________________
વાણીનો સિદ્ધાંત
પ૨૯
ત્યાં આગળ ખુદ ભગવાનને આપણે સામોવાળિયો કર્યો. પેલાને ધોલ મારી હોત તો તો એ સમજી ગયો. એટલે પોતે માલિક થાય. પણ આ તો બદ્ધિ પહોંચતી જ નથી, એટલે આપણે એની મશ્કરી કરીએ એટલે પેલો માલિક પોતે ના થાય. એટલે ભગવાન જાણે કે “ઓહોહો, આને બુદ્ધિ ઓછી છે, તેને તું સપડાવે છે ?! આવી જા.” સામાવળિયો એને બદલે ભગવાન થઈ બેસે, એ તો પછી આપણા સાંધા તોડી નાખે.
પ્રશ્નકર્તા : અમે તો આ જ ધંધો મુખ્ય કરેલો.
દાદાશ્રી : પણ હજુ એના પ્રતિક્રમણ કરી શકો ને ! આ અમે તો એ જ કરેલું ને ! અને એ તો બહુ ખોટું. મારે તો એ જ ભાંજગડ પડી હતી. પેલી બુદ્ધિ અંતરાઈ રહી હતી, તે શું કરે ? બળવો તો કરે જ ને ! તે વધુ બુદ્ધિ થઈ તેનો આટલો બધો લાભ (!)ને ! તેથી આ મશ્કરીવાળાને વગર લેવાદેવાનું દુઃખ ભોગવવાનું.
આ દુનિયામાં મશ્કરી કોઈ પણ પ્રકારની ના કરશો. મશ્કરી કરવાને લઈને જ આ બધા દવાખાનાં ઊભાં થયાં છે. આ પગ-બગ બધા જે ભંગાર માલ છે ને, તે મશ્કરીઓનું ફળ છે.
પ્રશ્નકર્તા : હવે એના ઉપાયમાં પ્રતિક્રમણ તો કરવો જ પડે ને ? દાદાશ્રી : હા, કરવાં જ પડે ને ! છૂટકો જ નહીં.
પ્રશ્નકર્તા : દાદા આપની સાક્ષીએ જાહેર કરીને માફી માગીને પ્રતિક્રમણ કરું છું, કહીએ તો ?
દાદાશ્રી : ‘દાદા ! આપની સાક્ષીએ આ વાણી દોષથી જે જે લોકોને દુઃખ થયું હોય તે બધાની ક્ષમા માગું છું.” બોલોને, તો ય ચાલે.
[૧૨] મધુરી વાણીતા, આમ સેવો કારણો !
પ્રતિક્રમણ પમાડે સ્યાદ્વાદ વાણી ! પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જ જન્મમાં જ ?
દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે. અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે, એનું કારણ જ પ્રતિક્રમણ છે વ્યવહાર શુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહાર શુદ્ધિ પહેલી હોવી જોઈએ.
પોષાય તે ધિરાય !
જ્યાં સુધી “રીલેટિવ'ની જરૂર છે, ત્યાં સુધી સારું બોલો. આ સંસાર રીલેટિવ છે. તમે દઝાડો ને એ આપણને માન આપે, એવું બને નહીં. માટે વાણી એવી સરસ બોલો.
આ વાવ તમે જોયેલી ? મહીં પગથિયાં ઊતરીને આપણે નીચે જઈએ એ ?