________________
વાણીનો સિદ્ધાંત
૪૮૭
૪૮૮
વાણીનો સિદ્ધાંત
પૈડપણમાં તમને સારું (!) આપે. પેલો કશુંક માંગે તો, ‘આમ શું કચકચ કર્યા કરો છો, સૂઈ પડી રહોને અમથા.' કહેશે. એટલે જાણી જોઈને પડી રહેવું પડે. એટલે આબરુ જ જાયને. એનાં કરતાં મર્યાદામાં રહો. ઘેર ઝઘડો બગડો કેમ કરો છો. લોકોને કહો, સમજણ પાડજો કે ઘરમાં ઝઘડા ના કરશો. બહાર જઈને કરજો અને બહેનો તમે ય કરો નહીં હો !
પ્રશ્નકર્તા : વાણીથી કશો ય કલેશ ના હોય. પણ મનમાં કલેશ ઉત્પન્ન થયો હોય, વાણીથી કહ્યું ના હોય, પણ મનમાં હોય બહું. તો એ કલેશ વગરનું ઘર કહેવું ?
દાદાશ્રી : એ વધારે કલેશ કહેવાય. મન બેચેની અનુભવે તે ઘડીએ કલેશ હોય જ અને પછી આપણને કહે, “મને ચેન પડતું નથી.' તે કલેશની નિશાની. હલકા પ્રકારનું હોય કે ભારે પ્રકારનું હોય. ભારે પ્રકારના કલેશ તો એવા હોય છે કે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. કેટલાક તો એવું બોલ બોલે છે ને હાર્ટ તરત ખાલી થઈ જાય. પેલાને ઘર ખાલી જ કરવું પડે, ઘરધણી આવે પછી !!
દાદાશ્રી : ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું? ત્યારે એ કહેશે કે, જાણી જોઈને હું કંઈ ફેકું ? એ તે મારા હાથમાં છટકી ગયો ને ફેંકાઈ ગયો ?
પ્રશ્નકર્તા : એ તો એ ખોટું બોલ્યા ને ?
દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે. એ આપણા આધીન નથી. એ એની મરજીમાં આવે તેવું કરે. એને જૂઠું બોલવું હોય કે આપણને ખલાસ કરવા હોય એ એના તાબામાં છે. રાત્રે આપણા માટલામાં ઝેર નાખી આવે તો આપણે તો ખલાસ જ થઈ જઈએને ! માટે આપણા તાબામાં જે નથી તે આપણે જોવાનું નહીં. સમ્યક્ કહેતાં આવડે તો કામનું છે કે, “ભઈ, આમાં શું તમને ફાયદો થયો ?” તો એ એની મેળે કબૂલ કરશે. સમ્યક્ કહેતા નથી અને તમે પાંચ શેરની આપો તો પેલો દશ શેરની આપે !
પ્રશ્નકર્તા : કહેતા ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું?
દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે ‘ક્યા હોતા હૈ?” સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર, બાકી જે કહેવાથી કળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે.
અબોલાથી નિકાલ થાય ? પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?
દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તે કેમ છો ? કેમ નહીં ? એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને ‘સમભાવે નિકાલ કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, ‘ઊભા રહોને, અમારી કંઈ ભૂલ હોય તો મને કહો, મારી બહુ ભૂલો થાય છે.
કહેવાનું પણ સમ્યક્ રીતે પ્રશ્નકર્તા ઃ કોઈએ જોઈને આ વસ્તુ ફેંકી દીધી તો ત્યાં આગળ ક્યું એડજસ્ટમેન્ટ’ લેવું ?
દાદાશ્રી : આ તો ફેંકી દીધું, પણ છોકરો ફેંકી દે તો ય આપણે જોયા’ કરવાનું. બાપ છોકરાને ફેંકી દે તો આપણે જોયા કરવાનું. ત્યારે શું આપણે ધણીને ફેંકી દેવાનો ? એને તો દવાખાનું ભેગું થયું. હવે પાછા બે દવાખાના ઊભાં કરવાં ?! અને પછી જ્યારે એને લાગ આવે ત્યારે એ આપણને પછાડે. પછી ત્રણ દવાખાનાં ઊભાં થયાં.
પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ?
દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક્ કહેવું, જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક્ કહેવું.
પ્રશ્નકર્તા : સમ્યક્ એટલે કેવી રીતનું ?