________________
વાણીનો સિદ્ધાંત
જેને વાસના નથી, એનો બોધ જોઈએ. તે આ ભગવાનને તેથી અરજીઓ કરી છે કે અત્યારે આધાર કશો રહ્યો નથી અને બોધ વાસિત છે તેથી બહુ કંટાળી ગયા છે.
૧૯૨
અત્યારે આપણો આ બોધ વાસિત ના કહેવાય. નિર્વાસિત બોધ જોઈએ, એ મહાવીર બોધ કહેવાય.
વાસિત બોધ આધાર એટલે શું કે જેને માનની કામનાઓ છે, કીર્તિની કામનાઓ છે. હવે આ સાધુઓને સ્ત્રી અને લક્ષ્મીની કામનાઓ તો ના હોય. ત્યારે માનની કામનાઓ, માનની ભીખ, કીર્તિની ભીખ‚ દેરાં બાંધવાની ભીખ, એ બધી ભીખો-કામનાઓમાં બધા પડ્યા છે, વાસનાઓમાં પડ્યા છે. એ જાતની વાસનામાં જ રહ્યા કરતો હોય, એનો બોધ કેમ અસર કરે ? એ તો જેને કીર્તિની ભીખ નથી, લક્ષ્મીની ભીખ નથી, સ્ત્રીની ભીખ નથી, કોઈ પણ પ્રકારની ભીખ નથી, તેને આ પરમાત્મપદ મળે. કીર્તિની ભીખ, એટલે જરાક અપકીર્તિ મળી હોય તો મોઢું ઊતરી જાય અને કીર્તિ મળી હોય તો એ ‘એલીવેટ’ પણ થઈ જાય.
આ તો વાસિત બોધને લોકો શું સમજ્યા ? વાસી ! એટલે જૂનાં ઘણા વખતનો, જૂનો. જૂનું તો મધે ય સારું હોય. ગોળ પણ જૂનો સારો હોય. તેમ બોધે ય જૂનો સારો હોય. આ તો વાસનાવાળો એટલે કામનાવાળો છે. તે નુકસાન કરે ઊલટું આપણને. એ ના સાંભળ્યું હોય તો સારું થાય.
જેમ મોટો પ્રખ્યાત હોય ને, તેમ વધુ વાસનાવાળો હોય. જેને આ બધા લોકો મોટા પ્રખ્યાત ગણે છે, એને વધારે વાસના હોય. એક જ્ઞાની પુરુષ એકલા જ નિર્વાસનિક હોય. અને એની વાણી વાસિત ના હોય. વાસનાવાળી ના હોય. એ વાણી તરત ફળે. અમારું વચનબળ મહીં પેઠું તો મહીં કામ કર્યા વગર રહે જ નહીં. એટલે અહીં બોધ કેવો હોય ? નિર્વાસનિક બોધ હોય. શુદ્ધ બોધ હોય અને બહાર બધે તો વાસનાવાળો બોધ અને એમને ય વાસના હોય. લૂગડું ફાટી ગયું હોય તો મનમાં એમ થાય કે આ શેઠ લાવી આપશે, ચશ્માં જોઈતા હોય તો આ લાવી આપશે. એટલે પછી ‘આવો શેઠ, આવો શેઠ' કરે. એ પોતે જ આખો દહાડો અજંપો
વાણીનો સિદ્ધાંત
કર્યા કરે છે. એમનું જ કલ્યાણ નથી થતું, તો આપણો તો ક્યારે ઉકેલ થાય તે ?
૧૯૩
જે વાણી સામાને ગમતી નથી, એ વાત જ બરોબર નથી. વાત સામાને ગમવી જ જોઈએ. વાત કેમ ના ગમે ?! સામા ખોટાં નથી. તો એ લોકો શું કહે ? અક્કલ વગરના. એટલે તમે તો મારી વાત સમજતા જ નથી. અરે, તારી વાત સમજતા નથી કે તું એને સમજાવી શકતો નથી ? પાછો શું કરવા એને ટૈડકાવે છે ? એ તો સમજવા આવ્યો છે. પણ આવું બોલીને સામા માણસને ડિસ્કરેજ કરી નાખે. અને લોકે ય મારા જેવું સામું કદરૂપું બોલે એવા નથી. હું તો સામું કદરૂપું આપું ને, તે એનું માથું હઉ ચઢી જાય. જ્યારે જ્ઞાન નહોતું ને ત્યારે કદરૂપું આપતો હતો. મેં કહ્યું, ‘હું સમજવા આવ્યો છું ને તમે વળી પાછા મને કહો છો કે અક્કલ વગરનાં, સમજણ નથી.'
ખરી રીતે ઉપદેશક કેવા હોય ? એમને ગાળ ભાંડીએ, મારીએ તો પણ અવળું ના બોલે. કારણ કે તમને તો અજ્ઞાન છે એટલે કર્મ બાંધો. પણ એ બાંધે કે ? અત્યારે તો એ ય કર્મ બાંધે, તમારાથી વધારે બાંધે. ત્યાં કલ્યાણ ના થાય.
એટલે વાસનાવાળો બોધ છે બધે. બોધ નિર્વાસનિક જોઈએ, વીતરાગી બોધ જોઈએ. હવે એ અત્યારે રહ્યું નથી. તેથી તો લોક જો તરફડે છે, માછલાને પાણીની બહાર નાખેને અને જે સ્થિતિ થાય, એવી આજના લોકોની સ્થિતિ થઈ છે.
ભગવાન મહાવીરનો કેવો સિદ્ધાંત બોધ ! એક અક્ષર જ જો ફોરેનવાળાએ જાણ્યો હોત ને, તો ફોરેનવાળા ખુશ થઈ જાત. તે આટલી બધી વિશ્વધર્મની પરિષદો ભરાય છે. તેમાં કોઈ અક્ષરે ય સમજતો નથી.
વાંઝીયું જ્ઞાત વધુ આ કાળમાં !
પ્રશ્નકર્તા : આ કાળમાં વાચાજ્ઞાન બહુ છે.
દાદાશ્રી : વાચાજ્ઞાન ચાલે નહીં ને. વાચાજ્ઞાન તો ઘણું ઊંચું હોય.