________________
વાણીનો સિદ્ધાંત
દેવાવાળી વાણી નીકળે એટલે એ મીઠી થતી જાય અને દુઃખ દેવાવાળી વાણી કડવી થતી જાય.
૫૫૩
જેની વાણીથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન. શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય.
કરો એને તિકાલી !
પ્રશ્નકર્તા : આપણે કંઈક બોલીએને તો બીજાને દુઃખ થાય, તો એવી વાણી કેવી રીતે સુધારવી ?
દાદાશ્રી : એવું છે ને કે આ વાણી તો બગડી જ ગયેલી છે અને આ ‘જ્ઞાન’ લીધા પછી એના માલિક નથી. માલિક હોય તેને સુધારવાની જરૂર, એ સુધારનારો હોય અને સુધારનારો હોય એણે સુધારવી જ જોઈએ. આ સુધારનારો ય નથી અને માલિકે ય નથી. તો શી રીતે સુધારશો ? અમથા વિકલ્પો કરશો એટલું જ. એટલે આનો નિકાલ કરી નાખવાનો. અત્યાર સુધી નિકાલ કર્યો ને બધો ?
હવે સમભાવે નિકાલ કરવાનો. અત્યારે બધો કચરો ભર્યો હોયને તો ય શુદ્ધાત્મા કંઈ જતો રહેતો નથી. પણ આ તો એક જાણી રાખવાનું. છેવટે આ બધું નિકાલ કરી રહેશોને, તો વાણી ચોખ્ખી થશે જ એની મેળે. પછી તો છે ચારિત્રમોહ !
આત્મજ્ઞાન પછી બધી મનની ક્રિયા, બધી વાણીની ક્રિયા, બધી દેહની ક્રિયા સારી હો કે ખરાબ હો, એ બધો ચારિત્રમોહ.
એટલે મનના વિચારો એ શું છે, એ સમજી ગયા ને ? એ ચારિત્રમોહ છે. વાણી કઠોર બોલાય કે કર્કશ બોલાય કે સ્યાદ્વાદ બોલાય, એ બધો ચારિત્રમોહ જ છે. પછી વર્તન સીધું હોય કે ગાંડું હોય, એ બધો ચારિત્રમોહ જ છે.
આ અત્યારે જે બધી જૂની આદતો નથી ગમતી, તે ય ચારિત્રમોહ
વાણીનો સિદ્ધાંત
છે અને જે આદતો ગમે છે, તે ય ચારિત્રમોહ છે. જે સુવિચારો છે, કુવિચારો છે, તે ય ચારિત્રમોહ છે અને ખરાબ વાણી છે, તે ય ચારિત્રમોહ છે. માટે ખરાબ વાણી હોય તો ડિસ્કરેજ ના થઈ જશો અને સારી વાણી હોય તો બહુ એલિવેટ ના થઈ જશો. એવી રીતે ખપાવો.
૫૫૪
આ રેકર્ડ તો આમ બંધ થાય એવી નથી. છતાં અમે જે આંકડા છે તે જાણીએ કે આ આંકડા પર મૂકીએને તો રેકર્ડ બરાબર ધીમી ચાલશે
ને ધીમે રહીને બંધ થઈ જશે. આમ અમે અમારી રેકર્ડને બંધ કરી દઈએ.
‘પોતે' સાંભળે, ‘પોતાને' !
પોતાની વાણી પોતે જ્યારે સાંભળ્યા કરશે ત્યારે મોક્ષ થશે. હા, વાણી બંધ થયે દહાડો નહીં વળે. વાણી બંધ થવાથી મોક્ષ નહીં થાય. કારણ કે આમ બંધ કરવા ગયા એટલે પછી બીજી શક્તિ પાછી ઊભી થાય. બધી
શક્તિઓને એમ ને એમ ચાલવા દેવાની. પ્રાકૃત શક્તિ છે આ બધી. પ્રાકૃત શક્તિમાં હાથ ઘાલવા જેવો નથી. એટલે આ અમારી વાણીને તેથી કહીએ ને, કે આ ટેપરેકર્ડ વાગ્યા કરે છે, અમે જોયા કરીએ છીએ. બસ, આ મોક્ષ ! આ ટેપરેકર્ડને જુએ, એ બધો મોક્ષ !!
સમભાવ સજાવે શુદ્ધતા !
હવે આપણને આ વાણી સાથે સંબંધ નથી. પણ એ વાણી આપણી ભરેલી છે, એ પરમાણુને આપણે જ ખરાબ કર્યા છે અને ગીલેટેડ કર્યા છે. પિત્તળ ઉપર સોનાનું ગીલેટ ચઢાવ્યું ને સોનું કહેવડાવ્યું. એટલે હવે આપણે એને જ્ઞાને કરીને કાઢવાના છે. અજ્ઞાને કરીને ભર્યા હતા, તે જ્ઞાને કરીને ગલન કરવાના છે. એટલે પરમાણુનો હક્ક-દાવો ના રહે આપણી ઉપર. અત્યારે હક્ક-દાવો છે. એ પરમાણુઓ કહે છે કે, ‘તમને દાદાએ શુદ્ધ કર્યા અને તમે શુદ્ધ થઈ ગયા. પણ એમ નહીં છૂટાય. તમે અમને બગાડ્યા છે, અશુદ્ધ કર્યા છે. અશુદ્ધ કરવામાં તમે નિમિત્ત છો. માટે અમને શુદ્ધિ કરી આપો. તો તમે ય છૂટા ને અમે ય છૂટા.’
એટલે આપણે દરેક કાર્ય ગલન થતી વખતે શુદ્ધિકરણ કરીને