્ય આપણને એ કહે. બોલો, સંસાર વ્યવહાર શી રીતે ચાલે આપણો ? આપણે કહીએ કે, “છોકરાનો વિવાહ કરવો છે ?” તો પછી કલાક સુધી વિચાર કરીને આપણને એક વાક્ય કહે, તો એનો તો મેળ ક્યારે પડે ? બોલો, કહો.
પ્રશ્નકર્તા : પાર જ ના આવે એનો.
ડિસાઈડડ છે. નહીં તો ભૂલ જ ના હોય ને ! એટલે પહેલાનું છે, એટલે ભૂલવાળી વાણી નીકળે છે. વિચારો અમુક જ હોય, ને તે ય પાછાં દરેકનાં જુદા જુદા હોય. કોઈને આવ્યો, કોઈને ના આવ્યો, બસ ઠોકયે જ રાખે છે.
એટલે વિચાર કર્યા વગર ફેંકયે જ રાખે છે, નહીં ? શું કૉઝ છે એની પાછળ ? એ ટેપરેકર્ડ છે. આ તો પહેલા ટેપ થયેલું છે, એ બોલી જાય છે ને બીજું મહીં ટેપ થઈ રહ્યું છે. પાછલું ટેપ થયેલું બોલે છે.
પ્રશ્નકર્તા : એટલે શું પહેલાથી ટેપ થયા સિવાય બોલાતું જ નથી ?
દાદાશ્રી : ટેપ જ થયેલું છે. નહીં તો માણસ બોલી શકે જ નહીં. નહીં તો એક વાક્ય બોલતા બોલતા તો એક કલાક થાય. અને આ તો મિનિટમાં જ વીસ-પચ્ચીસ વાક્યો કહી દે છે.
પ્રશ્નકર્તા : એક કવિએ કહ્યું છે કે ‘વિચારીને વાણી બોલો.’
દાદાશ્રી : ‘વિચાર કરીને બોલવું” એ તો આપણે બોર્ડ વાંચ્યું. બોલવું એ જુદું છે અને બોર્ડ વાંચવું એ જુદું છે. બોર્ડ વાંચ્યું, તેનું આવતા ભવમાં ફળ મળે. બોર્ડ વાંચવાથી કંઈ આ ભવમાં ફળ મળે નહીં.
વાણી' પાછળ વિજ્ઞાન ગૂઢ ! પ્રશ્નકર્તા : વકીલો કોર્ટમાં તો તૈયાર કરીને જાય છે. દાદાશ્રી : ના. એ તૈયારી થઈ ગયેલી છે. આ ટેપરેકર્ડ જ નીકળે
દાદાશ્રી : એટલે વિચારવું ને બોલવું, બે સાથે નથી બનતું. પ્રશ્નકર્તા : પણ વિચાર્યા પછી તો એ બોલે ખરો ને ? દાદાશ્રી : હા, બોલે ખરો. પણ તે આ વિચાર એ પહેલાનાં
પ્રશ્નકર્તા : વકીલ પહેલો અભ્યાસ કરે, એ પછી મગજમાં ટેપિંગ થઈ જાય કે મારે આની સામે કેવી રીતે જુબાની આપવાની છે અને તે ટેપિંગ જ પછી બોલે.
દાદાશ્રી : ટેપિંગ તરત થતું નથી. આ જે મૂળ ટેપ થાય છે, તેનું ટેપનું તો બહુ જ મોટું કારણ છે. પણ આ તો અભ્યાસમાં સહજ અભ્યાસ કરે છે. એણે તો આ કેસ જોઈ લીધો કે આ પ્રમાણે છે અને ક્યા કાયદા
Page #20
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૮
વાણીનો સિદ્ધાંત
લાગુ થાય છે, એ જોઈ લીધું.
પ્રશ્નકર્તા : હા, તે એનો વિચાર કર્યો કહેવાય કે નહીં ? દાદાશ્રી : ના, ના.
પ્રશ્નકર્તા : પણ એ અગાઉથી નક્કી તો કરવું જ પડે ને, એને ? ઘણાં વકીલો ઘેરથી તૈયાર થઈને આવે છે ને ?
દાદાશ્રી : એ ઘરથી જે તૈયાર થઈને નીકળે છે ને, ગમે તેટલું નક્કી કરે ને, તો ય ત્યાં જુદું બોલે, ધારેલું ના નીકળે. ત્યાં કોર્ટમાં વકીલ ગયો, એ કશુંક બોલ્યો. પેલો સામાનો વકીલ જુદું બોલ્યો, એ વકીલે કશુંક બોમ્બ નાખ્યો કે ગોઠવેલું ઊડી ગયું ને પાછું બીજું બોલવું પડે.
પ્રશ્નકર્તા : પણ ઘેર ટેપ કરી નાખે અને પછી ત્યાં આગળ ટેપ વગાડે, એના જેવું નહીં ?
દાદાશ્રી : ત્યાં કોર્ટમાં ટેપ વાગે ને, એ ઘેર જેવું ટેપ હોય જ નહીં એ. આ વકીલ પેલા અસીલને ઘેરથી શીખવાડે કે, ‘જો તમારે આવું બોલવાનું, આવું આવું બોલવાનું, ત્યાં આટલું જ બોલજો.” અને ત્યાં કોર્ટમાં ગયો હોય ત્યારે જુદી જાતનું બોલે. એટલે વકીલ મનમાં ચિઢાયા કરે કે ‘આ તો મારી આબરૂ બગાડી.” એનું કારણ શું ? પોતાના કાબુની વસ્તુ ન હોય આ. આ ઉપરથી તેમને સમજાશે કે આ અસીલ કેમ આવું બોલ્યો ને આ કેમ આવું બોલ્યો !
પ્રશ્નકર્તા : હા, ઘણી વાર એવું થાય કે નક્કી કરીને ગોઠવીને બોલવા જઈએ તો ભૂલી જવાય.
દાદાશ્રી : ગોઠવીને બોલો છો, તે ય ટેપરેકર્ડ છે. પણ તમારા મનમાં એમ થાય છે કે ‘હું બોલું છું.” બસ, એટલું જ. સહેજે નીકળશે. અને તે ઘડીએ શબ્દો ફેંકતી વખતે તો એને ખ્યાલમાં ય નથી હોતું કે આવા શબ્દો મારા નીકળશે. પછી કહેશે, “ઓહોહો ! આજ તો હું કંઈ બોલ્યો છું, કંઈક અજાયબ બોલ્યો છું. મારા ખ્યાલમાં ય નહોતા એવા શબ્દો નીકળ્યા.’ એટલે આની પાછળ બધું બહુ વિજ્ઞાન છે. પણ આ તો
આમ ફેંકે ને તેમ ફેંકે, તે ફૅકો છો તે કંઈ એમ ને એમ આ બની જાય ?
પ્રશ્નકર્તા: એ ખ્યાલ આવ્યો કે આ વિચાર કરવા, તે વખતે રહેતા નથી. એ તો બોલી જ જવાય છે.
દાદાશ્રી : વિચાર તો પહેલાં થઈ ગયેલા. પૂર્વભવમાં હિસાબબિસાબ, વિચાર-બિચાર બધું થઈને આ ગોઠવાયેલું જ છે. હવે મફતમાં વાણી બોલવાની છે ને એના પૈસા ઉપજાવવાના છે. લોકો એના પૈસા ઉપજાવે કે ના ઉપજાવે ? આ તો મફતમાં માલ !
વિચાર્યા વિના જ વાણી વહી ! આ હું ય બોલ્ય જ રાખું છું ને, જવાબદારીવાળી વાણી ! આ જે બોલાય છે ને, તે બહુ જવાબદારીવાળા વાક્યો !! આ વર્લ્ડ ભૂલ ના કાઢી શકે એવાં વાક્ય બોલાય છે. આ તો બધાં શાસ્ત્રો રચાય છે. એક શબ્દ એમ ને એમ ગયો નથી, તો આ જેટલા શબ્દ બોલાય છે એ વિચારીને બોલાય છે ?
એક બેન કહે છે કે, “આ દાદા જે બોલે છે તે, હી થિંકસ ટુ મચ બીફોર હી સ્પીકર્'. ત્યારે મેં એને કહ્યું કે, “મારી વાણીની આટલી કદર કરનાર તું જ નીકળી. બીજું કોઈ નીકળ્યું નહીં.” એ બેનના મનમાં એમ થયું કે ‘આ વાણી આટલી બધી સ્પીડી અને આવી અવિરોધાભાસ શી રીતે નીકળે ? એટલે વિચાર્યા વગર આટલું બધું નીકળે નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘તારી વાતની નોંધ કરી. બાકી, ખરેખર અમે તો વિચારતા જ નથી ને ! હું વિચાર્યા વગર જ બોલું છું.’ ત્યારે એ કહે છે, “અરે, એવું કંઈ દુનિયામાં બનતું હશે ? આટલું બધું સરસ બોલો છો, ભૂલ વગરનું ! તમે ખૂબ વિચારો છો ને પછી બોલો છો.” મેં કહ્યું, ના, બિલકુલે ય વિચારતો નથી ને પછી બોલું છું, તેથી આવું નીકળે છે. અમારે વિચારવાનું હોય નહીં. વિચારવાળો તો ગૂંચાયેલો જ હોય હંમેશાં.’ આ તો કંઈ વિચારીને બોલતો હતો હું ? ના. આ તો ટેપરેકર્ડ વાગ્યા કરતી હતી. વિચારીને બોલું તો ‘કરવું હતું’ તેને બદલે ‘કરવી હતી’ થઈ જાય, ને પાછું એને સુધારવાનું. તમને સમજ પડે આ ?
Page #21
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૯
૪૦
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : સમજે તો ઉકેલ આવે એવો છે.
આપણે કો'કને કહીએ, ‘વિચારીને બોલો છો ?” ત્યારે એ કહે, ‘બધું વિચારી રાખ્યું છે ત્યારે તો બોલાય છે.” પછી ખોટું પડે. ત્યારે શું કહે ? “અરે અવળું જ બોલી ગયો.” અલ્યા, વિચારવું હતું ને ! અને ગાળો ભાંડે છે, ત્યારે ક્યાં વિચાર કરવા જાય છે ?!
અરે, કેટલાંક વકીલો શું કહે ? કે મારે પ્લીડિંગ કરવું હતું, તે થયું નહીં. બીજું થઈ ગયું. એમ બોલે ખરાં ?
પ્રશ્નકર્તા : બોલે.
દાદાશ્રી : અલ્યા વકીલ, જવાબદાર માણસ, આવું બોલો છો ? તમને શરમ નથી આવતી ? ત્યારે કંઈ તે ઘડીએ જીવતા ન્હોતા ? તો બોલ્યું કોણ ? એટલે આનો જવાબ ના આપે પછી. અલ્યા, તું બોલનારો ભૂલ્યો કેવી રીતે ? તું બોલનારો ને તું ભૂલનારો, બે સાથે ના હોય. બોલનાર એ ભૂલે નહીં ને ભૂલનારો એ બોલે નહીં. તો એ શું સૂચવે છે ? કે ધિસ ઈઝ નોટ યોર સ્પીચ. હું બોલું છું એ, ધેટ ઈઝ રોંગ બીલિફ. તો આ વકીલો બોલે છે, તે ઓરિજિનલ ટેપરેકર્ડ નહીં ? કે પોતે જાતે બોલે છે ?
પ્રશ્નકર્તા: એ ય ટેપરેકર્ડ જ છે. પણ ઘણીવાર કંઈક ખોટું બોલી નાખે છે. તો એણે એવું ખોટું ટેપ કરેલું હોય, એટલે એવું નીકળે છે ?
દાદાશ્રી : બીજું શું ત્યારે ?! આ ટેપરેકર્ડ છે. એક ફેરો જે ટાઈપ થઈ ગઈને, એમાં ફેરફાર ના થાય. એટલે આવું છે આ જગત.
એ શોધખોળ તો કર ! માણસ એમ બોલે ખરો ને, કે “મારે નહોતું બોલવું તો ય બોલાઈ જવાયું ?
પ્રશ્નકર્તા : કો'કવાર બને એવું.
દાદાશ્રી : પછી ફરી પાછો બોલે ને, કે “એવું નહીં, આવું આવું?” નહોતું બોલવું છતાં બોલાઈ જાય, એને શું કરે ? બોલ્યા વગર છૂટકો જ નહીં ને ? તો મહીં કોણ બે જણ છે બોલનારા ?
પ્રશ્નકર્તા : ના, ના. એક જ છે.
દાદાશ્રી : બોલે ને ફરી કહે “અરે ભાઈ, મારી ભૂલ થઈ. હું ભૂલથી બોલી ગયો.” અલ્યા, તમે બોલનારા ને પાછા ભૂલથી બોલી ગયા એ શબ્દ ? ત્યારે તું બોલ્યો કે બીજો કોઈ બોલ્યો ? તું નહોતો તો બોલનારો કોણ ? આ નહોતું બોલવું એ કોણ કહે છે ? બોલ્યો તે કોણ ? તું કોણ ? બોલાઈ શી રીતે જવાયું ? આ બધું ખોળને, શોધખોળ તો કર જરા. અલ્યા, તું જ જો બોલનારો હોય તો આવું બને નહીં. પોતે બોલતો હોય તો એવું બે ભાષા વાપરે નહીં. અત્યાર સુધી તમે બોલતા હતા ને હવે બોલી જવાયું? તો શું ન્યુટ્રલ છો, તે આવું બોલો છો કે ‘બોલી જવાયું ? આ બધું વિચાર્યું?
અને પછી પસ્તાવો ય થાય. પોતે બોલે પછી કહે કે, “ભાઈ, મારાથી આ ભૂલથી બોલાઈ ગયું. ભૂલથી બોલી જવાયું.” ત્યારે પસ્તાવો કોણ કરે છે? આ બોલે છે કોણ ? આની પાછળ શી કરામત છે? આનું પૃથક્કરણ કરીએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : એ કેમ બોલી જવાયું ?
દાદાશ્રી : એ જ ટેપરેકર્ડ છે, એવી ખાતરી થાય છે કે નથી થતી ? એનું કારણ, આ ટેપરેકર્ડ છે. જેવી ટેપ થયેલી છે ને, તેવી નીકળે. પોતાના હાથમાં નથી આ તો. એ પોતે બોલતો જ નથી. ટેપરેકર્ડ બોલે છે. નહીં તો માણસને ફરી બોલવું ના પડે કે મારી ભૂલ થઈ. હંમેશાં પોતે બોલનારો હોય તો ભૂલ થાય જ નહીં અને ભૂલ થાય છે તો એ પોતે બોલનારો નથી. આ તો બધું ટેપરેકર્ડ મહીં ઊતરી ગઈ છે.
તો એ ફરી બોલી શકાય ? તમને સમજાયું, આ ટેપરેકર્ડ છે એવું? ટેપરેકર્ડ બોલ્યા કરતી હોય
Page #22
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
એવું તમને સમજમાં આવે છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ને લોકો તો શું કહે છે ? ‘હું બોલ્યો’ એવું બોલે છે ને ? તે જો ઠોકાઠોક ઠોકાઠોક કરે, વગર કામના. આ એમ કંઈ ચાલતું હશે આવું પોલંપોલ તે ? જગત પોલંપોલ નથી. આપણે દસેક મિનિટ વાતો કરીએ, ને પછી આપણે એમને કહીએ કે, ‘ફરી બોલો જોઈએ, જે બોલ્યા હતા તે. ફરી બોલો જોઈ.' તો શું થાય ?
પ્રશ્નકર્તા : ના બોલી શકાય.
૪૧
દાદાશ્રી : હા, ના આવડે. એનો એ એક અક્ષરે ય ના આવે. પ્રશ્નકર્તા : એનું એ ના આવે.
દાદાશ્રી : શાથી ?
પ્રશ્નકર્તા : એ તો દરેક વ્યક્તિ ના બોલી શકે.
દાદાશ્રી : તો એ ટેપરેકર્ડ ! ટેપરેકર્ડ હોય તો જ ના બોલાય ફરી. ટેપરેકર્ડ બોલાઈ ગઈ. આપણા હાથમાં સત્તા જ નહીં ને ! પેલી જે બોલ્યા ને, એ ટેપરેકર્ડ વાગી ગઈ. એટલે ફરીથી ના બોલાય એ અને તમે જો બોલતા હોય ને, તો ફરી બોલી શકો. આ તો હું જાતે જોઈને કહું છું. આ તો આખું સાયન્સ છે.
તો સોલ્વ થાય ૫ઝલ !
તમે બોલો છો, તે ય ટેપરેકર્ડ છે. પણ તમને ખબર નથી એટલે ‘હું બોલ્યો’ એમ બોલો છો. એ તમારે છૂટે એવું નથી. માટે તમને વાણી પારકાંની નહીં લાગે. અને હું તો આ જાણી ગયો કે ‘હું કોણ છું’ ને ‘આ બધું શું છે’ એનો ભેદ, એની વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન છે મારે. આ ચેતનનો ભાગ અને આ મેટરનો ભાગ, એ બેની વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન પડી ગયેલું છે મારે. ત્યારે સોલ્વ થાય નહીં તો આ પઝલ સોલ્વ થાય નહીં ને ! નહીં તો પારકાંના ખેતરના ભીંડા ખાઈએ, તો
૪૨
વાણીનો સિદ્ધાંત
ગાળો જ ભાંડે ને ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ના ચાલે એ તો. તેનો માર છે ને, સંસારમાં. લોક પારકાં ખેતરનો લાભ ઉઠાવવા ફરે છે. ભાન નહીં હોવાથી બધા ‘હું બોલ્યો, તે બોલ્યો, હું કેવું બોલ્યો' એવું કહે છે. ત્યારે ‘હું’ તો નક્કી થયા સિવાય શું કેવું બોલ્યો તે ? જ્યાં સુધી જે કોઈ પણ માણસ એમ બોલે છે કે ‘હું બોલું છું, મારી વાણી છે’, ત્યાં સુધી એ અજ્ઞાની છે. જેટલી કચાશ એટલું એ બોલે.
એટલે આ ઓરિજિનલ ટેપરેકર્ડ વક્તા છે, તમે શ્રોતા છો ને હું જ્ઞાતા-દ્રષ્ટા છું. ‘વક્તા શું બોલે છે’ અને ‘શ્રોતાનો શો પ્રતિભાવ છે', એ બન્નેનો હું જ્ઞાતા-દ્રષ્ટા છું. આપણે દેખાઈએ છીએ બે, પણ વ્યવહાર ત્રણનો છે.
પ્રશ્નકર્તા : આ તમે કહો છો કે ટેપરેકર્ડ બોલે છે ને હું એનો જ્ઞાતા-દ્રષ્ટા છું.' તો આ જે પદ તમે કહો છો, તે અસલી પદ છે કે એના નીચેનું પદ છે ?
દાદાશ્રી : બિલકુલ અસલી પદ. એ જે જ્ઞાતા-દ્રષ્ટા છે ને, તે આ શરીરનો માલિક એ નથી, મનનો માલિક નથી, વાણીનો માલિક નથી, જુદો છે એ, એટલે અસલ પદ, તદન અસલી પદ. એની આગળ કોઈ ઉપરી છે જ નહીં.
પ્રશ્નકર્તા : એ અસલી પદ કેટલું દૂર છે ?
દાદાશ્રી : નજીકમાં નજીક અસલી પદ છે. બીજું બધું દૂર છે. ખેતરાં, બૈરી, છોકરાં, બીજું બધું ય આઘું છે.
પ્રશ્નકર્તા : તો એ પદ સમજાવો તમે. જ્ઞાતા-દ્રષ્ટા એટલે કેવી
રીતે ?!
દાદાશ્રી : ‘જ્ઞાની છું’ એટલે હું જ્ઞાતા-દ્રષ્ટા છું. શેનો ? ‘શું બોલી રહ્યું છે’ તેનો. ધિસ ઈઝ ધી ઓરિજિનલ ટેપરેકર્ડ. ઓરિજિનલ ટેપરેકર્ડ
Page #23
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૩
૪૪
વાણીનો સિદ્ધાંત
ઈઝ સ્વિકિંગ વિથ યુ. ટેપરેકર્ડ ઈઝ ધી સ્પિકર. તમે શ્રોતા છો અને હું વચ્ચે જ્ઞાતા-દ્રષ્ટા છું. ધિસ ઈઝ નોટ માય સ્પિચ, પણ ટેપરેકર્ડની સ્પિચ છે આ. આ ટેપરેકર્ડ કહીએ છીએ, એ કેવી સુંદર વાગે છે ! અને હું જાતે બોલવા જઉં તો બગડી જાય.
પ્રશ્નકર્તા : આમાં શ્રોતા તો બાજુ ઉપર રાખો. પણ વક્તા અને જ્ઞાતા, એ બન્ને વચ્ચેનો સંબંધ કયો ?
દાદાશ્રી : “” ને “બોલનાર’ બે જુદા છે. ‘બોલનાર’ ટેપરેકર્ડ છે અને ‘હું જાણનાર છું. ‘આ ટેપરેકર્ડ શું વાગી રહી છે' એ જોયા કરું, જાણ્યાં કરું. આમાં ક્યાં ક્યાં ભૂલ્લ થાય છે, કઈ ભૂલ છે ને કઈ નથી, એ બધું હું તપાસ રાખ્યા કરું છું. ક્યો શબ્દ અવળો નીકળ્યો, ક્યો શબ્દ સવળો નીકળ્યો, સામાને ફાયદો થઈ રહ્યો છે કે નહીં, ક્યો શબ્દ વાંધાજનક છે, ક્યો શબ્દ વધારે પડતો છે કે ક્યો શબ્દ ઓછો છે, ક્યો શબ્દ ગેરવાજબી છે, એમાં સામાને દુઃખ થશે કે કેમ, એનું મારે નિરંતર રિસર્ચ જેવું ચાલે. એટલે આ ટેપરેકર્ડ કેવી બોલે છે ને શું શું બોલે છે, એને જોવું ને જાણવું, એ જ મારા સ્ટડીમાં હોય. બધું ખ્યાલમાં આવી જાય. બનતાં સુધી ભૂલ વગરની ટેપ છે. પણ વખતે કોઈ વખત ભૂલ બની ય જાય, કંઈ કહેવાય નહીં.
જ્ઞાતી વદે, જેમ છે તેમ
તે પાછો હું ય સાંભળું છું, હં. તમારે એવું ન માનવું કે હું નથી સાંભળતો. તમે જાણો કે દાદાજી અમને બધાને સંભળાવે છે ! અરે ભઈ, હું ય સાંભળું. આ રેકર્ડ વાગવાની શરૂ થાય છે, એટલે મને સાંભળવાની તે ઘડીએ ગમે છે. ખાવાનું-પીવાનું કશું ગમતું નથી. ભૂખે ય ના લાગે, આ રેકર્ડ જ્યારે વાગે ત્યારે. હવે આ રેકર્ડ વાગે ને તમે જો એટલાં તન્મયાકાર થઈ જાવ, તો તમને પણ એવું થઈ જાય.
પ્રશ્નકર્તા : અમે આપની વાણી કાને સાંભળીએ છીએ. આપ કઈ રીતે સાંભળો છો ? આપે કહ્યું કે, આ વાણી હું ય સાંભળું છું.
દાદાશ્રી : ત્યારે હું કંઈ સાંભળ્યા વગર રહેતો હોઈશ ? મને ય જ્ઞાન થાય કે ના થાય, આવું સાંભળું એટલે ? એને હું ય સાંભળું છું. ને ! અને ભૂલચૂક થતી હોય તો હું ય ભૂલ કાઢે ને ! હા, મહીં એકાદ ભૂલ થયેલી હોય તો હું ય ભૂલ કાઢું કે “આ ભૂલ છે.'
ટેપની ભૂલ જડે જોતારાને ! પ્રશ્નકર્તા : ઓરિજિનલ ટેપરેકર્ડમાં ભૂલ હોય ?
દાદાશ્રી : હા, કોઈક વખતે ભૂલ બની જાય. પણ તે જોવાની. હવે અમારો શું ગુનો થતો હશે ? કોઈ જાતનો અમારો ગુનો થાય નહીં. કારણ કે આ શરીરમાં જ હું રહેતો નથી. અઠ્ઠાવીસ વર્ષથી આ શરીરમાં ફર્સ્ટ નેબરર તરીકે રહું છું. તો પછી અમારા ગુના ક્યાં આગળ આવ્યા ? છતાં ય આ ‘પટેલ'ના ગુના છે. આ ‘એ.એમ.પટેલ’ ૩૫૬ ડિગ્રી ઉપર છે અને ‘ભગવાન' પોતે ૩૬૦ ડિગ્રી પર છે. ‘એ.એમ.પટેલ'ને ચાર ડિગ્રી ઓછી છે, એટલે કંઈ ભૂલ થવાનો સંભવ તો ખરો જ. ઓરિજિનલ ટેપરેકર્ડ ચાર ડિગ્રી કમીવાળી છે, પરફેક્ટ નથી. આ વળી આ ચાર ડિગ્રી કમીવાળી છે એટલે ‘મારે' જોતાં રહેવું પડે. ‘જોનાર’ છે તે પૂરી ડિગ્રીથી જુએ છે એટલે એ ભૂલચૂક હોય તે સુધારી આપે. ‘એની’ ભૂલો ભાંગશે એટલે કમ્પ્લીટ થઈ જશે.
અત્યારે આ બોલાય છે, તેની જોખમદારી મારી નથી. કારણ કે હું આમાં જુદો છું. આ રેકર્ડ બોલી રહી છે, એટલે જોખમદારી નથી
અમે જે શબ્દ બોલીએ ને, તે “છે’ એને છે કહીએ અને ‘નથી” એને નથી કહીએ. ‘નથી’ એને અમારાથી ‘છે' કહેવાય નહીં. નહીં તો ગુનો લાગે. કારણ કે અમે જવાબદાર છીએ.
એટલે વસ્તુ જુદી છે. આ તો મારે જાતે ક્યારે કહેવું પડે છે ? તમે પૂછો ત્યારે મારે બોલવું પડે. નહીં તો આ બોલ્યાનો અર્થ જ નહીં ને ! ‘સારી-ખોટી’ મારાથી બોલાય નહીં અને છતાં બોલું તો મને વાંધો નથી. કારણ કે એ વાણી મારી નથી. એ ટેપરેકર્ડ છે. એ ટેપરેકર્ડ બોલે છે ને હું જ્ઞાતા-દ્રષ્ટા છું. આ વાણી શું બોલી રહી છે, તે હું તેને જોયા
Page #24
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
રહેતી. પણ જો ભૂલ થયેલી હોય તો અમે તરત નોંધ કરીએ. લોકોની પાસે ભૂલવાળી વાણી બોલવાની નથી. વાણી એકદમ ક્લિયર હોવી જોઈએ, બિલકુલ ભૂલ વગરની હોવી જોઈએ, એક સેન્ટ પણ ભૂલ ના હોવી જોઈએ. એક સેન્ટ જેટલી ભૂલથી લાખો માણસોને નુકસાન થઈ જાય. આખા દહાડામાં એકાદ ભૂલ નીકળે વખતે, તો ય અમારી નોંધ હોય. હા, ભૂલ તો ચાલવી જ ના જોઈએ. ભૂલ ભાંગવી જ પડશે. આ પુદ્ગલની પણ ભૂલ ભાંગવી પડશે. આત્મામાં ભૂલ છે જ નહીં. ભૂલ કોની ભાંગવાની છે ?
૪૫
પ્રશ્નકર્તા : પુદ્ગલની.
દાદાશ્રી : હા. પુદ્ગલ કોનું ? આપણું ઊભું કરેલું. ભલે અત્યારે આપણે માલિક ના હોઈએ, પણ ઊભું કરેલું કોનું ? જવાબદારી કોની ? હુ ઈઝ રીસ્પોન્સિબલ ?
પ્રશ્નકર્તા : આપણે પોતે જ.
દાદાશ્રી : હા. માટે આપણી ભૂલ એક પણ રહેવી ના જોઈએ હવે. એ ભૂલોમાં કોઈ માણસની કે કોઈને દુઃખ આપવાની ક્રિયા જ નથી હોતી. ફક્ત અહીંથી વાણી જરા કઠણ નીકળી હોય અને એ ભાઈને વાગે, તો એ ભૂલ કહેવાય. વાણી સહેજ પણ વાગવી ના જોઈએ સાચી વાત હોય તો ય પણ વાગવી ન જોઈએ. એક અક્ષરે ય અવળો ના બોલાય. એક અક્ષર તો શું નું શું કરી નાખે. એટલે કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી હોય તો મને ખબર પડી જાય તરત જ, કે ‘આ ટેપરેકર્ડ કેવી ઊતરી છે, કોનો દોષ આમાં ?” પછી દોષવાળાને કહી દઉં કે તમે માફી માગી લો. તમે આમ કેમ કર્યું ? તમે ભૂલ કરી છે.’ એટલે માફી મંગાવી લઉં. કો’કને દુઃખ કરવા માટે આ ટેપરેકર્ડ નથી, સુખ કરવા માટે છે.
એટલે આ તમારી જોડે વાત થાય ને, તો ય અમારે મહીં મશીનરી ચાલુ જ હોય. ભૂલો થતી દેખાય. ઓન ધી મોમેન્ટ. એમાં તો વાર જ નહીં. કારણ કે આ હું બોલતો નથી ને ! આ ટેપરેકર્ડ બોલે છે એટલે જવાબદારી મારી નથી. જવાબદાર ટેપરેકર્ડ છે. છતાં ય મહીં મશીન ચાલુ હોય, જે ચોખ્ખું કરી નાખે બધું. પેપર ચોખ્ખો, ક્લિયર કરી નાખે. નહીં
૪૬
વાણીનો સિદ્ધાંત
તો સામાનો અહંકાર ભગ્ન થાય ને ! એટલે એ ટેપરેકર્ડમાં શું ભૂલ આવી છે, તે પછી મારે સુધારવી પડે.
છતાં વાણી જગ હિતકારિણી !
એટલે આ રીસર્ચ તેનું મૂકેલું છે. એવું જોઈએ ને, ઉપર ?! જેટલું તમે મારી વાણીનું રીસર્ચ કરો, એના કરતાં હું વધારે કરું. કારણ કે મારી જાગૃતિ સંપૂર્ણ હોય. મારી જાગૃતિ એમાં જ હોય ને ! આ ટેપરેકર્ડ ક્યાં ક્યાં ભૂલવાળી છે, એટલું અમારે જોવાનું. જ્ઞાનમાં ભૂલ ના હોય. જ્ઞાનમાં એક્યુરેટ. આ વ્યવહારમાં થોડી ભૂલ થાય. વ્યવહારની વાતમાં ભૂલો થાય વખતે અમારી. આ સાંસારિક-વ્યાવહારિક બાબતનું જો પૂછેલું હોય ને, તે મહીં ભૂલ નીકળે છે, તેની અમને ખબર પડી જાય. પણ આમાં આ આત્માની બાબતમાં ભૂલ નહીં. વાસ્તવિકતામાં ભૂલ ના હોય અમારી. આજ અઠ્ઠાવીસ વર્ષથી ચેકો મારવાનો વખત નથી આવ્યો. બહુ સુંદર ટેપ ! એક અક્ષરે ય ફેઈલ ગયો નથી. નોટ એ સિંગલ વર્ડ, એક અક્ષર જો ફેઈલ થાય તો મુશ્કેલી ઊભી થઈ જાય. હજારો પ્રશ્નો થયા, મોટા મોટા જબરજસ્ત પ્રશ્નો થયા, તો ય પણ એય દહાડો જવાબમાં ફેર નથી. આ (ટેપ-મશીન)માં જ ઊતરી જાય ને !
નિરંતર, સવારે દાતણ કરતી વખતે ય આ (ટેપ-મશીન) મૂકવામાં આવે છે. એક શબ્દ બોલે, એ છોડતા નથી આ લોકો અને પછી પુસ્તકો
છપાય એનાં. આ વાંચશે તો કલ્યાણ થઈ જાય. આ વાણી વાંચતા જ દિલ ઠરી જાય. આ કાળની મોટામાં મોટી અજાયબી છે ! લોક તો અમેરિકામાં આફરીન થઈ ગયા આ આપ્તવાણી વાંચીને. જગતને બહુ કલ્યાણકારી છે ને ! જગતને હિતકારી છે ને ! આખા જગતનો કાટ કાઢી નાખે એવી વાણી છે આ.
અવિરત જ્ઞાતા-દ્રષ્ટા !
એટલે આ દેખાય છે, એ ભાદરણના પટેલ છે અને આ જે બોલે છે એ ટેપરેકર્ડ છે, ઓરિજિનલ ટેપરેકર્ડ છે અને મહીં ‘દાદા ભગવાન' પ્રગટ થયેલા છે. તેમની સાથે હું રહું છું એકતાથી. અને કોઈ વખત
Page #25
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
બહાર નીકળીને અંબાલાલ સાથે ય એક તાર થાઉં છું. બેઉ બાજુ વ્યવહાર કરવા દેવો પડે. આ અત્યારે વ્યવહારમાં આવ્યો કહેવાય. નહીં તો મહીં પોતે અભેદ રહે.
પ્રશ્નકર્તા : આપને દ્રષ્ટાભાવની સ્થિતિ કાયમ રહે ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા સ્થિતિ કાયમ રહે. આ વાત ટેપરેકર્ડ કરે છે અને અંદર શુદ્ધ ઉપયોગ રહે, આ શું બોલ્યા ને શું નહીં, એટલું જ જોયા કરીએ. આ વાતે ય ચાલતી હોય ને શુદ્ધ ઉપયોગ રહે.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા ભાવ સાથે પરમાનંદ ભાવ હોય ને ?
દાદાશ્રી : પરમાનંદ જ હોય, નિરંતર પરમાનંદ. એટલે નિરંતર જુદા જ રહેવાનો વ્યવહાર છે. અમે એક સેકંડ પણ પુદ્ગલ ભાગમાં રહેતા નથી. હું તો ક્ષેત્રજ્ઞ તરીકે જોયા કરું છું. ‘હું' મારા ક્ષેત્રમાં જ રહું છું.
માલિક નહીં, પાડોશી રહ્યા ! એટલે આ વાતો કરીએ છીએ, આ ટેપરેકર્ડ વાગ્યા કરે છે અને હું સમાધિમાં છું. અઠ્ઠાવીસ વર્ષથી અમે આત્માની બહાર નીકળ્યા નથી. અમે અત્યારે ય આત્મામાં જ છીએ. આ વાણીમાં હું રહેતો નથી. આ દેહમાં હું રહેતો નથી અને આ મનમાં હું રહેતો નથી. આ ત્રણેયનાં પાડોશી તરીકે રહું છું. ત્રણેયના માલિકીપણાના દસ્તાવેજ કોઈ જાતના નથી. આ બધા માલિકીપણાનાં ટાઈટલ ફાડી નાંખેલાં છે અને તમે તો ટાઈટલ સાચવીને ત્યાં બેંકમાં મૂકી આવ્યા છો, બેંકના ખાનામાં, કે “મારું શરીર, મારું શરીર.... ક્યાં સુધી રાખશો ? બારસો વર્ષ રાખશો ?
પ્રશ્નકર્તા: કોઈના હાથની વાત નથી.
દાદાશ્રી : જો કોઈના હાથની વાત ના હોય, તો તેને “મારું” કરીને શું અર્થ છે ? એવી મુઈ કોણ કરે છે ?! તમે તો મકાનના ય ટાઈટલ ફાડી નાખ્યાં નથી. તમે ટાઈટલ ફાડી ના નાખોને ? અમે તો આનાં ય ટાઈટલ ફાડી નાખ્યાં છે. એટલે કોઈ ગાળો ભાંડે. ધોલો મારે, તો પણ માલિક ના થાઉં હું અને લોકો તો માલિક થઈ જાય ને ? ગાળ ભાંડતા પહેલા માલિક થઈ જાય ને ? ધોલ મારે તો માલિક થઈ જાય કે નહીં ?
એવું કહેને કે “કેમ મને ધોલ મારી ?”
છે આ પબ્લિક ટ્રસ્ટ ! મન-વચન-કાયાની માલિકી મારી છે જ નહીં, કેટલાંય વખતથી આઈ એમ નોટ ધી ઑનર. માલિકીપણાનો દાવો નહીં અમારો. અને જે સત્સંગ થાય છે, એ બધો ઓરિજિનલ ટેપરેકર્ડ કર્યા કરે છે. એકે ય શબ્દ નકામો ના જાય. વાણીના માલિક નથી માટે.
પ્રશ્નકર્તા : આ વાણીની માલિકી સમાજની ?
દાદાશ્રી : હા. સમાજની જ માલિકી બધી આ. મારું કશું નહીં હવે. એટલે આ ટ્રસ્ટ જ સમાજનું છે, આ પબ્લિક ટ્રસ્ટ છે.
ટેપરેકર્ડની પ્યૉરિટી ! આ વાણી વને સ્વચ્છ કરશે. કારણ કે આ વાણી મારી નથી. આ વાણી “એ. એમ. પટેલ'ની ન હોય. જો આ ‘મારી વાણી’ કહું તો મને ભ્રાંતિ છે. મમતા હોય તો ‘મારી વાણી’ એમ બોલે. આ વાણી ‘એ. એમ. પટેલ'ની હોય તો, તો એ ઇગોઈઝમ કહેવાય. ‘હું કેવું બોલ્યો’ એ ઇગોઈઝમ છે. મારે ઇગોઈઝમ જતો રહ્યો, એટલે હવે કોણ માલિક રહ્યો બોલનારો ? ટેપરેકર્ડ રહી. અહંકારી ગયા પછી જે બોલે છે ને, તે શેના આધારે બોલે ? એટલે આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. જેનું ‘હું ના હોય, ‘હું' ખલાસ થઈ ગયું હોય, ત્યાં ઓરિજિનલ ટેપરેકર્ડ છે.
અમારે અહંકાર હોય નહીં. અમારે મમતા નથી. અમારામાં અહંકાર ને મમતા શૂન્યતાને પહોંચેલું હોય. એટલે હું કહું છું કે આ ટેપરેકર્ડ બોલી રહી છે. ‘હું બોલ્યો’ ને આ ‘મારી વાણી’ હોય નહીં, માટે એ ટેપરેકર્ડ છે અને આ ટેપરેકર્ડમાં અહંકાર ને મમતા બેઉ નથી, એટલે પ્યૉર છે.
એ ભૂલ શી રીતે સમજાય ? ‘માય સ્પીચ’ હોય, એમાં સાંભળવાનું શું રહ્યું ? માલિકી વગરની
Page #26
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૯
વાણી એ જ આ દુનિયામાં સાંભળવા જેવી. માલિકી વગરની વાણી તો આજ સાંભળવાની મળી તમને. માલિકી વગરની વાણી જો તમે સાંભળી હોય તો આ અહીં આગળ જ છે. માલિકી વગરની વાણીનું તમે સમજ્યા કે ના સમજ્યા ? માન્યામાં આવે છે ?
પ્રશ્નકર્તા : આવે છે.
પ૦
વાણીનો સિદ્ધાંત છૂટ્યો. અને બોલનારનો જાણનાર ના રહ્યો પણ પ્રતિક્રમણ કર્યું તો ય તું છૂટ્યો.
તીર્થકરો એકલાં જ જાણતા હતા કે આ રેકર્ડ બોલી રહી છે. તે અમે એ વાત ઊઘાડી કરી દીધી કે આ રેકર્ડ બોલી રહી છે. તું સાંભળે છે અને હું જોઉં છું ને જાણું છું. એનાં મનમાં એમ થાય કે આ હું રોજ બોલું છું, પણ આ તો રેકર્ડ બોલે છે.
દાદાશ્રી : આખી દુનિયામાં ખોળી કાઢો કે માલિકી વગરની કોઈ વાણી છે ? કારણ કે આ વાણી માત્રના સહુ કોઈ માલિક હોય. “મૈને બોલા. મેંને. હમને બોલા, હમને કિયા. ઉસમેં ક્યા ભૂલ હૈ હમારી ?” એવું જ બોલે ને ? એટલે આપણે પૂછીએ કે, “સાહેબ, આ તમે તદન સાચું પદ્ધતિસર કહો છો કે તમે જ બોલો છો ?” ત્યારે એ કહે, ‘ઈસમેં ભૂલ જ નહીં.’ હવે એને ખબર નથી કે પોતે બોલે છે કે આ ટેપરેકર્ડ બોલે છે. શી રીતે ખબર પડે ?!
એટલે આ વાણીને લીધે જ અટકયું છે બધું. ‘વિચાર'ને તો સમજી ગયા છે કે “આ મન એ ફિઝિકલ છે' એવું સમજે છે ઘણાં લોકો. આ વાણીની જ ભાંજગડ છે. આ દેહ છુટો છે એમે ય જાણે છે. એટલે વાણી એ ટેપરેકર્ડ છે, એવું જો સમજી જાય તો ઉકેલ આવે.
અમે તો આ તમને શોર્ટમાં આપી દીધું. પણ વિગતવાર તમારે જાણી લેવું. પૂછવામાં શો વાંધો ? અને આ રેકર્ડ દરઅસલ હંડ્રેડ પરસેન્ટ ફેક્ટ આપે એવી વસ્તુ છે. માટે લાભ લઈ લો. અહીં એવું કશું નથી કે આમ પૂછાય કે આમ ના પૂછાય. પૂછો તો ખુલાસો થશે. આમાં કંઈ કોઈ જાતનું નુકસાન થવાનું નથી.
એ જ એનો અર્થ ! પ્રશ્નકર્તા : તે એમ કહો છો કે આ ટેપરેકર્ડ બોલે છે. એ તમે ખરેખર શું કહેવા માગો છો ? એ જરા સમજણ પાડો.
દાદાશ્રી : માલિકી વગરની વાણી ! એટલે ‘હું બોલતો નથી' એ એનો અર્થ !! અમે શું કહ્યું? બોલનારનો તું જાણનાર રહ્યો, તો તું
ટેપરેકર્ડ બોલ્યાના પુરાવા ! એક લોજિકના પ્રોફેસરે મને કહેલું કે, ‘આ એકઝેક્ટલી ટેપરેકર્ડ છે કે આ લોકોને ઠંડા રહેવા માટે કહો છો ? બીજા માણસો એને ગેરસમજ ના કરે એટલા માટે ને ?” મેં કહ્યું, “ના, એકઝેક્ટલી ટેપરેકર્ડ જ છે. અમારાથી એવું ગેરસમજ માટે એવું સચવાય નહીં. ગાફેલ શબ્દ અમારો ના હોય કોઈ. ગાફેલને લોકો કાયદો માની લે. અમે જે શબ્દ બોલીએ, તેને લોકો કાયદા જ માને. એટલે ગાફેલ તો અમારાથી બોલાય જ નહીં.” તેમણે કહ્યું, ‘ત્યારે તમે ગાફેલ નથી બોલતા ?” કહ્યું, ‘ના.” ત્યારે એ કહે છે, ‘પણ એવું હોતું હશે ? આ ટેપરેકર્ડ તો બોલતી હશે ?” મેં કહ્યું, ‘તો શું છે ?” ત્યારે એ કહે છે, “ના, એ તો બોલે જ છે બધા.' મેં તેમને કહ્યું, ‘તમે લોજિકના પ્રોફેસર થઈને આવું બોલો છો ?” ત્યારે એ કહે છે, ‘પેલા એક મોટા ફિલોસોફર હતા. તે બે કલાક ભાષણ બોલતા હતા. તે કેટલું બધું બોલતા હતા !” મેં કહ્યું, ‘એ ટેપરેકર્ડ બોલે છે. એ તો અહંકાર કરે એટલું જ, કે “બોલ્યો.” ત્યારે એ કહે છે, “પણ ટેપરેકર્ડ બોલે છે એનો શું પુરાવો છે તમારી પાસે ?” ત્યારે મેં કહ્યું, ‘એ બોલ્યા એ પરિણામ હતું કે કૉઝ હતા ?” ત્યારે એ કહે કે “પરિણામ હતું.’ ત્યારે મેં કહ્યું, ‘‘પરિણામમાં કોઈ કરી શકે ખરો ?” ત્યારે એ કહે છે. ‘ના કરી શકે.ત્યારે મેં કહ્યું, ‘તો ય હજુ ટેપરેકર્ડ બોલે છે એવું માન્યામાં નથી આવતું ?” ત્યારે એ કહે છે, “પણ વાણીને ટેપરેકર્ડ ના મનાય. એ બોલે છે, આપણે બોલી શકીએ છીએ, એટલે વાણીને ટેપરેકર્ડ આપણે માની શકીએ નહીં.' બીજું મેં કહ્યું, ‘પેલા તત્ત્વચિંતક જે બોલ્યા, તેમને આપણે કહીએ કે એનું એ જ ફરી બોલી જાવ. તો એ બોલે ખરા ?”
Page #27
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા ના બોલે. એઝેક્ટ ના આવે એવું.
દાદાશ્રી : એટલે કશું જ ના આવે, એ તો તદન જુદી જ વાણી આવે. જેવી ટેપરેકર્ડ બોલી હતી, એવું ના આવે. અગર દસ ટકા ભૂલોવાળું ય ના આવે. કંઈ જુદી જ જાતનું નીકળે. માટે આ ટેપરેકર્ડ બોલે છે, એઝેક્ટલી ટેપરેકર્ડ જ છે. ત્યારે એ કહે છે, ‘હા, પણ એવું તો મારાથી ના બોલાય.’
એ શક્તિ કોઈને ય નહીં ! આ બધા ભાષણો કરી કરીને મનમાં મલકાય છે કે, ‘હું કેવું બોલ્યો, દોઢ કલાકમાં આવું બોલ્યો.’ છે ભમરડો અને પાછો કહે કે “હું બોલ્યો.' તો એ ફરી બોલી જા ! ત્યારે ચૂપ.
પ્રશ્નકર્તા : કોઈ બુદ્ધિમાન માણસ હોય તો બોલે એવું ? દાદાશ્રી : એક અક્ષરે ય ના બોલાય.
પ્રશ્નકર્તા : આ મહાભારત કે રામાયણ કથા કહે છે, એને આપણે કહીએ કે ‘ફરી બોલો' તો એ બોલી જાય.
દાદાશ્રી : એ તો કહે. એ કથા કહે. આ તો જે આમ આ વાણી બોલે છે ને, એ વાણીની વાત છે. પેલું તો બધું ગોખેલી વસ્તુ ફરી બોલાય. ગોખેલી વસ્તુ ફરી બોલાય. કારણ કે એ ધારણ કરેલી વસ્તુ છે. આ વાણી ધારણ કરેલી નથી. બોલી જુઓ, જોઈએ. મોટો ગમે એવો સાહેબ હોય ને, તે કહેશે કે ‘હું બોલ્યો, આમ બોલ્યો.’ ‘ફરી બોલ’ કહું કે ચૂપ થઈ જાય છે. તે બોલ, એક અક્ષરે ય બોલ ને ! મારામાં બોલવાની શક્તિ નથી, તો તારામાં કંઈથી આવી ? તીર્થંકરોમાં ય એ શક્તિ નહોતી.
દાદાશ્રી : વાણી પર તો અધિકાર છે જ નહીં ને ! એનો ટાઈમ થાય એટલે વાણી નીકળે જ બહાર. વાણી પર કોઈનો ય અધિકાર નથી. ટાઈમ ને સંજોગ બધા ભેગા થાય એટલે ટેપ વાગવા માંડે.
પ્રશ્નકર્તા : તો વાણીને કંટ્રોલ કેવી રીતે કરી શકાય ?
દાદાશ્રી : ટેપરેકર્ડની વાણી તમે શી રીતે કંટ્રોલ કરી શકશો ? કોઈ માણસ એવો જભ્યો નથી કે એના બોલ પર એનો પોતાનો કાબુ હોય. બોલવાની સત્તા જ કોઈને, કોઈ જાનવરને ય સત્તા ના હોય. એ સત્તામાં નહીં એટલે શું થાય ? જો વાણી પોતાની સત્તામાં હોત તો તો લોકો એવી વાણી ફેરવી નાખત, ખરેખરી ! પણ આ તો ફેરવવી હોય તો ય નથી ફરતી. એટલે વાણી પર ને પરાધીન છે, હાથમાં બિલકુલ નામે ય સત્તા નથી. આખા શરીર ઉપર નામે ય સત્તા નથી.
પ્રશ્નકર્તા: તો શબ્દોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ એવું જે કહેવામાં આવે છે, એવું બને કે નહીં ?
દાદાશ્રી : શબ્દનો ઉપયોગ કરવાનો તમારા હાથમાં કેટલું છે ? તમારા હાથમાં સત્તા કેટલી ? જો તમારામાં સત્તા હોય તો તમે આવું બોલત જ નહીં. તમારા હાથમાં સત્તા નથી અને તમે ‘ઓછો ઉપયોગ કરવો ને વધારે ઉપયોગ કરવાનું' બોલો છો, એ વિકલ્પો છે. ખાલી જ્ઞાન તરીકે વાત સાચી છે કે ઓછું બોલવું જોઈએ. પણ એવું બનતું નથી ને !
હું કહું કે “એ ય કશું બોલશો નહીં, ગુસ્સો કરશો નહીં.” ત્યારે પેલા કહે કે, “અરે સાહેબ, વાત કરો છો, પણ આ એક્ઝક્ટનેસમાં આવવું જોઈએ ને ?” જ્યાં પોતાનાથી બનતું જ ના હોય, એ કરવું કેવી રીતે શક્ય બને ?
પછી માફી માગી લેવાય ! પ્રશ્નકર્તા : પણ આ ટેપરેકર્ડ છે, તેની અંદર સુધારો કરવો પડે ને ?
દાદાશ્રી : સુધારો કરવો ના પડે અને સુધારો થઈ શકે પણ નહીં. એ તો આપણે સમજી જવું કે આ માણસ ભેગો થાય છે એટલે આવી
બોલવું, એ પરસતા ! પ્રશ્નકર્તા: વાણી એ ટેપરેકર્ડ છે, તો વાણી પર અધિકાર કેવી રીતે
આવે ?
Page #28
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણી નીકળે છે.
પ્રશ્નકર્તા : એટલે સામો જે માણસ મળ્યો, એને અનુલક્ષીને આ વાણી નીકળે છે ?
૫૩
દાદાશ્રી : બીજું શું તે ? હવે આ ટેપરેકર્ડના માલિક કોણ ? ચંદુલાલ. તો આપણે તેને કહેવું જોઈએ કે ‘માફી માગો, કેમ આવું બોલ્યા ?’ અને તે માફી તો સામી લાયકાતવાળી વ્યક્તિ હોય તો મોઢે માગવાની. નહીં તો મોઢે નહીં, અંદર મહીં માગી લેવાની. બાકી આ તો જેટલી ટેપ છે એટલી જ વાગશે.
પ્રશ્નકર્તા : એટલે ટેપ જે થઈ ગયેલી છે, તે બદલાય નહીં. દાદાશ્રી : એ બદલાશે ક્યારે ? કે (ભરેલો માલ) ખાલી થવા આવશે ત્યારે !
ટેપરેકર્ડ જ, આખી જિંદગીતી !
એવું છે ને, એ આખી જિંદગીનું, આખી લાઈફનું ટેપરેકર્ડ જ થઈ ગયું છે. નહીં તો આ વકીલ હોય ને, તે પૈણ્યા હતા તે દહાડે ‘તું જંગલી છે' એવું વકીલ એમની વાઈફને બોલતા હતા, ગુસ્સે ભરાય ત્યારે. તે અત્યારે એમની વાઈફ પૈડી થાય તો ય ‘જંગલી' બોલે, બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : વાણી જો સુધરતી હોય તો સુધર્યા વગર રહે ? પણ એ સુધરે નહીં. તમને યાદ છે એવું થોડુંઘણું ? એનાં એ જ શબ્દ નીકળે છે ને ? નાના હતા ત્યારે બોલતા હતા એવાં જ શબ્દો ને ?
પ્રશ્નકર્તા : હા, એવાં જ નીકળે છે.
દાદાશ્રી : એમાં ફેરફાર થયો છે ? ઘણાં ય ફેરી મનમાં એમ થાય કે ‘આવું ના બોલવું જોઈએ.' તમને અનુભવમાં નથી એવું લાગતું ? આની પાછળ શું કરામત છે ? કારણ કે આ ટેપરેકર્ડ છે અને તૈયાર થઈ ગયેલું છે આ. આ વાણીની બેટરી તૈયાર થઈ ગયેલી છે. આ બેટરી
૫૪
વાણીનો સિદ્ધાંત
એટલે, હંમેશાં પાવર ભરેલો હોય, એ ડિસ્ચાર્જ થયા કરે.
પ્રશ્નકર્તા : તો પછી વાણી બદલવા પુરુષાર્થ કરવો જોઈએ ?
દાદાશ્રી : પણ તે આવતે ભવ બદલાય. અત્યારની વાણી તો ટેપરેકર્ડ થઈ ગઈ. ગયા અવતારની વાણી લોકોને દુ:ખદાયી હોય તો તે આપણે જ્ઞાને કરીને જાણીએ ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે હવે નક્કી કરીએ કે ‘હવે ફરી આવી નથી બોલવી.’ એટલે આવતા ભવમાં ચેન્જ કરી દે. પણ આ ભવમાં ચેન્જ ના
થાય.
પ્રશ્નકર્તા : વાણી અને વર્તન પરથી તમે પહેલાંના ભવમાં ક્યાં હતા, શું હતા, એ ખબર પડે.
દાદાશ્રી : એ આખો હિસાબ કાઢી નાખે, ક્યા સંજોગોમાં આ ટેપરેકર્ડ ઊતરી હશે એ ખબર પડે. વાણી એ ચાર્જ થયેલું છે તે ડિસ્ચાર્જ થયા કરે. અને આ દેહ એવો ચાર્જ થયેલો છે, તે ચાલતી વખતે ‘આમ, આમ’ ચાલતો હોય, તે એંસી વર્ષનો થાય તો ય, એવો ને એવો ચાલે. એની ચાલ બદલાય નહીં. એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે પેલો માણસ જ જાય છે. એટલે આ ત્રણેય ચાર્જ થયેલી બેટરીઓ છે. એમાં ફેરફાર ના થાય. એમાં ફેરફાર આવતા ભવમાં થાય.
સમજાય, તો ઉકેલ !
વાણી એ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે તેવું
દાદાશ્રી : આ માન્યામાં આવે ?
પ્રશ્નકર્તા : આવે.
દાદાશ્રી : પણ તમારા અનુભવથી વાત કહો છો ? હું તો મારા અનુભવની વાત કહી દઉં છું.
પ્રશ્નકર્તા : આપના કહ્યાથી સમજમાં આવ્યું.
Page #29
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : સમજમાં આવી ગયું ? પણ તમને અનુભવમાં ના આવ્યું કે આ ટેપરેકર્ડ છે આ ?
પ્રશ્નકર્તા : બહુ સારી રીતે આવે. દાદાશ્રી : સો ટકા ખાતરી છે ?
પ્રશ્નકર્તા : હા, સો ટકા. અને આપે જે વાત કરી એ હું બરોબર સમજી ગયો.
દાદાશ્રી : સમજો જ ને ! આ તો બ્રેઈન બહુ ઊંચા જ છે, ને સમજવાની શક્તિ જબરજસ્ત ધરાવે. પણ સમજવાની વસ્તુ મળવી જોઈએ ને ! મળે તો સમજે ને ? મળે એટલે સમજી જ જાય ને સમજાય તો ઉકેલ આવે ને ! નહીં તો ઉકેલ કેમ આવે ?
સાયંટિસ્ટોતે સમજાવ્યું સાયન્સ ! આ જે વાત છે ને, તે વાસ્તવિક વાત છે બધી અને આ સાયટિફિક વાત છે. આ ગમ્યું નથી. આ નાના છોકરાની વાત ન હોય, આ ઐતિહાસિક વાત ન હોય. ફોરેનના સાયટિસ્ટોને પણ એકસેપ્ટ કરવું પડશે. એ બોલે છે, તે ય ટેપરેકર્ડ જ બોલી રહી છે.
પ્રશ્નકર્તા : જે ‘ટેપરેકર્ડ’ કહ્યું કે, એ તો બહુ કમાલ કરી નાખી છે. ભલભલા વિચારમાં પડી જશે કે આ શું નવું છે !
દાદાશ્રી : પણ સમજણ પડે નહીં ને ! જગતનાં લોકોને તો ખ્યાલ જ ના હોય ને, કે આ ટેપરેકર્ડ છે. એટલે આ વાત માન્યામાં આવતા વાર લાગે થોડું. અમુક માણસોને સમજણ પડી જાય. બીજા લોકોને તો મારા શબ્દ ઉપર, મારા ઉપર વિશ્વાસ એટલે એ માની લે. પણ ખરી રીતે તો સાયન્ટિસ્ટો માનવા જોઈએ.
સાયટિસ્ટોને ફોરેનમાં મેં કહ્યું, ‘આ કોણ બોલી રહ્યું છે ?” ત્યારે સાયંટિસ્ટો કહે છે, “અમને કાંઈ સમજાતું નથી.’ મેં કહ્યું, ‘ઓરિજિનલ ટેપરેકર્ડ બોલી રહી છે તમારી સાથે. માલિકી વગરની વાણી ! અને તમે બોલો છો તે ય ટેપરેકર્ડ છે. પણ તમારા મનમાં એમ લાગે છે કે હું બોલું
છું.’ એટલે એ સાયટિસ્ટો ય વિચારમાં પડી ગયા કે “આ ઓરિજિનલ ટેપરેકર્ડ કોઈ બોલ્યું નથી. ઈઝ ઈટ પોસિબલ ? આવું હોઈ શકે નહીં !” મેં કહ્યું, “આ છે, એનું પૂરું છું હું. તમારા મોટા મોટા સાયટિસ્ટો કહેતા હતા કે હું વાણી બોલી રહ્યો છું ને મારી જ વાણી છે. એમને પણ ખબર ના હોય.” સાયટિસ્ટો મને કહે છે કે, “આ ટેપરેકર્ડ છે એવું અમને સમજાતું નથી. એ શી રીતે માન્યામાં આવે ? અમારા માન્યામાં નથી આવતું. પણ અમારે વિચારવા જેવી વાત છે આ. આ તો અમને જડ્યું જ નથી.' મેં સાયટિસ્ટોને કહ્યું, ‘‘શી રીત તમે સમજશો ? સમજતા હજુ તો ઘણો ટાઈમ લેશે. ના સમજાય. તમને સમજાશે જ નહીં. તમારો ઇગોઈઝમ હોય ત્યાં સુધી શી રીતે સમજાય ? ‘હું બોલું છું’ એવું જે ઈગોઈઝમ છે ત્યાં સુધી તમને શી રીતે સમજાય કે આ વક્તા ટેપરેકર્ડ છે. અહંકાર જાય તો સમજાય. નહીં તો સમજાય કેમ કરીને ? તમને ઇગોઈઝમ છે ને, એટલે હું બોલ્યો’ કહો છો. અને જો તમે જ બોલતા હો તો કોઈ વખત એમ નથી બોલતા કે મારી ભૂલ થઈ ? તો ‘ભૂલ થઈ” એ કોણે બોલ્યું ? અને ભૂલ થઈ એ જાણ્યું કોણે ? અને ફરી બોલે છે, તે કોણ છે ? એ બધું ડીસીઝન આપી દો.” એટલે એ ગુંચાયા બધા. મેં એમને કહ્યું, ‘આ આઉટર વિજ્ઞાન નથી. આ ઈનર વિજ્ઞાન છે. તમે આઉટર વિજ્ઞાનમાં પહોંચી શકો. આ વિજ્ઞાનને તમે શી રીતે પહોંચી શકો ? આ ભગવાન મહાવીરનું વિજ્ઞાન છે, કૃષ્ણ ભગવાનનું વિજ્ઞાન છે, નેમિનાથ ભગવાનનું વિજ્ઞાન છે. હજુ આ સમજાશે નહીં તમને. અમારા ઇન્ડિયનો સમજી જશે. કારણ કે જે પુનર્જન્મ સમજે છે, તે સમજશે.'
એ સાયટિસ્ટોને સમજાવીએ તો સમજી જતા પાછાં, કારણ કે યોગી હોય છે ને, એ લોકો તો. બાર બાર મહિના સુધી લેડીનું નામ ભૂલી જાય અને આપણામાં તો બે દહાડા ય ભૂલી ના જાય. એટલે પછી કોઈ ફેર નહીં ને, એમાં ને યોગીમાં ?! એ સાયટિસ્ટો જયારે ભેગા થશે ને સમજશે ત્યારે એમને આ બહુ કામ લાગશે. હવે હું ઇગ્લિશ વધારે ભણેલો નહીં ને ! નહીં તો સમજાવી દેત.
આ ટેપરેકર્ડ છે કે નહીં, એ તમને સમજાય ? એ સમજાય ત્યાર પછી ‘કર્તા કોણ ?” તમને કહીશ. હજુ એકવાર આને સમજી લાવોને !
Page #30
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
આ બીજા વિકલ્પો ઊભાં થશે આમ તો, આનો કર્તા કોણ ને એનો ર્તા કોણ, આનો કર્તા કોણ, એટલે વિકલ્પો ઊભાં થાય. આ એક તમને વિચારવાની ચીજ મેં આપી. છ-છ મહિના સુધી તમે વિચારો તો આનો અંત આવશે. આપણા ટેસ્ટમાં રહેવું જોઈએ ને ? આમ તેમ ગયું મારીએ, તે ચાલે નહીં. ટેસ્ટમાં તો આવવું જોઈએ કે આ ખરેખર ટેપરેકર્ડ છે, એવું આપણા ખ્યાલમાં આવવું જ જોઈએ.
હવે શી રીતે આ વાત, ‘વાણી એ ટેપરેકર્ડ છેએ સમજાય ? જે વાત સાયંટિસ્ટોને સમજાય નહીં, એ વાત લોકોને શી રીતે સમજાય ? ફોરેનના સાયટિસ્ટોને મેં ચેલેંજપૂર્વક કહ્યું કે ‘તમે બોલો છો, તે ટેપરેકર્ડ છે.’ અને કહે છે કે જગત એડવાન્સ થયું છે. આવું એક અક્ષરે ય કોઈ બોલ્યું નથી કે ‘આ ટેપરેકર્ડ છે.” અને કહે તો હું એનાં દર્શન કરવા જાઉં હજ, કે “ઓહોહો, આટલી અજબ સ્ટેજ ઉપર છે આ માણસ !' આટલું જ જો કો’કે કહ્યું હોત કે ‘આ ટેપરેકર્ડ છે.’ તો હું જઈને એને નમસ્કાર કરી આવતું.
માતો યા ના માનો ! જ્યાં સુધી અહંકાર ને મમતા હોય ત્યાં સુધી કોઈ ‘વાણી એ ટેપરેકર્ડ છે” એવું બોલે નહીં અને એને સમજાય પણ નહીં. કારણ કે જ્યાં સુધી અહંકાર ને મમતા છે, ત્યાં સુધી વાણીનું માલિકીપણું કેમ કરીને તટે ?! એટલે ઓરિજિનલ ટેપરેકર્ડ કોણ સમજી શકે ? કે જેને બિલકુલ મમતા ના હોય, જેને અહંકાર બિલકુલ ના હોય, તે સમજી શકે. વાણી એ ટેપરેકર્ડ છે, એવું કોઈ બોલ્યો જ નથી ને ! સેલ્ફ રિયલાઈઝેશનવાળો માણસ એવું બોલી શકે. અને સેલ્ફ રિયલાઈઝેશન થયેલો માણસ હોય નહીં. આ સાયેટિસ્ટો થયા છે, આટલી શોધખોળ કરી છે. છતાં સેલ્ફ રિયલાઈઝેશન નથી થયું એમને.
પ્રશ્નકર્તા: પણ આ વાતો બધી બહુ સૂક્ષ્મ છે.
દાદાશ્રી : આ બહુ સૂક્ષ્મ વાતો છે. હવે આ સાહિત્યકારોએ પણ આવો વિચાર કર્યો હોય એવું મને દેખાતું નથી. કોઈના માન્યામાં આવે એવી વસ્તુ નથી. છતાં ના માનો કે માનો, પણ આમ જ છે. આ
એઝેક્ટલી કહું છું, જેમ છે તેમ એઝેક્ટલી કહું છું કે આ વાણી એ ટેપરેકર્ડ છે.
એ સર્જત, વૈજ્ઞાનિક પ્રયોગ ! પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડનું સર્જન કેવી રીતે થયું ? બનાવનાર કોણ ? ઓટોમેટિક થયું ?
દાદાશ્રી : કોઈ બનાવનાર છે નહીં. ઓટોમેટિક બધું થાય છે. આ બધું સર્જને ય ઓટોમેટિક થાય છે. વૈજ્ઞાનિક પ્રયોગ છે અંદર અને તે કુદરતી રીતે બધું થઈ જાય છે.
પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડ મશીન છે, એમાં પહેલા કોઈ સ્વતંત્રપણે બોલેલું હોય તેના પરથી જ થાય. તો આ પણ એવું કંઈક બોલેલું હોય તો પછી અહીં અંદરથી વાગે ને ? એટલે ટેપ તો કરવું પડે ને ?
દાદાશ્રી : હા, એ ટેપ થાય છે ત્યાં આગળ જોવા જેવું છે. એ બધી ઝીણી વાત છે. ત્યાંની ક્રિયા કેવી રીતે થાય છે, એ બહુ જાણવા જેવી છે. વાણી એ જુદી વસ્તુ છે. વાણી ઓરિજિનલ ટેપરેકર્ડ તરીકે છે. પણ એ ઓરિજિનલ ટેપરેકર્ડમાં આવ્યું ક્યાંથી ? એ ટેપરેકર્ડ વસ્તુ પોતે જાતે તો બોલી શકે નહીં ને ! કો’ક જગ્યાએથી આવવું જોઈએ ને ? આત્માની હાજરીથી આ ટેપરેકર્ડ ઊતરે છે, તે કેવી રીતે ઊતરે છે, તે હું જાણું છું.
પ્રશ્નકર્તા ઃ તો મૂળ વાણી ક્યાંથી આવી ?
દાદાશ્રી : એ મુળ વાણી અજ્ઞાનતામાંથી ઉત્પન્ન થાય છે. સ્વરૂપની અજ્ઞાનતા ત્યાં સુધી વાણીનું ઉત્પન્ન થવું. અજ્ઞાનતામાં સંજોગો અનુસાર સાયેટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે આ ઓરિજિનલ ટેપરેકર્ડ ઊભી થઈ. પણ અત્યારે આ બ્રાંતદશામાં કેવી રીતે ટેપ થાય છે, એ જાણવા જેવું છે.
સંજ્ઞામાંથી કોડવર્ડ ! પ્રશ્નકર્તા : ટેપ કેવી રીતનાં રેકોર્ડ થાય છે, એ વિગતથી સમજાવો.
Page #31
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : આત્મા અક્ષરે ય બોલી શકે એમ છે જ નહીં. ત્યારે શી રીતે વાણી નીકળે છે ? આ વિશેષભાવ ઉત્પન્ન થયો છે. આત્મા અને પુદ્ગલ, આ બે ભેગા થવાથી આ વિશેષભાવ ઉત્પન્ન થયો છે. એ વિશેષ ભાવ કેમ થયો છે ? પોતે એવું કરે નહીં. પણ બીજા સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થયા છે. આ અજ્ઞાનદશા ખરી ને, તે અજ્ઞાનદશાથી વિશેષભાવો ઉત્પન્ન થાય છે. જેમ લોખંડની પર કાટ ચઢે છે તેમાં લોખંડ કાટ ચઢાવતું નથી, બીજા આ બહારના સંજોગોથી છે. એવી રીતે આ વિશેષભાવ થાય છે. એ વિશેષભાવથી પછી આ ધીમે ધીમે સંજ્ઞારૂપે સૂચવે છે. સંજ્ઞામાંથી એમ થતાં થતાં કોડવર્ડ તૈયાર થાય છે. પોતે સંજ્ઞાથી બતાવવા જાય છે. તે દેહની સંજ્ઞા આમાં નથી હોતી, મહીં પોતાની ભાવસંજ્ઞા હોય છે.
પ્રશ્નકર્તા : પણ એ સંજ્ઞા થાય છે કેવી રીતે ? આત્મા કરે છે ?
દાદાશ્રી : આત્માની હાજરીથી અહંકારના ભાવ અને બુદ્ધિના ભાવ થાય છે. એ ભાવ થાય છે એ સંજ્ઞા કહેવાય છે. પહેલી સંજ્ઞા ઉપરથી આખી ટેપ ઊતરે છે. પછી ટેપ બહાર પડે છે આ. જો કે સંજ્ઞા તો ‘ત્યાંથી’ જ પ્રાપ્ત થયેલી છે. પણ આત્મા તો ચોખ્ખો જ છે, સ્વભાવથી જ ચોખ્ખો છે.
એ ભાષા સંજ્ઞારૂપે પ્રશ્નકર્તા: મૂળ વાણી ટેપ કેવી રીતે થાય, તેનો આપણને ખ્યાલ આવે કે નહીં ?
દાદાશ્રી : આમ એ ખ્યાલ આવે નહીં. બાકી મૂળ વાણી જ નથી હોતી. મૂળ પોતાની સંજ્ઞા છે. વાણી એ પરિણામ છે.
પ્રશ્નકર્તા : સંજ્ઞા એટલે શું ?
દાદાશ્રી : ખાલી સંજ્ઞા જ છે. જેમ મૂંગો માણસ હોય, તે ‘આ’ હાથ કરે. બીજો મૂંગો માણસ હોય, તે “આમ” હાથ કરે. આપણે સમજીએ કે કશું બોલ્યા નથી એ બન્ને. પણ પછી આપણે તપાસ કરીએ ત્યારે એ
બેઉ જણ સામસામી સ્ટેશન પર ભેગા થઈ ગયા હોય. એમણે શું વાત કરી એ આપણને શું ખબર પડે ? આપણને ખબર ના પડે. એ સંજ્ઞાથી એમની ભાષામાં વાત કરી. એવી અંદર મૂંગાની ભાષા જેવી ભાષા ચાલે છે. તેના ઉપરથી આ ટેપ બહાર નીકળે છે.
કોડવર્ડ બન્યા પુગલમાં ! આ રૂપી તત્ત્વ એવું છે કે આ બાજુ ‘પોતે' સહેજ સંજ્ઞા કરે એટલે આ રૂપી તત્ત્વ તરત એવું ઊભું થઈ જ જાય. જેમ પેલું ટેલિવિઝન આવે છે ને એમાં બધું થાય છે ને ? જેમ વેવની (waveની) અસર પેલામાં થાય છે ને ? એવી રીતે આમાં એની મેળે અસર થઈ જ જાય. ‘આત્મા’ને કશું કરવું નથી પડતું. ‘પોતાનો’ શું કરવાનો આશય છે, તે સંજ્ઞા પરથી કોડવર્ડ થઈ જાય છે. એ સંજ્ઞા જોઈ અને સંજ્ઞા પકડીને કોડવર્ડ થઈ જાય છે પેલા પુદ્ગલમાં. પરમાણુમાં એ પોતે બોલતો નથી, પણ “મારે પેલાને આવું કહેવું છે, સામાને આ વાત સમજાવવી છે” એવો ભાવ ઉત્પન્ન થાય છે. તે ય શબ્દ છે નહીં. ભાવ ઉત્પન્ન થયો ને, એને ભાવસંજ્ઞા કહી. તે ભાવ ઉત્પન્ન થયો કે તેની સાથે તરત જ કોડવર્ડ એની મેળે જ પુદ્ગલમાં તૈયાર થયા કરે. તમારે કોર્ટમાં સારી રીતે બ્લિડિંગ કરવું હોય તો તમારે એ કોડવર્ડ એવો છપાય. તે પછી સરસ પ્લિડિંગ થાય. ‘મારે લડવું છે. જૂઠાં કેસ જીતવા છે' એવો ભાવ થાય તો એવી ટેપ તૈયાર થઈ જાય. પછી એ એવું બોલે, તે પછી લોક કહેશે, “શું એનું બ્રેઈન છે ” અલ્યા, ન હોય બ્રેઈન ! આ તો ટેપરેકર્ડ બોલે છે. આપણે એવો ભાવ નક્કી કર્યો કે “આપણે ઓફિસરને છેતરીને લેવું છે' એવો ભાવ નક્કી કર્યો તો એવી રીતે ટેપ થઈ જાય, એટલે ભાવ પ્રમાણે ટેપ તૈયાર થઈ જાય. બાકી એને કંઈ શબ્દેશબ્દ ટેપ કરવો પડતો નથી.
કોડવર્ડમાંથી શોર્ટહેન્ડ ! આ અહંકાર છે ને, તે આત્માની હાજરીમાં જે જે બોલવાના કંઈ પ્રયત્નો કરે છે તે ટાઈપ થઈ જાય છે એ ભાષા આપણને ના સમજાય, પણ એ ટાઈપમાં સમજી જાય. ટાઈપ થયા પછી એ ભાષા એવી ઝીણી ભાષા હોય, બહુ ઝીણી હોય. ઝીણી એટલે અવાજમાં લૉ(ધીમી) નહીં,
Page #32
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત સમજમાં બહુ આમ જલ્દી ના આવે. કોઈ તમારા સાહેબ હોય, તે તમને એક વસ્તુ કહેવા માગતા હોય, તે આમ ડીટેઈલમાં બોલે. પણ થોડામાં લખી નાખે એવું કંઈક હોય છે ને ? તમે સમજી જાવ અને આમ તેનું શોર્ટહેન્ડમાં લખી લો કે ના લખી લો ? એ શોર્ટહેન્ડનું પણ કોડવર્ડ પણ હોય છે. એમાંથી ફરી ‘લૅધી’ લખવું હોય તો પાછું લખાય ને ? મૂળ વિગત લખાય ને ?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે.
દાદાશ્રી : એવું આ બિલકુલ થોડામાં બોલે છે. એટલે ખરેખર બોલતું નથી, પણ એની સંજ્ઞા આવે છે. અને એમાંથી આ ટાઈપ થઈ જાય છે અને એ ટાઈપ થયું કે આગળ ટેપ ચાલ્યા કરે.
પછી તેચરતી ગોઠવણી ! પ્રશ્નકર્તા : તો પેલું જે કહેવાય છે કે શબ્દની ઉત્પત્તિ ૐથી થઈ છે, એ સાચું કે નહીં ?
દાદાશ્રી : શબ્દની ઉત્પત્તિ એ બહુ જુદી વસ્તુ છે. શબ્દ તો કોડવર્ડથી થયો છે. પછી તે શોર્ટહેન્ડમાં જાય છે. અને પછી ઓરિજિનલ ટેપરેકર્ડ તૈયાર થાય છે. પોતાનો જે ભાવ છે એ ભાવ આખો, પુદ્ગલ એને કોડવર્ડ તરીકે પકડી લે છે. એ કોડવર્ડનું પછી આગળ નેચર એને શોર્ટહેન્ડ કરી નાખે છે. અને પછી તે ટેપરેકર્ડ તૈયાર થાય. આ વાણી તૈયાર થવાનું સાધન. એને પછી ૐ કહો, તમે તમારી મેળે ગોઠવણી કરો તેને કોઈ ના પાડે છે ? કોડવર્ડ અ અને પેલો લે છે. તમે ફાવે તેવું ગોઠવો ને ! નાના છોકરાની રમત જેવું બોલો છો, અઉમ ?! નાના છોકરાની રમત છે આ ? ગેલબાજી છે આ બધી ? સાયેટિફિક હોવું જોઈએ, વૈજ્ઞાનિક હોવું જોઈએ. હરેક બાબત વૈજ્ઞાનિક હોવી જોઈએ. આજના સાયંટિસ્ટો પણ કબૂલ કરે એવું હોવું જોઈએ. આજના સાયટિસ્ટો પણ કબૂલ કરે કે કરેક્ટ વાત છે આ.
પ્રોસેસ, સંજ્ઞામાંથી સ્પીચ ! મૂળ આત્માને કશી લેવાદેવા નથી. વિશેષ ભાવને લઈને આ બાજુ
પુદ્ગલમાં કોડવર્ડ તૈયાર થાય છે. કોર્ડવર્ડ તૈયાર થઈ અને પછી શોર્ટહેન્ડ થાય છે. કોડવર્ડમાંથી શોર્ટહેન્ડ થાય તો ય શબ્દ કશું હોય નહીં, શબ્દરૂપે હોતું નથી, વાણીરૂપે નથી હોતું. અવાજરૂપે જ છે, તે એક અવાજ જ હોય ખાલી. પછી અહીં રહીને ગળેથી નીકળે છે ને, એટલે શબ્દરૂપે આવે છે. કંઠસ્થ, તાલુ0, ગળું, જીભ, હોઠ, આ આટલી બધી મશીનરી મારફત નીકળે છે ત્યારે એ શબ્દરૂપે થાય છે. એટલે યથાર્થ વાણીરૂપે વાગે છે, સામાને સમજાય એવું બોલાય છે. એ અવાજ જ્યારે આમ બધે મહીંથી અથડાતો અથડાતો ભાષા થકી નીકળે છે ત્યારે એ સામો માણસ કેચ અપ કરી શકે, ગ્રાસ્ટિંગ કરી શકે.
પ્રશ્નકર્તા : ભાષા વર્ગણાના પુદ્ગલ બોલે છે, એ ટેપરેકર્ડ બોલે છે એના જેવો જ અર્થ થયો ?
દાદાશ્રી : ટેપરેકર્ડ જ છે ને ! જૈન દર્શને કહ્યું છે એવું. આમ તો એમણે બધું વાંચેલું એટલે સમજે ખરાંને. પણ એ સમજવું, ફીટ થવું જોઈએ ને ! વાત થાય ત્યારે ફીટ થાય કે દાદા ટેપરેકર્ડ શા આધારે કહે છે.
એટલે આ વચનવર્ગણા એ શું છે ? હવે વચનવર્ગણા એટલે આ બધાં લોક બોલે છે, પણ એ કંઈ બોલતા ન હતા. આ બધા કહે છે, “હું બોલ્યો, હું બોલ્યો.’ એ ભલે ટેપરેકર્ડ ન હતા જાણતા. પણ વચનવર્ગણા છે, એવું જાણતા હતા.
પ્રશ્નકર્તા : એ વચનવર્ગણા એટલે શું ?
દાદાશ્રી : આપણે ના બોલવું હોય તેવું જ બોલાઈ જવાય ને બધું ય બોલી જવાય. એટલે આ વર્ગણા છે, એ આપણું નથી. આપણે બોલતા નથી આ. આ વર્ગણા છે. એટલે ટેપરેકર્ડ એમ ભલે ના જાણતા હોય. પણ આ લોકો શાસ્ત્રવાળા ‘હું બોલું છું’ એમ ના કહે.
હવે આ ભાષા વર્ગણાનાં પુદ્ગલો બોલે છે, તે આખું ય વાક્ય બોલવું નથી પડતું. એટલે કે આખું વાક્ય કંઈ ટેપ નથી કરવું પડતું. એ શોર્ટહેન્ડની માફક છે. તમે અહીંથી આખા વાક્ય બોલો, તે સામો માણસ શોર્ટહેન્ડ કરે. શોર્ટહેન્ડ કરેલો માણસ પેલી બાજુ લઈ જાય, તો આખા
Page #33
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૬૪
વાણીનો સિદ્ધાંત
વાક્ય નીકળી જાય. એવી રીતે આ વચ્ચે શોર્ટહેન્ડ છે.
એટલે સંજ્ઞાથી શું પહેલું થાય છે ? કોડવર્ડ થઈ જાય છે અને કોડવર્ડમાંથી પછી શોર્ટહેન્ડ થાય છે. અને શોર્ટહેન્ડમાંથી પછી આ ટેપ નીકળ્યા કરે. એટલે ત્રીજી સ્થિતિ આ ટેપરેકર્ડની. એટલે કેવી સરસ વૈજ્ઞાનિક ઢબ છે આ. અંદરની બનાવટ જુએ ને, તો ય બહુ થઈ ગયું.
અને સામો માણસ જ્યારે સાંભળે ત્યારે સંજ્ઞા તરીકે પાછું મહીં જાય, એના આત્માને સંજ્ઞા તરીકે પાછું પહોંચે. એના આત્માને અવાજ તરીકે પહોંચે નહીં. નીકળે અહીંથી સંજ્ઞા તરીકે ને ત્યાં સંજ્ઞા તરીકે પહોંચે.
શબ્દોવાળાએ ખરું કહ્યું કે આમાંથી આમાં અથડાય છે, આને અથડાય છે, આને અથડાય છે અને પછી શબ્દ થાય. એ નહીં તો ભૂંગળું જ હોય છે, ભોં કરીને વાગે.
એ જાણવા જેવો ! આત્મા શબ્દ બોલે એવો નથી. એટલે પોતાનો જે ભાવ છે એ ભાવમાં બધું ય આવી ગયું. એ શબ્દો બધા ય આવી ગયા. આ તો વિશેષભાવથી સંજ્ઞા ઉત્પન્ન થાય છે, ભાવસંજ્ઞા. એ ભાવસંજ્ઞામાંથી દ્રવ્યસંજ્ઞા થતાં થતાં બધી મહીં ક્રિયાઓ થાય. તે આ જે બોલાય છે, આ ટેપરેકર્ડ, એ દ્રવ્યસંજ્ઞા છે અને પેલી ભાવસંજ્ઞા છે. ભાવસંજ્ઞા જયારે પુદ્ગલમાં પડે, પરિણામ પામે ત્યારે દ્રવ્યસંજ્ઞા થાય. ભાવસંજ્ઞા એ કૉઝિઝ છે અને દ્રવ્યસંજ્ઞા એ ઇફેક્ટ છે. એટલે આત્મા જાતે બોલે નહીં. એ તો કુદરતી રીતે બધું થઈ જાય છે. એટલે આત્માએ આમાં કશું કરવાનું નથી. વાણીનો કર્તા જો એને માનીએ તો એને તમે કર્તા માન્યો. આપણું હરેક બાબતમાં અવિરોધાભાસ પ્રૂફ થવું જોઈએ. એક શબ્દ વિરોધાભાસ ન લાગવો જોઈએ. એટલે આનો કર્તા નથી કોઈ. છતાં આત્મા આમાં અર્ધા ય નથી. એ આત્મા જાણવા જેવો છે. આત્મા જાણે તો બધો નિવેડો આવે. નહીં તો આનો નિવેડો નહીં આવે.
આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, એ ચેતન. કાને સંભળાય, ટેલિવિઝન દેખાય, રેકર્ડ સંભળાય, એ ચેતન નથી. ચેતન તો દિવ્યચક્ષુથી
દેખાય. એટલે જે બોલે એ ચેતન નહીં ને ચેતન એ બોલે નહીં. ચેતન બોલી શકે જ નહીં. ચેતન બોલે તો આ રેડિયો બોલી શકે નહીં અને રેડિયો બોલે તો ચેતન બોલી શકે નહીં. જડ-ચેતન બે જુદાં હોય.
આ જગતમાં અચળની કોઈ નકલ જ ના કરી શકે. જેની નકલ થઈ શકે તે બધું જ ચંચળ. આખા જગતની આરાધના ચંચળની, રિલેટિવની જ છે. આ વાણીની તેથી ‘ટેપરેકર્ડ' થકી નકલ થઈ શકે છે. વાણી એ ચંચળ છે. તેમાં ચેતન, અચળના ગુણ ના હોય.
આત્માની હાજરીમાં... પ્રશ્નકર્તા : આ વાણી જે બોલાય છે, એનો આત્મા સાથે નિમિત્ત ભાવે સંબંધ તો ખરો ને ?
દાદાશ્રી : સંબંધવાળું તો છે જ ને ! રિલેટિવ એટલે સંબંધિત. રિલેટિવ બધું સંબંધવાળું જ છે. એટલે સંબંધ ખરો ને ! આત્માની હાજરીને લઈને આ બધું કામ થઈ રહ્યું છે. આ બોલ્યું બોલાય છે, તે ય આત્માની હાજરીને લઈને છે. આત્મા નીકળી જાય એટલે ના બોલાય. છતાં આત્માના ગુણધર્મમાં શબ્દ નથી. પણ આત્માની હાજરી હોય તો જ આ ટેપ બોલે. પહેલા ટેપ ચાર્જ થયેલી. પણ અત્યારે ય આત્માની હાજરી હોય તો જ ડીસ્ચાર્જ થાય. નહીં તો ના થાય.
દરેક શબ્દ નવું જ ! પ્રશ્નકર્તા : આપણે જે બોલીએ છીએ, એ અગાઉના જન્મનું જે બોલેલું હોય, તે આમ ટેપની માફક આપણે બોલતા જઈએ છીએ ?
દાદાશ્રી : ના, એવું નથી. પેલું હતું એ તો ગયું, ને આ પાછું નવું ટેપ થયા કરે છે. પેલું ને પેલું બોલાય છે એવું નથી. એના એ જ શબ્દો બોલાય છે, એવું નથી. આ નવું ટેપ થઈ રહ્યું છે, એ નવી જાતનું ટેપ થયા કરે છે.
પ્રશ્નકર્તા: આપણે જે સ્થળ બોલીએ છીએ, એનું જ ટેપ આગળ સ્થૂળ રીતે થયેલું, ને એના એ જ શબ્દો પાછાં અત્યારે આપણે બોલીએ
Page #34
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
છીએ. એવું નહીં ?
દાદાશ્રી : જે બોલ્યા એ શબ્દો ખલાસ થઈ ગયા. એમાંથી એકુંય શબ્દ ફરી બોલવાનો ના હોય. બધા શબ્દો પાછાં નવા જ હોય. જેમ નવા નવા કર્મો હોય છે, એવી ભાષા ય નવી નવી અને વાણી ય નવી ઊભી થયા કરે. એનું એ જ ફરીથી નથી. અને પાછું ગયા અવતારે ભાવ જેવા જેવા નક્કી કર્યા હોય તેવું જ નીકળે બધું.
વાણીતું ‘ચાર્જ પોઈન્ટ' !
પ્રશ્નકર્તા ઃ આ બધી ‘ડિસ્ચાર્જ’ ટેપ છે, તો નવી ટેપ કેવી રીતે કરવાની ?
૬૫
દાદાશ્રી : આ બધી વાતો કરો એની પાછી નવી ટેપ પડયા કરે. એ ટેપ ભાવથી થાય છે. ‘આપણો’ ભાવ હોય, તે પ્રમાણે ટેપ થઇ જાય. મારો ભાવ બોલવામાં કેવો છે ? ‘મારે તમારું અપમાન કરવું છે' તો તેવું ટેપ થઇ જાય, ‘માન આપવું છે ને પ્રેમથી વર્તવું છે’ તો તેવું ટેપ થઇ જાય. એટલે ભાવ ઉપરથી ટેપ થઇ જાય છે.
પ્રશ્નકર્તા : ભાવ પડે ત્યારે નવું પડે ?
દાદાશ્રી : હાસ્તો, ભાવ પડે ત્યારે નવું ટેપ પડે. પછી ફેરવવા જઇએ તો કશું વળે નહીં. આ વાણી એ પુદ્ગલનો ધર્મ નથી, આ ઔપચારિક વસ્તુ છે. એટલે ગયા અવતારના જે ભાવો છે, ગત ભાવો છે, તે અત્યારે મહીં ઉદયમાં આવે છે ને તે જ પ્રમાણે તરત જ ટેપ થઇ જાય છે ને શબ્દો નીકળે છે. આ બધું સ્પીડી કામ થઇ જાય છે. આ અજાયબી છે ! આ વાણી નીકળે છે તેમાં મૂળભાવ નથી, ગતભાવ છે. ગતભાવ એ ડિસ્ચાર્જ ભાવ છે ને તેના આધારે વાણી નીકળે છે. એટલે વાણી એ ‘ડિસ્ચાર્જ’નું ય ‘ડિસ્ચાર્જ’ છે અને મન એ ‘પ્યૉર’ ‘ડિસ્ચાર્જ’ છે. ‘ડિસ્ચાર્જ’ ભાવ એટલે નિર્જીવ ભાવ.
ભાવ ક્યારે ? વાણી ક્યારે ?
પ્રશ્નકર્તા : એટલે ભાવ પ્રમાણે કોડવર્ડ થઈ જાય છે.
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : ભાવ કરવાનો નહીં. ભાવ શું છે, એ ઉપરથી કોડવર્ડ થઈ જાય. અત્યારે ઉદય આવેલો ભાવ શું છે, તે ઉપરથી કોડવર્ડ થાય.
પ્રશ્નકર્તા : એ ઉદય વર્તમાનકાળમાં આવે કે ભવિષ્યમાં આવે ?
દાદાશ્રી : જે ભાવ વર્તમાનમાં ઉદય આવ્યા, તેના ઉપરથી કોડવર્ડ થાય. ને કોડવર્ડ થઈને પછી આગળ બધું થતું થતું થતું પછી આ વાણી બહાર નીકળે. તે આ ગયા અવતારે થઈ ગયેલું, એ અત્યારે પ્રગટ થાય. પ્રશ્નકર્તા : તો અત્યારે વર્તમાનકાળનું ?
દાદાશ્રી : વર્તમાનકાળનું ફરી પાછું થઈ રહ્યું છે.
પ્રશ્નકર્તા : એ આવતા વર્ષોમાં આવવાનું ખરું કે નહીં ? દાદાશ્રી : આવતા વર્ષોનું બધું એ ગયા અવતારનો હિસાબ છે.
પ્રશ્નકર્તા : આ અત્યારે આપ મળ્યા, આપના માટે અમારા ભાવનો ઉલ્લાસ થાય તો એ આવતા વર્ષે મળે કે પછીના વખતમાં પણ મળે ?
દાદાશ્રી : એ થઈ ગયેલી ટેપરેકર્ડ તે જ અત્યારે બોલે. અને અત્યારે નવી થઈ રહી છે તે હજુ આપણને સંભળાય નહીં. એ આગળ ઉપર સંભળાય. એને પરિપાક થતાં પચાસ-પોણોસો-સો વર્ષ થાય છે. જેમ આજે આંબાને મોર આવ્યો ને આપણે કહીએ કે ‘આજે કેરી આપો.’ તો એ બને નહીં. એનો પાક થતાં થતાં ત્રણ-ચાર મહિના થઈ જાય. એવું આને પચાસ-સો વર્ષ થઈ જાય. એટલે પરિપાક થતાં બહુ વાર લાગે છે. એનો ગાળો લાંબો હોય. વાણીને થતાં થતાં બહુ ટાઈમ લાગે.
પ્રશ્નકર્તા ઃ ઉત્કૃષ્ટ ભાવના હોય તો વહેલું ફળ ના આવે ? દાદાશ્રી : ના. એવું કશું નહીં.
પ્રશ્નકર્તા : કોડવર્ડથી આ ટેપીંગ થાય છે, તે કોડવર્ડ આપને દેખાય ?
દાદાશ્રી : ના, કોડવર્ડ ના દેખાય. પણ આપણે સમજીએ ખરાં કે
Page #35
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : કોડવર્ડ સુધી તો આ થઈને આવેલું છે. કોઈ પ્રશ્ન પૂછે કે તરત આ કોડવર્ડમાંથી નીકળી જાય. કોડવર્ડમાંથી પછી એનું શોર્ટહેન્ડ થાય છે. અને પછી આ વાણી નીકળે છે, બધાને સમજાય એવી ભાષામાં. પેલું શોર્ટહેન્ડ, પણ ના સમજાય એવી ભાષા હોય. અત્યારે આ કોડવર્ડ થઈને તો આવેલું જ હોય. પૂર્વભવનું જે “અવસ્થિત' હતું, તે ‘વ્યવસ્થિત'માં કોડવર્ડ તરીકે આવ્યું હોય.
એ બધું પાછલું જ ! પ્રશ્નકર્તા : આ કોડવર્ડ સુધી થઈને આવેલું છે. એ અત્યારના દર્શનના આધારે કે પાછલા દર્શનના આધારે ?
દાદાશ્રી : એ તો પાછલા દર્શનના આધારે જ કોડવર્ડ થયેલું ને,
આવું નીકળશે.
પ્રશ્નકર્તા : મહીં ટેપીંગ થતું તમને દેખાય ?
દાદાશ્રી : ના, ના. એ કશું દેખાય નહીં. નીકળે એટલે અનુભવ થાય. એ દેખાય નહીં કારણ કે એ બધી સૂક્ષ્મ ક્રિયાઓ છે, સૂક્ષ્મતર ક્રિયાઓ છે. એ સૂક્ષ્મતમ ક્રિયા નથી, પણ સૂક્ષ્મતર ક્રિયા છે.
એ દ્રવ્યકર્મ કે નોકર્મ ? પ્રશ્નકર્તા : આ વાણી બોલાય, વિચારણાઓ છે અને વર્તના છે, એ શેમાં સમાવેશ પામે ? નોકર્મમાં જાય ?
દાદાશ્રી : વિચાર-વર્તન, એ બધું નોકર્મ. પ્રશ્નકર્તા તો વાણી દ્રવ્યકર્મમાં ગણાય ?
દાદાશ્રી : એના પરમાણુ છે તે મૂળ દ્રવ્યકર્મના છે અને આ અહીંથી બહાર ખેંચાઈને જે સ્થૂળ સ્વરૂપે નીકળી એ નોકર્મ છે.
પ્રશ્નકર્તા : એટલે જે પેલા કોડવર્ડ હોય છે ને શોર્ટહેન્ડ થાય છે, ત્યાં સુધી શું કહેવાય ?
દાદાશ્રી : ત્યાં સુધી એ બધું દ્રવ્યકર્મમાં જાય. અને પછી બહાર નીકળે છે એ નોકર્મ. નોકર્મ એટલે તમે માલિક નહીં. તેથી તમે જવાબદાર નહીં. માલિક થયા એટલે જવાબદારી તમારી.
કોડવર્ડ સુધી તૈયાર ! પ્રશ્નકર્તા : તો આપને સવાલ કોઈ પૂછે, તો તમે વાણી દ્વારા જવાબ આપો છો એ કેવી રીતે ?
દાદાશ્રી : મારે તો કંઈ જવાબ આપવાની જરૂર જ નહીં. કોડવર્ડથી જવાબ નીકળી જાય.
પ્રશ્નકર્તા: ‘કોડવર્ડ’થી એટલે શું ?
પ્રશ્નકર્તા ઃ તમે અત્યારના બનેલા પ્રસંગોની વાત કરો છો, એ ટેપ તો અત્યારે નીકળી.
દાદાશ્રી : ના. બધું પાછલું જ. અત્યારે તો આ વસ્તુઓ રૂપકમાં આવેલી. મૂળ તો પાછલું જ ને ? એ તો પહેલા કોડવર્ડ સુધી ટેપ થયેલી જ છે, તે અત્યારે કોડવર્ડ હેલ્પ કરે છે.
પ્રશ્નકર્તા કોડવર્ડમાંથી પાણી નીકળે, એમાં અત્યારનું દર્શન કંઈ જ કરે નહીં ?
દાદાશ્રી : અત્યારનું કશું આમાં લાગે વળગે નહીં ને ! એવું છે ને, કોડવર્ડ સુધી બધું પહેલાં તૈયાર થઈ ગયેલું હોય. પેલા સામો પૂછે કે તરત શોર્ટહેન્ડ થતાં જ બહાર નીકળે, હડહડાટ !
પ્રશ્નકર્તા : તે વખતે આપના અત્યારના જ્ઞાનનું એની અંદર એડિશન થાય ?
દાદાશ્રી : ના, કશું ય નહીં. એ જે છે એ જ. તેથી જ અમે કહીએ છીએ ને, આ ઓરિજિનલ ટેપરેકર્ડ છે. અત્યારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી
Page #36
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૭૦
વાણીનો સિદ્ધાંત
અમને ભૂલચૂક દેખાય કે આમાં શું વાગ્યું. આ ટેપમાં શું ભૂલચૂક થાય છે, એ દેખાય.
પ્રશ્નકર્તા : પણ એ તમે સુધારો નહીં ? દાદાશ્રી : એ સુધરે જ નહીં ને ! પ્રશ્નકર્તા : એટલે જે ટેપ થયેલી છે એ જ આવે.
દાદાશ્રી : હા. અને એ તો મારે એકલાને નહીં. બધાયને એવું જ છે. બ્લિડિંગ ઊંધું થાય ને, એટલે વકીલે ય કહે કે “તમારું નસીબ ફૂટલું છે એટલે એવું બોલાયું.’ પણ ટેપ થયેલી એવું જ બોલાય છે. એ મારા ભાગ્ય પ્રમાણે તારી ટેપરેકર્ડ નીકળે. અને બીજાના કેસમાં બીજાના ભાગ્ય પ્રમાણે તારી ટેપ નીકળે. ના સમજાયું તને ?
પ્રશ્નકર્તા : એને આપે ‘વ્યવસ્થિત’ છે, એમ કહ્યું ને ? દાદાશ્રી : સૂક્ષ્મ થઈ ગયેલું છે, હવે સ્થૂળ થવાનું બાકી છે. પ્રશ્નકર્તા : એ સ્થૂળ થતી વખતે આપનું જ્ઞાન શું કામ કરે ?
દાદાશ્રી : આ આજના જ્ઞાનથી એ કચાશ નહીં કંઈ હોય તો ખબર પડી જાય કે અહીં કચાશ છે.
સૂર એક, પણ તાલ જુદા ! પ્રશ્નકર્તા: એક જ ઘરમાં પાંચ-દસ જણ રહેતા હોય. તો ય આ ટેપ જુદી જુદી કેમ થતી હશે ? કેવી રીતે થતી હશે ?
દાદાશ્રી : માણસો જુદા છે, માટે વાણી જુદી જુદી જાતની છે. જેટલા માણસ છે, એટલી જાતની વાણી હોય. કોઈની વાણી કોઈને મળતી ના આવે. કોઈ બીજો બોલતો હોય તો કોઈ એમ ના કહી શકે કે ‘આ ચંદુભાઈ બોલ્યા !”
પ્રશ્નકર્તા : પણ ‘ચંદુભાઈ જેવી છે' એવું કહે ! દાદાશ્રી : હા “જેવી છે' એવી મળે. પણ કોઈની વાણી મળતી ના
આવે, દેહનો આકારે ય મળતો ના આવે.
પ્રશ્નકર્તા : પણ બીજા ભવમાં તમારા જેવી જ વાણી થાય ને ?
દાદાશ્રી : મારા જેવી એટલે વાણીનો સૂર એક જ જાતનો આવે. પણ કંઈ આ તાલ ના આવે.
પ્રશ્નકર્તા : એ તાલ અમારે તમારા જેવો જોઈએ છે.
દાદાશ્રી : ના, એવો ના બેસે. એ તો મારે ફરી બેસાડવો હોય તો ય ના બેસે, બીજા અવતારમાં ય ના બેસે.
વાણીને સાંભળતારો કોણ ? પ્રશ્નકર્તા: વાણી સંભળાય છે, તે સાંભળનાર કોણ ? શબ્દ કાને પડતાં તેના શબ્દાર્થથી માંડીને ભાવાર્થ કે પરમાર્થ સુધી તે જ ક્ષણે બધા ફોડ પડી જાય છે, તે કેવી રીતે ? ત્યારે મૂળ આત્મા તો પ્રકાશક રૂપે રહે છે, તો પછી વચ્ચે કઈ મિકેનિઝમથી મહીં ફોડ પડે છે ?
દાદાશ્રી : વાણી સંભળાય છે. તે સાંભળનાર કોણ ? એ અહંકાર. સાંભળનાર કોણ, એટલું જ જાણવાની જરૂર. સાંભળનારો એ અહંકાર. બીજું બધું જેટલું પછી આગળ લંબાવો, એ બધું અહંકારને ત્યાં પહોંચે. એવું ના સમજાય ?
પ્રશ્નકર્તા : સમજાયું.
દાદાશ્રી : એ સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય, સૂક્ષ્મતર હોય, સૂક્ષ્મતમ હોય. એટલે સંભળાય છે, તે મશીનરી જુદી છે. વાણી બોલે છે, તે ટેપરેકર્ડ જુદી છે. આ સંભળાવનારી મશીનરી છે. બધાનો માલિક એક અહંકાર છે, બસ !
પ્રશ્નકર્તા : પણ એ અહંકાર તો એમ અહંકાર જ કરે છે ને, કે મેં સાંભળ્યું, હું બોલ્યો ?
દાદાશ્રી : એ જ અહંકાર ને !
Page #37
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૭૧
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : અને મહીં એના જે બધા ફોડ પડે છે એ ?
દાદાશ્રી : એ ફોડ કુદરતી રીતે જ પડે છે. એમાં આત્મા નથી. મિશ્રચેતન છે.
પ્રશ્નકર્તા : મિશ્રચેતન, એમાં ક્યો ભાગ ફોડ પાડી આપે ?
દાદાશ્રી : અહંકાર ને બુદ્ધિ, એ બે ભેગું જ છે, બસ. આ એવાં તે એક મિનિટમાં કેટલાંય ફોડ મહીં પડી જાય. આ તો ફોડ જ ના કહેવાય. આ તો જાડી જાડી વાતો છે. પણ એક મિનિટ તો કેટલાંય ફોડ પડે એટલી બધી અંદર શક્તિ ધરાવે છે.
પ્રશ્નકર્તા : હા, તો એ શક્તિ કોની ? દાદાશ્રી : એ અહંકારની-બુદ્ધિની, બેની જ છે. પ્રશ્નકર્તા : હજુ રહ્યું ને, કશું ?! દાદાશ્રી : ના. એકનું એક જ છે, બીજું કશું નહીં.
પ્રશ્નકર્તા : પણ રશિયન ભાષામાં નીકળેલી વાણી કંઈ જ ફોડ પાડતી નથી.
દાદાશ્રી : એ સમજણ ના પડે. અહંકાર જાણતો નથી ને ! અહંકાર જે ભાષા જાણે છે, એ ભાષામાં જ એને સમજણ પડે.
પ્રશ્નકર્તા : અને કેવળજ્ઞાનીને તો બધા જ ફોડ પડી જાય ?
દાદાશ્રી : ના. એમને તો આવું કશું હોય જ નહીં ને ! એમને તો બધું મૂળ સ્વરૂપે દેખાય. આવું તેવું કશું દેખાય નહીં ને !
પ્રશ્નકર્તા : મૂળસ્વરૂપે એટલે ? દાદાશ્રી : તત્ત્વસ્વરૂપે. એનું નામ કેવળજ્ઞાન ને !
એ ગત ભવતાં પરિણામ પ્રશ્નકર્તા: ‘આ ટેપરેકર્ડ બોલે છે' એવું તમે કહો છો, તો આ બધું
ટેપ ક્યારે કરેલું ?
દાદાશ્રી : એ શું ખબર પડે કે ક્યારે ટેપ કરેલું ! આ બહારની ટેપ પંદર દહાડા ઉપર કરી કે મહિના ઉપર કરી, એ આપણને શું ખબર પડે ? આજે વગાડીએ તો એવી ખબર પડે ? એના જેવી જ આ ઓરિજિનલ ટેપરેકર્ડ છે.
પ્રશ્નકર્તા : એ કયા અવતારની હશે ?
દાદાશ્રી : એ તો પાછલા અવતારની જ હોય હંમેશાં. પાછલાં એક અવતારનું જ હોય છે બધું. એ તો ગયા અવતારે જે ટેપરેકર્ડ થઈ છે, તે આજે રૂપકમાં આવ્યું છે. આ તો ફક્ત મહોર જ મારવાની છે. બાકી ટેપ તો ગયા અવતારની છે તે જ, આ ફક્ત ચાલુ કરીને જોઈ લીધી.
પ્રશ્નકર્તા : એટલે એ ગયા જન્મનું પ્લાનિંગ થયું ને ?
દાદાશ્રી : હા, એ જ ને ! આ તેથી અમે કહીએ છીએ કે આ ટેપરેકર્ડ છે.
ન હોય વિચારોની ટેપ ! પ્રશ્નકર્તા ઃ તો આપણે જે બોલીએ છીએ, એ ટેપ થાય છે. આપણા વિચારો પણ ટેપ થાય છે?
દાદાશ્રી : ના, વિચારો ટેપ નથી થતાં. પ્રશ્નકર્તા : વિચારોનું કંઈ નથી ?
દાદાશ્રી : હા. વિચારો, એ તો જડ કહેવાય. એ સ્થળ કહેવાય, બોલીએ છીએ એ સ્થૂળ કહેવાય. સ્થૂળની ટેપ ના હોય, સૂક્ષ્મતમની ટેપ હોય.
પ્રશ્નકર્તા: સૂક્ષ્મ એટલે ભાવ ને અભાવ.
દાદાશ્રી : બસ, ભાવ અને અભાવતે ભાવ ઉપરથી બને, તે ટેપ ફર્સ્ટ કલાસ તૈયાર થઈ જાય.
Page #38
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
ઉસ
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : એવું છે, મહીં જે આખું તંત્ર ચાલે છે, એ પૂર્વકર્મના આધારે ચાલે છે. એ પૂર્વકર્મના આધારે તંત્ર ચાલે છે, તેને આ જાણવા માંડ્યું કે આ ક્યાંથી આવે છે ને શું થાય છે. પોતે એમાં જ્ઞાતા-દ્રષ્ટા જુદો થઈ ગયો. એની નોંધ છે ફક્ત પોતાની પાસે. દ્રષ્ટા પાસે ખાલી નોંધ
તો ટેપ ઊતર્યા કરે ! પ્રશ્નકર્તા : ટેપરેકર્ડને શું કહી શકાય ? એ સમજાવો.
દાદાશ્રી : ટેપરેકર્ડ એ પરિણામ છે. એનાં કૉઝીઝ પહેલાં થયેલા. આ ઇફેક્ટ છે. તમે મારી જોડે વાત કરી રહ્યા છો, એ બધું જ પરિણામ છે. મહીં કૉઝીઝ થઈ રહ્યા છે, અંદર કૉઝીઝ ચાલી જ રહ્યા છે. આ મનવચન-કાયાની ત્રણ બેટરીઓ ભરાયા જ કરે છે. પાછલી ત્રણ બેટરીઓ ડીસ્ચાર્જ થયા કરે છે ને નવી ત્રણ બેટરી ચાર્જ થયા કરે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. અજ્ઞાન જાય ને જ્ઞાન થાય ત્યારે ડીસ્ચાર્જ એકલું જ રહે. પછી ચાર્જ ના થાય.
જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું’ ત્યાં સુધી ટેપરેકર્ડ ઊતર્યા કરે. અને ‘હું ચંદુલાલ છું’ એ અજ્ઞાન તૂટી ગયું, ફ્રેકચર થઈ ગયું, એ ઇગોઈઝમ ફ્રેકચર થઈ ગયો, એટલે બધું ગયું. ઇગોઈઝમ હોય ત્યાં સુધી બધું ચાલ્યા કરે અને તે ખલાસ થઈ જાય પછી ટેપરેકર્ડ ઊતરે જ નહીં. એટલે અજ્ઞાનતાથી ટેપરેકર્ડ ઊતર્યા કરે છે.
વાણી વખતે ય સમાધિ પ્રશ્નકર્તા : આપ બોલો છો, તે ઘડીએ નિર્વિકલ્પ સમાધિનો ભંગ થતો હશે ને ?
દાદાશ્રી : ના, બિલકુલે ય સમાધિનો ભંગ થતો નથી. આ રેકર્ડ વાગી રહી છે, એના ઉપર હું જ્ઞાતા-દ્રષ્ટા રહું, એટલે હું મારા ઉપયોગમાં જ રહું. મારા શુદ્ધ ઉપયોગમાં જ રહું. પછી સમાધિનો ભંગ કેમ કરીને થાય છે ?
પ્રશ્નકર્તા : એનો અર્થ એમ થયો કે બે વસ્તુ થઈ આમાં ?
દાદાશ્રી : એવું છે, આ ટેપરેકર્ડ એ ઈફેક્ટિવ છે બધી ! અને આ બે વસ્તુ દરેકનામાં હોય છે. એક ઈફેક્ટરૂપે હોય છે અને એક કૉઝીઝ રૂપે હોય છે. અમારે ય આ ઈફેક્ટ રૂપે, એટલે ટેપ એની મેળે જ વાગ્યા કરે છે આ.
પ્રશ્નકર્તા : ટેપને વગાડવા માટે સ્વીચ તો દબાવવી પડે ને ?
દાદાશ્રી : ના, ના, એ દબાઈ ગયેલી જ છે. તમે પૂછો એટલી જ વાર. તમે પૂછો એટલે તરત જ મને ખબર પડી જાય. અમે તો એનાં જ્ઞાતા-દ્રષ્ટા હોઈએ !!
પ્રશ્નકર્તા : આ “મને’ ખબર પડી જાય એમ આપે કહ્યું, તો એ શું
જુદા થઈ જામ્યું સઘળું ! એટલે જેને જ્ઞાન નથી, એ લોકોને શેના આધારે ટેપરેકર્ડ તૈયાર થાય છે ? અજ્ઞાનના આધારે થાય છે. એટલે એ ‘હું બોલું છું’ એમ કહે છે. અને આ તો અમને જ્યારથી ખ્યાલ આવ્યો કે આ વાણી ક્યાંથી નીકળે છે, આપણે શું લેવાદેવા ? ત્યારથી ખબર પડી કે આ અહીંથી નીકળે છે અને આમ જાય છે ને આવી રીતે થઈને આવે છે. એટલે અમે પછી ‘અમારી વાણી’ કહીએ નહીં ને, એને.
પ્રશ્નકર્તા : અત્યારે જે આપની વાણી નીકળી રહી છે, એ તો અત્યારે ઈફેક્ટ છે, રિઝલ્ટ છે. પણ જ્યારે એ રેકર્ડ થઈ હશે ત્યારે તો કંઈ કૉઝ હશે ને ?
દાદાશ્રી : કૉઝના આધારે એ પરમાણુ નીકળ્યા. પ્રશ્નકર્તા : કૉઝીઝ એ પૂર્વકર્મ છે ?
દાદાશ્રી : “મને’ એ તો વ્યવહારિકથી હું બોલું છું. બાકી આ હું જે બોલે છે ને, એ ડ્રામેટિક શબ્દ છે. આ તમે બોલો છો, એ પણ ડ્રામેટિક
Page #39
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
શબ્દ બોલો છો, પણ તેની પાછળ બિલિફે ય તમારી એવી જ છે અને મારી બિલિફ ના હોય. મારે શબ્દ તરીકે બોલવા જોઈએ. તે વ્યવહાર છે, એટલે બોલવું પડે. અત્યારે કોઈ મને પૂછે કે ‘તમે કોણ છો ?” તો હું કહું કે ‘એ. એમ. પટેલ'. પણ મને એવી બિલિફ ના હોય.
“અમે' એ વળગણ વિહોણા ! એટલે ‘આ કોણ બોલે છે તમારી જોડે ! આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. હું બોલતો નથી. એક શબ્દય મારો નથી આ, એટલે શબ્દ જ્યારે એની રચના થઈ હશે, તે દહાડે મારે કંઈ એની જોડે સંબંધ ખરો. પણ અત્યારે, રચના થયા પછી મારો સંબંધ રહ્યો નથી.
આ અહીં જે બોલે છે, એ ટેપ બોલે છે. ત્યારે તમે બોલો છો, તે યુ ટેપ જ છે. એટલે મારી ય આ ટેપ છે. અને તમારી ય આ ટેપ છે. મને આનું વળગણ નથી ને તમને વળગણ છે.
સંબંધ માત્ર રચતા વેળાએ... પ્રશ્નકર્તા: ‘અત્યારે રચના થયા પછી મારો સંબંધ રહ્યો નથી.’ એ શું કહેવા માગો છો ?
દાદાશ્રી : શબ્દની રચના થાય, તે દહાડે અમારો સંબંધ ખરો કંઈક. અને રચના થયા પછી ફળ આપે, તે દહાડે અમારે સંબંધ નહીં. જેમ આ કર્મ બાંધે, ગયા અવતારે કૉઝીઝ બાંધે, તે ઘડીએ આપણો સંબંધ ખરો. ફળ આપતી વખતે આપણો સંબંધ નહીં.
- ટેપરેકર્ડ જે ઘડીએ થાય ને, તે ઘડીએ એના માલિક ખરાં. હા, ટેપરેકર્ડ કરતી વખતે પોતે એના કર્તા હતા. પણ હવે ટેપરેકર્ડ બોલતી વખતે પોતે એમાં નથી, પોતે એનો માલિક નથી. આ ભ્રાંતિવાળા માલિક થાય અને જ્ઞાની માલિક ના થાય. જે ઘડીએ ટેપરેકર્ડ વાગતી હોય, તે વખતે ભ્રાંતિવાળો એમ કહે છે કે “બોલું છું.’ અને જ્ઞાની ના બોલે કે ‘હું બોલું છું.’ એ કહે કે આ ટેપરેકર્ડ બોલે છે.
જ્યાં સુધી જ્ઞાન ના હોય, તેને “હું બોલું છું' એવું ભાન હોય, ત્યાં
સુધી સંજ્ઞા થયા કરે. ‘હું બોલું છું’ એ ભાન તૂટી જાય કે સંજ્ઞા ઊડી જાય. અમારી અજ્ઞાન દશા હતી ને, તે વખતે અજ્ઞાનદશાની સંજ્ઞા થયેલી. ટેપરેકર્ડ ઊતારતી વખતે આ આત્મદશા નહોતી. તે વખતે સંસારદશા હતી, અજ્ઞાનદશા હતી. ટેપરેકર્ડ જ્યારે ચાર્જ થઈ હતી ત્યારે અજ્ઞાનદશામાં ચાર્જ થયેલી. અને પછી આ ડીસ્ચાર્જ થાય છે. અમને આ જ્ઞાનદશા છે, તેથી ડીસ્ચાર્જ એકલું જ હોય. અમને ચાર્જ ના હોય. કારણ કે આત્મા જાણ્યા પછી, આત્મારૂપ થયા પછી, આત્મા જાગ્રત થયા પછી ચાર્જ ના થાય. ડીસ્ચાર્જ એકલું થયા કરે. એટલે આ ડીસ્ચાર્જ એ ટેપરેકર્ડ છે, ઓરિજિનલ ટેપરેકર્ડ છે.
ફેર તમારી - અમારી વાણીમાં ! પ્રશ્નકર્તા: બે દિવસ પહેલાં જ આપે ફરક દેખાડ્યો. આપના ટેપરેકર્ડમાં ને અમારા ટેપરેકર્ડમાં થોડો ફરક દેખાડ્યો.
દાદાશ્રી : શું ?
પ્રશ્નકર્તા ઃ આપે કીધું કે મારે તો માલિકી છે જ નહીં અને તમને હજી થોડી ઘણી માલિકી છે અંદર.
દાદાશ્રી : એ માલિકી નથી હોતી, પણ એટલી હજી સ્પષ્ટતા નથી થઈ. એ ય સ્પષ્ટતા કાળે કરીને થાય. ઘણાં કાળ પછી, આત્માનું સ્પષ્ટ વેદન કર્યા પછી થાય. એ વેદન કર્યું જ છૂટકો ને ? જેમ કોઈ માણસ નથી કહેતા, ભોગાવલી કર્મ છે, તે ભોગવવા આવવું પડ્યું ? એવું આ એક ભોગાવલી કર્મ કહેવાય. કારણ કે જાણ્યા પછી રહ્યું શું ? ભોગાવલી. એને ચારિત્રમોહ કહેવામાં આવે છે.
એ બધું ટેપરેકર્ડ જ ! પ્રશ્નકર્તા : આપ જે બોલો છો, અને તમે ટેપરેકર્ડ નીકળી એમ કહો છો. હવે એ તમારું સાંભળીને અમે બીજાને સત્સંગની વાત કરીએ, તે વખતે અમે જે બોલીએ એ ય ટેપરેકર્ડ કહેવાય ? કે શું કહેવાય ?
દાદાશ્રી : જોવા જાય તો, બોલ માત્ર ટેપરેકર્ડ છે. પણ હવે એ તો
Page #40
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૭૮
વાણીનો સિદ્ધાંત
માલિક ઉપર આધાર રાખે છે ને !
પ્રશ્નકર્તા : આ તમારું સાંભળેલું અત્યારે અમે બોલીએ છીએ, તો આ અમારી ટેપરેકર્ડ પહેલાં આવી ઉતરેલી હશે એટલે નીકળે છે ?
દાદાશ્રી : એવું હોય ત્યારે જ ને ! નહીં તો બીજી બને નહીં ને ! નવું બને નહીં ને !
પ્રશ્નકર્તા : પણ અહીં સાંભળ્યા પછી જ અમે બોલી શકીએ, એ શું કહેવાય ?
દાદાશ્રી : ત્યાં ય સાંભળ્યા પછી જ ટેપ કરવાની હોય ને ? ટેપરેકર્ડ ત્યાં થતી વખતે ! સાંભળ્યા પછી જ ટેપ કરવાની હોય ને ! એ કંઈ નવું ઓછું છે બધું ?! બધું જ જૂનું છે આ.
પ્રશ્નકર્તા : એટલે તમારું નિમિત્ત મળે તો જ પછી પેલી અમારી ટેપ ખૂલે છે, એમ ? ધારો કે તમે અમને આખો સત્સંગ કહ્યો હોય અને હવે હું સાંજે જઈને વાત કરું, તે તમારી સાંભળેલી જ વાત હું કરતો હોઉં ને ?
દાદાશ્રી : તમારી ય ટેપ ઊતરી ગયેલી તો છે જ. આ સાંભળવાનું નિમિત્ત જ રહ્યું બાકી. આ નિમિત્તથી ઓપન થાય છે.
પ્રશ્નકર્તા : હવે એમાં જે કેટલીક કરેક્ટનેસવાળી વાણી જેની નીકળતી હોય, એ પણ એનું પહેલાંનું છે ?
દાદાશ્રી : નવું ના થાય કશું. કારણ કે રિહર્સલ થયા પછીનું આ જગત છે. આ રૂપક છે અને રિહર્સલ યોજનારૂપે હતું. બસ આટલો જ ફેર. પણ છે એની એ જ વસ્તુ. ફ્રેમ તેની તે, ડીઝાઈન તેની તે, ફોટો તેનો તે, પણ પેલું રિહર્સલ યોજનારૂપે હતું ને આ રૂપકમાં છે.
એવું બોલે છે, એ તો ડબલ અહંકાર છે.
તું જે જે વિચારીશ, તે અહંકાર છે. તું જે જે બોલીશ, તે અહંકાર છે. તું જે જે કરીશ, તે અહંકાર છે. જગતનું જે જે જાણીશ, તે અહંકાર છે. જ્યાં સુધી દ્રષ્ટિ ના બદલાય ત્યાં સુધી શું વળે ? વાણીનું માલિકીપણું એ જ મોટામાં મોટો અહંકાર છે. દેહનું માલિકીપણું તો સહેજે ય સાધારણ રહે, પણ ‘મૂળ આત્મા” જ વાણીમાં વર્તે !
જે જે બોલે છે, જેટલું જેટલું બોલે છે, એ બધો જ ખુલ્લો અહંકાર છે. ફક્ત સ્યાદ્વાદ જે વખતે બોલે જ્ઞાની પુરુષે ય, તે વખતે એમનો અહંકાર નહીં, પણ એ જો કંઈ બીજું બોલે ને, તો એમનો અહંકાર જ નીકળે છે. એ નીકળતો અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર કહ્યો છે. જેટલું બોલે છે, એ બધું અહંકાર જ છે. બોલવાની જરૂર ના હોય તો ય બોલી ઉઠે છે, નહીં ?
પ્રશ્નકર્તા : બીજાનું કલ્યાણ થાય એમાં.
દાદાશ્રી : એ બરાબર છે. બીજાનું કલ્યાણ થાય એનો વાંધો નહીં. પણ જ્યાં કલ્યાણ ના થવાનું હોય ને બીજી બાબત હોય ને ત્યાં ય બોલી ઉઠે, “ના આમ કરવાનું, તમે નથી જાણતાં'. જેટલું બોલે છે ને, એ બધો અહંકાર છે. મહાવીર ભગવાનની સ્યાદ્વાદ વાણી હતી અને જ્ઞાની પુરુષની સ્યાદ્વાદ વાણી, ચાદ્વાદ એટલે શું કે બધા સાંભળે પણ કોઈને એમ ના લાગે, અમારી વિરુદ્ધનું બોલ્યાં. મુસ્લીમ હોય, બીજા હોય, બધાને ગમે. એ સ્યાદ્વાદ કહેવાય. નિરાગ્રહીવાળી અને સર્વ સાપેક્ષને લેનારી. તે ભગવાનની વાણી કેવી સરસ !
વર્તનમાં ખુલ્લો અહંકાર બહુ દેખાતો નથી. વર્તનમાં તો કો'ક ફેરો આપણે લગ્નમાં ગયાં હોય અને “ચંદુભાઈ, આવો પધારો.' તે વખતે આમ થાય ત્યારે આપણને દેખાય કે વર્તનમાં ખુલ્લો અહંકાર દેખાયો. આમ થઈ જાય ને ? લગ્નમાં “આવો આવો’ કહે ને છાતી ફુલાય, એ ખુલ્લું વર્તન છે, ખુલ્લો અહંકાર વર્તનરૂપે. એટલે આ સાધુ-સંન્યાસીઓ વાણી નહીં બોલતા હોય, નહીં ?
' શબ્દ માત્ર અહં શબ્દ માત્ર ઈગોઈઝમ છે. જેટલાં શબ્દો આ દુનિયામાં છે એ બધા ઇગોઈઝમ છે અને વાણી એ ખુલ્લો અહંકાર છે. “મેં કર્યું ને હું કરીશ’
Page #41
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૯
પ્રશ્નકર્તા : બોલે ને.
દાદાશ્રી : તે હઉ વાણી બોલે ? હવે પાછો ‘હું બોલ્યો’, કહેશે. તમે બોલો છે એ જુદું અને એ બોલે છે એ જુદું. આ ‘જ્ઞાન’ મળ્યા પછી, તમે બોલો છો એ નિર્બીજ છે, જેમાંથી અહંકાર ફરી ઊગતો નથી, એ આથમી જાય છે અને એ બોલે છે, તે એમાં બીજ પડે છે. પાછું ‘હું બોલું છું’ એવું ભાન છે ને ! ‘અમે કેવું બોલ્યા’ એ વાણીનો પરિગ્રહ.
આપણે કહીએ કે ભઈ, ઘડીવાર એક અરધો કલાક એમ ને એમ બેસી રહેજો, કશું બોલશો - કરશો નહીં. તો ય બોલ્યા વગર રહે નહીં ને ! કારણ કે અહંકાર છે, એટલે બોલ્યા વગર રહે નહીં !
ટેપ ઉતારી કોણે ?
બોલે છે કો'ક અને પોતે માથે લઈ લે છે. આ તો અહંકાર કરે છે, કે હું બોલું છું. એ અહંકારથી રેકોર્ડ થાય છે. અહંકારથી ફરી પાછો ટેપરેકર્ડ ઉતરે છે. ફરી પાછા અહંકાર કરે છે. અહંકાર ના હોય તો ટેપરેકર્ડ થાય નહીં.
પ્રશ્નકર્તા : આપ બોલો છો, એ કઈ રીતે બોલાય છે ?
દાદાશ્રી : આ ટેપરેકર્ડ ઉતરેલી છે તે.
પ્રશ્નકર્તા : કોણે ઉતારી ?
દાદાશ્રી : એ ગયા અવતારના અહંકારે ઊતારી. હવે ના ઉતરે. આ ચાર્જ થયેલી છે, તે આ ડિસ્ચાર્જ થઈ રહી છે. એક્ઝોસ્ટ થઈ રહેલી
છે.
પ્રશ્નકર્તા : આ ક્યાં સુધી ચાલવાનું ?
દાદાશ્રી : આ દેહ હશે ત્યાં સુધી ચાલ્યા કરશે. અગર પહેલાં વાણી ખલાસ થઈ જાય અને પછી મૌન હોય, એ ટેપરેકર્ડ ખલાસ થઈ જાય, એટલે મૌન થઈ જાય. પણ આ ડિસ્ચાર્જ છે. વાણી એક્ઝોસ્ટ થઈ રહેલી છે અને આ ભવમાં જ્યાં સુધી ‘હું બોલું છું’ એમ કહો છો, ત્યાં
વાણીનો સિદ્ધાંત
સુધી પેલું ડિસ્ચાર્જ થાય છે અને નવું ચાર્જ પણ થાય છે. જૂની ને નવી, બે બેટરીઓ ચાલ્યા જ કરે છે.
८०
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે આપણે આ જે બોલીએ છીએ, તે અહમ્ ઓછો થઈ જાય, ધીમે ધીમે ‘હું બોલું છું’ એવું ઓછું થતું જાય, તો પછી એ ટેપ છે તો ચાર્જ ના થાય.
દાદાશ્રી : આ ‘હું બોલું છું' ઓછું થાય તો ય ચાર્જ થાય. કારણ
કે અહંકાર જીવતો રહે ને ?
પ્રશ્નકર્તા : અહંકાર ઓછો થઈ જાય તો ?
દાદાશ્રી : એ તો બોલવામાં ઓછો થઈ જાય. બીજામાં વધી જાય.
પ્રશ્નકર્તા : ઓછો થાય જ નહીં, અહંકાર ?
દાદાશ્રી : ના, અહંકાર ઓછો ના થાય. અહંકાર જ્ઞાની એકલાં જ ઓછો કરી આપે. ઊડાડી મેલે હપૂચો. ઓછો કર્યે ના પાલવે. બિલકુલ ફ્રેકચર કરી નાખે.
વાણી-અહંકાર, કાર્ય-કારણ રૂપે !
પ્રશ્નકર્તા : ‘વાણી એ ખુલ્લો અહંકાર છે' એ જરા સમજવું છે.
દાદાશ્રી : વાણી બંધ થઈ જાય તો ખલાસ થઈ ગયું, મોક્ષે જાય. વાણીથી જ બધો અહંકાર ઊભો થયો છે.
પ્રશ્નકર્તા : પેલુ વાક્ય છે ને ‘સૂક્ષ્મ અહંકારી, વાણીનું હથિયાર.' એટલે અહંકાર અને વાણીને સંબંધ છે.
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : અહંકારનું હથિયાર, એને વાણી કીધી. તો અહંકારી એ વાણીને હથિયાર રૂપે વાપરે છે. એવું થયું ને ?
દાદાશ્રી : એ હથીયાર નહીં, અહંકાર જ છે. વાણીથી જ બધો
Page #42
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
અહંકાર ઊભો થયો છે.
પ્રશ્નકર્તા : વાણીથી અહંકાર ઊભો થયો છે કે અહંકારથી વાણી નીકળે છે ?
દાદાશ્રી : મૂળ શરૂઆત વાણીથી અહંકાર ઊભો થયો છે. પછી એ અહંકાર નીકળ્યા કરે છે. એટલે કાર્ય-કારણ હોય પાછું મહીં.
વાણી બંધ થઈ જાય તો ખબર પડી જાય. વાણીની શરૂઆત પહેલા, અહંકારથી શરૂઆત થઈ અને વાણી બંધ થાય એટલે અહંકાર બંધ થઈ જાય. એ એનો તાળો.
પ્રશ્નકર્તા : એટલે વાણી બંધ થાય એટલે અહંકાર બંધ થઈ ગયો. પણ અહંકાર પહેલાં ખલાસ થયા પછી, એનું પરિણામ વાણી ખલાસ થાય છે ?
દાદાશ્રી : પછી મૌન જ હોય એને. ભગવાને ય કહે, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. એટલે અંદરથી બોલવાનું બંધ થયું ને બહારથી રહ્યું.
પ્રશ્નકર્તા : બહારથી બોલવાનું ખબર પડે એવું છે પણ અંદરથી બોલવાનું બંધ, એ કેવું હોય ?
દાદાશ્રી : અમે કહ્યું ને બધા ય જ્ઞાનીને હોય એવું. દેશના રૂપે કહે, ટેપરેકર્ડ. એ અંદર બંધ થઈ ગયું ને !
પ્રશ્નકર્તા અને પેલું વચલો માલિકીભાવ ઊડી ગયો. જે અંદરથી બોલવાન, તે અહંકાર ભાવ ઊડી ગયો.
દાદાશ્રી : આત્મસ્વરૂપ જ થઈ ગયો. અક્રિયતા આવી, રહ્યું જ નહીં ને હવે કાંઈ. કામમાં લાગે એવી વાત કર. આમાં શું ? આત્મઅજ્ઞાન ત્યાં વાણી.
પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. દાદાશ્રી : આત્મઅજ્ઞાન એટલે અહંકાર, ત્યાં વાણી.
વાણીથી જગત ઊભું થયું છે ને વાણીથી જગત બંધ થઈ જાય છે. એ જ વાણી જગતને બંધ કરે છે. વાણીથી અહમ્ સ્મૃતિ, સ્વરૂપની વિસ્મૃતિ થઈ, ને એ જ વાણીથી અહમ્ની વિસ્મૃતિ ને સ્વરૂપની સ્મૃતિ થાય છે.
આ સમજાય છે ? તમને સમજ પડી આમાં ?
દાદાશ્રી : ના, વાણી નીકળવાથી અહંકાર શરૂ થાય છે અને વાણી નીકળવાની બંધ થઈ કે અહંકાર બંધ થયો.
પ્રશ્નકર્તા : એટલે વાણી નીકળે છે એ બધો અહંકાર નીકળે છે, એવું કહો છો ?
દાદાશ્રી : હા. એટલે પછી જ્ઞાનીને એમ કહેવું પડે કે આ ટેપરેકર્ડ છે. હવે મારી ઈચ્છા નથી છતાં નીકળે છે.
પ્રશ્નકર્તા: એમાં અહંકાર ના હોય ? વાણી માત્ર અહંકારનું સ્વરૂપ જ કીધું ને ! તો તીર્થંકરોની વાણી કેવી કહેવાય ? - દાદાશ્રી : પણ એને દેશના કહી, એટલે આજે અહંકાર નથી એમાં.
પ્રશ્નકર્તા : સમજ પડી.
પ્રશ્નકર્તા : આજે અહંકાર નથી, માટે દેશના ?
દાદાશ્રી : તો આ સમજવા જેવું છે. સમજે તો ઉકેલ આવે એવો છે. આ બધી વાત વૈજ્ઞાનિક છે.
અવસ્થા અહંકારતી એ ! પ્રશ્નકર્તા : વાણી એ અહંકારની અવસ્થા કહેવાય ? દાદાશ્રી : તો બીજું શું ? એટલે અહંકાર હોય કે ના ય પણ હોય.
દાદાશ્રી : આજનો અહંકાર નથી, આ પહેલાંનો કરેલો છે. પ્રશ્નકર્તા : તો આપણા જ્ઞાનનું પરિણામ મૌનપણું આવે ?
Page #43
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૮૪
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : હા. મારી પાસે તો બધું જ છે. કંઈ એક જ બટણ છે મારી પાસે ?! મારી પાસે તો ઈલેક્ટ્રિકનાં તમામ સાધનો છે. જે સાધનો હજુ પ્રગટ થયાં નથી, એ ય સાધનો છે. પણ મશીનરી બનાવેલી નથી. એટલે પછી સાધનો પ્રગટ કરીને અર્થ જ શું છે ? જેટલી જરૂર છે, એટલી વાત ખુલ્લી કરી છે.
પ્રશ્નકર્તા : મન, એ પણ અહંકારની અવસ્થા કહેવાય ?
દાદાશ્રી : હોય ને ના પણ હોય, એ બંનેવ બની શકે. અહંકારની હોય, અહંકારની ના ય પણ હોય. આ જ્ઞાન લીધા પછી તમારું મન છે, એ અહંકાર વગરનું છે.
પ્રશ્નકર્તા : અહંકાર છે, તે મનમાં તન્મયાકાર થાય તો અહંકારની અવસ્થા ?
- દાદાશ્રી : માલિક થાય ત્યારે. એટલે મન અહંકારવાળું ય કહેવાય અને અહંકાર વગરનું ય કહેવાય. અજ્ઞાનીદશાએ અહંકારવાળું અને જ્ઞાનીદશાએ અહંકાર વગરનું.
અણદીઠા વિજ્ઞાન, ખુલ્યાં અહીં ! વાત ગમે છે મારી ? કે ના ગમે ? પ્રશ્નકર્તા ઃ અમારે માટે તો નવી જ ને !
દાદાશ્રી : નવી, આ તો બધું વિજ્ઞાન છે. અત્યાર સુધી જગતમાં જે સાંભળ્યું છે ને, એ બધી લૌકિક વાતો સાંભળી છે. એટલે આ વસ્તુ જુદી છે. લોકોને ભાન ના હોય આ વસ્તુ. એટલે અમે આ વિજ્ઞાન ખુલ્લું કરીએ છીએ. આખા જગતનું જે વિજ્ઞાન છે, એ અમે ખુલ્લું કરીએ છીએ. તે આ વૈજ્ઞાનિક રીતથી આ બધું જગત ચાલી રહ્યું છે ! આ બધું સાયન્સ છે. આ વૈજ્ઞાનિક વાત છે, શાસ્ત્રની વાત નથી. આ એક્કેક્ટ છે. ફોરેનના સાયન્ટિસ્ટો આને એક્ઝક્ટ કબૂલ કરે એવી વાતો છે. આ બધી સાયન્ટિફિક શોધખોળ છે અને વિજ્ઞાન હોય તો જ કામ થઈ જાય ને ! અને ભગવાન પણ વિજ્ઞાન સ્વરૂપે છે.
પ્રશ્નકર્તા : આપે આ ટેપરેકર્ડની કરામત થોડી શીખવાડી છે. પણ મહીં આ મશીનમાં મહીં પાછું એવું બટણ હોય છે, તે આમ દાબીએ તો રીવાઈન્ડ કે ફોરવર્ડ બહુ જલ્દી થઈ જાય છે. તો આમાં એવું આપની પાસે છે કંઈ ?
મૌલિક વાત, જ્ઞાતીતી ! આ બહાર જે સાંભળ્યું છે ને, એ ધર્મ છે ને જ્ઞાન છે. જ્ઞાન કોનું નામ કહેવાય કે આપણે કરવું પડે અને આ વિજ્ઞાન છે. વિજ્ઞાન કોનું નામ કહેવાય કે કશું કરવું ના પડે, જાણવું પડે ફક્ત. અને આ દુનિયામાં પહેલી વખત બહાર પડે છે કે વાણી એ ઓરિજિનલ ટેપરેકર્ડ છે. સાંભળવા જેવી વાત છે કે નહીં ? અને તદન નવી વાત ! અપૂર્વ !!. પૂર્વે ક્યારે ય સાંભળ્યું ના હોય, પૂર્વે ક્યારે ય વાંચેલું ના હોય, જાણેલું ના હોય, એવું આ અપૂર્વ !!! આ મૌલિક વાત છે અને આ “માલિકી વગરની વાણી', એ વાતે ય પહેલાં સાંભળેલી જ નહીં ને, તમે ?”
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આવો શબ્દ ય જગતે સાંભળેલો જ નથી. જગત આજે પહેલી વખત સાંભળે છે. હવે જેને વિચારવું હોય એ વિચારે, ખરું છે કે ખોટું, તે તપાસે ય કરે. વિચાર કરશે તો ખબર પડશે ને ? અને આ જો ખુલ્લું ના કરે તો લોકોને ખબર જ ના પડે ને, કે વિજ્ઞાન શું છે તે ?
હવે આ વાત કંઈ ગમ્યું તો નહીં હોય ને ? બાકી દરઅસલ વાત મૂકી છે. આ જેમ ‘વ્યવસ્થિત’ દરઅસલ વાત મૂકી છે, એવી આ એક દરઅસલ વાત મૂકી છે. આ ‘ભોગવે એની ભૂલ’ એ ય દરઅસલ વાત છે. બધી બહુ વાતો આવી છે.
આ ‘વાણી એ ટેપરેકર્ડ છે” એની જરૂર છે, તેથી એ વાત બહાર પાડી છે. તમને કોઈ ગાળ ભાંડે તો એ ટેપરેકર્ડ છે” એમ કરીને તમે ફાયદો ઉઠાવો. આ વાણી એ ટેપરેકર્ડ છે. એવું કહીએ એટલે તમે ફાયદો ઉઠાવો કે ના ઉઠાવો ?
Page #44
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૮૫
[૨] વીતરાગ દશા, વાણી વખતે..
પ્રશ્નકર્તા : ફાયદો ઉઠાવીએ.
દાદાશ્રી : એટલે આ વાણી એ ટેપરેકર્ડ છે, એ વાત બહાર પાડવામાં જગતને ફાયદો છે. અને એક દહાડો દુનિયા એવું ય સમજતી થશે કે માણસ બોલી શક્તો નથી, આ તો ટેપરેકર્ડ બોલે છે. જ્ઞાનીનો એક જ શબ્દ જે સાંભળને, તેનો પણ મોક્ષ થાય, એવું આ જ્ઞાન છે.
શબ્દ શબ્દતો ઑલ પૂફ આપે તે જ્ઞાતી !
જો જ્ઞાની પુરુષ બોલે છે તે ટેપરેકર્ડ છે, તો બીજા શું જાતે બોલ્યા ? એના પરથી આપણે ના સમજી જઈએ ?! એટલે આ બધી બહુ ઝીણી વાતો છે. આવી વાતો શાસ્ત્રમાં ય ના હોય, પુરાણમાં નથી કહ્યું, વેદાંતમાં નથી કહ્યું. આ બધા ફોડ જ્ઞાની જાણે.
કેટલાંક મને કહે છે કે, ‘તમે આ વાણીને ટેપરેકર્ડ કહો છો, તે મોટી જોખમદારી લો છો.’ મેં કહ્યું, ‘જોખમદારી નહીં, પણ એક્કેક્ટ બોલી રહ્યો છું.' જોખમદારી તો કોઈ માણસ લે જ શી રીતે ? મને કહે છે કે, “આ ટેપરેકર્ડ છે એવું ના કહો ને ! એ વાત કહેવાની બંધ રાખો ને ! ના બોલો તો સારું.” કહ્યું, ‘અત્યાર સુધી હકીકત વાત જ બહાર નથી પડી, ને નથી પડી ત્યારે તો આ કહું છું અને તે રોફભેર કહું છું. આવો મારી જોડે રહીને પુરવાર કરી આપું, છ મહિનામાં.’ પુરવાર તો કરવું જ પડે ને, જે બોલ્યા એ તો ?! અને હું તો કહું છું કે “આ જે બધું બોલાયું છે અત્યાર સુધી, અઠ્ઠાવીસ વર્ષથી, તેના એકેએક શબ્દનું પ્રૂફ આપવા હું તૈયાર છું, એટ એની ટાઈમ.... કારણ કે આ વોટરપ્રૂફ કે ફાયરપ્રૂફ ન હોય આ ! ઓલ પૂફ છે આ !!
આ ‘વાણી એ ટેપરેકર્ડ છે” એ ખૂફ થશે ને, ત્યારે બધો ઉકેલ આવી ગયો. પણ આ વાત સંસાર આખાને માટે કામની નથી, મોક્ષમાર્ગીને માટે કામની છે. અને મોક્ષમાર્ગી ગૂંચાયા છે આને લઈને, સાચી હકીકત નહીં જાણવાને લઈને !!
મૂળ પદાર્થ, પણ તવી ફોર્મ્યુલામાં ! પ્રશ્નકર્તા : આપે જે અક્રમ વિજ્ઞાન બતાવ્યું છે, એ કોઈ વેદાંત કે જૈનોના શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે જોવામાં આવ્યું નથી.
દાદાશ્રી : એ હોય નહીં. આ નવી ફોર્મ્યુલા છે. આજના આ કળિયુગમાં જો નવી ફોર્મ્યુલા ના હોય તો કોઈ માણસ આને પહોંચી જ ના શકે. ફોર્મ્યુલા નવી છે, પણ આત્મજ્ઞાનનો પ્રકાશ તેનો તે જ છે. અને આવું ના હોય તો પહોંચી વળે નહીં ને ! પાછું મનને સમાધાન રહે. બુદ્ધિ ચૂપ થઈ જાય. બુદ્ધિ બોલતી બંધ થાય, વિકલ્પ કરતી બંધ થઈ જાય. અક્રમ વિજ્ઞાન બુદ્ધિને ગાંઠતું નથી. આ મોટી અજાયબી કહેવાય ને ! બધા જ્ઞાન બુદ્ધિને ગાંઠે. બુદ્ધિ અને તોડી નાખે, હંકે ! દરેકના જ્ઞાનને બુદ્ધિ તોડી નાખે. પણ અક્રમ વિજ્ઞાન બુદ્ધિને ગાંઠતું જ નથી. એ બહુ અજાયબી છે આ ! અને સિદ્ધાંતરૂપે છે આમ. જરા ય કોઈ જગ્યાએ વિરોધાભાસ ના હોય. અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ વર્ષથી વિરોધાભાસ જોયો નથી. એક શબ્દ કે અમારો વિરોધાભાસ નીકળ્યો નથી.
Page #45
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
એવું છે, આપણને પાંચ જવાબ જો સાચા પડ્યા તો છઠ્ઠો જવાબ સાચો હશે એવું માનીને જવા દેવું. એમાં પોતાની બુદ્ધિ વાપરવી નહીં, કારણ કે આ હું બોલતો નથી. આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે.
સહજ જવાબે જ સમાધાત !
૮૩
પ્રશ્નકર્તા : આપના સહજ જવાબ મેળવીને સમાધાન થઈ જાય છે.
દાદાશ્રી : સહજ જવાબ હોય તો સમાધાન થઈ જાય. આ સહજ જવાબ છે. એટલે સ્થિર થઈ જાય. લોકોના મોટા મોટા પ્રશ્નો સોલ્વ થઈ ગયેલા. ગમે તેવા મૂંઝાયેલા હોય, પણ સોલ્વ થઈ જાય. કારણ કે સહજ જવાબ છે.
પ્રશ્નકર્તા : આપને પ્રશ્ન પૂછાય તો તરત એકદમ એક્ઝેક્ટ જવાબ કેવી રીતે આવી જાય છે ?
દાદાશ્રી : એનું નામ જ જ્ઞાન કહેવાય. એ જ્ઞાનની ભૂમિકા છે. પેલો પ્રશ્ન પૂછે ને અહીં કેવળજ્ઞાનમાંથી એનો જવાબ મળી જાય.
પ્રશ્નકર્તા : એટલે એવું શું થાય છે ? અંદર શું થતું હશે કે એ એક્ઝેક્ટ જવાબ નીકળે ?
દાદાશ્રી : કશું થાય નહીં. એ સહજ પ્રક્રિયા છે. મારે કશું કરવાનું ના હોય, વિચારવાનું ના હોય. સહજવાણી એમ ને એમ જ નીકળે. અને તે ય શાસ્ત્રમાં લખવા જેવી હોય. અને એ શાસ્ત્ર પાછું ચેકો ના મરાય એવું હોય.
એટલે આ મારા વિચારેલા જવાબ નથી. એ તો ટેપરેકર્ડમાંથી નીકળેલા જવાબ છે. અને મારી પાસે નીકળ્યું, તે તો ટેપરેકર્ડની મારફત જ નીકળે ને ! હું ક્યાં બોલું છું ? આ મનની વિચારેલી વાત નથી. આ
સહજ વાણી છે.
પ્રશ્નકર્તા : મન જો વિચાર ના કરે, તો આપ અમને જવાબ કેવી રીતે આપી શકો ?
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : હું વિચારીને જવાબો આપું તો કોઈ સાંભળે ય નહીં. એમાં કશી બરકતે ય ના આવે. આ જવાબ આપું છું, એ જ્ઞાનથી આપું છું. વિચારથી જવાબ, એ તો એંઠવાડો કહેવાય. આ તો નિર્મળ જવાબ આપું છું. જ્ઞાનથી જવાબ આપું છું. વિચારવાનું જરા ય ના હોય. વિચાર એ તો પુદ્ગલ કહેવાય. અમારામાં એવું ના હોય. કોઈ પ્રશ્ન પૂછે તો અમે
કેવળજ્ઞાનમાં જોઈને જવાબ આપીએ. એ જવાબ શાસ્ત્રમાં હોય નહીં.
હવે આ બધું ગુપ્ત વિજ્ઞાન ક્યાંથી બહાર પડે ? આમાંનો એક અક્ષરે
ય શાસ્ત્રમાં ના મળે.
८८
અમે મનમાં ખોવાઈ જઈએ કે અમારું મન સ્હેજ અટકે, તો અમે પ્રશ્નનો જવાબ જ ના આપી શકીએ. પ્રશ્નનો જવાબ આપવો, એ તો બહુ મોટી વાત છે. પ્રશ્નનો જવાબ આપી શકે જ નહીં કોઈ. અમારું મન
નિરંતર ક્ષણવર્તી, બુદ્ધિ અમારી ખલાસ થયેલી, ચિત્ત શુદ્ધ થઈ ગયેલું. અહંકાર આ ડીસ્ચાર્જ પૂરતો જ રહેલો. તો પછી તમે જે પૂછોને, એટલે ટેપરેકર્ડ ફર્સ્ટ કલાસ નીકળે. તે ય પાછા માલિક નહીં અમે.
જરૂર તહીં મર્યાદાતી, પૂછવામાં !
તમારે વધારે સમજવું હોય તો મારી વાતને ઉથલાવવી અને પૂછવું. મારી બહુ મર્યાદા રાખવાની જરૂર નથી. કારણ કે આ મારી વાત નથી. ટેપરેકર્ડની વાત છે. તે તમારાથી પૂછાય કે દાદા, આ ટેપરેકર્ડ આમ કેમ બોલી ? ટેપરેકર્ડ બરાબર વાગે છે ને ? જો બરાબર ના વાગતી હોય તો તમારે કહેવું. તો પછી હું પિન બદલી નાખું, ફેરવી નાખું. હું ક્યાં બોલું છું, આ બધું !
આ અમારી ટેપરેકર્ડ બરાબર લાગે છે કે ? બનતાં સુધી એમાં ભૂલ ના થાય, એવી ખાતરી છે. પણ ભૂલ થાય તો કંઈ કહેવામાં હરકત નહીં. કોઈને એમ લાગે કે દાદાજીને કેમ કહેવાય ? પણ આમાં મારી ભૂલ હોય તો ના કહેવાય. મારી ભૂલ નથી, આ તો ટેપરેકર્ડની ભૂલ છે. એટલે કહેવાય બધું.
પ્રશ્નકર્તા : અમારું રીસીવર બગડયું હોય તો જ ભૂલ છે એવું લાગે.
Page #46
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
બાકી તમારી ભૂલ ના હોય.
દાદાશ્રી : તે ય પાછું હું કહી આપું કે આ ટેપરેકર્ડમાં ભૂલ નથી ને એ રીસીવરમાં ભૂલ છે.
સીંચ્યાં સરખાં, તો ય ભિન્ન ફળ ! પ્રશ્નકર્તા : આપ જે વાત કરો છો, એ વાત બધાને સરખી પહોંચે છે ઘણી વખત.
દાદાશ્રી : બધાને સરખી વાત ના પહોંચે, કોઈ દહાડો ય ના પહોંચે. સરખી સંભળાય ખરી, પણ સરખી પહોંચે નહીં.
પ્રશ્નકર્તા: આપે કહ્યું કે સ્પેસ બધાને અલગ અલગ છે અને છતાં કોઈ વખત કોઈ વાત બધાને એક સાથે સરખી સમજાય છે, તો એ કેમ બને !
દાદાશ્રી : સરખી તો કોઈ દહાડો સમજાય જ નહીં. થોડો થોડો ડીફરન્સ હોય જ. વાત એક જ પ્રકારની હોય, જેમ પાણી મીઠું હોય છે. પણ લીમડો હોય, તેને એ જ પાણી આપે તો ય લીમડો કડવો થઈ જાય. આંબો મીઠો થાય છે. પણ પાણી એક જ પ્રકારનું.
સીંચ્યું, ઉપરથી ઊતરી નીચે ! પ્રશ્નકર્તા: દાદાને જે જ્ઞાન થયું છે, એ આખી વસ્તુ આમ ઝીણામાં ઝીણી રીતે વિચાર કરીએ તો પણ એક્કેક્ટ પકડાતી નથી.
દાદાશ્રી : પકડાય નહીં. આ એટલી બધી ટોપ ઉપરની વાત છે કે મારે નીચે ઉતરીને વાત કરવી પડે છે. એટલું બધું ટોપ ઉપર આ જ્ઞાન છે. આ નીચે ઉતરીને વાત કરીએ ત્યારે આટલું સમજણ પડે છે, આ લોકોને. તો ય હજુ પૂરેપૂરી સમજણ પડતી નથી. ટોપ ઉપરની વાત કહું તો તો અક્ષરે ય ના સમજણ પડે.
તો આ બહાર બધે અને આપની પાસે, આ દાદા તો જે માણસ જે લેવલ પર હોય, તે લેવલ પર આવીને વાતની સમજણ પાડે છે.
દાદાશ્રી : હા, તે લેવલ પર આવીએ, નહીં તો માણસ ફ્રેકચર થઈ જાય ને ! અમારી વાણી સમજી ના શકે ને, કોઈ ! અમારી સીધી વાણી જ સમજી શકે નહીં ને ! આ તો અમે કાઉન્ટર પુલીઓ રાખીને પછી નીચે ઉતરીએ.
આ આચાર્યો-સંતો બોલે એ શું ? નીચે તળેટીમાં રહીને ઊંચે શું છે, તે અહીં નીચે રહીને આંખો ફાડી ફાડીને ટોચનું બોલવું. અને અમે આંખો મીંચીને ઉપર બેસીને બોલીએ છીએ.
એ તો હું આ જે વાણી બોલું ને, તે હું ટોપ ઉપરનું બોલું છું. આ હકીકત ક્યાંની ? ટોપ ઉપરની છે આ. મારે નીચે ખબર આપવી હોય, નીચેવાળા પૂછે કે શું છે ઉપર ? એટલે હું ઉપર રહીને બોલું, તો સમજાય નહીં. મારે નીચે આવીને બોલવું પડે. એટલે એમની ભાષામાં બોલવું પડે, વાત કરવી પડે.
હવે એમની ભાષા એટલે શું ? પંદરસો રીવોલ્યુશનનું ઈન્જન હોય, હવે તેને હજાર રીવોલ્યુશનનો પંપ જોઈન્ટ કરવો હોય, તો શું કરવું પડે ?
પ્રશ્નકર્તા : પુલી મૂકવી પડે.
દાદાશ્રી : એટલે આમ સીધું જ જોઈન્ટ કરીએ તો પેલો પંપ તૂટી જાય. એટલે વચ્ચે “કાઉન્ટર પુલી’ ગોઠવવી પડે ! એટલે એવી રીતે મારે વાણીમાં એવું કરવું પડે છે. વાણી માટે નીચલી ભાષામાં બોલવી પડે.
પ્રશ્નકર્તા : તમારી આ વાતો છે, એ આમ બહુ ઝડપથી સમજી શકાય એવી નથી. એટલે બધા લોકો સમજી શકે તો નહીં. એ ઝીલવા માટે માનસિક ઓરીએન્ટેશન જોઈએ.
દાદાશ્રી : હા, બરાબર છે, જોઈએ.
પ્રશ્નકર્તા : છતાં આપના ફોડ એટલાં સ્પષ્ટ હોય છે અને સચોટ હોય છે કે કોઈને ગૂંચ ના પડે.
પ્રશ્નકર્તા : એ તો આપની પાસે આવ્યો ત્યારથી જ ખબર પડી કે બીજા બધાને તો જ્ઞાનીના લેવલ સુધી જવું પડે. જો વાત સમજવી હોય
Page #47
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : છતાં લોકોને ગૂંચ પડી જાય. આ લોકો તો બિચારાં દાળભાત ખાઈને રોજ નીકળે છે. આ તો આમ કરતાં કરતાં બે-ચાર અવતારે મોક્ષે જશે, તો બહુ થઈ ગયું !
વક્તા-શ્રોતાતો સંબંધ, અભેદતાતો !
પ્રશ્નકર્તા : વ્યવહારમાં વક્તા તમે છો કે જે જગતનું કલ્યાણ કરે એવા હોય અને અમે શ્રોતા, એ બે વચ્ચે કેવો સંબંધ થાય છે ?
૯૧
દાદાશ્રી : અભેદતાનો સંબંધ હોય. આ વ્યક્તિ જ પોતે અભેદ હોય, એટલે અભેદતાનો જ સંબંધ હોય.
પ્રશ્નકર્તા : જ્યારે એ અભેદતાનો સંબંધ જળવાય, ત્યારે વક્તા અને શ્રોતા એ હોય છે ખરા ?
દાદાશ્રી : ડીઝાઈનમાં જુદું દેખાય. ફોટામાં દેખાય એવું જુદું. પ્રશ્નકર્તા : આપણે ફોટા સાથે સંબંધ કેટલો ?
દાદાશ્રી : ફોટો જ છે બધું. એક જ છે બધું. પણ આ ફોટાને લીધે બધું જુદું દેખાય છે. સ્પેસ જુદી હોવાથી જુદું જુદું દેખાય છે.
પ્રશ્નકર્તા : પણ એ ફોટામાં આપણે ક્યાં સુધી રાચવું ?
દાદાશ્રી : જ્યાં સુધી વિકલ્પો છે ત્યાં સુધી ફોટા છે. નિર્વિકલ્પી થયા એટલે નિર્વિકલ્પીને ફોટો તો હોય પણ એ ફોટો જતો હોય. જતો એટલે પરિણામરૂપે હોય. તે ઘડીએ કૉઝરૂપે ના હોય. નવો ફોટો ના છપાયેલો હોય.
પ્રશ્નકર્તા : જે વ્યક્તિ નિર્વિકલ્પ વક્તા છે, તેમની અને શ્રોતા વચ્ચે અભેદતા હોય છે. પણ શ્રોતા એના રોજબરોજનાં જીવનમાં અટવાતાં, તેની અસર વધારે કેમ રહેતી નથી ?
દાદાશ્રી : નિરંતર અસર રહે, એક ક્ષણ વાર બાદ નહીં તેવી. પ્રશ્નકર્તા : આપનો એવો સામાન્ય અનુભવ છે ખરો ?
૯૨
દાદાશ્રી : સામાન્ય અનુભવથી જ બોલું છું આ. પ્રશ્નકર્તા : આપને માટે નહીં, શ્રોતાઓને માટે.
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : હા, શ્રોતાઓને માટે જ કહું છું. મારી પાસે શ્રોતાઓને તો નિરંતર અભેદતા રહે. શ્રોતા નિરંતર એક ભાવ’ને પામેલા છે. આ તો વાસ્તવિકતા છે, હકીકત છે. આ કંઈ પોલંપોલ નથી.
જ્ઞાતીએ દોહ્યાં, અનેરાં તવતીત !
પ્રશ્નકર્તા : આપની એક સામાન્ય વાત પણ નવો જ દ્રષ્ટિકોણ આપતી હોય છે.
દાદાશ્રી : નવો જ દ્રષ્ટિકોણ આપે છે, નહીં ?
પ્રશ્નકર્તા : નવી જ, એની કલ્પનામાં પણ ના આવે, કે આવું ? આ સામાન્ય વાતનું પૃથક્કરણ જ્ઞાનીની વાણીમાં કંઈક જુદું જ હોય છે. દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : આપનું કેવું છે ? કે પૂછનારનો પ્રશ્ન નીકળ્યો ને, તો આપનું આખું એ બાજુનું વિઝન ઊભું થઈ જાય છે.
દાદાશ્રી : હા, એ બાજુનું વિઝન ઊભું થઈ જાય. પ્રશ્નકર્તા : આપને લાખો પ્રશ્નો પૂછાયા હશે, આડા-અવળા, ગાંડાઘેલા, પણ આપની મહીંથી વિજ્ઞાન જ નીકળે છે.
દાદાશ્રી : હા. એટલે મારું કહેવાનું કે આ ગમે તેવું પૂછે, આપણને લાભ છે ને ! એ ખોટું શું છે ?! એટલે આપણે એ જોવાનું છે કે વિજ્ઞાન શું નીકળે છે ! એ જુઓને આપણે ! અને આ જોવાનું ચૂકે, તો એ ‘ચૂકનારને ય’ ‘આપણે’ જોવાનો. બસ, બીજું કશું નથી, આપણે ત્યાં
બીજી ભાંજગડ જ નથી ને !
કેટલાંક તો પ્રશ્નો પૂછવામાં ય એટેક કરે કે ‘તમે આ શબ્દનું આવું કેમ કહો છો ?” તે અમે એનું સમાધાન કરાવીએ. સમાધાન થઈ જ જવું
Page #48
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
જોઈએ. ભલે ઊંધું-ચત્તું પૂછે, પણ ટાઈમ તો આમાં-સત્સંગમાં જ જવાનો છે ને બધો ? અને મારે મોઢેથી નીકળ્યું હશે તે કંઈ ખોટું-અવળું ઓછું નીકળવાનું છે, કશું ? એ તો ફાયદો થશે. વાત કઢાવનારને સંતોષ થાય છે ને ! આ તો કો'કને એવી વાત ના ગમે, એટલે ‘આ ડખો કરે છે’ એવું લાગે.
૯૩
પૂછી પૂછીતે ચણી લો મહેલ, મોક્ષતા !
પ્રશ્નકર્તા : ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આપના પરિચયમાં આવીને, અહીંયા હવે બીજું અમારે શું કરવાનું ?
દાદાશ્રી : એવું છે ને, તમારે જ્યાં અટકયું હોય, તે જ્ઞાન અહીં જાણી લેવાનું. પણ એ સંજોગ રોજ ના નીકળે. એ જ્ઞાન, એ વાણી એવી વસ્તુ નથી કે તમે હમણે કાઢવા જાવ તો નીકળે. કારણ કે આ વાણી એ રેકર્ડ છે. જેટલી રેકર્ડ નીકળતી હોય એટલી નીકળે. એટલે પછી જેટલો વધુ તમે ટાઈમ અહીં આવો, તો ત્યારે એ વાત નીકળે. તે જ્ઞાન તમને મળે તે દહાડે.
પોતાની સેફસાઈડ માટે સમજી લેવાનું છે અહીં આગળ. અમે જે કહીએ ને, તે ય પૂરેપૂરું ના સમજાય, બળ્યું. પોતાની ગરણી હોય એ પ્રમાણે ગાળે.
પ્રશ્નકર્તા : આપણે જેટલું સમજતા હોઈએ, એને સાચું માની લઈએ તો પછી ઊલટું ના થાય ?
દાદાશ્રી : સાચું માની ના લેવાય. પોતાના મનમાં જે લાભ થાય એ સાચો. અને કો'કને તો આ જવાબ ના અપાય.
પ્રશ્નકર્તા : કો'કને માટે નહીં. પોતાને માટે પૂછાય ને ?
દાદાશ્રી : અહીં બધું પોતાને માટે સમજવાનું. પણ તે જેટલી સમજણ પડે તેટલી સાચી. ગરણી જેવી હોય તે પ્રમાણે સમજણ પડે.
એટલે પોતાના માટે પૂછપરછ કરીને સમજી લેવાનું. ‘આ શું છે ? મારે સમજવું છે. મને આ હરકત આવી.' તે બધું સમજી લેવાનું.
વાણીનો સિદ્ધાંત
આ જ્ઞાન ઝીણવટથી સમજી લેવું પડે. કારણ કે આ જ્ઞાન કલાકમાં આપેલું છે. કેવડું મોટું જ્ઞાન, તે એક કરોડ વર્ષે જે જ્ઞાન ના થાય એ એક કલાકમાં જ્ઞાન થાય છે. પણ બેઝિક થાય છે. પછી વિગતવાર સમજી લેવું પડે ને ? એ વિગતવારથી સમજવા માટે તો તમે મારી પાસે બેસો ને પૂછપરછ કરો, ત્યારે હું તમને સમજાવું. એટલે અમે કહીએ છીએને કે સત્સંગની બહુ જ જરૂર છે. તમે જેમ જેમ અહીં આગળ આંકડા પૂછતા જાવને, તે આંકડા મહીં ખૂલતા જાય.
૯૪
પ્રશ્નકર્તા : અમુક વાણી જે નીકળે છે ને, તે ફરી સમજવા માટે પૂછી લેવી જોઈએ.
દાદાશ્રી : એ તો જેને ખેંચે, તેણે પૂછી લેવી. મારે નીચે કાંકરો ક્યાંથી આવે છે ? બાકી બધાને રસ્તે ચઢાવવાનાં છે ને. પાછળ પડી ગયો હોય તેને ય.
સામાતાં સ્પંદતો, સ્પર્શે જ્ઞાતીને !
પ્રશ્નકર્તા : કેટલીક વખત એવું થાય કે અમે બહાર વાત કરીને અહીં આવીને, બેસીએ, તે જ વાત તમે કરતા હોવ.
દાદાશ્રી : એ તમારા મનની અસરો મારી પર પડે. તમારા મનમાં શું ચંચળતા ઉત્પન્ન થઈ છે, એના ફોટા મહીં પડે કેટલાંકના. એટલે આ વાત નીકળે. કો'કનામાં કંઈ ચંચળતા ઊભી થઈ કે વાત નીકળે અહીં આગળ. અમારે એ વાત કાઢવી નથી. એ તો રેકર્ડ નીકળ્યા જ કરે.
ન્હોય આ મારી વાણી !
પ્રશ્નકર્તા : આપ જે વાણી બોલો છો, એ બહુ ગજબની નીકળે છે.
દાદાશ્રી : આ તો ટેપરેકર્ડ છે ને ! હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું ને ! ગજબની વાણી નીકળે, તે તમારે જાણવાની ! મારે ગજબની છે કે નહીં એવું જાણવાનું હોય જ નહીં ને ! આ ટેપરેકર્ડ, તેમાં મારે શું લેવાદેવા ? મેં શું કર્યું આમાં ? અમે તો વીતરાગ છીએ એમાં ! મારું જો કર્તવ્યપણું હોય તો મને મીઠાશ આવે. હું બોલ્યો હોઉં તો મને મીઠાશ આવે કે હા,
Page #49
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
કેવું સરસ બોલ્યો ! તમને ગમ્યું કે ના ગમ્યું ? એવું પૂછ-પૂછ કરું. પણ જુઓ આ વાણી, માલિકી વગરની વાણી તો જુઓ ! એક કલાક સાંભળેને, તો એની મુક્તિ થઈ જાય, જો સાચા દિલથી સાંભળે તો !
અમારે માલિકીભાવ ન રહ્યો, અહંકારભાવ ના રહ્યો એટલે “હું બોલું છું.’ એ ના રહ્યું અને “મારો બોલ’ એ ય ના રહ્યું, બેઉ શબ્દ ના રહ્યા. નહીં તો જો અમારો બોલ હોતને, તો હું તમને પૂછપૂછ કરું કે અમારા બોલથી તમને કેટલો બધો લાભ થઈ ગયો. અમે બોલ્યાને, તો કેટલો લાભ થઈ ગયો. પણ અત્યારે તો મારાથી એવું બોલાય જ નહીં ને ! એવું બોલે તો તમે જ કહો કે ટેપરેકર્ડ બોલતી હતી ને, દાદા. તમે આવું કેમ બોલ્યા ?
જશ - અપજશતા ધણી પોતે નહીં ! આ રેકર્ડ છે. કારણ કે હું નથી બોલતો આ. રેકર્ડ કોનું નામ કહેવાય કે જેને સારું બોલે તેનો જશ જોઈતો નથી કે ખોટું બોલે તેનો અપજશ જોઈતો નથી. વીતરાગ છે એ.
વખતે ટેપરેકર્ડ કંઈ અવળું બોલે, તો એનો અપજશ અમે લેવા તૈયાર નથી અને સવળું બોલે તેનો જશ લેવા તૈયાર નથી. એના, ટેપરકડના જશ-અપજશના અમે માલિક નથી. છતાં ય એને અપજશ આપવો હોય તો વાંધો નથી અને જશ આપવો હોય તો ય કહીએ કે ટેપરેકર્ડ છે, શું કરવા જશ આપે છે ? કોઈ કહેશે, ‘બહુ સરસ બોલ્યા.” તો એ ટેપરેકર્ડનું અને કોઈ કહેશે, ખરાબ બોલ્યા.’ તો ય એ ટેપરેકર્ડનું. મારું કશું નહીં એમાં.
તમ સમ મને ય મઝા ! છતાં ય આ ટેપરેકર્ડની વાતો ! ‘શી નીકળશે’ એ કહેવાય નહીં. તમને તો મઝા આવે. પણ મને હઉ મઝા આવે.
પ્રશ્નકર્તા : અમને મઝા આવે છે, તે તો દેહધારી પરમાત્મા છે, તેમને સાંભળવાનું મળે છે, તેની અમને મઝા આવે છે. આપને શેની
મઝા આવે છે ?
દાદાશ્રી : મને ય મઝા આવે છે. લો, કેવી વાત આ ! તેની મને હઉ મઝા આવે છે ! કારણ કે ટેપરેકર્ડની વાત ! મારી પોતાની વાત હોય તો મને મઝા ના આવે. આ ટેપરેકર્ડની વાતો છે, એટલે જેટલી તમને મઝા આવે, એટલી મને મઝા આવે. હું જુદો, આ વાત જુદી, અહીં રેડિયો બોલતો હોય, તમને મઝા આવે, એટલી મને મઝા આવે. એવું આ રેડિયાની પેઠ બોલે છે અને એક્ઝક્ટ એમ જ છે.
એ તો ટેપતી ભૂલ ! દાદાશ્રી : તમને વાત સમજાય છે ને ? પ્રશ્નકર્તા : આપ કહો છો, તે સાંભળ્યા કરું છું.
દાદાશ્રી : હું શું કહું છું કે મારું એવું સાંભળશો જ નહીં. ખોટું હોય તો તરત જવાબ આપો. હું ખોટાને સાંભળવા તૈયાર છું. મારું સાચું કરાવવા બેઠો નથી. કારણ કે આ ટેપરેકર્ડ છે. તમે જૂઠું કહી શકો, ‘ખરાબ છે' એવું પણ કહી શકો. કારણ કે આનો હું જ્ઞાતા-દ્રષ્ટા છું. એની ‘કઈ ભૂલ છે' એ હું તપાસ કરું છું. એટલે મારી વાણી જાણીને ભડકશો નહીં. આ વાણી મારી નથી, આ ટેપરેકર્ડ છે.
સહુને સમજાવતારી, આ વાણી જ !
પ્રશ્નકર્તા: “આ મારી વાણી નથી” એવું પણ વાણી દ્વારા જ કહો છો ને ? એ શું છે ?
દાદાશ્રી : એ તમને સમજાવવા માટે, તમારી અણસમજણ નીકળી જાય એટલાં માટે. “આ મારી વાણી છે” એવું તમે માનો છો એ નીકળી જાય. કારણ કે હું આ વાણીથી જુદો છું.
પ્રશ્નકર્તા : પણ આપ જે કહેવા માગો છો, એ વાણી દ્વારા જ નીકળી રહ્યું છે એવું કહી શકાય ? જે સામાને સમજાવવા માગો છો, એ વાણી દ્વારા જ કહી શકો છો ને ?
Page #50
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૯૮
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : હું સમજાવવા માગતો જ નથી. આ વાણી જ સમજાવે છે. હું તો આ વાણી શું સમજાવે છે, તેનો જ્ઞાતા-દ્રષ્ટા છું. હું સમજાવવા માંગતો નથી. નહીં તો તો એ મારો ધંધો થઈ પડે. હું તો આનો જ્ઞાતાદ્રષ્ટા છું કે આ શું સમજાવે છે. હું કહું છું ને કે ભાઈ, આ વાણી એ વક્તા છે, તમે શ્રોતા છો ને હું જ્ઞાતા-દ્રષ્ટા છું.
આમાં જાણતાર કોણ ? પ્રશ્નકર્તા : આટલી બધી જ્ઞાનચર્ચા બોલો છો, એ જાણકારી કોની ?
દાદાશ્રી : આ બધી ટેપરેકર્ડ બોલે છે, હું કહું છું ને ! હું ક્યાં માલિક થાઉં, આની જાણકારીનો ?
પ્રશ્નકર્તા : બોલનારની વાત નથી. પણ આ જે આટલું બધું જ્ઞાન જાણે છે, તેની વાત છે.
દાદાશ્રી : એ જ આ ટેપરેકર્ડ જાણે છે. એ તમને વાત કરે છે. અને સંપૂર્ણ જાણે, તે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં હું રહું છું.
“” : “બોલતાર' : “અંબાલાલ' પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડ “અંબાલાલ'માં સમાયેલું છે ને ? દાદાશ્રી : આ બોલે છે કોણ ? અંબાલાલ નથી બોલતા. પ્રશ્નકર્તા : અંબાલાલ એટલે નૈમિત્તિક દેહ એટલું જ ? દાદાશ્રી : ના. એ બધું ભેગું થાયને, બધાની માલિકીમાં નામ
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હવે પોતે બોલનાર છે નહીં. ટેપરેકર્ડ બોલે છે આ. અને ટેપરેકર્ડ અંબાલાલ બોલે તો એ કૉઝ કહેવાય. અને આ ટેપરેકર્ડ બોલે તો એ પરિણામ છે. એટલે આ બધા પરિણામ છે. અંબાલાલથી એમ ના કહેવાય કે ‘હું બોલ્યો'. આ જગતના લોકો બધા ય કહે કે ‘હું બોલ્યો'.
પ્રશ્નકર્તા : તો પછી આ શુદ્ધાત્મા, અંબાલાલ, ટેપરેકર્ડ બધા જુદા થઈ ગયા ?
દાદાશ્રી : બધું ય જુદું. અંબાલાલભાઈ જુદા, આ દેહે ય જુદો. ટેપરેકર્ડ જુદી, મન જુદું, બુદ્ધિ જુદી, ચિત્ત જુદું, અહંકાર જુદો !
પ્રશ્નકર્તા : એ બરોબર સમજાવોને, કેવી રીતે છે આ ?
દાદાશ્રી : કેમ ? તમને ભેગું લાગે છે બધું ? હમણાં આપણે વાણીનો ફોડ પાડ્યોને, કે આ વાણી છે તે પરિણામ છે. એને ‘હું બોલું છું’ એમ કહું તો કૉઝ થયું કહેવાય.
પ્રશ્નકર્તા : તો ‘હું અંબાલાલ છું” એમ કહેવું, એ અંહકાર થયો ને ?
દાદાશ્રી : હાસ્તોને ! જે નથી તેવું ‘હું છું', એ બોલે, તો અહંકાર કહેવાય.
મારે હવે શું કહેવું પડે ? ‘હું દેહ છું’ કે ‘અંબાલાલ દેહ છે” એમ ? દેહ કોણ છે ? અંબાલાલ દેહ છે કે દેહ અંબાલાલ છે ?
પ્રશ્નકર્તા દેહનું નામ અંબાલાલ છે.
દાદાશ્રી : એટલે એની મેળે ઈટસેલ્ફ જુદું જ છે. દરેક વસ્તુ જુદી જ છે. આમાં કશું ભેગું જ નથી. આત્મા ય જુદો છે, મન જુદું, અહંકાર જુદો, નામ જુદું, અટક જુદી, દેહ જુદો !
