________________
વાણીનો સિદ્ધાંત
૩૯૧
અપવ્યય-દુર્વ્યય, વાણીતાં !
ટોણા મારવા, એ તો મોટી હિંસા કહેવાય. આ વાણીનો અપવ્યય અને દુર્વ્યય એ તો હિંસક નથી. પણ વગર કામની શક્તિ વ્યય કર્યા કરે. પ્રશ્નકર્તા : વાણીનો અપવ્યય અને દુર્વ્યય સમજાવો.
દાદાશ્રી : અપવ્યય એટલે ઊંધી વાણી વાપરવી અને દુર્વ્યય એટલે વ્યય નહીં કરવા જેવી જગ્યાએ વ્યય કરે. વગર કામનો ભસભસ કરે, એ દુર્વ્યય કહેવાય. તમે જોયેલું, વગર કામના ભસભસ કરે એવા હોય છે ને ? એ દુર્વ્યય કહેવાય.
પ્રશ્નકર્તા : એનું ઉદાહરણ આપો.
દાદાશ્રી : આપણા લોકો નથી કહેતા કે આ વગર કામનો બોલ બોલ કરે છે, ના બોલવાનું બોલ બોલ કરે છે ? એ દુર્વ્યય કહેવાય.
પ્રશ્નકર્તા : અને અપવ્યય એટલે ?
દાદાશ્રી : જ્યાં જે વાણી હોવી જોઈએ ત્યાં બીજી જ વાણી બોલવી, એ અપવ્યય કહેવાય. જે જ્યાં ફીટ થતું હોય, તે જ્ઞાન નહીં બોલવાનું ને બીજી રીતે બોલવાનું, એ અપવ્યય.
જૂઠ્ઠું બોલે, પ્રપંચ કરે, એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યયમાં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે ‘હા, આને હું ઓળખું છું.’ તે અપવ્યય કહેવાય.
પ્રશ્નકર્તા : કોઈને જરા કડવું કહેવું હોય, પણ એવી રીતે ફેરવીને કહીએ કે પેલાને લાગે કે આ મને જ કહ્યું. પણ પેલો આપણામાં વાંક ન કાઢી શકે. એ અપવ્યય ગણાય ?
દાદાશ્રી : એ અપવ્યય કહેવાય નહીં. એ તો મૂરખા માણસો એક જાતનો અપવ્યય કરે ને દુર્વ્યય કરે. અને આવું બોલવું, એ મૂરખા ના કહેવાય. આ તો ઊલટાં એને ટોણો મારો ને ટોણાં મારનારા, એ તો
૩૯૨
હિંસક કહેવાય.
વાણીનો સિદ્ધાંત
ટીકા, બધી રીતે બાધક !
આજ તો લોક તમારી ટીકા હઉ કરે. ‘પોતે શું કરી રહ્યા છે ?’ તેનું ભાન નથી બિચારાને, એટલે એવું કર્યા કરે છે. દુઃખવાળો જ કોઈની ટીકા કરે, દુઃખવાળો કો’કને સળી કરે. સુખિયો માણસ કોઈની ટીકા કરે નહીં. આ દુ:ખિયા લોક છે તે કરે તો ભલે અને એથી આનંદ રહેતો હોય
તો કર.
પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં લખ્યું છે કે “આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.’’ તો નિંદા અને ટીકામાં ફેર ?
દાદાશ્રી : ટીકા એટલે શું કે એના પ્રત્યક્ષ દેખાતા દોષો, તે ઓપન કરવા, એનું નામ ટીકા કહેવાય. અને નિંદા એટલે દેખાતા-ના દેખાતા બધું ગા ગા કર્યા કરે. એનું અવળું જ બોલ બોલ કરવું, એનું નામ નિંદા.
પછી આગળ વાંચો.
પ્રશ્નકર્તા : “કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં કેવળજ્ઞાનને બાધક છે. અરે, આત્મજ્ઞાનને ય બાધક છે, સમતિને ય બાધક છે.
સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય, એ ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે, તો વીતરાગનું વિજ્ઞાન નથી. ત્યાં ધર્મ છે જ નહીં. અભેદતા છે જ નહીં.” (આપ્તસૂત્ર)
દાદાશ્રી : ટીકા બધી રીતે બાધક છે. નવરાશ જ ના હોવી જોઈએ ટીકા કરવાની.
નિંદા એટલે...
પ્રશ્નકર્તા : કોઈની નિંદા કરીએ, એ શેમાં આવી જાય ? દાદાશ્રી : નિંદા, એ વિરાધનામાં ગણાય. પણ પ્રતિક્રમણ કરીએ