________________ વાણીનો સિદ્ધાંત પપપ કાઢવાના, ને તે નિકાલ કરવાનો. હા, સમતાભાવે નિકાલ કરવાનો. સમજે તો વાત અઘરી નથી અને ના સમજે તો એનો પાર નથી આવે એવો. વ્યવહારમાં અવતરણ નિશ્ચયતું ! આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન, વિજ્ઞાનમાં કશો ફેરફાર ના હોય અને એ પાછું સૈદ્ધાંતિક, જે બધી રીતે સહેજે ય વિરોધાભાસ કોઈ જગ્યાએ કંઈ પણ ન હોય અને વ્યવહારમાં ફીટ થાય, નિશ્ચયમાં ફીટ થાય, બધે ફીટ થાય, ફક્ત લોકને ફીટ ના થાય. કારણ કે લોકો લોકભાષામાં છે. લોકભાષા ને જ્ઞાનીની ભાષામાં બહુ ફેર છે. જ્ઞાનીની ભાષા કેવી સારી છે, કશી અડચણ જ નહીં ને ! જ્ઞાની ફોડવાર બધા ફોડ આપે ત્યારે ઊકેલ આવે. આપણું આ “અક્રમ વિજ્ઞાન’ જગતમાં બહાર પડે તો લોકોનું બહુ કામ કાઢી નાખે. કારણ કે આવું વિજ્ઞાન નીકળ્યું નથી. આ વ્યવહારમાં, વ્યવહારની ઊંડાઈમાં કોઈએ કોઈ જાતનું જ્ઞાન મૂકેલું નહીં. વ્યવહારમાં કોઈ પડેલું નહીં. નિશ્ચયની જ વાતો બધી કરેલી, વ્યવહારમાં નિશ્ચય આવેલો નહીં. નિશ્ચય નિશ્ચયમાં રહેલો અને વ્યવહાર વ્યવહારમાં રહેલો. પણ આ તો વ્યવહારમાં નિશ્ચય લાવીને મૂક્યો છે, અક્રમ વિજ્ઞાને. અને આખું નવું જ શાસ્ત્ર ઊભું કર્યું છે અને તે સાયન્ટિફિક પાછું. આમાં કોઈ જગ્યાએ વિરોધાભાસ ના થાય. પણ હવે આ ‘અક્રમ વિજ્ઞાન' બહાર શી રીતે પડે ? બહાર પડે તો જગતનું કલ્યાણ થઈ જાય ! પ્રશ્નકર્તા : એનો સંજોગ પણ આવશે ને ? દાદાશ્રી : હા, આવશે ને !