આમને કોઈ પૂછે કે ‘તમે કોણ છો ?” ત્યારે એ કહે, ‘હું ચંદુલાલ છું.” અને કોર્ટમાં એમને કોઈ પૂછે, ત્યારે એ કહે, ‘હું વકીલ છું.” તો
એમનું.
પ્રશ્નકર્તા : તો આ ટેપરેકર્ડમાં અંબાલાલભાઈનો ભાગ નહીં ?
દાદાશ્રી : ના. આ બધાના માલિક એ પોતે. એટલે ‘હું બોલું છું એમ બોલેને તો તો માલિકીપણું થાય અને પોતે માલિક છે નહીં. માલિક હોય તો, એવું ના બોલે કે મારે નહોતું બોલવું તો ય બોલાઈ જવાયું. લોકો તો એવું બોલે અને બોલ્યા પછી પસ્તાય કે ?
Page #51
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૦
વાણીનો સિદ્ધાંત
એવું છે ને, આ તો પોતાને બોલવું હોય તો ય બોલાય નહીં. એવું નથી બનેલું ?
પ્રશ્નકર્તા: હા, કેસ તૈયાર કરીને જાય છતાં ય ત્યાં ના બોલાય. અને કોઈ વખત વગર તૈયારીએ સારું જ બોલાઈ જાય.
દાદાશ્રી : માટે આ ટેપરેકર્ડ બોલે છે. આ તો ફક્ત અહંકાર કરે છે કે હું બોલ્યો !” આ અમે એકલાં જ બોલ્યા છીએ કે ‘આ ટેપરેકર્ડ બોલે છે.’
ક્યું સાચું ?
પ્રશ્નકર્તા ઃ એકે ય નહીં.
દાદાશ્રી : એકે ય સાચું નહીં ? એવું કેમ કહેવાય ? હું ચંદુલાલ છું ને હું વકીલ છું, બન્ને ખરું જ છે ને ! હવે દેહ ચંદુલાલ હોય તો નામ પાડવાની શી જરૂર જ હતી ?
પ્રશ્નકર્તા : વ્યવહાર સમજવા માટે નામની જરૂર ને ?
દાદાશ્રી : હા. પણ આ ‘ચંદુલાલ છું’ એવું જો એ કહે, તો પછી નામની જરૂર નથી. નામ કહે તો ચંદુલાલની જરૂર નથી. એટલે આ તો વકીલ જુદા છે, ચંદુલાલ જુદા છે, સહુ સહુના સ્થાન ઉપર જુદું જુદું દેખાય.
સાસરીમાં જાય ત્યારે ‘ફુવા આવ્યા’ કહેવાશે. મોસાળમાં જાય ત્યારે કહેશે, “ભાણા આવ્યા. સાસરીમાં જાય તો “જમાઈ છું કહેજે ! અને બેન પૈણાવી હોયને ત્યાં જાય, ને ત્યાં કહે કે ‘હું જમાઈ છું', તો ? ના ચાલે. ત્યાં તો કોણ આવ્યા ? “મેરે સાલે આયે” કહેશે. ત્યાં તમે એવું કહો કે, “આ ના ચાલે(?) મને સાલે, સાલે નહીં કહેવાનું.” તો ચાલે ? ના. સાલા છો એમાં વાંધો ક્યાં આવે છે ?” કહેશે. માટે આ બધું સાપેક્ષ જગત છે. માટે અંબાલાલે ય ભેગા નથી ને આ વાણી ય ભેગી નથી, આ મન ભેગું નથી ને બુદ્ધિ ભેગી નથી. બધું સહુ સહુની અપેક્ષાએ, બધા પોતપોતાના રિલેટિવના આધારે છે. બસ, થીયરી ઓફ રીલેટિવિટી એને’ એડજસ્ટ થાય છે !
કોઈ કહેશે, “આ લાઈન મોટી છે ને ?” ત્યારે બધા શું કહે ? મોટી પણ શેના આધારે મોટી ? બીજી નાની લાઈન ચીતરો તો મોટી કહેવાય. અને માટે આ થીયરી ઓફ રિલેટિવિટીના આધારે છે.
પ્રશ્નકર્તા : અંબાલાલ પટેલને કે જ્ઞાનીને આ ટેપરેકર્ડ બોલવામાં સહારો લેવો પડે છે ?
દાદાશ્રી : સહારો લેવો ના પડે. આ ટેપરેકર્ડ તો એની મેળે જ બોલ્યા કરે.
નિરંતર આ વાણી, એક જ પ્રકારની ! પ્રશ્નકર્તા : ચોવીસ કલાકમાં ‘દાદા ભગવાન'ની વાણી બોલાય છે ને વચ્ચે કોઈ વખત વ્યવહારિક ચર્ચા થાય છે, તો તે અંબાલાલ મૂળજીભાઈની વાણી બોલાય છે ? કયા સમયે દાદા ભગવાનની વાણી હોય છે ? ને કયા સમયે આપની વાણી બોલાય છે ?”
દાદાશ્રી : વાણી એક જ પ્રકારની. એ તો તમને એમ લાગે કે આ આના અંગે છે અને આ આના અંગે છે. વાણી બધી ઓરિજિનલ ટેપરેકર્ડ છે. માલિકી વગરની વાણી છે. એટલે વાણીનો માલિક જ ના રહ્યો ને ! આ બધા બોલે છે, આ આચાર્ય મહારાજ બોલે છે, એ ય ટેપરેકર્ડ જ છે. પણ એમને ખબર નથી. એમને અહંકાર છે. અહંકારવાળો શું કહે ? “મી બોલલા, મી ચાલલો, મી બોલલો.’ આ તો અમારી શોધખોળ છે, બિલકુલ નવી શોધખોળ છે કે વાણી એ ઓરિજિનલ ટેપરેકર્ડ છે.
આ અંબાલાલ મૂળજીભાઈની જુદી વાણી અને ‘દાદા ભગવાનની જુદી વાણી એવું કશું જ નહીં. આ તમે બોલો છો તે ય ટેપરેકર્ડ છે. એટલે મને પૂછવાની જરૂર નથી કે આ અંબાલાલ મૂળજીભાઈ બોલે છે કે નહીં, તે ? મારા જ્ઞાનમાં જ આવી ગયેલું કે આ બોલવું એ બધી ટેપરેકર્ડ જ છે અને આ અહંકાર ઊડી ગયો, બોલનારો ઊડી ગયો.
અમને એ ભૂમિકા યાદ જ ના હોય. ‘અમે’ અમારા સ્વરૂપમાં જ રહીએ. આ તમારી જોડે વાત કરીએ એટલો વખત અહીં આવવાનું, તે
Page #52
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
ય જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપે. બાકી અમે નિરંતર ચોવીસે ય કલાક, નિરંતર સ્વરૂપમાં જ રહેવાના.
સ્વ સાથે જ્ઞાતી, ભેદ-અભેદભાવે !
અમે વાત કરીએ ત્યારે વાતમાં ના હોઈએ. વાતથી પર હોઈએ. વાતમાં હોઈએ તો બીજી જ મિનિટે અમે બદલાઈ જઈએ. પણ અમે બદલાઈએ નહીં.
૧૦૧
‘અમે’ એટલે આ બાહ્ય દેખાય છે, તે ‘અમે' નથી. આ દેખાય છે, તેના ‘અમે’ માલિક નથી. ટાઈટલે ય અમારી પાસે નથી. મનનાવાણીના-દેહના માલિક, ‘અમે’ નથી. ‘અમે’ કહીએ છીએ, ત્યારે ‘દાદા ભગવાન’ની વાત કરીએ છીએ. અમે અમુક સ્ટેજમાં હોઈએ, ત્યારે ‘દાદા ભગવાન’ અને અમુક સ્ટેજમાં ‘જ્ઞાની’ હોઈએ. પ્રશ્નોના ખુલાસા આપે તે ‘જ્ઞાની’. એટલે જ્યારે આ સત્સંગની વાતો ચાલે છે. ત્યારે મારે જ્ઞાની તરીકે રહેવું પડે છે. અને નહીં તો અભેદભાવે રહી શકું છું. એટલે હું ભેદભાવે અને અભેદભાવે બંને રીતે રહી શકું છું. જ્યારે સંપૂર્ણ વીતરાગ તો અભિન્નભાવે જ રહેતા હતા. અમારે એટલી કચાશ છે કે આટલો ભેદભાવ જરા રહે છે.
પ્રશ્નકર્તા : એ અલૌકિક દર્શન બધા માણસો હોય ત્યાં સુધી રહે કે પછી ફેરફાર થઈ જાય ?
દાદાશ્રી : વ્યક્તિગત વાણી કહીએ ત્યારે એ તૂટી જાય અને સત્સંગ કરીએ તો ય તૂટી જાય. કારણ કે તે ઘડીએ આમાં ધ્યાન દેવું પડે. આ રેકર્ડ ચાલતી હોય તેને જોવું પડે બધું ય, કે રેકર્ડમાં શું ચાલે છે ને શું નહીં ! કોઈ વખત ભૂલ હોય તો તેનું પ્રતિક્રમણ કરવું પડે.
વાણી વખતે જુદાપણું (?)
પ્રશ્નકર્તા : આપ કહો છો કે અમારે બહાર જુદું અને અંદર જુદું એવા બે કામ એટ એ ટાઈમ ચાલ્યા કરતાં હોય. તો આ બધી વાતોચીતો ને આ બધા વ્યવહારમાં અંદર જુદું કેવી રીતે રાખી શકાય ?
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : વાત થતી વખતે નહીં. વાત થતી વખતે ના થાય. કાર્ય કરતી વખતે થાય. વાણીમાં ના રહી શકે. આમ સાધારણ ખ્યાલ રહે. પણ એ રહી ના શકે.
૧૦૨
પ્રશ્નકર્તા : તો ફક્ત દેહની ક્રિયામાં જ બે જુદું રહી શકે ?
દાદાશ્રી : હા. દેહની ક્રિયાએ તો બધા અજ્ઞાનીને ય બે કામ થાય. અહીં ખાતો હોય ને ત્યાં ઓફિસના વિચાર કરતો હોય. સંડાસ જતો હોય ને બીજા વિચા૨માં હોય. એટલે દરેક બે કામ કરી શકે. અજ્ઞાની હઉ કરી શકે ને !
પ્રશ્નકર્તા : જેમ દેહની ક્રિયામાં બે જુદા રહી શકે. તો માનસિક વિચારણામાં બે જુદા રહી શકે ?
દાદાશ્રી : મનની ક્રિયામાં પણ જુદો રહી શકે. એ તો રહે જ છે
ને!
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : ‘મન શું વિચારે છે' એ બધું ય દેખાય ને ! અજ્ઞાનીને હઉં દેખાય.
પ્રશ્નકર્તા : પણ જુદા રહેવાનું ?
દાદાશ્રી : એટલે જુદો જ રહે. તદ્દન જુદો રહે ત્યારે જોઈ શકે. નહીં તો જુદો ના હોય તો જોઈ શકે નહીં.
પ્રશ્નકર્તા : તો પછી વાણીમાં કેમ જુદું નથી રહેતુ ?
દાદાશ્રી : વાણીમાં જુદું ના રહે. અમારે તો ‘અમે’ ‘ટેપરેકર્ડ’ જાણીએ છીએ, તેની વાત જુદી છે. પણ બીજાથી તો કશું થાય નહીં. એ જગ્યાએ આવ્યેથી જડે !
આ વાત થઈ, એ તમને સમજમાં બેસે છે ? કે આ બધાની શરમે હા-એ-હા પાડો છો ?
Page #53
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૩
૧૦૪
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : ના, ના. શરમ શેની એમાં ? સમજાય એવું છે.
દાદાશ્રી : ત્યારે સારું. જે વાત સમજમાં બેઠી એ કાયમને માટે રહે પછી અને હું તો છેલ્લી વાત કરું છું. એથી આગળની નવી વાત નહીં નીકળે કોઈ જગ્યાએ. છેલ્લી વાતની આગળ પછી છેલ્લી વાત હોય જ નહીં ને !
પ્રશ્નકર્તા : આપ કહો છો, ‘હું જોઈને કહું છું,’ એ વાત જરા વિગતવાર સમજાવો.
દાદાશ્રી : એમાં શું વિગતવાર ? આ બુદ્ધિજન્ય હોય, તો તે વિગતવાર કહેવાય. આ દ્રશ્ય આંખનું નથી, એવું કહી દીધું ને. આ આંખનું હોય, ઇન્દ્રિયોનું હોય તો તે બધું વિગતવાર સમજાય. આમાં વિગતવાર હોય નહીં ! એ તો તમે એ જગ્યાએ આવશો, ત્યારે તમને દેખાશે. એટલે આપણે એ જગ્યાએ આવવા તરફ દ્રષ્ટિ રાખવી. અને આ પાંચ આજ્ઞા પાળશો એટલે એ જગ્યાએ અવાશે, એ નિર્વિવાદ છે.
હું ડુંગરની ટોચ ઉપર જઈને વાતો કરું છું કે અમને કેવું દેખાય છે ! આ જે હું બોલું છું, તે વાંચેલું નથી બોલતો આ. વાંચવામાં આવું હોય નહીં ને ! હા. બીજા બધાં જે ચઢતાં ચઢતાં બોલેલા, એમાં ભૂલો જડશે. અને અમે તો ડુંગર ઉપર રહીને બોલીએ છીએ. એમાં કોઈ ભૂલ નથી નીકળી, ને તમારું કામ થઈ જશે. રસ્તો સરળ નીકળશે. અમે કહીએ કે આ બાજુથી આમ ફરો. ને આમથી આમ ફરો તો તમે ય પાંચ મિનિટમાં અહીં આવી જશો. ને પેણે પચાસ લાખ માઈલ થશે તો ય દહાડો નહીં વળે. કારણ કે પોતે રસ્તામાં વચ્ચે છે.
જે કહી ગયા એ જાણી શકતા નથી અને જે જાણે છે તે કહી શક્યા નથી. હું એક કહી શકું છું ને જાણી શકું છું.
પૂછતાર હાંફે, પણ જ્ઞાતીના જવાબો સહજ !
લોકો બોલે છે. તે નીચે રહીને ઉપરની વાત કરે છે અને અમે ઉપર રહીને વાત કરીએ છીએ. એક પણ શબ્દ અમારો ફેરફાર ના હોય. અમારા શબ્દો બધા શાસ્ત્રો ફરી લખવા માટે લાયક હોય. ફરી નવાં
શાસ્ત્રો લખવાં હોય તો લખી શકાય. અમે જે જોઈએ છીએ, તે જ બોલીએ છીએ.
મારી જોડે અમુક અમુક માણસો જોડે રહેતા, રાતદિવસ. મેં એમને કહેલું કે ‘જેને મારી જોડે રહેવું હોય તેને છૂટ છે.’ તે મહીં કોઈ સત્તર દહાડા રહ્યું હોય, કોઈ દસ દહાડા રહ્યું હોય. સત્તર દહાડા રહ્યા હતા, એ માણસે મને કહ્યું કે ‘દાદા, હું તમારી જોડે સત્તર-સત્તર દહાડાથી રહ્યો અને આ રોજ પૂછ પૂછ કરું છું ને રોજ પાંચસો-પાંચસો પ્રશ્ન પૂછું છું. એ બધા આપ કેવી રીતે જવાબ આપી શકો છો ? આમાંના પાંચ જવાબ કોઈ આપી શકે નહીં.” ત્યારે મેં કહ્યું, ‘તમે મને પૂછ પૂછ કરો છો, પણ હું તો જોઈને જવાબ કહું છું. તેમને પૂછવામાં મહેનત પડે છે. તમારે પ્રશ્ન પૂછવામાં આમ પ્રશ્ન બનાવવો પડે છે' ત્યારે એ કહે છે, ‘હવે પૂછવા જેવું રહ્યું નથી.’
સર્વત્તે દીઠું કેવળજ્ઞાતમાં.. પ્રશ્નકર્તા : આ સર્વજ્ઞ જે વાણી બોલતા હશે, એ બધું અનંત અવતારનું સ્મૃતિજ્ઞાન ને એ બધું જોઈને બોલતા હશે ને ?
દાદાશ્રી : જોઈને બોલે. પણ અનંત અવતારનું એ સ્મૃતિનું, એમને કંઈ જરૂર નથી. એમને તો આ પ્રત્યક્ષ બધું દેખાય એટલું જ બોલે. બીજી બધી કશી જરૂર નથી. અનંત અવતારનું શું થયું ને શું નહીં, એ કંઈ એમને જરૂર નથી. ઉપયોગ મૂકે તો દેખાય. બાકી એમને કંઈ આવી જરૂર ના હોય, એમને તો કેવળજ્ઞાનમાં બધું જગત દેખાય.
હવે કેવળજ્ઞાનમાં બીજું કશું જગતમાં દેખવાનું હોતું નથી. કયા તત્ત્વ સનાતન છે, તે દેખાય છે. અને સનાતન તત્ત્વની અવસ્થા દેખાય છે, બીજું કશું દેખાતું નથી. આપણા લોક તો શું નું શું ય સમજે છે કે મહીં શું ય દેખાતું હશે !!
ભીતરતી દ્રષ્ટિથી ભાળ્યું જગત ! તમે અત્યારે જોઈને કહો છોને કે અહીં આ ફલાણા બેઠાં છે, આ
Page #54
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૦૫
ફલાણા બેઠાં છે, એવું આ અમે કેવળજ્ઞાનમાં જોઈને કહીએ છીએ. અને આ બધા તમારા જવાબ આપીએ છીએ, તમારે જે પૂછવું હોય એ પૂછો. ભગવાન શું છે ? કેવી રીતે આ જગત બનાવ્યું ? કેવી રીતે જગત ચાલે છે ? આ બધું શું છે ? આ અહીં યથાર્થ વસ્તુ છે, જેમ છે તેમ જ છે. એમાં કંઈ ફેરફાર ના થાય, એવી વાત છે આ. વાસ્તવિકતા એટલે રિયાલિટી. અને આ નવી વસ્તુ, તદન નવી વસ્તુ છે.
મુંબઈનું ઝવેરીબજાર ફોટામાં જોયેલું હોય અને જાતે જોયેલામાં ફેર નહીં ?
પ્રશ્નકર્તા : ઘણો ફેર !
દાદાશ્રી : એવું જાતે જોયેલું હોય એવું બધું દેખાય. હરેક વસ્તુ દેખાય. તમે તો ફોટામાં જોઈને ફર્યા કરો છો. ઝવેરીબજાર જાતે જુઓને ! પ્રશ્નકર્તા : ફોટામાં જોયું હોય તો ખબર પડે. નહીં તો એની ય ખબર ના પડે.
દાદાશ્રી : હા. નહીં તો એની ય ખબર ના પડે. આ મેં જાતે જોયેલું છે. આ આંખે જોયેલું નથી, આ આંખે એ ના દેખાય. અંદરની આંખથી બધું જગત જોઈને કહીએ. તો એના જેવું તો એકુંય એક્ઝેક્ટ પુરાવો ના આવે ને !
નથી આધાર કો' પુસ્તકતો !
પ્રશ્નકર્તા : આમ કહો છો કે અમે જોઈને બોલીએ છીએ અને બીજી બાજુ કહો છો કે આ ટેપ બોલે છે.
દાદાશ્રી : એ તો આમ સમજાવવા માટે કહેવું પડે કે આ શામાંથી બોલું છું ? પુસ્તકનું છે કે આ બીજું શું છે ? હું પુસ્તકના જવાબ આપું તો ખાલી થઈ જાય ને ? પુસ્તકનો એન્ડ આવે છે.
પ્રશ્નકર્તા : છતાં જવાબ તો બધા પુસ્તક જેવા જ આવે છે. દાદાશ્રી : ના. પુસ્તકોનો એન્ડ આવે. પુસ્તક કંઈ ખોટું હોતું નથી.
૧૦૬
વાણીનો સિદ્ધાંત
પણ પુસ્તકની બહારના પ્રશ્નો હોય ત્યાં પુસ્તકનો એન્ડ આવે.
અમે વીસ વર્ષ ઉપર બોલ્યા હોઈએ, તેના એકે એક શબ્દનું એકસ્પ્લેનેશન આપવા આજે તૈયાર હોઈએ. અમે જવાબદાર છીએ. છતાં ય પણ કેવળજ્ઞાન નથી અમને. ચાર ડિગ્રી ઊભું છે અમારું કેવળજ્ઞાન !
મારી જોડે રહીને ઘણાં સાયન્ટિસ્ટો, અમુક વિચારક માણસો મને પૂછે છે કે ‘તમે આ બધું ક્યાંથી બોલો છો ?” મેં કહ્યું, ‘હું નજરે જોઈને બોલું છું આ. પુસ્તકનું વાંચેલું બોલતો નથી. હું પુસ્તકના જવાબ નથી આપતો. એક શબ્દ ય મારો પુસ્તકનો નથી.' કોઈ વાક્યનો, કોઈ પુસ્તકનો આધાર નથી. આ સાચી વાત છે, કરેક્ટ વાત છે. આ હું જેટલી વાત બોલું છું, એ બધી અપૂર્વ વાત છે જ્ઞાન પૂર્વનું, તેનું તે જ છે. જ્ઞાનમાં ફેર નથી. પ્રકાશમાં ફેર નથી. વાસ્તવિક સમજાવવામાં ફેર છે. આ વાત એક્ઝેક્ટ સમજાઈ જાય માણસને કે જગતની બાજી આવી છે.
આ એકે એક શબ્દ અમારી જવાબદારી પર બોલીએ છીએ. ત્રિકાળ સત્ય હોય છે, એવું વાક્ય છે અમારું. એટલે જ તો આ ટેપમાં ઊતર્યું છે બધું. એમાંથી આ બધી ચોપડીઓ લખાઈ છે. જોઈ, અનુભવી ને પછી આ વાણી નીકળી છે અને તો જ માણસ સર્વ દુ:ખથી મુક્ત થાયને !
...ચેકો મારી શકશે નહીં કોઈ, આ વાતને !
આ છેલ્લી વાત છે. વર્લ્ડમાં કોઈ ચેકો ના મારી શકે એવી વાત
છે આ. એટલે કાયમને માટે પરમેનન્ટ સત્ય અને આ તો બધું ટેમ્પરરી સત્ય, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. આ તો ઉપાય કહેવાય બધા અને તે જુદા જુદા હોય અને આ તો એક જ ઉપાય બધાને માટે. અને આ તો ઉપાય પણ નહીં, ઉપેય ! જેનો ઉપાય ન કરવો પડે તે, ઉપય !
એટલે આ વાત જેટલી હું બોલું છું ને, તે આ જ અઠ્ઠાવીસ વર્ષ થયાં વાત બોલેલો, એક એક શબ્દ આ (ટેપ)માં ઉતારી લેવાનાં. સવારમાં બોલું, સાંજે, ગમે તે ટાઈમે, એક વાક્ય નકામું ગયું નથી. આ તો
જ્ઞાનમંદિર છે. ભવિષ્યમાં લાખો વર્ષ પછી ચેકો મારનાર હોય તો
Page #55
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૦૭
૧૦૮
વાણીનો સિદ્ધાંત
આપણી વાત સાધાર(?) જ નથી, નિરાધાર કહેવાય. અને સાયન્ટિફિક રીતે કહું છું કે આ ઓરિજિનલ ટેપરેકર્ડ છે.
સરવૈયું ચોવીસીના જ્ઞાનતું ! પ્રશ્નકર્તા : વીતરાગની વાણીને પુષ્ટિ આપનારી વાતો છે બધી.
દાદાશ્રી : હા, પુષ્ટિ આપે. ભગવાનની, ચોવીસ તીર્થંકરોની વાતને એકસેપ્ટ કરીને એથી આગળ બીજું નવું શોધન કર્યું છે, આ કાળના આધારે જે જરૂરિયાત છે એટલું શોધન કર્યું. સાદી ભાષામાં, દરેકને સમજણ પડે. પાછું ભવિષ્યની ચિંતા નહીં એવું ‘વ્યવસ્થિત'નું જ્ઞાન.
અમને ચોવીસે ય તીર્થકરોનો ખ્યાલ છે કે આ આવું જ્ઞાન આમનું હતું, આમનું આવું જ્ઞાન હતું, આમનું આવું હતું અને આ ચોવીસે ય તીર્થકરોના જ્ઞાનનું સરવૈયું છે, ભેગું. કારણ કે દરેક તીર્થંકરો કાળને આધારે જુદા જુદા થયા હતા અને કાળના આધારે બધી વાણી બોલાયેલી છે.
છે' તે છે કે “તથી' તે નથી, કહે જ્ઞાતી ! પ્રશ્નકર્તા : સાચો બુદ્ધિમાન માણસ હોય, એ ય ‘છે' એને ‘નથી’ ના કહી શકે.
દાદાશ્રી : ના, ના. બુદ્ધિવાળા તો ઘણાં છે. પણ એ લોકો ‘છે” એને જ ‘ના’ કહે છે બધા.
પ્રશ્નકર્તા : એ સાચો બુદ્ધિવાળો નથી.
દાદાશ્રી : ના, બુદ્ધિ અમુક(?) હદ સુધીની છે. અમુક હદની બહાર એને ભાન જ નથી. એ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, પણ અમુક હદની બહાર એને ભાન જ નથી. ત્યાં આગળ ‘છે' એને ‘નથી' કહે છે. અને ‘નથી’ એને “છે” કહે છે. અને આ તો હું તો જ્ઞાનથી કહું છું.
અમે તો જેમ છે તેમ કહી દઈએ. આ તો તમે પૂછો તેનો જવાબ અમારે સાચો આપી દેવો પડે.
વીર શાસનના શણગાર ! પ્રશ્નકર્તા : આ દાદાએ, તો નવી ફીલસૂફી આપી અને સાથે ગુજરાતી ભાષાને પણ સમૃદ્ધ કરી નાંખી.
દાદાશ્રી : હા, ગુજરાતી ભાષાને ! ભાવ જોઈએ ખાલી. સાંજસવાર તો ત્રણ ટેપ ભરાઈ. ખર્ચો કર્યો. ત્રણ ટેપના તો રૂપિયા સો થાય. તો આપણે સૌનો ખર્ચો થઈ ગયો. આપણે ઓછી વપરાય એવું કરો કંઈક. ત્યારે આ કહે છે કે તમે રૂપિયા સોની મને ખોટ દેખાડો છો, પણ મને તો બહુ નફો દેખાય છે, આમાં તો.
આ બધું તો હજુ અઢાર હજાર વર્ષ સુધી રહેશે. પછી તો પુસ્તક રહેવાનું નથી, દેરાં નથી રહેવાનાં. કશું ધર્મનો છાંટો રહેવાનો નથી. ત્યાં સુધી કંઈક સાધન તો જોઈશે ને ? ત્યાં સુધી ધર્મ ચાલુ છે.
વીતરાગનું શાસન ! શાસન ભગવાન મહાવીરનું બહુ દીપશે. અત્યાર સુધી વગોવાઈ ગયું, હવે દીપશે. બહુ જબરજસ્ત દીપશે. અને બધા ય ધર્મો દીપવાના છે ! શાસન ભગવાન મહાવીરનું અને અમે તો એ શાસનના કળશ કહેવાઈએ. કળશ નથી ચડાવતા ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો દીપે ને. આપણે જવાબદારી નહીં ! આપણે શું લેવા દેવા? પેલા તમારા મિત્ર હતાને, મેં કહ્યું, ભાઈ, અમે તો એના છોકરા છીએ.’ કહ્યું, ત્યારે શું કહેતા'તા ?
પ્રશ્નકર્તા : ના, ના તમે તો ભગવાન છો.
દાદાશ્રી : મેં બ્રોકર કહ્યું, ત્યારે ‘ભગવાન છો’ કહે છે ને પહેલાં ભગવાન” કહેતા'તા, ત્યારે કહે, ‘નહીં.”
અહં દેખાય, છતાં નથી ! પછી એમને મેં કહ્યું, ‘તો તમે હું ભગવાન છું, કહો ને.” ત્યારે કહે છે, “ના બોલાય, ના બોલાય મારાથી.' મેં કહ્યું, ‘વર્લ્ડમાં કોઈ નહીં
Page #56
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૦૯
૧૧૦
વાણીનો સિદ્ધાંત
બોલી શકે. એકલાં દાદા ભગવાન જ બોલી શકે.” કોઈ એવું બોલે તો ય એ શબ્દો કામ જ ના લાગે !
પ્રશ્નકર્તા : તમે આ જે બોલ્યા કે વર્લ્ડમાં કોઈ ના બોલી શકે. દાદા ભગવાન જ બોલી શકે. આ એક પ્રકારનો અહંકાર ગણાય ને ?
દાદાશ્રી : ના, એ દાદા ભગવાનનો અહંકાર નથી. આ તો રેકર્ડનો અહંકાર છે. દાદા ભગવાન તો આમાં જુએ છે તે જાણે છે. કે આ શું બોલ્યા તે ? એટલે એમનામાં તો અહંકાર હોય જ નહીં ને જરાય ! અને આ રેકર્ડનો અહંકાર છે. એ અહંકાર કેવો હોય ? કડક દેખાય, પણ અહંકાર ના હોય. શબ્દો કડક દેખાય ને અહંકાર ના હોય.
આ જગત આખું ઊઘાડી આંખે ઊંઘે છે, એક જ્ઞાની પુરુષ જ જાગૃત હોય. એટલે એમને કેમ ખબર ના પડે કે અહીં આગળ અહંકાર થયો કે શું થયું ? બહુ જાગૃત હોય.
પ્રશ્નકર્તા : પણ અમને તો અહંકાર દેખાય છે ? દાદાશ્રી : તમને દેખાય, તો મેં ફોડ પાડ્યો.
મેં પહેલેથી કહ્યું છે કે આ બોલે છે, તે હું નથી બોલતો અને આ ટેપરેકર્ડ બોલે છે. એટલે આ રેકર્ડનો અહંકાર છે. રેકર્ડ અહંકાર કરી શકે નહીં. પણ રેકર્ડનાં કડક શબ્દો હોય છે અને કડક શબ્દ વગર જગત સીધું ના રહે. આ રેકર્ડ તો એવી નીકળે છે કે વર્લ્ડ આમ અજાયબ થઈ જાય !
તો જ જોઈતે બોલાય ! પ્રશ્નકર્તા : નફા-ખોટ માટે રસ્તા દેખાડે છે, દ્વન્દ્રો ઊભા કરે છે, પ્રશ્નો ઊભા કરે છે, પણ એ ઊભા કરે છે એવું જે બોલ્યું, એ અંતઃકરણનો ક્યો ભાગ કહેવાય ?
દાદાશ્રી : એ તો શબ્દો બોલાય છે. પ્રશ્નકર્તા : નહીં, પણ અંદર તો સ્થળ મન બોલે છે ને ? દાદાશ્રી : નહીં, એ બુદ્ધિથી ઊભા થાય છે. બુદ્ધિ ઊભા કરે છે
એટલે થાય છે. આપણે શબ્દ બોલીએ છીએ, ઊભા થવું એટલે કંઈ આમ માણસ ઊભો થાય (!) એવું નહીં. પણ એ બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા: ‘એ ઉત્પન્ન થાય છે' એવું આપને દેખાય છે ને આપ કહો છો.
દાદાશ્રી : હા. પણ જે દેખાય ને એ કહે. તે બીજાને દેખાય નહીં ને ? એટલે એવું કહેવું પડે કે બુદ્ધિથી આ ઊભા થાય છે કે ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા હું જે સમજ્યો છું કે નિચેતન મન જુદું છે અને આપને જે દેખાય છે એ ચેતન મન માનું છું.
દાદાશ્રી : આ બહુ જુદી વસ્તુ છે. આને એવો ભેદ પાડવો નહીં. પ્રશ્નકર્તા: ત્યારે તમે એને પ્રજ્ઞા કહો છો. દાદાશ્રી : પ્રજ્ઞા જ છે. બીજું કશું નથી. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા, એ ચેતન ભાગ થયો ને ?
દાદાશ્રી : પ્રજ્ઞા ચેતન ભાગ છે. એટલે તો જ દેખાય, એ પોતે જ આત્માનો ભાગ છે. એટલે આ જે ચિત્ત અશુદ્ધ થઈ ગયું હતું, જે છૂટું પડ્યું છે આત્મામાંથી, તે જ પોતે શુદ્ધ થઈને ત્યાં પ્રજ્ઞા તરીકે કામ કરે છે. તો જ જોઈને બોલાય. નહીં તો જોઈને બોલાય નહીં ને ! અને જોઈને બોલે ત્યારે જોખમદારી ના હોય.
પ્રશ્નકર્તા : જોઈને બોલનાર છે ને, એને ઢાંકવું હોય, સંતાડવું હોય, વાંકુંચૂકું બોલવું હોય તો ય ના બોલાય.
દાદાશ્રી : ના જ બોલાય. શી રીતે એવું બોલાય ? ‘જેમ છે એમ’ કહી દેવું પડે ને. નહીં તો ય બહાર વાંકું પડે ને ! જોઈને બોલું, એ એનાથી જુદું કરવા જાઉં તો પછી બહારવાળા સમજે કે આ જુદું આવ્યું. આ ન્જોય કરેકટ. ભલે ને સાધારણ બોલતાં ના આવડે. પણ સમજતા તો આવડે ને કે આ જોઈને બોલ્યા છે કે આ જોયાની બહારનું છે.
પ્રશ્નકર્તા જોઈને બોલતો ના હોય, એને તો ઈઝિલી પકડી લેવાય.
Page #57
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૧૨
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : એટલે આપનું દર્શન અને એ પ્રમાણે શબ્દો નીકળી શકે
દાદાશ્રી : હા. તરત પકડાઈ જાય.
પ્રશ્નકર્તા : કારણ કે એને પૂછો તો એ પોપટિયું હોય. અને દાદાની મૂળ વાત એવી છે કે એમાં જોઈને જે બોલે છે, એ વાણી જ્યારે સાંભળીએ છીએ ત્યારે અમારા અભિપ્રાયને કોઈ સ્થાન જ રહેતું નથી.
દાદાશ્રી : અભિપ્રાયને સ્થાન જ ના રહે ને ! કારણ કે મૂળ વસ્તુમાંથી આ તો ઉત્પન્ન થયેલું છે.
વાણી વહે, ત્યાં આધાર દર્શકતો પ્રશ્નકર્તા : એક માણસ પ્રશ્ન પૂછે છે. તે ઘડીએ આપ કહો છો કે અમે કેવળજ્ઞાનમાં જોઈને એનો જવાબ આપીએ છીએ. તો આ શબ્દ નીકળ્યા અને પેલું દેખાયું, એ બંનેને કંઈ કનેકશન છે ખરું ?
દાદાશ્રી : કનેક્શન ખરું જ ને. અમે જોઈને બોલીએ છીએ, તે જ કનેકશન.
પ્રશ્નકર્તા : એ શું છે ? દાદાશ્રી : એ જ, જોઈને બોલીએ છીએ.
પ્રશ્નકર્તા : એટલે જે જે દેખાય છે, એ શબ્દરૂપે બહાર પડી શકે છે ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : વાણીને ટેપરેકર્ડ કહીએ છીએ, વક્તા વાણી છે. પણ વક્તાની શું વાત નીકળવી, એની પાછળ દર્શન કામ કરે છે ને ?
દાદાશ્રી : દર્શન ખરું ને ! એમ ને એમ નીકળે નહીં ને ! ટેપરેકર્ડ નીકળી પણ એ શેના આધારે ? એ આધાર એનો દર્શનનો. જોઈને બોલે છે. ગોખેલું બોલે અને જોયેલું બોલે, એમાં ફેર બહુ. જાણેલું બોલે અને જોયેલું, એમાં ય ફેર. જાણેલું ભૂલવાળું નીકળે. મેં તમને કહ્યું, એ તમે બીજાને કહો, તો એ ભૂલવાળું થાય. તમે જાણેલું બોલ્યા બીજા પાસે, એમાં ભૂલવાળું હોય. આ તો જેવું દેખાય છે, એ હું તમને કહી દઉં છું.
પ્રશ્નકર્તા : તો પછી આ ટેપ થયેલી વાણી આવે છે અને આ જોવાનું નિમિત્ત, એ બન્ને કઈ રીતે ફીટ કરવું ?
દાદાશ્રી : એ બધું જોઈન્ટ થાય ને !
પ્રશ્નકર્તા : આપ એમ પણ કહો છો કે આ વાણી પૂર્વે ભાવો કરેલાં, તેના આધારે ટેપ થઈ ગઈ છે.
દાદાશ્રી : એનાં આધારે જ ને. બીજા શેના આધારે ? મારું પોતાનું બોલેલું હોય તો આવા સરસ વાક્યો હોય નહીં.
પ્રશ્નકર્તા : આ બોલેલું એટલે ટેપરેકર્ડ દ્વારા બોલાયેલું છે, પણ તમારું દર્શન તો ખરું જ ને એ ?! પૂર્ણ દર્શનની વિગત છેને આ તો.
દાદાશ્રી : દર્શન ખરું, દર્શનના આધારે બોલવું અને આ ટેપરેકર્ડ થવી, જાતે બોલવામાં ને ટેપરેકર્ડ બોલવામાં ફેર શો ? જાતે બોલી શકે નહીં આખું વાક્ય, એક વાક્ય બોલવા માટે ત્રણ કલાક પહેલાં વિચારવું જોઈએ.
પ્રશ્નકર્તા : આ વાત દર્શનમાં સંપૂર્ણ હોય. પણ બોલવા માટે એ ટેપરેકર્ડ થાય ત્યારે જ નીકળે ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : તો પછી એ દર્શન, આ શબ્દ બોલવામાં હેલ્પ કરે છે ?
દાદાશ્રી : એ દર્શન શું છે, એ શબ્દોથી લોકો સમજી શકે. નહીં તો સમજે શી રીતે ?
પ્રશ્નકર્તા: એટલે દર્શન એની જગ્યાએ છે. આ શબ્દો એને કનેક્રેડ છે ને ?
દાદાશ્રી : દર્શન હું દેખી શકું છું. તમે નથી દેખી શકતા. એ તમને શબ્દોથી સમજાવી શકું કે ત્યાં જુઓ, આવું છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૧૪
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૧૩ દાદાશ્રી : એ બીજી શી રીતે નીકળે ? નહીં તો વિચાર્યા વગર તો એક વાક્ય બોલાય જ નહીં. પણ આ વકીલો ય બોલે છે, ફેંકયા રાખે છે ને ! માટે બસ, પહેલાં ટેપરેકર્ડ થયેલું છે !
પ્રશ્નકર્તા : તો આ વિગત બધી પહેલાં તૈયાર થઈ ગઈ હતી ? દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : આ વાણી તો એક્કેક્ટ અક્રમ વિજ્ઞાનની જ નીકળે છે. તે પહેલાંનાં ભવમાં દાદા અક્રમ વિજ્ઞાન.....
દાદાશ્રી : તૈયાર પહેલાં થઈ ગયેલું.
પ્રશ્નકર્તા : દાદા, તમારે જ્યારે આ ટેપ થયું, ત્યારે આ અક્રમ વિજ્ઞાન ક્યાં હતું તમારી પાસે ?
દાદાશ્રી : અક્રમ વિજ્ઞાનનો સવાલ નથી. અક્રમ વિજ્ઞાન તો હતું જ ને મારી પાસે.
પ્રશ્નકર્તા ઃ ક્યારથી હતું ? દાદાશ્રી : જ્યારથી આ ટેપ થયું, તે પહેલાંથી. પ્રશ્નકર્તા : એ દર્શનમાં આવી ગયું, તે વખતે અક્રમ વિજ્ઞાન ? દાદાશ્રી : આવેલું ને ! આ કંઈ ગમ્યું નથી.
પ્રશ્નકર્તા : ધારો કે ગયા ભવમાં ક્રમિક હોય અને દર્શનમાં અક્રમ હોય પણ વાણી તો ક્રમિકની જ નીકળે.
દાદાશ્રી : વાણી ?
પ્રશ્નકર્તા: ક્રમિકનાં હિસાબો જ નીકળે. જો એવી એની રેકર્ડ ટેપ થઈ ગયેલી હોય તો.
દાદાશ્રી : ના, ના, એક્રમની વાણી પાર વગરની નીકળે. પ્રશ્નકર્તા : એ તો અત્યારે ?
દાદાશ્રી : એ અત્યારે, પણ પહેલાં હતી તો નીકળે ને ! પહેલાં હતી તો આવી ને, કંઈ ઓચિંતી આવી નથી ! અમારે કોઈને પૂછવું ના પડે. એનો અર્થ એ કે અમારે વિચારવું ના પડે, વિચારેલું હોય તો ય નકામું જાય. અમને વિચાર હોય જ નહીં ને ! નિર્વિચાર દશા હોય.
ફેર દર્શતતે સૂઝમાં ! પ્રશ્નકર્તા : આ દર્શન અને વાણી એનો શો સંબંધ છે ? સૂઝ પડી જવી, દર્શનમાં આવવું અને વાણી બોલવી.
દાદાશ્રી : બધે ય સંબંધ છે.
પ્રશ્નકર્તા : પણ વાણી જે સૂચવતી હોય છે, એ તો એક પર્ટીક્યુલર દર્શન હોય છે ને ?
દાદાશ્રી : એ બુદ્ધિનું દર્શન હોય છે ! પ્રશ્નકર્તા : એ બુદ્ધિનું હોય છે ?
દાદાશ્રી : સૂઝ ન હોય. સૂઝ તો સાચી વસ્તુ જ છે. સૂઝ પડતી પડતી છેવટે છે તે સંપૂર્ણ કેવળજ્ઞાન થાય. સૂઝમાંથી શરૂઆત થાય છે. સૂઝ વધતી જાય.
પ્રશ્નકર્તા : અત્યારે એવું પણ કહ્યું કે જે દેખાય છે એ શબ્દ દ્વારા બહાર નીકળે છે.
દાદાશ્રી : પણ એ વાણી નીકળી એટલે વાણી આમ જોઉં તો મને દેખાય છે. એ જ પ્રમાણે દેખાય એટલે તાળો મળે.
એવું છે, બધી હોટલોમાં પેસવા જેવું નથી. નહીં તો આ તો ફર્સ્ટ કલાસ હોટલો બધી. મહીં પેસીએ તો આપણે ભૂલી જઈએ કે શું કરવા આવ્યા છીએ તે. કામ કરવાનું રહી જાય અને હોય ત્યાં ત્રણ દહાડાનો ટાઈમ, ત્રણ દહાડાની રજા હોય તે પૂરી થઈ જાય. કરવાનું કામ રહી
જાય.
Page #59
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૧૫
૧૧૬
વાણીનો સિદ્ધાંત
પ્રથમ દર્શન, પછી ટેપિંગ ! પ્રશ્નકર્તા : પણ જે આપની ટેપ નીકળે, તે ઘડીએ આપને જે અંદર દર્શન ખૂલી ગયું છે, તો એ ટેપમાં એક્કેક્ટ નીકળવા માટે, એ દર્શન કંઈ કામ કરતું હશે ?
દાદાશ્રી : આ તો એ દર્શનના આધારે ટેપ થાય. એટલે દર્શન પહેલું ને ટેપ પછી. નહીં તો ટેપ જ જ્ઞાની કહેવાય. તો તો મારે ટેપ પાસેથી સાંભળવાનું રહ્યું.(!)
પ્રશ્નકર્તા : આ તો સહજ જ નીકળે ને ? દાદાશ્રી : સહજ, સહજ. પ્રશ્નકર્તા : સહજ જ નીકળે ? એમાં કંઈ કરવું પડે નહીં ?
દાદાશ્રી : એનું નામ ટેપ ને ! એને હું જાતે જોઈને બોલું છું. વાંચેલું નથી બોલતો. જાતે આ આંખે નથી જોતો પણ જે દર્શન મહીં ઊભું થયું છે, તેના આધારે બોલું છું.
અમને યાદગીરી નહીં ! આ ટેપરેકર્ડ સહેજે નીકળે. આમાં કશો પ્રયત્ન નહીં, પ્રયાસે ય નહીં. યાદગીરી તો મને છે જ નહીં. કોઈ આટલી ય યાદગીરી મને નથી. આજે શું વાર થયો છે, તે મારે પૂછવું પડે. તારીખ શું થઈ, એ પૂછવી પડે. એ યાદગીરી નથી તેથી ને ! આજે તારીખ પૂછી હોય, તે પાછું કાલે તારીખ પૂછું. ત્યારે કાલની તારીખ યાદ નથી ? ત્યારે કહે, નથી યાદ. એનું કારણ શું ? યાદગીરી નથી.
યાદગીરી એ ગાંડપણ છે કે ડહાપણ છે ?
પછી એનો જ્ઞાનમાં જવાબ એ આવ્યો કે યાદગીરી એ શેનું પરિણામ છે ? મેમરી ઈઝ ધ રીઝલ્ટ ઓફ રાગ-દ્વેષ (યાદગીરી એ રાગવૈષનું પરિણામ છે), જેને રાગ-દ્વેષ ના હોય એને મેમરી (યાદગીરી) ના હોય. જેને શાસ્ત્ર પર રાગ હોય તો શાસ્ત્ર બધું મોંઢે. આ ટેપરેકર્ડ હમણાં
શું બોલી ?
પ્રશ્નકર્તા : મેમરી ઈઝ ધ રીઝલ્ટ ઓફ રાગ-દ્વેષ. દાદાશ્રી : અમને મેમરી જ નહીં ને બિલકુલ !
ચાલ્મીરી તહીં, વીઝનમાં દેખીતે ! અમને તો કહે છે કે તમને શી રીતે પછી આ ખબર પડે છે બધી? તો અમને દેખાય. તમે કહો કે તે દહાડે આપણે જાત્રામાં ગયા હતા ને આવું થયું હતું, તે બરોબર કે નહીં ? ત્યારે હું કહું કે બરોબર છે. પણ અમે દેખાયેલું કહીએ અને તમે યાદગીરીમાં કહો. બોલતાંની સાથે દેખાય આમ, એક્ઝક્ટનેસ “જેમ છે તેમ' દેખાય.
પ્રશ્નકર્તા: દર્શનમાં આવે બધું ? દાદાશ્રી : દેખાય. દર્શનમાં નહીં. આમ એક્કેક્ટ દેખાય. પ્રશ્નકર્તા : દર્શનમાં એ દેખાય શેનાથી ? ચિત્તથી ?
દાદાશ્રી : ચોખ્ખું કલીયર થયેલું દેખાય. આખું ય ટ્રાન્સપરન્ટ (પારદર્શક) છે. આખું બિલકુલ યૉર.
પ્રશ્નકર્તા : એમાં ઉપયોગ મૂકવો પડે ?
દાદાશ્રી : સહજ જ દેખાય. ઉપયોગ મૂકનારો કોણ ? એ ઉપયોગ મૂકનાર જુદો હોય.
પ્રશ્નકર્તા : એક વાત આપની એવી નીકળી હતી કે અમારે દર્શન ઊભું થાય છે ને પછી આ રેકર્ડ નીકળે છે. જ્યારે આ મશીનને દર્શન હોતું નથી. નહીં તો પછી આમાં ને આમાં ફેર નથી. - દાદાશ્રી : એ તો સંજોગોના હિસાબે દર્શન શબ્દ કહ્યો હશે. પેલું જે દર્શન તમે કહેવા માગો છો ને એ દર્શન ને આ દર્શનમાં બહુ ફેર હોય. એવું બોલે નહીં ને બોલે તો અમુક દર્શન એટલે દેખાય છે અમને આવું, એવા સેન્સમાં કહું છું.
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૧૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૧૭ પ્રશ્નકર્તા એટલે ત્યારે તમને જે દેખાય, એના આધારે કોડવર્ડમાં કશો ફેર પડે ?
દાદાશ્રી : કોડવર્ડ બધું દેખાય. પ્રશ્નકર્તા : આપ ક્યું દર્શન કહો છો ? બીજું દર્શન એ શું ?
દાદાશ્રી : એ સમ્યક્ દર્શન, તેને દર્શન કહેવાય. આને દર્શન કહેવાય નહીં ને ! આને દર્શન કહે, તો પેલા મૂળ દર્શનની વાત ઊડી જશે.
પ્રશ્નકર્તા : હા, બરોબર. મારે પૂછવાનું હતું, તે દર્શન એટલે દેખાવું. પેલું કહો છો ને, વિઝન આખું ઊભું થાય. એટલે આપ જે પ્રસંગ કહો ને તે આખો પ્રસંગ દેખાય, એ વિઝન ઊભું થાય ?
દાદાશ્રી : વિઝન ઊભું થાય. અમને યાદગીરી ના હોય. વિઝન દેખાય, દર્શન દેખાય. એ દર્શન તો વિઝન કહેવાય.
ટેપ થયેલું જ બોલાય ! સ્વાનુભવ પદવાળા બધી વિગત જોઈને કહ્યા કરે.
પ્રશ્નકર્તા : આ જોઈને જે વિગતો નીકળે છે તો પછી આ ટેપ થયેલું એ શું તો પછી ?
દાદાશ્રી : જેટલાં શબ્દો નીકળે છે ને, એ બધા ય ટેપ જ થયેલા. શબ્દો થાય ને, એ ટેપ થયેલા.
પ્રશ્નકર્તા : પહેલેથી તેમ થયેલું છે એવું નથી ને ? જોઈને પછી ટેપ થાય છે ને ? એટલે આ પૂર્વભવનું ટેપ થયેલું છે એવું તો નથી ને ?
દાદાશ્રી : પૂર્વભવનું ય અરે, એ પૂર્વભવનું કહો કે અહીં થતી હો. એનો આપણે સવાલ નથી. આ ટેપનું બોલાય છે. સીધું બોલી શકાય નહીં માણસથી.
અણઉકલ્યાં રહસ્યો.. પ્રશ્નકર્તા : આપ કહો છો કે ‘અમે કેવળજ્ઞાનમાં જોઈને બોલીએ
છીએ', તો અત્યારે આ જોવું અને આ બોલવું, બેનો સંબંધ શો છે ?
દાદાશ્રી : ટેપરેકર્ડ બોલે છે અને જોનાર જુએ છે, સંબંધ ક્યાં રહ્યો ? એ તો જે બોલે, તે જોઈને બોલે છે. ‘હું ઓછો જોઈને બોલું છું ?
પ્રશ્નકર્તા : સૂક્ષ્મ અહં ના હોય તો પછી આ જાણકારી કોને ?
દાદાશ્રી : આ બધી ટેપરેકર્ડ બોલે છે. હું કહું છું ને ! હું ક્યાં માલિક થાઉં આનો, જાણકારીનો ?
પ્રશ્નકર્તા : બોલનારાની વાત નથી, પણ આ જે જાણે છે, એ કોની વાત છે ? એ કોણ જાણે છે ?
દાદાશ્રી : એ જ આ ટેપરેકર્ડ જાણે છે, એ તમને વાત કરે છે અને સંપૂર્ણ જાણે, તે જ્ઞાતા-દ્રષ્ટા હું રહું છું !
પ્રશ્નકર્તા : એ શું કહ્યું પાછું ?
દાદાશ્રી : એ જે બોલે છે, તે જોઈને બોલે છે અને એને હું જાણું છું કે શું બોલી રહી છે ?
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જોનારો જોઈને બોલે છે પણ બોલનારો ટેપરેકર્ડ છે. તો જોનારો કોણ છે ?
દાદાશ્રી : એ જ, એ જ જોઈને બોલે છે તેથી આ ટેપરેકર્ડ ઊતરેલી છે, આવી ડાહ્યી. જોઈને ના બોલાયું હોત તો આ ડહાપણવાળી ના હોત.
પ્રશ્નકર્તા ઃ તો આપ તે વખતે ક્યાં હોવ છો ? દાદાશ્રી : હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું. તે એને હું જોયા કરું છું.
જ્ઞાતા-દ્રષ્ટાપણું, છે જાગૃતિને આધીત ! પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડમાં તો બધા અવાજ છપાઈ જાય. આ કશું સહેજ અહીં ખખડે તો એનો અવાજે ય મહીં આવી જાય. બહાર કશો અવાજ થાય, તે અવાજે ય છપાઈ જાય. કોઈ બોલતું હોય, બે જણા વાત
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૨૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૧૯ કરતા હોય, તે બધું સાથે છપાઈ જાય. અહીં બેઠેલાને ખબર ના હોય કે શું શું અવાજ થઈ રહ્યા છે.
દાદાશ્રી : હા, બીજું બધું છપાઈ જાય. અહીં પ્યાલો ખખડે તો એ મહીં છપાઈ જાય.
પ્રશ્નકર્તા : એવી રીતે જાગૃતિ હવે જેમ જેમ વર્તતી જાય, તેમ તેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું પણ વધતું હોય.
દાદાશ્રી : તે દહાડે ભાવમાં ટેપ થયેલી અને આ અત્યારે શબ્દમાં આવ્યું.
અત્યારે જે બોલીએ છીએ, તે જ ભાવમાં ગોઠવાઈ છે. એટલે એથી પહેલાંનું નહીં. આ ભવનું જ પરિણામ છે અને પેલું એનાં કૉઝીઝ (કારણો) હતાં. કૉઝીઝમાં ગોઠવાઈ ગયેલું.
પ્રશ્નકર્તા : કૉઝીઝ ગયા ભવનાં ને ?
દાદાશ્રી : કૉઝીઝ ગયા ભવમાં થયેલાં, તે ગોઠવાઈ ગયેલી, તે અત્યારે પ્રગટ થાય છે બસ, આ ભવની જ કહેવાય. એ કૉઝીઝ હંમેશાં પહેલાં હોય. ઈફેક્ટ પરિણામો આ ભવનાં જ કહેવાય. પણ જે પરિણામ આવે ને તેનું કૉઝ હોય. એટલે ‘પરિણામ શું છે તેના પરથી કૉઝ પકડી શકાય.
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાપણું જાગૃતિના આધીન છે, બુદ્ધિના આધીન નથી. જગત બુદ્ધિના આધીન છે. બુદ્ધિ ને જાગૃતિ બે જુદી વસ્તુ છે. જાગૃતિ છેવટે પૂર્ણ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા : જેમ આ ટેપરેકર્ડ બધા અવાજોને વીતરાગ ભાવે ગ્રહણ કરી શકે છે, એવું જેમ જાગૃતિ વધતી જાય, તેમ તેમ પ્રત્યેક પર્યાયોને જોઈ શકે એવું બને ? દાદાશ્રી : બધું જોઈ શકે. જાગૃતિ જ આત્મા છે.
કૉઝ, ઈફેક્ટ તે ઈફેક્ટની ઈફેક્ટ ! પ્રશ્નકર્તા : જે આપની વાણી ટેપરેકર્ડમાં નીકળે છે, પણ એ જ્યારે નીકળે છે, તે વખતે અંદર જે ઉપયોગ-જાગૃતિ હોય, કેટલા બધા વ્યુ પોઈન્ટમાં ફરી વળીને નીકળતી હોય ને ?
એટલે હજુ ગયા ભવનાં બીજા કૉઝીઝ છે ને એ તો આ ભવમાં આવવાનાં. પણ આજે પરિણામ છે ને, એ એનાં જ મા-બાપ છે. આ પરિણામનાં મા-બાપ કોણ ? એ કૉઝીઝ જ. એટલે આ પરિણામ જે છે, એ પરિણામને જ આપણે જોઈએ છીએ ને ?
પ્રશ્નકર્તા : ૧૯૫૮માં આપને જ્ઞાન પ્રગટ થયું. એ.....
દાદાશ્રી : ‘અનંત અનંત ભાવભેદથી ભરેલી, અનંત અનંત નય નિક્ષેપ પ્રમાણી.” બધાં પ્રમાણ એ બધું અહીં આવી જાય.
પ્રશ્નકર્તા : અત્યારનું તો આપની ઉપયોગ જાગૃતિ હોય. પણ એ જ્યારે ટેપ થઈ તે વખતે પણ એવી જ ઉપયોગ જાગૃતિ હશે ?
દાદાશ્રી : એ ય બધું રૂપકમાં આવ્યું કહેવાય ને પેલું કૉઝીઝમાં હોય. રૂપક ચાલ્યા કરે છે અને કૉઝીઝ થઈ ગયેલાં છે.
પ્રશ્નકર્તા : આ કૉઝીઝ થયાં છે ક્યારે ?
દાદાશ્રી : પાસ આપણે હમણે થયા, એ ક્યારે પરીક્ષા આપી, તે આપણે શી જરૂર ?
પ્રશ્નકર્તા : અનુભવ ૧૯૫૮માં પ્રગટ થયો ને....
દાદાશ્રી : એ '૫૮માં પ્રગટ થયો પણ કૉઝીઝમાં થઈ ગયેલો હતો. પરીક્ષામાં પાસ થયા એટલે કો’ક જાણે કે પાસ થયા. તો પરીક્ષા આપેલી હોવી જોઈએ. ક્યારે પરીક્ષા આપી એ જોવાનું ના હોય. કારણ કે કૉઝીઝ
દાદાશ્રી : તેનું જ ફળ ને ? છતાં તેમાં ભૂલવાળી હોવાનો સંભવ. એવું બને. એટલા માટે આપણે જોવું પડે આજે કે કરેક્ટ છે કે નહીં તે.
પ્રશ્નકર્તા : એટલે એ ગયા ભવમાં એટલી ભૂલવાળી હશે ?
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૨૨
વાણીનો સિદ્ધાંત
કે ટેપરેકર્ડ છે. બીજી તો વાતો ય ના કરાય. આવી વાત હોય જ નહીં ને ! મતિ જ પહોંચે નહીં ત્યાં આગળ.
વાણીનો સિદ્ધાંત
૧૨૧ હોય તો પણ પૂર્વભવનાં જ હોય. પણ લોકોને પૂર્વભવ સમજણ પડે નહીં એટલે ઊંધું બાફી નાખે.
આ તો ૫૮માં આ જ્ઞાન ઊભું થયું પણ પેલું તો તૈયાર હતું ત્યારે ને ? તૈયારનું જ્ઞાન આ થયેલું છે ને ?
પ્રશ્નકર્તા : આ કર્મ, કર્મફળ, કર્મફળ પરિણામ એના જેવું?
દાદાશ્રી : પેલું કર્મ કહેવાય. કૉઝીઝ એ કર્મ કહેવાય. અને ૫૮માં આ બધું કર્મફળ કહેવાય. પહેલું એ અને તેનું આ વાણી બધું કર્મફળ પરિણામ આવ્યું. એટલે આ બધા ગુણાકાર મળવા બધા મુશ્કેલ છે ને અને આપણને સમજણ પાડતા વાર લાગે. એટલું બધું બ્રેઈન ફરી વળવું બહુ મુશ્કેલ.
પ્રશ્નકર્તા : આપે કહેલું છે ને, વાણી એ ડિસ્ચાર્જનું ય ડિસ્ચાર્જ છે. દાદાશ્રી : હા.
પહેલાં પરિણામ જુદાં હતાં. પણ કૉઝીઝ તો એનાં હતાં જ. એટલે અમારા મનમાં એમ તો રહે જ કે આપણી પાસે કંઈક છે, નાનપણથી રહે.
પ્રશ્નકર્તા : એ કૉઝીઝનાં પરિણામ સ્વરૂપે અંદર રહે ?
દાદાશ્રી : હા, એના આધારે સિલકમાં છે. કંઈક ખખડે છે. એટલે તેર વર્ષની ઉંમરમાં ‘માથે ભગવાન ના જોઈએ મારે' એમ રહ્યા કરે. એટલે કે અમારે પરિણામ ઊભાં થયાં એટલે કૉઝીઝ તો હતાં જ ને ! એટલે મનમાં કંઈ ખુમારી તો હોય જ કે મારી પાસે ‘કંઈક છે' એવી ખુમારી હોય.
આ તો સાયન્ટિસ્ટો જ સમજે !
મતિ પહોંચે એવી જગ્યા જોઈએ અને તે જ્ઞાની તો ફોડ પાડે પણ તમારી મતિ આમાં પહોંચે નહીં. અમથા વલખાં મારે એટલું જ. કૂદાકૂદ કરે એટલું જ. કોઈની મતિ પહોંચે નહીં. આ મતિ પહોંચે એવી જગ્યા જ ન હોય. અને આનો ફાયદો જરૂર જ નહીં ને ! અને આ તો બધું અર્થ વગરનું. આ તો એક જાતની વગર કામની મગજમારી છે. અને આ જરૂરી નહીં કે અંદર શું વાત છે એ જાણવાની. કોઈ પૂછે ય નહીં. આ લોકોને સમજણ પડે નહીં. લોકો ઉલટાં બાફે.
પ્રશ્નકર્તા ઃ આજે નહીં તો પાંચસો વર્ષે, કો'ક તો નીકળશે ને ?
દાદાશ્રી : ના, એ ઊલટું ગૂંચવાશે. મતિ પહોંચે નહીં એવી આ જગ્યાઓ કહેવાય.
તે અમે તો કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ ! પ્રશ્નકર્તા: જ્યાં સુધી આ વાણી નીકળી રહી છે ત્યાં સુધી આ શુભાશુભ ભાવને જાણનારો રહે છે, એવું ખરું ?
દાદાશ્રી : વાણી નીકળે તો તે પણ ! વાણી નીકળે તો શુભાશુભ ભાવને જાણનારો. પણ આને વાણી નીકળી કહેવાય નહીં. અમારી વાણી બધી ટેપરેકર્ડ છે આ તો ! અને અમે ને તીર્થકર બોલીએ નહીં. હું ય જ્ઞાતા-દ્રષ્ટામાં રહું છું ને તીર્થંકરો ય જ્ઞાતા-દ્રષ્ટામાં રહે. બીજે તો છે ને બધો બુદ્ધિનો ડખો છે. આમાં કશું વળે નહીં. એટલે બુદ્ધિ વગરના માણસ પાસે વાત આપણે સાંભળી, એમના કહ્યા પ્રમાણે રહીએ, એટલે બધું પતી જાય. નહીં તો એમાં પાર નહીં આવે.
કારણ, કલ્યાણકારી વાણીતું ! પ્રશ્નકર્તા : જગત કલ્યાણની ભાવના છે, એ કોને છે ? દાદાશ્રી : આત્માને એ ભાવના જ ના હોય ! આ હું જેને ૩૫૬
આવી વાતો તો અમારી પાસે સીધી કરવાની હોય તો જ કામની. નહીં તો બફાઈ જાય ઊંધું. લોક ઊંધું સમજે. કારણ કે એવી મતિ પહોંચે નહીં અને અમથા (અમસ્તા) મહીં આ શબ્દને ઘાલીને કાઢવાનું શું છે ?
જ્યાં મતિ ના પહોંચે એવી વાતો છે આ બધી. શબ્દને તો જે વાણી છે ને, એનું તો અમે સાયન્ટિસ્ટ જેવાને મતિ પહોંચે એટલા સારું બોલેલા
Page #63
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
ડિગ્રી કહું છું ને, તે ‘હું’ ૩૫૬ ડિગ્રીમાં, તેને હોય આ બધું.
પ્રશ્નકર્તા : એ ૩૫૬ ડિગ્રીવાળું કોણ છે ?
દાદાશ્રી : એ જ આ જ્ઞાની પુરુષ છે ને ! પ્રશ્નકર્તા : તો એની આ વાણી છે ?
૧૨૩
દાદાશ્રી : ના, આ વાણી તો એની ય નહીં. એ તો માલિકીપણું માની બેઠા’તા. માલિકીપણું છોડી દીધું છે, છતાં ૩૫૬ ડિગ્રી છે. કારણ કે એમને જગત કલ્યાણ કરવાનો ભાવ છે.
પ્રશ્નકર્તા : એ ભાવના આધારે આ કલ્યાણ થાય એવી વાણી નીકળે છે ?
દાદાશ્રી : ના. માલિકીપણું છોડ્યું એટલે એવી વાણી નીકળે છે. કલ્યાણ કરવામાં વાંધો નથી. પણ માલિકીપણું છોડો ને તમારો ભાવ પૂરો થશે. એ તો ભગવાન મહાવીરને ય માલિકીપણું છૂટેલું, તે દેશના નીકળી પછી એની મેળે જ વાગ્યા કરે.
પ્રશ્નકર્તા : આપની જે વાણી નીકળે છે દેશના રૂપે, એ પહેલાંના કોઈ ભાવના આધારે હશે ?
દાદાશ્રી : પહેલાં પુરુષાર્થ કરેલો. પહેલાં ભાવના કરેલી કે વાણી આવી ભૂલવાળી ના હોવી જોઈએ, ભૂલ વગરની વાણી થવી જોઈએ. તે એનું ફળ આ હવે આવ્યું, એટલે અમે એનાથી મુક્ત થયા.
પ્રશ્નકર્તા : હવે હજુ એક-બે અવતાર રહ્યા આપના, તો આથી પણ ઊંચા કલ્યાણના નિમિત્ત થવાની માટે કંઈ નવી વાણી થતી હશે ને મહીં ?
દાદાશ્રી : આ છે તે જ નવી વાણી, આથી બીજી ઊંચી વાણી ના હોય. અમારે હઉ એ વાંચવી પડે.
પ્રશ્નકર્તા : આવતા ભવોમાં પણ આ ભાવનાં પરિણામ જ આવ્યા કરશે ?
દાદાશ્રી : હા. છેલ્લા અવતારોમાં સાયકલિંગ હોય. એટલે એક પછી
વાણીનો સિદ્ધાંત
એક એને સંયોગ બેસતો જ આવે. સાયકલ મળતી જ આવે. બ્રેક ડાઉન ના હોય. બધા ઊંચા સંજોગોનું મિલન થાય, છેલ્લા અવતારોમાં. નહીં તો પહેલાં તો નર્યું બ્રેક ડાઉન આવે. ઘડીકમાં ગાંડું આવે. ઘડીકમાં ડાહ્યું આવે. આ એક પછી એક સ્ટેશન જુદી જ જાતનાં આવે, સાયકલની પેઠ ! ભગવાત, કેવળ જ્ઞાત સ્વરૂપ !
૧૨૪
પ્રશ્નકર્તા : આપનાં જ્ઞાનવાક્યોમાં વિરોધાભાસ નથી. બધા નયની
ઉપર છે. લોકો બધા વ્યુપોઈન્ટથી જુએ છે અને આપનું આ વ્યુપોઈન્ટની ઉપરનું છે.
દાદાશ્રી : કેવળજ્ઞાન છે, બળ્યું ! ને વ્યુપોઈન્ટનું તો કેવળજ્ઞાન ના થયું હોય ત્યાં સુધી. અને કેવળજ્ઞાન થયું એટલે વ્યુપોઈન્ટ જ રહ્યો નહીંને, ૩૬૦ ડિગ્રી ! હું પોતે ૩૫૬ ડિગ્રીમાં છું, પણ આ જ્ઞાન ૩૬૦ ડિગ્રીનું છે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : આ ‘દાદા ભગવાન’ એ જ ૩૬૦ ડિગ્રી છે.
પ્રશ્નકર્તા : પણ ભગવાન જે બોલે, એ તો તમારી મારફત જ બોલે
ને ?
દાદાશ્રી : ના, ભગવાન બોલી શકે જ નહીં ને ! અને હું ય ના બોલી શકું.
પ્રશ્નકર્તા : તમે કહો છો કે દાદા ભગવાન ૩૬૦ ડિગ્રીના ને તમે ૩૫૬ ડિગ્રીના. એ તો અમે માનીએ, પણ ૩૫૬ ડિગ્રીની મારફત ૩૬૦ ડિગ્રીનું જ્ઞાન કેવી રીતે નીકળે ?
દાદાશ્રી : એ ૩૫૬ ડિગ્રી મારફત નથી નીકળતું. આ તો ઓરિજિનલ ટેપરેકર્ડ મારફત નીકળે છે. આ માલિકી વગરની વાણી છે. નથી આ ‘દાદા ભગવાન’ની વાણી અને આ ‘મારી’ય વાણી હોય. ‘દાદા ભગવાન'ની વાણી હોય તો ‘દાદા ભગવાન’ બારસો રૂપિયાના (!) થઈ
Page #64
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૨૫
૧૨૬
વાણીનો સિદ્ધાંત
જ જાણકારી કાઢશે. અમુક ભાગ બાકી છે, એટલે બુદ્ધિમાં છે. “અમે બોલીએ છીએ ને અમે આ બધું બોલીએ છીએ’, ત્યાં સુધી એ બુદ્ધિમાં છે.
પ્રશ્નકર્તા : આ ટેપ અત્યારે નીકળે છે, એ પાછલી બુદ્ધિના આધારે ?
દાદાશ્રી : હા, તે દહાડે ટેપ થયેલું.
પ્રશ્નકર્તા ઃ તો અત્યારે આ ટેપ એટલું બધું હાઈ લેવલનું બોલી શકે છે ?
દાદાશ્રી : એ તો હાઈ લેવલનું ટેપ થઈને જ આવેલી છે.
પ્રશ્નકર્તા: તો એ બુદ્ધિ વડે, તે દહાડે એવી હાઈ લેવલ પર ગયેલી ?
ગયા ! આ ‘દાદા ભગવાન' તો પોતે જ ‘કેવળજ્ઞાન સ્વરૂપ” છે, ૩૬૦ ડિગ્રીનું આ જ્ઞાન છે.
પ્રશ્નકર્તા: તો અમારામાં ય ૩૬૦ ડિગ્રીનું કેવળજ્ઞાન સ્વરૂપ છે? દાદાશ્રી : હા, એ જ છે. પ્રશ્નકર્તા: તો એ બહાર કેમ નથી નીકળતું ?
દાદાશ્રી : બહાર શાનું નીકળે ? હજુ તો ગલીપચી ક્યાં થાય છે ? એ ગલીપચી જોઈ લેવી. એ તો ડિસ્ચાર્જ રસો તૂટશે તેમ તેમ પેલું આપણને દેખાશે. તમને કેવળજ્ઞાન સ્વરૂપ આપ્યું છે. પણ મેં કહ્યું છે ને કે મને પચ્યું નથી ને તમને પણ પચશે નહીં. બાકી મેં કેવળજ્ઞાન સ્વરૂપ આપ્યું છે.
બુદ્ધિની ય કરામત તો જુઓ ! એક ભાઈ મને કહે છે, “બુદ્ધિ વગર શીખવાડી ના શકે.” મેં કહ્યું, ‘વાત સાચી છે. બુદ્ધિવાળા જ શીખવાડી શકે.ત્યારે એ મને કહે, ‘તો તમે શિખવાડી શી રીતે શકો છો ?” મેં કહ્યું, ‘આ ટેપરેકર્ડ શીખવાડે છે.’ કારણ કે જે દહાડે બુદ્ધિ હતીને, તે દહાડે આ ટેપરેકર્ડ તૈયાર થઈ હતી. હવે અમારી બુદ્ધિ જતી રહી. એટલે તે ટેપરેકર્ડ આજે કામ કરે છે. અને આ તો બુદ્ધિજન્ય જ્ઞાન છે, તે આ ટેપરેકર્ડમાં નીકળે છે.
પ્રશ્નકર્તા : તો પછી આ બુદ્ધિ ૩૬૦ ડિગ્રીનું વિજ્ઞાન નીકળે એટલી બધી ટોપ પર ગયેલી તે દહાડે ?
દાદાશ્રી : ના જાય. પ્રશ્નકર્તા: તો પછી ? દાદાશ્રી : ૩૫૬ ડિગ્રી ઉપર છે. તો ચાર ડિગ્રી મારું ઓછું છે.
પ્રશ્નકર્તા: આપે કહેલું કે એટલી બધી મારી વાણી ઊંચી નીકળશે, એવું કોઈ નિમિત્ત ભેગું થશે ત્યારે, આ ડિગ્રીની વાત પણ નીકળી જશે.
દાદાશ્રી : હા, વાત બધી નીકળશે. એટલે અમુક સિવાય બીજી બધી
દાદાશ્રી : હા, ગયેલીને ! ગયેલી ત્યારે તો આ ટેપ આવી નીકળી. નહીં તો જ્ઞાનમાં અવાય શી રીતે ?
પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિ પણ એકદમ ટેપ થઈ જઈ શકે છે ?
દાદાશ્રી : હા. અહીં વડોદરાથી ૮૦મો માઈલ જોઈ લઈએ, એટલે આપણે અમદાવાદ બહુ ખોળવાનું હોય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ત્યાં આવ્યો જ હોય એનો કિનારો. ના આવ્યો હોય ? એટલે બુદ્ધિ આવી ટોપ ઉપર જાય, જાણે કે હવે પેલું જ્ઞાન તો આવી જ રહ્યું છે સામું.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન એટલે બુદ્ધિ એકદમ છેલ્લી ડિગ્રી સુધી પેરેલલ જઈ શકે એવું છે ?
દાદાશ્રી : હા, બુદ્ધિ તો વિવરણ કરે ને તો બહુ કામ કાઢે. પણ કોઈ માણસ એટલું બધું વિવરણ કરી શકે નહીં ને !
Page #65
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૨૭
૧૨૮
વાણીનો સિદ્ધાંત
બોલ્યો, કેવું સરસ બોલ્યો !” એ મહીં પોઈઝન પડ્યું. પછી એનાથી કલ્યાણ થાય નહીં.
પ્રશ્નકર્તા : અને તમે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ નવો શબ્દ ક્યાંથી નીકળ્યો ?
દાદાશ્રી : હા, ટેપમાંથી નીકળ્યા કરે છે આ તો. આપણે કહીએ કે હવે તમે સંભળાવો. તો એ બને નહીં. એ જોગ બેસવો જોઈએ.
અહો ! શું ગોઠવણી ટેપોતી ! પ્રશ્નકર્તા : આપ બોલો છો, એ વખતે આવાં જે વાક્યો નીકળી આવે છે, તે વખતે અમે જ્ઞાનીની મુખમુદ્રા જ જોઈએ છીએ...
દાદાશ્રી : તે ઘડીએ દર્શન કરવા. “આમ” (બે હાથ જોડીને) કરી લેવું એ પૂર્ણ સ્થિતિ ! વાક્ય નીકળેને, તે ઘડીએ જ્ઞાતા-દ્રષ્ટારૂપે નીકળે. નીકળ્યા પછી પાછું જરા આઘુંપાછું થાય. તે વખતે દર્શન કરવા. પૂર્ણ સ્થિતિના દર્શનથી પેલું બે આની કાચું રહે.
પ્રશ્નકર્તા : હવે તે દહાડે ‘અલૌકિકની મહોર” જે એવો શબ્દ નીકળ્યો ને, શબ્દ બહાર આવ્યો એટલે ટેપમાંથી આવ્યો, પણ એ તરત ટેપ થઈને બહાર આવ્યો હતો ?
દાદાશ્રી : હા, તરત. પ્રશ્નકર્તા : તાજી ટેપમાંથી બહાર આવ્યો ?
દાદાશ્રી : તાજી. આ શેના આધારે ટેપો નીકળે છે ? પૂછનારની ઉપરથી ટેપો અંદર ગોઠવાઈ જાય. આ કોઈ પૂછનાર આવ્યો છે, એ પૂછનાર શું પૂછવાનો છે, તે ય અંદર ટેપો જાણે છે. ટેપો બધી તૈયાર છે. એકની પાછળ બીજી, બીજીની પાછળ ત્રીજી, એવી ગોઠવાયેલી જ હોય છે. આ તો વચ્ચે આપણને ખબર નથી પડતી. બાકી, કેવો સરસ ક્રમ ગોઠવાયેલો છે !
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે “આની પાછળ અલૌકિકની મહોર છે.”
દાદાશ્રી : હા, અલૌકિકની મહોર. પણ એ શબ્દ સારો છે. તે ઘડીએ એ નીકળી ગયો. નહીં તો હું ક્યાંથી ખોળત ? હું ક્યાં ડાયરીઓ જોવા જાઉં આમની ? તે ઘડીએ એની મેળે નીકળ્યો ! માટે આની પાછળ કંઈક છે ને ? ગોઠવણી છે ને ? કે નહીં ?!
વાણી, વ્યવહારથી મુક્તદશામાં ! આ સંજોગોમાં આ પ્રમાણે બોલ્યા, ને બીજા સંજોગોમાં બીજું આ પ્રમાણે બોલ્યા ! એનો તોલ કરતાં ના આવડે, એ પોતે મૂંઝાય પછી. વાણી એ સંજોગો ઉપર આધાર રાખે છે.
પ્રશ્નકર્તા : એ તો અપેક્ષિત છે. કોની સાથે આપ વાત કરો છો, હરેકની સાથે જુદી જુદી રીતે વાત થતી હોય.
દાદાશ્રી : હા, જુદી રીતે હોય. હું શું કહેવા માગું છું તે એને શી રીતે સમજાવું, એની ઢબ ખોળું છું. એટલે સામાને પછી મારા બોલ ઉપર વિવાદ ઉત્પન્ન ના થાય.
હવે જેમ જેમ ઘરનાં બંધનોથી મુક્ત થયો, તેમ તેમ શું થાય છે? ઉપાશ્રય થાય છે. ઉપાશ્રય થાય એટલે મહીંલો માલ સરસ નીકળે. ઘરમાં રહ્યો એટલે સહેજે ઘરનું બંધન ખરું ને ! હું ત્યાં સાંતાક્રુઝ ત્રીજે માળે હોઉં તો ઘરનું બંધન ખરું ને ?
પ્રશ્નકર્તા : હા, ખરું.
દાદાશ્રી : એટલે માલ નીકળે નહીં, જોઈએ એવો હંમેશાં. એટલાં માટે જ આ ભગવાને કહેલું કે એકાંતમાં રહેવું. એનું એ જ કારણ ને ! સંસારથી દૂર રહેવાનું કારણ એ હતું ને ! અહીં છેટો રહું એટલે ઉપાશ્રય
પ્રશ્નકર્તા : આ ગોઠવણી નથી, સાહજિક છે. દાદાશ્રી : હા. બાકી બધા ય ગર્વસ આપવા માટે બોલે, “હું
પ્રશ્નકર્તા : હા.
Page #66
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૨૯
૧૩)
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : હવે આ રૂમ જ ઉપાશ્રય ! અહીં કોઈ બંધન નહીં ને ! અહીં અમારા ધંધાની વાત કરવા આવે ને જાય, પણ બંધન નહીં ને કશું ! એ તો બીજા કોઈ એવી ધંધાની વાત કરી શકે. એ તો ઋણાનુબંધ છે, પણ બંધન નહીં ને, કશું !
એટલે અત્યારે સત્સંગ બહુ ઊંચો નીકળે, પહેલાં જેવો. કારણ કે નિર્મળ દેખાય ને ! અને કશીક વ્યવહારિક વાતચીત આવી કે નિર્મળમાં એ થઈ જાય, ઝાંખું દેખાય. એટલે જેવું જોઈએ એવું ફળ આપે નહીં. મને પોતાને મારો આનંદ ઓછો ના થાય. પણ બીજો સામાને લાભ ના થાય, જેવો જોઈએ તેવો સામાને લાભ કરવો હોય તો અમને નિર્મળ રાખવા પડે. વ્યવહારથી આમ છેટા ને છેટા રાખવા પડે. તે તો કુદરતે છેટા રાખ્યા ને, ઘરથી છેટા રાખ્યા ને ! જો પગે ફ્રેકચર કરીને કુદરતે છેટા રાખ્યા ને ! અને હીરાબા ય કહે છે કે “તમે તમારી તબિયત સચવાઈ રહે, એવી રીતે તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં રહેવાનું.”
એ તો શબ્દ જ નીકળે પછી, ઠેઠની વાણી નીકળે. વાણી બહુ ઊંચી જાતની નીકળી છે. આ બધી અત્યારે જે વાણી નીકળી છે, તે ગજબની વાણી નીકળી છે. એક એક વાક્યમાં તો કેટલાંય લોકોનાં કામ થઈ જાય તેવી !
વૈજ્ઞાનિક ઢબ, તીર્થોતી ! તીર્થકરો એટલે બહુ જ વૈજ્ઞાનિક રીતે એમની ઢબ છે. મારી આટલી વૈજ્ઞાનિક છે, તો એમની કેટલી ઢબ હશે, કેવી સરસ ઢબ હશે ? નાપાસ થયેલાની જો આટલી બધી વેજ્ઞાનિક છે, તો પાસ થયેલાની કેવી વૈજ્ઞાનિક હોય ? તમને કેમ લાગે છે ? એક કલાકમાં તો મારી પાસે આટલો બધો ફેરફાર થઈ જાય છે માણસમાં, તો એ તો કેવા ડાહ્યા હશે !? અને આ એમની જ વાત છે. મારો આમાં કોઈ જાતનો માલ છે નહીં. આ તો ટેપરેકર્ડ વાગ્યા કરે છે ને હું સાંભળ્યા કરું છું.
બોલે કોણ ? સાંભળે કોણ ? એક માણસ કહે છે કે “કલાકથી વધારે માણસ બોલી શકે નહીં,
ને તમે કેટલા કલાક બોલ બોલ કરો છો !” મેં કહ્યું, ‘આ ટેપરેકર્ડ છે એટલે વાગે છે, નહીં તો બોલનારો તો થાકી જાય.’ ‘હું બોલું છું” કહું તો થાકી જાય કે ના થાકી જાય ? અને આ તો ટેપરેકર્ડ વાગ્યા જ કરે એની મેળે !!
પ્રશ્નકર્તા : આપ જે બોલો છો, તે મહેનત વગર બોલો છો.
દાદાશ્રી : તેથી હું ટેપરેકર્ડ કહું છું ને. લોકો મને કહે છે કે તમે કેમ કરીને આટલું બધું બોલ બોલ કરો છો ? આ તો ટેપ બોલે છે, એટલે મને આમાં મહેનત નથી. હું બોલતો જ નથી. એટલે મારી ફ્રેશનેસ જતી નથી !
પ્રશ્નકર્તા : ઘણીવાર વિચાર કરીએ કે કલાક અમે બોલીએ, બહુ ત્યારે બે કલાક, તો કોઈ વચ્ચે બ્રેક પાડે. પછી ઊભા થઈ જઈએ. બીજે આંટા મારી આવીએ. જ્યારે અહીંયા સતત રીતે આવું ચાલે છે.
દાદાશ્રી : અને તે ઘણાં વખત તો દસ-દસ કલાક સુધી વાણી નીકળ્યા જ કરે છે. એક જ જગ્યાએ સ્થિર બેસી રહે અને એ ય કુદરતી બળ પાછળ હશે ને? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ! આ ગમ્યું હોય. ઘણાં લોકોનું કલ્યાણ થવાનું હોય ત્યારે આવું ઉત્પન્ન થાય. નહીં તો આવું ઉત્પન્ન થાય નહીં ને ?
આ દેહમાં એટલી બધી શક્તિ છે કે તે અત્યારે રાતના ત્રણ વગાડો તો ય કશી બૂમ ના હોય. સત્સંગ હોવો જોઈએ. સત્સંગ કરનારા હોવા જોઈએ. તો બૂમ કશું ના હોય. અને મનમાં એમે ય થાય નહીં કે ચાલો, હવે સૂઈ જઈએ. ઊલટું વધારે ફ્રેશ થાય. જેમ જેમ સત્સંગ કરે ને, તેમ ફ્રેશ થાય. પૂર બહારમાં ખીલે. કારણ કે અંદર ભાવના છે કે કોઈ પણ વસ્તુ લોકો પામો. લોક પામે છે અને પછી અહોભાવ અનુભવે છે બિચારા. અત્યાર સુધી ગૂંચાયેલો હતો. તે ગૂંચવાડો છુટી ગયો એટલે અહોભાવને પામે ને ! નહીં તો લાખ રૂપિયા આપીએ તો ય કોઈનાં દુ:ખો જાય નહીં. એ તો ફરી વધારે ગૂંચવાડો ઊભો કરીને રહે. ગુંચવાડો જાય તો દુઃખ જાય. એટલે ધન તો વીતરાગોનું જ. એની કિંમત બહુ ને ! એ વીતરાગ વાણી રૂપી ધન આપીએ, એનાથી કામ નીકળી જાય. તે અહીં ઘણાં ય લોકોએ લાભ લીધો.
Page #67
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૩૧
૧૩૨
વાણીનો સિદ્ધાંત
તો અમારે બોલાય એવું ન હતું. અવાજ નીકળતો ન હતો. અત્યારે રોફભેર નીકળે છે પાછો. ટેપરેકર્ડ આમ પીન ઘસાઈ ગઈ હોય એવી બોલતી હતી. અત્યારે પીન નવી નાખી હોય એવું મને લાગે છે.
પીન બહુ વપરાઈ જાય. આ તો ટેપરેકર્ડ બોલે છે એટલે શક્તિ નથી વપરાતી. બે કલાકથી માણસ વધારે બોલી શકે નહિ. સાડા અગિયાર સુધી બોલું છું. ટેપરેકર્ડ છે એટલે !
હણાય શક્તિ, શબ્દોથી !
વગતો લાંગરે, કાયમતાં ! પ્રશ્નકર્તા : અમારે ત્યાં બધા વાત કરતા હતા કે દાદા ભગવાન દેખાય તો બરાબર આવા (સુકલકડી), પણ જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે એમનો અવાજ તો જાણે એટલો મોટો સિંહગર્જના જેવો લાગ્યો, એવું એવું કહેતા હતા બધા.
દાદાશ્રી : એવો અવાજ જ ના હોય ને, માણસનામાં ! હું આમ બોલું નહીં ત્યાં સુધી અમારું વચનબળ કામ કરે નહીં ને ! ત્યાં સુધી એને ખ્યાલ રહે નહીં અને આ તો મહીં શબ્દ પેસી ગયો, તે પછી નીકળે નહીં. હું જ્યારે બોલાવું છું, તે પોતે જ મહીં ખસી જાય છે. એટલે આ બોલવામાં શક્તિ બધી બહુ વપરાઈ જાય છે.
હું જ્ઞાન બોલાવું છું ત્યારે બધાને કલાક બોલવાનું હોય છે. તે વખતે નહીં મોટા મોટા મજબૂત માણસો હોય, તે ય છેલ્લા છેલ્લા વાક્યોમાં તો થાકી જાય, તે પછી વાક્ય મનમાં બોલે, મોટેથી બોલાય નહીં. કારણ કે એ પોતે બોલે છે. એટલે થાકી જાય બિચારો અને મારે ૭૯ વર્ષે, જુઓને. મોટી જબરજસ્ત ટેપરેકર્ડ વાગે ! એ વાગે છે ને ! કારણ કે માલિકી વગરની વાણી છે. એટલે થાક લાગવાનો નહીં એટલે મશીનરી ઑર રહે, સરસ રહે.
આ ત ઘસાય એવી પીતા
આ બોલ બોલ કરો તો માણસની શક્તિ ઘટી જાય. મૌન લો તો જરા શક્તિ સારી રહે. બોલવાથી શક્તિ વેડફાય અને મૌનથી શક્તિ જળવાય.
વધારેમાં વધારે શક્તિ વપરાતી હોય તો આ દેહમાં વપરાતી નથી. વાણીમાં બહુ વપરાઈ જાય છે. જે આ બધો આપણે ખોરાક લઈએ છીએ ને, એનું સરવૈયું શું આવે છે ? વીર્ય બને છે એ ખોરાકનો સાર કહેવાય છે. તે ય સાર શામાં વપરાય ? એ વધારેમાં વધારે વાણીમાં વપરાય. તેથી વાણી જો ઓછી વપરાય તો સારું. નહીં તો પરહિત માટે વપરાતી હોય તો સારી. અને નહીં તો કેવળ આત્મા માટે જ વાણી બોલવામાં આવે, તેમાં શક્તિ બહુ વપરાય જ નહીં ને !
સો સુશબ્દ બોલે ને એક કુશબ્દ બોલે, તેમાં આત્માની બહુ શક્તિ વપરાઈ જાય. સો સારા શબ્દો બોલે, એમાં ય શક્તિ તો વપરાઈ જાય અને ખરાબમાં, એક જ શબ્દમાં બહુ શક્તિ વપરાઈ જાય. તું ખરાબ બોલું ખરો ને કે ના બોલું ? તે તારી શક્તિ વપરાઈ જાય.
સુશબ્દમાં ય શક્તિ વપરાઈ જાય. જેટલા શબ્દ બોલેને, એ શક્તિ વપરાઈ જાય. એક ફક્ત આત્માના હેતુ માટે બોલેને, એને ભગવાને મૌન કહ્યું. આખો દહાડો બોલે તો ય શક્તિ વપરાય નહીં અને હું ય સંસાર હેતુ માટે બોલું તે, તો એ મૌન ના કહેવાય. એ શક્તિ વપરાઈ જાય.
પ્રશ્નકર્તા: પણ દાદા, તમે પછી એ શક્તિ તરત મેળવી લોને ?
પ્રશ્નકર્તા : હવે, મને એ સમજ પાડો કે આ ઉંમરે, બે કલાક આપ સતત બોલો છો, આ ઉંમરે આટલું ફરો છો, તે આ શક્તિ કઈ છે ? એ મારે જાણવું છે.
દાદાશ્રી : એવું છે, રાજાને શક્તિ ના હોય તો ચાલે. લશ્કરનાં માણસોને શક્તિ જોઈએ. રાજા તો ‘ઓર્ડર’ કરે કે ‘ભઈ, તમે હવે ફલાણા જોડે લઢો.' બસ, એટલું બોલ્યો ને એટલે પેલા લોકો પોતાની શક્તિથી લઢે. પણ એ ‘બાય ઓર્ડર ઓફ ધી રાજા' હોય. એટલે ‘બાય ઓર્ડર’ બધું થાય છે. ભગવાનથી કશું બને નહીં !
આ સત્સંગ એકુંય દહાડો બંધ નથી રહ્યો. કારણ કે બોલ્યા હોત
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૩૪
વાણીનો સિદ્ધાંત
૩00 માઈલ ફર્યા. થાકી ગયા !'
લોકો આમ ત્રણસો-ચારસો માઈલ કારમાં મુસાફરી કરે. પછી લોક પૂછે ત્યારે કહે, ‘બહુ થાકી ગયો.” તે થાકી જ જાયને, પણ ‘પોતે’ મુસાફરી કરે છે ને !
વાણીનો સિદ્ધાંત
૧૩૩ અને બીજી સેકન્ડમાં જ પાછાં તમે પોતાની સ્વશક્તિમાં આવી જાવ છો.
દાદાશ્રી : એ તો લોકોના પુણ્ય છે, તો પાછી મળી જાય છે.
મારે તો દસ-દસ કલાક બોલવામાં જાય છે. એ જ શક્તિ વપરાય છે, તે આ શારીરિક શક્તિમાંથી ફીડ થાય છે. એ આમાં બધી શક્તિ વપરાઈ જાય છે. મને વાંધો ય નથી. મારી ઈચ્છા એવી છે કે આમાં શક્તિ બધી વપરાઓ.
ગાડી જાય છે, આપણે તહીં ! પ્રશ્નકર્તા : જડ શરીરની ક્રિયાઓનો ખરેખર થાક કોને લાગે છે ? આત્માને કે પછી વિકલ્પનો થાક લાગે છે ?
દાદાશ્રી : ચંદુલાલ બેઠા છે ગાડીમાં, બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનેથી. મેં કહ્યું, ‘ક્યાં જાવ છો ?” ત્યારે એ કહે, “અમદાવાદ જાઉં છું ?” બીજે સ્ટેશને કો'ક પૂછે, “ક્યાં જાવ છો ?” ત્યારે કહે, “અમદાવાદ જાઉં છું.” ‘અલ્યા ભાઈ, તમે તો અહીં ગાડીમાં બેઠાં છો અને શાના આ બોલો છો તે ? આ તો તમે આડા થઈને સુઈ ગયા છો અગર પેપર વાંચો છો. તમે ‘અમદાવાદ જાઉં છું.” એવું બોલો છો, તે કેટલી બધી આ ઊંધી વાત છે ? આવું બોલે ખરાં લોકો ?
પ્રશ્નકર્તા : વ્યવહારથી એમ બોલવું પડે.
દાદાશ્રી : આ વ્યવહારથી નથી બોલતા, નિશ્ચયથી બોલે છે અને આ થાક જ એનો લાગે છે. એટલે પછી બધાં મને કહે છે, “તમે શું કરો છો ?” મેં કહ્યું, ‘હું તો અહીંથી સેન્ટ્રલથી ગાડી ઉપડે એટલે હું તો કહું કે ગાડી વડોદરે જાય છે, અમે તો આ સૂતા. અને અમે પેપર વાંચીએ છીએ. એવું હકીકત સ્વરૂપ કહી દઈએ. બીજે સ્ટેશને પૂછે તો ય એવું જ કહીએ. ત્રીજે સ્ટેશને પૂછે તો ય એવું જ કહીએ. અને મનમાં ય એવું ને વિચારમાં ય એવું અને પછી વડોદરું આવે ત્યારે લોક બુમો પાડે, ‘બડોદા આયા, બડોદા આયા.” એટલે આપણે ઊતરી પડો. બસ, એટલું પછી થાક ના લાગે. આ તો બધા ય થાકેલા. ‘ગાડીમાં ફર્યા, બહુ ફર્યા,
આ હું બોલું છું, એમ કહું ને તો મને થાક લાગે. પણ હું તો કહું છું કે “ટેપરેકર્ડ બોલે છે.” એટલે પછી મને શેનો થાક લાગે ?! એટલે હું ઠોકી ઠોકીને કહું છું કે અલ્યા ભાઈ, આ શું કરવા થાકો છો ? આ ગાડી જાય છે ને તમે શું કરવા કહો છો આ ? એવું જ બોલે છે બધાં, નહીં તમને સમજાયું છે ?
પ્રશ્નકર્તા : હા. જેટલો વિચાર કરીએ, એટલો થાક વધારે લાગે.
દાદાશ્રી : વિચાર કરવાનો નહીં. આપણે જઈએ છીએ, એવું જાણીએ તો જ થાક લાગે. આપણે જતાં નથી ને અમથા વગર કામના ગા ગા કરીએ. અરે, કેટલાક માણસો ગાડીમાં જતા હોય ને તો ય આ બાજુ ઉત્તરની ગાડી જતી હોય તો ઉત્તર ભણી ગાડીમાં દોડ દોડ કરે. જાણે વહેલો જવાનો હોય તેવી રીતે. નહીં તો દક્ષિણ ભણી દોડ દોડ કરે. આ વગર કામની મૂંઝામણ બધી.
ત્યાં આત્મવીર્યનું લીકેજ ! અને તમે બોલો, તે બોલ્યા કહેવાય અને તે ‘આત્મવીર્ય’ લીકેજ થયા જ કરે નિરંતર. અને આત્મવીર્ય બુંદ અટકી ગયા કે બસ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. બહુ ઝીણી વાત છે આ. તમને કંઈ કામ લાગશે ?
એમાં જો જરાક મને ગલીપચી થાય તો એ આત્મવીર્ય ‘ડ્રોપ’ (ગલન) થઈ ગયું. જરાક ગલીપચી મને લાગે ? ના થાય. મહીં સહેજે ય સ્પર્શે નહીં અમને. એક બુંદ આત્મવીર્ય અમારું બહાર ના નીકળે. આ જગતમાં આત્મવીર્ય બધું બહાર નીકળી ગયું છે. તેથી તો આ મહીં આત્મામાં કશું રહ્યું નથી ને ! “આ મેં કર્યું ને આ મેં કહ્યું કે આ મારું ને આ તારું.’ એને લીધે તો આત્મામાં કંઈ રહ્યું જ નથી. બધું વીર્ય જ
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૩૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૩૫ બહાર પડ પડ કર્યું છે. ત્યારે કોઈ મને પૂછે કે ‘તમે આખો દહાડો બોલો છો તે તમારું વીર્ય ?” હા. કારણ કે બોલે એટલે વીર્ય બહાર જ નીકળે હંમેશાં. પણ આ અમારું વીર્ય કેવું છે ? એ બહાર નીકળે છે ને એ કૉઝીઝ (કારણ સ્વરૂપે) નીકળે છે. એટલે આવતા ભવે એ વીર્ય પાછું મજબૂત થઈ જાય ઊલટું.
વ્યક્ત કરે વાણી, અનુભવ દશા ! પ્રશ્નકર્તા : વાણી એવું સાધન છે કે અંદર શું અનુભવ થાય છે, એ વ્યક્ત કરવાનું ?
દાદાશ્રી : બીજું શું ત્યારે !
પ્રશ્નકર્તા : મૂળ વસ્તુ આખી અનુભવમાં વર્તે છે, ત્યારે એમના શબ્દો પણ એ અનુભવ સુધી પહોંચાડી શકે.
દાદાશ્રી : તો જ “જેમ છે તેમ' વાણી નીકળે ને ! સ્પષ્ટવેદન થાય ત્યારે વાણી નીકળે, એકાદ વાક્ય સાચું. નહીં તો એકેય સાચું ય ના નીકળે. આ તો કંઈ વિચારીને બોલતો'તો હું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ તો ટેપરેકર્ડ વાગ્યા કરતી'તી. વિચારીને બોલું, તો કેટલી વાર લાગે એક વાક્ય બોલવું હોય તો ? અને ‘કરવું હતું' તેને બદલે ‘કરવી હતી’ થઈ જાય ને પાછું એને સુધારવાનું !
પ્રશ્નકર્તા : આ સ્પષ્ટવેદન અનુભવ, એ અનુભવ પદ, આ ટેપરેકર્ડનું સાચું વાક્ય નીકળવું. એનું કનેકશન શું છે ?
દાદાશ્રી : સ્પષ્ટવેદનથી બધું જ એને હોય, બધી જ સિદ્ધિઓ હોય !
પ્રશ્નકર્તા : બરોબર બેસી ગયું. ભૂલેશ્વર તો જેણે જોયેલું હોય એને ગમે તે પૂછો, તો એ બરોબર ચોક્કસ કહે અને વાંચેલું હોય તો ભૂલો પડે.
દાદાશ્રી : અરે, વાંચેલું હોય કે નકશો ચીતરેલો હોય, તો ય ભૂલો પડે. ભૂલા જ પડેલા છે. આખું જગત જ ભૂલું પડેલું છે.
બિલિફમાં ઊતરે, તે સાચું ! પ્રશ્નકર્તા: આપ અમને બોધ આપો છો, જે કંઈ પણ...
દાદાશ્રી : આ બોધ ના કહેવાય. આ તો બોધકળા છે. બોધ તો આત્મા સંબંધમાં હોય ત્યાં લાગે. આ બીજી બધી વાતો તો આત્માસંબંધી નહીં ને !
પ્રશ્નકર્તા : પણ આપની વાણી અમારા આવરણ તોડતી હશે ને ?
દાદાશ્રી : આવરણ તોડી નાખે, જેટલું સાંભળો એટલું આવરણ તૂટે જ ને !
પ્રશ્નકર્તા : એટલે અમને આપની વાણીનો કઈ જગ્યાએ વિસ્ફોટ થતો હશે ? અંદર શું પ્રક્રિયા થતી હશે ?
દાદાશ્રી : જ્યાં આગળ, જે આત્મપ્રદેશને આવરણ છે, જે આવરણ તૂટે, ત્યાં એ દેખાય, હું જે કહું છું તે દેખાય. એ તમને ખાતરી થઈ જાય. તમને આવરણ તૂટ્યું એટલે તમે સમજ્યા, આ અમારા શબ્દ બોલવાથી, કે ‘ભઈ, આ છે તે સ્પેસના આધારે આ બધું છે, આ મનુષ્યોનાં મોઢાં ને એ બધું ય.’ હવે એ આવરણ બીજાને ના તૂટ્યું હોય તો એને ખબર ના પડે.
પ્રશ્નકર્તા : આપની વાણીથી આવરણ તૂટ્યા, તો એની અસર શી થઈ ?
દાદાશ્રી : આવરણ તૂટ્ય માટે બિલિફમાં આવ્યું. પણ જ્ઞાનમાં નથી આવ્યું. જ્ઞાનમાં પોતાને ક્યારે આવે ? પછી એવું રૂપ અનુભવ થાય ત્યારે એ જ્ઞાનમાં આવે. પણ આ વાણીથી આવરણ તોડીને બિલિફ ઊભી થાય, આ માન્યામાં આવી જાય, પ્રતીતિ થાય કે આ ખરું જ છે. આવરણ તોડે અને પ્રતીતિ થાય, બેઉ સાથે થાય.
Page #70
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૩૭
૧૩૮
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : એટલે આવરણ તોડીને બિલિફમાં આવે, એ મહત્ત્વનું ને ? યાદ રહેવું, એ મહત્ત્વનું નથી ને ?
દાદાશ્રી : યાદનું તો, એનું મહત્ત્વ જ નથી. યાદ આવવું એટલે તો, ભૂલાઈ ગયેલી વસ્તુ હોય તે જ યાદ આવે. યાદગીરીને લેવાદેવા જ નથી.
પ્રશ્નકર્તા : આપની વાણી બધી અસર કરતી હોય કે કોઈક વાણી અસર કર્યા વગર જતી રહે ?
દાદાશ્રી : આપણું ધ્યાન ના હોય તો જતી રહે. પ્રશ્નકર્તા : ધ્યાન રાખ્યું હોય તો ય જતી રહે ?
દાદાશ્રી : સમજમાં ના આવ્યું હોય, એ જતું રહે, શું કહેવા માગે છે, એ સમજમાં ના આવે. એટલે એમ ને એમ જતું રહે. આ કેટલાંયને આમાં જતું રહેલું હશે.
પ્રશ્નકર્તા : ઘણું સાંભળ્યું એ મહત્ત્વનું નથી. કેટલું સમજાય એ મહત્ત્વનું છે ને !
દાદાશ્રી : મહત્ત્વ તો સમજાય એટલું જ ને ! છતાં સાંભળેલું ય ખોટું નહીં જ ને ! કાનમાં જાય તો કાન પવિત્ર કરે.
પ્રશ્નકર્તા : સમજાય છતાં યાદ ના રહે તો ?
દાદાશ્રી : યાદ રાખીને શું કામ છે ? દર્શનમાં આવેલી ચીજને યાદ ના જોઈએ. એ દર્શન કહેવાય. આ આનાથી તો આવરણ તૂટે અને દર્શનમાં આવે. યાદગીરી એ તો જડ વસ્તુ છે. યાદ ના રહે, તેને જ દર્શન ખીલે. યાદવાળાને દર્શન ખીલે નહીં. એટલે યાદશક્તિની જરૂર નહીં આમાં. આમાં દર્શનમાં આવે. દેખ્યા પછી પ્રતીતિ બેસે. પ્રતીતિ એમ ને એમ બેસે નહીં. તે આપણાં લોક ‘દર્શન’ ના બોલે, પણ “મને સમજાય છે,’ એમ કહે. પછી પ્રતીતિ બેસે.
સાંધો, શબ્દ તે સમજતો ! પ્રશ્નકર્તા: શબ્દ અને સમજનું અનુસંધાન શું છે ?
દાદાશ્રી : હું હમણાં એવું કહેતો હતો કે મારે જોઈતા હતા પીસ્તા, અને હું બોલતો હતો કે ‘કાજુ લાવ !” અને પેલો કાજુ લાવતો હતો. ત્યારે મેં એને કહ્યું, ‘અલ્યા, આ શું કરવા આપ આપ કરે છે ?’ એટલે સમજમાં હોય કે પીસ્તા જોઈએ છે.
પ્રશ્નકર્તા : ત્યારે આપે કહ્યું કે અમને પીસ્તા પર રાગ ના હોય, માટે આવા શબ્દો નીકળે કે કાજુ લાવ. પેલા પર બહુ રાગ હોય તો ચોક્કસ શબ્દ નીકળે.
દાદાશ્રી : એ તો ગમતું હોય તો એની પર જાગૃતિ વર્તે. હા, એટલે પછી રાગ હોય તો તો તે ભૂલાય જ નહીં. અને શબ્દ ય ભૂલાય નહીં. નામે ય ભૂલાય નહીં અને રૂપે ય ભૂલાય નહીં. આ તો રૂપ યાદ હોય અને નામ ભૂલી જવાય અને રાગ હોય તો બધું યાદ રહે.
પ્રશ્નકર્તા સમજનું અનુસંધાન શબ્દ સુધી કેવી રીતે પહોંચે છે ? દાદાશ્રી : એ બેને અનુસંધાન છે જ નહીં, લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા: હવે તમે એવું બોલ્યા કે કાજુ લાવ. તો પેલા સાંભળનારને પણ સમજ ઉત્પન્ન થાય છે ને ?
દાદાશ્રી : હા. તે થાય ને ! એ શબ્દને સમજી જાય. શબ્દને ઓળખી જાય કે શું કહેવા માગે છે તે. કારણ કે સંજ્ઞાસૂચક વસ્તુ છે.
' શબ્દ એ મૂળ વસ્તુ નથી, એ સંજ્ઞા કરાવનારી છે. મોઢામાં જીભ હોય તો પેલી શબ્દની સંજ્ઞા કરે. એ સંકેત કહેવાય. આ મૂંગાઓ કરે છે એને ય સંકેત કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે સમજ પ્રદર્શિત કરવા વ્યવહાર બધો શબ્દ થકી નીકળે છે ને ?
દાદાશ્રી : નહીં. સમજ અને જ્ઞાન, બે વસ્તુ જુદી છે. અને આ શબ્દ એ તો સંકેત દર્શાવવાનું સાધન છે. મને સમજ અને જ્ઞાનમાં હોય કે પીસ્તા આવાં હોય, એવું તેવું બધું, પણ હવે એ શી રીતે સામાને ઠસાવવું? એ સાંકેતિક શબ્દો જોઈએ. શબ્દો ન હોય તો આમ હાથથી
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૪)
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૩૯ કરતા આવડવું જોઈએ. નહીં તો પીસ્તાનો ઘાટ બતાડે આમ. એ બધા સંકેતો છે.
ક્રિયાઓ અનેક, છતાં.... પ્રશ્નકર્તા: કશુંક પુસ્તક વાંચતા હોય, એ પાના પરના અક્ષરો વંચાય.... એ વાંચીને બોલે તો એ પ્રમાણે વાણી નીકળે. અને અંદર લખેલી વાતની સૂઝ પડે છે. આ ત્રણેયનું કનેકશન કેવું હોય છે અંદર ?
દાદાશ્રી : બધું પારદર્શક છે ને પેલું આમ એક જ બટન દબાવે છે, ને આખો ફોટો પડી જાય છે ને ? આંખો, નાક, બધું ય ઘડીવારમાં ફોટામાં આવી જાય ને ! એવું આ યુ પારદર્શક. પેલા પારદર્શક પર કશું ઊંધું-ચત્તે ચોપડેલું હોય તો ચોખ્ખો ફોટો ના પડે, એટલે પારદર્શક ના જોઈએ ?
પ્રશ્નકર્તા : એ તો આપની વાત થઈ. પણ કોઈ પણ માણસ એ વાંચતો હોય. તે ઘડીએ એ શબ્દો વાંચી શકે છે, એ જ શબ્દો વાંચતી ઘડીએ બોલી શકે છે અને એ જ શબ્દો વાંચતી ઘડીએ સમજી શકે છે. આ ત્રણેયનું અંદર શું કનેકશન છે, શી પ્રક્રિયા થાય છે ?
દાદાશ્રી : આ વાંચનાર ને આ બધી મહીં જુદી જુદી મશીનરી છે. વાંચનારો જુદો છે. એ દરેકની પ્રક્રિયા તે બધી જુદી મશીનરી છે.
પ્રશ્નકર્તા : એ ત્રણે જુદું છે એ સમજાય છે. પણ આ ત્રણેય એટ એ ટાઈમ, ક્યા આધારે બની શકે છે ?
દાદાશ્રી : કેમ નહીં ? આપણે રસ્તામાં ઠંડતા જઈએ છીએ, આમ જોતા જઈએ છીએ અને ચવાણું ફાકતા જઈએ છીએ. નથી ફાકતા ?
પ્રશ્નકર્તા: હા, બને.
દાદાશ્રી : પણ જો બધું જોડે ચાલે છે ને, ગાડું ? રસ્તે ચાલે ય છે, તે જોવાનું ય ચાલે છે અને ચવાણું ચવાય છે ય ખરું, તો ય જીભ કચરાતી નથી !
અંત:કરણ, બાહ્યકરણ સમયે ! પ્રશ્નકર્તા : આ વાંચવાનું, સમજવાનું, બોલવાનું, એમાં અંતઃકરણમાં કોનું કોનું કાર્ય સમાય ?
દાદાશ્રી : બધાં ય કાર્ય અંતઃકરણનાં. અંતઃકરણની મદદ વગર કશું જ થાય નહીં.
પ્રશ્નકર્તા: તેમાં અક્ષરો વાંચવાનું કામ કોનું કહેવાય ?
દાદાશ્રી : વાંચવાનું ? એ બધું ચિત્તનું કામ છે. ચોખ્યું હોય, એ પ્રમાણે બધું કામ થાય.
પ્રશ્નકર્તા: પછી સમજ પડવી, એ કોનું કામ ? દાદાશ્રી : એ બુદ્ધિનું કામ. પ્રશ્નકર્તા : અને તે જ ઘડીએ આ શબ્દો નીકળ્યા ?! દાદાશ્રી : એ બધું અહંકારનું કામ. પ્રશ્નકર્તા ઃ તો મનનું શું કામ રહ્યું ?
દાદાશ્રી : મન આમાં ભાગ નથી લેતું. મન એનું જુદું હોય. એનો વોટ જુદો. આ તો ચિત્ત, બુદ્ધિ ને અહંકાર ત્રણ વોટ એક બાજુ અને એક વોટ પેલા એકલાં મનનો જુદો. જેના વોટ જીતવાના હોય, તેના ભાગે ત્રણ હોય.
પ્રશ્નકર્તા : વાંચેલું ધારણે ય થઈ જાય, એ કોનું કામ ?
દાદાશ્રી : એ અહંકારનું કામ. એ ધારણ કરે. આંધળો છે, પણ ધારણ કરી શકે.
પ્રશ્નકર્તા : અને ના ધારણ થતું હોય તો ? દાદાશ્રી : તો એટલી અહંકારમાં બરકત નહીં.
Page #72
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૪૧
૧૪૨
વાણીનો સિદ્ધાંત
છે એ બધું ખોટું છે, આ આમ છે. પછી ‘હું શુદ્ધાત્મા છું’ એવી એને સૂઝ પડી જાય.
પ્રશ્નકર્તા : આ વાંચેલાને અહંકાર ધારણ કરે છે, તો આ ‘જ્ઞાનને ધારણ કોણ કરે છે ?
દાદાશ્રી : એ પ્રજ્ઞાશક્તિ કરે છે. એટલે આત્માને કશી લેવા-દેવા
નથી.
પ્રશ્નકર્તા : એ નિશ્ચયવાળો કહેવાય છે ?
દાદાશ્રી : નિશ્ચય ને એને કશું નહીં. એ તો એનો પાવર હોય. અહંકાર બહુ પાવરવાળો હોય.
પ્રશ્નકર્તા : ધારણ કરે તે જુદું અને પાછી સૂઝ પડતી હોય એ જુદું થયું ને ?
દાદાશ્રી : સૂઝ પાછી જુદી. સૂઝ એ તો પરમેનન્ટ વસ્તુ છે. ટેમ્પરરી ભાગ ભજવતી છતાં પણ પરમેનન્ટ છે. ગયા અવતારમાં સૂઝ હોય તેને જોઈન્ટ થઈને જ આ અવતારમાં સૂઝ હોય. એટલે લિંક તેની તે જ દરેક અવતારમાં સૂઝને માટે, બીજી કોઈ ચીજ એવી નથી કે જેને માટે લિંક હોય.
પ્રશ્નકર્તા : એટલે એને કઈ બાબતની સૂઝ હોય છે ? ગયા અવતારની અને આ અવતારની કઈ બાબતમાં સૂઝ હોય છે ?
દાદાશ્રી : બધી. એને જે ઇચ્છાઓ થાય એમાં સૂઝ પડે. સૂઝ પડે એટલે ગૂંચાયેલો હોય ત્યાં આગળ એ સૂઝ એને છૂટો કરી આપે.
પ્રશ્નકર્તા ઃ આપ્તવાણીમાં આવે છે કે આમ દસમા માઈલથી અગિયારમા માઈલે આવે, અગિયારમાંથી બારમાં, સહુથી છેલ્લે ‘હું શુદ્ધાત્મા છું' એવી સૂઝ પડે છે.
દાદાશ્રી : હા, સૂઝ પડતી પડતી ‘હું શુદ્ધાત્મા છું' એવી સૂઝ પડી જાય. ત્યાં દર્શન પછી નિરાવરણ થઈ જાય. ‘શુદ્ધાત્મા’ ના થયો, તે પહેલાં કહે કે ‘હું ક્રોધી છું, હું લોભી છું.’
પ્રશ્નકર્તા : એટલે આવી સૂઝ વર્તતી હોય એને ?
દાદાશ્રી : એ સૂઝ હોય એને. અને ક્રોધી, લોભી બોલતાં પહેલાં ‘મને આ જોવાનું બહુ ગમે છે' એવી વિષયમાં સૂઝ હોય. આંખનો વિષય પ્રિય હોય, કાનનો વિષય પ્રિય હોય. એથી આગળ વધે ત્યારે એ ક્રોધીલોભી થાય. અને એનાથી આગળ વધે ત્યારે સમકિત થાય કે આ દેખાય
પ્રશ્નકર્તા : આ વ્યવહાર અહંકાર ધારણ કરે, જ્ઞાન છે તે પ્રજ્ઞા ધારણ કરે. તો આત્મા શું હોય ત્યાં ? એની હેલ્પ શું હોય છે ?
દાદાશ્રી : એ તો પ્રકાશ આપ્યા કરે. તે ય સ્વભાવથી જ. પોતે આપતો-લેતો નથી. સુર્યનારાયણ ઊગ્યા એટલે કંઈ સુર્યનારાયણ પ્રકાશ આપતા નથી. એમનો સ્વભાવ જ છે, પ્રકાશ મળે લોકોને !
પ્રશ્નકર્તા : એ પ્રકાશસ્વરૂપની સમજણ પોતાને કઈ રીતે આવે ?
દાદાશ્રી : આ બધું ચલાવે છે, ગાડું ચલાવે છે, એ બધું પ્રકાશના આધારે જ ચાલે છે ને ! પ્રકાશ ના હોય તો અંધારું ઘોર થઈ જાય. એટલે બુદ્ધિરૂપી પ્રકાશથી ચાલે છે ને !
પ્રશ્નકર્તા : એ જ્ઞાન ના હોય તેને. અને જ્ઞાન હોય તેને ?
દાદાશ્રી : તેને જ્ઞાનરૂપી પ્રકાશ. પ્રશ્નકર્તા : એ જ્ઞાનપ્રકાશ સમજી શકાય ને ?
દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એ જ્ઞાનપ્રકાશને કઈ રીતે સમજાય ? દાદાશ્રી : ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાનપ્રકાશ.
પ્રશ્નકર્તા ઃ તો પ્રજ્ઞા જુએ છે એ જુદું અને આ ડિરેક્ટ પ્રકાશ પાછો જુદો ?
Page #73
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૪૩
૧૪૪
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : પ્રજ્ઞા જુએ છે, એ જ ડિરેક્ટ પ્રકાશ છે. બધું પ્રજ્ઞાશક્તિનું જ છે કામ. તે બધું કામ પૂરું થાય એટલે પ્રજ્ઞાશક્તિ મહીં પેસી જાય.
અને આપણને તો પાછલાં કર્મો છે, ને હવે શું થાય છે? આપણે બોલ નાખીએ, આમ નીચે ફેંકયો અને એકદમ હવે આપણને ક્ષાયક સમકિત થઈ ગયું. તેથી એ બોલ બંધ થઈ જાય ? ના, ફરી પાછો પડે, ફરી પાછો પડે. લોક તો જાણે કે લાયક સમકિત થઈ ગયું એટલે બધું ઊડી ગયું. કશું ઊડે નહીં. જેટલા જોશથી બોલ ફેંકેલો એટલા જોશથી ઊંચો ઉછળશે.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે આ દર્શનમાં ય નથી આવ્યું. દર્શનમાં આવ્યું હોતને તો જ્ઞાનમાં આવે અને ચારિત્રમાં આવે. એ દર્શન આપ કોને કહેવા માગો છો ?
દાદાશ્રી : આ અમે સમજાવ સમજાવ કરીએ છીએ, એ દર્શનમાં આવે. અમે સમજાવીએ એટલે તમને પ્રતીતિ બેસે અને પ્રતીતિ બેસે તો આગળ ચાલે.
શરૂઆત સમજથી...
આ હું જોઈને વાત કરું છું ને ત્યારે તમે અમારી વાતથી જોઈ શકો ને સમજી શકો. જેટલું સમજાય છે એ બધું જોવામાં જાય છે. જે જોયું એ સમજાયું અને જાણ્યું એ અનુભવ્યું. અનુભવ થયા પછી જાણ્યું કહેવાય. ત્યાં સુધી જ્ઞાન કહેવાય નહીં, ત્યાં સુધી દર્શન કહેવાય. દ્રશ્યને જોયું એ જોયું કહેવાય, એને દર્શન કહેવાય. અને પેલું જોય-જ્ઞાતા સંબંધી જાયું તે અનુભવ થવો જોઈએ. એ જાણ્યા પછી બીજું જાણવાનું નથી આ જગતમાં.
પ્રશ્નકર્તા : આપ સમજાવો છો એ સમજ અને પોતાના સ્વરૂપની સમજ, એમાં કનેકશન શું છે ?
દાદાશ્રી : પોતાના સ્વરૂપની સમજ તો બેઠી. પણ એની રક્ષા માટે બીજી સમજ નહીં જોઈએ ? એને પણ જ્ઞાન કહે છે. તમને એવી સમજ પાડી કે આ જગતનું સત્ય એ રીલેટિવ સત્ય છે. તો આ સમજ પાડી એ ય જ્ઞાન છે.
સમજ, એનું નામ દર્શન. સમજ શબ્દનો અર્થ જ દર્શન. ને દર્શનનો અર્થ જ સમજ. તેથી તો અમે કહીએ છીએ કે સમજ સમજ કરો. આ વાત સમજી લીધી પછી તમને સમજાયને કે આપણી ભૂલ થઈ છે અને ભૂલ થઈ એવું જાણે એટલે ભૂલ ભાંગે.
પડઘા વાણીતા પ્રશ્નકર્તા : હમણાં આપનું બોલવાનું બંધ થયું. વાત પૂરી થઈ એટલે હવે આમ આપ સ્થિર રહો, ત્યારે આપને શું બધું દેખાતું હોય ?
દાદાશ્રી : સહજ સ્થિતિમાં હોઈએ અમે. પ્રશ્નકર્તા : જ્ઞાનમાં શું હોય, તમને તે વખતે ? દાદાશ્રી : પોતાનું જ હોય. પ્રશ્નકર્તા : પણ શું હોય ?
દાદાશ્રી : જુદી જુદી વસ્તુઓ હોય. તે પણ બહુ વાર ગયા પછી હોય. તરત ને તરત એવું ના થાય. તરત તો પડઘા પડે !
પ્રશ્નકર્તા : એમાં શું હોય ? દાદાશ્રી : જુદું ના દેખવા દે. પ્રશ્નકર્તા : એ પડઘા વાણીના પડે ?
દાદાશ્રી : હા. આખી રાત મહીં પદો સંભળાયા કરે. દહાડે પદો બોલ્યા હોય તો આખી રાત મહીં એના પડઘા ચાલે. મહીં એક્કેક્ટ સંભળાય હલે. તેનું તે જ તાલ-બાલ બધું. એ પડઘા પછી હેરાન કરે ને ! જુદું ના દેખવા દે, તેથી અમે કંઈ ગુપૂર્ણિમા કે જન્મજયંતી જેવો પ્રસંગ હોય ત્યારે વાત ના કરીએ ને !
પ્રશ્નકર્તા : વાણીના પડઘા પડે, તે પોતાને છૂટું ના રહેવા દે. એ
Page #74
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૪૫
૧૪૬
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા: પણ આ તો પહેલાં વાણી બોલવી પડે, એટલે પછી એના પડઘા શરૂ થઈ ગયા. એમાં ઈન્ટરેસ્ટ ક્યાં આવ્યો ?
દાદાશ્રી : વાણીમાં ઈન્ટરેસ્ટ હતો, ત્યારે તો વાણી બોલ્યા. પછી એના પડઘા રહ્યા કરે. તમે ડીસૂઈન્ટરેસ્ટ થયેલા છો ? પગાર અમથા લો છો ?
પ્રશ્નકર્તા ઃ ઈન્ટરેસ્ટ તો છે જ ને ! આ વાણીના પડઘા ભૂસી નાખવાની વાત ન સમજાઈ.
ના સમજાયું.
દાદાશ્રી : પણ વાણીના પડઘા ના પડે એટલે છૂટું થઈ જાય. પ્રશ્નકર્તા : એ પડઘા શમાવવા માટે કંઈ પુરુષાર્થ હોય છે ?
દાદાશ્રી : પડઘા એટલે સ્પંદન બધાં. સ્પંદન થયા કરે. એક કાંકરો નાખીએ, તે એક કૂંડાળું થાય. પાછું બીજું થાય, ત્રીજું થાય, એવી રીતે પડઘા પડે.
પ્રશ્નકર્તા : તો આમાં પડઘા કેવા પ્રકારના હોય ? જે બોલ્યા એ સંબંધીના બધા પર્યાયો ઊભાં થયા કરે ?
દાદાશ્રી : હા. એના સંબંધી જ બધા પડઘા ઊભા થયા કરે. પછી સમાઈ જાય.
પ્રશ્નકર્તા : એની મેળે જ સમાય ?
દાદાશ્રી : એ તો સમાયેલું જ છે, એની મેળે જ. શમાવું ના હોય તો કંઈ લાગતું વળગતું નથી. પણ પેલી આ જાગૃતિ એ બાજુ જતી રહે. ને પડઘા પડે, સ્પંદન થાય એટલે ! છતાં અમે તરત એડજસ્ટમેન્ટ લઈ લઈએ. પડઘા તરત બંધ કરી દઈએ. એ બધું અમને આવડે.
પ્રશ્નકર્તા : એ કંઈ રીતે બંધ કરો ? દાદાશ્રી : એ ભૂંસી નાખીએ બધું. પ્રશ્નકર્તા : એટલે એ બાજુ જોવાનું ? દાદાશ્રી : ના. એ બાજુ જોવાનું નહીં. પડઘા જ ભૂંસી નાખીએ. પ્રશ્નકર્તા : ભૂંસી નાખવાનું હોય ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એ કેવું હોય પાછું ? દાદાશ્રી : ઈન્ટરેસ્ટ છે, માટે પડઘા પડે છે.
દાદાશ્રી : એ તમને શક્તિ આવવી જોઈએ ને ! જબરજસ્ત શક્તિ આવવી જોઈએ. એમાં પોતાની સ્થિરતા જોઈએ. બાકી એવી સ્થિરતા હોય નહીં ને !
પ્રશ્નકર્તા: આ જે પ્રશ્ન પૂછાય હમણાં, એ સંબંધી વાણી નીકળે, એનાં બધા પર્યાય ચાલતા હોય અને નવો જ પ્રશ્ન કોઈ પૂછે, પહેલાંની લિંકનો પ્રશ્ન ના હોય અને તરત જ બીજો પ્રશ્ન પૂછવામાં આવે, તો પડઘા બંધ થઈ જાય ?
દાદાશ્રી : હા. બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : અને નવા પ્રશ્નસંબંધી પડઘા શરૂ થઈ જાય ?
દાદાશ્રી : હા, તમે રોજ જુઓ જ છો ને? કેટલા બધા પ્રશ્ન હોય છે ? એ તો ઓન ધી સ્પોટ જવાબ હોય છે બધા અને વિચારીને જવાબ આપવાનો હોય તો શું થાય ?
પ્રશ્નકર્તા : આ વાત પૂરી ના થઈ હોય ને નવો જ પ્રશ્ન પૂછવામાં આવે તો તરત જ એનાં સંબંધીની વાત નીકળે. એ બધું શું છે ?
દાદાશ્રી : એટલે જ આત્માની અનંત શક્તિ કહી છે ! પ્રશ્નકર્તા: આ વાણીના પડઘાની, પહેલી વખત આ વાત નીકળી ! દાદાશ્રી : એ તો જ્યારે ટાઈમ આવે ત્યારે વાત નીકળેને ! તમે
Page #75
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
કહો કે ઈલાયચી આપો. ત્યારે ઈલાયચી મળે. ત્યારે ખબર પડે કે ભઈ, આ દુકાનમાં ઈલાયચી છે. નહીં તો તમે તો એમ જ જાણો કે આ દુકાનમાં દરાખ ને ચારોળી ને એ બધું જ મળે છે. અને ઈલાયચી તમે માંગો ત્યારે અમે કાઢી આપીએ. ત્યારે તમે કહો કે આ પહેલી વખત આ વાત નીકળે છે. હતી જ મહીં ઈલાયચી તો !
આત્મોલ્લાસ, બંધાવે પુણ્ય !
૧૪૭
પ્રશ્નકર્તા : બહુ જ આનંદ થયો.
દાદાશ્રી : આનંદ તો થાય ને ! અને આ પોતાના ઘરની જ વાત છે ને ! આ વાત મારી નથી. અને તે આ વાત હું કરતો નથી, ટેપરેકર્ડ
છે આ !
આટલી બધી વાત કરી, એમાં નથી આ પુદ્ગલની વાત, નથી વ્યક્તિગત વાત કે નથી સંસારી વાત. આ તો આત્માની જ વાત હતી. બોલો, હવે એ આત્માની વાત અને તે ય તદન ઉલ્લાસભેર સાંભળે. આત્માની પ્રાપ્તિ તો વધી ગઈ પણ ઉલ્લાસભેર વાણી સાંભળે, એટલે પુછ્યના પરમાણુ બધે બહારથી ખેંચાય અને તે કામ કાઢી નાખે. અને આ છોકરો પૈણે છે ત્યારે ઉલ્લાસ હોય છે, એ ય પુણ્યના પરમાણુ ખેંચાય બહારથી. પણ પેલા સંસારી પરમાણુ.
પ્રશ્નકર્તા : પણ આ ઉલ્લાસ અને પેલા ઉલ્લાસમાં, તો આસમાનજમીનનો ફરકને ?
દાદાશ્રી : હા, એ ઉપાધિવાળા હોય, નહીં ? પણ તો ય ઉલ્લાસ ત્યાં આટલું ફળ આપે છે અને અહીંનો ઉલ્લાસ તો કેટલું ફળ આપે !!
܀܀܀܀܀
[3] મૌતતા માર્ગે
સાધકને મૌતની ઉપયોગીતા ખરી ?
પ્રશ્નકર્તા : મૌન, અલ્પાહાર, એકાંતવાસ, આ બધાં સાધનો ઉપયોગી ખરાં કે નહીં ?
દાદાશ્રી : ખરાં ને ! સાધકને ઉપયોગી ખરાં.
પ્રશ્નકર્તા : મૌન-ઉપવાસ એ મનની શાંતિ માટે સાધન ખરાં ?
દાદાશ્રી : મનની શાંતિ માટે સારું છે. મૌન કરવાથી માનસિક બળ વધે જરા. ઉપવાસ કરવાથી શારીરિક બળ વધે, મનોબળ વધે. આ બધું ફાયદાકર્તા જ છે. જે અનુકૂળ આવે, તે કરવું આપણે.
પ્રશ્નકર્તા : મૌન અને અમૌન, એ બેમાં શું ફેર ? મૌન તો સમજ્યા. પણ અમૌન કોને કહેવાય ?
દાદાશ્રી : આ બોલવું, એ અમૌન કહેવાય. બોલવું, બકવું, ભસવું, ભાંભરવું, આ બધું અમૌન કહેવાય.
Page #76
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૪૯
તો તો મૂંગા પ્રાણીઓનો તિશે મોક્ષ ! પ્રશ્નકર્તા : આપણે વાત થઈ, એ મૌન અભિમુખ ક્યારે કરે મોક્ષમાર્ગ તરફ ?
દાદાશ્રી : મૌન કોઈ દહાડો મોક્ષમાર્ગે લઈ જાય નહીં. એ તો આ મનુષ્ય સિવાય ઈતર મૌન જ છે ને, એ બધા મોક્ષમાર્ગે જવાનાં છે ? એ તો ભાંભરડે. તો મોક્ષમાર્ગે જાય ?
પ્રશ્નકર્તા : એમ નહીં, ચેતન હોય અને છતાં ય જડની જેમ રહે તો ?
દાદાશ્રી : હા, આ છે તે ઝાડો-બાડો બધાં રહે છે ને ! ઝાડો એ જડની માફક જ રહે છે ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : કોઈ બહારવટીયા જાય, કોઈ ગમે તે કરવા જાય, તો આઘાપાછાં થાય નહીં. આમ જડ જ છેને બિચારાં. અને આ પેલાં ઘઉં આપણે બાફવા હોય તો આપણે કહીએ કે ‘ઘઉંને બાફવાના છે.’ તો ય આઘાપાછાં ના થાય. એટલે ચેતન છે ને, જડ જેવાં વર્તે છે મૂઆ ! એ ઘઉંની પાંચશેરી બંધાય, પણ દેડકાની પાંચશેરી બંધાય ? આ આમથી આમ નાખીએ ત્યારે આમથી આમ કૂદી નીકળી જાય. પાંચશેરી બંધાય નહીં.
પ્રશ્નકર્તા : ઘઉંનો મોક્ષ થાય, એવું શાસ્ત્રમાં કહે છે ?
દાદાશ્રી : મોક્ષ શી રીતે થાય તે ? મોક્ષ તો ક્યારે થશે ? કે આ જે વાણી બોલાય છે ને, તે પોતાની વાણી પોતે જ્યારે સાંભળશે, ત્યારે મોક્ષ થશે !
૧૫૦
વાણીનો સિદ્ધાંત સ્લેટ ભરે છે, એને મૌન કહેવાતું નથી. સ્લેટમાં લખે કે “ચા લાવો’, એ બધું મૌન કહેવાતું નથી. સહજ આવી મળે તે જ પીવાનું, તેનું નામ મૌન કહેવાય. આ તો સ્લેટમાં લખે એવું જોયેલું કે નહીં તમે ?
પ્રશ્નકર્તા : હા, પાછા ફ્લેટમાં લખે ને !
દાદાશ્રી : અરે, સ્લેટમાં તો સારી રીતે લખે. નહીં તો ‘આમ, આમ ઇશારા પણ કરે.
ત્યાં ચેતવાળા ચાલે તા... પ્રશ્નકર્તા : મૌન માટેના નિયમો કયા અને તેનું આચરણ કેવું જોઈએ ?
દાદાશ્રી : મૌનમાં ઈશારો કશું કરાય નહીં કે સ્લેટમાં લખાય નહીં. આમ સંજ્ઞા ય ના થાય, આમ કે આમ, સંડાસ જવું હોય તો ‘આમ,આમ’ ના કરવું પડે. ત્યારે એ મૌન કહેવાય. સામો સામેથી પૂછવા આવે. આપણે કશું કરવું ના પડે. સામો પૂછવા આવે કે ‘સંડાસ જવું છે ?” ત્યારે એ જોડે જાય. એટલે કોઈ જાતનો ચેન નહીં, ચાળો નહીં, લખે નહીં, એનું નામ મૌન કહેવાય. આ સાધુઓ જેમ અભિગ્રહ કરે છે કે, જો કોઈ ચેનચાળાં દેખાડે છે ? એવું આ મૌન કહેવાય.
મૌન તો સહજ હોવું જોઈએ. મૌન તો અંતર સાથે હોવું જોઈએ. પણ આ તો કોઈ પણ સંકેત તો હોવાનો જ એની પાસે. નહીં તો કહી રાખ્યું હોય આગલે દહાડે કે ‘દસ વાગે મને ચા આપજો. અગિયાર વાગે આમ કરજો.’ પણ સંકેત હોય ત્યાં મૌન હોય જ નહીં. અગર તો મહીં સંકલ્પવિકલ્પ થયા જ કરે છે. તે ‘ચા લાવો, ફલાણું લાવો’ એવા મહીં વિચાર થયા જ કરતા હોય છે.
પ્રશ્નકર્તા : મહીં એવા વિચાર ન થાય અને સમજણથી મૌન રાખે તો ?
- દાદાશ્રી : એ ઊંચું કહેવાય. પણ એવું હોય નહીંને ! ક્યાંથી લાવે ? મૌનમાં કશું બોલાય નહીં. મન-વચન-કાયાની ચપળતા બિલકુલ હોવી
ન બોલાય, લખીતે મૌતમાં... પ્રશ્નકર્તા : આ મૌન લેવાનું કહે છે ને, તો એમાં બોલવાનું નહીં. તો એમાં જે આપણી ફિલિંગ્સ છે, એને દાબી દેવાની વાત છે.
દાદાશ્રી : આ લોકો મોઢું દબાવી દે છે અને લખી લખીને આખી
Page #77
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૫૧
૧૫૨
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : પણ જો બોલીએ તો વધારે અસર કરે. આવેશ આવે ત્યારે કદાચ બોલી જઈએ તો વધારે અસર કરે અને મૌનથી એ અસર તો ના થાય ને ?
જોઈએ નહીં. જેટલી ચંચળતા ઓછી થાય એટલી સારી. સહેજ પણ ચંચળ પરિણામ જ્યાં સુધી હોય ત્યાં સુધી મૌન ના કહેવાય.
ઊંધું બોલવું, એના કરતાં એવું મૌન સારું છે. ઊંધું બોલવામાં તો શક્તિ બહુ વપરાઈ જાય છે. એના કરતાં સંજ્ઞા કરીને જરા શક્તિ ઓછી વપરાય.
પ્રશ્નકર્તા : એ સ્થળ મૌન લેવા માટે ખોરાકનો કંઈ ફેરફાર કરવો પડેને?
દાદાશ્રી : ખોરાકમાં ફેરફારની જરૂર નહીં. આ જગ્યાએ તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરજોને, એટલે તમને હેલ્પ થશે. બીજો કોઈ ઉપાય નથી.
બહાર મૌત, મહીં હોંકાણ ! પ્રશ્નકર્તા તો મૌન એનું નામ, કે બોલવાની ઇચ્છા જ ન ઊગે ?
દાદાશ્રી : બોલવાની ઈચ્છા ક્યારે ન ઊગે ? કે કંઈ ધક્કો વાગ્યો હોય ત્યારે ! કો'કના તરફથી ધક્કો (તરછોડ) લાગ્યો હોય ને એણે આવડું ચોપડાવી દીધું હોય, તો પછી એની જોડે બોલવાનું મન જ ના થાય અને ગલીપચી કરે તો તરત બોલે. ‘આવો, આવો સાહેબ’, તો એ બોલે એની
દાદાશ્રી : એ ના થાય, અસર થતી અટકી જાય. પણ અંદર ને અંદર એ કાવાદાવા કર્યા કરે, બોલીએ તો સામાને તરત અસર થાય. ને પેલું અંદરની લોકોને ખબર ના પડે ને ! આમ બોલીએ તો ભડકો થયો કહેવાય. એટલે ત્યાં બોલવું તેના કરતાં મૌન સારું છે. કશું બોલે તો ઊંધું થઈ જાય એના કરતાં ના બોલે તો સારું છે. એક દહાડો તો પાંસરો રહ્યો. અને મૌન રહે તો પાંચ જણને ઠપકા તો ના આપે, ભસ ભસ ના કરે ને ! એટલે વૈખરી વાણી એકલી બંધ થાય. પેલું બધું મહીં ચાલુ જ હોય. આમ મૌન રાખે ને મહીં તો ગાળો હઉ દે.
આ તો બરકત હોય નહીં ને વગર કામના બધાનામાં બોલ બોલ કરીએ, તેનો શો અર્થ છે ? બધી લાઈનમાં કંઈ બરકત હોય માણસની ? એકાદ લાઈનમાં હોય વખતે માણસને, પછી મોટા માણસો બોલે એ વાત જુદી છે. વ્યવહારમાં મોટા માણસ હોય, એને તો કોઈ વઢનાર ના હોય. પણ આપણે તો આગળ વધવાનું છે ને !! એટલે જેને આગળ વધવાનું છે, તેણે તો પૂરેપૂરું મૌન થઈ જવું જોઈએ. જેટલું મૌન પકડશે, એટલી બુદ્ધિ ઠેકાણે આવશે. જેટલા સેન્સીટીવ હોય, તેણે મૌન રાખવાની જરૂર.
સાચું મૌત, તે આ ! પ્રશ્નકર્તા મૌનનો ખરો અર્થ શું છે, એ સમજાવશો.
દાદાશ્રી : ચાર પ્રકારની વાણીમાંથી એકુંય વાણી ન બોલવી. મોઢેથી ન બોલવું અગર તો કોઈ જાતનાં ઈશારા ન કરવા, આંખનો ઈશારો કે હાથનો ઈશારો કશું કરવું નહીં. એ સ્થળ મૌન કહેવાય અને સાચું મૌન કયું કહેવાય ? આત્મા-પરમાત્મા સંબંધી આખો દહાડો ય વાત કરે અને સંસારસંબંધી એક શબ્દ ય બોલે નહીં, તો એ સાચું મૌન છે. નહીં તો ત્યાં સુધી શૂળ મૌન પાળવું સારું છે, એ ય બહુ હિતકારી છે. કારણ કે વાણીમાં બહુ શક્તિ વપરાઈ જાય છે, ઘણી શક્તિ વેડફાઈ જાય
મેળે.
પ્રશ્નકર્તા : કોઈ ગુસ્સો કરતો હોય અને મૌન લીધું હોય, તો એ વખતે તો બોલાય જ નહીં ને ! એટલે ક્રોધ ના થાય ને ?
દાદાશ્રી : પણ એ મહીં ગુસ્સો કર્યા કરે ને ! પ્રશ્નકર્તા: પણ વાણીથી જે કર્મો બંધાય, એ તો અટકી ગયા ને?
દાદાશ્રી : મહીં ગુસ્સો કરે ને, એટલે કોઈ કર્મ અટકે નહીં. કશું અટકે નહીં. આ અજ્ઞાની જે જે કરે ને, એ બધું એમ ને એમ અંધારામાં જાય.
પ્રશ્નકર્તા : મૌનથી સ્થૂળ તો અટકે ને ! દાદાશ્રી : પણ આમ મહીં તો કષાયમાં જ રહેતો હોય ને !
Page #78
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૫૩
૧૫૪
વાણીનો સિદ્ધાંત
છે, એવું એમને પોતાને કેવી રીતે લાગ્યું ?
દાદાશ્રી : પોતાને લાગે જ ને. પોતે જુદા છે. આ ખોટું થઈ રહ્યું છે તે ય જાણે અને સારું થયું છે તે ય જાણે. કારણ કે ખરેખર આમાં પોતે જુદો છે. આ તો એક જાતની બડબડ કરવાની ટેવ હોય, તે મૌન લે. એટલે આ વૈખરી એટલી બંધ થાય. બીજું બધું મહીં અંતરદાહ ચાલુ જ હોય.
પ્રશ્નકર્તા : મૌન વખતે અંદર-બહાર અંતરદાહ ન હોય એવું ન બને ?
છે. એટલે સ્થળ મૌન પાળવું, બહુ ઉત્તમ વસ્તુ છે. છેવટે નિશાનીઓ કરીને ઈશારાઓ કરીને ય સ્થળ મૌન પાળવું બહુ સારું છે. એકલી વૈખરી વાણી બંધ કરશોને તો ય બહુ ફાયદાકારક છે. એવું મૌન તો બહુ ફાયદો કરે. અનંત અવતારનું પાપ ધૂળધાણી કરીને કાઢી નાખે. મૌન એ બહુ સારામાં સારું છે.
બોલ બોલ કરવાની કુટેવ ! પ્રશ્નકર્તા : મારી ઈચ્છા મૌન રહેવાની છે. દાદાશ્રી : પણ ફાયદો શું ?
પ્રશ્નકર્તા : હું જરૂર કરતાં વધારે બોલું છું. એટલે મારે મૌનની ઈચ્છા છે.
દાદાશ્રી : તો મૌન રહોને !
પ્રશ્નકર્તા : પણ મારાથી મૌન રહેવાતું નથી. હું આ બહુ બોલબોલ કેમ કરું છું ?
દાદાશ્રી : એવું છે ને, આ દુનિયામાં બધા બોલે છે. તે મનમાં એમ જાણે છે કે “હું બોલું છું” પણ એ જુદી વસ્તુ છે. તમારા હાથમાં સત્તા જ નથી. એ તો અમે અમુક આશીર્વાદ આપીએ એટલે એ ઓછું થઈ જાય. બાકી તમારી ઈચ્છા ના હોય તો ય બોલી જવાય. આખા જગતને ય બોલી જવાય છે. આ વકીલો હઉ બોલી જાયને, એટલે કોઈનું ચાલે નહીં.
પણ મનમાં ભાવ થયો કે “આ ખોટું છે', ત્યારથી ફેરફાર થવાની તૈયારી થાય. એટલે અહીં આવજો, આશીર્વાદ આપીશું. સ્થળ મૌન ધૂળ અહંકારને બહુ વેરણ-છેરણ કરી નાખે છે. આ સંસારની જંજાળ જ શબ્દમાંથી ઊભી થયેલી છે. મૌનથી તો ખૂબ જ શક્તિઓ વધી જાય.
સુધરે મૌતથી વૈખરી ! પ્રશ્નકર્તા : હું બહુ બોલ બોલ કરું છું અને મારે હવે મૌન રહેવું
દાદાશ્રી : અંતરદાહ તો હોય જ. આ દુનિયામાં અંતરદાહ ના હોય એવો માણસ જ નહીં હોય. એ તો આ કાળમાં આપણા આ અક્રમ જ્ઞાનને પ્રતાપે અંતરદાહ ન હોય તેવાં થયા છે !
ગુપ્ત રહે અહંકાર, મૌતમાં ? પ્રશ્નકર્તા : મૌન રાખે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય ?
દાદાશ્રી : મૌન રાખે તો વધારે બંધાય. કારણ કે મૌનનો અહંકાર છે એને, કે ‘હું મૌન રાખું છું.’ તેનાથી કર્મ બંધાય.
પ્રશ્નકર્તા : મૌનમાં અહંકાર રહે, એમ ?
દાદાશ્રી : મૌન લેનારો જ અહંકારી હોય, તો જ લે ને ! આત્મા તો મૌન જ છે. પોતે અહંકારે કરીને કહે છે કે “મારે મૌન લેવું છે.”
એક તો મૌન લેનારો, અહંકારે કરીને મૌન લેવું, એનું નામ મૌન લેનારો. ને મુનિ થનારો, એકનો એક જ છે. બાકી, મુનિ તો ત્યાં જોયેલા ને ? હવે એ મુનિઓ બધા મૌન લઈને પછી શું કરે ? નિરીક્ષણ કરે મહીં. એટલે શું મહીં ચાલી રહ્યું છે ને, એ બધું જોયા કરે, બહાર ચાલી રહ્યું છે તે. એટલે એને સાક્ષીભાવ કહે છે ને ? નિરીક્ષણ કરીને સાક્ષીભાવ કરે. પણ બધું અહંકારે કરીને કરેલું.
Page #79
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૫૫
૧૫૬
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : વાણીને આ અનુભવીઓએ, શાસ્ત્રકારો કે જે અનુભવી કહેવાય, એમણે શું કહ્યું, ‘આત્માના હેતુ માટે જે બોલાય, તેને મૌન કહ્યું.” અને લોકો આ વાણીને મૌન કહે છે. પણ બીજું કંઈ પણ સંકેત ચાલુ છે, ત્યાં સુધી મૌન નથી.’ એમ ભગવાને કહ્યું. સંકેત કરે છે ને ? બધા અનેક જાતના, એને મૌન ના કહેવાય. મૌન આને કહ્યું છે કે આ દાદા આખો દહાડો બોલે છે. શાથી એમ ? કારણ કે એમાં સંસારી વાત નથી હોતી. સંસારલક્ષી વાત નથી હોતી. આત્મલક્ષી હોય છે. જે વાતો સંસારને અંગે હોય, તે ય પણ છેવટે આત્મલક્ષી હોય છે. માટે એને મૌન કહ્યું. વાણીનો કંટ્રોલ કોઈ દહાડો કરો છો તમે ?
પ્રશ્નકર્તા : પ્રયત્ન કરીએ છીએ.
અહંકારે કરીને જે કંઈ પણ કરવામાં આવે છે, એનું ફળ પુણ્યમાં આવે છે, મુક્તિ નહીં. એટલે આવતે ભવ જરા સારી વાણી નીકળશે, સારી વાતો નીકળશે, જે એવું તેવું સારું મળશે, ને મઝા કરવાની પછી !
ત વાણી બંધ, ઠેઠ મોક્ષ સુધી ! પ્રશ્નકર્તા આત્માની પ્રતીતિ થાય, ત્યારે વાણી બંધ ના થઈ જાય ? દાદાશ્રી : વાણી બંધ થઈ જાય, તો આત્માની પ્રતીતિ થઈ જ નથી.
આ અંધારાયુગમાં ઠોકી બેસાડેલું આ લોકોની પર, તે આટલું જ જરા અમથું દેખતો હોય, એને સર્વદર્શી કહ્યા ! દેખતો હોય આટલું જ. કારણ કે કોઈ એટલું ય દેખતો ન હતો. એટલે પછી બધાં શું કરે છે ?! એને પછી સર્વદર્શી (!) કહ્યા. એ એવાં વાક્યો છે બધાં. એ ચાલે નહીં. પોલું ચાલતું હશે ત્યાં આગળ ?! ‘વાણી બંધ થઈ ગઈ, ફલાણું બંધ થઈ ગયું.” તે કશું બંધ થતું હશે ? એનો એ જ. એ પોતે જુદો પડી ગયો.
વાણી બંધ કરવાની હોય નહીં. બધું ખાવાનું-પીવાનું, દાળ-ભાતલાડવા-શાક બધું ખાવાનું ?! આ તો બધા લોકોને મૂંઝવી માર્યા છે, મૂળ રસ્તો નહીં જાણવાથી. વસ્તુઓનો ત્યાગ કરવાનો નથી, મૂછનો ત્યાગ કરવાનો છે. માણસથી વસ્તુઓનો ત્યાગ શી રીતે થઈ શકે ? કેટલે સુધી કરી શકશે ?
આત્માર્થે બોલે, તે મૌત ! પ્રશ્નકર્તા : બધા એવું માને છે કે સાયલેન્સ ઈઝ ગોલ્ડન ! એટલે મૌન રાખવું સુવર્ણ છે’ અને ‘બોલવું’ એ શક્તિનો વ્યય થાય છે.
દાદાશ્રી : આ ઓગણ્યાએંસીમું વર્ષ મને બેસવાનું થયું ત્યારે દસ કલાક દરરોજે ય હું બોલું છું. દિવાળીને દહાડે વધારે બોલું છું, છતાં આ મીન કહેવાય છે.
દાદાશ્રી : હા, પ્રયત્ન કરો. અને ભગવાને તો અમે બોલ બોલ કરીએ તો ય આ વાણીનો સંયમ કહ્યો. અમે બોલીએ તો ય મૌન ! ભગવાને શું કહ્યું કે જ્યાં સંસારી વાણી નથી, આત્મા-પરમાત્માની વાણી છે, એને મૌન કહેવું. સંસારી વાણીને વાણી કહેવી. ત્યારે ભગવાન ડાહ્યા હશે કે ગાંડા હશે ? કેવા ડાહ્યા છે ! આત્મા-પરમાત્મા સિવાય સંસારની વાણી જ ના હોય નહીં. એટલે અમે બધું બોલીએ, એ બધું મૌનમાં જાય.
સંસાર હેતુ માટે મૌન લીધું હોય તો ય કહે છે કે મૌન નથી, અમૌન છે. આત્મહેતુ માટે ચોવીસે ય કલાક બોલે, જે કંઈ પણ બોલે તો એ સંપૂર્ણ મોન છે. આત્માસંબંધી વાણી બોલવી, એને શાસ્ત્રકારોએ મૌન શાથી કહ્યું? કે એની દેહ પર અસર જ પડતી નથી. અમે આખો દહાડો બોલીએને, તે અસર પડતી હોય તો તો ખલાસ કરી નાખે માણસને.
પ્રશ્નકર્તા : આત્માની વાતચીત થતી હોય ને, એક અડતાલીસ મીનીટ થઈ જાય તો પછી માણસ હળવો ફૂલ જેવો લાગે.
દાદાશ્રી : પેલામાં તો બહુ શક્તિ વપરાઈ જાય. સંસારી વાણીમાં તો એકદમ શક્તિ ડિસ્ચાર્જ થયા કરે. અને આ શક્તિ ડિસ્ચાર્જ ના કરે અને શરીરને ય અસર ના થાય. કારણ કે આમાં પોતાના અંગત સ્વાર્થને માટે હોતી નથી એ અને સ્વ-પર હિતકારી હોય. આત્મજ્ઞાની પાસે બધી વાત સ્વપર હિતકારી હોય. સ્વનું હિત તો કરે જ, પણ પરનું ય હિત કરે.
પ્રશ્નકર્તા : એટલે વાણીનો વધુ પડતો ઉપયોગ કરવાથી સવાંશ મટીને અંશ થઈ જવાય છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
સાચા મુતિ તો તેને કહેવાય !
પ્રશ્નકર્તા : મુનિ કોને કહેવાય ?
૧૫૭
દાદાશ્રી : મુનિ તો એક અક્ષરે ય સંસારી શબ્દ ન બોલે અને આત્મા સંબંધી આખો દહાડો બોલે, તો જ એ મુનિ કહેવાય. આત્માસંબંધી અધ્યાત્મસંબંધી આખો દહાડો બોલે અને સંસારહેતુ માટે શબ્દ બોલે નહીં, ત્યારે મુનિ કહેવાય. આખો દહાડો બોલ બોલ કરે, રેકર્ડ વાગતી હોય એમ વાગ્યા કરે, તેથી શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું કે ‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું'.
આ અમારી આખો દહાડો રેકર્ડ ચાલે પણ છતાં ય અમે મૌન છીએ. આત્માર્થ સિવાય બીજા કોઈ અર્થે અમારી વાણી ના હોય. એવું મૌન પાળે તે મુનિ ! પણ આ મુનિ તો બહારનું મૌન પાળે ને મહીં અજંપો રહ્યા કરે છે, તેને મુનિ શી રીતે કહેવાય ? અમે મહામુનિ છીએ ! સંપૂર્ણ મૌન છીએ ! આને પરમાર્થ મૌન કહેવાય છે.
કડકાઈ મૌતની !
મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલે કડકાઈ તો વેડફાઈ જાય. મારા મૌનથી જ બધા માણસો સુધરે. હું બોલું તો સામાને બહુ અસર થઈ જાય. આ દાદા પાસે બધી બોલવાની છૂટ, છતાં મૌન રહે, એ મૌન તપોબળ કહેવાય.
વાણીતાં તપે તપ્યાં, તે બન્યાં શુદ્ધ !
વાણીનો કંટ્રોલ કર્યો હોય તો બહુ શક્તિઓ વધી જાય. વાણીનો કંટ્રોલ કરો છો કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : થતો નથી.
દાદાશ્રી : જ્ઞાનીની આજ્ઞા લઈને મૌન લે તો હિતકારી છે. બીજું, વાણીના કંટ્રોલ માટે પ્રતિક્રમણ કરાય.
પ્રશ્નકર્તા : વાણીનું તપ એટલે શું ?
દાદાશ્રી : તપ એટલે બે પ્રકારનાં વાણીનાં તપ થાય છે. એક આજ્ઞા
વાણીનો સિદ્ધાંત
લઈને ના બોલવું અને એક જાતે ના બોલવું. એ વાણીનાં તપ બહુ સારાં કરે તો એનાથી ફાયદો ઘણો છે. નરી શક્તિ જ વાણીમાં વપરાઈ જાય છે.
૧૫૮
જેટલું મૌન પકડશો એટલી બુદ્ધિ બંધ થશે. બુદ્ધિ બંધ થશે એટલે મૌન થાય. એટલે આજે વાણી બોલાવ બોલાવ કરે છે, તે બુદ્ધિ અને અહંકાર, બે ભેગાં થઈને વાણી બોલાવ બોલાવ કરે છે અને મૌન થશે ત્યાર પછી બધું પાછું ફરશે.
અંતિમ સરવૈયું સંસાર....
પ્રશ્નકર્તા : મૌન રાખે, તેનાથી વચનબળ વધે ?
દાદાશ્રી : ના. એનાથી વચનબળ ના આવે. વચનબળ તો કોઈ માણસને દુ:ખ થાય જ નહીં એવી વાણી થાય ત્યારે ઉત્પન્ન થાય, દુશ્મનને ય દુઃખ ના થાય એવી વાણી હોય.
પ્રશ્નકર્તા : પછી તો મૌન થઈ જાય ને ?
ખરું
દાદાશ્રી : ભલે ને, મૌન થઈ જાય. મૌન એ જ આ જગતનું સરવૈયું છે. છેવટે મૌન ઉપર આવવા માટે કહ્યું, કારણ કે મૌન એ ‘જોવાનું’ સાધન છે. વ્યવહારમાં મૌન લે છે, એ તો જગત કેવી રીતે ચાલે છે’ એ જોવાનું સાધન છે. ટાઈમ થાય એટલે ચા આપી જાય, ટાઈમ થાય ને બીજું અમુક રહીયે જાય મહીં. તો આપણે લેટ ગો કરવું પડે. જ્યારે મૌન થશે, ત્યારે જગત સમજ્યા ગણાશે.
જગતનો સંપૂર્ણ સારાંશ શું ? જગતસંબંધી એક અક્ષરે ય બોલવા જેવો નથી અને આત્મા સંબંધી જ બોલે.
܀܀܀܀܀
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન
મુંબઈ : ડૉ. નીરૂબહેન અમીન
૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), મુંબઈ-૪00૧૪
ફોન: (૦૨૨) ૪૧૩૭૬૧૬ અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ
૧, વરૂણ એપાર્ટમેન્ટ, ૩૭, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦OO૯. ફોન : (૦૭૯) ૬૪૨ ૧૧૫૪, ૪૬૩૪૮૫ ફેક્સ : ૪૦૮૫૨૮
ખંડ : ૨ વાણી, ધર્મમાં...
Madras : Dada Bhagwan Foundation
Ajit C. Patel, No. 9, Manohar Avenue, Egmore, Madras-600008. Tel : (044) 8261243, 8261369 Fax : 8261225
[૧]
સ્વાધ્યાય - વ્યાખ્યાન - પ્રવચન
U.S.A.
: Dada Bhagwan Vignan Institue Dr. Bachubhai Patel, 902 SW Mifflin Road, Topeka, Kansas 66606. Tel. : (913) 271-0869 Fax : (913) 271-8641
U.K.
Dr. Shirish Patel. 2659 Raven Circle, Corona, CA 91720 U.S.A. Tel. : (909) 734-4715. Fax : (909) 734-4411 : Shri Maganbhai Patel 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel : 181-245-1751 Mr. Ramesh Patel 636, Kenton Road, Kenton Harrow, London, Middlesex, HA3 9NR U.K. Tel. : 181-204-0746 Fax :181-907-4885
સ્વાધ્યાય કે પરાધ્યાય ?! દાદાશ્રી : શું વાંચન કરો છો ? પ્રશ્નકર્તા : જૈન સ્વાધ્યાય, સૂત્રો, વ્યાખ્યાન-એવું બધું કરું છું.
દાદાશ્રી : આ સ્વાધ્યાય જે કરે છે તે પરાધ્યાય કરે છે. એક વાર સ્વરૂપનું સ્વાધ્યાય કરેને ત્યારથી ઉકેલ આવી જાય. જગતમાં ચાલે છે તે પરાવલંબન છે, એ અવલંબન સાચું પણ હોય, પણ પરાવલંબનથી તો ભટક, ભટક, ભટક કરે. અને સ્વાવલંબનથી મુક્તિ પામે.
ફેર, સ્વાધ્યાય તે વ્યાખ્યાતમાં ! પ્રશ્નકર્તા : સ્વાધ્યાય અને વ્યાખ્યાન તો એક જ ને ?
દાદાશ્રી : ના. તો તો એમ જ કહેત કે ભઈ આ વ્યાખ્યાન કરે છે. એને જ સ્વાધ્યાય કરે છે, એમ બોલજો. એમ કહેત નહીં ? એટલે ‘સ્વાધ્યાય અને વ્યાખ્યાન એક એવું ના બોલાય. સ્વાધ્યાય જુદું છે, વ્યાખ્યાન જુદું છે..
Canada : Shri Suryakant N. Patel
1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel.: (416) 247-8309
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૬૦
વાણીનો સિદ્ધાંત
૧૬૧ વ્યાખ્યાન કરું છું,’ એ વાત જુઠી છે.
આ વ્યાખ્યાન સાંભળે છે એ ચેતન છે ? વ્યાખ્યાન કરે છે તે ચેતન
તમે બોલો છો, વ્યાખ્યાન સાંભળો છો, બધું કરો છે, એ બધામાં ચેતન છે નહીં. વ્યાખ્યાન જે કરે છે, તેમાં ય ચેતન નથી. બોલો, ક્યાં સુધી મેં શોધખોળ કરી ? એમાં આખું ય ચેતન માની બેઠાં છે ! ‘હું જ છું અને એને સુધારે છે, એને સ્થિર કરે છે. અલ્યા, ચેતન જ ન્હોય આ તો ! આ તો પાવર ચેતન છે !!!
વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા : સ્વાધ્યાય કરવો એટલે શું કરવું, એ સમજાવો.
દાદાશ્રી : બીજાને માટે કંઈ પણ નહીં કરતાં, પોતાના એકલાને માટે જે કરવું, એ સ્વાધ્યાયમાં જાય. સ્વાધ્યાય એટલે શાસ્ત્રમાંથી એણે જે જાણવાનું જાણ્યું હતું, એને ફરી ફરી જાણવાનું.
હવે શાસ્ત્રકારોએ શું કહ્યું છે ? કે જો તને જ્ઞાન ના હોય, તમે જ્ઞાની ના હો, સમ્યક્ દર્શન તમને ઊભું ના થયું હોય અને તમે સાધુ છો, પણ મિથ્યાત્વી છો, ત્યાં સુધી તમે શાસ્ત્રનો ઉપદેશ આપી શકો નહીં. ત્યાં સુધી સ્વાધ્યાય કરો. એટલે અધ્યાત્મનું પુસ્તક આપણે વાંચીએ અને તે કો’કને ઉપદેશ આપવા માટે નહીં, પણ પોતાને જ માટે વાંચીએ. એ ક્રમિકમાર્ગમાં સ્વાધ્યાય કહેવાય. આવી રીતે તમે સ્વાધ્યાય કરી ને લોકો સાંભળવા આવતા હોય તેનો વાંધો નથી. એ ઉપદેશ માટે વાંચો કે ઉપદેશ દેવા જાવ તો તમને ગુનો છે, એવું કહેવા માગે છે.
તમે સ્વાધ્યાય કરો છો એટલે તમારા પોતાના માટે કરવું છે, પારકા માટે કરું છું, એ ભાન ન હોવું જોઈએ. સ્વાધ્યાય કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે કોઈએ ઉપદેશ આપવો નહીં જોઈએ. ઉપદેશ માટે નહીં, વ્યાખ્યાન માટે નહીં; સ્વાધ્યાય જ !
..બેઉ છે જડ.. આ બધા એને આધાર આપ્યા કરે છે કે ‘આ મેં વ્યાખ્યાન કર્યું હતું, કેટલું સુંદર કર્યું હતું ?” એ બધા આધાર આપે !
એને કહીએ, કે ફરી તું વાક્ય બોલી જા. તો એને એકુંય વાક્ય બોલતાં આવડે નહીં. એના “બાપના સમ’, જો બોલી શકે તો ! એ ભાષણ કરી રહ્યો હોય પછી એને આપણે કહીએ કે ‘ફરી બોલો જોઈએ.’ તો એ શું કહે ? ના આવડે. એના કરતાં સ્કુલના છોકરાં સારાં કે સાહેબ કહે કે એ ય ફરી બોલી જા તો, એ ફરી બોલી જાય. ગોખેલું હોય ને, છોકરાંઓએ તો ! એનો બધાને ગર્વરસ ઉત્પન્ન થાય કે હું કેવું સરસ બોલ્યો. પછી અવળું બોલે, ત્યારે ‘હું શું કરું ?” કહેશે. એવું ના હોવું જોઈએ. આ વ્યાખ્યાન આપે છે તે કોણ આપે છે ? આત્મા આપે છે ? આત્મામાં વાણી નામનો ગુણ જ નથી. તો તું કેવી રીતે બોલે ? માટે ‘હું
આખ્યાત શું ? વ્યાખ્યાત શું ? પ્રશ્નકર્તા : આખ્યાન અને વ્યાખ્યાનનો અર્થ શું ?
દાદાશ્રી : આ બધા જે બે-ચાર માણસોની જોડે વાતો કરે, એ આખ્યાન કહેવાય અને આખા ટોળામાં બોલે, એ વ્યાખ્યાન કહેવાય. વ્યાખ્યાનમાં તો સાંભળનારો ય જુદો ને બોલનારો ય જુદો. એ વ્યાખ્યાન કહેવાય. એને આખ્યાન ના કહેવાય. મોક્ષમાર્ગમાં આખ્યાન જ નથી, તો વ્યાખ્યાન ક્યાંથી આવે ?
એ ય મનોરંજન ! વ્યાખ્યાનમાં બોલે એ ઉપદેશ કહેવાય. એમાં બધાને અનુસરીને બોલે. આ વ્યાખ્યાન સાંભળવા જાય ને, તે મન કબૂલ કરે છે. એટલે મનોરંજન થાય. તે ઘડીએ ઈમોશનલ થઈ જાય, અને પછી ઊતરે ત્યારે પાછો આમ આમ ખંખેરી નાખે. હું પૂછું કે “કેમ શેઠ ખંખેરી નાખ્યું ?” ત્યારે એ કહે, ‘નાનથી ખંખેરી નાખ્યું.’ પણ એ ખંખેરી નાખે છે. અલ્યા, રહેવા દો ને ! પણ મનોરંજન કેટલા દહાડા રહે ?! આ વ્યાખ્યાન સાંભળવાં એ ઊર્ધ્વગતિનું મનોરંજન છે અને સિનેમા એ અધોગતિનું મનોરંજન છે. બેઉ મનોરંજન છે.
એ રિવાજ જ ખોટો ! એટલે આ વ્યાખ્યાનો-ભાષણો બધું શું છે ? મહા મહિનામાં માવઠાં
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૬૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૬૩
એમ થાય કે ‘લાવ, હું પણ કરીશ.’ એવી ભાવના ઊભી કરવા માટેનું છે.
પ્રવચનથી બીજું કશું વળે નહીં. આ પ્રવચન એ બધું માર્કેટ મટિરિયલ કહેવાય. બજારની શાકભાજી જેવું. આજે શાક ઘેર લાવ્યા, પાછું ફરી બીજે દહાડે શાક લેવા જવાનું, પાછું ત્રીજે દહાડે લેવા જવાનું. અને ‘આ’ તો રોજ રોજ લેવા જવાની વસ્તુ હોય. આ તો એક જ ફેરો પચી ગયું કે ખલાસ થઈ ગયું.
પાત્રતા પ્રવચનકારતી !
છે. દેખાય ચોમાસું, પણ પાકે નહીં કશું ય. જરા ઠંડક થાય. અને આ તો લોકોને પેલા પ્રશ્નોના જવાબ આપતાં ના આવડે એટલે આવાં વ્યાખ્યાનો ગા ગા કર્યા કરે. સામાના મનના પ્રશ્નોના જવાબ આપવા એ કંઈ સહેલી વસ્તુ છે ?
પ્રશ્નકર્તા : જાણકાર ન હોય તો કેવી રીતે પ્રશ્નોના જવાબ આપે ?
દાદાશ્રી : એના શી રીતે જવાબ અપાય ? એટલે આપણા લોકો વ્યાખ્યાનો કરે. પણ જે તે રસ્તે વ્યાખ્યાન કરીને ય માણસને અહીં રોકી રાખ્યા છે ને ! નહીં તો એ રમી રમવા જતા રહેશે. એટલે ઉપકારી છે બધા. કોઈને કાઢી મૂકવા જેવા નથી.
અને વ્યાખ્યાન તો બાળમંદિરમાં હોય. બાળકોને શિખવાડવા માટે વ્યાખ્યાનો હોય. ખરી રીતે તો આ વ્યાખ્યાનનો આપણા હિન્દુસ્તાન દેશમાં ખોટો રિવાજ છે. પરદેશમાં વ્યાખ્યાન હોવું જોઈએ. અહીં વિકલ્પી દેશમાં વ્યાખ્યાન ના હોવું જોઈએ. અહીં તો પ્રશ્નોત્તરી હોવી જોઈએ.
વચલા સ્ટેશનની વાતો એ ! એ તો વ્યાખ્યાનમાં જવાની ટેવ છે આપણા લોકોને. આમ ગાડીમાં ક્યાં સુધી ભટક ભટક કરવાનું ? વ્યાખ્યાનો સાંભળીને તો ભટક ભટક કરવાનું છે. જો વચલા સ્ટેશને પડી રહેવું હોય તો વ્યાખ્યાન સાંભળ્યા કરજો. આ વ્યાખ્યાનો-પ્રવચનો, એ તો વચ્ચેનાં સ્ટેશનો બધાં. તે કેટલાંક મોટાં સ્ટેશન હોય, કેટલાંક ફલેગ સ્ટેશન હોય. ફલેગ સ્ટેશન જોયેલાં ને, તમે ?
અહીં પ્રવચન ના હોય ને ! અહીં તો છેલ્વે સ્ટેશને ઉતરવું હોય, તેનું કામ છે આ. પ્રવચન એ તો વચલા સ્ટેશન. આપણને અનુકૂળ આવે તો વચલા સ્ટેશનોમાં ફરવું અને ના અનુકૂળ આવે તો આ છેલ્લા સ્ટેશને આવવું.
બાકી પ્રવચનથી આત્મજ્ઞાન ના થાય. પ્રવચનથી તો એ ભાવનાઓ તમને ઊભી થાય, એટલા માટે એ બધી વાતો છે. કથાઓ, ધર્મકથાનુયોગ સાંભળીએ કે રાજાએ આમ કર્યું ને તેમ કર્યું, એટલે તમને મનમાં ભાવના
અને આપણા લોકો તો આવીને એક જ વિષય ઉપર બોલે. અલ્યા, બધાને ગમતો હોય એક વિષય ? તું એક વિષય માંડે છે તે બધાને ગમશે ? પ્રવચનમાં તો, પોતે કરતો હોય છતાં બીજાને શું કહે ? ‘તમે આવું ના કરશો.’ પ્રવચન કરનારને પૂછીએ કે, ‘તમારા ક્રોધ-માન-માયા-લોભ ગયાં છે ? વગર કામના અહીં શું કરવા આવો છો ? તમારે ઘેર જાઓ ને !” આ તો ક્રોધ-માન-માયા-લોભ ઓછાં થયેલાં હોય, જેનામાં કંઈ ગુણો પ્રગટ થયેલા હોય તો કામનું. આ તો એવું થયું નહીં ને બસ પ્રવચન કરવા નીકળી પડ્યા !
પ્રવચન તો કોણ કરી શકે ? જેની વાણી ઈફેક્ટિવ હોય. આ તો છાશ-બાકળાવાળી વાણી. બરકત જ નહીં ને ! એ ગયા અને આપણે ય ભૂલી ગયા. હૃદયગત વાણી હોય, એ ભૂલાય નહીં એવી વાણી જોઈએ. એ તો હાર્ટની પ્યૉરિટી જોઈએ. અને આ કાળમાં હાર્ટની પ્યૉરિટી ક્યાંથી હોય ?
ત્યાં ચોપડીતું ચાલે તા ! પ્રવચન તો, કેટલાક લોકો ઘેરથી લખી લાવે છે અને ત્યાં પછી એ વાંચે પાછાં. ત્યારે અમને મૂરખ બનાવો છો ? આ તમે વાંચો તે મને ચોપડી વાંચતા નથી આવડતી ? ત્યારે હું પુસ્તક જ ના વાંચત ઘેર બેઠાં બેઠાં ?! તમે મને શિખવાડવા આવ્યા છો ? એવું ના કહીએ આપણે ?
પ્રશ્નકર્તા : એમનું પોતાનું હોતું નથી. દાદાશ્રી : પોતાનો સામાન ક્યાંથી લાવે તે ? પોતાનો સામાન તો
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૬૪
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૬૫
ક્યારે ઉત્પન્ન થાય ? જ્યારે પોતાને કોઈ પણ જાતનો ક્લેશ ના હોય ત્યારે પોતાનો સામાન ઉત્પન્ન થાય !
એટલે પ્રવચન તો બહુ દહાડા સાંભળ્યાં. નય પ્રવચન જ સાંભળ સાંભળ કર્યા છે ને ! લોકોએ પુસ્તકો વાંચ વાંચ ક્યાં અને પ્રવચન સાંભળ સાંભળ કયાં, પણ પ્રવચન કામ લાગે નહીં, એ કશું હેલ્પ કરે નહીં. આ તો એકલું પાણીમાં ઝબોળ્યા કરે, એમાં દહાડો વળે નહીં. પ્રવચન એટલે પાણીમાં ઝબોળવું. એમાં કંઈ સાબુ ઘાલે તો દહાડો વળે. એના કરતાં વ્યાખ્યાનમાં-પ્રવચનમાં ના જઈએ, તે શું ખોટું છે ?
આપણે એમને કહીએ કે તમારી ચિંતા છૂટી હોય તો હું તમારી પાસે સાંભળું. અને એની ચિંતા ના છૂટી હોય, એનું ચિંતાનું કારખાનું ચાલતું હોય,
ત્યાં પછી આપણને શો લાભ થાય ? આપણે એવું કહેવાય કે ના કહેવાય કે ‘સાહેબ તમારી દુકાનમાં હું શાસ્ત્રો સાંભળવા આવીશ. પણ તમારી ચિંતા છૂટી હોય તો હું સાંભળું, નહીં તો મને શું કરવા ફસાવો છો ?”
પ્રશ્નકર્તા : આ બધા પ્રવચનકારો કહે છે કે તમારા લાભની જ વાત
જો ઊતરે નહીં તો મારે કામનું શું છે ? એ તો પુસ્તક વાંચીએ તો ય મળે છે, તો તમારી જરૂર શું છે ? તમારી એજન્સીની જરૂર શું ? તમારી દલાલી શા માટે આપીએ ? દસ વર્ષ ત્યાં જઈ આવ્યો પણ શું સુધર્યો એટલું તો તપાસ કરવી જોઈએ ને ? હજાર રૂપિયા જાય ને અસર થઈ જાય તો એવા ને એવા જ છો, શું સુધર્યા ?
