________________
વાણીનો સિદ્ધાંત
પપ૧
૫૫૨
વાણીનો સિદ્ધાંત
એટલે વાણી એ તો મુખ્ય વસ્તુ છે. માણસની વાણી બદલાય નહીં. એ બદલાતા તો ઘણો ટાઈમ લાગે. વાણી બદલાય ત્યારે સાલ્વાદ વાણી થાય. ત્યારે જગત એને કહે કે આ જ્ઞાની પુરુષ છે. ત્યાં સુધી બદલાયા કરશે. ધીમે ધીમે મહીં જેમ પરમાણુ ફરશે, તેમ એ વાણી પોતે બદલાયા કરશે. પહેલી માઈલ્ડ થતી સુંવાળી થતી જશે, રેશમી થતી જશે.
ખપે મનોહર મન-વચન-વર્તત !
પ્રશ્નકર્તા : કેટલાંકની વાણી એટલી મીઠી હોય છે. લોકો એની વાણીથી મુગ્ધ થઈ જાય. તો એ શું કહેવાય ?
દાદાશ્રી : એ ચોખ્ખા માણસ હોય અને બહુ પુણ્ય કર્યું હોય ત્યારે એવું થાય અને પોતાના માટે પૈસા ના લે. પારકા માટે જીવન કાઢે. એ ચોખ્ખા માણસ કહેવાય. એટલે એ સારું છે !
મનુષ્ય તો કેવો હોય કે એની વાણી મનોહર હોય, આપણા મનનું હરણ કરે એવી વાણી હોય, એનું વર્તન પણ મનોહર હોય અને વિનય પણ મનોહર હોય. આ તો બોલે એવું કે તે ઘડીએ આપણને કાન બંધ કરી દેવા પડે ! વાણી બોલે તો ઊલટો પેલો ચા આપતો હોય તો ય ના આપે. ‘તમને નહીં આપું', કહેશે.
‘વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રમાત્મા.” આટલું જ આવડેને, તો ય ઘણું છે. પણ શી રીતે આવડે ? એવું થવું એ ગમ્યું નથી. આત્મા જાણ્યા પછી બની શકે.
જેનાં વાણી, વર્તન ને વિનય - આ ત્રણેવ જો મનોહર થઈ ગયા, કોના મનનું હરણ કરે એવાં ? આપણા ઘરવાળાનાં મનનું, ઘરનાં છોકરાં, એ બધાનાં મનનું તો હરણ કરી શકીએ, પણ બહારવાળાનું થવું જોઈએ. જો વાણી-વર્તન-વિનય બધું એવું મનોહર હોય તો મોક્ષે જવાય. નહીં તો મોક્ષ તો થાય જ નહીં ને !
માદક વાણી ! પ્રશ્નકર્તા : વાણીમાં નશો-માદકતા કેમ આવે છે ?
દાદાશ્રી : ક્યાં જોઈ ?
પ્રશ્નકર્તા : તમે જે બોલો છો ત્યારે અમને જે નશો ચઢે છે, તેની વાત કરું છું.
દાદાશ્રી : એવું છે ને, આ વાણીથી માદકતા એટલા માટે આવે છે કે એમાં એને સાંભળવાનું મન થયા કરે. એમાં મીઠાશ છે એવી અને બહુ મીઠાશ પીવે એટલે કો'કને માદકતા ય થઈ જાય. નશો ચડ્યા કરે. બાકી મીઠાશ બહુ હોય અને આ મીઠાશ જેણે જોઈ છે એ ઉપરથી હિસાબ કાઢે કે ત્યારે તીર્થંકરની વાણીમાં મીઠાશ કેટલી હશે ?! આ દુનિયામાં કોઈ ચીજ એવી મધુરી નથી, કે તીર્થંકરની વાણીને મળતી આવે. જ્ઞાનીની વાણી ય મધુરી હોય. પણ તીર્થંકરની વાણીની તો વાત જ જુદી.
દોષ જ બધા વાણીના છે. વાણી સુધરે નહીં, મીઠી ના થાય તો આગળ ફળે નહીં. દેહના દોષ તો ઠીક છે, એને ભગવાને ‘લેટ ગો’ કર્યો. પણ વાણી તો બીજાને વાગે ને ?
વાણીમાં મધુરતા આવી કે ગાડું ચાલ્યું. એ મધુર થતી થતી છેલ્લા અવતારમાં એટલી મધુર થાય કે એની જોડે જોડે કોઈ ‘શૂટ’ને સરખાવી ના શકાય, એટલી મીઠાશવાળી હોય ! અને કેટલાક તો બોલે તો એવું લાગે કે પાડાઓ બોંગેડે છે ! આ ય વાણી છે ને તીર્થંકર સાહેબોની ય વાણી છે !!!
એના કૉઝિઝ સેવવા ! પ્રશ્નકર્તા : ભાવ એવા કર્યા હોય કે ‘આવી સાદ્વાદ વાણી પ્રાપ્ત હોઆવી મધુરી વાણી પ્રાપ્ત હો.’ તો તે ભાવ જ એવી વાણીની રેકર્ડ કાઢે ને ?
દાદાશ્રી : ના, એવું નહીં. વાણી તો, આપણે ભાવથી એવી માગણી દરરોજ કરવાની કે “મારી વાણીથી કોઈને પણ દુઃખ ના હો અને સુખ હો.” પણ એકલી માગણી જ કરવાથી કશું ના વળે. એવી વાણી ઉત્પન્ન થાય એવા કૉઝિઝ કરવાના, તેથી તેવું ફળ આવે. વાણી એ ફળ છે. સુખ