________________
૧૯૪
વાણીનો સિદ્ધાંત
૧૯૫
વાણીનો સિદ્ધાંત પણ ચાલે નહીં ને ! આપણે અહીં વાચાજ્ઞાનનો શબ્દ જ ના હોય ને. આખું જગત વાચાજ્ઞાનમાં પડેલું છે. વાચાજ્ઞાન એટલે જે જ્ઞાન ક્રિયાકારી ના હોય અને આપણું જ્ઞાન તો બીજે દહાડે ક્રિયા કરતું થાય. આપણા શબ્દો બધાં જ અંદર ક્રિયા કર્યા જ કરે. વાચાજ્ઞાન એટલે વાંઝીયું જ્ઞાનશુષ્કજ્ઞાન કહેવાય છે અને આ તો રેડીમેડ, આ તો અહીંથી એક જ અવતાર બાકી રહે એવું આ જ્ઞાન છે.
મૌત દીસે બ્રહ્મચર્યના ઉપદેશમાં પ્રશ્નકર્તા : અત્યારે વિષય સંબંધી બહાર કોઈ બોલતું જ નથી.
દાદાશ્રી : ‘મેરી ભી ચુપ ઔર તેરી ભી ચુપ’ એવું પોલંપોલ ચાલ્યું છે. હું બ્રહ્મચર્ય સંબંધી વાત કરું છું ત્યારે મોટા મોટા આચાર્ય મહારાજોને આશ્ચર્ય થાય છે કે, આ કાળમાં આવી વાત શી રીતે થાય ? મેં કહ્યું, “આ કાળમાં આવું ના હોય તો આ કાળમાં તો માણસ નર્ટે જશે.' કારણ કે પહેલા તો લોકોની એકાદ જગ્યાએ દ્રષ્ટિ બગડતી. આજે તો ઠેરઠેર દ્રષ્ટિ બગડે છે ! તે પછી હિસાબ ચૂકવવા જવું જ પડે. એટલે એ જ્યાં જાય, હલકી નાતમાં જાય તો આપણે પણ હલકી નાતમાં જવું પડે. એ હરિજનવાસમાં જાય તો આપણે પણ હરિજનવાસ લેવો પડે. છૂટકો જ નહીં. હિસાબ ચૂકવવો જ પડે. હવે આ બધાં બાળકોને બિચારાને આની ખબર જ ના હોય કે આની જવાબદારી શું છે ?! તમે જાણો કે આ લોકો આવું કરે છે, તે આપણે ય એવું કરીએ છીએ. વીંછી જો ડંખ મારે તો તરત કેમ છેટા રહો છો ? આમાં ડેખ મારનારું છે એમ કોઈ દેખાડનાર નથી ને ?
આ બ્રહ્મચર્ય ઉપર હિન્દુસ્તાનમાં કોઈ બોલ્યું જ નથી. કારણ કે આ લોકો બ્રહ્મચર્ય પાળી શક્યા નથી. જે લોકોએ પાળ્યું છે, તે આગલા ભવની ભાવનાથી પળાયેલું છે. આગલા ભવની ભાવનાના ફળ રૂપે પળાયેલું છે. પણ તે લીકેજવાળું એટલે પોતે ઉપદેશ આપી શકે નહીં. બ્રહ્મચર્ય ઉપર ઉપદેશ હિન્દુસ્તાનમાં અપાયો નથી. આ પહેલી વખતે બ્રહ્મચર્ય સંબંધી ઉપદેશનું પુસ્તક છપાય છે.
બ્રહ્મચર્ય સંબંધી વાણી કોણ બોલી શકે ? જે એક સમય પણ અબ્રહ્મચર્યને નથી પામ્યા, એક સમય પણ અબ્રહ્મચર્યનો વિચાર જેને નથી,
તો એ બોલી શકે. નહીં તો બીજાનું તો ગજું જ નહીં ને ?! અને જ્યાં અબ્રહ્મચર્ય દશા છે, તે અને પાશવતામાં ફેર શું છે? અબ્રહ્મચર્ય પોતે જ પાશવતા છે. એ તો અબ્રહ્મચર્યનો ફોટો પાડે ત્યારે ખબર પડે ! અબ્રહ્મચર્ય એ તો ઉઘાડી પાશવતા છે. - બ્રહ્મચર્ય માટે બોલવું એટલે બોલનાર પોતે કમ્પ્લીટ બ્રહ્મચારી હોવો જોઈએ. આ તો બ્રહ્મચર્યની વાત આવી કે ચૂપ ! પાછા બ્રહ્મચર્ય ઉપર ભાર મૂકે ખરાં પણ ત્યારે એના ઉપાય બરોબર બતાવેલા ના હોય. બાકી ઉપાય પણ જાણે શી રીતે ? જ્યાં સુધી પોતે બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળ્યું નથી ત્યાં સુધી ઉપાય શી રીતે આપી શકે ? વખતે પોતે બ્રહ્મચારી હોય પણ તો ય બધા લોકોને ઉપાય શી રીતે આપે ? પોતે અભિપ્રાય આપે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ પણ એમ કંઈ પાળી શકે નહીં ? એટલે એ વાક્ય કંઈ યુઝફૂલ નથી થતું. જે વાણી આપણને બ્રહ્મચર્ય પાળવા માટે હેલ્પ કરે, બ્રહ્મચર્ય પળાવડાવે એ વાણી કામની. આવું બોલે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. ત્યારે એ તો એક આશય થયો કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પણ એને કેવી રીતે પાળવું, એના માટે સાધન તો જોઈએ ને ? લોકો વિષય સંબંધી ઉપદેશ આપતા જ નથી, એનું શું કારણ ?
પ્રશ્નકર્તા : એ લોકો ઉપદેશ આપે, તો પણ અસર થાય જ નહીં ને ?
દાદાશ્રી : હા, અસર થાય. જો કદી એમને પોતાને વિષય સંબંધી ચારિત્ર હોય. ભલે તેમને આત્માનું જ્ઞાન ના હોય. ને ઉપદેશ આપે તો તે ફળે. ચારિત્ર વગર બધું નકામું છે.
પ્રશ્નકર્તા : લૌકિક બ્રહ્મચર્યની એ લોકો બાધા આપે છે તે ?
દાદાશ્રી : બાધા આપવાની જરૂર નથી. “બ્રહ્મચર્ય કેમ રખાય ?” તેનાં કારણો દેખાડવાં જોઈએ. નહીં તો બાધા રાખે તો ય તેવો ને તેવો થઈ જાય !
પ્રશ્નકર્તા : કેટલાક લોકો વિષય છોડવાનો ઉપદેશ આપે છે. દાદાશ્રી : એવા ઉપદેશને શું કરવાના ? એ ઉપદેશ જ ના કહેવાય