________________
૨૪૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૪૩
હોય, ભેખ લીધા હોય કે ચારિત્ર લીધાં હોય, તો ય પણ આત્મા ના જાણે તો બધા અવતાર નક્કામા ગયાં, આત્મા જાણવા માટે જ આ બધું છે !
અક્રમ વિજ્ઞાત, તળપદીમાં ! પ્રશ્નકર્તા : આપને સંસ્કૃત કે પ્રાકૃતભાષા ફાવે ?
દાદાશ્રી : કોઈ ભાષા પર કાબુ નહીં, પણ આ ગુજરાતી તો એની મેળે પ્રગટ થઈ ગયું. આ રેકર્ડ પ્રગટ થઈ ગઈ એટલે. બાકી ભણેલો જ નહીં ને ? આવડે જ નહીં કશું.
પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રગટ થઈ ગયું, તો પોતાની મેળે અંદરથી ના આવડી જાય ?
દાદાશ્રી : અમને બીજું કશું આવડે નહીં. સંસારનું કશું આવડે નહીં.
પ્રશ્નકર્તા : પણ તમારી ગુજરાતી ગદ્યની શૈલી છે, સ્ટાઈલ, એ બધા કરતાં જુદી પડી જાય છે.
દાદાશ્રી : હું ભણેલો નહીં ને, બિલકુલ. પણ મારી પર બધા બહુ કાગળો આવે. ‘તમારી તળપદી ભાષામાં તમે ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન મૂક્યું, એ અજાયબી જ કરી છે કે, શું તમારી તળપદી ભાષાની વાત, અમને બહુ મઝા આવે છે !' હા, બીજું શીખેલા જ નહીં ને ! આવી લાંબી ભાષા શીખેલા નહીં, એવું આવડે ય નહીં ને ! અને આ દેશી ભાષામાં, કેવી સરસ વાત, તળપદી પાછી !
થોડું ઘણું ગશ્રમે છે ? કે માથું ચઢી ગયું ? પ્રશ્નકર્તા : આનંદ થયો.
દાદાશ્રી : ત્યારે સારું. આનંદ થવો જોઈએ. મારી ભાષામાં જરા શબ્દો એવા છે ને, કઠણ બોલવાનું, સ્ટ્રોંગ શબ્દો હોય, ભાષા જ એવી. બાકી આમ નમ્ર છે. આ તો ખેડા જિલ્લાનું, પટેલિયા ટોળાંને બધાં મૂળ ક્ષત્રિય પ્રજાને ! તે ભાષા જરા એવી હોય.
પરા, પશ્યતિ, વૈખરી ! પ્રશ્નકર્તા : આ ભાષાની પણ એક સીમા જ છે ને ? દાદાશ્રી : એ સીમાવાળી વસ્તુ બધી. પ્રશ્નકર્તા : વાણીનાં પણ પ્રકાર ખરાં ને ?
દાદાશ્રી : હા, વાણીના બહુ પ્રકાર. એ તો અહીં મોઢે નીકળેને, તેને વૈખરી કહે, બીજા બધા પ્રકાર પાડ્યા હોય. નામ તો પાડ્યા જ હોય ને ! પણ બધી પુદ્ગલની ભાષા. ભાષા એ પુદ્ગલનાં પર્યાય છે.
પ્રશ્નકર્તા : વાણીમાં વૈખરી શબ્દ વપરાય છે. તે વૈખરી એટલે શું ?
દાદાશ્રી : વૈખરી એટલે આત્માની બાબતમાં નહીં વપરાવાની. એ બધી વૈખરી જ કહેવાય. એ સંસાર વ્યવહાર ચલાવવા માટે છે. આત્માના ઉપયોગને માટે કામની ના હોય એવી વાણી, એ બધી વખરી જ કહેવાય. બહાર નીકળી ને ખુલ્લો અવાજ થયો એ વખરી અને તે ત્યાંથી આવતાં આવતાં એના ચાર ભાગ પાડ્યા છે.
પહેલી છે પરા, બીજી પશ્યન્તિ, ત્રીજી મધ્યમાં અને ચોથી વૈખરી. એ પરા વાણી કેવી હોય કે શબ્દો ના હોય. પણ સંકલ્પ-વિકલ્પ તરીકે આમ ફરતી હોય, વાણી તરીકે પોતે સાવ છૂટો જ હોય એમાં. અને પશ્યત્તિ એવી જ રીતે. પણ એ જોતો હોય, ફક્ત છૂટાપણું ના હોય. જોઈ શકે ખરો. પોતે બોલવામાં શું કહી રહ્યો છે, તેને પોતે જોઈ શકે. તેવી રીતે આ બહાર નીકળી ગઈ એ વૈખરી.
પ્રશ્નકર્તા : અને મધ્યમાં શું છે ?
દાદાશ્રી : એ મધ્યમાનું એના જેવું જ, પછી એ વૈખરીની નજીકનું જ, પેલી બે ઊંચી કહેવાય. આ તો બધો ગોઠવેલો ક્રમ છે અને આ ક્રમ ઝાલવા જાય ને, તો મૂળ વસ્તુ રહી જાય. અમે આવું બધું ઝાલીએ નહીં. એમાં ટાઈમ ય બગાડીએ નહીં. એ એને ઘેર રહી, મજદૂર માણસને ઘેર રહી !