રંગ લગાડે તો સાયું ! પ્રવચન સાંભળવાની તો એક જાતની ટેવ પડી જાય છે. નવરાશ છે તો ‘હંડો ત્યાં આગળ’ કહેશે. આનું સાંભળી આવ્યા, પેલાનું સાંભળી આવ્યા, ને ભેળસેળ કરે, બધો ખીચડો કરે. પ્રવચન તો કેટલાંય વખતથી ચાલે છે. આ હિન્દુસ્તાનની દશા તો જુઓ, આ જ પ્રવચનને લઈને. દર્દ મટે એવી દવા જોઈએ.
અને હિન્દુસ્તાનમાં તો પ્રવચનનો રિવાજ છે. પ્રવચન તો એક જાતનું મોજશોખનું સાધન છે, તે મોજશોખને ખાતર બધા લોકો જાય, કે ભઈ એટલો ટાઈમ અહીં સિનેમામાં જાઉ તેના કરતાં અહીં બે કલાક સારા જાય. પછી દેખ લેંગે. ને પ્રવચન કરતા હોય તેને પાછાં કેટલાક મહીં તો ગાળો ય ભાંડતા હોય. કહેશે, “આ શું જોઈને વાતો કરો છો ? આ બધી ખોટી વાતો છે.’ આને ધર્મ જ કેમ કહેવાય ? ધર્મ તો આમ રંગત લાગવી જોઈએ. શાંતિ ઉત્પન્ન થવી જોઈએ, આનંદ ઉત્પન્ન થવો જોઈએ. તમને ક્યાંય પ્રવચનનો રંગ લાગેલો નહીં ?
પ્રશ્નકર્તા : રંગ હજુ લાગ્યો જ નથી.
દાદાશ્રી : પણ આ દેશમાં જબરજસ્ત પેસી ગયું છે. જે ને તે આવે, તે આત્માસંબંધી પ્રવચન કરીને પાછા જતા રહે. અને લોકો ય પાછા એવા ને એવા, બીજે દહાડે હતા તેવા ને તેવા ! રંગ ફેરફાર ય નથી થયો, પૂઠિયું ફેરફાર નથી થયું, કશું ફેરફાર નથી થયું. એટલે જે આવે તે પ્રવચન આપતા જાય, પણ કોઈનામાં સુધારો કશું થાય નહીં.
રંગ ના લાગે એ સત્સંગ-પ્રવચન કામનાં નહીં. એટલે કે પોતાના જીવનમાં આવવું જોઈએ, વણાઈ જવું જોઈએ, હેમ્પિંગ થવું જોઈએ.
દાદાશ્રી : પણ બીજું શું કહે ત્યારે એ ? તમને છેતરનારો ય એવું કહે છે કે હું તમારા લાભની જ વાત કરું છું. છેતરનારા કંઈ એવું કહે કે તમારા નુકસાનની વાત કરું છું ? ઓર્નામેન્ટલ (વૃંગારયુક્ત) વાત કરે ને ? કે ડીફોર્મ (કઢંગી) વાત કરે ? આ તો બધાંને ઓર્નામેન્ટલ વાત કરતાં આવડે. આ તો બધા ઓર્નામેન્ટલ વાણી બોલે છે કે હું તમને લાભની વાત કરું છું ! ઓહોહોહો ! મોટા લાભ કરવાવાળા આવ્યા !એના ઘેર તો છોકરાંને આપવાનું કંઈ ઠેકાણું નથી ને વાત પાછા આપણને લાભ કરવા આવ્યા હોય. એટલે એ બધું ઈગોઈઝમ છે ખાલી.
પ્રશ્નકર્તા : એકદમ તો બધું કેવી રીતે ઊતરી જાય ? બધાંને એવું કંઈક હોય છે જ.
દાદાશ્રી : આવું જ માને છે બધા ય. આ તરત ઊતરી શી રીતે જાય ? આપણે તો એમને ઉપદેશ આપનારને જવાબ દેવો કે ભઈ, આ
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૬૬
વાણીનો સિદ્ધાંત
હોય સાચો ધર્મ, પ્રશ્નોત્તરી રૂપે !
કેટલાક વાંચીને પ્રવચન બોલે છે, તો તેના કરતાં આપણે વાંચી લઈએ એ શું ખોટું ? એટલે પ્રશ્નો અને એનું સમાધાન, એ જ છેલ્લામાં છેલ્લી વાત. પ્રવચન તો સાચી વાત જ ન હોય. પ્રવચન અને ધર્મને કશું લેવાદેવા નથી. પ્રશ્ન પૂછવા અને જવાબ મળવા, એનું નામ ધર્મ. પ્રવચનને ધર્મ કહેવાય જ કેમ કરીને ? ખાલી વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી.
ધર્મ પ્રશ્નોત્તરી રૂપે હોવો જોઈએ. અને જ્યાં પ્રશ્નોત્તરી રૂપે નથી, ત્યાં આગળ ધર્મ નથી. ત્યાં તો ખાલી એક જાતની સમાજ સુધારણા છે. ધર્મ એ તો માનસિક ખુલાસો છે. અને પેલું બધું તો બુદ્ધિની કસરતો છે, એ બધું સમાજ સુધારણા કહેવાય.
પ્રવચન તહીં, ખુલાસો ખપે મતતો !
અહીં કેટલાક ચોખ્ખા હોય છે, તે પ્રવચન કરે. તો તેમને કહીએ કે હવે પ્રશ્નોના કંઈ જવાબ આપો ને ! તમે આવું આમ ને આમ પ્રવચન કરો, તે કામનું નહીં. રેડિયો ય પ્રવચન કરે છે અને તમે ય પ્રવચન કરો છો. તો પછી પ્રવચનમાં ને રેડિયામાં શું ફેર ? અમારે તો મનનો ખુલાસો માંગવો છે. અમે પૂછીએ તેનો તમે જવાબ આપો, તો અમારે સાંભળવું છે, નહીં તો અમારે સાંભળવું નથી. મનના પ્રશ્નોનું સમાધાન થાય તો જ માણસ આગળ વધે. નહીં તો આગળ વધે કેવી રીતે ?
પહેલાં મને જ્ઞાન નહોતું થયું ? ત્યારે એક જણ મને કહે, ‘આજે વ્યાખ્યાનમાં આવશો ? મેં કહ્યું, ‘વ્યાખ્યાનમાં આવું તેના કરતાં હું પુસ્તકમાં વાંચી લઈશ, વળી ત્યાં આગળ આવવું-જવું ! મારે વ્યાખ્યાન નહીં જોઈએ, પણ મારા પ્રશ્નનો જવાબ આપે, મારા મનનો ખુલાસો કરી આપે તો હું આવું. દેહના ખુલાસા કરનારા ડૉકટર મેં જોયા, પણ મારા મનને જુલાબ આપી, મારા મનને ખુલાસો કરે એવો ડૉકટર હું ખોળું છું !' મનનો ખુલાસો જોઈએ કે ના જોઈએ બળ્યો ?
પ્રશ્નકર્તા : જોઈએ.
દાદાશ્રી : એટલે મેં અહીં બધાને છૂટ આપી. મેં કહ્યું, ‘હજારો પ્રશ્નો
વાણીનો સિદ્ધાંત
૧૬૭
પૂછો તમારી મેળે, તમારું મન ખુલ્લું થઈ જશે. ભલે તમે આ જ્ઞાન સમજો કે ના સમજો, મારે કંઈ લેવાદેવા નથી.’ આ જ્ઞાન કંઈ ક્વૉન્ટિટી (સંખ્યા) ભેગી કરવા નથી હું આવ્યો કે ભઈ, મારે મોટી ગાદીનું સ્થાપન કરવું છે. મારે કશું જોઈતું જ નથી જ્યાં આગળ ! હું તો લઘુતમ ભાવે રહું છું. લોકો કહે છે, “તમે ભગવાન થઈ બેઠા !' મેં કહ્યું, ‘ના. હું લઘુતમ છું. મારે ભગવાન થઈને શું કામ છે ?” શું ફાયદો કાઢવાનો ? હું એનો ભગવાન થઉં, એના કરતાં મને ભગવાન વશ થયા છે એ શું ખોટું છે ? ભગવાન મને વશ થયા છે એની હું ગેરન્ટી આપું છું. તો એ સારું કે ભગવાન થવું એ સારું ?
અહીં તો તમારે બધું જ પૂછાય. કેમ છો ? કેમ નહિ ? બધું જ પૂછાય. ત્યાં આવું કશું ના પૂછાય. ત્યાં કહેશે, વ્યવહારની વાત ના થાય. જ્યાં સત્સંગમાં જઈએ ત્યાં વાત ના થાય. પણ વ્યવહાર, એ તો નિશ્ચયનું બેઝમેન્ટ છે. બેઝમેન્ટ વગર નિશ્ચય હોઈ શકે નહીં. વ્યવહાર જોડે જ ચાલવો જોઈએ.
આ તો વિજ્ઞાન છે. એટલે આપણે અહીં તો વાત કરો ને, તે વાતના તમે જ્ઞાતા હો. અને ત્યાં તો (ક્રમિક માર્ગમાં) વાતનો કરનારો જ પોતે. એટલે અહીં તો બેઉ કામ થાય. વાતે ય થાય અને એના જ્ઞાતા પણ રહેવાય.
જ્ઞાતા જાણે કે આ વાત છે અને પેલું તો અવરોધ કરે. બીજી વ્યવહારની કે લગનની વાતો અવરોધ કરે. માંદા-સાજાનું ય ત્યાં ના પૂછાય. જ્ઞાતી-વાણી, જ આધારી !
પ્રશ્નકર્તા ઃ મને અહોભાવ થયેલો કે આ એક જ એવા જ્ઞાનીપુરુષ છે, કે પ્રત્યેક વાક્યમાં આધાર છે. જ્યારે જગતમાં જે પણ સંતપુરુષો થઈ ગયા અથવા અત્યારે છે, એના વાક્યમાં કોઈ ઠેકાણે આધાર નથી.
દાદાશ્રી : અત્યારે કોઈ જગ્યાએ એકુંય વાક્યનો આધાર નથી. એ પોતે જ નિરાધાર છે. હું એને કહી દઉં કે તું પોતે જ નિરાધાર છે. તો તારા વાક્યનો શી રીતે આધાર હોય ? એ મને પૂછે કે હું નિરાધાર શી રીતે ? તો હું એને સમજણ પાડી દઉં. એને વળી આધાર શો ? હમણે બે-ચાર ધોલો મારીને પાંચ-સાત ગાળો ભાંડી કે મૂંઆ આવી ગયો તારો કિનારો !
Page #86
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૬૯
૧૬૮
વાણીનો સિદ્ધાંત પછી ફૂટયા વગર રહે કે દીવાસળી ચાંપવી પડે ? પ્રશ્નકર્તા : ફટાફટ ફૂટે.
રૂંધાણી પ્રગતિ, પ્રવચનોથી ! પ્રશ્નકર્તા : ઘણી વખત બોલવાને માટે એમ લાગ્યા કરે કે અવિનય થશે. માટે ઘણા લોકો તો પ્રશ્નો પણ પૂછતા નથી. આવું બને છે.
દાદાશ્રી : એ લોકોએ સાવી દીધું છે કે આમાં પૂછાય નહીં. પ્રશ્નકર્તા: પણ કેટલાક લોકોને પ્રશ્ન પૂછવાની હિંમત નથી હોતી.
દાદાશ્રી : પૂછવાનું શું ? પૂછે તો પેલા જવાબ જ ના આપે કોઈ. જવાબ ના આપે ને પાછા ચિઢાઈ જાય. એટલે લોક બંધ થઈ જાય કે ‘ભઈ આ તો ચિઢાઈ જશે.” ત્યારે સાંભળવા શું કામ જાવ છો ?
આ પ્રવચનકારો જો બંધ થઈ જાય તો હિન્દુસ્તાનને બહુ લાભ થઈ જાય. પ્રવચનકારોએ લોકોનું બહુ નુકસાન કર્યું છે.
પ્રશ્નકર્તા : એ તો બંધ થાય એવું છે નહીં.
દાદાશ્રી : એટલે પછી જે કોઈ ખટપટિયા નીકળ્યા ને, તે મહીં પેસી જાય છે. એ એના પાછા પાંચ-દશ માણસો પોતાના હોય છે, તે ‘હા, હા સાહેબ, તમે પધારો’ કહેશે, એટલે લોકોના કાન બહેરા કરે પાછાં.
પ્રશ્નકર્તા : કેટલાક તો પૈસા આપીને ય ભાષણ સાંભળે છે ને !
દાદાશ્રી : હા, પણ તેમાં લાભ કશો થતો નથી. પણ પ્રવચન સાંભળીને ઊઠતી વખતે ખંખેરીને ઠંડ્યા ઘેર !
જો માર્ગ જોઈતો હોય તો પ્રશ્નોત્તરીરૂપે હોય અને સંસારમાં રઝળપાટ કરવો હોય તો પછી આ ભાષણો કે વ્યાખ્યાનો બધાં ચાલ્યા જ કરે છે ને ! વ્યાખ્યાન સાંભળી અને નીચે ઉતરી શેઠિયાઓ પછી ખંખેરી નાખે અને આ પરિપ્રશ્નો નીકળે નહીં આ ! અને પેલું તો શેઠિયાઓને વ્યાખ્યાન આપે. મેં જોયેલું બધું. મેં કહ્યું, શેઠ, થોડુંક તો મહીં રહેવા દો !”
પણ ના, ખંખેરીને ઊભા થાય.
પ્રવયત તા આવડે ‘અમતે'! આ પ્રવચન નથી. દવા સાથેનું છે. લોક તો બોલીને જતા રહે. એનો આપણને શું લાભ થયો ? આપણે તો સવારમાં ઘેર હતા તેના તે. અહીં તમે માગો એ મળે. જે માંગવું હોય તે નક્કી કરીને લાવો.
લોકો મને પૂછે છે કે, ‘દાદા, તમે પ્રવચન કરતા નથી ?” મેં કહ્યું કે મને પ્રવચન નથી આવડતું. જ્યાં આવડતું હોય ત્યાં જાવ. પ્રવચન તો કોને માટે છે ? જેને વાંચતા ના આવડે અને સાર કાઢતાં ના આવડે,
ત્યાં એ પ્રવચન સાંભળવા માટે જાય. બાકી પ્રવચન એ ટાઈમ બગાડવા માટેનું છે. મારાથી પ્રવચન ના કરાય. કારણ કે હું બોલનાર નથી. આ ટેપરેકર્ડ નીકળે છે. એટલે તમે જે પ્રશ્નો નાખો કે તરત મહીંથી જવાબ નીકળશે. પ્રશ્નો પૂછવાથી બધા ખુલાસા થઈ જાય. ટેપરેકર્ડ એટલે શું ? પૂછયા વગર નીકળે નહીં અને પ્રવચન એટલે મહીં હોય એ નીકળ્યા કરે.
એટલે આ શબ્દો મારા પોતાના નથી. આ શબ્દો ટેપરેકર્ડના છે, આ ટેપરેકર્ડ વાગે છે. પ્રશ્ન પૂછનાર જોઈએ ! અહીં કોઈ પણ માણસ કહેશે કે તમે વ્યાખ્યાન આપો. તો અમારાથી વ્યાખ્યાન અપાય નહીં. તમે પૂછો તો જ જવાબ નીકળશે, નહીં તો જવાબ નહીં નીકળે. અમે પા કલાકે ય વ્યાખ્યાન નથી આપ્યું કોઈ દહાડો ય ! અને એવું હોય જ નહીં ને ! આ તો તમે પૂછો તેનો જવાબ મળી જાય !
પ્રશ્નોનો જવાબ આપવાનો મને શોખ નથી. પણ એવું છે ને કે તમે પ્રશ્નો પૂછો. આ કેવું જ્ઞાન છે ? આ છે તે મોંઢે બોલ બોલ કરવાનું આ જ્ઞાન ન હોય. પ્રવચન કરનારું આ જ્ઞાન ન હોય. પ્રવચન તો રેકં ય કરી શકે છે. પણ આ તમને જે સવાલોના જવાબો આપે એવું આ જ્ઞાન છે.
પ્રશ્ન પૂછવાતી, અહીં જ છૂટ ! બીજું કંઈ પૂછવું છે ? દરેક વસ્તુ પૂછજે. તારે જે પૂછવું હોય, આ વર્લ્ડનું, તે પૂછજે. હું તને સમજાવીશ. કારણ કે તો જ ખુલાસા થાય ને ?
Page #87
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
એક જણ અહીં આવ્યા હતા. તે ડૉક્ટર હતા. તે કહે કે, ‘કોઈ જગ્યાએ પૂછવા દેતા નથી. અને મેં એક જગ્યાએ પૂછ્યું તો મને કહે છે કે એ નોટ એલાઉડ (એની પરવાનગી નથી)! મને કાઢી જ મેલ્યો. અને આપ એમ કહો છો કે જે પૂછવું હોય એ બધું પૂછજો !' ત્યારે મેં એને કહ્યું, ‘એ શાથી નથી પૂછવા દેતા ? એનું શું કારણ ? એ જાણે કે કંઈક એવું ઊંધું પૂછશે તો મને મૂરખ બનાવી દેશે.’
પ્રશ્નકર્તા : સાવ સાચી વાત છે.
૧૭૦
દાદાશ્રી : પૂછીને ખોપરી તોડી નાખે એવા લોક છે. માટે કોઈ પૂછવાનું ખુલ્લું ના કહે કે ‘ભઈ, તમે પૂછજો.’ પોતે બાઉન્ડ્રી જ બાંધી દે કે કંઈ પૂછવાનું નહીં બા ! સાંભળ સાંભળ કર્યા કરો ! એ એટલી બાઉન્ડ્રી બાંધે જ, નહીં તો લોક તો માથું તોડી નાખે. આ તો વીતરાગ વિજ્ઞાન છે. તો હું તમને કહી શકું છું. અને હું તો કેવળજ્ઞાનમાં જોઈને કહું છું તેથી આનો જવાબ મળે છે, નહીં તો જવાબ મળે નહીં ને ! એટલે આપણે અહીં કહેવાય છે કે તમારા ખુલાસા અહીં કરજો. આપણે અહીં આગળ આ દુકાન એવી છે કે બધા ખુલાસા થઈ શકે એમ છે. એટલે હું તમને કહું છું અને તમને પૂછતાં ના આવડે તો હું તમને સમજણ પાડું કે આ રીતે પૂછજો. તમને પૂછતાં ના આવડે એ ગુનો નથી. મને જવાબ આપવામાં ભૂલ થાય એ ગુનો છે !!!
પ્રશ્નોત્તરી જ પમાડે સધર્મ !
જ્ઞાની પુરુષ સિવાય પ્રશ્નોત્તરી બીજા કોઈ કરી શકે નહીં. પ્રશ્નનો ઉત્તર આપવો, એ કોઈ બીજા માણસનું કામ જ નહીં. કારણ કે ચાર ઉત્તર આપે અને પાંચમો આપે તે ઘડીએ વાદ ઉપર વિવાદ થાય અને છઠ્ઠો
આપે એટલે મારામારી થાય ! એટલે આ લોકોએ પ્રશ્નો પૂછવાનું બંધ કરી દીધું. પ્રશ્ન પૂછવાના થાય ત્યારે કહે કે નહીં, પૂછવા-કરવાનું નહીં. કારણ કે જાતજાતનાં મગજ ! શું ય પૂછીને ઊભો રહે, શું કહેવાય ?
પ્રશ્નકર્તા : તમારી પાસે જો કે હું પહેલી વહેલી જ આજ આવેલ છું. કેટલાક સંતો, પ્રવચનકારો તમારી જેવા જ ઉપદેશ ચલાવી રહ્યા છે,
વાણીનો સિદ્ધાંત
અત્યારે એમનો ઉપદેશ અને તમે જે આ કહો છો, તેમાં મને બહુ સામ્ય લાગે છે. તો એ પણ તમારી જેમ આગળ વધેલા છે કે શું ?
૧૭૧
દાદાશ્રી : એવું છે ને, પહેલાં તો એ સરખાપણું લાગે છે ખરું પણ હું બોલું છું અને એ બોલે છે, એમાં એ તો મોટા માણસ છે અને હું તો નાના માણસ છું. મારું બોલવું ને એમનું બોલવું, એ બે સરખામણી ના કરશો. સરખાવશો નહીં. ક્યાં એ ને ક્યાં હું ! કારણ કે હું જે બોલી રહ્યો છું ને, એ કોઈની સાથે, આ જગતમાં કોઈ જન્મ્યો નથી કે જેની જોડે સરખામણી કરી શકાય, અત્યારે આ કાળમાં. માટે સરખામણી કરનાર જોખમદાર બનશે. એ તો મોટા માણસ છે, એની જોડે આ સરખામણી કરશો નહીં. મોટા માણસની મોટી વાતો છે. એમનું મોટું છે. એ અમે કબુલ કરીએ છીએ. અમે ક્યાં એમ કહીએ છીએ કે એમનું નાનું છે.
એટલે આ વાણી સમજવી બહુ સહેલી નથી. આ વાણીનો ભેદ સમજણ પડે ને, તો જય થઈ ગયો કહેવાય. બાકી બધું આવું જ લાગે, આ ય ઘાસપૂંજો છે ને પેલો ય ઘાસપૂંજો છે (!)
જ્ઞાતીતી વાણી, આપે પ્રશ્નોતા ખુલાસા !
જેની વાણી ચૈડા, જવાન, બાળકો, બહેનો, સ્ત્રીઓ, છોકરાં, બધાંને માફક આવે, એનું નામ જ્ઞાની. ત્યાં વાદ સરખો નથી તે જ્ઞાની, સંવાદ સરખો નથી તે જ્ઞાની. આ બહાર જે સંવાદ-વિવાદ નથી દેખાતા, એ તો આપણા લોકોએ સાયકોલોજિકલ ઈફેક્ટ કહી છે કે (આપણાથી) આમ ના બોલાય. અને હું કહું છું કે બોલ. તો ય અહીં બોલતા નથી. બીજે તો કશું (બોલો) તો લોકો માથું તોડી નાખે એવા લોકો છે. હિન્દુસ્તાનના લોકો એવા પ્રશ્ન પૂછે છે કે માથું તોડી નાખે, એવા બુદ્ધિના એક્કા છે. પ્રશ્ન પૂછવામાં બહુ જબરાં છે.
જેટલી બુદ્ધિ વધીને ત્યાં સુધીના પ્રશ્નો ઊભા થાય. બુદ્ધિથી એને એમ સમજાય કે હું જેટલું જોઉં છું એ બરોબર છે.
આમાં સમજાય એવી વાત છે તમને ? એટલે એ બધું ફેરફાર થઈ જશે. એટલે ધર્મભાવના લુબ્ધ થઈ જાય છે. હવે વધારે વધશે. આ અમને
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૭૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૭૩
હિન્દુસ્તાનમાં જન્મ લેને, તે બહુ મોટી વાત છે. જો જ્ઞાની પુરુષનાં દર્શન થાય ને, તો કલ્યાણ થઈ ગયું. એકડો ઘૂંટતો હોય કે ગમે તે ઘૂંટતો હોય, જ્ઞાની પુરુષ ભેગા થાય એટલે કલ્યાણ !
બાકી પ્રશ્નો ઊભા ના થાય. ખાલી આ દર્શનથી જ પ્રશ્નો પૂરા થઈ
જાય.
પ્રશ્નો પૂછાયા છે તે પહેલાના જમાનામાં આવા પ્રશ્નો જ ઉદ્ભવતા ન હતા. આ તો લોકો કહે છે કે પહેલાં ધર્મ હતો. અત્યારે રહ્યો નથી. પણ પહેલાં એ ધર્મ જ ન હતો ને ! હું તો ૭૭ વર્ષ સુધી જોતો જોતો આવ્યો છું. અત્યારે જ જરા બ્રિલિયન્ટ મગજના થયા. ભલે બુદ્ધિ અવળી થઈ ગઈ છે, પણ બુદ્ધિ ડેવલપ થયેલી છે. અને પહેલાં બુદ્ધિ ડેવલપ જ નહીં થયેલી ને ? તમે પૂછો તો જવાબ નીકળે. બધાં બહુ લોકો પૂછે છે. લગભગ હજારો પ્રશ્નો પૂછાયા હતા. તે મેં તો જવાબ આપેલા.
એટલે બધું પૂછો અને ચાખવું હોય તે એક દહાડો ખાંડ મોઢામાં મૂકીશ તો તમારું બધું શાસ્ત્ર આવી ગયું. ભગવાનનાં અડતાલીસ ય આગમ આવી ગયા મહીં.
અહીં તો પરમ વિનય ધર્મ હોવો જોઈએ. અહીં ચકાસવાવાળા આવે તે એમને કહી દઉં, તમે પછી એકલા આવજો. નહીં તો એ બુદ્ધિ પર ચઢી જાય એટલે શું થાય ? અમારી પાસે બુદ્ધિ હોય જ નહીં. અમે બધા જ પ્રશ્નોના, આખા વર્લ્ડના પ્રશ્નના ખુલાસા આપવા તૈયાર છીએ, પણ પ્રશ્નો પ્રશ્ન રૂપે હોવા જોઈએ. તમને જે પ્રશ્નના ખુલાસાના અભાવ હોય, તેને પ્રશ્ન કહેવામાં આવે.
પ્રશ્નકર્તા ઃ અમે એકડો ઘૂંટીએ છીએ તે કેવી રીતના પ્રશ્ન પૂછીએ?
દાદાશ્રી : પ્રશ્ન તો ક્યારે પૂછાય ? આપણે મનમાં જે બાબતમાં સમાધાન ના થતું હોય ત્યારે પ્રશ્ન પૂછાય.
પ્રશ્નકર્તા : પ્રશ્ન નથી, અમારે આ રસ્તે ચાલવું છે.
દાદાશ્રી : હા, બસ બસ. આ દર્શન જ કર્યા કરવાનું. દર્શન કરવાથી બધું થઈ જાય. આપણને પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછવાના. આપણા મનમાં ખુલાસા થાય. પણ જ્યાં ખુલાસાની જ તમારે જરૂર નથી.
જે જે પ્રશ્નો ને વિચારો ઊભા થાય તે અહીં આગળ બોલવામાં વાંધો નહિ. અહીં દરેક વસ્તુ પૂછાય. એનું સોલ્યુશન થાય તો આપણને ઊકેલ આવે ને ? આ તો બધું એમ ને એમ ઠોકાઠોક ચાલ્યું છે બધું. નથી કોઈએ પુસ્તકમાં રજૂઆત કરી કે ખરેખર હકીકત આમ છે. બધાંએ અદબદ આમ રાખ્યું છે. પેલા દૂર્યોધને ય પૂછયું કે ધર્મને હું જાણું છું અને અધર્મને હું જાણું છું. પણ ધર્મ મારાથી થતો નથી ને હું અધર્મ કરવા પ્રેરાઉં છું. તો કઈ શક્તિ કામ કરી રહી છે ?” એ અદબદ વાક્ય હજુ ચાલ્યા કરે છે. એ શક્તિ જડતી નથી. એ બધી હકીક્ત અહીં જાણવા મળે.
પ્રશ્નકર્તા : ઘણા પ્રશ્નો એવા છે કે જેનું નિરાકરણ સાયન્સમાંથી પણ નથી મળી શકતું. એ અણઊકલ્યા જ પ્રશ્નો છે. તો એ પ્રશ્નોને અહંકારે કરીને ડામી દેવા ?
દાદાશ્રી : ના. દાબવા કરવાની જરૂર નથી. પ્રશ્નો જોયા કરવાની જરૂર છે. મહીં જોયા કરવાનું કે શું પ્રશ્નો કરે છે તે. એ પ્રશ્નો બધા સાચા હોતા નથી.
પ્રશ્નકર્તા : હા. એ અહંકાર ગાંઠે નહીં ને ! એટલે એ પ્રશ્નો કરે?
દાદાશ્રી : હા, પ્રશ્નો ઊભા કરે. એ પોતે પોતાનું, એ જે છેને, એ જવા ના દે ને ! અત્યારે કોઈ મોટા માણસને છંછેડીએ ને, તો પછી એના પ્રશ્નો ઊભા કરે બધા. એના જેવું અહંકાર પોતાનું છોડતો નથી.
આપને સમજાયું ? ના સમજાયું હોય તો ઠોકી બેસાડવાની વાત નથી અહીં. તમે અહીં સમજો. ના સમજાય ત્યાં સુધી પૂછ પૂછ કરો. આ બધું વિજ્ઞાન છે. વાત સાંભળતાં જ બુદ્ધિ જો કૂદાકૂદ ના કરતી હોય તો જાણવું
પ્રશ્નકર્તા : અમારે તો એકડો જ ઘૂંટવાનો છે. પ્રશ્ન ક્યાં પૂછવાના ?
દાદાશ્રી : એવું છેને, એકડો તો ઘૂંટીને આવેલા છો. બધા એકડો જ ઘૂંટે છે હજુ. આ જે પ્રશ્ન પૂછનારાં છે તે ય એકડો ઘૂંટે છે. અહીં
Page #89
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
કે વિજ્ઞાન છે ને બુદ્ધિ કૂદાકૂદ કરતી હોય તો જાણવું કે વિજ્ઞાન નથી. વાત પૂછવા જેવી છે, પૂછજો. આ ફરી ફરી કંઈ આ જ્ઞાની નહીં ભેગા થાય. આ તો તમારું કંઈ પુણ્ય જાગ્યું છે. તે ભેગા થયા છે. કલ્પનામાં આવે તે પૂછજો. હું તમને જવાબ તો બધા આપીશ.
૧૭૪
આ દર્શન ના થાય. આ દર્શન વર્લ્ડની અજાયબી કહેવાય. આ તો અગિયારમું આશ્ચર્ય છે. કોઈ પણ જાતના પ્રશ્નો પૂછો, કરોડો પ્રશ્ન પૂછો. એ જોઈને કહેશે. શાસ્ત્રનો શબ્દ ના હોય. અહીં એક મિનિટમાં તો ઘણું
કામ થાય.
પૂછવાનો ફરી ફરી રસ્તો નહીં મળે. અમે તમને વિનંતિ કરીને કહી દઈએ છીએ કે અહીં બધું પૂછજો. જે પૂછવું હોય તે પૂછજો. આજ દાદા ભેગા થયા છે તો પૂછી લેજો. કોઈ પણ પ્રશ્ન પૂછો તો કરેક્ટ જવાબ મળે. કોઈ પણ ગમે તેવો પ્રશ્ન હોય, તમે પૂછી શકો છો. વેદાંતના, જૈનીઝમના કોઈ પણ પ્રશ્ન પૂછો. પૂછો, પૂછો. પૂછવામાં કશો વાંધો ના રાખશો. બ્રેઈનમાં આવે એટલું પૂછાય. પણ આપણી આંટી રહેવી ના જોઈએ. પાછલા જ્ઞાનની જોડે આંટી ના પાડશો અહીં. મારે શા માટે કહેવું પડે છે ચોખ્ખું ? કારણ કે ગાંઠ બીલકુલ હોવી ના જોઈએ. અને આ આધાર લાસ્ટ આધાર કહેવાય. જે વાણીમાં બુદ્ધિ નથી, એ લાસ્ટ આધાર કહેવાય. બધી બુદ્ધિવાળી વાણીઓ કાચી. હવે આ મારી વાણી નથી, બુદ્ધિ વગરની વાણી છે, મારી માલિકીવાળી વાણી નથી આ. અત્યારે જે બધા પ્રશ્નો પૂછાતા હતા, તે બુદ્ધિના હતા અને જવાબ મારા જ્ઞાનના હતા. અને જ્ઞાનનો જો જવાબ હોય તો બુદ્ધિ કૂદાકૂદ ના કરે. નહીં તો સામે પાછો વિવાદ કરે. અમને વિવાદ ના કરે. છતાં ય કોઈ માણસ વિવાદ કરે તો આપણે સમજી જઈએ કે આડાઈ મહીં ભરેલી છે.
પ્રશ્નકર્તા : તમે જે જવાબ આપતા હતા કે એક જ સવાલના જવાબમાં સામાનું જો ઓપન માઈન્ડ હોય તો એને પૂરો ખ્યાલ આવી જાય કે આ જ્ઞાની બોલી રહ્યા છે.
દાદાશ્રી : બધો ખ્યાલ આવી જાય. પણ એવું છે ને, જાણી જોઈને આડાઈ કરવી હોય તેને શું થાય ! અરે, ઊંઘતો બોલે, પણ જાગતો ના બોલે.
વાણીનો સિદ્ધાંત
ઊંઘતો સહજ સ્વભાવે બોલી દે. પણ જાગતો તો બોલે જ શાને માટે ? એવી રીતે આ જાણી જોઈને આડાઈ કરવી હોય, એનો તો ઊપાય જ શો છે ? અમારા પાંચ વાક્યોનું સોલ્યુશન જો સાંભળે, તો એ તરત સમજી જાય કે આ જ્ઞાની પુરુષ સિવાય આવું કોઈ સોલ્યુશન આપી શકે નહીં.
૧૭૫
પ્રશ્નકર્તા : અહીં શુદ્ધવાણીનો લાભ અત્યાર સુધી મળ્યો નથી. દરેક ઠેકાણે થોડો થોડો વાણીનો લાભ આપો. તો અમારા જેવા અબુધ આત્માર્થીઓને સમજવાનો લાભ મળે.
દાદાશ્રી : આ વાણી તો પુસ્તકમાં વાંચવાની મળે. એવું વ્યાખ્યાન રૂપે આ ના હોય. વ્યાખ્યાન રૂપે વાણી એ વાણી જ ના કહેવાય, એ તો ભાષણ કહેવાય. હા, પણ આપણે અહીં આગળ પૂછેને, એટલે તો ચાર કલાક સુધી વાણી નીકળ્યા જ કરે.
આ તો ગૂંચ ઉકેલનું સ્થાત !
પ્રશ્નકર્તા : આપ જે વાર્તાલાપ કરો છો, એની બહુ અસર થાય છે.
દાદાશ્રી : હા, અહીં વાતચીત થાય એના પરથી બહુ અસર થાય, ઘણી અસર થાય. કારણ કે એ એના ગૂંચવાડાની વાતો કરે એટલે એનો ગૂંચવાડો નીકળી જાય, એટલે એને બહુ અસર થાય. દરેક માણસ પોતપોતાના ગૂંચવાડાની વાત કરે. અમે તો એને પ્રશ્ન પૂછવાનું કહીએ એટલે પછી એ પોતાનો ગૂંચવાડો ઊભો થયેલો હોય, તે મૂકે. એટલે પછી એનો ગૂંચવાડો નીકળી જાય, એને સમાધાન થઈ જાય, એને આનંદ થઈ
જાય.
પ્રશ્નકર્તા : પણ આવો તો વ્યવહાર ક્યાંય છે જ નહીં કે સામે બેસીને પ્રશ્નોની આપ-લે થાય.
દાદાશ્રી : હોય જ નહીંને, આવું કરી શકે જ નહીં ને ! એક પ્રશ્ન જીરવી શકે નહીં માણસ. આ બધા પ્રવચનકારો છે એમાં એક પણ પ્રવચનકાર પ્રશ્નોના જવાબ આપી શકે નહીં. જવાબ ક્યાંથી આપે તે ? એ તો બહુ ત્યારે શાસ્ત્રની વાત કરે, કે ‘શાસ્ત્રમાં આવું કહ્યું છે.’ બીજી
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૭૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૭૩
વાત ના કરી શકે.
છેલ્લા સ્ટેશતતી વાતો ! આ પ્રવચન ન હોય કે વ્યાખ્યાન ન હોય. વ્યાખ્યાન તો કોણ કરે ? ઉપદેશક હોય તે કરે. વ્યાખ્યાનકાર તો પોતે બોલનારા હોય, વક્તા હોય.
જ્યારે અમારે તો ટેપરેકર્ડ બોલે છે. વ્યાખ્યાન તો વચલા ગાળામાં, વચગાળામાં હોય. અહીં અમે વ્યાખ્યાન કરતા નથી. કારણ કે આ છેલ્લું સ્ટેશન છે. અહીં તો પ્રશ્નોત્તરીરૂપે હોય. અહીંથી આગળ બીજું કોઈ સ્ટેશન નથી. પછી રેલવે બંધ થઈ જાય છે. તમારે છેલ્લા સ્ટેશને ઊતરવું છે ? બાકી વચલે સ્ટેશને જવું હોય તો જઈ શકાય છે.
પ્રશ્નકર્તા : ના. હવે તો છેલ્વે સ્ટેશન જ જોઈએ.
દાદાશ્રી : હંમેશાં લાસ્ટ સ્ટેશન, છેલ્લામાં છેલ્લી હદ ક્યારે આવે ? રેલવે ક્યારે પૂરી થાય ? કે જ્યારે પ્રશ્નોત્તરી થાય ત્યારે. પ્રશ્નોત્તરી થાય કે જાણવું કે હવે અહીં ગાડી બંધ થવાની, એટલે મુક્તિ ! જેને છેલ્લે સ્ટેશને જવું હોય તેણે પ્રશ્નોના ઉત્તરરૂપી ખુલાસા કરી લેવા. બાકી બીજા બધાં વચલાં સ્ટેશનો છે. એ સ્ટાન્ડર્ડો છે, તેમાં પ્રશ્નોત્તરી ના હોય. ત્યાં આગળ શાસ્ત્રનું વાંચન હોય, એવું તેવું બધું હોય. તેમાં વ્રત-નિયમો હોય. એટલે બધી ય જાતની જરૂર ને ! સ્ટાન્ડર્ડની ય જરૂર, ઉપલા સ્ટાન્ડર્ડની ય જરૂર અને આઉટ ઓફ સ્ટાન્ડર્ડની ય જરૂર. આઉટ ઓફ સ્ટાન્ડર્ડ એટલે મુક્ત જ થઈ ગયો.
આખી ગીતા પ્રશ્નોત્તરી રૂપે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે ને કૃષ્ણ ભગવાન જવાબ આપે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કંઈ પ્રવચન નથી કર્યું. પ્રશ્નો પૂછયા તેના જવાબ જ આપ્યા છે. એ પ્રવચન કરે જ નહીં ને ! છેલ્લું વિજ્ઞાન વ્યાખ્યાન રૂપે ના હોય, પ્રશ્નોતરી રૂપે હોય. અંતે અર્જુનને જે સંદેહ થયો, એને શંકા થઈ એના જવાબ આપ્યા છે બસ. એનું નામ ધર્મ. ગીતા એ ‘પરિપ્રશ્નન’ થયેલું છે. પરિપ્રશ્નન એટલે અર્જુને પ્રશ્નો પૂછ્યા અને કૃષ્ણ ભગવાન જવાબ આપે. એ આખી ગીતાનો સાર છે.
એટલે કૃષ્ણ ભગવાને શું કહ્યું? પરિપ્રશ્ન એટલે પ્રશ્નો પૂછી અને
છેલ્લા સ્ટેશને આવજો. બાકી પ્રશ્નો વગર છેલ્લા સ્ટેશને અવાય નહીં.
અને મહાવીર ભગવાને પણ પ્રશ્નોત્તરી રૂપે જ કહ્યું છે. ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી, એમનું ય પ્રશ્નોત્તરી રૂપે ! ગૌતમસ્વામી, એ બધા અગિયાર ગણધરો પૂક્યા કરે છે અને ભગવાન મહાવીર જવાબ આપે છે. એ ગણધરોએ જે પૂછયું, એ જ આખું મહાવીર ભગવાનનું શાસ્ત્ર લખાયેલું છે.
તીર્થંકરો વેદાંતનું બધું ય કહેતા હતા. વેદાંતના જવાબ આપતા હતા. ગૌતમસ્વામીએ પૂછયા હતા, એ બધા ય જવાબ વેદાંતના આપ્યા. આ જૈનોના જવાબ આપત તો તે માનત નહીં. ગૌતમસ્વામીએ જે પ્રશ્ન પૂછયા એ વેદાંતના આધારે જ બધા જવાબ આપ્યા. જે જવાબ આપેલા, તે વેદાંતમાં બધા જડે. નહીં તો ગૌતમ સ્વામી પાછા જતા રહેત કે, “આ તો જૈનોના છે, આ વાત અમને ગમતી નથી.’ એમ એ કહેત.
પ્રશ્નકર્તા: આ બધા આપની પાસે રોજ આવે છે, તો એ બધા આખી જિંદગી આવ્યા જ કરશે ?
દાદાશ્રી : ના ના. આ જ્ઞાન લીધા પછી બધા પ્રશ્નોનો એન્ડ આવી જાય. પછી પ્રશ્ન જ ના ઉગે. પછી વાંધો જ ક્યાં રહ્યો ? બધા પ્રશ્નોના જ્ઞાતા તમે થઈ જાવ. પછી પૂછવાનું જ ક્યાં રહ્યું ? અને અહીં ય પ્રશ્નોત્તરી રૂપે જ છે આ બધું. આપણું આ જ્ઞાન કેવું આપ્યું છે ? પ્રશ્ન ઊભા જ ના થાય ને !
અલૌકિક ફળ, અહીં ! પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને પૂછનારને કયું ફળ મળે ?
દાદાશ્રી : જ્ઞાની પુરુષને પૂછનારને અલૌકિક ફળ મળે છે. અને અજ્ઞાનીને પૂછનારને લૌકિક ફળ મળે છે. નથી મળતું લૌકિક ફળ ? તમે અજ્ઞાનીને કોઈ દહાડો પૂછયું નહીં હોય કે ‘આ સ્ટેશનનો રસ્તો ક્યાં આગળ છે ? કે મુંબઈમાં આ ક્યાં આવ્યું ?” તરત લૌકિક ફળ મળે. અને એવું આ અલૌકિક ફળ મળે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૭૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૭૯
છે, જગત કેવી રીતે ચાલે છે, ભગવાન શું છે ? આવા તમામ પ્રકારના ગૂંચવાડા વિશે અહીં આગળ પૂછાય. ગૂંચવાડાનું સમાધાન થાય તો કામ લાગે.
અહીં આગળ આખા વર્લ્ડનું સાયન્સ છે, તમામ શાસ્ત્રોનું સાયન્સ છે. આખા જગતનાં બધાં શાસ્ત્રોના ખુલાસા તમને અહીં મળે. વેદાંત એકલું નહીં, ભગવદ્ ગીતા એકલી નહીં, પણ મુસલમાનોનાં, જૈનોનાં, બધાનાં શાસ્ત્રોના ખુલાસા ભેગા થાય ત્યારે સાચી વાત માલૂમ પડે. હાથીનું એક બાજુનું વર્ણન હોય, તો હાથી ના કહેવાય. બધી બાજુનું વર્ણન જોઈએ ત્યારે હાથી થાય. અને સંસાર વ્યવહારના ય ગમે તેવા પ્રશ્નો હોય તો ય ખુલાસા થઈ જાય. અને એ ખુલાસા થાય ત્યારે આપણું મન સ્થિર થાય, પછી મન ઝાવાંદાવાં કરે નહીં, નહીં તો આ મન તો નર્યા પઝલ ઊભાં કરે.
પહેલાં ખુલાસો ખપે ! આપણા ઘરની લાઈટ જતી રહે એટલે આપણે કેન્ડલ સળગાવીએ, પણ લાઈટ આવે એટલે કેન્ડલ હોલવી ના નાખીએ ? એટલે મારે જરૂર શી, એ કેન્ડલની ?! હેય.... ફૂલ પ્રકાશ ! આખા વર્લ્ડની વસ્તુ દેખાય બધી અને લાખો પ્રશ્નો પૂછાય છે અને પ્રશ્નોના એક્કેક્ટ જવાબ મળે છે. અમને કંઈ ઓછા પ્રશ્નો પૂછાયા હશે ?
પ્રશ્નકર્તા : બહુ પૂછાયા હશે.
દાદાશ્રી : એક જગ્યાએ પંદરસો-બે હજાર માણસ બેઠું હશે, તેમાં પ્રશ્નોની ઝડાઝડી બહુ થઈ. મેં છૂટ આપી હતી. મેં કહ્યું'તું કે ખુલ્લા દિલથી જેને જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછો. બે-ત્રણ દહાડા સુધી ખૂબ પ્રશ્નો થયા. અત્યારે એ લોકો મને ભેગા થાય છે કે, દર્શન કરવા આવે. ત્યારે મેં પૂછયું, ‘તમે જ્ઞાન લીધું ?” ત્યારે એ કહે છે, “નથી લીધું, જ્ઞાન તો લેવાનું છે. પણ જ્ઞાન લીધા વગર જ તમારી વાત અમને પરિણામ પામી.’ મેં કહ્યું, ‘શું પામ્યા ?” ત્યારે એ કહે છે, “અમે જે પ્રશ્નો કર્યા હતા ને, એનો ખુલાસો થયો ને, એ ખુલાસા જ કામ કરી રહ્યા છે. અમને મહીં અજબ શાંતિ આપે છે. બીજા કશાની ય અમારે જરૂર નથી. કારણ કે ક્યાંય અમારા આવા ખુલાસા થયા ન હતા. જે ખુલાસો જોઈતો હતો તે કોઈ કરી શકયા ન હોતા.” એવું બને ખરું કે નહીં ?
અહીં સમજાય, તમામ શાસ્ત્રો ! પ્રશ્નકર્તા : એ ચેતનતા વગર ખુલાસા નથી મળતા.
દાદાશ્રી : પછી અમેરિકામાં એક વિજ્ઞાની હતો. એણે જેટલાં પ્રશ્નો પૂક્યા એના જવાબ આપ્યા. એટલે મને કહે છે, ‘તમે તો ઓક્ઝર્વેટરી છો વર્લ્ડની.” એના બધા પ્રશ્નોના ખુલાસા થઈ ગયા. હું સાયન્ટિસ્ટોને બધું આપવા તૈયાર છું, પણ એ ભેગા થાય તો ને ! આખા વર્લ્ડના સાયન્ટિસ્ટો ભેગા થઈને આવે તો બધું આપવા તૈયાર છું. આખું વર્લ્ડ આમ આગળ વધી જાય એટલું આપવા તૈયાર છું. મન શી રીતે ઊભું થયું, બુદ્ધિ શી રીતે ઊભી થઈ, ચિત્ત શી રીતે ઊભું થયું, અહંકાર શી રીતે ઊભો થયો, જગત શું
Page #92
--------------------------------------------------------------------------
________________
[૨] સત્તા શોધકને
શાંતિ કરાવે એ સાચા ઉપદેશક !
પ્રશ્નકર્તા : જીવનમાં શાંતિ જોઈએ, તો એ શાંતિ કઈ રીતે મળે ? દાદાશ્રી : ઉપદેશક સાચો મળે તો. સાચો ઉપદેશક કોને કહેવાય ? જેનામાં અશાંતિ હોય જ નહીં. બિલકુલે ય ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ ના હોય, જે પૈસા લેતા ના હોય, વિષય અને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, ત્યાં સાચી શાંતિ મળે. બીજી જગ્યાએ શાંતિ હોય જ કેવી રીતે ? અત્યારના આ તો ઉપદેશક જ કહેવાય નહીં ને !
શાંતિ વધે, ક્લેશ થાય નહીં, એનું નામ ધર્મ કહેવાય. આ તો બધા ધર્મ જ નથી. આ તો (ન્યુઝ)પેપરના જેવું. આ નવાં પેપરો ! આને ધર્મ કેમ કહેવાય ? આટલો આટલો ધર્મ કરે છે. તો ય ક્રોધ-માન-માયા-લોભ, એ નબળાઈ એટલી ને એટલી જ રહે છે. તમને કેમ લાગે છે ? અશાંતિ ઓછી ના થવી જોઈએ ? સાબુ ઘાલીને કપડાંનો મેલ ઓછો ના થાય ? એટલે આ માર્ગ ન હોય.
વાણીનો સિદ્ધાંત
૧૮૧
એમાં ભૂલ કોતી ?
આ લોકો બધા ચાલે છે, બધી ધર્મની વાતો કરે છે, એમાં એવું ય અક્ષરે ય સાચો છે ? એમ પૂછો તો ખબર પડે કે એવું ય અક્ષર સાચો નથી આમાં. આ બધી વાતો ચાલે છે, કલ્પિત વાતો છે બધી ! કલ્પિત વાત ને સાચી વાતમાં ફેર ખરો ?
પ્રશ્નકર્તા : ઘણો ફેર.
દાદાશ્રી : અને અત્યારે તો બધા જ ધર્મો બેસૂરા થઈ ગયા, ત્યારે તો આ દશા થઈ લોકોની. નહીં તો ધર્મ સુખ આપ્યા વગર રહે જ નહીં. ભલેને જ્ઞાન ના હોય. પણ ધર્મ એનું નામ કહેવાય કે સુખ આપે જ. ત્યારે તો એ જ ધર્મ દુઃખ આપે છે, ચિંતાઓ કરાવે છે. ત્યારે એ ધર્મની ભૂલ થઈ હશે કે કરનારની ભૂલ થઈ હશે ?
પ્રશ્નકર્તા : કરનારની. ધર્મની કંઈ ભૂલ ના હોય.
દાદાશ્રી : ત્યારે કરનાર કહે છે કે સાહેબ અમે શું કરીએ ? અમને જેવો ઉપદેશ મળ્યો છે, એવું અમે કરીએ છીએ.
મેં બે જણાને કહ્યું, ‘અલ્યા, તમે આ શું કરો છો ? ત્યારે એ કહે, ‘આ ફલાણા સંતની કેટલી બધી સમજ છે !' અલ્યા ભઈ, એ તો સ્થૂળ વાત છે. આ સમજીને તો તમે આગળ આવ્યા છો. હવે તમે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ સમજો. આ તો સ્થૂળ વાત છે. બિચારા ઉપલાં થ૨માં છે, ફર્સ્ટ લેયરમાં છે. અને તમે તો કેટલાંય લેયરની નીચે સૂક્ષ્મમાં આવ્યા છો. તમે તો ડેવલપ થયેલા છો. સાચી વાત તો સમજવી જ પડશે ને ?
સુધરે તે સાચું !
પ્રશ્નકર્તા : મારે એટલું પૂછવું છે કે આ જે બધી કથાઓ થાય છે, એનું ફળ કેટલું પહોંચે ?
દાદાશ્રી : એ તો એવું છે ને, કિન્ડર ગાર્ટનનાં છોકરાંઓને ત્યાં મેટ્રિકવાળાને બેસાડીએ તો વખત નકામો જાય કે સારો જાય ?
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૮૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૮૩
પ્રશ્નકર્તા : નકામો જાય. દાદાશ્રી અને કિન્ડર ગાર્ટનવાળાને મેટ્રિકમાં બેસાડે તો ? પ્રશ્નકર્તા : એનો વખત નકામો જાય.
દાદાશ્રી : હા, તે એના સ્થળમાં એ જે કરે છે એ બરાબર છે. જેને ના ગમતું હોય હૃદયથી જ, હલકું લાગતું હોય કે આ હલકું સ્ટાન્ડર્ડ છે, એવું પોતાને સમજાતું હોય તો પછી ના જ જાય ને !
પ્રશ્નકર્તા : મેટ્રિકવાળાને પહેલી ચોપડીમાં બેસાડી દીધાં એવું લાગે.
દાદાશ્રી : હા, અને જે જ્યાં જ્યાં જાય છે ને, તે એની ચોપડી પ્રમાણે જાય છે. ને જો ત્યાં અસંતોષ રહેતો હોય તો આપણે કહેવું કે ભઈ, ઠંડો ત્યાં આગળ. પણ પેલાને સંતોષ રહેતો હોય તો આપણે કહેવું કે, બહુ સારી વાત છે.
પ્રશ્નકર્તા : પણ આ કથા આટલા બધા લોકો સાંભળે તો એમને કંઈ લાભ થાય કે નહીં..
દાદાશ્રી : થાયને. આ તો લોકોને માટે સારા ભાવ કરે છે બિચારા. પૈસો લેતાં નથી, લેવાની જગ્યા છે અને જોઈતા હોય તો ભેગા થાય એવા છે, છતાં લેતાં નથી. એટલે લોકોને લાભ થાયને, બહુ થાય, પણ આમાં જ્ઞાનમાં સાચી વાત નહીં. સૈદ્ધાંતિક વસ્તુ નહીં આમાં. આ એક પ્રકારની ગાંડીધેલી પણ ભગવાનની ભક્તિ છે. છતાં સૈદ્ધાંતિક વાત નથી, એટલે આપણને ફરી પાછી આમાં ભૂગ્લ ના થાય, એવી વાત નથી. આ તો ગાડાં ગબડ્યા કરે.
પ્રશ્નકર્તા : એટલે વાણી વિલાસ ખરોને ત્યાં ?
દાદાશ્રી : એ વાણી વિલાસ નથી. આ વાણી એની રસાળી છે. વાણી વિલાસ તો ક્યારે કહેવાય ? ખાલી વાણીના જ રૂપાળા ભાવ કરવા. આ તો રસાળી વાણી છે. તેથી લોકોને બહુ મહીં ઈન્ટરેસ્ટ પડે છે ને તેથી કાળજે ઠંડક થાય છે. કારણ કે હંમેશાં ચોખ્ખા માણસની વાણી રસાળી હોય. એટલે બહુ લોકોને ઠંડક થાય મહીં. બળે દહાડા સુધી તો એવી
સરસ ઊંઘ આવે, એટલું બધું હોય, જાણે એમણે શું ય આપી દીધું. પણ ઊઠી ગયા પછી કશું નહીં ! જેમ નાહીને નીકળ્યા પછી, હતો એવો ને એવો થઈ જાય છે ને ? એવું આ બધું.
ત્યાં લાખો લોકો આવે પણ એ એકે ય માણસ સુધરે નહીં. પ્રશ્નકર્તા : થોડો ઘણો તો ફેરફાર થાય કે નહીં ? દાદાશ્રી : સુધરે નહીં. પ્રશ્નકર્તા ત્યાં એટલો વખત એને સ્મશાન વૈરાગ્ય જેવું રહે ?
દાદાશ્રી : ના, સ્મશાન વૈરાગ્યની તો વાત જ નહીં. એટલો વખત આનંદ થાય, એકાગ્રતા રહે ને, તે આનંદ થાય. એટલો વખત આ સાચું કહે છે, “આ આવું હોય તો સારું,’ એમ રહે.
આ તો કહેશે, કથામાં દસ હજાર માણસ ભેગું થયું. કથા સાંભળીને આવ્યા. આવ્યા પાછા તેનાં તે જ. ઘેર વઢવાડ ચાલતી જ હોય, તે બોલે ય ખરાં અંદરખાને, કશું કોઈ માણસ સુધરતો નથી. શી રીતે સુધરે તે ? જ્ઞાન હોવું જોઈએ.
આ બધા ય એવું કહે, ‘ભગવાને આ બનાવ્યું.” પછી શી રીતે એ માણસ સુધરે ? આ તો વૈજ્ઞાનિક રીત જાણવી જોઈએ. ‘કોણે બનાવ્યું ? કેવી રીતે છે આ ?!' નહીં તો ફેરફાર ના થાય. એક માણસ સુધરતો મેં જોયો નથી. તમને લાગે છે ફેરફાર થાય એવું ?
પ્રશ્નકર્તા : ફેરફાર થતો નથી. ઘણાને શાંતિ મળે છે.
દાદાશ્રી : શાંતિ એટલે સગડી શાંતિ. સગડીની પાસે બેસીએને, એટલો વખત ટાઢ ઉડે એટલું જ.
એટલે એવું એક જણે મને કહ્યું કે, આપણે ત્યાં વધારે માણસ કેમ આવતા નથી ? મેં કહ્યું, હિન્દુસ્તાનમાં અબજોપતિ કેટલા ? એ અબજોપતિ જેમ પુણ્યશાળી હોયને, તેમ અહીં પુણ્યશાળી હોય તે જ ભેગો થાય. બાકી અહીં માલ બીજો ના હોય.
Page #94
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૮૫
મારી આજ્ઞામાં રહેવું પડે અને એ તો સહેલું છે. એમાં ફક્ત છે તે જૂનાં કર્મો હેરાન કરે છે. ડિસ્ચાર્જ કર્મો એને ધક્કા માર માર કરે. પણ એનો સમભાવે નિકાલ કરી નાખવાનો.
આચરણમાં ન લાવે તે રેડિયા!
૧૮૪
વાણીનો સિદ્ધાંત અને આપણું ‘આ’ તો કાયમનું કહેવાય, પરમેનન્ટ કહેવાય. આની ક્યાં વાત થાય ? આ તો કોઈ કાળે ય હોતું નથી. પણ આ તો એની મેળે કુદરતી રીતે ઊભું થઈ ગયું, તે થઈ ગયું. વૈજ્ઞાનિક છે પાછું. નહીં તો બધે છોડવાનું હોય. આપણે અહીં છોડવાનું નથી. અહંકાર ને મમતા છોડાવી આપું, એટલે પછી રહ્યું કશું છોડવાનું ?
ધર્મ : મર્મઃ જ્ઞાતાર્ક પ્રશ્નકર્તા : અમે પ્રવચન નથી રાખતા. સંતોની વાડમય વાણીનો પ્રસાદ એટલે પછી સંતો જે બોલે એ.
દાદાશ્રી : એ જે પ્રવચન છે, એ ધર્મ કહેવાય. અને સંતની વાણી એ ધર્મનો મર્મ કહેવાય અને એવું સો ટકા મર્મ થાય ત્યારે જ્ઞાનાર્ક નીકળવાનો શરુ થાય. તે આપણો આ જ્ઞાનાર્ક છે. એથી આગળ કશું જાણવાનું બાકી ના હોય તે.
ફેર, બેઉ ઉપદેશમાં. પ્રશ્નકર્તા : બીજા કેટલાક ઉપદેશ આપે છે. ત્યારે આત્મા ઉપરનો એમનો ઉપદેશ હોય અને આપ પણ આત્મા પર વાત કરો છો. એટલે એ ઉપદેશ અને આપના ઉપદેશમાં શું ફરક છે ?
દાદાશ્રી : અમારો આ અનુભવનો ઉપદેશ છે. આ ઉપદેશ જે છે. તે ક્રિયાકારી છે. ક્રિયાકારી એટલે જે સાંભળો છો, તે ક્રિયા અમલમાં આવે. અને બીજા કોઈનો ઉપદેશ ક્રિયા અમલમાં ના આવે. આ ક્રિયાકારી જ્ઞાન છે, એને ભગવાને જ્ઞાન કહ્યું. અને જે ક્રિયાકારી જ્ઞાન ના હોય, એ જ્ઞાનને ભગવાને શુષ્ક જ્ઞાન કહ્યું.
દીતતા જાય, તે ધર્મ ! દીનતા તમે જોયેલી લોકોની ? આ મોટા મોટા ઉપદેશો આપે છે ને, એમને એક જ દહાડો જેલમાં ઘાલી દે તો ? ટાઢોટપ ! દીન થઈ જાય ત્યારે. જેલમાં ઘાલો, શૂળીએ ચઢાવો, તો ય જેને દીનતા ઉત્પન્ન નથી, ત્યાં સાચો ધર્મ છે. આ માર્ગ તદન દીનતા જાય એવો છે. પણ
પ્રશ્નકર્તા : ધર્મની વાતો, પ્રવચન, વ્યાખ્યાન સાંભળ્યા છતાં જીવ ધર્મનું સતત આચરણ કેમ કરી શકતો નથી ?
દાદાશ્રી : રેડિયો પરનું સાંભળેલું ધર્મનું પ્રવચન ના ચાલે. ધર્મની વાતો, પ્રવચન, વ્યાખ્યાન રેડિયો પર સાંભળીએ તો ના ચાલે. રેડિયો પર સાંભળો છો ?
પ્રશ્નકર્તા : રેડિયો પર સાંભળીએ, રૂબરૂ પણ સાંભળીએ, પણ આચરણમાં મૂકાતું નથી.
દાદાશ્રી : આચરણમાં ના આવ્યું તો જાણવું કે આ બધા રેડિયા હતા. અને એ સાહેબને પણ કહી દેવું કે તમારો રેડિયો બહુ સારો છે. પણ આચરણમાં નથી આવતું. આચરણમાં લાવે, એ રેડિયો નહીં. આવા રેડિયા તો બધા ઠેરઠેર વાગ્યા જ કરે છે. આપણે રેડિયાની જરૂર નથી.
ત ઊગે એ વચત... અહીં હિન્દુસ્તાનમાં ઉપદેશ આપવાનો અધિકાર કોને છે ? કે જેનું વચનબળ હોય. હું કહું કે ‘ભાઈ, તમે ડુંગળી ખાશો નહીં.’ તો મારા વચનબળના આધારે અને પેલાની ઇચ્છા, એ બે એટ-એ-ટાઈમ કામ કરે.
વચનબળ જોઈએ. જેનું વચનબળ સિદ્ધ ના થાય એ બધા રેડિયા છે. તમને રેડિયો(પ્રવચનો) બહુ ગમે, નહીં ? મઝા આવે ને ? સાંભળ્યું તો કાન પવિત્ર (!) થયો ને ? એ કાન પવિત્ર ના ચાલે. મહીં અંતઃકરણ પવિત્ર કરવું પડશે. રેડિયો સાંભળ્યા પછી રેડિયો સાંભર સાંભર કરે પછી.
પ્રશ્નકર્તા : હજી રેડિયા સાંભળવા ગમે છે. દાદાશ્રી : એ તો ગમે ને ! એવું છે ને, રેડિયાથી ફાયદો એક એ
Page #95
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૧૮૭
૧૮૬
વાણીનો સિદ્ધાંત થાય છે કે રેડિયો સાંભળતો હોય ને, તે વખતે રમી રમવાના વિચાર ના આવે, ખરાબ વિચારો ના આવે. આપણે અહીં રહ્યા એટલે બીજી અવળી જગ્યાએ ના ગયા, એ લાભ.
છતાં ય ખોટું નથી. જો એને ખોટું કહેશો તો લોક રમી રમવા જતા રહેશે, દારૂ પીવા જતા રહેશે. માટે એ ખોટું નથી. જેને સાંભળીને સતત આચરણ કરવું હોય તેને પછી વચનબળવાળા પાસે જવું. અને જેને આચરણની પડી નથી, તેને તો આ રેડિયા જ સારા છે. રેડિયો સાંભળ સાંભળ કરીએ તો આચરણમાં ના આવે.
મને એક જણ કહે છે, “આ સાહેબને તમે રેડિયો કહો છો ?” મેં કહ્યું, “બીજુ શું કહેવાય ત્યારે ?” જેનો શબ્દ ઊગતો નથી, એને શું કહેવાય ત્યારે ? એ રેડિયો જ કહેવાય. રેડિયો ના હોય ને, તો એના શબ્દ તો ઊગે, વચનબળવાળા હોય અને જેના વચનની મહીં બળ જ નથી, એ તો બધા રેડિયા જ છે. આ બધા રેડિયા વાગ્યા જ કરે છે ને ! બોમ્બે રેડિયો, ઓલ ઇન્ડિયા રેડિયો, બધા રેડિયા વાગ્યા જ કરે છે ને ! વચનબળ ના હોવું જોઈએ ?
પ્રશ્નકર્તા : આજે વચનબળ ઓછું થતું જાય છે ને ?
દાદાશ્રી : વચનબળ છે જ નહીં ને ! ક્યાંથી લાવે ? લાવો ને, એકે ય માણસ મને વચનબળવાળો દેખાડો જોઈએ, એ તો જે વાણીમાં કેટલું ય વચનબળ હોય, ત્યારે આપણે કહીએ ‘ઊઠ’ તો એ ઊભો થાય, ને ‘બેસી જા’ કહીએ તો બેસી જાય. એટલે વચનબળ જોઈએ.
અત્યારે આ વીસ હજાર માણસોને કહી દઉં તો બધા અમારી આજ્ઞા માને. અમારા શબ્દનાં આધારે જ એ બધા ચાલવાના, આજ્ઞામાં જ નિરંતર
રહેવાના.
પ્રશ્નકર્તા : જોઈએ વચનબળ.
દાદાશ્રી : તમે કોઈને કહો કે “ભઈ, હું તો પૈસાની તમને પ્રોમીસરી નોટ નહીં લખી આપું. હું જુબાનથી બોલું છું, એટલે હું તમને પૈસા પાછા આપીશ.” અને તે તેમને પૈસા આપે. તો તમે વચનબળવાળા ન હોય ? અને પેલા કાગળિયા લખેલા ને, તો ય કોર્ટ જવું પડે. એ કામનું જ શું છે ?'
અમારા એક એક શબ્દમાં અનંતગણું વચનબળ છે, તેથી આ એક એક શબ્દ ઊગે. બીજી બધી વાણીઓ ઊગે નહીં કશું. આ બધી વાણીઓ અનંત અવતારથી ખેતરમાં નાખ નાખ કરે, પણ એનુય શબ્દ ઊગ્યો નથી.
જ્ઞાની પુરુષનો એક શબ્દ આરપાર નીકળી ગયો હોય, તો તેનો સર્વસ્વ રોગ કાઢી નાખે. આ વાણી અંદર ઉતરી ગઈ હોય, પછી એ નીકળે નહીં. બહુ વચનબળ, જબરજસ્ત ! ત્યારે જ આ વગર વાંચે આ બધું કામ થાય છે. એમ ને એમ જ થાય છે ને ?!
પ્રશ્નકર્તા : એક દિવસ આપે કહેલું કે આપણને કોઈ આડુંઅવળું બોલે તો સમજી જવાનું કે ટેપરેકર્ડ બોલે છે. હવે ભૂલે ચૂકે કોઈ સંતની વાણીને પણ ટેપરેકર્ડ સમજી લે, તો એ લાભ ચૂકે ને ?
દાદાશ્રી : ભૂખ્યો માણસ ખાવાનું છોડી દે ખરો ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તેમ સારી વાત હોય તો, ટેપરેકર્ડ અહીં ગટરમાંથી બોલતી હોય તો ય તે ઘડીએ સાંભળી લે. સારી વાત હોવી જોઈએ.
ગાળ ભાંડે તો આપણે ‘ટેપરેકર્ડ” માનીએ તો આપણને રીસ ના ચઢે અને ખરેખર ટેપરેકર્ડ જ છે. પછી રીસ ચઢવાનું ક્યાં કારણ રહ્યું ? અને સારી વાત હોય તો તો માણસ છોડે જ નહીં ને ! ગટરમાંથી નીકળતી હોય તો ય, લખી લે ત્યાં ઊભો રહીને ‘અલ્યા, ગંધ આવે છે ને ?” ત્યારે કહે, ‘લખી લે. સારી વાત કોઈ માણસ છોડે જ નહીંને, ટેપરેકર્ડની હોય કે ગમે તેની હોય.
વધુ જોખમ ઘેટાંતે કે ભરવાડને ? પ્રશ્નકર્તા: પંડિતો ઉપદેશ આપે અને સાધુઓ ઉપદેશ આપે, તેમાં વધારે દોષ કોનો લાગે ?
દાદાશ્રી : દોષ તો સાધુઓને, પંડિતોને નહીં. પંડિતો તો જવાબદાર
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૮૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૮૯
નથી. એ તો અર્થના કરનારા છે. અને અર્થનો અવળો અર્થ કરે તો એમની ગુનેગારી તેમને થાય. બાકી એ ઉપદેશક ના કહેવાય. ઉપદેશક જ વધુ જોખમદાર. અને પંડિતો તો એટલા જ ગુનેગાર કહેવાય કે અર્થનો અનર્થ કર્યો. તે તો સંસારમાં ય બધે થઈ રહ્યું છે. પંડિતો ‘મહારાજને ભણાવે તો ય પંડિતો જોખમદાર નથી. ‘મને જે આવડ્યું, તે તમને જણાવ્યું', કહેશે.
આ તો ઉપદેશક થઈ જાય અને પછી એણે લોકોને ઉપદેશે ય સમજણ પાડી હશે ને ? કો'કને તો સમજણ પાડી હશેને ? જુઓ પોતાની જવાબદારી પર પોતે અર્થપૂર્ણ સમજણ પાડે છે. કૃપાળુદેવે તો એમ કહ્યું કે અમારા વાક્યો નીચે અંડરલાઈન ના કરશો. એ શું કહેવા માગે છે ? તું ડખો ના કરીશ. તારી બુદ્ધિ નહીં પહોંચે. તેનો જ આ લોકો ઉપદેશ આપવા માંડ્યા. એમાં જવાબદારી કોને આવશે ? સાંભળનારને કે ઉપદેશકને ?
પ્રશ્નકર્તા : ઉપદેશકને.
દાદાશ્રી : બાકી હું તો બોલીશ, કારણ કે મને તો કોઈની પર રાગદ્વેષ નથી.
એમાં ભૂલ માસ્તરતી કે નિશાળિયાની ? ‘આ તો ઉપદેશ આપતા નથી અને ગુરુ થઈ બેઠાં છે. એ મારે જોઈએ નહીં. મને તો જે ઉપદેશ આપે, મને કંઈ પણ જાગૃત કરે, હેલ્પ કરે એ મારા ગુરુ.” કહ્યું !
આજના જે ગુરુઓ વાણી બોલે છે ને તે તો જોડે બેઠેલાં હોય, તેને જ નથી ગમતી ને. શિષ્યને જ ના ગમતી હોયને.
પ્રશ્નકર્તા : ઘણી વખત એવું બને છે કે ઉપદેશ સાંભળવા પચ્ચીસ માણસો બેઠાં હોય. એમાં પાંચને સ્પર્શી જાય ને બાકીના વીસ એવા ને એવા કોરા રહે છે. એમાં ઉપદેશકની ભૂલ કે ગ્રહણ કરનારની ભૂલ ?
દાદાશ્રી : આમાં સાંભળનારની શી ભૂલ છે બિચારાની ?! ઉપદેશકની ભૂલ છે ! સાંભળનાર તો છે જ એવા. એ તો ચોખ્ખું જ કહે છે ને કે “સાહેબ, અમને તો આવડતું નથી, તેથી તો તમારી પાસે આવ્યા
છીએ.’ પણ આ તો ઉપદેશકોએ રસ્તો ખોળી કાઢયો છે, પોતાનો સ્વબચાવ ખોળ્યો છે કે ‘તમે આમ કરતા નથી, તમે આમ....” એવું ના કહેવાય. તમારે ત્યાં હેલ્પ માટે આવ્યો ને તમે આવું કરો છો ?! આ તો ઉપદેશકોની ભૂલ છે. આ સ્કૂલના જેવી વાત નથી. સ્કૂલની વાત જુદી છે. સ્કૂલમાં જેમ છોકરા કશું કરતા નથી, એ જુદું છે ને આ જુદું છે. આ તો આત્મહિત માટે આવેલા છે. જેમાં બીજી કોઈ જાતની ખરાબ દાનત નથી. સંસારહિત માટે નથી આવેલા. એટલે આ ઉપદેશકે બધું કરવું જોઈએ.
પણ આ તો પોતાનું ચારિત્રબળ નથી, એટલે આ લોકોએ શોધખોળ (!) કરેલી, ને પછી શિષ્ય પર ચિઢાયા કરે. એનો અર્થ જ નહીં ને ! એ તો બિચારા છે જ એવા. લેવા આવ્યા છે, તેની જોડે કકળાટ ને ક્લેશ કરવાનો ના હોય !!
જ્યાં આગળ ક્રોધ-માન-માયા-લોભ ઓછા થતાં જતા હોય, જ્યાં મતભેદ ઓછા થતાં જતા હોય, જ્યાં શાંતિ વધતી જતી હોય, એ સ્ટેશને જઈએ. બીજી જગ્યાએ જવાતું હશે ?
લો રૂપિયો ખખડાવીને પ્રશ્નકર્તા : એમની વાણી પેપરોમાં આવે છે.
દાદાશ્રી : એ વાણી, વાણી જ ના કહેવાયને ! એ વાણી સાચી નહીં. આ બધી વાણી આવે છે ને તે લોકવાણી છે. લોકોની ભાષામાં બરાબર છે. અલૌકિક ને લૌકિક તમે સમજ્યા ? એ લૌકિકના હિસાબે બરોબર છે. અને અલૌકિકના હિસાબે બરોબર નથી. આપણે અલૌકિક સાથે ભાંજગડ રાખવી.
આગ્રહી વાણીથી રીઝર્વેશત, ચારપણામાં ! પ્રશ્નકર્તા : આગ્રહ એ પોઈઝન છે, એ બરોબર છે ?
દાદાશ્રી : બહુ મોટું પોઈઝન છે. આગ્રહવાળી વાણી ય વાંચવી નહીં. આ બધી આગ્રહવાળી વાણીને એટલે પોઈઝનસ્ વાણી કહેવાય.
પ્રશ્નકર્તા : અત્યારે તો બધી આગ્રહવાળી જ વાણી જોવા મળે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તો બીજું શું મળે અત્યારે તો ? આ જે વાણી છે ને આગ્રહવાળી, એનાથી એવા એવા દોષ બેસે છે, કે એને તીર્થંચનું રીઝર્વેશન મળી જાય છે, ચાર પગવાળાનું. એટલે પછી એને રીઝર્વેશન કરાવવું ના પડે. તૈયાર રીઝર્વેશન મળતું હોય, શું ખોટું ? ચાર પગને એક પૂંછડું બસ. ખઈ-પીઈ ને મોજ !! એની ટિકિટ એનું રીઝર્વેશન મળી જાય છે. એને અત્યારે કેટલા ટકાએ અહીં આગળ રીઝર્વેશન કરાવ્યું છે, એ જો હું કહું તો ખોટું દેખાય. માટે એ હું કહેતો નથી કોઈને. નહીં તો અહીં છે ત્યાં સુધી અહીંનું જે સુખ છે તે ય થોડો વખત યાદ રહેશે નહીં. જો કે થોડો વખત યાદ રહે તો ય પણ એનું સુખ જતું રહે ઉલ્ટું.
૧૯૦
એવું છે ને, અમારે કોઈના માટે કંઈ બોલવું પડે તો તે ના બોલાય. કોઈને માટે મારાથી બોલાય નહીં. કોઈ જીવમાત્રને માટે હું નથી બોલતો.
પ્રશ્નકર્તા : તમારા બોલવાથી કોઈનું ભલું થતું હોય તો એટલું તો તમારે બોલવું જોઈએ ને ?
દાદાશ્રી : ભલું તો હું એટલું કહું કે ભઈ, તને અંતર ઠરે, એવું જ્ઞાન પ્રાપ્ત થાય તો તું ત્યાં આગળ જજે. પણ એવું જ્ઞાન ત્યાં છે નહીં ક્યાંય !
સંતવાણીતી સહાય શુભાશુભ સુધીતી !
પ્રશ્નકર્તા : તો પછી સંતોની વાણી ખોટી કે નહીં ?
દાદાશ્રી : ના. ખોટી નહીં. એ એટલે શુભાશુભ અશુભ છોડાવીને સારું કરાવડાવે છે. ‘ખરાબ કાર્યો છોડી દો અને સારું કરો, તો તમને સુખ થશે.’ એમ કહે છે એ. એ કંઈ ખોટું કહેતા નથી. પણ બેમાં અહંકાર
જ છે. ‘સારું કરો’ એ પણ અહંકાર ને ‘ખોટું કરો’ એ પણ અહંકાર ને ! તમને કેમ લાગે છે ? અને એ કોઈને કરવાની સત્તા હશે ખરી ? વર્લ્ડમાં કોઈ માણસને સંડાશ જવાની શક્તિ હશે ? આ તો બધા ગાયા કરે છે, એટલું જ છે. નિમિત્ત છે એક જાતનું, સંતો બિચારા ‘દારૂ છોડી દો, ફલાણું છોડી દો’ બોલ્યા કરે ને પેલો પીયા કરે. ચાલ્યા કરે છે ને ?! છતાં એવા ય સંતો છે કે જે વચનબળવાળા હોય છે. પેલાને કહે ને ‘તારે દારૂ છોડી દેવો પડશે.' તો પેલાને દારૂ છૂટી જાય છે. છે એવા !!
વાણીનો સિદ્ધાંત
૧૯૧
એ માવઠું કહેવાય !
એટલે આ લોકો શું માગે છે ? ‘ગૂંચવાડા કાઢી આપો’ કહે છે, ત્યારે ઉપદેશકો ઉપદેશ આપ આપ કરે છે કે ‘દયા રાખો, શાંતિ રાખો !’ અલ્યા શાની શાંતિ રાખવાની ?’ અત્યારે દયા રહેતી હશે આ કાળમાં ?
આ કાળમાં શી રીતે દયા રાખે ? એટલે ચોપડીઓ લોકોએ અભરાઈ પર મૂકી દીધી. કારણ કે કામ લાગતું નથી. એમાં જે લખ્યું છે એવું અત્યારે એડજસ્ટ થતું નથી, એટલું ઊંચું મૂકી દીધું. હવે આ કાળમાં ઉપદેશ આપવા નીકળ્યા છે !
હિન્દુસ્તાનના લોકોને ઉપદેશ આપવાની જરૂર નથી. અહીં તો ગૂંચવાડા કાઢનાર માણસોની જરૂર છે. એમનો ગૂંચવાડો કાઢી આપે તો ઘણું છે, ઉપદેશ તો આ દેશમાં આપવાના હોતાં હશે ? એ લોકો બધું ય જ્ઞાન સમજે છે. આ તમે બધું જ્ઞાન નથી સમજતા ? હું ઉપદેશ આપું, તે તમે ના સમજો કે શાંતિ રાખવા જેવી છે ?
બાકી આ લોકોના ઉપદેશો તો નકામા જાય છે. વાદળાનાં ગડગડાટ આવે છે ને જાય છે ને કમોસમે વરસાદ પડે છે, તે માવઠાં કહેવાય. તે આપણે કબૂતર માટે ચણ નાખ્યું હોય, તે ઊગી નીકળે. પછી કબૂતરાં બિચારાં ભૂખે મરે.
વાસિત્ બોધ !
પ્રશ્નકર્તા : એક સ્તવનમાં જ આવે છે કે ‘વાસિત બોધ આધાર’.
દાદાશ્રી : હા. વાસિત બોધ આધાર એ બહુ જ મોટી વાત છે. અહીં કહે છે, ‘હે ભગવાન ! અમારે ભાગ તો વાસીત બોધ આધાર આવ્યો.’ બોધ મળે છે પણ વાસિત.
પ્રશ્નકર્તા : વાસિત એટલે જૂનો ?
દાદાશ્રી : ના. જૂનો નહીં, જૂનો હોય તો તો સારો. વાસિત એટલે જે માણસ વાસનાવાળા છે, તેનો બોધ અમને મળે છે. એટલે એ અમને નિર્વાસિત બનાવતા નથી. બોધ નકામો જાય છે. બોધ નિર્વાસિત જોઈએ.
Page #98
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
જેને વાસના નથી, એનો બોધ જોઈએ. તે આ ભગવાનને તેથી અરજીઓ કરી છે કે અત્યારે આધાર કશો રહ્યો નથી અને બોધ વાસિત છે તેથી બહુ કંટાળી ગયા છે.
૧૯૨
અત્યારે આપણો આ બોધ વાસિત ના કહેવાય. નિર્વાસિત બોધ જોઈએ, એ મહાવીર બોધ કહેવાય.
વાસિત બોધ આધાર એટલે શું કે જેને માનની કામનાઓ છે, કીર્તિની કામનાઓ છે. હવે આ સાધુઓને સ્ત્રી અને લક્ષ્મીની કામનાઓ તો ના હોય. ત્યારે માનની કામનાઓ, માનની ભીખ, કીર્તિની ભીખ‚ દેરાં બાંધવાની ભીખ, એ બધી ભીખો-કામનાઓમાં બધા પડ્યા છે, વાસનાઓમાં પડ્યા છે. એ જાતની વાસનામાં જ રહ્યા કરતો હોય, એનો બોધ કેમ અસર કરે ? એ તો જેને કીર્તિની ભીખ નથી, લક્ષ્મીની ભીખ નથી, સ્ત્રીની ભીખ નથી, કોઈ પણ પ્રકારની ભીખ નથી, તેને આ પરમાત્મપદ મળે. કીર્તિની ભીખ, એટલે જરાક અપકીર્તિ મળી હોય તો મોઢું ઊતરી જાય અને કીર્તિ મળી હોય તો એ ‘એલીવેટ’ પણ થઈ જાય.
આ તો વાસિત બોધને લોકો શું સમજ્યા ? વાસી ! એટલે જૂનાં ઘણા વખતનો, જૂનો. જૂનું તો મધે ય સારું હોય. ગોળ પણ જૂનો સારો હોય. તેમ બોધે ય જૂનો સારો હોય. આ તો વાસનાવાળો એટલે કામનાવાળો છે. તે નુકસાન કરે ઊલટું આપણને. એ ના સાંભળ્યું હોય તો સારું થાય.
જેમ મોટો પ્રખ્યાત હોય ને, તેમ વધુ વાસનાવાળો હોય. જેને આ બધા લોકો મોટા પ્રખ્યાત ગણે છે, એને વધારે વાસના હોય. એક જ્ઞાની પુરુષ એકલા જ નિર્વાસનિક હોય. અને એની વાણી વાસિત ના હોય. વાસનાવાળી ના હોય. એ વાણી તરત ફળે. અમારું વચનબળ મહીં પેઠું તો મહીં કામ કર્યા વગર રહે જ નહીં. એટલે અહીં બોધ કેવો હોય ? નિર્વાસનિક બોધ હોય. શુદ્ધ બોધ હોય અને બહાર બધે તો વાસનાવાળો બોધ અને એમને ય વાસના હોય. લૂગડું ફાટી ગયું હોય તો મનમાં એમ થાય કે આ શેઠ લાવી આપશે, ચશ્માં જોઈતા હોય તો આ લાવી આપશે. એટલે પછી ‘આવો શેઠ, આવો શેઠ' કરે. એ પોતે જ આખો દહાડો અજંપો
વાણીનો સિદ્ધાંત
કર્યા કરે છે. એમનું જ કલ્યાણ નથી થતું, તો આપણો તો ક્યારે ઉકેલ થાય તે ?
૧૯૩
જે વાણી સામાને ગમતી નથી, એ વાત જ બરોબર નથી. વાત સામાને ગમવી જ જોઈએ. વાત કેમ ના ગમે ?! સામા ખોટાં નથી. તો એ લોકો શું કહે ? અક્કલ વગરના. એટલે તમે તો મારી વાત સમજતા જ નથી. અરે, તારી વાત સમજતા નથી કે તું એને સમજાવી શકતો નથી ? પાછો શું કરવા એને ટૈડકાવે છે ? એ તો સમજવા આવ્યો છે. પણ આવું બોલીને સામા માણસને ડિસ્કરેજ કરી નાખે. અને લોકે ય મારા જેવું સામું કદરૂપું બોલે એવા નથી. હું તો સામું કદરૂપું આપું ને, તે એનું માથું હઉ ચઢી જાય. જ્યારે જ્ઞાન નહોતું ને ત્યારે કદરૂપું આપતો હતો. મેં કહ્યું, ‘હું સમજવા આવ્યો છું ને તમે વળી પાછા મને કહો છો કે અક્કલ વગરનાં, સમજણ નથી.'
ખરી રીતે ઉપદેશક કેવા હોય ? એમને ગાળ ભાંડીએ, મારીએ તો પણ અવળું ના બોલે. કારણ કે તમને તો અજ્ઞાન છે એટલે કર્મ બાંધો. પણ એ બાંધે કે ? અત્યારે તો એ ય કર્મ બાંધે, તમારાથી વધારે બાંધે. ત્યાં કલ્યાણ ના થાય.
એટલે વાસનાવાળો બોધ છે બધે. બોધ નિર્વાસનિક જોઈએ, વીતરાગી બોધ જોઈએ. હવે એ અત્યારે રહ્યું નથી. તેથી તો લોક જો તરફડે છે, માછલાને પાણીની બહાર નાખેને અને જે સ્થિતિ થાય, એવી આજના લોકોની સ્થિતિ થઈ છે.
ભગવાન મહાવીરનો કેવો સિદ્ધાંત બોધ ! એક અક્ષર જ જો ફોરેનવાળાએ જાણ્યો હોત ને, તો ફોરેનવાળા ખુશ થઈ જાત. તે આટલી બધી વિશ્વધર્મની પરિષદો ભરાય છે. તેમાં કોઈ અક્ષરે ય સમજતો નથી.
વાંઝીયું જ્ઞાત વધુ આ કાળમાં !
પ્રશ્નકર્તા : આ કાળમાં વાચાજ્ઞાન બહુ છે.
દાદાશ્રી : વાચાજ્ઞાન ચાલે નહીં ને. વાચાજ્ઞાન તો ઘણું ઊંચું હોય.
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૯૪
વાણીનો સિદ્ધાંત
૧૯૫
વાણીનો સિદ્ધાંત પણ ચાલે નહીં ને ! આપણે અહીં વાચાજ્ઞાનનો શબ્દ જ ના હોય ને. આખું જગત વાચાજ્ઞાનમાં પડેલું છે. વાચાજ્ઞાન એટલે જે જ્ઞાન ક્રિયાકારી ના હોય અને આપણું જ્ઞાન તો બીજે દહાડે ક્રિયા કરતું થાય. આપણા શબ્દો બધાં જ અંદર ક્રિયા કર્યા જ કરે. વાચાજ્ઞાન એટલે વાંઝીયું જ્ઞાનશુષ્કજ્ઞાન કહેવાય છે અને આ તો રેડીમેડ, આ તો અહીંથી એક જ અવતાર બાકી રહે એવું આ જ્ઞાન છે.
મૌત દીસે બ્રહ્મચર્યના ઉપદેશમાં પ્રશ્નકર્તા : અત્યારે વિષય સંબંધી બહાર કોઈ બોલતું જ નથી.
દાદાશ્રી : ‘મેરી ભી ચુપ ઔર તેરી ભી ચુપ’ એવું પોલંપોલ ચાલ્યું છે. હું બ્રહ્મચર્ય સંબંધી વાત કરું છું ત્યારે મોટા મોટા આચાર્ય મહારાજોને આશ્ચર્ય થાય છે કે, આ કાળમાં આવી વાત શી રીતે થાય ? મેં કહ્યું, “આ કાળમાં આવું ના હોય તો આ કાળમાં તો માણસ નર્ટે જશે.' કારણ કે પહેલા તો લોકોની એકાદ જગ્યાએ દ્રષ્ટિ બગડતી. આજે તો ઠેરઠેર દ્રષ્ટિ બગડે છે ! તે પછી હિસાબ ચૂકવવા જવું જ પડે. એટલે એ જ્યાં જાય, હલકી નાતમાં જાય તો આપણે પણ હલકી નાતમાં જવું પડે. એ હરિજનવાસમાં જાય તો આપણે પણ હરિજનવાસ લેવો પડે. છૂટકો જ નહીં. હિસાબ ચૂકવવો જ પડે. હવે આ બધાં બાળકોને બિચારાને આની ખબર જ ના હોય કે આની જવાબદારી શું છે ?! તમે જાણો કે આ લોકો આવું કરે છે, તે આપણે ય એવું કરીએ છીએ. વીંછી જો ડંખ મારે તો તરત કેમ છેટા રહો છો ? આમાં ડેખ મારનારું છે એમ કોઈ દેખાડનાર નથી ને ?
આ બ્રહ્મચર્ય ઉપર હિન્દુસ્તાનમાં કોઈ બોલ્યું જ નથી. કારણ કે આ લોકો બ્રહ્મચર્ય પાળી શક્યા નથી. જે લોકોએ પાળ્યું છે, તે આગલા ભવની ભાવનાથી પળાયેલું છે. આગલા ભવની ભાવનાના ફળ રૂપે પળાયેલું છે. પણ તે લીકેજવાળું એટલે પોતે ઉપદેશ આપી શકે નહીં. બ્રહ્મચર્ય ઉપર ઉપદેશ હિન્દુસ્તાનમાં અપાયો નથી. આ પહેલી વખતે બ્રહ્મચર્ય સંબંધી ઉપદેશનું પુસ્તક છપાય છે.
બ્રહ્મચર્ય સંબંધી વાણી કોણ બોલી શકે ? જે એક સમય પણ અબ્રહ્મચર્યને નથી પામ્યા, એક સમય પણ અબ્રહ્મચર્યનો વિચાર જેને નથી,
તો એ બોલી શકે. નહીં તો બીજાનું તો ગજું જ નહીં ને ?! અને જ્યાં અબ્રહ્મચર્ય દશા છે, તે અને પાશવતામાં ફેર શું છે? અબ્રહ્મચર્ય પોતે જ પાશવતા છે. એ તો અબ્રહ્મચર્યનો ફોટો પાડે ત્યારે ખબર પડે ! અબ્રહ્મચર્ય એ તો ઉઘાડી પાશવતા છે. - બ્રહ્મચર્ય માટે બોલવું એટલે બોલનાર પોતે કમ્પ્લીટ બ્રહ્મચારી હોવો જોઈએ. આ તો બ્રહ્મચર્યની વાત આવી કે ચૂપ ! પાછા બ્રહ્મચર્ય ઉપર ભાર મૂકે ખરાં પણ ત્યારે એના ઉપાય બરોબર બતાવેલા ના હોય. બાકી ઉપાય પણ જાણે શી રીતે ? જ્યાં સુધી પોતે બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળ્યું નથી ત્યાં સુધી ઉપાય શી રીતે આપી શકે ? વખતે પોતે બ્રહ્મચારી હોય પણ તો ય બધા લોકોને ઉપાય શી રીતે આપે ? પોતે અભિપ્રાય આપે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ પણ એમ કંઈ પાળી શકે નહીં ? એટલે એ વાક્ય કંઈ યુઝફૂલ નથી થતું. જે વાણી આપણને બ્રહ્મચર્ય પાળવા માટે હેલ્પ કરે, બ્રહ્મચર્ય પળાવડાવે એ વાણી કામની. આવું બોલે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. ત્યારે એ તો એક આશય થયો કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પણ એને કેવી રીતે પાળવું, એના માટે સાધન તો જોઈએ ને ? લોકો વિષય સંબંધી ઉપદેશ આપતા જ નથી, એનું શું કારણ ?
પ્રશ્નકર્તા : એ લોકો ઉપદેશ આપે, તો પણ અસર થાય જ નહીં ને ?
દાદાશ્રી : હા, અસર થાય. જો કદી એમને પોતાને વિષય સંબંધી ચારિત્ર હોય. ભલે તેમને આત્માનું જ્ઞાન ના હોય. ને ઉપદેશ આપે તો તે ફળે. ચારિત્ર વગર બધું નકામું છે.
પ્રશ્નકર્તા : લૌકિક બ્રહ્મચર્યની એ લોકો બાધા આપે છે તે ?
દાદાશ્રી : બાધા આપવાની જરૂર નથી. “બ્રહ્મચર્ય કેમ રખાય ?” તેનાં કારણો દેખાડવાં જોઈએ. નહીં તો બાધા રાખે તો ય તેવો ને તેવો થઈ જાય !
પ્રશ્નકર્તા : કેટલાક લોકો વિષય છોડવાનો ઉપદેશ આપે છે. દાદાશ્રી : એવા ઉપદેશને શું કરવાના ? એ ઉપદેશ જ ના કહેવાય
Page #100
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
ને ? ઉપદેશક તો, એવો બોલ બોલે ને, તો આપણને વિષય ઉપર વૈરાગ આવે કે આવું હોય ?! વિષયનું સ્વરૂપ તો જો જ્ઞાની પુરુષ પાસે સાંભળેને, તો એ તો જીવતું નર્ક છે. વિષયને જો જ્ઞાની પુરુષ પાસે સમજી લે, કે ઓહોહો, આખા જગતની દુર્ગંધ એમાં છે ! આખા જગતનું દુઃખ એમાં છે !! આખા જગતની બધી મુશ્કેલીઓ એમાં છે !!! આ તો કશું લોક જાણતા જ નથી. તેથી મૂર્ખાઈને લઈને આ બધું ઊંધું ચાલ્યા કરે છે.
૧૯૬
ઉપદેશક બે જાતના હોવા જોઈએ. કાં તો જ્ઞાની હોવો જોઈએ ને અજ્ઞાની હોય પણ શીલવાન હોય તો ચાલે ! શીલ ના હોય તો તો કશું કોઈનો દહાડો ય ના વળે. ઊલટાં એમને મળવાથી દુ:ખ વધી જાય. સંપૂર્ણ ચારિત્ર તો કોને કહેવાય ? શીલને ચારિત્ર કહેવાય. શીલ એટલે વિષયનો વિચાર ના આવે. અમને વિષયનો એક પણ વિચાર ના આવે. અમારું ચારિત્ર એ ચારિત્ર કહેવાય. સંયમ પરિણામી એને કહેવાય કે જેને વિષયનો વિચાર જ ના આવે !
‘આ’ પબ્લિક ટ્રસ્ટ એવું છે કે સંપૂર્ણ નીરોગી છે. વર્લ્ડનું ટોપમોસ્ટ છે આ ! તમારે જે રોગો કાઢવા હોય તે કાઢી શકાય એમ છે ! જે સુંદર બ્રહ્મચર્ય પાળતા હોય એમને આધીન રહીને બ્રહ્મચર્ય પાળી શકાય, નહીં તો એ જ પાળતા ના હોય, એમની મહીં ગુપ્ત ડિફેક્ટ હોય, તો ત્યાં પોતાને જ પાળવાની મુશ્કેલી પડી જાય. એટલે બ્રહ્મચર્યની વાત કોઈ કરતું જ નથી ને ? આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ બ્રહ્મચર્ય સંબંધી વાત કોઈ કરતું જ નથી ને ?! હું જેમાં ‘હન્ડ્રેડ પરસેન્ટ' કરેક્ટ હોઉં તેનો જ તમને ઉપદેશ આપું, તો જ મારું વચનબળ ફળે. પોતામાં સહેજ પણ ‘ડિફેક્ટ’ હોય તો બીજાને ઉપદેશ શી રીતે આપી શકાય ?
વિષયની જોખમદા૨ી બહુ જ મોટી છે. મોટામાં મોટી જોખમદારી હોય તો તે વિષયની છે. એનાથી પાંચે ય મહાવ્રત અને અણુવ્રત તૂટે છે. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનાં વાક્યો વિષયનું વિરેચન કેવા પ્રકારે કરાવે ?
દાદાશ્રી : વિષય બંધ થતા જાય દહાડે, દહાડે. નહીં તો લાખ અવતાર ચોપડીઓ વાંચે તો ય કશું ના વળે.
વાણીનો સિદ્ધાંત
૧૯૩
પ્રશ્નકર્તા : એમનું વાક્ય શાથી આવું અસરકારક થઈ શકે છે ?
દાદાશ્રી : એમનું વાક્ય બહુ જબરજસ્ત હોય, જોરદાર હોય ! જુલાબ આપે એવા શબ્દ હોય, એમ કહ્યું, ત્યારથી જ ના સમજીએ કે એમના શબ્દમાં કેટલું બળ છે !
પ્રશ્નકર્તા : એ વચનબળ જ્ઞાનીને કઈ રીતે પ્રાપ્ત થયું હોય ? દાદાશ્રી : પોતે નિર્વિષયી હોય તો જ વચનબળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયનું વિરેચન કરાવે એવું વચનબળ હોય જ નહીં ને ! મન-વચનકાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દથી વિષયનું વિરેચન થાય. ‘જ્ઞાની પુરુષ’નાં વાક્યો વિષયનું વિરેચન કરાવનારાં છે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ ‘જ્ઞાની પુરુષ’ જ નથી.
ત પકડાયો, પડછાયો પણ !
પોતાનામાં જે પરિવર્તન પામેલું હોય એટલું જ માણસને ઉપદેશ આપવાનો અધિકાર છે. હું બ્રહ્મચારી હોઉં તો મારે બ્રહ્મચર્યનો ઉપદેશ
આપવાનો અધિકાર છે. તો આત્મા સંબંધમાં કોઈને ઉપદેશ આપવાનો અધિકાર જ ના હોય. એ આત્મજ્ઞાની સિવાય બીજા કોઈને અધિકાર જ
નથી. આ તો ગમે તે માણસ આત્માની વાત કરવા બેસી જાય છે. હજુ તો અધ્યાત્મમાં આવ્યો નથી.
અધ્યાત્મમાં આવ્યો ક્યારે કહેવાય ? કે આત્મસન્મુખ થાય ત્યારે. આત્મસન્મુખ દિશા પકડે ત્યારે આત્મસન્મુખ થાય. આ તો આત્મસન્મુખ જ નથી ને, દિશા જ નથી પકડાઈ ને.
પ્રશ્નકર્તા : એટલે ત્યાં ચેતનતા હોય જ નહીં.
દાદાશ્રી : ચેતનતા હોતી હશે ? ચેતનતા આ જગતમાં કોઈ જગ્યાએ ના હોય. એક આ ‘અક્રમ વિજ્ઞાન’માં, રિયાલિટીમાં જ હોય. એટલે ચેતનતાની તો વાત જ કોઈએ ના કરવી. એ પછી મોટા આચાર્ય હોય કે બધાં, પણ ચેતનતાની વાત કોઈએ કરવી નહીં. ચેતનતા હોતી હશે ? ચેતનતાનો પડછાયો નથી ને ! પડછાયાની જો વાત કરતા હોય
Page #101
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
તો ય આપણે જાણીએ કે પડછાયો પકડયો છે માટે આ લોકો વસ્તુને પકડશે. તમારો પડછાયો જે માણસ પકડે, પડછાયો જોઈને જ ચાલ્યા કરતો હોય તો એ તમારી જોડે આવશે.
૧૯૮
ચેતનનો પડછાયો હજારો વર્ષથી નથી પકડાયો ને ! આ હમણે નથી એવું નહીં, પણ હજારો વર્ષથી ચેતનનો પડછાયો નથી પકડાયો. એ પકડાવો કંઈ સહેલી વાત છે ? એ ચેતન પકડાવું કંઈ સહેલી વાત છે ? એ કંઈ લાડવા ખાવાના ખેલ છે ? ત્યારે કોઈ કહેશે, એમાં બૈરી-છોકરાં અવરોધક છે ? ના. કોઈ બાપો ય અવરોધક નથી. તારું અજ્ઞાન અવરોધક છે. બૈરી-છોકરાં છોડવાનાં હોય, એટલે તો વસ્તુ છોડવા માંડી તો કેટલી વસ્તુ છોડવાની ?
એટલે ગમે તે માણસ આત્માની વાત બોલે પણ આપણે પૂછીએ ને કે સાહેબ, પણ આત્મા કોને માનો છો આમાં ? તમે ‘કેવળ સત્ય’ની વાત કરો છો પણ આમાં કેવળ શું ને સત્ય શું ? એ બધું કોને માનો છો ? અને આ લોકો શું ય સમજે !!
આ તો અક્રમ વિજ્ઞાન છે તો આત્મા જડ્યો. પડછાયો નહીં, મૂળ આત્મા જ જડ્યો.
પ્રશ્નકર્તા : અમને આ જ્ઞાન મળ્યું ત્યારે અમારો દહાડો વળી ગયો !
દાદાશ્રી : દહાડો વળી જ ગયો ને. એમાં બે મત જ નહીં ને ! ‘અકષાયી ચારિત્ર’ વિતાતાં, વાંઝીયાં વ્યાખ્યાતો !
એવું છે ને કર્મના બંધન બંધાયેલા એટલે છૂટે નહીં અને સામસામી ‘આપ આપ’ કરે. એક જગ્યાએ તો લાકડી લઈને સાહેબ મારવા ફરી વળેલા ! ને પેલો શિષ્ય આમ દોડે અને પેલા મહારાજ આમ દોડે. તે પછી
બધું આખું ટોળું ભેગું થયું, પોળના લોકો બધા ભેગા થઈ ગયાં. ને મહારાજને છોડાવવા ગયા. તે જોયેલું અમે. પાછાં આ લોકો પછી એમને ત્યાં વ્યાખ્યાને ય સાંભળવા જાય ! હવે એ વ્યાખ્યાન ઉગે ય શાનું તે ?! જ્યાં મહારાજના આચાર આવા જુએ, તો એ વ્યાખ્યાન ઉંગે ખરું ? વ્યાખ્યાન તો પ્રભાવથી
વાણીનો સિદ્ધાંત
ઉગે. સામાનો પ્રભાવ હોય તો ઉગે, નહીં તો ઉગે જ નહીં ને ! ગમે એવું સોનાનું વ્યાખ્યાન હોય, પણ પ્રભાવ વગર શું કામનું ?
પ્રશ્નકર્તા : વચનબળ હોય તો જ ઊગે ને ?
૧૯૯
દાદાશ્રી : હા, વચનબળ ને પ્રભાવ. પ્રભાવ એટલે જોતાં જ આપણા ભાવ બધા ફરી જાય. અને પોતાને નવો સરસ ભાવ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : એ તો ચારિત્રનો પ્રભાવને ?
દાદાશ્રી : હા. ચારિત્રનો પ્રભાવ. હવે આવું હલકું ચારિત્ર જોયેલું હોય ને, શિષ્યને મારવા ફરી વળે એવું ચારિત્ર જોયું એટલે પછી ખલાસ થઈ જાય ને ! શિષ્ય જોડે રાખ્યો તો પછી સંયમમાં રહેવું જોઈએ ને ? શિષ્ય ખરાબ હોય પણ ગુરુએ સંયમમાં રહેવું જોઈએ ને ! શિષ્ય તો એવાં હોય. આ બધા વાંકા થાય, પણ મારાથી વાંકું થવાય ? હું બધાને કહું છું ને તમે અવિનય કરશો તો ચાલશે પણ મારાથી અવિનય ના કરાય. કારણ કે એમને જવાબદારીનો ખ્યાલ નથી અને મને જવાબદારી છે.
વચનબળ વિતાતાં વેણ વ્યાખ્યાનમાં !
પ્રશ્નકર્તા : માંસાહાર ના કરવો એવો ઉપદેશ આપવો કે નહીં ? દાદાશ્રી : ના. એવો ઉપદેશ નહીં કરવો. એવો ઉપદેશ તમે શા
આધારે આપી શકો ? કોણે ખાવાનું ને કોણે ખાવાનું નહીં, એનો નિયમ જાણવો જોઈએ. જેના ફાધર-મધર બધા માંસાહાર ખાતાં આવેલા હોય, જેની ગળથૂથીમાં, જેના દૂધમાં માંસાહાર છે, એને માંસાહાર ખાવાનો વાંધો નથી. પણ જેની ગળથૂથીમાં માંસાહાર જ નથી, ત્યાં આગળ માંસાહાર ખાવાનો વાંધો છે. જૈનોને, વૈષ્ણવોને માંસાહાર ખવાય નહીં અને મુસ્લિમોને ખવાય !
પ્રશ્નકર્તા : પણ એ વૈષ્ણવો ને જૈનો ખાતાં હોય તો ? દાદાશ્રી : તો જોખમદારી, મહાન જોખમદારી.
પ્રશ્નકર્તા : એમને માંસાહાર ના કરવાનો ઉપદેશ અપાય કે નહીં ?
Page #102
--------------------------------------------------------------------------
________________
૨૦૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૦૧
દાદાશ્રી : ઉપદેશ કોણ આપી શકે ? જેનું વચન ચાલતું હોય, તે ઉપદેશ આપે. જેનું વચન જ ચાલતું ના હોય, પેલો વઢવા તૈયાર થઈ જાય,
ઓહો, મોટા ઉપદેશવાળા આવ્યા !” એટલે જેનું વચનબળ ના હોય એ ઉપદેશ કેવી રીતે આપી શકે ? અને વચનબળવાળો ઉપદેશ આપે તો સામાનો રોગ જતો રહે, બીજી જ ક્ષણે જતો રહે !
વચનબળ વિણ વણસ્યો વ્યવહાર... અમારા શબ્દોથી સામાનું આખું જીવન જ ફેરફાર થઈ જાય. આખું જીવન, ડિઝાઈન જ ફરી જાય. કારણ કે આ શબ્દો વચનબળવાળા છે. એટલે જે વખતે તમને ડિફિકલ્ટી આવે ત્યારે આ શબ્દો હાજર થઈ જાય, ત્યાં આગળ તમને અંગુલિનિર્દેશ કરે.
વાત તો સમજવી પડશે ને ? આ કળિયુગમાં ઘર બગીચો છે. જે ખેતરાં હતાં, તે કળિયુગમાં બગીચો થયાં ! તે હવે શી રીતે એડજસ્ટ થાય ? આ જ ડિસૂએડજસ્ટમેન્ટ છે. આ જ બધી ભાંજગડો છે. “મારા કહ્યા પ્રમાણે ચાલતો નથી.' એના કહ્યા પ્રમાણે ચાલતો નથી, એનું કારણ છે. પાછું..... કે જગતનો નિયમ જ એવો કે વચન પ્રમાણે જ માણસ ચાલે. પણ વચનબળ છે નહીં, તો શું થાય તે ! મેં તેમને કહ્યું કે ‘તમે અહીંથી માંડવી જજો. પણ અહીંથી સ્ટેશન થઈ અને પછી માંડવી જજો.’ તો તમે એમાં ફેરફાર ના કરો પછી. મારા વચન પ્રમાણે જ ચાલો, એનું નામ વચનબળ. હવે વચનબળ રહ્યું નથી ને ? કારણ કે વચનનો જેમ તેમ દુ૫યોગ કર્યો બધાએ. અને છોકરાઓને કહે છે “મારું કહેવું માનતો નથી.’ તે શી રીતે માને ? બૈરી તો કહે છે કે સામી થાય છે. અલ્યા, ત્યારે સામી ના થાય તો શું થાય ત્યારે ? ભાભો ભારમાં રહે તો વહુ લાજમાં રહે, પણ ભાભો ભારમાં જ નથી રહેતો, તો વહુ લાજમાં શી રીતે રહે ? ભારમાં ના રહેવું જોઈએ ?
પ્રકૃતિ નચાવે છે તેમ એ નાચે છે. પોતાનો પુરુષાર્થ ઊભો થતો નથી.
લોકો કહે છે કે ‘ફલાણા ઉપદેશકની વાણી બહુ ઊંચી છે. બહુ સરસ બોલે છે.” કહ્યું, ‘વાણી એમની સાચી છે, ખોટી નથી, બહુ ઊંચી છે પણ એ પ્રાકૃતિક ફલાવર્સ છે. એટલે કોઈ છોડને આવડું મોટું ફૂલ આવ્યું હોય, એટલે આપણે ત્યાં ને ત્યાં જ બેસી રહેવું ? તો આપણને શું ફાયદો ? ફૂલવાળાને પૂછીએ કે આને કેરી થાય ?” ત્યારે કહેશે, “ના, આને તો ફૂલ જ છે.' તો ક્યાં સુધી બેસી રહેવું? આ તો નથી સુગંધી આવતી કે નથી કશું કામ આવતું ! જોવાનું જ ખાલી. તો ક્યાં સુધી બેસી રહેવું ? ત્યાં કંઈ કાયમ બેસી રહેવાય ?
આ વાક્યને લોકો સમજવા પ્રયત્ન કરેને કે હું શું છે ? પ્રાકૃતિક ફલાવર્સ તમે કહો છો ? ત્યારે આપણે કહીએ કે ‘પ્રાકૃતિક ઢેખાળો તો નથી કહેતા ને ? અલ્યા સમજો. તમે નથી સમજતા એટલે જ ફૂલમાં બહુ કિંમત છે, આ પ્રાકૃતિક ફલાવર્સ કોઈ કહી શકાયું નથી અને આ મેં જ મોટામાં મોટું ઈનામ આપ્યું.” આવું કહીએ ત્યારે લોકો સમજે.
કો'કને આવડું મોટું ફૂલ આવ્યું, કો'કને આવડું અમથું આવ્યું, કો'કને એકદમ મોટું આવ્યું, પણ એમાં શું આપણી ભૂખ મટી ? ત્યારે તરસ મટી ? થાક ઉતર્યો ? માથું ઉતર્યું ? સમજણ વગરના લોકો બેસી રહે ત્યાં, ભાડા ને નાણાં, પોતાને ખર્ચે !
સાંભળે અભણો-બાળકો પણ, સ્થિરતાથી.. | ઉપદેશ આપે ત્યાં એના વાતાવરણમાં અભણ માણસોને આનંદ થવો જોઈએ. છોકરાં ઊઠે નહીં એવું વાતાવરણ હોવું જોઈએ. પેલું તો ત્યાં છોકરાંને બેસાડો જોઈએ ! તરત નાસી જશે. એમને પીપરમીંટની ગોળીઓ આપ આપ કરીએ તો ય ના બેસે. એટલે આપણે સમજવાની જરૂર છે.
વર્ષ દહાડાનો બાબો હોયને, તે ય અહીં બેસી રહે. આમ ત્રણ વર્ષના, ચાર વર્ષના, પાંચ વર્ષના, છ વર્ષના બાબા હોય તે ય અહીં બેસી રહે, ખસે નહીં. ચાર કલાક સુધી ખસે નહીં. નહીં તો નાના છોકરાને કોઈ જગ્યાએ ધર્મ સ્થાનકમાં બેસાડો, ઉપાશ્રયમાં બેસાડો તો રડારોડ કરી મૂકશે.
એ છે સુગંધી વિતામાં પ્રાકૃતિક ફલાવર્સ ! જે જે બધા ઉપદેશ કરે છે ને, એ બધાને મેં ‘ભમરડા છો' કહ્યું. એટલે પછી એ સમજી ગયા કે દાદા બધાને ભમરડા કહે નહીં તો શું કરે ?
Page #103
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૦૩
પ્રશ્નકર્તા : એ વક્તાઓ જ નાનાં છોકરાઓને કાઢી મૂકે.
દાદાશ્રી : અને અહીં તો મારી તમે વિધિ કરોને, પણ નાના છોકરાંઓ તો આવી આવીને ચોંટી પડે છે, તે પગ હઉ છોડતા નથી. હવે નાના છોકરાઓને બહાર કાઢે ત્યારે મુખ જ કહેવાયને એ ! એ વક્તાને કહીએ તમારું વક્તાપણું સાચું નથી. તેથી તમે આ નાના છોકરાંઓને બહાર કાઢો છો. તમે જો સારું બોલો તો નાનાં છોકરાંઓને ઊઠવાનું ગમે નહીં. કંઈક આકર્ષણ હોવું જોઈએ. આમ ને આમ આવું કેમ ચાલે ?
શીખો, ‘અમારું' જોઈ જોઈને ! અમારી પાસે શીખવાનું શું છે ? કે પાસે શા હારું બેસાડી રાખું છું ? કે જોઈ જોઈને એમનું જીવન જુઓ. આંખો જુઓ. આંખોમાં શું રહે છે ? સાપલીયા રમે છે ? ના. સાપોલીયા નથી રમતા. તે શું રમે છે ? વીતરાગતા રહે છે એ શીખો. વાણી દીલ ઠરે એવી હોય. એટલે આ બધું જોડે બેસ બેસ કરવાથી થઈ જાય. આ બધું જોઈને શીખવાનું છે આમાં. આ હું બોલું છું ને તે જોઈને શીખવાનું છે. બોલતા ય તમને મારા જેવું જ આવડી જાય પછી. એક ફેરો જોયું. અમે આ ચાવાદ વાણી બોલીએ. એ ભણવાથી ના થાય. ત્યારે લોક શું કહે છે ? તમે કરી બતાવો. એક ફેરો આપણે એને કહીએ, લે ટેબલ પર બેસીને આવી રીતે જમજે. તે એક ફેરો દેખાડવું પડે. પછી એને ફરી શીખવાડવા ના જવું પડે અને ચોપડીઓમાં શીખવાડ્યું હોય, ચોપડીઓમાં પ્લાનીંગ કર્યું હોય ને એ શીખવાડ્યું હોય તો ? ક્યારે શીખી રહે ? આ ગજવું કાપનારાની પાસે મૂક્યો હોય, છ મહિનામાં ઓલરાઈટ કરી આપે. એકસ્પર્ટ ! નહીં તો વીસ વર્ષ કોલેજોમાં ચાલે તો ય પણ ના શીખે. એમના પ્રોફેસરને જ આવડે નહીં ત્યાં આગળ !
લાખોને તારે અક્રમ જ્ઞાતી, ભેદવિજ્ઞાતી ! અને આ જ્ઞાનીઓ હિન્દુસ્તાનમાં હોય, આત્મજ્ઞાન થયા પછીનાં હોય, સમક્તિ થયા પછીના હોય, જેને વાણી બોલવાનો ઉદય વર્તતો હોય તો એ ત્રણ કે ચાર જ માણસોને તૈયાર કરી શકે. કો'ક વખતે ચાર બને, બાકી ત્રણ જ હોય. એ ચાર માણસોને સમકિત સુધીનું ફળ આપી શકે એ જ્ઞાનીઓ, આ શાસ્ત્રકારોએ લખેલું ચોખ્ખું અને ભેદવિજ્ઞાની લાખો માણસનો ઉકેલ લાવી શકે અને તે બે કલાકમાં જ લાવી આપે. અને પેલું તો આખી જિંદગી ડખો કરવાનો અને એ સાહેબની પાછળ જ ફર્યા કરવાનું. અને તે ય બૈરી-છોકરાં છોડીને, એવું ત્રણ છોડી અને એક છોકરો એટલું છોડી દઈને સાહેબની પાછળ ફરે ! બાકી આ તો લિફટ માર્ગ છે !
વિશ્વમાં ક્રાંતિ, તવા ઉપદેશકો થકી જ !
આ ગાડું ચાલે છે ને તે આપણે ચાલવા દો ને ! આડાઅવળી ના કરવી, એની મેળે આ પત્તાનો મહેલ તુટી પડવાનો છે એક દહાડો ! કોઈ તોડવા ના જશો. નહીં તો હાથ અડાડશો ને તો ય તૂટી પડશે અને જોખમદારી તમારે માથે આવશે કે આમણે તોડ્યો. એટલે એની મેળે તૂટી પડવા દો ને ! તૂટી પડવાની તૈયારીઓ થઈ રહી છે !!
આ પબ્લિકનું, હિન્દુસ્તાનનું કેમ કરીને કલ્યાણ થાય, એની માટે પેરવીમાં છું. હું આત્મા થઈને, હું પુરુષ થઈને બોલું છું અને પુરુષાર્થ કરવા નીકળ્યો છું. કેમ કરીને હિન્દુસ્તાન અને ફોરેન પર અસર થાય, એટલા માટે આ મારું બધું કાર્ય કરી રહ્યો છું. જેમનાથી ટેકો દેવાય તો દેજો, આ તંબુમાં. આપણે તંબુ ઊભો કર્યો છે. ટેકો દેવો જોઈએ ને !
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : અને આખું પૂઠિયું જ ફરી જવાનું છે. નવા ઉપદેશકો ઊભાં થશે. જૂના ઉપદેશકો રિટાયર થઈ જશે અને રિટાયર નહીં થયા હોય તો ય નવા ઉપદેશકોને દેખીને જ રિટાયર થવાના.
આ દર્શન કરવાથી મન સારું થાય, મન મજબૂત થાય, વાણી સારી થાય, વિચાર સારાં થાય, દર્શનથી જ પાપો ધોવાઈ જાય. જ્ઞાની પુરુષની હાજરીથી જ ફેરફાર થઈ જાય. આ કંઈ ઉપદેશ નથી આપી દીધો. છતાં વાતાવરણથી જ ફેરફાર થઈ જાય.
Page #104
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૨૦૫
તે ખૂબ જબરજસ્ત નીકળે છે અને લોકોના રોગો ય સપાટાબંધ નીકળી જાયને પાછું !
એક શબ્દથી કેટલા જણના રોગ જતા રહે ?
[3]
અક્રમ જ્ઞાતીતી કરુણામયી વાણી
કડક શબ્દો, વીતરાગતાથી ! પ્રશ્નકર્તા : ચક્રવર્તી રાજા જ્યારે તીર્થંકર ભગવાન પાસે જાય ત્યારે કેવી વાણી નીકળતી હશે ? ચક્રવર્તીના માન ગળાઈ જાય !
દાદાશ્રી : હા, માન ગળાઈ જાય. ભગવાનની વાણી તો બહુ સુંદર ને ! ભગવાનની વાણીને કેમ પહોંચી વળાય !
પ્રશ્નકર્તા ઃ અહીયાં ય ભલભલાનાં માન ગળાઈ જ જાય છે ને ! દાદાશ્રી : હા, બધાનાં ગળાઈ જાય.
પ્રશ્નકર્તા : અહીં પેલા ભાઈ આવ્યા હતા. પહેલા કહે છે, હું પગે ના લાગું પણ છેવટે પગે લાગીને ગયા.
દાદાશ્રી : અને પગે અડીને ગયા ને ઉપરથી પાછું બીરુદ આપતા ગયા, દ્વન્દાતીત.
આ ટેપરેકર્ડ તો સાંધા તોડી નાખે ! એ તો ઘણાં ફેરો નીકળે છે
પ્રશ્નકર્તા : ઘણાના જાય.
દાદાશ્રી : ઘણા લોકોના જતા રહે, એક શબ્દથી જ. ખાલી વાક્યો બોલવાથી જ રોગ જતા રહે.
પ્રશ્નકર્તા : તમે વાક્ય જોશથી બોલો છો એટલે મહીં બરાબર ઘૂસી જાય છે.
દાદાશ્રી : મારું ગળું બેસી ગયું છે. હવે મારાથી એવું જોશથી નથી બોલાતું. પહેલાં તો જોશથી બોલતો હતો ને, તે આ ‘સ્લેબ’ ઊંચી-નીચી થાય એવું બોલતો હતો. પણ હવે તો બોલતાં પહેલાં મહીં બેસી જાય. કંઈક ઉંમરની અસર દાખવી હવે.
એટલા માટે તો ઘણી જગ્યાએ હું ધંધો કરતો હતો ત્યારે, જોરથી નહોતો બોલતો. મારું જોશથી બોલવું એટલે સામાનો આત્મા નીકળી જાય એવું. એટલે જોશથી ન હતો બોલતો. કંઈક ભાંજગડ થઈ હોય તો સાચવી સાચવીને જવું પડે. જોશથી બોલાય નહીં. તો ય પણ એક જગ્યાએ જોશથી બોલી ગયો હતો, એક શીખ ઉપર ! એક ભાઈ હતા, તે કહે, ‘ના બોલશો, ના બોલશો.’ એ શીખને જો જરા વધારે બોલ્યો હોત તો તેનો આત્મા ત્યાં ને ત્યાં નીકળી જવાનો હતો ! ત્યાં આગળ મેં જાણી લીધું કે આનો આત્મા નીકળી જશે તો આપણા માથે પડશે. અમારા કંટ્રાક્ટમાં ચાલીસ હજાર રૂપિયાની આઈટમ એણે અમને આપવાની હતી. પણ તે આખો ય ફરી ગયો. બહુ મોટી કંપનીનો માણસ હતો. અમારા કામનું મેનેજમેન્ટ એના હાથમાં હતું. તે બધાંને ય આવું ફસાવ ફસાવ કરે. મેં તેને કહ્યું, ‘કઈ જાતનો નંગોડ છું, મેં તું ! તારી કંપનીની આબરૂ બગાડવા આવ્યો છે ? પછી એ કહે, હું બધા પૈસા આપી દઉં. પણ દાદાજીને બોલાવો મારી પાસે.” પછી હું ત્યાં ગયો. ત્યારે તેણે કહ્યું, ‘મારી ચા પીવો !” અલ્યા, હું ચા નથી પીતો ! તો ય એ કહે,
Page #105
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૨૦૭
૨૦૬
વાણીનો સિદ્ધાંત ના, ના, તમે પીવો. હું પૈસા બધા આપી દેવડાવું છું.' એની મેળે જ આપી દેવડાવ્યા.
ડફોળ કહેતાં, ગઈ ડફોળાઈ ! હવે અમારાથી એવું નીકળી ગયેલું. તે એક ભાઈને ‘ડફોળ છું' બોલાયું, તે પછી એણે મને કહ્યું, ‘દાદા, મને તો બહુ ફાયદો થઈ ગયો. દાદાજી, હવે બીજું કંઈક હજુ બોલો.” ત્યારે મેં કહ્યું, “ના, એ મારાથી ના બોલાય.” એ પછી લોભ કરવા ગયો. એની ડફોળાઈ નીકળી ગયા પછી મારે બીજું કરવાનું હોય કે ના હોય ? અને તું કહે કે “મને બીજું બોલો.' તો કંઈ હું નવરો છું ?! એ તો તારી પુણ્ય હતી, તેથી નીકળી ગયો એ શબ્દ, નહીં તો નીકળે નહીં.” અમારે મોઢે ખરાબ શબ્દ હોય કેમ કરીને ? અમારી લેંગ્વજમાં કોઈને ખરાબ શબ્દ એવો ભારે ના હોય.
એ છે જ્ઞાતીતી કરુણા ! આ જે ટેપરેકર્ડ બોલે છે, એમાં કેટલા રાગ-દ્વેષ હશે ? પ્રશ્નકર્તા ઃ હોય જ નહીં ને રાગ-દ્વેષ.
દાદાશ્રી : હા. નહીં તો કડક શબ્દ હોય તો દ્વેષ એની પાછળ હોય. મીઠા શબ્દ હોય તો, રાગ એની પાછળ હોય. તો આ કડક શા માટે નીકળે ?
પ્રશ્નકર્તા : એનો રોગ કાઢવા માટે, સામાનું કલ્યાણ કરવા માટે.
દાદાશ્રી : એક છે તે મોટા વકીલ હતા. એ શું કહે છે ? આ દાદાને મારે કોઈ પણ જાતનું ઋણાનુબંધ નથી, કોઈ પણ જાતની લેવાદેવા નથી. ધન્ય છે આ દાદાને, કેટલી કરુણા વરસે છે. મારા પોતાના હિતને માટે આ શું બોલી રહ્યા છે ! કેટલું મગજ ઉપર બોજો આપી રહ્યા છે ! ત્યારે એ સમજદારને શું કહેવું પછી ? આનું નામ કરુણા કહેવાય. લોકો કેમ કલ્યાણ પામે ? તો તે કઠણ શબ્દથી થાય તો કઠણથી, મોળા શબ્દથી તો મોળાથી, ચીકણા શબ્દ તો ચીકણા, કોઈ પણ રીતે જેનાથી થાય તેનાથી કલ્યાણ કરવું.
પ્રશ્નકર્તા : જે પાણીથી મગ ચડે એ પાણીથી ચડાવો.
દાદાશ્રી : તે તાનસાનું પાણી જો આવે તો એનાથી ચડાવો, એ ના મળે તો કુવો હોય, તો એનાથી ચડાવો. એ ના મળે તો કો'કનું છે તે ઢોરોને પાણી પાવાનું, તો તે પાંચ-પાંચ દહાડાથી પડી રહ્યું હોય એનાથી ચડાવો. અને તે ના મળે તો ગટરના પાણીથી ચડાવો. કોઈ પણ પાણીથી મગ ચડાવવા સાથે કામ છે. મગ ના પાડે, નહીં ?! ત્યારે ઝંઝટ બધી ચડાવનારને છે ?
એટલે આ કરુણા કહેવાય. એક ખરાબ વિચાર પણ મને નથી, કારણ કે નિર્દોષ દ્રષ્ટિથી જોઉં છું. તમને શિખવાડું ય છું કે નિર્દોષ છે અને એઝેક્ટલી એવું છે જ. કોઈ કહેશે, ‘પ્રફ આપો.” તો સો ટકા મુફ આપવા તૈયાર છું. આ જે એ પોતે આપી શકે એમ છે ત્યારે એમની પ્રતીતિમાં શું હશે ? પ્રતીતિમાં નહીં, વર્તનમાં પણ એવું જ હોય. તો તમને પ્રતીતિ બેસશે, તો ય બહુ થઈ ગયું. વર્તન નહીં આવે તો વાંધો નથી.
પ્રશ્નકર્તા : પ્રતીતિ બેસી જ ગયેલી છે, દાદા. બધાને બેસી જ ગયેલી છે. બધા ય જાણે છે જગત નિર્દોષ છે, લગભગ.
દાદાશ્રી : એ જ આ હું કહું છું. પુરાવા હું આપવા લોકોને તૈયાર છું. હું પુરાવો સો ટકા આપવા તૈયાર છું. એ પોતે કહે કે ના, ‘એ કમ્પલીટ પુરાવો છે આ !” દબડાવીને નહીં. તે ઘડીએ બહુ ડાહી ભાષા વાપરું, કારણ કે પુરાવો આપવાનો છે ને ? એ ભાષા ય મને આવડે છે ને આ ય આવડે છે, બન્ને ય આવડે છે. બીજી ભાષા નહીં આવડતી હોય મને, મીઠી ?
પ્રશ્નકર્તા : બહુ મીઠી આવડે છે. આપને દાદા, ઘણી મીઠી આવડે છે.
દાદાશ્રી : બધું આવડે. કારણ કે આ મારી વાણી નથી, આ ટેપરેકર્ડ છે !
કોટકે ખંખેરીએ તો ? અહીં છેલ્લા પ્રકારના ખુલાસા થાય, તદન છેલ્લા પ્રકારના અને
Page #106
--------------------------------------------------------------------------
________________
૨૦૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૦૯
પાંસરા કરી આપે. પણ એ તો એ મહાવીર ભગવાનને પાંસરા કરવા આવ્યો હોય. સ્વતંત્ર છે ને ! દરેક જીવ સ્વતંત્ર છે !
પ્રશ્નકર્તા : એમાં મહાવીર સ્વામીની પાસે આવ્યો હોય, દેશના સાંભળતો હોય. દર્શન કરતો હોય, પણ પોતાની આડાઈ ન છોડતો હોય.
દાદાશ્રી : આડાઈ કોઈ દહાડો છોડે જ નહીં ને. પ્રશ્નકર્તા : તો મહાવીર ભગવાન કશું કરી શકે નહીં.
દાદાશ્રી : આ હિન્દુસ્તાનના લોકો આડાઈ છોડે નહીં. એટલે અહીંના, દેશના ડોકટરો શું કહે છે ? જન્મે છે ત્યારે એ કેટલાંક મહીં આડી હોય છે. આ આડાઈઓનો પાર નહીં ને ! આડાઈઓ જ છે બધી !
અમે કડકે ય બોલીએ. એ તમને ખંખેરીએ છીએ. આ કોટ છે એને અમથો આમ આમ કરીએ, તેમાં કંઈ ધૂળ જતી રહે છે ? એને તો આમ, આમ, સારું કરીને ખંખેરીએ એટલે ધૂળ ઊડી જાય. તમારી ધૂળ ઊડાડવાની છે એટલે ખંખેરીએ છીએ આ. નહીં તો અમને આ કડક બોલવાનું ગમતું નથી. કોટને ખંખેરવો જોઈએ કે હાથ અડાડવો જોઈએ આમ ?
પ્રશ્નકર્તા : ના, ના. ખંખેરવો જ જોઈએ.
દાદાશ્રી : હવે ખરું સમજ્યા. આ દવા ય હલાવીને પીવી પડે. દવા હલાવીએ એમાં કંઈ આપણે હિંસક થઈ ગયા? દવા હલાવીને પછી પીવો ! એવું આ હલાવું છું તમને. ગમે છે હું હલાવું છું તે ? પ્રશ્નકર્તા : હા, ગમે છે. ગમે છે એટલે તો આવ્યો, દાદા.
આવેશમાં પણ સ્યાદ્વાદ ! પ્રશ્નકર્તા : કાલે બહુ ફોર્સબંધ વાણી નીકળી હતી ?
દાદાશ્રી : આવેશ, પણ સ્યાદ્વાદ હોય બધું. આવેશમાં કોઈ પણ સાવાદ રાખી શકે જ નહીં. એ ફક્ત જ્ઞાનીઓનાં જ કામ. બીજા કોઈનાં કામ નહીં આમાં. બીજો હાથ ઘાલે તો ઉલ્ટો હાથ બળી જાય. એ જ્ઞાનીઓનાં કામ. કારણ કે આવેશપૂર્વક બોલે તો મારમારો થાય. આ તો ઠપકો આપવાનો ને ધર્મ પ્રાપ્ત કરાવવાનો. જગતમાં કોઈ જગ્યાએ ઠપકો આપીને જ્ઞાન પ્રાપ્ત કરાવે નહીં. ‘આવો શેઠ, આવો શેઠ કરે. પછી ભલે ને ગમે તેવો શેઠિયો વાંકો હોય ! કારણ કે ‘આવો શેઠ ના કહે' તો કોઈ સાંભળે નહીં. પેલો શેઠ જતો રહે.
પ્રશ્નકર્તા : ભગવાનની વાણી સાંભળે તો આંતરીક ફેરફાર ના થાય ?
દાદાશ્રી : આંતરીક ફેરફાર તો, એ સાંભળનારમાં કષાય રૂપી પથ્થર ઉપર પડ્યો છે, તે ઊંચકીને એ પોતે બહાર ફેંકી દે, ત્યારે થાય. એટલે ખટપટીયા વીતરાગ એ પથ્થર કાઢી આપે પછી થાય.
પ્રશ્નકર્તા : એટલે અમારા રોગ જવાનું મુખ્ય કારણ આ બન્યું? દાદાશ્રી : હા. નહીં તો રોગ જાય જ નહીં ને.
એટલે તો ભગવાને જ કહ્યું કે, “અમારા તો ૧૦૮ ગુણ છે પણ ખટપટીયા વીતરાગનાં ૧૦૦૮ ગુણ હોય.” એટલે અમને તો બહુ ગુણ હોય. ભગવાને કહ્યું કે, “બુદ્ધિકળા ને જ્ઞાનકળા, બન્ને જ્ઞાની પાસે હોય અને અમારી પાસે જ્ઞાનકળા એકલી જ હોય.” છતાં ભગવાન જ્ઞાનકળા દેખાડે નહીં, એ એકલાં જાણે. અને ખટપટીયા વીતરાગ તો બુદ્ધિકળા એટલે તમે ફસાયા હો ત્યાં બુદ્ધિથી કાઢી આપે. અને જ્ઞાનકળાથી ફીટ કરી આપે.
આડાઈથી અટકયો મોક્ષ ! પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનનાં એણે દર્શન કર્યા, એમની વાણી સાંભળી તો ય એને આવું કેમ રહી ગયું ?
દાદાશ્રી : એ તો એ પાંસરો થાય તો ભગવાન મહાવીર પાંસરો કરે. એ કહે કે “સાહેબ મારે પાંસરા થવું છે.' તો ભગવાન મહાવીર
એટલે આ તો ખાલી અહીં બેસી રહે તો ય કલ્યાણ થઈ જાય. સાંભળ સાંભળ કરે તો ય અહીં કલ્યાણ થઈ જાય.
Page #107
--------------------------------------------------------------------------
________________
૨૧૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૧૧
પ્રશ્નકર્તા : દાદા પાસે વાણી સાંભળવા મળે, દર્શન કરવા મળે, પણ જો અમારી આડાઈ ના નીકળતી હોય તો ?
દાદાશ્રી : એ એટલો માર ખાયા કરે.
અમે ખટપટીયા છીએ. એટલે મારી ઠોકીને તમને સીધા કરીએ છીએ. તમને મારી ઠોકીને સમજણ પાડીને, તમને સીધા કરીને, પછી દવા પીવડાવી દઈએ અને ભગવાન મહાવીર એવી દવા ના પાય.
અક્રમ વિજ્ઞાની એકલાં જ કહી શકે. બાકી જે કહેનારા હતા, તે બોલવાની સત્તા ન્હોતી એમને. જે કહેનાર હતા તીર્થંકર સાહેબો, એમને બોલવાની સત્તા ન્હોતી. એ સંપૂર્ણ વીતરાગ હતા. એટલે ખટપટીયા ન્હોતા. ખટપટીયાને બોલવાની છુટ બધી. અમને સત્તા ય છે અને ખટપટે ય છે, બેઉ છે. એટલે લોકોને કામ લાગે.
પ્રશ્નકર્તા : એ પહેલાનાં નહીં બોલેલા, એનું કારણ શું?
જ્ઞાતી બોલે, નિર્ભીકપણે ! અમને તો અપાર કરુણા હોય. અમને સહુ નિર્દોષ જ દેખાય. કારણ અમે જાતે નિર્દોષ દ્રષ્ટિ કરીને આખા ય જગતને નિર્દોષ જોઈએ છીએ ! તાત્ત્વિક દ્રષ્ટિએ જોઈએ તો દોષ કોઈનો ય નથી, સંજોગો એવા છે તેથી. પણ આ અમે કડક બોલીએ છીએ, તે સામા માટે સંપૂર્ણ કરુણા હોવાથી, એનો રોગ કાઢવા બોલીએ છીએ.
- અમે ચોખું જ કહી દઈએ. કારણ કે અમારે ઘાટ નથી, લાલચ નથી. તારું હિત એ જ અમારે જોવાનું છે. તારા પર અમને અપાર કરુણા હોય, તેથી જ અમે તો નગ્ન સત્ય કહી દઈએ. આ જગતને અમે એકલાં જ નગ્ન સ્વરૂપે કહીએ છીએ.
અમે કઠણ બોલીએ. જ્ઞાનીના શાથી કઠણ શબ્દો હોય ? કારણ કે તેઓ નિર્ભીકપણે બોલે છે અને જગત આખું બીકનું માથું બોલે છે. ઉપર બાપો છે તેની બીક લાગે, કર્મ બંધાશે તેની બીક લાગે ! જ્યારે જ્ઞાની પુરુષને તો કોઈ જાતની બીક જ નથી. જ્ઞાની તો વર્લ્ડના ગમે તે માણસને જે ફેક્ટ છે તે કહી દે. કારણ કે જેને કશું જ જોઈતું નથી, પછી શું ? જેને કશું જોઈતું હોય તેને તો લાલચને માટે બીક રાખવી પડે. જ્ઞાનીને તો વર્લ્ડની કોઈ ચીજ જોઈતી નથી, એમને બીક હોતી હશે ? એ તો વર્લ્ડના માલિક કહેવાય !!!
ફેક્ટ (સત્ય) વસ્તુ નહીં જાણવી જોઈએ ? ક્યાં સુધી આ લૌકિક વાતો જાણશો ? અલૌકિક જાણ્યા સિવાય બધો છૂટકારો નહીં થાય, ભય નહીં જાય ! વીતરાગ થવાનું છે તો ભય જશે, નહીં તો જગતમાં ભય લાગ્યા જ કરે. બધાંને ભય લાગે. કોઈએ નવી સાયન્ટિફિક (વૈજ્ઞાનિક). શોધખોળ કરેલી હોય, રાત્રે આપણી જોડેની રૂમમાં એ ગોઠવણી કરી આવે ને પેલું જો વિચિત્ર શબ્દ બોલે તો આપણે જાણીએ કે ભૂત આવ્યું, તે આખી રાત ઊંઘ ના આવે. એટલો બધો ભડકાટ-ભય રહ્યા કરે. હવે ક્યાં સુધી આમાં પોષાય બધું ?
અમને ભય કેમ નથી ? કારણ કે અમારું બિલકુલ કરેક્ટ છે. જેનું બિલકુલ કરેક્ટ છે, એને જગતમાં ભય શો ? ભય તો કોને હોય કે મહીં
દાદાશ્રી : કહ્યું ને, એમને બોલવાની સત્તા નહોતી, ખટપટીયા ોતા એટલે ખટપટીયા થાય ત્યારે બોલે. તે પાછાં એમને બે અવતાર કરવા પડે. તે પેલા લોકો એવું કરે નહીં.
પ્રશ્નકર્તા : આપની જે વાણી છે, જે ખટપટીયા વીતરાગની વાણી કહેવાય, તો મહાવીર ભગવાનની દેશના એમ તો ના કહે, ‘તું પાંસરો રહે, અગર તારી આડાઈ છોડી દે !”
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : તો એવું જ્યારે એ ના કહે તો મહાવીર ભગવાનની દેશનામાં જો અમે ગયા હોય તો અમે તો પાછાં જ આવીએ.
દાદાશ્રી : પણ એ દેશના ખાલી સાંભળવાની જ છે. આ તો તૈયાર માલ હોય ને, તે આમાંથી બે શબ્દ કાઢી લે. બીજો કાચો માલ તો કાચો જ રહ્યો. કાચો માલ તે પાછો જ જવાનો.
Page #108
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૨ ૧૩
૨૧૨
વાણીનો સિદ્ધાંત ગોલમાલ હોય તેને ભય હોય, નહીં તો આ જગતમાં ભય શો ?
કોઈ લાલચ એને ના હોય એવું નહીં, એટલે એવા તો અહીં આવે ત્યારથી હું એને ચપોડું કે, “પાંસરો રહેજે. અનંત અવતારથી માર ખાધો, પણ તો ય લાલચ જતી નથી. અહીં આવ્યા પછી તારું ઠેકાણું ના પડે, તો શું કામનું ?” અમારી, ‘જ્ઞાની પુરુષ'ની વાણી વીતરાગ વાણી હોય, એટલે વીતરાગતાના ચાબખા હોય. એ વાગે બહુ, અસર બહુ કરે. પણ દેખાય નહીં
મારીએ તીર, લાગે ફૂલ ! એક મોટા ઓફીસર હતા, તો ય મેં કહી દીધું. કારણ કે અમારે તારી પાસે જોઈતું નથી કશું. સત્ય સાંભળવું હોય તો સાંભળ અને પછી ગાળ દેવી હોય તે દેજે. તારું મગજ ચઢી જાય તો ગાળ દેજે. પણ તું એકવાર સાંભળ. એનું મગજ ખસી જાય ત્યારે શું કરવાનું આપણે ? અને અમારે તો વિરોધી હોય તો ય એ જુદો ના લાગે. અમને એકતા લાગે અને પેલો જુદો અનુભવે પણ અમને એકતા લાગે. અમે એ દુમન જોડે જુદું અનુભવીએ તો અમને એની પર અભાવ થાય. અભાવ અમને હોય નહીં. મોંઢે શબ્દ અમારે કડક નીકળે વખતે, પણ અનુભવમાં જુદું નહીં. મોંઢે શબ્દ નીકળે છે એ પૌગલિક બાબત, પણ અંદર વીતરાગતા હોય અમને !
જે રોગ હોય એ “જ્ઞાની પુરુષ' દેખાડે, બીજો કોઈ દોષ ના દેખાડે. કારણ કે અમને પેલાનો રોગ મટાડવો છે. ડોક્ટર દર્દીનો રોગ વધારે કે મટાડે ? અને અમે આ ક્યાં અમારા સારું કહીએ છીએ ? આ તો તમારા માટે “સ્પેશ્યલી’ અને તે ય વીતરાગતાથી કહીએ છીએ. શબ્દ કઠણ ના હોય તો રોગ નીકળે નહીં. કઠણ શબ્દ વગર રોગ નીકળે નહીં. રોગ શેનાથી નીકળે ? કણ શબ્દો અને વીતરાગતા ! શબ્દો કઠણ કેવા, તે આમ સાંધા તોડી નાખે એવા કઠણ અને છતાં સંપૂર્ણ વીતરાગતા !!
જ્ઞાતીતી કરુણા, કડકાઈમાં ય ! પ્રશ્નકર્તા : ઘણી વખત આપ અમને કહો છો કે ‘તું ડફોળ છે,
તારામાં અક્કલ નથી, તું કોથળા જેવો છે, વેંચું તો ચાર આના ય ન આવે.” ત્યારે અમને એમ લાગે છે કે આપ કરુણા વરસાવી રહ્યા છો.
દાદાશ્રી : એવું છે, કે અમારું મગજ ખરાબ હોય નહીં કે આવી વાણી અમારી નીકળે. આવી વાણી નીકળવા માટે અમારી મહીં બહુ જબરજસ્ત “એડજસ્ટમેન્ટ કરવું પડે છે. કારણ કે આ વાણી આવી બોલાય નહીં. છતાં બોલીએ તો સામાનું પુણ્ય હોય ત્યારે અમારાથી બોલાય. ત્યારે અમે તમને કંઈક કડક શબ્દો કહીએ તો એ તમારો રોગ કાઢી નાખે. એ શબ્દો જ રોગ કાઢી નાખે.
ત્યારે કેટલાંક લોક કહે છે, “અમને કહો, કહો.” અરે, શેનું કહે પણ ? આ ટેપરેકર્ડ બોલે છે. મારા હાથમાં સત્તા જ નથી રહી. કહેવાનું મારા હાથમાં જ ક્યાં છે ?
પ્રશ્નકર્તા : તમે સામાના ઉત્કર્ષ માટે વઢો તો શું ખોટું ? દાદાશ્રી : અમે ઉદય પ્રમાણે ચાલીએ. વઢીએ નહીં.
કડકાઈ, ઝનૂન વિતાતી.. અમે વઢીએ તો ય રાગ-દ્વેષ ના થાય, એ ચોક્કસ ! ભગવાને રાગ-દ્વેષનો વાંધો ઉઠાવ્યો છે અને સામાને દુઃખ થાય એ ના ચાલે. કંઈ દુ:ખ થાય એવું તમને કશું લાગ્યું છે અમારા શબ્દોથી ?
પ્રશ્નકર્તા: ના.
દાદાશ્રી : આ બધું હું બોલું છું ને, તે એની માટે એક બેન શું કહે છે ? ‘દાદા બોલે છે કડક, પણ એની પાછળ ઝનૂન નથી.” તમને સમજાયું એ, કે ઝનૂન નથી એવું ?
પ્રશ્નકર્તા : પ્રેમ છે.
દાદાશ્રી : હા, પ્રેમ છે. ઝનૂન હોય ત્યાં સાંભળવાની જરૂર નહીં. ઝનૂન તો ઊઘાડો અહંકાર છે. હિંસકતામાં ઝનૂન હોય અને અહિંસકતામાં ઝનૂન ના હોય. અમારી વાણી ગમે એટલી કડક હોય, પણ
Page #109
--------------------------------------------------------------------------
________________
૨૧૪
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૧૫
મન નહીં તોડે.
તો પછી વાણી આટલી કડક શા માટે છે ? કારણ કે આ કાળના હિસાબે બહુ ધૂળ પડી છે. એટલે કાળના આધીન ફીટ થાય એવી વાણી છે. અત્યારે આપણા અહીં જ એવું કહીએ છીએ કે ‘પાંસરો થઈ જા.” સત્યુગમાં તો પાંસરા જ હતા ને ! તેમને માટે ‘પાંસરો’ શબ્દ બોલવો પડે નહીં ને ! એટલે આવી વાણી શેના આધીન છે ? કાળના આધીન છે. હવે ત્યાં આગળ માણસ બુદ્ધિ વાપરવા જાય તો શું થાય ?
ત વઢાય, પ્યૉરિટી વિતા !
કોણ વઢી શકે આ જગતમાં ? જ્ઞાની પુરુષ જ એવા હોય કે જે બધાને વઢી શકે, “એની મેન’ Any man)ને વઢી શકે. જ્ઞાની પુરુષ જગતના કોઈની શેહમાં ના હોય. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી કે જેની શેહમાં જ્ઞાની પુરુષ તણાય. કારણ કે જેને આ જગતની કોઈ ચીજ જોઈતી નથી, કોઈ ચીજની ભીખ નથી, એને વળી કોઈની શેહ શું? કંઈ જોઈતું હોય, તમારે ત્યાંથી મારે કંઈ જોઈતું હોય તો મને તમારી શેહ રહ્યા કરે કે ‘તમે મને જોઈતું નહીં આપો.' એટલે શેહમાં ના આવે એ જ્ઞાની પુરુષ, ચોખું બોલે.
અમને આ દુનિયામાં કોઈ ચીજ કોઈની પાસે ખપતી નથી. છતાં સસ્પૃહ છું. નિસ્પૃહ-સસ્પૃહ છું. એટલે તમારા ભૌતિકમાં, પૌગલિકમાં નિસ્પૃહ અને આત્મા બાબતમાં સસ્પૃહ. તમારી જોડે મારે સ્પૃહા ખરી, પણ આત્મા બાબતમાં, બીજી અમારે કંઈ લેવાદેવા નહીં. તમારું પુદ્ગલ, તે જાડું હોય કે પાતળું હોય, મારે કશું લેવાદેવા નથી. મારે પુદ્ગલનું કામ જ શું છે ?! હું જ પુદ્ગલનો નિકાલ કરી રહ્યો છું ને ! છે તેનો જ નિકાલ લાવું છું. વળી તમારા પુદ્ગલ પાસે મારે શું જરૂર છે ?
જેને કંઈ જરૂર નથી, કોઈ જાતની ભીખ ના હોય ત્યારે એનાં શબ્દો અસર કરે. બાકી ભીખવાળા માણસને માન જોઈતું હોય, કીર્તિ જોઈતી હોય, લક્ષ્મી જોઈતી હોય, સોનું જોઈતું હોય, સ્ત્રીના વિચાર આવતા હોય તો ય એનાં શબ્દો અસર ના કરે. બધાથી મુક્તપણું હોય
ત્યારે આ ભગવાન પોતાની સત્તા એ જ્ઞાની પુરુષના હાથમાં સોંપી દે છે, બસ !
જેને બદલો લેવાનો હોય, તેના શબ્દો અસર ના કરે. જેને કોઈ પણ પ્રકારનો બદલો લેવાનો નથી, તેના શબ્દો એકદમ ઈફેક્ટિવ હોય. બદલો એટલે એના બદલે કંઈક મેળવવાની ઇચ્છા. અહીં અમને બદલો હોય નહીં ને !
મારી વાત સુંવાળી નથી ને ? જરા કઠણ પડે છે ને ? પ્રશ્નકર્તા : સુંવાળી હોય તે કામની જ નહીં.
દાદાશ્રી : મારી વાત જરા કઠણ છે, પણ મહીં જુલાબ કરીને બધો રોગ કાઢી નાખે. નર્યો રોગ ભરેલો છે ! પાછા કોઈ સંત પુરુષ પાસે જઈએ ત્યારે કહેશે, ‘આવો ભાઈ, આવો શેઠ, આવો આવો.' તે માખણ ચોપડે ચોપડ કરે. અલ્યા, એને ચોપડે છે શું કરવા ? પાછાં ઊંધે માટે ફેરવી આપે છે ! અલ્યા, પાંસરો રસ્તો દેખાડી દઈએ તો આગળ રસ્તો ખોળે કોઈ ! પણ આ તો મસ્કા ચોપડે ચોપડ કરે ! તમને મસ્કો ગમે કે ના ગમે ? તમારે જો ખરેખર મોક્ષે જવું હોય તો મારા કઠણ શબ્દો સાંભળવા પડશે. અનંત કાળનો રોગ તે ડુંટીથી માંડીને ઠેઠ ગળા સુધી ભરાઈ ગયો છે, હવે મારે ઓપરેશન કરીને, મહીં ચીપિયો નાખીને એ રોગ કાઢવો પડશે. માટે પહેલેથી બોલી દેજો, એક વાર ચીપિયો નાખ્યા પછી ઓપરેશન અધૂરું નહીં મૂકાય, પછી ‘ઓ ઓ’ કરશો તો નહીં ચાલે. માટે તમારે શું જોઈએ છે ? મોક્ષ કે સંસારનો વૈભવ ? જે જોઈએ તે અમે આપવા તૈયાર છીએ.
પ્રશ્નકર્તા : અમારે તો મોક્ષ જ જોઈએ છે. દાદાશ્રી : તો આ અમારા શબ્દો પચાવવા પડશે, સમજવા પડશે.
ઘાટ વગરતા એક જ વર્લ્ડમાં ! આ અમારી વાત જરા કઠણ પડશે, પણ જો તમારે મોક્ષે જવું હોય તો આવડું આવડું, મોટું મોટું, તોલી તોલીને અમારે આપવું પડશે. અને
Page #110
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૨૧૭
૨૧૬
વાણીનો સિદ્ધાંત જો તમારે મોક્ષે ના જવું હોય ને સંસારમાં રહેવું હોય તો અમે તમને ફૂલહાર ચઢાવીએ. માટે તમે જ નક્કી કરીને જે જોઈએ તે પસંદ કરજો.
આવું સાચું કહેનાર કોઈ તમને નહીં મળે, કારણ કે અમને સહેજે ય ઘાટ નથી. ઘાટ વગરનો જ નગ્ન સત્ય કહી શકે, બીજા તો ઘાટમાં ને ઘાટમાં ‘બાપજી બાપજી' કરશે.
બાકી આ કાદવમાં, પાછો ગંધાતા કાદવમાં કોણ હાથ ઘાલે ? પણ એ એક જીવ તરે ને, તો બીજા કેટલાંય જીવો બધાનું રાગે પડી જાય ! અને એનું કલ્યાણ થાય એવા ભાવ હોય. તે કલ્યાણ કરવા માટે જ અમે વઢીએ. નહીં તો આવું કોણ વઢે ? મગજ કોણ ખરાબ કરે ! આ તો સામાના કલ્યાણ માટે વઢવાનું. નહીં તો બાપ તો બાપ થવા સારું વઢે. સામાના હિત કરતા બાપ થવાની બહુ ભીખ હોય. બૈરીને ધણી ટૈડકાવતો હોય તો તે ધણીપણા માટે કરે ! અને ‘જ્ઞાની પુરુષ' સામાના કલ્યાણ માટે વઢે.
આવી કડક વાણી અમને વીતરાગને ન હોય. પણ શું કરીએ ? એમના રોગને કાઢવા, ગજબની મહીં વીતરાગતા સાથે સંપૂર્ણ કરુણાભરી વાણી સરી પડે છે ! એમાં એમનો ય દોષ નથી. એમની ઈચ્છા તો મોક્ષ જ જવાની છે, પણ અણસમજણથી અવળું થાય છે. કાળ જ બહુ વિચિત્ર આવ્યો છે. તેની આંધીમાં બધાં લપટાયાં છે.
તાપ-પ્રતાપ દાદાતો ! આ દાદા ઉપર તો એટલી બધી કૃપા છે કે કોઈથી ત્યાં એમની હાજરીમાં તો બોલાય જ નહીં. અમે ગાળો ભાંડીએ તો ય એનાથી સામું ના બોલાય. એટલે દાદા કેવી કપા લઈને આવ્યા છે. કેવી જાહોજલાલી લઈને આવ્યા છે.
નહીં તો સામાને તો સહેજ તુંકારો કર્યો હોય ને તો વેષ થઈ પડે. પોલિસવાળાને બોલાવી લાવે કહેશે, ‘મારું અપમાન કર્યું.” અલ્યા, ‘તું છે કોણ કે તારા અપમાન કરવાનાં છે ? તું શેમાં છો ? મારે માન શું ને અપમાન શું ? પૂછડું આવે તો કૂદ, તારે ફાવે તેટલો !” આવું કહીએ
એટલે એનું પાણી ઉતરી જાય ! કોણ બોલી શકે ? કેમ સામા નહીં થતા બાપજી ? વીતરાગ વાણીને કોઈ સામો ના થાય. હા, ગમે એવી ચપોડીએ તો ય વીતરાગ વાણી ! તમે ચપોડવા જાવ તો પોલીસવાળા બોલાવે ને પકડાવી દે.
પ્રશ્નકર્તા : વીતરાગ વાણીને કોઈ સામો ના થાય !
દાદાશ્રી : કોઈ નામ એનું દે જ નહીં ને, વઢતા હોય તો ય. કેમ એટલા બધા બેઠા હતા, એમની રૂબરૂ ન હોતો બોલતો ? પણ લોકોએ મારો ગુનો ગણ્યો હશે ? ‘આ દાદા શું બોલ્યા ? આવું બોલાતું હશે ?” એવું કોઈ કરતા હશે ?
પ્રશ્નકર્તા : ના, કોઈ નહીં.
દાદાશ્રી : શબ્દો આ જે બોલાય છે ને, તે બહુ જોર કરે. કૈડશે રાતે. પાછો વીતરાગતાથી આપેલો. ખોટું લાગે નહીં, રીસ ચઢે નહીં. તમે કોઈને ‘અક્કલ વગરનો છું' કહેશો, તો એ પંદર વર્ષ સુધી તમારી જોડે બોલશે નહીં. માટે વીતરાગતા લાવો.
બીજાને કંઈ કહેવાય જ નહીં ને ! અને કહે તો તે સાંભળે નહીં ને ! વીતરાગતાથી કહેવાય. વીતરાગ વચન એટલે સામાવાળીયાને ય પણ સ્વીકાર્ય હોય. એટલું વચનબળ ! સામાવાળીયો હોય તો ય સ્વીકાર્ય હોય અને તો જ માણસ ફરે. નહીં તો ફરે નહીં ને ! માણસ ફેરવવો મુશ્કેલ છે. પ્રકૃતિ ફેરવવી બહુ મુશ્કેલ.
પ્રશ્નકર્તા : પણ નવેનવા આપની પાસે આવે તો ખારું લાગે જરા. દાદાનું જેને બહુ ફીટ ના થયું હોય કે દાદા પ્રત્યે જરા થોડું એ હોય, તેને દાદા બહુ કડક લાગે.
દાદાશ્રી : અરે, બહુ કડક લાગે ! અમથો બેઠો હોય ને તો ય તાપ
લાગે,
અહીં બુદ્ધિતા બામતી ય બોબડી બંધ ! એક જણની ઑફિસમાં પાંચ-સાત જણને જ્ઞાન મળ્યું હશે. તે ત્યાં
Page #111
--------------------------------------------------------------------------
________________
૨૧૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૧૯
આગળ ઑફિસમાં ‘દાદા ભગવાન, દાદા ભગવાન' એની બધી સ્તવના કર્યા કરે, એવી કીર્તનભક્તિ કર્યા કરે. એટલે બીજા એક જણને મગજમાં પારો ચઢી ગયો. એ એમની ઑફિસનો હતો. એને થયું કે આ બધા શું ‘દાદા, દાદા' કરતા હશે ? શું સમજતા હશે આ લોકો ? તે પછી આ બધાંને કહે છે, “હું તમારા દાદા પાસે એક ફેરો આવીશ. મારે એમની ખબર લેવી છે.’ શું કહે છે, દાદાને પાંસરા કરવા છે. એ માણસ છે તે મારી જોડે લઢવા માગતો હતો. એ માણસને ખુબ ગુસ્સો ચઢી ગયો કે આ મોટા ‘દાદા ભગવાન' છે, તે માટે સીધા કરી નાખવા છે આમને. તે એના ઑફિસવાળાએ મને કહ્યું કે “અમારી પાછળ રોજ પડ્યો છે આ માણસ. તેને અહીં આવવું છે.’ મેં કહ્યું “આવવા દો ને ! વાંધો શું છે ? ગાળો ભાંડે તે ય આપણને આવકાર છે ને ફૂલ ચઢાવે તે ય આવકાર છે. મારે જુદાઈ નથી. કારણ કે હું ગાળો ભાંડનાર જોતો નથી. ગાળો ભાંડનારની મહીં ‘કોણ છે', એને હું જોઉં છું. અતત્ત્વને હું જોતો નથી. મારે અતત્ત્વનું શું કામ છે ? ગધેડું ય અતત્ત્વ જ છે ને આ ય અતત્ત્વ છે. હું તો તેમાં તત્ત્વની તપાસ કરું છું. પછી મેં કહ્યું, ‘બોલાવો એને !'
એ પછી રજા હશે, તે દહાડે તે આવ્યો. એની ઑફિસવાળા બધા જોડે આવેલા કે જોઈએ હવે શું તાલ થાય છે કે દાદાને એ પાંસરા કરે છે કે દાદા એને પાંસરો કરે છે ! એટલે પછી એ બેઠા હતા. મારા આવતા પહેલાં સત્સંગમાં બીજા ભેગા થયા, તે એમની જોડે જીભાજોડી કરવા માંડી, બધી બુદ્ધિની વાતો. હવે બુદ્ધિની વાતોનો એન્ડ જ ના આવે. અમે તો એન્ડ લાવી આપીએ. પછી છે તે એ બુદ્ધિની વાતો થતી હતી ને હું આવી પડ્યો. મને પેલી ખબર નહીં કે આ માણસે આવો ડખો કર્યો છે, અહીં આગળ. અને હું જાણું ય નહીં કે મારો પારો ઉતારવા આવ્યો છે. એટલે પછી મેં બધાને પૂછયું કે આજ સત્સંગ કેમ કોઈ કરતા નથી ? કોઈ સત્સંગ કરો ને ! બોલો ને ! પેલા ભાઈને નવા દીઠા, એટલે મેં એમને કહ્યું, ‘તમે બોલો ને, કંઈક બોલો ને, શું વાંધો છે ?” ત્યારે એ કહે છે, “ખરું કહું, અહીં ગળે સુધી આવે છે પણ શબ્દ બહાર નીકળતો નથી.’ હું સમજી ગયો કે આ દાદાના ગુનામાં આવ્યો છે. હરાવવા આવ્યો છે. તે શબ્દ અહીંથી નહીં નીકળે, મહીંથી અક્ષરે ય નહીં નીકળે. આ આણે આડાઈ કરી છે.
તેનું આ ફળ મળ્યું. વાણી જ બંધ થઈ જાય મારી પાસે. ઘણા માણસોની વાણી બિલકુલે ય, અક્ષરે ય બોલી શકે નહિ. અને વાંકો માણસ તો મારી પાસે આવી શકતો નથી. પેલો પગથિયું ચઢે ને તો કહી દઉં કે પેલો માણસ પાછો ઊતરી જશે. અહીં લોકો મને પૂછે છે કે, કેટલાકને કહું છું કે કેમ પ્રશ્ન પૂછતા નથી ? ત્યારે કહે, ‘ઘરેથી નીકળ્યો ત્યારે પ્રશ્નો બહુ પૂછવા હતા, પણ અહીં આવ્યા પછી નીકળતું નથી.' એ તો દાદા પાસે તો આ બોબડી બંધ થઈ જાય ! પેલો ભઈ આવેલો, તે ઘેરથી નક્કી કરીને આવેલો. હું આવ્યો હતો, તે પહેલાં વાતો કરવા માંડેલો. તે આપણા મહાત્માને તો પાડી દે ને ! વાર ના લાગે ને ? એમને તો હરાવી દે ને ? મને ય હરાવી દે એવો હતો.
શુક્લ હદયી સમજે જ્ઞાતીતી ભાષા !! પ્રશ્નકર્તા : જ્ઞાનીની ભાષા અમુક લોકોને નથી સમજાતી.
દાદાશ્રી : શી રીતે સમજાય પણ ? એ તો મોહ ઓછો હોય તો સમજણ પડે ને ? જ્યાં સુધી મૂંઝાયેલું હોય ત્યાં સુધી સમજણ પડે નહીં. મોહ ક્લિયર થઈ જાય ત્યાર પછી સમજણ પડે. ભાષા સમજવી એ આપણું પુણ્ય હોવું જોઈએ. અને શુક્લ હૃદય હોવું જોઈએ. હૃદય શુક્લ હોય તો તરત બધું ઓળખી જાય. પણ હૃદયમાં જાતજાતના ગોટાળા ભર્યા હોય ને, તે ગોટાળિયું હોય તો સમજાય નહીં. જ્ઞાનીઓની ભાષા સમજવા માટે શુક્લ હૃદય જોઈએ. બીજું બધું સમજાય પેલી બાજુનું, સંસારી ભાષા બધી સમજી જાય.
અમારા શબ્દ જો શીખ્યો ને, એના પ્રમાણે ચાલ્યો તો તો કામ જ થઈ ગયું. ‘જ્ઞાની પુરુષ'નો એક અક્ષર જ જો સમજમાં આવ્યો તો કલ્યાણ જ થઈ જાય !! બાકી, થર્ડમાંથી ફોર્થમાં ક્યારે જઈએ ? એનાં કરતાં આ ‘દાદા’ મેટ્રિકની બહાર ‘ફર્સ્ટ ઈયર’માં બેસાડી દે ! પેલા લોકો તો ‘ફીફથ’માં, ‘સીકસ્થ'માં છે કે આપણે જાતે તો થર્ડમાંથી પાસ થવાતું નથી. એનાં કરતાં ‘દાદા’ કહે છે તે પ્રમાણે હેંડો ને, એટલે ઉકેલ આવી ગયો. નહીં તો આ લોકો તો કર્મ બંધાવડાવવા આવે કે, ‘તમે આમ કરી આપો, તેમ કરી આપો.”
Page #112
--------------------------------------------------------------------------
________________
૨૨૦
વાણીનો સિદ્ધાંત
એક જ શબ્દ કાફી, મોક્ષ માટે ! અમારી વાત જચી ગઈ એટલે પ્રતીતિ સાથે જચી ગઈ. પચી તો ગઈ નથી, પણ જચી તો ગઈ. એ તો અત્યારે જચી ગઈ. હવે આગળ જવાનું આવ્યું, પચી જતાં સુધી !
પ્રશ્નકર્તા : એ પચી ગઈ ક્યારે કહી શકાય ?
દાદાશ્રી : પચી ગયેલી તે, આપણને એવો ફેર ફરી ચઢે જ નહીં, છોને ગોળ પેલા ચગડોળમાં બેસાડ બેસાડે કરે ! નીચે ઉતારે તો ય ફેર ચઢે નહીં. ચગડોળને ફેર ચઢે પણ પોતાને ફેર ના ચઢે. આ તો ચગડોળને ફેર ચઢતા નથી ને આપણને ફેર ચઢે છે ! જચી ગઈ એટલે એકસેપ્ટ થયું. પ્રતીતિ સાથે એકસેપ્ટ !
અમારી વાણીથી બિલકુલ અજીર્ણ થાય નહીં. ‘આ’ તો આખો ‘જ્ઞાનાર્ક” છે. એ પચે અને અજીર્ણ ના થાય. ‘જ્ઞાની'ના શબ્દને હલાવવો નહીં. બહુ મોટું જોખમ છે. એક જ શબ્દ જો મહીં પેસી ગયો ને પચન થયો તો મોક્ષે લઈ જાય !
જ્ઞાની પુરુષના શબ્દો તો મજબૂત માણસને ય સંડાસ કરાવી દે એવા હોય ! પણ પચાવવાની શક્તિ છે ને ત્યાં સુધી એ અધિકારી કહેવાય. પણ પછી એનું પરિવર્તન આવે. મારા શબ્દો એટલે વગર જુલાબે જુલાબ. પણ પેલો નહીં, માનસિક જુલાબ, આ શબ્દો અહંકારનું વિરેચન કરાવનારા છે. વિષયનું વિરેચન કરાવનારા છે, મમતાનું વિરેચન કરાવનારા છે.
જ્ઞાની પુરુષનો એક શબ્દ તો ઠેઠ મોક્ષે લઈ જાય, જો એને પચવા દે તો ! એની પર જુલાબ ના લે, તો ઠેઠ મોક્ષે લઈ જાય.
ઝાપટટ્યા પછી પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : દાદા, તમે ત્યાં પેલા શેઠિયાને ખંખેર્યા હતા. તે વખતે બહુ કડક વાણી નીકળી હતી, તો એનું શું કરવું પડે તમારે ?
વાણીનો સિદ્ધાંત
૨૨૧ દાદાશ્રી : તે ય અમારે પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે. એવો અધિકાર નથી આપણને.
પ્રશ્નકર્તા તો દાદા, જ્ઞાની પુરુષ પેલાને ખંખેરતા હોય ને બીજી બાજુ પ્રતિક્રમણ ઓન ધી સ્પોટ (તરત જ) થતાં હોય ને ?
દાદાશ્રી : ના થાય. બે મિનિટ પછી થાય. ચાલુમાં થાય તો ખંખેરવાનું ના થાય, ચાલુમાં પ્રતિક્રમણ થાય તો ખંખેરવાનું બંધ થઈ જાય. આગળ સિગ્નલ બંધ પડી જાય. પડદો પડી જાય ઊલટો. એ પડદો ના પડવા દઈએ. આખો પૂરો કરીએ.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે પ્રતિક્રમણ કરવાનાં ?
દાદાશ્રી : એ તો આ બધાં કરે એવી રીતે. કંઈ નવી જાતનું ના હોય.
વીતરાગ વાણી, તિમિતાધીત ! અને અમે લોકોને માટે જે બોલીએ એવું બોલવાનું તમે શીખશો નહીં કદી, કારણ કે અમારો વ્યવહાર-નિશ્ચય સાથે હોય અને અમારે તો બહુ જુદી જાતની જાગૃતિ હોય. ઉપયોગ જ જુદી જાતનો હોય અને પાછાં અમારી વાણીના માલિક અમે નથી હોતા. ક્યારેય પણ માલિક અમે થતા નથી. માટે એ વાણી પરાશ્રિત છે. માટે એ સહુ સહુના હિસાબ પ્રમાણે નીકળે. પાંચ શેરી હોય તેને પાંચ શેરી વજન જેટલું વાગે છે અને સાત શેરી હોય તેને સાત શેરી જેટલું વાગે. જેટલો એનો લોડ (વજન) હોય છે એટલું કાઉન્ટર (પ્રતિપક્ષી) લોડ આપે છે આ વાણી. એટલે હું જોયા કરું કે આ કેમ આ મહારાજ સાહેબ તરફ બાર મણનો પથરો મારે છે ? ત્યારે મહારાજ પાસે બાર મણનો લોડ છે ? એવું છે માટે એવું લાગે છે. હું ‘જોયા કરું છું', બાકી મારી ઈચ્છા જ નથી.
અમારી વાણીમાં અશાતના જ ના હોય. પણ એને દુઃખ ના થાય એટલા માટે અમે છેટેથી કહીએ. અમે રૂબરૂમાં ના કહીએ. રૂબરૂમાં પૂછે તો કહીએ. નહીં તો ના કહીએ. એને દુઃખ થાય ને !
Page #113
--------------------------------------------------------------------------
________________
૨૨૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૨૩
એના ઝેરમાં અમૃતની સરવાણી.”
એના ઝેરમાં અમૃતની સરવાણી એવું લખ્યું છે. આ દાદા કો'કની ઉપર જરા કડક થયા ને તો અમૃતની સરવાણી વરસશે, એવું કહેવા માગે
આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. જો અમે જાતે વઢીએ તો અમે તેવા થઈ જઈએ.
આ બધું બોલાય છે પણ એમાં એક અક્ષર પણ ‘હું બોલતો નથી. પણ તમારું પુણ્ય આ શબ્દો બોલાવે છે. ‘આ’ વાણી નીકળે, તે થકી
અમે જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે. ‘અમારી’ વાણી એ ય રેકોર્ડ છે. એમાં અમારે શી લેવાદેવા? છતાં, ‘અમારી’ રેકોર્ડ કેવી હોય ? સંપૂર્ણ સ્વાવાદ ! કોઈ જીવને કિંચિત્ માત્ર પણ દુ:ખ ના થાય, દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી ‘આ’ સ્યાદ્વાદ વાણી છે.
આપતા પથ્થર, કરુણાસભર !
“મૂંઆ” શબ્દનું અજાયબ રહસ્ય ! અહીં તો બધી બોધકળાઓ મળે ને ! આ બધા ભેગા થાય તો નીકળે. નહીં તો નીકળે નહીં. હું કહું જ છું ને કે સામી વ્યક્તિ પ્રમાણે માલ નીકળે છે આ અને તે હું નથી બોલતો આ.
મૂઆ જેને કહે, એ તો અજર-અમર તપે.”
અમે પુસ્તકમાં મુંઆ કહ્યું છે, તે બધા અજર-અમર તપવાના છે. મૂઆ એ તો આશીર્વાદ છે. મારવાના હેતુ માટે મૂંઆ નથી કહેતો. મા હઉ છોકરાને કહેશે, “મૂઆ ક્યાં ગયો હતો ?” એટલે મૂંઆ એ તો આશીર્વાદ છે, મોટામાં મોટો આશીર્વાદ છે. પણ જગત ક્યારે સમજે તે ?, કવિ એ સમજી ગયા ને તેથી લખ્યું કે મેં જેને કહે, એ તો અજરઅમર તપે. અમે એકવાર તો મૂઆ બોલીએ જ નહીં, પણ આ, પાંસરો મરને ! એવું કહીએ એ અજર-અમર રહે.
ગાળ્યું જેણે ખાધી, એનાં પૂરવનાં પાપોને વીંધે.”
પછી ગાળો જેણે ખાધી ને, એનું પાપ બધું ધોવાઈ જાય. આ સાધુઓની બહુ મોટી પુણ્ય જાગી છે. અમારે કોઈ દહાડો ઈચ્છા જ ના હોય. કિંચિત્ માત્ર કોઈનો અવર્ણવાદ બોલવાનો અમારો શબ્દ ના હોય. અમને રાગ-દ્વેષ છે જ નહીં. પણ અવર્ણવાદે ય ના હોય. કો'ક બહારના માણસને તો આ અવર્ણવાદ લાગે. ભક્તોને ના લાગે.
અમે સાધુઓને આ બધી વાત કરતા હતા, જબરજસ્તી કડકાઈથી કહેતા હતા. ત્યારે એક ભાઈએ કહ્યું કે “આટલું બધું આ દાદા ભગવાન તમને બોલે છે !' ત્યારે એમણે એ ભાઈને કહ્યું, ‘એ તમને નહીં સમજાય, એની પાછળ કરુણા છે. કારણ કે જેને કશું લઢવાડ નથી, લેવા નથી, દેવા નથી, મોક્ષના સંપૂર્ણ આરાધક છે. એની પાછળ જબરજસ્ત કરુણા છે !”
પ્રશ્નકર્તા : કેટલી કરુણા હશે એ !
દાદાશ્રી : કરુણાનો જ અવતાર છે આ. કારુણ્યમૂર્તિ છે આ ! હા, જે તે રસ્તે ઉકેલ લાવવો આપણો.
ઝાપટવાતું, અમારે ભાગે ! દરેક તીર્થંકરના વખતનો જે કચરો હતો, તે પૂંજો વાળવાનો મારે ભાગ આવ્યો છે ! ઋષભદેવ ભગવાનના વખતથી પંજો પડ્યો છે. કોઈએ પૂજો જ નથી વાળ્યો. ‘આવો શેઠ, આવો શેઠ જ બધાએ બોલાવ્યા છે. હવે હું ય એવું કરું ત્યારે પાછો એ જાણે કે હું તો પૂરેપૂરો જ છું.’ એ જ્યાં સુધી ઝાપટું નહીં ત્યાં સુધી ધૂળ ઊડે જ નહીં ને ! કોઈએ ઝાપટેલું જ નહીં, એમ ને એમ પૂંજો પડવા દીધેલો છે, બસ. ત્યારે ઝાપટવાનું સારું લાગતું હશે ? શું કરે ? ઝાપટું નહીં તો સામાનો ઉકેલ ના આવે. કોઈને ધૂળ પડેલી હોય તો તે સાફ કરવાનું નહીં ? ઝાપટું નહીં તો ઉકેલ આવે ? તે આ મારે ભાગે આવ્યું !
દરેક તીર્થકરોના વખતમાં જે કચરો હતો કે, તે બધો કચરો ભેગો થઈને પડી રહેલો છે, જે ચોખ્ખો માલ હતો, તે જતો રહ્યો. પણ જે તીર્થંકરની પાસે બેસી રહેતા હતા, ‘કેવું સંભળાય છે ! ઓહોહો !! કેવી
Page #114
--------------------------------------------------------------------------
________________
૨૨૪
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૨૫
વાણી !!!” પછી પુરીઓ ને શાકે ય ત્યાં મંગાવીને ખાધેલું. વાઈફ (પત્ની)ને કહે, ‘તું પુરી ને શાક અહીં આગળ લઈ આવ. કંદમૂળ ના લાવીશ !' પણ ગમે કેવું ? ભગવાનની વાણી કેવી ગમતી હતી ! મનને જ ગમે, હૃદયને નહીં. મનને એવી મીઠી લાગે !!
પણ બધાનો પંજો તીર્થકરો કાઢે નહીં અને તીર્થકરો ચરમ શરીરી કહેવાય અને જ્યાં પગલું પડે ત્યાં તીર્થ ઊભાં થાય એવા તીર્થકરો, એમને તો આ પૂંજો કાઢવાનો હોય જ નહીં. પણ આ ગણધરોએ ય કાઢ્યો નહીં અને મારે ભાગે આવ્યો આ બધો. મેં તો ઘણું ય ભગવાનને કહ્યું કે મારે ભાગે આ પંજો ? ત્યારે કહે છે, એ પૂછો તો કાઢ્યા વગર છૂટકો જ નહીં ને !
આ ક્યારે ઊજળું થાય ? “કભોટે' પડી ગયેલા વાસણ માટે, કઈ જાતનો એસિડ વાપરવો તે જ મને સમજાતું નથી. બહુ વરસો થયાં નથી, ૨૫૦૦ વર્ષ જ થયાં ભગવાન મહાવીરને ગયે. એમાં પ00 વર્ષ સુધી તો સારું રહેલું ને ૨00 વર્ષમાં આટલો બધો કાટ ?! કણ ભગવાનને ગયે ૫૧૦૦ વર્ષ થયાં, તેમાં કેટલો બધો કાટ ચઢી ગયો ?!
વીતરાગો પણ કોઈને વઢયા નથી. કેવા ડાહ્યા છે વીતરાગો ! વીતરાગો તો મૂળથી જ વઢવાડિયા નહીં, એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં. આપણે પણ એ જ ધ્યેય છે ને ? આ તો અમારે ભાગે આવ્યું છે ! ચોવીસ તીર્થંકરો માલ મૂકી ગયા કે જાવ, પાછળ ‘દાદા' થવાના છે ત્યાં જાવ. તે “અમારા’ ભાગે આવ્યું છે. ‘અમારો' ઠપકો તો ‘કરુણાનો ઠપકો છે. ‘અમારો’ સ્વભાવ તો વીતરાગ છે. પણ ‘જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે.” જેવો સામે રોગ હોય, તેવી આ નૈમિત્તિક વાણી નીકળે.
અમારી કારુણ્યબુદ્ધિથી બહુ કડક શબ્દો નીકળે અને કાળે ય એવો છે. આ ફ્રીઝમાં ઠરી ગયેલું શાક હોય તો શું થાય ? પછી સોડા ને બીજું નાખીએ ત્યારે શાક ચઢે. તે અમારે સોડા બધું નાખવું પડે છે ! અમને તે આવું ગમતું હશે ?!
આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે ! અમારે જાતે જવું ના પડે. અમે કહીએ છીએ કે ૨૦૦૫ની સાલમાં તો
બહારના બધા દેશો હિન્દુસ્તાનને વર્લ્ડનું કેન્દ્ર ગણી અહીં ધર્મ શીખવા આવશે ! અને ત્યારે ભ્રષ્ટાચારનો એક વાળે ય નહીં હોય અને કોઈ કાળે જે સુખ નહોતું એવું સત્યુગનું સુખ લોકો ભોગવશે ! ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે ! બીજા કોઈ પણ તીર્થકરોનું શાસન આવું અજોડ નહીં હોય !
દાદાવાણી ધારણ કરે તેતે... અમારી વાણી તો કોઈ કાળે સાંભળી ના હોય તેવી ગજબની અપૂર્વ છે. આ વાણી સાંભળી સાંભળીને મહીં ધારણ કરે અને ધારણ કરીને એના એ જ શબ્દો પોતે બોલે. અને ધારણ રહે એ ટાઈમમાં ચિત્તની ગજબની એકાગ્રતા થયા કરે છે ! શુદ્ધ ચિત્ત તો શુદ્ધ જ છે, પણ વ્યવહારિક ચિત્ત છે. તે આ ધારણ થવાથી તત્ક્ષણ શુદ્ધ થઈ જાય છે. સિનેમાનાં ગીતો સાંભળવાથી તેટલો ટાઈમ ચિત્ત અશુદ્ધ થયા કરે છે. મૂળથી અશુદ્ધ તો હતું, ને તે વધારે અશુદ્ધ થાય ! વગર સમજયે આ નાનો બાબો પદ ધારણ કરીને બોલે છે છતાં તે બહુ કામ કાઢી જાય. ધારણ થયા વગર બોલાય ? ધારણ કરી બોલે તેટલો વખત મહીં પાપ બધાં ધોવાઈ જાય ! બહાર લૂગડાં ધોતા તો આવડે પણ મહીંનું શી રીતે ધૂએ ? આ જગતમાં ચિત્તશુદ્ધિની દવા બહુ ઓછી છે. બહાર વીસ વર્ષ સુધી બધું ગાય ને, તેમાં જેટલી શુદ્ધિ ના થાય તેટલી શુદ્ધિ આ અહીં અમારી હાજરીમાં એક વખત આ પદ ગાય તેટલામાં ચિત્ત શુદ્ધ થઈ જાય છે ! પોતે બોલે અને પછી ધારણ કરે અને એવું જ ફરી બોલે ને તો એનાથી ગજબની ચિત્તશુદ્ધિ થાય ! ચિત્ત શુદ્ધિ થાય તેટલો આનંદ એને રહ્યા કરે.
અસરો, જ્ઞાતીના સંગતી ! પ્રશ્નકર્તા : આપણને જે આનંદ થાય એવો આનંદ બીજાને થાય, એના માટે શબ્દ સિવાય બીજું કોઈ માધ્યમ ખરું ?
દાદાશ્રી : શબ્દ સિવાય સંગે ય માધ્યમ છે. મારા સંગમાં રહે ને ખાલી, તો સંગમાં જ સુખ હોય. નર્યું સુખ જ હોય. મારા સંગમાં રહેતો હોય, તેને તો ખસવાનું મન ના થાય. એ તો મુંબઈ શહેર જોવાય ના
Page #115
--------------------------------------------------------------------------
________________
૨૨૬
વાણીનો સિદ્ધાંત
જાય કશું.
પ્રશ્નકર્તા : ખાલી જો વાતાવરણની જ અસર હોય પણ જો એ આપના સંગની બહાર જતો રહે, તો પાછો હતો એવો ને એવો જ થઈ જાય ને ?
દાદાશ્રી : એવું છે ને, જ્ઞાનપ્રયોગથી એનાં પાપો ભસ્મીભૂત કરીએ છીએ. કારણ કે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ જ્ઞાનાગ્નિથી પાપોને ભસ્મીભૂત કરે છે. પાપો પોટલું વાળીને નાશ કરે છે. એટલે પાપો નાશ કરીએ તો હલકો થાય. એટલે ભગવાનની કૃપા ઉતરે. પછી પોતાને ચોવીસે ય કલાક આત્મા હાજર રહે અને સુખ જ રહે નિરંતર.
અવક્તવ્ય અનુભવ, મૌલિક તત્ત્વતો !!
પ્રશ્નકર્તા : આપને જે સુરતના સ્ટેશને, બાંકડા ઉપર ૧૯૫૮માં જ્ઞાન થયું, એ વખતનો અનુભવ કહોને.
દાદાશ્રી : અનુભવ તો, એવું છે ને, એ તમને કહી શકું કેટલો ? કે મને આનંદ થયો, મને જગત વિસ્તૃત થઈ ગયું હતું.
તે આ રાત્રે વહેલું સૂર્યનારાયણની હાજરીમાં જમવું જોઈએ. એ મને બહુ પસંદ પડેલું અને એ સાયન્ટીફિક વસ્તુ છે અને તે વેદાંતે પણ એવું કહ્યું છે, પણ વેદાંતનું કોઈ સ્વીકારતું નથી.
એટલે અમે સાંજે જમીને બેઠા હતા. હવે સ્ટેશન આવ્યું એટલે સાડા પાંચે અમે જમીને નીચે ઉતર્યા. ગાડીમાં જમી લીધું. નીચે ઉતરીને બાંકડા પર બેઠા. ત્યાર પછી જમેલાં વાસણ હતાં, તે અમારી જોડે એક ભઈ હતા, તે ધોવા ગયા.
ત્યાંથી મને એકદમ જ આ બધું સ્ફૂરણા થઈ અને આ ‘અંબાલાલ છું' એ ખ્યાલ જતો રહ્યો બધો અને એટલી બધી જાગૃતિ વધી, તે આખું બ્રહ્માંડ પ્રકાશમાન થયું. અને બધું મેં જોયું કે કોણ કર્તા આનો, જગત કેવી રીતે ચાલે છે, ભગવાન કોણ છે, ક્યાંથી થયું, નિમિત્ત કોણ,
વાણીનો સિદ્ધાંત
અવતારો શું છે, આ બધા સગાંવહાલાં શું છે, તમે કોણ છો, હું કોણ છું ?” એ બધા ફોડ પડી ગયા. એક કલાકમાં એ બધું વિવરણ મને જણાયું અને અપાર સુખ, પાર વગરનું સુખ !
૨૨૭
હવે એ ફોડ પડ્યા કે મને જે સમજાય, એ વાણીમાં ઉતરે એવા નથી. એ તો તમે જ્યારે જાતે એ ચાખશો ત્યારે તમને સમજાશે. પણ
આ બધું હું શબ્દોથી તમને સમજાવું છું. મૂળ વસ્તુ તો તમે જાણી શકશો જ નહીં. કારણ કે ત્યાં શબ્દો નથી. વિગતવાર વાણીમાં આવે નહીં. આ તો શબ્દો જેટલા બોલી શકાય, એટલા બહારના ભાગમાં હું તમને વાત કરું છું, એ મૂળ વસ્તુ તો નહીં ને ! એ તો તમે ચાખો ત્યારે, એ જગ્યાએ તમે આવો ત્યારે તમને ખબર પડે કે શું હતું !
આત્મા સૂક્ષ્મતમ વસ્તુ છે ને આત્માના જે બહારના પ્રદેશો છે, તે સૂક્ષ્મતર છે. તે સૂક્ષ્મતર સુધી અમે ત્યાં આગળ બધું જોયેલું. હવે સૂક્ષ્મતર વાણી નથી, એટલે ત્યાં તો વાણી બંધ થઈ જાય છે, વાણી અટકી જાય છે બધી. એટલે એમ કહેવું પડે કે તું ચાખ અનુભવમાં. તેથી અનુભવનું કહ્યું ને કે જાણ્યાથી જણાય એવું નથી, અનુભવથી જણાય છે. નીવેડો ય અનુભવથી જ છે !
...ત્યારે વાણી વિજ્ઞાતતે કહી જાય !
પ્રશ્નકર્તા : આપની સાધનાની લિંક ક્યારથી ચાલે છે ?
દાદાશ્રી : કેટલાંય કાળથી ! દરેકનાં લિંકવાર ટોળાં હોય જ. આ તો બધી લિંક જ છે. ૧૯૫૮માં તે દહાડે આ જ્ઞાન થયું. પછી એ જ્ઞાન પ્રગટ થવું જોઈએ. એ પ્રગટ થવામાં લિંક મળ્યા જ કરે. અમને ત્રણસો છપ્પન ડિગ્રીનું જ્ઞાન થયું છે પણ એ નીકળ્યું નથી, એથી નીચેનું નીકળે છે. અને જે દહાડે ત્રણસો છપ્પન ‘ડિગ્રી’ સુધીનું નીકળશે, તે દહાડે તો અજાયબી થશે આ કાળની !
પ્રશ્નકર્તા : ત્રણસો છપ્પન ‘ડિગ્રી’નું કઢાવવા કોઈ પાત્ર જીવોની જરૂર પડશે ?
દાદાશ્રી : હા, એવા પાત્રની જરૂર પડે. એ આવ્યો કે નીકળ્યું જ
Page #116
--------------------------------------------------------------------------
________________
૨૨૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૨૯
સડસડાટ. એટલે જેમ જેમ પાત્રો આવે તેમ તેમ ચઢતું જ્ઞાન નીકળતું જાય. એ પ્રગટ કરવાનું અમારા હાથમાં નથી. આ તો ‘રેકર્ડ' છે. પાત્રે ય પાછાં મળશે ને ‘રેકર્ડો’ ય નીકળશે.
વિજ્ઞાનમાં તો અનુભૂતિ ! પ્રશ્નકર્તા : એ આત્માનો અનુભવ વાણીમાં ઉતારીએ તો પણ એની મર્યાદા છે.
દાદાશ્રી : એ આત્માનો અનુભવ વાણીમાં ઉતારવાનું ક્યાં સુધી ? કે એ જ્ઞાન છે ત્યાં સુધી. પણ વિજ્ઞાનમાં તો કશું કરવાનું જ નથી. વિજ્ઞાન સાંભળતાની સાથે જ “ફોરેન’, ફોરેન ડિપાર્ટમેન્ટમાં (પરમાં) અને હોમ'. હોમ ડિપાર્ટમેન્ટમાં (સ્વમાં) એમ બે ડિપાર્ટમેન્ટ જુદાં જ થઈ જાય. જગત આખું ય ફોરેનને (પરને) હોમ (સ્વ)માની રહ્યા છે. બોલો, એ હોમનો ક્યારે ભલીવાર આવે ?!
વાક્ય સમજે કે બધું આવી જ ગયું છે. આ વાક્ય ઈટ સેલ્ફ બધું મૂવ કરે છે ને ! પરમાત્મા જેણે જોયો ને જાણ્યો, જેનું દેહાભિમાન ગળાઈ ગયું, તેના વાક્યમાં ભૂલ ના હોય. અને ભૂલ કાઢે તો એનું શું થાય ? એની મતિ મપાઈ જાય.
પ્રશ્નકર્તા : આ ક્યાંથી શીખી લાવ્યા ? આ ક્યાંથી યાદ રાખ્યું ? દાદાશ્રી : તે હું ય પૂછીશ કે ‘કહાં સે નીકલતા હૈ ભૈયા ?”
તે આ શનૈઃ શનૈઃ છે ને, તે સદ્ગુરુ પાસે છે. અક્રમ વિજ્ઞાની પાસે શનૈઃ શનૈઃ ના હોય. અહીં તો ઓન ધી મોમેન્ટ, તરત દાન ને તરત પુણ્ય. હમણે અહીં જ્ઞાન લીધું ને તો શનૈઃ શનૈઃ નહીં, તરત છૂટું થઈ ગયું ને ? બસ ! અને છૂટું થયું કે હું શુદ્ધાત્મા થયા, એટલે આમાં શનૈઃ શનૈઃ નથી. એ પેલા ક્રમિક માર્ગમાં હોય. આ અહીં તમને પ્રાપ્ત જ થઈ ગયું છે.
પ્રશ્નકર્તા : એ લોક પુરો કરાવો.
એક ફેરો આ હોમ ડિપાર્ટમેન્ટ જડી જાય, પછી વાંધો ના આવે. એટલે અમે એક ફેરો ઘર દેખાડી દઈએ કે ભઈ, આ પોળમાં આમથી આમ ને આ ખાંચામાંથી આમ પેસજે અને ઘર ભેગું થઈ જશે ! એવું હોમ દેખાડી દઈએ છીએ !
ભવપાર, શતૈઃ શનૈઃ કે તક્ષણ ? શાસ્ત્રકારોએ લખ્યું કે એક શબ્દ ‘સદ્દગુરુ તણો...' સદ્ગુરુ એટલે જ્ઞાની. બીજા બધા ગુરુઓ કહેવાય. પણ સદ્ગુરુ એટલે સને ધારણ કરેલા છે એવા ગુરુ. તો “એક શબ્દ સદ્ગુરુ તણો ધાર્યું હૃદય મોઝાર, તે સધાત્ર શનૈઃ શનૈઃ પામે જો ભવજળ પાર.”
તે એક જ શબ્દ જો જ્ઞાનીનો આટલું બધું કામ કરતો હોય. તો એક શબ્દ જો અવળો પડ્યો હોય તો ? મોટામાં મોટી રીસ્પોન્સિબિલિટી ! અને આ શબ્દ કોનો ?! “દેહાભિમાન ગલતે વિજ્ઞાને પરમાત્માની.”
એ જેને છે તેનો શબ્દ, બાકી આ બીજા લોકોનો શબ્દ તો કામનો જ નહીં. દેહાભિમાન ગળાઈ ગયું એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. આ
દાદાશ્રી : એ પૂરો કરીને શું કામ છે ? આપણે કામ સાથે કામ છે ને ! અત્યારે ચાલતી હોય એ ચાલવા દો ને ! એ એમના હિસાબ હોય કે આ પૂરું કરી નાખીએ ને તમે તમારા હિસાબમાં. પણ આપણે કામ સાથે કામ રાખો. આટલું વાક્ય બહુ હેલ્પફુલ છે. નથી હેલ્પફુલ ?
અજાયબીઓ દાદાવાણીતી ! પ્રશ્નકર્તા: હા, બરોબર છે. પણ ઘણીવાર દાદા આપના એક્કેક્ટ શબ્દો નીકળે છે. જે ગીતામાં લખ્યા હોય કે ભાગવતુમાં લખ્યા હોય, એ બરોબર નીકળે છે.
દાદાશ્રી : હા, એક્ઝક્ટ જ નીકળે.
પ્રશ્નકર્તા: તે વખતે એમ થાય કે તમે ક્યારે વાંચવા ગયા હતા ?! કોઈ મને કહે કે દાદાએ વાંચ્યું'તું તો હું માનું નહીં.
દાદાશ્રી : ના, ના, આવું નહીં. બરોબર છે. અને વાંચેલામાં આ
Page #117
--------------------------------------------------------------------------
________________
૨૩૦
વાણીનો સિદ્ધાંત
વાણી હોયે ય નહીં. આ વાણી તો કરેક્ટ વાણી !
પ્રશ્નકર્તા ઃ નહીં, એમ નહીં. તમારું જે બેકગ્રાઉન્ડ, તમારો જે એ જમાનો, એમાં આ વસ્તુ હતી જ નહીં, અવકાશ જ ન હોતો.
દાદાશ્રી : ના, કશું કર્યા વગર થયું. આ તો લાખો પુસ્તકો ઊભાં થાય આ વાણી પરથી.
પ્રશ્નકર્તા : બરોબર છે, જે સ્વયંભૂ હોય છે ! એવી રીતે મેં જોયું, આ આખી વિધિને ચાર કલાક ઓછામાં ઓછા થાય છે. ચાર કલાક સતત રીતે આપણે જોઈએ છીએ. શિયાળો હોય, ચોમાસું હોય, ઊનાળો હોય, ૭૬ વર્ષની ઉંમરે, બીજું કોઈ ડીસ્ટર્બન્સ નથી આવતો !
દાદાશ્રી : એ નોંધપાત્ર વસ્તુ છે, નોંધપાત્ર ! ત્યારે જ લોકોનું કલ્યાણ થાય ને ! નહીં તો કલ્યાણ થાય નહીં ને !
પ્રશ્નકર્તા : અને આપની જે વાણી છે, એ અનુભવજન્ય છે. તો તે સામાને પછી ક્યા લેવલે સ્પર્શ કરે ?
દાદાશ્રી : આ સામાને, એટલે આપણું જ્ઞાન લીધેલું હોય તેને તો એડજસ્ટ જ થઈ જાય અને પેલાને ય ઠંડક તો બહુ વળે, કે વાત સાચી છે. કારણ કે આત્મા છે ને એની પાસે.
પ્રશ્નકર્તા : એ મૂળને સ્પર્શે છે અને જગાડે છે ત્યાંથી.
દાદાશ્રી : સ્પર્ધા વગર રહે નહીં. તેથી લોકો હજુ જ્ઞાન લીધા વગર પુસ્તક લઈ જાય છે ને ! ‘બહુ અદ્ભુત, અદ્ભૂત' બોલે છે. શું આ વાત છે ! ત્યારે કહે, વાણી સ્પર્શી એને. ત્યાર વગર વાત અદ્ભૂત બોલે શી રીતે ?
પ્રશ્નકર્તા : ના બોલાય, દાદા. મને ખુદને જ એ અનુભવ થયો’તો.
દાદાશ્રી : હા, બરોબર છે. અને તમે તો લેખકો, સાહિત્યકારો કહેવાવ. તમને અનુભવ થાય, ત્યારે બીજા લોકોને કેવો થતો હશે ? અણસમજુ હોય ને, તેને વધારે થાય ઊલટું. ડખો નહીં ને !
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : હા, હા, બરાબર છે. અમે તો ડખો કરીએ અંદર.
દાદાશ્રી : હા, તમે તો ડખો કરો. પેલા તો અણસમજુ, ડખો કરે જ નહીં ને ! એને વધારે ઠંડક વળી જાય તરત. જ્યારે ડખામાં તમે આટલું બધું શોધખોળ કરી કે, ‘અમને આવો અનુભવ થયો છે !’ ત્યારે એ વસ્તુમાં કેટલું તથ્ય હશે ?!
૨૩૧
આ બધુ તદ્દન સ્વતંત્ર, મૌલિક છે. બધું પ્યૉર છે. પ્રશ્નકર્તા : આ ચાલુ રૂઢી નથી.
દાદાશ્રી : ના, ના. આ અમારો એકે એક શબ્દ મોક્ષે લઈ જશે. આ અનુભવ વાણી છે. પ્રેક્ટિકલ વાણી છે આ. પેલી જે વાણી છે તે ‘આમ કરો’ એમ કહે છે, એ જ્ઞાન છે. જ્ઞાનથી બીજી વસ્તુ દેખાડે છે એ. અને આ તો મને જે વસ્યું, એ કહું છું આ. એટલે સ્વાદ સાથે આવે. અનુભૂતિ કહેવાય.
થાય !
સહજવાણીને ઓળખાય આમ...
પ્રશ્નકર્તા : વાણી સહજ ક્યારે થાય ?
દાદાશ્રી : વાણી જ્યારે ‘ટેપરેકર્ડ બોલે છે’ એમ થાય ત્યારે સહજ
પ્રશ્નકર્તા : આપની તો સહજવાણી કહેવાય ને !
દાદાશ્રી : સહજ વસ્તુ એ તો, ‘બોલવું’ એનું નામ સહજ ના કહેવાય. કોઈ કહેશે, ‘હું બોલ્યો.’ એનું નામ સહજ ના કહેવાય.
પ્રશ્નકર્તા : પણ આ તો ઓરિજિનલ ટેપરેકર્ડ છે ને ?
દાદાશ્રી : હા, એટલે પેલો જાણતો નથી, એટલે કહેશે ‘હું બોલ્યો.’ એ સહજ ના કહેવાય, અસહજ થયો કહેવાય.
પ્રશ્નકર્તા : બોલાણું એટલે સહજ.
દાદાશ્રી : બોલાયું, પણ સહજ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ
Page #118
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
એવિડન્સ, એની મેળે જ ગોઠવાયેલું હોય એવી રીતે બહાર નીકળ્યા કરે. તેથી ટેપરેકર્ડ કહું છું ને ! તમને લાગે છે, સો ટકા ખાતરી છે, ટેપરેકર્ડ છે એવું ?
પ્રશ્નકર્તા : પણ છે બહુ મુશ્કેલ.
દાદાશ્રી : હા, અનુભવવી તમને બહુ મુશ્કેલ પડી જાય છે ? પ્રશ્નકર્તા : એ તો આપની સહજવાણી નીકળે છે.
૨૩૨
દાદાશ્રી : નીકળે છે, તે જોઈએ તો આપણને આવડી જશે. એક માણસ મને કહે છે, ‘આ બધું કામ મને નહીં ફાવે.' મેં કહ્યું, ‘તને આ બધું કામ કરવામાં શું હરકત આવે છે ? શું વાર લાગે છે ?” ત્યારે કહે છે, ‘મને સૂઝ પડતી નથી, એક ફેરો તમે કરી બતાવો.’ હું કહું ‘અલ્યા, કરી બતાવું તો તરત ?” ત્યારે કહે, ‘હા, એક ફેરો કરી બતાવો.’ એ કરી બતાવે એમ કરવા માંડે. એટલે આ હું બોલું છું ને, તે કરી બતાવું એટલે તમે કરવા માંડો, ધીમે ધીમે. એકદમ બીજે દહાડે તો ના થઈ જાય. પણ એ તમારી અંદર ગોઠવણી એવી થઈ જાય.
પ્રશ્નકર્તા : અમે એ દિવસની રાહ જોઈએ છીએ.
દાદાશ્રી : પછી રાહ જુવે ત્યારે.....
પ્રશ્નકર્તા : તો શું કરીએ દાદાજી પણ તો ?
દાદાશ્રી : કોઈ પણ વસ્તુની રાહ જોવી, તે ઘડીએ થાક લાગે. શા સારું આપણે રાહ જોઈએ. ઊલ્ટો એ દિવસ આપણી રાહ જુએ. હું તો એવો માથે પડેલો, તે એ દરેક વસ્તુ એ પોતે આપણી રાહ જોતી હોય. તે આપણે માનભેર ત્યાં આગળ જઈએ.
અમે સહજ હોઈએ. અમારી હરેક ક્રિયા સહજ હોય, કર્તાપણાના ભાન વગરની હોય. એટલે સહજની જોડે બેસીએ ત્યાંથી સહજ થઈ જાય. અને અહંકારીની જોડે બેસીએ તો ના હોય તો ય અહંકાર ઊભો થઈ જાય.
વાણીનો સિદ્ધાંત
આ વાણીના સાહિજક શબ્દ છે, તે ડીક્ષનરીમાં ના હોય તો ડીક્ષનરી ખોટી. જ્ઞાની પુરુષના સાહજિક શબ્દો હોય. ડીક્ષનરીની ભૂલ કહેવાય, પણ આ જ્ઞાની પુરુષની કેમ ભૂલ કહેવાય ?
૨૩૩
પ્રશ્નકર્તા : પછી એક જણ આપ જે કહો છો, એવું સાહજીક, એનો અર્થ પછી પાછળથી કરેલો કે દાદાની વાત ખરી હતી.
દાદાશ્રી : એટલે કલ્પિત વાણી ને સાજિક વાણીમાં બહુ ફેર ! સાહજિક વાણી એટલે નિરાલંબ વાણી કહેવાય, કવિઓની વાણી નીકળે ને ? તે નિરાલંબ વાણી કહેવાય, કેટલાક સાહિત્યકારોની પણ નિરાલંબ વાણી હોય છે પણ તે સાંસારિક. અને આ જ્ઞાનીઓની ભાષા તો નિરાલંબ જ હોય ! કારણ કે એના માલિક જ નથી, તો ખોટી નીકળે જ કેવી રીતે ? માલિકીવાળો ખોટી કાઢે. માલિક નથી તો ખોટી નીકળે કેવી રીતે ? તો પછી ડીક્ષનરી ફેરવવી જોઈએ. અહીં આગળ દોઢ ડહાપણ કરવા જાય ને હાથ દઝાય પછી ! પણ જગતને ‘ઓડિટ’ કરવાનો અધિકાર ખરો ને ! ભલેને ‘ઓડિટર’ હશે કે નહીં હોય, પણ ‘ઓડિટ’ કરવાનો અધિકાર તો ખરો ને ! કે નહીં ?
સાંભળીને ઊતારે તેનાં જોખમો ભયંકર !
દાદાની વાણી લખતી ઘડીએ તારે કોઈ શબ્દ મહીં રહી જાય ? પ્રશ્નકર્તા : રહી જાય.
દાદાશ્રી : ત્યારે લખે છે શું કરવા ? કોણે તને ઊંચે બાંધ્યો હતો ? આવી શર્ત કરી છે કંઈ ? લખવું છે તો એક શબ્દ રહી ના જવો જોઈએ. કારણ કે જવાબદારી આવે ને ! આ લખેલું વાંચીને લોક તો એમ જાણેને કે દાદા જ એવું બોલ્યા છે ! બાકી એક શબ્દ ય આઘોપાછો થાય તો એની સેન્સ જ ઊડી જાય હંમેશાં !
પ્રશ્નકર્તા : શબ્દ આઘોપાછો નહીં કરીએ પણ આપ એક સૂત્ર બોલ્યા તો એ લખી લઈએ.
દાદાશ્રી : તેનો વાંધો નહીં. પણ સૂત્ર પૂરું લખવું જોઈએ. પછી
Page #119
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
એમાં અમુક શબ્દ રહી ગયો હોય તો ચલાવાય નહીં. તમે એવું જાણો
કે મહીં કોઈ શબ્દ લખવામાં રહી જાય છે ?
૨૩૪
પ્રશ્નકર્તા : વાક્ય તો આમાં લખાઈ જાય. પણ બહુ સ્પીડી બોલ્યા હોય ને તો જે મેઈન વાક્યો હોય તે આખા લખી લઉં.
દાદાશ્રી : સ્પીડી બોલ્યા પણ મહીં લખવામાં રહી ગયું, એ તો રહી જ ગયું ને ?
પ્રશ્નકર્તા : બધું તો લખી જ ન શકાય, એ તો પછી શોર્ટહેન્ડમાં લખવું પડે !
દાદાશ્રી : શોર્ટહેન્ડ તો આવડે જ નહીં. આ લોંગહેન્ડ જ નથી આવડતું તો શોર્ટહેન્ડ શી રીતે આવડે ?
પ્રશ્નકર્તા : આપ જે વાતચીત કરતાં હો, એમાં અમુક એસેન્સ હોયને તે લખ્યું હોય.
દાદાશ્રી : એસેન્સ લખી લેવાનું. નહીં તો પૂરું લખો. બે શબ્દ રહી જાય, તેનો અર્થ જ નહીં ને ! એવું તને ના સમજણ પડે ? બે શબ્દ રહી જાય તો અર્થ બદલાઈ જાયને ?
પ્રશ્નકર્તા : એ રહી ગયું હોયને તો પછી એ આખું વાક્ય જ કાઢી નાખું છું.
દાદાશ્રી : પછી તું કાઢી નાખે ? તો એ બેનો સાંધો તૂટી ના જાય ? આ તો એકમેકના સાંધાવાળાં વાક્યો. પાછો કાઢી નાખનારો ય તું ? મારી પાસે ના કાઢી નખાવાય ? કૈસી દુનિયા ચલ રહી હૈ ?!! આ તો બધા વાક્યોનું કનેક્શન હોય છે !
પ્રશ્નકર્તા : પછી લાગે કે આખી વાત એવી અધૂરી લખી છે, તો આખી વાત જ કાઢી નાખવાની પછી.
દાદાશ્રી : આખી વાત કાઢી નાખું નહીં ? તો લખી શું કરવા ? થોડી લખીએ પણ તે પૂરી લખીએ. નહીં તો એસેન્સ એકલું લખવાનું.
વાણીનો સિદ્ધાંત
૨૩૫
ખોળજો સજીવત મૂર્તિ !
આ અમારી વાણીને તમે(નટુભાઈ) ઉતારી લો છો, પણ તે તમને પચાસ ટકા નું ફળ આપશે અને બીજો વાંચશે તેને બે ટકા ય ફળ નહીં મળે. આ પરપોટો જ્યાં સુધી ફૂટયો નથી, ત્યાં સુધી કામ કાઢી સાંધો
મેળવી લો. પછી કંઈ જ કામમાં નહીં આવે. અમે બધાંને કહીએ છીએ
કે અમારી પાછળ અમારી મૂર્તિ કે ફોટા ના મૂકશો. આ મહાવીરના ને કૃષ્ણના ફોટા શું નથી ? એ જ રહેવા દેજો. અમારો ના મૂકશો. પછી એ કંઈ જ કામમાં નહીં આવે. અમે અમારી પાછળ જ્ઞાનીઓની વંશાવળી મૂકી જઈશું. અમારા વારસદાર મૂકતા જઈશું ! અને ત્યાર પછી જ્ઞાનીઓની લીંક ચાલુ રહેશે. માટે સજીવન મૂર્તિને ખોળજો ! એના વગર ઉકેલ આવે તેમ નથી.
વાંચીને, વહો પૂંઠે પૂંઠે દાદાના વંશજોતી...
પ્રશ્નકર્તા : આ પુસ્તકો બધાને આપણે આપીએ છીએ. દાદાની આપ્તવાણી, આપ્તસૂત્ર આપીએ છીએ, એમાં પાછું દાદાનું વચન લખેલું હોય છે કે આ વાંચવાથી એક ટકો લાભ થશે. તો વાંચનારા વિચારમાં પડે કે આમાં એક જ ટકો લાભ થવાનો હોય તો પછી આટલા બધા પુસ્તક શું કરવા વાંચવા ?
દાદાશ્રી : તો ય પુસ્તક લઈને જવું. હા, આને મૂકી રાખવું સારું અને મૂંઆ, પુસ્તક તો બહુ અનંત અવતાર સુધી વાંચ્યા, એનો લાભ તું મને દેખાડ, તારી પાસે હોય તો સિલ્લક !
પ્રશ્નકર્તા : તો એના કરતાં એ સાચું નથી કે જ્યાં સુધી દાદા પાસે આવ્યો નથી, જ્ઞાન લીધું નથી, ‘હું કોણ છું’ એ સમજયો નથી...
દાદાશ્રી : ત્યાં સુધી કશો અર્થ નથી.
પ્રશ્નકર્તા : ત્યાં સુધી એક ટકો તો નહીં, પણ મીઠું !
દાદાશ્રી : હા, મીડું. પણ એક ટકો શેનો, તે તમને હું કહું, એક ટકો એનાથી પુણ્ય બંધાય છે. જ્ઞાન ના લીધું હોય તો ય એનો કાળ
Page #120
--------------------------------------------------------------------------
________________
૨૩૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૩૭
દાદાશ્રી : હા, પણ આ એક ફેરો તું દર્શન કરવા આવ. સમજણ નહીં હોય તો, પુસ્તક વાંચ્યું નહીં હોય તો વાંધો નથી. તું મારી પાસે આવ. અરે, મને હાથ અડાડી દે ને, આમ હાથ ઘસી જા એક ફેરો, જા ! જોઈ લે, પછી એનું ફળ શું આવે છે તે ! એનું ફળ શું આવે છે, તે જોઈ લે જે.
તેટલો સારો ગયો, એનું પુણ્ય બંધાય.
પ્રશ્નકર્તા ઃ આપે એક ટકો માન્ય રાખ્યો, પણ જેને જ્ઞાન લીધું છે..... દાદાશ્રી : તેની તો વાત જ જુદી ને ! પ્રશ્નકર્તા : એને દાદા પ્રત્યક્ષ ન હોય ત્યારે એને લાભ થાય ને !
દાદાશ્રી : હા, તો ઘણું, પૂરેપૂરો. એ દાદાને જેણે જોયા છે, દર્શન કર્યા છે, “જ્ઞાન” લીધું છે, એને પૂરો લાભ છે.
પ્રશ્નકર્તા : તો એટલું અંદર એટલું ઉમેરાવો ને !
દાદાશ્રી : હા, એ તો પુસ્તકમાં લખીએ, એમાં ! એ પુસ્તક, તમે જે લાવો તે પુસ્તકમાં નીચે લખી આપું !
બાકી બહારના લોકોએ તો અનંત અવતારથી આ વાંચવાંચ જ કર્યું છે, બીજું કશું નથી કર્યું ! અને એટલા બધા કાગળ આવે છે, શું સરસ પુસ્તક છે. આ પુસ્તક જોઈને અમે તો બધા પચાસ માણસ ભેગા થઈને બધું આખો દહાડો આરાધના કરીએ છીએ. પણ ભેગા મને થયા નથી ! રામ તારી માયા !! કાગળ મોટા મોટા આવે છે સરસ કે આવું સાંભળ્યું નથી, જોયું નથી એવું !
પ્રશ્નકર્તા : એ જીભ અને બુદ્ધિ સુધી કદાચ પહોંચે છે. દાદાશ્રી : એ બુદ્ધિનો સંતોષ છે આ તો. પ્રશ્નકર્તા : પણ અંદર ઊતરતું નથી.
દાદાશ્રી : શી રીતે ઊતરે પણ ? આ તો બુદ્ધિનો જો સંતોષ થયો ! બુદ્ધિ સેટિસફેકટરી થાય નહીં કોઈ દહાડો અને થઈ એટલે મજા આવે તે ઘડીએ એને ! આવું અનંત અવતારથી આ લોકો કરતા આવ્યા છે ! એક અવતાર તું જ્ઞાની પુરુષને મળ, બીજું ભણેલો નહીં હોંઉ તો ય ચાલશે.
પ્રશ્નકર્તા : હા, મુખ્ય કહેવાનું આ છે !
અમે પહેલાં ટ્રેનમાં આવ-જા કરતા હતા ને, ત્યારે પાંચ-પચાસસો માણસ સ્ટેશન ઉપર મૂકવા આવે બધા. અને પછી તેમાં પેલા બહારના લોકો ભળે પેલા, ગાડીવાળા મહીં. આવું બોલ બોલ કરે ને, તે બધાય દર્શન કરવા આવે મહીં કોઈ કોઈ. એમાં કો'કના માથા ઉપર આમ આમ ટપલો માર્યા ને તે પછી શું કહેતાં હતા ? ત્રણ દહાડા સુધી સમાધિ ગઈ નહીં કહે છે. ‘દાદા, દાદા’ દેખાય, આખો દહાડો સમાધિ રહ્યા કરે. જોને બધી અજાયબી કેવી છે તે !
ગેઝેટેડ વાણી કોતી ? કૃષ્ણ ભગવાનની વાણી હોય તો ગેઝેટેડ કહેવાય. મહાવીર ભગવાનની વાણી ગેઝેટેડ કહેવાય. કોઈ જ્ઞાનીની વાણી હોય તો ગેઝેટેડ કહેવાય. આ ગમે તેવા માણસોની વાણી લઈએ. ઉતારામાંથી ઉતારો કરીને લખે તે શું કામનું ? કોઈની જોડે વાત કરતાં ન આવડે ને આમ મોટા આખા એ શ્લોકોના શ્લોકો, બધા લખે. વહુ જોડે વાત કરવાની તો આવડે નહીં ! આ એવું ગેઝેટેડની જરૂર પડે છે. ગેઝેટેડ નથી ને ત્યાં, કૃષ્ણ ભગવાનની વાત હોય તો લાવો. આ દુર્યોધનની વાત લાવો તો શું થાય ? એ ગેઝેટેડ ના ગણાય. તે આ અર્જુનની વાત લાવો તો શું થાય ? ગેઝેટેડ નથી ? ના..... એ બધી સામાન્ય પબ્લિક બધી. આ ભક્તોની વાત લો, એ ગેઝેટેડ કહેવાય ? ના, એ ગેઝેટેડ નથી. ગેઝેટેડ એટલે ભગવાનની જોડે બેસનારા ! શું કહ્યું? પાછા સમાન ભાવથી બેસનારા કે “આ એ ઉઠે એટલે આપણી જ ગાદી છે,' એવું કહે, માને છે.
આલંબન જ્ઞાતીની વાણી તણું ! પ્રશ્નકર્તા કૃપાળુદેવે કહ્યું છે ને જ્ઞાનીની વાણી એ કેવળજ્ઞાન થતાં
Page #121
--------------------------------------------------------------------------
________________
૨૩૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૩૯
તો કામ થાય. કળજુગની અસર થાય નહીં અને મોક્ષે લઈ જાય એવાં શાસ્ત્રો હવે લખાશે. આ ‘સત્ય બોલો, દયા રાખો, શાંતિ રાખો” એ શાસ્ત્રોની વાતો તો જૂની દવા થઈ ગઈ ! હવે તો નવી દવા જોઈએ. આપણે તો નિશ્ચય સાચું બોલવાનો હોવો જોઈએ. પછી ભૂલ થાય તો આપણે ‘ચંદુલાલ” પાસે પ્રતિક્રમણ કરાવવું પડે.
સુધી અવલંબન સ્વરૂપે છે.
દાદાશ્રી : એ વાણીનું અવલંબન ઠેઠ સુધી.
પ્રશ્નકર્તા: આ વાણી છે એની બધી કડીઓ હોય છે. કડી એક એક મણકા જેવી હોય છે. એ જ્યારે પૂરી થાય ત્યારે લાગે કે આ વાત બધી આમ પરફેક્ટ હતી.
દાદાશ્રી : આની વાત જ જુદી ને ! જે વાણીએ સંસારનાં કારખાનાં ચાલે, છોકરાં પૈણાવે ને મોક્ષનો માર્ગ ચાલે, બેઉ સાથે ચાલ્યા કરે.
જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન વર્તે છે કે આ નિશ્ચય નહીં કે આ વ્યવહાર નહીં. એમ ને એમ એ વાણી બોલે, તેમ એ નિશ્ચય ને વ્યવહારમાં એઝેક્ટ પરિણામ પામે. ગોખ ગોખ ના કરવું પડે કે આ નિશ્ચય આવ્યું ને આ વ્યવહાર આવ્યું.
આ જે વાણી નીકળે છે ને, તે રિયલ-રિલેટિવ છે. આ જે સ્પિચ નીકળે છે ને તે રિયલ-રિલેટિવ છે. બન્નેનો સાંધો મેળવી આપે છે.
- જ્યારે સંપૂર્ણ અપરિગ્રહી થાય, ત્યારે માણસની છેલ્લામાં છેલ્લી વાણી નીકળે. આ જગતની વાણી તો સાપેક્ષ વાણી કહેવાય અને આ સાપેક્ષ-નિરપક્ષ વાણી છે.
આ અમારા એક એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રો રહ્યાં છે ! આ સમજે અને પાંસરો હંડ્યો તો કામ જ કાઢી નાખે !! એકાવનારી થઈ જવાય એવું આ વિજ્ઞાન છે ! લાખો અવતાર કપાઈ જશે !! આ વિજ્ઞાનથી તો રાગે ય ઊડી જાય ને દ્વેષે ય ઊડી જાય ને વીતરાગ થઈ જવાય. અગુરુલઘુ સ્વભાવનો થઈ જાય એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઉઠાવાય તેટલો ઓછો છે.
દાદાવાણી સર્જે તવા શાસ્ત્રો !!!
અને હું જે બોલું છું, એ તો જ્ઞાન છે. પણ જેની બુદ્ધિ જરા સમ્યફ થયેલી હોય, સમ્યક્ એટલે સારી સુગંધીવાળી, તો તરત મારું જ્ઞાન સમજાય એવું છે. જ્ઞાન બુદ્ધિથી સમજાય ખરું, પણ બુદ્ધિથી બોલી શકાય નહીં. બુદ્ધિથી આ વિજ્ઞાન બોલી શકાય નહીં. વિજ્ઞાન એટલે ચૈતન્ય જ્ઞાન જેવું. એની મેળે જ કામ કર્યા કરે.
ભૂલવાળું કેમ બોલાય ! જ્ઞાનમાં નીકળેલો એકેય શબ્દ ફેરવવો નથી પડયો. ૧૯૫૮થી નીકળ્યા છે પણ ફેરવવો નહિ પડ્યો. ફેરવવાનો વિચારે ય નથી આવ્યો.
ત્યાર પછી આપણે તાવી જોવું ને, પાછું ! આપણે તાવી તો જોઈએ ને કે કરેકટ છે કે કેમ છે ? આપણને શું અધિકાર ફોરકાસ્ટ કરવાનો ? પણ તાવી જોઈએ એટલે ખબર પડે.
અમારી વાણી, અમારું વર્તન અને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું હોય. અમેરિકામાં તો અમને લોકો શું કહી જતા ? “સો બ્યુટીફુલ, સો બ્યુટીફુલ’ !
પ્રશ્નકર્તા : અમેરિકામાં કઈ ભાષા બોલતા તમે ! ગુજરાતી કે
“જગત ઉદય અવતાર, દેશના તે શ્રુતજ્ઞાન,
Dાવાદ જ્ઞાન-દાન, સર્વમાન્ય પરમાણ.”
જગતનો ઉદય સારો હોય ત્યારે ‘જ્ઞાની પુરુષ' પ્રગટ થઈ જાય અને એમની ‘દેશના' જ “શ્રુતજ્ઞાન’ છે. એમના એક જ વાક્યમાં શાસ્ત્રોનાં શાસ્ત્રો આખાં આવી જાય !
શાસ્ત્રમાં લખ્યું છે કે સત્ય બોલો. ત્યારે લોકો કહે છે કે, અમારાથી સત્ય બોલાતું નથી. માટે હવે કોઈ કળજુગી શાસ્ત્રો આપે
Page #122
--------------------------------------------------------------------------
________________
૨૪૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૪૧
ઇંગ્લિશ ?
દાદાશ્રી : અંગ્રેજી બહુ ફાવે નહીં. થોડું ઘણું બોલું. કોઈ આવે ત્યારે બોલું. એ થોડું ઘણું બોલાય. બાકી એકદમ ભાષા ઉપર કંઈ કાબુ નહીં ને !
પ્રશ્નકર્તા : આપ ઇંગ્લિશ વાર્તાલાપ કરી શકો ? દાદાશ્રી : બહુ થોડું. આ બીજા બધા જોડેવાળા છે, એ વાતો કરે. પ્રશ્નકર્તા : આપ ઇંગ્લિશ તો ઘણું સારું બોલતા હતા.
દાદાશ્રી : પણ મારે કલીયર જોઈએ. મને ભૂલવાળું વાક્ય બોલવાની ટેવ નથી. એટલે નથી બોલાતું ને લોકો તો ફેંક્ય રાખે બસ.
પ્રશ્નકર્તા : ‘ભૂલવાળું વાક્ય બોલવાની ટેવ નથી મને.” આ બહુ ઊંચું વાક્ય કીધું.
દાદાશ્રી : પણ મને ભૂલવાળું બોલવાનું ગમે જ નહીં ને ! તેથી નથી બોલતો. મને લાગે કે આ કંઈ ભૂલ થાય એવું લાગે છે, તેથી નથી બોલતો.
પ્રશ્નકર્તા : પ્રેક્ટિસ ઈઝ એ બેસ્ટ ટિચર.
દાદાશ્રી : પણ એ તો ફેંક ફેંક કરીએ તો પ્રેક્ટિસ પડે. એક જણે મને કહેલું ય ખરું કે ફેંક ફેંક કરોને, પ્રેક્ટિસ પડી જશે. મેં કહ્યું, “ના, ફેંક ફેંક કરવાનો ધંધો મારો નથી.’
પ્રશ્નકર્તા : આટલા વખતનાં બધાં વાક્યો છે, પણ કોઈ દહાડો એક વાક્ય એવું ના હોય કે જે ભૂલવાળું હોય.
દાદાશ્રી : ભૂલવાળું કેમ બોલાય ? બોલાય જ કેવી રીતે ? ભૂલવાળું વાક્ય નીકળે જ નહીં.
કાળ મુજબ ભાષા ! પ્રશ્નકર્તા : આ જૈન શબ્દ અનાદિ-અનંત રહેશે ?
દાદાશ્રી: નહીં. એ તો જે વખતે જે ભાષા ચાલે છે, તે જ ભાષામાં તે હોય. કેટલીક વખત તો બધું સામાન્ય પબ્લીક હઉ સંસ્કૃત બોલે છે. પ્રાકૃત હોતું જ નથી. મૂળ ભાષા સંસ્કૃત છે. આ પ્રાકૃત ને બધા ઊભા થયેલા છે. સમય ને સંજોગોનાં આધારે. માગધી કહો કે અર્ધ માગધી કહો, બધી પ્રાકૃત ભાષા છે ! મૂળ જે છે તે ભાષા સંસ્કૃત છે. અને સંસ્કૃતનો અર્થ શું ? ઊંચામાં ઊંચી સંસ્કારોની ભાષા. સંસ્કારોની ભાષા ! બીજી કોઈ ભાષા આવી સંસ્કારી અમથા ય લોકો સંસ્કૃત ઋચા બોલેને, તે મહીં પરિણામ બદલાઈ જાય.
રણમાં જીતે તે શૂર ! વાણી એ તો પ્રાકૃત છે, એમાં આત્માને શું લેવાદેવા ? વાણીના સંયોગ ઉપર તો સંસ્કૃત બોલતા આવડ્યું ફર્સ્ટક્લાસ, તેથી આત્માને શું લેવા દેવા ? તે પેલા અખા આગળ લોકો આવીને સંસ્કૃત બોલવા માંડ્યા. ‘તને શું આવડે છે ? લે, બોલ જોઈએ.' ત્યારે અખાએ કહ્યું, ‘ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર.” બધા મૂરખ બની ગયા ભાષાના ! તરત બોલી ગયો ને ! રણમાં તું નહીં જીતે, આત્માની બાબતમાં તું જીતીશ નહીં, તો માર ખાઈને મરી જઈશ. એટલે આપણે ત્યાં પહેલેથી ભાષાના ચૂરેચૂરા ઊડાડી દીધેલા. ભાષાને ચૂર કરનારા નીકળેલાં આપણે ત્યાં. પણ હપૂરું ચૂરેચૂરા તો ના કરાય ને ? થોડું ઘણું તો રાખવું જોઈએને ?
ભાષા શીખવાની જરૂર ખરી કે નહીં ? પ્રશ્નકર્તા ઃ હા, ભાષા શીખવાની પણ જરૂર. દાદાશ્રી : એમ ! તો શું શીખ્યા પછી કશું શીખવું ના પડે ! પ્રશ્નકર્તા : પોતાના આત્મા વિશેનું.
દાદાશ્રી : હા. આત્માનું શીખ્યા, આત્મા જાણી લીધો એટલે જાણવાનું કશું બાકી રહ્યું નહીં અને આત્મા ના જાણ્યો ત્યાં સુધી બધા સાધનો કરેલા નક્કામાં ગયા. પછી શાસ્ત્ર શીખ્યો હોય કે ત્યાગ લીધાં
Page #123
--------------------------------------------------------------------------
________________
૨૪૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૪૩
હોય, ભેખ લીધા હોય કે ચારિત્ર લીધાં હોય, તો ય પણ આત્મા ના જાણે તો બધા અવતાર નક્કામા ગયાં, આત્મા જાણવા માટે જ આ બધું છે !
અક્રમ વિજ્ઞાત, તળપદીમાં ! પ્રશ્નકર્તા : આપને સંસ્કૃત કે પ્રાકૃતભાષા ફાવે ?
દાદાશ્રી : કોઈ ભાષા પર કાબુ નહીં, પણ આ ગુજરાતી તો એની મેળે પ્રગટ થઈ ગયું. આ રેકર્ડ પ્રગટ થઈ ગઈ એટલે. બાકી ભણેલો જ નહીં ને ? આવડે જ નહીં કશું.
પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રગટ થઈ ગયું, તો પોતાની મેળે અંદરથી ના આવડી જાય ?
દાદાશ્રી : અમને બીજું કશું આવડે નહીં. સંસારનું કશું આવડે નહીં.
પ્રશ્નકર્તા : પણ તમારી ગુજરાતી ગદ્યની શૈલી છે, સ્ટાઈલ, એ બધા કરતાં જુદી પડી જાય છે.
દાદાશ્રી : હું ભણેલો નહીં ને, બિલકુલ. પણ મારી પર બધા બહુ કાગળો આવે. ‘તમારી તળપદી ભાષામાં તમે ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન મૂક્યું, એ અજાયબી જ કરી છે કે, શું તમારી તળપદી ભાષાની વાત, અમને બહુ મઝા આવે છે !' હા, બીજું શીખેલા જ નહીં ને ! આવી લાંબી ભાષા શીખેલા નહીં, એવું આવડે ય નહીં ને ! અને આ દેશી ભાષામાં, કેવી સરસ વાત, તળપદી પાછી !
થોડું ઘણું ગશ્રમે છે ? કે માથું ચઢી ગયું ? પ્રશ્નકર્તા : આનંદ થયો.
દાદાશ્રી : ત્યારે સારું. આનંદ થવો જોઈએ. મારી ભાષામાં જરા શબ્દો એવા છે ને, કઠણ બોલવાનું, સ્ટ્રોંગ શબ્દો હોય, ભાષા જ એવી. બાકી આમ નમ્ર છે. આ તો ખેડા જિલ્લાનું, પટેલિયા ટોળાંને બધાં મૂળ ક્ષત્રિય પ્રજાને ! તે ભાષા જરા એવી હોય.
પરા, પશ્યતિ, વૈખરી ! પ્રશ્નકર્તા : આ ભાષાની પણ એક સીમા જ છે ને ? દાદાશ્રી : એ સીમાવાળી વસ્તુ બધી. પ્રશ્નકર્તા : વાણીનાં પણ પ્રકાર ખરાં ને ?
દાદાશ્રી : હા, વાણીના બહુ પ્રકાર. એ તો અહીં મોઢે નીકળેને, તેને વૈખરી કહે, બીજા બધા પ્રકાર પાડ્યા હોય. નામ તો પાડ્યા જ હોય ને ! પણ બધી પુદ્ગલની ભાષા. ભાષા એ પુદ્ગલનાં પર્યાય છે.
પ્રશ્નકર્તા : વાણીમાં વૈખરી શબ્દ વપરાય છે. તે વૈખરી એટલે શું ?
દાદાશ્રી : વૈખરી એટલે આત્માની બાબતમાં નહીં વપરાવાની. એ બધી વૈખરી જ કહેવાય. એ સંસાર વ્યવહાર ચલાવવા માટે છે. આત્માના ઉપયોગને માટે કામની ના હોય એવી વાણી, એ બધી વખરી જ કહેવાય. બહાર નીકળી ને ખુલ્લો અવાજ થયો એ વખરી અને તે ત્યાંથી આવતાં આવતાં એના ચાર ભાગ પાડ્યા છે.
પહેલી છે પરા, બીજી પશ્યન્તિ, ત્રીજી મધ્યમાં અને ચોથી વૈખરી. એ પરા વાણી કેવી હોય કે શબ્દો ના હોય. પણ સંકલ્પ-વિકલ્પ તરીકે આમ ફરતી હોય, વાણી તરીકે પોતે સાવ છૂટો જ હોય એમાં. અને પશ્યત્તિ એવી જ રીતે. પણ એ જોતો હોય, ફક્ત છૂટાપણું ના હોય. જોઈ શકે ખરો. પોતે બોલવામાં શું કહી રહ્યો છે, તેને પોતે જોઈ શકે. તેવી રીતે આ બહાર નીકળી ગઈ એ વૈખરી.
પ્રશ્નકર્તા : અને મધ્યમાં શું છે ?
દાદાશ્રી : એ મધ્યમાનું એના જેવું જ, પછી એ વૈખરીની નજીકનું જ, પેલી બે ઊંચી કહેવાય. આ તો બધો ગોઠવેલો ક્રમ છે અને આ ક્રમ ઝાલવા જાય ને, તો મૂળ વસ્તુ રહી જાય. અમે આવું બધું ઝાલીએ નહીં. એમાં ટાઈમ ય બગાડીએ નહીં. એ એને ઘેર રહી, મજદૂર માણસને ઘેર રહી !
Page #124
--------------------------------------------------------------------------
________________
૨૪૪
વાણીનો સિદ્ધાંત
વાંચવા જેવી આપ્તવાણી જ !
પ્રશ્નકર્તા : પણ દાદા, શું થાય છે ? પુસ્તકોમાં પંડીતાઈનો આગ્રહ વધારે રહે છે.
દાદાશ્રી : પંડીતાઈ પેસે, એમાં પંડીતાઈનું ભૂત પેસે છેવટે. ભૂત ન્હોતું ને, મહીં શરીરમાં તે પેસે. નહીં તો ગોખી નાખે. હા, કૃપાળુદેવનાં પુસ્તક ગોખનારાં બધાં કેટલાં હશે ? ગોખી નાંખ્યું એ જાણે થઈ ગયો સાક્ષાત્કાર (!) આ.
પ્રશ્નકર્તા : ના, એમાં શું થાય, નિઃશંક થવાને બદલે ગૂંચવાડો ઊભો થાય છે. આ મોટાં મોટાં ગ્રંથો વાંચવાથી કન્ફયુઝન થાય છે.
દાદાશ્રી : આ ગ્રંથો વાંચવા માટે છે નહીં. પણ આ કળિયુગમાં જ આ લોકોએ વધાર્યા ગ્રંથો. ગ્રંથો વધારીને લોકોને કન્ફયુઝન કર્યું અને વિપરીત બુદ્ધિ થઈ ગઈ. ગ્રંથોમાં વાત સાચી લખેલી નથી. બધી બુદ્ધિની જ ભાંજગડ છે, બુદ્ધિની જ ! મારી પાસે બધાં પુસ્તક લાવો તમે તો સર્ટિફિકેટ આપું કે, આ પુસ્તક વાંચવા જેવા જ ન હોય.
પ્રશ્નકર્તા : બુદ્ધિ વગર કોઈ પણ પુસ્તક લખી શકાય ?
દાદાશ્રી : હા, આ આપણી આપ્તવાણીઓ બધી બુદ્ધિ વગરની લખાઈ છે ને !
પ્રશ્નકર્તા : લેખક તરીકે જે લખે છે, જે લેખક થઈને લખે છે, તે બુદ્ધિ વગર લખી શકે ?
દાદાશ્રી : એ તો કોઈનાં કામની જ નહિ. લેખક થઈને નીકળી ને, એ તો વાત, એ તો આપણાં એમાં જાય, પેલાં આ જે બહાર પરચૂરણ વાંચવાનાં હોય છે ને ? એને શું કહે છે ? બહારનાં વાંચનને શું કહે છે ? પ્રશ્નકર્તા : મેગેઝીનો કહે છે.
દાદાશ્રી : હા, બહારનાં માણસોને ટાઈમ કાઢવા માટેનાં વાંચન. હા, ને બધા એ લેખકોનું બધું. મનને શાંતિ રાખવા માટે, એ એકાગ્રતા
વાણીનો સિદ્ધાંત
કરવા માટે મનનો ખોરાક !
પ્રશ્નકર્તા : નહીં એ કોઈ હેતુ નથી સરતો. મન શાંત રહેતું નથી એ કશાથી, એટલું બધું પછી ચાલવા માંડે છે, એ પુસ્તકો વાંચવાથી મનોરંજન પણ થતું નથી !
૨૪૫
દાદાશ્રી : મનોરંજને ય થાય નહીં અને પુસ્તકો વાંચવાથી મન જડ થતું જાય. કારણ કે નિયમ એવો છે કે બહુ વાંચવાથી મનન શક્તિ ઘટે છે. એટલે મન જડ થતું જાય છે. બહુ મનન કરવાથી નિદિધ્યાસન શક્તિ ઘટે છે. બહુ વિચાર વિચાર કરે, ‘સુરસાગર’ ખોળી કાઢે પછી. (આપઘાત કરે.) એની હદ હોય. દરેક વસ્તુની હદ હોય. હદ હોય કે
ના હોય ?
આપણે કેવું છે ? ‘સમભાવે નિકાલ કરો.' છે કશી ભાંજગડ ? ભાંજગડ જ નહીં ને !
પ્રશ્નકર્તા ઃ તમારાં જે પુસ્તકો છે ને, એ લખેલા નથી, વાણી છે. દાદાનાં પુસ્તકો છે તે તો આપ બોલો છો, જે વાણી નીકળી તેનાં ઉપરથી એ થયેલાં છે.
દાદાશ્રી : એ જ વાણી લખાયેલી છે ને ! એટલે આ ટેપરેકર્ડ નીકળી છે ને, તે માલિકી વગરની વાણી છે, એ વીતરાગ વાણી કહેવાય છે ! એટલે પુસ્તક વાંચીને લોકો કહે છે કે ‘આ વીતરાગી વાત છે બધી આ દાદાની. ઓહોહો ! આવાં પુસ્તક !' અને તે વીતરાગી વાત છે, એવું ઘણાં લોકોને સમજાઈ ગયું છે. ઘણાં મોટાં મોટાં શેઠિયાઓને, બધાંને. કારણ કે સમજણ પડી જાય ને કે આ વાત કેવી વાત છે !! જે વાંચનાર છે, આની અલૌકિકતા ઉપર એ આફરિન રહ્યા કરે છે. આ પુસ્તક તો હજારો વર્ષ સુધી ખૂબ કામ આપશે. આ ચૌદ આપ્તવાણીઓ થશે ને, બીજા પુસ્તકોને લોકો અભરાઈ ઉપર મૂકી દેશે. નકામાં બધાં
ચીતરામણા છે બધાં. તે નામ કાઢવા સારું છપાવેલા.
ભાષા ફેર, સંજોગાધીત !
પ્રશ્નકર્તા : છેવટે બધાયને એ સમજાય કે ગમે તેટલું વાંચ્યું, ગમે
Page #125
--------------------------------------------------------------------------
________________
૨૪૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૪૭
એને સમજ તરત પડી જાય ને !
જ્યારે આ લોકો એવું સમજાવે છે ? બેબાકળું. એનું અજ્ઞાન ગયું નથી ને આપણને અજ્ઞાન સાવ ઠસાવ કરે. આપણું મગજ ખલાસ થઈ જાય. એનું અજ્ઞાન આપણને બુદ્ધિથી ઠસાવ ઠસાવ કરે અને પછી આપણને મહીં ગળે ઊતરે નહીં. એટલે ડચૂરો બાઝે. ડચૂરો તમે સમજ્યા? રાયણાં ખાધેલાં ? તેનો મહીં ડચૂરો ભરાય !
પ્રશ્નકર્તા : સોપારી ખાય તેનો ય મહીં ડચૂરો ભરાય છે.
દાદાશ્રી : હા. તો પણ થાય છે. એ ડચૂરો કહે છે ને ! જુઓને, આ આપણી ગુજરાતી ભાષા, એનું અંગ્રેજી કરવું હોય, ડચૂરાનું, તો શું થાય ?
પ્રશ્નકર્તા : ના થાય.
તેટલું ભાષણ કર્યું. પણ અંદર કંઈ ન ઉતર્યું. અંદર કંઈ ફેર ન પડ્યો.
દાદાશ્રી : હા, પણ કશું વળ્યું નહીં. હતા તેવાં ને તેવાં.
પ્રશ્નકર્તા : ગમે તેટલી જાત્રાઓ કરી, આ નર્મદા આખી ઓળંગી પણ અંગૂઠો ય ભીનો ન થયો.
દાદાશ્રી : બાકી દાદા પાસે ભાષા-બાષા ક્યાંથી હોય ? દાદા પાસે મૂળ વસ્તુ છે. ભાષા તો ક્યાંથી હોય ? છતાં ય મારી ભાષા એ એવી છે કે શાસ્ત્રકારોએ પૂછયું ભગવાનને, ‘અનુભવ જ્ઞાની કોણ ?” ત્યારે ભગવાને શું કહ્યું ? “જે પોતાની ભાષાના શબ્દો બોલે તે !” પોતાની ભાષા એટલે શાસ્ત્રોની નકલ નહીં.
પોતાની ભાષા ! ઊગેલી ભાષા, આમ બતાવીને સમજાય એવી. સાદી ભાષા ! પોતાને ઊગેલી, કોઈની ચોરી લીધેલી નહીં. - ભગવાને પહેલી ચોખવટ કરી છે આ, અનુભવ જ્ઞાની કોણ ? ત્યારે કહે, પોતાની ઊગેલી ભાષા બોલે તે, પાર્શ્વનાથની ભાષામાં જો કદી ભગવાન મહાવીર બોલતા હોત તો મહાવીર જ શાના ? ભગવાન મહાવીર પોતાની ભાષામાં બોલે, અર્ધ માગધીમાં ! અને તે શબ્દો ય જુદા, આવું પારિભાષિક નહીં, એમના જે શબ્દો તે પારિભાષિક એમના. અને પાર્શ્વનાથ ભગવાન પારિભાષિક શબ્દો એમના ! આ મારા શબ્દો એ મારા પારિભાષિક. બાકી આમાંથી ઉતારી ના હોય. એક-બે, બે-પાંચ વાક્યોમાં મળતાં ના આવે ! શાસ્ત્રોમાં જડે નહીં, પ્યૉર ગુજરાતી લેંગ્વજમાં, શબ્દો ના ફાવે એવા હોય તો ઇગ્લીશના શબ્દો મૂક્યા હોય, પેલાને મનમાં ઘુસાડવા માટે. હું શું કહેવા માંગું છું, એ ઘુસાડવા માટે. આજના માણસોને એ ગૂઢ શબ્દ પણ ન પહોંચે, એટલા માટે આ મૂકેલાં.
જોટો જડે તા, ગુજરાતીનો ! પ્રશ્નકર્તા : પણ અંગ્રેજી શબ્દો આ આમાં, આ શૈલીમાં એવા બેસી જાય છે કે બરાબર ફીટ થઈ જાય છે.
દાદાશ્રી : હા, ફીટ થઈ જાય છે તે લોકો ખુશ થઈ જાય છે અને
દાદાશ્રી : અને તાવી જોવું, એ શબ્દ અંગ્રેજી ભાષામાં શું કહે છે? પ્રશ્નકર્તા : ટેસ્ટ, પરીક્ષા કરવી.
દાદાશ્રી : પરીક્ષા શબ્દ એને પહોંચે નહીં. ‘તાવી જોવું' કહ્યું હોયને, એનો અંગ્રેજીનો શબ્દ જડે નહીં.
પ્રશ્નકર્તા : એના માટે બીજો ગુજરાતીમાં પણ શબ્દ જડે નહીં.
દાદાશ્રી : હા એનું ગુજરાતી પણ જડે નહીં. એટલે એ જ શબ્દ આપણે બોલવો પડે. શું ગૂઢ ભાવાર્થ ભરાયેલો હોય છે, એક એક શબ્દમાં.
પ્રશ્નકર્તા : એવો ભાવ બીજામાં આવે નહીં. દાદાશ્રી : હા, આ ‘તાવી જોવું” એ આપણો ગ્રામીક શબ્દ. પ્રશ્નકર્તા : એ જ ગ્રામીક શબ્દો સારા છે. એનાથી વધારે સમજાય
દાદાશ્રી : આપણી ભાષાનું ખરું રૂપ તો ગ્રામિક ભાષામાં છે, હકે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૨૪૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૪૯
ગ્રામિક એટલે બીજા શબ્દોમાં તળપદી કહીએ. એટલે ખરો શબ્દ તળપદી કહેવાય. તળપદી વધારે સમજાય.
કો’કે બૂમ પાડી જ હતી ને કે આ “મૂઆ’ શબ્દનું ભાષાંતર શું લખવું હવે ?
પ્રશ્નકર્તા ક્યારનો વિચાર કરું છું. ઇંગ્લિશમાં આવતું જ નથી ને એનું ! દાદાશ્રી : વાત ખરી છે.
ભાષાંતર નોતરે અર્થાતર ! એ તો મુંબઈમાં એક જ્ઞાન લીધેલા ભાઈ અંગ્રેજી કરવા આવ્યા હતા. તે મને કહે છે કે, ‘દાદા, હું ઇંગ્લિશ કરી આપું !' કહ્યું, ‘નહીં ફાવે. એવાં એવાં વાક્યો છે કે જેનો ઇગ્લિશનો અક્ષરે ય જડે જ નહીં.”
પ્રશ્નકર્તા : તમને પૂછીને લખે તો ચાલે ને ?
દાદાશ્રી : અમને એનું ઇંગ્લિશ શી રીતે જડે તે ? કારણ કે આપણી ભાષાના જે શબ્દો છે, તે શબ્દો આપણા જ્ઞાનના આધારે છે. એમની ભાષાના જે શબ્દો છે, એ એમના જ્ઞાનના આધારે છે. એમના શબ્દો અપૂર્ણ છે. આપણું પૂર્ણ છે. એ પછી શી રીતે ફીટ થાય ?
આ આપ્તવાણી અંગ્રેજીમાં છાપવાની કરી. ત્યારે મેં કહ્યું કે ‘ભઈ, મૂળ વાત પહોંચશે નહીં.' કારણ કે અંગ્રેજીમાં શબ્દો જ ના હોય. અંગ્રેજી ભાષા જ એની સમજણ પ્રમાણે હોય. દરેકની ભાષા એની સમજણના પ્રમાણમાં હોય. હજુ એ લોકો પુનર્જન્મ જાણતા નથી, તો આ શબ્દ ક્યાંથી સમજાય ?
પ્રશ્નકર્તા : આપની વાત સાચી છે.
દાદાશ્રી : છતાં અંગ્રેજીમાં છાપ્યું છે તે સારું છે. લોકો કંઈક માર્ગને પામે, અંગુલિનિર્દેશથી સમજણ પડે. મૂળ ગૂઢ ભાવાર્થ ના સમજાય.
એટલે પેલા ભાઈને મેં કહ્યું હતું કે અંગ્રેજી નહીં થાય ભઈ. અંગ્રેજીમાં તો એના શબ્દો જ ના હોય ને !
આ વાંચીને એ એની ભાષામાં સમજી જાય પાછો. દરેક પોતપોતાની ભાષામાં સમજી જાય. અને અમારી જ્ઞાનીની વાણી કોને કહેવાય કે દરેક પોતાની ભાષામાં સમજી જાય.
એ તો કુદરતી વેલ્ડિંગ ! આ તો મારે મોઢે જે અંગ્રેજીમાં શબ્દો નીકળી ગયા છે, એ તો કુદરતી નીકળ્યા છે. એ મારા ભણતરને લીધે નહીં. હું તો ભણતરમાં મેટ્રિક ફેઈલ છું. પણ આ “ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ” “ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઇટસેલ્ફ” એવું બધું બોલું, તે એની મેળે કુદરતી નીકળી જાય.
મોટા મોટા ભણેલા માણસો મને પૂછે કે ‘દાદા, અમે આટલાં મોટા ગ્રેજ્યુએટ થયા તો પણ હજુ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ શબ્દ અમને બોલતા નથી આવડતા. તમે શી રીતે બોલો છો ? તમે ક્યાં સુધી ભણેલા ?” મેં કહ્યું, ‘મેટ્રિક ફેઈલ'. ત્યારે કહે, ‘આ તો અમને આંગળાં કરડવા જેવું લાગે છે.’ પણ આ તો એની મેળે કુદરતી નીકળી જાય શબ્દો.
એક મોટા ચીફ એન્જિનિયર સાહેબ હતા. તે મને કહે છે, “ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, આવડું મોટું વાક્ય બોલ્યા તમે, તો તમે શું ભણેલા છો ?” મેં કહ્યું, ‘હું તો મેટ્રિક ફેઈલ થયેલો છું. મને ક્યાંથી આવડે ?” સહેજે વાક્ય નીકળી ગયું. આ વાક્યને લીધે લોકો એમ જાણે કે આ તો એમ.ડી. થયા છે, કેવું મોટું વાક્ય ! લોકો કહે છે, “આ વાક્યનો અર્થ અમને સમજાતો નથી. એ વાક્ય તમે બોલો છો.' કહ્યું, ‘આ સહેજે નીકળેલા છે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' એ શબ્દ ય કંઈ જેવી તેવી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : પણ તમે જેટલું અંગ્રેજી બોલો છો, એટલું બહુ સચોટ
Page #127
--------------------------------------------------------------------------
________________
૨૫૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૫૧
આ મન-વચન-કાયા ઈફેક્ટિવ છે. ઈફેક્ટિવ શબ્દ પુસ્તકમાં લખ્યો છે. તે જ્યારે આ બધા લોકો સમજશે ત્યારે સમજશે. આત્મા તેવો નથી. આ મન-વચન-કાયા ઈફેક્ટિવ છે. આત્મા ઈફેક્ટિવ નથી. ઈફેક્ટમાં જો તન્મયાકાર થશો તો કોઝ ઉત્પન્ન થશે. ‘મને થયું’ કહ્યું, એ જ કોઝ છે. ‘નથી ગમતી' તો યે ઈફેક્ટ થાય છે ને !
દાદાશ્રી : હા, સચોટ. પણ એ કુદરતી નીકળી જાય છે.
પ્રશ્નકર્તા : આ જે સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને, એ કાયદાની ભાષામાં બહુ ઈમ્પોર્ટન્ટ એવિડન્સ છે.
દાદાશ્રી : એવું આ ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભગવાનની ભાષાની મોટામાં મોટી ઈમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો આ છે. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જે બોલ્યા છીએ ને, એ બહુ મોટું વાક્ય બોલ્યા છીએ. જ્યારે એનો અર્થ સમજનારા નીકળશે, ત્યારે એ સમજાશે.
આવરણ ભેદે એ વાણી ! પછી “ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઇટસેલ્ફ’ કહ્યું, તે લોક તો ખુશ થઈ જાય છે કે હું પઝલ ઇટસેલ્ફ ? તો કોઈએ અત્યાર સુધી પઝલ કહ્યું કેમ નહીં ?” ત્યારે મેં કહ્યું, ‘પઝલ જ છે અને રોજ પઝલ ઊભાં થાય છે ને?”
પ્રશ્નકર્તા : થાય છે.
દાદાશ્રી : ‘તમે મારું બગાડયું’ એમ કહે કે તમને તરત પઝલ ઊભું થાય. કારણ કે આ જગત પોતે, ઇટસેલ્ફ પઝલ જ છે !
આ જગતને કોઈએ ‘પઝલ’ એવું નથી કહ્યું. અમે જ કહ્યું કે ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઇટસેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ અલ. એટલે ઇટસેલ્ફ પઝલ થયેલું છે. એ વાક્યનો અર્થ આગળ ઉપર આ લોકો સમજશે. આ હિન્દુસ્તાનના લોકો બધી શોધખોળ કરશે.
ઇટસેલ્ફ કહેવાનો અર્થ શું ? કે કોઈ જરૂર નથી. બધા લોકો કહે છે કે ‘ઉપર બાપો છે કે ફલાણું છે, એ બધા અન્નેસેસરી પ્રોબ્લેમ છે.” ઉપર કોઈ બાપો ય નથી. કશું જ નથી. જે છો તે તમે જ છો. એટલે આ જગત ઇટસેલ્ફ પઝલ થયેલું છે. બોલીએ છીએ, તેમાં પઝલને કોયડો બોલીએ તો કશી કિંમત નહીં. અને પઝલ કહેતાંની સાથે પેલાની મહીં હઉ પઝલ સોલ્વ થઈ જાય ! “ઇટસેલ્ફ પઝલ’ કહ્યું, ને ગોડ ગયા !!
એટલે પુસ્તકમાં અમે સાયન્ટીફિક લખ્યું છે. પ્રશ્નકર્તા : આ તો બહુ વંડરફુલ વાક્યો છે.
દાદાશ્રી : હા. અમુક અમુક માણસોએ મને કહેલું કે “આ તો ગજબનું વાક્ય છે. ‘ભોગવે એની ભૂલ’ એ ય બહુ મોટું વાક્ય કહ્યું છે. અત્યાર સુધી કોઈએ કેમ ના કહ્યું? નહીં તો ઘણી ખરી ભૂલો અટકી જાત ને !'
તવો જ શબ્દકોષ, અધ્યાત્મતો ! પ્રશ્નકર્તા : આપના જે બધા શબ્દો છે, ‘ફાઈલ, પઝલ, રિયલ, રિલેટિવ, રોંગ બિલિફ’ એ શબ્દો જ બધા આખો દહાડો ક્રિયાકારી થયા કરે. એ શબ્દ વપરાયો કે શાંતિ થઈ જાય.
દાદાશ્રી : હા, કારણ કે સહજ સ્વભાવે નીકળેલા શબ્દો છે ને !
હા, જો ને, આ શબ્દ કેવો નીકળ્યો, પાવર ચેતન. એ ક્યાંથી નીકળ્યો ! મેં પૂછયું ત્યારે મને કહે છે, એ જ એપ્રોપ્રિયેટ શબ્દ છે. લોકો તો એમ જ જાણે છે કે આ જ ચેતન છે. પણ અલ્યા, એ તો પાવર ચેતન છે. બેટરીના સેલને પાવર હોય માટે એ કંઈ જીવંત વસ્તુ છે ? એ તો પાવર પૂરાયો એટલે અજવાળું આપે ને પાવર ખલાસ થયો એટલે પછી કશું ય અજવાળું જ થાય નહીં. એવી આ ય પાવર પૂરેલી બેટરીઓ છે.
હવે આવું ફોડવાર શી રીતે સમજણ પડે ? લોક તો શું કહે ? કે ‘દેહાધ્યાસ છે, દેહાધ્યાસ છે.” તે લાખ અવતારે ય એ સમજે નહીં. અરે, દેહાધ્યાસ શબ્દ તો મને જ સમજણ નહોતી પડતી ને ! એટલે હું સમજી ગયો કે આ લોકોને સમજવા માટે વસ્તુ નવી જ જોઈએ અને
Page #128
--------------------------------------------------------------------------
________________
૨૫૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૫૩
જેને ખાંડ ના મળે તો અકળામણ થઈ જાય, એ લોકોને આવી રીતે સમજાવાય કે ?
તવા જ શાસ્ત્રો, તવી જ ભાષા ! પ્રશ્નકર્તા: પેલું મિથ્યાત્વ કહે તો સમજણ જ ના પડે અને રોંગ બિલીફ કીધી કે તરત સમજણ પડી જાય.
દાદાશ્રી : હા. આ મિથ્યાત્વ તો લોકોને સમજણ જ નથી પડતું ને. આપણે પૂછીએ કે મિથ્યાત્વ ખરું કે નહીં તમને ? ત્યારે કહે, “ખરું.' તો શેને મિથ્યાત્વ કહો છો ?” ત્યારે એ કહે, ‘આ બધું સિનેમા ને આ બહાર બધું જેટલું છે તે મિથ્યાત્વ જ.’ ‘અલ્યા બહાર છે એ તને શું નડે છે ? તારું મિથ્યાત્વ ત્યાં ક્યાંથી ચાલ્યું ગયું ? એ ચાલીને ત્યાં જતું રહે ? તારું મિથ્યાત્વ તારી પાસે જ છે. તારી જોડે જ સૂઈ રહે છે.” એ તો એવું હું સમજે નહીં કે એ મારી જોડે સુઈ રહેતું હશે કે બહાર જતું હશે ?! એ જોડે સઈ રહેલું દેખાડીએ. ત્યારે કહેશે, કે હા, આ તો બધું મિથ્યાત્વ જ છે !! રોંગ બિલીફ શબ્દ જ હતો નહીં !!
પ્રશ્નકર્તા : આ જબરજસ્ત શબ્દ છે. એટલું બધું સાયન્સ એની પાછળ સમાયેલું છે.
દાદાશ્રી : અને ગુજરાતીમાં બોલીએ તો સ્વાદ ના આવે !! આ ખરે ટાઈમ સાયન્સ આવ્યું છે ! એટલે કંઈ ઓર જ વિજ્ઞાન છે આ ! નવાં શાસ્ત્રો લખે એવી વાત છે આ તો. નહીં તો આટલાં બધાં શાસ્ત્રો, એમાં કયાંથી પાર આવે ? આ તો એક કલાકમાં બધું આખું વિજ્ઞાન સમજી જાય.
પક્ષપાત ના હોય !!
જગત કલ્યાણ અર્થે આ આપ્તવાણી ! આ વાણી અઢાર હજાર વર્ષ સુધી હેલ્પ કરશે. મહાવીર ભગવાનનું જ્યાં સુધી શાસન ચાલશે ત્યાં સુધી રહેશે. પછી બંધ થઈ જાય છે. પછી વાણી ને પુસ્તકો ને મંદિરો બધું બંધ થઈ જાય છે. છઠ્ઠા આરામાં મંદિર છે નહીં કે પુસ્તક નથી. ધડધડા, ધડધડા, ધડધડા, ધડધડા, ધામધડા, કચર, કચર, કચર, કચર, કચર સામસામી ! હજી અઢાર હજાર વર્ષ સુધી ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં, ત્યાં ચોથા આરામાં જઈ શકશે. આ કેવી સુંદર વાણી છે ! માલિકી વગરની વાણી જોયેલી ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : સાંભળેલી ય નહીં. તે આ માલિકી વગરની વાણી સાંભળો તો ખરાં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ આટલા હજારો પુસ્તકો આપ્તવાણીનાં બહાર પડ્યા છે ને તે ઉગશે, પચાસ વર્ષે, સો વર્ષે, ત્યારે હિન્દુસ્તાનની બધી જાહોજલાલી થશે. આનાં શબ્દ ઉપરથી બહુ બહુ મોટું મોટું ‘એ' જામશે. આ પુસ્તક તો જેમ જેમ લોકોના જાણવામાં આવશે ને તેમ તેમ એની કિંમત સમજાશે.
પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતી વખતે ઘણા લોકોને અનુભૂતિ થાય છે. એ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની ઉપસ્થિતિને કારણે છે ? કે આપના ગયા પછી પણ એ પ્રમાણે અનુભૂતિ રહેવાની ?
દાદાશ્રી : એ અનુભૂતિ પછી પણ રહેશે જ. કારણ કે પેલાં જે જ્ઞાન હતા એ ક્રમિક જ્ઞાન હતા. ને ક્રમિક જ્ઞાનમાં ચેતન ના હોય. અને આ વિજ્ઞાન છે. એટલે ચેતનવાળું હોય એટલે અનુભૂતિવાળા હોય. એટલે આ પુસ્તક વાંચે, તે એને દાદા આમ દેખાય, બીજું બધું દેખાય, દાદા બોલતા સંભળાય, પછી એને અનુભૂતિ થાય.
વ્યાખ્યા આપ્તવાણી તણી ! હવે આપ્તવાણી એટલે, એમાં આપ્ત એટલે શું ? કે જે સંસારમાં પણ સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય છે અને મોક્ષમાં જતા ઠેઠ સુધી વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ હોય તો જ્ઞાની પુરુષ. એમની વાણી તે આપ્ત વાણી એટલે પછી વાત જ ક્યાં કરવાની !! એ નિષ્પક્ષપાતી હોય. એમાં
Page #129
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : જ્ઞાન નથી લીધું હોતું એમને પણ આપ્તવાણી વાંચીને એવો અનુભવ થાય છે.
૨૫૪
દાદાશ્રી : હા. તો ય એને અનુભવ થાય છે. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે ને એટલે. વિજ્ઞાન સંપૂર્ણ છે. ફૂલ સ્ટોપ છે. અને પેલું ક્રમિકનું એ જ્ઞાન છે, વિજ્ઞાન નથી. એટલે અનુભવ ના થાય. એ જ્ઞાન કરવું પડે આપણે. અને આ અક્રમ એ સમજવું પડે. પુસ્તક સમજી જાય તો એને અનુભવ ઉત્પન્ન થઈ જાય.
પ્રશ્નકર્તા : આપનું પુસ્તક વાંચીને એક જણ મારવાનું ભૂલી ગયો ને ગરમ થતો નથી હવે.
દાદાશ્રી : આ જ્ઞાની પુરુષના વચન છે, તે વચનબળે ય કામ કરે અને એમાં હેતુ કામ કરે. આની પાછળ કરુણા ય કામ કરે. આ વચનની
પાછળ અમારી કરુણા ઊભેલી છે પછી ! કેવી કરુણા ? લેવાદેવા વગરની.
કંઈ માન જોઈતું નથી, તાન જોઈતું નથી. તારી પાસે કંઈ આ જગતની કોઈ ચીજ જોઈતી નથી. માટે શા હેતુથી છે ? કરુણા હેતુથી છે.
પ્રશ્નકર્તા : ત્યારે કરુણા તો પ્રયાસ વગર હોય ને ?
દાદાશ્રી : હા, મહેનત વગરની. એટલે એને બહુ લાભકારી થઈ
પડે.
જગત જેમ છે એમ બધા ફોડ થયાં છે, બધાં ફોડ પડી જવા દો, એકવાર જેટલી વાણી નીકળી જાય ને, એટલી નીકળી જવા દો. લોકો પૂછતાં જશે ને નીકળતાં જશે. સમજ પડીને ? રોજ રોજ નીકળવા માંડે છે એ બધું છપાઈ જશે ને, બધું ! પછી એનું બધું તારણ કાઢી અને લોકો છે તે પાછાં ફરી જ્ઞાનનું સ્થાપન કરશે.
પ્રશ્નકર્તા : દાદાની આપ્તવાણી વાંચીએ છીએ ત્યારે પુષ્કળ શાંતિ ને બહુ સારું વર્તે છે કહે છે. પણ જ્યારે પછી મૂકી દઈએ છીએ ત્યારે પાછું બધું ફરી વળે છે કહે છે.
દાદાશ્રી : એ તો જ્યાં સુધી આપ્તવાણી છે તે આપ્તવાણી સ્થૂળ
વાણીનો સિદ્ધાંત
શબ્દ છે. એ તો વાંચો તે વખતે શાંતિ થાય. એ પુસ્તક તો તમને એવું કહેવા માંગે છે કે આ કાયમની શાંતિ માટે નથી. આમાં વાંચ્યુ છે એનો અર્થ કરીને ત્યાં મૂળ પુરુષ પાસે પહોંચી જાવ. તો ત્યાં તમે જે માંગશો એ આપશે. આ વર્લ્ડમાં તમે જે કંઈ પણ માંગો તે આપવા તૈયાર છું, કોઈપણ માણસને ! જે માંગશો એ આપશું.
૨૫૫
એટલે આ બધું સાયન્સ છે. વિજ્ઞાન છે આખું. હું વિજ્ઞાન આજ અઠ્ઠાવીસ વર્ષથી બોલું છું, તો ય એ વિજ્ઞાન પૂરું થયું નથી. એ બધું આ ટેપરેકર્ડમાં રેકર્ડ થયેલું છે. એના બધાં પુસ્તકો છપાશે. એટલે આ તો બહુ મોટું સાયન્સ છે. રોજ બે ત્રણ ટેપો નીકળ્યા જ કરે. તે કેટલાય વર્ષોથી બોલું છું. આખા જગતનાં કલ્યાણ માટે છે.
તળપદી ભાષામાં વીતરાગ વિજ્ઞાત ! પ્રશ્નકર્તા ઃ કહેવાય છે ને યા વિદ્યા સા વિમુકતયે.
દાદાશ્રી : વિદ્યા-અવિદ્યા એ શબ્દો સારી વાત છે, કે મુક્તિ અપાવે એ વિદ્યા ને મુકિત ના અપાવે એ અવિદ્યા. સારી વાત છે. પણ શબ્દ વિદ્યા વપરાય નહીં વિદ્યા એ છેવટે બુદ્ધિમાં જ જાય. હા એટલે વપરાય નહીં. પણ જે જગ્યાએ લખ્યું છે તે સારું છે, મારા ભાઈ ! લોકોને એ હિસાબે સમજ પડે ને, થોડું ઘણું !
પ્રશ્નકર્તા : એમાં એ કહેવા માંગે છે કે અમને એ વિદ્યા જોઈએ છે જેનાથી અમે મુક્તિ મેળવીએ.
દાદાશ્રી : હા, એ બરોબર છે. એનો ભાવાર્થ બરોબર છે. પણ જ્ઞાન સિવાય મુક્તિ નહીં. વિદ્યા, વિદ્યાની જગ્યાએ એણે જ્ઞાન લખ્યું હોત તો બહુ રૂપાળુ દેખાત. પણ હવે નીચલી કક્ષાનું જ્ઞાન, એટલે એવું જ લખે. જેમ મારા શબ્દો હોય છે આ બધાં, તે સાહિત્યકારો જેવા ના હોય ને, નીચલી કક્ષાનાં હોય. મારી તળપદી ભાષા હોય. સાહિત્યકારો જેવી ભાષા ના હોય ને !
પ્રશ્નકર્તા : ના, પણ દાદા એ વાત બરોબર છે. સાહિત્યકારની
Page #130
--------------------------------------------------------------------------
________________
૨૫૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૫૩
ભાષા તો આપની ના કહી શકાય.
દાદાશ્રી : સાહિત્યકારની મને શી રીતે આવડે ?
પ્રશ્નકર્તા : સાહિત્યની ભાષામાં તો ભૂલભૂલામણીમાં પડી જઈએ. આ તો સીધું પેસી જાય છે.
દાદાશ્રી : હા, ઊલટાં ગૂંચામણમાં પેસી જાવ અને પારિભાષિક શબ્દો મારી વાણીમાં ના હોય.
પ્રશ્નકર્તા : છતાં ય જે બધી આપ્તવાણી છે ને એ હું સાબિત કરવા તૈયાર છું કે સાહિત્યમાં ગમે તે સ્ટાન્ડર્ડ એપ્લાય કરો, ઊભું રહેશે.
દાદાશ્રી : ના, પણ બીજા માણસો પાછા કેટલાક એમ કહે છે ને, સાહિત્ય ઊંચુ છે. સાહિત્યકારોની વાણી બહુ જુદી જાતની હોય. કારણ કે એમાં સાહિત્યકારનું ડહાપણ હોય ને ! મારું તો આમાં ડહાપણ નામે ય નહીં ને ! સાહિત્યકારોએ મહીં વાઈઝનેસ નાખેલી હોય. આમાં વાઈઝનેસ નહીં ને ! જે આવ્યું એવું લખાયું.
પ્રશ્નકર્તા : સહજ ભાવે જે આવ્યું હોય.
દાદાશ્રી : સહજભાવે જે નીકળ્યું અને તે કહું છું ને ટેપરેકર્ડ. મારી મિલ્કત જ ન્હોય આ બધી.
પ્રશ્નકર્તા : જો આ શબ્દ યોગ્ય નહીં લાગે, તો મારે ફેરવી નાખવો પડશે. ત્યાં આખી રાત અમારે બહુ પ્રયત્ન કરવો પડે. આખી રાત બીજો શબ્દો ગોઠવવામાં કાઢવો પડે.
દાદાશ્રી : અને આમાં કશું એવું ના હોય. આ સહજ વાણી. શબ્દ આઘોપાછો કરે તેની ભૂલ.
પ્રશ્નકર્તા : સાહિત્યકારનાં ટેબલ ઉપર રબર બહુ હોય. દાદાશ્રી : હા. આટલી બધી આપ્તવાણી છપાઈ, ચેકવાનો વારો
આરાધતા ભાષાની કે ભગવાનની ? પ્રશ્નકર્તા : મુંબઈની ભાષા પોલિડ અને તમારી દેશી સીધી ભાષા. દાદાશ્રી : અમારી વાતો બધી ખુલ્લંખુલ્લી, સાદી ભાષામાં !
લોકોએ અર્થને સાચવ્યા, ભાષાને સાચવી. આત્માને સાચવ્યો નથી. લોકો પરમાર્થને જાણતા નથી ને અર્થને સાચવવા ગયા.
પેલી પોલિશ્ક ભાષાને લીધે તો બહેનોને સમજણ ના પડે એટલે એમને ના ફાવે. ત્યાંથી પછી પાછા આવતા રહે. અને તમે તો ત્યાં જાવ. હવે તમે ત્યાં ભાષાની આરાધના કરો છો. ત્યારે બહેનો જાણે કે “આ શું કામનું ?” એટલે આમાં એમને કંટાળો આવે. એટલે જ્યાં બહેનો પાછા આવતા રહે તો જાણવું કે ત્યાં કશું હતું નહીં. અને અહીં છે કશી ભાષા ? અહીં તો ભગવાનની આરાધના છે ને ! અને આ ભાષા એવી નીકળે ને તેથી આ વેદાંત અને જૈન ભેગા થાય છે, નહીં તો ભેગા ના થાય. પેલી ભાષા હોયને તો વેદાંતવાળા જતાં રહે. પણ આ તો ભાષા જ નવી જાતની ઉભી થઈ એટલે બધા ભેગા થાય છે. એટલે બધાને ગમે છે ને ?!
પ્રશ્નકર્તા : કોઈને ઊઠવાનું મન નથી થતું.
દાદાશ્રી : હા, આવડા નાના છોકરાને ય ગમે. આ નાના નાના આવડા આવડા છોકરાઓ અહીંથી ઊઠતા જ નથી ને ! આ લોકો તો કંઈ ભાષાની આરાધના, શબ્દોની આરાધના, મોટી મોટી હાઈ લેંગવેજની આરાધના, પારિભાષિક શબ્દોના અર્થ કરે, તેમાં કલાકોના કલાક કાઢે. પણ આરાધના કોની ? પારિભાષિક શબ્દોની ને ? એમાં ભગવાનને શું લેવાદેવા ? પછી કશું રહે નહીં એમની પાસે. આ બધી સિલક આપણે કો’કને કહીએ કે ‘તમારી સિલકમાં આ છે ! તો એમની પાસે શું રહે ? ભગવાનને પહોંચે એવું છે કશું આમાંનું ? ના, કશું ય નહીં, પણ આ લોકો
ક્યાં પડેલા છે ? હેય, મોટા પારિભાષિક શબ્દોના અર્થ કરે. તે લોક ખુશ થઈ જાય કે ‘કહેવું પડે !' પણ એ ભજના કોની કરે છે ? આરાધના પારિભાષિક શબ્દોની કરે છે, તો ભગવાનને શું લેવાદેવા ? કારણ કે આ શાસ્ત્રોની આરાધના એ પારિભાષિક શબ્દોની આરાધના થઈ !
નહીં.
Page #131
--------------------------------------------------------------------------
________________
૨૫૮
વાણીનો સિદ્ધાંત
શબ્દો સર્યા, સિદ્ધાંતમાંથી...
હવે પારિભાષિક શબ્દો એમાં કોને સમજણ પડે છે આ બધી ? કેટલા લોકો આ પારિભાષિક શબ્દો સમજતા હશે ? અને બધા લોકો પારિભાષિક શબ્દોમાં જ લખે. પોતાની ભાષામાં લખેલું એક મને પુસ્તક દેખાડો. કારણ કે પારિભાષિક શબ્દોનો પુરેપૂરો અર્થ સમજાઈ જાય, આખો સિદ્ધાંત સમજાઈ જાય, ત્યાર પછી પોતાની ભાષાનો શબ્દ નીકળે. એમ ને એમ નીકળે નહીં. પછી એ ગમે ત્યાંથી બોલે તો સિદ્ધાંત જ હોય.
પેલું તો શાસ્ત્રના આધારે જ બોલવું પડે. અને શાસ્ત્રમાં ભૂલચૂકવાળું હોય તો બોલવામાં ય ભૂલચૂકવાળું નીકળે. અને આ તો ગમે ત્યાંથી બોલે તો ય સિદ્ધાંત. કારણ કે એક માણસે જોયેલી વસ્તુ હોય. અને એમને પૂછ પૂછ કરે તો આમની પૂછો તો આમની કહે અને આમની પૂછો તો આમની કહે. ગમે ત્યાંથી પૂછે તો ય કહે. અને પોતાની ભાષામાં કહે. એ ઓછું ભગવાન મહાવીરની ભાષામાં કહે ?
પારિભાષિક શબ્દ કોઈ પણ વાતને તરત સમજવા ના દે. એટલે અમારી વાણીમાં પારિભાષિક શબ્દ ના હોય. કારણ કે મૂળમાંથી ઉત્પન્ન થયેલી છે.
બીજા બધા પુસ્તકોમાં પારિભાષિક શબ્દો કેમ છે ? મેં કહ્યું, એ તો લોન ઉપર લીધેલું જ્ઞાન છે. અને આ તો દર અસલ જ્ઞાન છે. બીજમાંથી નીકળેલું જ્ઞાન છે આ. પેલું ડૂંડાનું જ્ઞાન છે, ફળનું જ્ઞાન છે. લોન ઉપર લીધેલું, પેલા લીધેલા શબ્દો એનાં એ જ પાછા અહીં મૂકે. એનું એ જ ચાલ્યુ છે ને. બીજું શું ચાલે છે ?!
તે પારિભાષિક શબ્દો છે ને, સેટ થવાં જોઈએને. એ એડજસ્ટ થવાં બહુ મુશ્કેલ છે. અમે પારિભાષિક શબ્દ રાખ્યો નથી. પારિભાષિક શબ્દો કોણે રાખેલા કે જેને એક્ઝેક્ટ અનુભવ નથી થયાં તેણે રાખેલા. જેને એક્ઝેકટ અનુભવ થયો તે પોતાની ભાષામાં ગમે તે બોલે.
જૈત, શબ્દો છે, પણ મત તથી !
પ્રશ્નકર્તા ઃ તમારો જે પ્રોસેસ છે, એમાં સીમંધર સ્વામીની આરતી
વાણીનો સિદ્ધાંત
દીવો, પછી પ્રતિક્રમણ એ બધું જૈન શાસ્ત્રને અનુસરીને છે ને ?
દાદાશ્રી : એ તો આમાં વેદાંતનું ય હોય, જૈનનું હોય. શબ્દો છે એ તો બધા. શબ્દો કોઈને લાગતા નથી. જૈન ફીલોસોફી કોને કહેવાય કે આપણે એક મતનાં થઈ ગયાં હોય તો. આ મત નથી, આ શબ્દો તો એના એ જ છે ને ? વિજ્ઞાન હોવું જોઈએ ને ? શબ્દ જોડે ઝઘડા છે તમારે ?
પ્રશ્નકર્તા : આ મહાવીરનું જૈન તત્ત્વ છે, એ બુદ્ધિથી સમજાય એવું
છે.
૨૫૯
દાદાશ્રી : બુદ્ધિથી સમજાય નહીં તો પછી કામનું જ શું છે એ ? તત્ત્વ એનું નામ કહેવાય કે બુદ્ધિથી સમજાવું તો જોઈએ જ. કોઈ પણ માણસ મહાવીરનું તત્ત્વ બુદ્ધિથી પોતે સમજાવી શકે નહીં, સમજી શકે. પણ એક આંકડો ય બીજાને સમજાવી ના શકે. એમને જ સમજણ નથી પડી, ત્યાં આગળ શું ? એક આંકડો ય નથી સમજણ પડી. એ તો કલ્પના છે બધી. અહંકારની આખી જોગ્રોફી છે. આપણું જ ચિતરામણ આ ઓસ્ટ્રેલિયા ને આ અમેરિકા ! અહંકારની જોગ્રોફી !
અક્રમ જ્ઞાતી પુરુષ, જીવતું ઉપતિષદ...
અમે બોલતું ઉપનિષદ, જીવતું ઉપનિષદ કહેવાઈએ ! પેલું પુસ્તક કહેવાય. એટલે ક્યું ઉપનિષદ સાચું ? જીવતું ઉપનિષદ સાચું. એટલે અત્યારે અમારા શબ્દો જો સાચા માને તો એનો ઉકેલ આવશે અને પેલા શબ્દો બુદ્ધિથી લખેલા છે અને આ બુદ્ધિ વગરનાં શબ્દો છે.
પ્રશ્નકર્તા : ઉપનિષદની શ્રુતિ મેં વાંચેલી છે. ભગવદ્ગીતા પરની કોમેન્ટ્રી મેં વાંચેલી છે અને સાંખ્ય ભાષ્ય પણ મેં વાંચ્યા છે. પણ દાદાના સત્સંગમાં આવ્યા પછી એ ભાષ્ય પણ કોઈક કોઈક જગાએ ખોટા દેખાય છે. કારણ કે એમાં છે ને પોતાની રીતે જ અર્થ કરી લીધેલો છે.
દાદાશ્રી : બસ, બસ એવું જ છે.
પ્રશ્નકર્તા : હા, એમાં કાં તો કહેનારનું કહેવાનું જુદું હોય ને
Page #132
--------------------------------------------------------------------------
________________
ર૬૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૬૧
સમજનાર પોતાની રીતે લખ્યા કરતો હોય. એની ઇંગ્લીશ કોમેન્ટ્રી કરી છે. મને તો આ “જ્ઞાન” દાદાનું પ્રાપ્ત થયા પછી એ તદન બોગસ જ લાગે છે, એ સમજતા ના હોય એવું લાગે છે.
દાદાશ્રી : એવું છે ને, સહુ સહુની બુદ્ધિથી લખાયેલું છે. આ તો ફ્રેશ, જ્ઞાનીની વાણી સાંભળવી એ નવું શાસ્ત્ર કહેવાય.
જ્ઞાની હોય ને ત્યાં શાસ્ત્ર-પુસ્તકનું કશું લેવાય જ નહીં, અવલંબન જ ના લેવાય. એ શાખા પુરુષનાં લખેલા છે, તે જ્ઞાની જાતે ના હોય તો વાંચવા માટે ચાલે. એમાં જ્ઞાન હોય નહીં. એ તો સ્થૂળ વસ્તુ છે. શબ્દો એ શું છે ? શબ્દો સ્થૂળ વસ્તુ છે. ત્યાં સૂક્ષ્મ ના હોય ને સૂક્ષ્મતરે ય ના હોય, ને સૂક્ષ્મતમ ના હોય, કશું ય ના હોય. એ તો બધો સ્થળ ખોરાક છે. એટલે જ્યારે જ્ઞાની હોય ત્યારે શબ્દ કામ ના લાગે. ચાર વેદ હોય કે જૈનોનાં ચાર અનુયોગ હોય, પણ કામ લાગે નહીં. જ્ઞાની એ બધાનાં, વેદના, અનુયોગના ઉપરી કહેવાય. એટલે બધું ઓ ત્યાં કામ લાગે નહીં. જ્ઞાની પુરુષના શબ્દો એકે એક એઝેક્ટ હોય. એટલે વેદ સુધારવું હોય તો આનાથી સુધરે.
પ્રશ્નકર્તા : જ્ઞાનીની વાણીથી.
દાદાશ્રી : હા, નવેસરથી આપણે સુધારવું હોય, મેં પુસ્તકમાં લખ્યું છે કે બધું સુધારી લો અત્યારે હવે. ઉપનિષદ એ જુદી વસ્તુ છે. પણ વેદને સુધારી લો. જ્ઞાની પુરુષની સહજ વાણી કહેવાય, દેશના કહેવાય, પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. સરસ્વતી હોય ત્યાં ભૂલ ના હોય. એટલે આ કોઈ શાસ્ત્રની વાત ના કહીએ, તેનું કારણ જ એ ને !
પ્રશ્નકર્તા : મૂળ વસ્તુ જો હાજર હોય તો પછી સબ્સીટ્યુટનો તે વખતે ઉપયોગ નહીં કરવો.
દાદાશ્રી : ના, ઊછું નુકસાન કરીએ છીએ આપણે ! એટલે આમાં પુસ્તક-બુસ્તક કામ લાગે નહીં, જ્ઞાની પુરુષ હોય ત્યાં આગળ ! કોઈ એવું પુસ્તક નથી કે જે જ્ઞાની પુરુષ આગળ કામ લાગે. જ્ઞાની પુરુષ તો પુસ્તકો સુધારવા માટે એમની વાણી હોય. એટલે વેદ જે હોય ને, તે
ભૂલચૂક લાગતા હોય તો સુધારી લો. અમે જૈનોને ય અને મહારાજને કહ્યું, ચાર અનુયોગ સુધારી લો. અમને પૂછશો તો બધો સુધારો મળી જશે. કારણ કે સુધારવાની તક કો'ક વખત નીકળે. નહીં તો આ તો બધાં પુસ્તકો રચેલાને તે ‘સર્વજ્ઞનું કહેવું હું કહું છું' એવી રીતે લખેલા. એટલે એમાં ચાલે નહીં ને કશું, સર્વજ્ઞનું તો એક વાર કહેલું ધારણ કરવું મુશ્કેલ છે. ધારણ કરેલામાં પાછું એ કહે છે કે સમજવું મુશ્કેલ છે. તો લખનાર પાછો કેવી રીતે સમજ્યો હશે ?!
એક ભાઈ મનુસ્મૃતિની વાત કરવા આવ્યા. મને કહે છે, ‘મનુસ્મૃતિ તો જ્ઞાની પુરુષના વાક્ય જોડે સરખાવાય ને ?” મેં કહ્યું, ‘તમને વાંચતા નથી આવડતું ? મનુસ્મૃતિનો અર્થ શું થાય ? કે મનુને યાદ રહ્યું એટલું આ છે.” કેટલું લખ્યું એમાં ? મનુને જેટલું યાદ રહ્યું, એનું નામ મનુસ્મૃતિ. આ તો કંઈ ખોરાક ન હોય તો આ બધો દુકાળમાં ખાવાનો ખોરાક. જ્યારે જ્ઞાની પુરુષ ના હોય ત્યારે.
પ્રશ્નકર્તા : આમાં તો આપે બધો ફોડ પાડી દીધો.
દાદાશ્રી : જ્ઞાની પુરુષ હોય ત્યારે તો બધાં શાસ્ત્રો સુધારી લેવા જોઈએ. હવે અમારી પાસે શાસ્ત્રનો અર્થ કરાવવા માગે, શું થાય ? મને કહે, ‘આનો અર્થ કરો.’ તો કહેત કે તમારી ભૂલ થાય છે, ના ચાલે. શાસ્ત્ર ચાલતું હશે કે ? શાસ્ત્ર તો શાણા પુરુષોનાં લખેલા, અને આ તો જ્ઞાનીપુરુષ એટલે શાણથી ઉપરી હોય. તીર્થંકરથી નીચા નંબર અને બધા શાખાપુરુષનાં ઉપરી.
એટલે આમાં અહીં ભૂલ થવાનો સંભવ. પણ છતાં બીજાં લોકોને ઘણું હેલ્પકારક, કારણ કે એ બધાં તો મોટા પંડિતને ! પણ જ્યારે પ્રત્યક્ષ જ હોય દીવો, અજવાળું હોય ત્યારે મીણબત્તીઓ બાળીને શું કામ છે તે !. ના હોય ત્યારે મીણબત્તીની જરૂર પડે આપણને !
પ્રશ્નકર્તા : આજે દાદાની, આપની જ વાણી જે નીકળે એમાં અમારાં ઘણાના, ભલભલાનાં અભિનિવેશો નીકળી જાય આમાંથી.
દાદાશ્રી : શું ?
Page #133
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : કારણ કે આમ વારંવાર ગમે તેમ કરીએ છીએ, છતાં પાછું એ સોનેરી અક્ષરવાળું પુસ્તક વળી પાછું અમે વાંચવા બેસી જઈએ
છીએ.
૨૬૨
દાદાશ્રી : ના. એટલે આ મારે કહેવું પડ્યું ક્યારે ? આવું કંઈક હોય ત્યારે. નહીં તો એવું છે, ને પુસ્તકનું અપમાન કરવું તે ગુનો છે. પણ જ્યારે આવી વાત નીકળી હોય ત્યારે અપમાને ય કરી નાખીએ અમે, તમારું હિત થતું હોય તો. પુસ્તકનું અપમાન કરવું એટલે શ્રુતજ્ઞાનનું અપમાન કરવા બરોબર છે. પણ તે ગુનો છે. પણ અમુક ટાઈમે જો ગુનો ના કરીએ તો બીજી રીતે અવળે રસ્તે તમે ચાલ્યા જાવ.
તેથી મેં કહ્યું ને કૃપાળુદેવનું એક વાક્ય વાંચવાની જરૂર નથી. છતાં તમને ટેવ પડી હોય તો વાંચજો. નહીં તો વાંચવાનું હોતું હશે, જ્ઞાની પુરુષ મળ્યા પછી ! તમામ શાસ્ત્રો, તમામ વેદો, તમામ ઉપનિષદો, બધું આ પાંચ આજ્ઞામાં આવી જાય છે. સમજાય એવી છે ને આ વાત ?
પ્રશ્નકર્તા : હા, પાંચ આજ્ઞામાં આવી જાય છે બધું !
દાદાશ્રી : નહીં તો કૃપાળુદેવનું વાક્ય હું ના વાંચવાનું કહું ! આવું સરસ વાક્ય, એક એક વાણી કેવી !! પણ બોધરેશન કરીને શું કામ છે ? એ બધું પારાયણ થઈ ગયું, પૂરું થઈ ગયું અને આવી ગયું. આપણે રસ પી લીધો, પછી હવે રહ્યું મહીં ? આપણે જેનો રસ પી લઈએ, પછી આપણી પાસે કશું રહ્યું નહીં ને ?
કપિલમુનિને એ બધાં મોટાં મોટાં મુનિઓ થઈ ગયેલા, પણ ચોખ્ખા બધાં. મેં શાસ્ત્રો વાંચેલા. ચોખ્ખું લખ્યું છે કપિલમુનિએ કે ‘સર્વજ્ઞનું કહેલું હું કહું છું.’ અને પછી છૂટી જાય. પોતે બોધરેશન ના લે, જવાબદારી ના લે, વચ્ચે હું તો લાવનારો છું.’ એમની બહુ ઊંચી સ્થિતિ હતી. પણ છતાં એ માથે લેતાં નથી. કારણ કે એ ભૂલચૂક થાય તો હું શું કરું ? આ તો નર્કે જવાની નિશાની. આ શબ્દ ગૂંથાય નહીં !
અમે ય બોલીએ નહીં, મૌન રહીએ, પણ શું થાય ? તમે અવળે
વાણીનો સિદ્ધાંત
૨૬૩
રસ્તે ચાલ્યા જાવ અને આ અમને ગમે નહીં. ના બોલવું સારું લાગે. હવે આની પાછળ અમારે પ્રતિક્રમણ વિધિ કરવી પડે, પા કલાક અમે શ્રુતજ્ઞાન ઉપર ઘાત કર્યો. એટેક કર્યો તે વિધિ કરવી પડે. તમને અવળે રસ્તે નહીં જવા દેવા.
પ્રશ્નકર્તા : પણ સમર્થન મળતું હોય. તો એમાં એને વાંધો શો ? દાદાશ્રી : ના, એટેક તો કહેવાય જ ને ! આ શાસ્ત્ર એની મેળે બેસી રહ્યું'તું. તમે કેમ, શા આધારે તમે એટેક કરો છો ? ગમે તેવું હતું, તો ય એની મેળે સ્વતંત્ર હતું. એટલે મહીં એટેક કર્યો. અમે એક દોષ જવા ના દઈએ ! એકે એક દોષ ધોઈ નાખવો પડે. આ જાણી જોઈને દોષ કર્યો, નહીં તો આમના મનમાં અવળું ભૂસું પેસી ગયું, તે પાછાં પેલા પુસ્તક વાંચીને માથાફોડ કર્યા કરે. અને એટેક એટલે એટેક ! હું કંઈ ઓછો સમજતો નથી ?! અમારે તો ના કહેવાનું કશું હોય જ નહીં. અમને તો ‘યસ’માં જ મોક્ષ છે. ‘હા’ થી મુક્તિ, પણ કો'ક ફેરો ઊંધે રસ્તે ચડી જતું હોય ગાડું, ત્યારે એમને કહેવું પડે ને ? સમજાયું ને ! મોક્ષ, હસતાં-રમતાં !
પ્રશ્નકર્તા : કોઈ ગમે એટલા પ્રશ્નો પૂછે છતાં આપ તપ્યા વગર હસીને શાંતિથી જે જવાબ આપો છો, એનાથી લોકો આપને માને છે. દાદાશ્રી : એ તો આપવો જ પડે ને !
પ્રશ્નકર્તા : હા, અને તેથી વિશેષ આનંદ થાય છે, બહુ આનંદ થાય
છે.
દાદાશ્રી : ક્રમિક માર્ગમાં તો એવું છે, જગત આખું ક્રમિકમાર્ગમાં જ..... પણ આવું કો’ક ફેરો અક્રમ આવ્યું છે ! ક્રમિક માર્ગમાં શું કરવું પડે ? એ જ્ઞાની પુરુષ અને એ શિષ્યો કોઈ દહાડો હસ્યા ના હોય બિચારા. પ્રશ્નકર્તા : ત્યાં હસવાનું શા માટે નહીં ?
દાદાશ્રી : શાને હસવાનું હોય ? ત્યાં હસવા કરવાનું ના હોય. ત્યાં
Page #134
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૨૬૫
એ કંઈ મારું ડહાપણ નથી. આ તો ગીફટ છે. મારું ડહાપણ એટલું બધું હોતું હશે ? કાગળ લખવો હોય ને, તો ય મને નથી આવડતો. લોકોનું કલ્યાણ થવાનું નિમિત્ત, પણ ગીફટ છે એ અને એ ગીફટને માટે મારી બધી તૈયારી છે.
પ્રશ્નકર્તા: એનાં માટે પાત્ર હોય તો જ ગીફટ આવે ને ?
દાદાશ્રી : હા, બાકી મારું ગજું નહીં આ. અને આ વાણીનું બહુ, હાઈ કવૉલીટી છે. આ વેલ્ડિંગ જુદી જાતનું છે.
પ્રશ્નકર્તા: બધાને સમજાય એવું અને સાદી-સરળ ભાષામાં.
૨૬૪
વાણીનો સિદ્ધાંત તો શીખ શીખ કરવાનું ! આ શીખવાનું ને આ શીખવાનું !
પ્રશ્નકર્તા : પણ એ હસતાં હસતાં ના શીખાય ?
દાદાશ્રી : ના, હસવાનું નામ ય નહીં. કશું હસવાનું નહીં. આ અહીં આગળ હસતાં-રમતાં છે તમારે. તો આપણે કેવો સરસ લાભ ઊઠાવવો જોઈએ ! આ પૂર્ણપણે લાભ મેળવવો જોઈએ.
પ્રશ્નકર્તા: અહીંયા તો બધું હસતાં હસતાં જ છે !
દાદાશ્રી : એ જ હું કહું છું ને ! હસતાં-રમતાં કશી મહેનત વગર બધું થાય છે. તો પછી પૂરેપૂરો લાભ ઊઠાવવાને માટે આપણે જાગૃતિ રાખવી જ જોઈએ. અહીં જાગૃતિ મંદ કરાય નહીં. ભલે કારખાનાનું જે થવું હોય તે થાય. કારખાનાનું બીજું કશું થવાનું નથી, ‘વ્યવસ્થિત'ની બહાર. પણ ગભરાવાની જરૂર નહીં.
આ છે તિર્વિકલ્પ વાણી ! આ નિર્વિકલ્પી વાણી છે. એ વાણી નિર્વિકલ્પની છે અને એમની પાસે બેસીએને, તો બધા દુ:ખ શાંત, શમી જાય. જગત વિસ્મૃત થઈ જાય.
કેટલાક માટે આપણને લાગે કે “ઓહોહો ! આ ભઈ કેટલા સુખી છે !' પણ તેમને અંદર પાર વગરનું દુ:ખ હોય. દુઃખ બધે ખરાં. એક જ્ઞાની પુરુષ એકલાને દુઃખ ના હોય. દુઃખ હોય તો વાણી સારી ના નીકળે. ઘા પડેલી વાણી નીકળે. ટેન્શનવાળી વાણી નીકળે.
દાદાશ્રી : હા, સારી ભાષામાં. પણ એ ભાષા પર કાબુ નથી, ભાષા ઉપર આધાર રાખતું નથી. વેલ્ડિંગ બહુ ઊંચું અને આ હૃદયસ્પર્શી વાણી. એક શબ્દથી તો કેટલાંય રોગ નીકળી જાય સામા માણસના, એવા વેલ્ડિંગ !
તમારે દુ:ખ પડેલાં ને ? હૈ, તમને હઉં ?! તારા પાડોશમાં લોકો બધાં સુખી છે ને ? એ લત્તો બધો સુખી ને ?
ભગવાન” “અમને' વશ ?' પ્રશ્નકર્તા : આપની નિખાલસ વાણી ને નિખાલસ હાસ્ય, એનું રહસ્ય શું છે ?
દાદાશ્રી : ભગવાન મને વશ થઈ ગયા છે. આખા ચૌદ લોકનો નાથ, જે બ્રહ્માંડ, જેને આખું જગત માની રહ્યું છે તે એ ભગવાન મને વશ થઈ ગયેલા છે.
અમે સ્વતંત્ર સુખ ભોગવી રહ્યા છીએ. તમારો ઉપરી જ મેં કોઈ જોયો નથી. મારો ઉપરી વર્લ્ડમાં (જગતમાં) કોઈ નથી અને જે ભગવાન છે એ તો મને વશ થઈ ગયેલો છે. શા માટે વશ થઈ ગયેલો ? મારી ગરજે કે એમની ગરજે ? એમની ગરજે વશ થાય મને. હું તો ‘એ ઉપરી છે, તે સારા છે' એમ કહું. પણ એ જાય ક્યાં હવે ? એમને જે કામ કરવું છે, તે શી રીતે કામ થાય ?
પ્રશ્નકર્તા : એમને શું કામ કરવાનું છે, દાદા ?
આ તો કુદરતી ગીફટ !! અમારી વ્યવહારિક વાણી સિવાય જે બધી વાતો અમારી હોય ને, એને કોઈ રોકી શકે નહીં. ત્રિકાળ સત્ય ! હું આ જ્યારથી બોલું છું ને, ત્યારથી એકે ય શબ્દ ચેકવો જ નથી પડ્યો. આ હું બોલું છું ને, ત્યારથી શબ્દ શબ્દ સાચો છે. તો આ મારું ડહાપણ છે ? આપણું આ વિજ્ઞાન,
Page #135
--------------------------------------------------------------------------
________________
૨૬૬
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : આ જગતના લોકોનું જે કલ્યાણ થવાનું છે, એમનું જે કામ કરવાનું છે, તો એને માટે વાણી કોણ બોલે ? જ્ઞાન કોણ આપે ? એમનામાં વાણી છે નહીં. આ ટેપરેકર્ડ બોલ્યા કરે છે. વાણી કેવી જોઈએ ? માલિકી વગરની વાણી હોય તો જ મોક્ષ થાય.
મહીં જે બેઠા છે દાદા ભગવાન, એ મારા પણ ભગવાન છે. પણ એ ઉપરીપણું ના કહે છે, “તમે મારા ઉપરી.” મેં કહ્યું, ‘કેમ એમ ?” ત્યારે કહે કે “તમે મને બહુ દહાડા ઊપરી તરીકે ભજ્યો છે. માટે હવે મારે તમને ઉપરી તરીકે રાખવાના કે તમે આ લોકોનું કલ્યાણ કરો.' મેં કહ્યું, ‘તમે કલ્યાણ કરોને.' તો કહે છે, “મારાથી શી રીતે કલ્યાણ થાય ? મારે તો વાણી નહીં, કશું ય નહીં.’ એટલે ભગવાને અમને ઉપરીનું પદ જાતે આપ્યું. તેમણે કહ્યું કે “અમે પાત્ર શોધતા હતા, તે અમને તમારામાં દેખાયું. અમે તો હવે સંપૂર્ણ વીતરાગ થઈ મોક્ષમાં બેઠા છીએ. હવે અમે કોઈનું ય કાંઈ ધોળી ના શકીએ. માટે તમે પ્રગટ સ્વરૂપે સર્વ શક્તિમાન છો. દેહધારી હોવા છતાં સંપૂર્ણ વીતરાગ છો. તેથી અમે તમને અમારું ય ઉપરીપણું આપીએ છીએ ! ને તમે જગતનું કલ્યાણ કરો !” તે અમે ભગવાનના ય ઉપરી થયા છીએ ! ચૌદ લોકના નાથના, અમે આજે ઉપરી છીએ. સર્વ સિદ્ધિ સહિત આ જ્ઞાનાવતાર પ્રગટ્યો છે ! મૂઆ, તારો દીવડો સળગાવીને ચાલતો થા, બહુ ફૅદ ફૈદ ના કરીશ. - ભગવાને જાતે કહ્યું છે કે “અમે જ્ઞાનીને વશ છીએ !' ભગતો કહે છે કે, “અમને ભગવાન વશ છે' તો ભગવાન તેમને કહે, “ના, અમે તો જ્ઞાનીને વશ થયા છીએ.” ભગતો તો ગાંડા કહેવાય. શાક લેવા નીકળે ને થબાકા પાડવા બેસી જાય. છતાં ભગતમાં એક ગુણ છે કે બસ ‘ભગવાન, ભગવાન’ એક જ ભાવ. એ ભાવ એક દહાડો સત્ય ભાવને પામે છે, ત્યારે ‘જ્ઞાની પુરુષ” મળી જાય, ત્યાં સુધી ‘તું હી તું હી’ ગાયા કરે અને ‘જ્ઞાની પુરુષ' મળી જાય તો “હું હી, હું હી’ બધે ગાય ! ‘તું' ને ‘હું જુદા છે, ત્યાં સુધી માયા છે અને ‘તું’ ‘ગયું, ‘તારું-મારું ગયું એટલે અભેદ થઈ ગયા !
ભગવાન તો કહે છે કે, “તું” ય ભગવાન છે. તારું ભગવાનપદ સંભાળ, પણ ના સંભાળે તો શું થાય ? પાંચ કરોડની એસ્ટેટવાળો
વાણીનો સિદ્ધાંત
૨૬૭ છોકરો હોય, પણ હોટલમાં કપ-રકાબી ધોવા જાય ને એસ્ટેટ ના સંભાળે તેમાં કોઈ શું કરે ?! મનુષ્ય પૂર્ણરૂપે થઈ શકે છે, મનુષ્ય એકલો જબીજા કોઈ નહીં, દેવલોકો ય નહીં !
શ્રીમદ્ રાજચંદ્ર શું કહ્યું? કે જેને ભગવાન વશ થઈ ગયા છે, એવા જ્ઞાની પુરુષ એમને ક્યા ક્યા ગુણો ના હોય ? ગર્વ, ગારવતા, અંતરંગ સ્પૃહા ના હોય, ઉન્મત્તતા ના હોય.
પ્રશ્નકર્તા : એ પણ સૂક્ષ્મરૂપે પડી રહે. પણ એ બહુ ઊંચે જાવ ત્યારે એ જાય. ત્યાં સુધી ના જાય.
દાદાશ્રી : પણ એ જતા રહ્યા પછી જ જ્ઞાની કહેવાય. એ જતા રહ્યા પછી જ અમે કહીએ કે આ ટેપરેકર્ડ બોલે છે.
અમારી વાણી સંપૂર્ણ વીતરાગ હોય, સ્યાદ્વાદ હોય. વીતરાગને ઓળખવાની સાદી રીત તેની વાણી છે. જેટલું તમારું ઝવેરીપણું હશે, તેટલી આની કિંમત થશે. પણ આ કાળમાં ઝવેરીપણું જ ક્યાંય રહ્યું નથી. મુંઆ, પાંચ અબજના હીરાની કિંમત પાંચસો રૂપિયા કરે છે, ત્યારે હીરાને જાતે બોલવું પડે કે મારી કિંમત પાંચ અબજની છે. તેમ આજે અમારે જાતે બોલવાનો વારો આવ્યો છે કે અમે ભગવાન છીએ ! અરે, ભગવાનના ઉપરી છીએ, સંપૂર્ણ વીતરાગ !
તા ચાહશો, ‘અમને' પણ ! છતાં અમને ય ચાહવાની જરૂર નથી ને કોઈને ય ચાહવાની જરૂર નથી. આ ચાહ્યા તેથી તો આજ્ઞા નથી પળાતી ને ! મારી જોડે ય ચાહ જોઈએ નહીં ને કોઈની જોડે ય ચાહ જોઈએ નહીં. આ ચાહવાથી આજ્ઞા ઊડી જાય, આ તો સંતો જોડે ચાહ રાખશે, પણ પાછું સ્ત્રી જોડે ચાહ નહીં ? એ ય જરૂર નહીં. એ ચાહ શેને માટે ? પાછું મારા શબ્દો પર ચાહ, એનો અર્થ જ શો છે ?
પ્રશ્નકર્તા : શબ્દોની અંદરના અર્થને ? દાદાશ્રી : ના, એમાં અર્થ જ નથી હોતો. આ તો પેલાં માની લે
Page #136
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૨૬૯ પ્રશ્નકર્તા : આપ બોલ્યાને ‘જેની આજ્ઞા પાળવી છે, એનું અનન્યપણું થવું જોઈએ.’ એ સમજાવો.
૨૬૮
વાણીનો સિદ્ધાંત છે એટલું જ. આપણને એ શબ્દો પર રાગ છે અને એ રાગ છે તેને લઈને આ બધી આશા ના પળાય. એટલે આ શબ્દો બધાનો રાગ છોડી દેવાનો. પછી દાદાના શબ્દો હોય કે ગમે તેના શબ્દો હોય, કશું વળે નહીં. આ શબ્દો ઉપરનો પ્રેમ તો સ્થૂળ પ્રેમ છે, એ નકામો છે, આસક્તિવાળો છે. એ આસક્તિ ના છોડે ત્યાં સુધી મૂળ જ્ઞાનને ટચ ના થવા દે. તે આને શું કરવાનું ? દાદાના શબ્દો હોય કે ગમે તેના શબ્દો હોય, તેને શું કરવાનું?
પ્રશ્નકર્તા : જે પ્રેરણા સ્વરૂપ છે, જ્યાંથી શબ્દો આવે છે, એની કિંમત છે, શબ્દની કિંમત નથી.
દાદાશ્રી : શબ્દો ટેપરેકર્ડ જ છે ખાલી. કોઈ જગ્યાએથી આવતા નથી. તે આને ગા ગા કરીએ, તેનો શો અર્થ છે ? એટલે આ બધો શબ્દમોહ જતો રહે છે, તો દહાડો વળે. શબ્દમોહ એ માણસ પર મોહ કરાવડાવે છે, પક્ષપાતી રાખે છે. અને પક્ષપાત હોય તો દહાડો ના વળે. એટલે દાદા ઉપરનો ય મોહ, મેં ના પાડેલી છે. આ દેહ પર મોહ નહીં રાખવાનો.
પ્રશ્નકર્તા : અમે બહુ નાના છીએ ને, એટલે આવું થવાનું.
દાદાશ્રી : નાના નથી. સહુથી મોટા છો. પણ શી ભૂલ થઈ રહી છે, તે દેખાડું છું. એ જો ભૂલ ભાંગે તો ફર્સ્ટકલાસ થઈ જાય. નાનામોટા હોય નહીં આમાં. આ આવડાં આવડાં બચ્ચાંને કુરકુરિયાં કહેવાય. એ પણ જ્ઞાનમાં રહે છે, એને કુરકુરિયાં ના કહેવાય ?
પ્રશ્નકર્તા : અમારાથી ના કહેવાય એવું.
દાદાશ્રી : હા, પણ મારે તો કુરકુરિયાં જ ને ! એટલે આ દાદા પાસે પાંચ આજ્ઞા પાળવામાં કંઈ અઘરી નથી. ફક્ત જેની આજ્ઞા પાળવી છે, તેમાં અનન્ય આવવું જોઈએ. તમારે બીજું કશું કરવાનું નહીં. તમારે તો અનન્યતા કરી કે ચાલ્યું પછી. આ તો પાણી વચ્ચે આટલો પથરાનો ટુકડો પડી રહ્યો છે, તે ખસેડવાની જરૂર છે. બસ, બીજું કશું નહીં. તે પાણી ઝપાટાબંધ વહેવા માંડે.
દાદાશ્રી : અનન્યપણું એટલે આપણને એમ મહીં પરંતર પામ્યા હોઈએ, પરંતર કે કંઈક વિશેષતા અનુભવી હોય તો પછી ત્યાં અનન્યપણું કરી નાખવું. અને ના અનુભવી હોય તો ત્યાં અનન્યપણું રહેવાનું જ છે. એટલે અનન્યપણું કરે ને તેની સાથે જ આ પાંદડું ખસેડવાની જરૂર છે અને તમારા જેવાને વાર જ ના લાગે. તમારા જેવાને તો એક પાંદડું ખસેડવાની સાથે જ, એક જ દહાડો જો પાંદડું ખસેડી નાખોને, તમને અનુભવ થઈ જશે.
બાકી આ તો અર્થ વગરનું છે. આ દેહની આસક્તિ શા કામની ? લોકો મને કહે, ‘દાદા, તમને જો જો કરવાનું મન થાય છે.” મેં કહ્યું, ‘ના જોઈશ, અલ્યા. નિદિધ્યાસન ઊડી જશે.’ મહીં કેટલાંક તો જો જો કર્યા કરે. જાણે ફૂદું હોય પણ એ એક પ્રકારનો મોહ છે ને. પણ ત્યાં ય અટકવાનું નથી.
પ્રશ્નકર્તા : આ તો દેરાસર તરીકે જોઈએ છીએ. દાદાશ્રી : પણ મારું કહેવાનું કે ત્યાં ય અટકવાનું નથી.
જયાંથી અનુભૂતિ ત્યાં ખપે અનન્ય ભક્તિ !
અનન્ય એટલે આપણને આ એક સત્ય લાગ્યું હોય એ સત્યને ઠેઠ સુધી પાર ઉતરી, અંદર ઊંડા ઊતરી જવું જોઈએ. બીજાની જોડે સરખામણીઓ પણ ન કરવી જોઈએ. સરખામણી કરવાની સહેલી નથી.
એક માણસ અહીં આગળ આવ્યો, તે સાવ સોનાની જણસ લાવ્યો અને બીજો માણસ છે તે રોલ્ડ ગોલ્ડની જણસ લાવ્યો, એ બેઉને સરખું કહે. તો જાણકાર માણસ એને શું કહે ? સરખું દેખાય ખરું બધું, સરખું અનુભવાય ખરું, પણ એમાં કશું વળે નહીં. અને એટલી બધી હદે કાઢતા આવડે નહીં. માણસનું ગજું નહીં. આ દાદાની વાણી જોડે સરખામણી કરવાની શક્તિ કોને છે ? એક પણ માણસ ખોળી લાવો, જેને આ શક્તિ
Page #137
--------------------------------------------------------------------------
________________
૨%
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૭૧
હોય. સરસ્વતી છે આ તો. પ્રત્યક્ષ સરસ્વતી ! એની શી રીતે સરખામણી કરાય ? આ તો હું જાતે કહું છું. એટલે આ વાણી મારી નથી. ટેપરેકર્ડની વાણી છે. હું એને સરસ્વતી કહું છું. પણ એની સાથે કોઈના એક વાક્યની સરખામણી ના થાય. વર્લ્ડમાં ના થાય આ કોઈ જગ્યાએ. આ તો અજાયબ વાણી છે.
અહીં એક શબ્દ તોલવા જેવો નથી. તોલે તેની બુદ્ધિ મપાઈ જાય. આ પેલા જેવો જ છે, એ જ તોલ કર્યો ! બાકી શબ્દો તો એમાંના જ હોય. શબ્દ કંઈ બીજી જગ્યાએથી લાવવાના છે ? પણ આ શબ્દ ચેતન શબ્દ છે. ચેતન શબ્દ હોય નહીં દુનિયામાં. આ શબ્દ મરેલાને જીવતો કરે ! એટલે આ એક શબ્દ કોઈની જોડે સરખામણી કરવા જેવો નથી. માટે સરખામણી ના કરશો. પણ હવે આ રોલ્ડગોલ્ડ ને પ્યોર ગોલ્ડ એવું. સમજે નહીં ત્યાં સુધી એની જોડે વઢવઢા તો ના જ કરાય ને ?!
મનોહારી, વાણી - વર્તત તે વિનય ! ‘જેનાં વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રમાત્મા.”
પહેલી વાણી જોઈએ, પછી વર્તન જોઈએ અને પછી વિનય જોઈએ, આ ત્રણે મનોહર જોઈએ. જ્ઞાની પુરુષનું વર્તન બધું આપણા મનનું હરણ કરે એવું હોય, વાણી ય મનનું હરણ કરે એવી હોય અને વિનય પણ મનને હરણ કરે એવો હોય. આવડા મોટા જ્ઞાનીપદમાં છે, પણ આપણા કરતાં વધારે વિનય એ રાખે છે. એટલે મનનું હરણ કઈ ચીજ કરે છે ? આ બધું, વાણી, વર્તન ને વિનય છે, એ બધા મનોહર છે, મનનું હરણ કરી લે. અને મનનું હરણ કરી ગયું, પછી માણસને હરણ કરવાની જરૂર છે ?
| વિનયથી તો માણસ શોભે છે. અત્યારે ઉદ્ધતાઈ કરવા જાય કે હું કલેક્ટર છું, ને આમ તેમ.... તો લોક એને ‘ગાંડો છે, ચક્કર છે,’ કહેશે. અહીં સંસારમાં ય ઉદ્ધતાઈ કરવા જેવી નથી. ત્યારે જ્ઞાની પુરુષ એટલે શું કે આખા બ્રહ્માંડના ઉપરી કહેવાય. તે ઉદ્ધતાઈ કરે નહીં. એ તો બાળક જેવા હોય બિચારા. અહીં તો થોડોક મોટો થયો, કલેક્ટર કે
ઓફિસર થયો તો કેટલી છાતી કાઢીને ફરે. એને ઉદ્ધતાઈ કહેવાય.
અને વિનય તો મોટું પદ છે. વિનય હોય તો મોક્ષે જવાય, નહીં તો મોક્ષમાં જવાય નહીં. વિનય વગર મોક્ષ નથી.
પછી વાણી ય એવી જ જોઈએ. કો'કને ઘા વાગે એવી વાણી શું કામની ? આપણે બોલીએ અને જોડેની રૂમમાં બેઠા હોય તેને અહીંથી વાગે. તેના કરતાં પથરો માર્યો હોય તો સારું એવું કહેત. એવું લોકો કહે છે ને ? કે આવું માર્યું તેના કરતાં પથરો માર્યો હોય તો સારું. પથ્થરનો ઘા રૂઝાય બળ્યો. પણ વાણીનો ઘા રૂઝાય જ નહીં. એટલે વાણી ઊંચા પ્રકારની આવવી બહુ મુશ્કેલ છે. એવી વાણી તો સાધુ-સંન્યાસીઓને ય ના આવડે. બીજા બધા લોકો જોડે સારી વાતો કરે. પણ એના શિષ્યો જોડે કંઈ નવી જ જાતનું વર્તન કરે ! શિષ્ય જોડે ચિઢાય તો આવડું આવડું બોલે.
એટલે ઘરમાં કે બહાર, કોઈને ય ઘા કરે નહીં એવી વાણી જોઈએ. એની વાણીથી ઘરમાં એક માણસને ઘા કરે તો એ બે માણસને ઘા કરે કે ના કરે ? એટલે એની પાસે સામાન છે, એ વાત નક્કી થઈ ગઈ. એવો સામાન જ ના જોઈએ. ત્યારે જ્ઞાની પુરુષમાં એ સામાન ના હોય. વાણી-વર્તન ને વિનય બધું મનોહર હોય.
આ તો ઘણું ય બોલવા જાય પણ સમું બોલાય જ નહીં, બળ્યું ! સમું કરી કરીને બોલવા જાય છે પણ બોલી જાય તો પાછો લપકો બોલી જાય.
પ્રશ્નકર્તા: આવું કેમ થાય ?
દાદાશ્રી : એ આપણી સત્તામાં નથીને ! એ રેકર્ડ છે. એ ગયા અવતારમાં તમે જેવી રેકર્ડ ઉતારી હતી, એવી રેકર્ડ વાગે અને જ્ઞાની પુરુષ તો પોતાની રેકર્ડ ધોતા ધોતા ધોતા ધોતા આવેલા હોય. તે એવી સુંદર રેકર્ડ લઈને આવ્યા હોય કે જગતનું કલ્યાણ કરી નાખે.
પ્રશ્નકર્તા : વાણીનું તો કહ્યું, હવે વર્તનનું કહો.
Page #138
--------------------------------------------------------------------------
________________
૨૭૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૭૩
દાદાશ્રી : વર્તન તો કેટલાંકનાં સારાં ય હોય. વર્તન શેના પર છે ? કે એને કેવું જોવાનું મળ્યું છે, એના પરથી વર્તન હોય છે. આપણે ઘેર જેવું જોઈએ એવું જ વર્તન એને આવડે. જરાક છણકો કરીને ચાલવાનું બે-ચાર જણનું જોયું હોય, એટલે ઘરનાં છોકરાં પાછાં એ ય છણકા કરીને ચાલવાનું શીખે. જોયું હોય એવું શીખે. આ વર્તન જોયેલું હોય છે. અને આ નાના છોકરાં મને પગે લાગી જાય છે, તે બીજાનું જોઈ લે, પછી એઝેક્ટ એ પ્રમાણે દર્શન કરે. વર્તન શિખવાડ્યું ના આવડે. જોઈને આવડે. કોઈનું જોવાથી આવડે. આંખે જોવાથી આવડે. એટલે જ્ઞાનીના અભિનયને આમ જોઈએ, એમનું વર્તન જોઈએ, તો એવું બધું આપણું વર્તન ઉત્પન્ન થાય. પણ જ્ઞાની મળ્યા જ ના હોય અને ડફોળ જ ભેગા થયા હોય તો વર્તન કેવું આવડે ? પછી ડફોળ વર્તન થાય. આ જ્ઞાની પુરુષ તો મળે જ નહીં ને !
એટલે સો વખત લખ્યું છે કે જ્ઞાની પુરુષ મળવા દુર્લભ, દુર્લભ, દુર્લભ, દુર્લભ એમ સો વખત દુર્લભ પદ કહ્યું છે. અને કવિએ તો એવું કહ્યું કે સત્યુગમાં જે પુરુષ જડવા મુશ્કેલ છે, જે પુરુષ હોય નહીં, એ આ આવા કાળમાં છે, એ ય અજાયબી છે.
એટલે વાણી જોવી, વર્તન જોવું અને વિનય જોવો. આ ત્રણ જો મનોહર દેખાય તો આપણે જાણવું કે અહીં કંઈક છે. બહાર કપડાં કેવાં પહેરે છે ? એ વાણી, વર્તન અને વિનય એ ત્રણ કપડાં છે. એ કપડાં પરથી જોવું હોય તો ખબર પડે કે આ દુનિયામાં અહીં માલ મળશે કે નહીં, તે આપણને ખબર પડે. જે ખુલ્લાં દેખાય એ કપડાં કહેવાય. વાણી, વર્તન ને વિનય, એ ખુલ્લાં દેખાય કે ના દેખાય ?
આ વાણી, વર્તન ને વિનય જેનાં મનોહર હોય, ત્યાં મોક્ષ થાય. જેની વાણીમાં સ્ટેજ પણ હિંસા હોય, હેજ પણ પક્ષપાત હોય તો મોક્ષ ના થાય. અમારી વાણી નિષ્પક્ષપાતી હોય, એટલે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય. અમારું વર્તન મનોહર હોય ને વિનય તો બહુ ઊંચો હોય.
આ ત્રણ જ શબ્દ છે, આમ દેખાવમાં કશું અઘરું નથી.
હૃદયસ્પર્શી સરસ્વતી ! આ દાદા બોલે છે, તે “હૃદય સ્પર્શી સરસ્વતી’ છે ! આવું કો'ક જ ફેરા બને. વાણી હૃદયે સ્પર્શી ના હોય, એ બધી મનને સ્પર્શીન નીકળેલી બધાની વાણીઓ છે. મનને સ્પર્શનિ નીકળેલી છે એટલે મનની શાંતિ થઈ જાય. પણ દિલ ઠરે નહીં. દિલ ક્યારે કરે ? કે હૃદયે સ્પર્શી વાણી સાંભળવામાં આવે ત્યારે.
હૃદયસ્પર્શી વાણી બોલે, એટલે મારા હૃદયને સ્પર્શીને નહીં, પણ સામાના હૃદયને સ્પર્શે છે. અને મારા તો આત્માને સ્પર્શનિ નીકળે છે. નહીં તો હૃદયમાં તો કોઈનું પેસે નહીં. અને હૃદયસ્પર્શી વાણી હોય એ વાણી બધાને અસર જ કરે. એ વચનસિદ્ધિવાળી વાણી હોય.
એટલે આ વાણી ચૈતન્ય જેટલું બળ આપે. ચેતન જેટલું બળ આપે એટલું જ બળ આ વાણી આપે. કારણ કે ચૈતન્યમય વાણી છે. હવે ચૈતન્યમય વાણી ક્યાંય હોતી જ નથી. પણ આ ચેતનને સ્પર્શ કરીને નીકળે છે એટલે બધું ચૈતન્યમય લાગે છે.
વાણી સમ્યક્ ! પ્રશ્નકર્તા : સમ્યવાણી કહે છે ને, એ ક્યા અર્થમાં ?
દાદાશ્રી : જે વાણી કોઈને દુ:ખ ના આપે, ત્રાસ ના આપે, એ સમ્યકૂવાણી કહેવાય. અને લોકોને ત્રાસ આપે, એ કઠોર વાણી કહેવાય. તમને કઈ વાણી ગમે છે ?
પ્રશ્નકર્તા : સમ્યફવાણી.
દાદાશ્રી : હા. એટલે સમ્યકુવાણીની જરૂર છે. સમ્યવાણી એ તો બહુ ખાસ આરાધવા જેવી છે. જેનાથી કોઈને દુઃખ ના થાય એવી વાણી છે, અને એ જ ભગવાનની મોટામાં મોટી ભક્તિ છે.
સામો કહે કે ‘તમારામાં અક્કલ નથી.” તો પણ આપણે કહેવું કે ભાઈ, અક્કલ જરા પહેલેથી જ ઓછી છે. તમારે જે કામ હોય, તે મને
Page #139
--------------------------------------------------------------------------
________________
૨૭૪
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૭૫ નામ ચારિત્ર. કમ્પ્લીટ મોરાલીટી, એક સેન્ટ પણ ઓછી નહીં ને સેન્ટ સિન્સિયારિટી ઓછી નહીં, એનું નામ ચારિત્ર. એ ચારિત્ર હોય ત્યાં એમનું બધું જ ચાલે.
અમે અત્યારે કોઈને કહીએ કે “આમ કરો.’ તો પછી એ તે પ્રમાણે ચાલવા માંડે. અમે બીડી પીતા હોઈએ, ત્યાં સુધી એમ ના કહેવાય કે ‘તમે બીડી છોડી દો.” પણ અમારે બીડી છૂટી ગઈ હોય, પછી કોઈકને કહીએ તો એની છૂટી જાય. કારણ કે એ અમારા ચારિત્રમાં નથી.
અમારા ચારિત્રમાં કોઈ જ વસ્તુ નથી. આખા જગતનામાં જે છે એમાંની કોઈ વસ્તુ અમારી અંદર નથી. તેથી તો અમે ફોડ પાડી શકીએ, નહીં તો શી રીતે પાડી શકીએ.
કહો ને. મને તો લોક પૂછતા ત્યારે હું કહું કે ‘ભઈ, પહેલેથી જ આ નથી. આ તો તમને આજે ખબર પડી, પણ હું તો પહેલેથી જાણું છું આ !”
ચારિત્ર્યબળતી ઓળખ... “ચારિત્રબળની ઓળખ, સંચારે નીકળેલી વાચા.”
વાચા ય કંઈ જેવી તેવી નથી. સંચારે નીકળેલી એટલે સમતાભાવે નીકળેલી વાણી. સંચાર એટલે ચર ઉપરથી ચાર છે. વાઈબ્રેશન ઊભાં થવાં તે આ સંચાર. શબ્દો વાઈબ્રેશન ઊભાં કરે. પછી ચર ઉપરથી વિચરતી થાય. એના ઉપરથી વિચાર થાય. અને એના ઉપરથી વાણી ઉત્પન્ન થાય.
‘વાણી શું નીકળે છે” એના પરથી ચારિત્રબળ ઓળખાય. વાણીના તો અનેક પ્રકારો છે. કડવી, મીઠી, ખાટી, જાતજાતની, આઘાત કરનારી, પ્રત્યાઘાત કરનારી, ઉપઘાત કરનારી એવી જાતજાતની વાણી.
સંસારમાં પાણી નીકળી, એ ચારિત્રબળની ઓળખ કહેવાય. વાણી મીઠી-મધુરી, કોઈને આઘાત થાય નહીં, પ્રત્યાઘાત થાય નહીં, ઉપઘાત થાય નહીં એવી વાણી. કિંચિત્માત્ર દુઃખ ના થાય એવી વાણી નીકળે ને, તો બધું ચારિત્ર જ છે. દરેક માણસ કેવું બોલે છે, તેના પરથી ચારિત્ર ઓળખાય.
‘ચારિત્રબળ શું છે? તેની ઓળખ શેનાથી થાય ? બીજું કશું જોવાનું નહીં. ભગવા લૂગડાં પહેરે છે કે ધોળાં લૂગડાં પહેરે છે, એ જોવાનું નહીં. ભાષા કેવી નીકળે છે, એના પરથી ચારિત્રબળની ઓળખ થાય.
પ્રશ્નકર્તા : એક વાક્ય ગાંધીજી બોલે અને એક વાક્ય બીજી કોઈ વ્યક્તિ બોલે, તે કદાચ એમના કરતાં ય વધારે સારું હોય, પણ જે ગાંધીજીનો પ્રભાવ પડે. તે એટલો એ વ્યક્તિનો પ્રભાવ ના પડે ને !
દાદાશ્રી : વચનબળ હોય. કારણ કે જેટલું એમનું શીલ, ચારિત્ર, એટલું બધું બળ. એટલે કમ્પ્લીટ મોરાલીટી, કમ્પ્લીટ સિન્સિયારિટી, એનું
Page #140
--------------------------------------------------------------------------
________________
[૪] આદેશ-ઉપદેશ-દેશના
બોધ : ઉપદેશ - સિદ્ધાંત
એટલે અહીં બધું પૂછાય. વર્લ્ડની હરેક વસ્તુ પૂછાય. બધા ખુલાસા થાય અહીં આગળ, એની દવા પણ છે. એકલો ખુલાસો જ નહીં, પણ
એની દવા ય છે અહીં.
પ્રશ્નકર્તા : બોધ, ઉપદેશ અને સિદ્ધાંત. આ ત્રણ શબ્દો સમજાવો.
દાદાશ્રી : મીણબત્તી સળગે નહીં, તો જાણવું કે બોધ જ ન હોય આ. બોધનો તો બહુ ઊંડો અર્થ થાય છે. આ તો અંધારું ઘોર જેવું છે. પણ દીવાસળીથી મીણબત્તી સળગાવી આપે ત્યારે જાણવું કે બોધ આપ્યો. એટલે સામાને પ્રકાશ ઉત્પન્ન થવો જોઈએ. બોધ આપનાર બોધ આપે તો સામાને પ્રકાશ ઉત્પન્ન થવો જોઈએ. અને પ્રકાશ ના ઉત્પન્ન થાય તો, એ ય અંધારું છે અને આ ય અંધારું છે.
પ્રશ્નકર્તા : બોધમાં સાધનની કે નિમિત્તની જરૂર પડે ?
દાદાશ્રી : એ તો બોધ આપનાર માણસ તો હોય જ ને ! બીજું
વાણીનો સિદ્ધાંત
કોણ નિમિત્ત ?! મીણબત્તી દીવાસળીથી સળગાવો અને મીણબત્તી સળગી એટલે આપણે કહીએ ને, કે ‘ભઈ, આણે મીણબત્તી સળગાવી.’ નહીં તો ય મીણબત્તી સળગે એવી જ હતી. લોકો બોધ આપે છે ને, તે કહે, ‘મારો બોધ નકામો ગયો.’ અલ્યા તું છે જ નકામો ને ! નહીં તો બોધ શી રીતે નકામો જાય ? મીણબત્તી સળગ્યા વગર રહે નહીં. અને જેને આત્મા હાજર છે, તે બધી મીણબત્તીઓ જ છે.
પ્રશ્નકર્તા : બોધ, પછી એમાં ઉપદેશ શબ્દ છે.
દાદાશ્રી : બોધ જુદી વસ્તુ છે અને ઉપદેશ જુદી વસ્તુ છે. ઉપદેશ સળગે કે ના ય સળગે અને બોધ સળગવો જ જોઈએ. બોધ બહુ કિંમતી વસ્તુ છે અને બોધ આપવાનો અધિકાર કોને છે ? ફક્ત જ્ઞાની એકલાંને જ. ઉપદેશ આપવાનો અધિકાર, તે જ્ઞાનીથી નીચેની કક્ષાના હોય તો ચાલી શકે.
૨૭૭
પ્રશ્નકર્તા : હવે, ‘સિદ્ધાંત’ શબ્દ સમજવો છે.
દાદાશ્રી : સિદ્ધાંત ! જેમાં એક સેન્ટ જેટલો વિરોધાભાસ ના હોય અને ત્રણે ય કાળમાં એ બદલાય નહીં. બીજું બધું બદલાયા કરે, પણ સિદ્ધાંત ના બદલાય. અનંતકાળથી એ બદલાય નહીં. તીર્થંકરો બદલાય, બીજું બધું બદલાય, પણ સિદ્ધાંત ના બદલાય.
બે માર્ગ ધર્મના. એક ઉપદેશ માર્ગ અને બીજો સિદ્ધાંત માર્ગ. ઉપદેશ માર્ગ, વાળી લેવાય એવા અહંકારથી હોય. ઉપદેશવાળાને, વાળી લે એવો અહંકાર હોવો જોઈએ અને સિદ્ધાંત, અહંકારરહિતપણે હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી ઉપદેશબોધ પરિણામ ન પામ્યો હોય, ત્યાં સુધી સિદ્ધાંતબોધ સમજાય નહીં ને !
દાદાશ્રી : પણ સિદ્ધાંતબોધ તો બાળકને સમજાય એવી વસ્તુ છે. આ ‘બધા’ સિદ્ધાંતબોધ સમજી ગયા ને ! આ ‘બધા' ઉપદેશબોધ તો જાણતાં જ નથી ને સિદ્ધાંતબોધને સમજી ગયા.
Page #141
--------------------------------------------------------------------------
________________
૨૭૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૭૯
પ્રશ્નકર્તા: ક્રમિકમાર્ગમાં એવું કહેવામાં આવે છે કે ઉપદેશબોધ જ્યાં સુધી પરિણામ નહીં પામ્યો હોય ત્યાં સુધી સિદ્ધાંતબોધની સમજણ નહીં પડે.
દાદાશ્રી : પણ ઉપદેશ તો અનંતકાળથી સાંભળ સાંભળ કરીએ જ છીએ ને ! સિદ્ધાંત કે' દહાડે આવ્યો ? કોને ઘેર આવ્યો ? ઉપદેશ એકવચનીય છે, બહુવચનીય નથી અને લોકોએ બહુવચનીય કરી નાખ્યું. ઉપદેશ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. આ તો બહુવચનીય કરી નાખ્યું ત્યારે પેલામાં શું રહ્યું ? અને સિદ્ધાંત તો, ઉપદેશ કશું ય ના સમજતો હોય તેને ય સમજણ પડે.
પ્રશ્નકર્તા : ઉપદેશ એકવચનીય અને સિદ્ધાંત બહુવચનીય, એટલે શું? એ સમજવું છે.
દાદાશ્રી : એવું છે ને, ઉપદેશ એકવચનીય છે, એટલે કાઢી નાખવા જેવી વસ્તુ નથી, એવું કહેવા માગીએ છીએ. અને સિદ્ધાંત, એમાં જ જીવન કાઢવા જેવી વસ્તુ છે. આ બહુવચનીયનો અર્થ. ઉપદેશ કાઢી નાખવા જેવો હોય તો તો બહુ ઊંધું થાય. લોકોએ એકવચનીયને બહુવચનીય કર્યું, એટલે પેલું રહી ગયું અને ભટક ભટક કરે છે. એકવચનીય હોય, તેને બહુવચન ના કરી નાખવું જોઈએ.
સિદ્ધાંત, તેની જ કિંમત. આ શું છે, તે શું, આ શું, તે શું, એ બધું પૂછો એટલે ઉકેલ આવી ગયો. તમને અનુભવ થાય તો પૂછો અને અનુભવ થવા માટે અમે પહેલાં તમારાં પાપો ભસ્મીભૂત કરીએ. શેનાથી પાપો ભસ્મીભૂત થાય ? જ્ઞાનાગ્નિથી. એ ભસ્મીભૂત થાય એટલે તમને એમ ઠંડક લાગે ને ! આ બધી આમ જાગૃતિ રહે એટલે તેમને સમજાય કે ધેર ઈઝ સમથિંગ. એને તમે શું કહો ? “કંઈક છે' એવું કહો ને ? ‘કંઈક છે', એનું નામ દર્શન. અને ‘આ છે', એનું નામ જ્ઞાન. પછી ડીસાઈડ કરવાનું.
પ્રશ્નકર્તા : સિદ્ધાંતનો કોઈ સાદો ઘરગથ્થુ દાખલો આપો. દાદાશ્રી : સિદ્ધાંત એટલે “આત્મા’ અંદર જુદો છે, “તું” પણ જુદો છે
અને ‘દેહ પણ જુદો છે. પેલું છે તે કર્તાભાવથી દેહાધ્યાસ ઘટાડતા ઘટાડતા જવાનું. ત્યાં જો ‘આત્મા જુદો છે” એવું બોલવામાં આવે ને, તો બધું આખું ઊંધું જ થઈ જાય, એટલે ત્યાં બધા ‘આ જ આત્મા’ એવું માનીને જ ચાલે. તો જ એ ત્યાગ કરી શકે. નહીં તો ત્યાગ કરી શકાય નહીં ને ! અને સિદ્ધાંતમાં તો કશું ય નહીં, આ ચોખ્ખચોખ્ખું. આ બે ફાડિયાં. તેથી તો કલાકમાં પાર આવે. પણ અક્રમ કોણ આપી શકે ? સિદ્ધાંત કોણ આપી શકે ? કે જે આત્માને સંપૂર્ણ પર્યાયથી જાણી શકે અને તે પાછી થિયરી ના ચાલે. થિયરમ જોઈએ. થિયરી તો પુસ્તકમાં હોય.
વ્યાખ્યાઓ, ફોડકારી ! પૂછો ને ! બોલો, બોલો ને ! અહીં કશી ફી લેવાતી નથી, પુછવાની ફી નથી. ખોટું પુછાશે તો ય વાંધો શો છે ? ભૂલ થશે તો કંઈ વાંધો છે આપણે ? તો હું સમું કરી આપીશ. અને એક શબ્દ ઉપર તો કેટલી બધી વાત નીકળે, ઘણી વખત તો. અને પૂછનાર જોઈએ, તો આ બધાને સાંભળવાનું મળે ને ! તમે ને હું, બે એક જ છીએ. આપણે જુદા નથી. હું ઉપદેશક નથી કે તમે ઉપદેશ સાંભળનાર નથી. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે.
પ્રશ્નકર્તા : આદેશ, ઉપદેશ અને દેશના. એની વ્યાખ્યા કરવી હોય તો કેવી રીતે કરી શકાય ?
દાદાશ્રી : એ ત્રણ શબ્દો છે ગુજરાતીમાં. એક તો એવો શબ્દ છે, આદેશ ! કોઈ બાપજીને વાંદવા ગયો તો બાપજી એને આદેશ આપે, ‘તારે આમ કરવું જ પડશે', એનું નામ આદેશ કહેવાય.
અને બીજો શબ્દ છે, ઉપદેશ ! તે ઉપદેશ બોલે એટલું જ, પછી કંઈ નહીં, કરો-ના કરો, તેનો વાંધો નહિ.
અને ત્રીજો શબ્દ છે, દેશના ! જે વાણીનો માલિક નહીં, તે દેશના કહેવાય. અમારી દેશના કહેવાય. તીર્થંકરોની દેશના કહેવાય !
આદેશ એટલે... પ્રશ્નકર્તા : આદેશ એટલે, એમાં વિગતવારમાં શું હોય ?
Page #142
--------------------------------------------------------------------------
________________
૨૮૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૮૧
દાદાશ્રી : આદેશ એટલે એક જાતનો હુકમ કરવો. આદેશમાં હુકમગીરી હોય, સત્તાગીરી હોય કે “અમે તને આ કહીએ છીએ, તારે કરવાનું જ છે.” એ કહેનાર માણસ એમ કહે છે કે, ‘તારે આટલું કરી લાવવું જ પડશે.’ આમ નામ દઈને કહેશે કે, “ચંદુભાઈ, તમારે આમ કરવું પડશે.' એની પાછળ પોતાનો ઓર્ડર હોય છે, મહીં ઓર્ડરની ભાષા આવી.
પ્રશ્નકર્તા : એટલે આદેશમાં કરાવવાનું દબાણ હોય. દાદાશ્રી : મહીં દબાણ હોય, ઓર્ડરની નજીકનું જ કહેવાય. પ્રશ્નકર્તા ઃ આજ્ઞા જેવું કહેવાય ?
દાદાશ્રી : ના. આજ્ઞા એની હોતી હશે ? એ આજ્ઞાને સમજતો જ ના હોય ને ! આદેશ કરનારો આજ્ઞા જ સમજે નહીં. જે પોતે જ ના સમજે, તો આજ્ઞા શેની કરે ?
આદેશ, ઘરમાં તે ધરમમાં ! જેમ પોલીસખાતાના માણસ હોય ને, તે ઓર્ડર કરે કે ‘આમ કરવું જ પડશે.’ એમ આદેશ દેનાર હોય ને, શ્રર તેની નીચેના પદવાળાને આદેશ કરે. એવા આદેશ કરનારા જોયેલા નહીં ?
પ્રશ્નકર્તા : હા, આદેશ જોયેલા. ત્યાં ઉપાશ્રયમાં લગભગ આદેશ જ હોય છે ને !
દાદાશ્રી : અને આપણા ઘરમાં શું હોય છે ? પ્રશ્નકર્તા : ઘરમાં તો આદેશ જ હોય.
દાદાશ્રી : ‘કેમ અલ્યા, આવું કરે છે? આવું તારે નહીં કરવાનું. તું આમ કરજે, તેમ કરજે.” મા-બાપ બધાં આવું બોલે. એવું બોલતાં નહીં જોયેલું ? એ વાતમાં શું હશે ? ‘કાલથી તારે પાન ખાવાનું નથી.” એને શું ઉપદેશ કહેવો કે આદેશ કહેવો ?
પ્રશ્નકર્તા : એ આદેશાત્મક થયું.
દાદાશ્રી : હા, એવા ત્યાં ગુરુઓ ય હોય છે. મિથ્યાત્વ દશામાં આજે ઉપદેશ અપાય છે ને, એ ઉપદેશ નથી. એ આદેશ છે. ‘તમે આ છોડી દો, તમે ફલાણું છોડી દો, બીડી છોડી દો.” એવું વ્યક્તિગત રીતે કહેતા હોય, તો એ આદેશ કહેવાય. “આજથી તારે બટાકા ખાવાના નહીં.’ ત્યારે પેલો કહેશે, “સાહેબ, મને બટાકા સિવાય બીજું કશું શાક ભાવતું નથી.” ત્યારે સાહેબ કહેશે, ‘હું તમને ના કહું છું ને, કે તારે ખાવાનું નહીં.” એ આદેશ કહેવાય.
કેટલાંક માણસો એમ કહે, ‘તમારે લીલોતરી છોડવી જ પડશે.” એ આદેશ કહેવાય. એમાં ઓર્ડર કરે છે. આદેશ કોણ આપે ? મિથ્યાત્વી. વળી આંગળી કરીને કહે. તે આદેશમાં આંગળી નથી હોતી. આંગળી તો બહુ ભારે કહેવાય. આદેશથી આગળ જાય. તે આદેશ બંધ થઈ ગયો આ લોકોને. એથી ય આગળ ગયો આદેશ તો. સડી ગયેલો આદેશ, પછી ગાઢ આદેશ, અવગાઢ આદેશ, ને બધું કહે છે ને !
ઓર્ડર તો કોતો મતાય ? પ્રશ્નકર્તા : અમે જે ધર્મ પાળીએ છીએ, તેમાં અમને અમારા ધર્મગુરુઓ ઓર્ડર આપ્યા કરે છે કે “તમારે કાંદા નહીં ખાવા, રાત્રિભોજન નહીં કરવું, આમ નહીં કરવું, તેમ નહીં કરવું, ક્રિયાકાંડ કરવાં, તપ
કરવાં.'
દાદાશ્રી : એવું છે ને, ઓર્ડર કોનો મનાય ? કે જેના કષાય ખલાસ થઈ ગયા હોય તેનો ઓર્ડર મનાય. કષાયવાળાનો ઓર્ડર ના મનાય. કષાયવાળો પોતે જ ગુનેગાર છે, તો બીજાને ઓર્ડર કરી શકે કેવી રીતે ? ઓર્ડર તો, મહાવીર ભગવાનની મનાય અગર તો જ્ઞાની પુરુષનો મનાય. આ બે સિવાય કોઈનો ય ઓર્ડર ના મનાય. ત્યારે એ ઓર્ડર કરે નહીં ને ! જેનામાં પોતાનો ગુનો નથી અને પોતાના ગુનાને જે જાણે છે, તેનો ઓર્ડર મનાય.
અણસમજણમાં જોખમો !
પ્રશ્નકર્તા : પણ આ બીજા બધા ભગવાનના નામે ઓર્ડર કરે છે
Page #143
--------------------------------------------------------------------------
________________
૨૮૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૮૩
દાદાશ્રી : ના. પણ એ ચાલે નહીં. ‘એનું ફળ શું આવવાનું છે', એ અહીં ઓપનમાં કહેવાય એવું નથી. માટે બહુ ઊંડા ઉતરશો નહીં. બાકી ઓર્ડર કોઈનાથી અપાય જ નહીં. ભગવાનના નામે ય ઓર્ડર ના અપાય. એ પોતે એક અક્ષરે ય ભગવાનનો પાળતો નથી. ભગવાનના શબ્દો પાળવા જોઈએ કે ના પાળવા જોઈએ ? મહાવીર ભગવાને શું કહ્યું કે ‘કષાયરહિત થવું એ જ ધર્મ છે.’
પણ આ તો સમજણ નથી, તેથી ભોળાભાવે બિચારા ઓર્ડર આપે છે. એમાં કોઈનો દોષ નથી. ‘તમે આમ છોડી દો, આમ છોડી દો’ એવું એક અક્ષરે ય બોલાય નહીં. એવું કહેવાય કે ‘ભાઈ, આ છોડવું હિતકારી છે. તમને ઠીક લાગે તો કરજો.’ ‘બટાકા હિતકારી નથી, ભગવાને ખાવાની ના પાડી છે.” એવું તેવું કહેવાય. પછી એને ઠીક લાગે તે કરે.
ઓર્ડરને આધીત જ્ઞાતી ! આદેશ તો લશ્કરનો કમાન્ડર કરે અગર તો રાજા હોય તે કરે. અગર તો સંસારી મોટાં મોટાં માણસો હોય તે કરે, બીજા કોઈથી આદેશ કરી શકાય નહીં. પણ તે અત્યારે બોલે જ છે ને બધાં ?! એવા આદેશ આપે જ છે ને ?! એવા આદેશ કરનારા બહુ જોયેલાને ?
પ્રશ્નકર્તા : ઘણા. બધે કંટાળ્યો ત્યારે તો અહીં ભેગો થઈ ગયો, દાદાને.
દાદાશ્રી : બધાથી કંટાળ્યા હતા ?
પ્રશ્નકર્તા : બધા ઓર્ડર કરતા હતા, તેથી બધેથી કંટાળ્યો હતો. અહીં તમે ઓર્ડર નથી કરતા.
દાદાશ્રી : ના, અમે ઓર્ડર ના કરીએ. અમે જ ઊલટાં તમારા ઓર્ડરમાં રહીએ છીએ ને ! તમે કહો કે, ‘દાદા, અહીં બેસો.’ તો અમે અહીં બેસીએ. તમે ઓર્ડર કરો તો ય અમે બંધાવા ના દઈએ અને છોડાવીએ.
ગુનેગારો એ, તીર્થકરોના ! ‘તમારે આ જ કરવું પડશે ને કર્યા વગર ના ચાલે’ એવું કહે ને, ત્યારથી હું જાણું કે આ જ્ઞાન નથી. જ્ઞાન તો એનું નામ કહેવાય કે ‘આમ કરવું જ પડશે” એવું ના બોલે. કારણ કે કરવાની સત્તા જ કોઈ જીવમાં નથી. એવું તો ભગવાન નથી બોલ્યા ને તમે બોલો છો ? આદેશ કરો છો ? આ આદેશ કરનારા તો ગુનેગાર કહેવાય.
પ્રશ્નકર્તા : કેમ ?
દાદાશ્રી : એ તીર્થકરોના ગુનેગાર કહેવાય. ઉપદેશ કરી શકાય, પણ આદેશ ના કરી શકાય. પણ આપણા લોકો તો આદેશ આપે છે. એમને ક્યાં ખબર છે કે “આ હું આદેશ આપું છું.’ આદેશની જોખમદારીની ખબર છે ? જો કદી તીર્થકર ભગવાનને કહીએ કે, સાહેબ, તમે એક આદેશ તો આપો.” ત્યારે એ કહે, ‘નહીં, આદેશ આપવો મહાન જોખમદારી છે. અમારાથી આદેશ ના બોલાય.’ આદેશ આપનારો બહુ મોટો અહંકારી કહેવાય.
ડર્યા ત્યાં, જ્ઞાતીઓ પણ ! તેથી કૃપાળુદેવે ચોખ્ખું લખ્યું છે ને ?
‘અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશની વાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે. અને ઉપદેશ વાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેનો ઉદય નથી.”
“અમે કોઈને આદેશ વાત, એટલે “આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછો તો પણ, તે સ્મૃતિમાં હોય, તે અમારા સંગમાં આવેલા કોઈ જીવને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તી કે આમ કરો. માત્ર શિક્ષાબોધ તરીકે કહ્યું છે.”
એટલે કૃપાળુદેવે પણ કોઈ જગ્યાએ આદેશ વાત કરી જ નથી, કોઈ દહાડો ય નહીં. કોઈ પત્રમાં નથી કરી.
Page #144
--------------------------------------------------------------------------
________________
૨૮૪
આ આદેશનો અર્થ તમને સમજાયો ?
પ્રશ્નકર્તા : હા, હવે એ સમજાય છે.
ઉપદેશ એટલે...
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : પછી, ઉપદેશમાં કેવું હોય ?
દાદાશ્રી : ઉપદેશ વસ્તુ જુદી છે. એમાં હુકમ હોતો નથી. ઉપદેશવાળા આદેશ કરે નહીં. ઉપદેશ કરનારાઓથી ઉપદેશ થઈ શકે. ઉપદેશમાં અહંકાર હોય, પણ ઓર્ડર નહીં. બધાને, કોઈનું નામ દીધા વગર કહ્યું કે, ‘ભઈ, આ પ્રમાણે કરવા જેવું છે.’ તો એ ઉપદેશ કહેવાય.
ઉપદેશ એટલે શું ? સામાન્યભાવે બધાને કહેવું. સહુ સહુને જેટલું અનુકૂળ આવે, એ પ્રમાણે ગ્રહણ કરે. હું બોલું અને તમને અનુકૂળ આવે, તે પ્રમાણે એનો અર્થ સમજીને કરો. આમાંથી તમે જે સાર ગ્રહણ કરો, એ પ્રમાણે છોડો યા ના છોડો, એમાં મારાથી બોલાય નહીં. એવું બોલવું એટલે આદેશ થઈ જાય. ઉપદેશવાળો એવું બોલે નહીં. ઉપદેશવાળો એટલું જ કહે કે આ કરેક્ટ છે અને આ ઈન્કરેક્ટ છે.
વિવેક આચરે, કર્તાભાવે !
પ્રશ્નકર્તા : ઉપદેશમાં ચેતનતા ના હોય !
દાદાશ્રી : ઉપદેશમાં ચેતનતા હોય જ નહીં ને ! ઉપદેશમાં ચેતનતા હોય તો, તેને ઉપદેશ કહેવાય જ કેમ ? ઉપદેશમાં ચેતનતા હોતી હશે ? ચેતનતા તો આદેશમાં ય ના હોય. ચેતનતા શબ્દમાં હોય નહીં, વર્લ્ડમાં ય. શબ્દ બોલે છે, ભાષા બોલે છે, ત્યાં ચેતનતા ના હોય.
ઉપદેશમાં વિધિપૂર્વકનું હોય કે ‘ભઈ, આમ કરજો, આમ કરવા જેવું છે, આ કરવા જેવું નથી. આમ શોભે, આમ ના શોભે.' એટલે એ પોતે કર્તા અને બીજાને ય કર્તા બનાવે કે તું ય કર્તા થા અને હું ય કર્તા
થઉં. એટલે બોલનારનો ય કર્તાભાવ હોય અને સાંભળનારનો ય કર્તાભાવ હોય, ત્યાં ઉપદેશ છે.
વાણીનો સિદ્ધાંત
૨૮૫
પ્રશ્નકર્તા : સાંભળનારનો કર્તાભાવ હોય ?
દાદાશ્રી : એમણે જે શીખવાડ્યું હોય, એ પેલો કરે. પોતે કર્તા હોય ને પેલાને ય કરવાનું કહે. પોતે આચાર પાળે અને બીજા પાસે
પળાવડાવે.
પ્રશ્નકર્તા : આમાં તો એને ક્રિયાની રીતની સમજણ પાડવામાં આવે
છે ને ?
દાદાશ્રી : હા, શી રીતે એ કરી શકે, એ રીત સમજાવે છે. અને પેલો રીત સમજી જાય છે એટલે કરવા માંડે છે અને એ બાપજીને ય
પેલા ઉપરવાળાએ શીખવાડ્યું હોય, તે બાપજી કરે.
ઉપદેશ, ત્યાં માય સ્પીચ !
ઉપદેશ તો અહંકારહિત કરી શકાય. નહીં તો એમ ને એમ અહંકાર વગર ઉપદેશ ના અપાય. પોતે અહંકારવાળો હોય, તે ય ઉપદેશ આપી શકે અને અહંકાર ઓછો થયેલો હોય તો ય ઉપદેશ આપી શકે. કંઈક એમને અહંકાર હોય તો જ ઉપદેશ આપે ને !
‘હું આ વ્યાખ્યાન કરું છું, મારો ઉપદેશ છે આ.' અને પછી વ્યાખ્યાન કરે. ઉપદેશ છે તે માલિકને ય પહોંચે અને સાંભળે તેને ય પહોંચે. આ ઉપદેશ બોલનાર “ધીસ ઈઝ માય સ્પીચ’ એમ કહે છે. પછી ‘હું કેવું બોલ્યો હતો’ એવું હઉ કહે. ‘સારું બોલ્યા’ એમ જાણીને તો ખુશ થઈ જાય.
પ્રશ્નકર્તા : ‘કેવું લાગ્યું’ કહે.
દાદાશ્રી : હા. ‘કેવું લાગ્યું' એમ કહે. એટલે ઉપદેશમાં અહંકાર અને મમતા બેઉ હોય.
જોડે સમ્યક્ દ્રષ્ટિ જોઈએ !
હવે એક બાજુ સમકિત થયેલું હોય, આત્મા પ્રાપ્ત કર્યો હોય ને થોડો અહંકાર બાકી હોય, ત્યારે એ ઉપદેશ આપી શકે. એટલે સમકિત
Page #145
--------------------------------------------------------------------------
________________
૨૮૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૮૭
ચલાવવું પડે. તો તેમાં શું ખોટું છે ?
દાદાશ્રી : આ ન હોય વેજીટેબલ ! સાંભળનારનું તો જે થવાનું હશે, તે થશે. પણ એને પોતાને જ આની જવાબદારી છે ને ?
વ્યવહારમાં જોખમો ઓછાં ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં ય બધા ઉપદેશ આપે, એનું શું ?
દાદાશ્રી : વ્યવહારમાં જોખમદારી નથી. એ માણસ કોઈ ડિગ્રીધારી નથી. જોખમદારી તો ડિગ્રીધારીને હોય. ઉપદેશ આપવાની ડિગ્રી જે ધરાવતો હોય ને, ત્યાં લોકો સો ટકા એની વાત સત્ય માની લે. એટલે લોકો ઊંધા ચાલે. એની જોખમદારી પેલા લોકોને આવે છે.
પણ અહંકારી હોય, તો એનો ઉપદેશ કામનો.
