________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
કહેવાય ?
પ્રશ્નકર્તા : હા, જી.
દાદાશ્રી : અત્યારે શાંતિ હોય, પણ પછી આપણે હોર્નના ગોળાને આમ દબાવીએ ત્યારે શું થાય છે ? આમ દબાવીએ એટલે ભોં.... બોલે ને ?
પ્રશ્નકર્તા : હા, અવાજ આવે. દાદાશ્રી : તો શાથી અવાજ થતો હશે ? પ્રશ્નકર્તા : હવાથી.
દાદાશ્રી : પણ તે હવા તો આ અહીં બધે પડી છે. લે, આમ થશે અવાજ ?
પ્રશ્નકર્તા : હવા નેરો એરિયામાંથી જાય છે, એટલે અવાજ થાય
દાદાશ્રી : હા, એટલે આમ ઘસાઈને નીકળી છે એટલે અવાજ થાય છે. અહીં કોણ બોલે છે એ ? એ આત્માનો અવાજ નીકળ્યો ? ત્યાં ક્યાં ચેતન છે ? મહીં કોઈ જીવતો માણસ નથી, તો શાથી અવાજ થાય છે ? તે ઘડીએ આમાં શું સાયન્સ થયું ? એ વિચારવા જેવું છે ને ?
જ્યાં આકાશ છે, ત્યાં પરમાણુ છે. વેક્યુમ હંમેશાં ખાલી ના હોય. એમાં બધા પરમાણુઓ ભરાઈ જાય. એ જડ પરમાણુ હોય. એટલે પેલા ગોળામાં જે આકાશ છે, તેની મહીં પરમાણુ ભરાઈ રહ્યા હતા, સૂક્ષ્મ પરમાણુ આંખે ન દેખાય એવા. હવે એ ગોળો આપણે આમ દબાવીએ ને, એની સાથે પરમાણુઓ ફોર્સથી બહાર નીકળે છે, તે ઘસાઈ ઘસાઈને નીકળે એટલે અવાજ થાય છે, તે એવું આ મહીં ય હોર્ન મૂકેલાં છે. એ આમ દબાય છે ને અવાજ નીકળે છે, દબાય છે ને અવાજ નીકળે છે. આ પરમાણુ મહીં જે અંદર હોય છે, તે બધા ઘસાતા ઘસાતા ઘસાતા બહાર નીકળે છે. કંઠસ્થ ને તાળુ0 ને આ બધામાંથી, એ અવાજ શબ્દરૂપે થાય છે.
પ્રશ્નકર્તા ઃ આપણે જે બોલીએ છીએ, એ પણ એવું જ? હોર્ન જેવું
દાદાશ્રી : ભૂંગળું જ છે આ. મહીં ભૂંગળું વાગે છે. પણ આ મશીનરી જે ગોઠવાયેલી છે ને, કંઠસ્થ ને તાળુ0, એ મશીનરીને લીધે આ શબ્દો નીકળે છે. આ બધા શબ્દો છે, તે હોઠ-ગળું-જીભ એ બધાને લઈને વાણી રૂપે નીકળી જાય છે અને એ નીકળતી વખતે અવાજ થાય છે, તે આમ વાજિંત્ર વાગે એવી રીતે વાગે છે. એ બધા અવાજ પુદ્ગલ ઘસાવાથી થાય છે. તેમાં આત્માની જરૂર જ નથી. એટલે આ અવાજ માત્ર અનાત્મ વિભાગનો છે. એ બધો અજીવ તત્ત્વનો વિભાગ છે, જીવ તત્ત્વનો વિભાગ નથી.
હોય એ ગુણધર્મ આત્માનો ! પ્રશ્નકર્તા : વાણીને સ્વાભાવિક ના કહેવાય ?
દાદાશ્રી : સ્વાભાવિક ના કહેવાય. સ્વાભાવિક એટલે પોતાના ગુણધર્મોમાં આવે છે. આત્માના ગુણધર્મમાં વાણી છે જ નહીં ને ! લોકો “આત્માનો અવાજ, આત્માનો અવાજ” એમ બોલે છે, તે આ લાઈટ અંધારું, અંધારું' બોલે એના જેવું છે. આત્મામાં અવાજ નામનો ગુણ જ નથી. જેનામાં જે ગુણ ના હોય તે ગુણ આવે ખરો ? કોઈ મને કહે કે “મારી શુદ્ધ સોનાની વીંટી છે, એને કાટ ચઢી ગયો.” તો હું માનું નહીં. એ વાત માન્યામાં આવે ? એનો કાટનો ધર્મ જ નથી ને ! એટલે આપણા લોકો જે કહે છે કે “આત્મા બોલે છે.” તે આત્માના ગુણધર્મ જાણ્યા વગર કહે છે.
આત્મામાંથી પાણી નીકળી જ નથી, શબ્દ ય નીકળ્યો નથી કોઈ દહાડો ય. અને શબ્દ નીકળે તો એ આત્મા ન હોય. આત્મા બોલે તો એ આત્મા જ ન્હોય. કારણ કે આત્મા બોલી શકે એવી સ્થિતિમાં જ નથી. આત્મા અક્રિય છે, અવાજ વગરનો છે. આત્મામાં ચાલવાની શક્તિ નથી, બોલવાની શક્તિ નથી. આત્માની જે શક્તિ છે, એમાંનો અંશ લોક જો જાણતું હોય ને, તો લોકનું કલ્યાણ ના થઈ ગયું હોત ?! લોકને તો દાળભાત ને રોટલી આવડે. બીજું કશું આવડે નહીં. થોડું ઘણું સમજવું જોઈએ કે ન સમજવું જોઈએ ? વિચાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ ?