________________
૪૦૨
વાણીનો સિદ્ધાંત
તો જાત-જાતનાં લોક. બોલ શબ્દ બહુ વસમો છે. શબ્દ જો ના હોય ને, તો કામ જ થઈ જાય. આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજાસહેજ છે. આ કાળમાં વાણીથી જ બંધ છે. માટે કોઈના માટે અક્ષરે ય બોલાય નહીં.
બોલ તો એસ્પેન્સ (ખર્ચો) કહેવાય. વાણી ખર્ચાઈ ના જવી જોઈએ. બોલ એ તો લક્ષ્મી છે. તેને તો ગણી ગણીને આપવાં જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે ? આ બોલ એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો બધા જ મહાવ્રત આવી જાય.
[૨] વાણીથી તરછોડો-અંતરાયો !
વાણીતી વઢવાડો વસમી ! પ્રશ્નકર્તા : કેટલાંક ઘર એવાં હોય છે કે જ્યાં વાણીથી બોલાચાલી થયા કરે, પણ મન અને હૃદય સાફ હોય છે.
દાદાશ્રી : હવે વાણીથી ક્લેશ થતો હોય, પણ સામાને હૃદય ઉપર અસર થાય. બાકી જો ઉપલક રહેતું હોય તો તો વાંધો નથી. બાકી એવું છે ને, બોલનાર તો હૃદયથી અને મનથી ચોખ્ખો હોય, એ બોલી શકે. પણ સાંભળનાર તો, એને પથરો વાગે એવું લાગે એટલે ક્લેશ થાય જ. જ્યાં બોલ કંઈ પણ ખરાબ છે ને, વિચિત્ર બોલ છે ને ત્યાં ક્લેશ થાય.
પ્રશ્નકર્તા : સામાને ઘણી વખત અસર નથી થતી.
દાદાશ્રી : થયેલી ! એ તો દેખાવ કરે એટલું જ. અંદર બધું અસર કરે. મન તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. શબ્દ વખતે ખરાબ નીકળ્યો, પણ સામાને અસર થયા વગર રહે નહીં. શબ્દ હંમેશાં દિલ પર ઘા કરે. કેટલાક તો એવા બોલ બોલે છે, તે હાર્ટ હલ ફેઈલ થઈ જાય. એટલે આ
વાણી, તારા રૂપ અનેક ! વાણી તો કેટલા પ્રકારની ! માણસ કોઈકની જોડે લઢતો હોય, તે ઘડીએ એને વાણીનું રૂપ કેવું હોય છે, તે જોઈ લેજો. કોઈની ઉપર દ્વેષ કરતો હોય, ત્યારે વાણીનું રૂપ કેવું છે, તે જોજો. કોઈની ઉપર રાગ કરતો હોય, ત્યારે વાણીનું રૂપ કેવું હોય, તે જોઈ લેજો. રાગ કરે ત્યારે વાણી બદલાય, દ્વેષ કરે ત્યારે વાણી બદલાય, કોર્ટમાં જાય ત્યારે વાણી બદલાય. બધાને ઓળખાણ પડે કે આ વાણી આવી હતી. એટલે જેવો હેતુ તેવી વાણી નીકળે. હેતુ પ્રમાણે વાણી નીકળે. હેતુ શો છે ? કે જગત કલ્યાણની ભાવના છે ને પોતે શુદ્ધાત્મા થયેલા છે, એટલે વીતરાગી વાણી નીકળે. જે વાણી નીકળી, તે સામાને સીધી અસર કરે.
વાગે તેનાથી જ રૂછે ! કોઈને સહેજે ય તરછોડ ના વાગે ને, એવું આપણું જીવન હોવું જોઈએ. તમે તરછોડને ઓળખો કે ના ઓળખો ? બહુ ઓળખો ? સારી રીતે ? કો'કને વાગી જાય ખરી ?
પ્રશ્નકર્તા : મહીંથી સૂક્ષ્મ રીતે વાગી જાય.
દાદાશ્રી : તે સૂક્ષ્મ વાગે તેનો વાંધો નહીં. સૂક્ષ્મ વાગે, તે તો આપણને નુકસાનકર્તા છે. જો કે સામાને વિરોધ કર્તા તો છે જ. કારણ કે સામો એકતા નહીં અનુભવે.
પ્રશ્નકર્તા : ધારો કે સ્થળ તરછોડ વાગી ગઈ હોય તો ય પ્રતિક્રમણ