આદેશ તો સમક્તિ વગર જ હોય, મિથ્યાત્વમાં હોય. અને પેલું ઉપદેશ તો, છઠ્ઠા ગુંઠાણામાં સમકિત થયા પછી પોતે ઉપદેશ આપે. એટલે અહંકારથી ઉપદેશ આપે. પણ સામાના કલ્યાણ માટે આપે. એ છઠ્ઠા ગુઠાણામાં જે આચાર્યો છે અત્યારે બીજા ક્ષેત્રમાં ખરાં, એ ઉપદેશ આપે. બાકી જ્યાં મિથ્યાત્વ છે, ત્યાં આગળ ઉપદેશ જ ક્યાં કહેવાય ?
બાકી બહાર જે ઉપદેશ છે, તે તો કામના જ નહીં ને ! ખરી રીતે તો ઉપદેશ આ બધાથી અપાય નહીં. કારણ કે ભગવાનના કહેવામાં નથી આ. ભગવાને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી દ્રષ્ટિ ફરે નહીં, દ્રષ્ટિ સમ્યક થાય નહીં, ત્યાં સુધી આ જે ઉપદેશો આપે છે, એવું કરાય નહીં. જગતને હેલ્પ કોણ કરી શકે ? જેની દ્રષ્ટિ બદલાયેલી હોય, સવળી દ્રષ્ટિ થયેલી હોય, તે હેલ્પ કરી શકે. બાકી અવળી દ્રષ્ટિવાળો કોઈ પણ જાતની વાત કરે, એ હેલ્પ કરી શકે નહીં. એટલે સવળી દ્રષ્ટિ ના થાય ત્યાં સુધી કોઈને ઉપદેશ આપશો નહીં.
એનાથી વધી જવાબદારીઓ ! પ્રશ્નકર્તા : તો થોડુંઘણું જાણનાર માણસોએ ક્યારેય કોઈને પ્રતિબોધ પમાડવો જ નહીં ?
દાદાશ્રી : પણ તે ઉપદેશક તરીકે નહીં. બીજી રીતે કરે. બીજી રીતે વાતો કરો સામસામી. આ તો મોટી છાપ પડે કે ભગવાનનો આ ઉપદેશક, એટલે એના પર વિશ્વાસ, એના બોર્ડ માર્યા, ભગવાનના પ્રતિનિધિ ગણાયા.
પ્રશ્નકર્તા : એ લોકો તો એમ કહે છે કે આ તો અમારા ભક્તોએ બોર્ડ માર્યા છે. અમે થોડા માર્યા છે ?
દાદાશ્રી : ભક્તો શું કરવા બોર્ડ મારે તે ? લૂગડાં તો એમણે બદલ્યાં, એ બોર્ડ કહેવાય અને પાછા ઉપદેશ આપ્યા.
પ્રશ્નકર્તા : પણ જ્યારે સાચું ઘી ના હોય, ત્યારે વેજીટેબલ ઘીથી
અને વ્યવહારમાં તો તમારું સાંભળે કે ના ય સાંભળે. એ જાણે કે “તમારામાં શું અક્કલ છે.’ પણ બાપજીમાં તો એ જાણે કે એમણે કહ્યું એ સો ટકા જ સાચું ! તેથી જોખમદારી આવે ને ! બાકી વ્યવહારમાં કોઈ જાતનો વાંધો નથી.
છતાં દરેક શબ્દ બોલવો જોખમ ભરેલો છે. માટે જો બોલતા ના આવડે તો મૌન રહેવું સારું. ધર્મમાં બોલો તો ધર્મનું જોખમ ને વ્યવહારમાં બોલો તો વ્યવહારનું જોખમ. વ્યવહારનું જોખમ તો ઊડી જાય, પણ ધર્મનું જોખમ બહુ ભારે. ધર્મની બાબતમાં એનાથી બહુ ભારે અંતરાય પડે.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો વગર માંગ્યે જ બધા ઉપદેશ આપે છે.
દાદાશ્રી : હા. અને સામાને વાત અવળી પડે તો તરત કહી દે ને, કે ‘તમે અક્કલ વગરની વાતો કરો છો.’ પણ બાપજીને ના કહેવાય. એ જાણે કે મારી ભૂલ થતી હશે, બાપજી કંઈ ખોટું કહે નહીં.
ચઢો, મંદ કે અકષાયીની દુકાને ! પ્રશ્નકર્તા : ઉપદેશ આપતા હોય, પણ મુક્ત ન થયેલી એવી વ્યક્તિઓ કે સંતો પાસે સાંભળવું, એ સ્વાધ્યાય ગણાય કે કેમ ?
Page #146
--------------------------------------------------------------------------
________________
૨૮૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૮૯
દાદાશ્રી : ભલે મુક્ત ના થયેલા હોય, પણ કષાયો મંદ થઈ ગયેલા હોય તો એની પાસે સાંભળવું. કષાયો મંદ કોને કહેવાય ? કે પોતાને ક્રોધ-માન-માયા-લોભ થાય, પણ સામાને એની ઝાળ ના અડે. એની આંખોમાં ન દેખાય તો ત્યાં સાંભળવું અને આપણે ભૂલથી બોલીએ કે ‘મહારાજ સાહેબ, તમારી વાત મને ના ગમી' ને એ ફેણ માંડે તો આપણે જાણવું કે આ દુકાન આપણી ન હોય. આપણે બીજી દુકાન કરવી. આપણે મહારાજને વઢવું કરવું નહીં. કારણ કે આપણે જાણીએ કે જેની દુકાનમાં જે હોય એ આપે. બીજો માલસામાન ક્યાંથી લાવીને આપે ? એટલે આપણે દુકાન બદલી નાખવી.
કેટલી બધી દુકાનો ! ઓહોહો, આ બજારમાં ઓછી દુકાનો હશે ? આ દુકાનમાંથી પેલી, પેલી દુકાનમાંથી પેલી દુકાનમાં. પણ જે કહે કે, ‘હા, આવી જશે, છ મહિનામાં આવી જશે. તમે આવો.” તો ત્યાં બેસવું.
એમાં કોઈ ઊતરી ગયો, તો છ મહિના જ ગયા. બીજા જિંદગીનાં વર્ષો છે ને મહીં ? એટલે આપણને ખબર પડે કે આ પેલા જેવા જ છેતરનારા બીજાં છે. એટલે આ દુકાન કામની નહીં. પછી આપણને ખબર પડે ને ! એમ કરતાં કરતાં સાચો મળી આવશે.
પ્રશ્નકર્તા : એટલી અવેરનેસ આવવી જોઈએ ને ?
મોક્ષ માટે આ બધું.....' કહ્યું, ‘આમાં મોક્ષની વાત શેની કરો છો તે ? અને આ વ્યાખ્યાનો આપો છો, તે વ્યાખ્યાન ના અપાય તમારાથી. શાના આધારે તમે વ્યાખ્યાન આપો છો ? સર્ટિફિકેટ છે તમારી પાસે કોઈ જાતનું ? ઉપદેશ આપવાની લાયકાત ધરાવો છો, એવું લાયસન્સ છે તમારી પાસે ? ત્યારે એ કહે છે, “કેમ એવું પૂછો છો ?” મેં કહ્યું, ‘તમને શાસ્ત્રના આધારે પૂછું છું કે કોઈ પણ શાસ્ત્રમાં દેખાડો કે તમને ઉપદેશ આપવાનો અધિકાર છે ?” પછી એ કહે છે, “પણ અમારું આ પદ બધું વિધિપૂર્વક કર્યું છે.' મેં કહ્યું, ‘પણ એ તો તમે માંહ્યોમાંહ્ય ભેગા મળીને એ પદને બધું ખોળી કાઢ્યું છે ને !' ત્યારે એ કહે છે, “અમારે છઠ્ઠું ગુઠાણું ન હોય ?” મેં કહ્યું, ‘આ છઠ્ઠ ગુંઠાણું છે, એ તો વ્યવહારથી છે અને નિશ્ચયથી છઠ્ઠા ગુંદાણાવાળાને વ્યાખ્યાન આપવાનો અધિકાર છે. તમે ક્યાં વ્યાખ્યાન આપવામાં પેસી ગયા છો ?” ત્યારે એ કહે છે, ‘પણ લોકો બધા સાંભળવા આવે છે ને !' મેં કહ્યું, ‘લોકો તો સાંભળવા આવે જ, લોકોનું શું જવાનું છે ? તમારું જશે. ખોટ તમને જવાની છે. સાંભળનારને કશું ય નહીં થાય. સાંભળનાર તો હરે હરે કરશે. એમને ઘેર નથી ગમતું એટલે તો અહીં આવીને બેસી રહ્યા છે. ત્યારે એ કહે છે, ‘કેમ, એમાં શો વાંધો છે ? અમને શી ખોટ જવાની છે ?” મેં કહ્યું, ‘કષાયસહિત પ્રરૂપણા કરવી એ નર્કે જવાની નિશાની છે.” એટલે એ તરત સમજી ગયા ને કહે છે, “એ તો અમે એ જ કરીએ છીએ.’ મેં કહ્યું, ‘આ તો વાત કહી દઉં છું. તમારે જે અનુકૂળ આવે તે કરો ને ! તમારો કંઈ માલિક નથી હું. હું તો કહી છૂટું.
પ્રરૂપણા કષાયસહિત ! આ બોર્ડ સમજવું પડશે કે કષાયસહિત પ્રરૂપણા કરવી એ નર્કની નિશાની !”
દાદાશ્રી : અવેરનેસ જોઈતી હોય તો મારી પાસે આવજો. બીજું શું જોઈએ ? અવેરનેસની જરૂર. અવેરનેસ વગર શું યાદ આવે ? જાગૃતિ પહેલી જોઈએ. તે મારી પાસે આવજો. જાગૃતિ તમને આપીશ.
સમજવા જેવી વાત, પ્રરૂપકોને ! પ્રશ્નકર્તા : પણ એ લોકો ઉપદેશ નથી આપતા. પણ ભગવાને જે કંઈ કહેલું છે, એ જ કહે છે.
દાદાશ્રી : એ બોલવાનો અધિકાર જ નથી. એટલે કેટલાંકને હું પૂછું કે, “સાહેબ, આપ શું શું કરો છો ?” ત્યારે એ મને કહે છે, “બપોરે વ્યાખ્યાન આપીએ છીએ. આટલા બધા શાસ્ત્રો ભણીએ છીએ. અમારા
બહુ સ્ટ્રોંગ વાક્ય બોલું છું. પણ આની પાછળ કરુણા છે અમારી ! અરે, આ નર્ક જવાનું ક્યાંથી ખોળી કાઢયું ? પ્રરૂપણા કરવા બેઠા. (!). જાણે પોતાનું કલ્યાણ થઈ ગયું, તે લોકનું કલ્યાણ કરવા બેઠાં. (!) કષાય ખરા કે નહીં ? કષાય છે અને પ્રરૂપણા કરો છો, તો નર્ક જશો.
Page #147
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
પછી મને કહે છે, ‘અમે તો અત્યાર સુધી પ્રરૂપણા કરી.' મેં કહ્યું. ‘હવે એની માફી માગી આવો, ભગવાન પાસે જઈને. શું જોઈને પ્રરૂપણા કરો છો ? મહીં ઠેકાણું નથી. મહીં તો બોલતાં પહેલાં છંછેડાઈ જાવ છો.’
પ્રશ્નકર્તા : શાંતિ અને સમભાવ રહેવો જોઈએ.
૨૯૦
દાદાશ્રી : હમણે મને ધોલો મારે અને હું છંછેડાઉં, તો પછી હું જ્ઞાની જ કેમ કહેવાઉં ? મને ગાળો ભાંડે, કપડાં કાઢી લે, તો ય પણ જરા મારા મોઢા પર ફેરફાર થાય, તો હું જ્ઞાની કેમ કહેવાઉં ? આખા વર્લ્ડની સમતા જ્ઞાનીમાં હોય. કચડી કચડીને મારે કરે તો ય સમતા રાખે. અને જોડે જોડે આશીર્વાદ આપે !
કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ, જ્યાં સુધી હોય ત્યાં સુધી ઉપદેશ આપવો એ ગુનો છે. કષાયથી પર તો એય નથી. કષાયો તો, અડધા કષાય પણ ગયા નથી હજુ. આખા પૂરા કષાય છે, સંપૂર્ણ કપાયી છે. એ તો જ્યારે છંછેડો ત્યારે ખબર પડે. છંછેડો ત્યારે શું દેખાય ?
પ્રશ્નકર્તા : ક્રોધ આવી જાય.
દાદાશ્રી : ને ફેણ માંડે કે ના માંડે ? બધા સાંભળવાવાળા બેઠેલા હોય, તે ભડકી જાય ને ? ‘હેય, ફેણ માંડી’ કહેશે. એટલે કો'ક ટૈડકાવે તો ફેણ માંડે. જે ફેણ માંડતા હોય, એ ઉપદેશ માટે લાયક હોતા હશે ? ટૈડકાવે, માર મારે, તો ય ફેણ ના માંડે, સમતા હોય, ત્યારે ઉપદેશ અપાય એનાથી. આ તો ફેણ માંડે, હું-હું-હું ! જ્યાં સુધી ‘હું’ ઊભો છે, ત્યાં સુધી એ ઉપદેશ માટે લાયક હોતા હશે ?! જેનામાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં, ‘હું’ દેખાય નહીં ત્યાં વાત સાંભળજો. તો મોક્ષ થશે, નહીં
તો મોક્ષ થવાનો નથી.
એ ‘દેવતા' ‘એતાથી' ના ઝલાય !
કષાયસહિત જે વાણી હોય એ બધી પોઈઝનસ છે અને ઉપદેશ પોઈઝનસ માણસ આપે તો પોઈઝન ફેલાય.
પ્રશ્નકર્તા પણ એ લોકો પુસ્તકોમાંથી - શાસ્ત્રોમાંથી જે જ્ઞાન
વાણીનો સિદ્ધાંત
મેળવે છે, એ પછી પોતાની બુદ્ધિથી થોડો કોઈને ઉપદેશ આપે, એમાં વાંધો શો ?
૨૯૧
દાદાશ્રી : અપાય નહીં. વીતરાગોનો ઉપદેશ ના અપાય, બીજો બધો અપાય. બીજા બુદ્ધિના ઉપદેશ અપાય. વીતરાગોનો ઉપદેશ એ કેવળજ્ઞાનનો ઉપદેશ છે, એ ના અપાય. કોઈ બોલી શકે નહીં. આ ભગવાન મહાવીરનાં વાક્યો ના બોલાય. ગીતા ઉપર બોલો. ગીતા વાસુદેવ નારાયણની છે. વાસુદેવ નારાયણ તો એક અવતાર પછી વીતરાગ જ થવાના. વાસુદેવ નારાયણનાં વાક્યો છે, એ બોલી શકો છો. વાસુદેવ નારાયણનું કહેશો, તેનો અર્થ કરશો તો તમને બહુ અપરાધ નહીં બેસે. પણ અહીં તીર્થંકરોનાં વાક્યોનો જો અર્થ કરશો, તો બહુ અપરાધ બેસશે. એ તો વીતરાગ, સંપૂર્ણ વીતરાગ !
એટલે જોખમદારીનો ખ્યાલ હોવો જોઈએ ને કે ના હોવો
જોઈએ ? એ ખ્યાલ કોને હોય ? વકીલો ગુના જાણે કે આ ગુનો થઈ રહ્યો છે, એની આ જોખમદારી છે. પણ બીજાને શી રીતે ખબર પડે ? આ તો એ લોકોને ખબર નથી કે એમણે ક્યાં જવાનું છે. શું થવાનું છે, તે તો એમને ખબર નથી. છતાં એમાં એમનો દોષ નથી. ભગવાન મહાવીરની આજ્ઞા પાળવી છે, છતાં ફસાયા છે અને અણસમજણથી કરે
છે. એમને ખબર જ નથી કે આ હું શું કરી રહ્યો છું ! પણ કુદરત છોડે
નહીં ને ! ન્યાય તો છોડે નહીં.
પ્રશ્નકર્તા : એક જગ્યાએ એવી રીતે લખ્યું છે કે ‘નહીં દે તું ઉપદેશ, પ્રથમ લેહી ઉપદેશ.’
દાદાશ્રી : પણ એને કુટેવ પડેલી છે ને ! બધાને સમજણ પાડવાની કુટેવ પડી છે. એ પોતે રખડી મર્યો છે અને બીજાને રખડી મારવાની કુટેવ પડેલી છે. ઉપદેશ અપાય નહીં કોઈનાથી.
જ્યાં જાવ ત્યાં પુસ્તક લઈને બેઠા હોય અને ઉપદેશ આપ્યા કરે. અલ્યા, આંકડાની ય સમજણ નથી ને શું કરવા ગા ગા કરે છે અમથો વગર કામનો ?! પણ આ બધી નકે જવાની નિશાનીઓ !!
Page #148
--------------------------------------------------------------------------
________________
૨૯૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૯૩
એમનાથી. એમનાથી સ્વાધ્યાય કરી શકાય. પ્રરૂપણા ના કરાય. ઉપદેશ ના અપાય. ઉપદેશ બોલવો જોખમ છે.
પ્રશ્નકર્તા : એ એમ કહે કે “અમે અમારો સ્વાધ્યાય કરીએ છીએ તો ?
દાદાશ્રી : સ્વાધ્યાય કરવાનો વાંધો નહીં. સ્વાધ્યાયનો અર્થ એવો ના હોવો જોઈએ કે બીજાને ઉપદેશ આપો. બાકી જો સ્વાધ્યાય કરતા હોય, એવું જો ડહાપણ હોય તો સારું. એને આ ગુનામાંથી છોડી દેશે.
પ્રશ્નકર્તા : આનંદઘનજી મહારાજે જ કહ્યું છે ને, કે ‘ભઈ, તું ઉપદેશ આપીશ નહીં. એમાં ય ખાસ કાળજી રાખજે કે કંઈ ખોટો ઉપદેશ આપીશ તો, સિવાય નર્ક બીજું કાંઈ તારે માટે નથી.’
દાદાશ્રી : નહીં તો ય કષાયસહિત પ્રરૂપણા એ નર્ક જવાની ટિકિટ જ છે. જો નર્કે જવાની ટિકિટ લઈ આવ્યા ને ! જો અજાયબી !! દેવગતિ તો ક્યાં ગઈ, પણ નર્ક જવાની ટિકિટો થઈ.
સ્વાધ્યાય કરતાર, સલામત ! પ્રશ્નકર્તા : આ લોકો તો વીરની વાણી બોલે છે ને !
દાદાશ્રી : વીરની વાણી મિથ્યાત્વી બોલે, તો પોઈઝન થઈ જાય અને વીરની વાણી સમકિતી બોલે, ભલેને વૈષ્ણવ હોય, તો ય અમૃત થાય. વીરની વાણી કયે મોઢે બોલી રહ્યા છે ? મિથ્યાત્વી બોલે, એ ઝેર મહીં ઓકે છે. એ વીરની વાણી ચાલે નહીં. વીરની વાણી સમકિતી બોલે તો જ કામની.
પ્રશ્નકર્તા: કેટલાક તો વ્યાખ્યાન પુસ્તકો વાંચીને જ બોલે છે.
દાદાશ્રી : વાંચી વાંચીને બોલે છે, ત્યાંથી એ પુસ્તકનું જે જ્ઞાન હતું ને, તે ઝેરી થયું. માટે જવાબદાર બન્યા. તમે આ ઝેરી કેમ કર્યું ? તમારા મોઢે બોલ્યા શું કરવા ? તમે મિથ્યાત્વી માણસો ! મિથ્યાત્વી એટલે પોઈઝનસ માણસ, એને મોઢે આ વાક્યો બોલાય નહીં. ભગવાનની સ્યાદ્વાદ વાણીનાં વાક્યો એમને મોઢે બોલાય નહીં. પોતાને સ્વાધ્યાય વાંચવા માટે અધિકાર છે. પણ બોલવાનો, ઉપદેશ દેવાનો અધિકાર નથી.
આ બોલે, તેની પાછળ દોષ બેસે. એને ઉસૂત્ર પ્રરૂપણા કહેવાય. એટલે બીજો સાંભળે, તેને નુકસાન કરે. એમનું જે સાંભળે, તેને નુકસાન થાય. એને નર્કના અધિકારી કહેવાય છે. તિર્યંચના અધિકારી નહીં. કારણ કે તું એવું બોલ્યો કે આને નુકસાન થાય. એવું શું કરવા બોલ્યો ? ન્હોતું બોલવું, બેસી રહેવું હતું ને, એમ ને એમ. ના બોલ્યો હોત તો શું ખોટું હતું ? આને નુકસાન થાય એવું શું કરવા બોલે છે તે ?
પ્રશ્નકર્તા : એને તો ખબર ના હોય ને કે આને નુકસાન થશે, એ તો એમ કે આનું સારું થશે, એમ કરીને બોલે ને ?
દાદાશ્રી : તેથી નર્ક મળે ને ! જાણીને કોઈ નર્ક લે ?
પ્રશ્નકર્તા : પણ કેવળ ભગવાનની જ વાણી હોય, એનાં સિવાય પોતાનું કંઈ જ ના બોલે તો ય ?
દાદાશ્રી : ખુદ ભગવાનની વાત કરવાની હોય તો ય ના બોલાય
વાણીતાં વહેણો.... પ્રશ્નકર્તા : તીર્થંકરો દેશના કોને આપે અત્યારે ? દાદાશ્રી : લાખો માણસો ત્યાં (મહાવિદેહ ક્ષેત્રમાં) બેસી રહ્યાં
હોય.
પ્રશ્નકર્તા : ત્યાં લોકો હોય ખરાં ? દાદાશ્રી : આપણા જેવું જ ત્યાં. ગજવા કાપનાર હઉ ખરાં ત્યાં !
પ્રશ્નકર્તા : અત્યારે અહીં દેશના આપનાર કેમ કોઈ નથી ? હવે મહાવીર ભગવાન પછી બીજો કોઈ દેશના આપનારો કેમ નથી ?
દાદાશ્રી : કેવી રીતે હોય તે ? આ દુષમકાળમાં હોતા હશે ? આ તો જ્ઞાની પુરુષ જોવાના મળ્યા. જે સત્યુગમાં ના જોવા મળે, એ તમને આ દુષમકાળમાં જોવા મળ્યા. જ્ઞાની પુરુષ હોતા હશે ? આ દુર્લભ,
Page #149
--------------------------------------------------------------------------
________________
૨૯૪
વાણીનો સિદ્ધાંત
દુર્લભ, દુર્લભ વસ્તુ સુલભ થઈ છે. આ શબ્દો સાંભળવાના ક્યાંથી હોય તે ?
- જ્ઞાની પુરુષ તો આપણા હિન્દુસ્તાનમાં વીસ હજાર જ્ઞાનીઓ છે. પણ એ લોકોને કહેવાના જ્ઞાનીઓ. એ શાસ્ત્રના જ્ઞાની હોય બધે.
બાકી જ્ઞાની તો કોને કહેવાય ? જેનામાં બુદ્ધિ સેન્ટ ના હોય ! આ બધા તો બુદ્ધિશાળીઓ. જરા આપણે કહીએ કે બાપજી, આ વાત તમારી બરોબર નથી લાગતી. તો તે અકળાઈને ઊભો રહે. ફેણ માંડે એટલે આપણે ના સમજીએ કે આ બુદ્ધિવાળો છે? આ તો બધો ભૂસું માલ કહેવાય ! ભૂસું ખાધેલું એવું ?!
આત્માનું કંઈ જ્ઞાન હોય, સમતિ થયેલું હોય તો ઉપદેશ. અને સમકિત ના થયું હોય તો આદેશ કહેવાય. તમે જેમ વેપારમાં ભાગ પાડો છો ને, એવું વીતરાગોએ બધા ભાગ પાડેલા કે આ હોય તો આ કહેવાય. એટલે અમારે ઉપદેશ ના હોય, દેશના હોય. પણ તીર્થકરોની સંપૂર્ણ ફૂલ મૂનની દેશના હોય અને અમારી ચૌદશની !
વાણી, તીર્થકરોની ! પ્રશ્નકર્તા તીર્થંકરની દેશનાને મૌન કહ્યું. ગુણે કરીને એનું પ્રાધાન્ય સમજાવો.
વાણીનો સિદ્ધાંત
૨૯૫ બીજી હરેક મીઠાશ કરતાં ઉત્તમમાં ઉત્તમ શબ્દ ભગવાનનો કહેલો છે.
અરિહંત જ આપે દેશના પ્રશ્નકર્તા : દેશના આપે ત્યારે એ લોકો અરિહંત થઈ ગયેલા હોય ?
દાદાશ્રી : એ તો નિરંતર અરિહંત જ રહે. અરિહંત એટલે જેણે કષાયો નિવૃત્ત કર્યા, એ બધા અરિહંત. અરિ એટલે બીજું કોઈ નહીં, કષાયને અરિ કહ્યા છે. આપણે એને આ વેદાંતીઓ ષડરિપુ કહે છે અને આ જૈનો અરિ કહે છે.
પ્રશ્નકર્તા : તીર્થંકરોને સત્તા હતી નહીં કે સત્તા વાપરતા ન હતા ? દાદાશ્રી : સત્તા હતી જ નહીં. એ બોલે તો ખટપટિયા થઈ જાય. પ્રશ્નકર્તા: પણ પોતાને બોલવું હોત તો બોલી શક્યા હોત ને એ !
દાદાશ્રી : પણ સત્તા હતી જ નહીં, એટલે બોલે શું તે ? એમને બોલવાની સત્તા નથી. એમ એ કહી દે. કારણ કે પોતે પોતાનું પદ કોણ છોડી દે ? નીચે ઊતરવું પડે. કોણ ઊતરી પડે ? સત્તા ત્યાં કિંચિત્માત્ર ઈગોઈઝમ છે. એ એમને હોય નહીં. સત્તા જ ના હોય.
પ્રશ્નકર્તા : લોકોનું ભલું કરવા માટે એમણે સત્તા વાપરવી જોઈએ
દાદાશ્રી : એમની દેશના પોતે બોલતા ન હતા. ટેપરેકર્ડ બોલતી હતી. ટેપરેકર્ડ બોલે એટલે એમને બોલવાનું નહીં ને ? એટલે મૌન જ કહેવાય ને !
દાદાશ્રી : એમનો સત્તા વાપરવા માટેનો દેહ જ ન હોય. એ તો ‘દર્શન કરવાનો' દેહ, છેલ્લાં દર્શન ! વીતરાગ !! સંપુર્ણ વીતરાગ !!! જેમ પૂનમનો ચંદ્ર હોય ને !!! અમે ચૌદશ કહેવાઈએ !
ચાસ્ત્રિ મોહ, ભગવાતતો !
અને સાધુ-સંન્યાસીઓને બધાંને ઉપદેશ હોય. પણ આ સાધુ સંન્યાસીઓને તો આદેશ હોય છે ! ઉપદેશ તો સમકિતવાળા સાધુ થયા હોય ત્યાં હોય. આમને સમકિત નથી, એટલે આદેશ કહેવાય. આદેશ એટલે હુકમ.
ભગવાનનો સ્વર કેવો હતો, વીતરાગોનો ? હે ય, જાણે મધુર વાજિંત્ર વાગ્યા કરતું હોય તેમ ! આપણા મધ કરતાં ય ઉત્તમ ગણાયું છે !
પ્રશ્નકર્તા : તીર્થકરોને કેવળજ્ઞાન થયા પછી ચારિત્રમોહ ના હોય ને ? તે પહેલાં જ હોય ને ?
દાદાશ્રી : તે પહેલાં જ હોય. બારમા ગુઠાણા સુધી હોય. અને
Page #150
--------------------------------------------------------------------------
________________
૨૯૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૯૭
તેરમું ગુઠાણું એ કેવળજ્ઞાન થયું. પછી દેશના હોય. પછી તો કોઈ સામે આવીને ઊભો રહ્યો હોય ને એ આમ જે' જે’ કરે, હવે એ નર્ક જવાનો હોય તો ય ભગવાન એને એમ ના કહે કે તું આમ થઈ જઈશ. કારણ કે ખટપટ ના કરે છે. એકની પર રાગ અને એકની પર દ્વેષ, એવું નહીં.
પ્રશ્નકર્તા : એ તો બરોબર. પણ એવો જે પાપી હોય, તે ત્યાં આવીને તીર્થંકરને પગે લાગે, તો એનાં પાપ હળવાં થઈ જાય ને તરત ? દાદાશ્રી : ઘણાં બળીને ખલાસ થઈ જાય.
એ ક્યું કર્મ ? પ્રશ્નકર્તા : ભગવાન દેશના આપે, એ ક્યું કર્મ કહેવાય ?
દાદાશ્રી : આખી ટેપરેકર્ડ ઉકલ્યા જ કરે ને, ટેપ વાગ્યા જ કરે. અમુક વિષય ઉપર, એવું તેવું કશું નહીં.
પ્રશ્નકર્તા : એટલે એની મેળે જ નીકળ્યા કરે ?
દાદાશ્રી : એની મેળે જ નીકળ્યા કરે. ત્યાં સાંભળવાનું જ હોય. દેશના એનું નામ કે કેવળ સાંભળવાની જ.
અમારી ય દેશના હોય છે, પણ અમારી દેશના ઉપદેશ-આદેશના ડંખવાળી હોય. પેલી દેશના તો કોઈ જાતની ખેંચ નહીં. બધી જ જ્ઞાતિઓ સાંભળે. બધા જ પોતાની ભાષામાં સમજે, જાનવરો પણ પોતાની ભાષામાં સમજે. એ તો અમે ય અનુભવ કર્યો છે કે અમારી ભાષા જાનવરો સમજે છે પણ અમારી ઓછી સમજે અને તીર્થંકરોની પૂરી સમજી જાય.
તે વાણીના માલિક તહીં પોતે ! પ્રશ્નકર્તા : દેશના તીર્થંકરો માટે જ કહી છે ને ? અક્રમમાં ખરી એ ?
દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાની તો સંપૂર્ણ જ્ઞાની છે ને ! આ તો
દેશના જ કહેવાય. જ્ઞાની પુરુષ પછી આગળનાઓની દેશના જ હોય. એ ઉપદેશ ના આપે.
પ્રશ્નકર્તા એટલે ક્રમિક માર્ગમાં દેશના ના હોય ને, જ્ઞાનીને ?
દાદાશ્રી : ત્યાં ના હોય. ક્રમિકર્માગના જ્ઞાનીઓની દેશના કહેવાય નહીં. એ બધા જ્ઞાનીઓનો ઉપદેશ કહેવાય.
પ્રશ્નકર્તા : તીર્થંકરને દેશના હોય ને ?
દાદાશ્રી : તીર્થંકરને ખરી દેશના. કેવળીને દેશના હોય નહીં. દેશના અક્રમ વિજ્ઞાની એકલાને જ હોય અને તીર્થકરોને હોય, બસ.
પ્રશ્નકર્તા : ગણધરોને હોય ને ? દાદાશ્રી : ગણધરોને દેશના નહીં.
દરેક કેવળજ્ઞાનીને અને કેવળીને શૈલેષીકરણ સરખી થાય. ફક્ત એમને આ તીર્થંકરનાં જેવી દેશના ના નીકળે, એક અક્ષરે ય ના નીકળે. જોડવાળા માણસને એક અક્ષરે ય સમજાવવાની વાત ના આવડે.
દેશના તીર્થંકર સિવાય કોઈને ય હોય નહીં. અમને તો અક્રમ વિજ્ઞાની તરીકે દેશના ખરી. તીર્થંકરની અને બુદ્ધિ વગરના જ્ઞાનીની વાણી દેશનારૂપે હોય, ઉપદેશ ના હોય. બુદ્ધિવાળા જ્ઞાનીની વાણી દેશનારૂપે ના હોય, ઉપદેશ હોય. અમને તો ઉપદેશ હોય નહીં. અમે તો કોઈ દહાડો ઉપદેશ કર્યો જ નથી. અમારે તો ખાલી દેશના જ હોય. તે અત્યારે તમે આ દેશના સાંભળો છો. ધન્યભાગ્ય છે આ લોકોનાં ! લોકોનાં કલ્યાણ માટે છે.
સહજ સ્વભાવે સરે. પ્રશ્નકર્તા : હવે, દેશનાનું સ્વરૂપ સમજાવો.
દાદાશ્રી : દેશના એટલે આમ સહજભાવે વાણી નીકળ્યા કરે, બોલે નહીં. સ્વભાવિક વાણી નીકળ્યા કરે, ઉદયભાવે. એની ગોઠવણી નહીં,
Page #151
--------------------------------------------------------------------------
________________
૨૯૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૯૯
ઇચ્છાપૂર્વક નહીં. કોઈને કરવું ના પડે અને તે નીડરતાથી નીકળ્યા કરે, કોઈ ડર-બર કશું નહીં.
પ્રશ્નકર્તા : તે વખતે સાંભળવાવાળું કોઈ હોય ખરું ?
દાદાશ્રી : હા. બધું ભેગું થયેલું હોય. તીર્થકરને કેવળજ્ઞાન થયા પછી દેવલોક સમવસરણ રચે અને તે ઘડીએ આ વીતરાગ ભગવાનની વાણી દેશના રૂપે નીકળ્યા જ કરે અને તે બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. એ બધા લોકો ભેગા થયા પછી ભગવાનની દેશના નીકળ્યા જ કરે. એનો ઉદય હોય એટલો કાળ એ દેશના થઈ અને પછી પૂરી થઈ જાય.
પ્રશ્નકર્તા: તીર્થકર ભગવાનની જે દેશના સાંભળતા હતા, એમાં તો બધાંને દર્શન થયેલાં, ને જેણે દેશના સાંભળેલી, એ બધા મોક્ષે જાય ? દાદાશ્રી : હા, ઘણાં ખરાં મોક્ષે ગયેલા.
દેશતા સમજરૂપે ! પ્રશ્નકર્તા : દેશના એટલે આમ આજ્ઞારૂપે હોય ?
દાદાશ્રી : ઉપદેશ આજ્ઞારૂપે હોય. દેશના સમજરૂપે હોય. તમે સમજો. છતાં અમારી આજ્ઞા ઉપદેશરૂપે નથી, દેશનારૂપે છે. કહેવાય ફક્ત આજ્ઞા, એટલું જ બાકી છે દેશનારૂપે !
આપી શકાયે ય નહીં. આજ્ઞા આપવી એ ય ગુનો છે. ઉપદેશે ય ના અપાયને, કષાયી માણસથી !
જોતાર જુદો, બોલતાર જુદો ! દાદાશ્રી : દેશના શબ્દનો અર્થ તમારે ત્યાં શું થાય છે ?
પ્રશ્નકર્તા : દેશના એટલે જે પયંતી, જે સીધી જોવાતી હોય. એને દેશના કહેવાય. એ વાણીવાળા સીધું જોઈને જ બોલતા હોય.
દાદાશ્રી : પણ તે જોઈને બોલતા હોય એટલે જોનાર જુદો અને બોલનાર જુદો ! એટલે એને ટેપરેકર્ડ જ કહેવાય. દેશના કોને કહેવાય છે? તે પોતાને કશું બોલવાપણું હોતું નથી, રેકર્ડ જ બોલે. દેશના એટલે ફેરવી ના શકાય. ટાઈપ થઈ ગયેલી રેકર્ડ નીકળ્યા કરે. દેશનાનું અંગ્રેજીમાં નામ જ ટેપરેકર્ડ.
માલિકીવિહોણી વાણી ! પ્રશ્નકર્તા : બાહ્યધર્મોનાં વલણો ઉપદેશાત્મક છે. દાદાશ્રી : હા, ઉપદેશાત્મક છે. પ્રશ્નકર્તા : અને આપણું ઉપદેશાત્મક વલણ નથી.
દાદાશ્રી : આપણો દેશના માર્ગ. દેશના છે, એટલે ઉપદેશ આપનારો કોઈ નથી. દેશના ! એટલે સ્પિચ વિધાઉટ ઓનર ! ઓનરશીપ નથી સ્પિચની ! એટલે એની વાત જ જુદી ને !
પ્રશ્નકર્તા : એ સ્વયંભૂ વાણી હોય.
દાદાશ્રી : હા. એ સ્વયંભૂ વાણી કે જે કહો તે. એ દેશના કહેવાય. એની મેળે સર્યા જ કરે, નીકળ્યા જ કરે. દેશનાનો માલિક નહીં ને. એ છૂટો જ છે. સાંભળનારો ય છૂટો. કારણ કે દેશના ‘આમ કરો’ એવું ના કહે. અમુક વિષય પર બોલાય એ ઉપદેશ કહેવાય, એવું અમારે ના હોય. અમારામાં ઉપદેશ ના હોય. આદેશે ય ના હોય. અમારામાં દેશના હોય.
અમે તો પાંચ આજ્ઞા આપીએ, તે મહાવીર ભગવાન આપે તેના જેવી આજ્ઞા આપીએ છીએ. આજ્ઞા પાળે ને તો નિરંતર સમાધિ રહેવી જોઈએ એવી અમારી શર્ત હોય. ગમે તે પરિસ્થિતિમાં સમાધિ રહે, એ દાદાની પાંચ આજ્ઞા અને એમાં અહંકાર હોય નહીં ને ! જેનો અહંકાર ના હોય ત્યારે એમની આજ્ઞા પળાય.
આજ્ઞા તો બે જ જણની પળાય. તીર્થકર ભગવાન અને અક્રમ વિજ્ઞાનીની, જેનામાં અહંકાર ખલાસ થયેલો હોય તેની જ પળાય. બીજા કોઈની પળાય નહીં. કષાય ગયેલા હોય તો જ આજ્ઞા પળાય. નહીં તો કષાયી માણસની આજ્ઞા પાળી શકાય જ નહીં અને આજ્ઞા આપનારથી
Page #152
--------------------------------------------------------------------------
________________
૩00
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૦૧
પ્રશ્નકર્તા : દેશના એટલે પ્રશ્નોત્તર કહી શકાય ?
દાદાશ્રી : દેશના એટલે શું ? એ પ્રશ્નોત્તરી રૂપે હોય કે ગમે તે રૂપે હોય. દેશના એટલે સહજ વાણી નીકળ્યા કરવી અને ટેપરેકર્ડમાં નીકળ્યા કરે એમ નીકળ્યા કરે. ભગવાન મહાવીરને ય ટેપમાંથી નીકળતી હતી અને આ અમારી ય ટેપમાંથી નીકળે.
દેશના એ નિર્અહંકારી ગુણ છે, એટલે એ અહંકારરહિત હોય. જેનો અહંકાર ખલાસ થઈ ગયો, એ ઉપદેશ ના આપી શકે. એને દેશના હોય. જેનો બોલનાર નથી, ‘હું બોલ્યો’ એવી માલિકી નથી જેને, હુંપણાની માલિકી નથી, મારાપણાની માલિકી નથી, જેને માય સ્પીચ જેવું નથી, તેની બધી દેશના કહેવાય. માલિકીવાળી વાણી રાગ-દ્વેષવાળી હોય. પોતાપણું ગયા પછી, ખરી વાણી ત્યાર પછી છૂટશે.
માલિકી નહીં, માટે દેશતા ! પ્રશ્નકર્તા: આપની વાણી નીકળતી હોય એમાં આ દોષ થાય, તેનું આ રીતે પ્રતિક્રમણ કરવું પડે. આ ના કરવું જોઈએ, આવું હોવું જોઈએ. તો એ બધી વાતો નીકળે. અને કોઈ છ તત્ત્વોની વાત પૂછે તો તે નીકળે. એને દેશના સાથે સંબંધ કેવી રીતે ?
દાદાશ્રી : આ તો તમે પૂછો, તેનું સમાધાન આવું નીકળે. નહીં તો આમ ને આમ સહજ નીકળતી હોય ને, એમાં આવું કશું ના નીકળે. આ તો પૂછો, તેનો જવાબ શબ્દથી તો આપવો પડે ને ?
પ્રશ્નકર્તા : હવે પૂછે તે ઘડીએ, જે શબ્દથી જવાબ નીકળે પણ એ બધું દેશનામાં સમાય ?
દાદાશ્રી : હા, કારણ કે બધા શબ્દો માલિકી વગરના છે. માલિકી વગરની વાણી એ તો બધી દેશના જ ગણાય.
પ્રશ્નકર્તા : હવે તીર્થંકરોએ પણ દેશનાને ડીસ્ચાર્જ સ્વરૂપે જ માનેલી હશે ને ?
દાદાશ્રી : હા, કમ્પ્લીટ ડિસ્ચાર્જ. અને અમારું મહીં થોડુંક જરા કચાશ હોય એટલે કોઈ વખત ભૂલ થવી સંભવે. પણ એને છે તે દેશના જ કહેવાય. એમાં કોઈ ભૂલ હોય, પણ એ માલિકી વગરની વાણી !
એમની દેશતા, ઉદયવર્તી ! પ્રશ્નકર્તા : તીર્થંકરો એક જ વાર દેશના આપે ને ? પછી નહીં ને ?
દાદાશ્રી : એ તો જેટલો વખત નીકળે, ટેપરેકર્ડ વાગે, પછી બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ એ પાંચ દિવસ, સાત દિવસ, પછી નહીં ને ?
દાદાશ્રી : એ તો વારેઘડીએ ચાલ્યા જ કરે. સમવસરણ રચાય એમાં એમની વાણી નીકળતી હતી. તે દેશનારૂપે એની મેળે જ આમ નીકળ્યા કરે, પ્રયત્ન સિવાય.
પ્રશ્નકર્તા તીર્થંકરોને તો કો'ક પ્રશ્ન પૂછે તો જવાબ આપે ? દાદાશ્રી : હા, પ્રશ્ન પૂછે તો જવાબ આપે. પ્રશ્નકર્તા : પછી એ તો બોલાવે એટલું જ બોલે ને ?
દાદાશ્રી : ના. એ તો બોલાવે એટલું ય ના બોલે. એ તો ઉદય આવે તેમ વર્તે. ‘ભમરડો' ફર્યા કરે, એને ‘એ’ ‘જોયા’ કરે, બસ ! દેશના નીકળે એ ય સંજોગો અનુસાર હોય.
પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીનો જેને જેટલો યોગ છે, તેને એવી વાણી નીકળે છે. બાકી નથી નીકળી. એટલે ઉદય સાબિત થાય છે.
- દાદાશ્રી : એવું છે ને, અરિહંતને-તીર્થકરોને પોતાની વાણી હોતી જ નથી ને ! એ ઉદયમાં આવેલો ભાવ એ દેશના કહેવાય. તીર્થકરોને એવું બોલવું નહીં પડેલું. એમાં કોઈનું કલ્યાણ થવાનું હોય તો થાય કે ના થવાનું હોય તો ના થાય. એ મૂર્તિ એમ ને એમ બેસી રહે. એ દેશના આપે. પણ તે સામાના ઉદય જો થયા તો જ દેશના નીકળે. નહીં તો
Page #153
--------------------------------------------------------------------------
________________
૩૦૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૦૩
દેશના ય ના નીકળે. દેવલોકો બધી તૈયારી કરે ને ત્યાં ભગવાન એની મેળે આવે. આવવું-જવું એમના પોતાના હાથમાં નથી. ઉદયને આધીન ફર્યા કરે છે. આ અમે જ ઉદયના આધીન ફર્યા કરીએ છીએ ને !
દેશતા, સ્વ-ઉપયોગ સહિત ! પ્રશ્નકર્તા : દેશના આપી, તે ‘હું ય કરીને તો આપી જ નથી ને ? દાદાશ્રી : ના. ‘હું તો હોય જ નહીં ને !
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાની સ્વ-ઉપયોગમાં જ વર્તે, છતાં તેઓ દેશના આપતા હોય છે. તો એને ‘પર-ઉપયોગ” ના કહેવાય ?
દાદાશ્રી : ના. એ તો સ્વભાવિક નીકળ્યા કરે. ટેપરેકર્ડ નીકળ્યા કરે. પોતે કર્તા નથી. એની મેળે નીકળ્યા કરે. પોતે સ્વ-ઉપયોગમાં જ હોય. એટલે પર-ઉપયોગ કરવો જ ના પડે એમને એટલે વાણી એની મેળે સહજ નીકળ્યા કરે. એમની ચાલવાની ક્રિયાઓ, બીજી ક્રિયાઓ બધી ઈફેક્ટ છે.
એ કર્મ ખરે છે, નિર્જરા થાય છે.
પ્રશ્નકર્તા : પણ એ આ લોકો માનતા નથી. દાદાશ્રી : એ માનવાના જ નથી.
પ્રશ્નકર્તા: મહાવીર ભગવાન ચાલ્યા ને બોલ્યા, એ કર્મ કર્યું. માટે કર્મ લાગે. તો એ મોક્ષે કેવી રીતે જાય ?
દાદાશ્રી : પણ આ કર્મ જ ન હોય. એ સમજણ જ નથી ને ! તેથી તો આ મુશ્કેલી ઊભી થઈ છે. એવું છે ને, આ આશ્રવ ને નિર્જરા નહીં સમજાવાથી બધું રખડી મર્યું છે.
પ્રશ્નકર્તા : તો પછી ભગવાનનો મોક્ષ કેવી રીતે થયો ? એવો લોકોને પ્રશ્ન થાય.
દાદાશ્રી : એ એને સમજણ જ ના પડે ને ! ભાન જ નથી. આ તો કહેશે, “અમે નવ તત્ત્વ સમજીએ છીએ.” અને એ નવ તત્ત્વ શબ્દથી બોલતા આવડે છે. પણ શબ્દનો ભાવાર્થ કોઈ સમજતા નથી. શબ્દનો ભાવાર્થ સમજે તો મુમુક્ષુ કહેવાય અને શબ્દનો પરમાર્થ સમજે તો જ્ઞાની કહેવાય.
ત બંધાય કર્મ, દેશનામાં
પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીની પણ દેશના જ કહેવાય ને ?
દાદાશ્રી : એ તો તીર્થકર કહેવાય. એમની વાણી આમ દેશનાની પેઠ નીકળ્યા કરે અને નિરંતર કરુણા જ હોય. એમને ભાવકર્મ ના હોય. જ્યાં સુધી કોઈ પણ ભાવકર્મ હોય, ત્યાં સુધી કેવળજ્ઞાન થાય નહીં.
પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે અંતિમકાળે પાવાપુરીમાં એમની દેશના આપી. તે દેશના આપવા મહાવીર ભગવાન જાતે ચાલીને ગયેલા. તો એમણે બોલવાનું કર્મ અને ચાલવાનું કર્મ કર્યું. એનું ફળ તો એમને લાગે ને ?
દાદાશ્રી : મહાવીર ભગવાનને કોઈ કર્મ અડે નહીં. પ્રશ્નકર્તા એમણે કર્મ તો કર્યું. એમ આ લોકો કહે છે.
દાદાશ્રી : એ કર્મ તો લોકોને આંખે દેખાય છે. પણ આ ક્રમિકવાળા લોકોને ખબર નથી કે એમનું ડિસ્ચાર્જ કર્મ છે.
પ્રશ્નકર્તા ઃ એ ડિસ્ચાર્જ કર્મ ગણવું ? દાદાશ્રી : હા, ડિસ્ચાર્જ કર્મ છે એટલે એમને કર્મ બંધાય નહીં.
બન્યું તે પદ્ધતિસર જ ! પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું, પછી જ એમણે દેશના આપી. ત્યાં સુધી મૌન રહ્યા.
દાદાશ્રી : પછી દેશના આપી. તે પહેલાં અપાય નહીં. પ્રશ્નકર્તા : પણ મહાવીર ભગવાનને તો જન્મથી ત્રણ જ્ઞાન હતાં.
Page #154
--------------------------------------------------------------------------
________________
૩૦૪
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૦૫
છતાં દેશના તો ક્યારે આપી ? સંપૂર્ણ શુદ્ધ થયા પછી દેશના આપી. તો ભગવાને આટલી મોડી દેશના કેમ આપી ?
દાદાશ્રી : એવું છે ને, દેશના ત્યારથી અપાય છે કે જ્યારથી એ પોતે વાણીનો માલિક નથી. ત્યાંથી દેશના આપવાની શરૂઆત થાય છે. જેને દેશના આપવી હોય તેને છૂટ છે. વાણીનું સંપૂર્ણ માલિકપણું છૂટી ગયું એટલે દેશના આપી શકવાની છુટ છે. પણ એમને તો તીર્થંકર નામ ગોત્ર હતું ને ! એટલે એમને પૂર્ણદશા થયા પછી જ એ નીકળે. તેથી ભગવાન મહાવીરે પૂર્ણજ્ઞાન થયા પછી દેશના આપી. એટલે મહાવીર ભગવાનથી આટલી મોડી અપાઈ તે ય પદ્ધતિસરની જ છે.
એ દેશતા, શા આધારે ?
માલિક, ત્યાં તો જ્યાં સુધી બારમા ગુઠાણામાં ના આવે ત્યાં સુધી કોઈની દેશના ગણાય નહીં. કારણ કે બારમા ગુઠાણામાં આવે ત્યારે છેલ્લો અહંકાર જાય. અને આ તો નિર્અહંકારી, એટલે આ ઉપદેશ ના કહેવાય.
અમારામાં અહંકાર બિલકુલ હોય નહીં, એટલે અમે કહીએ છીએ ને, કે આ અમારું ટેપરેકર્ડમાંથી નીકળે છે. પણ તે તમે પ્રશ્ન પૂછો, એટલું જ નીકળે છે અમારી પાસે. આ રેકર્ડ બોલે એ તમે સાંભળો છો, એવું અમે પણ સાંભળીએ છીએ. આમાં ‘આમ કરો કે તેમ કરો” એવું અમને આગ્રહ ના હોય. દેશનામાં કોઈ પણ પ્રકારનો આગ્રહ ના હોય. અમારે તો કશું ય દબાણ ના હોય.
પ્રશ્નકર્તા: એમાં એવું ખરું કે એનાં બધા પરિણામ બતાડે ?
દાદાશ્રી : હા, બધું બતાડે. હિતાહિત બધું બતાડે. આખો નકશો બધું જ બતાડે. પણ તને અનુકૂળ આવે તો આ કર. નહીં તો પેલું કર.
એટલે બે જણની દેશના હોય. એક, તીર્થંકર ભગવાનની દેશના હોય અને બીજું, ભેદવિજ્ઞાની પુરુષની દેશના હોય. પણ અમને આમાં
” અને “તમે” એવા ભેદવાળા ખ્યાલ સાથે રહે છે. પેલામાં, તીર્થકરોને એ ભેદનો ખ્યાલ ના હોય. અભેદતા હોય, વીતરાગતા રહે. એટલે અમારી કચાશ ક્યાં આગળ છે, તે અમારું આ ઓપન કર્યું.
વાણી : કેવળીતી, તીર્થકરોની !
મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી, જે બોલ્યા એ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલતી હતી. અને આ અમારી પણ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. બાકી ક્રમિક માર્ગના જ્ઞાનીઓને, એ બોલે એ
ઓરિજિનલ ટેપરેકર્ડ ના હોય. એ તો પોતે જ, ‘હું જ બોલ્યો’ એમ કહેશે. છતાં એમનું જ્ઞાન જતું રહેતું નથી. એ જ્ઞાનીઓ જ કહેવાય, ક્રમિક માર્ગના. પણ ‘હું બોલ્યો, મારાથી ખરાબ બોલાયું, મારાથી આ સારું બોલાયું” કહેશે.
પ્રશ્નકર્તા : આપ ઉપદેશ આપો તો બધાને કંઈ કામ લાગી શકે આ કાળમાં ?
દાદાશ્રી : એવું છે ને, ઉપદેશ અમે એક ક્ષણવાર ના કરીએ, કોઈ દહાડો ય. ઉપદેશ તો અહંકારી આપે. અમારે અહંકાર નહીં ને, એટલે દેશના હોય.
પ્રશ્નકર્તા: તમારી દેશના છે એમ શેના ઉપરથી કહ્યું ?
દાદાશ્રી : કારણ કે વાણીના માલિક નથી ને ! અઠ્ઠાવીસ વર્ષથી આ વાણી નીકળ્યા કરે છે, પણ અમે એના માલિક ના હોઈએ. ભગવાને ય વાણીના માલિક નહીં અને ક્રમિક માર્ગમાં તો ઠેઠ સુધી વાણીના
પ્રશ્નકર્તા : સામાન્ય કેવળી ભગવંતની અને તીર્થંકરની વાણી, એ બેમાં શું ફેર રહ્યો ?
દાદાશ્રી : બહુ ફેર. તીર્થંકર ભગવાનની વાણી તો ‘અતિશય’ સહિત હોય અને કેવળીની વાણી તો મારા જેવી જ હોય. હું જેવું બોલું છું ને, તે મારા કરતાં ચાર ડિગ્રી તેમની વાણી વધારે ચઢેલી હોય. મારે ત્રણસો છપ્પન ડિગ્રીને બદલે ત્રણસો સાઠ ડિગ્રી થાય ને, તો હું જે બોલું એવું જ એ કેવળી બોલે. પણ કેવળી કોઈનું કલ્યાણ ના કરે, પોતે એકલાં બૂઝે, પણ બીજાનો દીવો સળગાવી આપે નહીં. તીર્થંકર સિવાય કે
Page #155
--------------------------------------------------------------------------
________________
૩૦૬
વાણીનો સિદ્ધાંત
ભેદવિજ્ઞાની સિવાય બીજાને કોઈ બૂઝાડે નહીં.
પ્રશ્નકર્તા : પણ આ તો પછી અહંકાર સાવ નિર્મૂળ થઈ જાય, સમૂળગો જાય, આપ ત્રણસો ઓગણસાઠ ડિગ્રીએ પહોંચ્યા, તો પછી તીર્થંકરમાં ને આપનામાં ફેર શું રહ્યો ?
દાદાશ્રી : બહુ ફેર. એક ડિગ્રી તો બહુ કામ કરે. એક ડિગ્રીમાં તો કેટલા બધા ‘અતિશયો’ હોય, એ તીર્થંકરની વાણીમાં ! મારે ‘અતિશયો’ ના હોય. એમની વાણીમાં તો બધા ‘અતિશયો’ ખરા.
દેશતા, શરૂઆતથી એન્ડ સુધી !
પ્રશ્નકર્તા : આપને ચાર ડિગ્રી પૂરી થઈ જાય, કેવળજ્ઞાન થઈ જાય. પછી દેશના રહે કે ના રહે ?
દાદાશ્રી : દેશના તો રહે ને ! એવું છે, કેવળજ્ઞાન થયા પછી જે વાણી બોલે, તે દેશના જ કહેવાય.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમને ત્રણસો છપ્પન ડિગ્રી છે. તો આ ત્રણસો છપ્પન ડિગ્રી આ વાણીમાં શું હેલ્પ કરે ?
દાદાશ્રી : કશું હેલ્પ કરે નહીં. પેલી ટેપરેકર્ડ તો તૈયાર થઈ ગયેલી છે. એટલે હેલ્પ કરવાનું રહ્યું જ ક્યાં ? એને જુએ કે આ કંઈ ભૂલ રહી છે, તે તપાસ કરે.
દેશનાની શરૂઆત થઈ, ત્યાંથી એન્ડ સુધી સંપૂર્ણ દેશના થઈ ગઈ કહેવાય. સંપૂર્ણ દેશના એ તીર્થંકરોની કહેવાય. પણ શરૂઆત થાય તે અમુક જગ્યાએથી જ થાય ને ?
પ્રશ્નકર્તા : અમુક જગ્યાએ એટલે કઈ ?
દાદાશ્રી : આ અમારી જગ્યા કહીએ છીએ ને, તે દેશનાની શરૂઆત અહીંથી થાય.
પ્રશ્નકર્તા : આ દેશનાની શરૂઆત થઈ શાથી કહેવાય ?
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : અહંકાર ઓગળી ગયેલો હોય ત્યારથી દેશનાની શરૂઆત થાય. હવે દેશનાની શરૂઆત થઈ ત્યારથી, બિગિનિંગથી તે એન્ડ સુધી એ દેશના છે. દરેકની શરૂઆત તો થાય ને ? આ સૂર્યનારાયણ શરૂઆતમાં નથી ઊગતો ? અને તેનો એન્ડે ય થાય ને ? પણ ત્યાં સુધી એનો એ જ સૂર્ય. પણ ફળ જુદું જુદું આપે.
૩૦૭
એ વાણી જ જુદી જાતતી !
આ જે અમારી ટેપરેકર્ડ નીકળે છે, એમાં ને તીર્થંકરોની દેશનામાં ફેર એટલો છે કે આ શાખ પડ્યા વગરની પાકેલી કેરી છે અને તીર્થંકરોની શાખ પડેલી પાકેલી કેરી છે. માટે આ જરા મોળી લાગે. એટલો રસાસ્વાદ આવતો નથી આમાં. કારણ કે શાખ પડ્યા વગરની કેરી છે. નહીં તો માણસ મંત્રમુગ્ધ થઈ જાય. અત્યારે ય મંત્રમુગ્ધ થઈ જાય, પણ આટલું મોળું છે. પણ બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. વૈષ્ણવ હોય, સ્વામીનારાયણવાળા હોય, જૈન હોય, મુસ્લીમ હોય, દિગંબરી હોય, પણ એ બધા પોતપોતાની ભાષામાં સમજી જાય, હું શું કહેવા માગું છું તે.
અત્યારે ય અહીં મુસલમાન, પારસી, સ્થાનકવાસી, દિગંબરી, શ્વેતાંબરી, બધા જૈનો, વૈષ્ણવો, શિવધર્મી એ બધા અમારી વાણી સાંભળે, તો બધાને એકધારી વાણી લાગે. એમને સહેજે ય મનમાં ના થાય કે આ પક્ષપાતી વાણી નીકળી છે. નહીં તો ઉઠીને ચાલવા માંડે. આ વાણી ય આમ કોઈ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એવી હોય અને મીઠી હોય. અહીંથી ઊઠવાનું મન ના થાય. સાંભળતાં સાંભળતાં સવાર થાય તો ય ઊઠવાનું મન ના થાય. ત્યારે જો જ્ઞાનીઓની વાણી આટલી મીઠી છે, તો ભગવાનની વાણી કેટલી મીઠી હશે ?!
તીર્થંકર ભગવાનની દેશના જુદી જાતની હોય. કમ્પ્લીટ સ્યાદ્વાદ વાણી ! કોઈ ધર્મનું કિંચિત્માત્ર કોઈ જગ્યાએ ખંડન ના થાય. અને અહીં તો બધી જાતના ફોડ પાડવાના ને, એટલે બીજા અમુક ધર્મોનું ખંડન થઈ જાય. દેશના ફૂલ સ્ટેજની હોવી જોઈએ. અમારી ફૂલ સ્ટેજની ના કહેવાય. સ્યાદ્વાદ વાણી ખરી પણ સ્યાદ્વાદ અસલ સ્ટેજ ઉપર નહીં
Page #156
--------------------------------------------------------------------------
________________
૩૦૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૦૯
બેઠેલું. ફૂલ સ્ટેજની દેશના તો એ વાણી જ જુદી જાતની હોય, એનો રસ જુદી જાતનો હોય.
દેશતા, ખટપટિયા વીતરાણીતી ! પ્રશ્નકર્તા : એટલે તીર્થકરોની પણ દેશના કહી અને આપની વાણી એ પણ દેશના જ કહેવાય છે ?
દાદાશ્રી : હા, દેશના જ. પ્રશ્નકર્તા ઃ તો બેનું લેવલ ફેર ક્યાં રહે છે ? એ સમજવું હતું.
દાદાશ્રી : એવું છે ને, આ અમારું છે તે બધું ખટપટિયું. મહાવીર ભગવાનની દેશના તો સંપૂર્ણ વીતરાગી હોય. આ દાદા ખટપટિયા છે. અને હું કહું ય ખરો કે હું ખટપટિયો વીતરાગ છું. બે ભેગા થયા !
પ્રશ્નકર્તા સાંભળનારા બધા ખટપટિયા છે, એટલે આપની દેશના ખટપટી છે ?
દાદાશ્રી : ના. સામાવાળા ખટપટિયા નહોતા. હું ખટપટિયો હતો એટલે આ બધા ખટપટિયા મને ભેગા થયા છે. બે ગુણ મારામાં હતા. એ બે ગુણવાળા મને ભેગા થયા છે. એ કહી દઉં તો ખોટું દેખાય. એટલા માટે નથી કહેતો. આ ખટપટિયાનું કહી દીધું મેં. હું ખટપટિયો, તેથી આ બધા ખટપટિયા મને ભેગા થયા. જે ખટપટિયા નથી એમને હજુ ભેગો થયો નથી.
પ્રશ્નકર્તા ઃ બીજો ગુણ કહી દો ને ! ખોટું નહીં લાગે.
દાદાશ્રી : ના. પણ બહાર વ્યવહારમાં ખોટું દેખાય. આ એક ગુણ બહાર પાડ્યો. વળી કોઈ એક પાંચ-દશ વર્ષે ફરી વાત કાઢીશું.
અમે કહીએ કે, ‘તમે અહીં આવજો, અમે તમને મોક્ષ આપીશું, અમે તમને જ્ઞાન આપીશું, તમને આમ કરી આપીશું.” આ એક જાતની ખટપટ જ છે ને ?
પ્રશ્નકર્તા : એ કરુણાભાવ પ્રગટ થયો છે.
દાદાશ્રી : હા, કરુણાભાવ. પણ તે ય છે તે ખટપટ તો ખરી જ ને ?! કરુણાભાવ તો તીર્થકરોમાં ય છે. પણ એ એક અક્ષરે ય બોલે નહીં. કોઈ આમ ખાડામાં પડતો હોય તો ય બોલે નહીં. પોતે જ્ઞાનમાં જુએ, પણ કશું બોલે નહીં. પેલો સીધો થાય તો એને બધું ય આપે. અને વાંકો થાય તો કશું ય બોલે નહીં. અને અમે તો પેલો વાંકો થાય તો કહીએ, ‘ભઈ, શું કરવા વાંકો થાય છે ?” શાથી ? અમારી આમાં શી લાલચ છે ? અમને મનમાં એક ઇચ્છા છે કે અમારા જેવું સુખ આમને બધાને વર્તો. આ દુઃખમાંથી બચો. કંઈ પણ ઇચ્છા છે ને, આવી ? એ ખટપટપણે જ છે ને ? આને ખટપટિયું ના કહેવાય ? અમને લોક પૂછે છે ને, ‘તમે વીતરાગ છો ?” ત્યારે મેં કહ્યું, ‘અમે ખટપટિયા વીતરાગ છીએ.” અને મહાવીર ભગવાન ખટપટિયા નહીં, ચોખ્ખા વીતરાગ ! એટલે એ તમને મહીં મુશ્કેલી નહીં કરે. જેટલો ઉદય હોય એટલું જ કરે, પણ અમારો ખટપટિયો ઉદય હોય. ઉદય ખટપટ મિશ્રિત હોય અને ભગવાનને મિશ્રિત ના હોય. એટલે અમે ખટપટિયા વીતરાગ છીએ.
ખટપટિયા વીતરાગનો અર્થ લોકોએ પોતાની ભાષામાં નહીં લઈ જવો જોઈએ. કારણ કે તમારા હિતને માટે જ ખટપટ કરવી પડે છે. મારું પોતાનું હિત તો સંપૂર્ણ થઈ ગયેલું જ છે. એટલે ખટપટિયા વીતરાગ ! સમજાયું ને ?
પ્રશ્નકર્તા : હા. ખટપટિયા વીતરાગ વિશે હવે સમજ પડી.
દાદાશ્રી : હા. ખટપટિયા ના હોય ને, તો ગાડું કેમ ચાલે ? જલેબી ખવડાવીને વીતરાગ બનાવે. બધું ખાવ-પીવો-મઝા કરો ને વીતરાગ થાવ. રસ્તો કેવો સરળ ! સરળ માર્ગ ઉપર રાખીને વીતરાગ બનાવે.
પ્રશ્નકર્તા : આપની પાસે વિરોધાભાસ જેવી વસ્તુ જોવા મળી. ખટપટ કરનાર કોઈ દહાડો વીતરાગ હોય નહીં અને આ જોયું કે ખટપટ પણ કરે છે અને છતાં ભારોભાર વીતરાગતા છે.
દાદાશ્રી : હા. ખટપટ ના હોય તો ચાલે નહીં ને ! અને આજના લોકો ખટપટ વગર ભેગા ના થાય. જો સંપૂર્ણ વીતરાગતા હોય ને, તો મને કોઈ ભેગો જ ના થાય.
Page #157
--------------------------------------------------------------------------
________________
૩૧૦
વાણીનો સિદ્ધાંત
જેવો હિસાબ તેવો લાભ ! પ્રશ્નકર્તા: એટલે કહેલું કે મહાવીર ભગવાનની સાથે હતા. છતાં ય હજુ રખડે છે.
દાદાશ્રી : હા. સાથે હતા. પણ મહાવીર ભગવાન ખટપટિયા નહોતા. એ તો તારે સાંભળવું હોય તો સાંભળ. ના સાંભળવું હોય તો ના સાંભળીશ. એમની તો બસ દેશના નીકળ્યા જ કરે.
વાણીનો સિદ્ધાંત
૩૧૧ દાદાશ્રી : એમાં ફેરફાર ના થાય. કારેલું કડવું ને કડવું જ રહે, ભગવાનની પાસે ફેરફાર કશો થાય નહીં. એ તો ફક્ત પુણ્ય બંધાઈ જાય, ભગવાનની દેશના સાંભળીને. એટલો વખત એને શું ગમે છે ? ભગવાનના શબ્દો ગમે છે. તે ભગવાન ઉપર એને પ્રીતિ થઈ, તેથી પુણ્ય બંધાઈ.
પ્રશ્નકર્તા : પણ એને આવો ઉદય આવ્યો કેવી રીતે ?
દાદાશ્રી : પૂર્વેના આધારે આ ઉદય આવ્યો અને ફરી પાછી નવી પુણ્ય બંધાઈ.
પ્રશ્નકર્તા : પણ એને આત્મિક લાભ ના થયો. દાદાશ્રી : એણે કશો લાભ લીધો નહીં.
પ્રશ્નકર્તા : એ લાભ કેમ ન લઈ શક્યો ?
પ્રશ્નકર્તા : એટલે મહત્ત્વતા આની કહેવાય ?
દાદાશ્રી : એ પેલી હોય તો ઉત્તમ. ના હોય તો આ તો ખરી જ. મહાવીર ભગવાન પાસે બેઠેલા અને ત્યાં બેસીને વાઈફને શું કહેતા હતા ? કે તું ઘેર જઉં છું, તો પૂરી ને શાક લાવજે, પણ પેલું લીલોતરી ના લાવીશ.” ત્યારે પેલી બાઈ કહે છે, ‘તમે ઘેર આવશો નહીં ?” ત્યારે આ કહે છે, “ના, મને તો આ સાંભળવાનું બહુ ગમે છે.” એટલે નિરંતર સાંભળવાનું ગમ્યા જ કરે. જગ્યા જ છોડવાનું મન ના થાય એવી ભગવાનની વાણી, મધુર વાણી !!
અને એ જ શેઠિયાઓ અત્યારે મેં જોયા છે કે કપડા ખેંચખેંચ કરે છે. ‘અલ્યા, ભગવાનની વાણી સાંભળીને હજુ કપડા ખેંચખેંચ કરે છે ?” ‘ત્યારે સાહેબ, બધા ય એવું જ કરે છે ને !” ‘બધાએ ભગવાનની વાણી સાંભળી નથી. એ કૂવામાં પડતા હોય તો તમારે ય કૂવામાં પડવું છે ?” ત્યારે એ કહે, “ના, મોક્ષે જવું છે. ત્યારે મેં કહ્યું, ‘આ ન હોય મોક્ષ જવાની રીત. શેનાં હારું કરો છો ?” ત્યારે એ કહે છે, “ચાળીસ મીટર હોય છે, તે અડધો મીટર વધે છે.’ ‘અલ્યા, અડધો મીટર વધતું હશે ? દુનિયામાં કોઈ જગ્યાએ વધતું નથી, તો તમારે ત્યાં કેમ વધે છે ? આ જ કૂડા તોલ ને કૂડા માપ ! એ ચાર પગની નિશાની !! વધારે ના અપાય તો સરખું આપ.”
પ્રશ્નકર્તા : તીર્થકર ભગવાનની દેશના સાંભળ્યા પછી પણ જો આવી દશા થાય, તો એની કંઈ ભૂલ રહી ગઈ વચ્ચે ?
દાદાશ્રી : એનો બીજો લાભ લેવાતો નથી. લાભ તો, મહીં અંદર જો હિસાબ હોય તો છૂટકારો થઈ જાય ત્યાં આગળ. આ તો છેલ્લા સ્ટેશનવાળાનું કામ છે. વચલા સ્ટેશનવાળાઓ તો આવીને મુસાફરી કરીને ચાલ્યા જાય એટલું જ. ત્યાં છેલ્લાં સ્ટેશનવાળાની જરૂર. છેલ્લા સ્ટેશનવાળા જોડે ભગવાન વાતે ય કરે અને તદન છેલ્લા જોડે તો વાતે ય કરવી ના પડે. તદન છેલ્લું તો, એણે આવીને ભગવાનના દર્શન કર્યા કે મહીં કમ્પ્લિટ થઈ ગયું, દર્શન કરતાંની સાથે જ. કારણ કે બધું જોયું, પણ એણે સંપૂર્ણ વીતરાગતા જોઈ ન્હોતી. એ જોયું એટલે પૂરું થઈ ગયું !
જોટો ના જડે, એ મધુરતાતો !
ભગવાન દેશના આપતા હતા, એની મેળે નીકળ્યા જ કરે. અને આજુબાજુ હજારો માણસો બધા સાંભળ્યા કરે અને લાઉડ સ્પીકર વગર. લાઉડ સ્પીકર ગોઠવ્યા ના હોય તો ય એ દેશના સંભળાય. એવી દેશના આ કાળમાં ક્યાંથી સાંભળે ? એ તો મહાવીર ભગવાનના વખતમાં હતી, તે સાંભળી હતી. બાકી અત્યારે કંઈ એવી દેશના સાંભળવામાં આવે નહીં.
પ્રશ્નકર્તા : એ દેશના એટલે ભાષાથી પર છે ?
Page #158
--------------------------------------------------------------------------
________________
૩૧૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૧૩
દાદાશ્રી : એ ભાષાથી પર કહો કે જે કહો તે. પણ વસ્તુ જુદી છે. ને આ અમારું ભાષાની મહીં આવેલું. ભગવાન મહાવીરની દેશના ! કોઈ એવી મધુર ચીજ નથી કે આની જોડે વર્ણન થઈ શકે. એટલે એને વાણી જ કહેવાય નહીં, તેથી એને દેશના કહેલી ને ! પ્રભુની દેશના ! તે ઘડીએ દેવલોકો સમવસરણ ને બધું સ્થાપન કરી આપે. દેવલોકો પોતે પોતાની મેળે જ રચે અને ત્યાં ભગવાન દેશના આપવા બિરાજે.
પ્રશ્નકર્તા : દેશનાને પરાવાણી કહેવાય ખરી ?
દાદાશ્રી : પરાવાણી એ વાણીરૂપે છે અને દેશના એ દેશના સ્વરૂપે છે. અને દેશના એટલે તો દેશના ! એવો મીઠો ધ્વનિ નીકળે, કેટલાંક તો સાંભળવામાં તલ્લીન થયા હોય. અર્થની કંઈ પડેલી ના હોય. સાંભળવામાં જ બસ એટલું બધું મીઠું લાગે, મધુરતા એટલી લાગે, એવું અનુપમ હોય. મધુરધ્વનિ ! એનાથી કોઈ ચીજ મધુર ના હોય એવી મધુરધ્વનિ !!
એ દિવ્યધ્વતિ, તીર્થકરોની ! પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરની દિવ્યધ્વનિ મુખથી છૂટે કે આખા શરીરથી છૂટે ?
દાદાશ્રી : મુખથી જ બધું છૂટે. શરીર પર કાણા નથી પડ્યા. વાણી તો મુખથી જ છૂટે. વાણી એટલે શું ? મશીનરી મારફત અવાજ આવવો. એટલે આ મશીનરી છે બધી. તમને લાગે છે મહીં મશીનરી હશે ?
પ્રશ્નકર્તા : છે જ ને ! પણ ભગવાનની વાણીને દિવ્યધ્વનિ કેમ કહેવાય ?
દાદાશ્રી : દિવ્ય જ ધ્વનિ કહેવાય. દિવ્યધ્વનિ એટલે માલિકી વગરની વાણી !
સર્યા શબ્દો જ, દેશતામાં ! પ્રશ્નકર્તા: કેટલાંક એમ કહે છે કે ભગવાન બોલતા નહોતા. ખાલી
ૐ શબ્દનો ધ્વનિ જ નીકળતો હતો.
દાદાશ્રી : ૐ કારનો ધ્વનિ, એનું નામ જ ટેપરેકર્ડ ! ટેપરેકર્ડ શબ્દ પહેલાં જાણતા નહોતા એટલે આ ૐ તરીકે મૂક્યો.
પ્રશ્નકર્તા : એ જ સમજવું હતું કે કેટલાંક એવું માને છે કે શબ્દરૂપ તીર્થંકરોની વાણી નીકળતી હતી. જ્યારે કેટલાંક એવું માને છે કે ૐ સિવાય કોઈ શબ્દ ધ્વનિ જ નહોતો એમનો. તો શું કહેવાય એ ?
દાદાશ્રી : એ ટેપરેકર્ડ જ હતી. આ આમને સમજ ના પડી એટલે એને ૐ કહે છે. બાકી બેઉ સરખા છે. પેલા ય સરખા છે ને આ ય સરખા છે. બેની ભાષા ફેર છે, સમજણ ફેર છે. બીજું કશું નહીં. આ લોકો શબ્દ કહે છે તે ય બરોબર છે અને પેલા ૐ કહે છે તે ય બરોબર છે. જ્યાં ત્યાં એમને જુદું પાડવું છે, એટલા માટે એ આવું બોલે છે. ‘અમારું ખરું છે' એમ કહેવડાવવા માટે આવું કર્યું છે. કેટલાંકે બધી વાતમાં જુદું પાડ્યું કે આત્મા શક્તિરૂપે રહેલો છે ને બીજાઓ આત્માને સત્તારૂપે રહે છે એવું કહે છે. એકનો એક શબ્દ, એની એ જ વાત, પણ જુદું પાડવું એ એમનો ધંધો.
પ્રશ્નકર્તા : પણ દેશનામાં તીર્થકર બોલતા હતા, એ નક્કી વાત
દાદાશ્રી : હા, આ ટેપરેકર્ડ જ હતી. પ્રશ્નકર્તા એ ખરું, પણ એ શબ્દરૂપે હતી ને ?
દાદાશ્રી : શબ્દો જ. બીજું શું ત્યારે ?! અને તે ય અધે માથ્થી ભાષામાં.
પ્રશ્નકર્તા : એટલે દેશનાની વાણીમાં શબ્દો હોય. દાદાશ્રી : શબ્દો હોય ને ! એ શબ્દમાં ખરું.
વાણી પ્રમાણી, વીતરાગતા થકી ! એટલે મહાવીર ભગવાનને ઓળખવાનું સાધન શું હતું ? વાણી !
Page #159
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
એમની જે વાણી હતી ને, તે આ દુનિયામાં કોઈ ચીજની એવી મધુરતા નથી, મીઠાશ નથી. ભગવાનની વાણી તો કેવી મધુર ! કાનને સાંભળવી નિરંતર ગમ્યા જ કરે, તે લોક ખસતા જ નહોતાં. આ એમની વાણી વાદી અને પ્રતિવાદી બંને કબૂલ કરે. પ્રતિવાદી ય કહે કે ‘ભઈ, અમે એમના વિરોધી છીએ. પણ ભગવાન કહે છે એ વાત સાચી છે.’ એમની વાણીને પ્રમાણ કહેવાય. પ્રમાણ એટલે, જેટલી મનુષ્યમાં વીતરાગતા હોય એટલું એમનું વાક્ય પ્રમાણ કરવા યોગ્ય છે. રાગ-દ્વેષવાળા વાક્યો લોકો માને નહીં. એ પ્રમાણ ના કહેવાય. વીતરાગતા હોય તો પ્રમાણ કહેવાય ! પ્રથમ દેશતા, મહાવીરતી !
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનની પહેલી દેશના નિષ્ફળ કેમ ગઈ ?
દાદાશ્રી : એમનું પહેલું બધું ય નિષ્ફળ ગયેલું. લોકોની તૈયારી જોઈએ ને ? આ છેલ્લો કાળ આવી ગયો હતો, પાંચમા આરાની નજીકનો કાળ હતો. લોકોની તૈયારી જ નહીં. લોક પરિગ્રહમાં જ પડેલા હતા. બધું જ નકામું ગયું હતું, પછી ધીમે ધીમે રાગે પડ્યું.
એ પહોંચે સર્વભાષીતે !
૩૧૪
પ્રશ્નકર્તા : અત્યારે દેશનાનો દાખલો સમજવો હોય તો કંઈ આપી શકાય ?
દાદાશ્રી : હું કંઈ શબ્દ ગુજરાતીમાં બોલ્યો હોઉં ને, તો અહીં ફોરેનવાળો બેઠેલો હોય તે હું શું કહેવા માગું છું, એનો ભાવાર્થ સમજી જાય. વાત એને પહોંચી જાય. ભાષા ના સમજતો હોય છતાં પહોંચી જાય અને એને મહીં આનંદ થાય. એવી એ તીર્થંકરની સુંદર વાણી હોય.
ભાષાને ભેદીતે, જઈ અડે એ !
પ્રશ્નકર્તા : તીર્થંકરોની દેશના એવી હતી કે તેમની પર્ષદામાં જ્યારે દરેક જણ સાંભળે, તો તે દરેક જણ પશુ-પંખી બધાં પોતપોતાની ભાષામાં
સમજતા હતા.
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : એવું છે, પોતાની ભાષામાં સમજે, એને આપણા લોકો શું સમજ્યા હશે ? આપણે ત્યાં બહાર કૂતરા હોય છે ને, તો આપણે બોલીએ કે ‘આ કૂતરું એકુંય કરડકણું નથી અને બધા સારાં છે.' એ કૂતરાને તરત પહોંચી જાય. જો તમારી વાત આટલી સમજી જાય છે, તો તીર્થંકરોની વાત કેવી સરસ સમજી જતાં હશે ?! બાકી ભાષામાં સમજતા નથી. એ પરમાણુની રીતે સમજે છે. ભાષા તો કોઈ સમજે જ નહીં ને ! ભણ્યા જ નહીં, ત્યાં શું ભાષા સમજે બિચારાં ! આ ભણેલાં મનુષ્યો જ એમની ભાષા નથી સમજતા પણ પરમાણુઓની અસર થાય બધી.
૩૧૫
બધાને પોતપોતાની ભાષામાં સમજાય એનો અર્થ એટલો જ કે એની ભાષામાં નથી પહોંચતું. પણ પોતાની ભાષામાં સમજે એવું એને એ વાતાવરણ લાગે. એટલે આનંદયુક્ત હોય.
આ અહીં દોઢ વર્ષનું બાળક ના સમજે તો ય પણ બેસી રહ્યું હોય. બીજું કશું આપવાનું કહીએ તો ય અહીંથી બહાર ના જાય. એનું કારણ ? આ વાતાવરણ એવું છે. એવું જાનવરો ત્યાંથી ખસે નહીં, એવું એ સુખદાયી વાતાવરણ ! પ્રાણીઓ એટલું સમજે કે આ સુખદાયી વાણી છે. એટલે તીર્થંકરનો જે અવાજ નીકળે ને, એનાં વાતાવરણથી જ સુખદાયી બધું થઈ જાય.
પ્રશ્નકર્તા : આ સમોવસરણની અંદર ભગવાન મહાવીરની વાણી સાંભળનાર જીવોને એ વાણીની એક જ પ્રકારની અસર થયેલી ખરી ?
દાદાશ્રી : ના. ભગવાન એક જ પ્રકારની વાણી બોલે, પણ દરેક પોતપોતાની ભાષામાં સમજી જાય. પોતાની સમજણે પોતાની ભાષામાં લઈ જાય, એટલે સંતોષ થાય એમને. એ વાણીનો એવો ગુણ હોય છે કે ગમે તે માણસ હોય, મુસ્લિમ હોય કે બીજા હોય, વેદાંતી હોય, જૈનો હોય, શિવપંથવાળા હોય. પણ બધા પોતપોતાની ભાષામાં વાત સમજી
જાય. પણ વાણી એક જ પ્રકારની !
...દર્શાવે સર્વ સામાન્યપણું !
પ્રશ્નકર્તા : એને દેશના જ કેમ કહ્યું હશે ? કોઈ દિશા બતાવે તેથી ?
Page #160
--------------------------------------------------------------------------
________________
૩૧૬
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : એ સર્વ સામાન્યપણું બતાવે છે. એટલે કોઈને ય બાધક ના હોવી જોઈએ. ઉપદેશ તો બાધકે ય હોય. દેશના દરેકને લાગુ થાય. કોઈ પણ જ્ઞાતિના બેઠેલા હોય, કોઈ પણ ધર્મના બેઠેલા હોય, પણ દેશના એ સાંભળ્યા કરે. તીર્થંકરની દેશના સામુદાયિક હોય. એમાં જરા ય પોતાપણું નહીં. દેશના અનેકાંત હોય. એટલે એકાંતિક રીતે કોઈને ય સ્પર્શે નહીં. બધાને કામ લાગે.
તે સર્જાયું દસમું આશ્ચર્ય ! મહાવીર ભગવાન દેશના આપતા હતા, ત્યારે દસમું આશ્ચર્ય થયું હતું. તે વખતે સૂર્યનારાયણને ઈચ્છા થઈ કે ‘હું મહાવીર ભગવાનના દર્શન કરવા જઉં.’ હવે સૂર્યનારાયણ તો, આ દેખાય છે એ બિંબ છે. એ જાતે સૂર્યનારાયણ ન હોય. બિંબ એટલે એક જાતનું પ્લેન છે, એમનું રહેવાનું સ્થળ છે એ અને બિંબ પ્રકાશમય છે. એની મહીં એ પોતે રહે છે, દેવ અને દેવી બેઉ ! સૂર્યનારાયણ દેવ-દેવી ભગવાનની દેશના સાંભળવા નીચે આવ્યા એટલે બિંબ અંધારું થયું એટલે લોકોએ નોંધ લીધી ઇતિહાસમાં, કે આ કઈ જાતનું ?! આવું કોઈ દહાડો બનેલું નહીં. એવું બે કલાક સુધી રહ્યું એ ઐતિહાસિક નોંધ છે. એ મહાવીર ભગવાનના વખતમાં આવેલા, એ દશમું આશ્ચર્ય છે !
આ તો કામ કાઢવાની કેડી ! શબ્દો તો ઓળખવા પડશે ને ? ઓળખીએ એટલે સારું પડે. એક તો દેશના, પછી ઉપદેશ અને આદેશ ! એટલે ગુજરાતી ભાષા જો પોતાની બધી વ્યાખ્યા-અર્થ સહિત છે ને ! કેવી રમણીયતાવાળી છે !! એટલે આ બધું દેશના શું ? ઉપદેશ શું ? આદેશ શું ? એ બધું સમજવું જોઈએ કે ના સમજવું જોઈએ ? અને આ બધાને રોજ હું કહું છું કે પૂછો આ અક્રમ વિજ્ઞાન છે. એટલે બધું પૂછાય. જેને જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછો. દરેક જાતના પ્રશ્નો પૂછવાનો અહીં આગળ વાંધો નથી. કારણ કે આ માર્ગ ન હોય ઉપદેશનો અને આ દેશનાનો ય માર્ગ ન હોય અને આદેશનો માર્ગે ય ન હોય આ. આ તો પોતાનું કામ કાઢી લેવાનો માર્ગ છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
[૫]
જ્ઞાતી પુરુષતી સૈદ્ધાંતિક વાણી !
વાદી-પ્રતિવાદીતે ય મંજૂર
પ્રશ્નકર્તા : વીતરાગ વાણી, એના ઉપર કંઈ પ્રકાશ આપો.
દાદાશ્રી : વીતરાગ વાણી એટલે સચેતન વાણી કહેવાય. તરત જ આપણને ચાલતા કરી દે. મહીં બધી મશીનરી ચાલુ કરી દે. પેલી વાણી કશું કરે નહીં. પેલી વાણી ને વા-પાણી બેઉ સરખાં.
જો વીતરાગ વાણી સાંભળવા મળે તો દુઃખ જાય. નહીં તો દુ:ખ જાય નહીં. વીતરાગ વાણી કોને કહેવાય ? કે જે વાણી ફરિયાદી ને આરોપી બંને કબૂલ કરે કે આ વાત સાચી છે. મારે માનવું - ના માનવું એ જુદી વાત છે. પણ આ વાત સાચી છે. આપણે એને કહીએ કે ‘ભઈ, તને કેમ લાગે છે ? આ વાત ખોટી છે ?' ત્યારે એ કહે, ‘ના. વાત સાચી છે. પણ મારે નથી માનવું, ગમે તે કોમનો હોય, ગમે તે જાતનો હોય, ગમે તે ગચ્છનો હોય, તો પણ એક્સેપ્ટ કરે કે ના ભઈ, વાત બરોબર છે. પછી ના માનવું, એ વાત જુદી છે. કોઈનો કોઈના ૫૨ અધિકાર નથી. પણ વાત તો તરત સમજાઈ જાય.
વાણીનો સિદ્ધાંત
વીતરાગ વાણી હોય તો વાદી અને પ્રતિવાદી બંને કબૂલ કરે. ને રાગી-દ્વેષી વાણી હોય તો ના કબૂલ કરે. પછી લોકો નથી કહેતા કે મારો છોકરો મારું માનતો નથી. એનું શું કારણ ? રાગ-દ્વેષ છે. બહારના લોકો પોતાનું ના માને, પણ છોકરાએ તો પોતાનું માનવું જોઈએ ને ? પણ
રાગ-દ્વેષને લઈને માનતો નથી.
૩૧૮
પોતાનો આત્મા કબૂલ કરે, એ જ વીતરાગ વાણી. અમે એટલું જ કહીએ કે તારો આત્મા કબૂલ કરે તો જ સાંભળજે અને નહીં તો આત્મા કબૂલ ના કરે ને મનનું કબૂલ કરેલું, એ તો મનોરંજન કહેવાય.
આ જગતમાં જે બહાર સાંભળશો, તે બુદ્ધિશાળીઓની વાણી છે. તે મનને સંતોષ થશે અને અહીં આત્મતૃપ્તિ થશે. મનનો સંતોષ અને આત્મતૃપ્તિમાં ફેર ખરો ?
પ્રશ્નકર્તા : ચોક્કસ, ઘણો ફેર.
દાદાશ્રી : તો અહીં સીધી આત્મતૃપ્તિ થાય એવું છે. જ્યાં સુધી ‘હું કંઈક જાણું છું”, ત્યાં સુધી એ અંદર પેસવા ના દે.
એ ત્રિકાળી સત્ય!
પ્રશ્નકર્તા ઃ દરેકને પોતાનું ‘હું’ પદ હોય, ‘હું કહું’ એ જ સાચું એમ
હોય.
દાદાશ્રી : અને પછી વિખવાદ થાય.
પ્રશ્નકર્તા : એટલે લોકો ભ્રાંતિમાં પડી ગયા છે કે આમાં સાચું શું ?
દાદાશ્રી : તે સાચું ક્યાં હોય ? કે જ્યાં વાદ-વિવાદ ના હોય. ત્યાં સાચું હોય. જ્યાં વાદ-વિવાદ હોય, ત્યાં તો કાગડા લઢે એવો કુસંગ કહેવાય એ. જ્યાં સત્સંગ હોય, પણ ત્યાં પૂછાપૂછમાં વાદવિવાદ ઊભા થાય તો જાણવું કે અહીં કશો લાભ નથી.
પ્રશ્નકર્તા : વાદ-વિવાદ કરે, તો ‘સાચું શું છે’ એ જાણવા મળેને, નહીં તો હું મારું ડહાપણ કર્યા કરું.
Page #162
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૧૯
દાદાશ્રી : પણ એ ડહાપણ કામનું નહીં.
હવે અહીં પણ પોતાનું જો વચ્ચે ડહાપણ છોડી દે, તો જ્ઞાની બોલે તે સાચી જ વાત હોય. કારણ કે જ્ઞાની તો નિર્વિવાદ વસ્તુ હોય. અમારી જોડે વિવાદ જ કોઈએ કર્યો નથી. આ તો જ્ઞાનીનો શબ્દ તદન સાચો જ પડે છે. પણ પોતાની જે પકડ છે, ને પોતાની જે માન્યતા છે, તે એક વાર તો સમજમાં બેસવા જ ના દે.
પ્રશ્નકર્તા : હું અહીં વાદ-વિવાદ કરવા નથી આવ્યો. સમજવા માટે આવ્યો છું.
દાદાશ્રી : અહીં વિવાદ હોતો જ નથી. મારી જોડે કોઈ માણસે વિવાદ કર્યો જ નથી. કારણ કે વિવાદ ક્યાં થાય કે જ્યાં બુદ્ધિ હોય. તે મારામાં બુદ્ધિ જ નથી બિલકુલ, પછી વિવાદ તમે કેવી રીતે કરો ? મારામાં એક સેન્ટ પણ બુદ્ધિ નથી ને હારીને બેઠેલો છું. અહીં કોઈ વાદ-વિવાદ કરવા આવતું નથી, કુદરત એવા માણસોને અહીં મોકલતી નથી. કારણ કે આ તો વાદ-વિવાદની જગ્યા જ ન હોય. જ્ઞાની પુરુષનું વાક્ય એટલે ત્રિકાળ સત્ય કહેવાય, એક એક વાક્ય ! ત્રણે ય કાળ સાચો હોય એ શબ્દ. આ જેટલું જ્ઞાનમાં બોલ્યાને, એ બધી વાત ત્રિકાળી સત્ય હતી. એટલે આ અલૌકિક વસ્તુ છે. જેને ઇન્ટરેસ્ટ હોય, તે લાભ ઉઠાવે તો બહુ સારો ફાયદો થાય એને. બાકી જગત આખું લૌકિકમાં પડેલું છે અને આ બધી વાત અલૌકિક છે. વિવાદ વગરની છે.
અહીં વાત સાંભળે તેને મળતું જ આવે. બીજે બધે સંવાદી-વિવાદી કહેવાય. વિવાદ કરવા પડે. પછી પ્રતિવાદી, તે અહીંયા ના હોય. અને વાત અવિરોધાભાસ હોય. એટલે મળતું આવવું જ જોઈએ. આગળ પંદર વર્ષ પહેલાં વાત કરી હોય, તેની તે જ વાતને આજે મળતી આવતી હોય. શબ્દોનાં સ્વરૂપ જુદાં હોય, પણ વાત મળતી આવે. સિદ્ધાંત એક જ હોય. સિદ્ધાંત એનું નામ કહેવાય કે જે વાદ ઉપર વિવાદ ના હોય, વિરોધાભાસ હોય નહીં. અને ત્રણેય કાળ સત્ય હોય. વિરોધાભાસ હોતને, તો એ પછી ભવિષ્યમાં ચેકવું પડે.
અહીં તો હું જે બોલ્યો છું, આજ અઠ્ઠાવીસ વર્ષથી, તે આમાં
વાણીનો સિદ્ધાંત (ટેપમાં) આવી ગયેલું છે. એમાં શબ્દે શબ્દ કોઈ ચેકો ના મારી શકે. એક શબ્દનો ય ચેકો નહીં. તે બીજા નવા શાસ્ત્રરૂપ કહેવાય.
૩૨૦
એક લાખ શબ્દ બોલ્યા હોય, તેને વાદ કહેવાય. એ વાદ ઉપર જો વિવાદ ના થાય તો જાણવું કે આ કરેક્ટ જ્ઞાન છે. વાદ ઉપર વિવાદ થયો તો એને જ્ઞાન કહેવાય જ કેમ ?
એવું છે ને બુદ્ધિશાળીઓ તો વાદ-વિવાદ કરે. આ બુદ્ધિવાળી વાણી ન હોય. જ્યાં બુદ્ધિ ખલાસ થઈ ગયેલી તે વાણી, નિર્વિવાદી વાણી કહેવાય. જ્યાં સંવાદ નહીં, વિવાદ નહીં, અત્યારે આપણા પચાસ હજાર માણસ આવે, પણ આપણે ત્યાં વિવાદ જેવો શબ્દ નથી જોયો. છેલ્લી જ કક્ષા. આથી આગળ બીજું કંઈ જાણવાનું ના હોય.
પરમહંસતી સભા છે આ !
જુઓને, અજાણ્યા માણસ હોય છે, તો ય પણ અહીં આગળ વિવાદ કરતા નહોતા. કારણ કે આ સાચું જ હોય, એક્ઝેક્ટ હોય. ગમે તે કોઈ અજાણ્યો માણસ હોય તો ય આમ કહેશે, કરેક્ટ છે. પછી એને સ્વીકાર કરવું - ના કરવું એની મરજીની વાત છે. કરવું - ના કરવું, એની પ્રકૃતિ કહે તેવું કરે.
આ વાણી તો તરત આવરણ ભેદી અને આત્માને પહોંચાડી દે છે. આવરણભેદક વાણી કહેવાય છે આ. તે તરત જ સીધી પહોંચાડી દે ને તરત કબૂલ કરી દે. વિવાદ ના કરે અને પેલું તો વાદ-વિવાદ ને તોફાન ! અને વાદ-વિવાદ હોયને ત્યાં ધર્મ ના હોય. એ તો માથાફોડ કહેવાય. કાગડાની સભા કહેવાય. પરમહંસની સભા જોઈએ. ચાંચ બોળતાની સાથે
આમ આ બાજુ દૂધ થઈ જાય ને આ બાજુ પાણી થઈ જાય. ભેદ પડી
જાય.
અને આત્મા-પરમાત્માની વાત, એ તો પરમહંસો માટેનું કામ. અહીં બીજું કશું હોય નહીં. આત્મા-પરમાત્માની વાત એકલી નીકળે, એવી કોઈ જગ્યાએ હોય નહીં. જ્યાં આગળ એકલી આત્મા ને પરમાત્માની વાત હોય, ત્યાં દેવલોકો હઉ પધારે.
Page #163
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
બીજે બધે હંસની સભા કહેવાય, પરમહંસની નહીં. એટલે આમ ખોટામાંથી છોડાવડાવે ને સારું કરો, દાન આપો, ફલાણું કરો, આમ કરો, ક્ષમા રાખો, દયા રાખો, શાંતિ રાખો, એવું બધું રાખવાનું કહે કહે કર્યા કરે. એ બધું શેને માટે રાખવાનું ? શુભને માટે. એ બધી હંસની સભા કહેવાય. ત્યાં બધે આત્માની વાત ના હોય. આત્મા માટેના સાધનની વાત હોય. આત્માની પ્રાપ્તિ કરવાના સાધનોનો માર્ગ હોય અને આ સાધ્યમાર્ગ છે, જ્યાં આત્મા-પરમાત્માની વાત હોય.
૩૨૧
પછી હંસની સભાથી ય ઉતરતો સંગ હોય, એ કાગડાઓનો સત્સંગ કહેવાય. જરા કશુંક થાય તો કાઉ કાઉ કરી મૂકે. એવું સત્સંગમાં થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : પેલો આમ કહે, તો બીજો આમ કહે.
આ ત્રણ પ્રકારનાં સત્સંગ મોટા. બીજા નાના સત્સંગ તો પાર વગરના થવાનાં. કાગડાનો સત્સંગે ય મોટો કહેવાય.
બુદ્ધિતા જવાબો, જન્માવે વિવાદો !
આ સંવાદી ન હોય. આ વાદ-વિવાદ ન હોય. બુદ્ધિનો બધો ભાગ એ વાદ-વિવાદ કહેવાય. વાદ-વિવાદ એટલે એ બોલે તેની પર પાછો હું વિવાદ કરું. પછી વિવાદ ચાલે. ચર્ચા ચાલે. એક જ પ્રશ્નનો જવાબ બુદ્ધિથી આપવામાં આવે તો ચર્ચા ચાલે.
પ્રશ્નકર્તા : બુદ્ધિથી જવાબ અપાયેલો હોય તો વિવાદ થાય જ. દાદાશ્રી : સામાની બુદ્ધિ ઊભી થઈ જાય. તે આ તલવાર લીધી ત્યારે હું ય તલવાર લઉં. હું બુદ્ધિથી જવાબ નહીં આપવાનો ને, એટલે ચૂપ ! બુદ્ધિથી બોલાય નહીં. આમાં હેલ્પીંગ થાય. મૂળ રસ્તા તરફ જવામાં હેલ્પીંગ થાય.
બુદ્ધિ વાદ-વિવાદવાળી હોય. તમે બુદ્ધિની વાત બોલો તો બીજો
વાણીનો સિદ્ધાંત
પેલો વાદ કરશે કે, ‘જા, આમ ના હોય, પણ આમ હોય.' અને આ જ્ઞાનની વાતમાં વાદ ના કરે.
૩૨૨
એક્ઝેક્ટ આત્મા જ કબૂલ કરવો જોઈએ. ત્યારે કહે, “બહાર આત્મા કબૂલ કરે છે ને ?” ના. એ તો મન કબૂલ કરે છે, ત્યાં તો આત્મા કબૂલ કરે જ નહીં. આત્મા જાગૃત જ ના થાય. આત્મા જ્ઞાનીની હાજરીમાં જ જાગૃત થાય. નહીં તો થાય જ નહીં. અને અમે જ્ઞાનમાં જોઈને બોલીએ છીએ, નિર્વિકલ્પ દશામાં, નિર્વિચાર દશામાં. વિચારે ય પુદ્ગલ છે. ક્યાં સુધી વિચારનું ગલન કર્યા કરવું ?
અહીં તો લાખ માણસ બેઠા હોય ને, તો એ બધાને એક્સેપ્ટ કરવી પડે, આ વાતને. પછી કોઈને જાણીજોઈને આડું બોલવું હોય તો મને કહે કે મારો આત્મા કબૂલ કરતો નથી. ત્યારે હું કહું કે મારી ભૂલ થઈ. તારી પાસે વાત કરી, એ જ મારી ભૂલ થઈ. શાથી એવું કહું હું ? એનો આત્મા કબૂલ કરે તો ય આડું બોલે એવાં આડા ખરાં કે મહીં ? એવાં હોય ને કે આડું બોલે પાછું ?
જો અમારા વાદ ઉપર વિવાદ થશે, સામો માણસ વિવાદ કરવા ફરશે તો એ માર ખાશે. મારે કંઈ મારવો નથી. એનાં કર્મો એને માર ખવડાવશે.
પ્રશ્નકર્તા : તો આ બધા વાદ-વિવાદ કયાંથી આવ્યા, જો ઓટોમેટીક બન્યું તો ?
દાદાશ્રી : વાદ-વિવાદ એ તો ઈગોઈઝમનું, બે ઈગોઈઝમ લઢે, એનું નામ વાદ-વિવાદ.
ફોડ ના પડે તો વાદ-વિવાદ ચાલ્યા કરે. તેનું નામ જ સંસાર આ. પઝલ સોલ્વ કરતાં આવડ્યું એટલે નિરાંત.
તથી આવ્યો ખરું કરાવવા !
હું જે વાણી બોલું તે વાણીથી તમારું આવરણ તૂટે, ને અંદર લાઈટ થાય. ને તેથી તમને મારું સમજાય. બાકી એક શબ્દ પણ સમજવાનું તમારું
Page #164
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
ગજું નથી. બુદ્ધિ કામ જ ના કરે. આ બધા બુદ્ધિશાળીઓ છે, તે બધા રોંગ બિલિફથી છે. અમે અબુધ છીએ. અમારી પાસે બુદ્ધિ નામે ય ના હોય.
૩૨૩
‘અમે’ અમારી લાઈફમાં કોઈને ના કહીએ કે ‘તમે મારું માનો.’ કારણ કે એ પોતાની સત્તામાં જ નથી. ‘મારું ખરું છે’ એવું માનવાનું ના હોય. ‘મારું છે, માટે ખરું છે' એવું મહીં થયા કરે, એ રોગ ઊભો થયો કહેવાય. આપણી સાચી વાત સામો કબૂલ કરે જ. જો ના કરે તો આપણે છોડી દેવું. આ વાણી મારી નથી. તેથી તેમાં ભૂલ ના થાય. ‘મારી વાણી છે’ એવું જ્યાં હોય, ત્યાં વાણીમાં ભૂલ થાય.
આ બધાંને કહું છું કે આત્મા કબૂલ કરે તો મારી વાત માનજો. નહીં તો મારી વાત માનવાને તમને કોઈ કારણ નથી. હું મનાવવા માટે નથી આવ્યો. જે સુખ હું પામ્યો છું, એ સુખ તમે પામો એવી મારી ઇચ્છા
છે. બીજી કોઈ ઇચ્છા નથી.
લાગે.
ફેર છે લોજિકલ તે સૈદ્ધાંતિકમાં !
પ્રશ્નકર્તા : ક્રમિકમાં વર્ણન કર્યું હોય, તે ઘણું લોજિકલ છે એમ
દાદાશ્રી : લોજિકલ છે માટે એ સત્ય નથી. લોજિકલ છે, માટે મહાવીરનું વાક્ય ન હોય આ. આપણો એક શબ્દ લોજિકલ નથી. પચ્ચીસ પચ્ચીસ વર્ષથી હું બોલ્યો છું પણ એક શબ્દ વિરોધાભાસ ઉત્પન્ન થયો નથી. ત્યાં સિદ્ધાંતની બહાર કશું હોય નહીં. સિદ્ધાંત એનું નામ કહેવાય કે અસિદ્ધાંતપણાને કોઈ કાળે ક્યારે ય પામે નહીં અને અસિદ્ધાંત એનું નામ
કહેવાય કે સિદ્ધાંતને ક્યારે ય ના પામે.
પ્રશ્નકર્તા : લોજિક એટલે શું ?
દાદાશ્રી : તર્ક બધું. અત્યારે ક્રમિકમાર્ગ બધો તર્ક ઉપર બંધાયેલો છે. ડેડલી છે અને તેથી પામતા નથી ને ! મરેલી વસ્તુમાં શું પ્રાપ્ત કરી શકશો ? અહીં કિંચિત્માત્ર લોજિક નથી.
પ્રશ્નકર્તા : પેલાં પોતે જે જાણે છે, ક્રમિકનું જે જાણે છે, એ પ્રમાણે
૩૨૪
વાણીનો સિદ્ધાંત
અક્રમને લોજિકલ કહે તો બરાબર કે નહીં ?
દાદાશ્રી : ના. કહેવાય જ નહીં અહીં. આ તો મહાવીરની વાણી કહેવાય. મહાવીરની વાણીને જો લોજિકલ કહે, તો પછી તો કોને સાચી વાણી કહેશે ?! આ તો ચોવીસ તીર્થંકરોની પરફેક્ટ વાણી છે !
પ્રશ્નકર્તા : આપણે ભલે ‘લોજિકલ’ શબ્દ પ્રયોગ કર્યો, પણ એ સમજી શકાય એવું છે, એમ એમનું કહેવું હશે ?
દાદાશ્રી : એ બરોબર છે. બુદ્ધિથી ના સમજાય તો કામનું જ નહીં. બુદ્ધિથી જ લોકો સમજીને આગળ વધે છે. પણ બુદ્ધિથી સમજાવી ન શકે. કોઈ પણ માણસ મહાવીરનો સિદ્ધાંત બુદ્ધિથી સમજાવી શકે નહીં. હા, એના એ જ શબ્દો, શાસ્ત્રોના શબ્દોથી સમજાવાય. પણ બુદ્ધિથી, પોતાના શબ્દોથી, એકુંય વાક્ય એકુંય માણસ નહીં બોલી શકે. મહાવીરની વાણી, અહંકારરહિત સિવાય કોઈ માણસ એક વાક્ય પણ બોલી શકે નહીં, એક વાક્ય નવું ઉત્પન્ન થાય નહીં. સમજવું જોઈએ આ. આ વાણી તો મહાવીરની વાણી કહેવાય. સૈદ્ધાંતિક વાણી મહાવીરની વાણી હોય. સૈદ્ધાંતિક વાણી શાસ્ત્રમાં ન હોય.
પ્રશ્નકર્તા : કૃપાળુદેવ શેનાથી સમજ્યા હશે ?
દાદાશ્રી : એ તો શાસ્ત્રના આધારે સમજેલા.
પ્રશ્નકર્તા : સિદ્ધાંત એટલે શું ?
દાદાશ્રી : સિદ્ધાંત એટલે વિરોધાભાસ ક્યાંય ન હોય. વીસ વર્ષ થાય, ચાળીસ વર્ષ થાય, પણ જે બોલ્યા હોય, જે લખ્યું હોય એમાં કોઈ દહાડો વિરોધાભાસ ના હોય. પેલું તો સંસાર તરફનું બધું વિરોધાભાસ કરનારું. હંમેશા બુદ્ધિ હોય ત્યાં વિરોધાભાસ હોય જ. અને બુદ્ધિ છે ત્યાં સાપેક્ષતા છે, એટલે વિરોધાભાસ હોય જ.
અક્રમ વિજ્ઞાત છે સૈદ્ધાંતિક !
આપણું વિજ્ઞાન તો ચોગરદમથી તાળો મળે એવું છે. બીજે
Page #165
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૨૫
૩૨૬
વાણીનો સિદ્ધાંત
વિરોધાભાસ જડે, પણ આમાં વિરોધાભાસ ના જડે. અને આ તો એક્ઝક્ટનેસને ! આટલાં આટલાં અઠ્ઠાવીસ વર્ષથી પ્રશ્ન પૂછે પણ એક્ય વિરોધાભાસ શબ્દ મહીં નથી !
બાકી કોઈ પુસ્તક લાવો એટલે એ કહી આપું કે ચોથે જ પાને એનું વિરોધ કરતું હોય. પણ વાંચનારને ખબર ના પડે. એવી જાગૃતિ હોય નહીંને અને મને તો પહેલે પાને શું લખ્યું છે એ ખ્યાલ હોય. આ વાક્ય કોને ટેકો આપી રહ્યું છે ને કોને ગોદો મારે છે, એ બેઉ મને ખ્યાલ હોય.
પહેલા પાનાથી લખે, પહેલું વાક્ય લખે, તેને બીજું વાક્ય હેલ્પ કરે, પહેલા વાક્યને કોણ હેલ્પ કરે ? બીજું વાક્ય હેલ્પ કરે. બીજાને કોણ હેલ્પ કરે ? ત્રીજું વાક્ય. એવું પચ્ચીસ પાના સુધી હેલ્પવાળું લખી લાવે. એ અવિરોધાભાસ કહેવાય. ત્યારે જગતના પુસ્તકો કેવાં હોય ? પહેલા પાને લખેલું હોય પછી કંઈ એવું જ વાક્ય મૂકે, તે પચ્ચીસે ય પાન ઊડી જાય. એટલે વિરોધાભાસ હોય ત્યાં !
એટલે આ અક્રમ વિજ્ઞાન આપ્યું સૈદ્ધાંતિક સ્વરૂપે છે. જ્યાંથી પૂછો ત્યાં સિદ્ધાંતમાં જ પરિણમે. કારણ કે સ્વાભાવિક જ્ઞાન છે આ. કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવેલી, ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ન જાય. વિરોધ ઉત્પન્ન ના થાય. દરેકના સિદ્ધાંતને હેલ્પ કરી કરીને સિદ્ધાંત આગળ વધતો જાય ને કોઈનો ય સિદ્ધાંત તોડે નહીં. વિરોધાભાસ ઉત્પન્ન ના હોય.
જ્ઞાતી બંધાયા ખુલાસા આપવા ! અબજ રૂપિયા આપવાથી ના મળે, આમાંનો એક અક્ષર સાંભળવાનો નહીં મળે. આ પરપોટો જીવે છે ત્યાં સુધી કામ કાઢી લો, પછી અક્ષરે ય સાંભળવાનો મળે નહીં. આ બધાને તો હજી પચશે ત્યારની વાત છે ને ! બાકી પચવું સહેલું નથી. પોતાને ફાયદો થઈ જાય. સિદ્ધાંત હાથમાં આવી જાય. પણ પચ્યા પછી ઊગે. એ તો વાત જ જુદીને ! ઉગશે થોડું ઘણું પણ તે આવું ના ઉગે ને ! આવી અજાયબી ના ઊગે ! એટલે થોડું ઘણું ઊગશે. અમારા આશીર્વાદ છે. અમે આશીર્વાદ હઉ આપીએ !!
જ્ઞાનીની વાણી સાંભળ સાંભળ કરવાથી પ્રગટે. આ જ્ઞાનીની પાસેની સીધી વાણી ડીરેક્ટ સાંભળવાથી એ મહીં પચન થાય અને તો પ્રગમે. પ્રગમીને પોતે જ સ્વભાવિક રીતે ફણગા મારે. જો એમાંથી ડહાપણપૂર્વક નિહાળ્યા કરે તો. બાકી એને નિહાળવાની જ જરૂર છે !
આ બધી કેવળજ્ઞાનમય વાણી છે. કેવળજ્ઞાન કોને કહેવાય ? બુદ્ધિ જ્યાં એન્ડને પામે, મતિજ્ઞાન જ્યાં એન્ડને પામે. મતિજ્ઞાન જ્યાં એન્ડને પામે ત્યાં કેવળજ્ઞાન ઊભું રહ્યું છે. એ પ્રકાશ કેવળજ્ઞાનથી જ ઉત્પન્ન થયેલો પ્રકાશ છે.
એટલે આ દુનિયાની એક અજાયબી છે. વાત સાંભળવી હોય એટલી સાંભળજો, ઠીક લાગે તો ધારણ કરજો, ના ઠીક લાગે તો પાછું મૂકી દેજો, ત્યાં ને ત્યાં.
જેટલા શબ્દ હું બોલું છું, તે બધા પ્રૂફ આપવાના રાઈટથી બોલું છું. એકે ય શબ્દ પૂફ વગરનો મારાથી બોલાય નહીં. આ ફેંકાફેંકનો શબ્દ નથી આમાંનો એકંય.
સિદ્ધાંત વીતરણોતો
એટલે વીતરાગોનો સિદ્ધાંત કેવો હોય ? અવિરોધાભાસ. આગળ જે વીતરાગ થઈ ગયા તેમનો જ સિદ્ધાંત છે આ. આ કંઈ જ્ઞાન નવું ઉત્પન્ન થતું નથી અને જૂનું જતું નથી. એનું એ જ જ્ઞાન ચાલ્યા કરે છે.
- સિદ્ધાંત એટલે, જડભાવો અને ચેતનભાવો, જે ભગવાને જોયા એને સિદ્ધાંત કહેવાય. હા, જડ અને ચેતન નહીં, જડભાવો અને ચેતનભાવો એ જ અવલોકયા. બાકી ભાવો તો રહેવાના જ. એ ભાવોનું ભાન નથી થાય એવું, બળ્યું !!
જ્ઞાતીની વાતની શંકા ય કરાય ? શંકા શું કરવા કરીએ તે ? જેની નવ સાચી વાત આપણા અનુભવમાં આવે, એટલે દશમી વાત સાચી છે એવું માની લેવું આપણે. ના સમજણ પડે તો ય, ત્યાં સુધી બાજુએ મૂકો. પણ ફેંકી ના દેશો. કારણ
Page #166
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૨૭
૩૨૮
વાણીનો સિદ્ધાંત
કે અમારાથી એક અક્ષરે ય અવળો ના બોલાય. આ હું તો આટલો સ્વીકાર કરી લઉં. મને તો એક ક્ષણવાર તીર્થકરોની વાણી ઉપર સહેજ પણ એવી શંકા થઈ નથી.
નહીં એકેય, ઉત્સુ મહીં જે ઉગેલું હોય ને, બીજું પહેલાંનું તે ય ધૂળધાણી થઈ જાય !
વચનબળ બાપ બેટા આગળ ! આપણે કહીએ તમારું વચનબળ એવું બોલો ને જેથી મારું મહીં થાય કંઈ. વચનબળ તો મુખ્ય વસ્તુ. મનુષ્યને વચનબળ ના હોય તો કામનું જ શું?
બાપ છોકરાને કહે કે ‘દાદાજીને પગે લાગ.” ત્યારે છોકરો સૂઈ જાય છે, ત્યારે બાપનું વચનબળ કેવું કહેવાય ? કેમ આટલું લૂઝ થઈ ગયું છે વચનબળ ? કારણ કે વાણી લૂઝ રીતે વાપરી છે. જૂઠ, કપટ, બદમાશી, હેરાનગતિ, લોકોને દુઃખ થાય તેવી વાણી, વાણીનાં બધાય પર્યાયો ખરાબ કરી નાખ્યા છે. પછી મેં એના બાપને કહ્યું “કઈ જાતના માણસ છો, તારું વચનબળ ક્યાં ગયું ? છોકરા પર નથી ચાલતું તો બીજી જગ્યાએ શી રીતે ચાલશે ?” છોકરો તારું કહેલું નથી કરતો અને તે નાનું બાળક, મોટું વીસપચીસ વરસનું હોય તો જાણે કે એને અહંકાર જાગેલો હોય. પછી મને કહે છે કે “એ છે જ આડો.” તે મેં કહ્યું કે “એ આડો નથી. તું આડો છે. તને બાપ થતાં નથી આવડ્યું.’ પછી એ છોકરાને બહુ એના બાપે કહ્યું, ને પછી બહુ સમજાય સમજાય કર્યો. એના બાપે કહ્યું ત્યારે આમ અવળું ફરીને કર્યું, આમ મોટું ના દેખાડયું. શું સમજતો હશે છોકરો ? એ છોકરાને એટલો બધો અહંકાર મહીં.
પછી મને કહે છે, “કેટલો આડો છે ?” મેં કહ્યું, ‘એ આડો નથી” પછી મેં કહ્યું, ‘બાબા, જય સચ્ચિદાનંદ.’ તો તરત આમ એક વખત નહીં, પાંચ વખત કરવા માંડ્યો પાંસરો. આ તો જગત આખું ભમરડા છાપ છે. તેમાં વચનબળની જ જરૂર છે. એ તો બધા કૂદાકૂદ કરે. વચનબળ ના હોય તો શું થાય ? આખું જગત ભમરડો છે ! મેં લખ્યું છે, પુસ્તકમાં લખ્યું છે, ટી-ઓ-પી-એસ, ‘ટોસ'.
અમારું વચનબળ છે. વચનબળવાળું એ વચન ઉગે. નહીં તો ઉગે
વચનબળતી તરતમતા ! પ્રશ્નકર્તા: પરમ કૃપાળુદેવની વાણી બુદ્ધિથી સમજાય છે, પણ એનો અમલ થતો નથી.
દાદાશ્રી : અમલ કરવાનો જ નથી. અમલ ક્યારે થાય ? એ હાજર હોય ત્યારે થાય. પછી તો જાણવાની જ જરૂર છે. અમલ તો હાજર હોય ને ના થાય તો આપણે કહીએ કે તમારું વચનબળ ઓછું છે. વચનબળ તો હોવું જ જોઈએ ને ! વચનબળ એટલે સામાને શક્તિ ના હોય તો ય કામ થઈ જાય. અહીં આગળ ત્રણ હજાર માણસ ભેગાં થયાં હોય, તે ઘડીએ હું બોલું કે બધા એકદમ ઊભા થાવ અને સાષ્ટાંગ નમસ્કાર કરવા માંડો. તો બધા ઊભા થઈ જાય ને સાષ્ટાંગ નમસ્કાર કરવા માંડે, એ વચનબળ. વચનબળ એટલે શું કે વચન જ કામ કર્યા કરે. વચનનું બળ છે, મારું બળ નથી. આ જ્ઞાનીઓનું વચનબળ આવું. અને અજ્ઞાનીનું વચનબળ જોયેલું નહીં તમે ?
પ્રશ્નકર્તા : અજ્ઞાનીનું વચનબળ હોય જ નહીં.
દાદાશ્રી : એ વચનબળ અમુક હોય. વચનબળ એટલે શું? વાણી સંબંધી અમુક નિયમ પાળવા. એનાથી વચનબળ રહે. તે અજ્ઞાનીને ય વચનબળ હોય. એક લાખ માણસ ઊભું હોય (મિલીટરીમાં), તો લેફટ કહે તો લેફટ ને રાઈટ કહે તો રાઈટ. જાણે મશીનરી ચાલે છે ! એ અજ્ઞાનીનું વચનબળ તો જુઓ ! એ અજ્ઞાનીનું વચનબળ નહીં ?
પ્રશ્નકર્તા : જ્ઞાનીનાં વચનબળમાં સહજતા હોય ને !
દાદાશ્રી : આ સહજતા ને એ અસહજતા. એ તો મૂળ જ અસહજતા જ છે ને ! એ વિકલ્પ જ છે ને ! પણ આમ કહેતાંની સાથે જાણે મશીનરી ઊભી થઈ જાય, એવું થઈ જાય. આપણે ઘડીવાર જોઈએ ને, તે હાથ હલ એકદમ સીધો જ થઈ જાય ! ટૂંકો હાથ હોય, પણ ટૂંકો
Page #167
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૨૯
૩૩૦
વાણીનો સિદ્ધાંત
હાથ અને લાંબો હાથ હોય તો લાંબો હાથ, પણ એ મશીનરી જ એવી થઈ જાય. જાણે મશીનરી ફરતી હોય ને, એવું ફર્યા કરે છે. જાણે મહીં કોઈ માલિક ના હોય એવી રીતે મશીનરી ફર્યા કરે છે ! તમે આવી પરેડ જોયેલી કે નહીં ? આવું તેવું બધું જોવા ના જાવ ?
આટલા બધા વ્યાખ્યાનો સાંભળ્યા, ઉપદેશો સાંભળ્યા પણ કોઈ દહાડો આત્મા હાજ૨ ના થાય. અમારી હાજરીમાં આત્મા હાજર થાય. એટલે શું ? અમારી વાણી આવરણ ભેદીને આત્માને પહોંચાડે. તે ઘડીએ આત્મા કબૂબ્સ કરે, એક્સેપ્ટ કરે. જ્યારે જગતની બધી વાણી છે એ મન સુધી પહોંચે, બુદ્ધિ સુધી પહોંચે, આત્મા સુધી પહોંચે નહીં. અમારી વાત સીધી આત્માને પહોંચાડે..
પેલો તરત એક્સેપ્ટ (સ્વીકાર) કરે. આપણે અહીં તદન નવા માણસો બધા એક્સેપ્ટ નથી કરતા ? કરે છે ! એ જુઓ છો ને તમે બધું? એ અહીં આગળ જ. બીજે કોઈ એક્સેપ્ટ નહીં કરે. એકે ય માણસ એક્સેપ્ટ ના કરે !
પ્રશ્નકર્તા : પછી “પોતાની સેફ સાઈડ માટે જૂઠું બોલો તો ક્યાંથી વચનબળ રહે.” (આપ્તસૂત્ર)
દાદાશ્રી : હા. પોતાની સેફસાઈડ માટે જૂઠું બોલવાનું થાય તો ક્યાંથી પછી વચનબળ ઉત્પન્ન થાય. વચનબળ કોને હોય ? જેને જગતસંબંધી કોઈ સ્પૃહા ના હોય. પછી ભલે આત્મા પ્રાપ્ત ના કર્યો હોય. પણ એ વચનબળ થોડું જ હોય. વચનબળ શી રીતે જતું રહ્યું છે ? આ વાણીનો દુરુપયોગ કર્યો તેથી. લોકોને મુશ્કેલીમાં મૂક્યા, લોકોને ખખડાવ્યા, કુતરાને બીવડાવ્યા, પ્રપંચ કર્યો, તેથી વચનબળ તૂટી જાય. જૂઠું બોલીને સ્વબચાવ કરે, સત્યના આગ્રહ ને દુરાગ્રહ કરે તો ય વચનબળ તૂટી જાય. તેથી બધી વાણી નબળી પડતી જાય, વીક થતી જાય. અને ‘વીક’ થતી જાય એટલે પછી અહંકારે કરીને કાર્યકારી કરવી પડે કે “જવું જ પડશે, કરવું જ પડશે.’ બાકી આમ સહેજે કાર્યકારી ના હોય.
વચનને સિદ્ધ તો કરવું પડશે ને ? વચનબળ માટે તો વચનના નિયમોમાં આવવું પડશે ને ? આ તો જૂઠું બોલીને છેતરીને વાણીને જેણે વ્યભિચારી કરી છે, એનું કોણ માને ?
છોકરાને ટૈડકાવે, ‘અલ્યા, સીધો બેસ.' તેથી છોકરાં આગળ વચનબળ ના રહે. જો વાણી એવી નીકળે કે સામાના હૃદયને ઘા કરે તો બીજા ભવમાં વાણી હપૂચી ખેંચાઈ જાય, દસ-પંદર વર્ષ મૂંગો રહે.
એકલું જ સત્ય બોલો અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય. જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઊતરી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે, તેથી તો મનવાણી બધું ફ્રેકચર થઈ જાય. સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરદસ્ત હોવી ઘટે !
વાણીનો ખોટો-અવળો ઉપયોગ કર્યો તેથી વચનબળ જતું રહે. વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય. વાણીને કોઈ પણ વિભાવિક સ્વરૂપે ન લઈ જાય તો વચનબળ ઉત્પન્ન થાય.
જેટલું તને સમજાય, તેટલું સત્ય બોલજે. ના સમજાય ત્યાં ના બોલે,
વયતબળ, જ્ઞાતીનાં ! પ્રશ્નકર્તા : વચનબળ કેવી રીતે પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : લોકો મને પૂછે છે કે, ‘આપનામાં વચનબળ કેમ છે ને અમારું વચનબળ નથી’ પૂછે કે ના પૂછે તો પછી આપ્તસૂત્રમાં જવાબ લખ્યો છે, વાંચો જોઈએ.
પ્રશ્નકર્તા : “એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યા હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય. પોતાનું માન વધે એટલા માટે વાણી ન બોલ્યા હોય તો એવું વચનબળ સિધ્ધિ થાય.” (આપ્તસૂત્ર)
દાદાશ્રી : આ જવાબ આપને સમજમાં આવે છે. જવાબ બરાબર લાગે છે ? આ પ્રમાણે કરે તો પોતાને ફાયદો ન થાય ? ભલે અજ્ઞાન દશામાં છો. પણ આ પ્રમાણે કરે તો અવશ્ય વચનબળ ઉત્પન્ન થાય.
Page #168
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૩૧
૩૩૨
વાણીનો સિદ્ધાંત
તેનો વાંધો નથી. તો એટલું વચનબળ ઉત્પન્ન થાય. ‘કોઈને દુઃખ થાય એવું નથી બોલવું’ એમ નક્કી કરવું ને ‘દાદા” પાસે વચનબળની શક્તિ માગ માગ કરવી, એનાથી તે પ્રાપ્ત થશે. અમારું વચનબળ અને તમારી દ્રઢ ઇચ્છા હોવી જોઈએ. અમારું વચનબળ તમારા સર્વ અંતરાયો દૂર કરી આપે. તમારી પરીક્ષા થાય, પણ પાર ઉતરે.
3
.
રહસ્ય વચનબળ તણું ! ‘આ’ દાદાના જેવું વચનબળ હોવું જોઈએ. ‘અમારું વચનબળ તો અજાયબી કહેવાય. જ્ઞાની પુરુષનું એક વચન અવરથા ના જાય ! ગજબનું, જબરજસ્ત વચનબળ હોય !! એનાં એક એક વચન પર જગત ઊછાળા મારશે ! એમનું એક જ વચન ઠેઠ મોક્ષે લઈ જાય.
‘અમારા’ એક એક શબ્દમાં ચેતન છે. વાણી રેકોર્ડ સ્વરૂપ છે, જડ છે. પણ અમારી વાણી મહીં પ્રગટ થઈ ગયેલા પરમાત્માને સ્પર્શનિ નીકળે છે. તેથી નિક્ષેતનને ચેતન કરે એવી ચેતનવાણી છે ! સામાની ભાવના જોઈએ. અમે બોલીએ કે “એ ય કૂદ', તો સામો દસ ફૂટનો ખાડો ય કૂદી જાય ! તો કેટલાંક કહે છે કે, ‘તમે શક્તિપાત કરો છો.” ના. અમારા વચનમાં જ એવું બળ છે ! કોઈ બહુ ડીપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ. ‘જ્ઞાની પુરુષ' તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે. તમને અહીં પૂરો ફોડ આપે એવું જ્ઞાનીનું વચનબળ છે. અમારી પાસે તમે અહીં બેઠા એટલે જગત વિમૃત રહે, અને તેને જ મોક્ષ કહ્યો છે ! વચનબળ હોય તો મુક્તિ આપે. બાકી આ રેડિયો સાંભળ્યા. એ તો આખો દહાડો સાંભળો જ ને ! પણ રેડિયાનો ઉકેલ નથી આવ્યો અને આનો ય ઉકેલ નથી આવ્યો.
ત્યાં છે વચનબળ ! પ્રશ્નકર્તા : “વચનબળ ક્યાં છે? એ પારખવાની મને શક્તિ નથી.
દાદાશ્રી : આપણે એમને કહેવું કે ‘સાહેબ, તમે બોલ્યા પણ તમારી વાત મને ગમતી નથી. તમે તો રેડિયો છો. તમારામાં અક્કલ નથી.’ એવું કહેશો તો વચનબળવાળા હોય તો પ્રેમ કરશે, આશ્વાસન આપશે અને
પેલો ફેણ માંડશે. વચનબળવાળાને તો તમે ધોલો મારો તો ય ફેણ ના માંડે, કરડે નહીં, આશીર્વાદ આપે.
વચતસિદ્ધિ કે વચનબળ ? એક શબ્દ જેને માટે નીકળી ગયો હોય, તેનો સર્વસ્વ રોગ કાઢી નાખે. વચનબળ કહેવાય આ તો. કારણ કે હું જ્ઞાન આપું છું, તે વચન મહીં અંદર થયેલાં છે. તે વચન એની મેળે બોલ્યા જ કરે છે, જુઓને ! વચનબળ ! વચનબળ અને વચનસિદ્ધિ, બે જુદાં પાછા. વચનસિદ્ધિ તો જ્ઞાન ના હોય, અને હૃદયશુદ્ધિ હોય, એવા હૃદયશુદ્ધિવાળા સરળ માણસો હોય છે અહંકાર જરા નરમ થયેલો હોય, એવા માણસોને હું જાણું છું. એ બધા બોલે ને એ પ્રમાણે થાય. કારણ કે પેલું થવાનું હોય ને આને મોંઢે નીકળે.
અને કેટલાંકને હૃદયશુદ્ધિ હોય છે ને, તે બોલે કે તમારો દીકરો માગશર મહિનામાં પણશે. તે હૃદયદ્ધિના આધારે સાચું પડે છે. એ વચનસિદ્ધિ કહેવાય છે. એ કંઈ જોઈને નથી કહેતા અને એવું જોઈને કહેતા હોય ને તો ત્યાર પછી, એક કલાક પછી એ મહારાજ સાપ કરડીને મરી ગયા હોય. આવું બધું દેખાયું તો મહારાજને સાપ દેખાયો નહીં તો ? પણ કશું દેખાય કરે નહીં !
કોઈ માણસનું જવલ્લે જ સાચું પડે. આ તો બધું જેટલું બોલેને, કે કાલથી હવે હું હાથ ઘાલીશ નહીં. તે આપણે જાણીએ કે આમાં કશું વળવાનું નથી. વચનબળ સાચું પડે નહીં ને ! એવું જો સાચું પડતું હોત તો તમારું ધાર્યું બધું થઈ જાય.
પ્રશ્નકર્તા : અમારા વચન ખોટાં પડે, એટલો ભાગ અટકી જાય તો ય બહુ થઈ ગયું.
દાદાશ્રી : ના અટકે. અટકતાં હશે ? પ્રશ્નકર્તા : વચનસિદ્ધિ હોય, એનું તો સાચું પડે ને ?
દાદાશ્રી : હા.
Page #169
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૩૩
૩૩૪
વાણીનો સિદ્ધાંત
આ તો કહેશે, “બીડીઓ છોડો.” અરે, એવું બોલ, એવી સમજણ પાડ કે બીડી એની છૂટી જાય. કંઈ જાતના લોકો છે ?! એને પીવા દે ને નિરાંતે બિચારાને. નહીં તો એને ઊંઘ નહીં આવે. આ અક્રમ વિજ્ઞાન શું કહે છે કે એને સમજાવો તો બધું એની મેળે છૂટી જશે. આ મારી જોડેના કેટલાંય માણસનું બધું છૂટી ગયું હડહડાટ !! અમારા શબ્દથી કેટલાંયનાં દારૂ, માંસાહાર છૂટી ગયા. અમારા શબ્દથી આખો ફરી જાય છે માણસ. આ વચનબળ એટલું બધું સરસ છે કે બધું આખું ફરી જાય છે.
પ્રશ્નકર્તા : દાદાની તો બહુ મોટી ડિક્ષનરી છે. રોજ નવો નવો શબ્દ કાઢે છે. આજે નવો કાઢ્યો, વચનબળ !!
દાદાશ્રી : એવું છે ને આ શબ્દો કેવા હોય, શાસ્ત્રોના શબ્દો ના હોય. શાસ્ત્રના શબ્દો વાગે એવા હોય, ખૂંચે એવા હોય. અને આ તો જ્ઞાન હાજર થઈ જાય નહીં. એની મહીં પેસી હાજર જ થઈ જાય, પ્રગટ થઈ જાય આત્મા ! તરત દીવો ચાલુ જ થઈ જાય. કોઈ દહાડો ભુલાય નહીં. આ એક એક શબ્દમાં અનંતુ વચનબળ હોય. તે જ્યારે તમને મુશ્કેલી આવીને ઊભી રહે ત્યારે આ જ્ઞાન હાજર થઈ જાય. મુશ્કેલીમાં હાજર થવું જ જોઈએ, નહીં તો એ દાદાનું જ્ઞાન ન હોય ! અને કાં તો લેતાં આવડતું નથી આમને. આ ભાઈને ગોઠવતાં નથી આવડયું. ગોઠવતાં ના આવડયું હોય ને તો આડું અવળું ગોઠવાઈ જાય. ઉપરને બદલે નીચે મૂકાઈ ગયું હોય. નીચેની વસ્તુ ઊંચે મૂકાઈ ગઈ હોય. હું તો રેગ્યુલર જગ્યાએ ગોઠવી આપું છું. પણ પછી એ પોતે આઘુંપાછું કરે છે. પોતે જો આઘુંપાછું ના કરે તો અમારો શબ્દ દરેક ટાઈમે કામ લાગે ! વચનબળ કહેવાય ! દેહના બળ તો અનંતવાર ભેગા કર્યા, ત્યારે દેહનું બળ તો હાથીને કંઈ જેવું તેવું હોય !
ભગવાન કહે છે દેહની શક્તિની આરાધના ન કરીશ. એની મેળે જેટલી થાય એટલી સાચી. આરાધના તો મનોબળ ને વચનબળ, બેની જ જોઈએ. દેહશક્તિ, પાશવીશક્તિ કહી ભગવાને. એનાથી પાશવતા ઉત્પન્ન થશે, કહે છે ! અને પેલી વચનબળ, મનોબળ એની વાત તો જુદી છે. એ આત્મબળ ઊભું કરે. આત્માને બળવાન બનાવે. આત્મા પોતે બળવાન જ છે. એને કશું કરવાપણું જ રહ્યું નથી. પણ આ મનોબળ ને વચનબળથી, એ આવરણ તોડીને પ્રકાશ પ્રાપ્ત થાય !
વચનબળથી પરિવર્તત ! પ્રશ્નકર્તા : વચનબળથી એક્ઝક્ટલી રહે ને ?
દાદાશ્રી : વચનબળથી ક્રિયામાં ફેરફાર થાય. વચનબળથી ખોટું કરતો અટકી જાય.
અમારા જેવા શબ્દો બીજો બોલે ને, તો ય કામ ના લાગે. કારણ કે એમાં વચનબળ ક્યાંથી આવે ? પોતાની માં ઉપર વિશ્વાસ હોય, એટલો વિશ્વાસ એને અમારી પર હોય. એટલે પછી અમે એને જે કહીએ એટલે એ વચન એને ચોંટી જાય અને જોડે અમારું વચન હોય. અમારું વચન વચનબળવાળું હોય. જો સાંભળ્યું કે પછી જાય નહીં. નહીં તો ગોખ ગોખ કરે ને તો ય કશું વળે નહીં.
વચનબળ એ જ્ઞાતવિધિ વેળાનું ! જ્ઞાન શાનું નામ કહેવાય ? જરૂર વખતે ભૂલી જઈએ, એનું નામ જ્ઞાન ના કહેવાય. જરૂર વખતે અવશ્ય હાજર થવું જોઈએ. હવે એ જ્ઞાન આપનારો કોણ હોવો જોઈએ ? ગમે તે માણસ જ્ઞાન આપે એ ચાલે નહીં, વચનબળવાળો હોવો જોઈએ. એટલે જરૂર વખતે એ વચન હાજર થાય, જ્ઞાન હાજર થાય તો કામ થાય, નહીં તો કામ ના થાયને !
પ્રશ્નકર્તા : જેમ દાદા, જ્ઞાન આપતી ફેરાએ, તમે અમારાં પાપ ભસ્મીભૂત કરી નાખો છો, એના જેવું એ વચનબળ ?
દાદાશ્રી : હા, એના જેવું જ પણ બધાને ના કરાય, અમુક જ
આજે કોઈનું વચનબળ શાથી નથી રહ્યું ? કારણકે વાણીના કાયદા નથી પાળ્યા. મનુષ્યમાં આવ્યા પછી બે બળની જરૂર - વચનબળ અને મનોબળ. દેહબળ એ પાશવતામાં જાય. વચનબળ અને મનોબળની શક્તિ રિલેટિવ આત્માને બળવાન કરે. અત્યારે વચનબળ તો લુપ્ત થઈ ગયું છે અને મન તો ફ્રેક્યર થઈ ગયું છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૩૫
૩૩૬
વાણીનો સિદ્ધાંત
માણસોને. અમને એમ લાગે, ખાતરી લાગે ચોગરદમની, ત્યારે અમે વચનબળ વાપરીએ, નહીં તો વાપરીએ નહીં. ઘણાં લોકો આવે, એક્સેપ્ટ (સ્વીકાર) કરે, પણ બધા ના પામે.
વયતબળથી વિરમે વિષયો. પ્રશ્નકર્તા : પણ દેહની સાથે જે કર્મ ચાર્જ થઈને આવેલા હોય, તે ફેરફાર તો ના થાય ને ?
દાદાશ્રી : ના, કશો ફેરફાર ના થાય. છતાં વિષય એવી વસ્તુ છે ને, કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે અમુકને જ આ આપેલું છે. જ્ઞાનીની આજ્ઞાથી બધું જ ફેરફાર થઈ જાય. સામાએ ખાલી નિશ્ચય જ કરવાનો કે ગમે તે થાય, પણ મારે આ જોઈતું જ નથી. તો તેને પછી અમે આજ્ઞા આપીએ છીએ અને અમારું વચનબળ કામ કરે છે. આજ્ઞા આપીએ એટલે પછી એનું ચિત્ત બીજે ના જાય.
જો એ લોકોના નિશ્ચય તૂટે તો ?
દાદાશ્રી : એવું કશું તૂટતું જ નથી. એવું બને જ નહીં અને એ તો અહીંથી નીચે ગબડી પડીએ તો મરી જ જઈએ ને ? એમાં એવો વિચાર કરીએ છીએ કે આમ પડીએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : એના કર્મના ઉદયમાં ભોગ હોય, તો એ પછી એમાં જોડાય કે ના જોડાય ? અધવચ્ચે કર્મનો ઉદય આવી જાય તો શું કરે ?
દાદાશ્રી : ના, જ્ઞાનીઓનું વચનબળ શું કહેવાય છે, કે ભયંકર કર્મોને તોડી નાખે. પોતાનો નિશ્ચય જો ના ડગે તો ભયંકર કર્મોને તોડી નાખે. એટલે એ વચનસિદ્ધિ કહેવાય જ્ઞાનીઓની. પણ તે વ્રત આપે નહીં કોઈને. આ કંઈ લાડવા ખાવાના ખેલ નથી. અમે તો બધી રીતે એની ચોગરદમની ટેસ્ટ કરીને પછી જ આપીએ. બ્રહ્મચર્યવ્રત આમ ના અપાય. એ અપાય એવું નથી, એ આપવા જેવી ચીજ નથી. આ બ્રહ્મચર્યવ્રત કોઈને અપાય નહીં. આ તો અમે એકાદ વર્ષ માટે કે બે વર્ષ માટે જ આપીએ છીએ. કાયમ આપવા માટે તો મારે કેટલી બધી પરીક્ષા કરવી પડે ! અમારું વચનબળ બ્રહ્મચર્ય પળાવે એવું છે, બધા અંતરાયો તોડી નાખે, તારી ઇચ્છા જોઈએ. તારી ઇચ્છા પ્રતિજ્ઞામાં પરિણમવી જોઈએ. હા, પછી તને અંતરાય આવે તો એ બધું અમારું વચનબળ તોડી નાખશે.
અમારામાં સર્વ પ્રકારના ત્યાગ છે. એટલે જેને કંઈ પણ જોઈતું હોય તો તેને અમારા વચનબળથી પ્રાપ્ત થઈ જાય એવું છે. અત્યાર સુધી થયેલા તમામ દોષો હું ધોઈ નખાવડાવું હતું. હવે દેવું કાઢી આપતા હોય તો સારું કે નહીં ? પછી નવેસરથી દેવું કરો નહીં, પણ અત્યાર સુધીનું દેવું કાઢી નાખ્યું એટલે બધી ભાંજગડ ઊડી ગઈ ને ?! નહીં તો એક ફેર દેવું થાય એટલે એ વધારે ને વધારે દેવામાં ઉતારે. શું કહે કે હશે, આટલાં નાદાર થયા તો આટલાં વધારે. પછી સરવાળે શું આવે ? દુકાન હરાજ થાય.
આ ‘જ્ઞાન’ આપણું એવું છે કે સર્વ વિકારોનો નાશ થાય છે. અમે વ્રતની વિધિ કરીએ છીએ ત્યારે અમારું વચનબળ કામ કરે છે, એનો નિશ્ચય ડગવો ના જોઈએ.
પ્રશ્નકર્તા : આ જે નિશ્ચયબળ છે, તે ‘વ્યવસ્થિત'ના હાથમાં છે કે એમના પોતાના હાથમાં છે ?
દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ જોવાનું નહીં. ‘વ્યવસ્થિત’ એનું નામ જ કહેવાય કે તમારું નિશ્ચયબળ અને અમારું વચનબળ, એ બે ભેગું થયું કે એની મેળે ‘વ્યવસ્થિત’ ચેન્જ થાય. જ્ઞાનીનું વચનબળ એકલું જ ‘વ્યવસ્થિત'ને ચેન્જ કરે એવું છે. એ સંસારમાં જવા માટે આડી દિવાલ જેવું છે. એક ફેર આડી દીવાલ નાખી આપે કે ફરી સંસારમાં જઈ શકે જ નહીં.
પ્રશ્નકર્તા: આપે કહ્યું ને, કે તમારો નિશ્ચય ને અમારું વચનબળ. એ બેમાં તમારો નિશ્ચય ના તૂટે તો અમારું વચનબળ કામ કર્યા કરે, પણ
ખરી રીતે આ વિજ્ઞાન એવું છે કે ‘તમે આમ કરો કે તેમ કરો’ એવું કશું બોલાય નહીં. પણ આ તો કાળ એવો છે અને આ જીવોના
Page #171
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૩૭
૩૩૮
વાણીનો સિદ્ધાંત
ઠેકાણાં નહીં ને? આ જ્ઞાન લઈને ઊલટો ઊંધે રસ્તે ચાલ્યો જાય. એટલે અમારે કહેવું પડે છે અને તે ય અમારું વચનબળ હોય પછી વાંધો નહીં. અમારા વચનથી કરે એટલે એને કર્તાપદની જોખમદારી નહીં ને ! અમે કહીએ કે તમે આમ કરો. એટલે તમારી જોખમદારી નહીં અને મારી જોખમદારી આમાં રહેતી નથી.
આ તો મગજ કામ ના કરે એવું સુંદર બ્રહ્મચર્ય આ લોકો પાળે છે. પણ આ દાદાનું વચનબળ એટલું સુંદર છે, કે જે આવું કામ કરી રહ્યું છે.
ગજબની શક્તિ જ્ઞાતીના વચનબળમાં ! અમારા વચનબળથી કેટલાક માણસોને રેગ્યુલર થઈ જાય છે. અમારું વચનબળ ને તમારું અડગ નક્કીપણું, બે જ ગુણાકાર થાય તો વચ્ચે કોઈની તાકાત નથી કે એને ફેરવી શકે ! એવું આ અમારું વચનબળ છે ! અમે તમને શું કહીએ છીએ કે તમે અડગ થાવ, તમે મોળા ના થશો. તમારો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે દાદાની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ મુખ્ય વસ્તુ છે.
અમારું વચનબળનું કામ એવું કે બધું જ પાળવા દે, બધાં કર્મોને તોડી નાખે ! વચનબળમાં તો ગજબની શકિત છે કે કામ કાઢી નાખે !! પોતે જો સહેજ પણ ડગે નહીં, તો કર્મ એને નહીં ડગાવી શકે !!! કર્મ ડગાવે તો, એને વચનબળ જ ના કહેવાય ને ? વીતરાગોએ વચનબળ અને મનોબળને તો ટોપમોસ્ટ કહ્યું છે, જ્યારે દેહબળને પાશવી બળ કહ્યું છે ! દેહબળ જોડે લેવાદેવા નથી, વચનબળ જોડે લેવાદેવા છે !
‘જ્ઞાની પુરુષ' પાસે હિતની વાત હોય. એમની પાસે બે શબ્દ સમજી લે ને, તો બહુ થઈ ગયું ! બે શબ્દ સમજવામાં આવે, ને એમાંથી એક જ શબ્દ જો કદી હૃદયમાં પહોંચી ને પચી જાય તો એ શબ્દ મોક્ષે લઈ જતાં સુધી એને છોડે નહીં. એટલું વચનબળવાળું હોય, એટલી વચનસિદ્ધિ હોય એ શબ્દની પાછળ !
પ્રશ્નકર્તા : તમે કીધેલું કે આ અમારી એક લીટી જો બરોબર સમજમાં આવી ગઈ તો પાર પડી જાય.
દાદાશ્રી : એ જો ઓગળી ગયું તો કામ જ થઈ ગયું. એટલે બધી એમાં દવા છે એવડી મોટી. એક જ વાક્ય ઓગળી જાય ને, તો કલ્યાણ થઈ જાય. એટલે ઉલ્લાસથી પીવે અને પાચન થઈ જાય, તો કામ થઈ ગયું ને ! ઉલ્લાસ ક્યારે આવે ? ધીમે ધીમે આવે. જેમ જેમ એનો સાર સમજાતો જાય, જેમ એની કિંમત સમજાતી જાય. આ તો ડીવેલ્યુએશન કરેલું જગતે એટલે એકદમ પછી વેલ્યુએશન શી રીતે આવે છે ?! પાંચ પૈસા સુધી રૂપિયો થઈ ગયો હોય, તે એકદમ સીત્તેર કરો, શી રીતે થાય તે ?! છ પૈસા કરવા પડે, સાત પૈસા કરવા પડે !
સહુ સહુની જગ્યાએ કરેક્ટ ! તમને લાગે છે કે, વાસ્તવિક છે આ વાત ? પ્રશ્નકર્તા: હા, હા. બરોબર લાગે છે.
દાદાશ્રી : વાસ્તવિક એ ભ્રાંતિ વગરની વાત છે. ભ્રાંતિવાળી વાત બધી જ વિરોધાભાસ હોય. તેથી અમે કહીએ છીએ કે, અમારી વાણી સિવાય, તીર્થકરોની વાણી સિવાય બીજી બધી વાણી વિરોધાભાસ છે. છતાં રિલેટિવમાં એ બધી વાત સાચી છે. કારણ કે આાવાદ ખરું ! વીતરાગોએ એને સ્યાદ્વાદ કહ્યું કે એક અંશથી ૩૬૦ ડિગ્રી સુધીની બધી વાત એની જગ્યાએ કરેક્ટ છે. ત્યાં આગળ જે વાતો ચાલે છે, જેમ એક બાબો બીજા બાબાને પાછો કહે, તો તે બેઉને સંતોષ થાય, એવી રીતે એનો વ્યવહાર ચાલુ હોય.
ઊંડી ભાવતા તેથી હિતકારી ! અમારા શબ્દમાં એવું વચનબળ છે કે નુકસાન થાય એવું નહીં લાગે ખરું, પણ તે નુકસાન થવા ના દે. અમારું વચનબળ એવું હોય છે. કારણ કે દરેક શબ્દમાં એટલી બધી ઊંડી ભાવના હોય છે કે નુકસાન તો ક્યારેય ન થાય. એટલી શબ્દ શબ્દમાં ભાવના છે. વાંકો શબ્દ પણ સીધો થઈને કામ કરશે.
Page #172
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૩૯
૩૪૦
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : તો ય બંને બાબામાં ગયાં.
દાદાશ્રી : બેઉ બાબા. પણ બંનેને સંતોષપૂર્વક ચાલે. અને આપણું આ જ્ઞાન શીખવાડેલું હોય તો બાબાને મૂંઝવી નાખે. દસ વર્ષની છોડી બીજી દસ વર્ષની છોડીને કહે તે એક્ઝક્ટ જ્ઞાન હોય. બંને સામસામી સમજી જાય. એટલે જ્યાં આગળ જે છે, એ બરોબર છે.
વાણી, સાપેક્ષ-નિરપેક્ષ ! પ્રશ્નકર્તા : આનંદઘનજીએ એક સ્તવનમાં આપેલું છે કે “વચન નિરપેક્ષથી વ્યવહાર જૂઠો, વચન સાપેક્ષે સાચો.’ એ જરા સમજાવો.
દાદાશ્રી : વચન સાપેક્ષ એટલે સ્યાદ્વાદ વાણીથી વ્યવહાર સાચો અને નિરપેક્ષ વાણીથી વ્યવહાર ખોટો. જ્યાં જ્યાં જે યોગ્ય છે ને, એ યોગ્યતા ના જુએ, ને નિરપેક્ષ ગમે તેમ બોલે એ વ્યવહાર, વ્યવહાર નહીં. વ્યવહાર તો સ્યાદ્વાદ હોવો જોઈએ.
હવે ધર્મ કેટલા હશે ? દસ-પંદર-વીસ ? ના. જેટલાં મનુષ્યો છે, એટલાં બધા જ ધર્મ છે. તે કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય, એનું નામ સ્યાદ્વાદ અને એ સાપેક્ષવાણી કહેવાય. એ વ્યવહાર સાચો. લખનારે સાચી વાત લખી છે !
સ્વરૂપ સ્યાદ્વાદd... પ્રશ્નકર્તા : સ્યાદ્વાદનું સંક્ષિપ્તરૂપ સમજાવો.
દાદાશ્રી : સ્યાદ્વાદ એટલે જે વાણી કોઈ ધર્મને કિંચિત્માત્ર નુકસાન ના કરે એવી વાણી. આટલા બધા ધર્મો છે, એમાં કોઈ ધર્મને સહેજે હિંસા ના થાય. એથી વધારે ઊંડા ઊતરીએ તો કોઈ માણસના વિચારોને ય હેજ પણ હિંસા ના થાય, એનું નામ સ્વાવાદ વાણી. કોઈ ધર્મની નિંદા થાય, તે એમાં પછી પોતે સાચો ઠર્યો ને પેલાને ખોટો ઠરાવ્યો, એ સ્વાવાદ ના હોય. સ્યાદ્વાદ વાણીમાં હિંસા ના હોય..
પ્રશ્નકર્તા : સ્યાદ્વાદમાં અહિંસાનું જ નિરૂપણ હોય કે બીજા કોઈ
એંગલ ખરાં ?
દાદાશ્રી : ના. એ અહિંસાનું જ, બીજું કશું નહીં. અહિંસામાં કોઈ ચીજ એવી નથી કે ના આવે. અહિંસાનું જે વિવરણ તમે સમજો તો આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે જે અહિંસામાં પેસતી ના હોય.
વાણી સ્યાદ્વાદને લાગુ થાય છે અને પ્રમાણ એ અનેકાંતને લાગે છે. કોઈ ડીગ્રીનું પ્રમાણ ન દુભાય, કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાવું જોઈએ. આ અમે બોલીએને, પણ પ્રમાણ નહીં દુભાય અને પ્રમાણ દુભાય તો અમે માફી માગી લઈએ. એ હોવું જ ના જોઈએ, એ ઘટે જ નહીં ને ! પ્રમાણ તો કેમ દુભાવવું જોઈએ ? પ્રમાણ દુભાવવા માટે આપણો માર્ગ નથી. કારણ કે એનું માનેલું, દરેકનું પ્રમાણ જુદું જુદું જ હોય અને કોઈ માંસાહાર ખાય, તેથી કંઈ અમારે એમાં એવું હાથ ઘલાય નહીં. અને કોઈ ફૂટ ખાતો હોય ને કોઈ ફૂટ ના ખાતો હોય, તો ય અમારે એવું હાથ ઘાલવા નહીં.
સ્યાદ્વાદ વાણી એટલે વીતરાગ વાણી, જેનાથી કોઈનું પ્રમાણ ના દુભાય. ભલેને પછી કોઈ કસાઈ આવે. કસાઈ એ એના ધર્મમાં જ છે. દરેક પોતપોતાના ધર્મમાં જ છે. જે ભગવાનને નથી માનતો ને, તે ય ધર્મમાં જ છે. ધર્મની બહાર તો એ ય નથી રહેતો ઘડીવાર. ધર્મ વગર તો મનુષ્ય અહીં જીવી શકે નહીં એક ક્ષણવાર. પણ જોડે અધર્મમાં હોય છે. પ્રમાણ અધર્મનું વધી જાય છે. આત્મા છે, તો ધર્મ હોવો જ ઘટે. એ છેવટે ભગવાનને ના માનતો હોય, મૂર્તિઓને ના માનતો હોય, લોક એને નાસ્તિક કહેતા હોય, છતાં ય એ નીતિને માનતો હોય ને નીતિ તો ભગવાનની આજ્ઞા છે. એ મોટામાં મોટો ધર્મ કહેવાય. એટલે કંઈનું કંઈ માનતો હોય. માન્યા વગર જીવાય જ નહીં ને ! એટલે આ બધું સારું કહેવાય.
કોઈ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એટલે આદિવાસીઓ આવડો પથ્થર લઈને પૂજતા હોય અને એની શ્રદ્ધા ઉપર જો કદી તમે તરાપ મારો તો ય સાદ્વાદ વાણી નથી. દરેકની શ્રદ્ધાને જે વાણી એક્સેપ્ટ કરે, તે વાણીને ચાલ્વાદ કહેવાય.
Page #173
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
સ્યાદ્વાદમાં વાત સીધી એને કામ લાગે એવી જ હોવી જોઈએ. તે અમારી વાણી સ્યાદ્વાદ હોય. દરેકને અનુકૂળ આવે. ગમે તે ધર્મ પાળતો હોય તો ય અનુકૂળ આવે.
૩૪૧
કો’કના ધર્મનું પ્રમાણ દુભાય ત્યારે એને દુઃખ થાય. બધા ધર્મોવાળા ભેગા થાય પણ કોઈનું પ્રમાણ ના દુભાય એવી વાણી બોલવી તે આ સ્યાદ્વાદ, વાણી બોલીએ ત્યારે અહીં બધાં ધર્મના ભેગા થાય. ત્યારે હિંસા કોઈ ધર્મની સ્ટેજે ય ના થાય.
અહીં આગળ એક સાધુ આવે, તે કહે છે ‘ભઈ, અમારે તો ગુરુનું બહુ કામ નથી. અમે તો દેરાસર, મૂર્તિનું જ વધારે ધ્યાન રાખીશું.’ તો ય ભગવાન કહેશે કે ‘એ એની દ્રષ્ટિથી બરોબર છે.’ ત્યારે એક જણ કહેશે
કે ‘ના ભઈ, અમને તો ગુરુ ઉપર જ મમતા છે, મૂર્તિ ઉપર બહુ મમતા
નથી.’ તો ય ભગવાન કહે છે, ‘બરોબર છે.' કોઈ માણસ આવ્યો, એ કહે છે, ‘સાહેબ, હું તો તપ જ કરવાનો.' તો ય ભગવાન કહે છે, ‘બરાબર છે.’ એનું નામ સ્યાદ્વાદ.
એક છતાં જુદાં...
સ્યાદ્વાદ કોનું નામ કહેવાય કે એકમાં ને એકમાં રહેવું અને જુદા જુદા ભાવે રહેવું. હા, રહેવું એકમાં ને એકમાં, એટલે હોમ ડિપાર્ટમેન્ટમાં રહેવું અને જુદા જુદા ભાવમાં લાઈટ કરવી.
પ્રશ્નકર્તા : સ્યાદ્વાદ એટલે એકમાં ને એકમાં રહેવું અને જુદા જુદા ભાવે રહેવું, એ સમજાવો.
દાદાશ્રી : એ એવું કહેવા માગે છે કે પોતાના સ્વરૂપમાં રહેવું અને બીજી ડીગ્રીઓવાળાને એક્સેપ્ટ કરવું આપણે. ગમે તે ધર્મવાળો હોય તો એના વ્યુપોઈન્ટને, આપણે એક્સેપ્ટ કરવું જોઈએ. કે એ એના વ્યુ પોઈન્ટથી, એની દ્રષ્ટિએ બરોબર છે. આપણે આપણા હિસાબથી બરોબર છીએ, પણ આ એમના હિસાબથી બરાબર છે. પોતાના ભાવમાં રહીને બધા ભાવોમાં આપણે રહેવું જોઈએ. એટલે કોઈને ખોટું છે એવું થાય નહીં, ક્યારેય પણ. સ્યાદ્વાદ એટલે દરેકનું પોતપોતાના વ્યુપોઈન્ટથી
વાણીનો સિદ્ધાંત
બરોબર જ છે, એવું આપણે કહેવા માંગીએ છીએ. પોતાનું બરોબર છે એમ જાણે પણ પોતાનું બરોબર છે માટે સામાનું ખોટું છે. એ વાત ચોક્કસ છે પણ તે ખોટું ઠરાવીએ તો એને દુઃખ થાય છે એ પણ ચોક્કસ છે. કોઈને દુઃખ કરવું એ ધર્મ જ ના કહેવાય, એ પણ ચોક્કસ છે. માટે એ બધું આવરી લેવામાં આવેલું છે આ. કોઈને કશી અડચણ ના પડે એવો એ સ્યાદ્વાદ માર્ગ.
૩૪૨
આપણે અહીં બધા ધર્મના લોક ભેગા થાય. પણ હું બોલું તો કોઈને ય પક્ષપાતી ના લાગે. કારણ કે મારા વિચારો જ પક્ષપાતી નથી ત્યાં. કોઈ ગચ્છમાં પેઠેલો હોઉં તો હું પક્ષપાતી થઈ ગયેલો હોઉં. એટલે કે કોઈ એક ધર્મવાળા સાધુ કંઈ વાતચીત કરતા હોય ને જો બીજા ધર્મવાળા સાધુ ત્યાં આગળ આવે તો એને કષાય ચઢે કે આ વળી પાછો ક્યાં પેસી ગયો ?! અને એ વાતચીત કરે, તે ય સહુ સહુના પક્ષની જ વાતો કરે. એટલે આપણને ખબર પડી જાય કે આ અમુક ધર્મવાળા છે, આ અમુક ધર્મવાળા છે. એવી આપણને ખબર હઉ પડી જાય કે કઈ દુકાનો છે ! અને સ્યાદ્વાદ એટલે અમારી કોઈ દુકાન નહીં, ‘બધું' તે અમારું અને નિશ્ચયથી, ‘અમારું’ તે અમારું.
બહુ સુંદર વાતો છે આ. ભગવાનની વાત તો બહુ ઊંડી અને ઝીણી, સમજવા જેવી છે. અમારી વાત તો સમજણ પડતાં વાર લાગે એવું છે. પણ જો સમજ્યા તો કામ નીકળી જાય. પૂછવાની પણ છૂટ છે બધાંને આવીને. સેન્ટરમાં રહેલાને...
પ્રશ્નકર્તા : સ્યાદ્વાદ વાણી બોલવા, ક્યા ક્યા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ ?
દાદાશ્રી : સ્યાદ્વાદ વાણીમાં ૩૬૦ ડિગ્રીનાં બધા પ્રમાણમાંથી કોઈ પ્રમાણ ન દુભાય, એવી રીતે વાણી બોલવી. એ પછી મુસ્લીમ ધર્મનો બેઠો કે જૈન ધર્મનો બેઠો હોય કે ગમે તે ધર્મનો બેઠો હોય, પણ દુ:ખ ના થાય. એક પક્ષીય વાણી ના હોય, એનું નામ સ્યાદ્વાદ વાણી. આ બધા ધર્મવાળા એક ડીગ્રીવાળા,
સ્યાદ્વાદ એટલે ૩૬૦ ડિગ્રી.
Page #174
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૪૩
૩૪૪
વાણીનો સિદ્ધાંત
બીજી ડિગ્રીવાળાને ખોટો કહે છે. હવે આ ૩૬૦ ડિગ્રીમાં બધાં મનુષ્યોનો ધર્મ આવી જાય છે. વસ્તુ સેંટરમાં છે. સેંટરની વસ્તુને માટે દરેકનાં વ્ય પોઈન્ટ જુદા જુદા છે. સેન્ટરમાં જોવા માટે દરેકના જુદા જુદા વ્યુપોઈન્ટ થાય છે. એટલે લોકોને સ્વાભાવિક રીતે મતભેદ હોય જ. ૧૫૦ ડિગ્રીવાળો ૧૨૫ ડિગ્રી ઉપર જોતો હોય તો ડિફરન્સ પડે. એ સ્વાભાવિક ડિફરન્સ પડે, એ મતભેદે ય તમારા સ્વાભાવિક છે. એવું હું કહું છું.
પણ સાદ્વાદ એટલે શું ? કે જેને કોઈની જોડે મતભેદ નથી. બધા ધર્મને એક્સેપ્ટ કરે છે. બધી ડિગ્રીને એક્સેપ્ટ કરે છે.
સાલ્વાદ તો દરેક ડિગ્રીનો ધર્મ જાણીને બોલે. ૩૬૦ ડિગ્રી, ૩પ૬ ડિગ્રી, ૩૪૦ ડિગ્રી, ૫૦ ડિગ્રી - બધાનું, વ્યવહાર-નિશ્ચય બધું જાણે, તે સાવાદ હોય. ફાધરે ય છું ને છોકરો પણ છું. ત્યારે સાલ્વાદ શું કહે છે? તમે જો છોકરા છો તો શેના આધારે ફાધર ? ત્યારે એ કહે કે આ મારા છોકરાના આધારે હું ફાધર થાઉં છું અને બાપાના આધારે હું છોકરો થાઉં છું. એ સાપેક્ષતા બતાવે.
હું તમને સ્થળમાં વાત કરું કે ધેર આર શ્રી હંડ્રેડ સિકસ્ટી ડીગ્રીઝ. હવે આ ૩૬૦ ડિગ્રીમાં આખું વર્લ્ડ વ્યુપોઈન્ટમાં છે. આ ફોરેનવાળા ૧૩૫ ડિગ્રીમાં છે તો મુસ્લિમો ૧૫૦ ડિગ્રી ઉપર છે તો બીજા આગળ ૧૭૫, કોઈ ૨૦૦ ડિગ્રી ઉપર છે અને આ હિન્દુઓ ૨૨૫ ડિગ્રી ઉપર છે, આ જૈનો ૨૫૦ ડિગ્રી પર છે. એમ બધા પોતપોતાની ડિગ્રી ઉપર છે. અને જ્યાં સુધી ડિગ્રી ઉપર છે ત્યાં સુધી મતભેદ છે. જ્યારે સેન્ટરમાં આવે ત્યારે કોઈ ડિગ્રી જોડે મતભેદ ના રહે અને બધી ડિગ્રીવાળાને સમજે.
પ્રશ્નકર્તા : એટલે અહીં કોઈને ખોટા કહેવાની વાત જ નથી.
દાદાશ્રી : કોઈને ખોટા કહેવાની જરૂર જ નથી ને ! એવું છે ને ૩૬૦ ડિગ્રીઓમાં કઈ ડિગ્રીને આપણે ખોટી કહી શકીએ ? એવું આ જગત ૩૬૦ ડિગ્રીનું છે. સેન્ટર પણ છે. હવે સેન્ટરવાળાને બધી ડિગ્રીઓવાળા જોડે સરખું લાગે. પણ ૧૨૫ ડિગ્રીવાળાને ૧૫૦ ડિગ્રીવાળા જોડે મતભેદ હોય. ૧૨૫ ડિગ્રીવાળો સેન્ટરમાં જે જુએ અને ૧૫૦ ડિગ્રીવાળો સેન્ટરમાં જુએ, એ બેને
મતભેદ હોય જ અવશ્ય. હોય કે ના હોય ? અને પછી પેલા તો સામસામી કહે છે, તારું ખોટું છે. ત્યારે બીજો કહે છે, તારું ખોટું છે. તો એમને હું કહું કે તું ૧૫૦ ડિગ્રી પર આવી જા અને પેલાને કહું કે તું ૧૨૫ ડિગ્રી પર જા. એટલે બેઉના ઝઘડા મટી જાય.
હવે આમ તો હું એને ત્યાં જવાનું-મોકલવાનું ના કહું. પણ પછી હું એને મારી મેળે સમજાવું કે ભઈ સવાસો ડિગ્રી પર આવે છે અને પેલાને સમજાવું કે દોઢસો ડિગ્રી પર આવું છે. એટલે એ બંને સમજી જાય પાછાં. કઈ દ્રષ્ટિથી શું વ્યુપોઈન્ટ છે, એટલું સમજણમાં આવવું જોઈએ. બધી રેડીયસો મારે સરખી હોય. કારણ કે હું સેન્ટરમાં ગયો છું એટલે મારે બધી રેડિયસો સરખી હોયને !
એ પ્રમાણ ગણાય ! સ્યાદ્વાદ વાણી એનું નામનાં માજી હોય, કહેવાય કે દરેક ધર્મવાળા ખુશ થઈને સાંભળે, બધાને ગમે. મોટી ઉંમર ગુજરાતી ભણ્યા નથી, તેને ય ગમે. દોઢ વર્ષના બાળકને ય ગમે, ભલે સમજતો નથી, તેને ય ગમે. તો જાણવું કે અહીં સાચો ધર્મ છે અને સ્વાવાદ વાણી છે. દોઢ વર્ષનાં છોકરાં ઊઠીને જો જતાં રહે અને પાંચ વર્ષના છોકરાં રડતાં હોય તો જાણવું કે અહીં સાચો માર્ગ નથી. અહીં તો વાતાવરણ જ આનંદવાળું હોય. છોકરાં ખસે નહીં. સમજણ પડી કે ના પડી, એની જરૂર નથી. જ્ઞાની પુરુષની વાણી બધાને સમજાઈ જ જાય. સહુ સહુની ભાષામાં સમજાઈ જાય. પણ એની એક્ઝક્ટનેસમાં આવી જાય.
વીતરાગ વાણી આત્મરંજન કરાવનારી હોય, આત્મા ઠારે. પક્ષીય વાણી એ મનોરંજન કરાવનારી હોય. વીતરાગ વાણી આપણને એમ લાગે કે આ નવી જ વાત છે. કોઈ દહાડો ક્યારે ય સાંભળેલી ના હોય એવી અપૂર્વ વાત લાગે.
જગતના લોકો પ્રમાણ વાક્ય કોને કહે છે ? જેટલી વીતરાગતા એટલું એનું વાક્ય પ્રમાણ કહેવાય. જેટલા અંશે વીતરાગતા હોય, પણ એને જગતના લોકો પ્રમાણ વાક્ય કહે. આપણામાં કોઈ લવાદ હોય, એ લવાદે ય અમુક અંશે વીતરાગ કહેવાય. તો ય એને પ્રમાણ કહેવામાં આવે
Page #175
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૪૫
૩૪૬
વાણીનો સિદ્ધાંત
છે ને ! તો આ વીતરાગનું તો ધર્મની બાબતમાં સર્વ રીતે કબૂલ કરવામાં આવે. બીજી બધી હરેક બાબતમાં પ્રમાણ કરવામાં આવે. એટલે જગતના લોકો બધા ય માને એવી વાણી આવી ગઈ, એટલે સરવૈયું પૂરું થઈ ગયું.
આરાધ્ય વાણી ! પ્રશ્નકર્તા : વીતરાગની વાણી ક્યારે કહેવાય કે એ વાણીમાં પણ રાગ-દ્વેષ ના હોય તો.
દાદાશ્રી : હા. હમણાં એક પક્ષના મહારાજ બોલતા હોય તો બીજા પક્ષના કોઈ ત્યાં બેઠા હોય તે ઊઠીને જતા રહે. કારણ કે એ જાણે કે આ પક્ષપાતી વાણી છે. અંધારામાં બોલતા હોય તો ય સમજણ પડે ! એ મહારાજનું મોટું ના દેખાતું હોય તો ય વાણીની સમજણ પડે ને કે આ પક્ષાપક્ષીવાળી વાણી છે. એટલે જ્યાં પક્ષાપક્ષી છે, ત્યાં વીતરાગ માર્ગ નથી. જે વાણીને જૈનના બધા ફિરકાવાળા આરાધે, અને વેદાંતના બધા ફિરકાવાળા આરાધ, બધા ધર્મવાળા આરાધે, એ વાણી નિષ્પક્ષપાતી વાણી કહેવાય.
આ બધા જૈનો છે, તમે બ્રાહ્મણ છો પણ ઉઠવાનું મન થાય છે ? ત્યારે કોઈને મતભેદ પાડવાનું મન થાય છે ?
જનસમુદાયના માન્યામાં આવે જ નહીં ને !
દાદાશ્રી : લોક એ તો એવું જ કહે ને. એ લોકો તો આપણને વિરોધી હઉ કહે. કારણ કે ધર્મની બાબતમાં કાયદો જ એવો છે કે ફોરેનવાળા એમના ક્રિશ્ચિયન ધર્મને જ આ દુનિયાનો મોટામાં મોટો, ઉત્તમ પ્રકારનો ધર્મ ગણે. એ એમ ના કહે કે બીજાનો ધર્મ મોટો છે. ‘પોતાનો જ ધર્મ ઊંચો છે' એમ માને. મુસ્લીમો ય એમ માને કે અમારો ધર્મ સર્વશ્રેષ્ઠ છે. હિન્દુઓ કહે છે અમારો ધર્મ શ્રેષ્ઠ છે અને જૈનો એમ કહે કે અમારો ધર્મ શ્રેષ્ઠ, એટલે બધા પોતપોતાનું ગાયા કરે.
દરેક ધર્મ સાચા છે, પણ સરખા નથી. જેમ સ્કુલમાં ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકંડ સ્ટેન્ડર્ડ, થર્ડ એન્ડર્ડ, બધું ભણતર સાચું છે. પણ સ્ટેન્ડવાઈઝ છે અને કોલેજનું સ્ટેન્ડર્ડ છેલ્લા ધોરણનું સ્ટેન્ડર્ડ હોય, તે છેલ્લા ધોરણનું આ બધું કહેવાય. આ લાસ્ટ ધોરણ પછી આગળ ભણવાનું રહ્યું નહીં.
દાદરો એક, ધર્મ અનેક ! હું શું કહેવા માંગું છું, સમજ પડીને ? પ્રશ્નકર્તા : સર્વધર્મ સમભાવ.
દાદાશ્રી : સર્વધર્મ પ્રત્યે સમભાવ, એ જુદી વસ્તુ છે. સમભાવ રાખનારા એ તો બધા બહુ છે, પણ પ્રમાણ ના દુભાવે. આમ સમભાવ રાખનારા પ્રમાણ દુભાવે. પણ મુખ્ય વસ્તુ એ કે કોઈનું પ્રમાણ ન દુભાય, એ હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : સર્વધર્મ પ્રત્યે સમભાવ.
દાદાશ્રી : નહીં, મમભાવ એ તો મમતા કહેવાય, સમભાવ નહીં. સમભાવ હોય તો તો બધા ધર્મ સરખા થઈ ગયા કહેવાય. સર્વધર્મ સમભાવ હોયને તો પહેલે પગથિયેથી પડેને તો ય માણસ મરી જાય અને નવમે પગથિયેથી માણસ પડે તો ય મરી જાય. એટલે આ બધાય ધર્મો સરખા નથી. જેમ આ દાદરો છે ને, એમ સ્ટેપિંગ છે. પણ તે એમની વાણી કેવી હોય ? કોઈ પણ ધર્મવાળાનું પ્રમાણ ના દુભાય, એવી
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કોઈને મતભેદ પાડવાનું મન ના થાય. જ્યાં બધાં ધર્મવાળા દર્શન કરવા આવે, પક્ષપાત ના હોય. સાવાદ વાણી હોય તો જ કરી શકે. નહીં તો કરે નહીં. એનો બીજો પુરાવો શું જોઈએ પછી ?
એટલે ‘સ્યાદ્વાદ' કોનું નામ ? કોઈનો ય વિરોધ સહન ના કરી શકે, એને સ્યાદ્વાદ કહેવાય જ કેમ ? વિરોધ લાગે છે, એ તો સામાનો યુપોઈન્ટ છે. કોઈના વ્યુપોઈન્ટને ખોટો ના કહે, કોઈનું ય પ્રમાણ ના દુભાય એ સ્યાદ્વાદ. સર્વ વ્યુપોઈન્ટ એમને માન્ય હોય, કારણ પોતે સેન્ટરમાં બેઠા હોય. અમે સ્યાદ્વાદ છીએ, સેન્ટરમાં બેઠા છીએ.
પ્રશ્નકર્તા : તમે ભલે સ્યાદ્વાદ વાણી કહેતા હો, પણ
Page #176
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૪૭
૩૪૮
વાણીનો સિદ્ધાંત
નિષ્પક્ષપાતી વાણી હોય. સર્વધર્મ પર સમભાવ એ તો મૂરખા માણસનું કામ છે. સમભાવ રખાતો હશે? પાશેરને પાશેર કહેવું પડે અને શેર ને શેર કહેવું પડે. શેરને ને પાશેરને આમ ત્રાજવામાં મૂકીએ તો ઊંચું નીચું ના થાય ત્રાજવું ?
પ્રશ્નકર્તા : શબ્દોની ટર્મિનોલોજી એવી છે ને, કે કોઈ સમજે જુદું.
