________________
વાણીનો સિદ્ધાંત
એમાં અમુક શબ્દ રહી ગયો હોય તો ચલાવાય નહીં. તમે એવું જાણો
કે મહીં કોઈ શબ્દ લખવામાં રહી જાય છે ?
૨૩૪
પ્રશ્નકર્તા : વાક્ય તો આમાં લખાઈ જાય. પણ બહુ સ્પીડી બોલ્યા હોય ને તો જે મેઈન વાક્યો હોય તે આખા લખી લઉં.
દાદાશ્રી : સ્પીડી બોલ્યા પણ મહીં લખવામાં રહી ગયું, એ તો રહી જ ગયું ને ?
પ્રશ્નકર્તા : બધું તો લખી જ ન શકાય, એ તો પછી શોર્ટહેન્ડમાં લખવું પડે !
દાદાશ્રી : શોર્ટહેન્ડ તો આવડે જ નહીં. આ લોંગહેન્ડ જ નથી આવડતું તો શોર્ટહેન્ડ શી રીતે આવડે ?
પ્રશ્નકર્તા : આપ જે વાતચીત કરતાં હો, એમાં અમુક એસેન્સ હોયને તે લખ્યું હોય.
દાદાશ્રી : એસેન્સ લખી લેવાનું. નહીં તો પૂરું લખો. બે શબ્દ રહી જાય, તેનો અર્થ જ નહીં ને ! એવું તને ના સમજણ પડે ? બે શબ્દ રહી જાય તો અર્થ બદલાઈ જાયને ?
પ્રશ્નકર્તા : એ રહી ગયું હોયને તો પછી એ આખું વાક્ય જ કાઢી નાખું છું.
દાદાશ્રી : પછી તું કાઢી નાખે ? તો એ બેનો સાંધો તૂટી ના જાય ? આ તો એકમેકના સાંધાવાળાં વાક્યો. પાછો કાઢી નાખનારો ય તું ? મારી પાસે ના કાઢી નખાવાય ? કૈસી દુનિયા ચલ રહી હૈ ?!! આ તો બધા વાક્યોનું કનેક્શન હોય છે !
પ્રશ્નકર્તા : પછી લાગે કે આખી વાત એવી અધૂરી લખી છે, તો આખી વાત જ કાઢી નાખવાની પછી.
દાદાશ્રી : આખી વાત કાઢી નાખું નહીં ? તો લખી શું કરવા ? થોડી લખીએ પણ તે પૂરી લખીએ. નહીં તો એસેન્સ એકલું લખવાનું.
વાણીનો સિદ્ધાંત
૨૩૫
ખોળજો સજીવત મૂર્તિ !
આ અમારી વાણીને તમે(નટુભાઈ) ઉતારી લો છો, પણ તે તમને પચાસ ટકા નું ફળ આપશે અને બીજો વાંચશે તેને બે ટકા ય ફળ નહીં મળે. આ પરપોટો જ્યાં સુધી ફૂટયો નથી, ત્યાં સુધી કામ કાઢી સાંધો
મેળવી લો. પછી કંઈ જ કામમાં નહીં આવે. અમે બધાંને કહીએ છીએ
કે અમારી પાછળ અમારી મૂર્તિ કે ફોટા ના મૂકશો. આ મહાવીરના ને કૃષ્ણના ફોટા શું નથી ? એ જ રહેવા દેજો. અમારો ના મૂકશો. પછી એ કંઈ જ કામમાં નહીં આવે. અમે અમારી પાછળ જ્ઞાનીઓની વંશાવળી મૂકી જઈશું. અમારા વારસદાર મૂકતા જઈશું ! અને ત્યાર પછી જ્ઞાનીઓની લીંક ચાલુ રહેશે. માટે સજીવન મૂર્તિને ખોળજો ! એના વગર ઉકેલ આવે તેમ નથી.
વાંચીને, વહો પૂંઠે પૂંઠે દાદાના વંશજોતી...
પ્રશ્નકર્તા : આ પુસ્તકો બધાને આપણે આપીએ છીએ. દાદાની આપ્તવાણી, આપ્તસૂત્ર આપીએ છીએ, એમાં પાછું દાદાનું વચન લખેલું હોય છે કે આ વાંચવાથી એક ટકો લાભ થશે. તો વાંચનારા વિચારમાં પડે કે આમાં એક જ ટકો લાભ થવાનો હોય તો પછી આટલા બધા પુસ્તક શું કરવા વાંચવા ?
દાદાશ્રી : તો ય પુસ્તક લઈને જવું. હા, આને મૂકી રાખવું સારું અને મૂંઆ, પુસ્તક તો બહુ અનંત અવતાર સુધી વાંચ્યા, એનો લાભ તું મને દેખાડ, તારી પાસે હોય તો સિલ્લક !
પ્રશ્નકર્તા : તો એના કરતાં એ સાચું નથી કે જ્યાં સુધી દાદા પાસે આવ્યો નથી, જ્ઞાન લીધું નથી, ‘હું કોણ છું’ એ સમજયો નથી...
દાદાશ્રી : ત્યાં સુધી કશો અર્થ નથી.
પ્રશ્નકર્તા : ત્યાં સુધી એક ટકો તો નહીં, પણ મીઠું !
દાદાશ્રી : હા, મીડું. પણ એક ટકો શેનો, તે તમને હું કહું, એક ટકો એનાથી પુણ્ય બંધાય છે. જ્ઞાન ના લીધું હોય તો ય એનો કાળ