________________
વાણીનો સિદ્ધાંત
૪૦૩
૪૪
વાણીનો સિદ્ધાંત
તરત થઈ જ જાય.
દાદાશ્રી : હા, તરછોડ વાગી ગયા પછી પ્રતિક્રમણ કરવાના. અને બીજું, ફરી પાછાં એની જોડે સારું બોલી અને ફેરવી નાખવાનું.
પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ છે તે જીવનવ્યવહારમાં પળે પળે અનુભવમાં આવે છે.
દાદાશ્રી : હા, દરેકને આ જ થઈ રહ્યું છેને ? જગતમાં દુઃખ જ એનાં છે. અવળવાણી એવી તે નીકળે, ‘દુકાળ પડો’ એમ બોલે !
પ્રશ્નકર્તા: અવળવાણીના તો અત્યારે રાજા હોય છે.
દાદાશ્રી : અમને પાછલા અવતારોનું મહીં દેખાય છે ત્યારે અજાયબી લાગે છે કે ઓહોહો, તરછોડનું કેટલું બધું નુકસાન છે ! તેથી મજૂરોને ય તરછોડ ના વાગે એ રીતે વર્તીએ. છેવટે સાપ થઈને ય કેડે, તરછોડ બદલો લીધા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ?
દાદાશ્રી : એના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, ‘ભાઈ, મારી તો બહુ ભૂલ થઈ. હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.’ એટલે સામાવાળાના ઘા રૂઝાતા જાય. આપણો આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રૂઝાય.
પ્રશ્નકર્તા: પગે પડીને ય માફી માગી લેવાની.
દાદાશ્રી : ના. પગે પડીએ તો ગુનો થાય. એવું નહીં. બીજી વાણીથી ફેરવો. વાણીથી વાગ્યું હોય ને, તે વાણીથી ફેરવો. પગે પડવાથી તો એ પાછો મનમાં તે ઘડીએ અવળો ફરેલો માણસ અવળું માને. માટે આ વાણીથી જ ફેરવો એને, કે બિચારાને સંતોષ થઈ જાય. એવી મીઠી
વાણીથી એને ફેરવો, તે પાછો રાગે આવી જાય. પછી એ સહી કરી આપે તરત. હમણે જ થયું ને હમણે જ તરત સહી કરી આપે. એટલે પછી એની જોડે એકતા ના તૂટે. મને બહુ જાતના લોક મળે. પણ તે હું એમની જોડે એકતા નથી તૂટવા દેતો.
પ્રશ્નકર્તા: એ તો ગજબની વાત.
દાદાશ્રી : આ હું એક્તા ના તૂટવા દઉં બિચારાની. એકતા તૂટે તો પછી એની શક્તિ ના રહે. જ્યાં સુધી મારી એકતા છે, ત્યાં સુધી એની શક્તિ છે. એટલે સાચવવું પડે. આપણે જે પ્રયોગશાળામાં બેઠા છીએ, ત્યાં પ્રયોગો બધું જોવું પડે ને !
પોતે જ પાડ્યા અંતરાય અજ્ઞાનથી ! પ્રશ્નકર્તા : આ અંતરાયો કેવી રીતે પડે છે ?
દાદાશ્રી : આ ભાઈ નાસ્તો આપતા હોય તો તમે કહો કે, ‘હવે રહેવા દેને, નકામું બગડશે.” તે અંતરાય પાડ્યો કહેવાય. કોઈ દાન આપતો હોય ત્યાં તમે કહો કે, ‘આને ક્યાં આપો છો ? આ તો મારી ખાય એવાં છે.' તે તમે દાનનો અંતરાય પાડ્યો. પછી પેલો આપે કે ના આપે એ વસ્તુ જુદી રહી, પણ તમે અંતરાય પાડ્યો. પછી તમને કોઈ દુ:ખમાં ય દાતા ન મળે.
તમે જે ઓફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા આસીસ્ટન્ટને ‘અક્કલ વગરનો’ કહો એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! બોલો. હવે આ અંતરાયથી ફસાઈ ફસાઈને આ મનુષ્ય જન્મ એળે ખોઈ નાખ્યો છે ! તમને ‘રાઈટ’ જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને ય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો, તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે. તમે આના તરત જ પ્રતિક્રમણ કરી તો અંતરાય પડતા પહેલાં ધોવાઈ જાય.
પ્રશ્નકર્તા : વાણીથી અંતરાય ના પાડ્યા હોય, પણ મનથી અંતરાય