દાદાશ્રી : પણ ધીમે ધીમે ફોડ પડી જાય. કારણ કે અમારી બધી વાણી મૌલિક છે. હા. મૌલિક વાત અત્યાર સુધી બે હજાર વર્ષથી નીકળી નહોતી કોઈની ! મૌલિક એક શબ્દ નથી નીકળ્યો. તે મોક્ષે જવા માટે આ મૌલિક વાણી કામ કાઢી નાખે. બાકી મૌલિક વાણી હોય નહીં !
દાદાતી વાણી, ક્યા દર્શનમાં ? પ્રશ્નકર્તા ઃ તમે જેટલું કહો છો, એ બધું મહાવીર ભગવાનનું છે? જૈનદર્શનનું છે ?
દાદાશ્રી : એ બધા દર્શનનું છે અને જૈનદર્શન પણ આમાં છે જ. બધા દર્શનવાળાને ફીટ થાય એવી વાત છે, કારણ કે આ વિજ્ઞાન છે.
પ્રશ્નકર્તા : કારણ કે પ્રશ્ન એવો ઊઠે છે કે દાદા ખાલી “જૈનિઝમ' ઉપર જ કેમ બોલે છે ?
ગુણોની પણ જરૂર છે.
જ્ઞાતી, સર્વ મતતા જાણકાર ! આ તો અનેકાંત માર્ગ, એને એકાંતિક કરી નાખ્યો છે. આગળ ના સમજણ પડવાથી એકાંતિક કરી નાખ્યો છે. ને મત બનાવ્યો. એકાંતિક એટલે મત. અને અનેકાંત એટલે મત નહીં, નિષ્પક્ષપાત, અનેકાંત ! ભગવાને કહ્યું છે, જ્ઞાની પુરુષ સ્વમત-પરમતના જાણકાર હોવા જોઈએ.
પોતાના સ્વ-મતવાળાને પ્રકાશ આપવો એ એકાંતિક કહેવાય, અનેકાંત થવું પડશે. પરમતનો ગમે તે માણસ આવ્યો હોય અને એ ખુલાસો માગે, તો તરત જ, ઓન ધી મોમેન્ટ ખુલાસો હોવો જોઈએ. અને તે ખુલાસો સફળ હોવો જોઈએ. આ તો પોતાના મતવાળાને એકલાને જ સમજાવી શકે. એનો અર્થ જ નહીં ને. મિનિંગલેસ છે બીજા મતવાળા આવે ત્યારે શું થાય ?
પ્રશ્નકર્તા : બધાનું સમાધાન કરી શકે એવું હોવું જોઈએ.
દાદાશ્રી : આ પ્રખર વેદાંતી સાહેબ આવ્યા હતા. એમની પાસે કોઈ જૈનનો સાધુ એમ તો બોલી જુએ કે “ના, ભગવાન કર્તા નથી આનો.” જોઈ લો, પછી સાહેબનો રોફ. એટલે અહીં તો એવું બોલવું પડે કે એને પોતાને બુદ્ધિમાં વાત સમજાઈ જાય. ભગવાન કર્તા નથી, એનો તો વિરોધ આખી દુનિયામાં ચાલે છે. મહાવીર ભગવાનના વખતમાં ય જબરજસ્ત વિરોધ ચાલેલા. અને આ સાહેબને અહીં જરા પણ વિરોધ પડ્યો કંઈ ? આ કોઈ વૈષ્ણવને અહીં વિરોધ પડતો નથી. કારણ કે વૈજ્ઞાનિક ઢબ છે આપણી અને અમે બોલતા જ નથીને આ તો ટેપરેકર્ડ બોલે છે. નહીં તો પરમતવાળો એક માણસ ફેરફાર ના થાય. આ સામે માણસ હોય તો દલીલબાજી કરે. ને સામે માણસ ના હોય, ને ટેપ હોય તો દલીલ ના કરે. એ ટેપ સાંભળી અને વિચારમાં પડે. ટેપ જોડે ક્યાં માથાકૂટ કરે ?
જ્ઞાતી જ મેળ સાચવે ! જ્ઞાની પુરુષને તો સ્પિરિટ્યુઅલ બોલવાનું જ ના હોય. અને
દાદાશ્રી : એવું છે ને, અમે તો નિષ્પક્ષપાતી હોઈએ. અમારે ત્યાં તો ગમે તે શબ્દ નીકળી ગયો, અમારે શબ્દ સાથે કામ નથી હોતું. અમારા શબ્દો પક્ષપાતી હોય તો બીજા પક્ષવાળા ઊઠીને જતા રહે. પણ અહીં તો કોઈ પક્ષવાળો જતો ના રહેને. પારસીને ય એમ લાગે કે મારી જ વાત કરે છે આ. એટલે આ નિષ્પક્ષપાતી છે. બાકી પ્રશ્નો તો જાતજાતના ઊગે. એનો વાંધો નહીં અને પ્રશ્ન ઊગે ત્યારે જ આપણને પૂરેપૂરું સમજાય ને.
અહીં આગળ કોઈ પણ ધર્મવાળાને, કોઈ પણ માણસને એવું ના લાગે કે આ અમુક પક્ષની વાણી છે. બીજા ધર્મનું ખંડન મંડન કરે એવી વાણી ના હોવી જોઈએ. સ્વાદુવાદ નિષ્પક્ષપાતી હોય. નિષ્પક્ષપાતી વાણી સાવાદ ના પણ હોય, એટલે સ્વાવાદમાં નિષ્પક્ષપાતી સિવાયના
Page #177
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
સ્યાદ્વાદને અને સ્પિરિચ્યુઅલને, બેને મેળ ખાય નહીં. અને તે અમારે તો કૃપા છે, તે વળી આ મેળ ખાય છે. નહીં તો આ બેનો મેળ જ ના ખાય કોઈ દહાડો ય ! એ તો દૂધ અને છાશ, એ બે ભેગું કરે એના જેવું. અને પાછું આ ચા બનાવી આપો, એવું કહેશે એના જેવી વાત. મુશ્કેલીને ! હવે શું થાય તે ? જ્ઞાનીની પાસે બધા અખતરા કરાવડાવે.
પ્રશ્નકર્તા : એ જ્ઞાની જ કરે. બીજા કોઈ ના કરે.
૩૪૯
દાદાશ્રી : બીજા કોઈનું ગજું જ નહીં. બીજા કોઈનું કામ જ નહીં. સ્યાાદતો હેતુ !
વાણીનું એવું છે કે એ બે વ્યુપોઇન્ટ એટ-એ-ટાઇમ' ના બતાવી શકે. એટલે વ્યક્ત કરવા બીજું વાક્ય બીજી વખત બોલવું પડે. ‘દર્શન’માં ‘એટ-એ-ટાઇમ’ સમગ્ર રીતે જોઇ શકાય, પણ તેનું વર્ણન કરવું હોય તો કોઇ પણ માણસ એટ-એ-ટાઇમ’ વ્યક્ત ના કરી શકે. તેથી વાણી સ્યાદ્વાદ કહેવાય છે.
વાણીમાં નેગેટિવ અને પોઝિટિવ, એ બે એકી સાથે બોલી શકાય નહીં. એકી સાથે બોલે તો કાં તો નેગેટિવ બોલે તો પોઝિટિવ અધુરું રહી જાય અથવા પોઝિટિવ બોલે તો નેગેટિવ અધુરું રહી જાય. એટલે એકી સાથે ના બોલાય ને ?! એટલે પછી વીતરાગોથી કહેવું પડ્યું કે જગત અનાદિ-અનંત છે ! પોઝિટિવ ને નેગેટિવ સાથે ના બોલાયું, એટલે આવું અનાદિ-અનંત કહેવું પડ્યું !
સ્યાદ્વાદ એટલે શું કહેવા માગે છે ? શબ્દો આપણો ભાવ પૂર્ણપણે દર્શાવી શકતા નથી. એક શબ્દથી આપણે બે ભાવ બતાવી શકતા નથી. બેઉ ભાવ બતાવવાની ઇચ્છા હોય તો ય નહીં. એટલે શબ્દ પછી લઢશે
બધા. માટે બને એટલું ઓછું બોલો. અને બહુ જરૂરનું હોય તો લખીને આપવું. એમાં બધા ભાવ બતાવી શકાય. આગળનું વાંચવાનું અને પાછળનું વાંચવાનું. અને બોલવામાં તો એક શબ્દમાં બે ભાવ હોઈ શકે નહીં. એટલે ભગવાન ‘સ્યાદ્વાદ’ બોલ્યા. અને મેં કહ્યું કે ‘આ બોલે છે એ બધી ટેપરેકર્ડો' !
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : સ્યાદ્વાદનો ઉપયોગ વધારે વ્યાજબી નિર્ણય લેવામાં થાય ? કે ઈન્ડીસીસન તરફ લઈ જાય ?
૩૫૦
દાદાશ્રી : મામાનો છોકરો ભાઈ થતો હોય ને કોઈ રીતે સાળો પણ થતો હોય. તો એટ-એ-ટાઈમ, બે ના બોલાય. એટલે એક જ વસ્તુ બોલવી પડે. બે સાથે કેવી રીતે બોલાય ?
પ્રશ્નકર્તા : એ શક્ય જ નથી.
દાદાશ્રી : એટલે આ સ્યાદ્વાદ તો ભગવાને એટલા માટે મૂકેલો કે આત્મા કર્તા છે ! તો કહે કે કોઈ અપેક્ષાએ કર્તા પણ છે અને કોઈ અપેક્ષાએ કર્તા નથી. સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ.
પ્રશ્નકર્તા : સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ અને અંગ્રેજીમાં ઈન્ડીસિસન કહેવાય ? અનિર્ણય કહેવાય ?
દાદાશ્રી : અનિર્ણય એ તો છે જ. પણ એ અનિર્ણયનો સવાલ નથી. પણ આત્માને કર્તા કહેવો છે અને આત્મા ખરી રીતે છે અકર્તા.
છતાં કહેવો પડે છે કર્તા. એટલે ભગવાને આ સ્યાદ્વાદ મૂકેલું. આ અપેક્ષાએ આત્મા કર્તા છે અને આ અપેક્ષાએ કર્તા નથી. સ્યાદ્ અસ્તિ, સાદું નાસ્તિ.
કારણ કે આવી સ્યાદ્વાદ વાણી વર્લ્ડમાં કોઈ દહાડો સાંભળી જ ના હોય. આ સ્યાદ્વાદ એટલે શું, એ સમજણ પડે તો ને ? ને ના સમજાય તો પછી આદુ ને લસણ ! એ પેલી એકાંતિક વાણી કહેવાય. આખા જગતમાં બધાંની વાણી એકાંતિક હોય ને આ સ્યાદ્વાદ કહેવાય. એટલે આ ય કરેક્ટ છે અને આમે ય કરેક્ટ છે.
કોઈ પણ માણસ એક જ શબ્દમાં બધી રીતે વ્યક્ત ના કરી શકે. એટલે અમારા શબ્દ એવા લાગે અને ભગવાનના શબ્દ ય તેથી એવા
લાગતા હતા. હવે લોકોએ આ સમજવું જોઈએ ને ! એટ-એ-ટાઈમ બન્ને વાત વાણી વ્યક્ત ના કરી શકે. એ તમને સમજાયું બધું ? તેથી સ્યાદ્વાદ કહેવાય છે ને.
Page #178
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૫૧
૩૫ર
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : વાણી આંશિક હોવાને લીધે સમગ્રદર્શન કરી શકતી નથી, એ આંશિક દર્શન છે.
દાદાશ્રી : હા. સમગ્ર જ કહ્યું તો તો કામ જ થઈ જાય ને !
તીર્થકર ભગવાનની સ્યાદ્વાદ વાણી હતી અને આ લોકો શું કહે છે ? અમારું સાચું ને તમારું ખોટું ! એ બધું સાદુવાદ વાણી નહીં. એકાંતિક કહેવાય એ આગ્રહ કહેવાય, દુરાગ્રહ કહેવાય.
એટલે આ તો નગ્ન સત્ય બોલીને ઊભા રહે, હડહડાટ.... વીતરાગોનું સ્વાસ્વાદ સમજે તો કશું સમજવાનું બાકી રહેતું નથી. કારણ કે વીતરાગ એટલે કંઈ લેવાદેવા કોઈની જોડે છે જ નહીં એવા પુરુષનું સ્યાદ્વાદ.
સ્યાદ્વાદના પ્રકાર ! એક મહારાજ જોડે મેં વાતચીત કરી હતી. મારા અભિપ્રાયનાં પ્રમાણ જ નહોતા દુભાતા, એને સાદ્વાદ કહે છે. એ એક પ્રકારનું સ્યાદ્વાદ છે. પણ વ્યવહારિક સ્વાવાદ કહેવાય છે. પણ ભગવાનનું સાવાદ તો ના હોય એ.
પ્રશ્નકર્તા : વ્યવહારિક સ્યાદ્વાદ એટલે ?
દાદાશ્રી : વ્યવહારની વાતોમાં એવું સરસ-સુંદર તમને આમ ફીટ થાય એવું બધું બેસાડી આપે. તમારા મતને તોડે નહીં એવી રીતે.
પ્રશ્નકર્તા : એ બહુ ઓછા હોય.
દાદાશ્રી : પણ છે એવા. એને એ લોકો સાદ્વાદ માને છે. પણ હું તો એને સાદુવાદ એક્સેપ્ટ કરું નહીં ને. સમકિત થયા વગર આને સ્યાદ્વાદ કહેવાય નહીં.
આ સ્યાદ્વાદ એક અંશ પણ જગતે સાંભળ્યો નથી. મહાવીર ભગવાન ગયા પછી સ્યાદ્વાદ સાંભળવાનો મળ્યો હશે તો આપણા જે કુંદકુંદાચાર્યના વખતમાં અને કંઈક રૂપિયે બે આની ચાવાદ સાંભળવા
મળ્યો હોય તો કૃપાળુદેવના વખતમાં !
પ્રશ્નકર્તા : ત્યાં સ્યાદ્વાદ નથી, બીજું બધું છે.
દાદાશ્રી : આ દાદા પાસે સંપૂર્ણ સાદુવાદ નથી, તો બીજે તો સ્યાદ્વાદ તો હોય જ નહીં ને ! એટલે સ્વાવાદ એ આપણે આશા જ શું કરવા રાખીએ ? આ સ્યાદ્વાદ તો આ દાદા પાસે કંઈક દેખાય. આ સાધુઓને સ્યાદ્વાદ છે, પણ તે સામાજિક સ્યાદ્વાદ છે.
બે પ્રકારના સ્વાવાદ, એક બુદ્ધિ સ્વાવાદ અને એક જ્ઞાન સ્યાદ્વાદ. જો જ્ઞાન આપવાદ હોય તો એનું ચારિત્ર એ વીતરાગ ચારિત્ર. અને બુદ્ધિ સ્યાદ્વાદ હોય છે, પણ એ સંપૂર્ણ સ્યાદ્વાદ હોતું નથી, પણ સાવાદ જેવાં લક્ષણો લાગે આપણને. અત્યારે કેટલાંય આચાર્ય એવા છે કે જે બુદ્ધિ સ્યાદ્વાદ જેવી વાણી બોલે છે. પણ એ સાદુવાદ બધે ટકે નહીં અને જ્ઞાન સાલ્વાદ બધે ટકે. પછી મુસ્લિમ ધર્મનો હોય કે ગમે તે ધર્મનો હોય, પણ જ્ઞાન આાવાદ બધે ટકે. અને બુદ્ધિ સ્યાદ્વાદ તો પક્ષ પૂરતું જ હોય. બીજા પક્ષની વાત કરે, ત્યાં એ સ્યાદ્વાદ બોલે ખરાં પણ વર્તનમાં ના આવે. એટલે વાણી ખેંચાયેલી હોય.
લબ્ધિ સ્યાદ્વાદ વાણી તણી ! ‘જ્ઞાની પુરુષ'ની વાણી ઉલ્લાસભેર સાંભળ સાંભળ કરે તેથી તેવી વાણી થતી જાય. ખાલી નકલ કરવાથી કશું વળે નહીં.
પ્રશ્નકર્તા: સ્વાવાદ વાણી ક્યારે નીકળે?
દાદાશ્રી : બધા જ કર્મોનો ક્ષય થાય. ક્રોધ-માન-માયા-લોભનો ક્ષય થાય ત્યારે સ્વાવાદ વાણી નીકળે. આખું વીતરાગ વિજ્ઞાન હાજર થવું જોઈએ. આત્માનો સ્પષ્ટ અનુભવ થયો હોય તો જ એ નીકળે. ત્યાં સુધી બધી બુદ્ધિની વાત, વ્યવહારની વાત ગણાય. સ્વાદુવાદ વાણી ના નીકળે ત્યાં સુધી મોક્ષમાર્ગમાં ઉપદેશ આપવો એ ભયંકર જોખમદારી છે.
સ્યાદ્વાદ વાણી ક્યારે ઉત્પન્ન થાય ? અહંકારની ભૂમિકા પૂરી થાય ત્યારે. જગત આખું નિર્દોષ દેખાય, કોઈ દોષિત દેખાય જ નહીં ! ચોર
Page #179
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૫૩
૩૫૪
વાણીનો સિદ્ધાંત
પણ દોષિત અમને ના દેખાય. લોકો કહે છે ચોરી કરવી એ ગુનો છે. પણ ચોર શું જાણે કે ચોરી કરવી એ મારો ધર્મ છે. અમારી પાસે કોઈ ચોરને તેડી લાવે તો અમે એને ખભે હાથ મૂકી ખાનગીમાં પૂછીએ કે, ‘ભઈ, આ બિઝનેસ તને ગમે છે ? પસંદ પડે છે ?” પછી એ એની બધી હકીકત કહે. અમારી પાસે એને ભય ના લાગે. માણસ ભયને લીધે જુઠું બોલે છે. પછી એને સમજાવીએ કે, “આ તું કરે છે તેની જવાબદારી શું આવે છે, તેનું ફળ શું છે, તેની તને ખબર છે ?’ અને ‘તું ચોરી કરે છે એવું અમારા મનમાં ... ના હોય. એવું જો કદી અમારા મનમાં હોય તો એના મન ઉપર અસર પડે. દરેક પોતપોતાના ધર્મમાં છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય. એ સ્યાદ્વાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય, તો ય સ્યાદ્વાદ વાણી કોઈની પણ પ્રકૃતિને હરકત ના કરે.
સ્યાદ્વાદ-અનેકાંતઃ વ્યવહારમાં ? નિશ્ચયમાં ? પ્રશ્નકર્તા ઃ ચાવાદ સિદ્ધાંતનો ઉપયોગ રિલેટિવમાં ખપમાં આવે ? દાદાશ્રી : ચાદ્દવાદ રિયલમાં હોય નહીં, એ બધું રિલેટિવમાં હોય. પ્રશ્નકર્તા : તો સમાં સ્યાદ્વાદ હોય નહીં, એ સાચું છે ?
દાદાશ્રી : સત્ એટલે રિયલ અને રિયલમાં સ્યાદ્વાદ ના જ હોય ને !
પ્રશ્નકર્તા: તો વ્યવહારની અંદર અનેકાંતવાદનો સમન્વય થાય ? થાય તો કેવી રીતે ?
દાદાશ્રી : તો નિશ્ચયમાં તો અનેકાંતવાદ છે જ ને, નિરાંતે. નિશ્ચય જે છે, એને તો વાદ જ નથી હોતો. એટલે આ તો વ્યવહારમાં જ અનુકૂળ થાય. એટલે બધા વાદ માત્ર જે છે, એ વ્યવહારમાં જ છે. એકાંતિકવાદે ય વ્યવહારમાં છે અને અનેકાંતવાદે ય વ્યવહારમાં છે. આગ્રહી વાણી યા વ્યવહારમાં છે અને સ્વાવાદ વાણી ય વ્યવહારમાં છે. પણ સાવાદ વાણી એ છેલ્લી વાણી કહેવાય, ટોપમોસ્ટ વાણી કહેવાય. વાણીનું સરવૈયું આવી ગયું. અનેકાંત-એકાંતિકનું સરવૈયું આવી ગયું. એમ ડેવલપ થતું
થતું એકાંતિકમાંથી ડેવલપ થાય.
પ્રશ્નકર્તા : રિલેટિવ માર્ગને એકાંત અને રિયલ માર્ગને અનેકાંત ગણી શકાય કે નહીં ?
દાદાશ્રી : રિયલ માર્ગને તો એકાંત કે અનેકાંત એ વસ્તુ જ નથી હોતી. રિયલ એટલે રિયલ. એમાં એકાંત કે અનેકાંત એવાં વિશેષણ હોય જ નહીં. વિશેષણ બધું રિલેટિવને હોય. એટલે રિલેટિવમાં એકાંતિક અને અનેકાંત છે. રિલેટિવમાં જે લોકો આગ્રહી છે, કે “અમારું સાચું.” એ આગ્રહ કરે છે, એ એકાંત કહેવાય. અને બધાના ધર્મને બધાના સત્યને પકડે અને અનેકાંતની તરફ દ્રષ્ટિ જુએ. દુરાગ્રહ કરે નહીં, આગ્રહ કરે નહીં, ત્યારે એ અનેકાંત કહેવાય. કોઈ ધર્મનું પ્રમાણ સહેજે દુભાય નહીં. એવું હોય ત્યારે એ અનેકાંત કહેવાય. પણ એ રિલેટિવ છે, રિયલ નથી. રિયલમાં કોઈ વિશેષણ છે જ નહીં. રિલેટિવમાં વિશેષણ હોય કારણ કે વાણી પોતે જ રિલેટિવ છે. વાણી રિયલ છે જ નહીં. તે એકાંતિક અને અનેકાંત પણ વાણીને સ્પર્શનિ છે.
તહીં તિરાગ્રહીતો ય આગ્રહ ! અમે નિરાગ્રહી છીએ એવો ય આગ્રહ નહીં, એનું નામ સ્યાદ્વાદ ! નિરાગ્રહી થવું એ વીતરાગનો માર્ગ છે. જયાંથી ત્યાંથી આગ્રહ છોડી દે. સત્યના આગ્રહને ભગવાને ‘અજ્ઞાનતા કહી. “અમારા'માં આગ્રહ નામે ય ના હોય ! અમને કોઈ પણ બાબતમાં સહેજ પણ ગ્રહ નહીં કે આગ્રહ નહીં, કે આમ જ ! એક સેકન્ડે ય નહીં ને ! ‘આ ખરું છે, આ સત્ય છે' એવો ય અમારો આગ્રહ ના હોય. ‘આ જ્ઞાન થયું છે.' એ ય આગ્રહ ના હોય. તમે કહો કે, “પેલું ખોટું છે' તો ય આગ્રહ ના હોય. તે તમારી દ્રષ્ટિથી આવ્યું એ સાચું.
અમે આમ દેખાઈએ ભોળા, બાળક જેવા દેખાઈએ, પણ બહુ પાકાં હોઈએ, કોઈની જોડે અમે બેસી ના રહીએ, ચાલવા જ માંડીએ. અમે અમારો ‘પ્રોગ્રેસ ક્યાં છોડીએ ?
અમે એક વખત વિનંતી કરી જોઈએ. બાકી, અમે તો વાત છોડી
Page #180
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૫૫
૩૫૬
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : તે તત્ત્વદ્રષ્ટિએ આ સ્યાદ્વાદ અને અનેકાંત, બન્ને સરખું જ ને ?
દઈને આગળ ચાલવા માંડીએ. અમે તમને સમજ પાડીએ. પણ જો તમે તમારી પકડ પકડો તો અમે તરત છોડી દઈએ. અમે જાણીએ કે આમને દેખાતું નથી, તો આપણે ક્યાં સુધી બેસી રહીએ ? બેસી ના રહેવું જોઈએ ને? કારણ કે એને આગળ દેખાતું જ નથી ને !
સર્વેની દ્રષ્ટિએ સમાવે ચાવાદ આપણા ઘરમાં એક જ જાતના માણસો હોય તો શું થાય ? ઘરમાં સ્ત્રી વેપારી, ધણી વેપારી, છોકરાં વેપારી, છોકરી વેપારી, પછી ઘરમાં શું થાય ? એટલે જુદું જુદું જોઈએ તો સંસાર ચાલે. પ્રકૃતિ દરેકની જુદી હોય. તે ભગવાને કહેલું કે ભઈ, બધાની પ્રકૃતિ ફેર હોય. પણ એ એનું દ્રષ્ટિબિન્દુ છે અને દ્રષ્ટિબિન્દુના આધારે એ ચાલ્યા કરે છે.
હવે પોતપોતાના દ્રષ્ટિબિન્દુને સાચું ઠેરવવું, એને એકાંતિક કહેવાય. જ્યારે વીતરાગ ધર્મ અનેકાંત કહેવાય. બધાં દ્રષ્ટિબિન્દુને પોતે સમાવી લે, એનું નામ વીતરાગ ધર્મ. શુભ ‘એકાંતિક” કહેવાય. શુદ્ધ ‘અનેકાંત” કહેવાય. અનેકાંતથી મોક્ષ. અનેકાંત એટલે આગ્રહ નહીં, દરેક સત્યને સ્વીકારે. વીતરાગ માર્ગ અનેકાંત સ્યાદ્વાદ હોય.
અનેકાંત એજ ચાલ્વાદ ? પ્રશ્નકર્તા : એકાંતિક માર્ગે છેલ્લો મોક્ષમાર્ગ નથી સમજાતો.
દાદાશ્રી : એકાંતિક તો આખું જગત સમજે છે, પણ અનેકાંત નથી સમજ્યા અને સ્વાવાદ જ્યારે સમજે, ત્યાર પછી મોક્ષમાર્ગ હાથમાં આવે.
પ્રશ્નકર્તા : અનેકાંત એટલે સ્યાદ્વાદ જ ને ?
દાદાશ્રી : અનેકાંત એ સ્યાદ્વાદમાં સમાય. પણ અનેકાંતમાં સ્યાદ્વાદ ના સમાય. એ સ્યાદ્વાદ એ એવડો મોટો શબ્દ છે કે જેની મહીં અનેકાંત પણ સમાઈ જાય, નિષ્પક્ષપાતી ય સમાઈ જાય. નિષ્પક્ષપાતી દુનિયામાં છે ખરા. પણ છતાં એ સ્વાદુવાદ ના કહેવાય. નિષ્પક્ષપાતી વિચારના માણસો હોય છે ખરાં અને એ વિચારનાં એટલે એવું બોલે ય ખરાં, છતાં પણ એ સ્વાવાદ ના કહેવાય.
દાદાશ્રી : ના, સરખું નહીં. લોકો આમ સરખું કહેશે પણ હું સરખું માનું નહીંને, કારણ કે અનેકાંતનો અર્થ શું થાય છે ? એ નિરાગ્રહી કહેવાય છે. આ હિંદુસ્તાનમાં જેટલાં બધા માર્ગ છે ધર્મમાં, એ બધા એકાંતિક કહેવાય. એકાંતિક એટલે અમુક પ્રકારનો આગ્રહ નક્કી કરેલો હોય કે આટલી જ આપણી ભૂમિકા અને આવી જ માન્યતા આપણી, એ એકાંતિક, પોતાનું જુદું અને સામાનું જુદું. અને અનેકાંત એટલે આગ્રહ નહીં, નિરાગ્રહી વાણી. નિરાગ્રહ એ સાદ્વાદમાં સમાય. સ્યાદ્વાદ નિરાગ્રહમાં ના સમાય ! સ્યાદ્વાદ એક મોટી વસ્તુ છે.
એટલે અનેકાંત એ જુદી વસ્તુ છે અને સ્યાદ્વાદ એ જુદી વસ્તુ છે. અનેકાંત આગ્રહ ઉપર આધાર રાખે છે અને ચાદ્દવાદ એ વાદ ઉપર ચાલે છે. વાદ એટલે વચન.
ભગવાનના સ્યાદ્વાદને આ લોકોએ એકાંતિક કર્યો. ભગવાનનું સ્યાદ્વાદ આવું નહોતું. ભગવાનનું સ્વાવાદ એટલે શું ? આ ધર્મમાં આટલાં સુધીની જ વાત સમજાવે છે અને આ બીજો ધર્મ આટલે સુધીની વાત સમજાવે છે. એ બધા ધર્મ એમની બાઉન્ડ્રીમાં જ છે, એના યુપોઈન્ટમાં જ છે અને તે પાછું એમાં જુદા છે નહીં. એક જ કોલેજના ‘સ્ટાન્ડર્ડો’ છે આ બધા. પણ તે આ દરેક ધર્મોવાળાએ પછી ‘આ અમારું ને પેલું તમારું કરી નાખ્યું. આ અમારું-તમારું આવ્યું ત્યાં સ્યાદ્વાદ ના કહેવાય. આત્મા પ્રાપ્ત થાય ત્યાર પછી અનેકાંત શરૂ થાય છે.
સ્યાદ્વાદ ત્યાં નિષ્પક્ષતા ! પ્રશ્નકર્તા: આપ એવું કહેતા હતા કે દુનિયાના તમામ ધર્મો અમને માન્ય છે. અમે એક્સેપ્ટ કરીએ છીએ. દુનિયાના તમામ સંપ્રદાયોના જ્ઞાનોને સાદ્ વિજ્ઞાન એક્સેપ્ટ કરે છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૫૭
૩૫૮
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તે આપણે કહીએ જ છીએને. એક્સેપ્ટ ના કરીએને ત્યારે તો આપણે ફકીર વસ્તીને ના ગણે ને વસ્તી ફકીરને ના ગણે. પેલું ફકીર જેવું થઈ જાય. આ તો ભળતા રહીને આપણું વિજ્ઞાન સર્વશ્રેષ્ઠતા બતાવે છે.
હું અનેકાંત વાણી બોલું છું. આ જેટલાં સંપ્રદાયો છે એ બધા એકાંતિક છે. એકાંતિક એટલે આ અમારું સાચું ને પેલાનું ખોટું. વીતરાગ વાણી જોઈએ. વીતરાગમાં કોઈ પણ ગચ્છમત ના હોય, કોઈ વાડી-વાડી ના હોય. બિનસંપ્રદાય હોય. અનેકાંત હોય. તે આ હું અનેકાંતવાણી બોલું છું. કોઈ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ન દુભાય એટલા માટે મારી પાસે સ્થાનકવાસી શ્વેતાંબરી, દિગંબરી, વૈષ્ણવો, મુસ્લીમો, પારસી લોકો, બધાં સાંભળવા આવે. અનેકાંત વાણી છે એટલે. - કોઈ પોતાના ધર્મની વાતો કરતો હોય, એ મીઠી મીઠી વાતો કરે તો ય તમને સમજણ પડે ખરી કે આ સાચી છે કે આ ખોટી વાત છે એમ ?! તરત સમજણ પડી જાય નહીં ?
તો એ ભૂલ છે.
એમની વાણી એકપક્ષી હોય. પક્ષપાતી હોય. એક પક્ષના સાધુ હોય અને બીજા પક્ષના સાધુ હોય તો બે બોલેને, તે બેઉની પક્ષપાતી વાણી હોય. તે સામાને કડવું ઝેર જેવું લાગે. અમારે એવું ના હોય. ભગવાનની તો વાત જ કેવી હશે ત્યારે ? જો અમારું આટલું સરસ છે. બધા ભેગા થાય છે, મારો કોઈ વાંધો ઉઠાવતા નથી કે તમે પક્ષપાતી છો. તો ભગવાનનું કેવું હશે !
ભૂલવાળી વાણી ભૂંસી નાખવી ! કોઈ ગાળ ભાંડે તો સ્યાદ્વાદ શું કહે છે કે કોઈ ગુનેગાર નથી. સ્યાદ્વાદ તેનું જ્ઞાન આપે છે. સ્યાદ્વાદ શું કહે છે કે તે તેનું દ્રષ્ટિબિન્દુ છે. ગુનો પોતાનો છે. બાકી તેને દેખાયું, તેવું તે બોલે.
સ્યાદ્વાદ વાણી ન હોય ને, તો એ શબ્દ કેટલાંકને હિતકારી થઈ પડે ને કેટલાંકને નુકસાનકારક થઈ પડે. અને સ્વાવાદ વાણી હોય તો બધાને હિતકારી થઈ પડે.
પ્રશ્નકતો : હી, તરત.
દાદાશ્રી : હા, તરત સમજણ પડી જવી જોઈએ.
પક્ષપાતી વાણી તમે સાંભળેલી ખરી, કોઈ જગ્યાએ ? જે આપણને મતનો રંગ ચઢાવે એ બધી પક્ષપાતી વાણી. આ અમારું, આ અમારું.....
જેમાં ફાંટા પડે, એને વીતરાગ ધર્મ ના કહેવાય. કારણ કે ભગવાનનો અનેકાંત ધર્મ છે અને સ્વાવાદ ધર્મ છે. ભગવાનનો માર્ગ તો કોને કહેવાય કે જ્યાં પક્ષપાત ના હોય, નિષ્પક્ષપાત હોય. વેદાંતીઓ આવીને બેસે તો જૈનના આચાર્યનું સાંભળીને ખુશ થઈ જાય. આ તો જો કદી એક સંપ્રદાયના આચાર્ય બોલે, તો બીજા સંપ્રદાયવાળા ઊઠીને ચાલતા થઈ જાય. એટલે આ વાણી તો કોઈ કોઈનું સાંભળે નહીં.
આ બધી પક્ષીય વાણી છે, તેથી જ તો સમકિત નથી થતું. આખું ય સમકિત અટકયું છે. મનમાં કોઈ માનતા હોય કે મને સમકિત થશે
અમે તો શું કહ્યું છે ? આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજા સહેજ છે. આ કાળમાં વાણીથી જ બંધન છે. માટે કોઈના માટે અક્ષરે ય બોલાય નહીં. કોઈ ધર્મનું ના બોલાય. કોઈ પંથનું ય ના બોલાય. છતાં અમે પાછાં બોલીએ છીએ. અમે કહેતા જઈએ, તે ટાઈપ થયેલું હોય છે. તે પાછું ભૂંસી નાખજો, એમ કહી દઈએ. ભરેલો માલ નીકળી જાય ને, બળ્યો. આપણી શ્રદ્ધામાં ના હોય, આપણા જ્ઞાનમાં ના હોય, તે પણ માલ નીકળે. ટેપરેકર્ડ છે ને, તેથી !
પ્રશ્નકર્તા : આપ તો કહો છો ને, કે જેટલું બોલ્યા, તેના સ્પંદન થયા. એટલે એ પછી છોડે નહીં ને !
દાદાશ્રી : તેનું ફળ આવે. પણ અહીં ટેપરેકર્ડમાં તો ના છપાય. અહીં જેટલું અટકાવાય, તેટલું તો અટકી જાય ને. અને આ જે સ્પંદન થયેલાં ને, એમાં અમને રાગ-દ્વેષ નથી. એટલે એ અમને અડે નહીં. મેં તો એમ
Page #182
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
પણ કહી દીધું કે તમે અહીં બેઠા છો ને, આ તરત છેકી નાખજો. ટેપ ઉપર ફરી ટાઈપ કરી લે. એટલે આટલું બધું બોલીએ તેમાં કચરો માલ ના નીકળી જાય, બળ્યો ? પણ આપણે પછી ભૂંસી નાખવું પડે.
૩૫૯
અમારી કઈ ભૂલો ?
પ્રશ્નકર્તા : એ ભૂલ થવાનું કારણ શું થતું હશે ?
દાદાશ્રી : થતી નથી, પણ કોઈ ફેરો ગૂંચ પડી જાય. આ પુદ્ગલનું વાતાવરણને ! તેથી એવું એમ જોશથી અમારાથી ના બોલાય કે સંપૂર્ણ સ્યાદ્વાદ છે. ચાર ડિગ્રીએ નાપાસ છું ને, એટલી મહીં ગૂંચવાળી હોય. સંપૂર્ણ સ્યાદ્વાદ નીકળે તો જાણવું કે આ ભવમાં જ મોક્ષે જવાના. અમારી સ્યાદ્વાદ ઘણી ખરી નીકળી છે અને અમુક નથી નીકળતી. એટલે અમે આ ભવમાં મોક્ષમાં નથી જવાના.
કઈ અમારી સ્યાદ્વાદ વાણી નથી ? બધી ઘણી ખરી વાણી સ્યાદ્વાદ જ હોય છે. પણ અમે જે એમ કહીએ છીએ કે ‘આ અમુક ફલાણાઓ આવા છે, તેમ છે', એ અમારાથી ના બોલાય. તમને સમજાવવા માટે, તમને વિગતવાર કહેવા માટે બોલીએ છીએ. એમાં અમને રાગ દ્વેષ નથી. પણ છતાં આવું બોલવું, એ તો સ્યાદ્વાદ ના કહેવાય.
એ એમની જગ્યાએ બરોબર છે. તમે ટીકા શા માટે કરો છો ? છતાં મારે સમજાવવા માટે વાત કરવી પડે છે. અમારે કોઈની નિંદા કરવી નથી હોતી. તમને આની અવળી અસર ના પડે, તમે ઊંધા રસ્તે ના જાવ અને એમાંથી મુક્ત થાવ, એટલા માટે અમે કહીએ.
‘મારણ' અમારી પાસ !
પણ આવું જ તમે ય બોલો તો તમે ગુનેગાર ઠરશો. કારણ કે
અમારી પાસે બધી દવાઓ હોય. એટલે અમે તો ચોખ્ખા ને ચોખ્ખા રહીએ અને તમે કાચા પડી જાવ. એટલે અમે બોલીએ એવું તમારે ના બોલવું. અમે જે કરીએ એવું તમારે ના કરવું. અમારી પાસે દરેક જાતની દવા
વાણીનો સિદ્ધાંત
હોય, વખતે ઉપયોગ વગર એકાદ શબ્દ બોલાઈ ગયો હોય તો, એનું મારે કેટલાંય સાબુઓથી ધોવું પડે બધું. બહુ મોટી જોખમદારી !
૩૬૦
સ્યાાદ ચૂક્યાને...
હું એ તો આ અવતારમાં સાધુ-મહારાજનું આવું બોલું છું. આ આખા જગતના તમામ ધર્મમાર્ગમાં ઊંધું કરી રહ્યા છે. એ બધા માટે હું તો બોલું છું. કેમ જાણે કે આ ધર્મનો રાજા જ હું છું ! પણ આવી રીતે લોકોનું ઊંધું અમારાથી બોલાય નહીં. આમનાથી આ લોકો બધા છૂટવા જ જોઈએ, એટલે બોલીને પણ પાપ વહોરેલાં છે. અને એ પાપ વખતે મારે કંઈ ભોગવવાનાં હોય તો, એ પાપ મારે ભોગવવાં પડે છે. બીજા પાપ નહીં, બીજા મારાં સ્વતંત્ર પાપ તો છે જ નહીં. હવે આવું બોલવું પડે તે ય છે તે અત્યારે શું રહ્યું ? ખાલી હું બોલું છું. આ બોલતી વખત અમે ય જાણીએ છીએ કે આ ઊંધું બોલાય છે. પણ એ શબ્દો બહાર પડ્યા વગર રહે નહીં ને.
પ્રશ્નકર્તા : એ તો દાદા કરુણા ભાવે બોલે છે ને !
દાદાશ્રી : છે કરુણા ભાવે. પણ કરુણા ભાવે પણ આમ ન હોવું ઘટે. આમ અમારી વાણી સ્યાદ્વાદ જ ગણાય. પણ કોઈ ધર્મવાળાને કિંચિત્માત્ર દુઃખ ના થાય, એવું મારું આ વર્તન હોય છે અને પક્ષપાત નહીં કોઈ જગ્યાએ.
હવે આ કોઈ ધર્મ માટે જે કહેવું પડે છે ને, કે આ વાજબી નથી. એવું કહ્યું ત્યાં સ્યાદ્વાદ ચૂકાયો. છતાં વાજબી પર ચઢાવવા માટે આમ બોલવું પડે છે. પણ ભગવાન તો શું કહે છે ? કે આ ય વાજબી છે, પેલું ય વાજબી છે, ચોરે ચોરી કરી તે ય વાજબી છે, આનું ગજવું કપાયું તે ય વાજબી છે. ભગવાન તો વીતરાગ. ડખોડખલ કરે નહીં ને. ‘ઘાલમેલ કરે નહીંને.’ અને અમારે તો ખટપટ બધી. અમારે ભાગ આ ખટપટ આવી.
પ્રશ્નકર્તા : પણ એ ય અમારા રોગ કાઢવા માટે ને ! દાદાશ્રી : હા. તે લોકોને તૈયાર કરવા માટે. આમાં હેતુ સારો છે
Page #183
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૬૧
વાણીનો સિદ્ધાંત
ને ! અમારો હેતુ અમારી જાત માટે નથી. બધાને માટે છે.
વાણી જુદી, અભિપ્રાય જુદા ! વાણી બોલે, એની પર અભિપ્રાય જુદો. કેવું આ જગત ! વાણી બોલે છે, એની પર અભિપ્રાય કેવો છે ? કે “આવું નથી. આ ખોટું છે. આવું ના હોય.” પણ જુઓને, આ દુનિયા કેવી ચાલે છે ! સાથે બોલીએ એટલે સાથે સાથે જાગૃતિ એ ભણી ચાલે.
પ્રશ્નકર્તા ઃ અને જાગૃતિ હોય.
દાદાશ્રી : હા, કે “આવું ના હોય. કારણ કે અમે આખું જગત નિર્દોષ જોયું છે, જાણ્યું છે, અનુભવમાં પણ આવી ગયું કે નિર્દોષ છે. પણ વર્તનમાં આવું બોલાય છે. વર્તનમાં કેમ નથી આવવા દેતું ? આ વચ્ચે વાણી છે, એ ડખલ કરે છે.
પ્રશ્નકર્તા : પણ આપની તો સતત જાગૃતિ છે.
દાદાશ્રી : જાગૃતિ ખરી. પણ આ આવી વાણી બંધ ના થાય ત્યાં સુધી પૂર્ણપદ તો મળે નહીં. વાણી કેવી નીકળે છે ? આમ જોશબંધ.
હવે આ વાણી ક્યારે ભરેલી ? જ્યારે જગત નિર્દોષ જોયું નહોતું તે વખતે ભરેલી કે “આ દોષિત છે. આ લોકો આવું કેમ કરે છે ? આવું ના હોવું જોઈએ. ધર્મ આવો કેમ હોવો જોઈએ ?' એ ભરેલો માલ છે, તે આજે નીકળે છે. ત્યારનો અભિપ્રાય આજે નીકળે છે અને આજનો અભિપ્રાય સહમત નથી. એટલે આ અમે બોલીએ છીએ, જોડે જોડે આ અભિપ્રાય જુદો રહે છે. બેઉ સાથે ચાલે.
અને જોડે જોડે અમારી પ્રતીતિમાં છે કે એ દોષિત નથી. પ્રતીતિમાં નિર્દોષ છે. એ પ્રતીતિ આખી ય બદલાઈ ગયેલી છે. એટલે નિર્દોષ છે એમ માનીને હું બોલું છું. આ.
પ્રશ્નકર્તા : નિર્દોષ છે, એમ સમજીને બોલો છો ?
પ્રશ્નકર્તા : તો પછી તમારે પ્રતિક્રમણ શા માટે કરવાં પડે ?
દાદાશ્રી : પણ ના બોલાય. શબ્દ ય બોલાય નહીં. એવો વાંકો શબ્દ ય કેમ બોલ્યા ? સામો તો છે જ નહીં, અહીં આગળ. સામાને દુ:ખ થતું નથી અને તમારે બધાને વાંધો નથી, કે દાદાને એમની બિલીફમાં તો આવું નિર્દોષ જ છે. પછી હવે વાંધો નથી. પણ શબ્દ આવો ભારે કેમ બોલ્યા ? માટે પ્રતિક્રમણ કરવું પડે. ભારે શબ્દ ય ના હોવો જોઈએ.
આ દુનિયામાં બધા નિર્દોષ છે. પણ જો આવી વાણી નીકળે છે ને ?! અમે તો આ બધાને નિર્દોષ જોયેલા છે, દોષિત એકંય છે નહીં. અમને દોષિત દેખાતો જ નથી. ફક્ત દોષિત બોલાય છે. બોલાતું હશે આવું આપણે ? આપણે શું ફરજિયાત છે ? કોઈનું ય ના બોલાય. એની પાછળ તરત એના પ્રતિક્રમણ ચાલ્યા કરે. એટલું આ અમારે ચાર ડિગ્રી ઓછી છે, તેનું આ ફળ છે. પણ પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે.
પ્રશ્નકર્તા : તમે તો છટાને છૂટા જ રહો છો, વાણી બોલો ત્યારે. પણ તો પછી શા માટે પ્રતિક્રમણ ?
દાદાશ્રી : છૂટા છે, એટલે પ્રતિક્રમણ “મારે’ નહીં બોલવાનું. આ અંદરના અંદર, જે કરે ને, જે બોલેને, તેને જ કરવાનું, ‘તમે પ્રતિક્રમણ કરી લો.’ અને તમારે ય એવું જ છે. આ પ્રતિક્રમણ તે, ‘તમારે’ નહીં કરવાનું. ‘ચંદુભાઈને કહી દેવાનું. જેણે અતિક્રમણ કર્યું કે, તેણે જ પ્રતિક્રમણ કરવાનું.
પ્રશ્નકર્તા : તે ભૂલનું પ્રતિક્રમણ કેવી રીતે કરો ?
દાદાશ્રી : પ્રતિક્રમણ પછી કરવું પડે. ભૂલ, જ્ઞાનસંબંધી ના હોય. કો'કને સાદ્વાદના વાંધામાં અટવાઈ જતો હોય, એ માણસ પર કડકાઈ થઈ ગઈ હોય. સ્યાદ્વાદ હોય ત્યારે કડકાઈ ના થાય. બિલકુલ સંપૂર્ણ સ્યાદ્વાદ. આ તો સ્યાદ્વાદ કહેવાય, પણ સંપૂર્ણ સ્વાવાદ કહેવાય નહીં ને ! એટલે કેવળજ્ઞાન થાય, ત્યારે સંપૂર્ણ સ્યાદ્વાદ ! આમાં તો કો'કનો હાથ કે આંગળી કપાઈ જાય !
દાદાશ્રી : હા.
Page #184
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૬૩
उ६४
વાણીનો સિદ્ધાંત
કેવળ દર્શત' દેખાડે ભૂલ !!! અમારું જ્ઞાન અવિરોધાભાસ હોય અને વાણી સાવાદ ના હોય. કોઈ ઝપટમાં આવી જાય એમાં. અને તીર્થંકરોની વાણીમાં કોઈ ઝપટમાં ના આવે. એ તો સંપૂર્ણ સ્યાદ્વાદ ! કોઈને ઝપટમાં લીધા સિવાય બોલે એ, વાત તો એ એવી જ બોલે !
પ્રશ્નકર્તા: આપનું આ સ્યાદ્વાદ કોઈ ઝપટમાં આવી જાય છે, તેથી સંપૂર્ણ ના કહ્યું. તો ય પણ એ દર્શન તો સંપૂર્ણ છે ને, કે ભૂલ સાદ્વાદમાં થઈ ગઈ ?
દાદાશ્રી : હા, દર્શન તો પૂરેપૂરું છે. દર્શનનો વાંધો નથી, પણ જ્ઞાનમાં ચાર ડિગ્રી ઓછું. એટલે આ સ્યાદ્વાદ ના હોય. અમારે દર્શન પુરેપુરું હોય. દર્શનમાં બધું તરત જ આવી જાય, ભૂલ તરત ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલની ય તરત ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતાં ઘણો ટાઈમ લાગશે. તમે તો સ્થૂળ ભૂલો જુઓ છો, મોટી મોટી દેખાય એવી જ ભૂલો જુઓ છો. તેથી અમે કહીએ છીએ ને, કે “અમારો દોષ ના હોય. કોઈને આ અમારો દોષ દેખાય નહીં, અમને પોતાને દેખાય.’
પ્રશ્નકર્તા : સ્વાવાદમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય ?
દાદાશ્રી : સ્યાદ્વાદમાં - અનેકાંતમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય. હવે અમારું સ્યાદ્વાદ સંપૂર્ણ થઈ રહ્યું છે. સ્યાદ્વાદ પૂરું થઈ રહે એટલે કેવળજ્ઞાન પૂરું થઈ જાય. દર્શન છે તેથી તો ખબર પડે કે આ ભૂલ છે. ફૂલ(full) દર્શન છે. તેથી બધાને કહ્યુંને, કે કેવળદર્શન આપું છું.
સંપૂર્ણ સ્યાદ્વાદ ! સાવાદ વાણી કોઈને દુઃખદાયી થાય નહીં. પ્રશ્નકર્તા : તો એટલી નિર્પેક્ષતા થઈ.
દાદાશ્રી : હા, એટલી ખરી, પણ તે હજુ મૂળ જે નિર્પેક્ષતાને પહોંચે નહીં. એબ્સોલ્યુટ હોવી જોઈએ. અમારી આ એબ્સોલ્યુટ ના કહેવાય.
તીર્થંકર સાહેબ, એ દેહના માલિક ઘડીવાર ના હોય. એમનું જ્ઞાન સીમિત ના હોય, અનલીમીટેડ હોય. અમારે જ્ઞાન અનલીમીટેડમાં જરાક કાચું હોય. એટલે તીર્થંકરોનું સંપૂર્ણ હોય અને અમારું જરાક સહેજ કાચું હોય. એમનું સ્યાદ્વાદ હોય ને અમારું ય સ્યાદ્વાદ હોય પણ થોડો ફેર હોય.
પ્રશ્નકર્તા : તો સાચો સ્યાદ્વાદ કેવો હોય ?
દાદાશ્રી : એ સ્યાદ્વાદ તો અત્યારે અમે કશુંક બોલીએ ને, તે મન તો સહેજે ય પાછું નથી પડતું. પણ કો'ક માણસને સહેજ ખરાબ અસર પડી જાય છે એવું બને અને સંપૂર્ણ સ્યાદ્વાદ હોય તો આવું ય ના બને. પછી એણે અવળું બોલે એ વાત જુદી છે. પણ એનું હૃદય કબૂલ કરી દે. અમારું સ્વાવાદ ચાર ડિગ્રી કાચું છે. અમને પોતાને સમજાય ને. બધી બાબતમાં ચાર ડિગ્રી કાચી છે અને તો આપણે પાકી કરવી ય નથી. આ કાચી છે, તો તમારી જોડે બેસી રહીએને !
કો'ક ખોટું બોલે, અવળું બોલે, ગમે તે કરે. એમાં એમનો દોષ નથી. એ કર્મના ઉદયના આધીન કરે છે. પણ તમે ઉદયને આધીન બોલો, તેના જાણકાર હોવા જોઈએ કે ‘આ ખોટું બોલાઈ ગયું.' કારણ કે પુરુષાર્થ છે. ‘પ્રકૃતિ શું કરી રહી છે' એને જાણવી જોઈએ. અને જ્યારે પ્રકૃતિ કશું નહીં કરે, સહેજ પણ હિંસક વર્તન નહીં, હિંસક વાણી નહીં, હિંસક મનન નહીં, તે દહાડે ત્રણસો સાઠ ડિગ્રી થઈ ગઈ હશે.
વગત વેર્યા, વિકૃત ગતે... પ્રશ્નકર્તા : અમારી વાણી સ્યાદ્વાદ કેવી રીતે થાય ?
દાદાશ્રી : વાણીના કેટલાય કાયદા પાળો ત્યારે વાણી સાદ્વાદ થાય. કેટલીય રીતે પાણી નિર્મળ રાખે, ત્યારે એ વાણી વચનબળવાળી થાય. વચનને કેટલી બધી રીતે સાચવ્યું હોય ત્યારે વચનબળ થાય.
પ્રશ્નકર્તા: ‘જ્ઞાન’ થયા પછી વચનબળ આવે ને ? દાદાશ્રી : ના. ‘જ્ઞાન’ ના થયું હોય તો ય વચનબળ હોય ખરું.
Page #185
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૬૫
૩૬૬
વાણીનો સિદ્ધાંત
જેણે વાણીના બધા કાયદા સાચવ્યા હોય, તેને ય વચનબળ હોય. ભલે અજ્ઞાનદશામાં હોય.
પ્રશ્નકર્તા : એ વચનબળ વ્યાવહારિક ને ? વ્યવહારમાં એ કામ આવે ને ?
દાદાશ્રી : હા. ઘણું કામ લાગે. વચનબળ એટલે તો વાત જ ઓર હોય. એના જેવું કોઈ બળ નથી. એનાથી તો બધા યુદ્ધો જીતી શકાય. હથિયારોથી યુદ્ધો ના જીતી શકાય.
પ્રશ્નકર્તા : પોતાપણું જાય તો વચનબળ આવે ?
દાદાશ્રી : પોતાપણું જાય તો તો ભગવાન થઈ ગયો. પણ આ તો પોતાપણું જાય નહીં. તે પહેલાં વચનબળ આવે. વચન ચોખ્ખા થયા પછી વાણી મીઠી થાય, પછી વચનબળ ઉત્પન્ન થાય.
જ્ઞાનીદશાનું પ્રમાણ ! એવું છે, આ ‘જ્ઞાન' લીધું એટલે જે આખું પોતાપણું હતું, તે ધીમે ધીમે ઓગળતું ઓગળતું પછી ધીમે ધીમે ઝીરો થાય. ‘ઝીરો' થાય એટલે એ ‘જ્ઞાની’ કહેવાય. પછી એની વાણીમાં બધો ફેર પડી જાય. પોતાપણું જાય ત્યાર પછી વાણી નીકળે. જેટલું પોતાપણું ઘટે એટલી વાણી ઉત્પન્ન થઈ જાય અને તે વાણી સાચી હોય ! બાકી ત્યાં સુધી બધી વાણી ખોટી. આ બહાર તો, આપણા “જ્ઞાન” લીધેલાં સિવાય બીજે બધે તો પોતાપણું હોય અને વાણી બોલે છે. પણ વાણી તો વા-પાણી જેવી, વાણી જ નહીં. એ લૌકિક બધું કહેવાય. ને આપણા “જ્ઞાન” લીધેલા હોય એમને પોતાપણું જાય પછી જ બોલાય, નહીં તો બોલાય નહીં.
અને આપણા “જ્ઞાન” લીધેલા મહાત્માઓમાં કોઈ એકુંય માણસ પોતાનું સ્વતંત્ર એક વાક્ય બોલી શકે છે ? નહીં. ત્યાં સુધી કોઈ ‘મૂળ વસ્તુ’ને પામ્યો નથી. એક વાક્ય ના બોલાય અને એક વાક્ય બોલે તો હું સજ્જડ થઈ જાઉં. બસ, થઈ ગયું ! એક જ વાક્ય મારા સાંભળવામાં આવેને, તો હું સમજી જઉં કે કહેવું પડે આ ! પણ એવું હોય નહીં ને !
વાક્ય શી રીતે નીકળે ?! વાણી એની નીકળે શી રીતે ?!
પ્રશ્નકર્તા: આપનું કહેલું પણ, જો પદ્ધતિસર કહેતા હોય તો ય બહુ થઈ ગયું. દાદાશ્રી : અહીં પદ્ધતિસર કહેતા હોય તો તો સોનું કહેવાય.
સ્યાદ્વાદ ત્યાં જોખમ નહીં ! ‘હું શુદ્ધાત્મા છું' એવું કંઈક અંશે ભાન ના થાય, ત્યાં સુધી જે બોલે છે તે બધી જ ભૂલ છે. જે જે બોલે, શાસ્ત્ર બોલે જે જે ખાધું, જે જે બધું કર્યું એ બધી જ ભૂલો છે. હવે એમને એકંય ભૂલ દેખાતી નથી. અને તમારે તો જુઓ, આ જ્ઞાન પછી, તમે ‘હું શુદ્ધાત્મા છું' એવું બોલ્યા, એટલે ખાનાર ખાય છે, તે બધી જોખમદારી તમારી નહીં. એટલે એ બધી ભૂલો નીકળી ગઈ. પછી વાણી એ ટેપરેકર્ડ છે કહ્યું, એટલે તે બધી ભૂલો નીકળી ગઈ. હવે ફક્ત થોડુંક તમારે સમભાવે નિકાલ કરવાનો છે. જેટલી ફાઈલો હોય એટલાનો. બીજું કશું કરવાનું નથી. બધી ભૂલો એમ ને એમ ભાંગી ગઈ છે. ખાવાની જોખમદારી ના રહી. વાણીની જોખમદારી ના રહી. નહીં તો ચાવાદ વાણી બોલે નહીં ને દહાડો વળે નહીં. કારણ કે સ્યાદ્વાદ વાણી બોલે તેને સંસાર નડે નહીં. અને સ્યાદ્વાદ વાણી બોલે કોણ ? જ્ઞાની સિવાય સ્યાદ્વાદ વાણી કોઈ બોલી શકે નહીં !
શાસત તો મહાવીરતું જ ! કોઈ પ્રમાણ ના દુભાય. આ વર્લ્ડનું કોઈ એવું પ્રમાણ નથી, આ ૩૬૦ ડીગ્રીમાં, એક પણ પ્રમાણ એવું નથી કે જે દુભાય એવી અમારી વાણી હોય. કોઈ પણ ધર્મનું, કોઈ પણ માણસના અભિપ્રાય, પ્રમાણ ના દુભાય એવી અમારી વિચારણા હોય. એ સાદ્વાદ કહેવાય અને એવી વીતરાગોની વસ્તુ છે ! મારી પાસે આ તીર્થંકરોનો માલ છે. મારો પોતાનો માલ નથી. લોકો કહે છે કે, ‘હવે તો તમારું, દાદા ભગવાનનું ચાલશે ને ?” મેં કહ્યું, “ના ભાઈ, આ શાસન તો મહાવીરનું જ ચાલ્યા કરવાનું. અમે તો આમાં, આ કાળમાં સોનાના કળશરૂપે કામ કરીએ. લોકોને શાંતિ બહુ થઈ જાય ને ?!
Page #186
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૬૭
૩૬૮
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : અપૂર્વ વાણી કઈ કહેવાય ?
દાદાશ્રી : પૂર્વે ક્યારેય પણ ના સાંભળી હોય, કોઈ દહાડો વાંચી ના હોય, જાણી ના હોય, જોઈ ના હોય, એ બધી અપૂર્વ વાણી.
પ્રશ્નકર્તા : અને એનાં સ્પંદને ય ના થાય.
દાદાશ્રી : હા, એનાં સ્પંદને ય ના થાય. નહીં તો બીજી બધી પૂર્વાનુપૂર્વી વાણી કહેવાય. એને પછી આપણી ભાષામાં પરંપરા કહે.
આધ્યાત્મિક પ્રગતિની પારાશીશી !
જ્ઞાની પુરુષના એક જ વાક્ય પ્રમાણે આખી જીંદગી નીકળશેને, તો કલ્યાણ કરી નાખે. એક જ વાક્ય જો કદિ જ્ઞાનીનું ઉતરી જાય તો આખી જીંદગી કલ્યાણ કાઢી નાખે. જ્ઞાની પુરુષ કોઈ દહાડો હોય નહીં અને હોય તો બુદ્ધિવાળા જ્ઞાનીઓ હોય. બુદ્ધિવાળા જ્ઞાનીઓ ચાલે નહીં. બુદ્ધિવાળા હરીફવાળા હોય. એક એકથી ચઢતા હોય. બુદ્ધિ વગરના જ્ઞાની હોય તે પૂર્ણ હોય. અમારે બુદ્ધિ ના હોય, બીલકુલે ય નહીં.
કેવળજ્ઞાન સહિત વાણી છે આ. એટલે આ લોકોને બહુ લાભકારી થાય. કષાયો મંદ થઈ જાય. ફક્ત કેવળજ્ઞાનમાં ચાર અંશ ઓછા એટલી વાણી પણ તેનો વાંધો નહીં. ચાર અંશ ઓછા તે ચાલી શકે.
આ અમારા શબ્દો તમારી મહીં પેઠા તો તે કામ કરશે. એટલે અમે તો નિરંતર બોલ બોલ કરીએ. કારણ કે અવ્યક્ત રહેશે તો છેવટે એણે લાકડામાં બાળી મૂકશે. કારણ કે એ શબ્દો યુ બળવા જેવી ચીજ છે.
પ્રશ્નકર્તા : બળવા જેવી ચીજ છે ?
દાદાશ્રી : હાસ્તો ને ! લાકડા જેવી જ, શબ્દોમાં ને લાકડામાં ફેર નહીં. એ હઉ સળગે, શબ્દો હઉ સળગે. કારણ કે ટેપરેકર્ડ છે.
અપૂર્વ વાણી છે આ ! અને હું તો આ જોઈને કહું છું, તદન સાચી જ વાત છે. ભલે તદન નવી લાગતી હોય, વાંચેલી ના હોય, જોયેલી ના હોય, જાણેલી ના હોય, એવી વાત છે અપૂર્વ ! આ પરંપરાની વાત નથી. છતાં આપણો આત્મા કબૂલ કરે તો માનવી. આપણો આત્મા છે ને, તે તો ખબર પડે ને કે આત્મા કબૂલ કરે છે ને !
પ્રશ્નકર્તા : અપૂર્વ વાણી એટલે શું ?
દાદાશ્રી : એ ય ટેપરેકર્ડ. પૂર્વ વાણી હોય તે ય ટેપરેકર્ડ. ઉત્તર વાણી હોય તે ય ટેપરેકર્ડ અને અપૂર્વ વાણી તે ય ટેપરેકર્ડ ! વાણી માત્ર ટેપરેકર્ડ
પ્રશ્નકર્તા: માણસ કેટલી ડિગ્રી સુધી પહોંચ્યો છે, તે શી રીતે ખબર પડે ?
દાદાશ્રી : એની વાણી પરથી ખબર પડે. ૧૮૦ ડિગ્રીએ પહોંચે ત્યાં સુધી કશું વજન પડે નહીં એનું. એ તો ૩૦૦ ડિગ્રીએ આવે ત્યારે કંઈ રાગે પડે. ૩૬૦ ડિગ્રીએ પહોંચવાનું છે. વાણી વીતરાગી હોય, રાગવૈષ ના હોય એવી વાણી હોય તો એનું વજન પડે અને વાદી-પ્રતિવાદી બેઉ કબૂલ કરે, એ ચાદ્દવાદ વાણી !
પ્રશ્નકર્તા : પણ આધ્યાત્મિક ‘સ્ટડી” કરનારો એ પૂર્ણતાએ પહોંચ્યો, એની કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : એની વાણી વીતરાગ હોય, વાત વીતરાગ હોય, વર્તન વીતરાગ હોય. એની દરેક બાબતમાં વીતરાગતા હોય. કોઈ ગાળ ભાંડે. તો ય વીતરાગતા અને કોઈ ફૂલ ચઢાવે તો ય વીતરાગતા હોય. એમની વાણી સ્યાદ્વાદ હોય એટલે કે કોઈ ધર્મનું, કોઈ જીવનું પ્રમાણ ના દુભાય.
બીજુ તો કંઈ નહીં પણ એની વાણી ઉપરથી ખબર પડે કે કેટલા અવતાર બાકી રહ્યા છે ! કારણ કે વાણી એ અવતાર કેટલાં બાકી છે. એ દેખાડનારું સાધન છે. એ સ્થૂળ વાણી છે, સૂક્ષ્મ વાણી છે, સૂક્ષ્મતર છે, સૂક્ષ્મતમ છે, એમાં ક્યા પ્રકારની વાણી છે ? એટલે વસ્તુસ્થિતિમાં કઈવાણી છેલ્લી કહેવાય ? કે બધા ધર્મવાળા બેઠા હોય, કોઈને ય દુ:ખ
Page #187
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
उ६८
૩90
વાણીનો સિદ્ધાંત
ના થાય એવી પક્ષપાતી વાણી ના હોય ત્યારે એક, બે, ત્રણ અવતારમાં જઈ શકે એ મોક્ષે અને જ્યાં સુધી પક્ષપાતી છે ત્યાં સુધી મોક્ષને માટે હજુ સો અવતારે ય ઠેકાણું નથી. પક્ષમાં પડે એટલે બીજા પક્ષને “આ તમારું ને આ અમારું' કહ્યું, એટલે ભલીવાર આવે નહીં. નિષ્પક્ષપાતી હોવું જોઈએ.
જ્યાં વીતરાગ વાણી હોય, જે તરેલાં હોય અને મોક્ષદાતા પુરુષ હોય, મોક્ષનું દાન આપવા આવ્યા હોય, એમને પૂછીએ ‘તમે મોક્ષનું દાન આપવા આવ્યા છો ?” ત્યારે કહે ‘હા’ તો ત્યાં બેઠેલા કામના.
અને વીતરાગ વાણી સિવાય કોઈ તર્યો નથી. વીતરાગ વાણી જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પક્ષપાતી વાણી ચાલે નહીં.
પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં વીતરાગી વાણીનો ઉલ્લેખ બતાવે કે વીતરાગ વાણી આમ છે.
દાદાશ્રી : શાસ્ત્રમાં તો વીતરાગ વાણી હોય, ગમે તે હોય પણ અહીં કોઈ માણસ વીતરાગી વાણી બોલે તો તે સર્વમાન્ય હોય. ફરિયાદીને ય કબૂલ હોય અને આરોપીને ય કબૂલ હોય. વીતરાગ વાણી સર્વમાન્ય હોય.
ભગવાનની વાણી સર્વમાન્ય હોય. કારણ કે એ વીતરાગની વાણી છે. અત્યારે કોઈ સંસારમાં ય જરાક નિષ્પક્ષપાતી વિચારનો હોય, ભલે જ્ઞાની ના હોય, તો ય માન્ય હોય લોકોને. છતાં એને વીતરાગ ના કહેવાય
વીતરાગ વાણીથી જ મોક્ષ !
વીતરાગ વાણી સિવાય મોક્ષનો માર્ગ બીજો કોઈ નથી. આ બીજી બધી રાગી-દ્વેષી વાણી કહેવાય, વીતરાગ વાણી ના કહેવાય. વીતરાગ અને વીતરાગ વાણી સિવાય બંધન છોડાવનાર માર્ગ નથી. વીતરાગ, જેને કંઈ પણ લેવાદેવા નથી, કંઈ પણ સંસાર જોડે રાગ-દ્વેષ નથી, એ જ છોડાવે. બાકી પોતાને કંઈક જરૂર હોય, કંઈક ઈચ્છા હોય કે રાગ હોય, એ શું છોડાવે ?
રાગ-દ્વેષવાળી વાણી કેવી હોય કે સગા ભાઈને માન આપીને ના બોલાવે અને ડૉકટરને ‘આવો સાહેબ, આવો સાહેબ’ કરે. કારણ કે મહીં ઘાટમાં છે કે ક્યારેક કામ લાગશે. અમારી વાણી વીતરાગી હોય. વીતરાગ વાણી શું કહે છે કે, “તું તારું કામ કાઢી લેજે, અમારે તારું કામ નથી.” વીતરાગી વાણી કામ કાઢી ઉકેલ લાવવાનું કહે છે. “મોક્ષ હાથમાં લઈને અહીંથી જા.” એમ કહે છે.
આ વાણી રાગ-દ્વેષ વગરની છે, વીતરાગ વાણી છે. આ વાણી સાંભળે અને જો ધારણ કરે તો તેનું કલ્યાણ જ થઈ જાય. આ વાણી જો ધારણ કરે ને, તો બધો રોગ જુલાબ વાટે નીકળી જાય ! અવગુણોનાં જે પરમાણુ છે ને, એ બધાં જુલાબ વાટે નીકળી જાય !
અહીં જૈનને જુદાઈ નથી લાગતી, શીવધર્મવાળાને જુદાઈ નથી લાગતી. મુસલમાનોને જુદાઈ નથી લાગતી. પારસીઓને જુદાઈ નથી લાગતી.
તીકળી પરમાત્માને સ્પર્શીત.. પ્રશ્નકર્તા : અહીં આ જ્ઞાન લીધા પછી હવે પુસ્તકો એટલાં બધાં સજ્જડ બેસી જાય છે.
દાદાશ્રી : હા, હવે બધું સમજાય.
પ્રશ્નકર્તા : આપની પાસેથી જે અમને જ્ઞાન મળ્યું એ વૈખરીનું જ મળ્યું. શબ્દોથી જ મળ્યું. પણ જો શબ્દોથી જ મળતું હોય જ્ઞાન, તો પુસ્તકમાં ય શબ્દો જ છે, આપ પણ શબ્દોથી જ આપો છો. તો પુસ્તકમાં એવો કયો દોષ છે અથવા કઈ ત્રુટિ છે કે જ્ઞાન મળતું નથી ?
દાદાશ્રી : એવું છે ને, પુસ્તકનું જ્ઞાન, એ તો પુસ્તક તો પોતે જ જડ અને એ શબ્દો ય જડ. આ વાણી તો ભગવાનને સ્પર્શ કરીને નીકળે છે. પુસ્તકની વાણી ભગવાનને સ્પર્શ ના કરેને ! વચન બળવાળી પાછી. એટલે આ વાણી જુદી છે, વીતરાગ વાણી કહેવાય. વાણી સંપૂર્ણ જડ છે. પણ અમારી વાણી ચેતન પ્રગટ પરમાત્માને સ્પર્શનિ બહાર નીકળે છે,
Page #188
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
તેથી ચેતન છે. તે સામાનાં અનંતા ભવનાં પાપોને બાળીને ભસ્મીભૂત કરે
છે.
૩૭૧
પ્રશ્નકર્તા : વાણી ભગવાનને સ્પર્શીને નીકળે છે, એટલે કેવી રીતે સ્પર્શ થતો હશે ?
દાદાશ્રી : ભગવાન અંદર ક્લિયર અને આ વાણી ક્લિયર એટલે એને અડીને, સાધારણ જોડે જ છે ને બધું. પેલું ય (બીજી વાણી) પણ સ્પર્શીને જ નીકળવાની, પણ એ વાણી ક્લિયર નહીં ને ! વીતરાગ વાણી નહીં ને ! રાગ-દ્વેષી વાણી એટલે પડવાળી વાણી. તે ભગવાનને અડે જ નહીં ને ! આ તો વીતરાગ વાણી અને વચનબળવાળી, એમ ને એમ મોંઢે જ રહ્યા કરે. જ્ઞાનવાણી છૂટે (નીકળે) તો તેનો વાંધો નથી, પણ અજ્ઞાનવાણી ના બોલાય તે સારું.
મમતારહિતતા ‘આ' વાણીમાં !
આ બધી વાણીઓમાં અહંકાર હોય, જ્યાં મમતા ત્યાં વીતરાગ વાણી ના હોય. કંઈ પણ મમતા છે, ત્યાં વીતરાગ વાણી ના હોય.
પ્રશ્નકર્તા : સમતા હોય ત્યાં હોય.
દાદાશ્રી : મમતા જ ના હોય તો વીતરાગ વાણી હોય. એવા સમતાવાળા તો બહુ સાધુઓ જોયા. પણ મમતા છૂટી ના હોય. તે મમતા છૂટે ત્યારે વીતરાગતા આવે. સમતા તો અડચણ ના હોય એટલે રહે. આ કૂતરાને ય રાતે બે પૂરીઓ ખવડાવીએને, તો આખી રાત નિરાંતે સમાધિમાં રહે. એ સમતા ચાલે નહીં. એનામાં મમતા સહેજ પણ ના જોઈએ. ખૂણેખાંચરે પડી રહેલી મમતા ના ચાલે.
અમે ક્ષત્રિય કહેવાઈએ. અને ક્ષત્રિય સિવાય વીતરાગી વાણી જ ના નીકળે. કારણ કે વૈશ્યનો સ્વભાવ શું ? ગમે એવો મોટો આચાર્ય હોય તો પણ મમતા હોય જ. એ વૈશ્યનો સ્વભાવ જ છે. જન્મજાત સ્વભાવ છે. એટલે ભગવાને શું કહ્યું હતું કે વૈશ્ય કેવળી થઈ શકે પણ તીર્થંકર ના થાય.
વાણીનો સિદ્ધાંત
કોઈ શાસ્ત્રમાં આવું વાક્ય નીકળશે નહીં. શાસ્ત્ર મમતાવાળાએ લખેલાં છે અને મમતભણી ખેંચી જનારાં છે. આ વીતરાગ વાણી છે કે જેનો માલિક નથી, જ્યાં રાગ-દ્વેષ નથી. એક કલાક સાંભળે તો ય કલ્યાણ થઈ જાય. રાગ ના આવે ને એક કલાક સારી રીતે સાંભળે તો ય કલ્યાણ થઈ જાય. સ્યાદ્વાદ વાણી છે !
નિષ્પક્ષપાતી તે તિઅહંકારી...
૩૭૨
તે કેટલાંક માણસો પૂછે કે વીતરાગ વાણી એટલે શું ? બે જાતની વીતરાગ વાણી. એક તો નિર્અહંકારી વીતરાગ વાણી. જેને વીતરાગ કહેવામાં આવે છે તે અને બીજી અહંકારી વીતરાગ. એટલે પેલા પરે ય પક્ષપાત નથી ને આના પરે ય પક્ષપાત નથી.
પ્રશ્નકર્તા : અહંકારી વીતરાગ એટલે એ અહંકાર કેવો હોય ?
દાદાશ્રી : નિષ્પક્ષપાતી હોય. સંસારમાં નિષ્પક્ષપાતી માણસ હોય ને ! પોતાનો છોકરો ને બીજાનો છોકરો, બેમાં પક્ષપાત જુએ. પણ તેમાં ય નિષ્પક્ષપાતીપણું રાખનારા હોય તો કોઈ એવો મળી આવે. એ વીતરાગ જ કહેવાય ને (એક જાતનો) ! એ અહંકારી વીતરાગ કહેવાય. હવે એ અહંકારી વીતરાગ વાણી ભૌતિકમાં હેલ્પ કરે. અને નિર્અહંકારી વીતરાગ વાણી ભૌતિકમાં અને અધ્યાત્મમાં, બન્નેમાં હેલ્પ કરે. એટલે જેટલી વીતરાગ વાણી છે, નિષ્પક્ષપાતીથી માંડીને ઠેઠ વીતરાગ સુધીની વાણી હેલ્પીંગ છે.
તથી વીતરાગતા સંપ્રદાયમાં !
પ્રશ્નકર્તા : તો વીતરાગ વાણી છે, ત્યાં આટલા બધા ભાગલા કેમ થઈ ગયાં ?
દાદાશ્રી : એ તો સાંપ્રદાયિક છે. ત્યાં વીતરાગ વાણી જ નથી. પ્રશ્નકર્તા : એમ કેમ બન્યું ?
દાદાશ્રી : સ્વછંદથી. સાચા જ્ઞાની પુરુષ ના મળ્યા.
Page #189
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વીતરાગ તો તેને કહેવાય, કે કોઈ માણસ તમારો શબ્દ ચેકે નહીં. ભગવાને શું કહ્યું કે વીતરાગ વાણી જે કોઈ પણ માણસ બોલે તો સર્વમાન્ય હોય. આપણે કહીએ કે વીતરાગ વાણી ક્યાં છે ? આમાં તમારું માનવામાં નથી આવતું. એટલે એ વીતરાગ વાણી ન હોય.
૩૭૩
એટલે વીતરાગ વાણી સાંભળી નથી. ને જો સાંભળી હોત તો આ લોકોને દુ:ખ રહેત નહીં. તેથી કૃપાળુદેવે કહ્યું હતું ને કે અમારી હાજરીમાં
અહીં આગળ આવો. ત્યારે તો આપણાં લોકો કહે છે કે આ તો આપણાં વાણિયાનો, પેલા ૨વજીભાઈનો દીકરો આ તો !
જ્ઞાતીને તત્ત્વદ્રષ્ટિ નિરંતર...
પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં લખ્યું છે કે અમારે નિરંતર શુદ્ધ ઉપયોગ હોય, તો એ ઉપયોગ શું છે ?
દાદાશ્રી : અમે નિરંતર શુદ્ધ ઉપયોગમાં હોઈએ. શુદ્ઘ ઉપયોગ એટલે શું ? આ જે બોલે છે, તે અમે આ નથી બોલતા. આ ટેપરેકર્ડ બોલી રહી છે તમારી સાથે ને હું જ્ઞાતા-દ્રષ્ટા રહું છું. જ્ઞાતા-દ્રષ્ટાપણું, એનું નામ શુદ્ધ ઉપયોગ. આ બધાંને જોઉં છું, તે પણ શુદ્ધ જ જોઉં છું હું. આ લૈડિયા છે કે આ જવાન છે કે આ સ્ત્રી છે એવું તેવું હું નથી જોતો. મૂળ તત્ત્વોને જોઉં છું. તત્ત્વદ્રષ્ટિ નિરંતર રહેવી એનું નામ શુદ્ધ ઉપયોગ.
શરીરનું માલિકીપણું છે, મનનું માલિકીપણું છે, વાણીનું માલિકીપણું છે ત્યાં સુધી પરમતત્ત્વ સાંભળ્યું નથી, જોયું નથી, શ્રદ્ધેલું નથી. અને જે સાંભળ્યું છે, જોયેલું છે, એ પરમતત્ત્વ છે જ નહીં. એ કલ્યર્ડ પરમતત્ત્વ છે. સાચું પરમતત્ત્વ તો ક્યારે થાય ? દેહનો માલિક ના હોય ! આ તો સાચું મળતું નથી ત્યાં સુધી લોકો કલ્યર્ડને વાપરીને પણ દહાડા
કાઢે છે.
વાણી સોંસરવી ઊતરે !
મુસ્લીમો, યુરોપીયનો, ફોરેનર્સ, એટ-એ-ટાઈમ બધા ભેગા બેઠા
વાણીનો સિદ્ધાંત
હોય, તે બધાયને એક્સેપ્ટ કરવી પડે. તમને એકલાને વાત કરતો હોઉ, પણ એ વાત બધાને એક્સેપ્ટ હોય.
૩૭૪
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાને જે કહ્યું તે જ આપ કહો છો, પણ એ તો બધું પહેલાં અમે વાંચતા હતા, સાંભળતા હતા, પણ કશું સમજાતું ન હતું ને આ તો સીધું ઊતરી જાય છે.
દાદાશ્રી : ઉતરી જાય ને પણ. સીધું ઊતરેને ! આમાં ચોખ્ખું આપું છું ને. આમાં જો જરાક મને મારાપણું કર્યું હોત ને, તો સીધું ના ઊતરત. અહીં થોડું વળગી જાત. આ ‘મારી વાણી’ થયું હોત ને, તો એ થોડુંક
વળગત.
પ્રશ્નકર્તા : તો ય એના કરતાં કંઈક વિશેષ લાગે છે, આ ઊતરી જવાનું કારણ કંઈક વિશેષ લાગે છે.
દાદાશ્રી : આ પ્યૉર માલ છે. ચોખ્ખો માલ છે ને ! ‘માય સ્પીચ’ (મારી વાણી) એવું ય નથી બોલ્યો ને. તેનું આ ફળ છે ને બધું.
પ્રશ્નકર્તા : આપનાં બધાં વાક્યો આમ હવે ફટાફટ બેસી જાય છે સમજણમાં.
દાદાશ્રી : બધાં બેસી જ જાય અને બેઠાં વગર રહેવાનાં નથી. આ તો બધું એક્ઝેક્ટ (જેમ છે તેમ) છે. માય (મારું) એટલે તું માયવાળો છે ? માટે તું ભગવાન ન હોય. એટલે આ અમારી માય સ્પીચ નથી. આ અમે કહીએ છીએ ને કે આ ટેપરેકર્ડ બોલે છે ને અમે સાંભળીએ છીએ. અમે જ્ઞાતા-દ્રષ્ટા રહીએ છીએ.
આ તો પ્યૉર ભાષા હોય ને, બસ ? પ્યૉરિટી હોય ને ! શબ્દે શબ્દ પ્યૉર હોય. સહેજ પણ એમાં ક્રોધ ના હોય, માન ના હોય, કપટ ના હોય, કશું હોય નહીં આ.
અમારી છે પરાવાણી !
પ્રશ્નકર્તા : ‘જ્ઞાન’ આપ પરાવાણીથી આપો છો કે અપરાવાણીથી
Page #190
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૩૫
૩૭૬
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : રિયલ-રિલેટિવ એટલે શું ?
દાદાશ્રી : રિલેટિવમાંથી રિયલમાં જવા માટેનો વચલો આંકડો. કારણ કે રિલેટિવ નિર્લેપ છે અને રિયલે ય નિર્લેપ છે. બન્નેય નિર્લેપ. અનાત્મા ય નિર્લેપ. બેનો આંકડો જોઈએ ને ? આ બધું રિલેટિવ એટલે વિનાશી છે. પેલું અવિનાશી-વિનાશી !
આપો છો ?
દાદાશ્રી : પરાવાણીથી. પ્રશ્નકર્તા : પરાવાણી કોને કહેવાય ?
દાદાશ્રી : પરાવાણી આ બોલે છે તેને, આજે સાંભળો છો ને તમે, એ પરાવાણી કહેવાય. દુનિયામાં પરાવાણી કોઈ જગ્યાએ હોય નહીં. પરાવાણી જે વાણીનો માલિક ના હોય તેની પાસે હોય. આ બોલે છે ને, એનો માલિક કોઈ નથી.
પ્રશ્નકર્તા: તો આ કોણ બોલે છે ?
દાદાશ્રી : એ બોલે છે એ જ જોવાનું છે ! એનો માલિક ખોળી કાઢવાનો, હું બોલતો નથી . હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું , આ વાણી બોલનારાને ખોળી કાઢો હવે ! આજ પરાવાણી પહેલી વખત સાંભળી. એ તો સાંભળે ત્યાં જ કલ્યાણ થઈ જાય. જો પાંસરો બેસે તો, નહીં તો ઉડી ય જાય. જો વાંકું-બાકું મહીં ચિતર્યું. અમે તો એને કહીએ કે સીધો બેસજે અહીં આગળ, એવું ચેતવીએ એને. પછી જ્યારે ચેતે નહીં તો વિનંતી કરીએ, કે ‘ભઈ, પાંસરો બેસજે. ચારસો વોટ પાવર છે.’ તેમ છતાં ય એ ના ચેતે તો પછી એનું જાય. એને આ કહી છૂટીએ.
અને આ રોકડું છે તો બધા પામ્યા છે. નહીં તો કોઈ પાસે નહીં. કો’ક માણસ એવો નીકળી આવે, એ તો રોકડું ના હોય તો ય ઓળખી જાય કે આ શું વાણી છે !
‘રિયલ'માં જવાતો સાંધો ! બાકી આ સંસારમાં, વ્યવહારમાં ભગવાનસંબંધીની વાતો ચાલે છે તે બધી કલ્પનાઓ છે. કલ્પનાની બહાર એકુંય શબ્દ નથી. એક જ્ઞાની પુરુષની, તે ય બુદ્ધિ વગરના જ્ઞાની પુરુષની જે વાણી હોય છે તે માલિકી વગરની વાણી હોય, તે કલ્પના બહાર છે. તો ય પણ રિયલ-રિલેટિવ. રિયલમાં બીજું હોય જ નહીં.
- આ વાણી છે ટેપરેકર્ડતી ! ભગવાનને ત્યાં કશું કરવાનું નથી. ‘વસ્તુ’ સહજ છે, સરળ છે, સુગમ છે. પણ પ્રાપ્તિ દુર્લભ છે. પ્રાપ્તિ કેમ દુર્લભ છે ? કારણ કે પ્રાપ્ત કરાવનાર એવાં પુરુષ અત્યંત અત્યંત દુર્લભ, દુર્લભ, દુર્લભ, દુર્લભ હોય છે. કો'ક ફેરો એવાં પ્રાપ્તિ થયેલા પુરુષ એ જાતે આવે, તો એમના નિમિત્તથી બધું જ થઈ જાય છે. એ પુરુષ નિષ્પક્ષપાતી હોય. જૈનોને ય પ્રિય લાગે, વેદાંતીઓને ય પ્રિય લાગે. મુસ્લિમોને, અંગ્રેજોને, આ ફોરેનવાળાને ય પ્રિય લાગે. આ કરવું – ના કરવું એનાં પુણ્યને આધીન છે, પણ એ કહેશે કે આ એક્ઝક્ટ છે વાત.
મારી વાણી એ જ મૂર્છા ! પ્રશ્નકર્તા : કોઈ માણસ વાણી બોલ્યો તો કહે, ‘હું બોલ્યો હતો. અને દાદા કહે છે કે હું એવું નથી માનતો કે ‘હું બોલ્યો હતો.’ આ ટેપરેકર્ડ બોલે છે. પણ એમાં કરેક્ટનેસ ક્યાંથી આવી જાય ? એ શું વસ્તુ છે ?
દાદાશ્રી : ‘હું બોલ્યો હતો’ કહે છે, એટલી આવરણવાળી વાણી હોય. એટલે ચોખવટ ના હોય એમાં. એ એક્કેક્ટનેસ ના બતાવે અને ‘આ’ એઝેક્ટનેસ બતાવે. આ નિરાવરણ વાણી છે ને, એટલે પ્યૉર છે.
આ લોકોને મન-વચન-કાયાની મૂર્છા છે. ‘મારું શરીર, મને પગ દુ:ખે છે, આમ દુ:ખે છે', કહેશે. એ બધી શરીર પર મૂર્છા જ છે. હવે આ મન-વચન-કાયાને કાઢી નાખવાના નહીં અને એ નીકળે ય નહીં. આ તો “મારાપણાની’ મૂર્છા છોડવાની છે. ભગવાન તો શું કહે છે ?
Page #191
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૭૭.
૩૭૮
વાણીનો સિદ્ધાંત
થઈને વાત કરું છું. આ બધી આ ટેપરેકર્ડ વાત કરે છે. મારી પોતાની એમાં માલિકી નથી. આ વાત ટેપરેકર્ડની છે.
વાણી, વલ્લભતાવાળી !
મૂર્છા ના હોય તો તું ગમે તે જગ્યાએ સૂઈ જજે. લોકો ના સૂઈ જાય. બધાએ જે જગ્યા નાપાસ કરી હોય, તે તું પાસ કરજે.' પણ આ તો બધી મૂર્છા છે. એટલે મન-વચન-કાયાની મૂર્છા જવી જોઈએ. આ તો વાણી બોલે તો કહેશે કે ‘આજ મારી વાણી કેવી સરસ હતી ને !' એ વાણીની મૂર્છા. એ મૂર્છા ના હોવી જોઈએ.
આ વાણીતી, ન હોય સરખામણી ! પ્રશ્નકર્તા : તો વર્તમાનમાં વિચરતા, તમારા સિવાય બીજા યોગી પુરુષની વાણી અને આપની વાણી, એ બે વચ્ચે શું તફાવત અને સરખામણી છે ?
દાદાશ્રી : ચોખ્ખા જ્ઞાની પુરુષ હોય, એમની પાસે શબ્દેશબ્દ પ્યૉર (ચોખ્ખો) હોય અને પેલું એના જેવા શબ્દો દેખાય ખરા પણ ઈપ્યૉર (મલિન) હોય, ઇફેક્ટિવ (અસરકારક) ના હોય. અને આ ઈફેક્ટિવ હોય.
આ વાણી ટેપરેકર્ડની છે પણ છતાં ચેતન જેવું આ મહીં કામ કરે છે, બિલકુલ ઈફેક્ટિવ ! એટલો બધો ફેર હોય આ તો ! બીજું તો એ યોગી પુરુષ હોય, પણ તે એમાં ક્રોધ-માન-માયા-લોભ સહિત હોય એ લોક અને અહીં તો પ્યૉરિટી (ચોખ્ખાઈ) હોય. મને ધોલ મારે તો હું આશીર્વાદ આપું !
મને કોઈ ગાળો ભાંડે, માર મારે તો મને રાગ-દ્વેષ શેના થાય ? કારણ કે મારે રાગ-દ્વેષ ખલાસ થઈ ગયા છે. એક ક્ષણ પણ અજાગ્રત અમે રહ્યા નથી. જેમ મહાવીર ભગવાનને હતું, સાડાબાર વર્ષ, એવું અમને હોય. હું તો પાડોશી તરીકે રહું છું, આ એ. એમ. પટેલની સાથે અને હું તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છું.
પ્રશ્નકર્તા : વલ્લભતા એટલે શું ?
દાદાશ્રી : વલ્લભતા એટલે વાણી નીકળેને, તો એ વાણી ઉપર લોકો આફરીન થઈ જાય. વલ્લભતા હોય તો જ વાણી ઉપર આફરીન થાય. હવે વલ્લભતાવાળી એટલે કઈ વાણી ? જે વાણી આત્માને હિતકારી છે એવી વાણી. બાકી પેલી ચોરની વાણી હોય ને એ ચોરને બહુ જ ગમે. એને આપણી વાણી ના ગમે. વાણી બોલે ને વલ્લભતા વધે. અને પેલી ભાષા બહુ ઊંચી હોય પણ વલ્લભતા ના વધે.
પ્રશ્નકર્તા : વલ્લભતા જે શબ્દ વાપર્યો છે, એનું જરા વિશ્લેષણ કહો
દાદાશ્રી : વલ્લભતા વસ્તુ એવી છે કે જેની વાણીમાં અહંકાર ના હોય. એટલે જેની વાણી સર્યા કરતી હોય. એવી વાણીથી ત્યાં વલ્લભતા બહુ વધે હંમેશાં. એ વલ્લભી પુરુષ કહેવાય.
પ્રત્યક્ષ સરસ્વતી' આને કહી !
પ્રત્યક્ષ સરસ્વતી બે જગ્યાએ હોઈ શકે. સંપૂર્ણ વીતરાગ એટલે કેવળજ્ઞાની કે તીર્થકરસાહેબની વાણી હોય, એ પ્રત્યક્ષ સરસ્વતી ગણાય છે અને ભેદ વિજ્ઞાનીની વાણી, પ્રત્યક્ષ સરસ્વતી ગણાય. ફોટાનાં દર્શન તો કર્યા હોય, પણ આ સરસ્વતીનાં દર્શન ના કરે ત્યાં સુધી કાન પવિત્ર પણ ના થાય.
લોક પહેલાં કહેતા હતા કે, સરસ્વતી દેવીનું પૂજન કરું છું ? તે આ પ્રત્યક્ષ સરસ્વતી ! દર્શન કયાં તમે પ્રત્યક્ષ સરસ્વતીનાં ? હું તો આવી વાણી સાંભળું કે તરત વાણીનાં દર્શન કરું. મારાં દર્શન ના કરે તો ચાલશે. પણ વાણીનાં દર્શન તો કરવો જોઈએ ને ? પ્રત્યક્ષ સરસ્વતી ! જો કાનમાં
અમે મતમાં તહીં, આત્મામાં ! પ્રશ્નકર્તા : આપ કોઈ મત, ગચ્છમાં નથી, આપ આત્મામાં જ છો ? દાદાશ્રી : હા, આત્મામાં જ હું રહું છું. હું આત્મા જ છું. તે આત્મા
Page #192
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૭૯
૩૮૦
વાણીનો સિદ્ધાંત
પેસી ગઈને, કલ્યાણ થઈ જાય.
સરસ્વતીની આરાધના એટલે શું ? વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય અને વાણીને એના વિભાવિક સ્વરૂપે ના લઈ જાય છે. જૂઠું બોલ્યો એટલે કેટલો મોટો વિભાવ !
પ્રશ્નકર્તા : એટલે સરસ્વતી દેવી જેવું કશું છે કે નહીં ?
મુક્ત પુરુષની વાણી મુક્ત હોય, એ વાણી તો જુઓ ! એ ‘વિધાઉટ એની પોઈઝન' (સંપૂર્ણ વિષ વગરની) હોય. સરસ્વતી તો જુઓ ! ભગવાન મહાવીર બોલ્યા તે ય પ્રત્યક્ષ સરસ્વતી ! ઈચ્યૉર (મેલવાળું) જ અત્યાર સુધી કર્યું છે, સાંભળ્યું છે તે ય બધું ઈમ્યૉર. પ્યૉરિટીમાં (મેલ વગરમાં) તો અત્યારે એક કલાકથી આવ્યા છે. બાકી કોઈ દહાડો ય પ્યૉરિટી જોઈ ? આ માય સ્પિચ (મારી વાણી) એવું નથી, માટે પ્રત્યક્ષ સરસ્વતી !
કોણ આવું પ્યૉર બોલે ? કે જેને નિર્મમત્વ છે, જેને મમતા નથી કોઈ પણ પ્રકારની, તે આવું પ્યૉર બોલી શકે. બાકી બધા પ્યૉર બોલે નહીં. બધું રક્ષણ જ કરે. સંત પુરુષો છે બિચારા પણ, એમને સમજણ પડે એટલું કરે ને, પછી બીજું રક્ષણ કરે !
દાદાશ્રી : હોતી હશે દેવી ?! એ તો બધા દેવીઓનાં નામ પાડેલાં. બાકી મૂળ પ્રત્યક્ષ સરસ્વતી આને કહી છે. તે આ સરસ્વતીનું પેલા ચારણો-ભાટ લોકો પૂજા કરે. તેથી એમની વાણી સુધરે. સરસ્વતી જીભ ઉપર બેસે. એટલે આ પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. અને એ સરસ્વતી જ્યાં સુધી કાનમાં પેસે નહીં. ત્યાં સુધી માણસ સારસ્વત ના થાય. અને એ વાણી એક કલાક સાંભળે નહીં ત્યાં સુધી જૈન કહેવાય જ નહીં. આ તો નામના જ જૈન છે, નામ લખે એટલું જ..
આ પ્રત્યક્ષ સરસ્વતી સાંભળે ત્યારે બધા રોગો નીકળે. અત્યાર સુધી જે મિથ્યાત્વ સાંભળ્યું છે, તે કાન બધા પછી એના ચોખ્ખા થાય, પ્યૉરિટી આવે. જેમ જેમ સાંભળતો જાય તેમ તેમ પ્યૉરિટી આવતી જાય. જેટલી વખત સાંભળ્યું ને, એટલી વખત અંદર બધું શુદ્ધિકરણ થાય. સાંભળતા જ પાપ નાશ થવા માંડે, મુક્તિ આપે, ચિંતા ના થાય, ઉપાધિ ના થાય.
ત્યાં નથી આત્મજ્ઞાત ! બાકી આ દુનિયામાં પોતાની વાણીને ટેપરેકર્ડ કોઈ એમ ના કહે. પોતાની વાણી સારી હોય તો ‘કેવી સરસ બોલ્યો હતો ને કેવું સરસ’ એના પર બધું લઈ જાય. ‘ટેપરેકર્ડ’ અમે બોલીએ છીએ. કારણ કે માલિકી વગરની વાત છે આ. પોતાની વાણીને ટેપરેકર્ડ કહે, તે પોતે પરમાત્મા જ થયેલો હોય, તે કહી શકે. બાકી કોઈ કહી શકે નહીં. ‘મારી વાણી છે” એમ કહે સહુ કોઈ. “મને બોલા, મને કેસા બોલા ' માલિકવાળો એનો માલ બતાવ બતાવ કરે. અલ્યા, તું માલિક હતો ?!
જે વાણીના માલિક થયા, ‘હું કેવું બોલ્યો’ એમ કહે છે, તે આત્મજ્ઞાની ય નથી. ત્યાં સમ્યકત્વ ય નથી.
નિરંતર સમાધિમાં...
પ્રત્યક્ષ સરસ્વતી તો જુઓ !! ફોટાની સરસ્વતી, શાસ્ત્રોની કે પુસ્તકોની સરસ્વતી એ પરોક્ષ સરસ્વતી છે. પ્રત્યક્ષ સરસ્વતીનાં દર્શન કરવા હોય તો અહીં અમારી વાણી સાંભળે એટલે થઈ જાય !
અમારું એક જ વાક્ય સાંભળે અને જો પચાવે તો બહુ થઈ ગયું. કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષનો એક જ શબ્દ હોય તો મોક્ષમાં લઈ જાય. જ્ઞાની પુરુષના શબ્દમાં એનું વજન તો જુઓ ! એ મુક્ત વાણી જુઓ !
અને આ માલિકી વગરની વાણી જુઓ તો ખરાં, એ કેવી સરસ નીકળે છે ! બુદ્ધિને પણ ગાંઠે નહીં, એવું આ વિજ્ઞાન છે. વાણી માય ચિ નથી. માય સ્પિચ નથી ત્યાં ઇગોઇઝમ નથી. જ્યાં ઇગોઇઝમ ના હોય ત્યાં બુદ્ધિ હોય નહીં. અમારામાં એક સેંટ પણ બુદ્ધિ નથી. હું નિરંતર વીતરાગતાની બહાર એક ક્ષણવાર રહ્યો નથી. ખાતાં-પીતાં, બેસતા-ઊઠતાં,
Page #193
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૮૧
૩૮૨
વાણીનો સિદ્ધાંત
તમને સાંભળવા અહીં મળે ! વાણીનો માલિક નહિ, દેહનો માલિક નહીં. જેને તમે પગે લાગો તેનો માલિકે ય નહીં. એ મંદિરની શી દશા ! એ વાત ક્યાં આગળ ! આવી અનેરી વાતમાં આવ્યા પછી કોઈ પ્રશ્ન રહેતો નથી !
એ સમાધિ કોઈ પણ ક્ષણે ગઈ નથી.
પ્રશ્નકર્તા : ત્યારે જ બીજાને અસર થાયને !
દાદાશ્રી : હા. નહીં તો અસર થાય જ નહીંને ! નહીં તો ઐશ્વર્ય આવું પ્રગટ ક્યાંથી હોય ? દેહમાં અઠ્ઠાવીસ વર્ષથી રહેતો નથી. એટલે પાડોશી તરીકે રહું છું. તેની અસર થાય. નહીં તો નિરંતર જોડે બેસો તો ય અસર ના થાય.
આ વાણી કરશે કલ્યાણ !
આ દેહનો હું એક ક્ષણવાર માલિક થયો નથી. છતાં હું ભગવાનની ભક્તિમાં છું.
આ હાથમાં ચૌદલોકનું અભયદાન છે. કારણ કે દેહનાં માલિક નથી.
આ વાણી વર્લ્ડમાં પહેલી વખત નીકળે છે કે જે વાણીનો માલિક નથી. માલિક વગરની વાણી છે આ. જુઓ, કોઈ માલિક જ નહિ ને ?! ‘માલિકી વગરની વાણી' એવું કહીએ તો આખા હિન્દુસ્તાનમાં, પેપરોમાં એ ચઢે. એ ફોરેનવાળા બૂમાબૂમ કરે કે હોતી હશે આવી વાણી ? ઈઝ ઈટ પોસીબલ ?! તે શું હો હો થઈ જાય ! બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય એવી વાણી છે. આપણે અહીં તો કોઈ ત્યાં આગળ મોકલે નહીં ને ! સાયન્ટિસ્ટોના હાથમાં જતું નથી આપણું. જ્યારે જશે ત્યારે પ્રશ્ન બધાં ઊભા થશે ! આશ્ચર્ય થશે એમને !
પ્રશ્નકર્તા : પોતાની ટેપ જે સાંભળે છે, તેને તો વીતરાગ દશા કહેવાય ને ?
દાદાશ્રી : એ તો લોકોને કહેવું હોય તો કહે, ના કહેવું હોય તો ના ય કહે, પણ આપણે વીતરાગ છીએ. અમે માલિકી વગરની વાણી સાંભળીએ અને માલિકી વગરના મનના ચાળા જોઈએ. એટલે માલિકી વગરનું મન કામ કાઢી નાખ આપણું. એ વાતાવરણે ય જુદી જાતનું. માલિકની જ બધી ભાંજગડ છે આ. ટાઈટલ છોડતો નથી. એની જ આ ભાંજગડ છે ! ટાઈટલ સાચવે છે કે લોકો ?
દેહથી નોખું આ જ્ઞાન છે, આ છે તો ટેપરેકર્ડની વાણી છે ! ક્રમિકમાર્ગમાં બધી વાણીઓ પોતાની હોય. એક તીર્થકર સિવાય બધી વાણી પોતાની હોય. તીર્થંકર એકલાની જ ટેપરેકર્ડ હોય. આ તો ટેપરેકર્ડ
Page #194
--------------------------------------------------------------------------
________________
૩૮૪
વાણીનો સિદ્ધાંત
ખંડ-3 વાણી, વ્યવહારમાં...
પ્રશ્નકર્તા: મારી જીભ ઉપર કાબુ થાય, એવું કરો ને ! કારણ કે હું વધારે બોલું છું.
દાદાશ્રી : તે હું ય બોલ બોલ જ કરું છું. આખો દહાડો. તમારા બોલવામાં કોઈ એવું વાક્ય નથી ને, કે કોઈને દુઃખદાયી થઈ પડે એવું? ત્યાં સુધી બોલવાનું ખરાબ કહેવાય નહીં.
મીઠાં શબ્દ, શમાવે વેર ! પ્રશ્નકર્તા : મને એવો ડર છે કે આપણે જે શબ્દો દ્વારા એકબીજાને સમજીએ એમાં ખોટા પણ સમજી શકાય છે.
દાદાશ્રી : સાચા પણ હોયને ! આપણે આ શબ્દથી પેલાને કહીએ કે ભઈ, દૂધ આપો. એવું દૂધવાળાને કહીએ તો ખોટું શું ? શબ્દોથી જ દૂધ મળે ને ? અહીં તો ‘શુંક આપ’ કહીએ તો દહીં આપી દે. એની પાસે જે હોય એ જ આપેને. એટલે એવું કોણે કહ્યું કે શબ્દો દ્વારા ખોટા હોઈએ ? ૐ શબ્દ છે ને, તે તો કામ કાઢી નાખે એવો છે.
[૧] દુઃખદાયી વાણીતા સ્વરૂપો
જીભ વાંકી કે આપણે ? પ્રશ્નકર્તા : આ જીભ એવી છે કે ઘડીકમાં આમ બોલી જાય, ઘડીકમાં તેમ બોલી જાય.
દાદાશ્રી : એવું છે ને, આ જીભમાં એવો દોષ નથી. આ જીભ તો અંદર પેલા બત્રીસ દાંત છે ને, એમની જોડે રહે છે, રાત-દહાડો કામ કરે છે. પણ લઢતી નથી, ઝઘડતી નથી. એટલે જીભ તો બહુ સરસ છે, પણ આપણે વાંકા છીએ. આપણે ઓર્ગેનાઈઝર વાંકા છીએ. ભૂલ આપણી છે.
એટલે જીભ તો બહુ સારી છે. આ બત્રીસ દાંત વચ્ચે રહે છે તો કોઈ દહાડો ય એ કચરાય છે ? એ કચરાય ક્યારે ? કે આપણું ચિત્ત ખાતી વખતે બીજી જગ્યાએ ગયું હોય ત્યારે જરા કચરાય. અને આપણે જો વાંકા હોઈએ તો જ ચિત્ત બીજામાં જાય. નહીં તો ચિત્ત બીજામાં ના જાય ને જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઈઝરે આમ આડું જોયું કે જીભ દાંત વચ્ચે કચરાય.
પ્રશ્નકર્તા: પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે.
દાદાશ્રી : શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે. ત્યારે જગત બંધ થઈ જશે.
બધી શબ્દથી લઢાઈઓ થયેલી છે આ દુનિયામાં, જે થયેલી છે તે ! શબ્દો મીઠા જોઈએ અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં. અરે. વઢેલા હોય આપણી જોડે, તેની જોડે ય આપણે મીઠું બોલીએ ને, તો બીજે દહાડે એક થઈ જાય પાછા.
એક જ શબ્દ અવળો બોલ્યા તો લઢાઈ ચાલુ થઈ જાય, સામા જોડે. ને તે વખતે કોઈક જો મીઠા શબ્દ બોલી ગયા ને, કે ‘ભઈ, આમ છે, તેમ છે' તો લઢાઈ બંધ થઈ જાય. માટે પાંસરું બોલો. નહીં તો બોલશો જ નહીં. અને બોલવાનું મટતું ના હોય તો આમ મોં દાબીને બોલજો, એટલે સમજણ ના પડે સામાને.
Page #195
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૮૫
સામાતી સમજણ શોધાય ? સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે ‘તમારામાં અક્કલ નથી.’ આમની અક્કલ માપવા નીકળ્યા ! એવું બોલાતું હશે ? પછી ઝઘડા જ થાય ને ! પણ એવું ના બોલવું જોઈએ, સામાને દુઃખ થાય એવું કે “તમારામાં અક્કલ નથી.’ સામાન્ય માણસ તો અણસમજણનાં માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે. પણ સમજવાળા હોય, એ તો પોતે આવી જવાબદારી લે નહીં ને ! પેલો અવળું બોલે, પણ પોતે સવળું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે. પણ પોતાથી અવળું ના બોલાય. જવાબદાર છે પોતે.
‘તમે સમજતા નથી’ એવું ય ના બોલાય. આપણે તો એમ કહેવાય કે, ‘ભઈ, વિચારો તો ખરા, તમે જરા વિચાર તો કરો.’ ‘સમજતા જ નથી’ કહીએ, તો આ બધા ડફોળ જ છે ? આવું બોલે છે કે નથી બોલતા લોકો ?!
પ્રશ્નકર્તા : બોલે છે. આ બુદ્ધિવાળા એમ જ બોલે છે કે ‘આને સમજ નથી.”
દાદાશ્રી : હા, એવું બોલે. સામાને ‘તમે ના સમજો' એવું કહેવું, એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. ‘તમે ના સમજો' એવું ના કહેવાય. પણ ‘તમને સમજણ પાડીશ’ એવું કહેવું. ‘તમે ના સમજો’ કહે તો, સામાના કાળજે ઘા વાગે.
કાળજે વાગ્યો ઘા... આપણે સુખમાં બેઠાં હોય ને સહેજ કો'ક આવીને કહે, ‘તમારામાં અક્કલ નથી.” એટલું બોલે કે થઈ રહ્યું, ખલાસ ! હવે એ કંઈ પથરો માર્યો છે ?
પ્રશ્નકર્તા: નહીં.
દાદાશ્રી : શબ્દો જ છે. પથરો માર્યો હોય તો આપણે સમજીએ કે ભઈને વાગ્યું એટલે એને લ્હાય બળે છે. અહીં આગળ વાગ્યું તે, પણ
૩૮૬
વાણીનો સિદ્ધાંત આ તો વગર પથ્થર વાગ્યું.
પ્રશ્નકર્તા : શબ્દોમાં એટલી બધી અસર હોય છે ?
દાદાશ્રી : તે એની જ અસર છે આ બધી. શબ્દની જ અસર છે. જગતમાં છાતીએ ઘા લાગે, તે સો સો અવતાર સુધી ના જાય. ‘છાતીએ ઘા લાગ્યા છે, તેમ બોલ્યા છો.’ કહેશે. અસર જ છે આ ! જગત શબ્દની અસરથી જ ઊભું થયું છે.
છાતીએ ઘા લાગે એવાં શબ્દ બોલેલા ? તમે કોઈ દહાડો નાનપણમાં એવું બોલેલા કે ? અરે, હું અત્યારે જ્ઞાની થયો, પણ પહેલાં કેવો હોઈશ ? અરે, શબ્દ બોલુંને તો સામો માણસ કહેશે, “મને આધાશીશી ચઢી તમારા શબ્દથી !' તો એ કેવો શબ્દ ખરાબ હશે ? સામાને આધાશીશી ચઢી જાય. ઊતરતાં વાર લાગે. છતાં અમે આ પદમાં આવ્યાં છીએ. પૂર્વભવમાં ઘણું કરેલું, તેના ફળરૂપે આ પ્રાપ્ત થયું છે.
કેટલીક બહેનો મને કહે છે, “મારા ધણીએ મને કહ્યું'તું, તે મારી છાતીએ ઘા લાગ્યો છે. તે મને પચ્ચીસ વર્ષે ય ભૂલાતું નથી.' ત્યારે વાણીથી કેવો પથરો માર્યો હશે ?! તે ઘા પછી રૂઝાતા નથી. તે ઘા ના મારવા જોઈએ.
ઊંચી તાતોવાળા વીંધે વચનબાણથી ! આપણા લોકો લાકડીઓ મારે છે ઘરમાં ? લાકડીઓ કે ધોલો નથી મારતા ? નીચી નાતમાં હાથથી ને લાકડીથી મારામાર કરે. ઊંચી નાતમાં લાકડીથી મારે નહીં. ત્યારે વચનબાણ જ માર માર કરે. છે સંસ્કારી લોકો. આમ તો બહુ વિવેકી છે, એટલે કોઈ મારતા નથી. પણ વચનના બાણ મારે છે કે ‘તું આવી છે ને તું તેવી છે.' ત્યારે પેલી કહેશે, ‘તમે આવા ને તમે તેવા.' એટલે રૂઝાય નહીં એવાં બાણ મારે છે અને એનાથી જરા ઊંચા હોય ને, તે વચનબધ્ધ કરી દે. હિન્દુસ્તાનમાં એવો ઊંચો ય માલ ખરો. પેલો સામો બાણ મારે તો પોતે ના મારે. એ જાણે કે આમાં શું ફાયદો કાઢવાનો ?!
બાકી વચનથી બાણ મારે ખરા કે ? વચનનું લાગે ?
Page #196
--------------------------------------------------------------------------
________________
૩૮૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૮૭ પ્રશ્નકર્તા : લાગે, જરૂર લાગે.
દાદાશ્રી : એ કંઈ આપણને અડે છે ? ઢેખાળો જો મારે તો અડે, લાકડી અડે.
પ્રશ્નકર્તા : પણ વચનની અસર તો થાય છે, વધારે થાય. દાદાશ્રી : વગર અશે, આમ અડે નહીં તો ય ? પ્રશ્નકર્તા : રૂઝ ના વળે જલ્દી.
દાદાશ્રી : હા, પેલા મારે તે બે-ચાર દહાડામાં રૂઝ આવી જાય ને આ વચનના બાણ તો રૂઝાય નહીં. આ વચનનાં બાણથી રાતે ઊંઘ ના આવે.
દુઃખ આપે તે અપશબ્દ !
શબ્દ કોઈને બોલીએ અને એને ખરાબ લાગે તો એ શબ્દ અપશબ્દ કહેવાય. તે અમથા અમથા ય અપશબ્દ બોલતો હોય ને, તો ય જોખમ. અને સારા શબ્દો અમથો અમથા બોલતા હોય તો ય હિતકારી છે. પણ ખોટા શબ્દો, અપશબ્દો અમથા અમથા બોલતા હોય તે અહિતકારી. કારણ કે અપશબ્દ કોને કહેવાય ? બીજાને કહીએ ને એને દુઃખ થાય એ બધા ય અપશબ્દ કહેવાય. બહાર તો પોલીસવાળાને કંઈ કહે નહીં. ઘરમાં જ કહે ને ! પોલીસવાળાને અપશબ્દ બોલનારો મેં કોઈ જોયો નથી એવો બહાદુર. (!) પોલીસવાળો તો આપણને પાઠ ભણાવે. ઘરમાં પાઠ કોણ ભણાવડાવે ? આપણે નવો પાઠ તો શીખવો જોઈએ ને ?!
એ થઈ તીજ ભાવહિંસા !
‘તા બોલવા'ની કળા. આ સંસારનું તો શું આઘુંપાછું થાય એવું નથી. સંસારમાં તો ‘તમારે” “ચંદુભાઈને કહેવું, કામ કર્યું જાવ. કોઈને વઢશો નહીં, લઢશો નહીં ને કામ કર્યું જાવ. વઢવા-લઢવાની તો આમાં વાત જ નથી.
પ્રશ્નકર્તા : વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું ?
દાદાશ્રી : વેપારી જોડે તો જાણે કે વેપાર માટે છે, ત્યાં તો બોલવું પડે. ત્યાં ય ‘ના બોલવાની કળા છે. ત્યાં ના બોલે તો બધું કામ થાય એવું છે. પણ એ કળા નથી જલ્દી આવડે એવી, એ કળા બહુ ઊંચી છે. માટે ત્યાં લઢજો ને, હવે ત્યાં જે ફાયદો (!) થાય એ જોઈ લેવાનો, એ પછી જમે કરી લેવાનો. લટ્યા પછી જે ફાયદો (!) થાય ને, એ ચોપડે જમા કરી લેવાનો. બાકી ઘરમાં બિલકુલ વઢવું નહીં. ઘરમાં પોતાના માણસ કહેવાય.
પ્રશ્નકર્તા : આ “ના બોલવા’ની કળાની વાત કરો જરા.
દાદાશ્રી : “ના બોલવા’ની કળા, એ તો બીજાને નથી આવડે એવી. બહુ અઘરી છે કળા.
એ કળામાં તો શું કરવું પડે ? “એ તો સામો આવ્યો છે, તે પહેલા એના શુદ્ધાત્મા જોડે વાતચીત કરી લેવાની અને એને ઠંડું પાડી દેવાનું, ને ત્યાર પછી આપણે બોલ્યા વગર રહેવાનું. એટલે આપણું બધું કામ પતી જાય.” હું તમને ટૂંકમાં કહી દઉં છું. બાકી સૂક્ષ્મકળા છે એ. એટલે એ ટાઈમ તમારો આવે ત્યારે મને પૂછજો ને, બધું વિગતવાર દેખાડી દઈશ. એ પગથિયું આવે ત્યારે શીખજો. હમણાં ઘરમાં તો વઢવાડ બંધ કરી દો.
- અહીં આપણી આર્યતા ! આ શબ્દો જે નીકળે છે ને, એ શબ્દોમાં બે જાત, આ દુનિયામાં શબ્દ જે છે એની બે ક્વૉલિટી. સારા શબ્દો શરીરને નીરોગી બનાવે અને ખરાબ શબ્દો શરીરને રોગીષ્ટ કરે. માટે શબ્દ પણ અવળો ના નીકળવો
આ કડક શબ્દ કહ્યો, તો એનું ફળ કેટલાય વખત સુધી તમને એના સ્પંદન વાગ્યા કરશે. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ. સુશબ્દ હોવો જોઈએ. પણ અપશબ્દ ના હોવો જોઈએ. અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મહીં ભાવહિંસા થઈ ગઈ, એ આત્મહિંસા ગણાય છે. હવે આ બધું લોકો ચૂકી જાય છે અને આખો દહાડો કકળાટ જ માંડે છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૮૯
૩૦
વાણીનો સિદ્ધાંત
જોઈએ. ‘એ ય નાલાયક.’ હવે ‘એ ય’ શબ્દ નુકસાનકારક નથી. પણ ‘નાલાયક' શબ્દ બહુ નુકસાનકારક છે.
‘તારામાં અક્કલ નથી” એમ કહ્યું વાઈફને, એ શબ્દ સામાને દુઃખદાયી છે અને પોતાને રોગ ઊભો કરનાર છે. ત્યારે પેલી કહે, ‘તમારામાં ક્યાં બરકત છે ! તો બેઉને રોગ ઊભાં થાય. આ તો પેલી બરક્ત ખોળે છે અને પેલો આમની અક્કલ ખોળે છે. આની આ દશા બધી ! ફોરેનમાં ‘બરકત, બરકત’ ના કરે. અને ‘યુ યુ” કરીને વઢમ્વઢા કરે, ભસે સામાસામી. એવાં ભસે, એવાં ભસે, તે દાંત તોડી નાખે. પછી છૂટા પડતા વારે ય નહીં. ત્યાં ટીક ના હોય અને આ તો ટીકવાળા. આ તો પાછા ધણી સમજી જાય કે જો આ વેશ થઈ જશે તો પેલી પિયર જતી રહેશે, તો ખાધા વગર રહેશું. માટે કળા કરે પાછો.
માટે આપણી સ્ત્રીઓ જોડે કશું ના થાય. અને સ્ત્રીઓએ પુરુષો જોડે વઢવાડ ના કરવી જોઈએ. કારણ કે બંધનવાળા છે. માટે નિવેડો લાવવો જોઈએ.
આ બધા ભેગા શેને લીધે થયા ? આપણને ના ગમતું હોય તો ય જોડે શાથી પડી રહેવું પડે ? એ કર્મ કરાવડાવે છે. ભાઈને ના ગમતી હોય તો ય પણ ક્યાં જાય ? પણ એણે મનમાં સમજી જવું કે “મારા કર્મનાં ઉદય છે.’ એમ માનીને શાંતિ પકડવી જોઈએ. વાઈફનો દોષ ના કાઢવો જોઈએ. શું કરવાનું દોષ કાઢીને ? દોષ કાઢીને કોઈ સુખી થયો ? કોઈ સુખી થાય ખરું ?
અને મન બૂમ પાડે ‘કેટલું બધું બોલી ગઈ, કેટલું બધું એ થઈ ગયું.” ત્યારે કહે, ‘સૂઈ જાને, એ હમણે રૂઝાઈ જશે’ કહીએ. રૂઝાઈ જાય તરત... છે ને, તે ખભા થાબડીએ એટલે સૂઈ જાય. તારે રૂઝાઈ ગયું ને બધું ! નહીં ? ઘા પડેલાં છે ?
ધન્ય છે એ આર્ય સત્તારીને ! એ બેનને તો મેં પૂછયું, ‘ધણી જોડે માથાફોડ-વઢવાડ થાય છે કે ? કકળાટ થાય છે કે ?” ત્યારે એ કહે છે, “ના, કોઈ દહાડો નહીં.' મેં કહ્યું, ‘વર્ષ દહાડામાં કકળાટ જ નહીં ?” ત્યારે એ કહે છે, “ના.' હું તો આ સાંભળીને અજાયબ થઈ ગયો કે હિન્દુસ્તાનમાં આવાં ઘર છે ! પણ એ બેન એવી હતી. એટલે પછી મેં આગળ પૂછયું કે, “કંઈક તો થાય. ધણી છે એટલે કંઈક થયા વગર ના રહે.” ત્યારે એ કહે છે, “ના, કો'ક દહાડો ટોણો મારે.” ગધેડાને ડફણું મારવાનું ને આ સ્ત્રીને ટોણો મારવાનું. સ્ત્રીને ડફણું ના મરાય, પણ ટોણો મારે. ટોણો તમે જોયેલો ? ટોણો મારે ! ત્યારે મેં કહ્યું, એ ટોણો મારે, તો તમે શું કરો ?” ત્યારે પેલાં બેન કહે છે, ‘હું કહું કે તમે ને હું કર્મનાં ઉદયે આપણે ભેગાં થયાં, કર્મનાં ઉદયે લગ્ન થયું. તમારા કર્મ તમારે ભોગવવાનાં ને મારા કર્મ મારે ભોગવવાનાં.” મેં કહ્યું, “ધન્ય છે બેન તને !' અમારાં હિન્દુસ્તાનમાં આવી આર્ય સ્ત્રીઓ હજુ છે. એને સતી કહેવાય.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : બઈએ ઘા પાડ્યા, ધણીએ ઘા પાડ્યા, બધાએ ઘા પાડ પાડ કર્યા ! તે બધા ઘા પાડેલા બધા રૂઝાઈ ગયા, એ એવા હસે છે બધા દાંત દેખાય ! કેવા ઘા પડતા’તા નહીં ? અરે, ટોણાં મારે !! આ પાછાં મેણા જુદા. આ અમેરિકનોને મેણા-ટોણાં ના આવડે. આ અક્કલના કોથળાઓને બહુ મેણા-ટોણાં આવડે. તમે મેણાં-ટોણાં સાંભળેલા ? પિયરમાં શું દુ:ખો પડ્યા, સાસરીમાં શું દુઃખો પડ્યા, એ બધું પોતાની પાસે નોંધ હોયને ? એ ઘા જલદી રૂઝાય નહીંને જલદી ?! અને જ્ઞાનીપુરુષ પાસે તો અહીં દુ:ખ હોય જ નહીં ને ! દુ:ખ હોય તો ય જતું રહે ! ઘા બધા રૂઝાઈ જાય.
ટોણો તો બહુ મોટો ભારે હોય ને ? હવે આ ટોણાંનું અંગ્રેજી કરવું હોય તો વેશ થઈ પડે ને ?
પ્રશ્નકર્તા : ટોન્ટ.
દાદાશ્રી : ના. ટોન્ટ ના સમાય. ટોન્ટનો તો હિસાબ જ નહીં. ટોન્ટ તો ફોરેનમાં ય મારે છે. આ તો ટોણો ! એ તો ફોરેનમાં હોય જ નહીં ને ! આ ટોણો તો કાળજે ઘા લાગે એવો હોય.
Page #198
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૯૧
અપવ્યય-દુર્વ્યય, વાણીતાં !
ટોણા મારવા, એ તો મોટી હિંસા કહેવાય. આ વાણીનો અપવ્યય અને દુર્વ્યય એ તો હિંસક નથી. પણ વગર કામની શક્તિ વ્યય કર્યા કરે. પ્રશ્નકર્તા : વાણીનો અપવ્યય અને દુર્વ્યય સમજાવો.
દાદાશ્રી : અપવ્યય એટલે ઊંધી વાણી વાપરવી અને દુર્વ્યય એટલે વ્યય નહીં કરવા જેવી જગ્યાએ વ્યય કરે. વગર કામનો ભસભસ કરે, એ દુર્વ્યય કહેવાય. તમે જોયેલું, વગર કામના ભસભસ કરે એવા હોય છે ને ? એ દુર્વ્યય કહેવાય.
પ્રશ્નકર્તા : એનું ઉદાહરણ આપો.
દાદાશ્રી : આપણા લોકો નથી કહેતા કે આ વગર કામનો બોલ બોલ કરે છે, ના બોલવાનું બોલ બોલ કરે છે ? એ દુર્વ્યય કહેવાય.
પ્રશ્નકર્તા : અને અપવ્યય એટલે ?
દાદાશ્રી : જ્યાં જે વાણી હોવી જોઈએ ત્યાં બીજી જ વાણી બોલવી, એ અપવ્યય કહેવાય. જે જ્યાં ફીટ થતું હોય, તે જ્ઞાન નહીં બોલવાનું ને બીજી રીતે બોલવાનું, એ અપવ્યય.
જૂઠ્ઠું બોલે, પ્રપંચ કરે, એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યયમાં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે ‘હા, આને હું ઓળખું છું.’ તે અપવ્યય કહેવાય.
પ્રશ્નકર્તા : કોઈને જરા કડવું કહેવું હોય, પણ એવી રીતે ફેરવીને કહીએ કે પેલાને લાગે કે આ મને જ કહ્યું. પણ પેલો આપણામાં વાંક ન કાઢી શકે. એ અપવ્યય ગણાય ?
દાદાશ્રી : એ અપવ્યય કહેવાય નહીં. એ તો મૂરખા માણસો એક જાતનો અપવ્યય કરે ને દુર્વ્યય કરે. અને આવું બોલવું, એ મૂરખા ના કહેવાય. આ તો ઊલટાં એને ટોણો મારો ને ટોણાં મારનારા, એ તો
૩૯૨
હિંસક કહેવાય.
વાણીનો સિદ્ધાંત
ટીકા, બધી રીતે બાધક !
આજ તો લોક તમારી ટીકા હઉ કરે. ‘પોતે શું કરી રહ્યા છે ?’ તેનું ભાન નથી બિચારાને, એટલે એવું કર્યા કરે છે. દુઃખવાળો જ કોઈની ટીકા કરે, દુઃખવાળો કો’કને સળી કરે. સુખિયો માણસ કોઈની ટીકા કરે નહીં. આ દુ:ખિયા લોક છે તે કરે તો ભલે અને એથી આનંદ રહેતો હોય
તો કર.
પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં લખ્યું છે કે “આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.’’ તો નિંદા અને ટીકામાં ફેર ?
દાદાશ્રી : ટીકા એટલે શું કે એના પ્રત્યક્ષ દેખાતા દોષો, તે ઓપન કરવા, એનું નામ ટીકા કહેવાય. અને નિંદા એટલે દેખાતા-ના દેખાતા બધું ગા ગા કર્યા કરે. એનું અવળું જ બોલ બોલ કરવું, એનું નામ નિંદા.
પછી આગળ વાંચો.
પ્રશ્નકર્તા : “કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં કેવળજ્ઞાનને બાધક છે. અરે, આત્મજ્ઞાનને ય બાધક છે, સમતિને ય બાધક છે.
સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય, એ ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે, તો વીતરાગનું વિજ્ઞાન નથી. ત્યાં ધર્મ છે જ નહીં. અભેદતા છે જ નહીં.” (આપ્તસૂત્ર)
દાદાશ્રી : ટીકા બધી રીતે બાધક છે. નવરાશ જ ના હોવી જોઈએ ટીકા કરવાની.
નિંદા એટલે...
પ્રશ્નકર્તા : કોઈની નિંદા કરીએ, એ શેમાં આવી જાય ? દાદાશ્રી : નિંદા, એ વિરાધનામાં ગણાય. પણ પ્રતિક્રમણ કરીએ
Page #199
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
તો જતું રહે. એ અવર્ણવાદ જેવું છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. તો ય લોકો પાછળથી નિંદા કરે છે. અલ્યા, નિંદા ના કરાય. આ વાતાવરણમાં બધા પરમાણુઓ જ ભરેલા છે. પહોંચી જાય બધું. શું એક શબ્દ પણ કોઈના માટે બેજવાબદારીવાળો ના બોલાય. અને બોલવું હોય તો કંઈક સારું બોલ, કીર્તિ બોલ. અપકીર્તિ ના બોલીશ.
૩૯૩
એટલે કોઈની નિંદામાં ના પડવું. કમાણી ના કરાય, કીર્તન ના કરાય તો વાંધો નહીં, પણ નિંદામાં ના પડશો. હું કહું છું કે નિંદા કરવામાં આપણને શો ફાયદો ? એમાં તો બહુ નુકસાન છે. જબરજસ્ત નુકસાન જો કદી આ જગતમાં હોય તો નિંદા કરવામાં છે. એટલે કોઈની ય નિંદા કરવાનું કારણ ના હોવું જોઈએ.
અહીં નિંદા જેવી વસ્તુ ના હોય. આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું ખરું ને શું ખોટું ! ભગવાને શું કહ્યું ? કે ખોટાને ખોટું જાણ ને સારાને સારું જાણ. પણ ખોટું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર દ્વેષ ના રહેવો જોઈએ અને સારું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર રાગ ના રહેવો જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી શકાય નહીં. એટલે વિગતવાર આપણે વાત કરવાની. ‘જ્ઞાની’ પાસે જ્ઞાનથી જ સમજાય.
નિંદા તોતરે જાતવરગતિ !
કોઈ માણસની નિંદા ના કરાય. અરે, સહેજ વાતચીત પણ ના કરાય. એમાંથી ભયંકર દોષ બેસી જાય. એમાં ય અહીં સત્સંગમાં, પરમહંસની સભામાં તો કોઈની ય સહેજ પણ અવળી વાતચીત ના કરાય. એક જરીક અવળી કલ્પનાથી જ્ઞાન ઉપર કેવું મોટું આવરણ આવી જાય છે. તો પછી આ ‘મહાત્મા’ઓની ટીકા, નિંદા કરે તો કેવું ભારે આવરણ આવે ? સત્સંગમાં તો દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જવું જોઈએ. આ બુદ્ધિ જ મહીં ડખો કરે. અમે બધાનું બધું જાણીએ છતાં ય કોઈનું એક અક્ષરે ય ના બોલીએ. એક અક્ષરે ય ઊંધું બોલવાથી જ્ઞાન ઉપર મોટું આવરણ આવી જાય.
વાણીનો સિદ્ધાંત
કોઈ પણ માણસની વ્યક્તિગત વાત કરવાનો અર્થ જ નથી. સામાન્યભાવે વાત સમજવાની જરૂર. વ્યક્તિગત વાત કરવી, એ તો નિંદા કહેવાય. અને નિંદા એ તો અધોગતિમાં જવાની નિશાની ! કોઈની નિંદા કરો એટલે તમારે ખાતે ડેબીટ થયું અને પેલાને ખાતે ક્રેડિટ થયું. એવો ધંધો કોણ કરે ? અને માણસની નિંદા કરવી ને, એ જ માર્યા બરોબર છે. માટે નિંદામાં તો બિલકુલે ય પડવું જ નહીં. માણસની નિંદા કોઈ દહાડો કરવી નહીં. એ પાપ જ છે.
અવર્ણવાદ એટલે....
પ્રશ્નકર્તા : “હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.’’ (નવ કલમો)
આમાં જે અવર્ણવાદ શબ્દ છે ને, એનો ‘એકઝેક્ટ’ ‘મિનિંગ’ શું
૩૯૪
છે ?
દાદાશ્રી : કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચીતરવું પણ ઊંધું ચીતરવું, એ અવર્ણવાદ ! જેમ છે એમે ય નહીં ને એથી ઊંધું પાછું. જેમ છે એમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ, તો અવર્ણવાદ ના કહેવાય. પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય.
અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખવું, એને અવર્ણવાદ કહેવાય. આ અવર્ણવાદ તો નિંદાથી ય ભારે ખરાબ વસ્તુ છે. અવર્ણવાદ એટલે એના માટે ગાઢ નિંદાઓ કરવી. આ લોકો નિંદા કેવી કરે છે ? સાદી નિંદા કરે છે. પણ ગાઢ નિંદા કરવી એ અવર્ણવાદ કહેવાય.
પ્રશ્નકર્તા : ગાઢ નિંદા એ કેવી નિંદા ?
દાદાશ્રી : એનું રૂપક જ ખરાબ દેખાડે. આમ સાધારણ નિંદા કરે કે ‘એ તો માણસ સારા નથી.’ એ સાધારણ નિંદા કહેવાય. પણ એના
Page #200
--------------------------------------------------------------------------
________________
૩૯૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૯૫ માટે પેલો પેલાને ઠસાવી દે, એ અવર્ણવાદ કહેવાય.
કોઈ માણસનામાં થોડું સારું હોય કે ના હોય ? પ્રશ્નકર્તા ઃ હોય ને !
દાદાશ્રી : ને થોડું અવળું ય હોય. પણ એનું બધું જ અવળું બોલીએ, ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય. ‘આવી બાબતમાં જરા એવાં, પણ આ બીજી બાબતમાં બહુ સારાં.” આવું હોવું જોઈએ.
- અવર્ણવાદ - પરોક્ષ કે મૃત્યુ પામેલાતો !
પ્રશ્નકર્તા : “હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.” (નવ કલમો)
આમાં મરેલાઓને પણ આપણે જે ક્ષમાપના કરીએ છીએ, આપણે જે કંઈ સંબોધન કરીએ, એ એને પહોંચે ખરું ?
દાદાશ્રી : એને પહોંચાડવાનું નથી. એ માણસ મરી ગયો અને તમે અત્યારે એના નામની ગાળો ભાંડો, તો તમે ભયંકર દોષમાં પડો. આમાં એવું કહેવા માગે છે. એટલે અમે ના કહીએ છીએ કે મરી ગયેલાનું પણ નામ ના દેવું. બાકી પહોંચાડવા-ના પહોંચાડવાનો સવાલ નથી. પણ મરી ગયેલાનું નામ ના દેવું. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ એનું ભૂંડું પછી ના બોલવું.
અત્યારે રાવણનું અવળું ના બોલાય. કારણ કે હજુ એ દેહધારી છે. એટલે એને ‘ફોન’ પહોંચી જાય. ‘રાવણ આવો હતો ને તેવો હતો” બોલે, તે તેને પહોંચી જાય.
આપણાં કોઈ સગાંવહાલાં મરી ગયેલાં હોય અને તેની લોકો નિંદા કરતા હોય, તો આપણે વચ્ચે નહીં ભળવું, વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની
વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એને ય આપણા લોક તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો ? તે એવું ના હોવું જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. જોખમ છે એમાં, બહુ મોટું જોખમ છે.
તે વખતે પહેલાંના ‘ઓપીનિયન’થી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાવ, તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે.
એક શબ્દ, સજાર્યું મહાભારત ! એક શબ્દ કડવો ના બોલાય. કડવા બોલવાથી તો બધાં બહુ તોફાન જાગ્યા છે. એક જ શબ્દ ‘આંધળાના આંધળા' આ શબ્દ તો આખું મહાભારત ઊભું થયું. બીજું તો કોઈ ખાસ કારણ નહોતું. આ જ મુખ્ય કારણ ! દ્રૌપદીએ કહ્યું હતું ને ? ટકોર મારી હતી ને ? હવે એનું ફળ એ દ્રૌપદીને મળ્યું. હંમેશાં એક શબ્દ કડવો બોલેલો ફળ મળ્યા વગર રહે છે ?
પ્રશ્નકર્તા : એક શબ્દ ઉપર જ આ બધું ઘમસાણ થઈ ગયું !!
દાદાશ્રી : એક શબ્દ ઉપર જ આ બધું થયેલું છે. એ શબ્દ જ ના નીકળ્યો હોત ને તો શું થવાનું નહોતું. માટે શબ્દ બોલવામાં તો બહુ જ કંટ્રોલ હોવો જોઈએ. જે શબ્દ લોકોને દુઃખદાયી થાય એવો શબ્દ ના બોલાય. એના માટે રોજે રોજ અભ્યાસ કરવો જોઈએ. એટલે માણસે સાચવવું જોઈએ.
કઠોર ભાષા ! પ્રશ્નકર્તા : વાણીમાંથી કઠોરતા કેવી રીતે જાય ?
દાદાશ્રી : એ તો આપણે વાણીને વાળીએ એટલે જેવી વાળીએ એવી વળી જાય પછી. પણ અત્યાર સુધી કઠોર આપણે કરી હતી. લોકોને બીવડાવવા માટે, ફફડાવવા માટે.
પ્રશ્નકર્તા : એટલે આપણે એને પોષણ આપેલું. દાદાશ્રી : આપણે મોટી કરી હતી, ખરાબ કરી હતી. અને આપણે
Page #201
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૩૯૭
પાછી સુધારવી છે, તે આપણે સુધારી નાખો.
કવિરાજ લખે છે ને, કે ‘“કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાવો સવળી ભાષા.”
હે દાદા, કંઠે બિરાજો. એટલે વાણી સુધરી જાય. અહીં ગળે દાદાનું નિદિધ્યાસન કરીએ તો ય વાણી સુધરી જાય.
આ પોલીસવાળા બધાને પકડી ગયા હોય કંઈ ગુનો થયો હોય તો, પોલીસવાળા ત્યાં બધાને બેસાડે, તો કોની વાણી વધારે અકળાટવાળી નીકળે ? ત્યાં કોઈ કઠોર બોલે ?
પ્રશ્નકર્તા : ના. એ નહીં બોલાય. દાદાશ્રી : કેમ ? પ્રશ્નકર્તા : પેલી બીક રહે છે, એટલાં ખાતર કઠોર ના બોલે. દાદાશ્રી : તો એને છૂટો મૂક્યો, એટલે કઠોર બોલે છે !
પ્રશ્નકર્તા એટલે સામો આપણને નબળો લાગે તો ત્યાં કઠોર વાણી નીકળે, એવું ?
દાદાશ્રી : હા. અને કેટલાકની વાણી એવી હોય કે સામો જબરો હોય તો ય કડક વાણી નીકળે. પોલીસવાળા પાસે બેઠો હોય ને, તો ય કંઈક નવી જ જાતનું બોલે, તૃતિયમ બોલે. પછી પોલીસવાળો દંડો ના મારતો હોય, તે પછી માર માર કરે. હવે પોલીસવાળા પાસે ય અજુગતું બોલે ત્યારે જાણવું કે આ કેક છે. મહીં માટલામાં ફાટ પડી ગઈ છે, મહીં પાણી ટપકવા માંડ્યું. આપણા લોકો કૈક કહે છે ને, એનો શો અર્થ ? કે ભઈ, આ માણસ તો કેક છેઆને જવા દો. પાણી ભરેલું હોય ને, તો ય માટલામાંથી ધીમે ધીમે નીકળ્યા કરે. એ વાણી ફાયદો ના કરે, નુકસાન જ કરે. એટલે જ્યાં જ્યાં જેવું શોભે ને, એવું જ બોલાય. પોલીસવાળા પાસે તો કોઈ મોટો કલેક્ટર ગયો હોય તો ય ના બોલે. કારણ કે એકવાર તો એ ઝડી નાખે, પછી જોઈ લેવાશે. જો દેહની પડેલી હોય તો ! ના પડેલી હોય તો વાંધો નથી.
૩૯૮
વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા : આપે કહેલું કે નાનો બાળક હોય એની પાસે આપણે કેવી રીતે બોલીએ છીએ, એ રીતની વાણી હોવી જોઈએ.
દાદાશ્રી : હા. એ રીતની. ત્યાં કેમ સાચવીને બોલે છે ! નાનું બાળક હોય તો કાઉન્ટર પુલી નાખીને બોલે. ગુસ્સો થયેલો હોય તો ય તરત ફેરવી નાખે.
તંતીલી ભાષા... પ્રશ્નકર્તા : તંતીલી ભાષા એટલે શું ?
દાદાશ્રી : રાતે તમારે વાઈફ જોડે ભાંજગડ થઈ હોય ને, તે સવારમાં ચા મૂકતી વખતે આમ ટકોરો મારે. એટલે આપણે સમજી ગયા કે “ઓહોહો, રાત્રે બન્યું તે ભૂલ્યા નથી !' એ તાંતો. પછી બોલે, તે વાણી ય એવી તંતીલી નીકળે. પંદર વર્ષે એ માણસ-ગુનેગાર મળ્યો હોય, ત્યાં સુધી તમને યાદે ય ના હોય. પણ પંદર વર્ષે એ ભેગો થાય કે તમને યાદ આવે, બધું તૈયાર થઈ જાય, એનું નામ તાંતો કહેવાય.
ત્યાં મૃદુ-ઋજુ ભાષા... પ્રશ્નકર્તા : “કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે, તો તેનાં પ્રત્યે મૃદુ-ઋજુ ભાષા બોલો.” એટલે એનો વાંક ના જુઓ, એવું ?
દાદાશ્રી : એનો તો વાંક જોવાનો ના હોય. એ કઠોર બોલે ને આપણે મૃદુ-જુ બોલીએ.
પ્રશ્નકર્તા : એ કઠોર હોય, એનું હૃદય બહુ એવું હોય.
દાદાશ્રી : એ આપણે જોવાની જરૂર નથી. એ કઠોર બોલે તો આપણે મૃદુ બોલવું જોઈએ. કારણ કે આપણે છૂટવું છે. એને ગમે તે કરવું હોય એ કરે. એને બંધાવું ગમતું હોય કે છૂટવું ગમતું હોય તો એ જાણે. પણ આપણે તો છૂટવું છે. એટલે છૂટવાનો કામી બંધાવાની શરતો સ્વીકારે નહીં. અને સામો માણસ એગ્રીમેન્ટ કરાવી લેવા ફરતો હોય, એ કઠોર બોલે એટલે આપણે કઠોર બોલીએ, એ બંધાવાની શરત થઈ. આપણે તો
Page #202
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
છૂટવાના કામી જ છીએ. એ કઠણ બોલે તો ય આપણે મૃદુ-ૠજુ ભાષા બોલવી જોઈએ. કારણ કે એ જવાબદાર નથી. એ તો ફાવે એવું બોલે. આપણે જવાબદાર છીએ. આપણે એક જ દિશામાં જવાનું છે.
૩૯૯
સુસ્વર - દુ:સ્વર !
આ તો મન ફ્રેકચર થઈ ગયું, બુદ્ધિ ફ્રેકચર થઈ ગયેલી, વાણી ફ્રેકચર થઈ ગયેલી. એ બોલે તો પેલા સામાને ખોટું લાગે. કેટલાક માણસ જમવા બોલાવવા આવે તે, આપણને બધાને, તે અહીં બોલાવવા આવે કે પહેલાં એ કઠોર બોલે એવું, તે આપણા મનમાં એમ થાય કે આથી જમવા ના ગયા હોય તો સારું પડત. એ ભાષા જ એવી બોલેને કે એને સારું બોલતા જ આવડતું નથી.
પ્રશ્નકર્તા : એ શું બોલે ? કેવું બોલે ?
દાદાશ્રી : હમણે કો'ક આવે કહેશે, ‘બધા અક્કલ વગરનાં અહીં બેસી રહ્યા છો ? ઊઠોને, જમવા.’ ત્યારે પેલાં કહેશે, ‘અલ્યા, જમી રહ્યા અમે. હવે આ તે અહીં જમાડ્યા, તે ઓછું છે આ ?!’ એને દુઃસ્વર
કહેવાય.
જો અક્કરમીને ભાગ કાગડા જેવા શબ્દ આવ્યા છે. આપણા હિતને માટે બોલતો હોય તો ય આપણે કહીએ, ‘ના બોલો તો સારું. એનાં કરતાં અહિત થાય તો સારું. આનાં કરતાં મરી જવાય તો બહેતર
છે. પણ આ ના બોલે તો સારું.’ જીવવાનું ય ના ગમે, એનાં બોલ એવાં કડવાં લાગે.
કેટલાક ખીચડી ખવડાવે, તે એવું મીઠું બોલે કે ‘ભઈ, જરા જમવા પધારોને.’ તે આપણને ખીચડી એવી સુંદર લાગે. ભલેને ખીચડી એકલી હોય, પણ એ સુસ્વર. એટલે સ્વર ને બધું ના જોઈએ ? બધું જોઈએ ને !
પોઝિટીવ ‘બોલ’તી, પોઝિટીવ અસરો !
એક ભાઈ મને પૂછે કે, ‘તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે ?” ત્યારે મેં કહ્યું કે ‘આ નેગેટીવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના
વાણીનો સિદ્ધાંત
બંધ થશે ત્યારે.’ કારણ કે દરેક શબ્દ એના ગુણ-પર્યાય સહિત હોય છે.
હંમેશાં પોઝિટીવ બોલો. મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે પોઝિટીવ બોલો. પોઝિટીવમાં નેગેટીવ ના બોલાય. પોઝિટીવ થયું, એમાં નેગેટીવ બોલીએ એ ગુનો છે અને પોઝિટીવમાં નેગેટીવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. ‘કાંઈ જ બગડ્યું નથી' એમ બોલતાંની સાથે મહીં કેટલો ય ફેરફાર થઈ જાય. માટે પોઝિટીવ બોલો.
४००
મન છે તે વર્ષોનાં વર્ષો ગયા, પણ એક સહેજે ય નેગેટીવ થયું નથી મારે. સહેજે ય, કોઈપણ સંજોગોમાં નેગેટીવ થયું નથી. આ મન જો પોઝિટીવ થઈ જાય લોકોને, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટીવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને.
પોઝિટીવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટીવ અને નિશ્ચયમાં પોઝિટીવ નહીં ને નેગેટીવ ય નહીં !
܀܀܀܀܀
Page #203
--------------------------------------------------------------------------
________________
૪૦૨
વાણીનો સિદ્ધાંત
તો જાત-જાતનાં લોક. બોલ શબ્દ બહુ વસમો છે. શબ્દ જો ના હોય ને, તો કામ જ થઈ જાય. આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજાસહેજ છે. આ કાળમાં વાણીથી જ બંધ છે. માટે કોઈના માટે અક્ષરે ય બોલાય નહીં.
બોલ તો એસ્પેન્સ (ખર્ચો) કહેવાય. વાણી ખર્ચાઈ ના જવી જોઈએ. બોલ એ તો લક્ષ્મી છે. તેને તો ગણી ગણીને આપવાં જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે ? આ બોલ એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો બધા જ મહાવ્રત આવી જાય.
[૨] વાણીથી તરછોડો-અંતરાયો !
વાણીતી વઢવાડો વસમી ! પ્રશ્નકર્તા : કેટલાંક ઘર એવાં હોય છે કે જ્યાં વાણીથી બોલાચાલી થયા કરે, પણ મન અને હૃદય સાફ હોય છે.
દાદાશ્રી : હવે વાણીથી ક્લેશ થતો હોય, પણ સામાને હૃદય ઉપર અસર થાય. બાકી જો ઉપલક રહેતું હોય તો તો વાંધો નથી. બાકી એવું છે ને, બોલનાર તો હૃદયથી અને મનથી ચોખ્ખો હોય, એ બોલી શકે. પણ સાંભળનાર તો, એને પથરો વાગે એવું લાગે એટલે ક્લેશ થાય જ. જ્યાં બોલ કંઈ પણ ખરાબ છે ને, વિચિત્ર બોલ છે ને ત્યાં ક્લેશ થાય.
પ્રશ્નકર્તા : સામાને ઘણી વખત અસર નથી થતી.
દાદાશ્રી : થયેલી ! એ તો દેખાવ કરે એટલું જ. અંદર બધું અસર કરે. મન તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. શબ્દ વખતે ખરાબ નીકળ્યો, પણ સામાને અસર થયા વગર રહે નહીં. શબ્દ હંમેશાં દિલ પર ઘા કરે. કેટલાક તો એવા બોલ બોલે છે, તે હાર્ટ હલ ફેઈલ થઈ જાય. એટલે આ
વાણી, તારા રૂપ અનેક ! વાણી તો કેટલા પ્રકારની ! માણસ કોઈકની જોડે લઢતો હોય, તે ઘડીએ એને વાણીનું રૂપ કેવું હોય છે, તે જોઈ લેજો. કોઈની ઉપર દ્વેષ કરતો હોય, ત્યારે વાણીનું રૂપ કેવું છે, તે જોજો. કોઈની ઉપર રાગ કરતો હોય, ત્યારે વાણીનું રૂપ કેવું હોય, તે જોઈ લેજો. રાગ કરે ત્યારે વાણી બદલાય, દ્વેષ કરે ત્યારે વાણી બદલાય, કોર્ટમાં જાય ત્યારે વાણી બદલાય. બધાને ઓળખાણ પડે કે આ વાણી આવી હતી. એટલે જેવો હેતુ તેવી વાણી નીકળે. હેતુ પ્રમાણે વાણી નીકળે. હેતુ શો છે ? કે જગત કલ્યાણની ભાવના છે ને પોતે શુદ્ધાત્મા થયેલા છે, એટલે વીતરાગી વાણી નીકળે. જે વાણી નીકળી, તે સામાને સીધી અસર કરે.
વાગે તેનાથી જ રૂછે ! કોઈને સહેજે ય તરછોડ ના વાગે ને, એવું આપણું જીવન હોવું જોઈએ. તમે તરછોડને ઓળખો કે ના ઓળખો ? બહુ ઓળખો ? સારી રીતે ? કો'કને વાગી જાય ખરી ?
પ્રશ્નકર્તા : મહીંથી સૂક્ષ્મ રીતે વાગી જાય.
દાદાશ્રી : તે સૂક્ષ્મ વાગે તેનો વાંધો નહીં. સૂક્ષ્મ વાગે, તે તો આપણને નુકસાનકર્તા છે. જો કે સામાને વિરોધ કર્તા તો છે જ. કારણ કે સામો એકતા નહીં અનુભવે.
પ્રશ્નકર્તા : ધારો કે સ્થળ તરછોડ વાગી ગઈ હોય તો ય પ્રતિક્રમણ
Page #204
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૦૩
૪૪
વાણીનો સિદ્ધાંત
તરત થઈ જ જાય.
દાદાશ્રી : હા, તરછોડ વાગી ગયા પછી પ્રતિક્રમણ કરવાના. અને બીજું, ફરી પાછાં એની જોડે સારું બોલી અને ફેરવી નાખવાનું.
પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ છે તે જીવનવ્યવહારમાં પળે પળે અનુભવમાં આવે છે.
દાદાશ્રી : હા, દરેકને આ જ થઈ રહ્યું છેને ? જગતમાં દુઃખ જ એનાં છે. અવળવાણી એવી તે નીકળે, ‘દુકાળ પડો’ એમ બોલે !
પ્રશ્નકર્તા: અવળવાણીના તો અત્યારે રાજા હોય છે.
દાદાશ્રી : અમને પાછલા અવતારોનું મહીં દેખાય છે ત્યારે અજાયબી લાગે છે કે ઓહોહો, તરછોડનું કેટલું બધું નુકસાન છે ! તેથી મજૂરોને ય તરછોડ ના વાગે એ રીતે વર્તીએ. છેવટે સાપ થઈને ય કેડે, તરછોડ બદલો લીધા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ?
દાદાશ્રી : એના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, ‘ભાઈ, મારી તો બહુ ભૂલ થઈ. હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.’ એટલે સામાવાળાના ઘા રૂઝાતા જાય. આપણો આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રૂઝાય.
પ્રશ્નકર્તા: પગે પડીને ય માફી માગી લેવાની.
દાદાશ્રી : ના. પગે પડીએ તો ગુનો થાય. એવું નહીં. બીજી વાણીથી ફેરવો. વાણીથી વાગ્યું હોય ને, તે વાણીથી ફેરવો. પગે પડવાથી તો એ પાછો મનમાં તે ઘડીએ અવળો ફરેલો માણસ અવળું માને. માટે આ વાણીથી જ ફેરવો એને, કે બિચારાને સંતોષ થઈ જાય. એવી મીઠી
વાણીથી એને ફેરવો, તે પાછો રાગે આવી જાય. પછી એ સહી કરી આપે તરત. હમણે જ થયું ને હમણે જ તરત સહી કરી આપે. એટલે પછી એની જોડે એકતા ના તૂટે. મને બહુ જાતના લોક મળે. પણ તે હું એમની જોડે એકતા નથી તૂટવા દેતો.
પ્રશ્નકર્તા: એ તો ગજબની વાત.
દાદાશ્રી : આ હું એક્તા ના તૂટવા દઉં બિચારાની. એકતા તૂટે તો પછી એની શક્તિ ના રહે. જ્યાં સુધી મારી એકતા છે, ત્યાં સુધી એની શક્તિ છે. એટલે સાચવવું પડે. આપણે જે પ્રયોગશાળામાં બેઠા છીએ, ત્યાં પ્રયોગો બધું જોવું પડે ને !
પોતે જ પાડ્યા અંતરાય અજ્ઞાનથી ! પ્રશ્નકર્તા : આ અંતરાયો કેવી રીતે પડે છે ?
દાદાશ્રી : આ ભાઈ નાસ્તો આપતા હોય તો તમે કહો કે, ‘હવે રહેવા દેને, નકામું બગડશે.” તે અંતરાય પાડ્યો કહેવાય. કોઈ દાન આપતો હોય ત્યાં તમે કહો કે, ‘આને ક્યાં આપો છો ? આ તો મારી ખાય એવાં છે.' તે તમે દાનનો અંતરાય પાડ્યો. પછી પેલો આપે કે ના આપે એ વસ્તુ જુદી રહી, પણ તમે અંતરાય પાડ્યો. પછી તમને કોઈ દુ:ખમાં ય દાતા ન મળે.
તમે જે ઓફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા આસીસ્ટન્ટને ‘અક્કલ વગરનો’ કહો એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! બોલો. હવે આ અંતરાયથી ફસાઈ ફસાઈને આ મનુષ્ય જન્મ એળે ખોઈ નાખ્યો છે ! તમને ‘રાઈટ’ જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને ય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો, તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે. તમે આના તરત જ પ્રતિક્રમણ કરી તો અંતરાય પડતા પહેલાં ધોવાઈ જાય.
પ્રશ્નકર્તા : વાણીથી અંતરાય ના પાડ્યા હોય, પણ મનથી અંતરાય
Page #205
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૦૫
૪૬
વાણીનો સિદ્ધાંત
પાડ્યા હોય તો ?
દાદાશ્રી : મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે, એ તો બીજે અવતારે અસર કરે. અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. વાણી થઈ કે રોકડું થયું, કેશ થયું, તે ફળે ય કેશ આવે અને મનથી ચીતયું તે તો આવતે અવતારે રૂપક થઈને આવશે.
છોકરો કપડાં બે વખત પહેરતો હોય, એને આપણે કહીએ, ‘શું નકામું પૈસા બગાડું છું, જાણે કપડાં ધૂળધાણી કરી નાખું છું.' એ અંતરાય પડ્યો બધો. આપણને નહીં મળે. આંતરો કોઈનામાં પાડશો નહીં.
પ્રશ્નકર્તા : જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય શેનાથી પડે છે ?
દાદાશ્રી : ધર્મમાં આડુંઅવળું બોલે, ‘તમે કંઈ જ સમજતા નથી ને હું જ સમજું છું.' એનાથી જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય પડે. અગર તો કોઈ આત્મજ્ઞાન પામતો હોય તેમાં આડખીલી થાય તો તેને જ્ઞાનનો અંતરાય પડે. કોઈ કહે કે, “જ્ઞાની પુરુષ' આવ્યા છે, ચાલો આવવું હોય તો. ત્યારે તમે કહો કે, હવે એવા તો ‘જ્ઞાની પુરુષ' ઘણાં ય જોયા છે. આ અંતરાય પડ્યો ! હવે મનુષ્ય છે, એટલે બોલ્યા વગર તો રહે જ નહીંને ! તમારાથી ના જવાય તેમ હોય એટલે તમને મનમાં ભાવ થાય કે “જ્ઞાની પુરુષ' આવ્યા છે, પણ મારાથી જવાતું નથી, તો અંતરાય તૂટે. અંતરાય પાડનારો પોત અણસમજણથી અંતરાય પાડે છે, તેની તેને ખબર નથી.
કેટલા બધા અંતરાય પાડ્યા છે જીવે ! આ જ્ઞાની પુરુષ છે, હાથમાં મોક્ષ આપે છે. ચિંતારહિત સ્થિતિ બનાવે છે, તો પણ અંતરાય કેટલાં બધાં છે કે એને વસ્તુની પ્રાપ્તિ જ ના થાય !
કેટલાંક કહે કે, “આવું અક્રમ જ્ઞાન તે વળી હોતું હશે ? કલાકમાં મોક્ષ તે હોતો હશે ?' એવું બોલ્યા કે તેમને અંતરાય પડ્યા. આ જગતમાં શું ના બને, એ કહેવાય નહીં. માટે બુદ્ધિથી માપ કાઢવા જેવું આ જગત નથી. કારણ કે આ બન્યું છે એ હકીકત છે. ‘આત્મવિજ્ઞાન' માટે તો ખાસ અંતરાય પડેલા હોય. આ છેલ્લામાં છેલ્વે સ્ટેશન છે.
ડખા તે ડિસ્ચાર્જ, વાણીતાં... આપણે શબ્દોથી ડખોડખલ ના કરવી. આપણે સંસ્કાર દેખાડીને ડખોડખલ કરવી અને શબ્દો તો એવા બોલવા કે સામાને વાગે નહીં, તો શબ્દો બોલવાનો અધિકાર છે. મારા શબ્દો સામાને વાગતા નથી, એટલે હું બોલું છું.
પ્રશ્નકર્તા : બે જણા વાત કરતા હોય ને આપણે વચમાં બોલીએ, એ કંઈ આપણે ડખો કર્યો કહેવાય ? કે આપણું ડિસ્ચાર્જ છે એ ?
દાદાશ્રી : ડખો કરવાથી ડખો થઈ જાય. પ્રશ્નકર્તા : ડખો કરવાથી એટલે કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ કહે કે, ‘તમે શું કરવા બોલ્યા ?” ત્યારે આપણે કહીએ, ‘હવે નહીં બોલું.’ તો એ ડખો નહીં. એને બદલે તમે તે ઘડીએ શું કહો કે “નહીં બોલું તો નહીં ચાલે આ ગાડું, બગડશે બધું.” એ ડખો. વચ્ચે બોલાઈ જવાય એ ડખો કહેવાય, પણ તે ડખો ય ડિસ્ચાર્જ છે. હવે તે ડિસ્ચાર્જ ડખામાં ય નવો ડખો થઈ ગયો હોય. ડખો ડિસ્ચાર્જ કોને કહેવાય? પેલો કહે કે, “ના બોલશો. મારે તમારી વાત નથી સાંભળવી.” ત્યારે આપણે કહીએ, ‘બંધ, ચાલો. નહીં બોલીએ.’ એ ડખો બધો ડિરચાર્જ, એ ડખો કહેવાય નહીં. ડખો તો કોને કહેવાય કે પેલો બોલવાનું ના કહે તો ય તમે પેલાને કહો, ‘તમે માનતા નથી. મારી વાત તો સાંભળો.” એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને જ દાદા. બને જ. જ્યાં આગ્રહ હોય ત્યાં બને જ.
દાદાશ્રી : એ આગ્રહ એ જ ડખો છે. ફરીવાર એમ કહેવાય કે અમે તને વિનંતિ કરીએ છીએ કે આમ કરો તો સારું. એ ડખા સ્વરૂપ નહીં. બાકી જ્ઞાન લીધા પછી ય ડખો કરે. એની આદત જાય નહીં ને !
ગાંડી વાણીતે વાળવી, સમ્યક્ રીતે ! પ્રશ્નકર્તા સંસાર જ એવી વસ્તુ છે કે ત્યાં નર્યા અંતરાયો જ છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તમે પોતે પરમાત્મા છો, પણ એ પદનો લાભ નથી મળતો. કારણ કે નર્યા અંતરાય છે. ‘હું ચંદુભાઈ છું’ બોલ્યા કે અંતરાય પડે. કારણ કે ભગવાન કહે છે કે, “તું મને ચંદુ કહે છે ?” આ
અણસમજણથી બોલ્યો તો ય અંતરાય પડે. દેવતા પર અણસમજણથી હાથ ઘાલે તો એ છોડે કે ?
૪૦૭
ડખોડખલ એ જ અંતરાય છે. તમે પરમાત્મા છો, ને પરમાત્માને શાના અંતરાય હોય ? પણ આ તો ડખોડખલ કરે છે, કે “એય આમ કેમ કર્યું ? એય આમ કર.' અરે, આમ શું કરવા કરો છો તે ?
પ્રશ્નકર્તા : એટલે મૌન થઈ જાય તો સારું ?
દાદાશ્રી : મૌન જ થવાનું છે. વાણી તો બોલશો જ નહીં. આ કાળની વાણી તો ગાંડી જ છે. બોલે કે તરત ગાંડપણ બહાર પડી જાય.
પ્રશ્નકર્તા : તો બોલવું જોઈએ ને ? બહાર પડી જાય તે સારું ને ?
દાદાશ્રી : નહીં. એ ખોટું કહેવાય. આમાં બોલવા જેવું રહેતું જ નથી. ‘આ જ્ઞાન’ જ એવું પ્રકાશમય છે કે બોલવાની જરૂર જ ના રહે.
પ્રશ્નકર્તા : પણ વાતાવરણ જ એવું હોય તે કોઈ વખત બોલાઈ જાય.
દાદાશ્રી : બોલાઈ જવાય, તો આપણે કહેવું કે ‘આ ચંદુભાઈનું મગજ જરા એવું વસમું જ છે.’ આપણે ચંદુભાઈનું અવળું બોલ બોલ કરવું. ચંદુભાઈની જોડે વહાલ રહ્યું નથી ને, તમને ? કે બહુ વહાલા લાગે છે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી હકીકત કહી દેવી. ‘ચંદુભાઈ’ ‘તમારા’થી જુદા છે, એવી રીતે વાત કરવી તમારે.
પ્રશ્નકર્તા : ‘ચંદુભાઈ’નું હથિયાર ઉપાડવું જ નથી, એવી વાત છે.
દાદાશ્રી : બસ, એ ખરેખરું. હથિયાર ઉપાડવાનું નહીં. અનંત અવતારથી હથિયાર ઉપાડીને પારકાંનું રક્ષણ કર્યું.
વાણીનો સિદ્ધાંત
વધારે પડતું બોલ્યા એટલું ગાંડપણ લાગે ને ? વખતે એવું ગાંડપણ નીકળી જાય, એટલે તમારે કહેવા લાગવું કે ‘આ ચંદુભાઈ બોલ્યા છે ને, તેને હું ઓળખું છું. જરા વસમું ખાતું છે' એવું કહેવું. અમારા ભત્રીજાને હું કહેતો હતો કે, ‘કાકા પહેલેથી જ એવા હતા. આજના નહીં.’ ત્યારે એ કહે છે, ‘તમે એવું કેમ બોલો છો ?’ ‘તમે’ ને ‘કાકા’ બે જુદા છે, એ એમને સમજ ન પડે ને !
४०८
હવે તમને તો ખબર પડી જાયને કે અવળું બોલ્યા ? તમે તો જાગૃત વધારે છો.
પ્રશ્નકર્તા : હા, ખબર પડી જાય.
દાદાશ્રી : અને તમે એવું બે-ચાર વખત બોલશો ને, એટલે સામેવાળો પણ પોતાની જાતને ‘વાંકા છે’ એવું પોતે કહેશે. પણ તમે એને એમ કહો કે ‘તમે ખોટા છો’, તો એ તમને પકડી લે. માટે બીજાને ખોટા કહેવાનું છોડી જ દો અને કોઈને ય ખોટા કહેવાનું હોય જ નહીં. આ તો આપણી મૂર્ખાઈ છે. કોઈને ખોટો કહેવો, ક્લેઈમ કરવો, એવું બોલવું એ આપણી ફૂલીશનેસ છે.
એ પોતે પોતાને પહોંચે !
કોઈને ખોટું કહ્યું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર
છે.
આપણને જેવું ગમે છે, તે બોલવું. એવું પ્રોજેક્ટ કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ ડખલ કરી નથી. કો’કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ પડે છે. માટે એવી શુદ્ધ વાણી બોલો કે શુદ્ધ વાણી જ તમારી ઉપર પડે.
અમે કોઈને ય ‘તું ખોટો છે' એમ ના કહીએ. ચોરને ય ખોટો ના કહીએ. કારણ તેના વ્યુ પોઈન્ટથી તે સાચો છે. હા, અમે તેને ચોરી કર્યાનું ફળ શું આવશે, તે ‘જેમ છે તેમ’ તેને સમજાવીએ.
܀܀܀܀܀
Page #207
--------------------------------------------------------------------------
________________
૪૧૦
વાણીનો સિદ્ધાંત
[3] શબ્દોથી સર્જાતાં અધ્યવસતો.
અવળી વાણીતી અસરો અનેકગણી ! આ પેલાં તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલાં અવાજ થાય છે મહીં ?
‘તમે નાલાયક છો” એવું બોલીએને, એ શબ્દ એને તો સાંભળીને દુઃખ થયું જ. પણ આનાં જે પર્યાય ઊભાં થાય, તે તમને બહુ દુ:ખ આપે અને તમે કહો, બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો. તો તમને મહીં અંદર શાંતિ આપશે. તમારું બોલેલું પેલાને શાંતિ થઈ ગઈ. તમને ય શાંતિ. એટલે આ જ ચેતવાની જરૂર છે ને !
દુનિયામાં કોઈને ‘અક્કલ વગરનો’ કહેશો નહીં. ‘તું ડાહ્યો છે” એવું જ કહેજો તો તમારું કામ થશે.
પ્રશ્નકર્તા : આપણે પાંચ મિનિટ સુધી કડક બોલ્યા હોઈએ, પછી એની પાછળની ઈફેક્ટો બીજી પચાસ મિનિટ ખાઈ જાય છે.
દાદાશ્રી : એ તો ખાઈ જાય ને ! તમે એક શબ્દ બોલો કે “આ નાલાયક છે', તો ‘લાયક'નું વજન એક રતલ હોય ને ‘નાલાયક'નું વજન ચાલીસ રતલ હોય છે. એટલે ‘લાયક' બોલશો એનાં અંદન બહુ ઓછાં થશે, હલાવશે ઓછું અને “નાલાયક’ બોલશો તો ચાલીસ રતલ હલાહલ કરશે. બોલ બોલ્યા એનાં પરિણામ !
પ્રશ્નકર્તા : એટલે ચાલીસ રતલનું પેમેન્ટ ઊભું. દાદાશ્રી : છૂટકો જ નહીં ને ! પ્રશ્નકર્તા : પછી અમારે બ્રેક કેવી રીતે લાગે ? એનો ઉપાય શું?
દાદાશ્રી : ‘આ વાણી ખોટી છે” એવું લાગે એટલે દહાડે દહાડે ફેરફાર થતો જાય.
પ્રશ્નકર્તા : એ પણ મશીનગન ફૂટી ગયા પછી ખોટી લાગે છે.
દાદાશ્રી : ના, પણ પછી ય ખોટી લાગે છે ને ? એમ કરતાં કરતાં રાગે આવશે.
પ્રશ્નકર્તા : પણ એ રાગે આવવાનું ક્યારે પતશે ?
દાદાશ્રી : અરે, પેલું તો અબજ અવતારે ય ઠેકાણું ના પડે ને આ તો થોડા વખતમાં જ ઠેકાણું પડી જશે.
પ્રશ્નકર્તા : ઘણાં વાગે.
દાદાશ્રી : એક જ ખખડાવો તો ય ? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની મહીં કેટલાંય શબ્દો ઊભાં થઈ જાય છે. એને ભગવાને અધ્યવસન કહ્યા. અધ્યવસન એટલે ના બોલવા હોય, તો ય તે ઊભાં થઈ જાય બધાં. પોતાને બોલવાનો ભાવ થઈ ગયો, એટલે પેલાં એની મેળે બોલાઈ જાય. જેટલી શક્તિ હોયને તે બધી ઊભી થઈ જાય, ઇચ્છા નથી તો ય ! અધ્યવસન એટલાં બધાં ઊભાં થાય કે કોઈ દહાડો મોક્ષમાં જવા ના દે. તેથી તો અમે અક્રમ વિજ્ઞાન મૂક્યું, કેવું સુંદર અક્રમ વિજ્ઞાન છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ આ પઝલનો અંત લાવી દે એવું વિજ્ઞાન છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
૪૧૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૪૧ ૧ એટલે આપણે તો કહીએ છીએ કે ‘ભાઈ, બોલતી વખતે પુરુષાર્થમાં રહેવું. બોલતા પહેલાં વિચાર કરજો. અને પુરુષાર્થ છે, તમે પુરુષાર્થ ધર્મમાં આવેલા છો. કંઈ કરી શકો એમ છો.’
લશ્કર, લેપાયમાત ભાવોતું ! એક માણસને તમે કહો કે ‘તમે જૂઠા છો.’ તો હવે ‘જૂઠા' કહેતાંની સાથે તો એટલું બધું સાયન્સ ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. માટે શબ્દ બોલાય જ નહીં તો ઉત્તમ છે અને બોલાય તો પ્રતિક્રમણ કરો. ‘તમારે બોલવું જ નહીં' એવું તો આપણે કહી શકાય નહીં. કારણ કે વ્યવસ્થિત છે ને ! પણ બોલાય તો પ્રતિક્રમણ કરો. એ આપણી પાસે સાધન છે.
અત્યારે આ સત્સંગમાં જે પદ ગવાય છે, તે રાત્રે ઘેર સૂતાં સૂતાં આવા જ રાગમાં સંભળાય છે કે નહીં ? તે ઘડીએ કોઈ ગાતું હોય તે આપણને સંભળાય છે ! આના જેવું જ સંભળાય. રાગે ય આવો, બધું તાલમાં. પણ એ વાત સાચી છે કે ખોટી છે ?
પ્રશ્નકર્તા : સાચી વાત છે.
દાદાશ્રી : પણ સાચી ય નથી એ. એવું છે, આપણે કો'કને કહી દીધું કે ‘તમે નાલાયક છો, તમે નાલાયકી કરી, આ ન હોવું જોઈએ.’ અને બીજે દહાડે પછી આપણે સમભાવે નિકાલ કરવા જઈએ તો ય મહીં બીજા ભાવ બોલ બોલ કરે છે ?
પ્રશ્નકર્તા : હા, બોલ બોલ કરે ને ! દાદાશ્રી : શું શું બોલે છે ? પ્રશ્નકર્તા : એ તો છે જ એવો, પણ હવે આપણે જવા દો ને, ભઈ.
દાદાશ્રી : ‘નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે.” એ બધા બોલનારા કોણ આ ?
પ્રશ્નકર્તા : ખબર નથી.
દાદાશ્રી : આ બધા પડઘા છે. એ તમે આગલે દહાડે અભિપ્રાય આપ્યો ને, તેનું ફળ છે આ. આપણે પેલું કહ્યું ને, કે ‘તમે નાલાયક છો તમે નાલાયકી કરી એવી વાણી નીકળી, એટલે પેલા લેપાયમાન ભાવો મહીં તૈયાર થઈને બેસી રહ્યા હોય, તે જેવી આપણી વાણી હોય એવા બધા એ લેપાયમાન ભાવો ઊભા થઈ જાય. ‘બહુ ખરાબ છે, આમ છે ને તેમ છે’ ને જાતજાતનું મહીં લેપાયમાન ભાવો આપણને કહ્યા કરે. એ કુદરતી રીતે ઊભા થાય છે. કારણ કે આપણે બહાર બોલ્યા, તેના પરિણામ રૂપે એ ભાવો પુદ્ગલમાંથી ઊભા થાય છે. હવે એને અધ્યવસન કહે છે. તે જગત આખું અહીં જ ફસાઈ જાય છે, આ જ જગ્યાએ એમનું મરણ છે.
મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય ? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે. લેપાયમાન ભાવો એટલે આપણે લેપાવું ના હોય તો ય એ લેપાયમાન કરી દે. એથી અમે કહીએ છીએ ને, કે “મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.” એ લેપાયમાન ભાવોએ જગત આખાને લેપાયમાન કર્યું છે અને એ લેપાયમાન ભાવો એ ખાલી પડઘા જ છે. અને તે નિર્જીવ છે પાછાં. એટલે તમારે એનું સાંભળવાનું નહીં.
પણ તે એમ ને એમ જાય એવાં ય નથી. એ બૂમો પાડ્યા જ કરશે. તો ઉપાય શો કરશો ? આપણે શું કરવું પડે ? પેલા અધ્યવસન બંધ કરવા માટે ? “એ તો મારા ઉપકારી છે' એવું તેવું બોલવું પડે. હવે તમે એવું બોલશો ત્યારે એ અવળા ભાવો બધા બંધ થઈ જાય, કે આ તો નવી જાતનું ‘ઉપકારી’ કહે છે પાછા. એટલે પાછા ટાઢા પડી જશે. !
કેટલાંકની પાછળ બહુ બહુ લેપાયમાન ભાવ હોય, આપણે બંધ કરવા હોય તો ય બંધ ના થાય. આ તો દુનિયા જ એવી છે. આ તો સાવ વગર કામનું મહીં છે જ નહિ. આખું તોફાન જ આનાથી ચાલી રહ્યું છે. આ મન-વચન-કાયાના લેપાયમાન ભાવથી જ ચાલી રહ્યું છે આ જગત.
Page #209
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૧૩
૪૧૪
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : આ તો બહુ મોટું હથિયાર આપ્યું આપે.
દાદાશ્રી : હા, એટલે આ જે હોય તે તમે સમજી જજો. ગભરાશો નહીં. એ છોને આવે.
તમે કહોને, કે ‘આ ખોટ જાય એવું છે.” એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, ‘આમ થઈ જાય ને તેમ થઈ જાય.’ ‘અલ્યા ભાઈ, તમે બેસોને બહાર હમણે, મેં તો કહેતાં કહી દીધું. પણ તમે શું કરવા ભસ ભસ કરો છો ?” એટલે આપણે કહીએ કે, “ના, ના. એ તો લાભદાયી છે.” ત્યાર પછી એ બધા ભાવો બેસી જાય પાછાં.
જોખમદારી જાણી લેવી સારી ! આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવાં એવાં કેટલાંય સાધનો અત્યારે થયાં છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઈ કંઈ ઉતારી લેશે તો ? હવે આમાં (ટેપ મશીનમાં) તો શબ્દો ટેપ થયા એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી-મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરા ય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે “આ નાલાયક છે' તો તે પેલાને મહીં ટેપ થઈ ગયું. એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનું ય ના બોલાય, અક્ષરે ય ના બોલાય. કારણ કે બધું ટેપ થઈ જાય, એવી આ મશીનરી છે. બોલવું હોય તો સારું બોલજો કે “સાહેબ, તમે બહુ સારા માણસ છો.' સારો ભાવ રાખજો, તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.
પ્રશ્નકર્તા : કડવું તો જોઈતું જ નથી.
દાદાશ્રી : કડવું તો તમને ખપતું હોય તો બોલજો, ખપતું ના હોય તો બોલશો નહીં. કોઈ મારે તો ય એને કડવું ના કહેશો. એને કહીએ કે ‘તારો ઉપકાર માનું છું.' કોઈ માણસ અવળી વાણી બોલતો હોય તો તમે તમારી વાણી ના બગાડો.
જેટલું પ્રેમમય ડિલિંગ હશે એટલી જ વાણી આ ટેપરેકર્ડમાં પોષાય
એવી છે, તેનો જશ સારો મળે.
જવાબદારીવાળું જગત ! ન્યાય-અન્યાય જોવાવાળો તો બહુ જણને ભાંડે. એ તો જોવા જેવો જ નથી. ન્યાય-અન્યાય તો એક થર્મોમીટર છે જગતનું કે કોને કેટલો તાવ ઊતરી ગયો ને કેટલો ચઢ્યો ?! જગત ક્યારે ય ન્યાયી બનવાનું નથી અને અન્યાયી ય થઈ જવાનું નથી. આનો આ જ ભેળસેળ ખીચડો ચાલ્યા જ કરશે.
આ જગત છે, ત્યારથી આવું ને આવું જ છે. સત્યુગમાં જરા ઓછું બગડેલું વાતાવરણ હોય, અત્યારે વધારે અસર છે. રામચંદ્રજીના વખતમાં સીતાનું હરણ કરી જનારા હતા. તો અત્યારે ના હોય ? આ તો ચાલ્યા જ કરવાનું. આ મશીનરી એવી જ છે પહેલેથી. એને ગમ પડતી નથી, પોતાની જવાબદારીઓનું ભાન નથી, માટે બેજવાબદારીવાળું બોલશો નહીં. બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં. બેજવાબદારીવાળું શું જ કરશો નહીં. બધું પોઝિટિવ લેજો. કોઈનું સારું કરવું હોય તો કરવા જજો. નહીં તો બૂરામાં પડશો જ નહીં ને બૂરું વિચારશો નહીં. બૂરું સાંભળશો ય નહીં કોઈનું. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડ્યો છે ને જડતો નથી ! ને કેટલાય અવતારથી ભટક ભટક કરે છે.
શાસ્ત્રોએ કહ્યું કે ખરાબ બોલશો નહીં, ખરાબ વિચારશો નહીં. આપણે વિચારીએ કે આ આવું શા માટે ગા-ગ કરતા હશે ? આ મશીનરી જ એવી છે કે બધું ટેપ થઈ જાય. પછી જ્યારે પુરાવા ભેગા થાય ત્યારે ફજેતો થાય.
પ્રશ્નકર્તા : પુરાવા સંયોગો રૂપે બહાર આવે ?
દાદાશ્રી : હા, સંયોગ ભેગા થાય ત્યારે બહાર આવે અને કેટલાંક પુરાવા તો આપણને મહીં ને મહીં હેરાન કરે. તે ય પણ મહીં સંયોગો ભેગા થાય ત્યારે. એ અંદરના સંયોગો કહેવાય. એ “સાયટિફિક સરકમસ્ટેન્ડિાયલ એવિડન્સ’ છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને ! આ તો એમ ને એમ જ છે ને ! નાનાં છોકરાં હોય ત્યારે એમની હાજરીમાં ધણી-બૈરી ગમે તેવું બોલે. એ જાણે કે આ નાનું છોકરું શું સમજવાનું છે ? અલ્યા, મહીં ટેપ થાય છે, તેનું શું ? એ મોટું થશે ત્યારે એ બહાર પડશે !
૪૧૫
આ કાળમાં કોઈને સમજાવવા જવાય એવું નથી. જો સમજાવતાં આવડે તો સારા શબ્દોમાં સમજાવો કે એ ટેપ થાય તો ય જવાબદારી ના આવે. માટે ‘પોઝિટિવ’ રહેજો. જગતમાં પોઝિટિવ જ સુખ આપશે અને નેગેટિવ બધું દુઃખ આપશે. માટે કેટલી બધી જોખમદારી છે ?!
ત ઘટે પ્રતિપક્ષી ભાવ !
સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું. આ સંસારના
લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. તારામાં નબળાઈ એવી છે કે સળી
કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.
પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને ?
દાદાશ્રી : ખરાબ ભાવ ના આવવો જોઈએ, એ વાત ખરી છે. ભાવમાં આવે છે, તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને, તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીં ને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય અને એવું, ત્યાં સુધી તમારે પણ આવવાનું છે.
એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે.
વાણીનો સિદ્ધાંત
આપણે કાગળમાં કોઈના માટે શું ખોટું લખાઈ ગયું હોય. પણ એ કાગળ નાખ્યો નથી ત્યાં સુધી ફરી પાછું નીચે લખી શકાય કે ‘ઉપર તમારા માટે બે શબ્દ ખરાબ લખી નખાયા છે તે, તે ઘડીએ મારા મગજમાં કંઈ ગાંડપણ ભરાયું હશે તેથી લખાયું. માટે માફ કરજો.’ આવું લખો તો બધું માફ થઈ જાય. પણ તે ઘડીએ આમની આબરૂ જાય, એટલે ના લખે. આ આબરૂદારના કટકા બધા ! કેટલાંય કપડાં રાખે ત્યારે આબરૂ રહે છે. તે ય પાછું ફાટ્યું હોય તો સાંધવું પડે, કપડું મેલું થયું હોય તો કકળાટ માંડે કે ‘મારી સફેદ ટોપી ધોઈ જ નથી તમે, નાવડી છાપ પહેરતો હતો તે ? ઈસ્ત્રી કેમ ના કરી ?” હવે ઈસ્ત્રી માટે કકળાટ માંડે. શેનાં હારું
આબરૂ રાખે છે આ ? નાગો ફરું તો ય લોક પૂજા કરે એવી આબરૂ ખોળી
કાઢ.
૪૧૬
મહીં અનંતી શક્તિઓ છે. જેવી ફેરવવી હોય, તેવું ફેરવી શકો તેમ છો, રસ્તો જાણવાની જરૂર છે.
કેવી શક્તિ, પરમાણુમાં !
અમને તો કવિરાજના પદો ‘એક્ઝેક્ટ’ એ જ અવાજમાં, એ જ રાગમાં, બે-બે, ત્રણ-ત્રણ કલાક નિરંતર સંભળાયા જ કરે. એ શું હશે ? આ તો મશીન છે. આ ય મોટામાં મોટું સાયન્સ છે. પેલું મનુષ્ય બનાવેલું છે અને આ તો અનુપચારિક છે. માણસથી બની શકે જ નહીં, એવું આ મશીન છે. આમાં ઇલેક્ટ્રિક કરંટ ના જોઈએ, બેટરી ના જોઈએ, રાતેદહાડે, વરસાદ પડે, તાપ પડે, હિમ પડે તો ય આ મશીન ચાલુ રહે.
પંદર વરસ ઉપર આપણે કોઈ માણસ જોયો હોય, તેને આજે જોઈએ તો ય તે આપણને ફરી યાદ આવે કે જોયેલો હતો. એવું આ મશીન છે.
પરમાણુ પરમાણુમાં ટેપ કરવાની શક્તિ છે. આંખોને ફિલમ ઊતારવાની શક્તિ છે. મહીં પાર વગરની શક્તિ છે. આ એક મહીંની મશીનરી પરથી આ બીજી બધી પાર વગરની મશીનરીઓ બને છે. એટલે
આ મશીન જબરજસ્ત પાવરફૂલ છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૧૭
૪૧૮
વાણીનો સિદ્ધાંત
કોડ” બદલાવવાની કળા ! પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતનાં ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે ?
દાદાશ્રી : ના. એ ટેપિંગ વાણી બોલતી ઘડીએ થતું નથી. આ તો મૂળ આગળ જ થઈ ગયું છે. અને પછી આજે શું થાય ? છપાયા પ્રમાણે જ વાગે.
પ્રશ્નકર્તા : પાછું અત્યારે બોલીએ, તે વખતે જાગૃતિ રાખીએ તો?
દાદાશ્રી : અત્યારે તમે કોઈને દફડાવો. પછી મનમાં એવું થાય કે “આને દફડાવ્યો, તે બરાબર છે.” એટલે ફરી પાછું તેવા હિસાબનો કોડવર્ડ થયો. અને “આને દફડાવ્યો, તે ખોટું થયું.’ એવો ભાવ થયો, તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. ‘આ દફડાવ્યો, એ બરોબર છે.' એવું માન્યું કે એના જેવો જ ફરી કોડ ઊભો થયો અને એનાથી એ વધારે વજનદાર બને. અને “આ બહુ ખરાબ થઈ ગયું, આવું ના બોલવું જોઈએ, આવું કેમ થાય છે ?” એવું થાય તો કોડ નાનો થઈ ગયો.
કરવો પડે ? એના કરતાં કોડ જ ના થાય એવું અમારે જોઈએ.
દાદાશ્રી : આ તો એકાદ ભવ પૂરતું જ છે. આગળ તો તમારા કોડ આવા રહેવાનાં જ નથી.
જેની આજે ખરાબ ભાષા નથી, તે લોકોએ કોડ બદલ્યો નથી અને જેની ખરાબ ભાષા છે, તેમણે કોડ બદલ્યા છે. એટલે પેલા કાચા પડી ગયા છે ને આ પાકાં થયા છે. જે કહે કે “દાદા, મારી આ વાણી ક્યારે સુધરશે ?” ત્યારથી આપણે ના સમજીએ કે આ કોડ બદલે છે ?
પ્રશ્નકર્તા : જેને મોક્ષે જવું હોય, તેને તો કોઈ કોડ દાખલ જ નહીં કરવાનો ને ? એના માટે શું કરવું ?
દાદાશ્રી : મોક્ષમાં જતાં સુધી શી હરકત થાય તેમ નથી. મોક્ષે જતાં જેવા કોડ જોઈએ, તે આવતા ભવમાં ઉત્પન્ન થશે. અત્યારે મને પૂછીને જેટલો માલ ભરે, તેનો આવતા ભવમાં પછી એવો જ કોડ ઉત્પન્ન થશે.
પ્રશ્નકર્તા : તીર્થકરોની વાણીના કોડ કેવા હોય છે ?
દાદાશ્રી : એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત્માત્ર પ્રમાણ પણ ના દુભાય. ઝાડનું ય પ્રમાણ ના દુભાય. એવા કોડ ફક્ત તીર્થકરોને જ થયેલા હોય.
તિઃસ્પંદને ચંભિત ટેપીંગ ! પ્રશ્નકર્તા: જેને ટેપ જ ના કરવું હોય, તેના માટે શું રસ્તો ?
દાદાશ્રી : કશું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ! આ ય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. આનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા: હવે આવું ક્યાં સાંભળવાનું મળે ? જ્ઞાની સિવાય આવી
પ્રશ્નકર્તા : હવે ‘આ બરોબર કર્યું એવું ય ના થાય ને ‘બરોબર ના કર્યું' એવું ય ના થાય, તો પછી કોડ ઊભો થાય ?
દાદાશ્રી : એ તો મૌન નક્કી કરીએ તો મૌન થઈ જાય.
પ્રશ્નકર્તા : ઘણી વખત મોઢે ના બોલાય, પણ અંતરવાચા હોય ખરી ને ? મહીં અંદર ભાવ બગડ્યા કરે, તેનું શું ?
દાદાશ્રી : તમારે પોતાની જાતને અંદર કહી દેવાનું કે “આવું ખોટું ના હોવું જોઈએ. આવું સુંદર હોવું જોઈએ.’
પ્રશ્નકર્તા : પછી સુંદરનો કોડ આવી જાય ને ? દાદાશ્રી : સુંદરનો કોડ તો આવે જ ને ! પ્રશ્નકર્તા : તે પાછો નવો કોડ થાય, તેના માટે નવો દેહ ધારણ
Page #212
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૧૯
૪૨૦
વાણીનો સિદ્ધાંત
હું નાનપણથી સમજી ગયો હતો, કેટલું ભયાનક વાક્ય છે ‘જો-તો'! એ વાક્ય એ અહંકારનો ફોટો છે. શું કોઈ રીત હેલ્પ કરતું નથી.
બધી વાતો બીજે ક્યાં સાંભળવા મળે ?
દાદાશ્રી : તે આવી વાતો સાંભળે ત્યારે જ મનમાંથી બધો રોગ નીકળી જાય. જે અનાદિકાળનો સંસારરોગ છે ને, પાછો ક્રોનિક થયેલો છે. તે આવું કહીએ ત્યારે ક્રોનિકપણું તૂટી જાય અને આ તો વિજ્ઞાન છે ખાલી ! વિજ્ઞાન સમજી લેવાનું છે. આમાં શું કરવાનું નથી, સમજવાનું જ છે.
અસરો, તારા લગાડાતી ! આ ‘સચ્ચિદાનંદ' શબ્દ બોલવાથી ઘણી ઈફેક્ટ થાય છે. સમજ્યા વગર બોલે તો ય ઈફેકટ થાય છે. સમજીને બોલે તો તો ઘણો લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય છે ને બધું વલોવાય છે. બધું સાયન્ટિફિક છે.
બાકી જ્ઞાની પુરુષ એકલાં જ માનસિક અસરથી જગત ઉપર ફરી વળે. આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પદો એક લાખ માણસ વાણીથી બોલે ને, તો ભ્રષ્ટાચાર તૂટવા જ માંડે. આ બધું તેથી ગા ગા કરવાનું ને ! એટલે પછી આ ભ્રષ્ટાચારનાં જે ઝાડ છે ને, તે બધાં પાંદડા-બાંદડાં સુકાવા માંડે. ખાલી આટલું જ સાયન્સ છે. એ ઝાડને શું કાપવાની જરૂર નથી. શુદ્ધભાવે વાણી નીકળી, તે કામ કર્યા કરે. માનસિક તો લોકો કરી શકે નહીં. એ જ્ઞાની પુરુષ એકલાનું જ કામ છે. બાકી, સામાન્ય જનતા તો વાણીની જ અસર કરી શકે. એટલે ભ્રષ્ટાચાર વિરોધીના પદો ગા ગા કરો એટલે બધાં પરમાણુ ફર્યા જ કરે છે અને વર્લ્ડમાં એને જ્યારે, હજાર વર્ષ પછી કોઈ પકડનારો હોયને સાયન્ટિફિકલી, તો પકડી શકે પાછાં એ શબ્દો. એવું આ જગત છે.
એ ખપે ડિક્ષનેરીમાં ! ‘જો આમ થાય, તો આમ એ “જો-તો’ વાળા વાક્ય આપણે ત્યાં માઈનસ કરેલા છે. ‘આમ થાય, તો આમ’ એ બધું વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. એ બબુચક લોકોનાં વાક્ય છે. જેને સંસાર પણ સમજ પડતો નથી, તેનાં વાક્યો છે. આમ કર્યું હોત તો આમ થાત.” અલ્યા, જે થયું તેને ગા ગા કરને ! આ કંઈથી લાવ્યો છે ? સંસારમાં ય કોઈ આવું ના વાપરે.
બોલે તેવું થઈ જાય ! પ્રશ્નકર્તા : કોઈ એક કામ કરતા હોઈએ અને એમાં એમ થાય કે આ નથી કરવું ?” તો એનાં શું પરિણામ ?
દાદાશ્રી : પેલો મારીને બેસાડે તો કરવું પડે. કરાર હોય એવો તો મારીને બેસાડે પેલો.
પ્રશ્નકર્તા : આ બોલ્યા, એનું શું ફળ આવે ? દાદાશ્રી : માર પડે. કરાર હોય ને આપણે આવું બોલ્યા. પ્રશ્નકર્તા: માર એટલે શું? સફીકેશન થાય ?
દાદાશ્રી : ‘બેસને, નહીં તો આપું છું કહેશે. ક્યા કામોની વાત કરો છો ?
પ્રશ્નકર્તા : કોઈ એક કામ કરતા હોય ને પોતે કહે “હવે આ કામ નથી કરવું.” તો એનું ફળ શું આવે ?
દાદાશ્રી : પછી મોડેથી કરવું પડે. કરાર હોય તો કરવું પડે. એ તો છૂટકો જ થાય નહીં ને !
પ્રશ્નકર્તા : પાછો થોડા વખત પછી કહે કે, ‘આ કામ મારે કરવું જ જોઈએ.’
દાદાશ્રી : એ તો કરે જ. પણ એ મૂડમાં ના હોય તો છોડી દે, ને પછી મૂડ આવે ત્યારે કરે પાછો. મૂડ ના જોઈએ ? મૂડની જરૂર ખરી કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, એટલે બોલવાની અસરો થાય ખરી ને ? દાદાશ્રી : બોલવાની તો બધી બહુ અસરો થાય. જેવું એ બોલે ને,
Page #213
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૨૧
૪૨૨
વાણીનો સિદ્ધાંત
એવો એ થઈ જાય. ‘હું નાલાયક છું” બોલે તો નાલાયક થઈ જાય.
પ્રશ્નકર્તા: ‘કામ નથી કરવું” એમ બોલે, તો એમાં શું થઈ જાય ?
દાદાશ્રી : પછી આળસ આવી જાય. એની મેળે જ આળસ આવે અને ‘કરવું છે” કહે તો આળસ બધું ક્યાંય જતું રહે. ‘કરવું છે' બોલે કે પાછો હોંશિયાર થઈ જાય, ઊંઘ આવતી હોય તો ય ઉડાડી દે, ચૂંટી ખણીને ઉડાડી દે હડહડાટ.
વ્યવસ્થિત તે વધાવતાં... એક બેન આવેલી. તે કહે છે, “મારું લગ્ન થયું છે, પણ મને એ રસ્તો પસંદ નથી. મને આ ધર્મના રસ્તામાં જ જવાનું વધારે ગમે છે.” ત્યારે મેં કહ્યું, ‘હા, પણ એ પસંદ નથી એવું કરવાથી શું ફાયદો ?” ત્યારે એ બેન કહે છે, “પસંદ નથી એ તો રહેવાનું જ, પણ ભક્તિ વધારે કરવાની.” મેં કહ્યું, ‘પસંદ નથી પણ એ રહેવાનું એ વાતની તો ખાત્રી છે ને ?” ત્યારે એ બેન કહે છે, “હા.” મેં કહ્યું કે જે રહેવાનું હોય તે ‘પસંદ નથી’ એવું ના બોલવું. “મને બહુ ગમે છે મારું લગ્ન થયું. એ, મને બહુ ગમે છે.' એવું બોલવામાં શું વાંધો ? આપણે જે જે કસોટીમાં આવ્યા ત્યાં આપણે કહીએ કે ‘બળ્યું, આ દુ:ખમાં હું ક્યાં સપડાયો ? આ દુઃખમાં સપડાયો.” તેનાથી દુ:ખ વધે. અને આપણે દુઃખમાં સપડાયા ને ત્યાં આગળ આપણે કહીએ કે, “ના, અહીં અનુકૂળ છે. સારું અનુકૂળ છે.’ તો અનુકૂળ થાય. માટે પાંસરું બોલવું.
આ જે જે એડજસ્ટમેન્ટ નેચર તમને કરાવે, તેને તમે સારું બોલશો. તો તમારો છૂટકારો થશે. નહીં તો તમે ખરાબ બોલશો તો તો તમારો છૂટકારો નહીં થાય. એટલે આપણે મનમાંથી કાઢી નાખવું કે મને આ સંસારમાં દુઃખ છે કે એવું તેવું શું છે. જે છે, દેવતા અડ્યો તો દઝાવાશે, બરફ એડ્યો તો ટાઢું લાગશે, એમ અસરો થયા કરવાની. એમાં દેવતાને વગોવ વગોવ કરીને શું ફાયદો કરવાનો છે ? બરફને વખાણ વખાણ કરીએ, તેમાં આપણને લાભ થાય ક્શો ?
દાદાશ્રી : ત્યારે દેવતાને વગોવ વગોવ કરીએ તો ? એના કરતાં આપણે ભાંજગડ જ મૂકી દો ને !
“ઠીક'નું ઠીક, “સારું'તું સારું ! હું “જ્ઞાન” થતાં પહેલાંની વાત કહું છું. હું પચ્ચીસ વર્ષનો હતો, ત્યારે મારી તબિયત નરમ હોય ત્યારે કોઈ કહે કે, “કેમ છે તમારી તબિયત ?” હું કહ્યું કે, “બહુ સારી છે.” અને બીજાને તબિયત સારી હોય અને આપણે પૂછીએ કે, “કેમ છે તમારી તબિયત ?” ત્યારે એ કહે, “ઠીક છે.” મેર અલ્યા, “ઠીક છે' કહે છે, તે આગળ નહીં જાય. અલ્યા, કઈ જાતના રમકડાં છો તે ?” “ઠીક છે' કહે છે. એ “ઠીક' ની બહાર કોઈ દહાડો જાય નહીં. તેને આખી જિંદગી ‘ઠીક રહે. જુવાનીમાં “ઠીક' બોલે. પૈડપણમાં “ઠીક' બોલે, ત્યારે ‘સારું' ક્યારે બોલશો ?
આ આટલી ઊધરસ આવે ને, તો ય “સારું ના બોલે, તો ક્યારે ‘સારું’ બોલશો ? વધારે ઊધરસ આવે ત્યારે કહીએ કે ‘બહુ સરસ છે.” તે આવેલી ય જતી રહે તરત. એ કહ્યા કર્યા વગર જતી રહે છે. હવે આનો કાયદો ખોળી આપે તે ખરો. બંધ કોણ કરે છે એને ? આવી, એ તો જોઈ આપણે કે આ દુશ્મન છે. પણ બંધ કોણ કરે છે? કયા કાયદાએ જતી રહે છે ? જતી ના રહેતી હોય તો આવી કહેવાય, નહીં તો આવી કહેવાય જ નહીં ને ! મને લોક પૂછે છે, “ઊધરસ મટી તમને ?” મેં કહ્યું, ‘ળે દહાડે નહોતી થઈ, તે મટી ?’ એ ક્યારેક આવે છે ને ક્યારેક જતી રહે. ત્યારે એને પૂછું છું કે, ‘જવાની ઉતાવળ શું હતી હમણે ? કહ્યા કર્યા વગર શું કરવા જતી રહે છે ? રહે ને, અહીં આગળ વાંધો શો છે ?” અને આત્માને એ ઊધરસ કંઈ હેરાન કરતી નથી. ઊધરસ આત્માને હેરાન કરે નહીં. આ દેહને જાગૃત રાખે એટલું જ.
એટલે પછી મેં ‘ઠીક’ શબ્દ ઊડાડી દીધો. આ શબ્દ નુકસાન કરે છે. આત્મા ‘ઠીક થઈ જાય પછી. ‘બહુ સરસ’ કહીએ, તે ઘડીએ આત્મા ‘સરસ' થઈ જાય.
પક્ષાઘાત થઈ જાય, તે ઘડીએ ‘બહુ સરસ છે” એમ કહેવું. હા,
પ્રશ્નકર્તા: નહીં.
Page #214
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૨૩
૪૨૪
વાણીનો સિદ્ધાંત
ક્યાં દર્દ ના થાય ? અપવાદ છે શો? શું ના થાય? અને આપણે એ બજારમાં જ રહેવું નથી, એ શું ખોટું ?! બજાર જોડે સોદો નહીં, બજાર જોડે લેણદેણ નહીં. એ ચોરબજાર છે, એમાં આપણા જેવા શાહુકારોનું કામ નહીં.
હીરાબાને એવું થયુંને તો બહાર લોક પૂછે કે “કેમ છે હીરાબાને ?” તો કહું ‘સારું છે.’ ફરી પેલો માણસ બપોરે આવે ને હીરાબા ઓ ઓ કરતાં હોય, તો કહીએ ‘એ, તો જરા ઘડીમાં તબિયત બગડે ને ?” એટલે એ લાગણી ખાતર પૂછે છે. એને “સારું છે' કહીએ તો આનંદ થાય ને બિચારો ચા આનંદથી પીએ !
“ઠીક છે' તો ક્યારેય ના કહીએ. ઠીક તો ઠીકઠીક થઈ જાય. ઠીક હોય તો ‘સારું' કહેવું ને જરા બગડેલું હોય તો ‘બહુ સારું છે” કહીએ.
મહારાજને પૂછીએ તો “ઠીક છે', કહેશે. ‘શાતા છે’ અને ‘ઠીક છે', બેમાં બહુ ફેર છે. શાતા એટલે શાતા. શબ્દની મારામારી છે. આ બધી, એક શબ્દ સારો બોલીએ ‘સારું છે'
પ્રશ્નકર્તા: કો'કના માટે ના બોલવું હોય છતાં બોલાઈ જાય, તો કેમ બોલાઈ જાય છે ?
નથી. એક કોળીયો જ ખાધું છે.’ મૂઆ, એની પાસે તો સારું કર. એટલે આવું શબ્દ શબ્દ ગાડી ઊભી રાખીએ તો ? એટલે કાઠિયાવાડી કહે છે ને, ‘હાલવા દો, હાલવા દો.” કોઈ બેસી રહેતાં હશે ?
શબ્દોતી તૈમિત્તિક અસરો... પ્રશ્નકર્તા : અમે બધા ઇચ્છીએ કે દાદાનું આયુષ્ય વધે. દાદા જલ્દી ના જાય તો એ પ્રમાણેની અસર થાય ખરી, દાદા ના જાય.
દાદાશ્રી : અસર થાય એટલે એની સીધી અસર નહીં, પણ નિમિત્ત રૂપે, નૈમિત્તિક રૂપે, નહીં તો જ્યારે એ રોજે આવું બોલતા હોય, ‘દાદા ના જાવ તો સારું” પણ જ્યારે જવાનું થાય ને ત્યારે કેટલાંય કહેશે કે હવે છૂટે તો સારું, નયું જુઓને, શરીર કેવું થઈ ગયું છે.” એવું લોક કહે પાછાં, શું કહે ? ‘હવે છૂટે તો સારું કહેશે હવે. કહે કે ના કહે ?
પ્રશ્નકર્તા : હા, બોલે એવું, એ પણ શબ્દો અસર કરે. એ શબ્દો પણ અસર કરે. - દાદાશ્રી : નિમિત્ત છે ને, જેવું દેખે એવું કહે. અરિસો છે ને. બેએક વરસ લાગે છે કે તને હજુ. પ્રશ્નકર્તા : વધારે !
પ્રકૃતિને આમ વાળે જ્ઞાતી ! દાદાશ્રી : બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે. એ વાતમાં માલ નથી. પદ્માસનવાળીને એક કલાક સુધી અને આ સિત્યોતેરમે વર્ષે પદ્માસનવાળીને બેસવું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું.
પ્રશ્નકર્તા : પણ એમાંથી પ્રકૃતિનો ઉપરનો જે કાબૂ છે અને તે પ્રકૃતિઓમાં પાઠ ભજવે ખરી. પણ તમે જ્યારે એને અનુમોદન આપો ત્યારે, એ સિવાય નહીં. એ આખું જોઈ શકાય.
દાદાશ્રી : કારણ કે પ્રકૃતિને મેં કોઈ દહાડો વગોવી નથી. એનું
દાદાશ્રી : કો'કને માટે હોય, તે રાગ-દ્વેષને આધીન છે. એથી બોલાઈ જાય છે અને બીજું સામાન્ય તબિયતનું ય છે તો કહીએ છીએ, “ઠીક છે.” તે ભાષા શા માટે બગાડો છો ? સામો શા માટે પૂછે છે ? લાગણીથી. લાગણીવાળાને ‘સારું છે કહીએ, તો આનંદ થાયને.
અમે હંમેશા “સારું છે' કહીએ. આખું ઘર બળી ગયું હોય તો પૂછે કે “આખું ઘર બળી ગયું હશે ને !' તો કહીએ, “ના, જરા સંડાસ બળી ગયું છે.” અમે આખો કેસ આવું કહીને ઊંચે મૂકી દઈએ. આવું કહીએ એને આનંદ થાય ને !
જરા કોળીયો જમીને આવ્યા હોય ને તો ય કહીએ ના જમીને આવ્યા. ત્યારે આ લોક કોઈ પૂછે તો કહે કે “ના, આજે તો જરા ય ખવાયું
Page #215
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૨૫
વગોણું કોઈ દહાડો કર્યું નથી. અપમાન કર્યું નથી. લોકો વગોવીને અપમાન કરે છે. પ્રકૃતિ જીવતી છે, એનું અપમાન કરશો તો એની અસર થશે. આને (જડને) અપમાન કરો તો અસર થાય છે. શું અસર થાય છે ? ત્યારે કહે, બીજો પડઘો તમને જ પડે છે અને પ્રકૃતિ થોડી જીવતી છે, મિશ્રચેતન, એટલે થોડો ઓછો પડઘો પડે. એટલે અપમાન તો ન કરાય.
[૪]
વિતાડતી વાણી વખતે, સમાધાન !
વિષમ વાણી વખતે, સમભાવ ! હું જે બોલું છું, તે પૂર્વે સાંભળ્યું નહીં હોય કોઈ કાળે. અપૂર્વ વાણી છે આ. પૂર્વે કયારે ય સાંભળી ના હોય, વાંચી ના હોય અને શાસ્ત્રની ય વાત ના હોય. હવે ધીમે ધીમે એક એક વાત પૂછતા જાવ ને ! દાદા બેઠા છે, ટાઈમ છે અત્યારે. તો કાંઈ ઉકેલ આવે ને !
પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો ?
દાદાશ્રી : આપણું જ્ઞાન શું કહે છે? કોઈ તમારામાં કંઈ કરી શકે એમ જ નથી. વર્લ્ડમાં કોઈ જભ્યો જ નથી કે જે તમારામાં શું ડખલ કરી શક્યો હોય. કોઈનામાં કોઈ ડખલ કરી શકે એમ છે જ નહીં. તો આ ડખલ કેમ આવે છે ? તમારામાં જે ડખલ કરે છે, એ તમારે માટે નિમિત્ત છે. પણ એમાં મૂળ હિસાબ તમારો જ છે. કોઈ ઊંધું કરે કે છતું કરે, પણ એમાં હિસાબ તમારો જ છે અને એ નિમિત્ત બની જાય છે. એ હિસાબ પૂરો થયો કે ફરી કોઈ ડખલ નહીં કરે.
Page #216
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૨૭
૪૨૮
વાણીનો સિદ્ધાંત
એટલે નિમિત્તની જોડે ઝઘડો કરવો એ નકામો છે. નિમિત્તને બચકાં ભરવાથી ફરી પાછો ગુનો ઊભો થશે. એટલે આમાં કરવાપણું શું રહેતું નથી. આ વિજ્ઞાન છે, એ બધું સમજી લેવાની જરૂર છે.
ત વાગે વેણ, વિતા વાંક ! પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ?
દાદાશ્રી : આ જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય, તો બોલવાનો એવો અધિકાર નથી. માટે આ બોલે છે, તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે, એ ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે. માટે જ એ બોલી રહ્યો છે.
હવે એ આપણી ભૂલ છે, માટે આ બોલી રહ્યો છે. તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ન બગાડવો જોઈએ. અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ એને સબુદ્ધિ આપજો. એટલે જ કહેવું, કારણ કે એ નિમિત્ત છે.
દાદાશ્રી : કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ થાય કે આ મને કેમ અવળું બોલે છે ?” એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો, તે ચુકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી, તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે પાંચ નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી પાંચ ધીરી તે નવી ધીરધાર કરે છે ને પછી ગુંચાયા કરે છે. આમ ગૂંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુદ્ધિ શી રીતે પહોંચે ?
જો તારે આ વેપાર ના પોષાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં, ને આ પોષાતું હોય તો ફરી પાંચ આપ.
ભેગાં થયાં તે આપણા જ હિસાબો ! કોઈ કહેશે, “આમની જોડે મારે અત્યારે કંઈ લેવાદેવા જ નથી. તો ય એ કેમ ગાળો દઈ ગયો ?” તે અત્યારના ચોપડાની લેવાદેવા ના હોય તો પાછલા ચોપડાનો હિસાબ હશે, ને એને ત્યાં જમે કરાવ્યા વગર એમ ને એમ તમારે ત્યાં કોઈ જમે કરાવે નહીં.
અનાદિકાળથી ચોપડાનો વહીવટ ચાલુ છે. પાછલા ચોપડાના આ ચાલુ હિસાબ હોય છે. જુઓને, આ સાસુને અને વહુને ઓળખાણે ય નથી હોતી, ને બેઉ ભેગા થયા પછી ચાલે છે ને ?! પહેલાં તો ઓળખાણે ય નહોતી. સાસુએ વહુનું મોટું ના જોયેલું હોય, વહુએ સાસુનું મોટું ના જોયેલું હોય. તે પાછા વહુ પહેલે દહાડે આવે છે ને, ત્યારે શું કહેશે ? ‘આટલી જણસ આપો તો જ મોટું દેખાડીએ.’ એટલે જણસ આપે ત્યારે મોટું દેખાડે. પછી ઓળખાણ પડે કે આ તો આપણી ધીરધારવાળું સત્તાણું નંબરનું ખાતું છે. પછી લેવાદેવાનું ચાલુ કરે. એટલે પહેલે જ દહાડે જણસ તોલે. અને આ લોક રાજીખુશી થઈને આપે બધું. એટલે આ વગર ઓળખાણે જુઓને, બધું ખાતું ચાલુ જ છે ને !
એટલે વાતને ટૂંકમાં સમજી લેવાની છે, કે નહીં લેવા નહીં દેવા, છતાં આ તો બધો આપણો હિસાબ જ છે. આ “જ્ઞાન” જે આપ્યું છે ને, એમાં
ખાતાં ઊડાડો, કરી જમા, ત ઉધારી ! આપણું વિજ્ઞાન ચોખ્ખચટ છે. કોઈ ઉપરી છે નહીં. કોઈની આપણામાં ડખલ નથી, એવું આ જગત છે. આ ડખલ દેખાય છે, એ બ્રાંતિ છે. બાકી આપણો કોઈ ઉપરી છે જ નહીં. ત્યારે ઉપરી કોણ ? પોતાની બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ. પોતાના સ્વરૂપનું ભાન નહીં, તે બ્લન્ડર્સ કહેવાય. એટલે હવે મિસ્ટેક્સ રહી ફક્ત. હવે ભૂલનાં પરિણામ ભોગવવાનાં રહ્યાં.
અમે શું કહેવા માગીએ છીએ ? કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો, ને ફરી નવેસરથી રકમ ધીરશો નહીં.
પ્રશ્નકર્તા : નવી રકમ ધીરવી કોને કહો છો ?
Page #217
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૨૯
૪૩
વાણીનો સિદ્ધાંત
રહેવાનું અને આ બધા હિસાબ છે, એને ધીમે ધીમે ચૂકતે કરવાના છે.
ઉધાર બંધ, જમા ચાલુ ! પ્રશ્નકર્તા : એક વખત જમે કરીએ, બે વખત જમે કરીએ, સો વખત જમે કરીએ, એવું બધી વખત જમા જ કર્યા કરવાનું ?
દાદાશ્રી : હા, ફરી ઉધાર કરશો તો ફરી એ ચોપડા ચાલુ રહેશે. એના કરતાં લાખ વખત તું જમે કરાવને, આપણે જમે કરવાના. અને એનો અંત આવશે. જો જો ને, મારા કહ્યા પ્રમાણે ચાલો ને !
પ્રશ્નકર્તા : આટલા વર્ષ ગયા છતાં હજુ અંત નથી આવ્યો.
દાદાશ્રી : બીજો વિચાર કર્યા કરતાં મારા કહ્યા પ્રમાણે કરજો ને, અંત આવી જશે. અને મેં જમે કરેલા છે, એવા બધા બહુ. અમે અઠ્ઠાવીસ વર્ષથી નવી ધીરતા નથી. તે ચોપડા બધા કેટલા ચોખ્ખા થઈ ગયા ! ધીરવાનું જ બંધ કરી દીધું, ને જમે જ કર કર કરેલું. ‘અમે’ ‘પટેલને કહી દીધેલું કે ‘ભાઈ, જમે કરી દેજો. જે આપવા આવે, તેનું જમે કરી
એટલી સારી ને ! એટલે ચોપડે જમે કરી દેવું. જેટલું ધાર્યું હોય એટલું જ પાછું આવશે. ધીરેલું ના હોય તે નહીં આવે.
હસતે મુખે ઝેર પીવે... કવિરાજ શું કહે છે ? “હસતે મુખે ઝેર પીવે, નીલકંઠી ખાનદાન. નિઃસ્પૃહ અયાચકને ખપે નહીં માનતાન.''
હવે આપણો આટલો પુરુષાર્થ રહ્યો કે ‘હસતે મુખે ઝેર પીવો.” કો'ક દહાડો છોકરાની જોડે કંઈ મતભેદ પડ્યો, છોકરો સામો થયો હોય તો પછી જે ‘પ્યાલો’ આપી જાય, તે પીવો તો પડે ને ! રડી રડીને ય પણ પીવો તો પડે જ ને ? એ ‘પ્યાલો' કંઈ ઓછો એના માથામાં મરાય છે? પીવો તો પડે જ ને ?
પ્રશ્નકર્તા : હા, પીવો પડે.
દાદાશ્રી : જગત રડી રડીને પીવે છે. આપણે હસીને પીવું ! બસ, એટલું જ કહે છે. જગત શું કરીને પીવે છે ? રડી રડીને, કે ‘આણે આમ કર્યું ને આણે આમ પાયું. ને આણે તેમ પાયું.” પોતાની પાસે એક તો આનંદ છે જ, પણ હસ્યા એટલે તેનો સાયકોલોજી આનંદ પણ થાય. સાયકોલોજી શું કહે છે કે ‘તમે હસો તો તમને આનંદ થાય.' ને પેલો સ્વાભાવિક આનંદ તો આપણી પાસે છે જ. મૂળ સ્વાભાવિક આનંદ અને આ સાયકોલોજિકલ આનંદ, બે ભેગું થયું પછી ચા કેવી સરસ બને ? સરસ ના બને ?
પ્રશ્નકર્તા: સરસ બને.
દાદાશ્રી : અને પેલું તો ચા ય બગડી જાય ને બધું ય બગડી જાય. એટલે આ શું કહે છે કે હસીને ભોગવો.
વાણી અન્યોન્ય વ્યવહારધીત ! પ્રશ્નકર્તા : આ કાળમાં વાણીની જ ભાંજગડ છે ને ?
માર્ગ સહેલો છે ને ? એટલે આવું વિજ્ઞાન છે આપણું. અને ચોપડાના હિસાબ તો પૂરા થવાં જ જોઈએ ને ? તમને કેવું લાગે છે ?
પ્રશ્નકર્તા : થવાં જ જોઈએ.
દાદાશ્રી : હા. અને આપણા પાડોશીને કહીએ કે ‘તમે સવારના પહોરમાં મને પાંચ ગાળો ભાંડજો.' ત્યારે એ શું કહેશે કે “કંઈ નવરો છું ?” એટલે હિસાબ નથી, એ કોઈ ગાળ ભાંડે જ નહીં ને ! અને હિસાબ છે, એ કોઈ છોડનાર નથી.
પ્રશ્નકર્તા : એટલે કોઈ આપણને ગાળ આપે તો આપણે ખુશ થવું જોઈએ ને, કે આપણો હિસાબ ચૂકતે થાય છે ?
દાદાશ્રી : હા. અને ખુશ થઈને જમે કરી દઈએ કે ચાલો, પાછલો આટલો હિસાબ આવ્યો. ધીરેલી રકમ જતી રહે, તેના કરતાં પાછી આવી
Page #218
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : સામો શું બોલ્યો, કઠણ બોલ્યો, તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા. આપણે શું બોલ્યા, તેના ય ‘આપણે’ જ્ઞાતા-દ્રષ્ટા અને એમાં જો સામાને શૂળ લાગે એવું બોલાયું હોય, એ તો વ્યવહાર છે. વાણી કઠણ નીકળી, એ એના વ્યવહારને આધીન નીકળી. પણ જો તમારે મોક્ષે જ જવું હોય તો પ્રતિક્રમણ કરી ધોઈ નાખો. કઠણ વાણી નીકળી અને સામાને દુઃખ થયું, એ ય વ્યવહાર છે. કઠણ વાણી કેમ નીકળી ? કારણ કે આજે આમનો અને આપણો વ્યવહાર છતો (ઉઘાડો) થયો. ભગવાન પણ આ વ્યવહાર એક્સેપ્ટ (કબૂલ) કરે.
૪૩૧
કોઈ માણસે ગાળ ભાંડી તો એ શું છે ? એણે તારી જોડે વ્યવહાર પૂરો કર્યો. સામો જે બધું કરે છે. જે' જે' કરતો હોય તો તે અથવા ગાળ ભાંડતો હોય તો તે એ તમારો બધો જ, તમારી જોડેનો વ્યવહાર ઓપન કરે છે. ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો. અને વ્યવહાર એક્સેપ્ટ(કબૂલ) કરવો. ત્યાં તું વચ્ચે ન્યાય ના ઘાલીશ. ન્યાય ઘાલીશ તો ગૂંચવાઈશ.
પ્રશ્નકર્તા : અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો ? દાદાશ્રી : જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે. પણ આ તો આગલો પાછલો હિસાબ છે, તેથી આપ્યા વગર રહેશે જ નહીં. ચોપડે જમા હોય તો જ આવે. કોઈ પણ જાતની અસર થઈ, તે હિસાબ વગર ના થાય. અસરો એ બીજનું ફળ છે. ઈફેક્ટ(અસરો)નો હિસાબ તે વ્યવહાર.
વ્યવહાર કોને કહેવાય છે ? નવ હોય તેને નવથી ભાગવાનું. જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ?
ન્યાય શું કહે છે ? નવ ને બારે ભાગો. ત્યાં પાછો ગૂંચાઈ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે, એ આવું આવું બોલ્યા, તે તમારે આવું બોલવું જોઈએ. તમે એક વખત બોલો એટલે પેલો બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. આ બન્ને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો. વ્યવહાર ભગાઈ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે તે. એમાં જો તમારે મોક્ષે જવું
૪૩૨
વાણીનો સિદ્ધાંત
હોય તો તુર્ત જ પ્રતિક્રમણ કરો.
તમારે ના બોલવું હોય તો ય બોલાઈ જવાય છે ને ? એ સામાનો વ્યવહાર એવો છે, તે આધારે જ નીકળે છે. કોઈ કોઈ જગ્યા તપાસી જોજો. કોઈ માણસ તમારું નુકસાન કરતો હોય તો ય તેને માટે તમારી વાણી અવળી ના નીકળે ને કોઈકે તો તમારું જરા ય નુક્સાન ના કર્યું હોય તો ય તમારી અવળી વાણી નીકળે. એ શાથી ? તો કહે એવું સામાના વ્યવહારને આધીન થાય છે.
જેવા વ્યવહારે વીંટાયું છે, તેવા વ્યવહા૨ે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે તમે મને કેમ નથી વઢતા. તો હું કહું કે, તમે એવો વ્યવહાર નથી લાવ્યા. જેટલો વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર મારી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા. અમારે જ્ઞાની પુરુષને કઠણ વાણી જ ના હોય અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે. ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઈએ કે, આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઈ પણ પ્રકારની કામના નથી, કોઈ ઇચ્છા નથી, કોઈ પણ પ્રકારનો રાગ-દ્વેષ નથી, એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે. તે સામાને દુઃખદાયી ના થાય. જ્ઞાની પુરુષને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય. છતાં કોઈ મહા પુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે. નહીં તો એવું અમારે ક્યાંથી હોય ? એક કલાકમાં જે મોક્ષ આપે છે, એને વળી ગાળો આપવાની ક્યાંથી હોય ? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે ! કવિ શું કહે છે કે,
‘મૂંઆ જેને કહે, એ તો અજર અમર તપે ગાળ્યું જેણે ખાધી, એના પૂરવનાં પાપોને બાળે.’
કોઈ કહેશે, ‘આ ભાઈને દાદા કેમ કઠણ શબ્દો કહે છે ?” એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ
Page #219
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૩૩
૪૩૪
વાણીનો સિદ્ધાંત
નિર્બળતાની નિશાની છે. લોક ખોટા નથી. મતભેદમાં ભૂલ તમારી છે. લોકોની ભૂલ હોતી જ નથી. એ જાણી જોઈને કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી માગી લેવી કે ‘ભઈ, મને આ સમજણ પડતી નથી.” બાકી લોક ભૂલ કરતાં જ નથી, લોકો મતભેદ પાડે એવાં છે જ નહીં.
જ્યાં અથડામણ થઈ, ત્યાં આપણી જ ભૂલ છે. ભીંત અથડાઈ તો ભીંતની ભૂલ કે આપણી ભૂલ ? ભીંત જોડે આપણે ન્યાય માગીએ કે ‘ખસી જા, ખસી જા' તો ?
પ્રશ્નકર્તા : ના ખસે.
દાદાશ્રી : અને આપણે કહીએ કે હું અહીં રહીને જ જવાનો છું” તો ?
પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યો હોય, તે અમારી પાસે કઠણ વાણી દેખે.
હવે આપણાથી વાણી અવળી નીકળે, તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.
પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું, તેનું શું ? દાદાશ્રી : એ વ્યવહારાધીન છે. પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને ?
દાદાશ્રી : ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ માત્ર મોક્ષે લઈ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ
જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તો ય ના બંધાય. કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને સ્વરૂપ-જ્ઞાન ના હોય, તેણે વ્યવહાર, વ્યવહાર-સ્વરૂપ જ રાખવો હોય તો, સામો અવળું બોલ્યો, તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો, એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે.
ભગવાન તો “આમ” થવાય ! તમને અત્યારે રસ્તામાં જતાં કોઈ કહે કે ‘તમે નાલાયક છો, ચોર છો, બદમાશ છો’ એવી તેવી ગાળો ભાંડી દે, ને તમને વીતરાગતા રહે તો જાણવું કે આ બાબતમાં તમે આટલા ભગવાન થઈ ગયા. જેટલી બાબતમાં તમે જીત્યા એટલી બાબતમાં તમે ભગવાન થયા. અને તમે જગતથી જીતી ગયા એટલે પછી આખા ય-પૂર્ણ ભગવાન થઈ ગયા. પછી કોઈની ય જોડે મતભેદ પડે નહીં.
અથડામણ, એ આપણી જ અજ્ઞાનતા ! જ્યાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે, એ તમારી
પ્રશ્નકર્તા: તો ય ના ખસે. દાદાશ્રી : કોનું માથું ફૂટી જાય ? પ્રશ્નકર્તા : આપણું.
દાદાશ્રી : ભીંતનું ના તૂટે ને ? એટલે ભીંત જેવું જગત છે. અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. કોઈની ય જોડે અથડામણ થઈ, એ આપણી અજ્ઞાનતાની નિશાની. સાચું-ખોટું ભગવાન જોતાં જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે ‘એ ગમે તે બોલ્યા, પણ કંઈ અથડાયું તો નથી ને ?” ત્યારે કહે, “ના.” “બસ, અમારે એટલું જ જોઈએ.'
એટલે સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. એ તો આ લોકોને ત્યાં છે. ભગવાનને ત્યાં તો તંદુ જ હોતો નથી ને ! “ચોરીઓ કરી કે દાન આપ્યું” એવું શું ભગવાનને ત્યાં હોતું જ નથી. એમને ત્યાં તો ચોર જાય તો ય “જય સચ્ચિદાનંદ ને દાનેશ્વરી જાય તો ય ‘જય સચ્ચિદાનંદ'. ચોરને ચોરી કરવાનો રોગ છે અને દાનેશ્વરીને દાન આપવાનો રોગ છે, બન્ને રોગીષ્ટ છે. ચોરને ચોરી કરવા પાછળ ઇરાદો શો છે ? “પૈસા લાવીને સુખી થઈ જઉં.” અને દાનેશ્વરીને દાન આપવા પાછળ શો ઈરાદો છે ? કે “પૈસા આપીને કીર્તિ ફેલાય, એમાં હું સુખી
Page #220
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૩૫
४३६
વાણીનો સિદ્ધાંત
થઉં.’ એટલે બન્ને સરખા છે. ભગવાન બેઉને રોગીષ્ટ કહે છે, નીરોગી નથી કહેતા. નીરોગી એટલે, કોઈ પણ જાતનું જેને આવું કંઠ શું રહ્યું નથી, તે નીરોગી છે, એ વીતરાગ છે. તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું ?
પ્રશ્નકર્તા : આપણી જ ભૂલ છે.
દાદાશ્રી : હા. અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે “એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ !” એટલે થઈ ગયો ઊકેલ, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો
જ્યાં સુધી આપણે ‘સામાની ભૂલ છે” એવું ખોળવા જઈશું તો કોઈ દહાડો ય આ પઝલ સોલ્વ નહીં થાય. “આપણી ભૂલ છે એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે. અને ઉપાયો કરવા એ આપણો અંદરખાને છુપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો ? સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે ‘હું તો પહેલેથી જ વાંકો છું.'
ઉપકાર માનતાં, ટળે વેઝેર ! પ્રશ્નકર્તા: ‘આપ્તવાણી'માં એમ લખ્યું છે કે ‘દાદા ચોર છે એવું કોઈ કહે તો મહાન ઉપકાર માનવો.
દાદાશ્રી : એનો શા બદલ ઉપકાર માનવો ? કારણ કે કોઈ કહે નહીં આવું. આ પડઘો છે શાકનો. તે આ મારો પોતાનો જ પડઘો છે. માટે ઉપકાર માનું.
આ જગત પડઘા સ્વરૂપે છે. કંઈ પણ આવે તો એ તમારું જ પરિણામ છે, એની હંડ્રેડ પરસેન્ટ ગેરેન્ટી લખી આપું છું. એટલે અમે ઉપકાર જ માનીએ. તો તમારે ય ઉપકાર માનવો જોઈએ ને ?! અને તો જ તમારું મન બહુ સારું રહેશે. હા, ઉપકાર નહીં માનો તો એમાં આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે. એને શું નુકસાન જવાનું છે ? તમે નાદારી કરાવી. એટલે તમારે કહેવું કે, ‘ભાઈ, તારો ઉપકાર છે.' તે આપણી નાદારી ના નીકળે એટલા સારું. એ તો નાદાર
થઈને ઊભો જ રહેશે. એને શું ? એને દુનિયાની પડેલી નથી. એ તો બોલે. હા, બેજવાબદાર વાક્ય કોણ બોલે ? જેને પોતાની જવાબદારીનું ભાન નથી, તે બોલે. તો એના ભેગું આપણે ભસવા જઈએ, તો આપણે ય કૂતરા કહેવાઈએ. એટલે આપણે કહીએ કે, ‘તારો ઉપકાર છે.’
પ્રશ્નકર્તા : તો આપણા દૈષના ભાવ ઉદયમાં આવે એ આપણે જોઈએ ને શમાવીએ, એટલા માટે આપણે એનો ઉપકાર માનવો ?
દાદાશ્રી : જ્યાં જ્યાં વૈષ આવતો હોય ત્યાં અંદરખાનેથી ઉપકાર માનજો, તો એ દ્વેષ બંધ થઈ જશે. પોલીસવાળા ઉપરે ય અભાવ આવતો હોય તો એનો ઉપકાર માનજો, તો એ અભાવ બંધ થઈ જશે. આજે કોઈ પણ માણસ ખુંચતો હોય તો તે ‘બહુ સારો માણસ છે, આ તો ઘણાં ઉપકારી છે” એવું રહે, તો ખૂંચતું બંધ થઈ જશે. આપણે ઉપકાર માનવાનો. ઉપકાર માનવાથી આપણું મન બગડે નહીં.
એટલે આ શબ્દ અમે જે આપીએ છીએ ને, એક એક શબ્દ, એ દવાઓ છે બધી, દરઅસલ મેડીસીન છે. નહીં તો ય આ લોકો તોલીને બોલે છે કે તોલ્યા વગર બોલે છે ?
પ્રશ્નકર્તા: તોલ્યા વગર.
દાદાશ્રી : એટલે આપણે એવો હિસાબ લેવો કે ‘સારું ને, ચોર એકલા કહે છે. લુચ્ચા છે, બદમાશ છે, નાલાયક છે એવું બધું નથી કહેતા, એટલા સારાં છે ને !' નહીં તો એનું મોટું છે, એટલે ફાવે એટલું બોલે. એને કંઈ ના કહેવાય આપણાથી ?
Page #221
--------------------------------------------------------------------------
________________
૪૩૮
વાણીનો સિદ્ધાંત
[૫] વાણી, છે જ ટેપરેકર્ડ!.
તેથી મેં ખુલ્લે છોગે આખા વર્લને કહ્યું છે કે આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. આ બધા ય રેડિયા છે. કોઈ મને સાબિત કરી આપે કે “આ ટેપરેકર્ડ નથી” તો આ આખું જ્ઞાન જ ખોટું છે.
બોલે તે બધી ટેપરેકર્ડ ! બાકી, વાણી એ ટેપરેકર્ડ જ છે. ગધેડાને હઉ ટેપ છે. ગધેડું ભુંકે, તે ય ટેપ છે ને ! આ માણસ બોલે છે, તે ય બધું ટેપરેકર્ડ છે. જીવમાત્ર બોલે છે, એ ટેપરેકર્ડ છે. આ હું બોલી રહ્યો છું, તે આ પણ ટેપરેકર્ડ બોલી રહી છે. હવે ટેપરેકર્ડ બોલ બોલ કરે કે ‘ચંદુભાઈ ખરાબ છે, ચંદુભાઈ ખરાબ છે', તો પછી તમને અસર થાય ? ના થાય. કારણ કે એમાં માણસ નથી, જીવ નથી, ચેતન નથી. આખી વાણી માત્ર નિશ્રેતન છે. વાણી ચેતન છે જ નહીં. માટે એની પર ક્રોધ કરશો નહીં. પેલો ડુંગર ઉપરથી પથરો પડે છે કે આમાં ક્શો ફેર નથી.
“કેમ બોલ્યો ?', કેમ કહેવાય ? એટલે આ કોઈ જીવતો નથી બોલતો. આ બધી ટેપરેકર્ડ બોલે છે. પછી એ પાછો પસ્તાય ખરો. ત્યારે એ નથી બોલ્યો, એની ખાતરી થઈ ગઈ ને આપણને ?
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : હવે એ પસ્તાય એવું કરવાની જરૂર છે. તેને બદલે ‘કેમ બોલ્યો ” કહે, એટલે ઊલ્ટો એ પસ્તાવાનું છોડી દઈને પાછો આપણી સામો થાય એ.
રેડિયાને સામું વઢાય ? વાણીની ઉપર તો બધી ભાંજગડ છે. વાણીને લીધે જ તો આ બધી ભ્રાંતિ જતી નથી. કહેશે કે ‘આ મને ગાળો દે છે.” અને એટલે પછી વેર જાય જ નહીં ને ! વાણીથી આખું જગત ઊભું રહ્યું છે. જો વાણી ના હોત તો આ જગત આવું ના હોત. એટલે વાણી જ મુખ્ય આધાર છે.
પ્રશ્નકર્તા: આટલાં બધા ઝઘડા થાય, ગાળો ભાંડે તો ય લોક મોહને લઈને બધું ભૂલી જાય છે અને મને તો દસ વરસ પહેલાં કહેલું હોય તો ય લક્ષમાં રહે, અને પછી હું એની જોડે કટ કરી નાખું.
દાદાશ્રી : પણ હું કંઈ જુદું ના કરી નાખ્યું. અમે જાણીએ કે આની નોંધ રાખવા જેવી નથી. રેડિયો વાગતો હોય એવું મને લાગ્યા કરે. ઊલટું મહીં મનમાં હસવું આવે. એને હું દેખાડું નહીં, નહીં તો મૂઓ ચીઢાય પાછો. પણ મનમાં હસવું આવે કે આ રેડિયો કેવો લાગે છે ! એ ગાળો ભાંડતો હોય તો ય પણ મને એવું લાગ્યા કરે કે આ તો બધા રેડિયા જ
એનું નામ, કરુણા ! અને લોકોને બોલતાં ક્યાં આવડે છે ?! બેભાનપણે બોલે. એમાં એમનો ઇરાદો નથી. શી ઇચ્છા નથી. આ જીવોને ભાન જ નથી હોતુંને, શું બોલવું તે ! પોતાની વહુનું હતું અવળું બોલે. પોતાનું હઉં અવળું બોલેને ? ‘હું નાલાયક છું, બદમાશ છું’ એવું હઉં બોલે. ભાન વગરનું બોલે. એને મનમાં જમે નહીં રાખવાનું. ‘લેટ ગો’ કરીને ચાલવા દેવું.
Page #222
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
આનું નામ કરુણા કહેવાય. કરુણા કોને કહેવાય ? સામાની મૂર્ખાઈ પર પ્રેમ રાખવો, તેને. મૂર્ખાઈ પર વેર રાખે, તે જગત આખું ય રાખે છે. પ્રશ્નકર્તા : બોલતાં હોય ને, ત્યારે એવું લાગે નહીં કે આ મૂર્ખાઈ કરે છે.
૪૩૯
દાદાશ્રી : એ બિચારાના હાથમાં સત્તા જ નહીં. ટેપરેકર્ડ ગાયા કરે. અમને તરત ખબર પડે કે આ ટેપરેકર્ડ છે. જોખમદારી સમજતો હોય તો બોલે નહીં ને ! અને ટેપરેક ય ના વાગે.
શબ્દોને ક્યાં જોખાય ?
પ્રશ્નકર્તા : આપનું જ વાક્ય છે કે, “જગતનો કોઈ શબ્દ આપણને હલાવે નહીં એવું ટેસ્ટેડ થઈ જવું જોઈએ.”
દાદાશ્રી : હા. કોઈ શબ્દ આપણને કહે કે ‘તમે ગધેડા છો, મૂર્ખા છો' એ આપણને હલાવે નહીં. ‘તમારામાં અક્કલ નથી’ એવું મને કહે તો, હું કહું કે, ‘એ વાતને તું જાણી ગયો એટલું સારું થયું. હું તો પહેલેથી જાણું છું. તેં તો આજે જાણ્યું.’ એટલે ફરી કહું કે, ‘હવે બીજી વાત કર.’ તો નિવેડો આવે કે ના આવે ?
પ્રશ્નકર્તા : તો જ નિવેડો આવે ને !
દાદાશ્રી : આ અક્કલનો જોખ કરવા બેસીએ તો ત્રાજવા કોને ત્યાંથી લાવવાં ? કાટલાં કોને ત્યાંથી લાવવાં ? વકીલ ક્યાંથી લાવવા ?! એનાં કરતાં આપણે કહી દઈએ કે, ભઈ, હા, અક્કલ નથી, એ વાત તો તેં આજે જાણી. અમે તો પહેલેથી જાણીએ છીએ. ચાલ, આગળની વાત કર હવે.' તે નિવેડો આવે આમાં.
સામાની વાત પકડી બેસવા જેવી હોય અને શબ્દો તો બધી ટેપરેકર્ડો બોલે છે. રેકર્ડ બોલતી હોય, તેની શી ચિંતા ?! રેકર્ડ બોલે, તેની ઉપાધિ હોય ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : તો ઉપાધિ ના હોય. બરાબર છે.
વાણીનો સિદ્ધાંત કારણ ખોળતાં, કારણ ચીતરાય !
દાદાશ્રી : અને કારણ ખોળવાથી શું થયું છે ? આ કારણ ખોળવાથી જ જગત ઊભું થયું છે. કારણ ક્શામાં ખોળશો નહીં. આ તો ‘વ્યવસ્થિત’ છે. ‘વ્યવસ્થિત'ની બહાર કોઈ શું બોલવાનો નથી. અમથા એના ઉપર તમે જે મનમાં ધારણ કરો ને, તે તમારી ભૂલ. જગત આખું નિર્દોષ છે. નિર્દોષ જોઈને હું તમને કહું છું કે નિર્દોષ છે. શાથી નિર્દોષ છે જગત ? શુદ્ધાત્મા નિર્દોષ ખરાં કે નહીં ?
પ્રશ્નકર્તા : નિર્દોષ છે.
४४०
દાદાશ્રી : ત્યારે દોષિત ક્યું લાગે છે ? આ પુદ્ગલ. હવે પુદ્ગલ ઉદયકર્મને આધીન છે, આખી જિંદગી. હવે ઉદયકર્મમાં હોય એવું આ બોલે, એમાં તમે શું કરો તે ?! જુઓ તો ખરાં, આવું સરસ દાદાએ વિજ્ઞાન આપ્યું કે કોઈ દહાડો વઢવાડ જ ના થાય.
પૂર્વે ભરી તે તીકળે આજે !
‘વાણી એ રેકર્ડ સ્વરૂપ છે’ એવો ફોડ પાડનાર અમે જ છીએ ! વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલાં પટ્ટી ઊતરે છે કે નહીં ? તેવી જ રીતે આ વાણીની પણ આખી પટ્ટી ઊતરી ગયેલી છે. ને તેને સંયોગ મળતાં જ, જેમ પીન વાગે ને રેકર્ડ શરૂ થઈ જાય તેમ વાણી શરૂ થઈ જાય છે. ને અક્કરમી મૂંઓ કહે કે, ‘હું બોલ્યો !' અલ્યા, તું નથી બોલતો. એ તો રેકર્ડ બોલે છે. મૂઆ, ગોઠવીને
જો બોલવા જાય તો એક અક્ષરે ય ના નીકળે.
ઘણીવાર એમ બને છે કે નહીં કે તમે દ્રઢ નિશ્ચય કર્યો હોય કે સાસુની સામે કે ધણીની સામે નથી બોલવું, છતાં બોલાઈ જાય છે કે નહીં ? બોલાઈ જાય છે. એ શું છે ? આપણી તો ઇચ્છા નહોતી. ત્યારે શું ધણીની ઇચ્છા હતી કે વહુ મને ગાળ દે ? ત્યારે કોણ બોલાવે છે ? એ તો રેકર્ડ બોલે છે અને ઊતરી ગયેલી રેકર્ડને કોઈ બાપો ય ફેરવી ના શકે.
ઘણીવાર કોઈ મનમાં નક્કી કરીને આવ્યું હોય કે આજે તો પેલાને
Page #223
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૪૧
૪૪૨
વાણીનો સિદ્ધાંત
‘આ બોલે છે એ વ્યવસ્થિત છે. આ ફાઈલ છે, એનો સમભાવે નિકાલ કરવાનો છે. આ બધું જ્ઞાન જોડે જોડે હાજર રહે ને, તો આપણને શું અસર ના થાય. જે બોલે છે એ “વ્યવસ્થિત' છે ને ? અને રેકર્ડ જ બોલે છે ને ? એ પોતે નથી બોલતાને આજે ? એટલે કોઈ માણસ જોખમદાર છે જ નહીં અને ભગવાનને એવું દેખાયું છે કે કોઈ જીવ કોઈ જાતનો જોખમદાર છે જ નહીં. એટલે કોઈ ગુનેગાર છે જ નહીં, એ ભગવાને જોયેલું. એ દ્રષ્ટિથી ભગવાન મોક્ષે ગયા. અને જગતે ગુનેગાર છે એમ જોયું, તેથી જગતમાં અથડાય છે. બસ, આટલી જ દ્રષ્ટિનો ફેર છે !
એ જ્ઞાત અનુભવમાં લો ! પ્રશ્નકર્તા : આ દ્રષ્ટિ કેળવવી કેવી રીતે?
દાદાશ્રી : એ જ જ્ઞાન મેં તમને આપ્યું છે. આપણું જ્ઞાન જ એવું આપેલું છે કે તમને શી ય હરકત ના આવે એવું છે, પણ જો ઊંડા ઊતરે તો ! ગમે એટલું ખરાબ બોલે તો પણ એ રેકર્ડ છે ને ?
આમ સંભળાવું ને તેમ કહી નાખું. અને જયારે તેની પાસે જાય ને બીજા બે-પાંચ જણને જુએ, તો અક્ષરે ય બોલ્યા વિના પાછો આવે કે નહીં ? અરે, બોલવા જાય પણ બોબડી ના વળે. એમ બને કે નહીં ? જો તારી સત્તાની વાણી હોય, તો તું ધારે તેવી જ વાણી નીકળે. પણ એવું બને છે ? ક્યાંથી બને ?
તો જ અસર મુક્તિ ! આ વિજ્ઞાન એવું સુંદર છે ને કે કોઈ રીતે બાધક જ નથી ને ઝટપટ ઊકેલ લાવે એવું છે. પણ આ વિજ્ઞાનને લક્ષમાં રાખે કે દાદાએ કહ્યું છે કે વાણી એટલે બસ રેકર્ડ જ છે, પછી કોઈ ગમે તેવું બોલ્યો હોય કે ફોજદાર ટૈડકાવતો હોય પણ એની વાણી એ રેકર્ડ જ છે, એવું ફીટ થઈ જવું જોઈએ તો આ ફોજદાર ટૈડકાવતો હોય તો આપણને અસર ના કરે.
કોઈ પણ માણસ બહુ વધારે બોલ બોલ કરતો હોય તો ય આપણે સમજી જવું કે આ રેકર્ડ બોલી. રેકર્ડને રેકર્ડ જાણીએ તો આપણે ગબડી ના પડીએ. નહીં તો તન્મયાકાર થઈએ તો શું થાય ?
આપણા જ્ઞાનમાં આ ‘વાણી એ રેકર્ડ છે' એ એક કૂંચી છે અને એમાં આપણે ગડું મારવાનું નથી. એ છે જ રેકર્ડ. અને રેકર્ડ માનીને જો આજથી આરંભ કરે તો ? તો પછી છે શું દુ:ખ ? આપણી ઊંચી નાતોમાં લાકડી લઈને મારમારા નથી કરતાં. અહીં તો બધાં વાણીના જ ધડાકા ! હવે એને જીતી ગયા પછી રહ્યું શું ? વાણી એ રેકર્ડ છે, તેથી મેં એ બહાર પાડેલું. આ બહાર ખુલ્લું પાડવાનું કારણ શું ? તેને લીધે તમારા મનમાંથી પાણીની કિંમત જતી રહે. અમને તો કોઈ ગમે તેવું બોલેને તો ય એની અક્ષરે ય કિંમત નથી. હું જાણું કે એ શી રીતે બિચારો બોલવાનો છે ? એ જ ભમરડો છે ને ! અને આ તો રેકર્ડ બોલી રહી છે. એ તો ભમરડો છે, દયા ખાવા જેવો !
પ્રશ્નકર્તા : ‘આ ભમરડો છે” એટલું તે વખતે લક્ષમાં નથી રહેતું. દાદાશ્રી : ના, પહેલું તો ‘વાણી એ રેકર્ડ છે” એવું નક્કી કરો. પછી
પ્રશ્નકર્તા ઃ હા, પણ આ જે દ્રષ્ટિ છે એ મહીં ફીટ થઈ જાય, એના માટે શું પુરુષાર્થ કરવો ?
દાદાશ્રી : પુરુષાર્થ શો ય કરવાનો નથી. આમાં તો ‘દાદાજીની આ વાત તદન સાચી છે ને એના પર ઉલ્લાસ જેમ જેમ આવે તેમ તેમ મહીં ફીટ થતું જાય.
એટલે હવે એવું નક્કી કરી નાખો કે દાદાએ કહ્યું છે એમ જ છે કે આ વાણી એ ટેપરેકર્ડ જ છે. હવે એને અનુભવમાં લો. એ ટેડકાવતો હોય તો તે ઘડીએ આપણે મનમાં હસવા લાગીએ એવું કંઈક કરો. કારણ કે ખરેખર વાણી એ ટેપરેકર્ડ જ છે અને એવી તમને સમજણ પડી ગઈ છે. કારણ કે ના બોલવું હોય તો ય બોલી જવાય છે, તો પછી “આ ટેપરેકર્ડ જ છે’ એ જ્ઞાન ફીટ કરી નાખો.
પ્રશ્નકર્તા : ધારો કે સામાની રેકર્ડ વાગતી હોય ને તે વખતે આપણે કહીએ કે આ રેકર્ડ વાગી રહી છે. પણ અંદર પાછું ‘આ કહે છે તે ખોટું
Page #224
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૪૩
વાણીનો સિદ્ધાંત
જ કર્યા કરે. શેર કે બે શેર આપતો હોય તો અમને બે શેર આપી દે. પણ આ તો નકામું આટલું બધું બે મણ આપવું, તે આપણે તો આટલું બધું આપ્યું નથી !
પ્રશ્નકર્તા ઃ આપ્યું ના હોય તો ક્યાંથી આવે ?
દાદાશ્રી : હા, કંઈ હિસાબ હશેને તે આવ્યો. તે પાછાં આપી દઈએ એને, એ શું ખોટું ?
વાગ્યું ગ્રામોફોત... એ તો બોલે બધાં, દરેક પોતપોતાનું બોલે, એ ટેપરેકર્ડો વાગ્યા કરે
‘અલ્લા હો, અલ્લા હો, અલ્લા હો,’ એવી પહેલા રેકર્ડ વાગતી હતી. એને ફોનોગ્રામ કહેતા હતા કે ?
છે, આ બરોબર નથી, આવું કેમ બોલે છે ?” એવું રીએક્શન પણ થઈ જાય છે.
દાદાશ્રી : ના, પણ એવું શેને માટે થવું જોઈએ ? જો એ રેકર્ડ જ બોલે છે, તમે જો જાણી ગયા છો કે આ રેકર્ડ જ બોલે છે, તો પછી એની અસર જ ના હોયને ?!
પ્રશ્નકર્તા : પણ પોતે નિશ્ચિત રૂપે માને છે, સો એ સો ટકા માને છે કે આ રેકર્ડ જ છે, છતાં એ રીએક્શન કેમ આવે છે ?
દાદાશ્રી : એવું છે કે એ રેકર્ડ જ છે, એવું રેકર્ડ તરીકે તો બધું તમે નક્કી કરેલું જ છે. અને ‘રેકર્ડ છે” એવું એકઝેકટ જ્ઞાન તે ઘડીએ રહેવું જોઈએ. પણ તે એકદમ રેકર્ડ પ્રમાણે રહી ના શકે. કારણ કે આપણો અહંકાર તે ઘડીએ કૂદે છે. એટલે પછી “એને’ ‘આપણે' સમજાવવાનું કે ‘ભઈ, આ રેકર્ડ વાગે છે, તું શું કામ બૂમાબૂમ કરે છે ?” એવું આપણે કહીએ ત્યારે પાછું મહીં ટાઢું પડે.
વણતોલ્યું - વણમાગ્યું ! આ તો મારી પચ્ચીસ વરસની ઉંમર, ત્યારની વાત છે. મારે ત્યાં એક જણ આવ્યો. તે દહાડે મને આ રેકર્ડની ખબર નહતી. તે મને બહુ જ ખરાબ શબ્દ બોલી ગયો, એ સગોવહાલો હતો. પેલાં સગાવહાલાની જોડે ઝઘડો ક્યે ક્યાં પાલવે ?! મેં એમને કહ્યું, ‘બેસોને હવે, બેસોને, હવે એ તો ભૂલ થઈ ગઈ હશે ? વખતે ભૂલ થઈ હોય આપણી.” પછી ચા પીવડાવી એમને ટાઢા પાડ્યા. પછી એ મને કહે છે ‘હું જાઉં છું હવે.” ત્યારે મેં કહ્યું, ‘પેલી પોટલી લેતાં જાવ તમારી. આ જે મને તમે પ્રસાદ આપ્યો હતો, તે મેં ચાખ્યો નથી. કારણ કે તોલ્યા વગરનો હતો, એ તે મારાથી લેવાય નહીં. મારે તો તોલાયેલો માલ હોય તો કામનું. વણતોલ્યો માલ અમે લેતાં નથી. એટલે તમારો માલ તમે લેતા જાવ.' એટલે પેલાં ટાઢાં પડી ગયાં.
અલ્યા, તોલ્યા વગર આપ આપ કરે છે ?! તે અમારાથી લેવાય કેમ કરીને ?! અમને તોલીને આપો. આ તો તોલતો જ નથી, આપ આપ
પ્રશ્નકર્તા : ગ્રામોફોન....
દાદાશ્રી : પહેલા ફોનોગ્રામ આવ્યું. પછી ગ્રામોફોન આવ્યું. તે અલ્લા હો, અલ્લા હો” બોલે. અમારો પથ્થર કાઢનારો એક પઠાણ હતો. તે હોટલમાં એ ય બેઠેલો ને હું ય બેઠેલો. હોટલમાં એ ય ચા પીએ ને હું ય ચા પીવું. તે “અલ્લા હો, અલ્લા હો’ તેવું પેલી રેકર્ડ બોલવા માંડી. એટલે આ પઠાણ તો આમ આમ ધૂણવા માંડ્યો. પછી ગબડી જ પડ્યો, પાછો ચા પીતા પીતા. ‘અલ્યા, એ રેકર્ડ વાગ્યા કરે, તેમાં તારું શું ગયું ?” હવે એમાં ગબડી પડવા જેવું શું હતું ?
ચાલો, તીર્થકરોની દ્રષ્ટિએ.. પ્રશ્નકર્તા : આ શું થાય છે ? આ ટેપરેકર્ડ થોડી વાગેને, તે વખતે એમ લાગે કે આ ટેપરેકર્ડ છે. પછી થોડીવાર વધારે બોલે ને એટલે મહીં જોઈન્ટ થઈ જાય, જુદાપણું રહેતું હતું તે ના રહે.
દાદાશ્રી : છતાં આપણને હવે આ બધી નિકાલી બાબત છે. પહેલાં તો આપણે એમ જાણતા હતા કે આ બધા માણસો બોલે છે અને તેથી
Page #225
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૪૫
વાણીનો સિદ્ધાંત
મને દુઃખ થાય છે. પણ હવે આપણને ખબર પડી કે આ તો રેકર્ડ બોલે છે. જયારે સાચું જ્ઞાન થયું ત્યારે આપણને ખબર પડી કે આ તો રેકર્ડ બોલે છે, આ ફાઈલ છે, આ ‘વ્યવસ્થિત’ છે.
એટલે બધો ગહન કોયડો છે કે આ જગત કોઈથી ય ઉકેલાયેલું નહીં. તીર્થંકરો એ ઉકેલીને જતા રહ્યા ને તીર્થંકરોનાં દર્શન કર્યા, એ લોકો ફાવી ગયાં. જે લોકોએ ભગવાનનાં ભાવથી દર્શન કર્યા અને ભગવાનને કહ્યું કે મારી પર કૃપા વરસાવો, એ લોકો ફાવી ગયાં. બાકી કોઈ આનો ઉકેલ લાવેલા નહીં. બહુ ગહન, ગહન, ગહન કોયડો છે આ !
આ પઝલનું સોલ્યુશન આપણે થોડા વિભાગમાં આપી દીધું, શોર્ટ કટ કરીને એને. શોર્ટ કટમાં આપી દીધું એટલે ભાંજગડ જ મટી ગઈને ! એટલે જો તમારે મોક્ષે જવું હોય તો ભગવાનની દ્રષ્ટિથી ચાલવું પડશે. ભગવાનની દ્રષ્ટિ કેવી છે કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. અને સંસારમાં ભટકવું હોય તો લોકદ્રષ્ટિથી ચાલવું પડશે. લોકદ્રષ્ટિ કેવી છે કે “આ આણે કર્યું, આણે મારી જોડે આમ કર્યું.’ તેનાથી અહીં આગળ ભટકવું પડશે. અને ભગવાનની દ્રષ્ટિ કેવી છે કે કોઈ જીવ ગુનેગાર છે. જ નહીં. એટલે કોઈ ગાળો ભાંડતો હોય તો, મેં તમને જ્ઞાન આપ્યું છે. કે એ રેકર્ડ બોલી રહી છે, એમાં એનો શો ગુનો ? અને રેકર્ડ જે બોલી હોય, તેનું ખોટું આપણને લાગે નહીં. આવી ભગવાનની દ્રષ્ટિ છે, એનાથી મોક્ષ થાય. આ તો બધા અજ્ઞાનતાથી એમ માને છે કે એ પોતે જ બોલે છે. તેથી એમ લાગે છે કે આ તો મારી પર બહુ ત્રાસ કરે છે. પણ એ શું બોલતો જ નથી. એટલે આપણું જ્ઞાન ઇટસેલ્ફ જ બધી રીતે છોડાવે છે, ને નિરંતર સમાધિમાં રાખે એવું આ જ્ઞાન છે.
જ્ઞાતા-જોયનો સંબંધ રહેવો જોઈએ. ‘દેહ કઈ બાજુ રહે છે, દેહના શા શા ચેનવાળા છે’ એ જ્ઞાનમાં દેખાવું જોઈએ. વાણી કઠોર નીકળે છે કે સુંવાળી નીકળે છે, એ પણ તમને દેખાવી જોઈએ કે હજુ તો કઠોર વાણી નીકળે છે. પણ તે ય રેકર્ડ છે, એ દેખાવું જોઈએ.
આ તો વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાનને સમજી લેવાનું છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન વિજ્ઞાનમાં શો ફેરફાર ના હોય. વિજ્ઞાન એટલે
વિરોધાભાસ નહીં ! ખાલી સમજી જ લેવાનું છે !!
વિજ્ઞાતથી વાણી વાગે તા ! કોઈ પ્રેમભગ્ન થયેલા હોય ને કોઈ અહંકારભગ્ન હોય, એનો એને બહુ માર ખાવો પડે. બહુ સેન્સીટીવ હોય, વાત વાતમાં સેન્સીટીવ. સેન્સીટીવ માણસને સામો કંઈક શબ્દ બોલ્યો કે તરત જ ઈફેક્ટ થાય. પણ હું કહું છું કે શબ્દ તો રેકર્ડ છે.
વાણી જડ છે છતાં વ્યવહારમાં વધારે ઈફેક્ટિવ વાણી જ છે. એના થી તો આ જગત ઊભું રહ્યું છે. વાણીનો સ્વભાવ જ ઈફેક્ટિવ છે.
વાણી ઈફેક્ટિવ કેમ કરીને થાય એ જો સમજાશે તો તેનું મૂળ કારણ ખોળી કાઢશે. એનું મૂળ કાર્ય શું છે તે ખોળી કાઢશે. કેવી રીતે આ પરમાણુ ઈફેક્ટિવ થયાં.
શબ્દ તો ઠંડકે ય આપે અને સળગાવે ય ખરું. એટલે ઇફેક્ટિવ છે. અને ઇફેક્ટિવ વસ્તુ બધી નિચેતન હોય. ચેતન ઈફેક્ટિવ ના હોય. વિનાશી ચીજ હોય, તે વસ્તુ ઇફેક્ટિવ હોય. આપણું ‘જ્ઞાન’ મળ્યા પછી ગમે તેવી વાણી હોય તો વાણી ઇફેક્ટિવ ના થાય. છતાં હજુ થાય છે, એનું શું કારણ ? પહેલાની અવસ્થાઓ ભૂલ્યા નથી. બાકી ઇફેક્ટ થાય છે, એને તમે જાણ્યું કે સામાની વાણી છે તે રેકર્ડ સ્વરૂપ છે અને એ ‘ચંદુભાઈને કહે છે, ‘તમને’ નથી કહેતો. એટલે કોઈ પણ રસ્તે ‘તમને' અસરકારક ન હોય.
પ્રશ્નકર્તા : વધારેમાં વધારે તો વાણી જ વાગે ને !
દાદાશ્રી : પણ તે આપણી અજ્ઞાનતાથી વાગે છે. કારણ કે ચંદુભાઈને કહે છે, એટલે ‘ચંદુભાઈ”ને વાગે છે. પણ હવે ‘તમે’ ‘ચંદુભાઈ રહ્યા નથી. તો ‘તમને’ શી રીતે વાગે ? હવે તો આપણે ‘ચંદુભાઈને કહેવું કે “ચંદુભાઈ, જુઓ તમારો કોઈ દોષ હશે તો કહેતા હશે ને !” તમે જુદા, ચંદુભાઈ જુદા.
આ દુનિયામાં જ્ઞાનીને શબ્દ વાગતા નથી. શબ્દ વાગે અજ્ઞાનીને.
Page #226
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૪૮
વાણીનો સિદ્ધાંત
જ્ઞાનીને શબ્દ શી રીતે વાગે ?! માટે તમારે તો સેફસાઈડ જ છે ને ! શબ્દ તો ‘આપણને’ વાગે નહીં ને ! ગાયા જ કરો ને, તમારી મેળે. તમે થાકો, પણ હું નહીં થાકું. કારણ કે અહંકાર ગયા પછી એકદમ નિરંતર પરમાનંદ જેવું રહે આપણને. કોઈ ગાળ ભાંડે તો અહંકાર હોય ત્યાં સુધી પ્રતિકાર કરે. પણ અહંકાર જ ના હોય તેને ? લઢવાનું રહ્યું જ નહીં ને !
વાણીતી અથડામણથી મુક્તિ ! ખાનદાન નાતમાં તો બહુ ઊંચો એવો આ બાહ્ય વ્યવહાર દેખાય. એ કોઈને એવું ના કહે કે “આ બધાં અક્કલ વગરનાં છે.” ક્યારે બોલ્યા ય નહીં હોય એમની જિંદગીમાં ! અમને કોઈ વાંકું બોલી જાય તો ય પણ એને દુ:ખે ના થાય એટલાં માટે એમની આંટી છોડી આપી ને પછી મોકલીએ. આપણે આંટી નથી પાડવી, પણ એ એની મેળે જ આંટી પાડે. અમને આવડે આંટી છોડાવતા અને પછી જાય.
પ્રશ્નકર્તા: પછી કહો કે “રોજ આવજે ?” દાદાશ્રી : હા, કહીએ “રોજ આવજે.'
પ્રશ્નકર્તા: કારણ કે આવનારો તો એ છે જ નહીં, પછી આપણે કહેવાનો શું વાંધો ?
દાદાશ્રી : ના આવે તો ય શું? આવે તો કોને આવે. અને એણે કંઈ આવું ન બોલવું જોઈએ, એવું એના હાથમાં નથી. એના ગમે એવાં બોલથી આપણને અથડામણ ના થવી જોઈએ. એ ધર્મ છે. હા. બોલ તો ગમે તેવા હોય. એ કંઈ બોલને એવી શરત હોય છે કે ‘અથડામણ જ કરવી” એ બોલે તો ?
મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, તેનું નામ માણસ કહેવાય !
એ છે ટોપમોસ્ટ હિંસા ! વાણી બોલે તેનો વાંધો નથી. એ તો કોડવર્ડ છે. તે ફાટે ને બોલ્યા કરે, તેનું આપણે રક્ષણ ના કરવું જોઈએ. વાણી બોલો તેનો વાંધો નથી, પણ “અમે સાચા છીએ' એમ એનું રક્ષણ ના હોવું જોઈએ. પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે. પોતાની વાત સાચી જ છે એવું ઠસાવવા જાય તે જ હિંસા છે. - “અમે સાચા છીએ એનું નામ જ રક્ષણ કહેવાય અને રક્ષણ ના હોય તો શું જ નથી. ગોળા બધા ફૂટી જાય અને કોઈને ય વાગે નહીં બહુ. અહંકારનું રક્ષણ કરે, તેનાથી બહુ વાગે છે.
આ વાણીથી આખું જગત ઊભું રહ્યું છે. જો વાણી ના હોત તો તો આ જગત આવું ના હોત. એટલે વાણી જ મુખ્ય આધાર છે.
વાવ કરે રીટર્ન ! પ્રશ્નકર્તા : પ્રત્યેક વિચાર, વાણી અને વર્તન આખું ય પોતાનું પ્રોજેક્શન થયું ને ? લોકો જે ડિલિંગ કરે છે, એ પણ પોતાનું પ્રોજેક્શન.
દાદાશ્રી : હં, પણ લોકો પ્રોજેક્શનમાંથી પછી નવું પ્રોજેક્શન ઊભું કરે છે. આ પ્રોજેક્શનનું પરિણામ છે. પેલા પ્રોજેક્શનનાં કોઝ ય છે અને પછી ઈફેક્ટ ય છે. એક ફેરો ચોર બોલી જાય એટલે ચોર સાંભળવું પડે, એ તો આપણે સમજીએ કે ભઈ, બોલ્યા માટે આવે. ફરી ના બોલીએ એટલે?
પ્રશ્નકર્તા: તો એ ફરી બોલવાની પ્રક્રિયા, પેલી વાવમાં તો ચોખ્ખી છે કે આમ બોલ્યો અને પેલો પડઘો આવ્યો અને ફરી નથી બોલતો, તો આમાં કેવી રીતે છે ?
દાદાશ્રી : એવી એવી જ ચોખ્ખી રીતે છે. એવું જ ચોખ્યું છે. બીજું
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ તો સવાર સુધી અથડામણ કરે એવા લોક. પ્રશ્નકર્તા : હા, કરે. દાદાશ્રી : અને આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ,
Page #227
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
શું ય નહીં.
૪૪૯
પ્રશ્નકર્તા : ના. પણ એ જડે કેવી રીતે ?
દાદાશ્રી : બીજું શું નહીં, ફક્ત આ મુદત પાકતાં વાર લાગે છે અને પેલું મુદત જલ્દી થાય. કાયદો બધી જગ્યાએ સરખા જ હોય. મુદત પાકવામાં વાર લાગે.
પ્રશ્નકર્તા : ના. આમાં બોલાય છે કેવી રીતે ? અને બોલવાનું બંધ કેવી રીતે થાય ? આંતરિક સ્થિતિમાં, એટલે અંતરવિજ્ઞાનમાં એ બોલવાનું કેવી રીતે બને છે અને બોલવાનું બંધ કેવી રીતે થાય છે ?
દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે બધા. સામાને જેટલું અપાવાનું હોય એટલું નીકળે આપણે. અને ના આપવાનું હોય તો આપણે ત્યાં બંધ થઈ જાય. મેં એક ભાઈને કહ્યું'તું દાદરમાં. એ ભાઈ કહે છે, “દાદાની રેવડી દાણે દાણ કરીશ.' એમ કહેતો'તો. એ આવ્યો ત્યારે મેં કહ્યું, ‘બોલોને કંઈક.’ ફરી કહ્યું, ‘બોલોને કંઈક.’ પછી એણે તો ચોખ્ખું કહ્યું ‘અહીં સુધી આવે છે પણ બોલાતું નથી.' લે બોલને ?! આ બોલવાવાળા આવ્યા !! અહીં સુધી આવે છે પણ બોલાતું નથી, મને ચોખ્ખું કહ્યું, એટલે સમજી ગયો. અક્ષરે ય ના બોલાય, મારો હિસાબ ચૂકતે છે. પછી તારું ગજું જ શું છે ?
ગુનેગારતી અટકે વાણી
પ્રશ્નકર્તા : મારે વાત કહેવાની આવે, પણ અહીં ગળા સુધી આવે ને અટકી જાય. એ શું ડિફેક્ટ હશે ?
દાદાશ્રી : મોટી ડિફેક્ટ. ગુનેગારીની ડિફેક્ટ, ગુનેગારી ના હોય ને, તો એ ગમે તે બોલી શકે.
પ્રશ્નકર્તા : શેની ગુનેગારી ?
દાદાશ્રી : ગમે તેની ગુનેગારી. આપણે ગુનામાં હોઈએને, તો જ ના બોલાય. અહીં વાત ગળા સુધી આવીને પાછી ઊતરી જાય. પંપીંગ
વાણીનો સિદ્ધાંત
માર માર કરે પણ વાત અહીં ગળેથી બહાર નીકળે નહીં. એ બધું ગુનેગારીને લીધે છે. આપણા ગુના ના હોય તો કશો વાંધો આવે ? બિનગુનેગારને જે બોલવું હોય તે બોલી શકાય. શી વાત તમારે કરવી
હોય છે ?
૪૫૦
પ્રશ્નકર્તા : કોઈ પણવાત હોય, વ્યવહારમાં, ઘરમાં કે દુકાનમાં ક્યાંય પણ નીકળે નહીં. મને એમ થાય કે ‘હમણાં આમ કહીશ.’ પણ પછી નીકળે નહીં, હવે આમાં એક જ પ્રકારનો ગુનો કર્યો હોય કે દરેક ડિપાર્ટમેન્ટમાં જુદો જુદો કર્યો હોય, તો એવું થાય ?
દાદાશ્રી : એ જ ગુનો. ગુનાહિત ચિત્ત, એ બધું છે તે આવું કરે. જે ચિત્ત ગુનાવાળું છે તે આ બધું આવું કરે. સાચું ય ના બોલાય અને જૂઠું ય ના બોલાય. હિંમત જ તૂટી જાય ને !
પ્રશ્નકર્તા : એટલે વાણીના અંતરાય કહેવાય !
દાદાશ્રી : વાણીના બિચારીના શાના અંતરાય ? પોતાની ગુનેગારીને લીધે વાણી દબાઈ જાય ત્યાં. એ શીલ આવશે એટલે પછી બધી શક્તિ આવી જાય. થોડો ઘણો શીલવાન થાયને તો શક્તિ આવે. શીલવાનની સુગંધ આવે. ‘બ્રહ્મચર્યનું’ પુસ્તક વાંચે, જાણે તો શીલવાન થાય.
ચૂક્યા તેને સુધારી લીધું !
ઘણી વખત બોલવું હોય એવી વાણી ય ના નીકળે. વાણી ય ચોંટેલી હોય. તે તમારે બોલવી હોય તો ય ના બોલાય. ખેંચ થાય. મહીં મુક્ત ભાવ નહીં ને ! મુક્તભાવ એટલે જ્યારે જે વાણી બોલવી હોય, તે બોલાય. આ વાણી પર ને પરાધીન ખરીને, તે અમને ય ચૂકવે. જુઓ ને હમણાં ‘મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતાં' એવું બોલ્યા હતા ને, પણ જોડે પેલી જરૂર હતી કે મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા, તે પછી પેલું વાક્ય જોડે મૂકી દીધું કે ‘તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા' પછી એ પદ્મતસરનું આવી જાય.
܀܀܀܀܀
Page #228
--------------------------------------------------------------------------
________________
૪૫૨
વાણીનો સિદ્ધાંત
[૬] વાણીતાં સંયોગ, પર-પરાધીત !
સંયોગો, સ્થૂળ-સૂક્ષ્મ તે વાણીતા.... પ્રશ્નકર્તા : અમુક વખતે આપણે જાણીએ છીએ, ‘નથી બોલવા જેવું” તો ય સંજોગોને લીધે કેમ બોલાઈ જવાય છે ?
દાદાશ્રી : એ બધું આ તમે નથી બોલતાં, આ તો ટેપરેકર્ડ છે. તમારા હાથની સત્તા નથી આ.
વાતનો ફોડ ના પડે તો ફરી ફરી પૂછજો ને પૂરેપૂરું સમજી લ્યો.
પ્રશ્નકર્તા: આપ એવું કહો છો કે, ‘ધૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.' તો એ સમજાવો.
દાદાશ્રી : કોઈ કહેશે કે, ‘ભઈ, આ દુનિયામાં શું છે ?” ત્યારે વેપાર જ બધો સંયોગોનો છે. વારે ઘડીએ સંયોગ ભેગા થાય, એને આપણે ફાઈલો કહીએ. તે ફાઈલનો નિકાલ કરી નાખો, બસ. એવું આપણે કહીએ છીએ.
ચૂળ સંયોગો એટલે તમને આ હરતા-ફરતા હવા ભેગી થાય,
ફલાણુ ભેગું થાય, મામા ભેગા થાય, કાકા ભેગા થાય, સાપ ભેગો થયો, એ બધા સ્થળ સંયોગો. કો’કે ગાળો આવડી આપી તે ય ભેગું થાય, આપે કે ના આપે ? કો'કની ખસી જાય તો તે આપી દે કે ના આપી દે ? તો શું કરો તમે ? લઈ લો કે ત્યારે ? એટલે આ બહારના સંયોગો ભેગા થાય, એ બધા સ્થૂળ સંયોગો.
સૂક્ષ્મ સંયોગો એટલે મહીં મનમાં જરા વિચાર આવે, આડા આવે, ઊંધા આવે, ખરાબ આવે, સારા આવે અથવા એવા વિચાર આવે કે ‘હમણે એકસીડન્ટ થશે તો શું થશે ? ફલાણું થશે તો શું થશે ? હમણે ઝઘડો થઈ જશે તો શું થશે ?” એ બધા સૂક્ષ્મ સંયોગો. મહીં મનમાં બધા આવ્યા જ કરે.
અને વાણીના સંયોગો એટલે આપણે બોલ બોલ કરીએ છીએ કે પછી કોઈક બોલ્યા ને આપણે સાંભળીએ, એ બધા વાણીના સંયોગો !
સ્થળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે અને ‘શુદ્ધ ચેતન” તેનું જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે.
સ્થૂળ સંયોગો એટલે બહારથી ભેગા થાય છે, તે છે. સંયોગો ઉપાધિ સ્વરૂપ છે, છતાં તેના “આપણે” જ્ઞાતા-દ્રષ્ટા રહી શકીએ છીએ. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે. સૂક્ષ્મ સંયોગો, જે દેહની અંદર ઉત્પન્ન થાય છે. વાણીના સંયોગ તો પ્રગટ માલમ પડી જાય. વાણી સૂક્ષ્મ ભાવ ઉત્પન્ન થાય છે અને સ્થૂળ ભાવે પ્રગટ થાય છે. વાણીના સંયોગ સૂક્ષ્મ-સ્થૂળ કહેવાય.
આ બધા સંયોગો પર છે ને પરાધીન છે. એને પકડ્યો પકડી શકાતો નથી, અને ભગાડ્યો ભગાડી શકાતો નથી. સંયોગ માત્ર શેય સ્વરૂપ છે ને આપણે જ્ઞાતા છીએ. સંયોગ ખુદ જ વિયોગી સ્વભાવનો છે, માટે જ્ઞાતા-દ્રષ્ટા રહેશે તો એને વિયોગ ‘ઈટસેલ્ફ' થઈ જશે. આમાં આત્માનું કોઈ કર્તવ્ય નથી. એ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં રહી શકે છે. ઇચ્છિત કે અનિચ્છિત સંયોગ હોય તેનો વિયોગ થાય છે. ગમતા સંયોગને પકડ્યો પકડી શકતો નથી, ના ગમતા સંયોગને ભગાડ્યો ભગાડી શકાતો નથી. માટે નિશ્ચિંત રહેવું. સંયોગ આપણા કાબૂમાં નથી. આ દાદાની આજ્ઞા છે.
આ વાત જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે, તેને જ લાગુ પડે છે. બીજા
Page #229
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૫૩
૪૫૪
વાણીનો સિદ્ધાંત
નીકળે છે. હવે સારી બોલાય તો સારું ?’ એટલે આવતે ભવ વાણી પાછી સારી થાય નહીં.
એમને ભાવ તો ચાલુ રહેવાના અને તમારે ભાવ બંધ કરી દીધો છે, ભાવકર્મ જ બંધ કરી દીધું છે. એમને ભાવકર્મ ચાલુ છે, એટલે વાણી, પર-પરાધીન છે. એવું બોલ્ય ના પોષાય એમને. આપણું વિજ્ઞાન જુદું છે.
આપણે કહીએ છીએ ? એ સંજોગો બધા પર ને પરાધીન છે, એટલે આ તમારાથી ફરશે નહીં એવું ય સંજોગ. એ તમારાથી જુદા છે એટલે તમારી નાતના નથી કે તમારી જાતના નથી. તમારાથી ફરી શકે એવાં નથી. એ ઊલ્ટાં તમને ફેરવશે. માટે એના તરફ દુર્લક્ષ સેવો, એમ કહેવા માગીએ છીએ. એ સંજોગો આવે ને જતા રહે, એની મેળે. વખત થાય એટલે જતા રહે.
માટે લાગુ નથી થતી. કારણ કે આત્મદશામાં આવ્યા સિવાય ગાળો બોલે ને પછી બોલે કે ‘વાણી પર છે ને પરાધીન છે” તો તેનો દુરુપયોગ થઈ જાય. પછી મનમાં નક્કી ના કરે કે આવું ખોટું નથી બોલવું, એટલે એની પ્રગતિ રૂંધાઈ જાય. જ્યારે જેને આત્મા પ્રાપ્ત થયો છે, તે તો અત્યંત જાગ્રતપણે સ્થૂળ સંયોગો - સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગોનો જ્ઞાતાદ્રષ્ટા રહે ને જાગૃતિપૂર્વક પ્રતિક્રમણ કરાવી એનો નિકાલ કરે. કારણ કે હવે દુકાન ખાલી કરવી છે એમ નક્કી હોય છે.
અને આપણા અહીં જ્ઞાન લીધા પછી એવો ખોટો શબ્દ નીકળે તો એ તરત જ નક્કી કરે છે કે ‘હવે સારું બોલવું છે, આ તો ભૂલ થઈ.” અને તમારે તો આ ભવમાં તમારી વાણી નક્કી જ થઈ ગયેલી છે, પરાધીન થઈ ગયેલી છે. કારણ કે તમે શુદ્ધાત્મા થયા છો, એટલે તમારે એનો વાંધો નહીં રાખવાનો. ઉકેલ લાવવો, નિકાલ લાવવો. તમે નિકાલ કરનાર.
આ બધું દાદાએ ‘જ્ઞાન’ આપ્યું છે ને, તે એક અવતારને માટે છે. પણ જેને બીજા અવતારોમાં હજુ વ્યવહાર રહેવાનો હોય અને આત્મા પ્રાપ્ત ના કર્યો હોય, તે એવું બોલે કે ‘વાણી પર-પરાધીન છે' એ ખોટું છે. કારણ કે એ ગાળો દે, લોકોને ગાળો દેવાય એટલી દે અને પછી આપણે કહીએ ‘ગાળો કેમ દો છો ? ત્યારે એ કહેશે, ‘વાણી પર ને પરાધીન છે' એમ કંઈ વ્યવહાર ચાલે ?
પ્રશ્નકર્તા : ના ચાલે.
દાદાશ્રી : આપણે તો પર-પરાધીન કહીએ, પર-પરાધીન સમજીએ, અને ઉપરથી એનું પ્રતિક્રમણ કરીએ. પ્રતિક્રમણ તો કરીએ, પણ મોઢે હલ માફી માગી લઈએ કે ‘ભાઈ, ભૂલ થઈ.' એવી માફી માગી લે કે ના માગી લે ?
વાણી, પર તે પરાધીત !
સંસારના લોકોને તો વાણી પર અને પરાધીન છે, આવી વાણીની નોંધ રાખીને ‘હવે ફેરવવી છે !' એમ નક્કી કરે, તો આ ભવમાં ભાવ ફેરવે, તો આવતા ભવે એને ફળ મળે.
પ્રશ્નકર્તા: એ તો ક્રમિકમાં થયું ને ? દાદાશ્રી : હા. પણ વાણી એક ભવ તો પર ને પરાધીન જ છે.
તો ય કેટલાક માણસોને મારે કહેવું પડેલું કે, “અલ્યા, આવું બોલો છો ?” ત્યારે એ કહે, ‘તમે જ કહ્યું છે ને કે વાણી પર છે ને પરાધીન છે.' ત્યારે મેં કહ્યું, ‘અલ્યા આવું ઊંધો ઉપયોગ ના કરાય.' ત્યારે શું થાય ? કો'કને ટકોર મારવી પડે છે. બીજું કંઈ નહીં. ટકોર ના મારીએ તો તો પછી પર ને પરાધીન નક્કી થઈ ગયું તો, એ તો વધારે સ્લીપ થાય ઉલ્ટો, બ્રેક તો મારવી જ પડે.
અમે જગતને એટલું જ કહેવા માગીએ છીએ કે મન-વચનકાયાની બધી જ ક્રિયાઓ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ‘તું સ્વતંત્ર છે. ભાવથી ‘તું જુદો છે. માટે તારા ભાવ ફેરવ. મન-વચન
પ્રશ્નકર્તા : માગી લે.
દાદાશ્રી : અને એ લોકો માફી કશું માગે એવાં નથી, પ્રતિક્રમણ કરે એવાં નથી. એટલે પછી મનમાં નક્કી ના થાય કે ‘વાણી બહુ ખરાબ
Page #230
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૫૫
૪૫૬
વાણીનો સિદ્ધાંત
કાયાની ક્રિયા થાય તો ય તું કલ્પાંત ના કરીશ. તું ભાવ ફેરવ.
ટકોર થઈ જાય, તેનું શું ? પ્રશ્નકર્તા : આપે વાણી પરસત્તા કહી, વાણી પરાધીન છે કહ્યું. તો આપણે નિશ્ચય કરીએ કે આની જોડે ખરાબ બોલવું જ નથી આપણે. ભલે ગમે એટલી ચીકણી ફાઈલ હોય, તો એ કોડ નાનો થઈ જાય ખરો ?
દાદાશ્રી : એ તો આપણે એમ કહેવું, ખરાબ બોલાય ત્યારે કે ‘ચંદુભાઈ પ્રતિક્રમણ કરો' અને પછી ‘ચંદુભાઈને શું કહેવું કે, હવે ફરી આવું ખરાબ નહીં બોલો. એટલે એમ કરતાં કરતાં રાગે આવી જશે. પણ કહેવું તો પડે જ. ટકોર ના કરીએ ત્યારે તો અભિપ્રાય એક થઈ ગયો ! અભિપ્રાય જુદો જ રહેવો જોઈએ.
પ્રશ્નકર્તા: ઘણી વખત એવું થાય છે કે આપણે ટકોર કરીએ તો ફરી પાછું સુધરી જાય છે. પછી ફરી પાછી આવી ભૂલ થતી નથી. અને ઘણી વખત ગમે એટલા સ્ટ્રોંગ નિશ્ચયથી પોતે ટકોર કરે, પ્રત્યાખ્યાન કરે, તો ય પાછી એવી ભૂલ્લ થાય જ છે.
દાદાશ્રી : થાય છે એમાં પૂર્વકર્મનો દોષ છે. આપણી જ નબળાઈ છે ને, પહેલાની. આમાં બહારનાનો કોઈનો હાથ જ નથીને. આપણે જ નિવારણ લાવવું પડશેને ?
તવ કલમો કોના માટે ? પ્રશ્નકર્તા : નવ કલમોમાં આવે છે, સાદ્વાદ વાણી બોલવી જોઈએ. પણ વાણી વ્યવસ્થિત શક્તિ મુજબ નીકળવાની હોય તો નીકળે. આ બેનો મેળ શી રીતે બેસે ?
દાદાશ્રી : જે વ્યવસ્થિત શક્તિ હજુ સમજ્યો નથી, આ ‘જ્ઞાન’ લીધું નથી, તેને વાણી વ્યવસ્થિત શક્તિ મુજબ હોતી નથી. કારણ કે એને અહંકાર ખુલ્લો રહ્યો ને ! એટલે ધારે એવી ફેરવી શકે. ભગવાનને પ્રાર્થના કરે કે મારી વાણી કોઈને તંતીલી ના લાગે, કોઈને કઠોર ના લાગે એવી પ્રાર્થના કરે ત્યારે એમ કરતી કરતી સ્યાદ્વાદ પડી જાય. પણ જેણે જ્ઞાન
લીધેલું હોય, એને ડિસ્ચાર્જ એકલું જ રહ્યું એટલે એની વાણી વ્યવસ્થિત પ્રમાણે નીકળે. એ એનો નિકાલ કરી નાખવાનો. એ ફરી હવે નવું સંઘરતો નથી. પેલો સંગ્રહ કરે છે.
તથી આ દુરુપયોગ માટે ! ‘સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.” આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તો ય આપણને જરા ય અસર થાય નહીં અને આ વાક્ય કલ્પિત નથી. જે “એક્કેક્ટ’ છે, તે કહું છું. હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો. ‘એક્કેક્ટ' આમ જ છે. હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાવ છો.
પ્રશ્નકર્તા: સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે અમારાથી કડવું નીકળે છે. તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાઈસન્સ મળી જાય છે ?
દાદાશ્રી : એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને ?! તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું. અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો. એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીં ને ?
હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો, એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે.
પ્રશ્નકર્તા : ઘણી વખત ના બોલવું હોય છતાં બોલી જવાય. પછી પસ્તાવો થાય.
દાદાશ્રી : વાણીથી જે કંઇ બોલાય છે તેના આપણે ‘જ્ઞાતા-દ્રષ્ટા.” પણ જેને એ દુ:પહોંચાડે, તેનું પ્રતિક્રમણ ‘આપણે’ ‘બોલનારા” પાસે કરાવવું પડે.
અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે આ ‘અંબાલાલ પટેલ’ને ગાળો ભાંડે છે. પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો જાણી
Page #231
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૫૭
૪૫૮
વાણીનો સિદ્ધાંત
શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે અમે સ્વીકારીએ નહીં, ‘અમને’ અડે નહીં. અમે વીતરાગ રહીએ. અમને એની પર રાગ-દ્વેષ ના થાય.
‘જ્ઞાતી'તો, કેવો પ્રયોગ !
દાદાશ્રી : બોલવું, ના બોલવું’ એ આપણા હાથમાં રહ્યું નથી, હવે.
બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વીશ નહીં. અંદર ખરાબ વિચારો આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. ખરાબ ઉપર દ્વેષ નથી અને સારા ઉપર રાગ નથી. સારું-ખોટું જોવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી.
અમારા ‘જ્ઞાની’ના પ્રયોગ કેવા હોય કે હરેક ક્રિયાને ‘અમે’ જોઇએ. તેથી હું આ વાણીને રેકર્ડ કહું છું ને ! આ રેકર્ડ બોલી રહી છે તેને જોયા કરું છું કે “શું રેકર્ડ વાગી રહી છે ને શું નહીં !' અને જગત ના લોકોતન્મયાકાર થાય છે. સંપૂર્ણ નિર્તન્મયાકાર રહે, તેને કેવળજ્ઞાન કહ્યું છે.
જગતના લોકો જુએ છે તેવું આ જ્ઞાની પણ જુએ છે, પણ જગતના લોકોનું જોયેલું કામ નહીં લાગે. કારણકે તેમનું ‘બેઝમેન્ટ' અહંકાર છે. ‘હું ચંદુલાલ છું” એ એનું ‘બેઝમેન્ટ’ છે અને ‘આપણું’ ‘બેઝમેન્ટ’ ‘હું શુદ્ધાત્મા છું' છે. એટલે આપણું જોયેલું કેવળજ્ઞાનના અંશમાં જાય. જેટલા અંશે આપણે જોયું, જેટલા અંશે આપણે આપણી જાતને છૂટી દેખી, વાણીને છૂટી જોઇ, આ ‘ચંદુભાઈ” કરે છે તે જોયું, તેટલા અંશે કેવળજ્ઞાન ઉત્પન્ન
થયું.
અમને કોઈ ગાળો આપે તો તે અમારા જ્ઞાનમાં જ હોય, ‘આ રેકર્ડ શું બોલે છે' તે ય મારા જ્ઞાનમાં જ હોય. રેકર્ડ ખોટું બોલી હોય, તે મારા જ્ઞાનમાં જ હોય. અમારે તદન જાગૃતિ રહ્યા કરે. અને સંપૂર્ણ જાગૃતિ એ કેવળજ્ઞાન છે. વ્યવહારમાં લોકોને વ્યવહારિક જાગૃતિ રહે છે, તે તો અહંકારના માર્યા રહે છે. પણ આ તો શુદ્ધાત્મા થયા પછીની જાગૃતિ કહેવાય. આ અંશ કેવળજ્ઞાનની જાગૃતિ છે અને ત્યાંથી જ કલ્યાણકારી છે.
અંદર મશીનરીને ઢીલી નહીં મૂકવાની. આપણે એની ઉપર દેખરેખ રાખવાની કે ક્યાં કયાં ઘસારો થાય છે, શું થાય છે, કોની જોડે વાણી કડક નીકળી. બોલ્યા તેનો વાંધો નથી, આપણે ‘જોયા’ કરવાનું કે, “ઓહોહો, ચંદુભાઈ કડક બોલ્યા !'
પ્રશ્નકર્તા : પણ જયાં સુધી ના બોલાય ત્યાં સુધી સારું ને ?
Page #232
--------------------------------------------------------------------------
________________
૪૬૦
વાણીનો સિદ્ધાંત
[૭] સચ્યા-જૂઠામાં વાણી વપરાઈ !
સત્ય કોને કહેવાય? દાદાશ્રી : વાત ગમે છે ખરીને, આ કંટાળો નથી આવતો ને ! પ્રશ્નકર્તા : ગમે છે.
દાદાશ્રી : થયું ત્યારે. એટલા સારું જ મેં પૂછયું કે તમને આ ગમતી હોય તો આગળ વાત ધપાવીએ. નહીં તો જરૂર નહીંને. આ તો માણસ શરમે ને શરમે બેસી રહે.
પ્રશ્નકર્તા : એટલા માટે જ આવ્યા છીએ. સાંભળવા જ આવ્યા છીએ. સસંગ કરવા માટે જ આવ્યા છીએ.
દાદાશ્રી : એક ભઈ છેને, ન'તું ગમતું ત્યાં સુધી, અડધા કલાક સુધી સાંભળ સાંભળ કર્યું. પછી મેં કહ્યું, ‘તમે આ મોઢા ઉપર ટેસ્ટ નથી દેખાતો, માટે ગમે છે કે ?” હું રેડિયો નથી. હા, ગમતું હોય તો વાત કરું. નકામો રેડિયો આ તો. રેડિયાને ય બંધ કરી દેવાય. પણ બીજા કેટલાક માણસો છે તે આપણે કહીએ, ‘કાકા હવે બંધ કરી દો, કાકા બંધ કરી
દો, તે આમ હાથ ઝાલીને કહે ‘તું મને, મારી વાત સાંભળ તું.’ ‘અરે ભઈ છોડોને મને. તમારા કરતા રેડિયો સારો હોય કે ના હોય ? તમને કોઈ મળેલા, ‘મારી વાત સાંભળ ?” કહેનારા.
પ્રશ્નકર્તા : મળેલાને દાદા, એવા ય મળેલા.
દાદાશ્રી : મળેલા તમને હઉ !! હાથ છોડે નહીં આપણો. ત્યારે મેં કહ્યું, રેડિયો સારો, નહીં ? મેં તો એક કાકાને કહ્યું, ‘તમારા કરતાં રેડિયો સારો. મારે હાથ છોડી દોને ! નહીં તો સાચી વાત ના સાંભળે એવું હોતું હશે !
જ્યાં કંઈ આગ્રહ છે ત્યાં સાચી વાત નથી. આપણે એમને પૂછવું જોઈએ કે ‘તમને ગમે છે તો આગળ ચલાવીએ.’ સ્ટાદ્વાદ રીત એવી જ હોય ને !! ઠોકી બેસાડવાની વાત ના હોય. ઠોકી બેસાડેલી વાત સાચી હોતી જ નથી. ના ઈચ્છાથી, પોતાની અનિચ્છાથી દારૂ પીધેલો પણ ચડતો નથી. અનિચ્છાથી કોઈકે પાઈ દીધો એ ચડતો નથી. કારણ કે ઈચ્છા વગરનું દરેક કાર્ય નકામું છે. આપણા લોક પરાણે પાઈ દે એમાં શું સ્વાદ કાઢવાનો?
પ્રશ્નકર્તા : મસ્કા મારવા, એનું નામ સત્ય ? ખોટી હા પુરાવવી ?
દાદાશ્રી : એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો મારવા જેવી વસ્તુ જ નથી. આ તો પોતાની શોધખોળ છે, પોતાની ભૂલને લઈને બીજાને મસ્કો મારે છે આ.
પ્રશ્નકર્તા : કોઈની સાથે મીઠાશથી બોલો તો એનો ફાયદો ખરો ? દાદાશ્રી : હા, એને સુખ થાય !
પ્રશ્નકર્તા : એ તો પછી ખબર પડે ત્યારે તો બહુ દુઃખ થઈ જતું હશે. કેમ કે, કોઈ બહુ મીઠા બોલો અને કોઈ સાચા બોલો હોય તો, આપણે એમ કહીએ ને કે એનાં કરતા ભલે પેલો ખરાબ બોલે છે પણ એ સારો માણસ છે.
દાદાશ્રી : હં, સાચા બોલો કોઈ હોતો જ નથી ને.
Page #233
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૬૧
૪૬૨
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા: ઘણાં દિલથી જે નથી કહેતા કે આ માણસ તો સારો છે પેલા કરતાં ?
દાદાશ્રી : સાચા બોલો કોને કહેવાય ? એક ભઈ એની મધર જોડે સાચું બોલ્યો, એકદમ સત્ય બોલ્યો. અને મધરને શું કહે છે ? ‘તમે મારા બાપાનાં વહુ થાવ' કહે છે, એ સત્ય નથી ? ત્યારે મધરે શું કહ્યું? તારું મોટું ફરી ના દેખાડીશ, બા. હવે તું જા અહીંથી ! મને તારા બાપની વહુ બોલું છું.
એટલે જ્ઞાની પુરુષ પાસેથી બધું સમજી લેવું જોઈએ, નહીં તો આપણે આ ઝુડ ઝુડ કરીએ સત્ય છે, સત્ય છે. તે બોલાતું હશે આવું! અરે, રસ્તે જતાં અહીં કોઈ પૈડા માજી હોય એ આમ ચાલતા હોય ને એ ડોશી અહીં આવ’ તો એ ચીડાઈ જશે કે મને ડોશી કહે છે મુંઓ અને આપણે કહીએ “માજી આવો'. તો ખુશ થઈ જાય.
પ્રશ્નકર્તા : એ કોઈ જાતની એવી ટેવ નથી માણસોને ? કે કોઈને માજી કહેવાની ટેવ હોય ને કોઈને “ડોશી’ બોલવાની ટેવ હોય. કોઈ નાનપણથી જ મીઠાબોલા હોય, કોઈ કોઈ થોડા રફ બોલનારા હોય.
દાદાશ્રી : એવું છે ને, ભગવાને કહ્યું છે કે બોલમાં વિવેક રાખજો. વિનય રાખજો. વિવેકપૂર્વક બોલાય. વિવેક વગરનું બોલાય નહીં, જોખમદારી છે. એક વકીલ એવું બોલ્યો’તો સુરતની કોર્ટમાં કે માય ઓનરેબલ જજ ઈઝ ડોઝીંગ. હવે પેલાં દૂધપાક ખઈને આવેલા. તે જરા આમ ઝોકું ખવાઈ ગયું ત્યારે શું કોઈ ગુનો થઈ ગયો. હવે તેની પાસે આપણે ન્યાય લેવાનો છે. હવે પેલો એવો ચોખ્ખો માણસ છે. “માય ઓનરેબલ જજ ઈઝ ડોઝીંગ” એટલે સાહેબ તે દહાડે કશું ગુસ્સે ના થયા. સાહેબ તે દહાડે ખુશી ખુશીમાં બધી વાત કરી. પણ છેવટે જજમેન્ટમાં મારી દીધું. કારણ કે ના બોલાય એવું. વિવેક હોવો જોઈએ. મારા બાપાની વહુ એવું કહીએ તો એ સત્ય નહીં ?
પ્રશ્નકર્તા : એક રીતે જોતાં સત્ય જ છે. દાદાશ્રી : ત્યારે પછી લોક કેમ બોલતા નથી ? ખરું સત્ય નથી
એ ? તો કોઈ દહાડો બોલી જોઈએ ? તો શું થાય ? એટલે ડાહ્યા પુરુષોએ કહ્યું કે નેકેડ સત્ય, નાગું સત્ય ના બોલશો. કપડાં પહેરાવીને સત્ય બોલજો.
પ્રશ્નકર્તા: તો પછી આપણે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : ‘માજી કેમ છો ? તબીયત સારી છે ને.' એવું કહીએ તો એમને સારું લાગે.
એટલે સત્ય કેવું હોવું જોઈએ ? પ્રિય લાગે એવું હોવું જોઈએ. એકલું પ્રિય લાગે એવું હોય તો ય ના ચાલે એને હિતકર હોવું જોઈએ એટલાથી ય ના ચાલે. હું સત્ય, પ્રિય અને હિતકારી ય બોલું, તો ય હું વધારે બોલ બોલ કરું ને, તો તમે કહો કે “હવે કાકા બંધ થઈ જાવ. હવે મને જમવા ઉઠવા દો ને.' એટલે તે મિત જોઈએ, પ્રમાણ જોઈએ. આ કંઈ રેડિયો નથી કે બોલ બોલ કરે શું ? એટલે આવું સત્ય-પ્રિય-હિતકર ને મિત, ચાર ગુણાકાર થાય તો જ સત્ય કહેવાય. નહીં તો સત્ય એકલું નાગું બોલે તો એને અસત્ય કહેવાય.
- વાણી કેવી હોવી જોઈએ ? હિત-મિત-પ્રિય ને સત્ય, આ ચાર ગુણાકારવાળી હોવી જોઈએ. ને બીજી બધી અસત્ય છે. વ્યવહાર વાણીમાં આ નિયમ લાગુ પડે છે. આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારે ય ગુણાકારવાળી વાણી એક ‘જ્ઞાની પુરુષ'ની પાસે જ હોય, સામાનાં હિત માટે જ હોય, સહેજ પણ પોતાનાં હિત માટે વાણી ના હોય. ‘જ્ઞાની’ને ‘પોતાપણું હોય જ નહીં, જો ‘પોતાપણું હોય તો તે જ્ઞાની ના હોય.
જૂઠ્ઠા આગળ જ જુઠ !
પ્રશ્નકર્તા : માણસ જૂઠું શું કામ બોલે ?
દાદાશ્રી : જૂઠા માણસ પાસે જૂઠું બોલે છે. સાચા પાસે ના બોલે. જૂકા માણસ પાસે જ જૂઠું બોલે છે. નહીં તો જૂઠું બોલી શકે નહીં.
પ્રશ્નકર્તા : એ સમજાયું નહીં, બરાબર સમજાવો. દાદાશ્રી : ના સમજાય એવી કંઈ વસ્તુ નથી આ. કારણ કે પોતાની
Page #234
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૬૩
૪૬૪
વાણીનો સિદ્ધાંત
જાતને સાચો માને છે. એ જૂઠું બોલનાર પોતાની જાતને સાચો માને છે. ‘હું સાચો છું અને સાંભળતો નથી આ.
મારી પાસે કોઈ જુઠું નથી બોલતું. મારી પાસે તો એટલે સુધી બોલે છે કે, દસ-બાર વર્ષની ઉંમરની છોકરી હોય અને તે પચાસ વર્ષની ઉંમરની આજે થયેલી હોય, તે પચાસ વર્ષ સુધી મેં શું શું કર્યું બાર વર્ષથી તે બધું મને ખુલ્લું લખી આપે છે, નહીં તો આ દુનિયામાં બન્યું નથી, એવું. કોઈ
સ્ત્રી પોતાનું ખુલ્લું કરે એવું બનેલું નહીં. એવી હજારો સ્ત્રીઓ મારી પાસે છે અને તે એમને પાપ ધોઈ આપું છું.
મારી ટચમાં આવેલો એકે ય છોકરો જૂઠું બોલતો જ નથી. ભય લાગે છે છતાં ય જૂઠું બોલતો નથી. હવે એ છોકરાને જોઈને મને એવું થઈ જાય છે કે મારા વખતમાં કોઈ છોકરો સાચું બોલતો નહોતો. વઢવાની જગ્યા હોય ત્યાં સાચું બોલતો નહોતો; સહેજ જ અપમાન થઈ જાય એવી જગ્યા હોય તો ય સાચું બોલ્યા નથી અને આ તો ગમે તે થાય, મારી નાખવાનો હોય તો ય જૂઠું બોલ્યો નથી. ત્યારે જુઓને, આ પ્રજા કેવી સરસ છે ! હિન્દુસ્તાનનું ભાવિ કેવું ઉજ્જવળ છે !!
અકારણ જૂઠતા કારણ ! પ્રશ્નકર્તા : મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ?
દાદાશ્રી : કારણ તો ખરું. એ ગુપ્ત કારણ હોય. કારણ વગર તો કોઈ દહાડો જૂઠું બોલે જ નહીં. એ તો લાગે એવું આપણને કે કંઈ કારણ હોતું નથી.
ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી છે. કાં તો માન મેળવવું છે, લક્ષ્મી મેળવવી છે, કંઈ પણ જોઈએ છે. એટલા સારું જૂઠું બોલે છે અગર તો ભય છે, ભયનાં માર્યો જૂઠું બોલે છે. અંદર છૂપો છૂપો ભય છે કે કોઈ મને શું કહેશે ?” એવું કંઈ પણ ભય હોય. પછી ધીમે ધીમે જુઠાની ટેવે ય પડી જાય. પછી ભય ના હોય તો ય બોલી જાય.
આત્માર્થે જૂઠ, તે જ સત્ય ! પ્રશ્નકર્તા : ઘરની પ્રતિકૂળતા સસંગમાં આવવા માટે હોય તો શું જૂઠું કરવું ?
દાદાશ્રી : ઘરમાંથી કહે કે, સિનેમા જોવા જવાનું નહીં, તો ય તું જાય છે. ત્યારે તું શું કહે છે ? ‘હું કોલેજ જઉં છું’ એમ કહે છે ને ? શાથી એવું કહેતાં હશે ? તે ત્યાં આપણને કપટ કરતાં આવડે છે ને આમાં ના આવડે ? બધું ય આવડે. ભગવાન ખોળવા માટે જે જૂઠું બોલવું, એને સાચું કહેવાય છે.
નહીં તો ય આ બધું જૂઠું જ છે, આ જગત જ જૂઠું છે. ફક્ત આત્મા માટે જૂઠું બોલવું પડે, એમાં આપણે આત્મહેતુ છે. એટલે આત્મહેતુ માટે કો'ક દહાડો કંઈ જૂઠું બોલવું પડે. તો એ સારું. કારણ કે એની જોડે પ્રત્યક્ષ ઝઘડો કરવો, તેના કરતાં આ જૂઠું બોલવું સારું. ઝઘડો કરીએ તો તો એનું મન તૂટી જાય. પછી દસ-પંદર દહાડા ગયા પછી આપણે કહેવું કે હું તો આવું જૂઠું બોલીને સત્સંગમાં જતી હતી. આમ પાછું ધોઈ નાખવું. નહીં તો તને જે ના કહેતું હોય તેને મારી પાસે તેડી લાવ એક દા'ડો. પછી હું એને રાગે પાડી આપું.
પરમ વ્યવહાર સત્ય !
સત્ય કોને કહેવાય ? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુ:ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે. મોટામાં મોટો સિદ્ધાંત છે. આ રીયલ સત્ય નથી. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે.
પ્રશ્નકર્તા : આ સમાજમાં ઘણાં લોકો જૂઠું બોલે છે અને ચોરીલબાડી બધું કરે છે, ને બહુ સારી રીતે રહે છે, સાચું બોલે છે, એને બધી તકલીફો આવે છે. તો હવે કઈ લાઈન પકડવી ? જૂઠું બોલીને પોતાને થોડી શાંતિ રહે એવું કરવું કે પછી સાચું બોલવું ?
દાદાશ્રી : એવું છેને, થોડું જૂઠું બોલ્યા તેનું તો ફળ આવ્યું છે, અહીં
Page #235
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૬૫
૪૬૬
વાણીનો સિદ્ધાંત
ચાખો છો નિરાંતે. પેલો થોડું સાચું બોલ્યો, તેનું ફળ એને આવ્યું છે. હવે અત્યારે જૂઠું બોલે છે, તો એનું ફળ એને આવશે. તમે સાચું બોલશો તો એનું ફળ આવશે. આ તો ફળ ચાખે છે. જાય છે, બિલકુલ ન્યાય છે.
એક માણસને આજે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ને એ પાસ થયો. અને આપણે નાપાસ થયા. પાસ થનારો માણસ આજે રૂખડ ખડ કરતો હોય, પણ પરીક્ષા આપતી વખતે કરેક્ટ આપી હોય. એટલે આ બધું જ આવે છે, એ ફળ આવે છે. તે ફળને શાંતિપૂર્વક ભોગવી લેવું, એનું નામ
વઢું છું કોઈને ? પણ જરા આવું સમજીને બોલજો. જૂઠું બોલવાની આદત વધતી જવી ના જોઈએ. એ આદત વધતી જાય તો એ બંધ કરી દો. ખાલી વાત વાતમાં જૂઠાની ટેવ જ પડી જાય છે. અરે નહીં કામનું, લેવાદેવા વગર શું કરવા જૂઠું બોલો છો ?!
જૂઠાની આદત પડી ત્યાં એ બંધ કરી દેવું. પણ બીજી રીતે તમારું કામ કાઢી જવા માટે કરો ને !
પુરુષાર્થ.
પ્રશ્નકર્તા : કંઈ પણ ખોટું બોલતાં અટકી જવાય છે. તો એ ક્યા પ્રકારની જાગૃતિ છે ?
દાદાશ્રી : આ ય તમારું પુણ્ય છે. પ્રશ્નકર્તા: બીજાના ભલા ખાતર ખોટું બોલવું એ પાપ ગણાય ?
દાદાશ્રી : મૂળ તો ખોટું બોલવું એ જ પાપ ગણાય. તો બીજાના ભલા ખાતર બોલીએ તો એક બાજુ પુણ્ય બંધાયું અને એક બાજુ પાપ બંધાયું. એટલે આમાં થોડુંકે ય પાપ રહે છે.
જૂઠું બોલવાથી શું નુકસાન થતું હશે ? વિશ્વાસ ઊઠી જાય આપણા પરથી. ને વિશ્વાસ ઊઠી ગયો એટલે માણસની કિંમત ખલાસ !
તો જ જૂઠું બોલાય ! જે જૂઠામાં સામા માણસને કંઈ પણ નુકસાન થાય અને જે જૂઠું બોલવાની તમને ટેવ પડતી જાય, એ ના હોવું જોઈએ. સામાને નુકસાન ના થતું હોય ને તમને ટેવ પડતી હોય તો ય જૂઠું બોલવાનું બંધ કરી દો.
પ્રશ્નકર્તા: કળિયુગમાં તો એવા જૂઠું બોલવાનાં સંજોગો આવતા જ હોય છે. ધંધામાં, બૈરી આગળ.
દાદાશ્રી : પણ લોકો ક્યારે જૂઠું બોલતા નથી ?! બોલે જ છે ને ! પણ બોલો તો ય આવી રીતે બોલજો. બધા બોલતા હોય તો ય હું ક્યાં
આપણું જૂઠ પકડાય ત્યારે... પ્રશ્નકર્તા : અને જૂઠું પકડાઈ જાય ત્યારે શી દશા થાય ?
દાદાશ્રી : આપણે કહેવું ને, કે ‘પકડાઈ ગયું અમારું અને હું તો કહી દઉં કે ‘ભાઈ, હું પકડાઈ ગયો.’ વાંધો શો છે ? પછી પેલો ય હસે અને આપણે ય હસીએ. એમાં પેલો સમજે કે આમાં કંઈ લેવાદેવા નથી, કે નુકસાન થાય એવું નથી.
પ્રશ્નકર્તા : અમારું જૂઠું ધારો કે તમે પકડી લીધું, તો પછી તમને શું થાય ?
દાદાશ્રી : કશું ના થાય. ઘણા ફેરા જૂઠું હું પકડું. હું જાણું કે આવું જ હોય. એથી વધારે આપણે આશા કેમ કરીને રખાય ?
પ્રશ્નકર્તા : અમને જૂઠાનો બહુ અનુભવ છે.
દાદાશ્રી: એ તો હોય ને ! અને મને ય બધા બહુ અનુભવ થયા. મારી પાસે પચાસ હજાર લોકો, તે અનુભવ નહીં થતો હોય ? બધો અનુભવ થાય.
આ સ્ત્રીઓ વાત વાતમાં જૂઠું શાથી બોલે તે હું જાણું ને ! હીરાબાને હું પૂછું કે, ‘ક્યાં ગયાં હતાં ?” ત્યારે એ ગયા હોય આ બાજુ ને કહેશે આમ, પછી હું સમજુ કે આ ભયને માટે બોલે છે. સ્ત્રીઓમાં આ ગ્રંથિ પડેલી હોય છે, વગર કામની. હવે કશું આપણે વઢતા ના હોઈએ, તો ય એ ગ્રંથિ પડેલી હોય છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
એવું બીજા ય બોલે. પણ તે હું હસું. હું સમજું. હવે એવું બોલવામાં વાંધો નહીં. હું તો ગુનો ક્યાં આગળ પકડું ? કે ગુનાહીત વૃત્તિ છે કે નહીં, એટલું જ હું જોઈ લઉં. ગુનાહીત એટલે કંઈ છેતરવાની વૃત્તિ, અનુસિન્સિયારિટી છે કે નહીં, તે જોઈ લઉં. બીજું બધું હું ના જોઉં. બીજો બધો તો વ્યવહાર છે. હું પૂછું, ‘ક્યાં ગયા હતા ?” ત્યારે એ કહે, “અમુક જગ્યાએ.’ ત્યારે હું કહું કે ‘કશો વાંધો નહીં.’ લેટ ગો કરું. અમે ય સમજીએ મહીં. કંઈ ના સમજીએ ઓછું ? એ તો મનને બહેકાવવું પડે. ના બહેકાવવું પડે ?
પ્રશ્નકર્તા : એ ના સમજાયું !
૪૬૭
દાદાશ્રી : અકળાઈ ગયો હોય તો તે મનને બહેકાવે. તે હવે બહેકાવે, તે ઘડીએ આપણે પૂછીએ તો તે વખતે બ્રેઈન કેમના ય હોય ?! એટલે હું ય હતું. આપણે સમજી જવાનું કે આ મન બહેકાવા જાય છે. મનને બહેકાવે નહીં તો તે પાછું ગાંડું હઉ થઈ જાય. એટલે એને બહેકાવવું પડે.
હું તો આ બધા રસ્તા જોઈને નીકળેલો, એટલે અનુભવ થયેલો. એટલે હવે એ મારે નથી. પણ એ હું જાણું ખરો કે અમુક અમુક જગ્યાઓ આવી હોય છે, ગૂંચો હોય છે અને તેમાં નિર્દોષ હોય છે. બિચારા વગર કામના માર ખાય છે.
પ્રશ્નકર્તા : મનને બહેકાવવું. એ જરા સમજાવો ને !
દાદાશ્રી : તમને આનંદ થાય એવી જગ્યામાં તમે બેઠા હોય થોડી
વાર. હવે હું જાણતો હોઉં કે આ સંગ સારો નથી, આ રીત સારી નથી. છતાં ય તમે આનંદ થવા માટે બેઠા હોવ અને હું પૂછું એટલે તમે કહો કે ‘એવું ન્હોતું, આમ હતું.’ એટલે હું સમજી જઉં.
પણ મનને બહેકાવવું તો જોઈએ ને ! હું બધી જગ્યાએ જઈને આવેલો છું. હું તમને ઓછો કંઈ ગુનેગાર ગણું છું ? મન બહેકાવવા માટે હું જૂઠું બોલેલો, તે હું બધું જાણું ને !
અનંત અવતારમાં જૂઠું જ બોલ્યા છે. સાચું બોલ્યા છે જ ક્યારે ? આપણે પૂછીએ ‘ક્યાં ગયા હતા ?’ ‘રસ્તામાં ફરવા ગયો હતો’ એમ કહે.
વાણીનો સિદ્ધાંત
અને ગયો હોય સિનેમામાં. હા, પણ એ તો માફી માગી લેવાની. આત્મા માટે ખોટું તો ય પરમ સત્ય !
પ્રશ્નકર્તા ઃ પરમાર્થના કામ માટે થોડું જૂઠું બોલે તો તેનો દોષ
૪૬૮
લાગે ?
દાદાશ્રી : પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે, એનો દોષ લાગતો નથી. અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે અને સારું કરવામાં આવે તો ગુણ લાગે. આત્મહેતુ હોયને, એનાં જે જે કાર્ય હોય, તેમાં કોઈ દોષ નથી. સામાને આપણા નિમિત્તે દુ:ખ પડે તો એ દોષ લાગે !
જૂઠું બોલીને ય આત્માનું કરતા હશો તો વાંધો નથી અને સાચું બોલીને ય દેહનું હિત કરશો તો વાંધો છે. સાચું બોલીને ભૌતિકનું હિત ક૨શો તો ય વાંધો છે. પણ જૂઠું બોલીને આત્મા માટે કરશો ને, તો હિતકારી છે. ...ત્યાં બતો પોપટ !
પ્રશ્નકર્તા : કોઈનું સારું કામ કરવા માટે આપણે જૂઠું બોલીએ તો કોને દોષ લાગે ? આવું કરી શકાય ?
દાદાશ્રી : જૂઠું બોલે તેને દોષ લાગે.
પ્રશ્નકર્તા : એવું ?
દાદાશ્રી : ત્યારે બીજા કોને ? એને કોણે ઊંચો બાંધ્યો હતો તે એ જૂઠું બોલીને પણ પેલાના સારુ કરે ?
પ્રશ્નકર્તા : કોઈ જૂઠું બોલવાનું દબાણ કરે તો ? બીજા કોઈનું સારું થાય છે એટલે તમે જૂઠું બોલો, એમ કોઈ દબાણ કરે તો ?
દાદાશ્રી : તો એમ કહેવું કે, ‘ભઈ, હું તમારા દબાણથી બોલીશ. હું તો પોપટ છું. આ તો તમારા દબાણથી પોપટ થઈને બોલીશ. બાકી, હું નહીં બોલું.' પછી પોપટ બોલે એવી રીતે બોલજો. તમે જાતે બોલી ના
Page #237
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૬૯
૪૭૦
વાણીનો સિદ્ધાંત
ઊઠશો. પોપટ થઈને બોલો. આપણે કહીએ ‘આયા રામ’ તો પોપટ કહેશે, આયા રામ.' એવું બોલવું.
મને ‘જ્ઞાન’ નહીં થયેલું ને, ત્યારે કોર્ટમાં એક ફેરો જવાનું થયું હતું. સાક્ષી આપવાની હતી. ત્યારે વકીલ કહે છે કે, “આ હું તમને કહું એવું તમારે બોલવાનું.' કહ્યું, “ના, ભાઈ. હું જાણું છું એટલું બોલીશ. હું કંઈ તમારું કહેલું બોલવાનો નથી.' ત્યારે એ કહે છે, ‘મને આ ક્યાં તમારામાં ઊભો રાખ્યો ? હું ખોટો દેખાઉં. મારી આબરૂ જાય. આવા સાક્ષી મળે તો અમારો તો આખો કેસ ઊડી જાય.” ત્યારે મેં કહ્યું, ‘આનો ઉપાય શો ?” ત્યારે વકીલ કહે છે, “અમે કહીએ છીએ એટલું બોલવાનું.” પછી મેં કહ્યું, ‘કાલે વિચાર કરીને કહીશ.” પછી રાતે મહીંથી જવાબ મળ્યો, કે આપણે પોપટ થઈ જાવ. વકીલના કહેવાથી કહું છું, એવો ભાવ રહેવો જોઈએ ને પછી બોલો.
બાકી કોઈના માટે સારા કામ કરો તો બને ત્યાં સુધી જૂઠું બોલવાનું નહીં. કોઈના સારા માટે ચોરી ના કરવી, કોઈના સારા માટે હિંસા ના કરવી. બધી આપણી જ જોખમદારી છે.
જીભતો દુરુપયોગ ત્યાં... પ્રશ્નકર્તા : બોલવામાં જન્મથી જ તકલીફ છે.
દાદાશ્રી : જીભાજોડી ગયા અવતારે કરેલીને. જ્યાં ને ત્યાં ગાળો દીધીને, તેની જીભ જતી રહે પછી. પછી શું થાય ? બોલવામાં કાંઈ બાકી રાખે છે ? ઓછા કર્મ હશે તો, ફૂટશે પાછી. પાંચ-સાત વર્ષ પછી એવું કશું ય નહીં.
ખોટી વાણી બોલવાથી તો આ જીભ જતી રહેલી ને ! જીભનો જેટલો દુરુપયોગ કરો એટલી જીભ જતી રહે. પાંચ વર્ષ માટે, દસ વર્ષ માટે, દંડ છે એક જાતનો. કોઈને પચ્ચીસ વર્ષ પછી ય જીભ ઉઘડી જાય, કોઈને પાંચ વર્ષ પછી ય ઉઘડી જાય, અને કોઈને આખી જિંદગી ય ના ઉઘડે. એ દંડ છે બધો, ટૂંકો ય હોય ને લાંબો ય હોય.
સામો શાને સહે ? પ્રશ્નકર્તા : મારો સ્વભાવ, મારા વચન કડક છે. કોઈને પણ ચોંટી જાય, દુ:ખ લાગી જાય. મને એવું ના હોય કે હું એને દુઃખ લગાડવા બોલું છું.
દાદાશ્રી : દુઃખ થાય એવું ના બોલવું જોઈએ. કોઈ જીવને દુઃખ થાય એવી વાણી બોલવી એ મોટો ગુનો છે.
પ્રશ્નકર્તા : આ વાણી એવી હોવાનું કારણ શું ?
દાદાશ્રી : રોફ પાડવા હારું ! બીજા ઉપર રોફ પડી જાય ને, એટલાં હા.
પ્રશ્નકર્તા : આપણે રોફ પાડવા માટે કડક બોલ્યા અને સામેવાળો માણસ સહન કરી લે છે. એ સહન કરે છે, એ શેના આધારે સહન કરે છે ?
દાદાશ્રી : એક તો, એને ગરજ હોય, ગરજવાળો સહન કરે. બીજું, કકળાટ ના કરવા હારું સહન કરે. ત્રીજું, આબરૂ ના જાય તેટલા હારું સહન કરી લે. કૂતરું ભસે પણ આપણે નથી ભસવું, એવા ગમે તે રસ્તે ચલાવી લે, નભાવી લે લોકો.
એનો આધાર છે, પય અને પાપનો ! પ્રશ્નકર્તા : કેટલાક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને કેટલાક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે. એ શું પઝલ (કોયડો) છે ?!.
દાદાશ્રી : એ એનાં પાપ અને પુણ્યના આધારે બને છે. એનાં પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે. જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તો ય ચાલી જાય.
પ્રશ્નકર્તા ઃ તો એને કંઈ નુકસાન નહીં ?
દાદાશ્રી : નુકસાન તો ખરું, પણ આવતા ભવનું. આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું. અને આ જૂઠું બોલ્યાને, તેનું ફળ એને
Page #238
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૭૧
આવતા ભવે મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું. બાકી, આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે !
પ્રશ્નકર્તા : જાણી જોઈને ખોટું કરીએ ને પછી પ્રતિક્રમણ કરી લઈશું કહીએ તો તે ચાલે ?
દાદાશ્રી : ના. જાણી જોઈને ના કરવું. પણ ખોટું થઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવાય.
...તો એ ગુતા તા નોંધાય !
જૂઠ્ઠું બોલવાની તમારી ઇચ્છા ખરી અંદરખાને, મોળી પણ ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : છતાં બોલાય છે એ હકીકત છે ને ! તે જ્યારે જૂઠું બોલાય ને તમને ખબર પડે કે આ જૂઠું બોલાયું કે તરત ‘દાદા’ની પાસે માફી કે માગવાની કે ‘દાદા, મારે જૂઠું નથી બોલવું, છતાં જૂઠું બોલાઈ જવાયું. મને માફ કરો. હવે ફરી જૂઠું નહીં બોલું.’ અને છતાં ફરી એવું થાય તો વાંધો નહીં રાખવાનો. માફી માગ માગ કર્યા કરવાની. એથી એના ગુના પછી ત્યાં નોંધ ના થાય. માફી માગી એટલે નોંધ ના થાય.
અને જૂઠું બોલાય તે ઘડીએ દાદા યાદ ના આવે, પણ થોડીવાર પછી દાદા યાદ આવે, તો પછી માફી માગી લેવી. અને પાછું ‘હું જૂઠું બોલ્યો હતો, ને મેં માફી માગી નહીં, માટે બે વખત માફી માગું છું. અને ફરી જૂઠું ના બોલાય એવી શક્તિ આપો' એવું કહેવું.
‘ચંદુભાઈ’ જૂઠું બોલે તે ય આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો આપણે ‘ચંદુભાઈ’ને કહીએ, ‘પ્રતિક્રમણ કરી લો.’ અને શૂટ ઓન સાઈટ પ્રતિક્રમણ કર્યું એટલે આપણે છૂટયા. ‘ચંદુભાઈ’ને છોડાવ છોડાવ કરવાના છે. ‘ચંદુભાઈ’ જે જે ભૂલો કરેને, તે એની પાસે જ પ્રતિક્રમણ કરાવવાનું. શાથી પ્રતિક્રમણ કરવું પડે ? અતિક્રમણ કર્યું માટે. નહીં તો આમ સાધારણ વ્યવહારમાં કશું કરવાનું નથી. પણ આ અતિક્રમણ કર્યું, ‘જૂઠું તમે કેમ બોલ્યા ?’ માટે પ્રતિક્રમણ કરો, કહીએ.
૪૭૨
વાણીનો સિદ્ધાંત
રિલેટિવ ધર્મમાં...
‘રિલેટિવ ધર્મ’ કેવો હોવો જોઈએ ? કે જૂઠું બોલાય તો બોલ. પણ તેનું પ્રતિક્રમણ કર.
પ્રશ્નકર્તા : આપણે દરરોજ વાતો કરીએ કે આ ખોટું છે, નહોતું બોલવું, છતાં એ કેમ થઈ જાય છે, નથી કરવું છતાં કેમ થઈ જાય છે ?
દાદાશ્રી : દોઢ ડહાપણ મહીં ભરીને લાવેલા તેથી. અમે એકું ય દહાડો કોઈને કશું ય કહ્યું નથી કે આવું ના કરવું જોઈએ. જો કહ્યું હોય, તો ય ચેતે તે ઘડીએ. કહ્યું છે કોઈ દહાડો કે આવું ના કરવું જોઈએ ?
પ્રશ્નકર્તા : પણ એના કરતાં ખોટું ના કરીએ તો.
દાદાશ્રી : પણ એ ચાલે નહીં. એ તો આપણે એના ઉપરથી, મહીંથી રસ કાઢી નાખવાનો કે આ ખોટું થઈ રહ્યું છે. આમ ના હોવું જોઈએ. આ તો ગમતું હોય તે ઘડીએ તમને ટેસ્ટ આવે. એ ના ગમતું થઈ જાય તો વાંધો નહીં. તમને પેલું ખાવું છે, ને ના ગમતું હોય. ને પછી તમે ખાતા હોય તો વાંધો નહીં.
કર્મ, કર્મફળ તે ફળતું ફળ !
હવે તમે આખા દિવસમાં એકું ય કર્મ બાંધો છો ખરાં ? આજ શું શું કર્મ બાધ્યું ? જે બાંધશો તે તમારે ભોગવવું પડશે. પોતાની જવાબદારી
છે. એમાં ભગવાનની કોઈ જાતની જવાબદારી નથી.
પ્રશ્નકર્તા : આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને ?
દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ જૂઠું બોલ્યા હોયને, તેના કરતાં જૂઠું બોલવાના ભાવ કરો છો, તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ જ, જૂઠું બોલાવનો આપણો નિશ્ચય, તે કર્મબંધ કરે છે. આપને સમજમાં આવ્યું ? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને ? શું હેલ્પ કરશે ?
Page #239
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૭૩
[૮]
દુઃખદાયી વાણીતાં ખપે પ્રતિક્રમણો !
પ્રશ્નકર્તા : જૂઠું બોલતાં અટકવું જોઈએ.
દાદાશ્રી : ના. જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાત્તાપ કરવો જોઈએ કે ‘શું કરું ?! આવું જૂઠું ના બોલવું જોઈએ.’ પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે. પણ પેલો અભિપ્રાય બંધ થશે. ‘હવે આજથી જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહાપાપ છે, મહા દુ:ખદાયી છે અને જૂઠું બોલવું એ જ બંધન છે.” એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો, તો તમારાં જૂઠું બોલવાનાં પાપો બંધ થઈ જશે. અને પૂર્વે જ્યાં સુધી આ ભાવ બંધ નહોતા કર્યા, ત્યાં સુધી જે એનાં ‘રિએકશન” (પ્રતિક્રિયા) છે એટલાં બાકી રહેશે. તેટલો હિસાબ તમારે આવશે. તમારે પછી તેટલું ફરજિયાત જૂઠું બોલવું પડશે, તો તેનો પશ્ચાત્તાપ કરી લેજો. હવે પશ્ચાત્તાપ કરો તો પણ પાછું જે જૂઠું બોલ્યા, તે કર્મફળનું ય ફળ તો આવશે અને પાછું તે તો ભોગવવું જ પડશે. તે લોકો તમારે ઘરેથી બહાર જઈને તમારી બદબોઈ કરશે કે, “શું આ ચંદુભાઈ, ભણેલા માણસ, આવું જૂઠું બોલ્યા ?! એમની આ લાયકાત છે ?!' એટલે બદબોઈનું ફળ ભોગવવું પડશે પાછું, પશ્ચાત્તાપ કરશો તો પણ. અને જો પહેલેથી પેલું પાણી બંધ કરી દીધું હોય, ‘કોઝિઝ’ જ બંધ કરી દેવામાં આવે, તો પછી ‘કોઝિઝ’નું ફળ અને તેનું પણ ફળ ના હોય.
એટલે આપણે શું કહીએ છીએ ? જૂઠું બોલાઈ ગયું પણ “એવું ના બોલવું જોઈએ” એવો તું વિરોધી છેને ? હા, તો આ જૂઠું તને ગમતું નથી એમ નક્કી થઈ ગયું કહેવાય. જૂઠું બોલવાનો તને અભિપ્રાય નથીને, તો તારી જવાબદારીનો “એન્ડ’ (અંત) આવી જાય છે.
પ્રશ્નકર્તા : પણ જેને જૂઠું બોલવાની ટેવ પડી ગઈ છે, એ શું કરે ?
દાદાશ્રી : એણે તો પછી જોડે જોડે પ્રતિક્રમણ કરવાની ટેવ પાડવી પડે. અને પ્રતિક્રમણ કરે, તો પછી જોખમદારી અમારી છે.
એટલે અભિપ્રાય બદલો ! જૂઠું બોલવું એ જીવનના અંત બરોબર છે, જીવનનો અંત લાવવા અને જૂઠું બોલવું એ બે સરખું છે, એવું ‘ડિસાઈડ’ (નક્કી) કરવું પડે. અને પાછું સત્યનું પૂછડું ના પકડશો.
ખાલી કરવાની આ “દુકાત'! પ્રશ્નકર્તા : તો પછી આ જિંદગી જીવવાની કેવી રીતે ? દાદાશ્રી : શી રીતે જીવાય છે એ જોવાનું.
પ્રશ્નકર્તા : તો પછી સાચું-ખોટું, એનું ડિસિઝન (નિર્ણય) કેવી રીતે લેવાનું ?
દાદાશ્રી : ‘ચંદુભાઈ’ કરે, તે જોયા કરવાનું. પ્રશ્નકર્તા: ‘ચંદુભાઈ’ ખોટું કરે તો વાંધો નહીં ?
દાદાશ્રી: ‘ચંદુભાઈ” જે કરે, એ ‘ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એમાં ફેરફાર થાય એવો નથી. ‘ડિસ્ચાર્જ હંમેશાં ફેરફાર થાય નહીં. ઇફેક્ટમાં ફેરફાર ના થાય એવું તમે સાંભળેલું ? પરીક્ષા આપવામાં ફેરફાર કરી શકાય, પણ એના પરિણામમાં ફેરફાર થાય ખરું ?
પ્રશ્નકર્તા : ના.
Page #240
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૭૫
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તો આ પરિણામ છે. પ્રશ્નકર્તા: પણ ખોટું કરે તો પાછું બીજા જન્મમાં તકલીફ પડે ને ?
દાદાશ્રી : ના પડે. તમારે તો ફક્ત “ચંદુભાઈને’ એમ કહેવાનું કે ‘પ્રતિક્રમણ કરો.” સારું કર્યું હોય તે ય બીજા જન્મમાં આવે પાછું. સારુંખોટું, કશું આપણને કંઈ લેવાદેવા નથી. આપણે નિકાલ કરી નાખવાનો છે. આ દુકાન કાઢી નાખવાની છે. સારો માલ હોય, રાશી માલ હોય તે દુકાનમાં કાઢી નાખવાનો છે. આ પરિણામ છે હવે.
આજ્ઞામાં રહેવાનો નિશ્ચય માત્ર! પ્રશ્નકર્તા : આપે જે પાંચ આજ્ઞાઓ કહી તો એના આધારે જીવવાનું, એવું નહિ ?
દાદાશ્રી : પાંચ આજ્ઞા પાળવાની. તેથી આત્માને રક્ષણ થાય, આ જ્ઞાનને રક્ષણ થાય. એમાં અઘરી નથી ને ?
પ્રશ્નકર્તા: ના, અઘરી તો છે જ. તમે જે સમભાવ રાખવાનો કહ્યો, તે કોઈની ઉપર ગુસ્સે ના થવું, બોલવાનું નહીં.
દાદાશ્રી : ના, એ તો તમારે મનમાં નક્કી કરવાનું કે “મારે સમભાવે નિકાલ કરવો’ એટલું જ. બીજું તમારે કંઈ જોવાનું નહીં. થયું કે ના થયું એ જોવાનું નહીં.
પ્રશ્નકર્તા : જે રીતે થાય, એમ.
દાદાશ્રી : એ ભાંજગડમાં તમારે પડવાનું નહીં. સાચું-ખોટું હોતું જ નથી હવે. ભગવાનને ત્યાં સત્ય અને અસત્ય, બેઉ હોતું જ નથી. આ તો અહીં સમાજ વ્યવસ્થા છે. હિન્દુઓનું સત્ય, મુસ્લિમોનું અસત્ય થાય ને મુસલમાનોનું સત્ય, તે હિન્દુઓને અસત્ય થાય. આ બધી સમાજ વ્યવસ્થા છે. ભગવાનને ત્યાં સાચું-ખોટું કશું હોતું જ નથી. ભગવાન તો એટલું કહે છે કે, કોઈને દુઃખ થાય તો આપણે પ્રતિક્રમણ કરવું. દુઃખ ના થવું જોઈએ આપણાથી. તમે “ચંદુભાઈ” હતા, એ અહીંયા દુનિયામાં
સાચા. બાકી ભગવાનને ત્યાં તો એ ‘ચંદુભાઈ’ ય નહીં. આ સત્ય ભગવાનને ત્યાં અસત્ય છે.
સંસાર ચાલે, સંસાર અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. ફક્ત અમારી આજ્ઞાનું આરાધન કરવાનું છે. “ચંદુભાઈ” જૂઠું બોલે, તે ય આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો સામાને નુકસાન થયું. તે આપણે ‘ચંદુભાઈને' કહીએ, ‘પ્રતિક્રમણ કરી લો.’ જુઠું બોલવાનો પ્રકૃતિ ગુણ છે. એટલે બોલ્યા વગર રહે નહીં. જૂઠું બોલવાને માટે હું વાંધો ઉઠાવતો નથી. હું જૂઠું બોલ્યા પછી પ્રતિક્રમણ ના કરવાનો વાંધો ઉઠાવું છું. જૂઠું બોલીએ અને પ્રતિક્રમણના ભાવ થાય, તે વખતે ધ્યાન જે વર્તે છે તે ધર્મધ્યાન હોય છે. લોક ધર્મધ્યાન શું છે એને ખોળે છે. જૂઠું બોલાય, ત્યારે ‘દાદા' પાસે માફી માગવી અને ફરી જૂઠું બોલાય જ નહિ તેવી શક્તિઓ માગવી.
પ્રશ્નકર્તા : ધારો કે જીભથી કહ્યું, તો એને મારા તરફથી તો દુઃખ થઈ ગયું કહેવાય ?
દાદાશ્રી : હા, એ દુ:ખ તો આપણી ઈચ્છા વિરુદ્ધ થયું છે ને, માટે આપણે પ્રતિક્રમણ કરવું. આ જ એનો હિસાબ હશે, તે ચૂકવાઈ ગયો.
પ્રશ્નકર્તા ઃ આપણે કશુંક કહીએ તો એને મનમાં ખરાબ પણ બહુ લાગે ને ?
દાદાશ્રી : હા. એ તો બધું ખરાબ લાગે. ખોટું થયું હોય તો ખોટું લાગેને. હિસાબ ચૂકવવો પડે, તે તો ચૂકવવો જ પડેને. એમાં છૂટકો જ ના થાય.
પ્રશ્નકર્તા : અંકુશ નથી રહેતો એટલે વાણી દ્વારા નીકળી જાય છે.
દાદાશ્રી : હા. એ તો નીકળી જાય. પણ નીકળી જાય તેની પર આપણે પ્રતિક્રમણ કરવાનું, બસ બીજું કશું નહીં. પશ્ચાત્તાપ કરી અને એવું ફરી નહીં કરવું. એવું નક્કી કરવું જોઈએ.
પછી નવરા પડીએ એટલે એનાં પ્રતિક્રમણ કર કર કર્યા જ કરવાનાં. એટલે બધું નરમ થઈ જાય. જે જે કઠણ ફાઈલ છે એટલી જ
Page #241
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૭૭
૪૭૮
વાણીનો સિદ્ધાંત
નરમ કરવાની છે, તે બે-ચાર ફાઈલ કઠણ હોય, વધારે ના હોય !
ઈચ્છા નથી છતાં થઈ જાય.. પ્રશ્નકર્તા : આપણી ઇચ્છા ના હોય છતાં કલેશ થઈ જાય, વાણી ખરાબ નીકળે તો શું કરવું ?
દાદાશ્રી : જે કાર્ય પૂરું થવાનું થાય ત્યારે ઇચ્છા ના હોય તો ય કાર્ય થયા કરે. ત્યારે થયા પછી પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : આપણે મનથી એમ ઈચ્છીએ કે આની જોડે નથી બોલવું, નથી કંઈ કજીયો કરવો, નથી ઝઘડવું અને છતાં ય કાંઈક એવું થાય છે કે, પાછું એ ઝઘડાઈ જ જવાય છે, બોલાઈ જ જવાય છે, કલેશ થઈ જાય છે. બધું જ થઈ જાય છે. ત્યારે શું કરું કે આ બધું અટકે ?
દાદાશ્રી : એ છેલ્લાં સ્ટેસ પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોયને, ત્યારે આપણને ભાવ હોય નહીં છતાં ય ખોટું થાય. તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાત્તાપ લઈએ તો ભૂંસાઈ જાય બસ. ખોટું થાય તો આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તે ય જ્યારે એ કાર્ય પૂરું થવાનું આવ્યું ત્યારે મહીં ખરાબ કરવાનો ભાવ હોય નહીં ને ખરાબ કાર્ય થાય. નહીં તો એ કાર્ય હજુ અધૂરું હોય, આપણને ઊંધું કરવાનો ભાવે ય થાય અને ઊંધું કાર્ય થાય ય ખરું, બેઉ થાય. આ બધું કરવાની ભાવ ન થાય અને ઊંધું થઈ જાય, તો આપણે જાણવું કે હવે આનો નક્કી છેડો-અંત આવવાનો થઈ ગયો. એના ઉપરથી અંત ખબર પડે. એટલે ‘કમીંગ ઈવેન્ટસ કાસ્ટસ ધર શેડોઝ બીફોર” (બનવાનું હોય તેના પડઘા પડે પહેલેથી).
સોતાનો હેતુ પણ દેખાવમાં ભૂલ..... તારાથી લોકો દુભાય છે કે ? પ્રશ્નકર્તા : દુભાય છે. દાદાશ્રી : પછી તરત ખબર પડી જાય છે ? પ્રશ્નકર્તા : તરત ખબર પડે.
દાદાશ્રી : એમ કે ? ત્યારે શું કરું તે પછી ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરું છું.
દાદાશ્રી : વત્યા પછી પ્રતિક્રમણ કરી લઈએ, તો શું વાંધો ? હેતુ સારો છે ને ! બસ એટલું જ તો જોઈએ.
પ્રશ્નકર્તા : હેતુ સારો છે તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવું પડે, પેલાને દુઃખ થયું ને. અને વ્યવહારમાં લોકો કહેશે, જો આ બાઈ કેવી ધણીને દબડાવે છે. પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય, તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય, પણ શું કામનો ? એ ચાલે નહીં હેતુ. હેતુ સાવ સોનાનો હોય તો ય અમારે પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે. એ બધા ય મહાત્માઓની ઇચ્છા છે, હવે જગતકલ્યાણ કરવાની ભાવના છે. હેતુ સારો છે પણ તો ય ના ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડા ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છોને? એવાં આ કપડા ઉપરના ડાઘ છે.
આ “અમારી’ ટેપરેકર્ડ વાગે, તેમાં કંઈ ભૂલચૂક થાય તો અમારે તરત જ એનો પસ્તાવો લઈ લેવાનો. નહિ તો ના ચાલે. ટેપરેકર્ડની પેઠે નીકળે છે એટલે અમારી વાણી માલિકી વગરની છે, તો ય પણ અમને જવાબદારી આવે. લોકો તો કહે ને, કે, ‘પણ સાહેબ, ટેપ તો તમારી જ ને ?” એવું કહે કે ના કહે ? કંઈ બીજાની ટેપ હતી ? એટલે એ શબ્દો અમારે ધોવા પડે. ના બોલાય અવળા શબ્દો.
પ્રતિક્રમણ એ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે. એટલે આ તમારી જોડે મારાથી કડક બોલાઈ જવાયું હોય, તમને બહુ દુઃખ ના થયું હોય છતાં મારે જાણી લેવું જોઈએ કે આ મારાથી કડક બોલાય જ નહીં. એટલે આ જ્ઞાનના આધારે આપણી ભૂગ્લ માલમ પડે. એટલે મારે તમારા નામનું પ્રતિક્રમણ કરવું પડે.
સામાતે લગે ખોટી તે જ સાચું ! પ્રશ્નકર્તા : એટલે વાણી બોલતી વખતે, આપણને આપણા
Page #242
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
વ્યુપોઈન્ટથી કરેક્ટ લાગતું હોય, સામાને એનાં વ્યુપોઈન્ટથી કરેક્ટ લાગતું ના હોય તો ?
૪૩૯
દાદાશ્રી : એ બધી વાણી સાવ ખોટી છે. પણ સામાને ફીટ થઈ, એનું નામ કરેક્ટ વાણી ! સામાને ફીટ થાય એવી આપણી વાણી બોલવી જોઈએ.
પ્રશ્નકર્તા : આપણે સામાને કંઈક કહીએ, આપણા મનમાં અંદર કશું હોય નહીં તે છતાં આપણે એને કહીએ, તો એને એમ લાગે કે ‘આ બરાબર નથી કહેતાં, ખોટું છે.' તો એને અતિક્રમણ કહેવાય ?
દાદાશ્રી : પણ એને દુઃખ થતું હોય તો આપણે પ્રતિક્રમણ કરી લેવું. આપણને શું એમાં મહેનત જવાની છે ? કોઈકને દુઃખ કરીને આપણે સુખી થઈએ નહીં.
શરૂઆતમાં અમારાથી કોઈને દુઃખ થાય એવું બોલાઈ જાય, તો એને વાળી લેવા અમે કહીએ કે, ‘ભઈ, પહેલેથી જ અમારું મગજ જરા આવું છે.’ એટલે સામો ખુશ થઈ જાય.
ટોકાય, પણ દુઃખ તા થાય તેમ !
પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય, તેને ટકોર કરવી પડે છે. તો તે કરાય કે નહીં ?
દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એમાં અહંકાર સહિત થાય છે. માટે એનું પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે ?
દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યારે તો ‘ટેસ્ટેડ’ (પરીક્ષણ
વાણીનો સિદ્ધાંત થયેલી) વાણી જોઈએ. ‘અટેસ્ટેડ’ વાણી બોલવાનો અધિકાર નથી. આ રીતે પ્રતિક્રમણ કરશો તો ગમે તેવું હશે તો ય સીધું થઈ જશે.
પ્રશ્નકર્તા : આપણે કેટલીક વખતે સામાના હિત માટે એને ટોકવું પડે, અટકાવવા પડે. તો તે વખતે એને દુઃખ પહોંચે તો ?
४८०
દાદાશ્રી : હા. કહેવાનો અધિકાર છે. પણ કહેતાં આવડવું જોઈએ. આ તો ભાઈ આવે, તેને જોતાં જ કહે કે ‘તું આવો છું ને તું તેવો છું.’ તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય. સામાને દુઃખ થાય એવું હોય તો આપણે કહેવું, ‘હે ચંદુભાઈ પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? ફરી આવું નહીં બોલું અને આ બોલ્યો તેનો પશ્ચાત્તાપ કરું છું.’ એટલું જ પ્રતિક્રમણ કરવું પડે. વિનયપૂર્વક અવળાં વેણ....
પ્રશ્નકર્તા : એટલે બીજાને માઠું લાગે, એ આપણે જોવાનું નહીં. આપણે કહી દેવાનું ?
દાદાશ્રી : એવું ના કહેવું જોઈએ. દુ:ખ થાય એવી વાત શા માટે કહેવી જોઈએ ?
પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતાં હોય કે ખોટું કરતાં હોય તો ય આપણે બોલવું નહીં ?
દાદાશ્રી : બોલવાનું. એવું કહેવાય, ‘આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.' આપણે એવું કહેવાય. પણ આપણે એમના બૉસ (ઉપરી) હોય, એવી રીતે વાત કરીએ છીએને, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય, એને વિનયથી કહેવા જોઈએ.
પ્રશ્નકર્તા : ખરાબ શબ્દ બોલતાં વિનય જળવાઈ શકે ?
દાદાશ્રી : એ જળવાય, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે ‘ડ્રામેટિક’ (નાટકીય) છે ને ! હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, ‘હું ભર્તુહરી રાજા છું, આ રાણીનો ધણી થઉં, પછી ભિક્ષા દેને મૈયા પીંગળા.' કહીને આંખમાંથી પાણી કાઢે છે. ત્યારે ‘અલ્યા, તું તો લક્ષ્મીચંદ છેને ? તું સાચું રડે છે ?” ત્યારે કહેશે, ‘હું શું કરવા સાચું રડું ? આ તો મારે અભિનય
Page #243
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
કરવો જ પડે. નહીં તો મારો પગાર કાપી લે.’ એવી રીતે અભિનય કરવાનો છે. જ્ઞાન મળ્યા પછી આ તો નાટક છે.
૪૮૧
પ્રશ્નકર્તા : એટલે સામેવાળી વ્યક્તિને દુઃખ થાય તો ય આપણને કાંઈ કર્મ ન બંધાય ?
દાદાશ્રી : દુ:ખ થાય એવું આપણા નિમિત્તે ન કરવું. તેમ છતાં થયાં કરે તો એ એનું પોતાનું. આપણે આપણા નિમિત્તે ન થાય એવી રીતે સાચવણી રાખવી જોઈએ.
પ્રશ્નકર્તા : છતાં આવેશમાં કંઈ બોલાઈ જવાય તો ? દાદાશ્રી : બોલાઈ જવાય તો પછી પ્રતિક્રમણ કરવું. શબ્દોના રીએકશનો....
આ દુષમકાળમાં વાણીથી જ બંધન છે. સુષમકાળમાં મનથી બંધન હતું. આ શબ્દો ના હોતને તો મોક્ષ તો સહેજા સહેજ છે. માટે કોઈના માટે અક્ષરે ય બોલાય નહીં. કોઈને ખોટું કહેવું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. આ શબ્દ બોલવો એટલે તો જોખમદારી છે બધી. અવળું બોલો તો તેની પણ મહીં પોતાની ઉપર ધૂળ પડે, અવળું વિચારે તો તેની ય મહીં પોતાની ઉપર ધૂળ પડે. એટલે એ અવળાનું તમારે પ્રતિક્રમણ કરવાનું, તો એનાથી છૂટી જવાય.
કલુષિત વાણીતા પ્રતિક્રમણો !
પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે.
દાદાશ્રી : જે બોલો તેનું પ્રતિક્રમણ થાય એટલે તમારી જવાબદારી ના રહે ને ! કડક બોલવાનું પણ રાગ-દ્વેષ રહિત બોલવાનું. કડક બોલાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાની.
પ્રતિક્રમણતી એક્ઝેક્ટનેસ !
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં હોય, તે મનથી કરવાં કે વાંચીને
૪૮૨
વાણીનો સિદ્ધાંત
અથવા બોલીને ?
દાદાશ્રી : ના. મનથી જ. મનથી કરીએ, બોલીને કરીએ, ગમે તેનાથી કે મારો એના પ્રત્યે જે દોષ થયો છે, તેની ક્ષમા માગું છું. તે મનમાં બોલીએ તો ય ચાલે. માનસિક એટેક થયો એટલે એનાં પ્રતિક્રમણ કરવાનાં બસ. હલકી નાતોમાં માર માર કરે અને આપણામાં શબ્દ મારે, નહીં તો મનથી મારે. શબ્દ મારે કે ન મારે ?
પ્રશ્નકર્તા : મારે.
દાદાશ્રી : આ બેનો તો કહે, હજુ તો કાળજેથી શબ્દ જતો નથી.
એવો ઘા વાગ્યો છે મને. એવાં શબ્દો બોલે ! અને મનથી મારે તે ય એના ઘરનાં હોય.
પ્રશ્નકર્તા : મનથી એટલે બોલ્યા વગર જ ને ?
દાદાશ્રી : જો શબ્દો બોલે ને, તો એ સામી થઈ જાય એવી હોય, તો મનથી મારે. વહુથી ય ધણી સામો થઈ જતાં હોય તો, એ મનથી મારે. મારા લાગમાં આવે તો તેને તે વખતે હું સીધો કરીશ, લાગ ખોળે !
પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેની વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે કરતી હોય, તો એના રીએકશનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ મન અંદરથી કહે છે કે, આ ખોટું છે. તો બોલે છે એના દોષ વધારે કે મનથી
કરેલા તેના દોષ વધારે ?
દાદાશ્રી : જીભથી કરે ને, એ ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે આપી દે. તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે, એ અત્યારે બીજ રોપ્યું. એટલે કોઝીઝ કહેવાય. એટલે કોઝીઝ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું.
܀܀܀܀܀
Page #244
--------------------------------------------------------------------------
________________
४८४
વાણીનો સિદ્ધાંત
[૯] વિગ્રહ, પતિ - પત્નીમાં !
વિનંતીવાળી વાણી મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ. પ્રાપ્ત સંયોગોમાં સહેજ પણ ડખલ ના હોય તો ભગવાનની સત્તા રહે. તેને બદલે ડખો કરે અને પોતાની સત્તા ઊભી કરે છે. હં, પછી આ આમ કેમ કર્યું. આ આમ... અલ્યા મૂઆ ! પાંસરો મરને. ચા પીને છાનોમાનો, મોઢું ધોઈને.
અને બીબી ય જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે, કે જરા આ બાબાને હીંચકો નાંખતા પણ નથી. જો આ ક્યારનો રડ્યા કરે છે ! ત્યારે પાછો ધણી કહેશે, ‘તારા પેટમાં હતો ત્યાં સુધી હું કંઈ હીંચકો નાખવા આવ્યો હતો ! તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો.’ કહેશે. આ પાંસરી ના હોય ત્યારે શું કરે છે ?
પ્રશ્નકર્તા: ડખો નહીં કરો કહ્યું ને તમે, તો એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ ? ઘરમાં બહુ માણસો હોય તો ય ?
દાદાશ્રી : પડી રાખવું ના જોઈએ અને ડખો ય ના કરવો જોઈએ. પ્રશ્નકર્તા : એવું કેવી રીતે થાય ?
દાદાશ્રી : વળી ડખો હોતો હશે ? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય !
પ્રશ્નકર્તા : કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ ?
દાદાશ્રી : પણ કહેવા કહેવામાં ફેર હોય.
પ્રશ્નકર્તા : ઈમોશન વગર કહેવાનું. ઈમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ ?
દાદાશ્રી : આમ વાણી કેવી મીઠી બોલે છે કે કહેતાં પહેલાં જ એ સમજી જાય !
પ્રશ્નકર્તા : આ કડક વાણી-કર્કશ વાણી હોય, એને શું કરીએ ?
દાદાશ્રી : કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોયને ! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે કે ‘હું વિનંતી કરું છું, આટલું કરજો.’ ‘હું વિનંતી......’ એટલો શબ્દ ઉમેરીને કરે.
પ્રશ્નકર્તા : હવે આપણે એમ કહીએ કે, ‘એ ય થાળી અહીંથી ઊંચક' અને આપણે ધીમાં કહીએ ‘તું થાળી અહીંથી ઊંચક.’ એટલે એ જે બોલવાનું જે પ્રેસર છે....
દાદાશ્રી : એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે ધીમેથી બોલવાનું.
દાદાશ્રી : ના, એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તો ય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું ‘હું વિનંતી કરું છું, તે આટલું કરજોને !' મહીં શબ્દ ઉમેરવો પડે.
Page #245
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૮૫
૪૮૬
વાણીનો સિદ્ધાંત
ત અપાય વણમાગી સલાહ પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું?
દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ રૂપિયા આપે તો ય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે વઢવાડ કરે, તો એ અનાડી નહીં તો શું ? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાડી ક્ષેત્રમાં જવું પડેલું ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠાં અનાડીક્ષેત્ર છે ! કેવાં ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે. કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો.
ઘરમાં સામો પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પછથે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે, ‘આ પ્યાલા ક્યાં મૂકવાના છે ?” તો બઈ જવાબ આપે કે, “ફલાણી જગ્યાએ મૂકો.” તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, ‘તને અક્કલ નથી, અહીં પાછું ક્યાં મૂકવાનું તું કહે છે ?” એટલે બઈ કહે કે, ‘અક્કલ નથી ત્યારે તો મેં તમને આવું કહ્યું, હવે તમારી અક્કલથી મૂકો.' આનો ક્યારે પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ખાલી ! તે ભમરડા ખાતી વખતે, ઊઠતી વખતે અથડાયા જ કરે ! ભમરડા પછી ટીચાય છે ને છોલાય છે ને લોહી નીકળે છે !! આ તો માનસિક લોહી નીકળવાનું ને ! પેલું લોહી નીકળતું હોય તો સારું. પટ્ટી મારીએ એટલે બેસી જાય. આ માનસિક ઘા પર તો પટ્ટી ય ના લાગે કોઈ !
ઘર રહે વિણ સંઘર્ષ ! તારું ઘરમાં વર્તન કેવું થઈ જશે ? સંઘર્ષમાં રાખીશ કે મિલનસાર ? પ્રશ્નકર્તા : મિલનસાર. દાદાશ્રી : કશું શબ્દ સામો બોલું છું? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : કેટલા વર્ષ થયાં સામું બોલ્યા ?
પ્રશ્નકર્તા : આટલી જિંદગીમાં એકાદ બે વખત સામુ બોલાઈ ગયેલું. દાદાશ્રી : અને તમે ? પ્રશ્નકર્તા : હું એકાદ બે વખત સામું ન બોલેલો. દાદાશ્રી : શું માણસો ભેગાં થયાં છે !!
પ્રશ્નકર્તા : પણ બધાની બુદ્ધિ થોડી સરખી હોય, દાદા ! વિચારો સરખા ના હોય. આપણે સારું કરીએ તો ય કોઈ સમજે નહીં. એનું શું કરવાનું ?
દાદાશ્રી : એવું કશું ય નથી. વિચાર સમજણ પડે છે બધાં ય. પણ બધા પોતાની જાતને એમ માને છે કે મારા વિચાર સાચાં છે એવું. તેમ બધાના વિચાર ખોટા છે. વિચાર કરતાં આવડતું નથી. ભાન જ નથી ત્યાં. માણસ તરીકે ય ભાન નથી બળ્યાં. આ તો મનમાં બેઠાં છે કે હું બી.એ. અને ગ્રેજ્યુએટ થયો. પણ માણસ તરીકે ભાન હોય તો કલેશ જ ના થાય. પોતે એડજસ્ટેબલ હોય બધે. આ બારણાં ખખડે તો ય ગમતું નથી આપણને, બારણું હવામાં ઠોકાઠોક થાય, તો તમને ગમે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે? કૂતરાં વઢતાં હોય તો ય ના ગમે આપણને.
આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો, ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે, બે ધોલો મારો તો સારું. પણ આ તમે જે બોલો છોને તે મારી છાતીએ ઘા વાગે છે ! હવે લ્યો અડતું નથી અને કેવાં ઘા વાગે છે !
પોતે વાંકો મૂઓ છે. હવે રસ્તામાં જરા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે. લોહી નીકળે ત્યાં કેમ નથી બોલતો ? આ તો જાણી જોઈને એની ઉપર રોફ મારવો છે. એમ ધણીપણું બતાવવું છે. પછી
Page #246
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૮૭
૪૮૮
વાણીનો સિદ્ધાંત
પૈડપણમાં તમને સારું (!) આપે. પેલો કશુંક માંગે તો, ‘આમ શું કચકચ કર્યા કરો છો, સૂઈ પડી રહોને અમથા.' કહેશે. એટલે જાણી જોઈને પડી રહેવું પડે. એટલે આબરુ જ જાયને. એનાં કરતાં મર્યાદામાં રહો. ઘેર ઝઘડો બગડો કેમ કરો છો. લોકોને કહો, સમજણ પાડજો કે ઘરમાં ઝઘડા ના કરશો. બહાર જઈને કરજો અને બહેનો તમે ય કરો નહીં હો !
પ્રશ્નકર્તા : વાણીથી કશો ય કલેશ ના હોય. પણ મનમાં કલેશ ઉત્પન્ન થયો હોય, વાણીથી કહ્યું ના હોય, પણ મનમાં હોય બહું. તો એ કલેશ વગરનું ઘર કહેવું ?
દાદાશ્રી : એ વધારે કલેશ કહેવાય. મન બેચેની અનુભવે તે ઘડીએ કલેશ હોય જ અને પછી આપણને કહે, “મને ચેન પડતું નથી.' તે કલેશની નિશાની. હલકા પ્રકારનું હોય કે ભારે પ્રકારનું હોય. ભારે પ્રકારના કલેશ તો એવા હોય છે કે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. કેટલાક તો એવું બોલ બોલે છે ને હાર્ટ તરત ખાલી થઈ જાય. પેલાને ઘર ખાલી જ કરવું પડે, ઘરધણી આવે પછી !!
દાદાશ્રી : ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું? ત્યારે એ કહેશે કે, જાણી જોઈને હું કંઈ ફેકું ? એ તે મારા હાથમાં છટકી ગયો ને ફેંકાઈ ગયો ?
પ્રશ્નકર્તા : એ તો એ ખોટું બોલ્યા ને ?
દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે. એ આપણા આધીન નથી. એ એની મરજીમાં આવે તેવું કરે. એને જૂઠું બોલવું હોય કે આપણને ખલાસ કરવા હોય એ એના તાબામાં છે. રાત્રે આપણા માટલામાં ઝેર નાખી આવે તો આપણે તો ખલાસ જ થઈ જઈએને ! માટે આપણા તાબામાં જે નથી તે આપણે જોવાનું નહીં. સમ્યક્ કહેતાં આવડે તો કામનું છે કે, “ભઈ, આમાં શું તમને ફાયદો થયો ?” તો એ એની મેળે કબૂલ કરશે. સમ્યક્ કહેતા નથી અને તમે પાંચ શેરની આપો તો પેલો દશ શેરની આપે !
પ્રશ્નકર્તા : કહેતા ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું?
દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે ‘ક્યા હોતા હૈ?” સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર, બાકી જે કહેવાથી કળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે.
અબોલાથી નિકાલ થાય ? પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?
દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તે કેમ છો ? કેમ નહીં ? એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને ‘સમભાવે નિકાલ કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, ‘ઊભા રહોને, અમારી કંઈ ભૂલ હોય તો મને કહો, મારી બહુ ભૂલો થાય છે.
કહેવાનું પણ સમ્યક્ રીતે પ્રશ્નકર્તા ઃ કોઈએ જોઈને આ વસ્તુ ફેંકી દીધી તો ત્યાં આગળ ક્યું એડજસ્ટમેન્ટ’ લેવું ?
દાદાશ્રી : આ તો ફેંકી દીધું, પણ છોકરો ફેંકી દે તો ય આપણે જોયા’ કરવાનું. બાપ છોકરાને ફેંકી દે તો આપણે જોયા કરવાનું. ત્યારે શું આપણે ધણીને ફેંકી દેવાનો ? એને તો દવાખાનું ભેગું થયું. હવે પાછા બે દવાખાના ઊભાં કરવાં ?! અને પછી જ્યારે એને લાગ આવે ત્યારે એ આપણને પછાડે. પછી ત્રણ દવાખાનાં ઊભાં થયાં.
પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ?
દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક્ કહેવું, જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક્ કહેવું.
પ્રશ્નકર્તા : સમ્યક્ એટલે કેવી રીતનું ?
Page #247
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૮૯
૪૯૦
વાણીનો સિદ્ધાંત
જાતનાં લોખંડ છે ! આમાં આત્મા એ આત્મા છે, પરમાત્મા છે અને લોખંડ એ લોખંડ છે, આ બધી બીજી ધાતુ છે.
તમારે એમની જોડે મતભેદ પડે છે ?
પ્રશ્નકર્તા : એમને બોલવાનું જ ઓછું એટલે મતભેદ જ ક્યાં રહે?
તમે તો બહુ હોશિયાર, ભણેલા તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.'
પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું ?
દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જયારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટેડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહ પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.
પ્રશ્નકર્તા : આપણે સામાને અબોલા તોડવા કહીએ કે મારી ભૂલ થઈ, હવે માફી માગું છું, તો ય પેલો વધારે ચગે તો શું કરવું ?
દાદાશ્રી : તો આપણે કહેવાનું બંધ કરવું. એનો સ્વભાવ વાંકો છે એમ જાણીને બંધ કરી દેવું આપણે. એને એવું કંઈક ઊંધું જ્ઞાન થઈ ગયું હોય કે ‘બહુત નમે નાદાન” ત્યાં પછી છેટા રહેવું. પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલાં સરળ હોયને ત્યાં તો ઉકેલ લાવી નાખવો. આપણે ઘરમાં કોણ કોણ સરળ છે અને કોણ કોણ વાંકું છે, એ ના સમજીએ ?
પ્રશ્નકર્તા : સામો સરળ ના હોય તો એની સાથે આપણે વ્યવહાર તોડી નાખવો ?
દાદાશ્રી : ના તોડવો. વ્યવહાર તોડવાથી તૂટતો નથી. વ્યવહાર તોડવાથી તૂટે એવો છે ય નહીં. એટલે આપણે ત્યાં મૌન રહેવું કે કો'ક દહાડો ચીઢાશે એટલે આપણો હિસાબ પતી જશે, આપણે મૌન રાખીએ એટલે કો'ક દહાડો એ ચિઢાય ને જાતે જ બોલે કે ‘તમે બોલતા નથી, કેટલા દહાડાથી મુંગા ફરો છો !' આમ ચિઢાય એટલે આપણું પતી જશે. ત્યારે શું થાય તે ? આ તો જાતજાતનું લોખંડ હોય છે, અમને બધાં ઓળખાય. કેટલાંકને બહુ ગરમ કરીએ તો વળી જાય. કેટલાકને ભઠ્ઠીમાં મૂકવું પડે, પછી ઝટ બે હથોડા માર્યા કે સીધું થઈ જાય. આ તો જાત
દાદાશ્રી : હા. જે એકદમ ઓછું બોલતો હોય તેનો સામા માણસને તાપ બહુ લાગે એટલે સાચી વાત કહેવી હોય તો ય કહેવાય નહીં.
વધાવો મીઠી વાણીથી ! આપણે એક દા'ડો તો કહી જુઓ કે ‘દેવી’ આજ તો તમે બહુ સરસ રસોઈ જમાડો, એટલું બોલી તો જુઓ.
પ્રશ્નકર્તા : ખુશ, ખુશ !
દાદાશ્રી : ખુશ ખુશ થઈ જાય. પણ આ તો બોલતાં ય નથી. વાણીમાં ય જાણે કે મફતની વેચાતી લાવવી પડતી હોયને વાણી ! વાણી વેચાતી લાવવી પડે છે ?
પ્રશ્નકર્તા : ના, પણ ધણીપણું ત્યાં જતું રહેને !
દાદાશ્રી : ધણીપણું જતું રહે છે, ધણીપણું !! ઓહોહો ! મોટો ધણી થઈ બેઠો !! અને અનુસર્ટિફાઈડ ધણી પાછો જો સર્ટિફિકેટ લઈને આયો હોત તો ઠીક છે !!
બૈરી ને એનો ધણી, બેઉ પાડોશી જોડે લઢે ત્યારે કેવાં અભેદ થઈને લઢે છે ? બેઉ જણ આમ હાથ કરીને કે તમે આવાં ને તમે તેવાં. બેઉ જણ આમ હાથ કરે. એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ બેમાં આટલી બધી એકતા !! આ કોર્પોરેશન અભેદ છે, એવું આપણને લાગે. અને પછી ઘરમાં પેસીને બેઉ વઢે ત્યારે શું કહેશે ? ઘેર પેલા વઢે કે ના વઢે ? કો'ક દહાડો તો વઢે ને ? એ કોર્પોરેશન માંહયો-માહીં જ્યારે ઝઘડે ને, ‘તું આવી ને તમે આવા, તું આવી ને તમે આવા.' ...પછી ઘરમાં
Page #248
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૯૧
૪૯૨
વાણીનો સિદ્ધાંત
જામે ને, ત્યારે કહે, ‘તું જતી રહે, અહીંથી ઘેર જતી રહે, મારે જોઈએ જ નહીં, કહેશે ! હવે આ અણસમજણ નહીં ? તમને કેમ લાગે છે ? તે અભેદ હતાં તે તુટી ગયો અને ભેદ ઉત્પન્ન થયો. એટલે વાઈફ જોડે ય “મારી તારી” થઈ જાય. ‘તું આવી છું ને તું આવી છું !' ત્યારે એ કહેશે, ‘તમે ક્યાં પાંસરા છો ?” એટલે ઘરમાં ય હું ને તું થઈ જાય.
“ને તું, હું ને તું, હું ને તું.' તે પહેલા, અમે હતાં, અમે બે એક છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. અમારું જ છે આ. તેનું ‘હું ને તું’ થયાં ! હવે હું ને તું થયાં એટલે હુંસાતુંસી થાય. એ હુંસાતુંસી પછી
ક્યાં પહોંચે ? ઠેઠ હલદીઘાટની લઢાઈ શરૂ થઈ જાય. સર્વ વિનાશને નોતરવાનું સાધન એ હુંસાતુસી ! એટલે હુંસાતુંસી તો કોઈની જોડે થવા ના દેવી.
સંસારમાં કેમ ઊભું રહેવાય, આવાં ફસામણવાળા સંસારમાં, હું ને તું હોય ત્યાં જીવાય જ કેમ કરીને ? હું ને તું, હું ને તેમાં ભેદ ના લાગે બળ્યો ?
હવે કંઈ પૂછ, હરકત હોય તે બધી પૂછ અને એક જ ફેમિલી હોય ને એવું જીવન જીવવું જોઈએ. વન ફેમિલી તરીકે તો જીવો.
ફેમિલીના માણસનો આમ હાથ અથાડે તો આપણે એની જોડે લઢીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી..... તારા વગર મને ગમતું નથી એમ કહેવું, એ વઢેને આપણને, ત્યાર પછી થોડીવાર પછી કહી દેવું ‘તું ગમે તે વટું, તો ય પણ તારા વગર મને ગમતું નથી.' એમ કહી દેવું. આટલો ગુરુ મંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથી, તમને બોલવામાં વાંધો શું ? મનમાં રાખીએ પ્રેમ ખરો, પણ થોડું ખુલ્લું કરવું.
દાદાની એકટીંગ હીરાબા સંગ ! ઘરમાં બેસવાનું ગમે નહીં તો ય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એ ય કહે કે તમારા વગર મને ગમતું નથી. તો મોક્ષ જવાશે. દાદા મળ્યા છે ને, તો મોક્ષે જવાશે.
પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો છો ? દાદાશ્રી : હા, હીરાબાને, હું હજુ ય કહું છું ને !
આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું તે મને ય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખ આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને ! મને કહે છે. ‘હું હઉ તમને સાંભરું ?” મેં કહ્યું, ‘સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?!” અને ખરેખર સાંભરે ય ખરાં, ન સાંભરે એવું નહીં !
આદર્શ હોય અમારી લાઈફ, હીરાબા ય કહે, તમે વહેલા આવજો.
પ્રશ્નકર્તા : આપે હીરાબા પાસે રજા માંગેલી ખરી ? અમે હવે જઈએ ?
દાદાશ્રી : હા. એ આપે. ‘વહેલા આવજો.” એવું ય કહે અને કહે, બધા લોકોનું ભલું થાય એવું કરો.
એટલે અમારું બધું પ્રામા જ હોય. હીરાબા ૭૩ વર્ષનાં તો ય મને કહે છે, તમે વહેલા આવજો. મેં કહ્યું. મને ય તમારા વગર ગમતું નથી ! એ ડ્રામા કરીએ તો કેટલો એમને આનંદ થઈ જાય. વહેલા આવજો, વહેલા આવજો કહે છે. તે એમને ભાવ છે એટલે એ કહે છે ને ! એટલે અમે ય આવું બોલીએ. બોલવાનું હિતકારી હોવું જોઈએ. બોલ બોલેલો જો સામાને હિતકારી ના થઈ પડ્યો તો આપણે બોલ બોલેલો કામનો જ શું તે ?!
છોકરાં સુધારવા, પ્રેમમય વાણીથી ! એક કલાક નોકરને, છોકરાને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે. એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો
Page #249
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૯૩
૪૯૪
વાણીનો સિદ્ધાંત
તે ? અક્ષરે ય બોલવાનો બંધ કરી દેજો. આ તેટલા માટે તો અમે ‘વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે. તે વ્યવસ્થિતનું જ્ઞાન વગર, બોલ્યા વગર માણસ બેસી ના રહે. કારણ કે પ્યાલા ભાંગી ગયા નોકરનાં હાથે એટલે બોલ્યા વગર મુંઓ રહે જ નહીં ને ! કેમ ભાંગી નાખ્યા ? તારા હાથ ભાંગલા છે કે આમ તેમ છે ?!” પણ હવે પ્યાલા ફૂટી ગયા તો ફોડનાર કોણ છે. એ ‘વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે એટલે કશું બોલવાનું જ નથી ને ! અને પાછું ‘વ્યવસ્થિત’ જ થયું.
પ્રશ્નકર્તા : હા, થયું તે ‘વ્યવસ્થિત' !
દાદાશ્રી : હા, અવ્યવસ્થિત થતું જ નથી. અવ્યવસ્થિત દેખાય છે તે પણ ‘વ્યવસ્થિત છે. એટલે વાત જ સમજવાની જરૂર છે. તમારે વ્યવસ્થિતનાં જ્ઞાનથી ચાલે છે કે નથી ચાલતું ? બધું વ્યવસ્થિત જ ચાલે ને ?
કે ‘વહુ મને આમ કેમ કરે છે ?” વહુને એમ થાય કે ‘આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?” એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે ‘વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !” ત્યારે એ કહે કે, “ખોળી લાવ્યો હતો.ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે. એમાં તે શું કરે, ક્યાં જાય પછી ?
જેટલું બને એટલે આત્માનું જ કર કર કરવા જેવું છે. અને આ સંસારનું તો કશું આઘુંપાછું થાય એવું નથી. સંસારમાં તો તમારે ‘ચંદુભાઈને કહેવું ‘કામ કર્યું જાવ.' પછી આઘુંપાછું થાય તો ય વઢશો નહીં, કોઈને લઢશો નહીં ને કામ કર્યે જાવ, કહીએ. સંસારમાં વઢવા લઢવાની વાત જ નથી. એ તો જેને રોગ થયો હોય ને, તે બધું વઢે લડ્યા કરે. આ ગાયો ભેંસો કંઈ રોજ લઢે છે કે કોઈ દહાડો ?! કો'ક દહાડો બહુ ત્યારે, બાકી બધાં જોડે ને જોડે જાય છે, આવે છે. સામસામી કચ કચ નહીં, ભાંજગડ નહીં. વઢવાની તો વાત જ ના હોય. વઢવું એટલે જ અહંકાર, ખુલ્લો અહંકાર. એને ગાંડો અહંકાર કહેવામાં આવે છે. મનમાં એમ માને કે ‘મારા વગર ચાલશે નહીં. આ બધું બગડી જશે.” એ અહંકારને ગાંડો અહંકાર કહેવાય. એટલે વઢવા કરવાની વાત આવે ત્યાં બંધ રાખવું. હવે તમારે વઢવા જેવું કંઈ રહ્યું છે જ ક્યાં છે ?! ઊલટું વઢવામાં તો આપણને બોજો લાગે. માથું પાકી જાય નહીં ? વઢવાનું ગમે ખરું કોઈને ? શોખ હોય ?
પ્રશ્નકર્તા : કોઈને શોખ નહીં. દાદાશ્રી : કંઈ તમને એક આખો દહાડો લઢવા બેસાડે તો ? પ્રશ્નકર્તા: મગજ ખલાસ થઈ જાય. દાદાશ્રી : ના ફાવે, નહીં ?
કશું જગતમાં કોઈ એક અક્ષરે ય કોઈને કશો કહેવું નહીં. કહેવું એ રોગ છે એક જાતનો ! કહેવાનું થાય તો એ રોગ મોટામાં મોટો ! બધાં પોતપોતાનો હિસાબ લઈને આવેલા છે. આ ડખો કરવાની જરૂર શું
પ્રશ્નકર્તા : બાકી વ્યવસ્થિત ચાલે છે પણ કો'ક વખત ડખો થઈ જાય.
દાદાશ્રી : થઈ જાય. પણ ખબર પડી જાય કે આ ભૂલ થઈ ? પ્રશ્નકર્તા : હા, ભૂલ થઈ, ખબર પડી જાય.
દાદાશ્રી : કો'ક વખત પતંગ છે તે ગુલાટ ખાય, તો બહુ ત્યારે આપણે દોરો ખેંચી લેવાનો. દોરો આપણાં હાથમાં છે. અને જગતમાં લોકોના હાથમાં દોરી નથી, લોકોની ગુલાંટો ખાયા કરે છે. હવે શું થાય છે ?
માટે અક્ષરે ય બોલવાનું બંધ કરી દેવું. બોલવું એને ભગવાને ભયંકર રોગ કહ્યો છે. હા. બોલે તો, જ્ઞાની એકલા બોલે તે ય એમની વાણી કેવી હોય ? પરેચ્છાનુસારી હોય. હા, બીજાની ઈચ્છાઓનાં આધારે એ બોલે છે. બીજાની ઈચ્છાઓ પૂર્ણ થવા માટે એ બોલે છે. બાકી એમને શા હારું બોલવું પડે તે ?! અને એમની વાણી સ્યાદ્વાદ વાણી, બહુ સાંભળ સાંભળ કરવાનું મન થાય.
અને પેલી તો સાંભળે ત્યાંથી જ મહીં આત્મા હાલી જાય, બધું હાલી
Page #250
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૯૫
૪૯૬
વાણીનો સિદ્ધાંત
જાય, ભયંકર પાપ લાગે. સહેજે ય બોલાય નહીં આ જગતમાં, સહેજે ય બોલવું એનું નામ કચકચ કહેવાય.
આપણે બહાર પૂછીએ કે, ‘શું તારાં કાકા કહેતા'તા ?’ ‘એ કાકા કચકચ કર્યા કરે છે વગર કામના.” ત્યારે શું આ બધાં જનાવરાં છે, મૂંઆ કાકો કચકચ કરે છે તે ?! અરે મુરખ, શું કરવા બોલબોલ કરે છે તે ?! ચક્કર નથી બોલવા જેવું. હા, એ બોલવાનું, તે બોલનારાની તો વાણી કેવી હોય ? કે જે બોલેને તે પેલો સાંભળ સાંભળ કરે, કે ‘શું કહ્યું કાકા? શું કહ્યું કાકા ?” આ તો બોલતાં પહેલાં જ છે તે પેલા કચ કચ કરે. ‘તમે કચકચ તમારી રહેવા દો, વગર કામના ડખો કર્યા કરો છો !” કહેશે !
એટલે એક જ જગતમાં કરવાનું છે. કશું બોલવું નહીં કોઈએ. નિરાંતે જે હોય એ ખઈ લેવું ને આ ઠંડ્યા બા સહુસહુનાં કામ પર, કામ કર્યા કરવાનું. બોલશો કરશો નહીં. તું નથી બોલતી નથી ને, છોકરાં જોડે, ધણી જોડે ?
પ્રશ્નકર્તા : બહુ ઓછું કરી નાખ્યું.
દાદાશ્રી : બિલકુલ નહીં કરવાનું. દાદાની આજ્ઞા ! વઢવાથી તો છોકરાં બગડે છે, સુધરતા નથી બળ્યા, વળી કઈ મા માં બરકત હશે કે છોકરાને વઢવઢ કરે ?! એ મા માં બરકત જોઈએ ને ? શું ? ક્યારે વઢેલું કામનું ? કે પૂર્વગ્રહ ન હોય તો વઢેલું કામનું. પૂર્વગ્રહ એટલે ગઈકાલે વડ્યો'તો ને, ને મનમાં તો યાદ હોય. આવો જ છે, આવો જ છે અને પછી પાછો વઢે. એટલે પછી, પછી એમાંથી ઝેર ફેલાય. ભયંકર રોગ ભગવાને કહ્યું છે, મૂરખ બનવાની નિશાની, અક્ષરે ય બોલવાનું નહીં.
પ્રશ્નકર્તા: પણ દાદા, આપણે તો છોકરાઓને વાઈફને કંઈ કહેતા હોઈએ ને, તો પેલું નાટકમાં જેમ ગુસ્સો કરતાં હોય એવું સાધારણ આમ.
દાદાશ્રી : હા. નાટકી ભાવ રાખે તો વાંધો નહીં. પણ ઘરમાં બિલકુલ લઢવું નહીં. ઘરનાં પોતાનાં માણસ કહેવાય.
તમારે ઘરમાં બંધ છે કે નહીં. બિલકુલે ય ? નાનામોટાં બેઉ સરખાં ? કે મોટો તમારો ?
પ્રશ્નકર્તા : (ભાઈ) આ વઢવાનું ફાવતું નથી બહુ. પ્રશ્નકર્તા : (બહેન) છોકરાઓને ન વઢે કોઈ દિવસ.
દાદાશ્રી : પણ શું કરવા બોલે ?! પોતાનું મગજ બગાડવું, મૂરખ બનવું, એ કોનાં ઘરની વાત છે તે ?! પોતે મૂરખ બને ને પાછો મગજ બગાડે, સાર કશો કાઢવાનો નહીં !
જો સામાં કચકચ કરતાં હોય ને, તો આપણે કચકચ કરવા જેવી નથી. એ આપણને મુરખ જાણે તો મુરખ જાણવું. કંઈ એમનાં હાથમાં કંઈ ઓછો કાયદો છે, મોક્ષે જવાનો ?! દાદાની પાસે આપણે સર્ટિફિકેટ લેવું, કે સર્ટિફિકેટ કેવું છે, બસ.
હવે, આ ભવમાં તો સાચવી લઇએ ! બધું ‘વ્યવસ્થિત’ ચલાવે છે, કશું બોલવા જેવું નથી. ‘પોતાનો ધર્મ કરી લેવા જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ એટલે આપણે હોલવવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને ? હવે તો આ યુ ભમરડા ને તે ય ભમરડા ! મેલને પીડા અહીંથી ! પ્યાલા ફૂટે, કઢી ઢળે, વહુ છોકરાંને વઢતી હોય તો ય આપણે આમ આડા ફરીને નિરાંતે બેસી જવું. આપણે જોઇએ ત્યારે એ કહેને કે, ‘તમે જોતા હતા, કેમ ના બોલ્યા ?” અને ના હોય તો હાથમાં માળા લઇને ફેરવ્યા કરીએ એટલે એ કહેશે કે, “આ તો માળામાં છે.’ મેલોને પૈડ ! આપણે શી લેવાદેવા ? સ્મશાનમાં ના જવાનું હોય તો કચકચ કરો ! માટે કશું બોલવા જેવું નથી. આ તો ગાયો-ભેંસો ય એના બાબા જોડે રીતસર ભોં ભ કરે, વધારે બોલે નહીં ! ને આ મનુષ્યો તો ઠેઠ સુધી બોલ બોલ કરે. બોલે એ મૂરખ કહેવાય, આખા ઘરને ખલાસ કરી નાખે. એનો ક્યારે પાર આવે ? અનંત અવતારથી સંસારમાં ભટકયા. ના કોઇનું ભલું કર્યું, ના પોતાનું ભલું કર્યું. જે માણસ પોતાનું ભલું કરે તે જ બીજાનું ભલું કરે.
Page #251
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૯૭
૪૯૮
વાણીનો સિદ્ધાંત
2.
A
તવ બોલ્યામાં નવ ગુણ ! આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે, અને દરેકના બોલ એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી, કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, ‘ગાડીએ વહેલો જા', તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાને ખાવાનું પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે. કંઈ દાદરેથી પડી જાય એવા નાના છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા મૂકો છો ? આ છોકરા જોડેનો તો “રીલેટિવ' ધર્મ છે. ત્યાં ખોટી માથાકુટ કરવા જેવી નથી. કકળાટ કરો છો તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય.
પ્રશ્નકર્તા છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી.
દાદાશ્રી : જવાબદારી ‘વ્યવસ્થિત'ની છે, તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી. તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણે કહેલું કામનું. આ તો મા-બાપ બોલે ગાંડું પછી છોકરાં ય ગાંડું કાઢે.
પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઈથી બોલે છે.
દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય તો બધાનું સારું થાય.
એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિંક ચાલુ થઈ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે.
ત્યારે આપણે મૌન લઈને સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં ! સુધરવાનું હોય તો “જ્ઞાની પુરુષ”ની વાણીથી સુધરે. છોકરાં માટે તો મા-બાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે ? ચાલે. એટલે ભગવાને કહ્યું છે કે જીવતો જ મરેલાની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને સુધારવું એ ‘અમારાથી’ થઈ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે. પોતે જ સુધર્યા ના હોય તે બીજાને શી રીતે સુધારી શકે ?
છોકરાને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. ઘરમાં છ મહિના મૌન લઈ લો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાંખવું.
એવી વાણીતે તભાવી લઇએ ! આ ટીપોય વાગે તો આપણે તેને ગુનેગાર નથી ગણતા. પણ બીજું મારે તો તેને ગુનેગાર ગણે. કુતરું આપણને મારે નહીં ને ખાલી ભસભસ કરે તો આપણે તેને ચલાવી લઈએ છીએ ને જો માણસ હાથ ઉપાડતો ના હોય ને એકલું ભસભસ કરે તો નભાવી લેવું ના જોઇએ ?! ભસ એટલે ‘ટુ સ્પીક.’ ‘બાર્ક” એટલે ભસવું. ‘આ બૈરી બહુ ભસ્યા કરે છે એવું બોલે છે ને ? આ વકીલો ય કોર્ટમાં ભસતા નથી ? પેલો જજ બેઉને ભસતા જોયા કરે ! આ વકીલો નિર્લેપતાથી ભસે છે ને ? કોર્ટમાં તો સામસામી ‘તમે આવા છો, તમે તેવા છો, તમે અમારા અસીલ પર આમ જુઠ્ઠા આરોપ કરો છો' ભસે. આપણને એમ લાગે છે કે આ બેઉ બહાર નીકળીને મારંમારા કરશે. પણ બહાર નીકળ્યા પછી જોઇએ તો બેઉ જોડે બેસીને ટેસ્ટથી ચા પીતા હોય !
પ્રશ્નકર્તા : એ ‘ડ્રામેટિક’ લઢયા કહેવાય ?
દાદાશ્રી : ના. એ પોપટમસ્તી કહેવાય. ‘ડ્રામેટિક’ તો ‘જ્ઞાની પુરુષ' સિવાય કોઈને આવડે નહીં. પોપટો મસ્તી કરે તો આપણે ગભરાઇ જઇએ
Page #252
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૪૯
પ00
વાણીનો સિદ્ધાંત
કે બેઉ હમણાં મરી જશે, પણ ના કરે. એ તો અમથા અમથા ચાંચો માર્યા કરે, કોઇને વાગે નહીં એવી ચાંચો મારે. બે જણા મસ્તી-તોફાન કરતાં હોય, એ વઢે કરે પણ અંદર અંદર દાવો ના માંડે. અને આપણે વચ્ચે પડીએ તો એ એનો ધંધો કરાવી લે અને એ લોક તો એકનાં એક જ પાછાં. બીજે ઘેર રહેવા ના જાય, એને પોપટમસ્તી કહેવાય. અમે તરત સમજી જઈએ કે આ બે જણે પોપટમસ્તી કરવા માંડી. ને આપણે મૂરખ ઠરીએ. અમે તો એ જે કરતો હોયને, તે એનાં મહીંના ભાવ તરત વાંચી શકીએ. એટલે અમને આ બધું સમજાય.
“રીએક્શનરી' પ્રયત્નો ન જ કરાય ! પ્રશ્નકર્તા : બપોરે પાછું સવારની અથડામણ ભૂલી ય જઇએ ને સાંજે પાછું નવું થાય.
દાદાશ્રી : એ અમે જાણીએ છીએ, અથડામણ કઈ શક્તિથી થાય છે. એ અવળું બોલે છે, તેમાં કઇ શક્તિ કામ કરી રહી છે. બોલીને પાછાં એડજસ્ટ' થઇએ છીએ, એ બધું જ્ઞાનથી સમજાય તેમ છે. છતાં એડજસ્ટ થવાનું જગતમાં. કારણ કે દરેક વસ્તુ “એન્ડવાળી’ હોય છે અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તો ય તમે તેને “હેલ્પ” નથી કરતા, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે ! એને કોણ સુધારી શકે ? જે સુધરેલો હોય તે જ સુધારી શકે. પોતાનું જ ઠેકાણું ના હોય, તે સામાને શી રીતે સુધારી શકે ?
પ્રશ્નકર્તા : આપણે સુધરેલા હોય તો સુધારી શકીએ ને ? દાદાશ્રી : હા, સુધારી શકીએ. પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા ?
દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે “ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે !' ઠપકો આપો, પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે !
સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઇએ. પણ જે પ્રયત્નો “રીએક્શનરી’ હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઇએ, સૂક્ષ્મ રીતે ! ચૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઇએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઇએ કે, ‘આપણને આ શોભે નહીં.” બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે પણ કહેવાની રીત હોય. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો, પણ કહેવાથી એને જે દુ:ખ થયું તેની અસર તમારા ઉપર આવશે. કહેવાનો વાંધો નથી. પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. આપણે નક્કી કરી રાખવું કે આપણે કોઈને કિંચિત્માત્ર દુઃખ દેવું નથી.
પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા, તેનાથી લોકો ઊલટાં બગડ્યા. સુધારવા જાય કે બગડે જ. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે. આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ એ મિનિંગલેસ છે. ત્યાં સુધી શબ્દ પણ પાછાં પડે. તમે કહો કે “આવું ના કરીશ.' ત્યારે સામો કહે કે “જાવ, અમે તો આવું જ કરવાના.' આ તો સામો વધારે અવળો ફર્યો.
વઢવું, એ છે અહંકાર વઢવાથી માણસે ચોખ્ખું કહે નહીં ને કપટ કરે. આ બધા કપટ વઢવાથી જ જગતમાં ઊભા થયા છે. વઢવું એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે. વઢેલું કામનું ક્યારે કહેવાય ? પૂર્વગ્રહ વગર વઢે તે.
કોઈ જગ્યાએ સારી વાણી બોલતા હશો ને ? કે નહીં બોલતા હો ? ક્યાં આગળ બોલતા હશો ? જેમને બોસ માને છે, તે બોસ જોડે સારી વાણી બોલવાના ને અન્ડરહેન્ડ જોડે ઝાપટ ઝાપટ કરવાનાં. આખો દહાડો ‘તેં આમ કર્યું. તેં આમ કર્યું' કહ્યા કરે. તે એમાં આખી વાણી બધી બગડી જાય છે. એ અહંકાર છે એની પાછળ, આ જગતમાં કશું જ કહેવાય એવું નથી. જે બોલીએ છીએ, તે અહંકાર છે. જગત બધું નિયંત્રણવાળું છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૫૦૨
વાણીનો સિદ્ધાંત
[૧૦] ઉછેરો “છોડવાં' આમ બગીચામાં..
ત ટોકો કદિ તે ય ખોટું ! એક બેન્કના મેનેજર કહે છે, દાદાજી, હું તો કોઈ દહાડો ય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરે ય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય, પણ મારે બોલવાનું નહીં.
એ એમ સમજ્યો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે સરસ ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને ?! અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેન્કના મેનેજર બનાવ્યા તે આ ? તમને છોડી-છોકરાં સાચવતાં નથી આવડતો ને વહુ સાચવતાં નથી આવડતી ! તે એ તો ગભરાઈ ગયો બિચારો. પણ મેં તેમને કહ્યું, ‘તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.' પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ ‘દાદા' મને મોટું ઈનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઈનામ હોતું હશે ? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે “કેમ આવું કર્યું ? હવે આવું નહીં કરવાનું.” એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે
આપણે જે કંઈ કરીએ છીએ તે ‘કરેક્ટ' જ છે. કારણ કે બાપાએ એક્સેપ્ટ કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયાં છે. બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણામાં પૂછો તો વાળવો પડશે ને ? છોકરાઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે. તેમને હલાવવામાં કશો ગુનો છે ?
બાબો અહીં તોફાન કરતો હોય તો આપણે કહેવું પડે કે ‘આવી રીતે અહીં તોફાન ના કરીશ.’ એને સમજણ પાડીને કહેવું પડે. ‘તું તો કશું બોલતો જ નથી. તેનાં કરતાં તો આ કબાટ સારું. તું તો કબાટ જેવો થઈ ગયો. લોક જાણે કે આ બાપ થયો. બાકી તું તો એક કબાટ જેવો છું. કઈ જાતનો માણસ છું તે !”
એટલે મારવાનું નહીં, દુઃખ દેવાનું નહીં. તેમ કબાટ જેવાં થવાનું ય નહીં. કેવી રીતે રહેવાનું સમજણ પડીને ? બઈ ને છોકરાંને સમજાવી પટાવીને વાતચીત કરવી. નહીં તો પાછા આપણે કબાટ થઈ ગયાં. કોઈ બોલે, ગાળો ભાંડે તો કબાટ કશું બોલે ?
ત માટે છોકરાં ત્યારે..... ઘણા લોકો છોકરાને કહે છે, “તું મારું કહ્યું માનતો નથી.” મેં કહ્યું, ‘તમારી વાણી ગમતી નથી એને. ગમે તો અસર થઈ જ જાય.’ અને પેલો પપ્પો કહે છે, “તું મારું કહ્યું માનતો નથી.” અલ્યા મૂઆ, પપ્પો થતાં તને આવડ્યું નથી. આ કળિયુગમાં દશા તો જુઓ લોકોની ! નહીં તો સત્યુગમાં કેવા ફાધર ને મધર હતા !
હું એ શીખવાડવા માંગું છું, તમે એવું બોલો કે, છોકરાને તમારી વાતમાં ઈન્ટરેસ્ટ પડે એટલે તમારું કહ્યું કરશે જ. તમે કહ્યું મને કે તમારી વાત મને ગમે છે જ. તો તમારાથી એટલું થાય.
પ્રશ્નકર્તા: આપની વાણીની અસર એવી થાય છે કે જે બુદ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે છે.
દાદાશ્રી : હૃદય સ્પર્શતી વાણી. હૃદય સ્પર્શતી વાણી તો મધરલી
Page #254
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૦૩
૫૪
વાણીનો સિદ્ધાંત
(માતૃત્વવાળી) કહેવાય. હૃદય સ્પર્શતી વાણી જો કોઈ બાપ છોકરાને કહે એ સર્ટિફાઈડ ફાધર કહેવાય !
પ્રશ્નકર્તા : બહુ સહેલાઈથી નહીં માને છોકરાં !
દાદાશ્રી : તો હીટલરીઝમથી માને ?! એ હેલ્પફુલ નથી. હીટલરીઝમથી જો કરીએ તો હેલ્પફુલ નથી.
પ્રશ્નકર્તા : માને છે, પણ બહુ સમજાવ્યા પછી.
દાદાશ્રી : તો વાંધો નહીં. એ કાયદેસર કહેવાય. બહુ સમજાવવું પડે છે. એનું કારણ શું ? કે તમે પોતે સમજતા નથી. માટે વધારે સમજાવવું પડે. સમજતા માણસને એક ફેરો સમજાવવું પડે. તે આપણે ના સમજી જઈએ ?! બહુ સમજાવો છો પણ પછી સમજે છે ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ રસ્તો સારામાં સારો. આ તો મારી ઠોકીને સમજાવવા માંગે છે ! જેમ બાપ થઈ બેઠો, તે જાણે અત્યાર સુધી દુનિયામાં કોઈ દહાડો કોઈ બાપ જ નહીં હોય ! એટલે જે સમજાવીને આવું લે છે તેને મારે અનૂક્વૉલિફાઈડ નથી કહેવા.
બાપ થવું” એ સવ્યવહાર કેવો હોવો જોઈએ ? છોકરા જોડે દાદાગીરી તો નહીં, પણ સખ્તાઈ ય ના જોઈએ, એનું નામ બાપ કહેવાય.
પ્રશ્નકર્તા છોકરાં પજવે તો ? છોકરાં પજવે તો પછી બાપે શું કરવું જોઈએ ? તો ય બાપે સખ્તાઈ નહીં રાખવાની ?
દાદાશ્રી : છોકરાં આ બાપને લીધે જ પજવે છે. બાપનામાં નાલાયકી હોય તો જ છોકરાં પજવે. આ દુનિયાનો કાયદો એવો ! બાપનામાં બરકત ના હોય તો છોકરાં પજવ્યા વગર રહે નહીં. વળી એ તો ન્યાય અને તરત જ આપી દઈએ. બાપ કહે કે, “મારા છોકરાં પજવે છે.” તો હું કહી દઉં કે તારામાં બરકત નથી. જતો રહે ! છોકરાનો બાપ થતાં આવડતું નથી. છોકરાં શી રીતે પજવે ? ખવડાવી-પીવડાવીને મોટા કર્યા. કુદરતી કાયદો એવો છે કે છોકરો બાપનું ના માને તો બાપનામાં
બરક્ત નથી એમ કહેવાય. આ એનો કાયદો !
પ્રશ્નકર્તા : દીકરો બાપનું ના માને તો શું કરવું ?
દાદાશ્રી : “આપણી ભૂલ છે’ એમ માનીને મૂકી દેવાનું ! આપણી ભૂલ હોય તો જ ના માને ને ! બાપ થતાં આવડ્યું હોય, એનો છોકરો ના માને એવું હોતું હશે !? પણ બાપ થતા આવડતું જ નથી ને !
પ્રશ્નકર્તા ઃ એક વાર ફાધર થઈ ગયા પછી કંઈ ગલુડીયા છોડે ?
દાદાશ્રી : છોડતાં હશે ? ગલુડીયાં તો આખી જિંદગી એવા ડૉગ ને ડૉગીનને, બેઉને જોયા જ કરે, કે આ ભસ ભસ કરે અને આ (ડૉગીન) બચકાં ભર ભર કર્યા કરે. ડૉગ ભસ્યા વગર રહે નહીં. પણ છેવટે દોષ પેલા ડૉગનો નીકળે. છોકરાં એના મા તરફી હોય. એટલે મેં એક જણને કહેલું, “મોટાં થઈને આ છોકરાં તને મારશે. માટે ધણીયાણી જોડે પાંસરો રહેજે !' એ તો છોકરાં જોયા કરે તે ઘડીએ, એમનો પગ ના પહોંચે ને ત્યાં સુધી અને પગ પહોંચે એટલે તો ઓરડીમાં ઘાલીને મારે. તે એવું બન્યું હઉં લોકોને ! છોકરાએ તે દહાડાથી નિયાણું જ કરેલું હોય કે હું મોટો થાઉં કે બાપને આપું ! મારું સર્વસ્વ જજો પણ આ કાર્ય થાવ, એ નિયાણું. આ ય સમજવા જેવું છે ને ?!
પ્રશ્નકર્તા : એટલે બધો દોષ બાપનો જ ?
દાદાશ્રી : બાપનો જ ! દોષ જ બાપનો. બાપનામાં બાપ થવાની બરકત ના હોય ત્યારે વહુ સામી થાય. બાપનામાં બરકત ના હોય ત્યારે જ આવું બને ને ! મારી-ઠોકીને ગાડું રાગે પાડે. ક્યાં સુધી સમાજની બીકના માર્યા રહે.
પ્રશ્નકર્તા : એવું જ હોય કે બાપની ભૂલ જ હોય ?
દાદાશ્રી : બાપની જ ભૂલ હોય છે. એને બાપ થતાં આવડતું નથી, એટલે આ બધું ભેલાઈ ગયું. ઘરમાં જો બાપ થવું હોય તો, સ્ત્રી એની પાસે વિષયની ભીખ માંગે, એવી દ્રષ્ટિ થાય ત્યારે બાપ થઈ શકે.
પ્રશ્નકર્તા : બાપ ઘરમાં વડીલપણું ના રાખે, બાપપણું ના રાખે તો
Page #255
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૦૫
૫૦૬
વાણીનો સિદ્ધાંત
એટલે આપણે છૂટા. આપણી જવાબદારી નહીં પછી.
પ્રશ્નકર્તા : મૌનવ્રત લઈએ તો કેવું ? મૌન લઈએ તો, બોલવું જ
નહીં.
દાદાશ્રી : એ મૌન આપણા હાથની વાત નથીને. મૌન થાય તો સારી વાત છે અને ના થાય તો આવી રીતે કરવું.
પ્રશ્નકર્તા : મૌન રાખવાથી સામા માણસમાં ફેર પડે ? દાદાશ્રી : પડે. પ્રશ્નકર્તા : વઢવા કરતાં વધારે પડે ? દાદાશ્રી : હા, ઘણો ફેર પડે, મૌન બહુ કામ કરે.
પ્રશ્નકર્તા કોઈને શીખવાડવાનું હોય તો પછી મૌનથી કેવી રીતે શીખવાડાય ?
ય એની ભૂલ ગણાય ?
દાદાશ્રી : તો રાગે પડી જાય. પ્રશ્નકર્તા છતાં છોકરાઓ બાપનાં કહ્યામાં રહેશે, એની ખાત્રી શું ?
દાદાશ્રી : ખરી ને ! આપણું કેરેક્ટર(ચારિત્ર) તો આખું જગત કેરેક્ટરવાળું.
પ્રશ્નકર્તા : છોકરાં છેલ્લી કોટીનાં નીકળે તેમાં બાપ શું કરે ?
દાદાશ્રી : મૂળ દોષ બાપનો જ. તે ભોગવે છે શાથી? આગળે ય આચાર બગડ્યા છે તેથી આ દશા થઈ છે ને ? જેનો કંટ્રોલ કોઈ અવતારમાં બગડતો નથી, તેને આવું હોય નહીં, અમે એ કહેવા માંગીએ છીએ પર્વકર્મ તો શાથી થયું ? આપણો મુળ કંટ્રોલ નથી ત્યારે ને ! એટલે અમે આમાં, કંટ્રોલમાં માનીએ છીએ. કંટ્રોલ માનવા માટે તમારે બધા એના કાયદા સમજવા જોઈએ.
આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે !
ત્યાં મૌત લેવું કે ટોકવું? પ્રશ્નકર્તા : આપણને એમ થતું હોય કે આનું ભલું થાય છે તો એને ટોકટોક કરીએ, તો એ નહીં સારુંને ? કોઈને વઢીએ, ટોકીએ, એનાં સારા માટે તો એ કરવું કે નહીં ?
દાદાશ્રી : ના, એ તો આપણા હાથમાં નહીંને. એ તો ટોકાય, એ કરવા જેવી વસ્તુ નહીં, પણ ટોકાય તે આપણે જોયા કરવાનું. આપણે ના કરવું હોય તો ય થઈ જાય એ તો. ના વઢવું હોય તો ય વઢી જવાય. એટલે એ આપણે જોયા કરવાનું કે આમ ન હોવું ઘટે, એવું આપણે મનમાં અભિપ્રાય રહેવો જોઈએ.
પ્રશ્નકર્તા: હં, કે આમ નહીં કરવું. દાદાશ્રી : આમ હોવું ઘટે નહીં એવો આપણો અભિપ્રાય ફેર થયો
દાદાશ્રી : ના, એ શીખી જવાય, એમ ને એમ આવડે. શીખવાડીને બગડે છે ઉલ્ટે આ તો. અહીં બધું જ્ઞાન છે, આપણે મૌન રહીએને તો એને જ્ઞાન પહોંચી વળે. એ જ્ઞાન છે જ એને, છોકરાઓને ય જ્ઞાન છે, છતાં બોલાય છે તે આપણે જોયા કરવું.
આ કચકચ કર્યા કરતાં મૌન કેળવવું સારું, ના બોલવું સારું. સુધારવા કરતાં બગડે, માટે અક્ષરે ય ન કહેવાય. બગડે એની જવાબદારી આપણી. સમજાય એવી વાત છે આ ?
પ્રશ્નકર્તા : હા, સમજાય એવી વાત છે, દાદા.
દાદાશ્રી : જરા ય છોકરાને કહેવાય નહીં. કારણ કે છોકરું જ્ઞાન લીધેલું નથી અને તરત જ એને લાગે કે અવળું બોલે છે. હું કહું ત્યારે, અવળું બોલે છે એવું ના કહે, હું મારીને કહું તો ય ! કારણ કે એને વિશ્વાસ બેઠો હોય, મારા વાક્યોથી. એ તમારું તો વાક્ય તમને જ સમજણ પડતી ના હોય ત્યાં આગળ ! મફતમાં બાપ થઈને બેઠો !! એટલી મારી
Page #256
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૦૭
૫૦૮
વાણીનો સિદ્ધાંત
છોડવા-બોડવા બધું સમજે, એ લાગણીઓ પ્રદર્શિત ન કરી શકે. પણ સમજી જાય બધાં ય. તમે એ છોકરાંને કહો કે “કેવો સરસ તું દેખાઉં છું'. તો બીજા દહાડે સુંદર દેખાય. કેવું ઈફેક્ટિવ છે !
અને છોકરાની રૂબરૂમાં ‘તારામાં અક્કલ નથી.’ વાઈફને વઢાય નહીં કે છોકરાં એમ જ સમજે કે “આ પપ્પો જ વાંકો છે.’ નહીં તો છોકરાંને તો સંસ્કાર સારામાં સારા દેખાવા જોઈએ. છોકરાંની રૂબરૂ વઢો તો નહીં જ બિલકુલ ય, એ ભલે એક વર્ષનો હોય છોકરો, પણ આંખથી દેખતો થયો છે. માટે લઢાય તો નહીં ! આ તો રોજ બાઝાબાઝ ! પેલાં ઈન્ડીયામાં તો નાનાં છોકરાં શું કહે છે, “મમ્મી, પપ્પા, જય સચ્ચિદાનંદ !” એટલે પપ્પો બંધ થઈ જાય. સમજી જાય તરત. ‘સચ્ચિદાનંદ’ બોલેને એટલે. કંઈક તો મનુષ્યપણું હોવું જોઈએ. હશે હવે જે થઈ ગયું તે થઈ ગયું.
ટકોર કરાય કળામય !
વાત સમજાય છે ?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : એટલે આ મા-બાપ કહે છે મારાં છોકરાં સુધરે, મૂંઆ શેના સુધરે પણ ? અનૂકવૉલિફાઈડ ફાધર્સ. છોકરાં વધારે બગડે છે. એનું કારણ એના મા-બાપને લીધે.
આ તો જ્ઞાન લીધા પછી ડાહ્યા થાય થોડા. હવે થોડું ડહાપણ આવે કે ના આવે !
પ્રશ્નકર્તા : હા, આવે દાદા.
દાદાશ્રી : તમે હિસાબ કાઢોને, તમને નાનપણમાં વઢતા હોય કોઈ તો મહીં કશી અસર થતી હતી ? શું થતું હતું ? - પ્રશ્નકર્તા : ખોટું કરીએ છીએ એવું લાગે. મને ખબર પડી જતી કે હું ખોટું કરી રહ્યો છું. બેનો કહે છે કે અમને એવું લાગતું હતું કે આ બધા અમને વગર કામના લઢ લઢ કરે છે.
દાદાશ્રી : હં, બધાને એમ જ લાગે. બહુ લઢે ત્યારે..... પ્રશ્નકર્તા : લાગે, દાદા. એમ લાગે કે મારી ભૂલ છે.
દાદાશ્રી : કો'ક ફેરો લાગે. રોજ એમ કરે તો ‘નકામા આ કચકચ કર્યા કરે છે” એમ માને. અને તમારા છોકરાં શું કહે, આ ડેબલ કચકચ કરી રહ્યા છે, આ નકામા, યુઝલેસ !
શબ્દો તહીં, સંસ્કારો સુધારો! પ્રશ્નકર્તા : બીજી શી અસર થાય છોકરાં ઉપર ?
દાદાશ્રી : બહુ જ બધી ખરાબ અસર પડે, છોકરાઓને. આ બધા બગડી ગયા એવું ના બોલાય, એના સાંભળતાં. મનમાં સમજી જવાનું કે સાલું બગડી ગયું. આપણે બોલ્યા, કે સાંભળી લે છોકરાં બધું ય. અસરવાળું આ જગત, ઇફેક્ટિવ. આપણે જાણીએ કે આ શું સમજવાનું છે ?! પણ
પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે. તો એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ કરવો ?
- દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએ ને. કહેતા આવડવું જોઈએને, શું ?
પ્રશ્નકર્તા: કઈ રીતે ?
દાદાશ્રી : બાબાને કહીએ, ‘તારામાં અક્કલ નથી, ગધેડો છું.” આવું બોલીએ તો પછી શું થાય તે ! એને ય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે “તમારામાં અક્કલ નથી, ગધેડો છું.” એવું કહે તો શું થાય ? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ.
પ્રશ્નકર્તા: કઈ રીતે કરવાની ટકોર ?
દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણી, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમ તેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે
Page #257
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૦૯
૫૧૦
વાણીનો સિદ્ધાંત
રાગે પડે. નહીં તો તમે તો માર, લેફટ એન્ડ રાઈટ, લેફટ એન્ડ રાઈટ લઈ લો, તે ચાલતું હશે ?
પ્રશ્નકર્તા અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા છો, કહે ?
દાદાશ્રી : દલીલબાજી બહુ કરે. છતાં પ્રેમથી શીખવાડોને તો દલીલબાજી ઓછી થઈ જશે. આ દલીલબાજી તમારું રિએકશન છે. તમે અત્યાર સુધી એને દબડાય દબડાય કર્યો છે ને. એ એના મગજમાંથી જતું નથી, ભૂંસાતું જ નથી. એટલે પછી એ દલીલબાજી એને લીધે કરે છે. મારી જોડે એકે ય છોકરું દલીલબાજી નહીં કરતું. કારણ કે હું સાચા પ્રેમથી આ તમારી બધા જોડે વાતો કરી રહ્યો છું.
પ્રશ્નકર્તા છોકરાઓ હોય, તો એની જોડે કેવી રીતે ટકોર કરવી ? દાદાશ્રી : શી ટકોર કરવાની ? પ્રશ્નકર્તા ટકોર કરવી પડેને, કે એની ભૂલ થતી હોય તો ?
દાદાશ્રી : તે આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ બધું ? ત્યારે એ કહે કે, મને ઠીક નહીં લાગતું. તો આપણે કહીએ કે ભઈ, તો શા માટે આપણે નકામું આમ કરવું ? એમ પોતે જરા વિચારીને કહોને, પોતે ન્યાયાધીશ હોય છે બધાં, સમજે છે બધાં, પોતે ખોટું થયું હોય તો એને સમજે તો ખરો જ. પણ તમે એમ કહો કે તું મૂર્ખ છું અને ગધેડો છું. તે આ કેમ કર્યું ? ત્યારે ઊલ્ટો પકડ પકડે. ના, ‘હું કરું છું એ જ ખરું છે, જાવ કહેશે. ઊંધું કરે પછી કેમ ઘર ચલાવવું તે આવડતું નથી. જીવન કેમ જીવવું તે આવડતું નથી. એટલે જીવન જીવવાની ચાવી મૂકેલી છે બધી આમાં, કેમ કરીને જીવન જીવવું તે ?!
પ્રશ્નકર્તા : અહીં અમેરિકામાં કોલેજોમાં ‘પબ્લીક રીલેશન'ના ક્લાસીસ ચાલે છે. પબ્લીક સાથે સંબંધો કેવી રીતે રાખવા ? તો ય કંઈ પરિણામ નથી આવતું.
દાદાશ્રી : ના આવે. પરિણામ પ્રેમથી કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઊછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઊછેરો, તો બહુ સારો ઊછરે. પણ એમ ને એમ પાણી રેડોને, બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઊછેરવો હોય તો ! તમે કહો કે ઓહોહો !!! સરસ થયો છોડવો. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલો આપે મોટાં મોટાં !! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ?!
પ્રેમના પાવરે પ્રગટાવો પ્રકાશ! સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.
પ્રશ્નકર્તા: હા, આપે કહેલું કે કોઈ આપણા માટે બારણાં વાસી દે. તે પહેલાં આપણે અટકી જવું.
દાદાશ્રી : હા, ખરી વાત છે એ બારણાં વાસી દે તે પહેલાં આપણે અટકી જવું જોઈએ. તે એને વાસી દેવાં પડે ત્યાં સુધી આપણી મૂર્ખાઈ કહેવાય, શું ? આવું ના હોવું જોઈએ અને સત્તાવાહી અવાજ તો કોઈ દહાડો મારો નીકળ્યો જ નથી. એટલે સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. નાનો હોય ત્યાં સુધી સત્તાવાહી અવાજ દેખાડવો પડે. ચૂપ બેસી જા. તે ય હું તો પ્રેમ જ દેખાડું. હું તો પ્રેમથી વશ કરવા માંગું.
પ્રશ્નકર્તા : પ્રેમમાં જેટલો પાવર છે એટલો પાવર સત્તામાં નહીં ને !
દાદાશ્રી : ના. પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીંને પેલો કચરો નીકળી ના જાય ત્યાં સુધી ! કચરો બધો કાઢું છું કે નહીં કાઢતી ! કેવા સરસ હાર્ટવાળા, જે હાટલી હોયને તેની જોડે ડખો ના કરવો, તારે એની જોડે સારું રહેવું. બુદ્ધિવાળા જોડે ડખો કરવો, કરવો હોય તો.
બોલ ઝીલાય તો જ ફરી ફેંકાય! એટલે તમે થોડો પ્રયોગ મારા કહ્યા પ્રમાણે કરોને. પ્રશ્નકર્તા : શું કરવાનું ?
Page #258
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૧૧
૫૧૨
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : પ્રેમથી બોલાવો ને ? પ્રશ્નકર્તા : એ જાણે છે કે મારો એના પર પ્રેમ છે.
દાદાશ્રી : એવો પ્રેમ કામનો નહીં. કારણ કે તમે બોલો છો તે ઘડીએ પછી કલેક્ટરના પેઠ બોલો છો. ‘તમે આમ કરો. તમારામાં અક્કલ નથી, આમ તેમ.” એવું હઉં કહો છો ને ?
પ્રશ્નકર્તા : એવું નથી કહેતા. દાદાશ્રી : તો શબ્દ શું બોલો છો ?
પ્રશ્નકર્તા : એ તો દરેક પ્રસંગના આધારે શબ્દ નીકળે. કંઈક બહુ નુકસાન કરતો હોય, નકામું ખોટું વાપરી કાઢતો હોય, તો હું એને એમ કહું કે “આ આટલી બધી મોંઘવારી છે અને તું આટલાં બધાં કેમ ખર્ચા કરી નાખે છે ?' એવું કહું.
દાદાશ્રી : પછી એથી એ સુધરે છે ?
એટલે એક માણસ સુધારી શકાય એવો આ કાળ નથી. એ જ ‘વીકનેસ'નું પૂતળું હોય. તે સામાને શું સુધારે છે ?! એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે.
છોડ રોપ્યો હોય, તમારે એને વઢવઢ નહીં કરવાનું કે જો તું વાંકો ના થઈશ, ફૂલ મોટાં લાવજે, એવું તેવું વઢવઢ નહીં કરવાનું. આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. જો ગુલાબનો છોડ આટલું બધું કામ કરે છે, આ તો છોકરાઓ, મનુષ્ય છે આ તો ! અને મા-બાપો ધબેડે હતું, મારે હઉં !
હંમેશા પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે, જો ધાકથી સુધરતું હોય તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે એને જેલમાં ઘાલી અને ફાંસી કરે.
પાછાં વાળો, પ્રાર્થતા તે પ્રતિક્રમણથી ! પ્રશ્નકર્તા : છતાં છોકરાં વાંકા ચાલે તો શું કરવું ?
દાદાશ્રી : છોકરાં વાંકે રસ્તે જાય, તો ય આપણે એને જોયા કરવું ને જાણ્યા કરવું. અને મનમાં ભાવ નક્કી કરવો, અને પ્રભુને પ્રાર્થના કરવી કે આના પર કૃપા કરો.
| ‘રિલેટિવ’ સમજી ઉપલક રહેવું ! છોકરાંને તો નવ મહિના પેટમાં રાખવાનાં. પછી ચલાવવાનાં, ફેરવવાનાં, નાનાં હોય ત્યાં સુધી, પછી છોડી દેવાનાં. આ ગાયો-ભેંસો ય છોડી દે છે ને ? છોકરાંને પાંચ વર્ષ સુધી ટોકવા પડે, પછી ટોકાય પણ નહીં અને વીસ વરસ પછી તો એની બૈરી જ એને સુધારે. આપણે સુધારવાનું ના હોય.
એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિન્ક ચાલુ થઈ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે. સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં. સુધરવાનું તો ‘જ્ઞાની પુરુષ'ની વાણીથી સુધરે. છોકરાં માટે તો મા
પ્રશ્નકર્તા : નહીં.
દાદાશ્રી : તો પછી બોલવું નકામું છે. એક માણસ મને બાવનની સાલમાં કહેતો હતો કે ‘આ ગવર્નમેન્ટ ખરાબ છે ને જવી જ જોઈએ.’ તે બાવનથી બાસઠની સાલ સુધી બોલ બોલ કર્યા કર્યું. એટલે પછી મેં એને કહ્યું કે, ‘રોજ તમે મને આ વાત કરો છો, પણ ત્યાં કંઈ ફેરફાર થાય છે ? આ તમારું બોલેલું ત્યાં કંઈ ફળે છે ?” ત્યારે એ કહે છે, “ના. એ ફળ્યું નહીં.” ત્યારે મેં કહ્યું, તો શું કરવા ગા ગા કર્યા કરો છો ? તમારા કરતાં તો રેડિયો સારો.’
પ્રશ્નકર્તા : પણ મારે શું કરવાનું ?
દાદાશ્રી : આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂર્ખ છીએ, આપણને બોલતા નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો આત્મા બગડે. આવું કોણ કરે છે ?
Page #259
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૧૩
૫૧૪
વાણીનો સિદ્ધાંત
બાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે? ચાલે. એટલે ભગવાને કહ્યું છે કે જીવતાં જ મરેલાની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને સુધારવું એ “અમારાથી થઈ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું.
છોકરાંને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું.
પ્રશ્નકર્તા છોકરાઓને કહેવા જેવું લાગે તો વઢીએ, તો એને દુઃખ પણ લાગે તો શું કરવું ?
દાદાશ્રી : પછી આપણે અંદર માફી માગી લેવી. આ બેનને વધારે પડતું કહેવાઈ ગયું હોય ને દુઃખ થઈ ગયું હોય તો તમારે બેનને કહેવું કે, માફી માગું છું. એવું ના કહેવા જેવું હોય તો અતિક્રમણ કર્યું એટલે અંદરથી પ્રતિક્રમણ કરો. તે તમે તો ‘શુદ્ધાત્મા’ છો. તે તમારે ચંદુલાલને કહેવું કે ‘પ્રતિક્રમણ કરો. તમારે બેઉ જુદા ભાગ રાખવા. આપણે ખાનગીમાં અંદર પોતાની જાતને બોલીએ કે ‘સામાને દુઃખ ના થાય એવું બોલજો. અને તેમ છતાં છોકરાને દુઃખ થાય તો ચંદુભાઈને કહીએ કે ‘પ્રતિક્રમણ કરો.”
બાઘો થઈ ગયો છોકરો બિચારો. એમાં આ ગાંડા કાઢ કાઢ કરે, તે ચિઢાય ચિઢાય કરે. ને ‘બોલને બોલ, કંઈ બોલતો નથી, મૂંગો થઈ ગયો છું.” અને આમ કાનપટ્ટી પકડાવે ! ચક્કર, શું કરવા આવું કર્યા કરે છે ? કેટલાય માસ્તરો આવું કરે છે. ટયુશન રાખે છેને આવું...! કેટલાય કરે છે અને પછી શું કહે કે છોકરો મને માથે પડ્યો છે ! અલ્યા, છોકરો નથી માથે પડ્યો, તું છોકરાને માથે પડ્યો છે. આપણે ના સમજીએ કે આ છોકરો ડલ છે. એટલે આપણે એને ડલનેસમાં જેટલું પાણી પિવડાવાય એટલું પાવું, બીજું વધારાનું પાણી પાવું નહીં. એને કહીએ કે આ કવિતા ગોખી લાવજે. પછી ના બોલે તો કંઈ નહિ. પણ આ તો મનની કલ્પનાઓ કરે, સાલો બોલતો જ નથી. મુંગો છે !” અલ્યા ન્હોય મંગો. એને વાત પહોંચતી નથી. તું વાત શું કહેવા માંગે છે એ એને પહોંચતી નથી. એટલે એ કુંઠિત થઈ ગયો છે બિચારો ! એને તું બહુ એ કર કર કરીશ, ગોદા માર માર કરીશ, તો એને શૉક લાગશે. ઈલેક્ટ્રિકનો શૉક લાગે ને માણસ થઈ જાય, એવો એ પછી થઈ જાય. વગર કામનો ગોદા માર માર કરે ! હવે જો એને બૈરી આવી મળી હોય ને ના સમજે એવી, તો શું થાય છે? આખી જિંદગી શી રીતે કાઢે ?
પ્રશ્નકર્તા : મોટા ભાગનું તો પોતે જે સમજ્યો હોય તે પેલો માણસ તરત સમજી જાય એવો આગ્રહ વધારે ઉત્પન્ન થઈ જવાથી અવળાં પરિણામ ઊભાં થઈ જાય છે.
કાઉન્ટર પુલીતી કરામત ! કેટલાક તો છોકરો ભણતો ના હોય, પ્રશ્નનોના જવાબ આપતો ના હોય તો માસ્તર એને વઢે ને, “કંઈ સમજ પડે છે તને ? બોલ ને બોલ, મૂરખ બોલ !” હવે ત્યાં પરીક્ષામાં પાસ થાય માટે માસ્તરનું ટ્યુશન રાખે છે. પણ આમ કરે તો પેલો છોકરો બિચારો બાઘો બની જાય ને આ માસ્તર અકળાયા કરે. તે માસ્તરની શી દશા થાય. તે આપણા જેવા જોનાર કહે કે એ બાઘો થઈ ગયો. તું શું કરવા આમ ગાંડા કાઢે છે ? પાંસરો મને ! સીધો મરને ! નહિ તો તું તારી બઈના કામમાં નહિ રહું ! એ છોકરો બિચારો બાઘો થઈ ગયો ! એને તારી વાત મહીં પહોંચતી નથી, એટલે
દાદાશ્રી : પોતાની દ્રષ્ટિથી સામાને માપે છે. તું સામાની દ્રષ્ટિ શોધી કાઢ. સામાની દ્રષ્ટિ એટલે શું કે દરેકને એડજસ્ટ થવું એવી દ્રષ્ટિથી જો. આ તો પોતાની દ્રષ્ટિથી સામાને માપ માપ કરે છે. કેટલાં વિશેષણ બોલ્યો ?! “ગો છે, અલ્યા, મરી જા ને !' પાછો ‘મરી જા' હઉં કહે. છોકરાનો બાપ સાંભળે તો, એ કહે, “માસ્તર, એવું ના બોલશો. અમારો એકનો એક છોકરો છે.” આમ એના મા-બાપ પાછાં કલેઈમ માંડે કે માસ્તર આવું બોલશો નહિ.
પ્રશ્નકર્તા: અમે વાતો કરવામાં એટલા બધા મીકેનિકલ થઈ જઈએ છીએ કે કાઉન્ટર પુલી ગોઠવવાની જાગૃતિ જતી રહે છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : માણસ જાત તો બહુ ચોક્કસ જાત છે. માણસ કંઈ ઘેલી જાત નથી. આવડાં નાનાં ચાર વર્ષના છોકરાંને કહે કે, ‘તું અક્કલ વગરનો છે, મારું સમજતો નથી.' ત્યાં કેવી રીતે બોલાય ? એની કાલી ભાષામાં લોક બોલે. આ છોકરાંની જોડે લોકો કાલી કાલી ભાષામાં બોલે. આ ત્રણચાર વર્ષની ઉંમરનાં છોકરાં જોડે મોટી ઉંમરનાં છોકરાં જેવું ના બોલે. શાથી એવું ના બોલે ?
પ્રશ્નકર્તા : એને એની ભાષામાં વાત કરવી જોઈએ.
દાદાશ્રી : પોતે બધું સમજે છે કે આ બાળક ભાષા છે. આપણે બાળક ભાષામાં વાત કરો, નહીં તો એ બિચારો સમજશે નહીં. એને તો કહેવું, ‘જો બાબા, આ રમકડું પેલા જેવું છે ને ? તે પેલું જોયું હતું ને ?” એમ બે-ચાર વખત કહેવું. ત્યારે એ કહેશે, ‘હા’. ત્યારે આપણે જાણીએ કે આ મહીં પહોંચ્યું. હવે એવી રીતે આની જોડે આપણે વાત કરવી જોઈએ. આપણે જાણીએ કે આનું ડલ મગજ છે. એટલે આપણે જાણીએ કે બાળક જેવી અવસ્થા છે એટલે ‘બાબા, બાબા’ કરવું જોઈએ.
પ્રશ્નકર્તા : પણ બાળકની અવસ્થા સમજવામાં ચેતનતાનો ઉપયોગ જોઈએ.
૫૧૫
દાદાશ્રી : અરે, અજ્ઞાનદશામાં ય બાળક જોડે એની મા સુંદર વ્યવહાર કરે છે. બાળકની જોડે એની મા સુંદર વ્યવહાર નહીં કરતી હોય ? એ કોણે શીખવાડ્યું એમને ?
પ્રશ્નકર્તા : એ તો કુદરતી છે.
દાદાશ્રી : કુદરતી નહીં, આવી બધી આપણી અંદર જાગૃતિ છે. પણ મોટી ઉંમરનો થાય છે એટલે પાછો અહમ્ બહુ ઊભો થાય છે. ત્યાં તમને એમ થાય કે આ તો મોટો થયેલો છે. આ આવું કેમ કરે છે ? નાનાને આવું હોય, મોટાને પણ હોય ? પણ મોટાને બીજી ભાષામાં તું સમજ કે આ નાના કરતાં ય મોટો ભૂંડો છે બિચારો ! એટલે મોટો ડલ લાગે તો આપણે જાણવું કે ત્રણ વર્ષનું છોકરું છે. એટલે એની જોડે એવું આપણે વર્તન રાખવું જોઈએ. પછી આમથી આમ ગોદો મારે. કોણ પછી
૫૧૬
વાણીનો સિદ્ધાંત
સાંભળે ?
પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે !
દાદાશ્રી : છોકરા તરીકે અત્યારે છોકરા જોડે વર્તન રાખો છો ? આપણે મોટાં હોય તો એનો ભય લાગ્યા કરે. એ ભય ના લાગે એવી રીતે વર્તવું જોઈએ આપણે. એ સમજણ પાડીને એનો દોષ કાઢવો જોઈએ, બીવડાવીને ના કાઢવો જોઈએ. નહીં તો બીવડાવીને કામ લાગે નહીં. તમે મોટી ઉંમરના, એ નાની ઉંમરના, ભડકી જાય બિચારા ! પણ તેથી કંઈ દોષ જાય નહીં, દોષ તો વધ્યા કરે અંદર. પણ જો સમજાવીને કાઢો તો જાય, નહીં તો જાય નહીં.
પ્રશ્નકર્તા : માનસિક ઉંમર નાની હોય ને ?
દાદાશ્રી : તે માનસિક ઉંમર જોઈને આપણે એડજસ્ટ કરવું જોઈએ. અમે દરેકની જોડે વાત કરીએ તે એની માનસિક ઉંમર કેટલી છે એ જોઈને
એને આપીએ. તેથી અમે કહીએ છીએ કે અમે કાઉન્ટર પુલી મૂકી દઈએ છીએ. એટલે અમારે અથડામણ થતી નથી, મતભેદ થતો નથી. કારણ કે અમે કાઉન્ટર પુલી મૂકી દઈએ ને ! એનું માનસિક ગ્રેડેશન, વાચિક ગ્રેડેશન, શરીરનું ગ્રેડેશન કેવું છે એ બધું જ જોઈ લઈએ. શ૨ી૨થી ઉંમરમાં મોટો છે, વાણીમાં બહુ જબરો છે, શૂરો છે. પણ માનસિક બધું લૉ (નીચું) છે. એટલે રીવોલ્યુશન ઓછાં કરી નાખવાં. બાળક જેવું જ માની લેવાનું.
પ્રશ્નકર્તા : મારે મારા મોટા દીકરા જોડે બહુ ખટપટ થાય છે. તો કાઉન્ટર પુલી નાખવી ક્યારે ? ક્યા પ્રકારની ? એ સમજણ પડતી નથી અને ઇચ્છા ન હોવા છતાં બફાટ થઈ જતો હોય છે. તો શું કરવું ?
દાદાશ્રી : અરે, ઇચ્છા વગરે ય બફાટ થઈ જાય છે ! આ તો હું તમને રસ્તો દેખાડું છું, તે રસ્તે ધીમે ધીમે તમારે ગોઠવણી કરવાની છે.
બાબો દસ-બાર વરસનો હોય, એની જોડે તમે વાત કરો, તો તમારી વાત સમજે કે ના સમજે ? અમુક વાતો ન સમજે ને ! એવું ના બને ?
પ્રશ્નકર્તા : એવું થાય છે, આ તો મારો પોતાનો અનુભવ છે એ
Page #261
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૧૭
૫૧૮
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : ફૂંફાડો મારો છો ? ત્યારે પેલો સામે ફૂંફાડો મારે તો શું થાય ?
જ કહું છું, મારો જે પ્રશ્ન છે એ જ વાત છે. આ મારો પોતાનો જ પ્રશ્ન છે અને વારે ઘડીએ મારે આવું બની જ જતું હોય છે.
દાદાશ્રી : હા, એટલે હું આ દાખલો આપું છું કે બાબો તમારો હોય તો એ બાર વર્ષનો હોય, હવે એને તમે બધી વાત કરો. તો બધી વાતમાં કેટલીક વાત એ સમજી શકે અને કેટલીક વાત ના સમજી શકે ? તમે શું કહેવા માગો છો તે એની સમજમાં આવતું નથી. તમારો વ્યુ પોઈન્ટ શું છે એની સમજમાં નથી આવતું એટલે તમારે ધીમે રહીને કહેવું કે મારો હેતુ આવો છે. મારો વ્યુ પોઈન્ટ આવો છે. હું આવું કહેવા માગું છું. તને સમજાય કે ના સમજાય, મને કહેજે. અને તારી વાત મને નહીં સમજમાં આવે તો હું સમજવા પ્રયત્ન કરીશ, કહીએ. એ સમજ પડીને ? એટલે આપણો એની જોડે ફોડ કરી લેવો જોઈએ અને કેવો ? ફ્રેન્ડલી ટોનમાં હોવો જોઈએ.
તેથી આપણે લોકોએ કહ્યું કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી ફેંડ તરીકે સ્વીકારજો એમ કહ્યું, નથી કહ્યું ? ફ્રેંડલી ટોનમાં હોય તો આપણો ટોન સારો નીકળે. નહીં તો રોજ બાપ થવા જઈએ ને, તો ભલીવાર આવે નહીં. ચાલીસ વર્ષનો થઈ ગયો હોય અને આપણે બાપ થવા ફરીએ, તો શું થાય ?!
છોકરો સામો થાય ત્યારે ? છોકરો સામો થાય તો તમે શું કરો છો ? પ્રશ્નકર્તા : સમજાવું કે આ ખોટું છે, આવું ના કરવું જોઈએ. દાદાશ્રી : પણ એ સામો થાય, ત્યારે તમે કડક ના થઈ જાવ ? પ્રશ્નકર્તા : કોઈ વાર એવું થાય.
દાદાશ્રી : પણ અથડામણ ના થઈ જાય ? કોઈ દહાડો વાસણો ખખડતાં નથી ?
પ્રશ્નકર્તા : ખખડે. ત્યારે જરા ફૂંફાડો મારવો પડે. બસ એટલું જ, બીજું નહીં.
પ્રશ્નકર્તાઃ એવો અનુભવ નથી થયો, એ સામે નથી ફૂંફાડા મારતો.
દાદાશ્રી : હા, પણ એ ફૂંફાડો મારે તો શું થાય ? માટે ફૂંફાડો ય ના કરવો જોઈએ. ફૂફાડો શેને માટે ? ફૂંફાડો સાપ કરે. આપણે શેને માટે ફૂંફાડો કરવો પડે ? ફૂંફાડો તમને આવડે પણ શી રીતે ? ફૂંફાડો કોને કહેવાય, એ પણ તમે જાણતા નથી. ફૂંફાડામાં અહંકાર ના હોય. તમારા ફૂંફાડામાં તો અહંકાર હોય ને !
નહીં તો ઢેડફજેતો જ થાયને ! એ આપણને નાલાયક કહે. એટલે આપણે બીજું હથિયાર વાપરીએ, પછી રહ્યું જ શું ઘરમાં ? પછી લોકો ભેગા થાય, ‘જુઓને, આ છોકરો આટલું બધું ભણેલો છે, આ બાપનામાં અક્કલ નહીં ને !' કહેશે. એ આપણી અક્કલ પાછા લોક જુએ. એનાં કરતાં આપણી અક્કલ આપણે જ જોઈએ, એ શું ખોટી ? નહીં તો લોક તો તાયફો જુએ ! લોકોને તો જોઈએ છે એવા તાયફા !!
એટલે આ શોધખોળ છે મારી !! અને છોકરાને તો કહીએ કે લઈ જા પેલી પોટલી ! ભઈ, તારી પોટલી લઈ જા. આ વણતોલ્યું ને વણમાગ્યું આપે છે, એટલે આપણે અહીં બાજુએ મૂકી રાખો. આપણે કંઈ બોલવા જઈએ અગર તો આખી રાત તોલ તોલ કરીએ તો ઉપાધિ થાય. તમે કોઈ દહાડો આખી રાત કશું તોલેલું ? પહેલાં તોલ્યું હશેને ?!
પ્રશ્નકર્તા : હાજી, કોઈકવાર બન્યું હોય.
દાદાશ્રી : હા, તોલે. રાતે તોલે પાછો હં, સાડા અગિયાર-બાર થાય તો ય તોલે. “ઓહોહો, આવું મોટું, આવું મોટું !” કાટલા ના હોય, કશું ય ના હોય ને તોલે !!
પ્રશ્નકર્તા: છોકરો ખરાબ શબ્દ બોલ્યો, સામો થયો હોય, તે નોંધી રાખ્યું. તો એ અભિપ્રાયથી લૌકિક વર્તનમાં ગાંઠ પડી જાય. આનાથી સામાન્ય વ્યવહાર ગૂંચાઈ ના જાય ?
Page #262
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : નોંધ જ આ દુનિયામાં નકામી છે. નોંધ જ આ દુનિયામાં નુકસાન કરે છે. કો'ક બહુ માન આપે તે નોંધ ના રાખીએ. અને કો'ક ગાળો ભાંડે, તમે નાલાયક છો, અનફીટ છો. તે સાંભળી ને નોંધ નહીં રાખવાની. નોંધ એણે રાખવી હોય તો રાખે. આપણે આ પીડા ક્યાં લઈએ પાછી ?! ચોપડા-બોપડા લાવીને પાછી નોંધો રાખવા માંડીએ !! નોંધવહી ને એ બધું એ કર્યા કરે. જેને ખાતાવહી રાખવી હોય તે, આપણે તો નોંધીએ નહીં, તેને જે બોલવું હોય તે બોલે. કારણ કે એ આગલા હિસાબ હશે તો જ બોલાશે, નહીં તો બોલાશે નહીં.
૫૧૯
છોકરાનો અહંકાર જાગૃત થાય એટલે સામો જવાબ આપેને. જ્યાં સુધી અહંકાર છે નહીં, ત્યાં સુધી એનાં પગ પહોંચતા નથી, ત્યાં સુધી એ પોતાનુ ધારેલું કરે નહીં. મોટો થયો, એટલે પોતાનું મન ધાર્યું કરેને, આપણું માને ખરો ?
પ્રશ્નકર્તા : માને નહીં, ત્યાં સુધી એ બરોબર. પણ પછી તો દોષો કાઢે આપણાં.
દાદાશ્રી : હા, દોષો કાઢે. જેણે મોટો કર્યો, જેનું એ કર્યું. તે બધાંનાં દોષો કાઢે. તે વખતે કેવી દશા થતી હશે ? કોઈનું અપમાન ના સહન કરેલું હોય ને તે વખતે છોકરો સામું બોલે તો શું થાય ?
પ્રશ્નકર્તા : આપણામાં દોષ હોય અને દોષ બતાવે, એમાં ખોટું શું ? દાદાશ્રી : એ ખોટું નહીં. ખોટું તો કશું હોતું નથી. પણ સહન ના થાય માણસને. છોકરાં કે વહુ દેખાડે તે માણસથી સહન થાય નહીં. પ્રશ્નકર્તા : એ વખતે જાગૃતિ રાખવી જોઈએ કે આ મારામાં દોષ છે, ને કહ્યો.
દાદાશ્રી : ના. એ જાગૃતિ રાખે તો ય ઊડી જાય. કારણ કે બીજા બહારનાં માણસ જોડે જાગૃતિ રાખે, પણ એનાં ઘરનાં માણસ જોડે જાગૃતિ રહે નહીં. કારણ કે ‘હું એનો બાપ છું.’ એ તો ખ્યાલમાં ભૂલી જાય કે ? ‘હું એનો બાપ છું.’ એ ભૂલી ના જાયને ? એ તો તમારે અનુભવ થાય ત્યારે ખબર પડે.
૫૨૦
વાણીનો સિદ્ધાંત
સાંભળો શબ્દો ફિલ્ટર કરીને !
વહુ જાણે કે સસરા પેલા રૂમમાં બેઠાં છે. એટલે વહુ બીજા જોડે વાત કરે કે ‘સસરામાં જરાક અક્કલ ઓછી છે.’ હવે આપણે તે ઘડીએ ત્યાં આગળ ઊભા હોય તો આપણને આ સાંભળવામાં આવે. તો આપણી મહીં એ રોગ પેઠો. તો ત્યાં આપણે શો હિસાબ કાઢવાનો કે આપણે પેલા રૂમમાં ત્યાં બેઠા હોત તો શું થાત ? તો કશો રોગ ઊભો ના થાત. એટલે અહીં આવ્યા તે ભૂલનો રોગ છે ! આપણે એ ભૂલ ભાંગી નાખીએ. આપણે એમ માનોને કે ત્યાં જ બેઠા હતાં. ને આ નહોતું સાંભળ્યું એટલે એ ભૂલ ભાંગી નાખીએ.
મહાવીર ભગવાનની ય પાછળ તો લોકો બોલતા હતા. એ તો બોલે લોક. આપણે આપણી ભૂલ ભાંગી નાંખવી. એને ફાવે એવું બોલે અને આપણા કર્મના ઉદય હોય, તો જ એનાથી આવું બોલાય. આપણા ઉદય રાશી હોય તો જ બોલાય.
આપણે સાંભળી ગયા કે વહુ આપણી માટે અક્કલ વગરનાં છે’ એવું બોલી. તો ય આપણે જાણીએ કે આ તો આવું જ ચાલવાનું છે. આપણે કોઈકને ઘરે રહેવા ગયા હોય, ને કોઈકનાં છોકરાની વહુ હોય તો આપણે ચલાવી લઈએ કે ના ચલાવીએ ? એવું જ અહીં માની લેવાનું. નહીં તો આનો ક્યારે પાર આવે ? આ સોનું ચોખ્ખું થાય નહીં ને દહાડો વળે નહીં. એના કરતાં છાશીયું ને છાશીયું રહેવા દેવું. આ સોનું કોઈ દહાડો ચોખ્ખું થાય નહીં. આજે આપણે ગાળીને લગડી મૂકીએ તો ય પાછી કાલે હતી તેવી ને તેવી થઈ જાય અને આ તો બધું હિસાબ અમે જોઈને બેઠેલા, અનંત અવતારથી હિસાબ ખોળી કાઢેલો. એટલે અમને તો ભાંજગડ જ ના થાયને આની ! અને અમને તો તરત કીમિયા જડે. અમારી પાસે લાખો ચાવીઓ હોય !
આપણું થર્મોમીટર, આપણા ઘરતાં જ !
આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું ‘થર્મોમીટર' છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો
Page #263
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
પર ૧
૫૨
વાણીનો સિદ્ધાંત
છે, એના માટે “થર્મોમિટર’ ક્યાંથી લાવવું? ઘરમાં ‘થર્મોમિટર’ મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે !
છોકરો ધોલ મારે, તો પણ કષાય ઉત્પન્ન થાય નહીં, ત્યારે જાણવું કે હવે મોક્ષમાં જવાના આપણે. બે-ત્રણ ધોલો મારે તો ય પણ કષાય ઉત્પન્ન ના થાય, એટલે જાણવું કે આ છોકરો જ આપણું થર્મોમીટર છે. એવું થર્મોમીટર બીજું લાવીએ ક્યાંથી ? બીજો કોઈ મારે નહીં. એટલે આ થર્મોમીટર છે આપણું. ઘરનાં થર્મોમીટર કામ લાગે છે કોઈ વખત ?
પ્રશ્નકર્તા : લાગે છે ને દાદા.
દાદાશ્રી : ઘરનાં માણસો જ થર્મોમીટર હોય આપણું. આપણને તાવ કેટલો ચઢ્યો છે, કેટલો ઉતર્યો છે, તરત ખબર પડી જાય છે. આપણે એને કશુંક સલાહ આપી અને સલાહ આપી એટલે જરાક કઠણ બોલ્યા કે તરત એ કંઈ એવું બોલે કે આપણને તાવ ચઢ્યો છે કે નહીં, એ આપણને ખબર પડી જાય. એટલે ઘરમાં બેઠા થર્મોમીટર ! દવાની દુકાનવાળાને કહીએ, કે થર્મોમીટર લાવ જોઈએ, તો એ શું આપે ? આવું થર્મોમીટર કોઈ આપે ? છોકરાં કોઈ ફેરો થર્મોમીટર થાય કે ન થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : તમને ખબર પડી જાય કે આ થર્મોમીટર છે મારું ? એવું લાગે તમને ? એટલે તમે સાચવીને જ મૂકો. થર્મોમીટર ભાંગી નાખવું નથી ? રહેવા દેવું છે ? એ હોય તો કામ લાગશે. પછી તોડી જ ના નાખોને ! થર્મોમીટર કામ લાગેને? એટલે સાચવીને મૂકે કે ના સાચવીને મૂકે ? એટલે સાચવીને મૂકી રાખવું.
ઘરમાં ભાંજગડો થાય, તે આ વાણીના શબ્દો એવા છે કે બધાને ભાંજગડો મટી ગઈ. એટલે આ વાણીથી બધું રાગે પડે છે. જેનાથી દુ:ખ જાય એ વાણી ખોળે છે લોકો. કારણ કે કોઈએ આવા ઉપાય જ નથી બતાવ્યા ને ! સીધા એપ્લાય થાય એવા ઉપાય જ નથી !
પ્રશ્નકર્તા : અને એક-એક ઉપાય આપના સચોટ છે. દાદાશ્રી : હા. સચોટ છે.
જાળવો જીગરી મિત્રની જેમ ! બાપ છોકરાને કહે કે, “તને આવો જાણ્યો હોત, તો જન્મતાં જ તને મારી નાખ્યો હોત !' ત્યારે છોકરો કહે કે, તમે મારી ના નાખ્યો તે ય અજાયબી છે ને !! આવું નાટક થવાનું તે શી રીતે મારો !!!” આવાં આવાં નાટક અનંત પ્રકારનાં થઈ ગયાં છે. અરે ! સાંભળતાં ય કાનના પડદા તૂટી જાય !! અલ્યા, આનાથી યે કંઈ જાતજાતનું જગતમાં થયું છે, માટે ચેતો જગતથી ! હવે ‘પોતાના દેશ ભણી વળો, ‘સ્વદેશ'માં ચાલો. પરદેશમાં તો ભૂતાં ને ભૂતાં જ છે, જ્યાં જાઓ ત્યાં !
આ તો નાટક છે ! નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે,
આ મારો મોટો દીકરો, શતાયુ થા.” પણ બધું ઉપલક, ‘સુપરફલુઅસ’ નાટકીય. આ બધાંને સાચા માન્યાં તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવા ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ ને દ્વેષ શરૂ થઈ જાય, અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ ‘દાદા’ દેખાડે છે તે ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન'થી મોક્ષ છે.
પ્રશ્નકર્તા : આપણને નાનપણથી ધાક લાગી ગયો છે, બધા વઢે, ખીજવાય એટલે આપણાથી બોલાય નહીં, જેમ છે તેમ.
દાદાશ્રી : પણ અહીં મારી પાસે હઉ ધાક લાગી ગયો છે ? મારી પાસે તો બોલાય ને ! જ્યાં ધાક ના લાગતો હોય ત્યાં તો બોલાય ને !
જ્યાં ધાક લાગતો હોય ત્યાં ના બોલાય. તેથી મા-બાપ પાસે લોકો પોતાની બધી હકીકત કહેતાં નથી, વાસ્તવિક્તા. ધાક લાગી ગયો અને પાછા ફરી કંઈક કહેશે. એટલે આમાં ગૂંચવાડો ઊભો થાય છે પછી. એટલે હું માબાપને શું કહું છું કે એની જોડે બેસીને વાતચીત કરો, એને શું અડચણ છે, શું છે, તારા વિચારો શું થાય છે. જે થતા હોય જોઈ લો. નહીં તો ય બોંબ ફાટવાનો જ છે, જો કદી દારૂખાનું ભર્યું હશે તો તે પહેલાં જાણી લીધું હોય તો તે ના ફાટે કે મોડું ફાટે એવો રસ્તો કરી શકે ને ! નહીં તો બોંબ તો ફાટ્યા વગર રહે કે ?!
પ્રશ્નકર્તા : ના રહે.
Page #264
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
પર૩
પર૪
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : એટલે અમે બધા ફાધર-મધરને કહીએ છીએ કે બારતેર વર્ષની પછી એની જોડે સાથે બેસો, વાતચીત કરો. એના મન ખુલ્લા કરો. મનમાં એને ગૂંચવાડો ઊભો થાય, તો કોણ એનો ગૂંચવાડો કાઢી આપે ? બીજી બેનપણીઓ મળે, તે સારી બેનપણી તે એની પાસે ઊભી ના રહે અને બીજી બેનપણીઓ તો એના જેવી હોય તે ઊભી રહે. એ બધી એન્કરેજ કરે સામસામી. કોણ ડિસ્કરેજ કરે ?
એટલે આ બધા વ્યવહારિક પ્રશ્નો અમે છે તે ઉકેલ કરી આપીએ બધા.
જ્ઞાતીતી ભાષા !! અમને કોઈની જોડે મતભેદ પડ્યો નથી. કારણ કે જ્ઞાનીની ભાષા જુદી અને અજ્ઞાનીની ભાષા જુદી ! બન્ને વ ભાષા જુદી છે. જ્ઞાનીની રીયલ ભાષા છે. અજ્ઞાનીની રીલેટિવ ભાષા છે. જ્ઞાનીની ભાષામાં કોઈ મરતું જ નથી. અજ્ઞાનીની ભાષામાં બધા મરી જાય છે. આ બન્નેની ભાષા જુદી જુદી છે. અજ્ઞાની કાંણો કર્યા કરે છે અને જ્ઞાની જોયા કરે છે !
હમણે છે તે મુસલમાનના દેશમાં આપણે ગયા અને ત્યાં આગળ આપણે આશીર્વાદ આપ્યા ને કહીએ “સ્વસ્તિક' ! તો એ મુસલમાન શું સમજે ? ‘ક્યા કુછ અપને કુ ગાલી દીયા ઉસને ?” તે અવળું સમજે તો મારી બેસે, એટલે આપણને પેલા ઊગ્ર થતા દેખાય, ત્યારે આપણે મનમાં એમ ના રાખવું કે સાલું, મેં આશીર્વાદ આપ્યો છે ને આ શાનાં ઉગ્ર થાય છે ? શા આધારે ઊગ્ર થાય ? એવું તેવું ના રાખવું. આપણે તરત જ કહેવું કે ‘ભઈ, મારી ભૂલ થયેલી લાગે છે તમારી જોડે હં, મીયાભાઈ !” એમ કહીએ ને ત્યારે પેલો પાછો ફરે, “ઐસા તુમ્હારા ભૂલ હો ગયા ? તો હમારી ભૂલ હો ગઈ.’ તો પેલો સ્વીકાર કરે. પછી આપણે એને કહીએ કે ‘તારે યહાં આશીર્વાદ કો ક્યા બોલતા હૈ ?” પછી આપણે એવું બોલીએ ને તો એ ખુશ થઈ જાય ! એની ભાષામાં ઉકેલવું જોઈએ. પાછા પોતાની ભાષામાં સ્વીકાર કરાવવા જાય છે. તમારી ભાષામાં મારે વાત કરવી જોઈએ. સામાની ભાષામાં વાત કરવી જોઈએ કે આપણી ભાષામાં ? તમને કેમ લાગે છે ? દરેકની ભાષા જુદી હોય ને ? આપણે મુસલમાન
દેશમાં ગયા હોઈએ તો આપણી ભાષામાં વાત કરીએ, તો શું થાય એને ? અવળું પડી જાય બિચારાને !
આતે તે વઢાય ? એક ફેરો એક માણસ જોડે મારુ મગજ જરા તપી ગયેલું, રસ્તામાં હું તેને વઢતો હતો. તે લોક તો મને ટકોર મારેને કે આ બજારમાં વઢવાડ તમારાથી થાય ? એટલે હું તો ઠંડો પડી ગયો કે શી ભૂલ થઈ ? પેલો આડું બોલે છે અને આપણે વઢીએ છીએ એમાં તે શી મોટી ભૂલ થઈ ? પછી મેં એમને કહ્યું કે આ આડું બોલતો હતો તેથી મારે જરા વઢવો પડ્યો. ત્યારે પેલા કહે છે કે એ આડું બોલે તો ય તમારાથી વઢવાનું ના થાય. આ સંડાસ ગંધાય તો બારણાને લાતો માર માર કરીએ તો એ સંડાસ ક્યારે સુગંધીવાળું થાય ? એમાં કોને નુકસાન ગયું ? તેનો સ્વભાવ જ ગંધાવાનો છે. તે દહાડે મને જ્ઞાન નહીં થયેલું. એ ભાઈએ મને આવું કહ્યું, તે મેં તો કાનની બુટ્ટી પકડી. મને સરસ દાખલો આપ્યો કે એ સંડાસ ક્યારે સુધરે ? અને બગીચાને ફૂલ ચઢાવીએ તો ય સુગંધી આપશે. ને ફૂલો નહીં ચઢાવો તો ય સુગંધી આપશે ! માટે બગીચો ઓળખીને ત્યાં બેસો. લોક તો ઊંધું છતું કરે પણ તમારાથી ના થાય. એવું કોઈક કહે તો તપાસ કરીએ ને કે એવડી તો મોટી શી ભૂલ રહી જાય છે ?!
Page #265
--------------------------------------------------------------------------
________________
પ૨૬
વાણીનો સિદ્ધાંત
[૧૧] મશ્કરીમાં જોખમો.
મશ્કરીથી તૂટે વચનબળ ! પ્રશ્નકર્તા : વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય ?
દાદાશ્રી : એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ શબ્દ ખોટા સ્વાર્થ કે પડાવી લેવા માટે ના વાપર્યો હોય, શબ્દનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય, ત્યારે વચનબળ ઉત્પન્ન થાય છે.
કારણ કે મશ્કરી ભગવાનની થઈ કહેવાય. છેવટે તો ભગવાન જ છે ને ! જીવમાત્રમાં ભગવાન જ રહેલા છે ને ! મશ્કરી કોઈની કરાય નહીં ને ! આપણે હસીએ ને, તો ભગવાન જાણે કે ‘હા, હવે આવી જાને, તારો હિસાબ લાવી આપું છું આ ફેરો.”
કોઈ આમ આમ ચાલતા હોય, એને આપણાં લોકો હસે. અલ્યા, શું મશ્કરી કરે છે ? મહીં ભગવાન સમજી ગયા બધું ! એની આવી દશા થઈ, તેની પર તું મશ્કરી કરું છું એમ ? તારી દશા ય એવી થશે ! આવો નિયમ જ છે ! માટે આ દશાઓ સાચવો.
પ્રશ્નકર્તા : મારાથી તો મોટાની મશ્કરી થઈ જાય છે.
દાદાશ્રી : એવું છે કે તમે તો અત્યારે આ વાત જાણી કે મશ્કરી કરવી એ ગુનો છે, હું તો નાની ઉંમરમાં જાણતો હતો, તો ય આઠ-દસ વર્ષ સુધી મશ્કરી થયા કરી. તમને તો બહુ ઝપાટાબંધ જતી રહેશે.
છતાં ય એવી મશ્કરી કરવામાં વાંધો નથી કે જેનાથી કોઈને દુઃખ ના થાય અને બધાને આનંદ થાય. એને નિર્દોષ ગમ્મત કહી છે. એ તો અમે અત્યારે ય કરીએ છીએ, કારણ મૂળ જાય નહીં ને ! પણ એમાં નિર્દોષતા જ હોય !
‘જોક’તા ય પ્રતિક્રમણ...... અરે, સહેજે ય કોઈને ‘જોક’ કર્યો હોય અને સામો જરા કાચો હોય ને જરા ચલાવી લેતો હોય પણ એના પ્રત્યે જોક કર્યો, તો એ અતિક્રમણ કર્યું કહેવાય. અમે ‘જોક' કરીએ, પણ નિર્દોષ ‘જોક' કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળો બનાવવા માટે ‘જોક’ કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. બાકી એ ‘જોક' કોઈને દુઃખ ના કરે. આવી આ ગમ્મત જોઈએ કે ના જોઈએ ? પેલો ય સમજે કે આ ગમ્મત કરે છે, મશ્કરી નથી કરતા.
હવે આ અમે કોઈની ગમ્મત કરીએ, તો એના ય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે એમ ને એમ એવું ચાલે નહીં.
પ્રશ્નકર્તા : પોતાના માનને માટે અને સ્વાર્થને માટે બરોબર છે પણ મકરી કરી, તેમાં શો વાંધો છે ?
દાદાશ્રી : મશ્કરી કરી તે તો બહુ ખોટું. એના કરતાં માન આપો,તે સારું ! મશ્કરી તો ભગવાનની થઈ કહેવાય ! તમને એમ લાગે છે કે આ ગધેડા જેવો માણસ છે ‘આફટર ઓલ’ એ શું છે, એ તપાસ કરી લો !! “આફટર ઓલ’ એ તો ભગવાન જ છે ને !
તેથી અમે કહીએ છીએ ને, ‘મશ્કરી કરો તો બહુ ખોટું કહેવાય.
Page #266
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૨૭
પ્રશ્નકર્તા : એ તો ગમ્મત કહેવાય. એવું તો થાય ને !
દાદાશ્રી : ના, પણ એ ય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. તમે ના કરો તો ચાલે. પણ અમારે તો કરવાં પડે. નહીં તો અમારું આ જ્ઞાન, આ ટેપરેકર્ડ નીકળેને, તે પછી ઝાંખી નીકળે.
પ્રશ્નકર્તા : તમારે પ્રતિક્રમણ તો ઓન ધ સ્પોટ થઈ જતાં હશે ને ?
દાદાશ્રી : હા. એમાં મારા ભાવ ખરાબ નહીં, પણ તો ય એ હાસ્ય નામનો કષાય કહેવાય છે, મશ્કરી કરતા નથી ! પેલો બિચારો ભોળો છે ત્યારે એને ગોદા માર માર કરો છો ? તે અમને ય જરા ગમ્મત પડે.
ગોદા મારીએ ત્યારે ગમ્મત પડે જરા. પણ આ લોકો મજબૂત તો થશે એવું અમે જાણીએ, એટલે ‘હઉ થશે’ કરીને અમે ગમ્મત કરીએ. પણ અમે પ્રતિક્રમણ કરીએ.
પ્રશ્નકર્તા : પણ આ ભાઈને માટે જે હાસ્ય કર્યું, તો એના પ્રતિક્રમણ, એ કેવું ?!
દાદાશ્રી : હા. એ કરુણાના પ્રતિક્રમણ કહેવાય, એને આગળ વધવાને માટે. આ બીજા અમને રોજ કહે કે ‘અમને કેમ કશું કહેતા નથી ?’ મેં કહ્યું, ‘તમને ના કહેવાય.’ એ વધારવા જેવા છે નહીં, એની મેળે જ વધે એવા છે. એ ડહાપણથી ગ્રાસ્પિંગ કરી શકે એમ છે. પણ પ્રતિક્રમણ અમારે કરવું પડે ! એ અજાયબી જ છે ને ?
એમ કરતાં કરતાં વાત હસતા હસતા કરીએને, તો આ યાદ રહે મહીં. નહીં તો પેસે નહીં ને એમ ને એમ સૂનમૂન મોઢું ચઢાવીને, ‘એમ છે, એમ છે’ કરીએ તો ખલાસ થઈ ગયું ! એ તો મહીં હસવું પડે. પણ અમારાથી કોઈની મશ્કરીથી ના કરાય. કારણ કે મશ્કરી તો ભયંકર કર્મ બંધાય. અમે કેવું કરીએ, બધાને હસવા જેવું કરીએ. પણ કોઈને આરોપ ના કરીએ. મશ્કરી તે કેવી, નિર્દોષ મશ્કરી કરીએ. એમ કરીને હસાવડાવીએ. હસવાનું જોઈએ કે ના જોઈએ ? એમ ને એમ સૂનમૂન મોઢું ચઢેલું, જાણે દિવેલ પીને આવ્યા હોય !
પદ
વાણીનો સિદ્ધાંત
મશ્કરીનાં જોખમ તો જાણો !
મને મશ્કરીની બહુ ટેવ હતી. મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાનકારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ! આપણી બુદ્ધિ વધારે વધેલી હોય, તેનો દુરુપયોગ શેમાં થાય ? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈની ય ના થાય.
પ્રશ્નકર્તા : પણ વધારે બુદ્ધિવાળાની મશ્કરી કરીએ, તો શો વાંધો ? દાદાશ્રી : ના, પણ ઓછી બુદ્ધિવાળો મશ્કરી સ્વાભાવિક રીતે કરે જ નહીં ને !
બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો બધાંની, સારા સારા માણસોની, મોટા મોટા વકીલોની, ડોકટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની
છે.
પ્રશ્નકર્તા : મને તો હજુ ય મશ્કરી કરવાનું મન થયા કરે છે.
દાદાશ્રી : મશ્કરી કરવામાં બહુ જોખમ છે. બુદ્ધિથી મશ્કરી કરવાની શક્તિ હોય છે જ અને એનું જોખમે ય એટલું જ છે પછી. એટલે અમે આખી જિંદગી જોખમ વહોરેલું, જોખમ જ વહોર વહોર કરેલું.
પ્રશ્નકર્તા : મશ્કરી કરવામાં જોખમ શું શું આવે ? કઈ જાતનાં જોખમ આવે ?
દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી
નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. એટલે પછી
ત્યાં આગળ ભગવાન કહેશે, ‘આને બુદ્ધિ નથી, તેનો આ લ્હાવો લે છે ?’
Page #267
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
પ૨૯
ત્યાં આગળ ખુદ ભગવાનને આપણે સામોવાળિયો કર્યો. પેલાને ધોલ મારી હોત તો તો એ સમજી ગયો. એટલે પોતે માલિક થાય. પણ આ તો બદ્ધિ પહોંચતી જ નથી, એટલે આપણે એની મશ્કરી કરીએ એટલે પેલો માલિક પોતે ના થાય. એટલે ભગવાન જાણે કે “ઓહોહો, આને બુદ્ધિ ઓછી છે, તેને તું સપડાવે છે ?! આવી જા.” સામાવળિયો એને બદલે ભગવાન થઈ બેસે, એ તો પછી આપણા સાંધા તોડી નાખે.
પ્રશ્નકર્તા : અમે તો આ જ ધંધો મુખ્ય કરેલો.
દાદાશ્રી : પણ હજુ એના પ્રતિક્રમણ કરી શકો ને ! આ અમે તો એ જ કરેલું ને ! અને એ તો બહુ ખોટું. મારે તો એ જ ભાંજગડ પડી હતી. પેલી બુદ્ધિ અંતરાઈ રહી હતી, તે શું કરે ? બળવો તો કરે જ ને ! તે વધુ બુદ્ધિ થઈ તેનો આટલો બધો લાભ (!)ને ! તેથી આ મશ્કરીવાળાને વગર લેવાદેવાનું દુઃખ ભોગવવાનું.
આ દુનિયામાં મશ્કરી કોઈ પણ પ્રકારની ના કરશો. મશ્કરી કરવાને લઈને જ આ બધા દવાખાનાં ઊભાં થયાં છે. આ પગ-બગ બધા જે ભંગાર માલ છે ને, તે મશ્કરીઓનું ફળ છે.
પ્રશ્નકર્તા : હવે એના ઉપાયમાં પ્રતિક્રમણ તો કરવો જ પડે ને ? દાદાશ્રી : હા, કરવાં જ પડે ને ! છૂટકો જ નહીં.
પ્રશ્નકર્તા : દાદા આપની સાક્ષીએ જાહેર કરીને માફી માગીને પ્રતિક્રમણ કરું છું, કહીએ તો ?
દાદાશ્રી : ‘દાદા ! આપની સાક્ષીએ આ વાણી દોષથી જે જે લોકોને દુઃખ થયું હોય તે બધાની ક્ષમા માગું છું.” બોલોને, તો ય ચાલે.
[૧૨] મધુરી વાણીતા, આમ સેવો કારણો !
પ્રતિક્રમણ પમાડે સ્યાદ્વાદ વાણી ! પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જ જન્મમાં જ ?
દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે. અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે, એનું કારણ જ પ્રતિક્રમણ છે વ્યવહાર શુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહાર શુદ્ધિ પહેલી હોવી જોઈએ.
પોષાય તે ધિરાય !
જ્યાં સુધી “રીલેટિવ'ની જરૂર છે, ત્યાં સુધી સારું બોલો. આ સંસાર રીલેટિવ છે. તમે દઝાડો ને એ આપણને માન આપે, એવું બને નહીં. માટે વાણી એવી સરસ બોલો.
આ વાવ તમે જોયેલી ? મહીં પગથિયાં ઊતરીને આપણે નીચે જઈએ એ ?
Page #268
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૩૧
પ૩૨
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : હા, હા. મને ખબર છે.
દાદાશ્રી : હવે એ વાવમાં નીચે પગથિયે જઈ અને ત્યાં બૂમ મારીએ કે “તું ચોર છે', તો વાવ શું કહેશે ?
પ્રશ્નકર્તા : ‘તું ચોર છે' એમ જ કહે.
દાદાશ્રી : તો પછી આપણને ના ગમે. “કેમ તું મને ચોર કહે છે ?” ત્યારે ના ગમતું હોય તો આપણે એને કહેવું ‘તું રાજા છે.' તમને ગમે એ કહો. આ તમારું જ પ્રોજેક્શન છે બધું, ભગવાનનું પ્રોજેક્શન નથી. તમે વાવમાં જેમ બોલો છો, ને તમારો હિસાબ તમને પ્રાપ્ત થાય છે. આ વાવનો દાખલો તમને સમજાવવા માટે આપું છું. માટે આપણને જે ગમે તે લોકોની જોડે બોલો. લોકોને બદમાશ કહો તો બદમાશ સાંભળવું પડે !
પ્રશ્નકર્તા આપણને ગમે એવું બોલીએ, એટલે એવું જ આપણને સામેથી મળવાનું છે.
દાદાશ્રી : હા, એટલે કોઈ આવે અને તેને “કેમ છો’ ય ના બોલીએ તો એ બિચારો બેસે. અને તમે એવી રીતે એને ત્યાં જાવ તો, તે ય તમને આવું કરે એવી ઇચ્છા તમને હોય છે ? તમને શું ગમે છે ?
પ્રશ્નકર્તા : આપણને આવકાર આપે એ જ ગમે ને !
દાદાશ્રી : હા, તો તમારે ય પેલાને આવકાર આપવાનો. એટલે આ પડઘો છે. આપણને શું પોષાય છે, એ આપણે બીજાને આપો. શું ગુનો છે આ વાતમાં ? કાયદો સમજાય એવો નથી ?
વિધિની વાડ મૂકીને વાત ! પ્રશ્નકર્તા: વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?
દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે, એ જોવાનું છે.
પ્રશ્નકર્તા : સામા જોડે વાતચીત કરતી વખતે શું ધ્યાન રાખવું
જોઈએ ?
દાદાશ્રી : એક તો ‘એમની’ સાથે વાત કરવી હોય તો તમારે એમના “શુદ્ધાત્મા'ની પરવાનગી લેવી પડે કે એમને અનુકૂળ આવે એવી વાણી મને બોલવાની પરમ શક્તિ આપો. પછી તમારે દાદાની પરવાનગી લેવી પડે. એવી પરવાનગી લઈને બોલો તો પાંસરી વાણી નીકળે. એમ ને એમ બેફટ બોલ્યા કરો તો પાંસરી વાણી શી રીતે નીકળે ?
પ્રશ્નકર્તા : એમ વારે ઘડીએ ક્યાં એની પરવાનગી લેવા જાય ?
દાદાશ્રી : વારે ઘડીએ જરૂરે ય નથી પડતી ને ! જ્યારે એવી અવળી ફાઈલો આવે ત્યારે જરૂર પડે.
પ્રશ્નકર્તા : એટલે કે ફાઈલો મળતા પહેલાં, એની સાથે વાતચીત કરતાં પહેલાં આપણે આવી પરવાનગી લઈ લેવી ?
દાદાશ્રી : લઈ જ લેવી. ત્યાર પછી વાતચીત કરો. નહીં તો વાણી સારી નીકળે નહીં. કારણ કે જેવી ભરી હોય ને, એવી નીકળશે. પેલું મિકેનિઝમ ગોઠવ્યું ને, એટલે મિકેનિઝમનાં આધારે ફેરફાર થાય પછી. આ તો અંદર નર્યું મિકેનિઝમ છે. મિકેનિઝમ ગોઠવાયું એટલે પછી એની મેળે ચેંજ થઈને આવે પછી.
ચીકણી ફાઈલ સાથે કંઈ બોલવું હોય તો, પહેલાં એના શુદ્ધાત્મા જોઈ લેવા પછી મનમાં વિધિ બોલવી કે (૧) હે દાદા ભગવાન, (ફાઈલનું નામ) જોડે એના મનનું સમાધાન થાય એવું બોલવાની શક્તિ આપો. પછી (૨) બીજું આપણાં મનમાં બોલવું પડે કે હે ચંદુભાઈ, (ફાઈલ)ના મનનું સમાધાન થાય એવી વાણી બોલજો અને પછી (૩) ત્રીજું બોલવાનું કે, હે પદ્માવતી દેવી, (ફાઈલ)ના મનનું સમાધાન થાય, એમાં સર્વ વિઘ્નો દૂર કરો.
આ ત્રણ બોલીને વાત કરવાની. મનમાં ને મનમાં વાત કરતા પહેલાં અગર તો થોડી થઈ ગઈ હોય તો ય વાંધો નહીં, ગોઠવીને બોલવું. તમને ફાવશે ? તો વિરોધ ઊભો નહીં થાય ને ફાઈલનો નિકાલ થઈ જાય.
Page #269
--------------------------------------------------------------------------
________________
પ૩૪
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
પ૩૩ આ તો ફાઈલનો નિકાલ ના થાય ને ‘શું બોલવાનું છે” તે પોતાને ખબર જ ના હોય. આવું ગોઠવવું. ફીટ થઈ ગયું ને બધાને. નહીં તો એક જ વાક્યમાં ભાંજગડ પડી જાય. આ ભૂલાય નહીં ને ?
કારણો, કર્કશવાણી કેરાં ! પ્રશ્નકર્તા : ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો યુપોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી વાણી કર્કશભરી નીકળે ?
- દાદાશ્રી : એ દેખાયા કરતું હોય તેથી જ અવળું થાય છે ને ! એ પૂર્વગ્રહો ને એ બધું જ નડે છે ને ! ‘ખરાબ છે, ખરાબ છે' એવો પૂર્વગ્રહ થયેલો તે પછી વાણી નીકળે તો એવી ખરાબ જ નીકળે ને !
પ્રશ્નકર્તા : એટલે એ અભિપ્રાયો જ ચેંજ કરી લેવા.
દાદાશ્રી : એ પૂર્વગ્રહો છે બધા. પૂર્વગ્રહોમાં એકદમ ચેંજ ના કરવું જોઈએ. પૂર્વગ્રહ બંધ કરવા માટે આવી રીતે વાણી બોલતા પહેલાં પરવાનગી લઈને કામ કરો તો ચાલે. અને જોડે જોડે આ જ્ઞાન પછી સમભાવે નિકાલ' કરતા જાય તેમ તેમ પૂર્વગ્રહો ય ઓછાં થઈ જાય, ને પછી બોલે, તે પૂર્વગ્રહરહિત બોલે.
જેને મોક્ષે જવું હોય, તેણે ‘આમ કરવું જોઈએ કે તેમ ના કરવું જોઈએ' એવું ના હોય. જેમ તેમ કરીને પતાવટ કરીને ચાલવા માંડવાનું. એમાં પકડી ના રાખે. જેમ તેમ કરીને ઉકેલ લાવે.
એ પ્રયોગે ફરી વાણી ! પ્રશ્નકર્તા : આચાર-વિચાર ને ઉચ્ચાર, એ નાનપણથી જ જો સુધારેસચવાય તો સારું પરિણામ આવે ને ?
દાદાશ્રી : જુવાનીમાં વધારે અસરકારી હોય ! એ તો એના જ્ઞાનમાં રહેવું જોઈએ ને પછી નિશ્ચય થવો જોઈએ, એટલે એની મેળે થયા કરે.
એક જણને વાણી સુધારવી હતી. આમ ક્ષત્રિય હતો અને
બંગડીઓનો વેપાર કરતો'તો. હવે એ બંગડીઓ અહીંથી બહારગામ લઈ જાય. તે શેમાં ? ટોપલામાં લઈ જાય. ટોપલો માથે ઊંચકીને ના લઈ જાય. એક ગધેડી હતી ને, તેની પર આ ટોપલું બાંધીને બહારગામ લઈ જાય. ત્યાં આગળ એ ગામમાં બધાને બંગડીઓ વેચીને પછી રાતે વધી એ પાછો લઈને આવતો રહે, એ વારે ઘડીએ પેલી ગધેડીને કહે છે ‘હતું ગધેડી, ચાલ જલદી’ આમ કરતો કરતો હાંકીને જાય છે, તે એક જણે એને સમજણ પાડી કે, ‘ભઈ, તું આ ત્યાં આગળ ગામોમાં ક્ષત્રિયાણીઓને બંગડીઓ ચઢાવે છે. તે અહીં તને આ ટેવ પડી જશે ને ત્યાં કોઈક દહાડો ગધેડી બોલીશ તો મારી મારીને તારું તેલ કાઢી નાખશે તે લોકો.’ ત્યારે એ કહે છે, “વાત તો સાચી છે. એક ફેરો હું એવું બોલી ગયેલો. મારે પસ્તાવું પડ્યું'તું.' ત્યારે પેલો કહે છે, ‘તો તું એ ટેવ જ બદલી નાખ.” ‘શી રીતે બદલી નાખું ?” ત્યારે પેલો કહે છે, “ગધેડીને તારે કહેવું કે હેંડ બા, હેંડ બા, બેની હૈડો.' હવે એવી ટેવ પાડી એટલે ત્યાં આગળ ‘આવા બા, આવ બા” એમ તેમ એણે ફેરવી નાખ્યું પણ. “આવ બા, આવ બા’ કરવાથી ગધેડીને એની પર આનંદ થઈ જવાનો છે ? પણ એ ય સમજી જાય કે આ સારા ભાવમાં છે. ગધેડી ય એ બધું સમજે. આ જાનવરો બધું સમજે, પણ બોલે નહીં બિચારાં.
એટલે આમ ફરે ને ! પ્રયોગ કંઈ કરીએ તો વાણી ફરે. આપણે જાણીએ કે આમાં ફાયદો છે ને આ નુકસાન થઈ પડશે તો ફેરફાર થાય પછી.
કારણસેવત, કાર્ય સુધારે ! દાદાશ્રી : એટલે વાણી સુધારવાની જરૂર ખરી ને ? પ્રશ્નકર્તા: વાણી સુધારવાની ઈચ્છા રાખીએ તો વાણી સુધરે ખરી ?
દાદાશ્રી : હા, સુધારવાની ઇચ્છા રાખીએ અને આપણે આવો કંઈક પ્રયોગ કરીએ તો થાય. વાણી સુધારવી એટલે શું ? વાણી ગમતી થવી જોઈએ બધાને.
પ્રશ્નકર્તા: આપ કહો છોને, વાણી તો ટેપ થયેલી જ હોય છે ?
Page #270
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૩૫
પ૩૬
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : હા, ટેપ થયેલી. એટલે વાણી બદલાય નહીં. એ બદલવા જઈએ તો ય ના બદલાય. એ એવાં કપડાં-લત્તાં નથી કે જે બદલી શકાય. એટલે વાણી એ ફેરફાર કરી શકાય નહીં. એ તો અમુક વસ્તુ કરીએ તેનું પરિણામ છે. એટલે ‘આ વાણી સુધારવી છે, આ વાણી સુધારવી છે' એમ આખો દહાડો ભાવના રહ્યા કરે એટલે સુધરી જાય. આવાં કારણો સેવાય તો સુધરે પાછું. કારણ તો સેવવા જ પડે ને !
આપણે નક્કી કરીએ કે “કોઈને દુ:ખ ના થાય એવી વાણી બોલવી છે, કોઈ ધર્મને અડચણ ના પડે-કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવાય એવી વાણી બોલવી જોઈએ' - ત્યારે એ વાણી સારી નીકળે. ‘સ્યાદ્વાદ વાણી બોલવી છે' એવો ભાવ કરે તો સાલ્વાદ વાણી ઉત્પન્ન થઈ જાય.
પ્રશ્નકર્તા: પણ આ ભવમાં ગોખ ગોખ જ કરે કે “બસ, સ્યાદ્વાદ વાણી જોઈએ છે તો તે થઈ જાય ખરી ?
દાદાશ્રી : પણ આ ‘સ્યાદ્વાદ' સમજીને બોલે ત્યારે. એ પોતે સમજતો જ ના હોય ને બોલ બોલ કરે કે ગા ગા કરે તો કશું વળે નહીં.
પ્રશ્નકર્તા: પણ અમે એવું કહીએ કે ‘દાદાની વાણી જેવી જ વાણી જોઈએ છેતો ?
દાદાશ્રી : ‘જોઈએ છે' એવું બોલવાથી કશું વળે નહીં ને ! એ તો આવી વાણીની ભાવના ભાવવી પડે. વાણી એ તો ફળ છે. બીજ નાખવાનું છે. કોઈ જીવને કિંચિત્ માત્ર દુઃખ ના થાય એવી વાણી બોલવાની ભાવના થાય એટલે એવી ટેપ તૈયાર થઈ જાય. વાણી એવી રેકર્ડ થઈ જાય. ‘આપણી ભાવના શું છે એ ઉપરથી કોડવર્ડ થાય.
આ “જ્ઞાન” મળ્યા પછી પોતાને એ આશય ગોઠવતાં આવડે. “જ્ઞાન” મળ્યા પહેલાં તો આશય કશાનું ભાન જ ના હોય ને ! એ પછી જેમ તેમ ગોઠવાઈ જાય. હવે આશય જેવો ગોઠવીએ એવું મળી જાય.
કોની વાણી સારી નીકળે ? કે ઉપયોગપૂર્વક બોલતો હોય. હવે ઉપયોગવાળો કોણ હોય ? જ્ઞાની હોય. એ સિવાય ઉપયોગવાળા હોય
નહીં. આ મેં ‘જ્ઞાન આપેલું છે, તેને “જ્ઞાન” હોય, તેને ઉપયોગપૂર્વક નીકળી શકે. એ પુરુષાર્થ માંડે તો ઉપયોગપૂર્વક થઈ શકે. કારણ કે ‘પુરુષ’ થાય પછીનો પુરુષાર્થ છે. “પુરુષ’ થયા પહેલાં પુરુષાર્થ છે નહીં.
તો જ વરે સાહજિકતા ! પ્રશ્નકર્તા: અમારી વાણીમાં તો સાહજિકતા નથી. એને છૂટી મૂકી દઈએ છીએ તો મારામાર કરે છે અને બ્રેક મારીએ છીએ તો અંદર તોફાન થાય છે.
દાદાશ્રી : તમારે કશું કરવાનું નહીં. છૂટી મૂકવાની નહીં કે બ્રેક મારવાનું નહીં. એ તો ખરાબ બોલાય ત્યારે આપણે ‘ચંદુભાઈને એમ કહેવું કે, ‘ચંદુભાઈ આવું ના શોભે. અતિક્રમણ તમે કેમ કર્યું ? પ્રતિક્રમણ કરો. “આપણે” તો છૂટા જ રહેવાનું. કર્તા ‘ચંદુભાઈ છે અને ‘તમે' જ્ઞાતાદ્રષ્ટા છો. બેનો વ્યવહાર જ જુદો છે.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી ‘ચંદુભાઈ’નું કામ બરાબર એક્ઝક્ટ
થાય ?
દાદાશ્રી : બહુ સુંદર એઝેક્ટલી આવી જાય છે. પ્રશ્નકર્તા : કંઈ પ્રયત્ન કર્યા વગર એકઝેક્ટલી આવી જાય ?
દાદાશ્રી : પ્રયત્ન કરવાથી જ બગડે છે. ‘ચંદુભાઈ બધો પ્રયત્ન કરશે. આ હું ટેપરેકર્ડ શાથી કહું છું ? એ સાહજિક વસ્તુ છે. એમાં હું હાથ ઘાલતો નથી. એટલે પછી ભૂલ વગરની નીકળે છે. આવી કેટલીય ‘ટેપો’ ભરાઈ છે અને તમારે એક ‘ટેપ’ ભરવાની હોય તો ઊંધુ-ચતું કરી લાવો. કારણ કે સાહજિકપણું છે નહીં. સાહજિકપણું આવવું જોઈએ ને ?
સાહજિકપણા માટે પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો સાહજિકપણું આવે. જે કર્તા છે, એને કર્તા રહેવા દો અને જ્ઞાતા છે, એને જ્ઞાતા થવા દો. ‘જેમ છે એમ થવા દો. તો રાગે પડી જાય. આ જ્ઞાનનું સરવૈયું જ એ છે.
બંને પોતપોતાની ફરજો બજાવે છે. આત્મા આત્માની ફરજ બજાવે
Page #271
--------------------------------------------------------------------------
________________
૫૩૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
પ૩૭ અને ‘ચંદુભાઈ’ ‘ચંદુભાઈ”ની ફરજ બજાવે. જ્ઞાતા-શેયનો સંબંધ રહેવો જોઈએ. દેહ કઈ બાજુ રહે છે, દેહના શા શા ચેનચાળા છે, એ દેખાવું જોઈએ. વાણી કઠોર નીકળે છે કે સુંવાળી નીકળે છે, એ પણ તમને દેખાવું જોઈએ. પણ તે ય રેકર્ડ છે, એ દેખાવું જોઈએ. કઠોર બોલવું કે મધુરી વાણી બોલવી, એ બધાં વાણીનાં ધર્મો છે અને આ પાંચ ઇન્દ્રિયોનાં ધર્મ, આ બધા ધર્મને જાણ્યા કરવું. એ જ કામ કરવા માટેનો આ મનુષ્ય અવતાર છે. એ બધા ધર્મો શું કરી રહ્યા છે, એને જાણ કરવું. બીજી બાબતમાં પડવા જેવું નથી.
અને ત્યારે જ મનની સહજતા, વાણીની સહજતા, શરીરની સહજતા આવે ને ! એ એનું ફળ છે. દેહાધ્યાસ છૂટતો છૂટતો સહજતા આવે. સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. કારણ કે આત્મા તો સહજ જ છે અને આની સહજતા આવી ગઈ. સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્ માત્ર અહંકાર ના હોય !
નીરોગી વાણી ! પ્રશ્નકર્તા : અત્યારનું મન અને વાણી એ પૂર્વભવના લઈને આવેલા છે. એટલે એ રોગીષ્ટ જ હોયને અને હવે નીરોગી મન અને નીરોગી વાણી જોઈશે તે કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ જ્ઞાન થયા પછી નીરોગી થવા માંડે. વધારે રોગીષ્ટ હોય તો મોડું થાય પણ થવા માંડે, શરૂઆત થઈ જાય.
પ્રશ્નકર્તા : નીરોગી વાણી કોને કહેવાય ? દાદાશ્રી : કોઈ પણ માણસને દુઃખ ના થાય તે.
પ્રશ્નકર્તા દરેક માણસની એવી ઈચ્છા હોય છે કે એની સારામાં સારી વાણી નીકળે. છતાં આવી નીકળી જાય છે, એનું શું કારણ ?
દાદાશ્રી : એ જે ભાવ છે ને, એ ભાવસંજ્ઞા, તે એ જે જગ્યાએ ઊભો છે.
પ્રશ્નકર્તા ઃ તો દ્રશ્ય જે જુએ છે એવી એની આ વાણી છે.
દાદાશ્રી : એટલે આ અહીંથી જે જુએ છે, એ રાગ-દ્વેષથી જુએ છે. ભાવ એટલે રાગ-દ્વેષ, આમ જુએ તો રાગ થાય, આમ જુએ તો શ્રેષ થાય. એટલે પછી આ વાણી રાગ-દ્વેષવાળી નીકળે. બસ, બીજું કશું લેવાદેવા નથી. જેવું દેખાય છે, એવું એ ગાય છે !
વાણી, આ ભવતી કે પૂર્વતી ? પ્રશ્નકર્તા : આ વાણી જે નીકળે છે, આ મહાત્માઓની વાણી, એ પૂર્વભવના કર્મના આધીન છે કે આ ભવના પણ કર્મને આધીન છે ?
દાદાશ્રી : પૂર્વભવના કર્મને આધીન છે. પણ આ ભવની એની સમજણ છે ને, તે હેલ્પ કરે છે.
પ્રશ્નકર્તા : આ ભવની સમજણ કેવી રીતે હેલ્પ કરે છે ?
દાદાશ્રી : આ ભવનું જ્ઞાન છે ને, તે એને ઢીલી કરી નાખે. એનાથી સામાને વાગતી હોય તો ના વાગે એવું કરી નાખે.
પ્રશ્નકર્તા: એ તો આ જ્ઞાનનું પરિણામ, મહાત્માઓને માટે ને ? બહારના માટે નહીં ને ?
દાદાશ્રી : બહારના લોકોને ય સમજણના આધારે વાણી ફેરવેને ! એણે જે ક્રમિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેના આધારે વાણી ફેરવે !
પ્રશ્નકર્તા : આ ભવની સમજણ કેવી રીતે વાણીમાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા સમજાવો.
દાદાશ્રી : અત્યારે તને એક ગાળ ભાંડે, તે મહીં અસર થઈ જાય. થોડું ઘણું મનમાં ને મનમાં બોલું ય ખરો કે ‘તમે નાલાયક છો.” પણ એમાં તું ના હોય. જુદો પડ્યો એટલે તું આમાં ના હોય. આત્મા જુદો પડી ગયો છે એટલે પેલું એકાકાર ના હોય. પેલું માંદું માણસ હોય એવું બોલે, એવું કરી નાખે.
પ્રશ્નકર્તા: હવે અહંકાર નથી ગયો, આત્મા નથી છૂટો પડ્યો, એને એની સમજણ હેલ્પ કરે ?
Page #272
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
કરે.
૫૩૯
દાદાશ્રી : હા. પણ એ જેવું છે એવું બોલી જાય અને પછી પસ્તાવો
મુલાયમ વાણી !
તું સુંવાળું બોલે છે કે કકરું બોલે છે ?
પ્રશ્નકર્તા : કકરું ખરું.
દાદાશ્રી : આમ અથાડી દઉં ને ? હવે સુંવાળું બોલજે. એના માટે શું કરવું પડશે ?
આપણે ચંદુભાઈને કહીએ, ‘મુલાયમ વાણી બોલજો. મહાવીર ભગવાન બોલ્યા હતા એવી. એથી જરા બે આની ઓછી હશે તો કચાશ
હશે તો ચાલશે. આ અમારી વાણી છે, એક આની કચાશ છે. મહાવીર ભગવાન કરતાં તો એની બે આની કચાશ હોવી જોઈએને ? ના ચાલે ? તથી ફાયદો છતાં બોલાય !?
પ્રશ્નકર્તા : મારો મિત્ર વાણીયો છે, તે કહે કે બહુ બોલવામાં ફાયદો નથી. બહુ બોલવાથી બગડી જાય.
દાદાશ્રી : એ બધાં વાણીયાને બધી ચાવીઓ આવડે અને તમને નહીં આવડે. બોલવામાં ફાયદો ના હોય, ત્યાં ચાવી બંધ કરી દે એ અને તમે બોલી દો છો અને તમને પછી થાય કે આ ખોટું બોલાયું, આ અવળું બોલાયું, તે હોય બરાબર.
પ્રશ્નકર્તા : જરૂર ના હોય ત્યાં બોલવાનો શો અર્થ છે ?
દાદાશ્રી : એ એટલું જ જો સમજેને તો બોલ બંધ થઈ જાય. પણ બોલ બંધ થતાં નથી. એટલા માટે બોલવામાં અર્થ છે, એવું સમજે છે. બાકી બોલવાનો કશો અર્થ જ નથી. મીનીંગલેસ છે. ‘બોલવાનું’ એ તો ભ્રાંતિમાં વ્યવહાર છે એક જાતનો. ભ્રાંતિમાં એની જરૂર છે, પણ પછી જરૂર નથી. છતાં ય બોલ્યા વગર છૂટકો જ ના થાય ને ! ભરેલો માલ તેથી !
૫૪૦
વાણીનો સિદ્ધાંત
આમ સુધરે વાણી !
વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બંધ કરી દો. પછી કોઈની ભૂલ ના કાઢે, અથડામણ ના કરે, તો ય વાણી સુધરી જાય. પ્રશ્નકર્તા : તો તો પછી કંઈ બોલવાનું જ ના રહ્યું ને ! વાણી જ ના રહી ને ?
દાદાશ્રી : ત્યારે આ વાણી તમારે સુધારવી છે કે નહીં ? બીજાની ભૂલ કાઢવાની વાણી તમારે સુધારવી છે ? તમે આખો દહાડો બોલવાના જ છો ને ? વ્યવહારમાં જરૂર જ વાણીની ને !
પ્રશ્નકર્તા : પણ બધી વાણી સુધારવી છે.
દાદાશ્રી : એ સુધારો ત્યારે ! ગાળો ભાંડતી વખતે વાણી સુધરી જાય, એવું ખોળી લાવો ! અમારા કહ્યા પ્રમાણે જો કદી હૈંડેને તો વાણી સુધરે. એમાં પાછી પોતાની સમજણ લાવીને મહીં મારે છે, તે પાછી અથડામણ ઊભી થઈ જાય. ડોક્ટરને કહે કે તમે આ દવા પીઓ. ઉલ્ટાં એ ત્યાં જ જઈને કહે.
પ્રશ્નકર્તા : સામાને ચેતવવા માટે ઘણીવાર કંઈક યુઝફૂલ બોલે છે. દાદાશ્રી : હા. સામાને ચેતવવા માટે બોલેને બધું. પણ લોકોને ગમતું નથી ને ! એટલે વિવેકપૂર્વક હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : પછી લોકો સમજી જાય કે આ બોલે છે એ બરોબર છે, એ ભલે બોલ્યા કરે.
દાદાશ્રી : ‘બોલ્યા કરે’ એટલે એનો અર્થ એવો જ કે આ ગાયા કરશે ને આપણે ધ્યાન રાખવાનું નહીં. હવે એમનો ઇરાદો ખરાબ નથી હોતો, એ ચેતવવા ફરે છે. પણ સામો ચેતતો ના હોય, તેનું શું થાય તે ? અને ચેતવવા માટે જેવું બોલવું જોઈએ એવું. એમની પાસે નીકળતું નથી. એટલે આ શબ્દો નકામા જાય છે !
તેથી અમે કહીએ છીએને, કે આ બધું બોલવાનું છોડી દો. તો વાણી
Page #273
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૪૧
૫૪૨
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : ત્રણ-ચાર વરસથી ખબર પડી ગઈ. દાદાશ્રી : પછી એ ટેવ પડેલી તું સંઘરે નહીં ને ! પ્રશ્નકર્તા : એમનું મારે ખોટું ય નહીં લગાડવાનું.
દાદાશ્રી : ખોટું તો ના લાગે. પણ બધાં ય સમજી ગયેલા કે ખોટું લગાડવા જેવું નહીં આમાં, તો ય ત્યારે મીઠું લાગતું નથી. ખોટું તો લાગે જ છે પણ પેલું ખોટું નહીં. જુદું પડી જાય, એવું ખોટું નહીં.
એ જો છોડી દે તો બહુ થઈ ગયું. વાણી ય સુધરી જાય તરત. ટેવ છે બોલે છે, એનાથી બગડે છે આ. હવે એ શું કહે છે ? મારે રહેવા દેવી છે વાણી !
સુધરી જાય. અગર તો આ બધા લોકો-મહાત્માઓ સાંભળે તો વાણી સુધરી જાય. સાંભળીને ખરાબ લાગે તેનો વાંધો નથી, પણ સાંભળે. આ તો સાંભળતા જ નથી ને ! એટલે આ કાને સાંભળે ને પેલે કાને કાઢી નાખે તરત, ‘એ તો એમને ટેવ છે', કહેશે ! હવે ખરેખર એઝેક્ટ ગાળો ભાંડેને, તે તો આ કાને કાઢી ના નાખે. એની અસર પેલાને થાય, માટે એ ગાળ યુઝફૂલ (!) ગણાયને ! જે અસર કરનારું છે, એ યુઝફૂલ (!) કહેવાયને અને આ શબ્દો તો અસર જ ના કરે ને !
લોકોને જે ભાષા ગમતી નથી તેવી વાણી બંધ થઈ જાય, તો વાણી સુધરી જાય. લોક સાંભળવા જ તૈયાર નથી ત્યાં આગળ !
પ્રશ્નકર્તા: સાંભળનારને શું અસરો પડે ? મેં સાંભળવાનું છોડી દીધું તો મને ગેરલાભ કે લાભ ?
દાદાશ્રી : વળી ગેરલાભની તો કોઈ તપાસ કરતું હશે ? કોઈને લાભની પડેલી નથી. અમારું નુકસાન કરે એવું બોલો, પણ તે સારું બોલો. લાભનો તો કોઈ વિચાર કરતો હશે ?
પ્રશ્નકર્તા: પણ ધારો કે કોઈને એવું લાગે કે ભઈ, મને આવું મફતીયું કોણ ગાળો દઈને આગળ લાવે ? એવો વિચાર કોઈને આવેને ?
દાદાશ્રી : એ વિચાર તમે કેમ ના સંઘર્યો ત્યારે ? તો બીજો કોણ સંઘરે ? કડવું લાગે ત્યાર પછી ખસી જાય પાછાં. અત્યારે એવું લાગે ‘તું. અમારું ખાઈ જા, પણ મીઠું બોલ.” એમ લોક કહે.
કોઈ સંઘરે નહીં, એક અક્ષરે ય સામો સંઘરે નહીં આમાં. એ આખી જિંદગી બોલે પણ કોઈએ સાંભળ્યું નથી ને કોઈએ સંઘર્યું ય નથી. ત્યારે એ ય જાણે કે બધા અક્કલ વગરનાં છે આ જાણે કે આવું છે. એટલે બેઉ સામસામી ચાલ્યું.
એટલે આવી વાણી છોડી દે તો ઉકેલ આવે. કારણ કે લોક સાંભળતા નથી. એ તો બહુ જ ખોટું કહેવાય. એકંય માણસ એવો ખોળી લાવો કે જે સાંભળતો હોય. આણે કહ્યું ને કે “એ તો એમને ટેવ જ પડી છે !” તને કેટલાં વરસથી ખબર પડેલી કે એમને ટેવ પડેલી છે ?
પ્રશ્નકર્તા : ના કાઢવી છે બધી.
દાદાશ્રી : ના. પણ આ રહેવા દઈને સુધારવી છે ? આ લોકોને વઢવાનું તો ખરું જ.
પ્રશ્નકર્તા : ના. પણ હવે વાણી બધી કાઢવી જ છે..
દાદાશ્રી : હા, તો આ વાણી કાઢી નાખે, તો બધું બંધ થઈ જાય. તો પછી ફર્સ્ટ કલાસ થઈ જાય. પછી જે વાણી બોલશો, તે બધા સાંભળશે. ‘ભઈ, શું કહો છો ? મને કંઈક સલાહ આપો.” એમ ઉલ્ટાં કહેશે લોક ! આ તો ઘણાં ફેરા સાચી સલાહ હોય તો ય માર ખાઈ જાય છે. કારણ કે પેલાં લોકોએ એમ જ નક્કી કરેલું હોય છે કે ‘આ ટેવ પડેલી છે.” એટલે સાંભળે જ નહીં ને ! હું સમજી જઉં કે આ સલાહ સાચી હતી, ભલા આદમીની.
આ તો એમની મહેનત કરેલી નકામી જાય અને કશો ય સ્વાદ પડે નહીં. કોઈ અડે નહીં ને ! સાચું હોય તે ય માર્યું જાય છે. અને ગામમાં તો એમને એક ઓળખાણવાળો સામો મળ્યો. તેને શું કહ્યું એમણે ખબર છે ? ‘અલ્યા, તું હજુ જીવે છે ? મર્યો નથી ?” હવે આ વાણી જ આવી ! સામો ચીઢાય ઉલ્ટો. બધાંયની જોડે એક જ જાતનું બોલે.
Page #274
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
એમના છોકરાંને ય અવળું પડે. બધાંને અવળું પડે. એમના વાઈફ એકલાંને નહીં. કારણ એ ખીલે બાંધેલાં ને ? તે ક્યાં જાય તે ? આ આમથી ઝાપટે, તો પેલી બાજુ જતા રહે, પેલી બાજુ ઝાપટે તો આ બાજુ
જતા રહે.
૫૪૩
રસ્તામાં બોસ એમના મળ્યા હોત તો એમ ના કહેત કે, “હજુ જીવો છો કે તમે ?” ત્યારે બીજી સરસ વાણી નીકળત. આ તો એમને એમ લાગે કે શું કરવા જીવતાં હશે આ ? એના કરતાં ગયા હોત તો સારાં !
હવે એમનામાં જ્ઞાનનો પ્રતાપ તો જુઓ ! મોઢું જરા ઊઘડે છે ?! બોલતા નથી ને અસરે ય થતી નથી એ જ્ઞાનનો પ્રતાપ.
પ્રશ્નકર્તા : તમે તો દસ-બાર વર્ષથી મળ્યાને, પણ મને સોળ વર્ષની ઉંમરથી ખબર હતી કે મારી વાણી ખોટી છે, ખરાબ છે. પછી બહુ બહુ પ્રયત્નો કરેલા. પણ પછી મેં કહ્યું, ‘આ તો સારી થતી નથી, ત્યારે લાકડામાં જજે.'
દાદાશ્રી : આ જ્ઞાન ના હોય તો આટલો બધો ફેરફાર થાય ખરો ? વાણીનો ફેરફાર થાય ? દુકાળ પડે એવી વાણી હતી એમની. પણ અત્યારે
એ દેખાતી નથી.
પ્રશ્નકર્તા : દાદા, વાણી સુધારવા બહુ પ્રયત્નો કરેલા. દાદાશ્રી : હવે આ તો જાણવાનું એટલું જ છે. પણ એનો ઉપાય કરે તો એ સુધરે.
પ્રશ્નકર્તા : મરતી વખતે છેલ્લા વર્ષમાં સુધરે, એ શું કામની ? દાદાશ્રી : હા. એટલે વાણીને કહી દેવાનું કે તારે જો સુધરવી હોય તો સુધર, નહીં તો પછી છેલ્લી વખતે નકામી અહીં શું આવી ?! એવું એને કહી દેવાનું.
પ્રશ્નકર્તા : છેલ્લા બાર મહિનાથી વીસેક ટકા વિચાર આવે કે આવુ બોલીએ અને તરત જ સમજમાં આવી જાય કે આ ના બોલાય. પણ એ બહુ ઓછા ટકા, બાકી તો બોલી જ જવાય.
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : ના, પણ બહુ ફેરફાર થઈ ગયો. વાણી ય બહુ ફરી છે. આ તમે આવી વાત કરો છે. તે પહેલાં તો હેડેક થાય એવી વાત કરતા હતા તમે અને અત્યારે મને તમારી વાત ગમે એવી હોય છે. એકસ્ટ્રા ઓર્ડીનરી ફેરફાર થયો છે. તે મને થાય કે પુરુષાર્થ તો એમણે જ માંડ્યો કહેવાય ને ?
૫૪૪
પ્રતિક્રમણથી ચોપડો ચોખ્ખો !
પ્રશ્નકર્તા : મારે નહોતું બોલવું છતાં જે બોલાઈ જવાયું, એ જે બોલાઈ જવાય છે એ ચંદુભાઈનો વિભાગ છે અને આવું નહોતું બોલવું જોઈતું એ જે કહે છે, એ શું આત્માનો વિભાગ છે ?
દાદાશ્રી : બરોબર છે. કારણ કે એ જ્ઞાનનો વિભાગ છે. પણ ચંદુભાઈનો વિભાગ તમે જાણો ને ?
પ્રશ્નકર્તા : પણ એવું બોલાઈ જાય પછી એમ થાય કે આપણે નકામું બોલ્યા.
દાદાશ્રી : હા. એટલું ભાન થાય કે આ નહીં બોલવું જોઈએ એવું, તો ય ડાઘ છૂટી જાય.
પ્રશ્નકર્તા : પાછળથી કહેશે, આ બોલવામાં ફાયદો નથી.
દાદાશ્રી : બોલવામાં ફાયદો ના હોય, છતાં બોલી જવાય. પણ બોલી જવા ઉપર ‘આ ખોટું થાય છે’ એવું સમજાય તો ય બહુ થઈ ગયું. તો ય ડાઘ ના પડે.
પ્રશ્નકર્તા : આવી કડક વાણી નીકળે છે, એના માટે બહુ બહુ ખેદ રહે છે કે આવું ના હોવું ઘટે આપણે.
દાદાશ્રી : નાનપણમાં હઉ ખેદ રહેતો હતો ?
પ્રશ્નકર્તા : ના, કશું નહીં.
દાદાશ્રી : ત્યારે ખેદ કોણે મૂક્યો ! એ સ્ટેશન તેં નવું બનાવ્યું એવું
Page #275
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૪૫
૫૪૬
વાણીનો સિદ્ધાંત
મને લાગે છે. તે સ્ટેશનો કોણે બાંધ્યા પણ ખેદના ?!
પ્રશ્નકર્તા: આપે જ્ઞાન આપ્યું પછીથી થયું આ. દાદાશ્રી : એમ કે ? સારું !! પ્રશ્નકર્તા ઃ બોલેલા એનું પ્રતિક્રમણ કર્યા કરીએ એટલે છૂટાય ને ?!
દાદાશ્રી : સો વર્ષથી આખો ચોપડો બગડ બગડ થયા કરતો હોય, પણ દસ દહાડા લઈ બેઠા અને મહીં સીવી કરીને સરખું કરી અને આરસપહાણ લગાવી દઈએ, પછી બધી ભૂલ મટે કે !
પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : બસ, એટલું જ.
અપવાદરૂપ ફેરફાર, જ્ઞાતીની આજ્ઞાથી ! પ્રશ્નકર્તા : આપને પૂછેલું કે અમારી આ જે વાણી છે, એ વાણી બરાબર નથી. વાણી સુધારવા માટે શું કરવું ? કે અમારી વાણી જે છે, એ તો આગળથી ચાર્જ થયેલી બેટરી છે અને પછી ‘ડિસ્ચાર્જ થાય. તો વાણીમાં મારે ફેરફાર કરવો છે. તો આપે કહ્યું કે, જ્ઞાનીની આજ્ઞા લો. જ્ઞાનીની આજ્ઞાથી ફેરફાર થઈ શકે. મૌન ધારણ કરવાનું અને પછી ફેરફાર થઈ શકે.
પ્રશ્નકર્તા : તો વ્યવસ્થિત ચેન્જ થઈ શકે છે ?
દાદાશ્રી : એટલું જ આ વ્યવસ્થિતમાં ચેન્જ છે. જ્ઞાની કર્તા હોવાથી પુરુષાર્થ સહિત છે.
પ્રશ્નકર્તા: તો પછી પ્રકૃતિ ય ચેન્જ થાય કે નહીં ?
દાદાશ્રી : પુરુષાર્થ હોય તો બધું કોઈ પણ કરી શકે. જ્યાં સુધી પુરુષાર્થ નથી ત્યાં સુધી એ સ્ત્રી પણ નથી, નાન્યતર જાતિ છે. એટલે કશું થાય નહીં.
પ્રશ્નકર્તા: ‘વ્યવસ્થિત’ આમાં બદલી શકાય.
દાદાશ્રી : એ જ્ઞાની પુરુષ એકલાં જ કરી શકે. વચનબળ હોય, પુરુષાર્થ હોય, બધું. પણ તે કો'કને જ થાય. બધાને ના થાય. કૃપા ઉતરવી સહેલી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : હવે વાણીમાં સુધારો કરવો હોય તો કેમ કરવું ?
દાદાશ્રી : વાણી પોતે પોતાની મેળે સુધારી ન શકે, એ ટેપરેકર્ડ થઈ ગયેલી છે.
પ્રશ્નકર્તા : હા, એટલે જ ને ! એટલે વ્યવસ્થિત થયેલું છે.
દાદાશ્રી : વ્યવસ્થિત થયેલું છે, એ હવે અહીં આગળ ‘જ્ઞાની પુરુષ'ની કૃપા ઉતરે તો ફેરફાર થઈ જાય. કૃપા ઉતરવી એ મુશ્કેલ છે.
જ્ઞાનીની આજ્ઞાથી બધું સુધરી શકે. કારણ કે ભવમાં દાખલ થવાને માટે એ વાડ સમાન છે. ભવની અંદર દાખલ ના થવા દે.
પ્રશ્નકર્તા : ભવની અંદર એટલે શું?
દાદાશ્રી : ભવમાં ઘૂસવા ના દે. ભવમાં એટલે સંસારમાં આપણને ઘુસવા ના દે.
માલિકી વગરની વાણી જગતમાં હોઈ શકે નહીં. બધું જ તોડી
દાદાશ્રી : તે આજ્ઞા મળે નહીં ને, એ તો કોઈ આપે નહીંને આજ્ઞા. આજ્ઞા આપે તો ફેરફાર થાય.
પ્રશ્નકર્તા : હા. પણ આજ્ઞા આપે તો ફેરફાર થાય ને ? દાદાશ્રી : પણ આપે નહીંને કોઈને, એ તો કો'ક વખત મળી જાય. પ્રશ્નકર્તા ઃ હા. પણ જ્યારે પણ મળી જાય, કોઈક વખત મળી જાય.
દાદાશ્રી : મળી જાય, એ આપે નહીં. એ આજ્ઞા તો કૃપા ઊતરે તો થાય, નહીં તો થાય નહીં.
Page #276
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
૫૪૩
૫૪૮
વાણીનો સિદ્ધાંત
નાખે, પણ એણે જ્ઞાનીને ખુશ કરતાં આવડવા જોઈએ, રાજી કરતાં આવડવાં જોઈએ. બધું ભસ્મીભૂત કરી નાંખે. જો એક ક્લાકમાં આટલું બધું ભસ્મીભૂત થાય છે લાખો અવતાર જેટલું, તો પછી બીજું શું ના કરી શકે ? કર્તાભાવ નથી. આ માલિકી વગરની વાણી હોઈ શકે નહીં અને માલિકી વગરની વાણીને કોઈએ હાથ ના દેવો જોઈએ કે આમ ન બને, એવું. ખરેખર આટલો આ અપવાદ નથી, પણ આ વસ્તુસ્થિતિ છે. પછી હિસાબ કાઢવો હોય તો એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, કાઢીને પછી નીકળે. પણ એ એનો લાભ ના મળે જેવો જોઈએ એવો.
પ્રશ્નકર્તા : આવતા ભવમાં આ બધું સ્મૃતિમાં લાવજો.
દાદાશ્રી : હા. તમે નક્કી કરો કે મારે દાદા ભગવાનના જેવી જ વાણી જોઈએ. અત્યારે આવી મારી વાણી ગમતી નથી. એટલે એ પ્રમાણે થશે. તમારા નક્કી કરવા ઉપર આધાર રાખે છે.
ટેન્ડર ભરતી વખતે નક્કી કરો. જેવાં વાણી-આચાર જોઈતા હોય તેવાં અને ટેન્ડરમાંથી બધું તમારું ડિસીઝન આવશે.
પ્રશ્નકર્તા નક્કી કરવાની બધી બહુ વસ્તુઓ છે. એનાં કરતાં એક જ નક્કી કરવું કે દાદા જેવું.
દાદાશ્રી : બસ.
પ્રશ્નકર્તા : કપટ કોને કહેવું ? કપટનો દાખલો આપો.
દાદાશ્રી : એનું કામ હોય ત્યારે મીઠું મીઠું બોલીને કામ કરાવી લે, આપણી પાસે પછી. મીઠું બોલે એ તો છેતરનાર. એ બધા આ કપટી હોય. કાં તો જ્ઞાની હોય તે મીઠું બોલે. કાં તો કપટી હોય છે. જ્ઞાની તો મીઠું બોલે. ખરાબ બોલીને એ શું કરવા ખોટાં દોષ બાંધે ?
પ્રશ્નકર્તા : જે મીઠું બોલે કપટ કરીને, એ દોષ બાંધે ને ?
દાદાશ્રી : એ તો મીઠું બોલીને તો એ પુણ્ય બાંધે છે, તેનો એને લાભ થાય છે. લાભ લીધો તેનો આ. આનો દુરુપયોગ કર્યો, તેનું છે તે એને બહુ પાપ લાગે છે, દોષ બેસે છે. થોડું ઘણું મીઠું હતું, એ તો વાપરી ખાધું. સ્ટોકમાંથી મીઠી વાણી હતી, તે થોડી થોડી વાપરી ખાધી.
હવે આ ભાઈ છે તે મીઠી વાણી માંગે છે, તે હવે ધીમે ધીમે આવશે. પેલો વાણીનો સ્ટોક ખલાસ થઈ જવો જોઈએને, બળ્યો ! સ્ટોક તો કેવો મોટો, હેય.. મોટું સરોવર ભરેલું હોય ! પણ બધું ખલાસ થઈ જશે એ નક્કી !
પ્રશ્નકર્તા: પણ જે કડવી વાણી હોય, એ પણ સામાને અહિતકારી તો હોય જ ને ?
દાદાશ્રી : એ બધી વાણી ખરાબ અને ખરાબ વાણી એ નુકસાનકારક છે. હવે કડવી બોલે, તો સામાને હિતને માટે કડવું બોલતો હોય તો ય પુણ્ય બંધાય. હિતને માટે છે ને !
પ્રશ્નકર્તા : પણ એમાં કપટનો આશય ના હોવો જોઈએ, નહીં ? દાદાશ્રી : કપટ તો હોય જ નહીં ને, હિતને માટે કરે તો ?!
મીઠી વાણી, ખપે મોક્ષદ્વારે ! ભગવાન શું કહે છે ? હજુ તમે મોક્ષમાર્ગના દરવાજે રહીને હજુ દરવાજાની ધજા જોઈ છે. દરવાજામાં આવશો ત્યારે મીઠી વાણી થઈ જશે. વાણી મીઠી થયા વગર દરવાજામાં પસાતું નથી. એ એની નિશાની હોવી
કડવી છતાં બાંધે પુણ્ય ! પ્રશ્નકર્તા : પણ નક્કી એવું તો ખરું જ કે વાણી તો મધુકર જ જોઈએ, મધુર વાણી જોઈએ.
દાદાશ્રી : લુચ્ચો હોયને, તેને મધુર વાણી હોય. કપટ કરવું હોય તેને મધુર વાણી બહુ આવડે આવું. આપણા પાટીદાર લોક કપટી નહીં, તે શી રીતે આવડે ? લોક તો કપટી હોય તો મીઠો હોય. લોક કહેને, મીઠડો છે !
Page #277
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
પ૪૯
પપ૦
વાણીનો સિદ્ધાંત
જોઈએ ને, કંઈ ? કે ના હોવી જોઈએ ?
કબીર બહુ મોટામાં મોટો બુદ્ધિશાળી મહાન સંત હતો એ. આ યુગમાં તો મોટામાં મોટો સંત કહેવાય. છતાં ય મોક્ષમાર્ગનો જે દરવાજો છે ને, એ દરવાજાની ધજા જોઈને જ આનંદ બહુ પામી ગયા છે. હજુ તો મહીં પેસીએ, એ તો ત્યાર પછીની વાત ! હજુ દરવાજામાં પેઠાં નથી, ધજા છેટેથી જોઈને ખુશ થઈ ગયા છે.
છતાં એ બોલ્યા કે “મેરી વાણી ખાંડે કી ધારા, પણ જો ઉતરે સો ગ્રહે પારા.”
પ્રશ્નકર્તા : એટલે શું કહે છે ?
દાદાશ્રી : ગ્રહે એટલે ગ્રહણ કરે તો, સંસાર પાર ઉતરી જાય. પણ ખાંડાની ધાર જેવી મારી વાણી છે. ત્યારે એ પોતે જ કબૂલ કરે છે, મેરી વાણી ખાંડે કી ધારા.
વાણી મીઠી ક્યારે થાય ? ક્લેશ ભાવ ઓછો થતો જાય, પ્રેમ વધતો જાય, તેમ વાણી મીઠી થતી જાય. જ્યારે ભેદભાવ ઓછો થતો જાય ત્યારે પ્રેમ વધે. પોતાના ઘરનાં માણસો પર પ્રેમ તો સહુ કોઈને હોય. પણ જ્યારે પોતાના ઘરના માણસ જેવો બીજા ઉપરે ય પ્રેમ વધતો જાય ત્યારે વાણી મધુર થતી જાય. અને ત્યારે બે ધોલ મારો તો ય એને ગમે.
પ્રશ્નકર્તા : વાણી મધુર કરવી એવું નહીં, પણ થવી જોઈએ.
દાદાશ્રી : હા, થવી જોઈએ. કરવી હોય તો ય ના થાય. મધુર કરેલી તો જીહાગ્રે રહે. મધુર કરેલી કામની નહીં.
મધુ તિષ્ઠતિ જીહાણે ! બે પ્રકારની મીઠી વાણી. એક મધુ તિષ્ઠતિ જીવ્હાઝે. એ ય મીઠી તો ખરી ને ? કે મીઠી નહીં ? ચાખેલી કે નહીં ચાખેલી તમે?
પ્રશ્નકર્તા : ચાખેલી ને !
દાદાશ્રી : અને બીજી એક દરઅસલ વાણી. જે વાણી આપણને સંતોષ આપે, આનંદ આપે અને મીઠી લાગ્યા કરે. સાંભળવાનું મન થયા કરે. મધુર વાણી હોય.
સંસારની મીઠી વાણી, મધુ તિષ્ઠતિ જીલ્ટાગ્રે હોય. મીઠાશવાળી હોય. “આવજો, ચંદુભાઈ તમે બહુ સારા માણસ ને આમ છો ને તેમ છો.’ બહુ મીઠું મીઠું બોલે એટલે આપણને લપસાવે. જે કપટી માણસ હોય, તે મીઠું બોલે એટલે આપણે સમજી જવું કે આજે આપણને વધેરવાનો છે, મહાદેવજી પાસે. આપણે નારિયેળી તો એ વધરનાર, અને મહાદેવજી તો નવરા બેઠા ! એમને ધંધો શો ? લોકો નારિયેળીને વધેરે, તે જોયા કરે. તે લોક તો વધેરી નાખે આપણને, નહીં ? એ કપટીને ઓળખવા.
થોડે ઘણે અંશે વાણી બદલાઈ છે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : જેટલી કડવી હોયને, તેમાંથી કડવાટ ઓછો થઈ જાય. પાછી ખારી વાણી નીકળે. ખારીલી વાણી હોય છે ને, તે ખારી ઓછી થઈ જાય. તીખી વાણી નીકળે છે ને, તે તીખી વાણી ઓછી થતી જાય.
આ વાણીમાં કશું મહીં મરચું નાખવામાં આવે છે ? જો વગર મરચું મીઠે, લોક કેવું કહે છે ? આવી તીખી વાણી બોલ બોલ ના કરશો. અલ્યા, મેં મરચું નાખ્યું નથી ને શું કરવા આમ બોલ બોલ કરે છે ? છતાં ય લોક તીખી વાણી બોલે છે ને ! કડવી વાણી મીઠી થઈ જાય, તો કેવું સરસ કામ કાઢી નાખે !
એટલે એ શબ્દ ધીમે ધીમે મીઠો થવો, મધુરતા આવવી જોઈએ. એ ધીમે ધીમે મધુરતા આવે ત્યારે પછી એ શબ્દ બીજાને વહાલાં લાગે, વઢે તો ય વહાલાં લાગે.
વાણી બદલાય લાંબા ગાળે...
બાકી બહુ મીઠી વાણી થયા પછી, મધુર વાણી થયા પછી તમે ઊલટાં વઢોને તો પેલો હસે !
Page #278
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
પપ૧
૫૫૨
વાણીનો સિદ્ધાંત
એટલે વાણી એ તો મુખ્ય વસ્તુ છે. માણસની વાણી બદલાય નહીં. એ બદલાતા તો ઘણો ટાઈમ લાગે. વાણી બદલાય ત્યારે સાલ્વાદ વાણી થાય. ત્યારે જગત એને કહે કે આ જ્ઞાની પુરુષ છે. ત્યાં સુધી બદલાયા કરશે. ધીમે ધીમે મહીં જેમ પરમાણુ ફરશે, તેમ એ વાણી પોતે બદલાયા કરશે. પહેલી માઈલ્ડ થતી સુંવાળી થતી જશે, રેશમી થતી જશે.
ખપે મનોહર મન-વચન-વર્તત !
પ્રશ્નકર્તા : કેટલાંકની વાણી એટલી મીઠી હોય છે. લોકો એની વાણીથી મુગ્ધ થઈ જાય. તો એ શું કહેવાય ?
દાદાશ્રી : એ ચોખ્ખા માણસ હોય અને બહુ પુણ્ય કર્યું હોય ત્યારે એવું થાય અને પોતાના માટે પૈસા ના લે. પારકા માટે જીવન કાઢે. એ ચોખ્ખા માણસ કહેવાય. એટલે એ સારું છે !
મનુષ્ય તો કેવો હોય કે એની વાણી મનોહર હોય, આપણા મનનું હરણ કરે એવી વાણી હોય, એનું વર્તન પણ મનોહર હોય અને વિનય પણ મનોહર હોય. આ તો બોલે એવું કે તે ઘડીએ આપણને કાન બંધ કરી દેવા પડે ! વાણી બોલે તો ઊલટો પેલો ચા આપતો હોય તો ય ના આપે. ‘તમને નહીં આપું', કહેશે.
‘વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રમાત્મા.” આટલું જ આવડેને, તો ય ઘણું છે. પણ શી રીતે આવડે ? એવું થવું એ ગમ્યું નથી. આત્મા જાણ્યા પછી બની શકે.
જેનાં વાણી, વર્તન ને વિનય - આ ત્રણેવ જો મનોહર થઈ ગયા, કોના મનનું હરણ કરે એવાં ? આપણા ઘરવાળાનાં મનનું, ઘરનાં છોકરાં, એ બધાનાં મનનું તો હરણ કરી શકીએ, પણ બહારવાળાનું થવું જોઈએ. જો વાણી-વર્તન-વિનય બધું એવું મનોહર હોય તો મોક્ષે જવાય. નહીં તો મોક્ષ તો થાય જ નહીં ને !
માદક વાણી ! પ્રશ્નકર્તા : વાણીમાં નશો-માદકતા કેમ આવે છે ?
દાદાશ્રી : ક્યાં જોઈ ?
પ્રશ્નકર્તા : તમે જે બોલો છો ત્યારે અમને જે નશો ચઢે છે, તેની વાત કરું છું.
દાદાશ્રી : એવું છે ને, આ વાણીથી માદકતા એટલા માટે આવે છે કે એમાં એને સાંભળવાનું મન થયા કરે. એમાં મીઠાશ છે એવી અને બહુ મીઠાશ પીવે એટલે કો'કને માદકતા ય થઈ જાય. નશો ચડ્યા કરે. બાકી મીઠાશ બહુ હોય અને આ મીઠાશ જેણે જોઈ છે એ ઉપરથી હિસાબ કાઢે કે ત્યારે તીર્થંકરની વાણીમાં મીઠાશ કેટલી હશે ?! આ દુનિયામાં કોઈ ચીજ એવી મધુરી નથી, કે તીર્થંકરની વાણીને મળતી આવે. જ્ઞાનીની વાણી ય મધુરી હોય. પણ તીર્થંકરની વાણીની તો વાત જ જુદી.
દોષ જ બધા વાણીના છે. વાણી સુધરે નહીં, મીઠી ના થાય તો આગળ ફળે નહીં. દેહના દોષ તો ઠીક છે, એને ભગવાને ‘લેટ ગો’ કર્યો. પણ વાણી તો બીજાને વાગે ને ?
વાણીમાં મધુરતા આવી કે ગાડું ચાલ્યું. એ મધુર થતી થતી છેલ્લા અવતારમાં એટલી મધુર થાય કે એની જોડે જોડે કોઈ ‘શૂટ’ને સરખાવી ના શકાય, એટલી મીઠાશવાળી હોય ! અને કેટલાક તો બોલે તો એવું લાગે કે પાડાઓ બોંગેડે છે ! આ ય વાણી છે ને તીર્થંકર સાહેબોની ય વાણી છે !!!
એના કૉઝિઝ સેવવા ! પ્રશ્નકર્તા : ભાવ એવા કર્યા હોય કે ‘આવી સાદ્વાદ વાણી પ્રાપ્ત હોઆવી મધુરી વાણી પ્રાપ્ત હો.’ તો તે ભાવ જ એવી વાણીની રેકર્ડ કાઢે ને ?
દાદાશ્રી : ના, એવું નહીં. વાણી તો, આપણે ભાવથી એવી માગણી દરરોજ કરવાની કે “મારી વાણીથી કોઈને પણ દુઃખ ના હો અને સુખ હો.” પણ એકલી માગણી જ કરવાથી કશું ના વળે. એવી વાણી ઉત્પન્ન થાય એવા કૉઝિઝ કરવાના, તેથી તેવું ફળ આવે. વાણી એ ફળ છે. સુખ
Page #279
--------------------------------------------------------------------------
________________
વાણીનો સિદ્ધાંત
દેવાવાળી વાણી નીકળે એટલે એ મીઠી થતી જાય અને દુઃખ દેવાવાળી વાણી કડવી થતી જાય.
૫૫૩
જેની વાણીથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન. શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય.
કરો એને તિકાલી !
પ્રશ્નકર્તા : આપણે કંઈક બોલીએને તો બીજાને દુઃખ થાય, તો એવી વાણી કેવી રીતે સુધારવી ?
દાદાશ્રી : એવું છે ને કે આ વાણી તો બગડી જ ગયેલી છે અને આ ‘જ્ઞાન’ લીધા પછી એના માલિક નથી. માલિક હોય તેને સુધારવાની જરૂર, એ સુધારનારો હોય અને સુધારનારો હોય એણે સુધારવી જ જોઈએ. આ સુધારનારો ય નથી અને માલિકે ય નથી. તો શી રીતે સુધારશો ? અમથા વિકલ્પો કરશો એટલું જ. એટલે આનો નિકાલ કરી નાખવાનો. અત્યાર સુધી નિકાલ કર્યો ને બધો ?
હવે સમભાવે નિકાલ કરવાનો. અત્યારે બધો કચરો ભર્યો હોયને તો ય શુદ્ધાત્મા કંઈ જતો રહેતો નથી. પણ આ તો એક જાણી રાખવાનું. છેવટે આ બધું નિકાલ કરી રહેશોને, તો વાણી ચોખ્ખી થશે જ એની મેળે. પછી તો છે ચારિત્રમોહ !
આત્મજ્ઞાન પછી બધી મનની ક્રિયા, બધી વાણીની ક્રિયા, બધી દેહની ક્રિયા સારી હો કે ખરાબ હો, એ બધો ચારિત્રમોહ.
એટલે મનના વિચારો એ શું છે, એ સમજી ગયા ને ? એ ચારિત્રમોહ છે. વાણી કઠોર બોલાય કે કર્કશ બોલાય કે સ્યાદ્વાદ બોલાય, એ બધો ચારિત્રમોહ જ છે. પછી વર્તન સીધું હોય કે ગાંડું હોય, એ બધો ચારિત્રમોહ જ છે.
આ અત્યારે જે બધી જૂની આદતો નથી ગમતી, તે ય ચારિત્રમોહ
વાણીનો સિદ્ધાંત
છે અને જે આદતો ગમે છે, તે ય ચારિત્રમોહ છે. જે સુવિચારો છે, કુવિચારો છે, તે ય ચારિત્રમોહ છે અને ખરાબ વાણી છે, તે ય ચારિત્રમોહ છે. માટે ખરાબ વાણી હોય તો ડિસ્કરેજ ના થઈ જશો અને સારી વાણી હોય તો બહુ એલિવેટ ના થઈ જશો. એવી રીતે ખપાવો.
૫૫૪
આ રેકર્ડ તો આમ બંધ થાય એવી નથી. છતાં અમે જે આંકડા છે તે જાણીએ કે આ આંકડા પર મૂકીએને તો રેકર્ડ બરાબર ધીમી ચાલશે
ને ધીમે રહીને બંધ થઈ જશે. આમ અમે અમારી રેકર્ડને બંધ કરી દઈએ.
‘પોતે' સાંભળે, ‘પોતાને' !
પોતાની વાણી પોતે જ્યારે સાંભળ્યા કરશે ત્યારે મોક્ષ થશે. હા, વાણી બંધ થયે દહાડો નહીં વળે. વાણી બંધ થવાથી મોક્ષ નહીં થાય. કારણ કે આમ બંધ કરવા ગયા એટલે પછી બીજી શક્તિ પાછી ઊભી થાય. બધી
શક્તિઓને એમ ને એમ ચાલવા દેવાની. પ્રાકૃત શક્તિ છે આ બધી. પ્રાકૃત શક્તિમાં હાથ ઘાલવા જેવો નથી. એટલે આ અમારી વાણીને તેથી કહીએ ને, કે આ ટેપરેકર્ડ વાગ્યા કરે છે, અમે જોયા કરીએ છીએ. બસ, આ મોક્ષ ! આ ટેપરેકર્ડને જુએ, એ બધો મોક્ષ !!
સમભાવ સજાવે શુદ્ધતા !
હવે આપણને આ વાણી સાથે સંબંધ નથી. પણ એ વાણી આપણી ભરેલી છે, એ પરમાણુને આપણે જ ખરાબ કર્યા છે અને ગીલેટેડ કર્યા છે. પિત્તળ ઉપર સોનાનું ગીલેટ ચઢાવ્યું ને સોનું કહેવડાવ્યું. એટલે હવે આપણે એને જ્ઞાને કરીને કાઢવાના છે. અજ્ઞાને કરીને ભર્યા હતા, તે જ્ઞાને કરીને ગલન કરવાના છે. એટલે પરમાણુનો હક્ક-દાવો ના રહે આપણી ઉપર. અત્યારે હક્ક-દાવો છે. એ પરમાણુઓ કહે છે કે, ‘તમને દાદાએ શુદ્ધ કર્યા અને તમે શુદ્ધ થઈ ગયા. પણ એમ નહીં છૂટાય. તમે અમને બગાડ્યા છે, અશુદ્ધ કર્યા છે. અશુદ્ધ કરવામાં તમે નિમિત્ત છો. માટે અમને શુદ્ધિ કરી આપો. તો તમે ય છૂટા ને અમે ય છૂટા.’
એટલે આપણે દરેક કાર્ય ગલન થતી વખતે શુદ્ધિકરણ કરીને
Page #280
--------------------------------------------------------------------------
________________ વાણીનો સિદ્ધાંત પપપ કાઢવાના, ને તે નિકાલ કરવાનો. હા, સમતાભાવે નિકાલ કરવાનો. સમજે તો વાત અઘરી નથી અને ના સમજે તો એનો પાર નથી આવે એવો. વ્યવહારમાં અવતરણ નિશ્ચયતું ! આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન, વિજ્ઞાનમાં કશો ફેરફાર ના હોય અને એ પાછું સૈદ્ધાંતિક, જે બધી રીતે સહેજે ય વિરોધાભાસ કોઈ જગ્યાએ કંઈ પણ ન હોય અને વ્યવહારમાં ફીટ થાય, નિશ્ચયમાં ફીટ થાય, બધે ફીટ થાય, ફક્ત લોકને ફીટ ના થાય. કારણ કે લોકો લોકભાષામાં છે. લોકભાષા ને જ્ઞાનીની ભાષામાં બહુ ફેર છે. જ્ઞાનીની ભાષા કેવી સારી છે, કશી અડચણ જ નહીં ને ! જ્ઞાની ફોડવાર બધા ફોડ આપે ત્યારે ઊકેલ આવે. આપણું આ “અક્રમ વિજ્ઞાન’ જગતમાં બહાર પડે તો લોકોનું બહુ કામ કાઢી નાખે. કારણ કે આવું વિજ્ઞાન નીકળ્યું નથી. આ વ્યવહારમાં, વ્યવહારની ઊંડાઈમાં કોઈએ કોઈ જાતનું જ્ઞાન મૂકેલું નહીં. વ્યવહારમાં કોઈ પડેલું નહીં. નિશ્ચયની જ વાતો બધી કરેલી, વ્યવહારમાં નિશ્ચય આવેલો નહીં. નિશ્ચય નિશ્ચયમાં રહેલો અને વ્યવહાર વ્યવહારમાં રહેલો. પણ આ તો વ્યવહારમાં નિશ્ચય લાવીને મૂક્યો છે, અક્રમ વિજ્ઞાને. અને આખું નવું જ શાસ્ત્ર ઊભું કર્યું છે અને તે સાયન્ટિફિક પાછું. આમાં કોઈ જગ્યાએ વિરોધાભાસ ના થાય. પણ હવે આ ‘અક્રમ વિજ્ઞાન' બહાર શી રીતે પડે ? બહાર પડે તો જગતનું કલ્યાણ થઈ જાય ! પ્રશ્નકર્તા : એનો સંજોગ પણ આવશે ને ? દાદાશ્રી : હા, આવશે ને !